________________
૪૨૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૪૯ કરમિં દુઓ કાઢેબ અવતાર, અગ્યન ઓપરિ ધર્યો તિણીવાર,
તાપઈ ચર્બ તવ અલગું થાય, બહુ વેદન પામ્યો તસ થાય.
ત્યાં પંચેન્દ્રિય તિર્યચપણામાં ખૂબ ભૂખ તરસ વેઠવાની હોય છે. પણ બકરી, હરણનો શિકાર થઈ જાય કે માછલાને જાળમાં પકડવામાં આવે જેથી તરફડીને મરી જાય. વળી ક્યારેક કર્મ અનુસાર કાચબાનો અવતાર પ્રાપ્ત થાય ત્યારે એની ચામડીને ઢાલ તરીકે મેળવવા માટે અગ્નિ પર ધરીને એની ચામડીને છૂટી પાડતા એને ખૂબજ દુઃખ થાય છે.
બકરી જેવા નિર્દોષ પ્રાણીનો બલિ ચડાવીને એને મારવામાં આવે છે. તો હરણ જેવા નિર્દોષ પ્રાણીનો શિકાર કરીને લોકો તેના માંસને આરોગતાં પણ હોય છે. તેમ જ દરિયા કિનારો હોવાથી માછીમારીનો વ્યવસાય ખૂબ જ ચાલતો હોય તે સ્વાભાવિક છે. તેમ જ ત્યાં કાચબાની સંખ્યા પણ સારા પ્રમાણમાં હોય તેથી તેની ઢાલરૂપી ચામડીને અગ્નિમાં સેકીને બહાર કાઢવાનો વ્યવસાય પણ ચાલતો હોય એમ બની શકે.
આમ, આ બધી ગાથાઓમાંથી ત્યારના લોકજીવનમાં કેવા પ્રકારની હિંસા થતી અને તેમનું જીવન કેવા પ્રકારનું હતું, તેમ જ જીવો પ્રત્યે લોકોનું વર્તન કર્યું હતું એની ઝાંખી થાય છે.
આમ શ્રાવક કવિ ઋષભદાસ સાહિત્યિક પક્ષ ઉપસાવવામાં પણ સફળ રહ્યા છે. એક તાત્વિક કૃતિને રાસનું સ્વરૂપ આપવું એ એક સિદ્ધિ કહેવાય. સાહિત્યિક પક્ષનું અધ્યયન કરતાં ખ્યાલ આવે છે કે તેમને શબ્દલબ્ધિ વરેલી હતી. આ ઉપરાંત
આ કૃતિની વિશેષતાઓ તપાસતાં જણાય છે કે કવિએ જેન તત્ત્વના ગહન સિદ્ધાંતો રાસા જેવા લોકભોગ્ય સ્વરૂપમાં વણી લઈને સુંદર પ્રયત્ન કર્યો છે. અલબત આ એક પરંપરાગત રાસો બન્યો નથી કવિનો ઉદ્દેશ્ય કદાચ સ્વરૂપ કરતાં વિષયની અભિવ્યક્તિ જાળવવાનો વિશેષ હોય એમ લાગે છે. કવિનું ધ્યેય પરંપરાગત રાસો રચવાનું હોય તેમ લાગતું નથી.
મધ્યકાલીન યુગના કવિ અખાની રચના માટે તેણે પોતે કહ્યું છે તેમ * “જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ.”
એ રીતે જોતાં “જીવવિચાર રાસ’ની દેખીતી મર્યાદા કવિની વિશેષતા બની જાય છે અને આ રાસ મધ્યકાલીન જૈન ગુજરાતી કાવ્ય સાહિત્યની એક અદ્વિતીય રાસ રચના બની છે. ભાવપ્રધાન હોવા છતાં કલા પક્ષનું ગુંથન સરાહનીય છે. એના તાત્વિક અને સાહિત્યિક પક્ષમાં મણિકાંચનનો સંયોગ અનુભવાય છે.