________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 21 તેને નિર્ણય કરવાનો રહેશે. યદ્યપિ કેવળ ભગવંત વિના તેની ખબર ન પડે તે પણ રાજસ, તામસ, વૈભાવિક ભાવની ઉત્પત્તિ ગમે તે કારણે થાય. તે માનવના કપાળ, આંખ આદિને જેવાથી અનુમાન કરવામાં વાર લાગે તેમ નથી. જૈન શાસનનું કથન છે કે, પ્રાણાતિપાત(જીવહિંસા)ને પરિણામી, અત્યાગી, તેમાં રમણ કરનાર, વારંવાર માનસિક જીવનમાં પણ પરદ્રોહને ભાવ, શરીરની ચેષ્ટા, હલન-ચલન અને બેલવામાં પારકાનું માન ખંડન (અપમાન) કરવાની બુરી આદત. ઈત્યાદિ હિંસભાવના જેના જીવનમાં ઘર કરીને બેઠી હોય તેવા માનના સ્વભાવ કેઈ કાળે પણ એક સરખા રહી શકતા નથી. ગમે ત્યારે પણ તેને સાત્વિક ભાવ જશે અને તામસિક ભાવ આવશે. સ્વભાવ જશે અને પરભાવ આવશે, ધર્મ જશે અને અધર્મ આવશે. તેની માહિતી તેના કપાળ અને હોઠનું ફરકવું, આંખની લાલાશ, હાથ પગમાં ચંચળતા અને બેલવા-ચાલવામાં ફેરફાર થયા વિના રહેવાના નથી. તે ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે, આ ભાઈ સાહેબના મનમાં શું ઘળાઈ રહ્યું છે. માટે પહેલા પ્રકારમાં હિંસક માનવના સ્વભાવ કેવા હોય છે? તે કહેશે. એક જ વાતને જૂદા જૂદા નામે કે પર્યાવડે કહેવાની વાત જૈનાચાર્યો સિવાય બીજે પ્રાયઃ કરીને જેવાતી નથી. તેથી બીજા પ્રકારમાં હિંસાના પર્યાયે કેટલા અને કેવા છે તેની વિસ્તૃત માહિતી જોવા મળશે. ભેદ વ્યાખ્યામાં કરણ પ્રકાર અને ફળ ભેદ વડે–એટલે કે–જેઓએ પ્રાવધ કર્યો છે અને જે કરી રહ્યાં છે તેમાં કારણને વિચાર કરવાનું રહેશે.