Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust
Catalog link: https://jainqq.org/explore/007191/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુલ સજીવની Page #2 -------------------------------------------------------------------------- ________________ (6))))))))))))))))))))))))))))) @ DOfDT – શ્રી વીતરાગાય નમઃ | | અનુભવ સંજીવની ) પૂ. ભાઈશ્રીના અગાધ મંથનમાંથી વહેલી ચિંતન કણિકાઓ) પ્રકાશક શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર 200 શS છછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછ ) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૦, જુની માણેકવાડી, પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી માર્ગ ભાવનગર-૩૬૪૦૦૧ પ્રાપ્તિ સ્થાન : શ્રી વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૭, જુની માણેકવાડી, પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી માર્ગ ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : ૪૨૩૨૦૭ પ્રથમવૃત્તિ ઃ ૧૬-૧૨-૧૯૯૯, પૂ. ભાઈશ્રી શશીભાઈની ૬૭મી જન્મજયંતી) પ્રત : ૭૫૦ પૃષ્ઠ સંખ્યા : ૩૯ + ૫૧૬ = પપર પડતર કિમત : ૧૫૦/ ડિઝાઈનીંગ : પૂજા ઇન્મેશન્સ પ્લોટ નં. ૧૦૭૫/A માતૃછાયા - ૪, આંબાવાડી - ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : (૦૨૭૮) ૪૨૩૪૭૦ મુદ્રક : ભગવતી ઑફસેટ ૧૫/C, બંસીધર મિલ કંપાઉન્ડ બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન : (૦૭૯) ૨૧૬૭૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ 3 પ્રસ્તાવના આ દુષમ કાળમાં જ્યાં એક બાજુ અનાદિકાળથી અનંત અનંત જીવરાશિ સુખની ઝંખનામાં, દુઃખને પ્રાપ્ત થતી થતી સમસ્ત લોકમાં પરિભ્રમણને પ્રાપ્ત થતી આવી છે, ત્યાં બીજી બાજુ શાસન નાયક અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીથી પ્રવાહિત સદોપદેશથી માર્ગ પ્રાપ્ત થયેલ આચાર્ય ભગવંતો અને જ્ઞાનીઓ દ્વારા અખંડ મોક્ષમાર્ગ પણ સદેવ જીવંત રહ્યો છે. આવા આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિમાં બળી-બળીને ભાવમરણ કરી રહેલ જીવોને માટે કલ્પવૃક્ષની શીતલ છાયાં સમાન આ `અનુભવ સંજીવની' ગ્રંથનું પ્રકાશન કરતાં અમો હર્ષ અનુભવીએ છીએ. આ ગ્રંથ સૌમ્યમૂર્તિ પૂ. ભાઈશ્રીના અગાધ મંથનમાંથી સરી પડેલી વિભિન્ન વિષયો સંબંધીત ચિંતન કણિકાઓનો અણમોલ સંગ્રહ છે, જેને બીજા શબ્દોમાં કહીએ તો આ ગ્રંથ પૂ. ભાઈશ્રીનો `જ્ઞાન વૈભવ' છે. આજે મુમુક્ષુગણના હાથમાં આ રત્નરાશીને મુકતાં અમો ગૌરવ અનુભવીએ છીએ. પૂ. ભાઈશ્રીની જ્ઞાનદશાના વિશાળ ફલકમાંથી આકાર પામેલ આ અજોડ ગ્રંથ રચના એક ઐતિહાસિક ગ્રંથ રચના બની રહેશે. સંપૂર્ણ નિર્દોષ થઈ પરિપૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય હમેશા-હમેશા રહસ્યમય જ રહ્યો છે. તેમ છતાં શ્રુત લબ્ધિ પ્રાપ્ત ધર્માત્માઓથી પ્રત્યેક ગ્રંથોમાં આ રહસ્ય પ્રગટ થતુ આવ્યુ છે. ૫. કૃ. શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃત અનુસાર `શાસ્ત્રમાં માર્ગ તો કહ્યો છે પરંતુ મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહ્યો છે' તે વચનાનુસાર અધ્યાત્મયુગ પ્રવર્તક, શાસન દિવાકર ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા આ મર્મનું રહસ્યોદ્ઘાટન એક ક્રાંતિ લઈ આવ્યું છે. અંધારામાં જ્યાં સત્ય ડુબી રહ્યું હતું ત્યાં મોક્ષમાર્ગના સ્તંભ બની તેને જીવંત રાખી આ ભરત ક્ષેત્રને તેઓશ્રીએ ઉજમાળ કર્યું છે. પૂ. ગુરુદેવશ્રીએ ૪૫-૪૫ વર્ષ સુધી સત્ય સુખની પ્રાપ્તિના ઉપાયની વર્ષા કરી છે. તેઓશ્રીની પવિત્ર દેશનાના સ્પર્શથી પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂ. બહેનશ્રી ચંપાબહેને ૧૮ વર્ષની બાળવયમાં કલ્યાણકારી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું અને પુરુષાર્થમૂર્તિ પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાનીજી જેવા ધર્માત્માએ, સીમંધર સ્વામીના લઘુનંદનની વાણીને એક જ પ્રવચન સાંભળીને તેઓશ્રીની વચનદિવ્યતાને સિદ્ધ કરી. આવા સમર્થ મહાપુરુષોના પવિત્ર સાન્નિધ્યમાં રહીને પણ જેઓ ગુપ્ત રહ્યાં અને પોતાની સાધનાને અખંડ રાખી. કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજી તથા પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીની એકરૂપતાને પ્રસિદ્ધ કરનાર પૂ. ભાઈશ્રીના સાધનાયુક્ત જીવનનો કોઈ અજોડ પુરાવો હોય તો તે આ `અનુભવ સંજીવની' ગ્રંથ છે. પૂ. ભાઈશ્રીનો વિસ્તૃત જીવન પરિચય અન્યત્ર પ્રસ્તુત છે જે મુમુક્ષુ જીવો માટે અવશ્ય પ્રેરણારૂપ છે અને બોધસ્વરૂપ છે. આ ગ્રંથમાં બહુભાગ અવક્તવ્ય એવો ભેદજ્ઞાનની વિધિનો રહસ્યમય વિષય, સ્વયંની અનુભવ પ્રધાન શૈલીથી પૂ. ભાઈશ્રીએ કલમમાં ઉતાર્યો છે, જે તેઓશ્રીની અસાધારણ લેખની તથા શ્રુતલબ્ધિની પ્રતીત કરાવે છે. ૪૫ વર્ષના સાધનાકાળ દરમ્યાન પ્રવચન અને તત્ત્વચર્ચાઓ દ્વારા અનેક મુમુક્ષુઓ, વિદ્વાનોના Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપર્કમાં આવ્યા હોઈ, વર્તમાન જીવોની યોગ્યતાને અનુરૂપ નાની-મોટી મુંઝવણો અને દોષો સંબંધિત ઉકેલનું અનુભવ પદ્ધતિથી માર્ગદર્શન આ ગ્રંથમાં વિશેષતઃ છે. આ ગ્રંથ કોઈપણ સત્યના ખોજી જીવને આત્મશ્રેયસાધનામાં પ્રબળ સાધન થઈ પડશે, એ વાત નિસંશય લાગે છે. અનેક શાસ્ત્રોનું વાંચન, સપુરુષોનો સમાગમ અને સ્વયંની અનુભવ પ્રધાનતા આ ત્રણેનો ત્રિવેણી સંગમ આ ગ્રંથમાં જોવા મળે છે. સત્સંગ, સપુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વનું પ્રયોજન-અપ્રોયજનભૂત વિષયોની છાંટણી, ભક્તિ, યથાર્થતા, ભેદજ્ઞાન, જ્ઞાનદશા, સપુરુષની ઓળખાણ ઇત્યાદિ અનેક વિષયનું આ ગ્રંથમાં પ્રતિપાદન થયેલું છે. આ વિસ્તૃત મહાકાય ગ્રંથમાં અનેક વિષયોનો સમાવેશ થયેલ છે પરંતુ મુમુક્ષુજીવને સરળતાથી પોતાને યોગ્ય પ્રયોજનભુત વિષય અધ્યયનાથે મળી રહે તે અર્થે વિષય અનુસાર વર્ગીકરણ પણ આપવામાં આવેલ છે. આ વર્ગીકરણ પણ પૂ. ભાઈશ્રીએ સ્વયં કરાવેલ છે. આ વર્ગીકરણ “સંતોએ માર્ગને સુગમ અને સરળ કર્યો છે' આ વચનામૃતની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથના પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનું સાભાર વિવરણ અન્યત્ર આપવામાં આવેલ છે. ગ્રંથનું ચીવટતા પૂર્વક પ્રુફ રીડીંગ કરી આપવા બદલ જે જે મુમુક્ષુઓએ સહકાર આપેલ છે તેમનો પણ અત્ર આભાર માનવામાં આવે છે. ગ્રંથના ટાઈપ સેટિંગ અને ડિઝાઈનીંગનું સુંદર કાર્ય કરી આપવા બદલ પૂજા ઇપ્રેશન્સ, ભાવનગરનો તથા ગ્રંથના સુંદર મુદ્રણ કાર્ય બદલ ભગવતી ઑફસેટ, અમદાવાદનો પણ આભાર માનવામાં આવે છે. અંતતઃ આ ગ્રંથનું અધ્યયન અનાદિકાળથી મરણતુલ્ય સુષુપ્ત થયેલી ચેતનાને અનુભવામૃતનું પાન કરાવી, સંજીવની જેમ નવજીવન પ્રાપ્ત કસવે તેમ, સમ્યકજ્ઞાનરૂપી દિવ્ય ચેતના પ્રાપ્ત કરાવે તેમ છે. મુમુક્ષજીવ આ સંજીવનીમાળામાં આલેખાયેલ સુખી થવાની કળાને પ્રાપ્ત કરી અખંડ મોક્ષમાર્ગને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે, જેમનો ઉપકાર અવિસ્મરણિય છે તથા તેમના ગુણગ્રામ કરવા અશક્ત છીએ એવા પૂ. ભાઈશ્રીના ચરણોમાં ઉપકૃત હૃદયે કોટિ કોટિ વંદન કરીએ છીએ. સતુપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો ! “પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ કારતક સુદ-૧૧, વી. સં. ૨૫૨૬, તા. ૧૯-૧૧-૧૯૯૯ (પૂ. ભાઈશ્રી સ્મૃતિ ભવનનો શિલાન્યાસ દિવસ) ટ્રસ્ટીગણ શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર Page #8 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થમૂર્તિ પૂ. નિહાલચંદ્રજી સીગાની. Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ સુધાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રશમમૂર્તિ પૂ. બૃહેનશ્રી ચંપાબહેન Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવનીનું વર્ગીકરણ વિષયાનુસાર અનુક્રમણિકા ક્રમ વિષય વચનામૃત નંબર :– – a Wine ૧ આત્મજાગૃતિ આત્મરસ–અનાત્મરસ અસંગતા અજ્ઞાનનું સ્વરૂપ અંતરદૃષ્ટિ ૬ અહમભાવ ૭ અનેકાન્ત ઓઘસંજ્ઞા અનુકંપા ૧૦ અવલોકન :- ૧૨,૧૩,૨૮,૮૮,૧૨૩,૬૩૧ ૧૬,૪૩૧,૧૮૭૧ ૨૯ ૩૪,૩૫,૩૬,૬૭,૫૨,૫૩,૬૧,૮૭,૯૦,૯૧ ૩૯,૧૦૧ A, ૭૭,૭૮,૭૯,૯૬ ૧૨૫,૧૩૩,૩૨૦,૩૨૧,૪૬૬,૪૬૭,૪૮૮,૮૯૨ ૨૦૮,૨૪૫,૫૦૧,૯૧૬,૧૩૦૭,૧૩૬૧,૧૫૧૪ ૨૮૫,૧૦૬૨ ૪૯૯,૬૨૩,૮૧૯,૮૮૭,૮૯૬,૯૧૩,૯૧૯, ૧૦૪૦, ૧૧૪૧,૧૧૮૪,૧૨૦૮,૧૨૨૦,૧૨૩૧,૧૩૦૫,૧૪૧૮, ૧૪૬૫,૧૪૭૨,૧૪૮૮,૧૫૬૩,૧૬૬૫,૧૬૬૮,૧૬૭ર, ૧૯૮૪, ૧૯૮૭, ૧૯૮૯, ૧૯૯૦, ૨૦૧૨, ૨૦૩૧, ૨૦૩૪. ૩૩૭, ૧૯૪૬, ૧૯૪૭, ૧૯૫૫, ૧૯૮૦, ૨૦૨૦, ૨૦૧૭, ૨૦૩૯, ૨૦૪૨, ૨૦૪૪ ૫૦૨, ૧૯૫૬. પ૩૯,૫૪૦,૫૮૩,૫૯૬,૧૦૩૩,૧૧૨૨,૧૪૮૪,૧૫૨૦, ૧૫૨૧,૧૫૨૬,૧૫૭૭,૧૬૧૬,૧૭૩૯,૧૮૩૨ ૫૯૯, ૮૪૫,૯૫૪,૯૫ ,૯૬ ૩,૯૭૩,૯૭૪, ૧૦૦૭, ૧૦૦૮,૧૧૦૬,૧૧૨૦,૧૨૬૧,૧૪૪૩, ૧૪૫૮,૧૪૬૯, ૧૫૪૪,૧૫૬૧,૧૬૫૫,૧૬૯૨,૧૭૨૯,૧૭૪૬,૧૭૬૧, ૧૧ ૧૨ અંતર આત્મવૃત્તિ અંતર અભ્યાસ ૧૩ અનંતાનુબંધી ૧૪ આજ્ઞાકારિતા | ૧૫ અસત્સંગ | ૧૬ અભિપ્રાયનું મહત્વ 1 Page #15 -------------------------------------------------------------------------- ________________ Ï Ï Ï ૨, પપ ૧૭૮૦,૧૭૯૦ આગમ-અધ્યાત્મ ૯૦૦, ૧૧૮૦, ૧૨૩૨, ૧૨૭૯, ૧૪૨૫,૧૪૬૪, ૧૫૧૯,૧૮૪૭,૧૮૭૬ આરંભ-પરિગ્રહ ૯૨૧,૯૩૭ ૧૯ આત્મ સંબોધન ૧૯૫૦ આત્મરુચિ ૧૭૪૦, ૧૭૭૦, ૧૭૮૧, ૧૮૬૦, ૧૮૭૧ અપેક્ષાજ્ઞાન ૯૩૩,૯૪૮ અનુભવ પદ્ધતિ ૧૦૪૫, ૧૨૯૮,૧૨૯૮,૧૩૦૦, ૧૩૪૪, ૧૪૬ ૨, ૧૮૩૪,૧૮૩૫,૧૮૭૩,૧૮૭૫ ૨૩ અવલંબન ૧૧૯૩,૧૨૦૯ અર્પણતા ૧૭૬૩, ૧૭૭૫ ઈર્ષા ૧૬૪૧ ઉપાસના (જિનાજ્ઞા) ૨૭ ઉપગુહન ૩૨૮ ઉદાસીનતા ૩પ૬,૫૩૨,૧૧૭૨,૧૩૯૯ ઉત્સર્ગ અને અપવાદ ૪૬૮ ૩૦ ઉન્નતિક્રમ ૬૨૭,૬૬૮,૬૮૪,૮૧૫,૮૬૭,૮૭૭,૯૨૯,૧૧૫૮, ૧૧૭૪,૧૨૨૮,૧૨૬૯,૧૨૯૬,૧૩૪૦,૧૪૦૭,૧૪૩૮, ૧૪૪૫, ૧૪૫૫,૧૪૫૭ ૩૧ ઉપદેશ-રહસ્ય :- ૧૧૫૧, ૧૧૬૯, ૧૩૬૪ ૩૨ એક ગુણને અનેક ગુણનુ :- ' ૧૪૯૫ એકત્વભાવના ૬૫ કારણશુદ્ધ પર્યાય ૧૧૨,૧૦૯૩,૧૧૨૩,૧૧૪૫,૧૨૮૯, ૨૦૦૫ ૩૫ ક્રમબદ્ધપર્યાય ૨૮૮, ૩૬ ૩૯૬, ૪૮૪, ૪૮૫ ૩૭ કર્તા-કર્મ ૬૯૩ કારુણ્યવૃત્તિ ૧૦૨૫ ૩૯ કથાનુયોગનો પરમાર્થ :- ૧૦૯ ૧૧૦૧ ૪૦ કાળલબ્ધિ * * :- ૧૧૬૬, ૧૮૩૧, ૧૮૫ર રૂપ કુસંગ ૩૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ગુણપ્રમોદ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ તે બે જ જે જર્ ૬૧ ૬૬ કાયરતા : કર્મચેતના – જ્ઞાનચેતના :– કુટુંબ પ્રતિબંધ : ૬૭ ક૨ણાનુયોગનો પરમાર્થ ગુરુમહિમા / સત્પુરુષ મહિમા ગુણદૃષ્ટિ ગુરૂઆજ્ઞા ગંભીરતા ગુરુ—ઉપકાર ગુરુકૃપા ગુણ – દોષ જિનાજ્ઞા જિનેન્દ્ર દર્શન : દર્શનમોહ : : : : : : : : : : : : : જિનશાસન જિનપ્રતિમા સ્થાપના (અકૃત્રિમ) જિનાગમ જિનનીતિ જિતેન્દ્રિયતા : જ્યોતિષ અંગે અભિપ્રાય :– તત્વદષ્ટિ : તૃષ્ણાનો પરાભવ : ત્યાગ : તિર્થપ્રવૃત્તિ :- ૧૮૩૬, ૧૮૫૩ ધ્યાન : : 7 : ૧૩૨૦ ૧૩૬૨ ૧૮૦૫ ૧૮૪૦ ૨૧૧,૪૧૧, ૪૪૭, ૩૩૮, ૫૫૮, ૫૭૨, ૫૮૫,૬૦૪, ૬૧૭, ૭૧૮, ૭૧૯ ૩૯૯, ૭૫૮ ૧૦૨૯ ૧૧૫૪, ૧૧૭૦, ૧૬૩૦, ૧૬૬૪ ૧૬૪૩ ૧૭૦૭, ૧૮૫૩ ૧૭૬૨, ૧૭૭૯, ૧૮૨૯, ૧૮૫૩, ૧૮૬૭, ૧૮૭૪ ૪૪ ૧૬૯, ૩૬૭, ૬૦૮, ૧૮૫૬ ૩૭૬, ૪૧૫, ૪૨૫, ૬૪૬, ૬૬૩, ૯૫૫, ૯૮૧ ૪૦૦, ૧૩૨૧ 6-20 ૧૨૧૮, ૧૪૬૦, ૧૬૧૩, ૧૮૬૮, ૧૮૬૯ ૧૮૮૫ ૩૭૧, ૪૧૯, ૪૪૩ ૨૫૨, ૨૫૩, ૧૦૮૦ ૭૨૯, ૧૦૭૦, ૧૧૨૫, ૧૧૫૯, ૧૮૪૫ ૨૭, ૫૮, ૧૪૯, ૧૭૭, ૨૧૬, ૨૩૪, ૨૬૫, ૮૩૫, ૧૧૭૧, ૧૨૧૦, ૧૪૦૬, ૧૫૨૭, ૧૫૩૬, ૧૬૪૮ ૭૬, ૪૧૦, ૪૪૮, ૫૯૦, ૬૫૪, ૭૦૩, ૭૩૧, ૭૬૭, ૮૭૮, ૯૦૭, ૯૭૧, ૯૮૬, ૧૧૧૧, ૧૨૦૭, ૧૪૮૩, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬િ૮ દ્રવ્યદૃષ્ટિ ૬૯ દેશનાલબ્ધિ ૭૦ દંસણ ૭૧ દ્રવ્યશ્રુત ૭૨ દાર્શનિક સામિક્ષા ૭૩ દાન ૭૩ ધર્મ પ્રભાવના ૭૪ દ્રવ્યાનુયોગ ૭૫ દુઃખ નિવૃત્તિ ૭૬ દેવ-શાસ્ત્ર,ગુરૂ પુરુષ દર્શન ધ્યાતા ૭૮ નિરપેક્ષતા ૭૯ નિશ્ચય-વ્યવહાર ૧૪૮૭, ૧૫૮૮, ૧૬૩૨, ૧૬૫૪ ૩૧૬, ૩૩૯, ૪૧૪, ૮૩૧, ૮૪૯, ૮૯૯, ૯૬૬, ૧૧૪૮, ૧૧૫૫, ૧૧૬૪, ૧૧૯૧, ૧૨૬૮, ૧૩૭૦, ૧૬૫૭, ૧૬૮૦ ૪૦૩ ૧૯૯૮ ૨૫૬ ૪૨૭ ૬૮૩, ૧૨૩૬ ૯૧૪, ૯૨૪ ૧૦૧૮, ૧૧૧૨, ૧૩૪૬ ૧૦૩૧ ૮૦ નિયપક્ષ-નયજ્ઞાન નમ્રતા નિષ્કારણ કરુણા નિષ્કામતા પાત્રતા ૮૨ ૧૧૨૪ ૧૯૫૩ ૧૧૭, ૧૧૮ ૨૮૪, ૨૯૧, ૩૪૬, ૩૫૯, ૩૭૭, ૪૨૨, ૪૨૩, ૬૭૧, ૯૬૭, ૧૫૭૩, ૧૬૦૩, ૧૮૨૮ ૭૯૦ ૧૩૬૦ ૧૬૪૭ ૧૭૧૫, ૧૭૭૬, ૧૮૫૩ ૮, ૧૦, ૧૪, ૩૧, ૪૭, ૪૮, ૮૦, ૮૧, ૮૯, ૯૬ A, ૧૫૭, ૧૬૭, ૧૬૮, ૩૮૦, ૩૮૯, ૪૦૭, ૧૧૪, ૫૫૯, પ૬૬, ૫૭૩, ૬૩૭, ૬૩૯, ૬૪૯, ૭૧૨, ૭૫૦, ૮૦૯, ૮૨૦, ૮૩૮, ૮૫૩, ૯૩૪, ૯૩૮, ૧૦૧૫, ૧૦૪૨, ૧૦૬૯, ૧૦૭૮, ૧૦૮૧, ૧૦૮૫, ૧૧૧૯, ૧૧૩૫, ૧૧૬૭, ૧૧૯૦, ૧૨૦૬, ૧૨૫૬, ૧૩૧૮, ૧૩૨૪, ૧૩૭૩, ૧૩૯૫, ૧૫૯૧, ૧૬૩૬, ૧૬૯૮, ૧૮૦૭, ૧૮૫૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ૮૬ ૮૭ ८८ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ પુરુષાર્થ પ્રમાદનું સ્વરૂપ પરલક્ષ પ્રયોજનની દૃષ્ટિ પૂર્ણતાનું લક્ષ્ય પ્રત્યક્ષ યોગ પરરુચિ પર્યાયબુદ્ધિ પ્રકૃત્તિસ્વરૂપ પ્રયોગ પદ્ધતિ : : : : 9 ૧૯, ૩૮, ૪૩, ૧૪૮, ૧૫૮, ૧૬૦, ૧૯૧, ૧૯૨, ૨૧૨, ૨૫૫, ૨૬૯, ૨૮૨, ૩૦૫, ૩૧૫, ૩૪૭, ૩૮૩, ૫૦૯, ૫૫૪, ૮૨૨, ૮૪૧, ૮૫૮, ૯૨૭, ૯૪૨, ૯૬૫, ૧૧૪૭, ૧૧૯૫, ૧૨૬૫, ૧૩૦૯, ૧૩૧૦, ૧૩૧૧, ૧૪૭૮, ૧૪૯૪, ૧૭૧૦, ૧૭૧૨, ૧૭૧૬, ૧૭૫૬, ૧૭૬૮, ૧૭૭૬, ૧૭૮૬, ૧૭૯૬, ૧૮૦૦, ૧૮૨૪, ૧૮૩૮, ૧૮૭૨, ૧૮૭૪ : ૭૧, ૧૭૩૪, ૧૮૬૪, ૧૮૬૭ ૧૧૬, ૧૦૫, ૬૮૬, ૧૨૧૯, ૧૨૨૯, ૧૩૫૫, ૧૩૮૪, ૧૫૧૧, ૧૫૮૫, ૧૬૬૭, ૧૬૭૭, ૧૮૧૧ ૧૨૬, ૧૭૬, ૩૫૫, ૫૫૭, ૫૭૦, ૬૧૪, ૬૬૪, ૧૧૮૭, ૧૩૧૫, ૧૩૮૯, ૧૩૯૦, ૧૩૯૬, ૧૫૩૩, ૧૫૩૦, ૧૫૩૯, ૧૫૮૯, ૧૬૮૯ ૧૩૧, ૧૯૧, ૬૦૧, ૬૮૯, ૮૫૧, ૮૭૬, ૧૦૪૪, ૧૦૪૬, ૧૦૮૨, ૧૦૮૮, ૧૧૭૮, ૧૧૯૬, ૧૧૯૭, ૧૨૧૭, ૧૨૩૦, ૧૨૩૮, ૧૨૬૬, ૧૨૭૮, ૧૩૨૬, ૧૩૭૪ ૧૫૯, ૩૮૧, ૪૪૯, ૪૫૧, ૫૬૦, ૬૨૨, ૭૨૪, ૭૩૬, ૮૪૮, ૮૫૨, ૮૮૬, ૮૯૫, ૧૦૧૪, ૧૦૨૧, ૧૦૭૩, ૧૦૯૧, ૧૦૯૨, ૧૦૯૮, ૧૧૦૮, ૧૧૦૯, ૧૧૩૭, ૧૨૭૩, ૧૨૭૬, ૧૩૧૨, ૧૩૧૪, ૧૩૩૫, ૧૩૪૭, ૧૩૭૮, ૧૩૮૭, ૧૪૦૦, ૧૪૧૦, ૧૪૪૭, ૧૪૮૧, ૧૫૦૦, ૧૫૦૪, ૧૫૧૮, ૧૫૨૩, ૧૫૨૪, ૧૫૨૫, ૧૫૬૪, ૧૫૬૫, ૧૫૭૫, ૧૬૦૪, ૧૭૦૧, ૧૭૦૮, ૧૭૩૨, ૧૭૪૭, ૧૭૭૫, ૧૮૫૧ :- ૧૮૬, ૨૮૧ : ૩૩૬, ૩૯૮, ૭૮૮, ૮૧૭, ૮૫૭, ૯૫૯, ૯૬૦, ૯૬૪, ૧૧૯૮, ૧૪૧૨ ૬૬૯, ૮૬૭, ૧૦૮૪, ૧૫૫૩ ૬૯૪, ૮૬૯, ૮૮૪, ૮૯૮, ૯૦૪, ૯૪૩, ૧૦૦૨, ૧૦૨૬, ૧૦૮૯, ૧૧૩૨, ૧૨૧૫, ૧૨૭૧, ૧૪૯૪, ૧૫૭૮, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પ્રેરણા ૯૬ પર્યાયના ષકારક પ્રમાણજ્ઞાન ૯૮ પ્રશસ્ત દ્વેષ ૯૯ પરિભ્રમણની વેદના | ૧૦૦ પૂર્વગ્રહ ૧૦૧ પ્રતિબંધ ૧૦૨ પરિગ્રહ ૧૦૩ પ્રભાવના ૧૦૪ પરિભ્રમણ ૧૦૫ પ્રયોજનભૂત | | | ૧૫૯૩, ૧૬૬૩, ૧૭૪૧, ૧૭૪૫, ૧૭૫૮, ૧૭૬૫, ૧૭૬૬, ૧૭૭૧, ૧૭૭૪, ૧૭૮૬, ૧૭૮૭, ૧૭૮૮, ૧૮૦૩, ૧૮૨૨, ૧૮૩૮, ૧૮૫૦, ૧૮૫૭, ૧૮૬૩ ૭૧૫, ૭૮૧, ૧૧૦૫, ૧૧૪૩, ૧૧૫૨, ૧૧૫૬, ૧૧૬૩, ૧૧૬૮, ૧૧૭૯, ૧૨૧૪, ૧૨૨૪, ૧૨૩૩, ૧૨૩૯, ૧૨૪૪, ૧૨૫૩, ૧૨૬૦, ૧૨૬૨, ૧૨૮૪, ૧૪૦૮, ૧૬૩૩, ૧૬૮૮ ૮૮૧, ૯૨૮ ૧૦૫૩ ૧૪૬૧, ૧૪૬૬, ૧૪૭૫, ૧૪૭૯, ૧૫૧૬, ૧૫૩૮, ૧૬૦૯, ૧૬૧૫, ૧૬૨૩, ૧૬૩૧, ૧૬૬૧ ૧૪૯૮, ૧૫૫૬, ૧૫૬૬ ૧૫૪૭, ૧૫૫૦ ૧૬૪૫ ૧૬૮૩ ૧૭૧૩, ૧૭૨૦, ૧૭૫૧ ૧૭૭૩, ૧૮૧૦, ૧૮૨૫, ૧૮૩૧, ૧૮૪૩, ૧૮૫૫, ૧૮૫૮, ૧૮૬૨, ૧૮૬૬, ૧૮૭૧, ૧૮૭૪, ૧૮૭૭ ૧૮૫૧ ૬૭, ૬૯, ૮૩, ૮૬, ૧૦૨, ૧૦૯, ૧૧૦, ૧૪૪, ૧૮૩, ૧૮૮,૨૧૪, ૨૨૦, ૨૨૫, ૨૬૪, ૨૭૪, ૨૭૮, ૩૦૬, ૩૨૩, ૩૨૫, ૩૪૯, ૩૬૩, ૩૬૯, ૩૭૨, ૩૭૩, ૩૮૬, ૩૯૦, ૩૯૩, ૪૭૬, ૫૧૮, ૫૧૯, પ૨૩, ૫૫૧, પ૬૯, ૫૮૮, ૬૨૮, ૬૫૫, ૭૨૦, ૮૧૮, ૮૭૧, ૮૮૮, ૯૧૧, ૯૬૨, ૯૮૨, ૯૯૬, ૯૯૭, ૧૦૦૫, ૧૦૦૬, ૧૦૧૦, ૧૦૧૧, ૧૦૧૭, ૧૦૪૩, ૧૦૫૫, ૧૦૭૧, ૧૧૮૧, ૧૨૨૮, ૧૨૫૭, ૧૨૮૭, ૧૩૪૨, ૧૩૯૨, ૧૪૧૫, ૧૪૭૦, ૧૫૦૧, ૧૫૦૮, ૧૫૧૩, ૧૬૫૮, ૧૬૭૯, ૧૬૮૭, ૧૬૯૧, ૧૬૯૭, ૧૭૦૨, ૧૭૦૫, ૧૭૦૬, | | | ૧૦૬ પ્રત્યક્ષ-પરોક્ષ ૧૦૭ ભાવના | Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભેદજ્ઞાન ૧૦૯ ભાવભાસન 11 ૧૭૧૭, ૧૭૧૯, ૧૭૨૧, ૧૭૨૩, ૧૭૨૪, ૧૭૩૧, ૧૭૩૬, ૧૭૩૮, ૧૭૪૩, ૧૭૬૮, ૧૭૭૬, ૧૮૦૬, ૧૯૪૯, ૧૯૭૭, ૧૯૮૫, ૨૦૦૦, ૨૦૩૦, ૨૦૩૩, ૨૦૩૫, ૨૦૪૧ ૧૧, ૪૧, ૪૨, ૫૦, ૫૯, ૬૦, ૭૩, ૧૧૫, ૧૩૦, ૧૬૫, ૧૮૨, ૨૬૮, ૨૭૭, ૨૮૩, ૨૯૪, ૨૯૬, ૩૨૩, ૩૩૧, ૩૩૨, ૪૨૦, ૪૩૦, ૪૩૬, ૪પ૮, ૪૭૮, ૬૮૦, ૬૯૯, ૭૪૬, ૭૮૩, ૭૯૨, ૮૧૦, ૮૨૯, ૮૬૧, ૮૮૯, ૮૯૧, ૯૦૬, ૯૩૧, ૯૩૯, ૯૪૫, ૯૪૯, ૯૫૩, ૯૭૯, ૧૦૨૨, ૧૦૮૭, ૧૧૩૮, ૧૧૭૬, ૧૨૫૦, ૧૨૫૯, ૧૨૮૫, ૧૩૨૫, ૧૩૩૦, ૧૪૯૬, ૧૬૩૮, ૧૬૩૯, ૧૬૪૦, ૧૬૪૪, ૧૬૭૩, ૧૭૪૬, ૧૭૯૬, ૧૮૦૪, ૧૮૧૫, ૧૮૧૭, ૧૮૨૬, ૧૮૯૩, ૧૯૩૯, ૧૯૫૪, ૨૦૦૮, ૨૦૧૭ ૪૫, ૫૪, ૭૦, ૮૨, ૯૮A, ૧૦૩, ૧૧૩, ૨૯૩, ૩૩૪, ૩૩૮, ૩૫૦, ૩૬૬, ૪૨૬, ૪૭૦, ૪૮૭, પ૨૯, ૫૩૦, ૫૪૭, ૬૨૯, ૬૭૬, ૭૭૨, ૭૭૫, ૮૧૨, ૮૩૭, ૮૭૨, ૮૭૩, ૮૭૪, ૮૯૪, ૯૨૫, ૯૩૦, ૯૫૦, ૯૮૯, ૯૯૪, ૧૧૩૩, ૧૨૦૩, ૧૨૧૧, ૧૨૩૭, ૧૩૩૧, ૧૩૩૪, ૧૩૩૫, ૧૩૩૬, ૧૩૭૧, ૧૩૮૧ ૧૩૮૨, ૧૪૮૬, ૧૫૭૪, ૧૫૯૦, ૧૭૦૦, ૧૯૪૫, ૧૯૯૬, ૨૦૦૫ ૨૩૫, ૫૮૯, ૭૦૦, ૧૧, ૧૦૫૪, ૧૧૦૦, ૧૧૧૬ ૧૧૨૧, ૧૧૫૭, ૧૩૧૩, ૧૩૩૨, ૧૩૪૩, ૧૩૫૯, ૧૪૦૧, ૧૪૨૩, ૧૪૨૮, ૧૪૩૨, ૧૪૩૩, ૧૪૩૪, ૧૪પ૪, ૧૪૮૦, ૧૪૮૫, ૧૪૯૦, ૧૪૯૧, ૧૪૯૩, ૧૪૯૭, ૧૫૦૩, ૧૫૦૭, ૧૫૦૯, ૧૫૧૫, ૧પ૩૧, ૧૫૩૭, ૧૫૫૧, ૧૫૫૭, ૧૫૯૪, ૧પ૯૫, ૧૬૦૦, ૧૬૦૮, ૧૬૧૦, ૧૬૧૧, ૧૬૧૮, ૧૬૯૫, ૧૭૧૮, ૧૭૪૯, ૧૭૭૫, ૧૮૧૩, ૧૮૧૮, ૧૮૫૧ ૨૭૫, ૨૮૬, ૬૫૨, ૬૯૦, ૮૫૪, ૯૧૭, ૧૪૮૨ | |૧૧૦ ભક્તિ ૧૧૧ ભાવસંતુલન :- Page #21 -------------------------------------------------------------------------- ________________ 12 :- :- ૧૦૧૦, ૧૦૧૧ ૧૭૯૫, ૧૮૩૩ ૧૧૨ ભાવુકતા ૧૧૩ ભાવકૃત ૧૧૪ ભ્રાંતિરોગ અને તેનો ઇલાજ ૧૧૫ બાહ્યજ્ઞાન-અંતરજ્ઞાન ૧૧૬ બાહ્યદૃષ્ટિ-આંતરદૃષ્ટિ ૧૧૭ બોધકળા ૧૧૮ મુમુક્ષુતા ૧૧૯ માર્ગદર્શન ૨૦૪૩ :- ૭૭૮, ૮૫૯, ૮૬૦, ૧૨૯૭ ૧૮૪૩, ૧૮૪૭. - ૧૯૭૬, ૧૯૭૭, ૧૯૮૫, ૨૦૦૦, ૨૦૩૦, ૨૦૩૩, ૨૦૩પ ૧૫૪, ૧૬૧, ૨૦૦, ૨૧૫, ૪૧૩, ૪૪૧, ૬૦૬, ૬૧૧, ૬૪૩, ૭૦૮, ૭૬૪, ૮૬૪, ૧૨૮૬, ૧૨૮૮, ૧૨૯૧, ૧૨૯૩, ૧૩૪૯, ૧૩૫૭, ૧૩૬૮, ૧૩૬૯, ૧૩૭૫, ૧૩૯૧, ૧૪૧૩, ૧૪૪૪, ૧૪૭૭, ૧૫૦૫, ૧૬૦૧, ૧૬૦૬, ૧૭૩૨, ૧૭૩૯, ૧૭૪૭, ૧૭૪૮, ૧૭૫૧, ૧૭૮૭, ૧૭૯૮, ૧૭૯૭, ૧૮૧૮, ૧૮૫૮, ૧૮૬૪ ૨૦, ૨૫, ૩૨, ૫૭, ૬૫, ૬૮, ૭૨, ૧૨૦, ૧૩૨, ૧૩૮, ૧૩૯, ૧૫૦, ૧૫૨, ૧૫૩, ૧૫૬, ૧૬૩, ૧૬૬, ૧૭૦, ૧૭૨, ૧૭૪, ૧૭૫, ૧૭૬A, ૧૮૫, ૧૮૭, ૧૮૯, ૧૯૩, ૧૯૬, ૨૦૧, ૨૦૨, ૨૦૬, ૨૦૭, ૨૦૯, ૨૨૨, ૨૨૪, ૨૨૭, ૨૩૩, ૨૩૭, ૨૩૯, ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૭, ૨૪૮, ૨૫૪, ૨૫૭, ૨૫૮, ૨૫૯, ૨૬૧, ૨૬૨, ૨૬૩, ૨૬૬, ૨૬૭, ૨૭૨, ૨૭૬, ૨૭૭, ૨૯૦, ૨૯૨, ૨૯૫, ૨૯૭, ૩૦૦, ૩૦૧, ૩૦૮, ૩૧૦, ૩૧૪, ૩૧૯, ૩૨૬, ૩૩૦, ૩૩૩, ૩૩૫, ૩૪૪, ૩પ૨, ૩૫૪, ૩૫૮, ૩૬૪, ૩૭૯, ૩૯૧, ૩૯૫, ૩૯૭,૪૦૦, ૪૦૨, ૪૦૩, ૪૦૬, ૪૧૭, ૪૨૯, ૪૩૨, ૪૩૫, ૪૩૭, ૪૪૦, ૪૪૨, ૪૪૫, ૪૫૪, ૪૫૯, ૪૭૪, ૪૭૫, ૪૭૭, ૪૮૯, ૪૯૦, ૪૯૩, ૪૯૫, ૪૯૭, ૪૯૮, ૫૦૪, ૫૦૬, ૫૦૭, ૫૧૦, ૫૧૩, ૫૧૬, ૫૨૨, પર૬, પ૨૮, પ૩૩, ૫૪૪, ૧૪૮, પપ૦, પપ૩, પપપ, પ૬૨, ૫૬૫, ૨૬૭, ૨૭૯, ૫૮૦, ૫૮૨, ૫૮૬, ૫૮૭, ૫૯૫, ૧૯૭, ૬૦૯, ૬૧૦, ૬૧૨, ૬૧૬, Page #22 -------------------------------------------------------------------------- ________________ 13. ૬૧૮, ૬૧૯, ૬૨૦, ૬૨૪, ૬૨૫, ૬૩૦, ૬૩૨, ૬૩૬, ૬૪૪, ૬૪૭, ૬૫૦, ૬૫૧, ૬૬૦, ૬૬૧, ૬૬૨, ૬૭૯, ૬૮૧, ૬૮૨, ૬૮૫, ૬૯૨, ૭૦૨, ૭૦૫, ૭૦૭, ૭૧૦, ૭૧૧, ૭૧૩, ૭૧૭, ૭૨૩, ૭૨૫, ૭૩૮, ૭૪૨, ૭૪૩, ૭૬૧, ૭૬૫, ૭૬૬, ૭૬૭, ૭૭૩, ૭૭૭, ૭૭૯, ૭૮૫, ૭૮૬, ૭૮૭, ૭૯૩, ૭-૬, ૭૯૯, ૮૦૦, ૮૦૧, ૮૦૬, ૮૦૭, ૮૧૩, ૮૧૫, ૮૧૬, ૮૨૧, ૮૨૩, ૮૨૪, ૮૨૬, ૮૨૮, ૮૩૨, ૮૩૪, ૮૪૦, ૮૪૨, ૮૪૫, ૮૪૭, ૮૫૦, ૮૬૩, ૮૬૫, ૮૬૯, ૮૯૨, ૯૦૨, ૯૦૯, ૯૧૦, ૯૧૫, ૯૧૮, ૯૩૫, ૯૪૧, ૯૪૬, ૯૪૭, ૯૫૨, ૯૫૮, ૯૬૧, ૯૬૯, ૯૭૬, ૯૮૪, ૯૯૦, ૯૯૩, ૧૦૦૪, ૧૦૧૦, ૧૦૧૨, ૧૦૨૦, ૧૦૩૪, ૧૦૪૮, ૧૦૪૯, ૧૦૫૬, ૧૦૬૧, ૧૦૬૫, ૧૦૭૭, ૧૦૮૨, ૧૦૯૦, ૧૧૦૨, ૧૧૦૪, ૧૧૩૬, ૧૧૪૦, ૧૧૭૩, ૧૧૭૫, ૧૧૭૭, ૧૧૮૯, ૧૧૯૯, ૧૨૩૫, ૧૨૪૧, ૧૨૬૪, ૧૩૦૪, ૧૩૦૬, ૧૩૧૬, ૧૩૧૯, ૧૩૪૧, ૧૩૪૮, ૧૩પર, ૧૩૭૨, ૧૩૭૬, ૧૩૮૬, ૧૩૯૭, ૧૪૦૩, ૧૪૧૬, ૧૪૧૭, ૧૪૨૦, ૧૪ર૧, ૧૪૨૨, ૧૪૨૪, ૧૪૨૬, ૧૪૩૦, ૧૪૩૧, ૧૪૩૭, ૧૪૪૯, ૧૪૫૧, ૧૪૫૯, ૧૪૭૩, ૧૪૮૯, ૧૫૧૨, ૧૫૧૭, ૧૫૨૮, ૧૫૨૯, ૧૫૩૨, ૧૫૩૫, ૧૫૪૦, ૧૫૪૧, ૧૫૪૩, ૧૫૪પ, ૧પપર, ૧પ૬૯, ૧૫૭૦, ૧૫૮૦, ૧૫૮૭, ૧૬૧૨, ૧૬૧૪, ૧૬૨૧, ૧૬૨૨, ૧૬૨૫, ૧૬૨૬, ૧૬૯૩ ૩) ૧૨૦ મુનિભક્તિ ૧૨૧ માયા ૧૨૨ માર્ગ અવરોધક ૩૩, ૧૭૦૪ ૬૨, ૬૩, ૬૪, ૭૫, ૧૩૪, ૧૯૪, ૨૧૦, ૨૨૮, ૨૩૦, ૨૪૧, ૨૪૯, ૨૯૯, ૩૧૨, ૩૪૮, પ૯૪, ૧૭૨૭, ૧૭૩૩, ૧૭પ૪, ૧૭૭૯, ૧૮૦૧, ૧૮૦૫, ૧૮૧૯, ૧૮૨૪, ૧૮૪૩, ૧૮૫૫, ૧૮૫૯ ૪૧૨ ૧૨૩ મુનિનું સ્વરૂપ :- Page #23 -------------------------------------------------------------------------- ________________ 14 ૧૨૪ મોક્ષમાર્ગ ૧૨૫ મતાર્થી ૧૨૬ મૂલમાં ભૂલ ૧૨૭ મુખ્ય-ગૌણ . . . ૧૨૮ મૂલ્યાંકન ૧૨૯ માર્ગનો મર્મ ૧૩૦ મનોબળ ૧૩૧ મિત્રતા ૧૩૨ મુનિદશા ૧૩૩ યથાર્થતા . . . . . . ૪૨૮, ૪૯૧ ૭૫૯, ૧૫૮૬ ૮૬૪ ૧૦૪૭, ૧૦૫૧, ૧૨૦૨, ૧૨૦૪, ૧૩૭૯, ૧૫૮૩, | ૧૬૨૯ ૧૧૮૨ ૧૨૫૧ ૧૪૨૯ ૧૪૪૮ ૧૭૮૯ ૬૮૭, ૭૦૬, ૭૩૦, ૮૮૩, ૮૮૫, ૮ ૯૩, ૯૦૫, ૯૨૬, ૯૬૮, ૯૯૨, ૧૦૩૯, ૧૦૪૧, ૧૦૬૭, ૧૧૪૬, ૧૧૮૬, ૧૧૯૨, ૧૨૪૦, ૧૨૪૮, ૧૨૫૪, ૧૨૮૧, ૧૨૯૨, ૧૩૦૧, ૧૩૨૩, ૧૩૨૭, ૧૩૭૭, ૧૩૮૫, ૧૪૦૫, ૧૪૧૧, ૧૪૩૫, ૧૪૩૯, ૧૪૪૦, ૧૪૪૬, ૧૪૫), ૧૪પ૬, ૧૫૦૬, ૧૫૧૦, ૧૫૫૮, ૧૫૮૨, ૧૫૯૮, ૧૬૧૭, ૧૬૩૪, ૧૬૪૯, ૧૬૫૦, ૧૬૫૨, ૧૬૫૬, ૧૬૭૧, ૧૬૭૪, ૧૬૯૦, ૧૭૨૨, ૧૭૩૧, ૧૭૪૦, ૧૭૪૨, ૧૭૪૭, ૧૭૪૮, ૧૭૫૦, ૧૭પ૩, ૧૭૫૬, ૧૭૬૨, ૧૭૭૧, ૧૭૭૩, ૧૭૭૬, ૧૭૮૫, ૧૭૮૭, ૧૭૯૧, ૧૮૦૦, ૧૮૧૯, ૧૮૩૪, ૧૮૩૭, ૧૮૫૮, ૧૮૬૭ ૧૮૪૬ ૫૪૨, ૬૦૨, ૧૨૧૩, ૧૩૬૭, ૧૬૩૫, ૧૯૬૫, ૧૯૭૨ ૧૮૬૦, ૧૮૭૧ ૧૯૯૧ ૩૩ ૧૯૫, ૨૪૫, ૩૪૩, ૪૭૯, ૫૦૦, ૫૮૧, ૬૨૧, ૧૦૭૬, | ૧૪પ૩, ૧૪૯૯, ૧૫૬૮ ૫૧૧, ૧૦૧૩, ૧૩૬૫ | | ૧૩૪ યોગમાર્ગ ૧૩૫ રુચિ ૧૩૬ રસ ૧૩૭ લક્ષ – લક્ષણ ૧૩૮ લોભ ૧૩૯ લોકસંજ્ઞા | | | | | ૧૪૦ લબ્ધિ અને લબ્ધ :- Page #24 -------------------------------------------------------------------------- ________________ 15 ૧૪૧ વક્તાનું સ્વરૂપ ૧૪૨ વાત્સલ્ય ૧૪૩ વસ્તુનું સ્વરૂપ I૧૪૪ વિવેક ૧૪૫ વિશાલતા ૧૪૬ વૈરાગ્ય ૧૪૭ શંકા-અશંકા ૧૪૮ સત્સંગ ૩૬૦, ૫૪૫, ૬૫૩, ૬૬૭, ૭૦૫, ૧૨૪૭, ૧૬૨૪ ૩૭૪, ૬૦૭, ૬૧૫, ૧૩૩૩, ૧૫૫૫, ૧૫૭૨, ૧૫૯૨, ૧૬૪૭ ૪૪૬, ૪૫૬, ૫૩૪, ૧૫૦૨, ૧૬૭૬ ૮૩૯, ૮૯૭, ૯૪૪, ૯૭), ૯૮૩, ૯૯૧, ૧૦૦૯, ૧૦૩૬, ૧૦૫૦, ૧૦૫૭, ૧૦૬૬, ૧૧૦૫, ૧૧૩૦, ૧૨૭૭, ૧૪૨૭, ૧૫૪૨, ૧૫૫૯, ૧૫૬૨, ૧૮૨૯, ૧૮૪૩, ૧૮૫૩, ૧૮૬૧, ૧૮૭૭ ૧૮૩૯ ૧૭૫૯, ૧૭૬૦, ૧૭૬૮, ૧૭૭૭, ૧૮૩૦, ૧૮૬૧ ૧૭૩૦ ૭, ૨૪, ૧૨૨, ૨૦૫, ૩૦૪, ૩૨૭, ૪૨૯, ૪૩૮, ૪૩૯, ૪પર, ૪પ૩, ૪૬૫, ૪૯૪, ૫૦૩, ૫૦૫, ૫૧૨, ૫૨૦, પ૬૮, ૫૭૭, ૫૮૪, ૬૦૦, ૬૦૩, ૬૩૪, ૬૫૯, ૬૭૭, ૭૦૯, ૭૨૬, ૮૧૪, ૧૦૦૩, ૧૦૬૮, ૧૦૭૪, ૧૦૭૯, ૧૦૯૬, ૧૧૦૩, ૧૧૧૮, ૧૧૩૪, ૧૨૦૫, ૧૨૭૪, ૧૨૮૩, ૧૨૯૪, ૧૩૮૦, ૧૪૦૯, ૧૪૧૯, ૧૪૭૬, ૧૫૭૯, ૧૬૨૦, ૧૬૬૯, ૧૬૮૨, ૧૬૮૪, ૨૦૧૫ ૩૭૦ ૧૭, ૧૦૫, ૪૪૮, ૮૦૮, ૧૧૧૦, ૧૬૨૬, ૧૬૨૭, ૧૬૨૮, ૧૬૬૦ ૨૧, ૨૨, ૨૩, ૩૬, ૩૭, ૫૧, ૯૮, ૧૦૪, ૧૦૭, ૧૨૧, ૨૩૮, ૩પ૧, ૩પ૭ ૧૪૯ સમાધિમરણ ૧૫૦ સમ્યકત્વ ૧૫૧ સન્માર્ગ ૩૪ ૧૫ર સમ્યક પ્રતીતિ ૧૫૩ સત્સંગ-વિ અસત્સંગ (૧૫૪ સુખ-દુઃખ (૧૫૫ સુવિચારણા ૧૫૬ સ્વલક્ષ ૧૭૦૩, ૧૭૧૧, ૧૭૨૮, ૧૭૩પ ૧૭૦૯, ૧૭૧૪, ૧૭પ૭, ૧૭૭૨, ૧૮૦૨, ૧૮૧૬, ૧૮૪૮ ૪૮, ૧૦૧, ૧૩૩૮, ૧૩૯૮ પ૬, ૧૮૦, ૨૩૧, ૨૩૨, ૨૭૩, ૩૨૨, ૩૪૨, ૩૪૩, ૪૬૯, પર૧, ૭૬૯, ૭૭૦, ૧૦૦૧, ૧૧૧૩, ૧૧૬૧, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સ્વાધ્યાય પદ્ધતિ ૧૫૮ સ્વાનુભવ વિધિ ૧૫૯ સ્વાનુભૂતિ ૧૬૦ સ્વરૂપનિશ્ચય ૧૬૧ સભ્યતા ૧૬૨ સમાધાન ૧૬૩ સમ્યક્ – મિથ્યા ૧૬૪ સિદ્ધાંતજ્ઞાન-ઉપદેશજ્ઞાન ૧૬૫ સંયમ 16 ૧૨૦૦, ૧૨૦૧, ૧૨૨૭, ૧૩૨૯, ૧૪૧૪, ૧૫૮૧ ૧૦૬, ૧૩૫, ૧૦૮, ૨૧૭, ૩૬૬, ૩૮૨, ૪૦૮, ૫૬૩, ૫૬૪, ૬૦૫, ૬૪૮, ૬૫૮, ૬૯૮, ૯૪૦, ૧૦૩૫, ૧૧૧૭, ૧૧૮૮, ૧૨૫૨, ૧૩૮૮, ૧૪૪૨, ૧૬૫૯, ૧૬૯૪, ૧૭૩૭, ૧૭૪૪, ૧૭૫૭, ૧૭૬૪, ૧૭૭૪, ૧૭૮૩, ૧૮૦૨, ૧૮૧૦, ૧૮૨૧, ૧૮૨૩, ૧૮૩૪, ૧૮૩૮ :- ૧૧૧, ૧૧૪, ૧૧૫, ૧૧૯, ૧૨૭, ૧૩૬, ૧૩૭, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૬, ૧૫૫, ૧૬૪, ૧૭૧, ૧૭૩, ૧૭૯, ૧૮૧, ૧૯૦, ૧૯૭, ૧૯૮, ૨૧૮, ૨૧૯, ૨૨૧, ૨૨૬, ૨૨૯, ૨૮૭, ૩૦૯, ૩૧૭, ૩૨૪, ૩૨૯, ૩૪૧, ૩૫૩, ૩૬૧, ૪૧૬, ૪૨૧, ૪૨૪, ૪૩૬, ૪૫૫, ૪૬૨, ૪૮૨, ૫૧૭, ૫૨૭, ૫૫૬, ૬૪૧, ૬૭૨, ૬૯૧, ૬૯૬, ૭૧૪, ૭૨૭, ૭૩૪, ૭૩૫, ૭૩૯, ૭૪૦, ૭૪૧, ૭૪૪, ૭૪૭, ૭૫૪, ૭૫૫, ૭૬૦, ૭૬૮, ૭૯૭, ૭૯૮, ૯૩૬, ૯૮૦, ૯૮૭, ૯૮૮, ૧૦૬૪, ૧૧૩૧, ૧૧૫૩, ૧૧૬૫, ૧૨૪૩, ૧૨૪૯, ૧૨૫૮, ૧૩૦૨, ૧૩૦૩, ૧૩૦૮, ૧૫૨૨, ૧૫૪૯, ૧૭૫૦, ૧૭૫૩, ૧૭૫૫, ૧૭૫૬, ૧૭૫૭, ૧૭૫૮, ૧૭૬૬, ૧૮૦૦, ૧૮૦૨, ૧૮૦૯, ૧૮૧૨, ૧૮૧૮, ૧૮૨૭, ૧૮૩૫, ૧૮૪૯, ૧૮૭૦, ૧૮૭૩ ૧૭૨૬, ૧૭૫૨, ૧૭૫૩, ૧૭૫૮, ૧૭૮૨, ૧૭૯૨, ૧૭૯૫, ૧૮૨૭ ૧૭૨૫, ૧૭૫૬, ૧૭૬૭, ૧૭૬૯, ૧૭૯૩, ૧૭૯૮, ૧૭૯૯, ૧૮૧૬ ૧૭૭૮, ૧૭૮૪, ૧૭૯૧, ૧૮૦૮, ૧૮૨૦, ૧૮૨૭, ૧૮૨૮, ૧૮૩૫, ૧૮૬૫, ૧૮૭૬ ૧૭૯૬, ૧૮૧૪ ૧૮૭૬ ૨૦૩, ૪૩૩, ૧૨૪, ૫૩૧, ૫૯૮, ૯૮૫, ૧૦૯૭, ૧૫૩૪, ૧૬૭૦, ૧૬૭૧ ૨૬૦ : : : : : : : Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સ્વરૂપ મહિમા :- ૧૬૭ સાધના (ઉપાસના) ક્રમ :૧૬૮ સ્વચ્છંદ ૧૬૯ સંપ્રદાયબુદ્ધિ ૧૭૦ સ્વસંવેદન (જ્ઞાનવેદન) : 17 ૩૬૮, ૩૭૫, ૭૫૬, ૮૦૪, ૮૦૫, ૮૩૬, ૮૯૦, ૧૧૯૪, ૧૩૧૭, ૧૩૬૬, ૧૬૬૨, ૧૬૯૯ ૪૭૧, ૧૦૧૯, ૧૦૩૭, ૧૨૪૬ પ૬૧,૭૪૫, ૧૧૫૦, ૧૫૪૬, ૧૫૬૭ ૬૩૫, ૧૨૨૨, ૧૩૪૫ ૬૮૮, ૬૯૭, ૭૫૭, ૮૪૪, ૮૬૬, ૧૦૭૩, ૧૨૧૬, ૧૨૭૨, ૧૩૨૨, ૨૦૨૯, ૨૦૩૮ ૬૯૫, ૭૧૬, ૮૭૦, ૮૭૯, ૯૭૨, ૧૯૨૮, ૧૦૩૮, ૧૨૮૨, ૧૮૪૧, ૧૮૭૬ ૭૦૧, ૭૨૨, ૮૨૭, ૧૦૨૭, ૧૦૬૩, ૧૦૯૧, ૧૮૯૨, ૧૦૯૪, ૧૧૧૪, ૧૩૩૮, ૧૫૫૪ ૮૩૦ ૮૮૦ ૨૦૨૬ ૨૦૩૨ ૧૭૧ સ્વ.પર પ્રકાશક ૧૭૨ સ્વરૂપ પ્રત્યક્ષતા ૧૭૩ સ્વરૂપાનંદ ૧૭૪ સરલતા ૧૭૫ સમયસારનું હાર્દ ૧૭૬ સંસાર દુઃખનું કારણ ૧૭૭ સ્વરૂપ નિર્ણય માટેની પૂર્વભૂમિકા ૧૭૮ સહજતા ૧૭૯ સાધ્ય-સાધન ૧૮૦ સ્વલક્ષ - પરલક્ષ ૧૮૧ સુખ ઉપલબ્ધિ ૧૮૨ સદ્ભુત ૧૮૩ સંવેગ ૧૮૪ સ્વરૂપ પ્રેમ ૧૮૫ સ્વરૂપ લક્ષ્ય ૧૮૬ સમર્પણ ૧૮૭ સતું પુણ્ય ૧૮૮ સેવા ૧૮૯ સંકલ્પ-વિકલ્પ પ્રતિબંધ :– ૧૯૮૧ ૯૦૧ ૯૫૭, ૧૩૯૪ ૧૦૦૦, ૧૦૩૨, ૧૦૭૨, ૧૧૨૭, ૧૨૭૦, ૧૪૪૧, ૧૪૭૧, ૧૪૯૨, ૧૫૦૬, ૧૬૭૫ ૧૦૧૬, ૧૨૫૫, ૧૨૯૦, ૧૩૬૩, ૧૩૯૩, ૧૬૯૬ ૧૧૦૭ ૧૨૨૩, ૧૨૨૫, ૧૨૨૬, ૧૫૬૦, ૧૫૯૮ ૧૨૯૫ ૧૩પ૩, ૧૬૮૫ ૧૩૫૬ ૧૪૬૭ ૧૬૫૧ ૧૬૮૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શાસ્ત્રસંજ્ઞા ૧૯૧ ૧૯૨ હેય-ઉપાદેય શાસ્ત્ર વાંચવાની રીત ૧૯૩ જ્ઞાનદશા ૧૯૬ જ્ઞાનીનું સ્વરૂપ 18 ૭૬૩, ૧૪૬૩ ૧૯૯૯, ૨૦૨૮ ૫૭૧, ૯૫૧, ૯૪૪, ૧૩૫૧, ૧૭૮૪, ૧૭૯૧, ૧૭૯૪, ૧૭૯૫, ૧૮૪૭ ૯, ૧૮, ૨૬, ૪૦, ૪૬, ૪૯, ૮૪, ૮૫, ૯૨, ૯૪, ૯૫, ૧૦૦, ૧૨૮, ૧૨૯, ૧૪૩, ૧૮૪, ૧૯૯, ૨૧૩, ૨૨૩, ૨૪૬, ૨૫૦, ૨૫૧, ૨૭૧, ૨૮૯, ૨૯૮, ૩૦૨, ૩૦૭, ૩૧૧, ૩૪૦, ૩૬૨, ૩૭૮, ૩૮૭, ૩૮૮, ૩૯૨, ૪૦૧, ૪૦૭, ૪૦૯, ૪૪૪, ૪૬૧, ૪૬૪, ૪૭૪, ૪૮૧, ૪૯૨, ૪૯૬, ૫૧૫, ૫૨૫, ૫૩૭, ૫૪૧, ૫૪૩, ૫૫૨, ૫૭૫, ૫૭૮, ૧૯૨, ૬૨૬, ૬૩૩, ૬૩૮, ૬૪૫, ૬૫૭, ૬૬૫, ૬૭૩, ૬૭૫, ૬૭૮, ૭૨૧, ૭૨૮, ૭૩૨, ૭૩૭, ૭૭૧, ૭૭૬, ૭૮૦, ૭૮૨, ૭૮૪, ૭૯૧, ૭૯૪, ૭૯૫, ૮૨૫, ૮૪૩, ૮૫૫, ૮૫૬, ૮૬૨, ૯૦૩, ૯૦૮, ૯૨૨, ૯૨૩, ૯૩૨, ૯૭૫, ૯૭૭, ૯૯૫, ૧૦૬૦, ૧૧૧૫, ૧૧૪૯, ૧૧૬૮, ૧૨૨૧, ૧૨૩૪, ૧૨૬૭, ૧૨૮૦, ૧૩૨૮, ૧૪૬૮, ૧૫૭૧, ૧૫૭૬, ૧૫૯૭, ૧૬૦૨, ૧૬૦૫, ૧૬૦૭, ૧૬૮૬, ૧૮૭૨, ૧૮૭૭ ૭૪, ૯૩, ૧૪૫, ૨૪૦, ૪૫૦, ૪૬૦, ૪૬૩, ૪૭૨, ૪૮૬, ૫૩૬, ૫૪૬, ૭૪૮, ૭૪૯, ૭૫૩, ૭૭૪, ૧૦૩૦, ૧૦૫૯, ૧૧૪૪, ૧૩૮૩, ૧૬૭૮, ૧૮૪૪, ૧૮૭૭ ૧૦૮, ૨૦૪, ૨૩૬, ૫૦૪, ૫૫૯, ૫૭૪, ૫૭૬, ૫૯૩, ૬૪૨, ૬૭૦, ૭૩૨, ૭૩૩, ૮૩૩, ૯૭૮, ૯૯૮, ૧૦૬૬, ૧૧૪૨, ૧૨૧૨, ૧૨૬૭, ૧૨૭૫, ૧૩૩૭, ૧૩૩૯, ૧૩૫૦, ૧૩૫૪, ૧૩૫૮, ૧૪૦૨, ૧૪૩૬, ૧૫૮૪, ૧૫૯૬, ૧૬૫૩, ૧૭૮૩, ૧૮૫૪, ૨૦૦૧ : ૧૪૭, ૨૭૦, ૩૦૯, ૩૧૮, ૩૬૫, ૩૮૪, ૩૮૫, ૩૯૪, ૪૫૭,૪૮૦, ૪૮૩, ૬૧૩, ૭૫૨, ૭૭૭, ૧૦૫૨, ૧૧૨૮, ૧૧૮૫, ૧૨૪૫, ૧૫૪૮ ૧૬૨, ૨૮૦, ૩૦૩, ૬૪૦, ૬૬૬, ૬૭૪, ૭૮૯, ૮૦૨, ૧૯૭ જ્ઞાનીની વાણી : : : ૧૯૪ જ્ઞાનદશા – અજ્ઞાન દશા :સમીક્ષા ૧૯૫ જ્ઞાનીની ઓળખાણ : : -- Page #28 -------------------------------------------------------------------------- ________________ 19 ૧૯૮ જ્ઞાનની પ્રધાનતા ૧૯૯ જ્ઞાનમાત્ર ૨૦૦ જ્ઞાનીનો માર્ગ ૮૦૩, ૧૧૨૯, ૧૭૮૧, ૧૮૪૨ ૨૦૪૦ ૭૫૧, ૭૬૨, ૧૦૨૩, ૧૦૫૮, ૧૧૩૯, ૧૧૬૦, ૧૧૮૩, ૧૬૩૭, ૧૬૪૨ ૯૨૦, ૯૯૯, ૧૦૯૫, ૧૧૬૨, ૧૨૪૨, ૧૪૦૪, ૧૪૫૨, ૧૬૧૭, ૧૮૭૫ ૬૮૮, ૬૯૭, ૭૫૭, ૮૪૪, ૮૬૬, ૧૦૭૩, ૧૨૧૬, ૧૨૭૨, ૧૩૨૨ ૨૦૧ જ્ઞાનવેદન – સ્વસંવેદન : Page #29 -------------------------------------------------------------------------- ________________ 20 રત્ન કણિકા જેને સુખી થવું હોય તેણે સુખ સમૃદ્ધ આત્મા કે જે સુખ સ્વભાવનું આલંબન જ પોતે છે તેના આશ્રયથી સુખી થવાય છે અને દુઃખનો નાશ થાય છે. એ વડે સત્ય પ્રતીતમાં આવે છે અને અસત્યની પ્રતીતિનો નાશ થાય છે. આથી સત્યનું યથાર્થ જ્ઞાન થાય છે અને અજ્ઞાનનો નાશ થાય છે. તેમજ સત્યમાં સ્થિરતા થાય છે અને અસ્થિરતાનો નાશ થાય છે. (પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી) સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પ. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી) પ્રદેશે-પ્રદેશે મેં માત્ર ચૈતન્ય—ચૈતન્ય વ આનંદ હી આનંદસે ઓતપ્રોત વસ્તુ હું. સ્વરૂપરચના પર્યાયમેં સ્વતઃ હી હુએ જા રહી હૈ. ઇચ્છા તોડું, સ્વરૂપકી વૃદ્ધિ કરું આદિ વિકલ્પોંકા જિસ સહજ સ્વભાવમેં સહજ હી અભાવ છે. અરે ! સહજ શુદ્ધ પર્યાયકા ભી જિસ ત્રિકાલી ધ્રુવ વસ્તુમેં સહજ હી અભાવ હૈ, એસી નિત્ય વસ્તુ મૈં હું, ત્રિકાલી પરિપૂર્ણ હું. (પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાની) મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો, તે પરમભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે. બીજું તો શું પણ મારી સ્વાભાવિક પર્યાય – નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ, હું દ્રવ્યદૃષ્ટિના બળે કહું છું કે, મારી નથી. મારો દ્રવ્યસ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્યસ્વભાવ પાસે તેની વિશેષતા નથી. – આવી દ્રવ્યદષ્ટિ ક્યારે પ્રગટ થાય કે ચૈતન્યનો મહિમા લાવી, બધાથી પાછો ફરી, જીવ પોતા તરફ વળે ત્યારે. - (પૂ. બહેનશ્રી ચંપાબહેન) Page #30 -------------------------------------------------------------------------- ________________ 21 સૌમ્યમૂર્તિ પૂ. ભાઈશ્રી શશીભાઈનો સ્પાર્ધાત્મક જીવન પરિચય સામાન્યતઃ કોઈપણ સાધારણ મનુષ્યનો ઇતિહાસ કે જીવનચરિત્ર લખાતુ નથી પરંતુ જે સ્વયંના પુરુષાર્થથી સ્વયંનો ઇતિહાસ બનાવે છે અર્થાત્ જન્મ-મરણનો છેદ કરીને જીવનમુક્ત થાય છે, તેનું જીવન ચરિત્ર લખાય છે અને તેની યશગાથા સમસ્ત લોકમાં પ્રસરે છે. એવા જ એક પુરુષાર્થવંત આત્માનું અર્થાત્ પૂ. ભાઈશ્રી’ નું જીવનચરિત્ર અત્ર પ્રસ્તુત છે. