________________
૮૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પણ સ્વીકારે છે. કેટલીયે કૃતિઓમાં એમણે શબ્દોમાંથી શારદાનું મંદિર ઊભું કર્યું છે. સરસ્વતીના દરેકે દરેક રૂપથી માહિતગાર હતા તેથી સરસ્વતીના વિવિધ રૂપનો ઉલ્લેખ પોતાની કૃતિઓમાં કર્યો છે. ઉદાહરણ તરીકે ‘ઋષભદેવનો રાસ'ના પ્રારંભમાં કરાયેલ સ્તુતિ જોઈએ. ‘સરસતિ ભગવતી ભારતી, બ્રહ્માણી કરિ સાર, વાઘેસ્વરી વદનિ રમિ, જિમ હુઈ જયજયકાર. શુભદેવી સૂપરિ નમું, હંસાગમની માય, દેવિ કુમારી મનિ ધરું, જયમ મતિ નિર્મલ થાઈ. બ્રહ્મસુતા તું સારદા, બ્રહ્મવાહિની નામ, વાણી વચન દીઉ અસ્યાં, જયમ હોઈ વંડ્યું કામ. ભાષા તૂ બ્રહ્મચારિણી, હંસવાહિની માય, સકલ મનોરથ તું ફલઈ, જો તુસઈ ત્રિપૂરાય. હઈડઈ હર્ષ ધરી ઘણો, કરજે કજિન સાર, ઋષભ રાસ રંગિ રચું, સફલ કરૂં અવતાર. - ‘ઋષભદેવનો રાસ’ સરસતી ભાષા ભારતી, ત્રિપુરા શારદ માય, હંસગામિની બ્રહ્મસુતા, પ્રણમું તારા પાય. ૧ બ્રહ્માણી બ્રહ્મચારિણી બ્રહ્મવાહિની માત, દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત. ૨ હંસવાહિની હરષતી, આપે વચનવિલાસ, વાગેશ્વરી વદને રમે, પોહેચે મનની આશ. ૩ કાશ્મીર મખમંડણી, કમળ કંમંડળ પાણિ, મુજ મુખ આવી તુ રમે, ગુણ સઘળાની ખાણિ. ૪ - હીરવિજયસૂરિ રાસ
આ બંને પ્રશસ્તિઓમાં સરસ્વતીના સ્વરૂપનું આલેખન કરીને એમની શબ્દ સમૃદ્ધિનો પરિચય કરાવ્યો છે. “ઋષભદેવના રાસ'માં ૧૪ સ્વરૂપ બતાવ્યા છે તો હીરવિજયસૂરિ રાસમાં સોળ નામ છે એનું પ્રતિપાદન કર્યું છે. જે એમની સરસ્વતી માત પ્રત્યેની ભક્તિને પૂરવાર કરે છે.
વ્યકિતત્વને નિખારનારા પરિબળો ૧) આર્થિક પરિબળ - માનવીની મુખ્ય જરૂરિયાત ત્રણ છે. રોટી, કપડાં અને મકાન. આ ત્રણે જરૂરિયાતો પૂર્ણ થાય તો મનુષ્ય બીજા કાર્યમાં આગળ વધી શકે. શ્રાવક કવિઓ ઓછા હોવાનું કારણ પણ એ જ છે કે મૂળભૂત જરૂરિયાતો. પૂર્ણ કરવામાં સમયનો વ્યય થાય છે માટે બીજી પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. જયારે અહીં તો કવિ પરંપરાગત લક્ષ્મીપતિ હતા. કારણ કે એમના પિતામહ અને પિતાશ્રીએ સંઘ કઢાવ્યા હતા જે એમની ગર્ભશ્રીમંતાઈ પૂરવાર કરે છે. વળી કવિ