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલ ભારત દેશમાં અનેક તીર્થંકરો, આચાર્યો તથા જ્ઞાની ભગવંતો થતા આવ્યા છે. આ કારણથી આ ભૂમિ જન્મધામ સુરેન્દ્રનગર (મોસાળ) હમેશા પવિત્ર રહી છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતા અનેક જીવો આ ક્ષેત્રથી સાધના સાધીને મોક્ષમાં પધાર્યા છે. એવા આ ભારત દેશના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર નામના એક નાનકડા ગામમાં, સંવત ૧૯૮૯ના માગશર સુદ આઠમ, તા-૨૪-૧૧-૧૯૩૩ના મંગલ દિવસે, પ્રમાણિક સગૃહસ્થ શ્રી મનસુખલાલ લઘુરચંદ શેઠને ત્યાં આવા જ કોઈ પવિત્ર આત્માનું આગમન થયું. માતુશ્રી રેવાબહેનની કુખ દીપી ઊઠી. પ્રભાવશાળી પુરુષના પુનિત આગમનથી કોને હર્ષ ન થાય ? વાતાવરણ પ્રફુલ્લિત અને અનેરા પ્રકારના આનંદોલ્લાસથી હર્ષવિભોર થઈ ઊઠ્યું છે. ભરત ભૂમિ ફરી એકવાર ગૌરવવંતી બનીને ધન્યતાનો અનુભવ કરી રહી છે. માતા-પિતાના હર્ષનો પાર નથી. બાળકની શાંત અને સૌમ્ય મુખમુદ્રા દેખી તૃપ્તિ થતી નથી. સૌ કોઈ આ આત્માને જોઈને અનેરી શાંતિ અનુભવે છે. અનંત તીર્થંકરો જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલવા આ શૂરવીર આત્માએ આગમન કર્યું છે. અહો ! ધન્ય છે આ ભૂમિને ! અને ધન્ય છે આ Page #31 -------------------------------------------------------------------------- ________________ 22 માતા-પિતાને ! ફરીથી જન્મ ધારણ ન કરવો પડે એ અર્થે જેણે જન્મ ધારણ કર્યો છે. ચંદ્રની ચાંદની જેમ શીતળતા રેલાવે છે અને ભૂમિને શ્વેત કરે છે, તેમ ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ થઈને ઝાંઝવાના જળને લેવા દોડતા ક્લેષિત આત્માઓને શીતળતા પ્રાપ્ત કરાવનાર અને દોષોની કાલિમાને ધોઈ પવિત્ર અને શ્વેત દશા પ્રાપ્ત કરાવનાર આ બાળકનું નામ ‘શશીકાંત રાખવામાં આવ્યુ. (૧) બાળપણ : મૂળ વતન રાણપુરમાં બાળકુમાર શશીકાંતની નયનરમ્ય ચેષ્ટાથી સૌ કોઈ મનોમન મલકાઈ રહ્યાં છે. સ્વયંની નિર્દોષ ચેષ્ટાથી લોકોના મન હરનાર બાળકુમારનું જીવન આનંદથી વ્યતીત થઈ રહ્યું છે. અત્યારથી જ આ બાળકુમાર નીડર, પાપભીરૂ, ગુણગ્રાહી, સ્વતંત્ર વિચારક તથા આદર્શ વિચારધારા ધરાવે છે. અસાધારણ બુદ્ધિમત્તાને કારણે શાળામાં પ્રાયઃ પ્રથમ અથવા દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. ૯-૧૦ વર્ષની વયે તેમના દાદાજી દ્વારા તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. વૈશ્રવ કુટુંબમાં જન્મ થયો હોવાને કારણે રામાયણ, ગીતા, મહાભારત, ભાગવત વગેરે ગ્રંથો વાંચે છે. પાણીના પુરની જેમ ચાલી રહેલી સ્મરણ શક્તિના કારણે જોતજોતામાં શ્રીમદ્ ભાગવત ગીતાના બે-ત્રણ અધ્યાયોના સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરી લીધાં છે. બાળકુમાર પ્રત્યેક કાર્ય ચુસ્તતાથી તથા દઢ મનોબળથી કરે છે. આ તો અલૌકિક આત્મા, આત્માની સાધના સાધનારા છે તે સાધારણ બાળકોની કોટિમાં રાણપુરનું ઘર જ્યાં બાળપણ વ્યતીત થયું. કઈ રીતે આવી શકે ? બાળકુમારની ચુસ્તતા તથા દઢ મનોબળના દર્શન આપણે નિમ્નલિખિત પ્રસંગ ઉપરથી કરીએ. ઉનાળાના દિવસો છે, કાળઝાળ ગરમી રેલાવતો સૂર્ય આકાશમાં તપી રહ્યો છે. આવા અતિશય પ્રખર તાપમાં નિશાળમાં આર. એસ. એસ. પરેડ ચાલી રહી છે. પરેડ દરમ્યાન અત્યંત તૃષાને કારણે કંઠ સુકાઈ રહ્યો છે છતાં નિયમોનું પાલન ચુસ્તપણે કરવાનું હોવાથી બાળકુમાર કંઈપણ બોલતા નથી. એકબાજુ ધોમધખતો તાપ, બીજી બાજુ કડકપણે ચાલી રહેલી પરેડ, સુકાઈ ગયેલો કંઠ જાણે કે પાણીના બિંદુ માટે પોકાર કરી રહ્યો છે, તેવામાં પરેડ પૂરી થવાની જ્યાં તૈયારી થાય છે ત્યાં બાળકુમાર ચક્કર ખાઈને નીચે પડી જાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ 23 જુઓ ! બાળકુમારની ચુસ્તતા અને દઢ મનોબળ !! - કુમાર શશીકાંતની સ્વતંત્ર વિચારધારા તથા અનુભવ પ્રધાનતાના દર્શન પણ અત્ર કરવા પડ તે યોગ્ય છે. ૧૪ વર્ષની ઉંમર છે, યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી જેવા મહાપ્રતાપી સપુરુષ છે. રાણપુરમાં પધાર્યા છે. કુમાર શશીકાંતને આત્મકલ્યાણકારી મંગળ પ્રવચનો સાંભળવાની ઉત્કંઠા પર હાં થાય છે અને પ્રવચન સાંભળવા જાય છે. પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રી ફરમાવી રહ્યાં છે, જુઓ ! . આત્મામાં જ્ઞાન સ્વયં થઈ રહ્યું છે. આ જ્ઞાન વાણીથી ઉત્પન્ન થતું નથી કે ગુરુથી પણ ઉત્પન્ન થS હન થતું નથી. આપમેળે જ ઉત્પન્ન થયા કરે છે. આ વાત જ સાંભળતી વખતે જુઓ શબ્દનો પ્રયોગ થયો હોવાથી, હા કુમાર શશીકાંત અંદર જુએ છે અને તેને પણ એમ લાગે (ા છે કે ખરેખર, મારું જ્ઞાન પણ સ્વયં સહજ ઉત્પન્ન થઈ હી રહ્યું છે. જુઓ ! પૂર્વ સંસ્કારને કારણે અનુભવ પદ્ધતિ જા કેવી રીતે જાગૃત થાય છે ! આવા આવા અનેક સગુણો sી ધરાવનાર કુમાર યોવન અવસ્થામાં પ્રવેશ કરે છે. | (૨) યુવાવસ્થા : - અસાધારણ બુદ્ધિમત્તાને કારણે ખૂબ-ખૂબ ભણવાના તો વિચારો આવે છે અને એફ. આર. સી. એસ. (લંડન) બાળકુમાર શશીકાંત ૌ ડૉક્ટર થવાની બળવાન મહત્ત્વાકાંક્ષા સેવાય છે. પરંતુ ઉમર વર્ષ - ૧૪) હો પ્રારબ્ધ કંઈક જુદુ જ હોવાને કારણે અને કુટુંબની આર્થિક જે પરિસ્થિતિ અત્યંત નબળી હોવાને કારણે યુવાવયમાં પ્રવેશ થતાં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી એ હા પિતાજીના વ્યવસાયમાં જોડાવું પડે છે. તેની કાર્યકુશળતા, બુદ્ધિમત્તા અને પ્રમાણિકતા જોઈને , થ તેમના એક સ્નેહીએ મુંબઈ જેવા મોટા ક્ષેત્રમાં જવાની પ્રેરણા આપી અને મુંબઈમાં એક વર્ષ પણ મોટા કમિશન એજન્ટને ત્યાં નોકરીએ રહી જાય છે. ( આ અરસામાં મુંબઈમાં નોકરી દરમ્યાન વિરમગામના શ્રી દોશી કીરચંદ લક્ષ્મીચંદના DN પણ પુત્રી, ચંદ્રાવતી સાથે સગપણ થયું. આ દિવસોમાં જ પાંડુરંગ શાસ્ત્રીજીને સાંભળવાનો પ્રસંગ છે " પણ થાય છે અને તત્ત્વજ્ઞાન સંબંધીનો રસ જાગૃત થયો. મહાત્મા નિશ્ચલદાસજી કૃત શ્રી * વિચારસાગર ગ્રંથ વાંચવાનું બન્યું. આ વાંચનથી તત્ત્વવિચાર તથા મંથન તીવ્રતાથી ચાલવા , લાગ્યું. આવી અંતરંગ પરિસ્થિતિમાં સમ્યકજ્ઞાનને અનુસરતો એક દૃષ્ટિકોણ સાધ્ય કરવાનો - અભિપ્રાય થાય છે કે કોઈપણ પ્રસંગે મારી તે પરિસ્થિતિ અંગેનો નિર્ણય યથાર્થ પ્રકારે ( લેવાય તેવો દૃષ્ટિકોણ મારે પ્રાપ્ત કરવો જોઈએ આ વિષય ઉપર નિરંતર ચિંતન તથા મંથન Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ચાલ્યા કરે છે. - પ્રથમથી જ આદર્શની મુખ્ય તારૂપ વિચારધારા, તત્ત્વજ્ઞાનનો રસ, કુળધર્મનો અપક્ષપાત, મધ્યસ્થતા, સાંપ્રદાયિક ધર્મ પ્રત્યેના આકર્ષણ તથા અંધશ્રદ્ધાના અભાવરૂપ સદ્ગુણો સાથે તે જૈન દર્શન પરત્વે ક્યા પ્રકારે આકર્ષણ થયું તે પણ અત્ર દૃષ્ટવ્ય છે. એક વખત મુંબઈમાં પેઢી ઉપર બેઠી છે, તેવામાં સાથે કામ કરવાવાળા એક સગૃહસ્થ . આવી. હાથ જોડીને ક્ષમા માગે છે. ત્યારે આશ્ચર્ય સાથે ક્ષમા માંગવાનું કારણ પૂછે છે અને એ ત્યારે જાણવા મળે છે કે જૈન ધર્મમાં આ પ્રકારે આખા , વર્ષ દરમ્યાન જો કોઈપણ પ્રકારે એકબીજા પ્રત્યે દોષ થયો હોય તો તેની ક્ષમા માંગવામાં આવે છે. સાનંદાશ્ચર્ય છે. સાથે જૈનદર્શન પ્રત્યે અહોભાવ જાગે છે અને આકર્ષણ ) થાય છે અને રાણપુરના બાળપણનો દિવસ યાદ આવે , છે; ત્યાં પણ જૈન ધર્મીના ઘરમાં કેવા પ્રકારની રીતિનીતિ હોય છે તે તાદૃશ્ય થાય છે. અગાઉ રાણપુરમાં , એક દિવસ એક જૈન ધર્મીના ઘરમાં જવાનો પ્રસંગ ઊભો છે" થયો હતો. ત્યાં છાણા ભેગા કરેલા હતા તેમાંથી રસોઈના કામ અર્થે છાણા કાઢવામાં આવે છે અને તાપણાંમાં મુકતા પહેલા ખંખેરીને જુએ છે કે કોઈ જીવાત આદિ ઉંમર વર્ષ - ૧૯ તો નથી ? આ જોઈને એમ થયું હતું કે જૈન દર્શનમાં નાનામાં નાના જીવની હિંસા ન થાય તેની પણ કેટલી ડ તે કાળજી રાખવામાં આવે છે !! અહો ! પુત્રના લક્ષણ પારણાંમાંથી એ કહેવત અનુસાર જેમના , એ થકી સમસ્ત જિનશાસનની પ્રભાવના થવાની છે એવા આ પવિત્ર આત્માને ગુણ પ્રત્યે પ્રમોદ હો આવે છે. આમ જૈનદર્શન અને કુળધર્મને તુલનાત્મક દૃષ્ટિકોણથી જોવાનું સહજ બને છે. જેને આ મુંબઈમાં અતિશય કામકાજનું દબાણ તથા સખત પરિશ્રમના કારણે સ્વાથ્ય કથળે છે અને એ હા મુંબઈ છોડી દઈ ભાવનગર આવે છે અને ભાવનગરમાં એક સબંધીની પેઢીમાં નોકરીએ ન રહી જાય છે. હી પરંતુ ભાવનગરમાં તત્ત્વજ્ઞાનના રસને પોષણ નહીં મળતું હોવાને કારણે તેની ક્ષતિ છે (ા લાગ્યા કરે છે. કોઈ સત્સંગ નથી મળતો, કોઈ તત્ત્વજ્ઞાનની વાત કરવાવાળુ પણ નથી દેખાતુ છે" હી તે કારણે મન ઉદાસ રહ્યા કરે છે. પરંતુ જેનો આત્મા ખરેખર આ પરિભ્રમણથી છૂટી જવાનો "જ છે તેનાથી સત્ય કેટલા દિવસ દૂર રહી શકે ? શું ભાવના સાથે કુદરત બંધાયેલી નથી ? " Page #34 -------------------------------------------------------------------------- ________________ 25 અવશ્ય બંધાયેલી છે. (૩) દિશાબોધ : સત્સંગનો અભાવ, સ્વયંના તત્ત્વજ્ઞાનના રસને નહીં મળતું પોષણ, સત્યની શોધ અને સુખથી વંચિત અંતરંગ અતૃપ્ત પરિણતિ, આવી અંતરંગ પરિસ્થિતિ વચ્ચે, વિધિની કોઈ ધન્ય પળ આવે છે. એક દિવસ પેઢી ઉપર બેસીને કામ કરી રહ્યાં છે. ત્યાં બાજુમાં પડેલા એક ગ્રંથ ઉપર નજર જાય છે અને ગ્રંથનું નામ વાંચે છે . ‘શ્રીમદ્ રાજચંદ્ર'. જૈન દર્શનમાં પ્રવેશ થવાનું પહેલું નિમિત્ત કારણ બની ગયું. મુક્ત થવાની દિશાના મંડાણનો પ્રથમ મંગલ પ્રસંગ બન્યો. જિજ્ઞાસા સાથે ગ્રંથના પાના ફેરવી જોતાં લાગ્યું કે કોઈ તત્ત્વજ્ઞાન વિષયક ગ્રંથ છે. ગ્રંથનો વિશેષ અભ્યાસ કરતાં લખનાર એવા કુ. દેવ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતોથી પોતે પ્રભાવિત થાય છે. તેમની મધ્યસ્થતા જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. તત્ત્વજ્ઞાનના રસને પોષણ મળ્યું, અંતરંગ અતૃપ્ત પરિણતિને જાણે કે વિશ્રાંતિનું સ્થાન મળ્યું !! આ ગ્રંથ વાંચતા એવી પ્રતીતિ થાય છે કે જૈન દર્શનમાં જીવ અને જડ પરમાણુનું વિજ્ઞાન છે અને બન્ને પદાર્થોમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધે જે અસર ઉત્પન્ન થાય છે તેનાથી જીવમાં સુખ-દુઃખની ઉત્પત્તિ થાય છે. સુખ-દુઃખની સમસ્યાનો ઉકેલ મળી જાય તો હંમેશને માટે બહુ મોટુ કામ થઈ જાય આ અપેક્ષાથી જૈન દર્શનમાં ઊંડા ઉતરવાનો અત્યંત રસ ઉત્પન્ન થયો. ગુણ-દોષની ચર્ચા, પદાર્થની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી નય, પ્રમાણની પદ્ધતિથી સુવ્યવસ્થિત પ્રતિપાદન કરવાની પદ્ધતિ જોઈને જૈન દર્શનની સર્વોત્કૃષ્ટતા હૃદયમાં અંકિત થઈ ગઈ. અનંત કાળથી ચાલી રહેલા જન્મ-મરણ અને તે દરમ્યાન થતાં દુઃખ અને ક્લેશથી છૂટવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે, આ વાત ઉપર ધ્યાન જાય છે. આ કારણથી ગમે તેમ કરીને કોઈપણ આત્મજ્ઞાનીના સાન્નિધ્યમાં રહીને પોતાના પ્રત્યેક પરિણામોનું નિવેદન કરીને માર્ગદર્શન મેળવવું એવો સૌ પ્રથમ મંગલ વિચાર ઉદ્ભવે છે. કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સત્સંગના મહત્ત્વ અંગેના વિચારો યથાર્થ પ્રકારે સમજાયાથી સત્સંગ અર્થે તીવ્ર ભાવના રહ્યા કરે છે અને જ્યાં ચાહ છે ત્યાં રાહ છે' એ અનુસાર ભાવના ફળે છે અને ભાવનગરમાં એક ધર્મપ્રેમી મુમુક્ષુને ત્યાં સત્સંગની સુમંગલ શરૂઆત થાય છે. (૪) નિજ પરમાત્માના વિયોગની વેદના તથા ઝૂરણા : કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું અત્યંત ગહન અવગાહન ચાલે છે અને સુખ-દુઃખની સમસ્યાનો ઉકેલ મળી શકે એમ છે તેમ દેખાતાં હૃદય પ્રતિદિન આ સમસ્યાને ઉકેલવા માટે ઊંડે-ઊંડે ઉતરવા લાગ્યું. સત્ય સુખ ક્યાં છે ? દુઃખની નિવૃત્તિ કેમ થાય ? સર્વ પ્રકારના દોષથી કઈ રીતે નિવૃત્ત થવાય ? જન્મ-મરણ શા માટે ? જન્મ-મરણનો આત્યંતિક વિયોગ Page #35 -------------------------------------------------------------------------- ________________ 26. જ ક્યા પ્રકારે થાય આવા-આવા અનેક પ્રકારના પ્રશ્નો માનસપટ પર છવાયેલા રહે છે. આવી - અંતરંગ પરિસ્થિતિ વચ્ચે સત્સંગની શરૂઆત થઈ અને રોજ પરોઢિયે ચાર વાગે સત્સંગ અર્થે જવાનું શરૂ થયું. એક બાજુ કે. દેવના ગ્રંથનું અધ્યયન અને બીજી બાજુ અંતરંગમાં આવી દો પરિણામોની સ્થિતિ ! તે સવારે ૪ વાગે એકાંતનો સમય છે. કડકડતી ઠંડીમાં જ્યાં સમસ્ત વિશ્વ ભાવનિદ્રા અને છે Fી દ્રવ્યનિદ્રામાં પોઢી રહ્યું છે ત્યાં જન્મ-મરણનો ઉકેલ શોધવા નીકળેલો આ આત્મા ધીર, ગંભીર NR હતું અને ધીમી ચાલથી ચાલતાં-ચાલતાં સત્સંગમાં જઈ રહ્યો છે. બાજુના ગામડામાંથી અડધી રાત્રે કેમ જ રવાના થઈ એક ખેડુત ગાડુ લઈને ઉકરડો (ખાતર) ભેગો હલ કરવા માટે ચાલ્યો આવે છે. આ જોઈને વિચાર આવે છે. જો કે આવી તુચ્છ વસ્તુ માટે પણ આ ખેડુત કેટલી પ્રતિકૂળતા હતી અને પરિશ્રમ વેઠે છે તો પછી હું તો જગતનું સર્વોત્કૃષ્ટ જ કાર્ય કરવા નીકળ્યો છું; તે માટે આથી વધુ કોઈપણ કિંમત હી ચુકવવી પડે તો તેમાં શું વિશેષતા છે ? બસ ! પછી તો ન આવી મંગલ વિચારધારા વચ્ચે આંખમાંથી ચોધાર આંસુની આ ધારા વહી રહી છે કોઈ રોકવા ચાહે તો રોકી શકાય ( નહિ એવી હૃદય દ્રાવક વેદના વચ્ચે અંતરંગ શુદ્ધિકરણની આ પ્રક્રિયા ચાલે છે. હૃદયમાંથી તીવ્ર વેદના સહિત ધ્વનિ નીકળી નિજસ્વરૂપના વિયોગવશા રહ્યો છે, ઉદાસીનતા હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ'' અનંત કાળથી આથડવા, વિના ભાન ભગવાન સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકવું નહિ અભિમાન અદામાદામ અધિકો પતિત, સકલ જગતમાં હુંય એ નિશ્રાય આવ્યા વિના, સાધન કરશે શુંય ?'' નિજ દોષનો અત્યંત પશ્ચાતાપ થયા વિના પવિત્રતાની શરૂઆત થતી નથી'. એ સિદ્ધાંત " હતી અનુસાર અનંત કાળથી ચાલ્યા આવતા નિજ દોષનો અત્યંત તીવ્ર પશ્ચાતાપ અને નિજ પરમાત્મ 'ના સ્વરૂપના વિયોગની વેદનાથી આ આત્માનું હૃદય હમેશા રડ્યા કરે છે. સંસારની ઉપાસનાના Page #36 -------------------------------------------------------------------------- ________________ 21 : અભિપ્રાયથી મલિન રહેતું અંતઃકરણ આ વેદનાથી શુદ્ધ થાય છે. (૫) પૂર્ણતાનું લક્ષ : હતું ઉપરોક્ત વેદનાને કારણે ઉત્પન્ન થયેલી ઉદાસીનતાથી ક્યાંય રસ નથી આવતો. જીવન છે જ રસવિહીન થઈ ગયું. એકમાત્ર આત્મકલ્યાણ કેમ થાય ? બસ ! એક જ વાતના પાયા શોધાઈ જ હી રહ્યા છે. અંદરમાં અનેક પ્રકારની લૌકિક મહત્ત્વાકાંક્ષાઓ અને બહારમાં નબળી આર્થિક , ( કૌટુંબિક પરિસ્થિતિ વચ્ચે સૌ પ્રથમ ભૌતિક જીવનની સર્વ મહત્ત્વકાંક્ષાઓનો હૃદયમાંથી ત્યાગ ૫ હત કરે છે. એક પળ માટે સામે આવતા ભવિષ્યના વિચારને જોરથી લાત મારી, ફગાવી દઈ , શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણ કરી લેવાનો દઢ નિર્ધાર જન્મ લે છે અને અંતરંગમાં આવા " હા મહાન કાર્યના પુરુષાર્થમાં આ આત્મા પરોવાઈ જાય છે. અહો ! કેવો અદ્ભુત સંવેગ પ્રગટ , થયો છે જેમ વાદળા જોઈને સૂર્ય પાછો ફરતો નથી અને નદીનું જળ, વચ્ચે પડેલા પત્થરને ભેદી આગળ વધે છે, પાછુ જતુ નથી; તેમ ધસમસતા પ્રગટ થતાં નિર્ધાર સહિતના આ પરિણામોને હવે વિશ્વની કોઈ તાકાત રોકી શકે ખરી ? જીવન સમક્ષ ફક્ત એક જ લક્ષ / ધ્યેય અને સંપૂર્ણ શુદ્ધિની ઉપાસના કરવા જતાં ભલે અનેક પ્રકારની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે તો પણ આત્મકલ્યાણ કરી જ Sી લેવું છે. એમ વારંવાર આવ્યા કરે છે. અસાધારણ નિશ્ચય શક્તિ અને પરમાર્થને પ્રતિકૂળ તે પ્રિયજનોનાં અભિપ્રાય સામે અડગ રહેવાની અને ઝઝુમવાની તાકાત અંદરથી સ્કુરાયમાન . થઈ રહી છે. નાહિંમત નહિ થવાની લોખંડી વજ જેવી હિંમત અને છતાં નિર્દોષ વૃત્તિ સાથે હિ હતું અનાદિ અજ્ઞાન અંધકારને ભેદવા માર્ગની શોધ ચાલી રહી છે. આવા અસાધારણ નિશ્ચય શ સાથે આગળ વધતો આ આત્મા મૂંઝવણથી મૂંઝાતો પણ નથી અને પ્રમાદ પણ નથી થવા હા દેતો. અત્યંત ધીરજ અને ગંભીરતા સાથે માર્ગને ગ્રહણ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આ જ જુઓ ! કેવા અસાધારણ ગુણો પ્રગટ થયા છે ! મુમુક્ષતા દેદીપ્યમાન થઈને ઝળકી જ હી રહી છે. જેને છૂટવું જ છે તેને બાંધનાર કોઈ નથી ! એ સિદ્ધાંત અનુસાર આ આત્માના છે જ આવા અદ્ભુત ગુણો જોઈને હૃદય નમી પડે છે. અનંતકાળમાં જે સત્પાત્રતા પ્રાપ્ત થઈ " હા નહોતી તે સત્પાત્રતા પ્રગટ થઈ. સમ્યગ્દર્શનને રાખવાનું પાત્ર તૈયાર થઈ ગયું છે , મા (૬) નિજ દોષનું અપક્ષપાતપણે અવલોકન : > નિર્દોષ થવાનું પ્રથમ પગથિયું પોતાના દોષની કબુલાત છે'. એ સિદ્ધાંત અનુસાર અડોલ ૩ ( વજ જેવી હિંમત સાથે નિર્દોષ થવા નિકળેલો આ આત્મા સ્વયંના દોષોનું અપક્ષપાતપણે આ અવલોકન કરે છે અને તે દોષને ટાળવા અર્થે અમલીકરણ પણ કરે છે. કુ. દેવના ગ્રંથનું હું હતે ગહન ચિંતન તથા મંથન ચાલી રહ્યું છે. જે તે વાતનો નિશ્ચય કરવા અર્થે પરિણામના આ Page #37 -------------------------------------------------------------------------- ________________ 28 ( અવલોકનપૂર્વક પ્રયોગ પદ્ધતિથી કાર્ય કરવાનું શરૂ થયું. જુઓ ! કેવી આત્મહિતની સૂઝ આવી એ છે ! અંદરથી જ અનુભવપદ્ધતિથી કાર્ય કરવાની આવી સૂઝ મોક્ષાર્થીને જ આવી શકે. બહારમાં પડ હતો . દેવના ગ્રંથ દ્વારા મળતું માર્ગદર્શન અને અંદરમાં પ્રયોગ પદ્ધતિથી અનેક પ્રકારના પૂર્વગ્રહ ઓ તથા વિપર્યાસો મોળા પડવા લાગ્યા. આમ સતત અપક્ષપાતપણે દોષોનું અવલોકન ચાલતાં જ હતો અંદરમાં જ્ઞાનની નિર્મળતા વધતી ચાલી. (ા (૭) સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ : તારણહાર કે, દેવના આત્મકલ્યાણના હેતુભૂત માર્ગદર્શનનું મૂલ્યાંકન અતિશયપણે વધતું , ચાલ્યું. ઉપકારી શ્રીગુરુની છબીમાં પરમાત્માના દર્શન થતાં તેમના ભૌતિક દેહની છબીમાં મનુષ્યાકૃતિની આકૃતિ ગૌણ થઈને , ભાવાત્મક પરમાત્માના દર્શન થતાં હદય " અશ્રુભિનું થઈ ઊઠે છે. અનંતકાળથી . રઝળપાટ કરતાં આ આત્માને તારવા અર્થે જ જાણે કે આ ગ્રંથની રચના થઈ હોય . તેમ વારંવાર લાગી આવે છે. આમ કુ. દેવને માત્ર એક સપુરુષની નજરે નહીં જોતા એક તારણહાર પરમાત્માની નજરે જોઈ રહે છે. હૃદયમાંથી ધ્વનિ સરી પડે હત છે અહો ! આ પુરુષ આવા વિષમકાળમાં મારે માટે પરમ શાંતિના ધામરૂપ અને કલ્પવૃક્ષ , છે સમાન છે. અહો ! મારે માટે તો આ બીજા શ્રીરામ અને મહાવીર છે. આમ કે. દેવની પ હા ભક્તિમાં લીન થઈને તેમના લક્ષણોનું ચિંતન ચાલે છે અને તેઓશ્રીની મુખાકૃતિનું હૃદયથી , જ અવલોકન કરે છે. અહો ! જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું અને નિર્વાણને અર્થે માન્ય રાખવા એ હો યોગ્ય પરમ રહસ્યને પ્રાપ્ત થાય છે. એક મરણથી બચાવે તેના પ્રત્યેનો ઉપકાર પણ વિસ્મૃત થતો નથી તો પછી જે અનંત જન્મ-મરણથી બચાવે તેના પ્રત્યે શું પરમેશ્વરબુદ્ધિ ન આવે ? અર્થાત્ પરમેશ્વબુદ્ધિ આવે છે, "જ જ. સર્વ શાસ્ત્રોનો અને સર્વ સંતોના હૃદયના મર્મરૂપ બીજની પ્રાપ્તિ થઈ અર્થાત્ પ્રથમ સમકિત " પ્રાપ્ત થયું. આવા પ્રકારના પરિણામોથી જ્ઞાનમાં નિર્મળતા આવવા લાગી, આત્મરુચિ તીવ્ર , જ થતી ગઈ અને અંદરથી આત્માને અનંતકાળમાં નહીં આવેલી તેવી અપૂર્વ જાગૃતિ આવી. > આ જાગૃતિ અપૂર્વ છે એવી ચોક્કસ પ્રકારની પ્રતીતિ આવે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ 29 (૮) અંતર ખોજ : ઉપરોક્ત પ્રકારના નિર્મળ પરિણામોની સાથે-સાથે આત્મરુચિ તીવ્ર થતી જાય છે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસાવશ ઉત્પન્ન વૈરાગ્ય એક નવા તબક્કામાં પ્રવેશ કરે છે. નિજ પરમાત્મસ્વરૂપની અંતર ખોજમાં આ આત્મા એટલો બધો ખોવાયેલો રહે છે કે બહારના વ્યવહારમાં તથા ખાવા-પીવા ઇત્યાદિ નિત્યક્રમમાં ખ્યાલ પણ રહેતો નથી. વૈરાગ્યને કારણે ઉદાસીનતા એટલી બધી આવી ગઈ છે કે જમતી વખતે શું જમે છે ? તેનો ખ્યાલ નથી રહેતો. જમવામાં કઈ વસ્તુ પૂરી થઈ ગઈ છે ? તેનો પણ ખ્યાલ નથી રહેતો. પહેરવશ અને બીજી રહેણી-કરણીમાં એટલી બધી સાદાઈ આવી ગઈ છે કે ઘરના લોકોને એવી દહેશત થાય છે કે આ જૈન ધર્મની દીક્ષા લઈ લેશે કે શું ? અહો ! ધન્ય છે તે ઉદાસીનતાને ! આત્મ સાધના કરવા નીકળેલા આવા આત્માને સંસારમાં શું રુચે ? જેમ હંસને મોતીના ચારામાં જ રસ હોય છે તેમ આવા સાધક આત્માને નિજ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય રસ નથી આવતો. સુખની સહેલી અને અધ્યાત્મની જનેતા જ્યાં છે ત્યાં સત્ય સુખ અને આત્માનુભવ કેટલા દિવસ દૂર રહી શકે ? અર્થાત્ એ તો હવે પ્રગટ થવાના જ છે. (૯) સ્વરૂપ નિશ્ચય : અહો ! જેના આધારે અનંત કાળનું સુખ પ્રાપ્ત થવાનું છે, જેના આધારે અનંત કાળથી ચાલી આવતી જન્મ-મરણની શૃંખલા તૂટવાની છે, જેના આધારે અતૃપ્ત આત્મા પરિતૃપ્તતાને પામવાનો છે એવા નિજ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસાવશ ઉત્પન્ન વૈરાગ્ય તથા ઉદાસીનતાથી આ આસન્ન ભવ્ય જીવના જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે. જ્ઞાનમાં સ્વભાવ તથા વિભાવ જાતિની પરખ કરવાની ક્ષમતા પ્રગટ થઈ છે. સર્વ પ્રકારના વિભાવભાવ આકુળતારૂપ, મલિનતારૂપ અને વિપરીત સ્વરૂપે ભાસે છે. ચાલતા જ્ઞાન સાથે વિભાવભાવની વારંવાર મીંઢવણી ચાલે છે અને આ પ્રકારે મીંઢવણી ચાલતાં જ્ઞાન તદ્દન અનાકૂળ, પવિત્ર અને અવિપરીત સ્વભાવે ભાસે છે. આમ અંતર ખોજ સાથે ચાલતા અવલોકનથી જાતિની પરખ આવવી શરૂ થાય છે. ત્યાં તો, કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સાતિશય વચન યોગને ઉજમાળ કરતો એ ધન્ય દિવસ આવી પહોંચ્યો ! કે જે દિવસે નિજ પરમાત્માનો અંતરંગમાં સ્પષ્ટપણે પત્તો લાગી ગયો. ચાલતા જ્ઞાનના પર્યાયમાં જ્ઞાન સામાન્ય / વેદનના આધારે અખંડ એકરૂપ અનંત જ્ઞાન અને અનંત સુખના સામર્થ્યરૂપ સહજ સ્વરૂપનું ભાવભાસન આવ્યું. લૌકિક સમુદ્રને તો તળિયું હોય છે પરંતુ આ તળિયા વગરના નિજ સુખ સમુદ્રને જોતાં અને અનંત ગુણ રત્નોની નિધિને જોતાં પુરુષાર્થે ઉછાળો માર્યો. નિજ સિદ્ધપદનું સાક્ષાત્ અસ્તિત્વ ગ્રહણ થવાથી નિજ સ્વરૂપનો અપૂર્વ મહિમા ચાલુ થઈ ગયો અને ગુણ નિધાનની અનન્ય રુચિનો ઉછાળો સ્વરૂપ સન્મુખતાના Page #39 -------------------------------------------------------------------------- ________________ 30 પુરુષાર્થપૂર્વક આવવા લાગ્યો. જેના કારણે ઉદયભાવમાં જતો ઉપયોગ વારંવાર છટકી છટકીને આ દેશ સ્વરૂપ ભણી આવવા લાગ્યો. આ પ્રક્રિયા દિન-પ્રતિદિન વેગ પકડે છે. સંગ તથા નિર્વેદ બન્ને પ્રકારના પરિણામના , દેશ અપ્રતિમ જોરના કારણે, સ્વરૂપલક્ષના પરિણામપૂર્વક નિજ પરમાત્મપદની ધૂન ચડી ગઈ અને હું તે પુરુષાર્થનો વેગ ફાટફાટ થવા લાગ્યો. જાણે કે અંદરથી પુરુષાર્થનો બંબો ન ફાટ્યો હોય! આ દેશ અનંત કાળથી સુખને અર્થે બહારમાં ભટકતા ઉપયોગને વિશ્રાંતિનું સ્થાન મળી ગયું. જન્મ- S હત મરણની જટિલ સમસ્યાનો ઉકેલ આવી ગયો. પછી તો વિશ્વની એવી કોઈ શક્તિ નથી કે , જે આવા પુરુષાર્થને રોકી શકે કે ઉપયોગને નિજ પરમાત્માથી અન્ય રાખી શકે. નિજ સ્વરૂપથી જ અન્ય - જુદી નહિ રહી શકવાને કારણે વર્તમાન પર્યાયે સ્વરૂપ સાથે અનન્ય થવા અર્થે પૂરી , ના શક્તિથી પુરુષાર્થ ઉપાડ્યો. S' (૧૦) આત્મસાક્ષાત્કાર : આજ અરસામાં શ્રી દીપચંદજી કાસલીવાલ કૃત ‘અનુભવ પ્રકાશ' ગ્રંથ હાથમાં આવે Sી છે. તેમના લખાયેલા વચન અનુસાર સ્વરૂપ લક્ષ સહિત ભેદજ્ઞાનનો પ્રયોગ ચાલી રહ્યો છે. . આ અનુભવ પ્રકાશ' ગ્રંથના ગહન અભ્યાસપૂર્વકનું રસાસ્વાદન કરી જેમ એક પાણીદાર અશ્વ કે તેના માલિકના એક જ ઇશારાથી પવનવેગે દોડવા લાગે છે તેમ આ પૂર્વ સંસ્કારી આત્માને અંતરંગ પરિણમનમાં અપ્રતિકતભાવે પુરુષાર્થની ધારા શરૂ થઈ ગઈ છે. ૨૧ વર્ષની ઉંમર છે. બહારમાં સાવ સામાન્ય દેખાવ હોવા છતાં અંદરમાં આ આત્માને હું નિજ પરમાત્મ પદનો પત્તો લાગી ગયો છે તે કોઈથી કળી શકાતું નથી. ૧૦૦ રૂ. ના પગારની કે નોકરી કરતા આ આત્માને એમ લાગતું કે હું પરમેશ્વર છું અને ત્રણ લોકનો નાથ છું. 8 હ અંતરંગ પરિણતિ પલટી ગઈ. સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થ પૂર્વક ભેદજ્ઞાન ધારાવાહીરૂપે છે. જ ચાલી રહ્યું છે. - પૂર્વ કર્મ અનુસાર શુભાશુભ ભાવ અને ક્રમશઃ ઉદય પ્રસંગ છે; તે સર્વથી હું જ્ઞાનમયપણે , હોવાને લીધે ભિન્ન છું. તેમ સમભાવે - સ્વને જ્ઞાનરૂપે વેદવાનો પુરુષાર્થ ચાલી રહ્યો છે. આ હ ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે આ પ્રકારનો અભ્યાસ ચાલી રહ્યો છે. જ્ઞાનમાં સ્વ અસ્તિત્વનું ગ્રહણ (ા વેદનથી થતાં ચિસ ઉત્પન્ન થાય છે. આ ચિસ પરિણતિમાં સહેજે જઈને ભળે છે. પરિણતિ " S ઉપયોગને વારંવાર પોતા તરફ ખેંચી લાવે છે. આ પ્રકારના વારંવારના ભેદજ્ઞાનના અભ્યાસથી , નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ ઉત્પન્ન થયો અને આત્માના પ્રદેશ પ્રદેશથી S' સ્વસંવેદનજ્ઞાન અને અપૂર્વ આનંદનો અનુભવ થયો. જન્મ-મરણની શૃંખલા તૂટી ગઈ, , પરિણતિમાં આનંદના પૂર ઉમટ્યા અને અનાદિકાળથી કર્તુત્વના બોજ નીચે દબાયેલી પરિણતિ માં Page #40 -------------------------------------------------------------------------- ________________ | 31 - મુક્તતાનો અનુભવ કરવા લાગી. અનુપમ અમૃત આસ્વાદથી પરિણતિ તૃપ્ત થઈ. અહો ! ધન્ય છે આ અજોડ પુરુષાર્થને ! ધન્ય છે આ પવિત્ર સાધનાને ! (૧૧) યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી તથા અન્ય ધર્માત્માઓનો સમાગમ : સુવર્ણપુરી - સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા ઉપદિષ્ટ પ્રવચનોનું સંકલન S કરતા માસિક ‘આત્મધર્મ ના ૪-૫ અંકો એક મુમુક્ષુ ભાઈ પાસેથી મળતાં તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો સાંભળવાનો પ્રથમ પ્રસંગ > બને છે ત્યારે સાથે રહેલા મુમુક્ષુ દ્વારા તેમની વૈશ્નવ તરીકેની ઓળખાણ આપવામાં આવે છે. આ સાંભળી પૂ. ગુરુદેવશ્રી બોલ્યા અહીંયા તો અમારે કોઈ જૈન કે વૈશ્નવ નથી. અમારી આ દૃષ્ટિમાં તો બધા જ આત્માઓ છે' તેઓશ્રીના સમદૃષ્ટિભર્યા વચનોથી આકર્ષણ થયું અને હું ત્યાર પછી તો અવાર-નવાર પૂ. ગુરુદેવશ્રીને સાંભળવાનો પ્રસંગ ચાલુ રહ્યો. પ્રથમ ૪-૫ - પ્રવચનો પરીક્ષાદૃષ્ટિ અને ચિકિત્સાવૃત્તિથી સાંભળીને એવા નિર્ણય પર આવ્યા કે આ તો હો કોહિનુર હીરો છે. તેઓશ્રીને આત્મજ્ઞાની તરીકે સ્વીકારીને વધુમાં વધુ સત્સંગ મળે એવી ભાવના રહે છે. પૂ. ગુરુદેવશ્રીનો જિનમાર્ગ પ્રભાવનાનો ઉદય જોઈને માર્ગ પ્રભાવના માટે હા અભિપ્રાયપૂર્વક એવા ભાવ થાય છે કે આ અલૌકિક જગત હિતકારક માર્ગની પ્રભાવના જ થતી હોય તો તે પ્રભાવના પેટે પાટા બાંધીને પણ કરવી હા જોઈએ. જુઓ ! કેવી અદ્ભુત માર્ગ ભક્તિ પ્રગટ થઈ હા પૂ. ગુરુદેવશ્રી સાથે આત્મીયતા વધી ગઈ છે અને જા સ્વયંની પરિણતિના રસનું પોષણ થતું હોવાને કારણે તેઓશ્રીની સાથે અવાર-નવાર એકાંતમાં ચર્ચાનો પ્રસંગ બને છે. બે જ્ઞાની પુરુષોની જ્ઞાનગોષ્ઠી કેવી હશે !! જાહેર S: પ્રવચનમાં વારંવાર થતું પ્રેમાળ સંબોધન, ખાસ સૂક્ષ્મ વિષય 'જ ચાલે ત્યારે એક-બીજાનું સ્મરણ એક અદ્વિતીય પ્રેમને સૂચવે > છે. એક પ્રભાવશાળી પુરુષના પ્રેમ સાન્નિધ્યમાં રહેવાનો | | પરમ પ્રેમપૂર્ણ સાન્નિધ્ય આ સુદીર્ઘ કાલીન યોગ પ્રાપ્ત થવાથી સોનામાં સુગંધ ભળવા જેવું બન્યું. છે પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીની દિવ્ય વાણીનો પ્રથમ ચમત્કારિક સ્પર્શ થતાં જ જેમને હું તે વિશ્વની ઉત્તમોત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ એવા પુરુષાર્થમૂર્તિ પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના Page #41 -------------------------------------------------------------------------- ________________ | 32, આ સમાગમમાં આવવાનું બને છે. પાંચ વર્ષ સુધી સતત તેઓશ્રીના પરિચયમાં રહે છે તે વખતે જ - તેઓશ્રીની ઉગ્ર અધ્યાત્મ પરિણતિના નિકટતાથી દર્શન કરે છે. તે જોઈને તેમના પોતાના તે પરિણામો વિશેષ બળવાન થાય છે. આ દૃષ્ટિકોણથી તેમનો અસીમ ઉપકાર ભાસે છે. પૂ. એ સોગાનીજીની ચિરવિદાય બાદ તેઓશ્રીના પત્રો અને તત્ત્વચર્ચાનું સંકલન કરી દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ આ હો જેવા અધ્યાત્મના ઉચ્ચ કોટિના ગ્રંથનું પ્રકાશન કરે છે. આ રીતે, પૂ. સોગાનીજી જેવા એકાવતારી, , જ અદ્વિતિય મહાપુરુષના અક્ષરદેહ દ્વારા તેમની તીવ્ર જ્ઞાનદશાના મુમુક્ષુ સમાજને દર્શન કરાવી છે હા મુમુક્ષુ સમાજ ઉપર ઉપકાર કરે છે. ૧ પૂ. ગુરુદેવશ્રીની સભાના ધર્મશોભારૂપ પૂ. બહેનશ્રીના સાન્નિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પં હ પણ સંપ્રાપ્ત થયું. પૂ. બહેનશ્રી પ્રત્યે સેવા, ભક્તિ તથા સમર્પણનો અપૂર્વ લાભ પણ તેઓશ્રીને , ના પ્રાપ્ત થયો. આમ આવા દુષમકાળમાં જ્યાં એક ધર્માત્મા મળવા પણ દુર્લભ છે ત્યાં ૩- ૫ હા ૩ મહાપુરુષનો સમાગમ એ કોઈ અલૌકિક ભાવનાનું ફળ છે. આમ સમગ્ર જીવન પ્રગાઢ જા સત્સંગ યુક્ત બન્યું. S (૧૨) પ્રભાવના યોગ : આ પૂ. ગુરુદેવશ્રીના પ્રભાવના યોગને જોઈને સ્વયંને પ્રભાવના કરવા સંબંધી જે ભાવના છે. - હતી તેને સર્વપ્રકારે તેઓશ્રીએ સાકાર કરી. જેમાં મુખ્યતઃ શ્રી સીમંધર સ્વામી જિનમંદિરહવે ભાવનગર, શ્રી પરમાગમ મંદિર–સોનગઢ, શ્રી નંદિશ્વર જિનાલય-સોનગઢ જેવા જિનમંદિરોનાં - નિર્માણ કાર્યમાં ગુપ્ત રહી અપૂર્વ ભક્તિ પૂર્વક સમર્પણ કર્યું. તઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની હો ભાવિ પર્યાય - સૂર્યકીર્તિ ભગવાનની સ્થાપના ગામે-ગામ કરાવીને પૂ. બહેનશ્રીની ભાવનાને કે મૂર્તિમંત સ્વરૂપ આપ્યું. | વળી, તેઓશ્રીની પ્રેરણાથી પૂ. ગુરુદેવશ્રીની સંમતિપૂર્વક શાસ્ત્ર પ્રકાશનાર્થે શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટની સ્થાપના થઈ. જેમાં પ લાખો ગ્રંથ પ્રકાશિત થયા અને વર્તમાનમાં પણ છે. પ્રકાશિત થઈ રહ્યાં છે. વળી, તેઓશ્રીએ વિવિધ આચાર્યો અને , જ્ઞાનીઓ દ્વારા લિખિત સો.એક શાસ્ત્રો જેવા કે શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી પરમાત્મપ્રકાશ, શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રી )" સમયસાર કળશટીકા, શ્રી અનુભવપ્રકાશ, શ્રી પ્રવચનામૃત પીરસતા પૂ. ભાઈશ્રી | અષ્ટપાહુડ, શ્રી પંચાધ્યાયી, શ્રી ચિવિલાસ, શ્રી Page #42 -------------------------------------------------------------------------- ________________ 33 સમ્યકજ્ઞાન દીપિકા, શ્રી નાટક સમયસાર, શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત અને પુરાણો ઇત્યાદિકનો છે ૌ ગહન અભ્યાસ કરી તેના રહસ્યને તથા હાર્દને સ્વયંની મૌલિક અને સરળ શૈલીથી પ્રવચનો હ તે દ્વારા મુમુક્ષુઓને અમૃતપાન કરાવ્યું. નિષ્કારણ કરુણાથી ૩૫ વર્ષ તેઓશ્રીએ સમયસાર, . શ પ્રવચનસાર, અષ્ટપાહુડ, કળશટીકા, શ્રીમદ્ રાજચંદ્ર, અનુભવ પ્રકાશ, ચિદ્વિલાસ, બહેનશ્રીના હૈ હાં વચનામૃત, ગુરુદેવશ્રીના વચનામૃત, પરમાગમસાર, સ્વાનુભૂતિદર્શન, ઇત્યાદિક અનેક ગ્રંથો પર મા શ જાહેર સ્વાધ્યાય આપ્યો. આ સ્વાધ્યાયમાં માર્ગની વિધિ, ભેદજ્ઞાન, સપુરુષ અને સત્સંગનું ( માહાભ્ય, સપુરુષ પ્રત્યેની ભક્તિ, ભાવના ઇત્યાદિ અનેક વિષયો ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો. આ જ તéપરાંત સાતિશય જ્ઞાનયોગ તથા વચનયોગના પ્રતાપે મુમુક્ષુ જીવોને વર્તમાન ભૂમિકાથી માં હ આગળ વધી મોક્ષમાર્ગ પર્યત પહોંચવાના ક્રમનું, સ્વયંની મૌલિક શૈલીમાં સુવ્યવસ્થિત પ્રતિપાદન છે જા કરીને સમસ્ત મુમુક્ષુ જગત ઉપર અવિસ્મરણિય ઉપકાર કર્યો છે. વર્તમાનમાં જેની ૪૫૦૦ એ હત ડીયો કેસેટો ભાવનગરમાં ઉપલબ્ધ છે. ભારતમાં તેમજ વિદેશમાં પણ જિનમાર્ગની ના પ્રભાવનાનું કાર્ય તેઓશ્રી કરેલ છે. હા તદ્દપરાંત, સ્વયંની અનોખી પ્રાયોગિક શૈલીમાં નિદ્ભુત દર્શનની કેડી', પ્રયોજન સિદ્ધિ', , ‘તત્ત્વાનુશીલન ભાગ-૧-૨-૩', “મુમુક્ષતા આરોહણ ક્રમ', સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત > છ પદનો . અમૃત પત્ર', પરિભ્રમણના પ્રત્યાખ્યાન', “આત્મયોગી અને અનુભવ સંજીવની ' કે જેમાં સ્વયંના અંતર મંથનમાંથી સ્ફરિત વચનામૃતોની સમર્થ રચના દ્વારા જન્મ-મરણની જટિલ સમસ્યાને હલ કરવા અતિ ઉપકારી માર્ગદર્શન આપ્યું છે. વળી, તેઓશ્રીએ ‘જ્ઞાનામૃત', તે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’, ‘પરમાગમસાર', પથ પ્રકાશ’, ‘ભગવાન આત્મા’, ‘વિધિ વિજ્ઞાન, બીજું ૌ કાંઈ શોધમાં, ધન્ય આરાધના’, ‘અધ્યાત્મ પરાગ, નિપા સાક્ષvi સળં, ઇત્યાદિ અનેક આ ગ્રંથોને સંકલન તથા વિવેચનરૂપે પ્રકાશિત કર્યા. અધ્યાત્મમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પંચ પરમાગમ તથા અન્ય પરમાગમો હા ઉપરના વિશિષ્ટ પ્રવચનો ધ્વનિમુદ્રિત કેસેટો ઉપરથી અક્ષરશઃ પુસ્તકાકારરૂપે પ્રકાશિત થાય છે જ તેવી તેઓશ્રીની વિચારધારા અને ભાવનાના ફળસ્વરૂપે પ્રવચન રત્નાકર' ભાગ ૧ થી ૧૧ S હો પ્રકાશિત કરવામાં તેઓશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન તથા યોગદાન રહ્યું છે. ( તઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સાધનાના દોહનના ફળસ્વરૂપ, માખણ સ્વરૂપ હા ૧૪૩ પ્રવચનો પ્રકાશિત થવામાં વિલંબ થયો હોવા છતાં તેઓશ્રીના નિર્દેશન તળે પ્રવચન (ા નવનીત' ભાગ ૧-૨-૩ પ્રકાશિત થયા અને ટુંક સમયમાં ભાગ ૪ પણ પ્રકાશિત થશે. પૂ. ) હા ગુરુદેવશ્રીના અન્ય પરમાગમો ઉપરના પ્રવચનો પ્રકાશિત થાય તેવી તેઓશ્રીની ભાવના હતી , તા અને તે પણ ક્રમશઃ પ્રકાશિત કરવામાં આવશે. Page #43 -------------------------------------------------------------------------- ________________ 34 (૧૩) શ્રુત ભક્તિ : મહાન દિગંબર આચાર્યો રચિત અનેક પ્રાચીન પરમાગમો જે ઉપલબ્ધ નથી તેની શોધ અર્થે શ્રી કુંદકુંદ કહાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ નામક ટ્રસ્ટમાં તેઓશ્રીએ તામિલનાડુ તથા કર્ણાટક પ્રાંતમાં શાસ્ત્રની શોધ ચલાવેલ. જર્મન યુનિવર્સિટી સાથે આ પ્રાચીન શાસ્ત્રપ્રાચીન તાડપત્રીનું નિરીક્ષણ કરી રહ્યાં છે શોધ અર્થે પ્રયાસ કરી રહ્યાં હતા. તેમજ ઇંગ્લેન્ડ, (મૂડબિદ્રી-વર્ષ-૧૯૯૭) ફ્રાંસ, જર્મની વગેરે સ્થળોની પ્રસિદ્ધ લાયબ્રેરીઓની મુલાકાત પણ લીધેલ. ભારતમાં આવેલી અન્ય સંસ્થાઓ સાથે મળીને પણ આ પ્રાચીન શાસ્ત્ર શોધનું કાર્ય કરી રહ્યાં હતા અને વર્તમાનમાં પણ તેઓશ્રીની ભાવના અનુસાર આ કાર્ય ચાલી રહ્યું છે. શ્રી સમ્રુત પ્રભાવના ટ્રસ્ટ'માં હિન્દી તથા ગુજરાતીમાં પ્રકાશિત થતી માસિક આધ્યાત્મિક પત્રિકા સ્વાનુભૂતિપ્રકાશ'ને અપૂર્વ નિર્દેશન આપી રહ્યાં હતાં. આ પત્રિકા દ્વારા સમાજ પર્યંત અધ્યાત્મ તત્ત્વ પહોંચે તેવી ભાવનાથી આ પત્રિકાનું નિઃશુલ્ક વિતરણ પણ તેઓશ્રીના અનુગ્રહથી ચાલી રહ્યું છે. (૧૪) મહાપ્રયાણ : તા.૨૧-૩-૯૯, ચૈત્ર સુદ ચોથ, રોજીંદા ક્રમ પ્રમાણે સાંજના સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો. કુદરતની કોઈ અકળ ગતિ આવી પહોંચી. રાત્રિના ૧:૩૦ વાગે હૃદયમાં દુખાવો શરૂ થયો. વેદના વધતી જતી હતી તેમ છતાં કોઈ અણસાર આવવા દીધો નહીં. પોતે પોતાના પુરુષાર્થમાં લાગેલા રહ્યાં. તેમના નાના દિકરા પંકજભાઈ સાથે પૂ. બહેનશ્રીની તથા પૂ. ગુરુદેવશ્રીની વાતો કરવા લાગ્યા. અંદરમાં આત્મસ્વરૂપ પ્રત્યેની પુરુષાર્થની ભીંસ વધતી ગઈ, બહારમાં ઉપકારી શ્રી ગુરુના સ્મરણો વાગોળતા ગયા. અશાતા વેદની ગૌણ થઈ ગઈ અને આત્મિક પુરુષાર્થ બળ પકડવા લાગ્યો. ડૉક્ટરોની સૂચના પ્રમાણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં ગયા ત્યારે શારીરિક પરિસ્થિતિ કાંઈક વધારે કથળી અને અંતરમાં અણસાર આવી ગયો કે હવે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છૂટવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેથી પોતે તીવ્ર વેદના હોવા છતાં ધ્યાનમાં બેસી ગયા. આજીવન સાધેલી અખંડ આત્મ સાધના છેલ્લી ઘડીએ આવિર્ભૂત થઈ. અશાતા વેદનીને અત્યંત ગૌણ કરી, ઉપેક્ષા કરી ઉપયોગે અંતર્મુખ થવાનો પુરુષાર્થ આદર્યો. સામાન્ય જ્ઞાનવેદન આવિર્ભૂત થઈ પ્રદેશે-પ્રદેશે Page #44 -------------------------------------------------------------------------- ________________ 35 ( સ્વસંવેદનનું રસાસ્વાદન થયું, પુરુષાર્થે ભીંસ લગાવી નિજ સ્વરૂપનું અવલંબન લીધું, ઉપયોગ કરો - સર્વથી છૂટો પડી નિજ સ્વરૂપમાં રમવા લાગ્યો. અનંતા કર્મોની નિર્જરા થઈ. બહારમાં ડૉક્ટરો હું હત એમનું કામ કરતા રહ્યાં, મુમુક્ષુઓ અસહાય બની સ્વયંના વ્હાલા શ્રીગુરુની સ્થિતિ જોતા . કે રહ્યાં અને પંચમકાળ પોતાનું કામ કરતો રહ્યો. દેહ અને આત્મા જુદા છે તેનો પ્રત્યક્ષ અનુભવ પર ડાં કરી પોતે જીવન સફળ બનાવ્યું. ચૈત્ર સુદ-૫, તા.૨૨-૩-૯૯, પરોઢીયે ૪:૧૫ કલાકે એક કે ભવ ઓછો કર્યો અને ધ્યેયની સમીપ પહોંચ્યા. ન જોઈતી, નહિ ઇચ્છલી પરિસ્થિતિ આવીને ખડી થઈ . ગઈ. અંદરમાં દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ " અને બહારમાં પણ દેહ અને આત્માની ભિન્નતાની છે. વાસ્તવિકતા ખડી થઈ ગઈ. | મુમુક્ષુઓના જીવન આધાર, મુમુક્ષુઓને નિઃસહાય, અનાથ મુકીને ચાલ્યા ગયા. શું કુદરતને આ પરિસ્થિતિ મંજુર નથી કે આવા દિવ્ય પુરુષો શાશ્વત આ ધરાતલ પર બિરાજમાન રહે ? શું કુદરત આટલી હદે નિષ્ફર થઈ શકે છે ? શું કાળને કોઈપણ પ્રકારની દયા ન આવી અને સર્વ મુમુક્ષુઓના વ્હાલસોયા પરમેશ્વરને છીનવી લીધા ? આવા-આવા અનેક પ્રશ્નોના અસમાધાન વચ્ચે મુમુક્ષુઓ ચોધાર આંસુએ જોતા રહ્યા. એક વિરાટ વ્યક્તિત્વનો વિયોગ - મુમુક્ષુઓ માટે એક વજપાત સમાન નિવડ્યો. મુમુક્ષુઓ અવાચક નેત્રોથી છે સ્વયંના શ્રીગુરુની વસમી વિદાય જોઈ રહ્યાં. દૂર-દૂર સુધી ફેલાયેલી અમાપ ક્ષિતિજોમાં સ્વયંની હતું આમા ફેલાવી આ વિશ્વવિભૂતિનું મહાપ્રયાણ થયું. - ઉપકૃત મુમુક્ષુવૃંદ Page #45 -------------------------------------------------------------------------- ________________ 36 હું જ્ઞાનમાત્ર છું. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તથ્યાન મહી; પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે. પાવન મધુર અદ્ભુત અહો ! ગુરુવદનથી અમૃત ઝર્યાં, શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી નિત્યે અહો ! ચિદ્રસ ભર્યાં. ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યાં, ગુણમૂર્તિના ગુણગણતણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં. હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે. સહજાત્મસ્વરૂપ સર્વજ્ઞદેવ પરમગુરુ Page #46 --------------------------------------------------------------------------  Page #47 -------------------------------------------------------------------------- ________________ અગાધ મંથનના સારરૂપ સંજીવનીનું મંગલ દર્શન (પૂ. ભાઈશ્રી શશીભાઈના મંગલ હસ્તાક્ષરોમાં) વહેતી સંજીવની ધારા.. Page #48 -------------------------------------------------------------------------- ________________ ( LeLatALE ". लोयोन सपने पूभन्ग म नुस् प्ये ए शुभ सोय-शुला - यण डं- - 04 - या अनन्यनी स्पर्शती, मास्याने पेयं-- प्रसा प्रसंगमस्यासमा योमछले सानपपायो सभा -"भत्सा " सुशन पान Herni तो नg__ मात्-लायन्स. ९२५40 2 2 ५८५. __sirha 24३५ - टुंडईयण मसातत्यधुनिए पैतन्य छु निशब-निम्पदृष्य छु Eent 121.६ - 243५ -tiarjupreg. ईदयुम्दानुभूतिस्पर पछु सम्पाद, रीछ, परम परित्र . परिपारस्पध्ययी खु. Sar Mex 2030xi GLADEg. हुँनिक माम पर एन च्याप्य व्यापड मायतन्मया (छ. Page #49 --------------------------------------------------------------------------  Page #50 -------------------------------------------------------------------------- ________________ July '91 3 મોતી પણ તો સામન્ય મનુષ્ય 40 ઇતું ની. સં ઈશુધ્ધિની MON -ઉપાસના, મન સમતિ દુત અÍજ લી/ધ્યેય શ -રાખનારને પ્રત્યે ખાળ વધતા બખત અગ્નિ પરિhniq પ્રસાર ' પડે છે. અાવા વય તિ અને પ્રિય જનાના અભિપ્રાય - ૨ પાશાને પ્રતિકુળહોય. તેની યાદ અહા હોવી- L -અજુગતી તાત માñિત ન વી — તોડી લયજ જે ત અને વૃતિ તમુત્યુમુના રતાત્વિક-ખોખું--- અનાદ અધડ઼ન હીન માર્ગ 4ના જે તે તાવળ પ ન ન્યાલ અને પ્રદ ઝુઝવું પણ ન f =ણ હવન ધ. આવા નિજતિના માર્ગ સાથે સમસ્ત જીવાના હુ ધ્યાન કરી ભાવના થી અધનાકાળ . તે ભાવના ઇંત લોકે મન-મલા વિભ અદપરૂર સાથ રચન દળવવાની પાળતા અને ધીજ નજભાવો દેહ ખલીત છે. કાર્યની શંભારતા હોવા ધરો ધો પણ ન ચાલે. સુન્ન4 ધાન તા – 4, -1080 ને જવાના સૂર્ય આત્મ – આખરની, મુતીનો થઈ જાય તો તોપણ ૧૨૧૪. જીવ મુના કુચી જતાં ટુકન જોવે છે, તો દેાત થઈ અન્ય ભાવમાં ૨હેવાના પ્રચારરૂપ ન થવા ઘટે, જેથી પ્રમગતિ અવશ્યર આવે. છેવટ અન્ના ભાળ સુકન છે. સાર પ્રાપ્ત થાય તેટલા શુકન Page #51 -------------------------------------------------------------------------- ________________ hihihih . Page #52 -------------------------------------------------------------------------- ________________ એના નામ - 5 દે જીવ! ત્રિલોકનાથ જેનપરમેશ્વરની પ્રદન નિધિ હાથ લાગી છે, જેનાથી શાશ્વત ફયાણનો ઉપાય અજમાનામાં પ્રાપ્ત થઈ, અત્યારે જ પરમ શાંતિનો અનુભવ થાય તેમ છે, તો પછી કયા કારણથી તેની ઉપેક્ષા થાય -કુરાય? Sunday 24 સર્વે ઉદ્યમથી જિનાજા ઉપરાય છે. સ્વયંપ્રભુ આનંદઘન છે, નિર્વિકલ્પ આનંદધન છે સઈજ બેહદ સત્ય છે, અત્યંત પ્રત્યન છું. તેવટે હું સ્વયંવદન ૨૨ ઇ. અગાધ : અમૃતરમાં નિમ-1 છે. તેવા ખંતઃ તત્વ હોવાથી સંપૂર્ણ અંતર્મુખ હું પહેં | વાપી સર્વ નિહબ નિરપેક્ષ છે. ૧૫ : - –૧૧૫૩. હોઈ ૦ કુટુંબ-તિબંધમિથ્યાત્વને દઢ કરે છે. જેથ-2પ્ત૨- નિષ્ફળ જાય છે. સંતાના ચાહક જીવ કુટુંબની. ચાઈના સૂકવી ધટે છે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાવાળાજીવનું કાયમી પ2િ9 - દુતિ ના કાપડ ખા મહદઅતિ-યામ નજત ઈવા થી, તે અભ્યાસ નિષ્ફળ જાય છે. બદરમાં ૧૪૦૫ખા દિ થી નિવૃત્તિ. બઈ, ૫ વાજીવ ધર્મવૃતિ કરે છે, આ ધી -એક બાજુ સુંદર હોવા છતાં, બાજી આજુ હ બ પ્રતિબંધક પાન પાસે, ધર્મ પ્રવૃતિ ના ધાસના મુળા ને ચાલી જય છે, અને અંધ જનની મા ફકજી પર તેની કોઈ. ખબ . evસતી નળ !! કુટુંબી ઓ પ્રત્યે પોતાપ ---ને તે કુટુંબ પ્રતિબંધ છે. સંસા૨માં તે સાવ સાધારd ૮RA) થઈ ગયેલ છે, જે તેની ભયંક્રતા નો જરા હાલ તત્વતા અત્યા૨ જી વને..e .---- • આ વતન ! સ્વ વ ના આ ભા૨મ, જીવ વચન બુદ્દે એ ઉક્ત કાચ, દુર્બe મનુષ્ય સંઘ મિકતને ટલ્લા નાજ મળે છે.!!! -૦,અંડ મૃત્યુન-પ્રર થી બચવા માટે જીવ હોઈ વિમત ચુકવવા તૈયાર થાય છે. - પરંતુ અનંત જન્મમ૨થી ઘટવા માટે નજીવા બહના હવે તે અનંતી વિપરીતતા ની? ખરેખર ૮ ઇમાનદારીથી) જે ઘટતું હોય તેને આખું જાત-સૌણ થઈ જાય; અને આત્મહિત જ મુખ્ય કાય:- કાનોકામી હોય તે ઘડવાની કોઈ તકની '-- . . . . . - ૧૨,૩૩, - Page #53 -------------------------------------------------------------------------- ________________ رایا Page #54 --------------------------------------------------------------------------  Page #55 -------------------------------------------------------------------------- ________________ સ હ જ ચિ દા નં દ . પાન માત્ર તિવિકલ્પ સ્પરૂપના અવલંબનના 3 ખાઉં यक्षता-पिनो -:-मन्मपलासे, ૦ ૧ અંતર્મુખ સ્વભાવની લાલન કોગ્નિ -કૃતિને નિ - છે બાકૃતિ જે ઉર્જન થાય છે. - જી. પાભિ તત્વની ભાવના, સ્ત્રીના અરવંશપબુનો Tદરી-અન્યને રોકે છે. : કરી-કન્યન-રો - - - - - - - Tી . -- ' અા 64 kતાં જિતનો આરિભાવ પાક છે. - આ ) ', -- — 0 સુખની તોતિ, ૩.ઈંટak_અને_ઉટસીનતાને છે જીરું ઉતારે છે , - ——ક રૂY Zત ફરkhક્ટો ઉધco. - Fox.૨૪ શાંત સુધી શાંતિ સ્કુળતાને કરે - છે. અલ નિજ સ્વરૂટની ખેત એejતા ને ' ઉ 'ખ : / | _ ૧૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ નમઃ સિદ્ધભ્ય ૫નુભવ સંજીની પૂ. ભાઈશ્રીના અગાધ મંથનમાંથી વહેલી ચિંતન કણિકાઓ) મે-૧૯૮૫ મુમુક્ષુજીને પોતાનું યોગ્યપણું થાય તેની વિચારણા કરવી–જેનું મુખ્ય સાધન આત્મલક્ષ પૂર્વક સત્સંગ છે. (૧) સમાધિમરણ સમાધિ જીવનને લઈને થાય છે. જેને સમાધિમરણ થાય છે તેને ભવાંતરમાં સમાધિ જીવન પ્રાપ્ત થાય / હોય છે. . તે નિશંક છે. (૨) આત્મસ / જ્ઞાનરસના અભાવમાં પુન્યનો રસ અથવા ક્ષયોપશમનો રસ તીવ્ર થયા વિના રહેતો નથી; જે પાપાનુબંધી પરિણામો છે, તેથી - જ્ઞાની પુણ્યોદય / પ્રશસ્તભાવો (અનુકૂળતા) - લયોપશમાદિ પ્રત્યે ઉદાસ છે અને પ્રતિકૂળતામાં પુરુષાર્થ સહજ વધારે છે . વધે છે. (૩) દેહાત્મબુદ્ધિ તીવ્ર થતાં ચિંતાને લીધે જ્યોતિષાદિ પ્રત્યે જીવ વળે છે. તે આત્મભાવના વિરૂદ્ધ છે. આત્માર્થીને દેહાદિ સંયોગની એવી ચિંતા હોય નહિ કે જેથી આત્મભાવનાનો નાશ થાય. (૪) Vઆત્માને અહિતરૂપ ભાવો થતાં, ગભરાટ થાય તે પાત્રતાનું લક્ષણ છે. (૫) (તત્ત્વદૃષ્ટિના અભાવમાં જગતની રચના, જીવને મૂંઝવણ, આકુળતા અને અસમાધાન થાય અથવા અસત્યનો આગ્રહ થાય–તેવી છે. (૬) અનંતકાળથી સ્વરૂપનો સ્વભાવનો પરિચય ન હોવાથી વિભાવ સહજ થઈ ગયો છે. તેથી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨ અનુભવ સંજીવની સુદીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું’ સેવન થતાં, ‘વિભાવની સાધારણતા' ટળે અને સ્વરૂપની સાવધાની આવે. (શ્રીમદ્ભુ) (૭) * - કોઈપણ ઉદય–પ્રસંગમાં તીવ્ર ૨સે કરીને ન પ્રવર્તાય અથવા વધારે ચિંતાપૂર્વક ન પ્રવર્તાય, તેમ કરવું અથવા થવું તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. તે ત્યારે જ થઈ શકે કે સર્વ ઉદયપ્રસંગો આત્માથી સૌ હીન / ભિન્ન નિશ્ચિત થયા હોય—અને તેની કિંમત અભિપ્રાયમાંથી ગઈ હોય—નહિ તો ઉદયભાવનો રસ ઉપજ્યા વિના રહેતો નથી; કે જે આત્મરસનો પ્રતિબંધક છે. - વિભાવ ૨સ સ્વભાવરસને ઉપજવા દેતો નથી. (૮) * શાસ્ત્રની ધારણારૂપ જ્ઞાનથી હીત સધાતું નથી, અનુભવ-જ્ઞાનથી હિત સધાય છે. (૯) તીવ્ર રસે કરીને પરમાં સ્વ–પણું થઈ જાય, ત્યારે પાત્રજીવને’ ગભરાટ ઉત્પન્ન થઈ આવે છે. જેમ બહુ મોટો ગુન્હો / નુકસાન થતાં ગભરાટ થાય તેમ. (૧૦) ભેદજ્ઞાનની વિધિ : પૂર્વકર્મ અનુસાર શુભાશુભ ભાવ અને ક્રમશઃ ઉદય પ્રસંગ છે; તે સર્વથી હું જ્ઞાનમયપણે હોવાને લીધે ભિન્ન છું. - તેમ સમભાવે સ્વને જ્ઞાનરૂપે વેદવું'. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે આ પ્રકારે અભ્યાસવા યોગ્ય છે. જ્ઞાનથી / સ્વથી રાગનું ભિન્નપણું અનુભવવામાં / થવામાં, જ્ઞાનથી જ્ઞાનનું / સ્વનું એકત્વ થવું તે મુખ્ય છે. જ્ઞાનમાં સ્વ અસ્તિત્વનું ગ્રહણ - વેદનથી થતાં ચિદ્રસ ઉત્પન્ન થાય. સહેજે આ ચિદ્રસ પરિણતિમાં જઈને ભળે છે. જ્યાં જ્ઞાનગુણ છે, ત્યાં અનંત ગુણ છે. જ્યાં જ્યાં જ્ઞાન પર્યાય છે, ત્યાં અનંતગુણની પર્યાય છે. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલ છે. ત્યાં ‘માત્રજ્ઞાન’ માં - ‘જ્ઞાનમાત્ર’ હું પણાના વેદનમાં વિભાવનો અભાવ લક્ષિત થાય છે. રાગાદિથી જ્ઞાનની . પોતાની ભિન્નતા વેદનથી અનુભવવાનો પ્રયાસ / અભ્યાસ વારંવાર ઉક્ત પ્રકારે કરવા યોગ્ય છે. (૧૧) ‘હું જ્ઞાનમાત્ર છું’ તેવા ભાવે અંતર્ સાવધાની છે. તેમ સાવધાની થતાં અન્ય ભાવ સહજ રોકાય. જ્ઞાનદશામાં - જ્ઞાનચેતનામાં નિરંતર આવી નિર્વિકલ્પ જાગૃતિ છે; તેવી દશા થવાને અર્થે મુમુક્ષુજીવને પણ સવિકલ્પ જાગૃતિ ઉત્પન્ન હોય છે. સંક્ષેપમાં આ જાગૃતિ તે જ વાસ્તવિક મુમુક્ષુતા છે. સત્પુરુષના યોગે તે સહજપણે ઉત્પન્ન થવા યોગ્ય છે. (૧૨) * Page #58 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની / ઉદય અને ઉદયભાવમાં જીવ ઓતપ્રોત | તન્મય રહ્યા કરે છે . અત્યંત મમત્વ કરે છે. ત્યાં જાગૃતિનો અભાવ વર્તે છે. (૧૩) મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળદશાઓ પ્રાપ્ત થવી તે તો તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે. - શ્રીમજી. પ્રતિકૂળતા સમયે આત્મહિત પ્રત્યે ચિત્ત વળે, તે પાત્રતાનું લક્ષણ છે. (૧૪) છે જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, તેવા મુમુક્ષુજીવે વ્યવહારમાં - ઉદયપ્રસંગોમાં પણ, આરંભપરિગ્રહ અને અનીતિ વગેરેથી દૂર થવા સતત પ્રયત્નવાન રહેવું ઘટે છે. જેથી બોધ પ્રાપ્તિનો પ્રતિબંધક રસ વધે નહિ, અર્થાત્ ઉપદેશાદિનું નિષ્ફળપણું ન થાય. જ્ઞાનની બીજભૂત - ભૂમિકામાં, ઉદય - પ્રત્યે નીરસભાવ, સરળતાદિ થાય છે. જેથી સિદ્ધાંત જ્ઞાન પરિણમવું સંભવિત થાય. ઉદય - પ્રસંગમાં રસ ન આવે, જાગૃતિને લીધે તે જ આ ભૂમિકાના વેરાગ્ય અને ઉપશમ છે. ઉદયપ્રસંગોમાં રસ તો જ ન આવે, જો અંતર સુવિચારણા કરીને સંસારીક પ્રસંગોનું મહાભ્ય ન આવે | ન રહે . સ્વભાવના મહાભ્યને લીધે. (૧૫) વિભાવરસ જ ચિત્તને મલિન કરે છે. કે જેથી સત્પુરુષોના વચનોનો યથા યોગ્ય વિચાર થઈ શકતો નથી. આત્મરસ- ચિસ ઉત્પન્ન થતાં ચિત્ત વિશુધ્ધિ છે કે જેથી મહાપુરુષોના વચનોનો ભાવ યથાતથ્ય ભાસે છે. જે વચનોનો આધાર અનંતગુણનિધાન એવું પરમ સત્ છે તેને નમસ્કાર હો !! (૧૬) સમ્યક્ શ્રદ્ધાન એ નિર્મલ આત્મ પરિણામ છે કે જે સંયમની વૃદ્ધિનું કારણ છે. - શ્રીમદ્જી. . (૧૭) પરમ પવિત્ર પરમાત્માના અંતર અવલંબનમાં શુદ્ધ આત્મ સ્થિતિ હોય છે . થાય છે. તેવા મહાત્માને બાહ્ય અવલંબનમાં પારમાર્થિક શ્રુત અને ઈન્દ્રિય જય / વૃત્તિજય સુદઢપણે ઉપાસવામાં આવે છે. - શ્રીમજી (૧૮) / મંદ પુરુષાર્થ–પરિણામ કાળે, મહાપુરુષોનું અભુત આચરણ સ્મરણમાં લેવું યોગ્ય છે. - જેથી સહજ મંદ પરિણામ મટે – અને વિહ્વાસ વધે. (૧૯) Page #59 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની નિવૃત્તિમાં નિજહિતના ઉપયોગ (સાવધાની | લક્ષ) પૂર્વક સ–શ્રુતના અધ્યયન દ્વારા આત્મભાવને પોષવો. (૨૦) જીવને અનાદિથી વિષય - તૃષ્ણાનો રોગ છે . મહારોગ છે. જેને આત્માના સહજ સુખનો અનુભવ / સંવેદનરૂપ આસ્વાદ જ શાંત કરી શકે છે. ત્રણે કાળે આ એક જ ઈલાજ છે. (૨૧) પ્રતીતિ અનુસાર ઉપયોગની પ્રવૃર્તના છે, તેથી ચળ અનિત્ય પદાર્થની હું પણે પ્રતીતિ જીવને હોવાથી, ઉપયોગ નિરંતર ચળરૂપ ચંચળતાવાળો) રહ્યા કરે છે. ઉપયોગ ચળરૂપ દ્રવ્યભાવો પ્રત્યે અવલંબિત રહ્યા કરે છે. તેથી સ્થિરત્વ થઈ શકતું નથી; તેમજ અચળ નિત્ય) પદાર્થની ત્યાં પ્રતીતિ થતી નથી. અચળ પદાર્થની સમ્યક પ્રતીતિ ઉપયોગના સ્થિરત્વનું કારણ છે. જેથી વાસ્તવિક શાંતિ પ્રાપ્ત થાય છે. વિપરીત પ્રતીતિને લીધે ઉપયોગ પણ ભમ્યા કરે છે, જે અશાંતિ અને દુઃખનો અનુભવ કરાવે છે. પ્રતીતિ અનુસાર જ્ઞાન અને આચરણ થાય છે, તેમ છતાં તેવી સમ્યક્ પ્રતીતિ થવા અર્થે જ્ઞાન આરાધના સિવાઈ અન્ય ઉપાય નથી. તેથી જીવે જ્ઞાન આરાધના રૂડા પ્રકારે આરાધવા યોગ્ય છે. (૨૨) આ સ્વભાવનો પરિચય જ આત્માની ઓળખાણ, વિશ્વાસ, પ્રતીતિ અને અનુભવનું કારણ છે. (૨૩) સત્સંગની પ્રાપ્તિ સર્વકાળે દુર્લભ રહી છે. તેમાં પણ આ કાળમાં તો દુર્લભથી દુર્લભ છે. તેવો સત્સંગ પ્રાપ્ત થવા છતાં ફળવાન થતો નથી- તેના કારણો : ૧. પૂર્વે ગ્રહણ કરેલ / નિશ્ચય કરેલ મિથ્યા અભિપ્રાયનો આગ્રહ (રહે તો ). ૨. જીવે સત્ સમાગમ અત્યંત ગરજવાન થઈને ઉપાસવા યોગ્ય છે. તે પ્રકારના ગરજ ભાવનો અભાવ સ્વચ્છંદના સદ્ભાવને લીધે હોય છે અને તેથી પ્રાપ્ત સત્સંગ ફળવાન થતો નથી. ૩. સત્પુરુષોનો બોધ અસિધારા સમાન છે. પરંતુ દર્શનમોહના બળવાનપણાને લીધે સત્ સમાગમે સાંભળેલા / ધારેલાં બોધનું પરિણમન થતું નથી. જેને અત્રે પ્રમાદ કહેવામાં આવે છે. પ્રમાદકાળે સાંભળવા મળતો બોધ નીરસ / નિરુત્સાહભાવે શ્રવણ થાય છે તેથી કાળ સાધારણ તત્ત્વવિચાર અને મંદ કષાયની પ્રવૃત્તિમાં નિર્ગમન થઈ જાય છે. પરંતુ સત્સંગનું ફળવાન પણું ત્યાં થતું નથી–અર્થાત્ આત્મા બોધ પામતો નથી. તેથી પરમ પ્રસન્ન ચિત્તથી સનું શ્રવણ થવા યોગ્ય છે.) ૪. ઈન્દ્રિય - વિષયો પ્રત્યે સહજ નીરસતા - સત્સમાગમ થવા યોગ્ય છે; કારણ સત્સમાગમમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૫ અતિન્દ્રીય ચૈતન્ય રસ - નિર્વિકાર સ્વભાવની ભાવનાનો વારંવાર આવિર્ભાવ થવાનો (તે) પ્રસંગ છે. તેમ છતાં વિષયોની ઉપેક્ષા ન થાય ત્યાં સુખબુદ્ધિએ તીવ્ર દર્શનમોહ / આસક્તિ પ્રવર્તે છે, જે સત્સંગને સફળ થવા દેતી નથી. અથવા, ૫. સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વભક્તિનો જેટલે અંશે અભાવ તેટલું સત્સંગનું અફળપણું થાય છે. (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૬૦૯ ના આધારે). (૨૪) “જ્યારે મન સંદેહ શંકા યુક્ત થાય, ત્યારે દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. મન પ્રમાદી થાય ત્યારે ચરણાનુયોગ, કષાયયુક્ત થતાં કથાનુયોગ અને જડ કરણાનુયોગ વિચારવા યોગ્ય છે. - સુસ્ત થતાં (૨૫) જગતમાં મોહાસક્તિના નિમિત્તો, વૈભવ - વિલાસનાં સ્થાનો, જેને અંતઃકરણમાં વિશેષ વિશેષ વૈરાગ્યનાં ઉત્પાદક (નિમિત્ત) થાય છે; અહો ! તેવા વસ્તુ સ્વરૂપના જ્ઞાનવાન મહાત્માઓ વંદનીય છે. (૨૬) ધ્યાન - એ આરાધનાનું ઉત્કૃષ્ટ અંગ છે. તે સર્વ સમ્મત છે. પરમપદનું ધ્યાન પરમપદની પ્રાપ્તિનું અનન્ય કારણ છે. એવું જે ધ્યાન તે સત્પુરુષોના ચરણ કમળની વિનયોપાસના વિના થઈ શકતું નથી. - આ ઉત્કૃષ્ટ રહસ્યમય નિગ્રંથ વીતરાગ પ્રવચન છે. (૨૭) આ સંસારની જંજાળ વિષમ પરિણામોનું નિમિત્ત છે. તેવા આ સંસારના પ્રસંગોમાં, સ્વરૂપે કરીને પોતાની ભિન્નતા અવલોકતા / અનુભવતાં સમતા રહે તે જ આત્મચિંતન છે. (૨૮) અનેકાંત - વસ્તુને પરથી અસંગ બતાવે છે. અને સ્વપણે ‘સત્’ બતાવે છે. સ્વતંત્ર વસ્તુના અસંગપણાની ‘સ્વતંત્ર શ્રદ્ધા' અસંગપણાની ખીલવટનો ઉપાય છે. અર્થાત્ અસંગ સ્વતત્ત્વ' ની શ્રદ્ધા અસંગપદને પ્રગટ કરે છે - અસંગતાનો સંપૂર્ણ વિકાસનું મૂળ ‘અસંગ તત્ત્વ’ની શ્રદ્ધા છે. (૨૯) મહાન સંત મુનિશ્ચરોએ, અંતરમાં વહેતા સ્વભાવ - અમૃતને પરમાગમોમાં વહેતાં મૂક્યા છે. શાંત પરિણામે પરિષહોને વેદતાં પરમ સત્' ને જીવંત રાખ્યું છે. પવિત્ર ધર્મ / માર્ગને આ કાળમાં ટકાવી રાખવા આકાશના સ્તંભ થઈને - ગજબ કામ કર્યું છે. અહો ! તેમનાં કથનમાં કેવળજ્ઞાનનાં / પૂર્ણતાનાં ભણકાર સંભળાય છે !! પદે પદે અત્યંત ગંભીર રહસ્ય ભરેલું છે ! Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬ અનુભવ સંજીવની આના સંસ્કાર પણ અપૂર્વ ચીજ છે; પુરુષાર્થ ઉપડે તે તો નજીક મુક્તિગામી છે. - અલ્પકાળમાં તેનો મોક્ષ થાય જ. (૩૦) આત્માર્થીને દેહ છૂટવા સંબંધી વિષાદ હોય નહિ; તેની સ્વભાવની રુચિ આ વિષાદને ટાળે છે અથવા તે પોતાના પ્રયત્નમાં પડેલો છે; ત્યાં દેહની ચિંતાનો કોઈ પ્રકારે અવકાશ નથી. (૩૧) નયપક્ષના વિકલ્પ રહિત, એકાકાર મારું સ્વરૂપ છે. તેમ પ્રથમ દૃઢ રહેવું જોઈએ;’ - નિઃશંક થવું જોઈએ; પછી વિકલ્પ થાય, તો પણ તે તોડીને (ઉક્ત દઢતાથી) સ્વભાવ પ્રતિ જવું જોઈએ. (૩૨) લોભ : યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ. માયા : (ગુપ્ત પાપરૂપ ભાવ) પાપને ગુપ્ત રાખવાનો ભાવ. V ‘વર્તમાનમાં જ હું શુદ્ધ પરિપૂર્ણ ચિદાનંદ છું. - એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. આવી પ્રતીતિ થયા પછી અલ્પ રાગ રહે તે પરપણે જણાય છે.' પૂ. ગુરુદેવશ્રી. - રાગ સહિત ભાસે છે. તે (૩૪) અજ્ઞાનદશામાં - આત્મા રાગરહિત પૂર્ણ ચિદાનંદ હોવા છતાં ભવનું બીજ છે.–(પુરુષાર્થસિદ્ધિ ઉપાય) (૩૩) - સ્વભાવને ભૂલી - ઉદયભાવમાં ‘હું પણું’ અનુભવવું - તે અજ્ઞાન ચેતના છે - જે અનંત સંસારનું બીજ છે. વ્યવહાર મોક્ષ માર્ગ - અસદ્ભૂતવ્યવહારને તેથી નિશ્ચય મોક્ષમાર્ગથી બાહ્ય ગણવામાં આવે છે. સ્વભાવભૂત એવી જ્ઞાન ચેતનાને સદાય ભાવવા યોગ્ય છે. (૩૫) સમસ્ત રાગ - પ્રશસ્ત / અપ્રશસ્ત - પરાશ્રિત પરિણામ છે. તેમ છતાં તેનું મમત્વ કરતાં શ્રદ્ધાની વિપરીતતા થાય છે. સમસ્ત રાગ રહિત-એવું આત્મસ્વરૂપ છે. જે અનંત મહિમાવંત છે. તે જણાતાં સમસ્ત રાગનો મહિમા ઊડી જાય છે. આમ વસ્તુસ્થિતિ છે. તેમ છતાં જેને પ્રશસ્ત રાગાદિમાં મોહ થાય છે, તેણે આત્માને જાણ્યો નથી. સમસ્ત પ્રકારના રાગાદિ પરિણામ મલિન / અશુદ્ધ. દુઃખદાયી છે અને તેથી શુદ્ધભાવ / મોક્ષમાર્ગરૂપ ભાવના ઘાતક સ્વભાવે છે. તેથી પરમાગમોમાં મોક્ષના હેતુનું રક્ષણ કરવા - તેનો નિષેધ કરવામાં આવ્યો છે, તે યોગ્ય છે. (અપૂર્ણ) (૩૬) Page #62 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૭ જૂન - ૧૯૮૫ (ચાલુ) વળી રાગ સ્વયં દુઃખ રૂપ છે. સ્વરૂપના આનંદ અમૃતના સ્વાદ આગળ રાગનો સ્વાદ ઝેર જેવો છે. - આવા સ્વાદભેદને જે જીવે જાણ્યો નથી – તેને અનાદિ રાગ-વાસિત બુદ્ધિ છે. તેથી રાગનું મમત્વ કરે છે. તોપણ મધ્યસ્થ થઈને નિજ હિતની ભાવનાથી ન્યાય સમજીને નિજહિતના લક્ષે - સ્વભાવ સન્મુખ થઈને રાગનો પક્ષ છોડવામાં આવે તો જ રાગના મમત્વના ત્યાગનો અવસર આવે. ખરેખર તો વિકલ્પ માત્રમાં (દુઃખમય છે તેથી) તીવ્ર દુઃખ લાગે ત્યારે જ વિકલ્પથી ખસી નિર્વિકલ્પ સ્વ-રૂપમાં નિર્વિકલ્પ થવાય છે. પરંતુ રાગના પક્ષપાતીને તેની ખબર પણ હોતી નથી. તેને માત્ર રાગની કિંમત છે. વીતરાગતા / નિર્વિકલ્પતા અર્થાત્ ધર્મની કિંમત નથી. રાગના પક્ષપાતીએ વીતરાગતાનું સ્વરૂપ જાણ્યું નથી / ઓળખ્યું નથી. (૩૭) 1 સ્વભાવના ભાસનથી સહજ ઉત્પન્ન સ્વભાવ પ્રતિનો ઝુકાવ - તે રૂપ પુરુષાર્થ સાથે સર્વ ઉઘમ' ‘પૂરો પ્રયાસ’નો અભિપ્રાય વર્તતાં - પર્યાય સ્વભાવાકારે થઈ જાય - તે સ્વભાવની પ્રાપ્તિ છે, અર્થાત્ સ્વભાવરૂપ થયેલ અવસ્થાનો અનુભવ છે. ત્યાં સ્વભાવ દૃષ્ટિ પ્રગટે છે. (૩૮) સ્વભાવ દૃષ્ટિ એટલે શું ? કે પર્યાયમાં વિકાર હોવા છતાં પોતામાં (સ્વભાવમાં) તેનો અભાવ કહે છે અર્થાત્ દેખે છે શ્રદ્ધે છે - અવિકાર સ્વરૂપની હયાતી દેખે છે. પ્રતીત કરે છે તે અંતર દૃષ્ટિનું લક્ષણ છે. આવી સ્વભાવદૃષ્ટિની વાત તે દૃષ્ટિવાનને જ સમજાય છે. ધારણાજ્ઞાનવાળાને તેમાં વિરોધ ભાસે છે. - (૩૯) જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રતિભાસવા છતાં સ્વરૂપ અવલોકનમાં જ્ઞાની નિપુણ છે. તેથી તેનું જ્ઞાન વિશુદ્ધ છે. અર્થાત્ સ્વરૂપ અસ્તિત્વને (પરિણતિ દ્વારા) વેદતાં વેદતાં પરનું જાણવું થાય છે. તે જ્ઞાન પૂર્ણતાના વિકાસના પંથે છે, ભાવમરણનો અભાવ કરીને જ્ઞાની તેમાં જીવે છે/ પૂર્ણતાને અનુભવતો - પૂર્ણ થઈને જીવે છે. (૪૦) રાગનું એકત્વ છૂટવાની વિધિ : ભિન્ન જ્ઞાન સ્વભાવનો વારંવાર અભ્યાસ કર્તવ્ય છે. અનંત સ્વભાવ સામર્થ્યને લક્ષમાં રાખીને, અહંપણે સ્વરૂપને દેખવારૂપ પુરુષાર્થથી રાગનું એકત્વ છૂટે છે. - આ ભેદજ્ઞાન છે. (૪૧) ‘હું શાયક માત્ર’ એ રૂપ ધારા / પરિણિતમાં રાગાદિ ભાવો પરસ્વરૂપે ભાસે છે. આવું રાગ સંબંધીનું જ્ઞાન—તે ભૂતાર્થ આશ્રિત થતું હોવાથી પોતે વિકારરૂપ થતું નથી. જ્ઞાન કદી રાગરૂપ Page #63 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની થતું નથી. પરંતુ સ્વયંની સાવધાનીનો અભાવ હોતાં રાગના પ્રતિભાસ કાળે, અધ્યાસિતપણે રાગરૂપ થતું અનુભવાય છે . ન થયું હોવા છતાં, અર્થાત્ ભિન્નપણે અનુભવાતું નથી. અહીં રાગ જણાતાં રાગ પ્રત્યે સહજ ઉદાસીનતા ભજે છે. આવો જ જ્ઞાનનો સ્વભાવ છે. (૪૨) / સ્વરૂપ પરિણતિ સહજ થવા પૂર્વે, સર્વ ઉદ્યમથી સ્વરૂપની સાવધાની તીવ્રપણે આવે, તો જ પરિણતિ સહજ થાય. (૪૩) - વિચાર દિશાના કાળે સત્ય સમજવાની જિજ્ઞાસા અને સત્ય સ્વીકારવાની તૈયારી વાળી ભૂમિકા હોવી ઘટે. (૪૪) ક અંતર્મુખ ચિત્તની વિચારધારામાં પરિણમન કરતું જ્ઞાન પોતે પોતાના આધારથી લક્ષણથી સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે . ત્યાં અનંત સામર્થ્યવંત પૂર્ણ સ્વરૂપનું અવભાસન છે. તેમાં સદાય “હું આવો જ છું . તેમ સ્વરૂપનો અપૂર્વ મહિમાનો ઉછાળો વર્યા કરે અને પરિણતિમાં સ્વરૂપ ઘૂંટાયા કરે . તેવી સ્વરૂપની લય હોય- અસ્તિપણે) તેથી નાસ્તિપણે) સમસ્ત જગત પ્રત્યે ઉદાસીનપણું નીરસપણું આવી જાય. પૂર્વ કર્મના ઉદયથી ક્યાંય જોડાવું પડે તે બોજારૂપ લાગે અથવા અનુકૂળતામાં જોડાવું પણ સુખરૂપ ન લાગે - વિકલ્પમાત્ર દુઃખ રૂપ લાગે - ત્યાં સ્વરૂપની લય તીવ્ર થતાં, ધ્યેયભૂત, લક્ષમાં આવેલા સ્વરૂપમાં અંત સાવધાની વધે તે રૂ૫ સહજ પુરુષાર્થ વૃદ્ધિગત થતો થતો પરમ સત્ / પ્રત્યક્ષ સત્ ના પ્રત્યક્ષ દર્શનમાં સફળ થાય. ભાવમાસનથી સન્મુખતા છે. દશાની દિશાફેર થવું તે અપૂર્વ છે. સાધકને સ્વરૂપના અભેદ વેદનની પરિણતિ બાહ્ય સંયોગોમાં પ્રવૃત્તિકાળે પણ ભિન્નપણાનું સાક્ષાત્ કારણ છે. ત્યાં સ્વરૂપ રસ / ચૈતન્ય રસની મુખ્યતા ઘણી છે. તેથી પરદ્રવ્ય . ભાવમાં સહજ અત્યંત નીરસપણું થઈ જાય (કરવું પડે નહિ). (૪૬) ગુણની રુચિ / નિર્દોષતાની રુચિ હોય તેને સ્વભાવની રુચિ પ્રગટે કારણકે સ્વભાવ ગુણમય / ગુણ નિધાન છે. આત્માનો સ્વાભાવિક પુરુષાર્થ આવી રુચિને અનુસરીને ઉત્પન્ન થાય. કરું કરું નો કૃત્રિમ ભાવ તે પુરુષાર્થનું સ્વરૂપ નથી. તેમજ ત્યાં હજી સ્વભાવ લક્ષમાં આવ્યો નથી. તેથી અનન્ય રુચિ પણ પ્રગટી નથી. સ્વભાવની રુચિને માત્ર સ્વભાવ જ રુચે છે. અન્ય કોઈ રુચતું જ નથી. તેથી રુચિવંત પામી જાય છે, ન પામે તે કેવી રીતે બનવા યોગ્ય છે ? (૪૭) Page #64 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની સ્વરૂપ પ્રાપ્તિ પૂર્વે, તદ્ અનુરૂપ વિચારદશા હોય . તેથી જ કહ્યું છે કે વિચારદશા વિના જ્ઞાનદશા હોય નહિ . જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન' (શ્રીમદ્ રાજચંદ્રજી). તે વિચારદશા કેવી ? કે જેના ફળમાં આત્મ-જ્ઞાન પ્રગટે ? તેનો ખ્યાલ પણ ન હોય અને ઉપર ઉપરથી શાસ્ત્ર વાંચી / સાંભળીને કલ્પના કરે છે. પરંતુ તેથી આત્મજ્ઞાન પ્રગટ થાય નહિ. યથાર્થ સ્વરૂપની અંતર્મુખી નિજલક્ષી વિચારણા નિજહિતના પ્રયોજનાની મુખ્યતાવાળી હોય છે. જાગૃતિ તેનું મુખ્ય લક્ષણ છે. જેથી પર પ્રત્યેનો રસ - પરરસમાં કાપ પડે અને સ્વરૂપ રસ / આત્મ રસ ઘૂંટાય. કદાચિત્ પરરસમાં તીવ્રતા થઈ જાય તો પણ ત્યાં ક્ષોભ ઉત્પન્ન થઈ આવે, તો જ દિશા બદલવાનો અવકાશ છે વગેરે પ્રકારે સુવિચારણા હોય તેમાં આત્માર્થી જીવને જે કાંઈ કરવું છે તે એકમાત્ર આત્માથે જ કરવું છે. તેવો (લક્ષ) પ્રકાર તેને કોઈ ઉદયના કાર્યમાં ફસાવા દેતો નથી. પરંતુ તે ઊંડી વિચારણા દ્વારા અંતરુ શોધ કરીને સ્વરૂપનો નિર્ણય પ્રયત્નપૂર્વક કરે છે. સ્વરૂપ પ્રાપ્તિની અંતર્ના ઊંડાણથી ઉદ્ભવેલી ભાવના, તે ભાવના સાકાર થવાની ખરી લગની, પૂરેપૂરી તાલાવેલી... વગેરે સુવિચારણાના મુખ્ય અંગ છે કે જેને લીધે ઉપયોગમાં સ્વભાવને પકડવાની સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા આવે. અનુકૂળતાના પોદ્ગલિક સુખ (?) માં મોહથી મૂંઝાનાર અને પ્રતિકૂળતામાં પુરુષાર્થ ઉપાડનાર મુમુક્ષુ વર્તમાન પાત્ર છે. ગુણથી ઉત્પન્ન થતાં સુખનું ધ્યેય હોવાથી, ભૌતિક વૈભવ / વિષયોનું મહત્વ ન રહે, તેને જ સ્વભાવનો મહિમા આવે, સત્પુરુષનો / સત્સંગનો મહિમા આવે, જગતનો મહિમા ન આવે. ‘જ્ઞાયક ના લક્ષે જ આગળ વધાય છે, તેથી તદ્અ નુસાર પ્રયત્ન રાખે. વળી સત્સંગ / પુરુષ પ્રત્યેની અર્પણતા “સર્વાર્પણબુદ્ધિ એ હોય . જાણે કે સપુરુષ જ પ્રગટ પરમાત્મા હોય છે તેવો પ્રત્યક્ષ યોગમાં ભક્તિ - વિનય નો પ્રકાર આવે, ત્યાં બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. અનંતકાળમાં સપુરુષનો સમાગમ થવા છતાં, નિષ્ફળ જવાનું કોઈ ખાસ કારણ હોય તો તે આ જ છે કે જેટલી હદે સત્સમાગમમાં વિનયાવિત થવું જોઈએ તેમાં ક્ષતિ (ક્ષતિ રહેવાનું કારણ પ્રયોજન યથાર્થપણે સમજાયું નથી રહી જાય છે. તેથી તે પુરુષનો બોધ પરિણમતો નથી. શ્રી દિપચંદજીએ અનુભવ પ્રકાશ” માં ગૂઢ ભાવથી લખેલ છે કે પ્રતીતિપૂર્વક વિચાર સાધક છે અને નિર્વિકલ્પ અનુભવ સાધ્ય છે. (૪૮) જેની પરિણતિ સ્વરૂપ રસથી ભીંજાયેલી છે, જેને માત્ર સ્વરૂપનું ધ્યેય છે, અને વેદન પ્રગટ છે, તેવા સાધકને પૂર્વકર્મ / સંસ્કારથી પરદ્રવ્ય સંબંધી પરપણે વિકલ્પ / પ્રવૃત્તિ હોતાં, તેમાં અત્યંત નીરસપણું હોય છે. (૪૯) જુલાઈ - ૧૯૮૫ ભેદજ્ઞાન : રાગની તીવ્ર અરુચિરૂપ (અરુચિનું કારણ મલિનતા, વિપરીતતા, દુઃખ) ભાવે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અનુભવ સંજીવની અને જ્ઞાન સ્વભાવની સાવધાની / મહિમા રૂપ વલણથી ભેદજ્ઞાન થવા યોગ્ય છે. ભેદજ્ઞાન સ્વપરના વિવેકરૂપ દશા છે. જેમાં સ્વ-અનંત મહિમાવંતપણે સ્થાન પામતાં, પર અને રાગ નિર્મુલ્ય ને ભિન્ન ભાસે, જેથી સહજ ઉપેક્ષાભાવ અને નીરસપણું થાય. અંતરંગમાં સૂક્ષ્મ અનુભવદષ્ટિ વડે જ્ઞાનવેદન સ્વપણે વેદાય ત્યાં રાગાદિથી ભિન્નતા થાય . રાગ-જ્ઞાનવેદનથી ભિન્ન અનુભવાય, ભિન્નતા થાય. તે જ જ્ઞાનથી જ્ઞાનનું એકત્વરૂપ સ્વઆશ્રયભાવ છે; ચિત્ પરિણતિના પ્રાદુર્ભાવનું મૂળ અહીં છે અર્થાત્ પોતે આત્મા ચૈતન્યરસમય-અનન્યભાવે સધાય છે–આ જ મોક્ષની કળા છે, સાધન છે. ભેદજ્ઞાન રાગથી ભિન્ન જ્ઞાનની પ્રવૃત્તિરૂપ છે. જેમાં ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ લક્ષના સ્થાને છે, તે સ્વ આશ્રય છે. . આ સહજ છે. કૃત્રિમ વિકલ્પ કાર્યકારી નથી. નિજકાર્યમાં પ્રયોગ પ્રવૃત્તિ - રાગાદિથી ભિન્નતાની અને લક્ષમાં ધ્રુવ સ્વભાવ એમ બન્ને પોતપોતાના યથા સ્થાને ગૌણ અને મુખ્ય ક્રમથી હોય છે. પરંતુ શુદ્ધ પર્યાય પ્રગટ થયા વિના . ‘એક સમયની શુદ્ધ પર્યાયથી પણ ભિન્ન હું છું. એવો કૃત્રિમ વિકલ્પ–તે પ્રયોગ નથી. છતાં તેને પ્રયોગ માની તેમાં રોકાય . તો તે ભેદજ્ઞાનની વિધિ નથી. તેથી ત્યાં કાર્ય સિદ્ધિ થવાને બદલે મિથ્યાત્વ માર્ગની ભૂલથી થાય છે. કારણ કૃત્રિમતા–એ ઉપાય નથી, - વિધિ સાધન નથી. યથાર્થતામાં તો સ્વભાવનો લક્ષ હોવાથી પર્યાય નો આશ્રય નથી. (૫૦) અનંત-પરિપૂર્ણ સામર્થ્યવાન ગુણનિધિ, અનંત મહિમાવંત આત્મ વસ્તુ - સ્વરૂપે કરીને પ્રગટ પ્રત્યક્ષ છે. - તેવો પ્રતીતિ ભાવ અનંત ગુણની પ્રગટ નિર્મળતાનું કારણ છે. (૫૧) જ્ઞાયકભાવ ટંકોન્કિર્ણ છે. ચૈતન્યગુણ વડે નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. - સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. છતાં પરની એકત્વબુદ્ધિરૂપ અજ્ઞાનમાં જીવ તેને સર્વથા ચૂકી જાય છે. (સ.ગા. ૪૯) (૫૨) // સ્વભાવ તરફના જોર વિનાનું શાસ્ત્રનું જાણપણું વિભાવ અને પર તરફના જોરવાળું હોવાથી તે યથાર્થ જાણપણું નથી. તેથી તેના ફળમાં સમ્યક્ પ્રતીતિ ઉત્પન્ન થતી નથી. (૫૩) સ્વ-તત્ત્વનો વાસ્તવિક નિર્ણય સ્વ–સન્મુખ જ્ઞાનમાં થાય છે. સ્વાનુભવના પ્રયત્નવાન જીવે વર્તતા વિકલ્પનું લક્ષ છોડીને સ્વભાવના મહિમાપૂર્વક સ્વભાવના લક્ષમાં ઉગ્રતા આણવી તે કર્તવ્ય છે. • પૂ. ગુરુદેવશ્રી.). (૫૪) Page #66 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૧ પ્રત્યક્ષ પ્રકાશમાન, પરમ શુદ્ધ, નિરાવરણ, જ્ઞાનાનંદઘન, ધ્રુવ, પરમપદ, પરમ મહિમા સ્વરૂપની આત્મભાવનાથી ઉપાદેયતા થાય છે, ઉપાસના થાય છે અને તે જ જિનેશ્વરની આજ્ઞા છે. (૫૫) અહો આ આત્મ તત્ત્વ, અનંત આશ્ચર્યકારી મહાન અદ્ભુત ગુણોનો નિધિ છે; કે જેનું લક્ષ થતાં અન્ય કોઈ રુચે નહિ. સ્વભાવ અંગેના વિકલ્પથી પણ ખસવાની જેની તૈયારી / યોગ્યતા છે. તે અત્યંત મંદ કષાયમાં પણ અટક્યા વિના સ્વભાવ લક્ષે આગળ વધે છે. (૫૬) ઑગસ્ટ-૧૯૮૫ V ઉચ્ચ સ્તરના વ્યવહારિક પરિણમન પ્રત્યે પણ ઉદાસભાવે રહેવું યોગ્ય છે. અન્યથા તેનો રસ ચડ્યા વિના રહેશે નહિ. વ્યવહારની મીઠાશ વેદનાર મિથ્યાદૃષ્ટિ છે. - આ મીઠાશ ઝેર છે. આનંદ અમૃત સ્વરૂપ આત્માની મુખ્યતા - મહિમા હોતા / થતાં અપૂર્ણતા - વ્યવહાર સહેજે ગૌણ થઈ જાય છે. (૫૭) છે. સ્વરૂપ ધ્યાની કેવા હોય ? કે જેને વસ્તુનું . ૧. યથાર્થ સ્વરૂપ જ્ઞાન હોય; ૨. જે સહજ વૈરાગી હોય-અર્થાત્ રાગથી વિરક્ત, દુઃખ લાગવાથી હોય; ૩. ઇન્દ્રિય . મન જેને વશ હોય; ૪. અચંચળ ચિત્ત / ઉપયોગવાળો હોય; ૫. પ્રમાદ રહિત હોય; ૬. ધૈર્યવાન હોય; ૭. મુક્તિના ઇચ્છુક અર્થાત્ ઉદ્યમી હોય; ૮. સ્વભાવનો અતિ મહિમા હોય; ૯. જનપદ ત્યાગીને સાધનામાં મગ્ન રહે. (૫૮) (૧) પ્રજ્ઞાછીણી અંતરમાં પટકવા - જ્ઞાન અને રાગની સૂક્ષ્મ સંધી ક્યારે અર્થાત કેવી ભાવ ભૂમિકામાં જણાય ? અને (૨) કઈ રીતે પ્રજ્ઞાછીણી કાર્ય કરે ? (૩) પ્રજ્ઞાછીણીનું સ્વરૂપ શું? (૩) પ્રજ્ઞાછીણીનું સ્વરૂપ ઃ જે જ્ઞાન સૂક્ષ્મ થઈને સૂક્ષ્માતિસૂક્ષ્મ ત્રિકાલી ધ્રુવ સ્વભાવને ગ્રહ તે પ્રજ્ઞાછીણી છે. અર્થાત્ અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય પ્રજ્ઞાછીણીનું કામ કરે છે. (૨) જ્ઞાન અને રાગ સાથે (એક સમયે) હોવા છતાં સ્વભાવ ભેદ જણાતાં તે જુદા જણાય. સ્વભાવ . વિભાવનો ભેદ સ્વને (વેદનથી) ગ્રહતા, જ્ઞાનની મુખ્યતા થતાં જણાય . તે સિવાઈ જણાય નહિ. નિજમાં નિજને અવલોકતાં ઉપયોગ શુદ્ધ થાય. એ વચન અનુસાર નિજ વેદનના અવલોકનથી . વેદનનો અર્થાત્ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ પ્રગટ સ્વસંવેદન રસ ઉપજે. V(૧) સ્વભાવમાં જ રસ લાગે અને અન્ય સર્વ નીરસ લાગે, ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધી જણાય અર્થાત્ સ્વભાવનો રસ ઉપજે ત્યારે જ વિભાવ અને સ્વભાવ વચ્ચેનો ભેદ / જુદાપણું જણાય. પરંતુ એવું ન બને કે પરમાં તીવ્ર રુચિ / રસ હોય ને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞાછીણીનું કાર્ય Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અનુભવ સંજીવની કરે. આ વેજ્ઞાનિક પરિસ્થિતિ છે. જે પ્રત્યક્ષ પ્રયોગથી (અનુભવથી) સમજાય તેવું છે. (બ.વ. ૧૭) (૫૯) સપ્ટેમ્બર - ૧૯૮૫ દૃષ્ટિ સ્વરૂપની થતાં દૃષ્ટિનું જોર અને જ્ઞાનમાં અભિપ્રાયનું (જ્ઞાન) બળ એવું રહે છે કે હું તો સદાય પૂર્ણ . વીતરાગ સ્વરૂપ છું . ત્યારે પણ જ્ઞાનમાં રાગાદિ ઉદયભાવો ઉત્પન્ન થતાં ભિન્ન જણાય છે. પરંતુ તે પોતાના પૂર્ણ વીતરાગ સ્વરૂપથી વિરૂદ્ધ જાતિના ભાસે છે- અને તેમના થવામાં, મારૂં કર્તાપણું કરાવવાપણું કે અનુમોદન - કાંઈ પણ નથી. કારણ કે તે તે ભાવો થવા કાળે પણ હું તો પ્રત્યક્ષપણે જેવો છું તેવો જ પૂર્ણ વિતરાગ રહું છું.–જરાપણ આ ભાવો સાથે ભળતો નથી. (૬૦) પરપ્રવેશભાવ . એ પરમાં નિજનું અવલોકન (અહંભાવ) અર્થાત્ અનુભવ છે. જે નિજાવલોકન થવા દેતું નથી. જ્ઞાનમાં | સ્વમાં નિજનું અવલોકન • વેદના થતાં ઉપયોગ શુદ્ધ થાય. Vપરમાં અનુકૂળતામાં સુખ બુદ્ધિ / અનુભવ એજ પરનું સ્વપણે ગ્રહણ અને પર રસ ઉપજવાનું મૂળ છે. તે જ સ્વભાવનો ઘાતક ભાવ છે . ઝેર છે; કે જે ભ્રાંતિથી મીઠું લાગે છે. દુઃખમાં કલ્પનાથી મીઠાશ કલ્પી છે. (૬૧) મુમુક્ષુ જીવને પણ પોતે સતુ પરમાનંદમય છે' એમ દઢ ન રહે, તો બાહ્ય શાતામાં ઠીક લાગે કે જે પુરુષાર્થને ઉત્પન્ન થવામાં અવરોધક કારણ છે . અટકવાનું સ્થાન છે, યોગ્યતાને રોકે છે. ઉદયમાં સાવધાની સ્વરૂપની સાવધાની થવા દે નહિ, તે લક્ષમાં (તીક્ષણતાથી રહેવું ઘટે. (૬૨) પ્રત્યક્ષ સતપુરુષથી વિમુખ વર્તવું અથવા ઉપેક્ષિતભાવે વર્તવું - તે પ્રગટ અનંતાનુબંધીનો કષાય છે. • શ્રીમદ્જી.) (૬૩) શુદ્ધાત્મામાં મગ્નતાનો અભિલાષી જીવ, અસંગતા ચાહે છે. . બાહ્યમાં સંગનો રાગ અસંગ તત્ત્વને વિસંગત છે | અનુકૂળ નથી; અશુભયોગનો રસ’ તો તીવ્ર મલિનતાનો ઉત્પાદક હોઈ અસંગ સ્વરૂપ ભાસવામાં ખચીત અવરોધક બને છે. (૬૪) Vઅનિત્ય, અશરણ, અન્યત્વ : જે સુખસ્વરૂપ નથી, જે અનિત્ય છે, અને જે શરણભૂત થઈ Page #68 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૩ શકતાં નથી. તેવાં ભિન્ન (અન્યત્વભાવે રહેલા) પદાર્થો જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે. - તે સતત અંતરશોધપૂર્વક વિચારવા યોગ્ય છે અર્થાત્ તપાસવા યોગ્ય છે. (૬૫) એકત્વ : જીવ સર્વત્ર એકલો જ છે - ભવાંતર એકલાનું જ થાય છે, અર્થાત્ દેહનો સંયોગરૂપ જન્માવસ્થા, દેહ ત્યાગરૂપ મરણ તુલ્ય દુઃખાવસ્થા આદિમાં જીવ એકલો જ દુઃખ ભોગવે છે. સમ્યક્ પુરુષાર્થથી સ્વભાવને પામી જીવ એકલો જ સિદ્ધિ પામે છે. (૬૬) * ~ અહો ! જગત આખું - ભલે વિવિધતા સભર છે તો પણ - પોતાથી શૂન્ય (ખાલી) જ જોવામાં આવે છે; ત્યાં તેનું આકર્ષણ શું ? તેનું આશ્ચર્ય શા માટે ? કુતૂહલ શા માટે ? અંતરમાં મહા આનંદ સભર નિજ ચૈતન્ય રત્ન ચમકે છે, ત્યાં અંતર્મુખ - કેવળ અંતર્મુખ રહેવા યોગ્ય છે સ્થિર થવા યોગ્ય છે. (૬૭) ૫ વર્તમાનમાં, ‘દુર્લભ યોગ' જીવને પ્રાપ્ત થયો છે. ત્યાં થોડોક પ્રમાદ કરી - પુરુષાર્થથી વંચિત રહી, અમૂલ્ય સમય ગુમાવવા જેવું નથી. પરમરસ અર્થાત્ અમૃતરસનો શીઘ્ર આસ્વાદ લેવા યોગ્ય છે. (૬૮) // નિજ ભાવના : હું સર્વથી, સર્વ પ્રકારે, સર્વદા ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય, પ્રગટ ચૈતન્યસ્વરૂપ, અચિંત્ય સુખસ્વરૂપ, આનંદ સાગર, પરમ ઉત્કૃષ્ટ શાંત, એકાંત શાંત - પરમ શાંત, અભેદ અનુભૂતિમાત્ર નિર્વિકલ્પ છું. (૬૯) V નિજ પૂર્ણ ભગવાન જ્ઞાન લક્ષણથી લક્ષિત થતાં, તેની સહજ મુખ્યતા રહે છે. (મુખ્યતા ન રહે તો લક્ષ થયું જ નથી) અને તે અન્ય સર્વથી ઉપેક્ષા થવાનું મૂળ કારણ છે. (૭૦) // આત્મ સ્વરૂપથી વિપરીત એવાં શુભાશુભ ભાવોમાં આવવું / પરિણમવું તે પ્રમાદ છે. પ્રમાદ ચોર છે. તે છુપી રીતે આત્મગુણોરૂપ ધનને ચોરી લે છે. સહજ પ્રત્યક્ષ નિજ સ્વરૂપમાં અનન્ય રુચિથી અભેદભાવ થવો તે અપ્રમાદ અથવા પુરુષાર્થ છે. (૭૧) અનંત મહિમાવંત આત્મસ્વરૂપ, અચિંત્ય દિવ્ય ચૈતન્ય રત્ન છે. તેની, અપૂર્વતાથી મહિમા આવે તે તેની સંભાળ છે. સ્વરૂપની આ પ્રકારે સંભાળ ન લેવી, અને અપ્રયોજનભૂત, નિરર્થક, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અનુભવ સંજીવની અન્ય પદાર્થોમાં સાવધાની રહેવી . તે મહા મૂર્ખતા છે. . અનંત ફ્લેષોદધિનું કારણ છે. (૭૨). ૫ “હું જ્ઞાન માત્ર છું તેવા સ્વીકાર • સ્વરૂપાકાર પરિણમનમાં, અન્ય સર્વ શેયમાત્રપણે રહી જાય છે. સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે લક્ષ જતાં, તેઓ પણ આ’–‘જ્ઞાનમાત્ર ને જ મને જ) બતાવી રહ્યા છે, તેમ જણાય. અજ્ઞાનદશામાં, પૂર્વપુણ્યના ઉદયે સંયોગરૂપ સામગ્રી - ક્ષણિક_અનિત્ય હોવા છતાં . નિત્યપણે ભાસે છે; કે જાણે આ બધું મારે કાયમ રહેવાનું છે, તેથી તેનો તથારૂપ રસ . પરિણતિ બની જાય છે; જ્યારે તેથી ઉછું . - જ્ઞાનદશામાં, પુણ્યયોગે બાહ્ય વૈભવમાં જ્ઞાની હોય તો તેમાં પોતાની નિત્યતાપૂર્વક - અનિત્યતાનું ભાન રહે છે. તેથી તેને તેમાં રસ આવતો નથી. જ્ઞાન પરિણતિ યથાવત્ રહે છે. (૭૪) ઑક્ટોબર - ૧૯૮૫ જાણપણારૂપ જ્ઞાન સર્વ જીવની દશામાં સામાન્ય છે. તેમ છતાં સર્વને વિવેકબુદ્ધિ સરખી નથી. પરિગ્રહબુદ્ધિ અર્થાત્ પરિગ્રહનું મમત્વ અભિપ્રાયપૂર્વક હોય ત્યાં અવિવેકની પરંપરા ઊભી થાય છે, તેથી પરિગ્રહબુદ્ધિને અવિવેકની ખાણ જ્ઞાનીઓએ કહેલ છે. જેમાંથી સર્વ દોષો પાંગરે (૭૫) શુભાશુભ પરિણામ કાળે બહિર્મુખભાવોમાં વેગ તીવ્ર થતાં, તેમજ દર્શનમોહને લીધે, જીવ નિજ અવલોકનમાં પ્રવર્તી શકતો નથી, ત્યારે આત્મસ્વરૂપ સંબંધી વિકલ્પ પણ બેકાર જાય છે. અને જીવ પુણ્ય-પાપમાં સાવધાન થઈ - રહી ક્લેશને પામે છે. પરંતુ જાગૃત આત્માર્થી દર્શનમોહનો રસ ઘટતાં અવલોકનમાં આવી રાગ રસ તોડે છે. (૭૬) ચૈતન્ય સામાન્ય અભંગ અંગ છે . “અનુભવ પ્રકાશ' [પર્યાય (ચૈતન્ય વિશેષ) ભંગ - અંગ છે.] ભંગ અંગમાં અહબુદ્ધિ દુઃખ | આકુળતાને ઉત્પન્ન કરે છે. (૭૭) સ્વરૂપે પૂર્ણ છું . એમ જ્યાં અનુભવ થયો ત્યાં પર્યાયનું કર્તૃત્વ ઊડી જાય છે. ત્યારે પર્યાય સહજ શુદ્ધ થવા લાગે છે. તો પણ ક્યાંય કર્તબુદ્ધિ થતી નથી . એ જ સ્વભાવ બુદ્ધિ છે. (૭૮) સ્વરૂપના વિચારથી આગળ વધીને, નિજ અખંડ શુદ્ધ સ્વરૂપને જોતાં, પોતે જ ત્રિકાળ પૂર્ણાનંદથી Page #70 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૫ ભરપૂર નિર્વિકલ્પ દેખાય છે, કે જેમાં વિકાર કરી શકાય / થઈ શકે તેવો અવકાશ જ નથી. અહો ! શુદ્ધ ચૈતન્ય સિવાઈ કાંઈ પોતાપણે દેખાતું નથી. (૭૯) અધ્યાત્મ તત્ત્વમાં ખરેખર રસ પડયો હોય તેને તે અંગેની બાહ્ય પ્રતિષ્ઠા (ધાર્મિક જગતની પ્રતિષ્ઠા) ની ચાહના હોતી નથી. માનની રુચિવાળાને આત્માની રુચિ નથી. - અધ્યાત્મનો યથાર્થ રસ પણ નથી; તેને સંયોગની રુચિ છે. (જગતમાં ધનના લાલસુની જેમ). (૮૦) * ચૈતન્ય ૨સ સર્વોપરી રસ છે - અમૃતરસ છે, જેનો આવિર્ભાવ થતાં સર્વ પ્રકારના વિભાવરસ ફિક્કા પડી જાય છે, કારણ કે વિભાવરસ કરતાં સ્વભાવરસમાં અનંત શક્તિ વધારે છે. (૮૧) * અનંત (ચૈતન્ય નિર્વિકાર) સામર્થ્ય સ્વરૂપના ભાસનમાત્રમાં વિકારનું બાષ્પીભવન થવા માંડે છે; વિભાવની જડ કપાવા માંડે છે; તો સાક્ષાત્ અનુભવમાં - વેદનમાં મુક્તિ અનન્યભાવે હોય તેમાં શું આશ્ચર્ય ? (૮૨) નિજપદ આરામનું ધામ વિશ્રામ ધામ છે. તેને ભુલીને - ચુકીને આરામ ક્યાંથી મળે ? તેને ભુલીને આહારથી તૃપ્તિ કેમ થાય ? માત્ર આકુળતા થાય - વેદાય. તેને ભુલીને અન્ય (મિત્રાદિ) સંગથી હૂંફ કેમ આવે ? માત્ર સંયોગની આકુળતામાં, ભ્રાંતિથી હૂંફ મનાય. (૮૩) - * મિત્ર - પરિવાર વગેરે સંયોગની મીઠાશ જ્ઞાનીને ઉત્પન્ન થતી નથી. કારણકે સમ્યજ્ઞાનમાં બીજા જીવો (દ્રવ્યદૃષ્ટિ હોવાથી) માત્ર ચૈતન્યમૂર્તિ જણાય છે અને તેમના દેહાદિ પુદ્ગલો એટલા ગૌણ થઈ જાય છે કે જાણે દેખાતા જ નથી. (૮૪) સાધકની પર્યાયનો વિકારાંશ - સ્વરૂપ ભાનરૂપી લગામમાં હોવાથી - અત્યંત મર્યાદામાં છે. તે વિભાવ અંશ મર્યાદામાં ઉત્પન્ન થઈને ત્યાંને ત્યાં નબળો પડતો પડતો વ્યય પામે છે અને જ્ઞાનબળ વધતું જાય છે. મુક્ત ભાવની મસ્તી ખરેખર અલૌકિક છે. બીજાને તેનો ખ્યાલ આવતો નથી. (૮૫) v મહા આનંદના કંદથી - નિજ સ્વરૂપથી - બીજું શું અધિક છે ? કે જેને છોડી ધ્યાવે છે ! (અનુ. પ્રકાશ) અન્યને (૮૬) Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનુભવ સંજીવની V જીવ, વ્યર્થ જ પર ચીજને પોતાની માની માનીને જૂઠી હોંશ કરે છે . પુદ્ગલનો રસ લે છે, પરને મુખ્ય કરે છે. ભ્રમણાથી જૂઠી કલ્પનામાં રાચી ખુશી થાય છે. ત્યાં પોતાના સ્વરૂપની સાવધાનીનો અંશ પણ નથી. પોતે ત્રણ લોકનો નાથ હોવા છતાં નીચ પદમાં સ્વપણું માની વ્યાકુળ થઈ રહ્યો છે. તેવી સ્થિતિમાં ચૈતન્યરસ ઉત્પન્ન થઈ શકતો નથી. (અનુ. પ્રકાશ) (૮૭) વ્યવસાયાદિમાં જોડાવું પડતું હોય, ત્યારે તેમાં ઉત્સાહ / રસ ન વધે તેવી જાગૃતિ / સાવધાની રહેવી ઘટે છે. જેથી નિવૃત્તિ કાળે તે તે ઉદય ભાવનો રસ નડે નહિ. (૮૮) આત્માર્થી જીવને જે કાંઈ કરવું છે, તે સર્વ કાંઈ આત્માર્થે જ કરવું છે તેવી બુદ્ધિ અભિપ્રાય) પૂર્વક તેની સર્વ પ્રવૃત્તિ હોય છે. ઉક્ત અભિપ્રાયની દૃઢતાને લીધે અંતરલક્ષમાં નિજહિતની જાગૃતિ વિશેષપણે ઉત્પન્ન હોય છે. તેથી પરભાવથી ભિન્નતાનું કાર્ય સાવધાની પૂર્વક થવાની અહીં / અંદરમાં સુગમતા થાય છે. આવી ભાવ ભૂમિકામાં ‘સ્વરૂપનો નિર્ણય સંશોધક જીવ કરે છે. જે તે ઉદયમાં સર્વ સંસારી જીવો અનુકૂળતા / પ્રતિકૂળતાને મુખ્યતા આપીને વેદનમાં વળગેલા પડયા છે તે પ્રકારથી અટકી જઈને, આત્માર્થી જીવ, ઉદયમાં ઈષ્ટ અનિષ્ટપણાથી નિવર્તતો અર્થાત્ નિવર્તવાના પુરુષાર્થમાં લાગેલો છે. નિજહિતની અપૂર્વ લગનીથી લાગેલો છે. તેને અવશ્ય નિજહિત થશે જ. (૮૯) પરપદાર્થમાં સુખના અનુભવને ભ્રાંતિ જાણવી, તે ભ્રાંતિરૂપદશાને રોગ . મહારોગ જાણવો. (૯૦) - દુઃખ – એ કલ્પનામાંથી ઉત્પન્ન થયેલ ભાવ છે. વસ્તુના સ્વરૂપજ્ઞાનના આધારે દુઃખની ઉત્પત્તિ થતી નથી. વળી, નિજસ્વરૂપમાં તો દુઃખ છે જ નહિ. તે તો અનંત આનંદમય છે. પરંતુ જીવ, આનંદમય - એવા સ્વ-સ્વરૂપના વિસ્મરણથી . બેભાનપણાથી . કોઈપણ પ્રકારે કલ્પનામાં ઘેરાઈ જઈને દુઃખનો અનુભવ કરે છે. અર્થાત્ ભ્રમથી પોતાને દુઃખી માનીને દુઃખનો અનુભવ કરે છે. (૯૧). એ સ્વભાવે હું પૂર્ણ / પરથી નિર્દોષ / પવિત્ર છું. અંશમાત્ર દોષ થવાનો મારામાં અવકાશ નથી—એવા નિજ અવલોકનમાં . પર્યાયમાં વિકારાંશ હોવા છતાં . (અંતર્મુખના ધ્યેયમાં) વિકારના કરવાપણાનો કે ટાળવાપણાનો અભિપ્રાય રહેતો નથી. - તોપણ ટળતો વિકાર જ્ઞાનમાં પરશેયપણે પ્રતિભાસે છે. (૯૨) Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અનુભવ સંજીવની V અન્ય જીવો અને પુલોની ચિત્ર-વિચિત્ર અવસ્થાનું નિમિત્ત પામીને જગતમાં જીવો રાગદ્વેષ / ઈષ્ટ અનિષ્ટરૂપ ભાવો કરે છે. - જ્યારે સમ્યકજ્ઞાનમાં, અંતર્મુખનું ધ્યેય (અર્થાત્ દ્રવ્યદૃષ્ટિ) વર્તતું હોવાને લીધે તે તે પરદ્રવ્યની પર્યાયો માત્ર શેયરૂપે પ્રતિભાસે છે. જ્ઞાન તટસ્થ - જ્ઞાતા ભાવે રહે છે. ધ્યેયની અર્થાત્ ધ્રુવ સ્વરૂપની મુખ્યતા રહે છે. તેથી અન્ય જોયો ગૌણ પણે જણાય છે. - આ વીતરાગી જ્ઞાનકળા છે . અબંધ પરિણામ છે, પરિણામની આવી ચાલ થવી | ઢળક થવી, પરિણમનશીલતા થવી, એવો જ જેનો મૂળ સ્વભાવ છે; તેવા ગુણ નિધાન મહા પવિત્ર નિજ આત્મદેવને અભેદ ભક્તિએ નમસ્કાર !! ( ૩) સાધક દશામાં સ્વભાવ સર્વથા તે અત્યંત ઉપાદેય—એવો ભાવ વર્તે છે. ત્રિકાળીની ઉપાદેયતામાં / મુખ્યતામાં પર્યાયની ગણતા સહજ રહે છે. તેથી પર્યાયમાં વિકારાંશ છે તેને ટાળવાનો હોવા છતાં તેની આકુળતા / મુખ્યતા નથી. પરંતુ અંતર્મુખના વેગમાં વિકાર આપોઆપ ટળતો જાય છે. તેમ જ્ઞાન રહે છે–આ પ્રકારે કાર્યસિદ્ધિ છે. (૯૪). ‘સ્વપદનું પરમેશ્વરરૂપ અંતર્મુખ થઈ) અવલોકતાં, વર્તમાનમાં જ પોતે પરમેશ્વરૂપ છે. અહો! અવલોકન માત્રથી પરમેશ્વર (થવાય) થાય. એવી અવલોકન ન કરે તો, પોતાનું નિધાન પોતે લૂંટાવી . દરીદ્રી થઈ ભટકે છે અને ભવવિપત્તિને વહોરે છે ! (“અનુભવ પ્રકાશ'). V સ્વાનુભવમાં પોતે શાશ્વત પરમાત્મા છે' તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્યારે હું રાગ અને સંયોગના આધારે જીવનારો છું તેવી ભ્રાંતિ મટી જાય છે. ભાવ દરીદ્રપણું મટી જાય છે. ત્યારે ચારગતિનું ભટકવું–મટી જાય છે. ચારે ગતિની વિપત્તિઓ | દુઃખો, માત્ર અજ્ઞાનભાવથી વહોરતો હતો તે મટી જાય છે. (૯૫) Vઉદયમાં સાવધાની જીવને બહિર્મુખ થવાનું કારણ છે.–આત્મ-સ્વભાવની સાવધાની જીવને અંતર્મુખ થવાનું કારણ છે અર્થાતુ ઉદયમાં સાવધાની રહેતાં સ્વમાં એકત્વ થઈ શકે નહિ અને જે સ્વમાં સાવધાન છે તેને પરમાં એકત્ર થતું નથી. V સત્-શ્રુત (શ્રવણ) થવાં છતાં, ઉદય કાળે સાવધાનીમાં ફેર પડે નહિ . તો શ્રવણ થયું જ નથી. ભાવપૂર્વક શ્રુતથી પર પ્રત્યેની સાવધાનીમાં ફેર પડે જ, સાવધાની) મોળી પડે જ–તેવા ભાવથી). શ્રવણ વિના આત્મભાવનું, સ્વરૂપલક્ષે, સ્વરસથી ઘોલન થાય નહિ, જેથી મુમુક્ષુ જીવને આત્મપ્રાપ્તિ - સત્ની પ્રાપ્તિની ઇચ્છા હોય તો પણ સફળ થવાતું નથી. આ વારંવાર વિચારવા - અવગાહન કરવા યોગ્ય છે. જેથી આત્માર્થતા ઉત્પન્ન થાય. (૯૬-A) Page #73 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની આત્માર્થીજીવનું જીવન / પરિણમન ‘આત્મલક્ષ' પૂર્વક હોય છે; તેથી ચાલુ પરિણમનમાં ઇષ્ટ-અનિષ્ટપણું થતાં, તેમાં (પોતાનો) વિભાવ રસ ઉત્પન્ન થાય છે, તેને તેનું અવલોકન - સૂક્ષ્મ અવલોકન રહે છે. આ અવલોકનના કારણે કષાયરસની માત્રા વધી શકતી નથી. પરંતુ ઘટતી જાય છે. અર્થાત્ કષાયરસ મંદ પડતો જાય છે. જ્યારે આત્મલક્ષે વિભાવરસ ગળે ત્યારે સમકિતની પૂર્વ ભૂમિકા તૈયાર થાય છે, જેમાં દર્શનમોહ મંદ થાય છે. જ્ઞાન પણ સ્વરૂપની ઓળખાણ કરી શકે તેવું નિર્મળ થાય છે, ધીરું અને ગંભીર થાય છે અને સ્વભાવની જાગૃતિ ઉત્પન્ન થાય છે. તેમજ અધ્યાત્મના સમ્યક્ ન્યાયોમાં રસ / રુચિ વૃદ્ધિગત થાય છે અને અનંત નય (ન્યાય) ના અધિષ્ઠાતા સ્વ-દ્રવ્યનું ગ્રહણ સુલભ થાય છે. જે શાસ્ત્રોનું ભણતર કરવાં છતાં પણ આત્માર્થી નથી, તેને પરિણમનમાં વિપરીતતાનો વેગ ઘણો છે, તેનો દર્શનમોહ બળવાન છે અને જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હોવા છતાં તેનું જ્ઞાન સ્થૂળ છે. જેથી તે ચાલતા પરિણમનમાં કષાયરસનું અવલોકન કરવા સમર્થ નથી - જાગૃત પણ નથી. જો કે મૂળમાં ત્યાં આત્મલક્ષ નથી. અવરોધક તત્ત્વ ૧૮ તેથી એમ ફલિત થાય છે કે, સ્વરૂપ લક્ષી યથાર્થ પુરુષાર્થમાં વિભાવરસ હોવાથી - તેનું જાણવું - અવલોકન થવું આવશ્યક છે. અહીં, જાગૃતિ એટલે `હું જ્ઞાનમાત્ર છું' તેવી અંતર સાવધાની—એમ જાણવું - સમજવું. શબ્દાર્થની સમજણ કરતાં, ભાવના અનુભવને અવલોકવામાં જ્ઞાનને લંબાવી ને સમજવું. (62) * પૂર્ણતાને લક્ષે શરૂઆત કરનાર - ઉપાડ કરનાર જીવને, વર્તમાન ચાલતા પ્રગટ પરિણામમાં, જ્ઞાનક્રિયામાં, જ્ઞાન સ્વભાવનું (ગુણના ગુણનું) અવલોકન પૂર્વક સંશોધન ચાલતાં, તેમાં કષાયના અભાવ સ્વભાવનું ભાસન થાય છે અર્થાત્ (જ્ઞાન) હું નિરાકુળ સુખરૂપ સદાય છું”—તેમ નિર્ણય થાય છે, તેમાં પોતાના અનંત જ્ઞાન અને અનંતસુખનો પ્રતિભાસ છે. જેથી સ્વરૂપનો અપૂર્વ મહિમા ‘જ્ઞાનમાં’ઉપજે છે અને લક્ષ ત્યાંથી ખસતું નથી. આવા લક્ષપૂર્વક સ્વભાવના મહિમા સહિતનું ઘોલન તીવ્ર આત્મરસને ઉત્પન્ન કરે છે. ત્યાં સૂક્ષ્મ વિકલ્પ છે, તો પણ તેના ઉપર લક્ષ નથીતેની ઉપેક્ષા રહે છે, ત્યાં સંયોગોની ઉપેક્ષા તો સહજ જ છે. ધ્યેયભૂત સ્વ-સ્વરૂપ ઉપર વારંવાર ‘આ હું’–એમ ઉપયોગની ભીંસ જાય છે - સહજ જાય છે. આ રીતે સહજ પુરુષાર્થ, સહજ ભેદજ્ઞાનની અહીંથી શરૂઆત થઈ, સ્વાનુભવમાં પરિણમી જાય છે. આ પ્રકારે સ્વરૂપની સાચી ઓળખાણ થતાં, જગતનાં પદાર્થો અને શુભભાવનો મહિમા (જે અનાદિથી હતો તે) મટે છે. અપૂર્વ અતિન્દ્રીય સુખની તુલનામાં બાહ્ય ભાવો-દ્રવ્યો દુઃખના કારણપણે - નિમિત્તપણે જણાય છે. પુન્યનો ઉદય તુચ્છ ભાસે છે. (૯૮) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અનુભવ સંજીવની આત્માને ઓળખવા વિષે : * આત્મા ઉપયોગ લક્ષણવંત છે. * લક્ષણ લક્ષ્ય . સ્વભાવથી સદશ અને વસ્તપણે અભેદ છે. તેની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે. ઓળખાણ થતાં, લક્ષ્યની મુખ્યતા અને લક્ષણની ગૌણતા સહજ થઈ જાય છે. લક્ષ્યની મુખ્યતામાં આખી વસ્તુ (પ્રમાણના વિષયરૂપ વસ્તુ) ટકીને પરિણમતી દેખાય છે. તેથી દ્રવ્ય, ગુણ, પર્યાયનો આભાસ / કલ્પના થતી નથી. સ્વભાવ સન્મુખતામાં આત્મસ્વરૂપ નિરાવરણ / પ્રગટ છે, તેમ જણાય છે. આ હું પ્રત્યક્ષ આવો . સિદ્ધસ્વરૂપી–છું, તેવા ભાસનથી, આત્મવીર્યની ફુરણા થઈ આવે છે અને જેમ જેમ) આત્મ આશ્રયનું બળ વધતું જાય છે, તેમ તેમ જ્ઞાન સ્વરૂપને સુસ્પષ્ટપણે ગ્રહે છે, સાથે સાથે આત્માના બીજા ગુણો પણ સહજ ખીલતા જાય છે. જેટલો પુરુષાર્થ ઉગ્ર તેટલી શુદ્ધિ વિશેષ અને ઝડપી . આવું વસ્તુ સ્વરૂપ છે. વસ્તુ - સ્વરૂપ મહાઆશ્ચર્યકારી, અનુપમ અને અદ્ભુત છે. (૯૮-A) કેવળજ્ઞાનમાં વિસ્મયનો અભાવ છે. કારણકે એક પ્રથમ સમયમાં ત્રણ કાળ - ત્રણ લોક જણાઈ ગયા છે. તેથી કોઈ દ્રવ્યની કોઈ પર્યાય વિષે - આમ કેમ ? એવો વિસ્મય ભાવ ઉત્પન્ન થતો નથી. આવા કેવળજ્ઞાન સ્વભાવને વર્તમાન શ્રદ્ધા . જ્ઞાનમાં જેણે ઝીલ્યો છે, તેવા સમ્યદૃષ્ટિ જીવને પણ શ્રુતજ્ઞાનમાં વિસ્મયનો અભાવ છે. ભાવશ્રુતજ્ઞાનમાં પણ ત્રણકાળ-ત્રણલોકને પરોક્ષપણે જાણવાની શક્તિ છે. તેથી સમ્યકશ્રુત પણ સ્વભાવથી ગંભીર અને અચંચળ છે. બીજા જીવોની અને પુલોની અનેક ચિત્ર-વિચિત્ર અવસ્થા જણાવા છતાં ક્ષોભ ન થવા પાછળ આ સિદ્ધાંતનું ગ્રહણ છે. Vઆ સિદ્ધાંત છે કે જેણે આત્મા જાણ્યો તેને બીજા કોઈપણ આત્મા પ્રત્યે વૈરબુદ્ધિ હોય નહિ; ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ નહિ, કારણકે સમ્યકજ્ઞાનમાં બીજા અજ્ઞાની જીવનું સામાન્ય સ્વરૂપ મુખ્ય રહે છે. અને તેની દોષિત અવસ્થા ગૌણપણે જણાય છે. પોતાના આત્મા જેવું જ સર્વ આત્માઓનું સ્વરૂપ - ગુણધામ છે. તેવા જ્ઞાનમાં ગુણ – સાગર પ્રત્યે વેરબુદ્ધિ કેમ થાય ? (૧૦૦) V જે જીવને સંયોગની પ્રતિકૂળતાનો ડર . ભય છે, તે સંયોગની અનુકૂળતાનો ઇચ્છુક છે. જે જીવને અપમાન / અપકીર્તિનો ભય છે; તે જગતની આબરૂ - કીર્તિનો કામી છે. પરમાં ઇષ્ટ-અનિષ્ટપણની બુદ્ધિથી . જીવ ઉદયમાં સાવધાન રહ્યા કરે છે. તેથી ઉદયભાવથી નિવૃત્ત થઈ શકતો નથી, છતાં બાહ્યમાં સંયોગ-વિયોગ તો પૂર્વ કર્મના ઉદય અનુસાર છે. જેનું કારણ પૂર્વે કરેલાં જીવના (પોતાના) શુભાશુભ પરિણામ છે. જે પરમાર્થે દુઃખરૂપ છે. વિચારવાન Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અનુભવ સંજીવની જીવ તો તેનાં (શુભાશુભના) નાશનો ઉપાય કરે છે, તે વાસ્તવિક દીર્ઘ દૃષ્ટિ છે અથવા સત્ય દૃષ્ટિ છે. ટુંકી દૃષ્ટિમાં જીવ માત્ર વર્તમાન પ્રવૃત્તિમાં (ઉદય ફેરવવામાં) રત રહે છે. તેથી શાશ્વત તત્ત્વ પ્રત્યે તેનું ધ્યાન જતું નથી. (૧૦૧) * વર્તમાન પર્યાયમાં વિકારભાવ વર્તતો હોવા છતાં, હું વર્તમાનમાં જ પરિપૂર્ણ શુદ્ધ છું’. એવી અપૂર્વ દષ્ટિ મૂળ સ્વરૂપ સત્તાને ગ્રહે - તે સ્વરૂપ દૃષ્ટિનું કાર્ય છે. (૧૦૧-A) પર્યાય લક્ષે, નિર્વિકલ્પ થવું છે' તેવી ઇચ્છાથી નિર્વિકલ્પ થવાતું નથી; પરંતુ હું સ્વભાવથી નિર્વિકલ્પ જ છું અને સ્વયં સ્વસંવેદનપણે પરિણમવાનો જ મારો સ્વભાવ છે. - સ્વભાવથી અન્યથા થવું અશક્ય છે.' તેમ સ્વ આશ્રય થતાં કાર્ય થાય તેવી વસ્તુ સ્થિતિ છે. (૧૦૨) સ્વરૂપના યથાર્થ ભાવભાસનમાં પરિણમન ઉપર બહુ ઊંડી અસર થાય છે ઃ * લક્ષ : જ્ઞાનમાં સ્વરૂપનું લક્ષ બંધાઈ જાય છે. ત્યારથી જ્ઞાન સ્વરૂપ લક્ષી થઈ જાય છે. જ્ઞાનના લક્ષમાંથી સ્વરૂપ ભૂંસાતુ નથી અને પરલક્ષ મટે છે. * રુચિ : રુચિ અનન્યભાવે સ્વરૂપ પ્રત્યે જાગૃત થઈ જાય. આ ગુણની રુચિ છે. વિભાવ/ અવગુણ પ્રત્યે અરુચિ થાય છે. પુરુષાર્થ : ચૈતન્ય વીર્યની સ્ફુરણા થાય છે. વારંવાર સ્વરૂપનો - સ્વરૂપ પ્રત્યયી - વેગ ઉત્પન્ન થઈ આવે છે. પુરુષાર્થની દિશા બદલાય છે. જે અપૂર્વ છે. * સ્વરસ : સ્વરૂપના અત્યંત રસવાળું ઘોલન રહ્યા કરે છે. * મહિમા : અસાધારણ મહિમાવંત સ્વરૂપનો, અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે અને જગતનો મહિમા ઊડી જાય છે. જગતના કોઈ પદાર્થનો મહિમા આવતો નથી - રહેતો નથી. સ્વરૂપ સન્મુખના * પરિણામ રહે છે, * અહો ! નિજ જિનપદથી અધિક બીજું શું હોય શકે ? * અનંત સુખનો ભંડાર પોતામાં / અંતરમાં છે ત્યાં વૃત્તિનું વલણ થઈ જાય છે. * ગુણનિધિ સ્વરૂપનો પત્તો લાગતાં અપૂર્વ... અપૂર્વ ભાવોનું વહેણ શરૂ થાય જ ને! લક્ષના કારણથી ઉત્પન્ન જ્ઞાનમાં આનંદના ફૂવારા ફાટે છે.—પૂ. ગુરુદેવશ્રી (પરમાગમસાર ૫૧૬) (૧૦૩) - / અતિન્દ્રીય એવું આત્મસ્વરૂપ, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, કોઈપણ પ્રકારનો (મંદ કષાયરૂપ) રાગનો વિષય પણ આત્મા બિલકુલ નથી; આત્મસ્વરૂપ, મનના વિકલ્પ - ચિંતન ગમ્ય પણ નથી જ. પરંતુ માત્ર અંતર્મુખ જ્ઞાનમાં ગ્રહણ થાય તેવું છે; તેથી કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ J અનુભવ સંજીવની વિકલ્પ - રાગના સદ્ભાવમાં પણ વિકલ્પની આડ વગર જ્ઞાન સીધું સ્વરૂપને - નિજને ગ્રહે - તે અંતર્મુખતા છે. તેમાં આત્મા જ્ઞાનગોચર . વેદનગોચર થાય છે. (૧૦૪) વંસ મૂનો વો . આ શ્રીમદ્ ભગવાન કુંદકુંદાચાર્યનું ગંભીર વચનામૃત - સૂત્ર સિદ્ધાંતરૂપ છે. દર્શન અર્થાત્ શ્રદ્ધાન. આત્માના સર્વ અનંત ગુણોમાં . આ ગુણની વિશિષ્ટતા દર્શક આ સૂત્ર છે. તેમાં ઘણી ગંભીરતા છે. વાસ્તવિકપણે દર્શન પ્રાપ્ત . અનુભવી મહાત્મા તેનો યથાતથ્ય અનુભવ કરે છે. કારણ વચન અગોચર તેમાં ઘણું છે. જે દર્શન શક્તિથી મોક્ષમાર્ગનો અંકુર ફુટે છે, સર્વ ગુણાંશ સ્વયં સમ્યફ થાય છે, જે એવા પ્રકારે મૂળ અંગરૂપે પરિણમતાં . વર્તતા, મોક્ષમાર્ગ વૃદ્ધિગત થઈ, સંપૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ અનિવાર્યપણે થાય જ થાય છે. જેને લઈને સિદ્ધ ભગવંતો સિદ્ધ પર્યાયમાં અનંતકાળ ટકે છે. તે હંસUT . મૂળ ધર્મ / લ્યાણમૂર્તિ સમ્યક પ્રકારે સેવવા યોગ્ય છે. આ એક ગુણ એવો છે કે જે શરૂથી સદા પોતાની પૂરી - અનંત શક્તિથી પરિણમે છે અને અન્ય સમસ્ત ગુણોની નિર્મળતા થવામાં વધવામાં નિમિત્ત થાય છે. (૧૦૫) આત્માનુભવી પુરુષો દ્વારા પ્રવાહિત થયેલાં વચનો અર્થાત્ સશાસ્ત્રો અનુભવરસથી લખાયેલાં હોવાથી, તેમાં અનુભવનું ઊંડાણ હોય છે. તે વચનોને અનુભવનો દૃષ્ટિકોણ મુખ્ય રાખી અવગાહન કરવા યોગ્ય છે; નહિ તો તેમના ભાવો–વાચ્ય, જ્ઞાનગોચર થઈ શકે નહિ. અનુભવનો દૃષ્ટિકોણ લાગુ કરવાથી ભાવ ભાસે. શાસ્ત્રવાંચનની રીત પણ ઊંડી અને રહસ્ય યુક્ત છે. પરલક્ષી ઉઘાડવાળું સ્થળ જ્ઞાન, તેથી જ શાસ્ત્રના મર્મ સુધી પહોંચતું નથી. વળી પરલક્ષી ઉઘાડ-પંડિતાઈ-વિદ્વતા સાથે, અભિમાન સ્વછંદ વિ. દોષ સહજ જન્મ પામે છે. તેથી પણ તેનાથી ગુણ થતો નથી. આત્માર્થીને શબ્દાર્થ–ભાવાર્થ થી સંતોષાઈ જવાનું થતું નથી . પરંતુ તે અનુભવની કળા માટે અત્યંત જીજ્ઞાસુ રહે છે. (૧૦૬) નવેમ્બર - ૧૯૮૫ બોધકળા : નિજ શુદ્ધ જીવાસ્તિકાયમાં અહબુદ્ધિ થવી, અભેદભાવે લક્ષ રહ્યા કરવું. આ પ્રકારે બળવાન પરિણામ થતાં, ઉપયોગ શુદ્ધ થાય. (૧૦૭) પ્રશ્ન : જ્ઞાનીને કોણ ઓળખે ? ઉત્તર : જ્ઞાની, જ્ઞાનીને ઓળખી શકે, પોતાના અનુભવ ઉપરથી, જેની વાણીમાં, અનુભવ રસ વ્યક્ત થાય છે; દૃષ્ટિ, પુરુષાર્થ વગેરે પ્રકારથી પણ સાધક દશાની ઓળખાણ થાય છે. અનેક વિધ અધ્યાત્મ ભાવો ઓળખવાની નિર્મળતા જ્ઞાનીને હોવાથી, તે અન્ય જ્ઞાનીને ઓળખે છે. સમ્યક Page #77 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની શ્રુત જ્ઞાનમાં ઘણું સામર્થ્ય છે. તે સિવાઈ . મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લ્ય છે.'—(શ્રીમ) તે વચન અનુસાર પાત્ર જીવને પણ જ્ઞાનીની દશાની અંતર્ પ્રતીતિ ચોક્કસ પણે આવી શકે છે. જેમ દર્દી પોતાના રોગના નિદાન વગેરે પ્રકારે વૈદ્યના જ્ઞાનને સમજી શકે છે. તેમ મુમુક્ષુ જીવ, (ભવરોગના નિદાનાદિ જ્ઞાનના પ્રકારથી માર્ગનો શોધક જીવ, માર્ગ દેખાડનારના અનુભવ જ્ઞાનની સત્યતાનો નિર્ણય કરી, ઓળખી શકે છે. નિઃશંક થઈ શકે છે. (૧૦૮) આત્મભાવના : સર્વોત્કૃષ્ટ, પરમ શાંતરસમય, સમરસ . સ્વભાવી, અનંત સુખધામ, કેવળ અંતર્મુખ, સ્વયં અભેદ સહજ અનુભવરૂ૫ છું. તેથી સમસ્ત પરમાં ઉપેક્ષા સહજ છે). (૧૦૯) / જગતના સમસ્ત પરપદાર્થ પ્રત્યેથી આકર્ષણ છૂટી જાય અને એકમાત્ર સ્વ-સ્વરૂપનું જ ખેંચાણ રહ્યા કરે, તેવું પરમ અદ્ભુત, આશ્ચર્યકારી, અનંત મહિમાવંત આત્મસ્વરૂપ છે. અરે ! પૂર્ણ કેવળજ્ઞાનાદિ પર્યાયની પણ જેને અપેક્ષા નથી, તેવું પરમ નિરપેક્ષ આત્મસ્વરૂપ છે. આવા નિજ સ્વરૂપની એકાકાર ભાવનાવાનને પણ અન્ય કાંઈ અપેક્ષા ન રહે. આવા નિજ સ્વરૂપની દૃષ્ટિ વિના, અન્ય દ્રવ્ય-ભાવમાં મુખ્યતા થાય . સ્વરૂપ-દષ્ટિમાં તો પોતે સ્વરૂપમાત્ર . “જ્ઞાયકમાત્ર (હું), સિવાઈ અન્ય કાંઈ છે જ નહિ. (૧૧૦). જે સ્વસમ્મુખ ભાવમાં આત્મસ્વરૂપે પ્રગટ - સહજપ્રત્યક્ષરૂપ છે તે ભાવમાં પ્રત્યક્ષતા સહિત (સાથે) અભેદતા સધાય છે, તેથી તે ભાવમાં પરોક્ષપણાનો સહજ અભાવ થાય છે; અર્થાત્ ત્યાં અદ્વૈતભાવે અતિન્દ્રિય પ્રત્યક્ષપણે વર્તે છે. તેથી ભાવમાં નિજરસ - આત્મરસ ઉત્પન્ન થાય છે. અહો ! અનંત શાંત સુધ સાગરનો પરમ આદરભાવ . એ જ મહા વિવેક છે. પરમપદનો વિવેક / આદર થવામાં અન્ય વિકલ્પ શું ? પરમાત્મપદ પ્રત્યેના ઉલ્લાસિત વીર્યથી દર્શન શુદ્ધિ છે વા સર્વ સિદ્ધિ છે. (૧૧૧) કારણ શુદ્ધ પર્યાયનું સ્વરૂપ ૧ઃ પ્રત્યેક વર્તમાનમાં કાર્ય–શુદ્ધ પર્યાયના કારણપણે તૈયાર–મોજૂદ એવું અનંતગુણોના અભેદભાવનું સ્વાકારભાવે ધૃવત્વ, તે કારણ શુદ્ધ પર્યાય છે, જે દ્રવ્યના અનંત સામર્થ્યને દર્શાવે છે, તે આ રીતે : જે ધ્રુવના વર્તમાનને અવલંબતા કેવળજ્ઞાનાદિ પૂર્ણ શુદ્ધતા પ્રગટે તો દ્રવ્યનું ત્રિકાળી સામર્થ્ય કેટલું અનંત અને ગંભીર !! ૨ઃ સમુદ્રના પાણીનું મોજાની સપાટીવાળું અસ્થિર દળ પૂરું થતાં નીચે સ્થિરદળ શરૂ થાય Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અનુભવ સંજીવની છે. તે સ્થિર દળની ઉપરની સપાટીના દૃષ્ટાંતે, પર્યાયના ઉત્પાદ-વ્યયથી પાર ઊંડે . અંતરમાં અન્વયરૂપ વર્તમાન ધ્રુવત્ત્વને અવલોકવું, અવલંબવું. :૩: જીવના ત્રિકાળી સ્વરૂપમાં, કેવળજ્ઞાનાદિ પૂર્ણ શુદ્ધ પર્યાયોના કારણરૂપ ત્રિકાળ રહેલી પર્યાય પરિણમન શક્તિનું વર્તમાન તે કારણ શુદ્ધ પર્યાય છે. શ્રીમદ્ પદ્મપ્રભમલધારી દેવે તેને પૂજિત પંચમભાવ પરિણતિ કહેલ છે / સમાદર કરેલ છે. (૧૧૨) સવિકલ્પ દશામાં, જે કાળે નિજ અભેદ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપનો યથાર્થ નિર્ણય’ થાય છે, ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપની અત્યંત મુખ્યતા વર્તે છે તેથી - તે જીવનો નિર્વિકલ્પ દશાનો કાળ પાકી ગયો છે. કેમકે તે હવે વિકલ્પમાં અટકશે નહિ, તેને વિકલ્પની મુખ્યતા નહિ રહે; હવે તે શીઘ્ર વિકલ્પને વમી નાખશે અથવા તેના વિકલ્પ હવે શીઘ્ર વમાઈ જશે. નિર્વિકલ્પ શુદ્ધાત્માનો ભાવનામાં અને જ્ઞાન લક્ષણથી જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કર્યો, તેને નિર્વિકલ્પતાનો અવસર આવી ગયો છે. (૧૧૩) વિધિ : અંતરંગમાં સૂક્ષ્મ અનુભવદષ્ટિથી જોતાં, જીવને માત્ર જ્ઞાનનો - સામાન્યનો—જ અનુભવ છે. ત્યાં જોરથી સ્વપણું થતાં અનેક શેયાકારો અને પર્યાયત્વ ગૌણ થાય છે; ને ‘સ્વભાવનો આશ્રય લક્ષના કારણથી થઈ જાય છે. સ્વભાવના આશ્રયમાં દ્રવ્ય પર્યાયના ભેદ સહજ નિરસ્ત થઈ જાય છે. કારણકે સ્વભાવ દ્રવ્ય-પર્યાયના ભેદથી નિરપેક્ષ છે. સ્વભાવે અનઉભય સ્વરૂપ છે. (૧૧૪) વિભાવથી / રાગથી જ્ઞાનની ભિન્નતાના પ્રયોગ દ્વારા ભેદજ્ઞાન પ્રથમ અંતરંગમાં થવું ઘટે છે; કે જેમાં જ્ઞાનની મુખ્યતા દ્વારા જ્ઞાનથી જ્ઞાનનું એકત્વ થાય છે. એક સમયની પ્રગટ શુદ્ધ પર્યાય - ત્રિકાળી સ્વભાવથી ભિન્ન હોવા છતાં, સ્વયં સ્વભાવને અવલંબે છે. વિભાવની જેમ તે ભાવનો પણ ક્ષય કરવાનું પ્રયોજન નથી. માત્ર અવલંબનનું (આશ્રયનું) સ્થાન તે શુદ્ધ પર્યાય નથી - તેટલું જ પ્રયોજન છે. તેથી રાગનું અવલંબન (સ્વભાવના અવલંબને) છૂટવાનું પ્રથમ કર્તવ્ય છે.— આ વિધિ ક્રમ છે. વિધિ-ક્રમમાં ફરક થતાં માર્ગ બદલાઈ જાય છે અથવા મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. મિથ્યાદ્દષ્ટિને શુદ્ધ પર્યાય પ્રગટેલી ન હોવાથી, તેને તેથી ભિન્ન પડવાની વિધિનો પ્રારંભ કરવાનો પ્રશ્ન નથી. (૧૧૫) ન V/પરલક્ષી શાસ્ત્રનું ક્ષયોપશમ જ્ઞાન પણ પ્રાયઃ બાધક થાય છે. આ પ્રકારના જ્ઞાનના વિકાસમાં, આત્માની શુદ્ધતાનો વિકાસ માનવો કે આત્મજ્ઞાનનો વિકાસ માનવો, તે ભ્રમ છે. સ્વલક્ષે થયેલ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અનુભવ સંજીવની શાસ્ત્ર અધ્યયન યથાર્થ જ્ઞાનનું કારણ થાય છે. પરલક્ષી જ્ઞાનમાં, શુષ્કતા અથવા અભિમાન અથવા સ્વચ્છેદ આદિ દોષની સંભાવના રહે છે. (૧૧૬) લૌકિક સમાજની તો નહિ, પરંતુ ધાર્મિક સમાજમાં પ્રતિષ્ઠા, કીર્તિ મળે તો ઠીક . તેવી અપેક્ષા રાખે તેવો આત્માર્થી નથી. પ્રતિષ્ઠા - કીર્તિની અપેક્ષા થતાં આત્માર્થીપણું ન રહે. તેવો આત્મા નથી–ખરેખર તો વિકાસ પામતી અવસ્થાની પણ સ્વરૂપમાં તેને અપેક્ષા નથી. જ્યાં સર્વોત્કૃષ્ટ દ્રવ્ય ઉપર દૃષ્ટિ છે ત્યાં શુદ્ધ પર્યાય ઉપર પણ દૃષ્ટિ નથી . તેને બીજી કોઈ બીજા કોઈની) અપેક્ષા કેમ હોઈ શકે ! (૧૧૭) Wવર્તમાન આખા ભવ પ્રત્યે (તીવ્ર મુમુક્ષ) જ્ઞાની ઉદાસ છે. એક આત્માની જ અપેક્ષિત વૃત્તિ થઈ ગઈ હોવાથી અન્ય સર્વ ઉપેક્ષાનો વિષય સહજપણે થઈ જાય છે. તેથી જ્ઞાની ભવ-ઉદાસી છે. ઉદય પ્રસંગો તો ભવના પેટાભેદ છે, તેથી તેમાં તન્મયતા થતી નથી. મનુષ્યપણું તે મારૂં સ્વરૂપ નથી, પરવસ્તુ છે; તેથી હેય છે. ત્યાં ઉદયની ઉપાધિ ઉત્પન્ન થતી નથી. ઉપાધિ સહિતપણામાં દુઃખ છે અને ઉપાધિ રહિતપણામાં સુખ છે. તેથી જ્ઞાની સુખી છે. તેમને પોતાનો સુખસ્વભાવ પણ અનુભવ પ્રત્યક્ષ છે. તેથી બહારના ખેંચાણરૂપ આકુળતા નથી. (૧૧૮) સ્વસંવેદ્યમાન સ્વરૂપ અવલોકનમાં –અનુભવમાં અખંડ રસ ધારા વરસે છે . તે શાંતરસ, અમૃતરસ - ચૈતન્ય રસધારા છે . અખૂટ આત્મરસનો પ્રવાહ છે. આ એક દેશ, જઘન્ય વેદન એવું છે કે તે આંશિક આનંદ પાસે ઈન્દ્રાદિ સંપદા દુઃખનું નિમિત્ત - વિકારરૂપ ભાસે છે. (અનુભવ પ્રકાશ) (૧૧૯) જ્ઞાનલક્ષણપૂર્વક સ્વભાવની ઓળખાણ થયા વિના વિભાવની ઓળખાણ પણ થાય નહિ અને તેથી જ સ્વરૂપની ઓળખાણ વિના . અજ્ઞાન ભાવે કોઈને કોઈ વિભાવમાંજ સ્વભાવની અર્થાત્ આત્માની કલ્પના થતાં . વિભાવનું સેવન છૂટતું નથી. કષાયની મંદતા અથવા જ્ઞાન - ચારિત્ર આદિ કોઈ ગુણના પરાભુખી ક્ષયોપશમમાં સ્વભાવનો ભ્રમ-(ઓળખાણના અભાવે) થઈ જાય છે અને તેમાં જ આગળ વધવાની અભિલાષાથી તેનું સેવન થાય છે. (૧૨) સ્વરૂપની સહજ અંતર સાવધાનીરૂપ વલણ . હું જ્ઞાનમાત્ર છું, એ સન્માર્ગનું એક માત્ર મુખ્ય કરોડરજ્જુ છે. જેના અભાવમાં, અન્યભાવ / અન્ય દ્રવ્યની સાવધાની સહજ રહેતાં, પ્રમાદનું રાજ્ય પ્રસરે છે. (૧૨૧) Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૫. અનુભવ સંજીવની સત્ નો પ્રગટ અનુભવ–દશા જેને વર્તે છે એવા પુરુષનો સમાગમ - તે સત્સંગ છે. જે અતિ દુર્લભ છે. - તેમ છતાં આવો સત્સંગ પણ અફળ જાય તેવા કારણરૂપ પરિણામને જીવ સેવે છે. ત્યારે રત્નચિંતામણિ તુલ્ય મનુષ્ય ભવ ગુમાવી દેવાનું / હારી જવાનું બને છે. તે સત્સંગ અફળ થવાના કારણો નીચે પ્રમાણે છે. ૧. મિથ્યા આગ્રહ : ભૂતકાળમાં જીવે મિથ્યા અભિપ્રાય અનાદિથી સેવ્યો છે. તેનો આગ્રહ સત્સંગ પ્રાપ્ત થવા છતાં ન મૂકવો, તે મિથ્યા આગ્રહ છે. સંક્ષેપમાં તેનું સ્વરૂપ એવું છે કે જે આગ્રહને વશ હું માત્રજ્ઞાન સ્વરૂપ છું –તેવી અંતર સાવધાની ઉત્પન્ન થાય નહિ અને તેથી પરની સાવધાનીરૂપ - પરિણામોની અધિકાઈ . વજન રહ્યા કરે. પ્રશસ્ત ક્રિયા - પરિણામનો આગ્રહ પણ ચૈતન્ય સ્વરૂપની સાવધાની ન થવા દશે, તે મિથ્યા આગ્રહ છે. સર્વ પ્રકારના મિથ્યા આગ્રહ છૂટે તેવું નિમિત્ત “સત્સંગ છે. તેમ છતાં જીવ ત્યાં પણ મિથ્યા આગ્રહ ને ન છોડે તો પ્રાપ્ત સત્સંગ પણ અફળ જાય છે. તેમજ મિથ્યા આગ્રહ છૂટવા પછી કોઈ કારણ સાધન નથી. ૨. સ્વચ્છંદપણું ઃ દોષિતભાવનો પક્ષપાત, દોષમાં મમત્વ થતાં, સ્વચ્છંદને ઉત્પન્ન કરે છે. આ સ્થિતિ સત્સંગને અફળ કરનારી છે. દોષભાવના પક્ષપાતમાં . દોષની રુચિ કામ કરે છે. તેથી તેનો અભાવ થાય તેવો પ્રયત્ન થતો નથી. ઉલ્ટાનો સ્વછંદી જીવ દોષને ગૌણ કરે છે અથવા અપેક્ષાવાદના બહાને દોષનો બચાવ / રક્ષણ કરે છે. - સર્વ અન્ય ભાવ દોષરૂપ હોવા છતાં તેમાં ઉત્સાહથી . સાવધાનીથી પ્રવર્તવું થાય તે પણ સ્વચ્છંદનો સૂક્ષ્મ પ્રકાર છે. હું જ્ઞાનમાત્ર છું તેવી સ્વરૂપ સાવધાનીના અભાવમાં ઉક્ત પ્રકારે સ્વચ્છંદનો જન્મ થાય છે. આ દોષ તીવ્ર થતાં માન પ્રકૃત્તિ જોર કરે છે અને તે તીવ્ર થતાં દેવ, ગુરુ, શાસ્ત્ર અને પુરુષ સંબંધી અવિવેક પણ થવા લાગે છે. સ્વચ્છંદીને ગુણ અને ગુણવાનની અરુચી છે. તેની ચાહના નથી. ૪૩. પ્રમાદ : ‘હું જ્ઞાનમાત્ર છું' તેવી સતત જાગૃતિનો અભાવ અને અન્યભાવનો રસ રહેવો તે પ્રમાદ છે. પ્રમાદભાવમાં કષાયરસનો ઘણો ભાર છે. તેથી સત્સંગની અસર થતી નથી. V૪. ઇન્દ્રિય વિષયની અપેક્ષા : જડની અવસ્થામાં સુખબુદ્ધિ - રસબુદ્ધિ - મહિમાવંતપણું થતાં તેની અપેક્ષા રહ્યા કરે છે. ત્યારે જીવ નિજ મહિમાને, નિજ સુખને . સ્વભાવને . ભૂલે છે અને સ્વભાવની ઉપેક્ષામાં વર્તે છે. હું જ્ઞાન માત્ર છું તેવી સ્વયંની જાગૃતિકાળે - ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો સુખરહિત ભાસે છે. તેથી પણ વ્યામોહ થતો નથી. હું જ્ઞાન માત્ર છું તેવી જાગૃતિપૂર્વક ઇન્દ્રિય વિષયનો જ્ઞાનમાં . સ્વમાં અભાવ ભાસ્યમાન થતાં તેની અપેક્ષાવૃત્તિ - બુદ્ધિ થતી નથી. ઇન્દ્રિય વિષયની અપેક્ષાવૃત્તિમાં (વાસના) સત્સંગમાં પ્રાપ્ત બોધ લાગતો નથી. કારણ ઇન્દ્રિય વિષયના રસમાં જ્ઞાનરસનો અભાવ છે અને જ્ઞાનમાં અર્થાત્ સ્વની જાગૃતિથી ઉત્પન્ન જ્ઞાન રસમાં . ઇન્દ્રિય વિષયનો રસ અભાવપણાને પામે છે જે સત્સંગનું પ્રત્યક્ષ ફળ છે. પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ સમેત સમાગમ કરવામાં આવે તો જ સત્પરુષનો બોધ પરિણમે છે અને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અનુભવ સંજીવની સત્ સમાગમમાં ભક્તિપૂર્વક સમર્પણ થતાં ઇન્દ્રિયો તરફની વૃત્તિ શિથિલ થઈ જાય છે અને અત્યંત ભક્તિ વિષયવૃત્તિના રસને મંદ કરે છે ત્યારે નિજ હિતનો ભાવ બળવાન થાય છે. આમ પર વિષયનો રસ - જડનો રસ સત્સંગ સફળ થવામાં પ્રબળ અવરોધક - પ્રતિબંધક કારણ છે. ૫. અપૂર્વ ભક્તિનો અભાવ : સત્સંગદાતા એવા જ્ઞાની - પરમપુરુષ . પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિનો અભાવ હોતાં ઉપર કહેલા ચારેય દોષ સહજ ઉત્પન્ન થાય છે. જેને અપૂર્વ ભક્તિ વર્તે છે તે જીવ સંસાર તરી જાય છે. તેથી જ્ઞાનીનો યોગ પરમ હિતકારી જાણી, પરમ પ્રેમથી, સર્વાર્પણબુદ્ધિથી, સર્વ સંયોગને ગૌણ કરીને ઉપાસવા યોગ્ય છે અને તો જ જ્ઞાનીથી પ્રાપ્ત બોધ પરિણમે છે. અન્યથા પરિણમન થતું નથી . કોરી ધારણા રહી જાય છે. આ વસ્તુ સ્થિતિ છે. વાસ્તવમાં તો જ્ઞાનીની ઓળખાણ થયે પાત્ર જીવને ઉપરોક્ત પ્રકારે અપૂર્વ ભક્તિ જાગૃત થાય જ છે . થયા વિના રહેતી નથી. આવી ભક્તિ તે માત્ર પ્રશસ્ત રાગ વૃદ્ધિરૂપ નથી, પરંતુ પ્રગટ સનું ખરું મૂલ્યાંકન છે, જેને લીધે દર્શનમોહ દઢ થાય તેવા દોષ ઉત્પન્ન થતાં નથી, પરંતુ દર્શનમોહ ગળી જાય . તેવી પરિણામની સ્થિતિ થાય છે. આ સત્સંગમાં રહેલું મહાન રહસ્ય છે. તેથી જ સર્વ જ્ઞાનીઓએ સ્વયંના અનુભવથી ઠામ ઠામ સત્સંગનું મહત્વ પ્રદર્શિત કર્યું છે. જે વિવાદમાં જરાપણ ખેંચી જવા યોગ્ય નથી. (૧૨૨) પર વિષયમાં સુખનો અનુભવ તે કલ્પિત છે, જૂઠો છે. ત્યાં ખરેખર સુખ અથવા આનંદ ન થતો હોવા છતાં, આભાસ થાય છે. તેમાં જૂઠો આનંદ મનાય છે. આ સિદ્ધાંત કોઈપણ કક્ષાના કષાયની મંદતાવાળા પરિણામને પણ લાગુ પડે છે. નિજહિતના પ્રયોજનની દૃષ્ટિકોણવાળા જીવને જૂઠા - કૃત્રિમ - આનંદમાં પોતે છેતરાય નહિ તેની સતત જાગૃતિ ... સાવધાની પ્રસંગે પ્રસંગે, કાર્યો કર્યે રહેવા યોગ્ય છે. કારણ કે તેમાં અધ્યાત્મિક નુકસાન છે. (૧૨૩). સમ્યકજ્ઞાન મહાવિવેક ધારણ કરી, સ્વપર પ્રકાશક પરિણમનમાં, સ્વવિષયમાં અને પર વિષયમાં નીચે પ્રકારે | પ્રમાણે પરિણમે છે : * સ્વરૂપને અભેદ અનુભવરૂપ, મહામહિમાવંત જાણી સર્વોત્કૃષ્ટ ઉપાદેયપણે ચૈતન્યરસપણે સ્વ.આશ્રયભાવે સહજ પરિણમે છે. જ પર પદાર્થ અને રાગ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, ભિન્નપણે, ઉપેક્ષાભાવે, નિર્મુલ્ય અને નીરસપણે સહજ જણાય છે . પરિણમે છે. તેથી તે પરથી નિવૃત્ત થતું થકું–વિજ્ઞાનઘન થતું જાય છે. આ સમ્યજ્ઞાનનું સ્વરૂપ છે. (૧૨૪) દ્રવ્યાનુયોગ આત્માનું એકત્વ . વિભક્ત સ્વરૂપ બતાવે છે. અભેદ સ્વભાવનું લક્ષ કરવાનો Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અનુભવ સંજીવની પરમ ગંભીર વિષય દ્રવ્યાનુયોગમાં છે. નિશ્ચય અધ્યાત્મના ઉપદેશની પ્રધાનતા વડે, દયા - દાનાદિ પરિણામનો અહીં નિષેધ આવે છે. તેમાં સ્વભાવ દૃષ્ટિ કરાવવાનો હેતુ છે. સ્વભાવની અભેદતા સાધવા, આ જ હેતુથી દ્રવ્યાનુયોગ અનુસાર - ગુણ પર્યાયના ભેદોનું જે નિરૂપણ છે . (જે વ્યવહારનયના વિષયભૂત સમસ્ત સિદ્ધાંતો છે) તેને–ભેદને નિરસ્ત કરવાની શૈલીથી અધ્યાત્મ પ્રધાનતા અભેદતા કરાવે છે - સાધે છે. યથાર્થતામાં આવી દૃષ્ટિની પ્રધાનતા સામે સંશય કે અનાદર ભાવ થતો નથી પરંતુ વિશેષ આદર - મહિમાના ભાવ થાય છે. તેમ છતાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું ભેદરૂપ નિરૂપણ - જે આગમ અનુસાર છે, તેના જ્ઞાનમાં પણ સપ્રમાણતા રહે છે જરાપણ અન્યથા કલ્પના થતી નથી. એવું સંતુલન રહે તે આ વિષયની ગંભીરતા છે અર્થાત્ સમ્યક્ એકાંત અને અનેકાંત છે. ૧. આ વિષયમાં અયથાર્થતા ઉત્પન્ન થાય ત્યારે કોઈને દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદ નિરૂપક સિદ્ધાંતોની મુખ્યતાનો એકાંત વર્તે છે. જે અભેદતા સાધક વચનો પરત્વે ગૌણતા અથવા અનાદર ઉત્પન્ન કરે છે. ત્યાં ભેદોનું જાણપણું મુખ્ય કરીને અધ્યાત્મ દૃષ્ટિની ગૌણતા થાય છે. તે યથાર્થ નથી. ૨. જ્યારે કોઈ તો, અધ્યાત્મ પ્રધાન (જ્ઞાની-આચાર્યોના) વિધાનોની મુખ્યતા કરે છે. પરંતુ ત્યાં આશયની ગંભીરતાને નહિ ગ્રહણ કરીને (કારણ અધ્યાત્મ તત્ત્વ જ્ઞાનમાં ભાસ્યું નથી.) અભેદતા સાધવાના પ્રયોજન - પુરુષાર્થને પ્રાપ્ત કરતા નથી. પરંતુ કલ્પનાથી દ્રવ્યનું - પદાર્થનું સ્વરૂપ અન્યથા ગ્રહણ કરે છે. જેથી ગૃહિત મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. તે માત્ર અધ્યાત્મ કથનની શૈલીના રાગમાં રાચે છે. પરંતુ અધ્યાત્મભાવમાં પરિણમતા નથી તે યથાર્થ નથી. કથન શૈલીનો રાગ મુખ્ય થતાં - પુદ્ગલ રસ, વિકલ્પનો રસ વધે છે. તેમાં અધ્યાત્મ રસ નથી. પરંતુ અયથાર્થતામાં, અધ્યાત્મ રસ હોવાની ત્યાં ભ્રાંતિ થાય છે. તેમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંત જ્ઞાનથી વિરૂદ્ધ માન્યતા દૃઢ થઈ જાય છે. છતાં પોતે અધ્યાત્મી હોવાનું માને છે. સિદ્ધાંતજ્ઞાન અને અધ્યાત્મના ભાવ - જ્ઞાન વચ્ચેનું સંતુલન અને અનૈકાંતિક વલણ યથાર્થરૂપે રહેવું તે જ આ માર્ગની સૂક્ષ્મતા છે. (૧૨૫) * પરિપૂર્ણ નિર્દોષતા (મોક્ષ)નું જેને ધ્યેય છે; તેવા સાચા આત્માર્થીને માત્ર નિર્દોષતાનું પ્રયોજન હોવાથી સર્વ પરિણમન આ પ્રયોજનના લક્ષે થાય છે. તેથી પ્રયોજન વિરૂદ્ધ એવી અયથાર્થતા થતી નથી. સમજણમાં સર્વ ન્યાયો નિર્દોષતાના પ્રયોજનને લક્ષે સમજવાની પદ્ધતિ હોવાથી, તે જ્ઞાન આગળ વધીને સમ્યજ્ઞાનમાં પરિણમે છે. તાત્પર્ય એ કે સમજણ કરવા પાછળ નિર્દોષતાનો એક માત્ર દૃષ્ટિકોણ હોવો ઘટે છે, નહિ તો માત્ર ઉઘાડ - ક્ષયોપશમની વૃદ્ધિ અર્થે વાંચન - શ્રવણની પ્રવૃત્તિ થાય. તેમાં સાથે અયથાર્થતાની ઉત્પત્તિ થાય છે. તેથી માત્ર શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડ પાછળ વ્યામોહ પામવું યોગ્ય નથી. પરંતુ શાસ્ત્ર જ્ઞાન પાછળના દૃષ્ટિકોણને સમજીને મૂલ્યાંકન કરવું યોગ્ય છે.(૧૨૬) Page #83 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની જાણપણારૂપ જ્ઞાન - જાણવારૂપ સદા પ્રવર્તે છે. પરંતુ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય તો આચરણ ઊભું થાય; જ્ઞાનને પ્રતીતિનો સાથ ન મળે તો અર્થાત્ જાણપણાથી પ્રતીતિ વિરૂદ્ધ વર્તતી રહે તો જાણપણું કાર્યગત થતું નથી. સ્વભાવના અંતર અભ્યાસમાં, સહજપણે . પ્રગટ જ્ઞાન વેદન દ્વારા સ્વભાવના પ્રત્યક્ષપણાનું - પ્રતીતિના બળથી વારંવાર ઉગ્રતા થતાં, “હું આવો જ (જ્ઞાનમાત્ર) છું . સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે. આ પ્રકારે શ્રદ્ધા-જ્ઞાનની મૈત્રી છે; (મોક્ષમાર્ગને વિષે). (૧૨૭) જ્ઞાનીને દ્રવ્યદૃષ્ટિ હોવાને લીધે, સર્વ જીવો સિદ્ધ સ્વરૂપે જણાય છે. ભલે તેઓ અજ્ઞાન અને પર્યાય દૃષ્ટિને લીધે પોતાને ગમે તેમ માનતા હોય, પરંતુ જ્ઞાની તો તેમને સિદ્ધપણે જ દેખે છે. તેથી માથાનો વાઢનાર અર્થાત્ તીવ્ર વિરોધ કરનાર પ્રત્યે પણ જ્ઞાનીને વ્યક્તિગત દ્વેષ થતો નથી. પરંતુ તેની વિકારી દોષિત વૃત્તિનો નિષેધ આવે છે, તો પણ દ્રવ્યની મુખ્યતા છૂટીને નિષેધ આવતો નથી. (દ્દેષ મુખ્ય થતો નથી. પરંતુ દ્રવ્યની મુખ્યતા સહિત નિષેધ (દોષભાવનો કરુણાબુદ્ધિથી આવે છે. - આવા અંતરંગ પરિણામોને જ્ઞાની જ સમજે છે. બીજા સમજી શકતા નથી. (૧૨૮) ત્રિકાળી નિજ સ્વભાવ, જેવો સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનમાં ગોચર થાય છે, તેવા સ્વરૂપનું ભાન થવું . રહેવું તે પ્રગટ સમ્યક્ દશા છે; જે અપૂર્વ નિજ ચૈતન્ય રસના નિર્વિકલ્પ વેદન સ્વરૂપે છે. - આવું ભાન શુદ્ધોપયોગ પૂર્વક ઉત્પન્ન થાય છે. (૧૨૯) જ્ઞાનમયપણે નિજ અસ્તિત્વનું સહજ વેદન તે (પરથી) ભેદજ્ઞાન છે, અને સ્વથી) અભેદજ્ઞાન છે અથવા આત્મજ્ઞાન છે. જે ભવભ્રમણ રોગનું પરમ (અમોઘ) ઔષધ છે. (૧૩૦) પોતાના કલ્યાણની શરૂઆત યથાર્થપણે - વાસ્તવિકપણે કેવા પ્રકારે હોય તે વિષયમાં સિદ્ધાંત સૂત્ર, અનુભવસિદ્ધ થયેલ . પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. અહીં પૂર્ણતા - પૂર્ણ શુદ્ધ દશરૂ૫ ધ્યેયના સ્થાને છે. - સાધ્યના સ્થાને છે, આ સૂત્ર એમ નિર્દેશ કરે છે કે જો ધ્યેય પૂર્ણતાનું ન બંધાયુ હોય તો સાધ્યની ભૂલ રહી છે. તેથી તેને શરૂઆત યથાર્થ પ્રકારે થતી નથી. તેથી તે જીવ ધર્મ અંગે જે કાંઈ કરે છે; તે માર્ગની વિધિ માટે શરૂઆત રૂપ પણ નથી. કોઈપણ (ધર્મમાં પ્રવેશ કરનાર જીવે પોતાના પરિણમનમાં ઉક્ત સૂત્રનું વાચ્યભૂત - તાત્પર્યભૂત સાધ્ય નિશ્ચિત થયું છે કે કેમ ? તે અવશ્ય મળવણીથી . તપાસીને સમજી લેવું જોઈએ. પ્રાયઃ જીવ પોતાની મતિ કલ્પનાથી ધર્મ . માર્ગમાં પ્રવર્તે છે. પરંતુ શરૂઆત અન્યથા પ્રકારે હોવાથી ધર્મનો પ્રારંભ પણ થતો નથી. પરંતુ અનાદિ ભ્રમ ભાંગવાને બદલે એક વધુ ભ્રમ સેવાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની સાધ્યની ભૂલ રહેતાં સાધન મળતું નથી. ૨૯ (૧૩૧) બુદ્ધિપૂર્વક પદાર્થનું સ્વરૂપ વિપરીત કે અન્યથા નિશ્ચિત કર્યું હોય-તે યથાર્થ વિચારણાથી જેમ છે તેમ દ્રવ્ય, ગુણ, પર્યાયથી અવિપરીતપણે સ્વીકાર થયા વિના, પુરુષાર્થ યોગ્ય દિશામાં શરૂ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે, કોઈ જીવની વસ્તુ સ્વરૂપની સમજણમાં ભૂલ હોય અને અધ્યાત્મના વિષયમાં તે મુખ્યતા કરે તો પણ તેનો પ્રયત્ન સફળ થઈ શકે નહિ, અધ્યાત્મ ભાવો તો સહજ છે. સ્વરૂપની વિપરીત સમજણમાં પ્રયત્ન કૃત્રિમતા ધારણ કરે છે અર્થાત્ અધ્યાત્મનો વિષય પરલક્ષી ક્ષયોપશમમાં બુદ્ધિગોચર થતાં કૃત્રિમ મુખ્યતા થાય છે. - તેમાં પોતે છેતરાઈ જાય છે. પોતાને અધ્યાત્મી માનવાની આ બહુ મોટી ભૂલ થાય છે. (૧૩૨) શ્રી ‘સમયસાર’પરમાગમમાં આચાર્ય ભગવંતોએ અસ્તિ-નાસ્તિથી બન્ને પડખેથી, અદ્ભુત શૈલીથી નિરૂપણ કર્યું છે. અસ્તિથી : દૃષ્ટિનો વિષયભૂત શાયક (દ્રવ્ય) સ્વભાવ, દ્રવ્યદૃષ્ટિનું અનુભવપૂર્ણ નિરૂપણ અને સ્વભાવ દૃષ્ટિવંત - સમ્યક્દષ્ટિના - દૃષ્ટિના પરિણમનની મુખ્યતાવાળા અનેક પડખાને તાત્વિક દૃષ્ટિકોણથી, અદ્ભુત શૈલીથી પ્રકાશ્યું છે. આખા સમયસારનું આ હાર્દ છે. નાસ્તિથી : અનાદિ અજ્ઞાન, મિથ્યાત્વનું સ્વરૂપ, તેનો અભાવ કરવાની વિધિનું અનેક ભેદે નિરૂપણ છે. આમ અસ્તિ-નાસ્તિથી સૂક્ષ્મ આત્માનું તત્ત્વ અર્થાત્ પ્રાપ્તિની રીત પ્રકાશેલી છે. (૧૩૩) પુદ્ગલ પર્યાય પ્રતિ જીવનો રસ - વિભાવરસ જેટલી માત્રામાં પ્રવર્તે છે, તે પર્યાયને બહિર્મુખ રહેવાનું - થવાનું કારણ છે અને અંતર્મુખનો પુરુષાર્થ થવામાં બાધક અર્થાત્ અવરોધક - પ્રતિબંધક છે. વિભાવરસથી અધિકમાત્રામાં સ્વભાવનો - ચૈતન્યનો રસ થયા વિના પર્યાય અંતર્મુખ થતી નથી. આમ બહારમાં અટકવામાં કષાયરસ - રાગરસ મુખ્ય છે. તેથી પરમાગમમાં તે રસને જ બંધ તત્ત્વ' બતાવ્યું છે. ચાલતા પરિણામમાં તેનું યથાર્થ અવલોકન થવાથી તે રસ મંદ પડે છે. ત્યાં સ્વભાવ રસ ઉપજવાનો અવકાશ થાય છે. (૧૩૪) શાસ્ત્ર વચન વાચક છે, આત્મ સ્વભાવ વાચ્ય છે. જ્ઞાનમાં વાચ્યની યથાર્થતા જ્ઞાનરસ ઉપજતાં સિદ્ધ થાય છે. વાચ્ય જ્ઞાનમાં આવે છતાં જ્ઞાનરસ - આત્મરસ ન ઉપજે, તો તે પરલક્ષી ઉઘાડરૂપ જ્ઞાન છે, તે કાર્યકારી થતું નથી. ત્યાં પ્રાયઃ અન્યથા કલ્પના થાય છે. યથાર્થતામાં - સ્વલક્ષમાં ચૈતન્ય રસ - ઉત્પન્ન થાય જ, કારણ કે દ્રવ્યશ્રુતના સમ્યક્ અવગાહનથી શ્રદ્ધાગુણજ્ઞતા પ્રાપ્ત Page #85 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની થાય છે, તેથી પરમાર્થ સધાય છે.” અથવા દ્રવ્યશ્રુતનું સમ્યફ અવગાહન ભાવબૃતને સાધે છે” (અનુભવ પ્રકાશ) ઉપરોક્ત સિદ્ધાંત વચન સ્વ. શ્રી દિપચંદજી કાસલીવાલનું અનુભવપ્રકાશ શાસ્ત્રમાં છે. આ નિમિત્ત-ઉપાદાનની પારમાર્થિક સંધિ છે. (૧૩૫) જ્ઞાન પર્યાયમાં જ્ઞાનવેદન સદા પ્રગટપણે રહેલું છે. વેદન અપેક્ષાએ જ્ઞાનમાં અન્ય દ્રવ્યભાવનું વદન થવું અસંભવિત અને અશક્ય છે; તેમ છતાં પર પ્રવેશભાવને લીધે પરભાવ અને પદ્રવ્યનું વેદન પોતાને થયાનો અધ્યાસને લીધે, આ પ્રગટ વેદના તિરોભૂત થઈ જાય છે અર્થાત્ પરય સાથે જ્ઞાનની એકતાભાવને લીધે સ્વયંનું વેદના જ્ઞાનમાં જ્ઞાનને મોજૂદ હોવા છતાં તે અનુભવ પકડી શકાતો નથી અર્થાત્ વેદનનું ઉપયોગમાં) ગ્રહણ થઈ શકતું નથી. વાસ્તવમાં તો પ્રગટ વેદન જ સ્વસંવેદન-સ્વરૂપ છે . નિજ જ્ઞાનરૂપ છે. પરંતુ તે પરપ્રવેશભાવનો અભાવ થતાં આવિર્ભત થાય. તે પરપ્રવેશભાવનો અભાવ એકમાત્ર ભેદજ્ઞાનના અભ્યાસથી થાય છે. ત્યારે (ઉપયોગમાં) નિજ વેદન વેદોવા ઉપરાંત લક્ષ્યભૂત જ્ઞાનરૂપ વસ્તુને અનંત સામર્થ્યરૂપ અને અનંત મહિમાવંત જાણે - સ્વ સ્વરૂપપણે - અભેદ અનુભૂતિ સ્વરૂપે અનુભવે. (૧૩૬) સદા ઉપયોગધારી, ઉપયોગ સ્વભાવી, આનંદ સ્વરૂપ પોતે સ્વયમેવ - યત્ન વિના જ છે, છે અને છે. પોતાનું કામ પોતાને - સહજ સ્વરૂપને નિહાળવા પૂરતું જ છે, માત્ર આટલું કર્તવ્ય છે; છે તેને નિહાળવું છે. છે તેમાં કાંઈ નવું કરવાનું નથી કે કાંઈ બનાવવાનું નથી. પરની અપેક્ષાવૃત્તિને પલટાવી ઉપરોક્ત સ્વપદને ઓળખી, સન્મુખ થઈ, અનંત મહિમાધારીને, નિજ રસથી નિહાળ !! (૧૩૭) નિજ અસ્તિત્વનું ગ્રહણ થવા અર્થે, સ્વ. શ્રી દિપચંદજીનું સમ્યક વચનામૃત અનુપ્રેક્ષણીય છે. અમારા દર્શન જ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઊઠે છે. અવલોકનથી . પ્રયોગથી આમ દેખવું. માત્ર શબ્દાર્થનો વિચાર કરી, વાગ્યને વિચારની મર્યાદામાં ન રાખતાં, નિજ સત્તાના ગ્રહણનો અભ્યાસ. પ્રયત્ન થવો ઘટે. પરથી વિમુખ થઈને વારંવાર જ્ઞાન-દર્શનમય નિજ પદને અવલોકી સ્વયં સુખી થાય. (૧૩૮) છે જેમ ઝેર ખાવાથી (જાગ્યે . અજાણ્ય) મરણ થાય જ, તેમ પરરુચિભાવે પરને સેવવાના પરિણામથી સંસાર દુઃખ થાય જ થાય. તેથી અરસ પરિણામે ઉદયમાં પ્રવૃત્તિ કર્તવ્ય છે. (૧૩૯) સ્વાનુભવમાં પૂર્ણજ્ઞાન (આત્મા)ના પ્રતીતિ ભાવનું વેદન આવતાં, જ્ઞાન નિર્મળ થાય છે. આ Page #86 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૧ રીતે જ્ઞાનની નિર્મળતાને ઉપરોક્ત પ્રતીતિભાવ કારણ છે. અહીં જ્ઞાને સર્વજ્ઞ શક્તિનો પોતારૂપે અનુભવ કર્યો, તેથી તે અનુભવ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે. આ અનુભવ સર્વજ્ઞ શક્તિના આધારે થયો છે. રાગ, વિકલ્પ કે નિમિત્તના આધારે થયો નથી. જ્ઞાન બળ સાથે પ્રતીતિનું બળ મળ્યું, ત્યાં આચરણ - એકાગ્રતા થઈ અને આનંદ ઉછળ્યો. ગુણ અનંત કે રસ સબેં, અનુભવ રસકે માંહીએ, તેથી અનુભવ સમસ્ત જિનશાસન છે. (૧૪૦) / સ્વભાવનો ભાવમાં આવિર્ભાવ કરવાની રીત અંગે સ્વ. શ્રી દિપચંદજીના નિમ્ન વચનામૃતો (‘અનુભવ પ્રકાશમાં અત્યંત પ્રયોગ પદ્ધતિને પ્રકાશે છે. ૧. “જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે.” ૨. પોતાના પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કર, પોતાને જ પ્રભુ સ્થાપ.” ૩. “ગુપ્ત ચૈતન્ય શક્તિને વ્યક્તપણે ભાવવાથી તે વ્યક્ત થાય છે.” (૧) આત્મસ્વરૂપ સહજ પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન લક્ષણમાં પણ તે સદશ પ્રત્યક્ષપણું પ્રગટ છે. જે અનુભવરૂપ છે. નિજરસથી | ભાવનાથી તેનું વેદવું તે અનુભવ છે. (૨) પોતાના પરમેશ્વરપદનું દૂરપણું ભાવમાં ન રાખવું પરંતુ સમીપતાથી ભાવતાં અર્થાત્ સહજપદની પ્રત્યક્ષતાને મુખ્ય કરી સ્વરૂપે અવલોકતાં, આત્મવીર્યની ફૂરણા તેજ થાય છે . ઉગ્ર થાય છે ને પરોક્ષપણાનો વિલય થઈ સ્વરૂપનો સાક્ષાત્કાર સધાય છે. (૩) ગુપ્ત અર્થાત્ શક્તિરૂપ ચેતન્ય સ્વભાવને, શુદ્ધ પરિણમન સ્વભાવપણે જોતાં / ભાવતાં શક્તિનું વ્યક્ત શુદ્ધ પરિણમન થવા લાગે છે. • પરિણમનની શુદ્ધતાનું આ વિજ્ઞાન છે. સ્વભાવની મહત્તામાં અન્ય સર્વ જગત સહજ ગૌણ છે. ગણ કરવાની કૃત્રિમતા ત્યાં કરવી પડતી નથી. (૧૪૧) - જેમ દર્પણમાં મોર (પ્રતિબિંબ) ને જોતાં, મોર જ જણાય છે . દેખાય છે. પરંતુ પ્રતિબિંબને ગૌણ કરીને અરીસાને જોતાં, તે અરીસો જ છે . તેમ દેખાય છે. તેમ પોતાને જ્ઞાનમાં પર પદાર્થ . પ્રતિબિંબિત થઈ જાય છે. ત્યાં (જ્ઞાનમાં) સ્વમાં પર તરફ . (પર લક્ષે) જોતાં માત્ર પર’ - એકલું પર દેખાય છે, જ્ઞાનને ચૂકી જવાય છે. તેથી સ્વને ભૂલીને પર તરફ ખેંચાતા દુઃખ ઉત્પન્ન થાય છે. આ શેય-જ્ઞાયક સંકર દોષથી ઉત્પન્ન થતું દુઃખ અને અજ્ઞાન છે. સમ્યકજ્ઞાનમાં તો, પર પદાર્થ જણાવાં છતાં, નિજમાં પર પદાર્થ - પર ભિન્ન) પણે જણાય છે, કારણ કે તે (પરને જાણવાના) સમયે પણ નિજમાં નિજને જોવાની દૃષ્ટિ - મુખ્યતા છે, નિજમાં નિજનું વેદન પરિણતિ છે, જે સુખને ઉત્પન્ન કરનારી છે. તેથી સમ્યકજ્ઞાન પરને જાણવાના કાળે પણ વિપરીતતા સાધતું નથી; ભિન્ન ભાવે રહે છે. સ્વ. શ્રી બનારસીદાસે સત્ય જ કહેલ છે કે “જ્ઞાનકલા જિસકે ઘટ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અનુભવ સંજીવની જાગી, તે જગમાંહી સહજ વૈરાગી. (૧૪૨) સાધક દશામાં, હેય-ઉપાદેયનો વિવેક સમ્યક પ્રકારે થાય છે. તેમાં હેય તત્ત્વની . પર તત્ત્વની હેયતા અને નિજ સ્વરૂપની ઉપાદેયતાનું ગાઢપણું થતું જાય છે. જેના પરિણામ સ્વરૂપે સાધક નિર્વિકલ્પ નિજ અમૃત રસને પીએ છે, જ્યાં હેય ઉપાદેયનું ઠંધ નથી, વિકલ્પ નથી. આમ પ્રયોજનની સિદ્ધિ છે. તે માટે પ્રયોજનના તીખા - સૂક્ષ્મ દૃષ્ટિકોણથી હેય-ઉપાદેયની વહેંચણી કારણરૂપ છે. (૧૪૩) એ આત્મભાવના - સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં સન્માર્ગનું બીજ છે. - (સન્માર્ગનું મૂળ સમ્યકત્વ છે તેમ) મુમુક્ષુ જીવમાં અંતરની ખરી ભાવનાવાળાને જ ભેદજ્ઞાન થઈ શકે છે, બીજાને નહિ. ભાવનાવાળો જ સ્વરૂપને ઓળખી શકે છે અને તેથી ભાવનામાં તથારૂપ રસ હોવાથી, પરિણતિ જન્મે છે. પરિણતિ થયા વિના સ્વરૂપનો ઉપયોગ ક્યાંથી થાય ? પરિણતિ વિના જીવ સ્વરૂપમાં ઉપયોગ જોડવા ઇચ્છે, તો પણ તેમ થઈ શકતું નથી. વળી, આત્માની ભાવના નથી, તેને સંસારની (રાગની ભાવના છે. તેનો પુરુષાર્થ | પરિણતિ બાહ્ય દિશામાં લાગેલો | લાગેલી રહે છે, તે અંતર્મુખ ક્યાંથી થાય ? પરિણતિ વિના, અંતર્મુખ થવાનો વિકલ્પ તે યથાર્થરૂપમાં પુરુષાર્થ નથી, પરંતુ ઉપર ઉપરની ઇચ્છા છે. (૧૪૪) મિથ્યાત્વના સર્ભાવમાં મતિ-શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પર રસ - વેદન વધવામાં નિમિત્ત થાય છે, તે જ ક્ષયોપશમ સમ્યક્ત્વના સદ્ભાવમાં, કષાયરસ તૂટવાથી અને અકષાય સ્વરૂપમાં સ્થિરતા - રસ વધવાથી, સ્વસંવેદનરસ–આત્મસ વધવામાં નિમિત્ત થાય છે. - આ સ્વસંવેદન પૂર્ણ સ્વસંવેદનનું જ અંગ છે. અનંત સુખનું મૂળ છે. સાધક દશામાં, નિજ પરમપદમાં રહેલ આત્મવૈભવને જોનાર મતિ-શ્રુત છે. (૧૪૫) સ્વઆશ્રય ભાવે સ્વરૂપ નિવાસ . પરિણામ કરે છે. પરિણામ વસ્તુને . મને વેદી સ્વરૂપ લાભ લે છે. સ્વરૂપ અસ્તિત્વને ગ્રહણ કરવું તે સ્વરૂપ લાભ છે. પરિણામ શુદ્ધ કરવામાં આટલું જ કામ છે. ઉપયોગસ્વભાવીનું ઉપયોગથી અભેદભાવે ગ્રહણ થવું તે સ્વરૂપાચરણ - વિશ્રામ છે. યુવામો નીવો’ તિ વચનાત ! (૧૪૬) અનંત સર્વ ગુણોમાં જ્ઞાનગુણ મુખ્ય છે. જ્ઞાન વિના વસ્તુ સ્વરૂપનો નિશ્ચય ન થાય. તેથી જ્ઞાન પ્રધાન છે . ઉર્ધ્વ છે. વસ્તુ સ્વભાવનું પ્રસિદ્ધ - અવિકૃત, સાકારરૂપ, વેદનરૂપ, અનુભવરૂપ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અનુભવ સંજીવની લક્ષણ, જ્ઞાન જ છે. તે કારણથી પણ જ્ઞાનની પ્રધાનતા અબાધિત અને અવિસંવાદીત છે. જ્ઞાન નિજ વેદનનો - જ્ઞાનના વેદકપણાનો કદી પણ ત્યાગ કરતું નથી, પર વેદનના અધ્યાસ કાળે પણ વેદનનો ત્યાગ થતો નથી અને તેથી જ અજ્ઞાનભાવે પણ પરને વેદી . ભોગવી શકાતું નથી. નિજ વેદનને નહિ છોડતું એવું જ્ઞાન સ્વપર પ્રકાશક સ્વભાવને લીધે, સ્વ વેદનમાં રહીને પરને જાણે છે અર્થાત્ પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય . જણાય છે. તેમાં સ્વની અપેક્ષાથી પર છે અર્થાત્ સ્વપરપણું પરસ્પર અપેક્ષિત છે. અપેક્ષા રાખીને . અપેક્ષા પૂર્વક વિવિક્ષા થાય છે . તે વિવિક્ષાથી વસ્તુ સિદ્ધિ છે. અને નિજ જ્ઞાનથી સ્વરૂપાનુભવ છે. (૧૪૭) Vહું જ્ઞાન માત્ર છું . આ પ્રકારે જ્ઞાનમાત્ર ભાવમાં અંતર સાવધાની દ્વારા જ્ઞાનથી નિજ પ્રત્યક્ષ જ્ઞાનમય અસ્તિત્વનું ગ્રહણ થવું - તે પ્રયોગ છે. આવો પ્રયોગાભ્યાસ સાધકને અંતરમાં થયા કરે, તેમાં જ્ઞાનમાત્ર' નો વિકલ્પ વા રટણ કર્યા કરવાનો પ્રકાર (તે પ્રયોગ) નથી; વિકલ્પથી અસ્તિત્વનું ગ્રહણ પણ થતું નથી. પરંતુ જ્ઞાનની પ્રત્યક્ષતાથી અને વેદકતાથી જ્ઞાનમય સત્તાનો અનુભવ સૂક્ષ્મ અંતર અવલોકનથી સધાય છે. કાંઈપણ કરવું એવો “કરું-કરું નો વિકલ્પ તો ઉપાધિરૂપ છે, પુરુષાર્થમાં બાધક છે. વિકલ્પથી નિરપેક્ષ અર્થાત્ વિકલ્પથી પરત આગળ એવું અવલોકન તે પ્રયોગ છે. પ્રયોગમાં પુરુષાર્થ છે, પ્રયોગ પુરુષાર્થથી થાય છે. વિકલ્પથી . રાગથી કાર્ય સિદ્ધિ નથી. પુરુષાર્થથી જ કાર્ય સિદ્ધિ છે. (૧૪૮) કે - નિર્વિકલ્પ સમાધિરૂપ ધર્મધ્યાન થવા અર્થે . શેયરૂપ પદાર્થોમાં ઇષ્ટ . અનિષ્ટબુદ્ધિ મટવી આવશ્યક છે. પોતે આત્મા માત્ર જ્ઞાન સ્વરૂપ છે, અન્ય પદાર્થ માત્ર શેયરૂપ છે. કોઈ પદાર્થ જ્ઞાનને ઇષ્ટ-અનિષ્ટ નથી. તેવું વસ્તુ સ્વરૂપ છે, તળુસાર જ્ઞાન માત્ર જાણવારૂપે રહેતાં અને શેયને માત્ર જોય' ના સ્થાનમાં જાણતાં - ઇષ્ટ અનિષ્ટપણે અન્ય પદાર્થ જ્ઞાનમાં ભાસતો નથી, તેથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિપૂર્વકના રાગ-દ્વેષ થતાં નથી, તેથી વિકલ્પ જાળ મટે છે અને વિકલ્પ રસ મટતાં ધર્મધ્યાન થાય છે. ધર્મધ્યાન થતાં નિજાનંદની ઉત્પત્તિ થાય છે. વીતરાગી જ્ઞાનભાવ. જ્ઞાતા-દષ્ટાભાવ થતાં, પર સાથેનો પ્રતિબંધ મટતાં, સ્વરૂપમાં સમાધિ ઉપજે . સ્વરૂપમાં લીનતા થાય, નિરાકુળતા થાય, જેની સરખામણીમાં ઇન્દ્રાદિ સંપદા રોગવત્ (ઉપાધિ) ભાસે છે. ઉદયમાં જોડાતાં દુઃખ થાય જ થાય. (૧૪૯) આકુળતારૂપ દુઃખનું મૂળ અનાદિ અજ્ઞાનરૂપ ભ્રમભાવ છે. આ ભ્રમભાવથી અનાત્મા (દેહ અને રાગ) નો પોતારૂપે અનુભવનો અભ્યાસ થઈ રહ્યો છે. આ વિપરીત અભ્યાસને લીધે પોતાનું ગુણ નિધાન પરમપદરૂપ સ્થાન દેખાતું નથી અર્થાત્ વિપરીત અભ્યાસનો અભાવ થતાં, પોતાનું Page #89 -------------------------------------------------------------------------- ________________ उ४ અનુભવ સંજીવની ગુણ નિધાન પરમપદરૂપ સ્થાન દેખાય અને ભવ વાસના વિલય પામે, ત્યારે જગતના નવનિધાનરૂપ વિધવિધ ભોગ-ઉપભોગ સંબંધી સુખ જૂઠું ભાસે - કલ્પિત ભાસે. નિજ પરમપદરૂપ સહજપદને ભાવતાં, આત્મભાવો પ્રકાશે અને આત્મ શક્તિની વૃદ્ધિ થાય. નિરાકુળ સુખામૃતનો આસ્વાદ આવે. (૧૫)) શાસ્ત્ર વચનરૂપ - વાચક શબ્દ તે દ્રવ્યશ્રત છે. તે શબ્દના વાયભૂત સ્વભાવભાવને, દ્રવ્યશ્રુતના નિમિત્તે ભાવવો, તે ભાવૠત છે અથવા શ્રુતજ્ઞાનમાં સ્વરૂપના અનુભવકરણ ને ભાવશ્રુત કહ્યું છે. તે આ પ્રકારે ? પરમાત્મા ઉપાદેય છે' તે દ્રવ્યશ્રુતનું વાચ્ય અર્થાત્ તે રૂ૫ ભાવ તે ભાવભૃત રસ છે, તેને પી. તેથી સ્વરૂપ સમાધિ થાય છે અને અમરપદ સધાય છે. (૧૫૧) પૂર્વકર્મ અનુસાર પ્રાપ્ત સંયોગોમાં, તે સંયોગો પ્રગટપણે પરદ્રવ્યસ્વરૂપ હોવા છતાં, તેમાં નિજપણું માની, જીવ પોતામાં સુખ કલ્પે છે–તે સર્વથા જૂઠ છે. સૌથી મોટું જૂઠ છે; તેનો દંડ, ચાર ગતિનું પરિભ્રમણ છે અને જન્મ મરણાદિનું દુઃખ છે. સુખ તો ચૈતન્યના વિકાસમાં ઉત્પન્ન થાય છે. - સુખભંડારમાંથી સુખ થાય. (૧૫ર) R મોહને લીધે, મનરંજક પરિણામોને જીવ કરે છે તે જૂઠા વિનોદ વડે પોતાને ઠગે છે. જો જીવ સ્વરસ પરિણામ કરે અર્થાત્ આત્મરસનું સેવન કરે તો પરભાવની પ્રીતિ જરાપણ ન કરે. (કારણકે આત્મરસ નિરાકુળ શાંતરસ છે. . પરભાવની મીઠાશમાં આકુળતા થાય છે. અનંત મહિમા ભંડાર સ્વરૂપનું જ્ઞાન ચેતનામાં પોતારૂપે અનુભવે તો અવશ્ય તરી જાય. (૧૫૩) આત્માર્થીનું સ્વરૂપ અર્થાત્ સમ્યફની યથાર્થ ભૂમિકાના લક્ષણો : | (૧) લક્ષ : જેને માર્ગ પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ હોય, જેને (૨) જિજ્ઞાસા અનંત જન્મ મરણથી . પરિભ્રમણથી મુક્ત થવાની અપૂર્વ જિજ્ઞાસા વેદનાપૂર્વક ઉત્પન્ન થઈ હોય. (જન્મ-મરણથી મુક્ત થવાની વેદના) (૩) પૂર્ણતાનું ધ્યેય : જીવનમાં સંયોગી પદાર્થોની પ્રાપ્તિનું ધ્યેય ન હોય, પરંતુ પરિપૂર્ણ શુદ્ધ નિષ્કલંક) દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય. (૪) ભાવના અંતરના ઊંડાણથી સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવના જેની ઉત્પત્તિ પાછળ કોઈ રાગ-દ્વેષની ભૂમિકા ન હોય તેવી વીતરાગી ભાવ - ભૂમિકા | અભિપ્રાયના આધારથી ઉત્પન્ન ભાવના. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અનુભવ સંજીવની (૫) લગની : પૂર્ણતાના ધ્યેય પ્રત્યે પૂરી લગનીથી લાગનાર. (૬) ધગશ : પૂરી ધગશથી આગળ ધપનાર. (૭) પ્રયોજનની મુખ્યતા : પૂર્ણતાને લક્ષે શરૂઆત કરવાને લીધે, નિજ પ્રયોજનના વિષયમાં સહજ સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિપૂર્વક પ્રવર્તનાર. (૮) ખટક : સમ્યક્દ્ની પૂર્વ ભૂમિકામાં સ્વભાવને અનુલક્ષીને ઉચ્ચ કક્ષાના શુભ વિકલ્પો થવા છતાં, અનુભૂતિનો અભાવ હોવાથી, અંદરમાં જેને ખટક રહ્યા કરતી હોય. (૯) યથાર્થતા : લેશ્યા - પરિણતિમાં રાગ રસરૂપ રંજીતપણું ઘટતાં, તેમજ દર્શનમોહનો રસ ઘટતાં, મુમુક્ષુને યોગ્ય ભૂમિકાનું જ્ઞાન નિર્મળ થતાં, સત્પુરુષના વચનો - શાસ્ત્ર વચનોની સમજણમાં યથાર્થતા, અધ્યાત્મ તત્ત્વનો રસ, રુચિ વગેરે હોય. (૧૦) તાલાવેલી : સ્વકાર્ય માટે તાલાવેલી હોય. (૧૧) ઉદય ભાવ બોજારૂપ : ઉદય કાર્યો બોજારૂપ લાગે, પ્રવૃત્તિ કરવી પડે તેમાં ત્રાસથાક લાગે અને અરુચિને લીધે ઉદય જનિત પરિણામનું બળ ઘટતું જાય. (૧૨) પ્રયોજનભૂતનો રસ : સત્ સમાગમમાં પ્રયોજનભૂત વિષય આવતાં રસ વૃદ્ધિગત થાય. (૧૩) અંતર અવલોકનપૂર્વક તત્વ અભ્યાસ : તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અંતર સંશોધન પૂર્વક - અંતર અવલોકન પૂર્વક થાય. (૧૪) એક આત્મા સિવાઈ કાંઈ જોઈતું નથી : જેને આ જગતમાંથી કાંઈપણ જોઈતું નથી. એક આત્મા જ જોઈએ, તેવી દઢ વૃત્તિવાળો હોય. (૧૫) પ્રયોગથી નિર્ણય ઃ તત્ત્વજ્ઞાન - સમજણને શીઘ્ર પ્રયોગની સરાણે ચડાવી, સમજણની યથાર્થતા કરતો હોય. (૧૬) ઉદયની વ્યર્થતા : ઉદયના કાર્યોમાં (કરવા પડે તેમાં) વ્યર્થ અમૂલ્ય જીવન ગુમાવવું પડે છે, તેવું લાગ્યા કરે. તેવો અભિપ્રાય જેનો હોય. (૧૭) પ્રાપ્ત ગુણદશાની ગૌણતા : ચાલુ પરિણમનમાં માર્ગની નજીકતા આદિ વિકાસ થવા છતાં, પૂર્ણતાનું લક્ષ હોવાથી, જે સંતોષાય જાય નહિ, પરંતુ પ્રાપ્ત ગુણો ગૌણ થઈ જાય અને ઉચ્ચ દશાની / પૂર્ણતાની અભિલાષા જેને રહ્યા કરે. (૧૮) ગુણની મહિમા, મુખ્યતા : ગુણનો મહિમા અને ગુણની મુખ્યતા જેને રહેતી હોય. (૧૯) નીરસ પરિણામ - ઊંડી જિજ્ઞાસાવશ : સત્ સ્વરૂપની ઊંડી જિજ્ઞાસાને લીધે, સર્વ ઉદય પ્રસંગોમાં ચિત્ત ન લાગે અને નીરસપણું આવી ગયું હોય. (૨૦) તીવ્ર રુચિ : તીવ્ર અને ઊંડી રુચિપૂર્વક પ્રયોજનભૂત વિષયને સૂક્ષ્મ ઉપયોગથી પકડતો હોય. (૨૧) ઊંડુ મંથન : મૂળ વસ્તુ સ્વરૂપને ઊંડા મંથનપૂર્વક સમજવાની પદ્ધતિ હોય, સાથે સાથે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અનુભવ સંજીવની આત્મરુચિ પોસાતી હોય. (૨૨) પુરુષની અંતર ઓળખાણપૂર્વક મહિમા સતુ પુરુષોના વચનોમાં રહેલ અનુભવની વિધિની ગંભીરતાને ગહન ચિંતન વડે શોધતો હોય અને તેથી સત્ પુરુષોનાં વચનોમાં રહેલ પારમાર્થિક રહસ્યને સમજી શકતો હોય, અને તેથી સત્ પુરુષોની અંતર પરિણતિની ઓળખાણથી સત્પુરુષનો મહિમા જેને હૃદયગત થયો હોય. (૨૩) સર્વ ઉદ્યમથી પુરુષાર્થ : પૂરી શક્તિથી શક્તિને ગોપવ્યા વગર) સમગ્રપણે જોરથી - ઉલ્લાસથી પ્રયત્ન - પુરુષાર્થ કરતો હોય. (૨૪) વિકલ્પમાં દુઃખ-ભેદજ્ઞાનથી : ભેદજ્ઞાનનો પ્રયાસ કરનાર હોય અને વિકલ્પમાત્રમાં ત્યારે દુઃખ અંદરથી લાગતું હોય અને આત્મસ્વભાવના વિકલ્પથી પણ ખસવાની તૈયારીવાળું પરિણામમાં વલણ હોય (આ સ્થિતિ અનુભવની નજીકતાવાળા જીવને હોય છે). | (૨૫) ક્યાંય ગમે નહિ : ઉદયભાવો બોજારૂપ લાગે, તેથી ઉદય પ્રસંગોમાં ક્યાંય ગમતું ન હોય. (૨૬) સ્વકાર્યની શીઘતા વૃત્તિ : સ્વીકાર્ય પછી કરીશ તેવો પ્રકાર પરિણામમાં ન હોય, પરંતુ અત્યારે જ થતું હોય તો વિના વિલંબે તત્પર થાય અર્થાત્ શીવ્રતા | સાવધાનીમાં પછી કરીશ' એવો અરુચિ-સૂચક પ્રકાર ન હોય. (૨૭) પ્રત્યક્ષ સન્દુરુષમાં એકનિષ્ઠા, સર્વાર્પણ બુદ્ધિ પ્રત્યક્ષ યોગમાં સપુરુષના સર્વ વિકલ્પોને અનુસરવાનો ભાવ રહે, એકનિષ્ઠાથી આજ્ઞાનું આરાધન કરવાના ભાવો હોય અર્થાત્ સર્વાર્પણબુદ્ધિથી વર્તતો હોય. (૨૮) ગુણ પ્રમોદ : પોતાને ગુણ પ્રાપ્તિની અભિલાષા હોવાથી, અન્યમાં ગુણ દેખે ત્યાં પ્રમોદ ભાવ સહજ થતો હોય. (૨૯) અંતરથી નિવૃત્ત થવાની વૃત્તિ ઃ અંતરમાં નિવૃત્ત થઈને સ્વીકાર્ય કરવાની ધગશ હોય. (૩૦) બ્રહ્મચર્યની ચાહના : સેંકડો - હજારો વિકલ્પની પરંપરાનું મૂળ (સર્જક) એવું અબ્રહ્મચર્ય જાણીને, વિકલ્પોની જાળની વૃદ્ધિને અટકાવનાર એવા બ્રહ્મચર્યની ચાહનાવાળો હોય. (૩૧) મધ્યસ્થભાવે નિજ દોષ દેખનાર : પોતાના દોષને અપક્ષપાતપણે દેખવામાં, દોષને ટાળવાનો દૃષ્ટિકોણ હોય, જ્ઞાનમાં મધ્યસ્થતા હોય . જેથી સ્વચ્છંદ ન ઉપજે. (૩૨) એકાંત પ્રિય : એકાંત - પ્રિયતા હોય (અનેક અર્થાત્ બહુજન પરિચય આત્મ સાધનાને પ્રતિકૂળ નિમિત્ત છે) (૩૩) આહાર વિહારમાં વૈરાગ્ય / નિયમીતતા : આહાર, વિહાર અને નિહારનો નિયમી હોય, જેથી દેહાશ્રિત બાહ્યભાવો નિયમીત (મર્યાદિત) થાય; રાગરસ જેનો મંદ થયો છે, તેને આ સહજ સાધ્ય છે. ઉપરોક્ત વિષયમાં અનિયમીતતા તીવ્ર રાગરસને લીધે સહજ પ્રવર્તે, તેવો પ્રકાર Page #92 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ન હોય, કારણ આત્માર્થી સહજ વૈરાગ્યવાન હોય છે. (૩૪) પોતાની ગુરુતા દબાવનાર : આત્માર્થી જીવ, સામાન્ય મનુષ્યથી વિશેષ યોગ્યતાવાળો હોવા છતાં, માન-પ્રસિદ્ધિથી દૂર રહેવા ચાહે છે અને તેથી પોતાની મહત્તાને ગોપવે છે અને તે પણ કૃત્રિમતા વિના ગોપવે છે. ૩૭ (૩૫) મુક્તપણાનું મૂલ્યાંકન : મોક્ષ અને મોક્ષમાર્ગની મહત્તા વાસ્તવિકરૂપે સમજાઈ હોય, (ચારે ગતિના સર્વ દુઃખનો અભાવ અને અનંત સમાધિ સુખની પ્રાપ્તિ અને પ્રાપ્તિના સાધનની કિંમત સમજીને આદરબુદ્ધિ ઉત્પન્ન થઈ હોય.) (૩૬) જાગૃતિપૂર્વક અવલોકનથી નીરસતા : આત્મ જાગૃતિ ઉત્પન્ન થઈ હોય અર્થાત્ જાગૃતિપૂર્વક નિજભાવોનું અવલોકન સૂક્ષ્મપણે થતાં પરરસ-રાગરસ ઘટતો હોય. (૩૭) પ્રયોજનના લક્ષે શાસ્ત્ર વચનોનું અવગાહન : શાસ્ત્રોમાં આવતા સર્વ ન્યાયો અને અનેક અપેક્ષિત કથનો, તેમજ વિભિન્ન પ્રકારે કથનની વિવિક્ષાઓ - તે સર્વને આત્મહિતના પ્રયોજનના લક્ષે સમજવાની પદ્ધતિ હોય. (જેથી વિપર્યાસપણું કે અન્યથાપણું સમજણમાં ન થાય). (૩૮) ઉદય પ્રસંગોમાં નિરુત્સાહ (તાલાવેલી વશ) : સ્વકાર્ય માટે તાલાવેલી હોવાને લીધે, અન્ય ઉદયમાન પ્રસંગોમાં નિરુત્સાહી ભાવે જોડાય. (૩૯) ગતિ નિઃશંકતા : ગતિ નિઃશંકતા આવી હોય અર્થાત્ આગામી ભવોમાં નીચગતિ (નર્ક કે તિર્યંચ) થવા સંબંધી શંકા પણ ન પડે, તેમજ સ્વયંની (મુક્તિ-દશાની) યોગ્યતા માટે જે નિઃશંક હોય. (૪૦) સુખાભાસનું જ્ઞાન આશ્રયબુદ્ધિ - વાસના ટળવાનું કારણ : અન્ય દ્રવ્ય-ભાવમાં ‘સુખની કલ્પના'નું સ્વરૂપ સમજાયું હોય, તેથી તેની નિવૃત્તિ અર્થે (સાવધાન) પ્રયત્નવાન હોય, કે જેથી જગતના કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે પણ સુખની કલ્પના (વાસના) રહી ન જાય અથવા કોઈપણ ઇન્દ્રિય વિષયની અપેક્ષા પરિણતિમાં રહ્યા કરે નહિ, તેમજ શુભ પરિણામોમાં કે શાતા વેદનીના ઉદય કાળે આશ્રયબુદ્ધિ રહી ન જાય. (૪૧) સ્વચ્છંદનો અભાવ : સ્વચ્છંદ મહાદોષ છે, જે આત્માર્થીની ભૂમિકાનો નાશ કરનાર છે. જેના લક્ષણો અનેકના પ્રકારે સમજી તેને ટાળવા અથવા તેવા પ્રકારના પરિણામ જેને ન હોય; તેવા કેટલાક પ્રકારોનું સંક્ષિપ્ત વિવરણ : A. ‘હું સમજું છું'—તેવો અહંભાવ, જ્ઞાનીના વચનોની પોતા બરાબર તુલના કરી ઃ– પરલક્ષી શાસ્ત્રના ઉઘાડમાં ‘હું સમજુ છું તેવો અહંભાવ અને તેવા અહંકારવશ જ્ઞાનીના વચનની પોતાની બરાબર તુલના કરવી. B. પોતાના–પરના દોષનો પક્ષપાત થવો ઃ- પોતાના દોષનો પક્ષપાત થવો' તેમજ જેના ઉપર રાગ-મમત્વ હોય તેવા બીજાનો દોષનો પક્ષપાત થવો.’ - બચાવ થવો, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અનુભવ સંજીવની C. જ્ઞાનીનાં વચનમાં શંકા થવી – સત્પુરુષના વચનમાં શંકા થવી. AD, જ્ઞાનીનાં વચનમાં ભૂલ દેખવી – સત્પુરુષના વચનમાં ભૂલ દેખવાના શોધવાના પરિણામ થવા. E. માનીપણું– લોકસંજ્ઞા રહે માનાર્થે પ્રવૃત્તિ રહે – માનીપણું . જ્યાં જ્યાં માન મળે ત્યાં આકર્ષણ રહે અથવા રુ; માન મળવા અર્થે મન-વચન-કાયાની પ્રવૃત્તિ થાય. સમાજની મુખ્યતા થઈ આત્મ સાધન ગૌણ થાય (જેને શાસ્ત્રમાં લોકદષ્ટિ કહી છે. જ્યાં બહુમાન થયું હોય - થતું હોય તેવા સમુહમાં તે માન જળવાઈ રહે . તેવો અભિપ્રાય અથવા પરિણતિ રહે, તનુસાર પ્રવૃત્તિ શુભ (?) ની કરે અથવા અનૈતિક અશુભ પ્રવૃત્તિ પણ, સ્વચ્છંદ તીવ્ર થતાં કરે. F. સપુરુષનાં ઉપકારને ઓળવવો :– સત્પુરુષના ઉપકારને ઓળવવો. 6. પુરુષના વચનપ્રત્યે અપ્રીતિ – સત્પુરુષના વચનામૃત પ્રત્યે અચળ પ્રેમનો અભાવ. H. પુરુષ પ્રત્યે પરમ વિનયમાં ઓછ૫ :- પ્રત્યક્ષ સપુરુષ પ્રત્યે પરમ વિનય - અત્યંત ભક્તિનો અભાવ, (સામાન્ય વિનય હોય તે ઓછપ યોગ્ય નથી. 1. સત્પુરુષોના ઉદય ભાવો . કાર્યોમાં પોતા સમાન કલ્પના રહેવી. J. સપુરુષનાં આચરણમાં રાગની / ચારિત્રમોહની મુખ્યતાથી દોષ દેખવા – સત્પુરુષના બાહ્ય આચરણમાંથી ચારિત્રમોહના દોષને મુખ્ય કરવા. K. શાસ્ત્રની ધારણાની મુખ્યતામાં અધ્યાત્મ ગૌણ થવું – માર્ગ સૂઝનો અભાવ – બાહ્ય જ્ઞાન : શાસ્ત્રની ધારણા . ઉપરના ઝુકાવને લીધે માર્ગની અંતરમાં સૂઝ ન પડવી, અધ્યાત્મ ગૌણ થવું . એ વગેરે પ્રકારના પરિણામો સ્વચ્છંદની તીવ્રતા અથવા મંદતાના વિદ્યમાનપણાના ઘાતક છે. ૪૨. અસરળતા હઠાગ્રહનો અભાવ : અસરળતા, હઠાગ્રહ, જીદ . આવી જાતના ભાવો ન થાય, કારણ પરમ સરળતારૂપ એવું અંતર્મુખનું વલણના અવરોધક આ અસરળ ભાવો છે. ૪૩. ક્ષયોપશમની મહત્તાનો અભાવ : ક્ષયોપશમની વિશેષતાને લીધે મોટાઈની ઇચ્છાભાવ રહે તેવું ન હોય. ૪૪. ક્રિયાકાંડ પરંપરાના આગ્રહનો અભાવ : પરંપરા અને ક્રિયાકાંડનો આગ્રહ ન રહે. ૪૫. જ્ઞાનીના વચનમાં કલ્પનાનો અભાવ : જ્ઞાનીના વચનોનું કલ્પિત અર્થઘટન કરવાનું ન થાય. ૪૬. સત્પુરુષથી વિમુખતાનો અભાવ : સત્પુરુષથી વિમુખ થવાનું કોઈપણ ભોગે સ્વીકારે નહિ. તે માટે અપકીર્તિભય, સમાજભયને ગૌણ કરે. ૪૭. પ્રમાદનો અભાવ પ્રમાદ અર્થાત્ સ્વકાર્યનું ઉલ્લાસિત વીર્યનો અભાવ રહે તો તે પરિણામો ઉપર ઉપરથી શાંત (કષાયની મંદતાવાળા) દેખાતા હોય, તો પણ, કષાયના ભારથી પ્રમાદિત થયાં Page #94 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૯ છે. . તેવા પરિણામ ન હોય. ૪૮. કુતર્ક, શંકાશીલતા, વિભ્રમનો અભાવ. વિકલ્પ વૃદ્ધિ થાય તેવી રીતનો અભાવ, અપરિપક્વ વિચારોનો અભાવ, અધૂરા નિશ્ચયનો અભાવ, ડામાડોળપણાનો અભાવ : શાસ્ત્ર અધ્યયન, તત્ત્વ શ્રવણ, તત્ત્વચર્ચા, આદિમાં એવો પ્રકાર ન હોય કે જેથી વિકલ્પ વૃદ્ધિ થાય, અધૂરો નિશ્ચય, અપરિપક્વ વિચારદશાપણું, શંકાશીલતા અને વિશ્વમ ઉત્પન્ન થાય, કુતર્ક ઉપજે અને ભાવમાં ડામાડોળપણું રહે, તેવા પ્રકારનો અભાવ. ૪૯. લૌકિક અભિનિવેષનો અભાવ, શાસ્ત્રીય અભિનિવેષનો અભાવ, પ્રશસ્ત – અપ્રશસ્તનો અભાવ :– લૌકિક અભિનિવેષ અને શાસ્ત્રીય અભિનિવેષથી દૂર રહે તે નિમ્ન પ્રકારે : A-૧. લોકમાં જે જે વસ્તુ અને વાતોનું મહત્વ ગણાય છે, તેની મહાભ્યબુદ્ધિ તે લૌકિક અભિનિવેષ. B.૧. આત્માર્થ સિવાઈની શાસ્ત્રની માન્યતા, વા શાસ્ત્રનું ભણતર - ધારણામાં સંતોષ, અપ્રયોજનભૂત વિષયમાં જાણપણાની મહત્તા અને તેથી આત્માર્થની ગૌણતા વગેરે પ્રકાર તે (પ્રશસ્ત) શાસ્ત્રીય અભિનિવેષ અને B-૨. પ્રત્યક્ષ સપુરુષના સમાગમને ગૌણ કરી, તેની સરખામણી સ્વયંના શાસ્ત્ર અધ્યયનને ગણવી અથવા શાસ્ત્ર - ઊંચા ગુણસ્થાન સ્થિત પુરુષનાં વચનો ગણી-વધુ ભાર દેવો તે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેષ. (અહીં શાસ્ત્રની મુખ્યતા હોવા છતાં ‘અપ્રશસ્ત' વિશેષણ લગાવેલ છે. તે ગંભીર ભાવ / વચન છે. આવા પ્રકારના ભાવમાં વર્તતો જીવ - અવશ્ય કાંઈને કાંઈ અપ્રશસ્ત લૌકિક) પ્રયોજનવશ પ્રવર્તતો હોય છે. તેવી જ્ઞાનીની ગણત્રી (મર્યાદા જ્ઞાનનો નિયમ) છે, જે નિયમબદ્ધ છે. ૫૦. સંદિગ્ધ અવસ્થાનો અભાવ—તેથી સપુરુષને વિષે પણ સંદેહ - તેનો અભાવ ઃ સંદિગ્ધ અવસ્થા ન હોય, સંદિગ્ધ અવસ્થા ને લીધે (૧) જ્ઞાન પ્રાપ્તિ માટે અનેક ગ્રંથોનું અધ્યયન કરતાં અનેક પ્રકારે સંદેહનું ઉપજવું, જેથી પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જતું નથી. પ્રાયઃ અપ્રયોજનભૂત વિષય ઉપર વજન રહે અને તેમાં અટકે. (૨) પુરુષનો પ્રત્યક્ષ સમાગમ થવા છતાં ઓળખાણ ન થાય; ઊંડે ઊંડે સત્પુરુષના મન, વચન, કાયાના ઉદય પરિણામ પ્રત્યે સંદેહ રહે અથવા ક્યાંક પણ અવિશ્વાસ . અપ્રતીતિને યોગ્ય વાત લાગે. ૫૧. ભેદની રુચિનો અભાવ અથવા અભેદ-પરમાર્થમાં અરુચિનો અભાવ : જ્ઞાનના ભેદ પ્રભેદમાં ગુણભેદ, પર્યાયભેદ, અનેક પ્રકારના ન્યાયો, નયજ્ઞાન, કર્મ બંધ, ઉદય - સત્તાના ભેદોમાં) રુચિ થવાથી, અભેદ પરમાર્થ વિષયમાં રસ ન ઉપજે તેવું ન થાય. પર. બાહ્ય જ્ઞાનને જ્ઞાન પ્રાપ્તિ અથવા અતિપરિણામીપણાનો અભાવ: શાસ્ત્રના બાહ્ય જ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્તિ મનાઈ જાય અને તેથી સમ્યક્ પરિણમનના અભાવમાં પણ પોતાનું મહતપણું માનવું, Page #95 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની કોઈ માને તો ગમવું - જેને અતિપરિણામીપણું કહે છે. જાણપણાનું / જ્ઞાનનું પ્રદર્શન કરવાના ભાવ - વગેરે પ્રકાર ન થાય. ૫૩. ક્ષયોપશમ થવાથી જિજ્ઞાસા મટી જાય, તે સ્થિતિનો અભાવ : જ્ઞાનના ક્ષયોપશમમાં નિશ્ચય-વ્યવહાર આદિ સમજાય, છતાં માર્ગની વિધિ પોતાને ન પકડાય ત્યાં સુધી અથવા સાક્ષાત્ અનુભૂતિ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાનો અભાવ ન થાય. ૫૪. નિંદા - પ્રશંસા અર્થે પ્રવૃત્તિનો અભાવ : શાસ્ત્ર સંબંધી - (દેવ, ગુરુ, સત્પુરુષ સંબંધી) કોઈ પ્રવૃત્તિ માનાર્થે ન થાય, તીર્થની - શાસનની કોઈ પ્રવૃત્તિમાં, પોતાનું માનનું લક્ષ ન રહે - ન હોય. દા.ત. શ્રીમદ્ભુનું વચન - નિંદા-પ્રશંસા અર્થે વિચારવાન જીવ પ્રવૃત્તિ ન કરે'. ૫૫. ક્રિયા દ્વારા અસત્ અભિમાનનો અભાવ : ક્રિયા સંબંધી મિથ્યા આગ્રહ ન હોય, કે જેથી ‘અસત્ અભિમાન' થાય અર્થાત્ દેહાત્મબુદ્ધિ દૃઢ થાય અને વ્રત-સંયમાદિની દૈહિક ક્રિયામાં આત્માની ક્રિયા માનતાં અસમાં સત્ મનાય અથવા માનાર્થે બાહ્ય ક્રિયા ન થાય. ૫૬. ક્રિયા દ્વારા સિદ્ધિમોહનો અભાવ : બાહ્ય અનુકૂળતા (પુણ્યના ફળ) ની અભિલાષાથી અથવા સિદ્ધિ મોહરૂપ નિદાન ભાવો સહિત ક્રિયા ન કરે. ૫૭. અધ્યાત્મનો વ્યામોહ અથવા શુષ્ક અધ્યાત્મીપણાનો અભાવ : બાહ્ય લક્ષે જાણપણાં માટે વા અન્યથા પ્રકારે તત્ત્વનું ગ્રહણ થતાં, એકલું અધ્યાત્મ ચિંતવન અર્થાત્ શુષ્ક અધ્યાત્મીપણું (ભાવભાસન વગર - જ્ઞાનરસ વગર) થતાં વિકલ્પ અને અધ્યાત્મભાષાનો રસ - વાણીનો રસ - જે પુદ્ગલ રસ છે. તે અધ્યાત્મનો વ્યામોહ છે. તેવો પ્રકાર ન થાય. (૧૫૪) ૪૦ ડિસેમ્બર - ૧૯૮૫ મુમુક્ષુજીવને આત્મસ્વરૂપના મહિમાના ભાવો થવા સ્વાભાવિક છે. પરંતુ સ્વરૂપની ઓળખાણ વિના, માત્ર ઓથે ઓઘે મહિમા થાય તે કાર્યકારી નથી. ઓળખાણ-ભાવભાસન વિનાની સ્વરૂપ મહિમાના કર્તવ્યની સમજણથી પણ કૃત્રિમતાવાળા ભાવોથી મહિમા કરાય તે પણ કાર્યકારી નથી. પરંતુ સ્વરૂપના યથાતથ્ય પ્રતિભાસને લીધે આત્માનો મહિમા ઉત્પન્ન થવો સ્વાભાવિક છે. ત્યાં સ્વરૂપની મુખ્યતા થતાં, સ્વરૂપ સંબંધી વિકલ્પ / રાગ વધે - રહે ત્યાં સુધી શુદ્ધનયનો પક્ષ છે. આ નયપક્ષનો વિકલ્પ અનાદિની એકત્વબુદ્ધિના સદ્ભાવને લીધે સમ્યક્ ઉત્પત્તિમાં - નિર્વિકલ્પ થવામાં - બાધક છે. તેથી તેવા રાગની વૃદ્ધિ પણ ઇચ્છનીય નથી. પરંતુ જ્ઞાનમાં - વિકલ્પની આડ વિના - અવભાસિત થયેલ મહિમાવંત સ્વરૂપ - અપૂર્વ આત્મલક્ષ ઉત્પન્ન કરે છે. ત્યાં શુદ્ધ સ્વરૂપના લક્ષે જ્ઞાનબળ વૃદ્વિગત થાય છે. વિકલ્પનું બળ તૂટતું જાય છે તે સ્વરૂપનો ખરો મહિમા છે. અર્થાત્ સૂક્ષ્મ વિકલ્પ થવાં છતાં તેના ઉપર લક્ષ નથી. એક જ્ઞાનમાત્રમયપણે - વ્યાપ્યવ્યાપકભાવે - જ્ઞાનના બળથી પોતાનો, સ્વયં રાગ રહિતનો અનુભવ થતાં બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ સહજ Page #96 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૧ બંધ થઈ જાય છે. અર્થાત્ વીતરાગ સ્વરૂપના મહિમાનો વિકલ્પ - રાગ ઉત્પન્ન થવા છતાં - અને મહિમા વધવા છતાં - રાગ વધતો નથી પણ તૂટે છે. કારણ કે રાગથી ભિન્નપણારૂપ ભેદજ્ઞાન વૃદ્ધિગત થઈને - રાગને મિટાવે છે. વીતરાગ સ્વરૂપના લક્ષે ઉત્ત્પન્ન પુરુષાર્થથી રાગ મટે છે. (૧૫૫) વિપરીતના પરિહાર પૂર્વક અવિપરીતપણાની - યથાર્થપણાની - સિદ્ધિ અર્થાત્ ઉપલબ્ધિ છે. નવ તત્ત્વના શ્રદ્ધાનની પરિભાષામાં આ પ્રકાર પ્રસિદ્ધ છે, ત્યાં એમ સ્પષ્ટ કર્યું છે કે : “વિપરીત અભિનિવેષ રહિત નવ તત્ત્વનું શ્રદ્ધાન તે યથાર્થ શ્રદ્ધાન છે;” તેમાં અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ અથવા એક તત્ત્વમાં અન્ય તત્ત્વનો અધ્યાસ (અન્યથા ભાસવું) તે મિથ્યા શ્રદ્ધા, વિપરીત અભિનિવેષને પ્રદર્શિત કરે છે, તેવી જ રીતે શાસ્ત્રજ્ઞાનની યથાર્થતા - આત્મલક્ષપૂર્વક શાસ્ત્રનું અધ્યયન થાય તેમાં છે. આવું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન હોતાં, કુદેવમાં દેવ બુદ્ધિ, લાભબુદ્ધિ ન થાય અને સર્વજ્ઞદેવ પ્રત્યે અનાદર, અવિવેક અથવા નિષેધ ન આવે; કોઈપણ લૌકિક કારણથી નિષેધ આવતાં ગ્રહિત મિથ્યાત્વનો દોષ ઉપજે. તેવી જ રીતે ભાવલિંગી ગુરુ સિવાઈ ગુરુબુદ્ધિ ન થાય, તેમજ દ્રવ્યલિંગી કે લિંગાભાસી, અન્ય લિંગી પ્રત્યે ગુરુ - પૂજ્યબુદ્ધિથી, ધર્મબુદ્ધિથી - ત્રિયોગે પ્રવૃત્તિ ન થવી ઘટે. કેમકે ત્યાં વિપરીત અભિનિવેષ થાય. તેવી જ રીતે સુશાસ્ત્ર અને કુશાસ્ત્ર વચ્ચે વિવેક કર્તવ્ય છે. કુશાસ્ત્ર - અન્યમતના શાસ્ત્ર કે મિથ્યાર્દષ્ટિએ રચેલા શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા - વિનય રાખીને સત્ શાસ્ત્રો વાંચે સાંભળે, તેમાં લાભ થાય નહિ. તેવી જ રીતે, સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા વિનય હોવા છતાં, અસત્પુરુષમાં - તેના વચનમાં શ્રદ્ધા - વિનય કરતાં - અયથાર્થતા વિપરીત અભિનિવેષ ઉત્પન્ન થાય છે અને પ્રત્યક્ષ યોગ - અયોગ થઈ પડે છે. ઉપરોક્ત વિષય મુમુક્ષુ જીવે - વિચારવાન જીવે ગંભીરપણે વિચારવા યોગ્ય છે. (૧૫૬) પાત્રતા : ૧. જેને એકમાત્ર નિજ સ્વરૂપ સિવાઈ જગતમાંથી કાંઈ જ જોઈતું નથી તે ખાસ પ્રકારની પાત્રતા છે. ૨. સત્પુરુષના ચરણનો ઇચ્છુક, એકનિષ્ઠાથી સત્પુરુષની આજ્ઞા શિરોધાર્ય કરનાર વર્તમાન પાત્ર છે. ૩. પાત્ર જીવને સ્વરૂપ વિચારણા - ચિંતવન આદિ થવાં છતાં, સ્વાનુભવના અભાવની ખટક રહ્યા કરે - અસંતોષ રહે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અનુભવ સંજીવની A૩-. અનેક પ્રકારના મોહાસક્તિના પરિણામ કાળે મૂંઝવણનો અનુભવ થાય તે પાત્રતાનું સુચક છે. ૪. ગુણથી ઉત્પન્ન થતાં સુખની રુચિ છે જેને, તેમજ ગુણગ્રાહીપણું. ૫. ઉદયભાવમાં ક્યાંય ગમે નહિ, તેથી ઉદયભાવમાં જોર-ઉત્સાહ આવે નહિ, પાત્રતાવશ સહજ એમ થાય. ૬. સમજણથી સંમત થયેલ બોધને શીધ્ર પ્રયોગમાં મુકનાર પણ વર્તમાન પાત્ર છે. ૭. દર્શનમોહ મંદ થયો છે જેને તેથી પદાર્થનો યથાર્થ નિશ્ચય કરવાની ક્ષમતાવાળો . ઉત્તમ પાત્ર છે. સ્વરૂપ નિર્ણય તે પાત્રતા. પૂ. ગુરુદેવશ્રી વચનામૃત-૧૯, ૮. શાસ્ત્ર વચનોની યથાર્થ સમજણ સાથે યથાયોગ્ય સ્તરના વહેવારના પરિણામ થવા છતાં તેનો / વ્યવહારનો રસ ચડી ન જાય, તેવી જાગૃતિવાળો. ૯, જગતની મોટાઈવાળી વસ્તુ અને વાતોનો મહિમા ન આવે. ૧૦. સ્વભાવ સાંભળતાં રુચિનું પોષણ થાય - વૃદ્ધિ થાય, સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે . સુખ ન થાય - લીધે જ છૂટકો. (વર્તમાન પાત્ર) ૧૧. સૂક્ષ્મ અંતર અવલોકનપૂર્વક ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરનાર વર્તમાન પાત્ર છે. ૧૨. ઉપકારી સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિવાળો. ૧૩. વિષય-કષાયનાં તીવ્ર રસવાળાં પરિણામ થતાં અહિતરૂપ પરિણામો થતાં ગભરાટ થવો. ૧૪. પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી કરનાર. ૧૫. અપ્રયોજનભૂત વિષય પ્રત્યે ઉપેક્ષા - ઉદાસ થનાર, તેમજ પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા માટે તત્પર વૃત્તિવાળો, પ્રયોજનને અનુસરવાના પુરુષાર્થવાળો. ૧૬. પ્રતિકૂળ પ્રસંગમાં પરિણામ નહિ બગડતાં, સહજ આત્મહિતમાં સાવધાન થનાર. ૧૭. નિજહિતની જેટલી ગરજ તેટલી પાત્રતા વિશેષ આ પાત્રતાના માપનું ધોરણ છે. ૧૮. ભવભ્રમણથી ડરવાના ચિત્તવાળો અર્થાત્ પોતાના જન્મ-મરણના દુઃખની દયા સ્વદયા ઉત્પન્ન થઈ છે તેવો. ૧૯. આત્મલક્ષી પરિણામવાળો. ૨૦. ભાવના પ્રધાન પરિણમનવાળો અર્થાત્ ભીંજાયેલા હૃદયવાળો, સ્વરૂપની અપૂર્વ ભાવનાવાળો. ૨૧. મધ્યસ્થ - નિષ્પક્ષ જ્ઞાનનો અભ્યાસી . સત્યને સ્વીકારનાર, ૨૨. સ્વરૂપ ભાવનાપૂર્વક અંતરમાં માર્ગનો શોધક . છૂટવાના માર્ગનો શોધક. Page #98 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૩. પોતાની ગુરુતાને દબાવનાર. ૨૪. સમય ન વેડફનાર (ઉદય પ્રસંગોમાં). ૨૫. પરમાર્થની વાત સાંભળતા જ ચોંટ - ઊંડી ચોંટ લાગવી. ૪૩ ૨૬. નિરંતર સત્ની શોધકવૃત્તિવાળો જીવ. ૨૭. સ્વરૂપ પ્રાપ્તિના અભાવમાં વ્યતીત થતું આયુષ્ય અંગે ખેદ વર્તતા પરિણામ અર્થાત્ ઘણું મોડું થઈ રહ્યું છે, તેમ લાગ્યા કરે. ૨૮. ભવની શંકા ન થાય - મોક્ષને પાત્ર જ છું - તેમ મોક્ષના ભણકાર આવે. કોઈ બાહ્ય ક્રિયાકાંડ કે શાસ્ત્ર ભણતરથી જીવ માર્ગને પામી શકતો નથી. એક પાત્રતાથી જ જીવ પામે છે. તેથી પાત્રતાનું મહત્વ સમજવા યોગ્ય છે. (૧૫૭) (કોઈપણ જીવ જ્યારે નિજ હિત માટે તત્પર થાય - ત્યાં શીઘ્ર પાત્રતા પ્રગટે છે. તે માટે અમુક પૂર્વ પ્રકાર હોય તો પાત્રતા આવે તેવો નિયમ નથી. આ માર્ગની સુવિધા છે.) જેમ લોકમાં પરાક્રમી પુરુષ નેતાના સ્થાને સ્થપાય છે અને લોકો તેને અનુસરે છે, જે સ્વયંના પરાક્રમથી પોતે નેતા થયેલ છે, તે બીજાના ટેકાથી નેતા થયેલ નથી. બીજાઓ તો તે પરાક્રમી પુરુષને ગૌરવપૂર્વક બિરદાવે છે. તોપણ (પરંતુ) જગતમાં તેવી પ્રસિદ્ધિને પુણ્યની અપેક્ષા છે. જ્યારે આત્માનો અધ્યાત્મ માર્ગ તો લોકથી નિરપેક્ષપણે સ્વયંના અંતર પુરુષાર્થથી અંદર વિચરવાનો છે. તેમાં લોકોત્તર પરાક્રમ છે, તે જગતથી અને પુણ્યથી નિરપેક્ષ છે. - આ મોક્ષમાર્ગનું અલૌકિક ગૌરવ છે. કદાચ મોક્ષમાર્ગીજીવને (પૂર્વ પુણ્યનો ઉદય હોય તો) પણ લોકો માને, બહુમાન કરે, પ્રશંસા આદિ કરે, તોપણ પોતે - તેવા લોકોનો પ્રેમથી - રાગથી પરિચય કરતો નથી. પોતે પ્રશંસા આદિથી નિરપેક્ષ રહી અંતરમાં વિચરે છે, જો પોતે રાગથી પરિચય કરે અથવા થયેલ પરિચયમાં વૃદ્ધિ થવાનો પ્રયાસ કરે - કે એવી અપેક્ષા રાખે તો પોતાનું પતન થાય, કારણકે પરની અપેક્ષાબુદ્ધિ એ જ નિર્બળતા છે. જે અંતર પુરુષાર્થ - અને નિજ અનંત સામર્થ્યથી વિરૂદ્ધ - વિરાધક ભાવ છે. (૧૫૮) કોઈ મહાભાગ્ય (!) - મહાપાત્ર જીવને બાદ કરતાં, પ્રાયઃ મનુષ્ય જીવે અનંતકાળથી સત્પુરુષને ઓળખ્યા નથી. ઓળખવાની યોગ્યતા પણ પ્રાપ્ત થઈ નથી. તેથી અનંતવાર (ભૂતકાળે) સત્પુરુષ મળવા છતાં, જીવને પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ - અયોગ સમાન રહ્યો છે, કે જે યોગે કરીને જીવ, જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. આ ખરેખર વિધિ'ની કરુણતા જ સમજવી રહી. આ પ્રકારે અનંતકાળનું પરિભ્રમણ નાશ થવાનો યોગ વૃથા બને નહિ, તે હેતુથી નિઃસ્પૃહપણે અને નિષ્કારણ કરુણાભાવે કોઈ પ્રસિદ્ધ મહાત્મા અન્ય સત્પુરુષ પ્રત્યે અંગુલી નિર્દેશ કરતા Page #99 -------------------------------------------------------------------------- ________________ ४४ અનુભવ સંજીવની જાય છે. તે તેમનો અનુપમ અને અનંત ઉપકાર છે. - સત્પુરુષને ઓળખવાની ક્ષમતા ન હોય તેવા જીવો સામાન્યતઃ પૂર્વગ્રહપૂર્વક સત્સંગ ઉપાસે છે. ત્યાં “આ પુરુષ છે' તેવો પૂર્વગ્રહ બંધાઈને. અંતરથી સ્વીકાર કરીને અર્પણતાપૂર્વક સમાગમ કરતાં યોગ્યતા પ્રાપ્ત થઈ જીવ નિજ કલ્યાણ સાધવામાં અગ્રેસર થાય છે. જ્ઞાનીની ઓળખ વિના, સત્ સમાગમ પ્રાપ્ત થતાં . તત્ત્વજ્ઞાનના શ્રવણ કાળે . કોઈ વિદ્વાન તત્ત્વચર્ચા કરે છે . તેવા પૂર્વગ્રહ પૂર્વક પ્રાયઃ સત્સંગ ઉપાસવાનું બને છે અને તેથી યોગ્યતા રોકાઈ જાય છે. કારણકે તેને પૂર્વગ્રહને લઈ (અહીં) સપુરુષનો યથાયોગ્ય મહિમા આવતો નથી. તેથી ધર્મબુદ્ધિવાન જીવને, એટલે કે આત્માર્થી જીવને - જ્ઞાનીનો અન્ય જ્ઞાની પ્રત્યેનો નિર્દેશ પરમ ઉપકારી થઈ પડે છે. (૧૫૯) આત્માના ગુણોને પરિણમનમાં પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જો કે પ્રત્યેક ગુણ સ્વયં અનંત શક્તિમય છે, પરંતુ પરસ્પર નિમિત્ત પણ થાય છે અથવા કોઈ કોઈ ગુણસ્થાને અવિનાભાવે સુમેળપણે પરિણમે તેવું વસ્તુનું સ્વરૂપ છે. તેમાં દ્રવ્યની અખંડતા કારણભૂત છે. જો કે વસ્તુ - સ્વરૂપે . ત્રણે કાળે સાધકજીવને ધર્મનું મૂળ - સમદર્શન સમાન છે અને દૃષ્ટિનો વિષય પણ પ્રત્યેકને સરખો છે, તેમજ સમ્યક પુરુષાર્થનું પરિણમન પણ અવિનાભાવીપણે હોય છે, તેમ છતાં પણ તે પુરુષાર્થ દરેકનો સમાન હોતો નથી - તેવું પુરુષાર્થનું પરિણમન સ્વતંત્ર છે. પુરુષાર્થ અનુસાર સર્વ ગુણ ખીલે છે અર્થાત્ સર્વ ગુણના વિકાસમાં પુરુષાર્થનું નિમિત્ત છે. તેથી પુરુષાર્થ અંગે ગહન • ગવેષણા કર્તવ્ય છે. (૧૬૦) મુમુક્ષુને પુરુષાર્થની મંદતાને લીધે શુદ્ધોપયોગમાં ન પહોંચવાથી શુભ પરિણામ થઈ જાય, પરંતુ તે રીતે ઉત્પન્ન શુભનો આગ્રહ ન હોય; તેમજ આ શુભભાવ ઉચ્ચ કક્ષાના હોવા છતાં તેમાં રોકાવાની ચાહ પણ ન હોય. અહીં ભાવના પ્રધાન પરિણમન હોવાથી, મુમુક્ષુનું હૃદય ભાવનાથી ભીંજાયેલું હોય છે. અને તે પાપથી ભયભીત હોય છે. તેથી શુભથી ખસવાના પ્રયત્નમાં . સ્વચ્છેદ ભાવે પરિણમતો નથી. (૧૬૧) સપુરુષના વચનોમાં આત્મહિત થાય તેવું પૂરું નિમિત્તત્વ હોય છે. લક્ષ્ય-સ્વરૂપનો બોધ થવામાં અચુકપણે તે નિમિત્ત થાય છે. જે જીવની તથારૂપ પાત્રતા અર્થાત્ યોગ્ય તૈયારી હોય તો ખચિતપણે કાર્ય સિદ્ધ થાય છે. અહો ! નિજ પૂર્ણ વીતરાગ સ્વભાવ ઉપરની ભીંસમાંથી પ્રગટેલી વાણી ! આવી વાણી અમોઘ-રામબાણ જ હોય ને ! તે નિષ્ફળ કેમ જાય ! તેની સફળતા સાથે કુદરત બંધાયેલી છે. તેથી આ વાણી પણ વ્યવહારથી) પૂજ્ય છે. (૧૬૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અનુભવ સંજીવની V સામાન્યતઃ સંયોગની અનુકૂળતામાં જીવ હરખાય છે અને પ્રતિકૂળતામાં જીવ ખેદાય છે. આ બંન્ને પ્રકારના ભાવો–પાપ ભાવ છે. તેથી હર્ષ-શોકને ઇષ્ટ-અનિષ્ટ માની જીવ દુર્ગતિમાં જાય છે. જે પાપનું ફળ છે. (૧૬૩) અનાદિથી જીવ રાગના આધારે પરિણમી રહ્યો છે. હું જ્ઞાનમાત્ર છું તેમ જો જ્ઞાનનો આધાર લેવામાં આવે તો જ જીવ રાગથી ભિન્ન પડી શકે; રાગથી ભિન્ન થવામાં આ પ્રકારની કાર્ય પદ્ધતિ અનિવાર્ય છે. જેને સમયસારમાં (નિર્જરા અધિકાર) જ્ઞાનગુણ' કહેવામાં આવેલ છે. આ સિવાઈ બીજો કોઈ ઉપાય . માર્ગ નથી. અન્ય ઉપાય કરતાં રાગાદિની ઉત્પત્તિ થાય છે; આ વિધિની ભૂલ છે. પરંતુ જ્યાં રાગાદિથી જ ભિન્ન પડવું છે ત્યાં રાગનો ઉત્પાદક ઉપાય કરતાં, ભિન્નતા કેમ થાય ? જ્ઞાનના આધારે જ્ઞાનવેદન ઉપજે. (૧૬) એ ભેદજ્ઞાન થવામાં જ્ઞાન અને રુચિનો સુમેળ છે. પરમ સ્વભાવની અત્યંત રુચિ અને સ્વભાવ પ્રાપ્તિની અપૂર્વ ભાવના વિના ભેદજ્ઞાન પ્રવર્તે નહિ. સ્વભાવની રુચિ અને રાગથી છૂટું પડતું જ્ઞાન આગળ વધીને સ્વરૂપ ગ્રહણ કરીને સ્વસંવેદન ભાવે પરિણમે છે. તેમજ શ્રદ્ધા અભેદ સ્વરૂપશ્રદ્ધારૂપે પરિણમે છે, ત્યાં રાગથી પ્રત્યક્ષ ભિન્નતા થઈ જાય છે, રાગ-મળની અરુચિ થાય છે. આ પ્રકારે જ સ્વકાર્યની નિષ્પત્તિ છે અર્થાત્ કોઈ જીવ એકલું જ્ઞાન કે એકલી દૃષ્ટિથી સ્વકાર્યની પ્રાપ્તિ કરવા ધારે / કલ્પના કરે, તો તે વિધિથી અજાણ છે. કલ્પના વાસ્તવિકતાથી બહુ દૂર (૧૬૫) છે. જગતવાસી સંસારી જીવની વિષયતૃષ્ણા અનંત છે, તેને વ્યસનની જેમ તલપ લાગેલી જ રહે છે . એવી સ્થિતિમાં, પૂર્વકર્મ અનુસાર સંયોગીક ફેરફાર થતાં જીવ સંયોગના રણે ચડી જાય છે, અનુકૂળતામાં પ્રાયઃ વિશેષ સંયોગનો રસ ચડી જાય છે...(કર્તબુદ્ધિને લીધે) - તો કોઈવાર પ્રતિકૂળતામાં વધુ ખેદાઈને રસ ભોગવે છે. પરંતુ પોતાનું ધાર્યું કાર્ય અહીં થતું નથી . તેવા અનુભવને વિચારવાનો અહીં અવસર / પ્રસંગ છે. જો વિચારવાન હોય તો ... જ્યારે અનુકૂળતામાં આવા વિચારની સંભાવના નથી રહેતી). આમ પરરસનું ઝેરની માત્રા વધતી જાય છે. તેથી જ પરિભ્રમણ કરતો જીવ ક્રમશઃ અધોગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં સત્પુરુષનું શરણ જ તેને બચાવે છે, કે જે પુરુષ આત્મશાંતિ દ્વારા વિષય-દાહને શાંત કરવાના ઉપાયમાં જીવને યોજે છે. (૧૬૬) જે જીવ છૂટવાના ઉપાયની / માર્ગની શોધમાં હોય, તેને માર્ગ, સપુરુષની વાણીમાં, પ્રકાશની જેમ મળે છે. સત્પુરુષ - અનુભવી પુરુષની વાણીમાં જ માર્ગ પ્રાપ્તિની વિધિ આવે . અજ્ઞાનીની Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અનુભવ સંજીવની વાણીમાં વિધિનું પ્રકાશન થઈ શકતું નથી. તેથી જેને માર્ગ'ની શોધ વર્તે છે, તેને સત્પુરુષથી માર્ગ નિઃસંદેહ મળે છે. તે જીવને સત્પુરુષની ઓળખાણ તેની અંતર પરિણતિથી થાય છે. તેને સત્પુરુષનો યથાતથ્ય મહિમા આવે છે. અનાદિકાળના પરિભ્રમણમાં, સત્પુરુષનો યોગ થવા છતાં, જીવને ઉક્ત પ્રકારે ઓળખાણ થઈ નથી. ઓથે ઓઘે ‘આ જ્ઞાની છે’ તેમ માન્યું છે. બહુમાન પણ ઓઘે ઓથે કર્યું છે, પણ તે ખરો મહિમા નથી. ઓળખીને બહુમાન - મહિમા આવે તો જરૂર તરી જાય. - માર્ગની શોધ એ ખાસ પ્રકારની પાત્રતા છે. આવી પાત્રતાના અભાવમાં જ્ઞાની ઓળખાતા નથી. (૧૬૭) આત્માનું પદાર્થ જ્ઞાન-દ્રવ્યાનુયોગ (દ્રવ્યાનુયોગ, સ્વસન્મુખના પુરુષાર્થ વિના નિશ્ચયાભાસનું પ્રાયઃ કારણ થાય છે). / આગમ દ્વારા દ્રવ્ય, ગુણ, પર્યાયથી, નય-પ્રમાણ દ્વારા કરવામાં આવે છે. ત્યાં વસ્તુ વ્યવસ્થાનું સમજવું થાય છે. પરંતુ અનાદિ ભેદવાસિત બુદ્ધિવાળો જીવ પ્રાયઃ ભેદની પ્રધાનતામાં અટકે છે. નવ તત્ત્વના જ્ઞાનમાં પણ નવના - ભેદમાં રોકાવાનું થાય છે. પરંતુ પરમાર્થના ઉપદેશક મહાપુરુષોએ નવ તત્ત્વમાં છુપાયેલી અખંડ ચૈતન્ય જ્યોતિને જુદી પાડીને અનુભૂતિ કરવા ઉપદેશ્ય છે. તેવી જ રીતે પર્યાય અને દ્રવ્યના વ્યક્ત અને અવ્યક્ત અર્થાત્ ગુપ્ત અને પ્રગટ - એ પણ અવસ્થા (સ્થિતિ) ના ભેદો છે, ‘ભેદમાત્ર’ - ભેદના અવલંબે, વિકલ્પ / રાગનું કારણ (છદ્મસ્થને) થાય છે. તેથી તે બન્ને અવસ્થામાં ચૈતન્ય સ્વરૂપ તો જેવું ને તેવું એકરૂપ જ છે. તેવો શ્રદ્ધા ભાવ કર્તવ્ય છે. - અર્થાત્ એકરૂપ - એકરસ અખંડ - ચેતનામાત્ર સ્વરૂપ હું છું' તેમ ચૈતન્ય સામાન્યમાં અસ્તિત્વનું ગ્રહણ થવું - તે પ્રાપ્તિની વિધિનું સ્વરૂપ છે. ચૈતન્ય સામાન્યને તો ખરેખર દ્રવ્ય-પર્યાયની (ભેદની) અપેક્ષા પણ નથી. તેવું પરમ નિરપેક્ષ નિશ્ચય - તત્ત્વનું સ્વરૂપ છે. (૧૬૮) ફેબ્રુઆરી ૧૯૮૬ જિનેન્દ્ર દેવની સ્વસંવેદનરૂપ વીતરાગ મુદ્રા દેખીને પોતાના સ્વસંવેદનરૂપ સ્વભાવને અવલોકે તેવો હેતુ જિન પ્રતિમાની સ્થાપનાનો છે. વાણી - વ્યાખ્યામાં સ્વસંવેદનરૂપ - સ્વાનુભવ સંકેતમાત્રપણે દર્શાવી શકાય છે. જ્યારે જિન પ્રતિમા, અંતર્મુખ પરિણમનરૂપ સ્વસંવેદનને વ્યક્તપણે દર્શાવે છે. તેથી જિનદર્શન, જિનેન્દ્રની સ્થાપના પરમાર્થના હેતુભૂત છે. અર્થાત્ આસન્ન ભવ્ય જીવને સમ્યક્દર્શનનું કારણ છે. જ્ઞાનીને ધ્યાનનું નિમિત્ત છે. આત્માર્થીને ભાવભાસનનું નિમિત્ત છે. (૧૬૯) - પરમ તત્ત્વનો આશ્રય - સ્વભાવના જોરથી આવે છે. સ્વભાવ ઉપર જોર થવું તે જ સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે; અન્યથા દ્રવ્ય, ગુણ, પર્યાય સંબંધી ક્ષયોપશમવાળું જ્ઞાન - અનાદિ કષાયના Page #102 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૭ જોરવાળું ક્ષયોપશમ જ્ઞાન વસ્તુના દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદોને જાણે તે પરાશ્રય છોડાવવા સમર્થ નથી. અનાદિ પર્યાયમાત્રના આશ્રયને છોડાવવા સમર્થ નથી. પરંતુ સ્વભાવનું જોર જ પર્યાયાશ્રિતપણું છોડાવે છે. પરંતુ સ્વભાવ પ્રતિ જોર દેવામાં કૃત્રિમતાકલ્પના ન થાય, તે ધ્યાન રાખવા યોગ્ય છે. વાસ્તવિકપણે તો સ્વભાવની ઓળખાણ • ભાવભાસન - લક્ષપૂર્વક જો સ્વભાવ પ્રત્યે જોર - (વીર્ય) ઉછળે તો કલ્પના / કૃત્રિમતા થતી જ નથી. અને તે પ્રકારમાં દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપ વસ્તુનું સ્વરૂપ જ્ઞાન અને ત્રિકાળી સ્વભાવ પ્રત્યેનું જોર - બંન્ને વચ્ચે યથાર્થ સંતુલન જળવાઈ રહે છે. જે જીવને વસ્તુ સ્વરૂપમાં કલ્પના થાય છે, તેને ત્રિકાળી સ્વભાવ પ્રત્યે સહજ વીર્ય (પુરુષાર્થ) ઉછળતું નથી. તે કૃત્રિમ જોરરૂપ વિકલ્પરૂપ / ભાષારૂપ પ્રવૃત્તિ કરે, તો પણ તે સ્વભાવની સમીપ આવતો નથી અને તેને ઉપર્યુક્ત સ્વરૂપજ્ઞાન અને ત્રિકાળીનું જોર દેવા વચ્ચે સંતુલન રહેતું નથી, એકાંત થઈ જાય છે. તેને જ એકાંત અર્થાત્ આભાસ કહેવાય છે.) વસ્તુ સ્વરૂપનો નિશ્ચય થવામાં કલ્પના થઈ જવાનું કારણ કે જે જીવને લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અથવા અસત્સંગની પ્રતિરૂપ પરિણામ થવા, તે છે. દુઃખ તે કલ્પનાથી ઉત્પન્ન થતો ભાવ છે તે સત્ય વિસ્મરણ કરવા યોગ્ય નથી. તેથી તત્ત્વ વિચારણામાં યથાર્થ નિશ્ચય થવા અર્થે અને કલ્પના ન થવા અર્થે, આત્માર્થતા સમેત અંતર સંશોધનપૂર્વક નિર્ણયની દિશામાં પ્રયત્ન થવા યોગ્ય છે. - નહિ તો કલ્પના . એટલે કે દુઃખનું કારણ અવશ્ય ઉત્પન્ન થશે જ. (૧૭૦) એપ્રિલ - ૧૯૮૬ આત્મા અસ્તિત્વપણે છે, તેમજ જ્ઞાયકપણે છે. તેમાં સ્વને જ્ઞાયકપણે અભ્યાસતાં સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ થાય તે સમ્યક છે. જ્ઞાયકપણે અભ્યાસ થયા વિના સ્વરૂપ–અસ્તિત્વ ગ્રહણ કરવા) કોઈ દૃષ્ટિનું જોર - વિકલ્પાત્મક ભૂમિકામાં કૃત્રિમપણે ઉપજાવવા ચાહે તો તે વિધિ યથાર્થ નથી. જ્ઞાયકપણાના અભ્યાસમાં અસ્તિત્વ આવી જાય છે તે સત્ય જ કહ્યું છે કે : “જ્ઞાનમ્ જ્ઞાન વિના પ્રાપ્ત ક્ષjતે ર હિ” (સમયસાર નિર્જરા અધિકાર) અથવા "પ્રસિદ્ધ જ્ઞાનર્વિવું સાઇનાવિવિઘોષિત: સ્વાનુમૂલ્ય હેતુ તાત્પરમં પN' . ૪૦૧ (પંચાધ્યાયી ઉત્તરાર્ધ) (૧૭૧) મે - ૧૯૮૬ જ્ઞાતા દષ્ટા (અકર્તા) એવા સ્વભાવનું અજ્ઞાન રાગ-દ્વેષનું કર્તુત્વ ઊભું કરે છે. આ સિદ્ધાંત છે. પરંતુ સમ્યક જ્ઞાન પ્રગટ થયાં પહેલાં, યથાર્થ ભૂમિકામાં અને સમ્યકજ્ઞાન થયા પછી પણ દેવ, ગુરુ, શાસ્ત્રનો મહિમા, સ્વાધ્યાય આદિ હોય છે. છતાં પણ તે તે શુભરાગનું કર્તૃત્વ સ્વીકારવાનું ન થાય તેવા પ્રકારનું સંતુલન, પ્રયોજનની તીક્ષ્ણ દૃષ્ટિવાનને સહજ રહે છે. જ્યારે નિયાભાસીને સંતુલન ન રહેવાથી, દેવ-ગુરુ-શાસ્ત્રાદિ પ્રત્યે અવિનય થઈ જાય છે અને વ્યવહારાભાસીને શુભરાગ Page #103 -------------------------------------------------------------------------- ________________ ४८ અનુભવ સંજીવની અને બાહ્ય ક્રિયામાં વજન | રસ વધી જઈને કર્તુત્વ થઈ જાય છે. તેમજ ઉભયાભાસીને બન્ને દોષ (ક્રમશ:) થતા રહે છે. (૧૭૨) આત્માના અનંત ગુણોમાં, જ્ઞાન–પ્રધાન ગુણ છે અથવા આત્મા જ્ઞાન પ્રધાન અનંતગુણમય છે. કારણ કે : (૧) પ્રથમ સ્વરૂપની ઓળખાણ જ્ઞાન દ્વારા થાય છે. ત્યાં દર્શનમોહ મંદ થવાનું કારણ બને (૨) જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવની ઓળખાણપૂર્વક ઉત્પન્ન ભેદજ્ઞાન એક માત્ર સ્વાનુભૂતિનું કારણ છે, જેમાં રાગથી ભિન્ન જ્ઞાનની મુખ્યતામાં સ્વભાવ / અસ્તિત્વનું ગ્રહણ કરવાનો પ્રયત્ન. પ્રયોગ . અભ્યાસ ચાલે છે. - આમ વિધિના ક્રમમાં જ્ઞાનથી જ ઉપાડ છે, તે સૂચવવા . સમયસારમાં આચાર્યભગવંત “જ્ઞાનમાત્ર થી આત્માને અને પ્રાપ્તિની વિધિ ને દર્શાવે છે. અનેકાંત સ્યાદવાદની સિદ્ધિ પણ જ્ઞાનમાત્ર થી કરી છે. (૧૭૩) દૃષ્ટિનું પરિણમન સૂક્ષ્મ છે, તે મિથ્યાત્વની દિશામાં સમજાતું નથી–પકડાતું નથી, તેથી વિધિના ક્રમ માં જ્ઞાયકપણાના અભ્યાસની ઉપેક્ષા કરીને, (જો કે જ્ઞાયક ધ્રુવ છે) ધ્રુવનું જોર (ઓળખાણ વિના - ઓલ્વે ઓથે) દૃષ્ટિ સમ્યક થવા અર્થે કરવા ચાહે, તો તેમાં ધ્રુવના વિકલ્પનું / રાગનું જોર વધશે, પરંતુ દૃષ્ટિનું જોર ઉત્પન્ન નહિ થાય. તેથી જ કહ્યું છે કે જ્ઞાયકપણાનો અભ્યાસ કરતાં જ્ઞાનમાં દૃષ્ટિનો વિષય ગ્રહણ થવાથી દૃષ્ટિનું જોર આવે છે. ત્યાં દૃષ્ટિના જોરે આગળ વધાય છે. सम्यकत्वम् वस्तुत: सूक्ष्ममस्ति वाचामगोचरम् तस्मात् वक्तुं च श्रोतुं च नाधिकारी विधिक्रमात् - (४०० -- पंचाध्यायी उत्तरार्ध) (१७४) પરંતુ અનુભૂતિ થયા પછી અનુભવી જીવને દૃષ્ટિનું જોર પરિણમનમાં વધુ રહે તો તેટલી તે જીવની મુક્તિ નજીક છે. તેથી મોક્ષમાર્ગીને જ્ઞાનપ્રધાન પરિણમન કરતાં દૃષ્ટિપ્રધાન પરિણમન ઇષ્ટ છે. દષ્ટિ પ્રધાન પરિણમનમાં પુરુષાર્થ ઉગ્ર રહે છે. કેમકે દૃષ્ટિને અભેદ નિજાત્મા સિવાઈ બીજો વિષય નથી. જ્યારે જ્ઞાનપ્રધાન પરિણમનમાં પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. જેથી વિકલ્પ - રાગની ઉત્પત્તિ થઈ આવે છે. જ્ઞાનને બીજા ભેદાદિ વિષય રહે છે. (૧૭૫) Page #104 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૯ ઑગસ્ટ - ૧૯૮૬ (૧૭૬) પ્રયોજનની જાગૃતિ એ જ પ્રયોજનની સફળતાની ચાવી છે. V નિશ્ચયની મુખ્યતા કરતાં, દોષનો બચાવ ન થાય તે લક્ષમાં રાખવા યોગ્ય છે. યથાર્થતા હોય તેમાં દોષનો ત્યાગ / અભાવનું લક્ષ હોય તેમાં દોષનો બચાવ અથવા પક્ષ કેમ થાય? (૧૭૬-A) સપ્ટેમ્બર - ૧૯૮૬ - આત્મસ્વરૂપનું ધ્યાન થવા અર્થે : ૧. જેને વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અર્થાત્ આગમ અધ્યાત્મનો સુમેળ - હોય તેવી સમજણ હોય અર્થાત્ વૈચારિક ભૂમિકામાં અસમાધાન ન હોય. ૨. જેને સહજ વેરાગ્ય રાગથી વિરક્તપણું - રાગમાં દુઃખનો અનુભવ . તેથી નીરસપણું ૩. ભેદજ્ઞાનના પ્રયાસને જેને લીધે મન-ઇન્દ્રિયોનું પરાધીનપણું ન હોય . વશ હોય. પાંચ ઇન્દ્રિય વિષયની આસક્તિના / રસના પરિણામ ન હોય. ૪. જેને સ્વરૂપમાં ઢળવાનું વલણ, સહજ પ્રયત્ન વર્તતો હોવાને લીધે . તેમજ ભય અને કુતૂહલ વિસ્મય આદિ ન હોવાથી - ઉપયોગની ચંચળતા ઘટી ગઈ હોય, જે અચંચળ ચિત્તવાળા હોય. ૫. જેને ત્વરાથી નિજ કાર્ય કરવાની વૃત્તિને લીધે પ્રમાદ ન હોય. ૬. જે પૈર્યવાન હોય . ઉતાવળે અથવા અધીરજથી કાર્ય કરવા ઉત્સુક ન થાય. ૭. જે મુક્તિના ઇચ્છુક અથવા ઉદ્યમી હોય. પૂર્ણતાના લક્ષવાળો પુરુષાર્થી. ૮. જેને નિજ પરમપદનો લક્ષ હોવાથી અત્યંત ... અત્યંત સ્વરૂપ મહિમા હોય. - ૯. સ્વક્ષેત્રમાં વ્યાપ્ય-વ્યાપકભાવે અસ્તિત્વપણાનું જોર થાય . તે મહાત્મા સ્વરૂપમાં સ્થિર થવા સમર્થ હોય છે. તેમને ભક્તિભાવે નમસ્કાર ! ૧૦. જનપદ ત્યાગથી વિક્ષેપ મટે છે. (મનમાં). પરમપદનું ધ્યાન પરમપદની પ્રાપ્તિનું કારણ છે. (આ સર્વેમાં આઠમું સૌથી મુખ્ય છે.). (૧૭૭) Vશ્રુતનો સ્વાધ્યાય સ્થળ ઉપયોગ તેમજ પરલક્ષે કર્તવ્ય નથી. તેમાં શાસ્ત્રજીનો અવિનય છે. સૂમ ઉપયોગે વાગ્યને લક્ષમાં લઈ સ્વાધ્યાય કર્તવ્ય છે. જેથી વિષયના ઊંડાણમાં જવાય. (૧૦૮) Page #105 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ઑક્ટોબર–૧૯૮૬ સહજ સ્વરૂપના અવલંબને શુદ્ધ સ્વસંવેદન પ્રગટ થાય છે. તેમાં વેદન પર્યાયમાં પર્યાયનું છે - ત્રિકાળીમાં વેદન નથી.’ તે ભેદ માત્ર જાણવાનો વિષય છે. જોર દેવાનો વિષય નથી. જોર તો અવલંબન સાથે રહે છે, તે સમ્યફ છે. હું પણ ધ્રુવનું અવલંબન વર્તતું હોવાથી અને પર્યાયમાં સ્વભાવમય ભાવ હોવાથી . સ્વભાવના આવિર્ભાવના હેતુથી “ત્રિકાળી સ્વરૂપનો અભેદ અનુભવ થાય છે.” તેમ અધ્યાત્મ પદ્ધતિમાં કથન થાય છે. • તેમાં આગમ અનુસાર વસ્તુ વ્યવસ્થાનું (બંધારણનું જ્ઞાન - સંતુલન યથાર્થ રહે છે. (૧૭૯) નવેમ્બર - ૧૯૮૬ * સ્વલક્ષી જ્ઞાન પ્રતીતિનું ઉત્પાદક થાય છે. પરલક્ષી આગમજ્ઞાન અનાદિ વિપરીત શ્રદ્ધાને ફેરવવા સમર્થ નથી. * સ્વલક્ષી જ્ઞાન સ્વભાવ7 ગુણને અર્થાત્ નિર્મળતાને સાધે છે. પરલક્ષી જ્ઞાન દોષને / અવગુણને સાધે છે . વિકલ્પને સાધે છે. * સ્વલક્ષી જ્ઞાન અંતરના ઊંડાણમાં સૂમ થઈને જાય છે. પરલક્ષી જ્ઞાન ઉપર-ઉપર છૂળપણે બહાર રહી પ્રવર્તે છે. * સ્વલક્ષી જ્ઞાન સાથે પ્રતીતિ ભળતાં–સ્વરૂપ સ્થિરતાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. - આ વસ્તુ વિજ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વરૂપ સ્થિરતા માટે અસમર્થ છે. અસ્થિરતા / વિકલ્પ લાવે છે. * સ્વલક્ષી નિર્ણય પુરુષાર્થ ઉત્પન્ન કરે, પરલક્ષી નિર્ણય ક્ષયોપશમમાં અટકે. (૧૦) આત્માની શક્તિઓ તે સામર્થ્યરૂપ સ્વભાવ / સ્વરૂપ છે, એકરૂપે અર્થાત્ દ્રવ્યરૂપે તેને જોતા આત્મરસ ઉપજે છે–આરાધના થાય છે.–ભેદરૂપે–ગુણભેદરૂપે જોતાં આરાધના થતી નથી–વિકલ્પ થાય છે. રસ ભંગ થાય છે. (૧૮૧) ડિસેમ્બર–૧૯૮૬ જ્ઞાનાભ્યાસ થવા અર્થે. – સન્મુખ થવા અર્થે, જ્ઞાનની વ્યાપકતા, સ્વચ્છતા (સાકારપણું, વેદકતા અને પ્રત્યક્ષતા દ્વારા પરથી / રાગથી ભિન્ન અને પોતાથી અભિન્ન જ્ઞાનમય આત્માનો નિરંતર આશ્રય / અભ્યાસ કરવા યોગ્ય છે, જેથી અંતર્મુખ થવાય. (૧૮૨) જાન્યુઆરી - ૧૯૮૭ છે નિજ પરમસ્વરૂપની પ્રાપ્તિના અભાવમાં, વેદના સહિતની ભાવના હોય તો માર્ગ મળે જ. (૧૮૩) Page #106 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની - ૫૧ V જે સમ્યકજ્ઞાનમાં પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનમય પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ અવ્યાબાધપણું છે, ત્યાં ચિંતા શી ? ભય શો ? શંકા શી ? અસમાધાન શું ? દુઃખ શું ? પોતાથી બાહ્ય ચેતન - અચેતન પદાર્થો સ્વકાળની યોગ્યતા અનુસાર પરિણમી રહેલા છે, તેમાં નિર્મમત્વ હોવાથી, તેની ચિંતા શી ? માત્ર જોય' હોવાને લીધે . ઇષ્ટ અનિષ્ટની કલ્પનાની નિવૃત્તિ સહજ સમાધાનરૂપ છે. વળી તેનું પરિણમન ફેરવવા કોઈ ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર, પણ સમર્થ નથી. કુદરતનો તે ક્રમ યોગ્ય જ છે. યોગ્ય સમયે યોગ્ય જ દશા તે કુદરતનો ક્રમ છે. કોઈ સમયે અયોગ્ય દશા કોઈ પદાર્થને વિષે હોતી નથી . થતી નથી. (૧૮૪) ફેબ્રુઆરી - ૧૯૮૭ જીવનો સ્વભાવ અનુભવ કરવાનો છે, જેથી પ્રતિસમય સતત અનુભવ - ક્રિયા ચાલુ જ રહે છે. અનાદિથી અકારણપણે, નિર્વિકાર સહજાનંદ એક સુખ સ્વભાવના અનુભવથી શૂન્ય હોવાને લીધે જીવ ઉદયમાં આવેલા સ્વકીય કર્મ ને જ સતતપણે પ્રતિ સમય સ્વરૂપે અનુભવી રહ્યો છે, વા માની રહ્યો છે. અને ફરીને નવા બંધનને પ્રાપ્ત થાય છે. આમ સંસાર ચક્ર ચાલે છે, તેમાં સપુરુષના સમાગમે . “અનુભૂતિ સ્વરૂપ નિજ સ્વરૂપની ઓળખાણ કરે તો કર્મોદયના અનુભવનો . ભ્રમનો ત્યાગ થઈ નિજાનુભવમાં રહે. (૧૮૫) પર રુચિનું પોષણ થવાથી, અવિવેકનું જોર વધે છે અર્થાત્ વિવેક નિર્બળ થાય છે. મિથ્યાક્તર આવે છે. તેથી નિજ હિતના ઉપયોગથી સ્વરૂપ સંભાળે (તો) વિવેક સબળ થાય તો નિજ નિધિનો વિલાસ થાય. (અનુભવ પ્રકાશ) (૧૮૬) મોક્ષમાર્ગ દર્શન, જ્ઞાન, ચારિત્રના એકપદ સ્વરૂપ એક હોવાથી . મોક્ષમાર્ગના પ્રકરણને વિષે, કોઈ એકને (એક ગુણને સર્વથા જુદો કાર્યરૂપ ન જોવો. સર્વથા એકની જુદાઈ કરીને મહત્વ આપતાં અયથાર્થતા થાય છે. કારણકે અનુભવમાં તેમ નથી, બધુ સાથે છે. અનુભવમાં તો અભેદતા, નિર્વિકલ્પતા અનુભવાય છે. વસ્તુતાએ પણ અભેદપણું જ છે. (૧૮૭) માર્ચ . ૧૯૮૭ આત્મામાં રહેલા અનંત સુખ / અનંત આનંદને લક્ષમાં લેવા યોગ્ય છે, વારંવાર લક્ષમાં લેવા યોગ્ય છે. વીતરાગ ભાવનાથી શુદ્ધોપયોગને ધારણ કરીને, તેમાં લીન રહેવા યોગ્ય છે. બ્રહ્મસરોવર આનંદ સુધારસથી પૂર્ણ છે'. (અનુભવ પ્રકાશ) (૧૮૮) Page #107 -------------------------------------------------------------------------- ________________ પર અનુભવ સંજીવની અધ્યાત્મ દશા મહિમાવંત હોવાથી સત્ શાસ્ત્રોમાં તેનો પણ મહિમા ગાયો છે. પરંતુ એ લક્ષ રાખવા યોગ્ય છે કે સન્માર્ગમાં સ્થિત મહાત્માઓએ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપના જોરમાં તે મહિમા ગાયો છે, તેથી અધ્યાત્મભાવોનો મહિમા આવે ત્યારે પર્યાયની વાતો—વિષયમાં એવા પ્રકારે રસ ન પડવો જોઈએ કે જેથી ત્રિકાળી ઉપરનું જોર ખસી જાય અથવા ન રહે. ત્રિકાળીનું જોર ઢીલું / મંદ પણ ન થવું જોઈએ, પરંતુ તીવ્ર થવું જોઈએ. એ આ વિષયની યથાર્થતા છે. જેને અધ્યાત્મદશાનો મહિમા આવે છે, પરંતુ ત્રિકાળીનું જોર આવતું નથી તેને અયથાર્થપણે અધ્યાત્મનો મહિમા થાય છે. જેમાંથી વ્યામોહ ઉત્પન્ન થવાનો સંભવ છે - પ્રાયઃ થાય છે. અથવા અનાદિનો દર્શનમોહ તૂટતો નથી. . યથાર્થતામાં તો ત્રિકાળીના લક્ષે - ત્રિકાળીના જોરમાં અધ્યાત્મદશાનો મહિમા રહે છે . થાય છે. - (૧૮૯) પ્રશ્ન : જ્ઞાન પ્રતીતિનું કારણ કઈ રીતે છે ? સમાધાન : જે જ્ઞાન પરોક્ષ પ્રમાણથી આધારિત રહે ત્યાં સુધી નિઃશંકતા ઉત્પન્ન થતી નથી. પરંતુ વિચારથી આગળ જઈને સ્વભાવનું પ્રત્યક્ષ અવલોકન - પોતામાં—જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું અવલોકન પ્રતીતિનું કારણ થાય છે અને પ્રતીતિ સહિતનું જ્ઞાન પુરુષાર્થ ઉત્પાદક પરિણમનવાળું થવાથી સ્થિરતા થાય છે. બળવાન (૧૯૦) - એપ્રિલ - ૧૯૮૭ વિધિ :અવલોકનથી આગળ વધીને સ્વ-સ્વભાવનું ગ્રહણ - પ્રત્યક્ષ સ્વભાવનું પ્રત્યક્ષભાવે ગ્રહણ' કરવામાં વર્તમાન પુરુષાર્થને યોજવાથી કાર્ય સિદ્ધિ છે. (૧૯૧) સત્ શ્રવણ થવા છતાં યથાર્થતામાં માત્ર શ્રવણનો અભિપ્રાય હોતો નથી. શ્રુત થયેલ વિષયનું ગ્રહણ થવાનો પ્રયાસ થાય ત્યાં શ્રવણનું નિમિત્તપણું છે. અન્યથા (નિમિત્તરૂપે) નહિ. (૧૯૨) મે - ૧૯૮૭ દર્શનમોહ મંદ થવાના અનેક કારણો છે. તેમાં વીતરાગી દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્સમાગમ આદિ મુખ્ય નિમિત્તો છે. આ નિમિત્તો પ્રત્યેના બહુમાન-ભક્તિ આદિના પરિણામો સ્વયં મંદ કષાયરૂપ છે. તો પણ સાથે સાથે ત્યાં દર્શનમોહ મંદ પામે છે. (અન્ય પ્રકારે કષાય મંદ થતાં દર્શનમોહ મંદ થતો નથી). પરંતુ ઓઘસંજ્ઞાએ ઉપરોક્ત સત્ નિમિત્તો પ્રત્યે અને તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં (શરૂઆતમાં) ઉત્સાહિત પરિણામો અને સદ્ભાવના / હિતભાવના ને લીધે તે દર્શનમોહને મંદ - અલ્પ મંદ કરે છે. પરંતુ ત્યાં ઓઘસંજ્ઞાએ અટકી જતાં દર્શનમોહ તીવ્ર થવાનું પ્રાયઃ બને છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અનુભવ સંજીવની. તેથી, સ્વલક્ષી તત્ત્વાભ્યાસ / શાસ્ત્ર અધ્યયન - શ્રવણ અને સત્ સમાગમપૂર્વક યથાર્થ સુવિચારણા અને સ્વરૂપ નિર્ણય, જ્ઞાન પ્રધાન પુરુષાર્થથી થાય તો અત્યંત દર્શનમોહ મંદ થઈને અભાવ (ઉપશમ) થવા પ્રત્યે આગળ વધાય છે. (૧૯૩) સત્ શ્રવણ ત્યારે/તો જ અટકવાનું સ્થાન ન થાય, જો સ્વરૂપ ભાવના વા ત્રિકાળીના અવલંબનનો પ્રયાસ ચાલુ કરવામાં આવે, નહિ તો પ્રાયઃ ‘માત્ર શ્રવણ’નો અભિપ્રાય જાણે - અજાણે બંધાઈને અટકવાનું નિમિત્ત બને અને દર્શનમોહ વધારે. (૧૯૪) ૫ સમાજને મુખ્ય કરીને આત્મહિત ગૌણ કરનાર, પોતાની વર્તમાન હાલત સમજી શક્યો નથી - તેથી પોતાની સંભાળ ન રાખતાં સમાજની ચિંતા કરે છે તે અપ્રશસ્ત અભિપ્રાય સહિતનો રાગ છે. મધદરિયે ડૂબતો હોય તો સમાજની ચિંતા કરવા રોકાય ખરો ? ત્યારે સમાજની ચિંતા કરવા રોકાતો નથી. (૧૯૫) જૂન - ૧૯૮૭ શ્રી જિનેશ્વરની આજ્ઞા અને શ્રી ગુરુનો ઉપદેશ (મુમુક્ષુને) શુદ્ધાત્માની રુચિ કરવાનો છે. તેને અવગણીને જીવ રુચિ કરતો નથી - તે મહા અનર્થ છે. ‘અવગણવું’ એટલે ઉદય પ્રસંગોની મુખ્યતામાં રહી શુભાશુભના રસમાં લીન રહી, અંતર્મુખ પ્રયત્ન ન થવો તે. (૧૯૬) // જ્ઞાનમાં સહજ પ્રત્યક્ષતા છે, તેને પ્રતીતિ ભાવે વારંવાર ‘ભાવમાં લઈ’–ભાવના’થી રસ લેવો . વેદવો, તે સ્વાનુભવની વિધિ છે. (૧૯૭) * જુલાઈ ૧૯૮૭ જ્ઞાનસ્વભાવી આત્મા માત્ર જ્ઞાનથી જ ગ્રાહ્ય છે / ગ્રહણ થવા યોગ્ય છે / અનુભવવા યોગ્ય છે. સિવાઈ અન્ય કારણથી - કોઈપણ પ્રકારના શુભ રાગથી અથવા પરાશ્રિત બાહ્ય જ્ઞાનથી ગ્રહણ થવા યોગ્ય નથી. તેથી અન્યથા ઉપાય કર્તવ્ય નથી. અભિપ્રાયમાં - આ વિધિ અંગે જરાપણ ફેર થાય, તો તે વિપરીત અભિનિવેષ / ગૃહિત મિથ્યાત્વ થઈ જાય છે. (૧૯૮) ૫/ સ્વાનુભૂતિ પ્રગટ થતાં આખું જીવન પલટાઈ જાય છે, સમસ્ત સાંસારિક ભાવોનો રસ છૂટી જાય છે, જાણે નવો અવતાર થઈ ગયો હોય એવું થઈ જાય છે. રાગ અને કષાયના વેદનનું જે જીવન હતું તે આખુ પલટીને શાંતિ સુધામય થઈ ગયું અને નિજ ભગવાન અતીન્દ્રિય આનંદપણે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અનુભવ સંજીવની વેદનમાં આવ્યો / પ્રગટ થયો. અહો ! આ દશા અદ્ભુત છે ! વચનાતીત છે ! (૧૯૯) જે મુમુક્ષુ ભવ-ભીરૂ છે, પાપથી ભયભીત છે, તે શુભનો નિષેધ - રાગથી ખસવાના પ્રયત્ન કાળે, કરતાં સ્વચ્છંદમાં પરિણમતો નથી. (૨૦૦) અનાદિથી જીવ વર્તમાન વેદનમાં આવતી પર્યાય માત્રમાં પોતાપણું - હું પણું રાખી રહ્યો છે. પરંતુ કોઈપણ પર્યાય થાય - સમ્યક્ સુખની અલ્પ કે પૂર્ણ પર્યાય કાળે તેમાં એકત્વ હોતું નથી. પર્યાયમાં એકત્વ થતાં સુખનો નાશ થાય છે - અનંત સુખની પણ. ધ્રુવ સ્વભાવમાં જ હું પણું સ્થપાઈ રહેવું જોઈએ, નહિ તો પર્યાયથી એકત્વ છૂટે નહિ. પર્યાયનું એકત્વ છૂટતાં આત્મ બોધ છે. (૨૦૧) અનેક પ્રકારની અપેક્ષાવાળું જ્ઞાન - અનેક પ્રકારે અસમાધાનને દૂર કરે છે; તો પણ તેથી આગળ જઈને ત્રિકાળીના જોરમાં પ્રેરિત થવામાં તે નિમિત્ત થવું ઘટે, નહિ તો ઉક્ત અસમાધાન મટવારૂપ ફળ પર્યાપ્ત નથી વા સફળ નથી. પરંતુ સંતોષાઈને અટકવાનું સ્થાન થઈ જાય છે. ત્યાં નિશ્ચયથી સમાધાન થયું નથી. (૨૦૨) આંગસ્ટ - ૧૯૮૭ સિદ્ધાંત અને સૂત્ર : સિદ્ધાંતના મુખ્ય બે ભેદ અધ્યાત્મિક અને આગમિક, (કરણ, ચરણ, દ્રવ્યાનુયોગ). ૧. દ્રવ્યાનુયોગના આગમના સિદ્ધાંતો વસ્તુના સ્વરૂપ અનુસારે છે અથવા તે દ્વારા વસ્તુનું બંધારણીય સ્વરૂપ પ્રતિપાદિત થાય છે. તેથી ત્રણે કાળે તેમાં ફેરફાર થતો નથી. આ વસ્તુ વિજ્ઞાન અચલ છે. જે મુખ્યપણે દ્રવ્યાનુયોગનું અંગ છે; તેમજ જડ-ચેતનના પર્યાયોનું વિજ્ઞાન કરણાનુયોગમાં છે. આચરણના સિદ્ધાંતો ચરણાનુયોગમાં છે. ૨. અધ્યાત્મના સિદ્ધાંતો પણ ત્રણે કાળે એકરૂપ રહે છે. આત્માના ત્રિકાળી અચલ સ્વભાવને આલંબતા / ઉપાસતાં અનુભવરૂપ થયેલ, ત્રણે કાળના જ્ઞાની - અનુભૂતિ સંપન્ન મહાત્માઓની પવિત્ર દશા - પરમ પદાર્થને સ્પર્શીને નીકળેલી તે વાણી છે. તેમાં ફેર પડવાનો અવકાશ નથી. મુખ્યપણે ચરણાનુયોગ અને કરણાનુયોગમાં ગુણસ્થાન દ્વારા તેનું પ્રકાશન છે. ચારેય અનુયોગ, દ્રવ્યાનુયોગનો લક્ષ્યાર્થ અધ્યાત્મને પ્રતિપાદિત કરવાનો છે. આમ સશ્રુત આગમ-અધ્યાત્મના સિદ્ધાંતોને અવિરોધપણે પ્રકાશે છે. એક અનુયોગ અને બીજા અનુયોગના સિદ્ધાંતમાં અવિરોધ છે. તેથી કોઈપણ બે સિદ્ધાંત વચ્ચે વિરોધ નથી. - છતાં વિરોધ ભાસે તો ત્યાં જ્ઞાનનો વિપર્યાસ Page #110 -------------------------------------------------------------------------- ________________ પપ અનુભવ સંજીવની છે. જ્યાં સિદ્ધાંત તૂટે ત્યાં અજ્ઞાન અને દર્શનમોહ (મિથ્યાત્વ) નો પ્રભાવ સમજવો. સૂત્ર : જ્ઞાનીના વચનોમાં હંમેશા ઉક્ત સિદ્ધાંતદ્વયનું સંતુલન હોય છે. તેથી ક્યાંય એકાંત થતો નથી. સિદ્ધાંતને દર્શાવતા વચનપ્રયોગને સૂત્ર કહેવામાં આવે છે. અને તેની અનેકવિધ શૈલી જોવામાં આવે છે. તેથી કોઈપણ પ્રકારની કથન શૈલીથી પ્રતિપાદિત સિદ્ધાંત, યથાર્થતાને લીધે, પ્રમાણિત કરવા યોગ્ય છે. કથન શૈલીનો આગ્રહ કે નિષેધ તત્ત્વદૃષ્ટિએ યોગ્ય નથી. કાળક્રમે જુદા જુદા કાળના જ્ઞાની . ધર્માત્માની શૈલીમાં વિભિન્નતા હોવા છતાં ક્યાંય સિદ્ધાંત તૂટતો નથી કે વિપર્યાસ થતો નથી. પરંતુ વસ્તુ - સ્વરૂપને વ્યક્ત કરવાનું તેઓનું અદ્ભુત સામર્થ્ય બહુમાન | ભક્તિ થવાનું - ઉપજવાનું કારણ બને છે. કદાચિત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વિદ્યમાન જીવોની યોગ્યતા વિશેષને લીધે શૈલી ફેર જોઈને પણ જ્ઞાનીના વચનોમાં શંકા કરવા યોગ્ય નથી. (૨૦૩) સાધકપણું, પુણ્ય અને તેના ફળથી પર છે. કેમકે સાધક તેનાથી ભિન્ન પડીને, અંતરમાં વિચરે છે. તે માર્ગ નિરાલંબ છે. તેથી તેમના પૂર્વકર્મના ઉદયની સરખામણી, બીજા સંસારી જીવોના ઉદય સાથે કરવા યોગ્ય નથી. અર્થાત્ ઉદયની સરખામણીનો દૃષ્ટિકોણ ભૂલ ભરેલો . ગેર રસ્તે દોરવનાર છે અને તે દૃષ્ટિકોણ રહેતાં, જ્ઞાનનું નિરપેક્ષ - નિસ્પૃહતાવાળું અંતર દશાનું પરિણામન ઓળખાઈ શકાતું નથી. - જ્ઞાની ઉદયના આધારે નથી, અંતર ધ્રુવ ધામનો તેમને આધાર છે. તેથી તે પ્રકારને લક્ષમાં રાખી મૂલવણી કરવા યોગ્ય છે. પુણ્ય પાપના દૃષ્ટિકોણ થી નહિ. (૨૦૪) સપ્ટેમ્બર - ૧૯૮૭ Vસત્સંગ નિત્ય ઉપાસવા યોગ્ય છે . એવી જે સત્પુરુષની શિખામણ જીવને અત્યંત હિતકારી અને પડતી વૃત્તિને સ્થિર રાખનારી છે. વર્તમાન દુઃષમકાળમાં અસત્ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે; જીવ સહજ માત્રમાં કુસંગની અસર તળે આવી જાય છે. જેથી દીર્ધકાળ પર્યત સેવેલો સત્સંગ નિષ્ફળતાને પામતાં વાર લાગતી નથી. આરાધના માટે તો અપૂર્વ પુરુષાર્થ જોઈએ. તેની નિરંતર લગની જ આવશ્યક છે. (૨૦૫) ક્ટોબર - ૧૯૮૭ v મુમુક્ષુજીવ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે, ત્યાં વસ્તુ સ્વરૂપને સમજીને સ્વાભિમુખ થવાનો પ્રયત્ન, અંતર અવલોકન દ્વારા શરૂ ન કરે તો ધારેલા જ્ઞાનમાં શુષ્કતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી હિતા સધાતું નથી. પ્રાયઃ અહિત થવાનું બને છે. તે લક્ષમાં લેવા યોગ્ય છે. (૨૦૬) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અનુભવ સંજીવની નવેમ્બર - ૧૯૮૭ ઉદયમાં જોડાણ તે બંધમાર્ગ અને સ્વભાવમાં જોડાણ તે મોક્ષમાર્ગ. આ બંધમાર્ગ અને મોક્ષમાર્ગનો સંક્ષેપ નિયતપણે છે. પરમહિત વિવેકથી નિપજે, પુરુષાર્થ ઉપજવાનું કારણ પણ તે (૨૦૭) - વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્ર મળવા છતાં, ઓઘસંજ્ઞાએ જીવ પ્રવર્તે તો લોકસંજ્ઞા અને અસત્સંગની જેમ તે દર્શનમોહ વૃદ્ધિમાં આવી જાય છે. કેમકે ઓઘસંજ્ઞાએ પ્રવર્તતાં ત્યાં નિજ પરમાત્મપદ પ્રાપ્તિની ઉપેક્ષા થઈ, તેથી યથાર્થ નિર્ણયની દિશામાં પ્રયત્ન થવો ઘટે, જેથી ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થાય. અને સ્વભાવ સન્મુખ / સમીપ જવાય. ઓઘસંજ્ઞા ટાળવા અર્થે તીવ્ર લગની / દરકાર હોવી ઘટે. (૨૦૮) સ્વપણે વેદવાનો જ્ઞાનનો – જ્ઞાન સ્વભાવ છે. જ્યાં સુધી તેવું અંતર અવલોકનથી નિજ જ્ઞાનનું સ્વરૂપ ન જણાય, ત્યાં સુધી તે દૃષ્ટિએ જોવા / શોધવાનો પ્રયાસ થવો ઘટે. તેથી જ પરમાગમમાં ‘જ્ઞાનમાત્ર' ની જ્ઞાનગુણ / જ્ઞાન સ્વભાવ દ્વારા પ્રાપ્તિ કહી છે. જે નિજાવલંબનરૂપ છે અને રાગના અવલંબનથી ભિન્ન પડીને સમુત્પન્ન છે. (૨૦૯) Vશ્રીગુરુ આત્માને અનુભવવાનો ઉપદેશ આપે છે. પરંતુ જેને આત્મ રુચિ નથી, તેવો જીવ સ્વાનુભવનો પુરુષાર્થ કરવાને બદલે અનેક પ્રકારે શુભ ક્રિયામાં શુભની રુચિને લીધે ધર્મ માટેના પ્રયત્નનો આડંબર કરે છે. તે કપટનો ખેલ છે. (અનુભવ પ્રકાશ) (૨૧૦) | આત્મામાં આનંદ છે. તેની શ્રદ્ધા અને વિશ્વાસ વિના જગતના પદાર્થોની આશા અને મહત્વાકાંક્ષા ઘટે નહિ, પરંતુ વધ્યે જ જાય. બીજમાંથી વૃક્ષ થાય તેમ; અને તેથી જીવ ઝાંપા મારે છે, તેમાં ભવને ભાંગવાનો આ ભવ મળ્યો છે, તેમાં ભાવ વૃદ્ધિનું કારણ સેવ્યું તેથી આત્મહિત સૂઝતું નથી. ઝેર પીતાં પીતાં જીવન ઇચ્છે છે, પરંતુ આનંદકંદ ભગવાન અમૃત સરોવર અંદર છે. ત્યાં જતો નથી. શ્રીગુરુ આમ કહીને અમૃત પીવડાવે છે, તેને શું ઉપમા આપી શકાય ? (અનુભવ પ્રકાશ) (૨૦૧૧) સતું શાસ્ત્ર વાંચવા છતાં જે સ્વભાવનો પુરુષાર્થ કરતા નથી, તે અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય રહે છે. તેની અધ્યાત્મ - વિષય સંબંધી ધારણા તે જ્ઞાન નહિ પરંતુ એક કલ્પના માત્ર હોય છે. (૨૦૧૨) અભેદ ચૈતન્યના અનુભવમાં આવનાર ધર્મી વ્યવહારથી મુક્ત છે. કારણ કે વીતરાગ સ્વભાવનો Page #112 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૫૭ સદ્ભાવ થતાં વિભાવ સ્વયં અભાવ થઈ મર્યાદિત રહી ગયો છે. તેથી વ્યવહારનો ભાવ હોવો જ જોઈએ તેમ ધર્મને નથી–અર્થાત્ વ્યવહારનું બંધન ધર્મને લાગુ પડતું નથી. પ્રાયઃ તેમનો વ્યવહાર યથાયોગ્ય હોય છે. (૨૧૩) સ્વરૂપની ભાવના . એ કલ્યાણનું મૂળ છે. જીવને અનંત કાળમાં ખરી ભાવના ઉત્પન્ન થઈ નથી. તેનું સબૂત એ છે કે અનંતવાર સત્યનો માર્ગ બતાવનારા મળવા છતાં, તેણે તત્સંબંધિત - તથારૂપ પુરુષાર્થ નહિ કરતાં વિવિધ શુભભાવો કરી સંતોષ પડ્યો, પરિણામે વિધિની ભૂલ થઈ અથવા સાચી વિધિ હાથ આવી નહિ. તેમજ સાચી ભાવનાના અભાવને લીધે વિરાધક ભાવોનો નિષેધ આવ્યો નહિ અને ભેદજ્ઞાનનો પુરુષાર્થ જાગ્યો નહિ. તેથી એમ ફલિત થાય છે કે મુમુક્ષુની ભૂમિકામાં આ ભાવનાનું ઘણું જ મહત્વ છે. (૨૧૪) ડિસેમ્બર - ૧૯૮૭ V આત્મકલ્યાણની તક મનુષ્યભવ છે. તક એટલે થોડો કાળ'. અનંતકાળે માંડ આવો થોડો કાળ મળે છે. તે બીજા કાર્યોમાં ગુમાવાય તો કલ્યાણનો કાળ જતો રહે; તેથી પાત્ર મુમુક્ષુને આત્મકલ્યાણ સિવાઈ કાળક્ષેપ થાય તે પોસાતું નથી. (૨૧૫) જે ધ્યાન કરે છે પણ આનંદ નથી આવતો, તો અનાત્મભાવમાં એટલે કે પુણ્ય-પાપના રાગમાં તે જીવ મૂછઈ ગયો છે. જો ન મૂછયો હોય તો ધ્યાન કરે અને આનંદ ન આવે તે કેમ બને ? આનંદ આવે જ. આગમ - અધ્યાત્મની સાચી સમજણ પછી, ઉપરોક્ત નિયમ આનંદ આવવા માટે અફર છે. જેની સમજણમાં ભૂલ હોય અથવા વિધિમાં ભૂલ હોય તેને તો ધ્યાનની સફળતા (થવા) નો પ્રશ્ન જ નથી; કારણ કે તે બહુ દૂર છે. પરંતુ પુરુષાર્થ ક્યાં જાય છે ? તે પણ સ્વતંત્ર-ગહન વિષય છે. (૨૧૬) “મુમુક્ષુઓએ તત્ત્વનો નિર્ણય આપસમાં સાધર્મભાઈ તરીકેની ભાવનાને મુખ્ય રાખીને, શાંતિથી, સમભાવથી, ચર્ચા કરીને કરવો જોઈએ. એક બીજાને ખોટા પાડવાની વાત (હેતુ ન હોવી જોઈએ. તેમાં તો કષાયરસ વધે છે. કોઈની ભૂલ હોય તો સમજાવીને કહેવાની રીત હોવી જોઈએ. વિરોધી કલ્પીને દ્વેષબુદ્ધિથી વર્તવું તેમાં તો સજ્જનતા પણ ન રહે તો મુમુક્ષતા ઉત્પન્ન કેમ હોય? ન્યાયથી સત્યને ગ્રહણ કરવાનો - સ્વીકારવાનો અભિપ્રાય રાખીને તત્ત્વ નિર્ણય માટે પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન થાય તે જ યોગ્ય છે. (પૂ. ગુરુદેવશ્રી) (૨૧૭) Page #113 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ફેબ્રુઆરી-૧૯૮૭ / મંત્ર કણિકા | સૂત્ર કણિકા – “અનુભવ પ્રકાશ' (૧) “પરપદમાં પોતાને માની પરભાવ કર્યા, તેથી જન્માદિ દુઃખ સહન કરવા પડયા– આવી દુઃખ પરિપાટી પોતાને અશુદ્ધ ચિંતવવાથી થઈ.” - (૨) “જે આ જ્ઞાન પરમાં પોતાને જાણે છે, તે આ જ્ઞાન નિજ વાનગી છે. આ નિજજ્ઞાન વાનગીને ઓળખી–ઓળખીને ઘણા સંતો અજર અમર થયા; તે કહેવા માત્ર (શબ્દાર્થ માત્ર) ન ગ્રહણ કરવું, પણ ચિત્તને ચેતનામાં ( સ્વભાવ ) લીન કરવું.” | (૩) “નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહીને, દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ વેદન) પોતાના ઉપયોગ દ્વારમાં દઢ ભાવથી ચિંતવતાં, ચિ પરિણતિથી (વડ) સ્વરૂપરસ- આત્મરસ ( ચિસ) ઉત્પન્ન થાય.” (૪) “જ્યારે પરપ્રવેશભાવનો અભાવ થાય ત્યારે સ્વસંવેદનરૂપ નિજ જ્ઞાન થાય.” અર્થાત્ પરપ્રવેશભાવ સ્વસંવેદનને રોકે છે. (૫) “ઉપયોગમાં જ્ઞાનરૂપ (સ્વ) વસ્તુને જાણવી.” (૬) “જ્ઞાનરૂપ વસ્તુ” એટલે જ્ઞાન સ્વભાવ – મારું સ્વરૂપ અનંત મહિમાવંત - અવિકાર, અપાર શક્તિથી મંડિત છે.—એવો ભાવ પ્રતીતિ વડે કરી, ધ્યાન ધરતાં નિશ્ચલતા - સ્થિરતા થાય.” ૨૩-૨-૮૭ (૭) “સદા ઉપયોગધારી (ઉપયોગ સ્વભાવી) આનંદરૂપ પોતે સ્વયમેવ જ, યત્ન વિના - સહજ . બન્યો છે.” અર્થાત્ છે...છે...ને છે. “તેથી નિજને (નિજમાં) નિહાળવાનું જ કર્તવ્ય છે.” અર્થાત્ તેટલું જ નિહાળવાનું જ) કરવાનું છે. (૮) “સ્વરૂપ નિશ્ચય: અનંત ચૈતન્ય ચિન્હ સહિત અખંડિત ગુણપુંજના અને પર્યાયના ધારક દ્રવ્યનો - જ્ઞાનાદિ ગુણ પરિણતિરૂપ અને પર્યાય–અવસ્થારૂપ વસ્તુનો નિશ્ચય - ધ્રુવ પૂર્વક પ્રમાણ. (૯) જઘન્ય જ્ઞાની, કેવળ જ્ઞાનમાત્ર' વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરી સ્વસંવેદન વધારે છે. (૧૦) તે આ રીતે : “મારા દર્શનજ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઊઠે છે. (પ્રત્યક્ષતા) વેદનથી. અવલોકનથી જ્ઞાન પ્રકાશ એટલે જ્ઞાનવેદનને વેદી પૂર્ણની પ્રતીતિ કરતાં નિર્વિકલ્પ આનંદ થાય - તે સુખ છે. જ્ઞાન વેદનથી પ્રત્યક્ષતાને વારંવાર પ્રતીતિમાં લેવાથી પુરુષાર્થ પ્રગટ થઈ સ્વસંવેદન આવિર્ભત થાય છે. (૧૧) છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. હું છું પણાની માન્યતા સ્વપદનું સાધન છે. હું હું પરિણામોએ સ્વપદની આસ્તિક્યતા કરી. Page #114 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૫૯ (૧૨) “ચિત્પરિણતિ ચિહ્નાં રમ્ય, આત્માનંદ ઊપજે.” ૨૪-૨-૮૭ (૧૩) “નિજપદનું આસ્તિક્ય થતાં અનુપમપદની લીનતા થાય.” (૧૪) “મોહના વિકારથી પોતાનું પદ સૂઝતું નથી.” દર્શનમોહથી પરમાં સુખની ભ્રાંતિ થતાં નિજ સુખ દેખાતું નથી. સત્પુરુષના ચરણ સેવનથી દર્શનમોહ જાય, ત્યારે નિજ પરમાત્મપદ પામે - અનુભવે, એવો ભક્તિનો પ્રતાપ છે; જગતને વિષે આ જ્ઞાન ગુપ્ત રહ્યું છે; તો પણ જેને સમજાય - તે પ્રત્યક્ષ અમૃતને પી ને અમર થઈ જાય છે. (૧૫) ખાસ વિધિ સંક્ષેપમાં : “મારું જ્ઞાન તે જ હું છું . પરવિકાર (પરને અનુસરીને થતો ભાવ) પર છે. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું એવો દઢભાવ સમ્યકત્વ છે. તે સુગમ છે.” (૧૬) “જે સ્વરૂપારસ (આત્મરસ) પોતાના સ્વભાવમાં છે, તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાનરૂપ કરવો” અર્થાત્ ઉપયોગ દ્વારા ઉપયોગમાં રહેલ સ્વભાવમાં હું પણું થાય, તે અભેદભાવરૂપ યોગ્ય સ્થાન છે, જેથી આત્મરસ ઉપજે. (૧૭) “પોતાના અવલોકનમાં અખંડ રસધારા વરસે છે.” સ્વાનુભવમાં અમૃતરસ-ચૈતન્યરસ-આનંદસ વરસે છે. અખંડ સ્વભાવના આશ્રયે સ્વભાવરૂપ પરિણામ ઉપજે છે. ૨૫-૨-૮૭ (૧૮) “લોકાલોકને જાણવાની શક્તિ જ્ઞાનની છે. તેમાં જેટલું સ્વસંવેદન થયું તેટલી જ્ઞાનની વિશુદ્ધતાના અંશે થયું. તે જ્ઞાને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. તે જ્ઞાને સર્વજ્ઞપણાનો પોતારૂપે અનુભવ કર્યો. અનુભવમાં અનંત જ્ઞાનના પ્રતીતિભાવને વેદતાં – શુદ્ધ થયું.સ્વભાવરૂપ થયું તે અનંતજ્ઞાનની પ્રતીતિથી આનંદ વધ્યો. (તે) જ્ઞાનની વિશુદ્ધતાને જ્ઞાન સામર્થ્યનો પ્રતીતિભાવ કારણ છે. એકદેશ સ્વસંવેદન સર્વ સંવેદન (પૂર્ણ સંવેદન)નું અંગ છે, તે સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. તેને જ્ઞાની જ જાણે.” (બીજાઓ જાણતા નથી.). (૧૯) “જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર યથાર્થ ભાવે, તેટલું સ્વસંવેદન અડગ રહે, વેદન ઉગ્ર રહે) અને જેટલું સ્વરૂપાચરણ (સ્થિરતા) થાય, તેટલું બરાબર વિશેષ તારતમ્યતાવાળું સ્વસંવેદન થાય. એક થતાં ત્રણેની સિદ્ધિ છે.” સ્વરૂપનો નિશ્ચય યથાર્થ ભાવવો એટલે સહજ પ્રત્યક્ષ સ્વરૂપને જ્ઞાનમાં જેમ જેમ સુસ્પષ્ટપણે જ્ઞાન શક્તિથી અભેદભાવે ગ્રહjપકડવું, - જેથી સ્વસંવેદનનો આવિર્ભાવ થાય. જ્ઞાન શક્તિના પરિણમનના અનુપાતમાં તારતમ્યતા-ઉગ્રતા વધે–સ્થિરતા, આનંદ વધે. (૨૦) “અનંતસુખનિધાનની સ્વરૂપભાવનાને કરતાં જ અવિનાશી રસ ઊપજે. તે રસને સંતો Page #115 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અનુભવ સંજીવની સેવતા આવ્યા છે. પોતાના નિજ) પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કરવું. પોતાને જ પ્રભુ થાપે આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે." – શ્રીમદ્ રાજચંદ્રજી. અનંતસુખની શાશ્વત વિદ્યમાનતાને અનુલક્ષીને સ્વરૂપ ભાવવું જેથી આત્મરસ ઊપજે. નિજ પરમપદને | પરમેશ્વર પદ વર્તમાનમાં જ પ્રત્યક્ષભાવે અવલોકવું શ્રદ્ધા વડે સ્થાપવું. તેનાથી શું અધિક છે કે તેને છોડી અન્યને અધિકાઈ આપે છે ? સ્વરૂપસુખની હયાતીનું વિદ્યમાનતાનું રહસ્ય પામી, સ્વરૂપની ભાવના થતાં, તેમાં અવિનાશીરસ | અમૃતરસનો ચૂઓ ચૂ છે ૨૬-૨-૮૯ (૨૧) “એકદેશ માત્ર અવલોકન એવું છે કે ઇન્દ્રાદિની સંપદા વિકારરૂપ ભાસે છે.” ચોથા ગુણસ્થાને આનંદનો નિર્વિકારી અનુભવ એવો છે કે તેની સરખામણીમાં દેવલોકન ઉચ્ચ સંપત્તિ પણ વિકાર-રાગનું નિમિત્ત ભાસે. સમ્યદ્રષ્ટિ અને એમ જ લાગે છે. ૨૭-૨-૮ડ (૨૨) “ચિદાનંદ ! તમારી ગુપ્ત શુદ્ધ શક્તિને વ્યક્તપણે ભાવ, જેથી તે વ્યક્ત થાય.” અવ્યક્ત શક્તિને શુદ્ધ વ્યક્ત (પ્રત્યક્ષ) પરિણમન સ્વભાવ વડે, નિજપણે દેખવાથી | ભાવાર્થ શક્તિનું શુદ્ધ પરિણમન થવા લાગે છે. પરિણામની શુદ્ધતાનું આ વિજ્ઞાન છે. (૨૩) “ગુપ્ત અને પ્રગટ એ અવસ્થાભેદ છે. બન્ને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું જ છે એવો શ્રદ્ધાભાવ સુખનું મૂળ છે.” સ્વભાવ / સ્વરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાય-અવસ્થાભેદોથી નિરપેક્ષ છે. સ્વભાવની આ જ વાસ્તવિકતા છે. ઉક્ત અવસ્થાત્રયથી સ્વભાવ ભેદતો નથી. તેવો અભેદ છે–તેને જેમ છે તેમ શ્રદ્ધવો-જાણવો અનુભવવો, જેથી સુખ ઉપજે. ૧-૩-૮ (૨૪) “પરમાં પર ભાસે, નિજ તરફ જુએ તો પર ન ભાસે; નિજ જ છે. તેથી સુખકાર નિજ દૃષ્ટિ તજી દુઃખરૂપ પરમાં દષ્ટિ ન દો.” પરમાં તન્મયભાવે પરને જોતાં માત્ર પર ભાસે છે. જ્ઞાન ચુકાઈ જાય છે; જોનાર જ્ઞા નિજ તરફ તન્મયપણે જુએ . જ્ઞાન જ્ઞાનને જુએ તો (પર અત્યંત ગૌણ થઈને, ભાસતુ નથી પોતે જ્ઞાનમય જ છે તેમ ભાસે. (તેથી જ્ઞાનમાં સ્ત્રીને જોવાના ઉદ્દેશથી જ્ઞાનને જોવું–તો પો જ્ઞાનમય ભાસે.) નિજમાં નિજ અસ્તિત્ત્વને ગ્રહનાર દૃષ્ટિ સુખકારી છે. પરમાં નિજ અસ્તિત્વ સ્થાપના દષ્ટિ દુઃખકારી છે. તેમ જાણી યથાસ્થાનરૂપ દૃષ્ટિઉપયોગ કર્તવ્ય છે. (૨૫) “જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે.” પોતે પ્રત્યક્ષ જ્ઞાનમયપણે છે. તેવી જ્ઞાનરસ વેદવો તે જ સ્વાનુભવ છે. “સ્વપણે વેદાનું જ્ઞા Page #116 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની તે જ આત્મા છે.” – પૂ. ગુરુદેવશ્રી. આવો પ્રતીતિરૂપ વિચાર સાધક છે, અને અનુભવનો ભાવ સાધ્ય છે. ૨-૩-૮૭ (૨૬) “જ્ઞાનશક્તિથી કેવલજ્ઞાનરૂપ, ગુપ્ત, નિજરૂપ તેને પ્રતીતિમાં વ્યક્ત કરે ત્યારે પરિણતિએ કેવલજ્ઞાનની પ્રતીતિ-રુચિ-શ્રદ્ધાભાવ કરી, નિશ્ચય કર્યો. ગુપ્તના વ્યક્ત શ્રદ્ધાનથી તે વ્યક્ત થઇ જાય છે.” વ્યક્ત જ્ઞાનમાં સ્વભાવ અંશ વડે અનંત જ્ઞાનસામર્થ્ય / કેવળજ્ઞાનરૂપ પોતાનું સ્વરૂપ પ્રતીતિમાં ત્યે, તો પરિણતિમાં રુચિપૂર્વકનો નિશ્ચય થાય–તેનો સંક્ષેપ આ કે–ગુપ્ત એટલે સામર્થરૂપ સ્વરૂપ, શ્રદ્ધા જ્ઞાનમાં વિષય) વ્યક્ત થતાં, તેનું વ્યક્ત પરિણમન થવા લાગે છે. (૨૭) “સ્વસંવેદનમાં જાતિરૂપથી પોતાનું સ્વરૂપ કેવલજ્ઞાનમાં બરાબર જામ્યું.” પ્રથમ સ્વસંવેદન થતાં, સ્વસંવેદન અનુભવની પ્રત્યક્ષતાની જાતિથી પૂર્ણ સ્વસંવેદનરૂપ / કેવલજ્ઞાનરૂપ પોતાનું સ્વરૂપ બરાબર જણાયું / પ્રતીત થયું. (૨૮) “નિશ્ચયનય પરમાત્મા છે.” શુદ્ધ ઉપયોગમાં નિજ પરમાત્મપદનો પોતા સ્વરૂપે અનુભવ થયો, તેથી અનુભવે ત્યાં પોતે પરમાત્મારૂપે અનુભવાયો. ૪-૩-૮૭ (૨૯) “શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે, અર્થ સાધક છે. જ્ઞાનરસ સાધ્ય છે.” શબ્દ દ્વારા અર્થ એટલે પદાર્થનો ભાવ સમજાય છે. આત્મ પદાર્થનું સ્વરૂપે ભાવભાસન થતાં, જ્ઞાનરસ / આત્મરસ, સહજ ઉત્પન્ન થાય છે. યથાર્થતામાં આ પ્રકારે શબ્દ નિમિત્તે આત્મરસની સિદ્ધિ છે. અયથાર્થ પ્રકાર હોય ત્યાં આમ થતું નથી. (૩૦) દ્રવ્યશ્રુતનું સમ્યફ અવગાહન સાધક છે, ભાવકૃત સાધ્ય છે. ભાવશ્રુત સાધક છે, કેવળજ્ઞાન સાધ્ય છે.” પરમાગમરૂપી દ્રવ્યશ્રુતનું સમ્યક એટલે આત્મલક્ષી અવગાહન અર્થાત્ ઊંડું અવલોકન થતાં ભાવશ્રુત પ્રગટ થાય છે. દા.ત. ‘જ્ઞાન તે આત્મા’ આ નિગ્રંથ પ્રવચનનું સમ્યક અવગાહન એટલે જ્ઞાન સ્વસમ્મુખ થઈ નિજમાં નિજને અવલોકે–અસ્તિત્વને ગ્રહે ત્યાં ભાવકૃત થાય. આવું ભાવકૃત જ્ઞાનની સર્વ શક્તિના અવલંબને પ્રગટેલું હોવાથી આગળ વધીને કેવલજ્ઞાન-સર્વજ્ઞાનરૂપ પરિણમશે. (૩૧) “શાસ્ત્રનું સમ્યક્ અવગાહન સાધક છે, શ્રદ્ધાળુણજ્ઞતા સાધ્ય છે.” આત્મલક્ષી પરિણામ વડે વિવિક્ષિત આત્મસ્વરૂપનું યથાર્થ અવગાહન (આશ્રય) થાય તો આત્મશ્રદ્ધાન પ્રગટ થાય. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અનુભવ સંજીવની ૬-૩-૮૭ (૩૨) “સમ્યક્ પ્રકારે હેય-ઉપાદેયને જાણવું સાધક છે, નિર્વિકલ્પ નિજરસ પીવો તે સાધ્ય છે.’’ આત્મસન્મુખતામાં આત્મા સર્વસ્વપણે ઉપાદેય જણાય છે, ત્યાં અન્ય સમસ્ત દ્રવ્ય-ભાવોથી સહજ ઉપેક્ષિત થઇ જવાય છે. નિર્વિકલ્પ સ્વરૂપ મહિમા વૃદ્ધિગત થતાં નિર્વિકલ્પ સ્વ-સંવેદન રસપાન થવા લાગે છે. તૃપ્તિનો અનુભવ થાય છે. ૯-૬-૮૭ (૩૩) “પરિણામ વસ્તુને વેદી સ્વરૂપ લાભ લે છે-વસ્તુમાં લીન થાય છે. સ્વરૂપનિવાસ પરિણામ જ કરે છે.” પરિણામ નિજ સ્વરૂપનું (મારૂં) અવલંબન લઈ આનંદનો લાભ મેળવે છે, અને મારામાં લીન રહે છે . થાય છે, મારામાં મારો નિવાસ છે – તેવો પ્રગટ મારાપણાનો ભાવ પણ પરિણામ કરે છે. જો કે, પરિણામ તેવો ભાવ નહોતા કરતા ત્યારે પણ મારો નિવાસ મારામાં જ હતો અને છે તેમ જ રહેશે, પરંતુ પ્રગટ પરિણામ દ્વારા સ્વરૂપ નિવાસનો ભાવ થતાં સર્વ શુદ્ધતા થઈ. તે પહેલાં પરિણામ પોતે અશુદ્ધ રહેતા હતા અને તેમાં એકત્વની ભૂલ થતી હતી, તેથી સ્વરૂપ નિધાન હયાત (વિદ્યમાન) હોવા છતાં, ન હોવા બરાબર હતું. (૩૪) ‘(દેવની) સ્વસંવેદનરૂપ વીતરાગમુદ્રાને દેખી સ્વસંવેદનભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે. (ભાવે.)'' આ જિનેન્દ્રદેવના દર્શનકાળે અંતરંગ સ્વરૂપ અવલોકન કરવા સંબંધિત વિધાન છે. કઈ વિધિથી જિનેન્દ્ર દર્શન કરવા યોગ્ય છે તેનું સુંદર અધ્યાત્મિક દિગ્દર્શન અહીં મળે છે. વીતરાગ જિનદેવની મુદ્રામાં અંતર્મુખી સ્વસંવેદન ભાવના દર્શન કરતાં, નિજ સ્વસંવેદનરૂપ પોતાના સ્વરૂપની ભાવના ઊપજે છે. તેથી જ લોકમાં જિનેન્દ્રદેવની અકૃત્રિમ શાશ્વત અને કૃત્રિમ સ્થાપના પરંપરાએ અનાદિથી છે. તેમાં ઉપર્યુક્ત પારમાર્થિક રહસ્ય રહેલું છે. (૩૫) “આ સ્થાપના ના નિમિત્તથી ત્રણકાલ ત્રણલોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે. તેથી સ્થાપના પરમ પૂજ્ય છે.'' દ્રવ્યજિન પણ ભાવિનયથી પૂજ્ય છે.” — (૩૬) “અનંત ગુણાત્મક વસ્તુ તોપણ જ્ઞાનમાત્ર જ છે.” આત્મા-વસ્તુમાં અનંત ગુણો હોવા છતાં આત્મા જ્ઞાનમાત્ર’ જ છે, તેમ કહેવામાં ગૂઢ રહસ્ય રહેલું છે. ‘સમયસાર’ આદિ અનેક ગ્રંથોમાં આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહ્યો છે. કારણ : .(ઉક્ત પ્રકારે) સ.ક.૨૬૪ इत्यादि अनंतशक्ति सुनिर्भरोपि, ‘જ્ઞાનમાત્ર” મયતાં ન નાતિ માવમ... Page #118 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧. જ્ઞાનલક્ષણથી લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે, અને સ્વરૂપ નિશ્ચય થતાં આત્મસન્મુખતા થાય છે. તેમ જ જ્ઞાનદ્રારા અસ્તિત્વગ્રહણ થાય છે, પરથી અને રાગથી ભિન્નપણું થાય છે. ૨. જ્ઞાનદ્વારા સ્વસંવેદનરૂપ સ્વાનુભવ જ્ઞાનમાં જ થાય છે. તેમ જ પરિણતિમાં પણ જ્ઞાનવેદન પ્રધાન છે. અને દ્રવ્યની પ્રતીતિનું કારણ થાય છે. ૩. જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણના પરિણમનને લક્ષણના સ્થાને રાખીને સ્વરૂપની ઓળખાણ થઈ શકતી નથી. કારણ વસ્તુ સ્વભાવનું પ્રસિદ્ધ, અવિકૃત, સાકારરૂપ, વેદનરૂપ પરિણમન બીજા કોઈ ગુણનું અજ્ઞાન અવસ્થામાં હોતું નથી. ૪. વળી સર્વ ગુણોના પરિણમનમાં જ્ઞાનની ઉર્ધ્વતા છે, તેથી જ્ઞાનની પ્રધાનતા અબાધિત છે. ૫. અંતર સાવધાનીરૂપ પુરુષાર્થના પરિણમનમાં પણ “જ્ઞાનમાત્રથી નિજનું અવલંબન મોક્ષમાર્ગમાં રહેલા સાધક જીવો પલકમાં લે છે. તેથી સાધન છે. આમ ઓળખાણ, રુચિ સ્વાનુભવ, પુરુષાર્થ, પ્રતીત, ભેદજ્ઞાન આદિ દરેક સ્તરે “જ્ઞાનમાત્ર હું તેમ રહેતું હોવાથી જ્ઞાન પ્રધાન છે. અર્થાત્ પ્રયોજનભૂત વિષય-નિજ આત્મરૂપ અને તેની પ્રાપ્તિની વિધિ-એમ બન્ને-કે જે સર્વ શાસ્ત્રોનો તાત્પર્યભૂત વિષય છે, તેનો સંકેત એક મંત્ર-જ્ઞાનમાત્ર – માં મળે છે. સમયસાર પરિશિષ્ટમાં શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવે જ્ઞાનમાત્ર' ભાવને (અનેકાંતના પ્રકરણમાં અન્ય અનંત શક્તિ (અનેક ધર્મ વાન આત્મપદાર્થને દર્શાવે છે, તેમ સિદ્ધ કર્યું છે. તેથી સાધન જાણીને ‘જ્ઞાનમાત્ર ઉપર વજન દીધું છે. ૧૨-૩-૮૭ (૩૭) “ઉપાય પોતાના સ્વરૂપને પામવાનો, પોતાનો ઉપયોગ છે.” અહીં પણ જ્ઞાન સાધન છે, તેમ કહેલ છે. આત્મા ઉપયોગસ્વભાવી છે. તે વર્તમાન ઉપયોગથી સ્વભાવમાં આવતાં શુદ્ધતા થાય છે, રાગાદિમળનો નાશ થાય છે. ઉપયોગની જેમ જેમ શુદ્ધિ વિશેષ થાય તેમ તેમ મોક્ષમાર્ગમાં વૃદ્ધિ થઈ ઉપર ચડે. આ જિનેન્દ્ર પરમાત્માનો નિરાબાધ ઉપદેશ છે. (૩૮) જે જીવ સમાધિ વાંછક છે, તે ઇષ્ટ અનિષ્ટનો સમાગમ મટાડી, રાગ-દ્વેષને છોડી, અન્ય ચિંતા મટાડી, ધ્યાનમાં મન ધરી, ચિસ્વરૂપમાં સમાધિ લગાવીને નિજાનંદને ભેટો; સ્વરૂપમાં વિતરાગતાથી જ્ઞાનભાવ થાય, ત્યારે સમાધિ ઉપજે.” જેને ઉપાધિથી પરિમુક્ત થવું છે, તેણે સંયોગમાં (પરદ્રવ્યમાં) ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ મટાડીને (ત્યાગી દેવાથી રાગ-દ્વેષ મટી શકે છે. કોઈ પર પદાર્થ સારા કે ખરાબ નથી. તેમ છતાં વ્યામોહ / ભ્રમથી જે જીવને તેમાં ઇષ્ટ અનિષ્ટ અભિપ્રાય રહ્યો છે; જે સકળ રાગ-દ્વેષનું મૂળ છે, સર્વ ચિંતાનું મૂળ છે. જો જ્ઞાનમાં કોઈ પદાર્થ સારો-ખરાબ ભાસતો નથી–તો કોઈ ચિંતા થવાનું કારણ પણ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અનુભવ સંજીવની રહેતું નથી. જેને ચિંતા નથી–તે જ ચિંતા નિરોધરૂપ ધ્યાનદશામાં આરૂઢ થઈ શકે અથવા ચિંતા વિનાના જીવને જ ઉપયોગ નિવૃત્ત થઈને ચૈતન્યસ્વરૂપમાં લાગે; કારણ કે નિર્વિકલ્પ સમાધિભાવને બાધક ઉપાધિ / ચિંતા છે, તે જતાં શિવપંથરૂપ સમાધિ સુગમ થાય. ત્રિકાળ નિરૂપાધિ સ્વરૂપ નિજસ્વરૂપમાં, બાહ્ય ઉપાધિથી મુક્ત થઈ, ઉપયોગ આવે. સ્વરૂપાકાર થાય ત્યાં નિજાનંદ ઊપજે. સ્વરૂપમાં પણ સમભાવ, તે સમાધિ છે, તે જ કલ્યાણ છે, નિજધર્મ (૩૯) “ભાવશ્રુત-શ્રુતમાં સ્વરૂપ અનુભવકરણને કહ્યું દા.ત.) પરમાત્મા ઉપાદેય કહ્યો, તે જ રૂપ ભાવ તે ભાવશ્રુત રસ, તેને પી.” ૧ (શ્રતમાં સ્વરૂપ અર્થાત્ સ્વભાવનો અનુભર કરવો તેને ભાવશ્રુત કહેવું) દ્રવ્યશ્રુતના વાગ્યનો અનુભવ કરવો, અર્થાત્ પરમાત્મા ઉપાદેય છે. તેવા દ્રવ્યશ્રત દ્વારા નિજ પરમાત્માની ઉપાદેયતા (અર્થાત્ નિજ પરમેશ્વર પદનો સાક્ષાત્ અનુભવ તે જ સમ્યક ઉપાદેયતા છે અથવા સ્વાનુભવકાળે પરમપદ ઉપાદેય થાય છે.) સાક્ષાત્ ઉપાદેયતા ભાવમાં થવી તે ભાવક્રુત છે. અર્થાત્ શ્રુતજ્ઞાનમાં અમેદસ્વરૂપનો સ્વભાવનો અનુભવ કરવો તે ભાવસૃત છે. જ્ઞાનમાં જ્ઞાનને સ્વપણે વેદવું, તે ભાવકૃત છે; તે નિજરસ છે. તેનો રુચિથી પરમ પ્રેમથી આસ્વાદ કરવા યોગ્ય (૪૦) “એકદેશ ઉપયોગ શુદ્ધ કરી, સ્વરૂપશક્તિને જ્ઞાનવારમાં જાણન લક્ષણ વડે જાણે.” આ સ્વરૂપને જાણવાની વિધિનું વિધાન છે. દર્શનમોહનો રસ કપાતાં, આત્માર્થી જીવને ભૂમિકાની જ્ઞાનમાં નિર્મળતા (અર્થાત્ જ્ઞાનમાં ભૂમિકાની નિર્મળતા . સમક્તિની પૂર્વ ભૂમિકા = એકદેશ ઉપયોગની શુદ્ધતા) થતાં, નિજ ઉપયોગ દ્વારમાં સ્વરૂપશક્તિને જાણન લક્ષણ વડે જાણે; ત્યાં લક્ષ્ય-લક્ષણ અભેદ વેદનમાં આવે, અને સ્વરૂપ શક્તિ વ્યક્ત-પ્રગટ થાય. ૧૪-૩-૮૭ | (૪૧) જે જે ઉપયોગ ઊઠે છે, તે હું છું” ઉપયોગ મારા પ્રદેશ / ક્ષેત્રમાંથી સ્વયં, સહજ થયા કરે છે. ઇન્દ્રિયના આધાર વિના, વિકલ્પ કર્યા વિના. એવો નિશ્ચય ભાવનામાં કરે, તો તે તરે ને તરે જ. ઉપરોક્ત વચનમાં જ્ઞાનદ્વારા સ્વરૂપમાં પોતાપણાનો ભાવ કેવી રીતે કરવો તેનું પ્રયોગ પદ્ધતિથી વિધાન છે–એવો ઇન્દ્રિય રહિત જ્ઞાન ભાવ તે હું છું. એવી સ્વરૂપભાવના તરવાનો ઉપાય છે. આત્મભાવનાપૂર્વક જ્ઞાનોપયોગને અનુસરીને અસ્તિત્વને દઢતાથી અને ભાવનાથી હું હું પરિણામ વડે ભાવતાં આત્મરસ વૃદ્ધિગત થાય છે; અન્યરસ તૂટે છે. આ જ તરવાનો ઉપાય છે. આ જ સ્વાનુભવનો ઉપાય છે. સકળ સંત, મહંત, ભગવંત અનુભવમાં લાગેલા છે; સ્વાનુભવથી પરમાત્મા થવાય છે; અનંત કલ્યાણ સધાય છે; તેથી તેનો અનંત મહિમા છે. ....રૂતિ-અનુભવ-પ્રકાશ ... Page #120 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ડિસેમ્બર ૧૯૮૭ ન વિધિ :- જ્ઞાન વડે સ્વયંની (પૂર્ણ સામર્થ્યની) પ્રત્યક્ષતાનું અવલોકન થતાં, તેમાં ‘હું છું’- એમ નિજપદનું આસ્તિક્ય થતાં અર્થાત્ નિજ સત્તાના અવલંબનની ભીંસ થતાં તે રૂપ પુરુષાર્થ દ્વારા અનુપમ પદની લીનતા થાય. (આમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થતાં પુરુષાર્થ વડે સ્થિરતા (ચારિત્ર) થયું.) બધું સાથે જ છે. (૨૧૮) પ્રશ્ન :- જ્ઞાનની વિશુદ્ધતા કેમ થાય ? સમાધાન :- સ્વસંવેદનથી જ્ઞાનની વિશુદ્ધતા થાય. પ્રશ્ન :- સ્વસંવેદન કેમ થાય ? ૬૫ - સમાધાન :- નિજ અનંત જ્ઞાનની પ્રતીતિ થતાં થાય. (પરમાં-રાગમાં હું પણાની પ્રતીતિથી જ્ઞાન મલિન થાય.) (એકદેશ) આંશિક સ્વસંવેદન સર્વ-પૂર્ણ સંવેદનનું અંગ છે. કારણ છે (તેથી) તે મોક્ષમાર્ગ છે. પોતામાં સર્વજ્ઞપણાનો / સર્વજ્ઞશક્તિનો અનુભવ, પ્રતીતિ સહિત થતાં, સ્વસંવેદન ઊપજે. (૨૧૯) ✓ આત્મ સ્વભાવ સામર્થ્યરૂપે હોવાથી ગુપ્તતત્ત્વ છે; તેથી જ્ઞાનમાં ગ્રહણ થવું કઠિન છે; પરંતુ અસંભવ નથી. વળી, આ સ્વભાવ સામર્થ્યની વિશેષતા એ છે કે શુદ્ધ સ્વરૂપે વ્યક્ત થવું’ એવો પોતાનો સ્વભાવ છે. તે જો વ્યક્તપણે ભાવવામાં આવે તો તે (પરિણામરૂપે) વ્યક્ત થાય. અથવા સ્વભાવની ‘વ્યક્તપણે’ભાવનારૂપ પરિણામની તન્મયતા / તદાકારતા તે જ સહજ સ્વભાવની અભિવ્યક્તિ છે. (૨૨૦) ← અંતર જ્ઞાનાભ્યાસમાં / (જ્ઞાન તે હું એમ) જ્ઞાનરસને પ્રત્યક્ષ વેદતાં, સ્વાનુભવ ઉપજે - આ વિધિ છે. (૨૨૧) v અંતરમાં નિજ પ્રયોજન સધાય, તેવા કારણથી પ્રશ્ન ઊઠે, તે યોગ્ય જિજ્ઞાસા છે. તેથી પ્રાપ્ત સમાધાન વડે લાભ થાય છે. પરંતુ પરલક્ષી (પ્રયોજન વિનાના) તર્ક-વિતર્કથી પ્રશ્ન થવો તે સાચું જિજ્ઞાસુપણું નથી. તેવા તર્કનું સમાધાન પ્રાયઃ પોતાને લાભકર્તા સંભવતુ નથી. (૨૨૨) ધર્મી અંતરમાં ઊંડે ઊંડે નિર્વિકલ્પ જ્ઞાનરસમાં વિચરે છે, આત્મરસમાં સરાબોર છે. રાગ રસવાળાને તેની કલ્પના પણ સંભવ નથી. (૨૨૩) ~ જે મનુષ્યપણાનો સદ્ઉપયોગ સિદ્ધપદની પ્રાપ્તિ અર્થે થાય / થઈ શકે, તેનું મૂલ્ય / મહિમા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૬ અનુભવ સંજીવની કઈ રીતે થઈ શકે ? તે મનુષ્યપણું માત્ર દેહાર્થમાં જ વ્યતીત કરવામાં આવે તો તે અવિચારીપણું પણ સામાન્ય નથી જ, અથવા તે સર્વાધિક અવિચારીપણું છે. (૨૨૪) જાન્યુઆરી - ૧૯૮૮ આત્મભાવના' એ અધ્યાત્મની પાયાની ચીજ છે. કારણકે અનાત્મરસ તોડવામાં આ સિવાઈ બીજું સાધન નથી; અથવા આત્મભાવના' તે આત્મરસ ઉત્પન્ન થવાનું સ્વયં સાધન છે; જે અનાદિના વિભાવ રસને શાંત કરે છે–તોડે છે. તેથી સર્વ જ્ઞાનીઓએ તેનું મહત્વ દર્શાવ્યું છે. (૨૨૫) - કોઈપણ પર્યાય, બીજી પર્યાયનું કાર્ય કરવા સમર્થ નથી. કારણ બન્ને વચ્ચે વ્યતિરેક છે. ભિન્નતા છે. તેથી પરિણતિને અંદર વાળવાનો ભાવ-વિકલ્પ તે પણ પરિણતિને અંતર્મુખ થવાનો ઉપાય-કારણ થઇ શકે નહીં. વિલ્પમાં સ્વરૂપનો અનુભવ કરવાની શક્તિ પણ નથી, પરંતુ પર્યાય માત્ર હું નથી, હું તો ધ્રુવ પરમ સ્વભાવ છું એમ અંતર તત્ત્વ ઉપર જોર જતાં પર્યાય અંદર સહજ વળી જાય છે.આ વિધિનું રહસ્ય છે. (૨૨૬) vસ-શ્રુતમાં ઠામ-ઠામ જીવના દોષ ટાળવાના પ્રયોજનથી અને ગુણ પ્રકટ કરવાના પ્રયોજનથી બોધ વચનો વિધિ-નિષેધરૂપે કહેલાં છે; પરંતુ સર્વ કષાયાદિ દોષોથી મોટો દોષ પર્યાયમાં એકત્વ' અર્થાત્ મિથ્યાતરૂપ પર્યાય બુદ્ધિ છે. તે સર્વ દોષોનો અભાવ થવાનું પ્રયોજન સિદ્ધ થવા માટે, પરિણામના અભાવ સ્વભાવમાં-ત્રિકાળી ધ્રુવમાં હું પણાથી સ્થાપન થવું દ્રવ્ય-સ્વભાવની દષ્ટિ થવી, કે જેમાં વિધિ-નિષેધનો લય થઈ જાય અને પરિણામમાત્રનું કર્તુત્વ નાશ પામે, પરિણામ પ્રત્યેનો રસ મટે, એકત્વ મટે, તે પ્રકારે દ્રવ્યભાવે વિધિ-નિષેધના ધંધનો અભાવ થઈ જ્ઞાતાદૃષ્ટાભાવે સ્થિરત્વ સહજ થાય-તે છે. (૨૨૭) ફેબ્રુઆરી-૧૯૮૮ v પર્યાયમાં સંતુષ્ટપણું પર્યાયબુદ્ધિ / દર્શનમોહને તીવ્ર કરે છે. તેથી કોઈપણ પ્રકારે તેમ થવા યોગ્ય નથી અથવા મુમુક્ષુજીવે તે પ્રત્યે જાગૃત રહેવું આવશ્યક છે. કારણ કે કોઈપણ પર્યાયમાં અટકવું નહિ તે પુરુષની શિખામણ છે, આજ્ઞા છે. જ્યાં સુધી પર્યાયમાં ઠીકપણું રહે ત્યાં સુધી સ્વભાવને અવલંબી શકે નહિ. મુમુક્ષુ જીવને તત્ત્વ વિચારની ભૂમિકામાં પણ - ઉદય કાળે, પર્યાયાર્થિક નય-વિચારથી માત્ર વિકલ્પથી સમાધાન રહેતાં જો સંતુષ્ટપણું રહે અને મંદ કષાય થતાં પર્યાયમાં સંતુષ્ટપણું આવે તો અટક થઈને દર્શનમોહ વૃદ્ધિગત થાય. તેથી તેવા પ્રકારમાં વિચારથી) સમાધાન થતાં સ્વભાવલક્ષી Page #122 -------------------------------------------------------------------------- ________________ 65 અનુભવ સંજીવની પ્રયત્ન થવા યોગ્ય છે, જેથી પુરુષાર્થ ધર્મ પ્રગટે. ઉક્ત સમાધાન અથવા તત્ત્વ વિચારણાના કોઈપણ પ્રકાર સમયે “સ્વભાવ પ્રત્યયી પ્રયાસ' અથવા સ્વભાવનું લક્ષ રહેવું જ જોઈએ, ચાલુ જ રહેવો જોઈએ, નહિ તો પ્રયાસ / લક્ષ વિનાના પરિણમનને સાધન માનવાની ભૂલ થવાની ઘણી સંભાવના છે. સાધનની ભૂલ હોય ત્યાં ઇષ્ટ સાધ્ય સધાતું જ નથી. આ અફર સિદ્ધાંત છે, સર્વ કાળે. (૨૨૮) માર્ચ - ૧૯૮૮ તત્ત્વ વિચારવાળા મુમુક્ષુ જીવે, મહત્વપૂર્ણ વિધિ-દર્શક, આ ધ્યાન ખેંચવા યોગ્ય વાત છે કેઃ માત્ર વિચારતા રહેવાથી સ્વરૂપ વિષે જાગૃતિ નથી આવતી, પરંતુ સ્વરૂપને હું પણે ગ્રહણ કરવાથી જાગૃતિ રહે છે - આવે છે. કારણકે વિચારમાં વસ્તુ પરોક્ષ રહે છે; પરંતુ ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ તોરથી સ્વરૂપનું ગ્રહણ કરાય છે. તેથી નિજ અસ્તિત્વને - હયાતિને વેદવાનો અર્થાત્ વેદનથી ગ્રહણ કરવાનો પ્રયાસ શરૂ થવો જોઈએ. (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ - ૪૫૪ ઉપરથી). (૨૨૯) જ્યાં સુધી રાગમાં દુઃખ ન લાગે, ત્યાં સુધી જ્ઞાનમાં સુખ ન લાગે, આ નિયમ છે. તેથી જ જીવ રાગની મૈત્રી (એકત્વ) છોડી શકતો નથી અથવા રાગથી ખસી શકતો નથી. જેમ પોતાની ઇચ્છા વિરૂદ્ધના પ્રસંગથી જીવને આકુળતા થાય જ છે, તેમ રાગના સદ્ભાવમાં દુઃખ થતું નથી. તે રાગનું થવું જીવને ગોઠે છે, રુચે છે, સંમત છે, ઇચ્છા વિરૂદ્ધ નથી. અહીં રાગની અનુમોદનાનો (સૂક્ષ્મ) દોષ (પણ) હોવાથી મિથ્યાત્વ મટતું નથી, રાગનું એકત્વ તો ત્યાં છે જ. (૨૩૦) તત્ત્વનું શ્રવણ - ધારણા આત્મરુચિનું કારણ થાય છે. યથાર્થ ભાવે—સ્વલક્ષે થતાં જો આત્મરુચિ ન થાય / તીવ્ર ન થાય તો તે અયથાર્થભાવે / પરલક્ષે થયેલ ધારણા પ્રાયઃ નુકસાન કરે છે. રુચિ અંતરમાં પરિણમનનું કારણ થાય છે. ગુણની રુચિવાળો જીવ અનુકૂળતા-પ્રતિકૂળતાને અવગણી સ્વભાવને સાધે છે. રુચિ વગરનું ધારણા જ્ઞાન શુષ્ક હોઈ અનર્થ સાધક છે. ? (૨૩૧) એપ્રિલ ૧૯૮૮ પરમ સત્’ની અપૂર્વતા ભાસે / ચોંટ લાગે અને - સમજણની યથાર્થતાનું લક્ષણ એ છે (અંતર વળવાનો) સહજ પ્રયાસ શરૂ થાય. (૨૩૨) v પરિણામમાં ઉત્પન્ન રસ તે પરિણામની વ્યક્ત શક્તિ છે. સ્વભાવનો રસ સ્વભાવ શક્તિને વૃદ્ધિગત કરે છે. વિભાવ રસ વિભાવભાવો (શક્તિને) વૃદ્વિગત કરે છે. તે ધ્યાનમાં / લક્ષમાં લેવા યોગ્ય છે. (૨૩૩) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અનુભવ સંજીવની મે - ૧૯૮૮ આત્મસ્વરૂપની ૫૨મ પવિત્રતા, શુદ્ધતા, સામર્થ્યની શાશ્વત અનંતતા, ધ્રુવતા, અખંડતા જ સમાધિ અને ધ્યાનનું કારણ છે. નિઃચંચળતાનું કારણ છે. આત્મસ્વરૂપ સ્વયં પરમ પ્રયોજનભૂત છે, તે સિવાઈ અન્ય દ્રવ્ય-ભાવ નિષ્પ્રયોજનભૂત છે. (તેમ છતાં) અપ્રયોજનભૂત પ્રત્યે વર્તનારા પરિણામ ચંચળતાના ઉત્પાદક છે, ચંચળતા મલિનતાની ઉત્પાદક છે. સ્વરૂપ ધ્યાની આ સારી રીતે જાણે છે. તેથી અસંગતાને ચાહે છે. અસંગ નિજ તત્ત્વની દૃષ્ટિ અસંગપણાની સાધક છે. જનપદ ત્યાગધ્યાનનું અંગ છે. (૨૩૪) ✓ પ્રશસ્ત રાગ ભક્તિનું બહિરંગ છે, ‘સત્ત્વનું જ્ઞાન ભક્તિનું અંતરંગ છે, જેનાથી જગત અજાણ છે. - આ રહસ્ય સારભૂત છે. રાગ હેય છે અને ઉક્ત જ્ઞાન ઉપાદેય છે. જે મુમુક્ષુને સમકિતનું કારણ છે, તેમજ સર્વ સાધકને વિશેષે કરીને વર્તે છે. (– કૃપાળુ દેવ) (૨૩૫) ૭ સત્પુરુષની ઓળખાણ થાય છે, ત્યારે તેમના હૃદયમાં બિરાજમાન પરમાત્માના દર્શન, મુમુક્ષુ જીવના જ્ઞાનનેત્રને થાય છે, જેથી અંતરંગ ભક્તિ પ્રગટ થાય છે. આ કારણથી નિજ પરમાત્માના દર્શનને યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ હોય છે. આ પ્રકારે ‘સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ' સહજ ઊપજે છે; જે અધ્યાત્મમાર્ગનું મૂળ રહસ્ય છે, જે સત્-પ્રાપ્તિનું નિયમથી કારણ છે. (૨૩૬) ✓ દુઃખ ઇચ્છાના પ્રમાણમાં છે. ઇચ્છાનું મૂળ પરમાં સુખબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. દુઃખ પ્રતિકૂળ સંયોગ અનુસાર નથી. શાશ્વત ચૈતન્યરૂપ સ્વયંના અનુભવપૂર્વક પર્યાયને સ્વાંગ સમાન જાણે તો મરણ સુદ્ધાનો ભય / દુ:ખ રહે નહિ, તે જ મુક્ત ભાવ છે. (૨૩૭) ૭ કુળ-ક્રમથી ધર્મ થતો નથી. સંપ્રદાયબુદ્ધિ પાપની જનક છે. વીતરાગનો માર્ગ અનંત વિશાળ છે. ‘સર્વ જીવમાં સમબુદ્ધિ' સ્થાપવા યોગ્ય છે. અંતરમાં વળતા પહેલા સર્વ વિપર્યાસ છૂટવા ઘટે છે. કોઈ પ્રત્યે તિરસ્કારબુદ્ધિ ન હોય ! દુષ્ટવૃત્તિ માત્ર નિષિદ્ધ છે, વ્યક્તિ નહિ, વ્યક્તિ તો એક ‘આત્મા' છે જે પરમાર્થે, સ્વરૂપે કરીને પરમાત્મા છે. (૨૩૮) / હયાતિ (અસ્તિત્વ)ને આધાર બુદ્ધિ સાથે સંબંધ છે. આત્મસ્વરૂપમાં રહેલું અનંત સુખ, તેની હયાતિ પ્રતીતમાં આવતાં, જીવને પોતાના સુખ માટે બીજાનો આધાર લેવાનું મટી જાય છે. જ્ઞાનવેદનથી સ્વભાવની અનંતતા - બેહદતાનું અસ્તિત્વ ગ્રહણ થતાં, સર્વ પ્રકારે દીનતા છૂટી જાય અને ચિદ્રસ ઉત્પન્ન થાય. (૨૩૯) Page #124 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની - વિપરીત શ્રદ્ધાનથી જીવને પરમાં સુખ ન હોવા છતાં, સુખની પ્રતીત છે. તેથી પર વિષયને સુખબુદ્ધિથી ભોગવતાં સુખનો (આભાસરૂપે) અનુભવ થાય છે. પરંતુ વાસ્તવિકતાએ ત્યાં સુખ નહિ હોવાથી કોઈને પણ તૃપ્તિ થતી નથી. આત્મિક સુખની ગટગટીથી (અનુભવથી) પ્રતીત થતાં આખું જીવન બદલાઈ જાય છે; તે જીવ પરમાં ક્યાંય સુખના કારણે ઠગાતો નથી. (૨૪૦). v સમસ્ત અન્ય મતો, અભિનિવેશમાંથી ઉત્પન્ન થયાં છે, જે દર્શનમોહની તીવ્રતાના ઘોતક છે. તેથી મુમુક્ષુ જીવે અભિનિવેશને સર્વાધિક પાખંડ સમજી, ચેતી, દૂર રહેવા યોગ્ય છે. (૧) લૌકિક અભિનિવેશ અને (૨) શાસ્ત્રીય અભિનિવેશ, બન્નેનું ફળ એક છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ સૌથી ભયંકર અનિષ્ટ છે. (૨૪૧) ૨૫મે - ૧૯૮૮ / ઉદયકાળે પાંચ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું વેદન (ભોગવટો) જીવ જેટલા રસના અનુપાતમાં કરે, (તેથી અશાતા વેદનીનો બંધ રસના પ્રમાણમાં અનુબંધ વાળો પડે. જેના ઉદય પહેલાં ભેદજ્ઞાન શક્તિ સાધી ન હોય તો વેદનાકાળે તન્મય થઈ ને અશાતાનું દુઃખ વેદવું જ પડે) તેટલી પરથી ભિન્ન - જ્ઞાનવેદન કરવાની શક્તિ હણાય છે. (તેથી) પરિણામે શારીરિક વેદનાના ઉદય કાળે, પરવશપણે અશાતા વેદવી પડે છે. પરંતુ ભેદજ્ઞાનના અભ્યાસથી ભિન્ન જ્ઞાનવેદનને કેળવતાં અને વેદનાકાળે તીવ્ર પુરુષાર્થ ફોરવતાં, પુરુષાર્થના અનુપાતમાં જીવ વેદનાથી મુક્ત રહી શકે છે. (૨૪૨) V મુમુક્ષુ જીવ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ-વાંચન, વિચાર કરે, પરંતુ ઉદયમાં પૂર્વવત્ (રુચિથી) ઉદયને વેદે તો ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરવાની શક્તિ હણાઈ હોવાથી, તેનાથી, ઇચ્છા હોવા છતાં, ભેદજ્ઞાન થઈ શકતું નથી. પરંતુ તેને ભેદજ્ઞાન કરવાની સમસ્યા થઈ પડે છે. તેથી જાગૃતિપૂર્વક, ઉદયકાળે મંદ પરિણામે ઉદય-વેદન થાય, (ભેદજ્ઞાનના પ્રયોગને લીધે) તો આગળ વધાય. વાંચન - વિચાર બાહ્ય ક્રિયા છે, ભાવનાની વૃદ્ધિ અર્થે થવા યોગ્ય છે. ભેદજ્ઞાન અંતરક્રિયા છે. બાહ્યક્રિયા ઉદયાધીન થાય છે. અંતરક્રિયા પુરુષાર્થ આધીન થાય છે. તેથી અંતરક્રિયા કોઈપણ પ્રકારના બાહ્ય સાધન વિના સતત થઈ શકે છે. તેથી બાહ્યદષ્ટિ છોડી, અંતરક્રિયામાં પ્રવર્તવું તે જ હિતાવહ છે. બાહ્ય કાર્યોની ગણત્રી કરવામાં બાહ્યદૃષ્ટિ રહે છે, જે અહિતકર છે અથવા અંતરક્રિયાને અવરોધક છે. ખરી આત્મભાવના હોય તો ગણત્રી ન થાય. (૨૪૩) વ્યવહાર પરત્વે કોઈ રીતે, કોઈના સંબંધથી ધાર્મિકક્ષેત્રમાં) લાભ લેવાનું સ્વપ્ન પણ ઇચ્છનીય Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૦ નથી. (તે દર્શનમોહના આવરણનું કારણ છે). \ મુમુક્ષુના પુરુષાર્થની Back Ground : થોડા કાળનો એક જન્મ (ભવ) પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો; તેમાં દીનતા કરવી ઉચિત નથી. એ અડગ નિશ્ચય રાખવા યોગ્ય છે. અન્યથા પુરુષાર્થ ઉપડે જ નહિ. સર્વ પ્રસંગોમાં સહજ ભાવે વર્તવાનો અભ્યાસ રહે, તો નિવૃત્તિ રહે, અન્યથા પ્રવૃત્તિ / ઉપાધિ વહોરવી પડે. આ પ્રકારની દશા કેળવતાં ભવ-ઉદાસીપણું સિદ્ધ થાય. (૨૪૪) જ અનુભવ સંજીવની લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞાની વૃદ્ધિ થતાં, પરમાર્થના વિષયમાં જીવને કલ્પના થવા લાગે છે. આવી કલ્પના વાસ્તવિક વસ્તુ સ્વરૂપથી વિપર્યાસરૂપ છે, ભવના કારણરૂપ છે. તેથી ઓઘસંજ્ઞાની નિવૃત્તિ અર્થે જાગૃત રહી પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદમાં ઓઘસંજ્ઞા ચાલુ રહે તે હાનિકારક છે. લોકસંજ્ઞા તો પ્રત્યક્ષ ઝેર જ છે. (૨૪૫) જૂન - ૧૯૮૮ જ્ઞાનીનું ઉપજીવન અર્થાત્ દેહાદિક સંબંધી બાહ્ય પ્રવૃત્તિ, પૂર્વકર્મ અનુસાર થાય છે. જ્ઞાનને વિષે (સ્વરૂપને વિષે) પ્રતિબંદ્ધતા થાય તેવું કાંઈપણ તેઓ કરતા નથી, કરવાનો પ્રસંગ પણ ઇચ્છતા નથી, સ્વરૂપ-અપ્રતિબંદ્ધતા અર્થે, જે કાંઈ પૂર્વકર્મ અનુસાર ઉદય ભજે, તે તેમને સમ્મત છે. એવો દઢ નિશ્ચય સ્વરૂપાશ્રિત થયો છે, તેમને નમસ્કાર હો ! (૨૪૬) Vજેને દર્શનમોહ બળવાનપણે વર્તે છે અને તેથી જે પ્રત્યક્ષ જ્ઞાની - સત્પુરુષથી વિમુખ વર્તે છે, તેવા જીવોને સત્પુરુષની અવજ્ઞા બોલવાનું નિમિત્ત આપણાથી પ્રાપ્ત ન થાય તેટલો ઉપયોગ રાખી વર્તવું યોગ્ય છે. અણઉપયોગ (આ વિષયમાં) દોષ જાણવો. સત્પુરુષનો અવર્ણવાદ કરવો, તેમાં ઉત્સાહિત થવું, તે જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે. પરંતુ સત્પુરુષના ગુણગ્રામ કરવાં, તેમાં ઉત્સાહિત થવું, તેમની આજ્ઞાએ ‘સરળ પરિણામે’ પરમ ઉપયોગથી વર્તવું, તે અનંત સંસારના નાશનું કારણ છે. આ અનંતા તીર્થંકરોએ કહેલી વાત છે. (કૃ-દેવ) (૨૪૭) ૮ મુમુક્ષુજીવે સિદ્ધાંત અને અધ્યાત્મ સંબંધી જરાપણ વિપર્યાસ ન થાય તેની અત્યંત સાવધાની રાખવી ઘટે છે; નહિ તો મિથ્યા આગ્રહથી કહેતાં / બીજાને પ્રેરતાં, પોતાને બોધ થવાની યોગ્યતા આવરણ પામે; એમ જાણી નિરાવરણ થવાના લક્ષે પણ દોષિત પ્રવૃત્તિથી અટકવું/ જાગૃત રહેવું હિતાવહ છે. ભવભીરૂ જીવ આવા દોષથી જાગૃત રહી બચે છે. ખાસ કરીને અધ્યાત્મરસથી વિમુખ ન થવાય તે ગંભીરપણે લક્ષમાં લેવા યોગ્ય છે. (૨૪૮) Page #126 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની સમર્થ જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં (દર્શાવતાં એવા વચનો પણ જીવને લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગની રુચિવશ, નિજ સ્વરૂપનો વિચાર / નિશ્ચય કરવાનું બળ ઉત્પન્ન થવામાં સફળ થતાં નથી. ઉપરનાં અવરોધક કારણોને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના, જીવને સ્વસ્વરૂપનો નિશ્ચય થવો . ભાવભાસન થવું અત્યંત દુર્લભ છે. (૨૪૯) જે વેદનીય આદિ કર્મનો ઉદય ભોગવ્યા વિના છૂટવાની ઇચ્છા જ્ઞાની પુરુષ કરે નહિ, કરે તો તે જ્ઞાની નહિ પણ દેહાધ્યાસી અજ્ઞાની છે. દેહાધ્યાસી અજ્ઞાની જ એવી ઇચ્છા રાખે, જ્ઞાનીને તો ભેદજ્ઞાન વર્તતું હોવાથી વેદનાનો ભય નથી પરંતુ વેદનાના ઉદયકાળ જ્ઞાની વિશેષ પુરુષાર્થ પરાયણ સહેજે રહે છે. સર્વ કાળે થવા યોગ્ય જ થાય છે, તેથી તેવા સમ્યક સમાધાનપૂર્વક આકુળતા કરવા યોગ્ય નથી. જે કોઈ આકુળતા કરે છે તે અપરાધી થાય છે. તો પણ જે થવા યોગ્ય હોય તે જ થાય છે. તેથી જ્ઞાને કરી અપરાધ નિવારવા યોગ્ય છે. (૨૫O) આત્માને મૂળ જ્ઞાનથી વમાવી દેવા સુધીની સ્થિતિ પ્રાપ્ત થાય તેવો વિકટ પ્રારબ્ધોદય અથવા પડવાના ભયંકર સ્થાનક . પ્રસંગોએ જાગૃત રહી, સાવચેત રહી, તથારૂપ પુરુષાર્થે જેમણે આત્મસિદ્ધિ સિદ્ધ કરી છે, તે સત્પરુષના પુરુષાર્થને સંભારતા રોમાંચિત આશ્ચર્ય ઉપજે છે, યથાવત ભક્તિ ઉપજે છે. “અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો !" – શ્રીમદ્ રાજચંદ્રજી (૨૫૧) V દુષ્કર એવી તૃષ્ણાનો યથાર્થ પરાભવ થવા અર્થે ૫ કૃપાળુદેવ શ્રીમદ્જી એ મુમુક્ષુને બાંધેલ ઉપદેશના મુદ્દા : ૧. આત્મહિતની તીવ્ર જિજ્ઞાસાવશ ભોગાદિ પ્રત્યે નીરસપણું, મોળાપણું. ૨. લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ અર્થાતુ લોકસંજ્ઞા ઓછી કરવાથી. ૩. લૌકિક વિશેષતામાં કાંઈ સારભૂતતા નથી, તેવા નિશ્ચયથી–સમજણથી લોકસંજ્ઞા તોડવી. ૪. માત્ર આજીવિકા સિવાઈ વિશેષનું પ્રયોજન ન ભાસવું, તેથી મંદ (રસ) પરિણામે વ્યવસાયમાં પ્રવર્તવું, તેથી જે ઉપાર્જન થાય તેમાં સંતુષ્ટ રહેવું. ૫. સપુરુષ પ્રત્યે અનન્ય આશ્રયભક્તિ થી વર્તવું. ૬. પૂર્વકર્મ અનુસાર સમાધિભાવે પ્રારબ્ધ વેદતાં દીનતા ન કરવી અને આયુષ્યનો શેષ અલ્પકાળ હોઈ આત્મહિતને મુખ્ય કરવું. (ઉપર) Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૨ અનુભવ સંજીવની એક ભવના શેષ કાળને પૂર્વકર્મ અનુસાર વેદી લઈ, તે માટે ભાવીની ચિંતાવશ, નવા માઠા કર્મ ન બાંધવા મુમુક્ષુ જીવનો અભિપ્રાય અને નિર્ણય હોય છે; તેથી ભરણ-પોષણ માત્ર મળે તો તેમાં પણ સંતોષ પામે છે. કારણ કે વિશેષનું કાંઈ પ્રયોજન નથી. તેથી મુમુક્ષુ જીવ મુખ્યપણે આત્મહિતનો જ વિચાર અને ઉદ્યમ કરે. દેહ અને દેહ સંબંધી કુટુંબની મહત્તા માટે પરિગ્રહ અને પ્રવૃત્તિ વધારવાનું સ્મરણ પણ ન થવા દે, નહિ તો આત્મહિતનો અવસર જ ન રહે, તેવો આ કાળ છે. આમાં શિથિલતા કર્તવ્ય નથી. (૨૫૩) જુલાઈ - ૧૯૮૮ કેવળ અંતર્મુખ થવાનો બોધ શ્રી તીર્થંકરાદિ મહત્ પુરુષોએ ફરમાવ્યો છે, જે સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. વિશુદ્ધમતિથી અને તીવ્ર પુરુષાર્થથી અંતર્મુખનો પ્રયાસ થવા યોગ્ય છે. મનુષ્ય પર્યાય તે માટે ઉત્કૃષ્ટ અવસર છે; તેમાં પ્રમાદ થાય છે તે ખેદજનક છે. (૨૫૪) જો તિર્યંચ અવસ્થામાં પણ, આત્મા તીવ્ર પુરુષાર્થ વડે પંચમ ગુણસ્થાનને યોગ્ય સ્વભાવ સ્થિરતાને પહોંચી શકે છે, પહોંચે છે, તો મનુષ્ય ચતુર્થ ગુણસ્થાનને યોગ્ય ચૈતન્ય વીર્યની સ્ફુરણા માટે પાછો પડે ! અથવા પ્રમાદ કરે છે ? તે આત્મ જાગૃતિની અત્યંત ક્ષતિ અથવા અભાવ સૂચક છે. તેથી સાવધાન થઈ, સાવધાન રહી, અપ્રમત્તભાવે પુરુષાર્થ પ્રગટવો ઘટે છે. (૨૫૫) પરમ નિર્દોષતા, પવિત્રતા, પરમશાંતરસ પ્રતિપાદક, આત્મભાવ આવિર્ભાવ પામે તેવા વીતરાગ વચનોની / વીતરાગ શ્રુતની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્ત થૈર્ય માટે તે પરમ ઔષધ છે. (૨૫૬) આત્માનંદ કે જે સ્વરૂપ આશ્રયે પ્રગટે છે અને જે અપૂર્વ હોવા છતાં મુખ્ય થતો નથી (ગૌણ રહે છે) તે જ માત્ર સમ્યક્ નિશ્ચંત સ્થિતિ છે. અન્યથા મંદ કષાયમાં વૃત્તિ શાંત કરી છે’ એવું અહંપણુ જીવને સ્ફુરવાથી, એવા ભુલાવામાં રખડી પડાય છે અથવા પરિણામ મુખ્ય થવાથી પરિણામ નીચ કોટિને ભજે છે. (૨૫૭) જે પાત્ર જીવ સત્પુરુષને ઓળખી, પરમ દૈન્યવૃત્તિએ તે ભગવાનરૂપ સત્પુરુષના ચરણમાં રહેવાનો ઇચ્છુક છે; તેવા યથાર્થ પ્રકારને નિમિત્તાધીન વૃત્તિ / દષ્ટિપણું ગણવા યોગ્ય નથી. કેમકે તેવા જીવનું ઉપાદાન નિજ હિતાર્થે જાગૃત થઈ જ ગયું છે. ત્યાં નિમિત્તાધીન દૃષ્ટિની શંકા કરવી, તે કુતર્ક છે. કુતર્ક મનનો રોગ છે. કાર્ય ઉપાદાનથી થાય છે, તેવું શીખવાનું - સમજવાનું તે Page #128 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૭૩ જીવને બાકી નથી. વિવેકી જીવ તેના ઉપાદાનને જોઈ, પ્રમુદિત / પ્રસન્ન થાય છે. વક્રદૃષ્ટિવાળા તેને નિમિત્તાધીન વૃત્તિ ગણે છે, (૨૫૮) V પોતાનો ક્રમ પુરુષાર્થ માટેનો અતિ ઉત્સાહ) દઢ કરવા યોગ્ય છે, થવા યોગ્ય છે. જાગૃતિ હોય તો જ ચોતરફથી અંતર નિવૃત્તિ રહી શકે, નહિ તો બાહ્ય નિવૃત્તિનો પુણ્યયોગ પણ કષાયની મંદતામાં વ્યતીત થશે, પૂરો થશે. (૨૫૯) - સંયમ ક્યારે પ્રાપ્ત થાય વા વર્ધમાન થાય ? તીણ પરિણતિએ બ્રહ્મરસ - નિર્વિકાર ચિદ્રસમાં સ્થિરપણું ઉત્પન્ન થાય ત્યારે. સંયમ = વિષયો પ્રતિના પરિણામ ન થાય તે. (૨૬૦) ઑગસ્ટ - ૧૯૮૮ જેમ સર્વ જીવ સ્વભાવ હોવાને લીધે સર્વત્ર, સર્વદા સુખ ઇચ્છે; તેમ સ્વરૂપથી સર્વોત્કૃષ્ટ હોવાને લીધે સર્વ જીવો, પોતાની મહાનતા (પ્રાપ્ત) થાય તેમ ઇચ્છે. પરંતુ સ્વરૂપ બોધના અભાવને લીધે, પરપદમાં સુખ અને મોટાઈને (મહાનતાને દેખે છે, તેથી પરપદમાંથી માન અને સુખ મેળવવા મિથ્યા / વૃથા પ્રયત્ન કરે છે અને તેના પરિણામો સ્વગુણના ઘાતક હોવાને લીધે, દુર્ગુણ હોઈ, દુઃખ - આકુળતા જનક છે. માનનો પરિહાર કરવા અર્થે સત્પુરુષ પ્રત્યે સર્વ સમર્પણબુદ્ધિ-પરમ દેખ્યત્વ, તે અતિ સુંદર અને સુગમ ઉપાય છે–સહજ માત્રમાં ઉપરોક્ત બન્ને મહાદોષ ટળી પરમ સુખ સ્વભાવ ગ્રહણ થવાની યોગ્યતાનું આમાં રહસ્ય છે. (૨૬૧) ( રાગમાં દુઃખ નહિ લાગવામાં, એક ન્યાયે ઠીકપણાથી રાગની અનુમોદના વર્તે છે. તેમાં રાગનું કત્વ (તેથી) સિદ્ધ થાય છે. – આ પ્રકાર, સ્વરૂપ પ્રત્યેના પુરુષાર્થના અભાવને લીધે, “જ્ઞાનમાત્ર નું વલણ / જાગૃતિ નહિ હોવાને લીધે, મુમુક્ષુને રહે છે, તે યોગ્ય નથી. (૨૬૨) આત્મ દ્રવ્ય મેચક.અમેચક સ્વરૂપ છે. તેમાં મેચકતા ઉપાદેય નથી. મેચકને અમેચક ઉપાદેય છે કે જેથી મેચકભાવ શુદ્ધ સમ્યપણું - શાંતતા પામે છે. મેચક અંગ ચલિત પરિણામરૂપ છે. તેને અમેચક અંગનું અવલંબન જ ઇષ્ટ છે. અન્યથા તેમાં અશાંતિ, મલિનતા થતી રોકી શકાય નહિ. (૨૬૩) કે પરમાર્થની વાસ્તવિક ઇચ્છા - ભાવનાનું લક્ષણ એ છે કે જીવ ઉદય પ્રસંગોથી ઉદાસ થાય. તેમ ન થાય તો, આત્મહિતની ખરી, અંતરની ભાવના જ નથી. આ વાસ્તવિકતા આવ્યા વિના, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અનુભવ સંજીવની કદી કલ્યાણ થાય એમ બને જ નહિ. (૨૬૪) સપ્ટેમ્બર - ૧૯૮૮ - ત્રિકાળ નિરાવરણ નિજ પરમાત્મતત્વનું ધ્યાન, તે જ ભગવાન અહંત પરમેશ્વરનાં મુખારવિંદથી પ્રવાહિત દિવ્ય ધ્વનિનો સાર છે. તેમજ તે દિવ્યધ્વનિના પરિજ્ઞાનમાં કુશળ એવા ચાર જ્ઞાનધારી ગણધરદેવ રચિત સકળ શ્રુત-સિદ્ધાંતના અર્થ સમૂહરૂપ સર્વસ્વ સાર અર્થાત્ રહસ્ય છે. (૨૬૫) - સ્વાનુભવ અર્થે અનુભવશ્રેણીની કાર્ય પદ્ધતિ જ અનુકૂળ છે વા સાધન છે. જે અંતર ક્રિયા છે. જ્યાં વાંચન . વિચાર આદિ બાહ્ય ક્રિયા છે. આ કાર્ય પદ્ધતિનો પ્રકાર નિજ અવલોકન છે. જે વિચારથી આગળ છે. તેથી વાંચન - વિચારની મર્યાદાથી આગળ એવું નિજ અવલોકન શરૂ ન થાય તો તે જીવ વાંચનાદિ બાહ્ય ક્રિયામાં જ રોકાઈ જાય છે. વિચારમાં પરોક્ષતા રહે છે. જ્યારે વસ્તુ અને અનુભવ તો પ્રત્યક્ષ છે. તે માટે માત્ર વિચારશ્રેણીની પદ્ધતિ અપર્યાપ્ત છે. એકલા તર્ક અને વિચારમાં કલ્પના થવાની સંભાવના છે. (૨૬૬) / “જીવ કરવા ધારતો નથી, તેથી સ્વકાર્ય થતું નથી” (પૂ. બહેનશ્રી) તે વચન પરમ સત્ય છે. ઉક્ત વચનમાં ભાવના અને નિશ્ચયનું જોર છે. તેને લીધે પરની અધિકાઈ છૂટે છે, તેથી પર પ્રત્યે રોકાવાનું બંધ થઈ સ્વકાર્યમાં યોજાય છે. પરથી ઉદાસ થયા વિના સ્વપ્રતિ જવાનો અવકાશ થતો નથી. (૨૬૭) / નિરૂઉપાધિક સ્વભાવ દૃષ્ટિમાં વિકલ્પ માત્ર બોજારૂપ લાગે છે. જ્ઞાનના જ્ઞાતાપણાને રાગના કર્તૃત્વમાં અનંતો બોજો અને દુઃખ છે. નેત્ર પાસે વજન ઉપડાવવા જેવું છે, અવલોકનમાં જ્યાં રાગ ઉપાધિરૂપ લાગે છે, તેને જ્ઞાન સાથે મીંઢવતાં જ્ઞાનનું રૂપ નિરૂઉપાધિક લાગે છે, ત્યાં (ઉપાધિથી ખસવારૂ૫) ભેદજ્ઞાન શરૂ થાય છે. (૨૬૮) છે જે મુમુક્ષુ જીવને સ્વીકાર્ય શીધ્રપણે કરવાના તીવ્ર ભાવ - વેગ વર્તે છે, તે સ્વ સન્મુખ થવાના સહજ પ્રયાસમાં વર્તે છે. તેમાં તેને પ્રમાદ થતો નથી. સ્વ સન્મુખના પ્રયાસમાં દર્શનમોહનો રસ એકદમ ઘટે છે. આવો પ્રયાસ તે સ્વાનુભવનું મૂળ / અનન્ય કારણ છે. (૨૬૯) ઑક્ટોબર - ૧૯૮૮ - જ્ઞાન દી મોઢ ક્ષય વIRUK વ જ્ઞાનાત્ મોદ પ્રપતિ જ્ઞાનમ્ હિંમોહેતુ: (સમયસાર - Page #130 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૭પ ૧૫૧-૧૫૨). જ્ઞાન મોહનો નાશ કરે છે અથવા જ્ઞાન થતાં મોહ ઉત્પન્ન થતો નથી, તે કેવું જ્ઞાન? પરપદાર્થથી ભિન્નતાનું જ્ઞાન, (અનુભવ)–પરની જડતાનું જ્ઞાન અથવા પરમાં સુખ-દુઃખ રહિતપણાનું જ્ઞાન, સહજ પરથી ઉદાસ થઈ, પરથી વિમુખ થઈ, સ્વ સન્મુખ થાય છે. - ત્યાં જ્ઞાન જ્ઞાનને - સ્વયંને વેદે છે, સમભાવે સ્વસુખમય થઈને, માત્રજ્ઞાનપણે અથવા “જ્ઞાનમાત્રપણે રહેતાં મોહ વિલય થાય છે. નિયમસાર - ૨૩૪ इत्थं बुद्धा जिनेन्द्रस्य मागँ निर्वाणकारणम् । નિર્વાસિંદું યતિ યક્ત પુનઃ પુનઃ || (નિયમસાર • ૨૪૯) (૨૭૦) - નિશ્ચંતદશામાં સમસ્ત જગત તૃણવત્ ભાસે છે, જે વિકલ્પોના વિરામનું કારણ છે. અસંગવૃત્તિનું બળવાનપણું, અનંત આનંદમય સ્વ સંગની રમણતાનું નિમિત્ત છે. સ્વ શક્તિથી સ્થિત રહી પરમ પદ આરાધ્ય છે, આરાધ્ય છે. (૨૭૧) આત્માની કોઈપણ શક્તિને / ગુણને - શક્તિના ભેદથી ન જોવી પરંતુ દ્રવ્યરૂપે - એકરૂપે દ્રવ્યથી અભેદ, દ્રવ્યની વિશિષ્ટતાથી જોવી, તેમ જોવું તે યથાર્થ છે, નહિ તો ભેદ-વિકલ્પ જાય નહિ. જો ભેદનો રસ વધે તો અભેદનો રસ ન ઊપજે, તે મોટું નુકસાન છે. દ્રવ્યાનુયોગના અભ્યાસકાળે / અભ્યાસમાં આ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. (૨૭૨) સ્વલક્ષ–તે યથાર્થ લક્ષ છે. તેમાં નિજહિતની જાગૃતિ સહજ વર્તે. સ્વલક્ષ એટલે સ્વરૂપ લક્ષ વા આત્મલક્ષ–આવું આત્મલક્ષ, જ્ઞાનચક્રની | જ્ઞાનના પરિણમનની ધરી બને તો જ્ઞાન ક્યાંય ફસાય નહિ વા અયથાર્થતા પામે નહિ. જ્યાં સુધી સ્વલક્ષ' થતું નથી, ત્યાં સુધી જ્ઞાનની પ્રવૃત્તિ પરલક્ષે જ હોય છે, જે અનેક દોષ, મૂળ દોષ (અજ્ઞાન-મિથ્યાત્વ) ને નિર્મૂળ કરવા અસમર્થ છે. પરંતુ પરલક્ષી તીવ્ર થવાનું બનતાં દોષ ઉત્પાદન થાય છે. પરલક્ષી જ્ઞાન અયથાર્થ જ્ઞાન છે. (૨૭૩) V સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તીવ્ર . અપૂર્વભાવે થાય તો તે સતત વર્યા કરે. આવી સ્થિતિમાં નિજ સ્વરૂપની પ્રાપ્તિનો અવકાશ ઉત્પન્ન થાય છે, ત્યારે ઉપયોગમાં દેદીપ્યમાન ચૈતન્ય શક્તિને રવરૂપે અવલોકતાં - ભાવતાં ચિસ આત્મરસ ઉપજે અને પરિણતિ થાય. બળવાન - દઢ પરિણતિ શુદ્ધોપયોગનું કારણ છે અથવા શુદ્ધિ વિશેષનું કારણ છે. આ સર્વનું મૂળ ભાવના છે. માત્ર યુક્તિપૂર્વક શાસ્ત્રનું ચિંતન, મનનથી સદ્ગણોની પ્રાપ્તિ થતી નથી. (૨૭૪) Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૬ અનુભવ સંજીવની સમ્યક્ માર્ગની સૂક્ષ્મતાના વિષયમાં વિભિન્ન પ્રકારના ભાવોમાં સંતુલન જળવાઈ રહે તે વિપર્યાસ ન થવામાં કારણભૂત - સમ્યક્ત્વ - સ્વરૂપની ઉપાદેયતા છે. જેમ કે : (૧) નિશ્ચય - વ્યવહાર (૨) દ્રવ્ય . પર્યાય (૩) શ્રદ્ધા . જ્ઞાન (૪) ઉપાદાન - નિમિત્ત (૫) ભેદ - અભેદ (૬) ચારિત્રમોહ - દર્શનમોહ (૭) આગમ - અધ્યાત્મ (૮) ઉત્સર્ગ - અપવાદ (૯) જ્ઞાન - પુરુષાર્થ (૧૦) પર્યાયની ભિન્નતા - અભિન્નતા. E - (૧) નિશ્ચય - વ્યવહાર : આગમમાં પ્રયોજનવશ નિશ્ચયની મુખ્યતા સ્થાપી છે. પરંતુ નિશ્ચયાભાસ ન થાય, તેમજ ક્યાંક પ્રયોજનવશ વ્યવહારની મુખ્યતાથી પણ નિરૂપણ છે; તોપણ વ્યવહારાભાસ ન થાય અને ઉભયાભાસ પણ ન થાય, તે આ વિષયમાં સંતુલન રહેવાથી નિશ્ચય - વ્યવહારની અવિરોધતા સધાય છે. (૨) દ્રવ્ય - પર્યાય : દ્રવ્યનું અવલંબન, દ્રવ્ય પ્રત્યેના જોરથી લેવાય છે; તો પણ વેદન પર્યાયનું હોય છે. આનંદ પર્યાયમાં આવે છે તે અપૂર્વ છે. છતાં પર્યાયની મુખ્યતા કે આશ્રય થતો નથી. બન્ને પ્રયોજન સાથે સંકળાયેલા હોવાં છતાં યથાસ્થાને રહે તે સંતુલનના કારણથી મોક્ષપદની ભાવના કાળે પણ ... (૩) શ્રદ્ધા - જ્ઞાન : સભ્યશ્રદ્ધા માત્ર સ્વ-સ્વરૂપને જ સ્વીકારે છે. જ્ઞાન સ્વરૂપને / પોતાને તેમ જ શ્રદ્ધા, પુરુષાર્થ, આનંદ આદિ પર્યાયો, ગુણભેદો, નિમિત્તો વગેરે ને જેમ છે તેમ સ્વીકારે છે; તો પણ મુખ્યતા / લક્ષ શ્રદ્ધાના વિષયની કરે છે. તેમાં શ્રદ્ધા - જ્ઞાનમાં અવિરોધપણું રહે, તે આ વિષયનું સંતુલન છે. (૪) ઉપાદાન - નિમિત્ત : આગમમાં વીતરાગી દેવ, શાસ્ત્ર, ગુરુનું સાચા નિમિત્તરૂપે સ્થાપન કરેલ છે. દેશનાલબ્ધિનો સિદ્ધાંત પણ તદ્ અનુસાર પ્રસિદ્ધ છે. તેથી વિદ્યમાન પ્રત્યક્ષ યોગરૂપ સત્સમાગમનો મહિમા પણ આગમમાં પ્રસિદ્ધ છે અને યથાર્થ ભૂમિકામાં તે સમુત્પન્ન હોય છે, તો પણ સંતુલન ગુમાવ્યા વગર સાધક ઉપાદાનના પુરુષાર્થમાં સંલગ્ન રહે છે, મુખ્યપણે. (૫) ભેદ - અભેદ : અનાદિથી અભેદ સ્વરૂપથી અજાણ એવા જીવને ભેદ વિના અભેદ સ્વરૂપ સમજાવવું અશક્ય છે. તેમજ વસ્તુ સ્વરૂપ પણ કચિત્ ભેદરૂપે છે. તેથી ભેદને સ્વરૂપ જ્ઞાન ઉપજવાનું અંગ કહ્યું છે. તે સ્વરૂપ જ્ઞાન થયા પછી પણ વસ્તુનો મહિમા તેમાં રહેલા અનેક ગુણ વૈભવથી કરાય છે. તો પણ અભેદનો અનુભવ સાધવાનો હેતુ તેમાં હોવાથી અભેદ તત્ત્વની જ મુખ્યતા રહે, તેવું સંતુલન સમ્યક્ માર્ગમાં હોય છે. (૬) ચારિત્રમોહ - દર્શનમોહ : ચારિત્રમોહ વશ, મોક્ષમાર્ગી જીવને પણ રાગ-દ્વેષ થાય છે; તો પણ દર્શનમોહ સહિત થાય તેવા રાગાદિ ન થાય તેવું સંતુલન સમ્યક્ માર્ગમાં હોય છે, અર્થાત્ નિજ સ્વરૂપના ભાનમાં રાગાદિ થવાં છતાં, તેમાં તન્મય ન થતાં, ભિન્ન રહેવારૂપ સંતુલન રહે છે. કારણ સ્વરૂપનું એકત્વ છૂટતું નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૭ અનુભવ સંજીવની ? (૭) આગમ - અધ્યાત્મ : અધ્યાત્મનો વિષય અને સિદ્ધાંત, ચારેય અનુયોગના સિદ્ધાંતોથી પર છે - ઉત્કૃષ્ટ છે. તેથી ચારેય અનુયોગનો હેતુ અધ્યાત્મનું નિરૂપણ કરવાનો - સ્થાપવાનો છે. તેથી આ હેતુવશ રહીને આગમનું અવગાહન કર્તવ્ય છે. અધ્યાત્મની સિદ્ધિ અર્થે, આગમજ્ઞાન યથાવત્ રહી, ગૌણ થઈ, નિરૂપણ કરતાં તે સમ્યક્ છે. દા.ત. ત્રિકાળી ધ્રુવની ઉપાદેયતામાં અહંબુદ્ધિ થવા અર્થે - સર્વ પર્યાય (પ્રમત્ત-અપ્રમત્ત), પરદ્રવ્ય, પરભાવ કહેતાં, દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત - પર્યાય સ્વદ્રવ્યનો અંશ છે - યથાવત્ રહી, જ્ઞાનમાં ગૌણ થાય છે. આમ આગમ-અધ્યાત્મનું સંતુલન રહેવું તે સમ્યમાર્ગની સૂક્ષ્મતા છે. રાગ, જીવ-વિકારભાવ હોવા છતાં, તેના નિષેધકાળે, રાગને પુદ્ગલ કહેતાં જ્ઞાનીને સંતુલન રહે છે. ×૪' (૮) ઉત્સર્ગ - અપવાદ : સાધકનું પરિણમન ઉત્સર્ગ - અપવાદની મૈત્રીરૂપ હોય છે. કેવળ વીતરાગતા જ ઉપાદેય હોવાથી તેની સિદ્ધિ અર્થે ઉત્સર્ગ / સિદ્ધાંત છે. તો પણ શુદ્ધિના મંદ પુરુષાર્થને લીધે સાધકને વિકલ્પ થઈ જાય છે, તે અપવાદ માર્ગ છે, ત્યાં અશુભથી બચવા શુભરાગરૂપ પ્રવર્તવું પણ થાય છે. આમ પરિણામનું સંતુલન ગુમાવ્યા વિના, સાધક ઉગ્ર પુરુષાર્થમાં પ્રવર્તતાં શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પ દશામાં આરૂઢ થઈ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. (૯) જ્ઞાન - પુરુષાર્થ : પરમતત્વનો આશ્રય સ્વભાવના જોરથી આવે છે. સ્વભાવ ઉપર જોર થવું, તે જ સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે; અન્યથા દ્રવ્ય ગુણ, પર્યાય સંબંધી ક્ષયોપશમવાળું જ્ઞાન, અનાદિ કષાયના જોરવાળું ક્ષયોપશમ જ્ઞાન વસ્તુના દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદોને જાણે તે પરાશ્રય છોડાવવા સમર્થ નથી. અનાદિ પર્યાયમાત્રના આશ્રયને છોડાવવા સમર્થ નથી પરંતુ સ્વભાવનું જોર જ પર્યાયાશ્રિતપણું છોડાવે છે. પરંતુ સ્વભાવ પ્રતિ જોર દેવામાં કૃત્રિમતા / કલ્પના ન થાય તે ધ્યાન રાખવા યોગ્ય છે. વાસ્તવિકપણે તો સ્વભાવની ઓળખાણ ભાવભાસન–લક્ષ પૂર્વક જો સ્વભાવ પ્રત્યે જોર-(વીર્ય) ઉછળે તો કલ્પના-કૃત્રિમતા થતી નથી, અને તે પ્રકારમાં દ્રવ્ય, ગુણ, પર્યાય રૂપ વસ્તુનું સ્વરૂપજ્ઞાન અને ત્રિકાળી સ્વભાવ પ્રત્યેનું જોર બન્ને વચ્ચે યથાર્થ સંતુલન જળવાઈ રહે છે. જે જીવને વસ્તુ સ્વરૂપમાં કલ્પના થાય છે, તેને ત્રિકાળી સ્વભાવ પ્રત્યે સહજ વીર્ય (પુરુષાર્થ) ઉછળતું નથી. તે કૃત્રિમ જોરરૂપ વિકલ્પરૂપ / ભાષારૂપ પ્રવૃત્તિ કરે, તો પણ તે સ્વભાવની સમીપ આવતો નથી. અને તેને ઉપર્યુક્ત સ્વરૂપજ્ઞાન અને ત્રિકાળીનું જોર દેવા વચ્ચે સંતુલન રહેતું નથી. એકાંત થઈ જાય છે. (તેને જ એકાંત અર્થાત્ આભાસ કહેવાય છે.) વસ્તુ સ્વરૂપનો નિશ્ચય થવામાં કલ્પના થઈ જવાનું કારણ :– જે જીવને લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અથવા અસત્સંગની પ્રીતિરૂપ પરિણામ થવાં તે છે. દુ:ખ તે કલ્પનાથી ઉત્પન્ન થતો ભાવ છે – તે સત્ય વિસ્મરણ કરવા યોગ્ય નથી. તેથી તત્ત્વ વિચારણામાં યથાર્થ નિશ્ચય થવા અર્થે અને કલ્પના ન થવા અર્થે, આત્માર્થાતા સમેત અંતર સંશોધનપૂર્વક નિર્ણયની Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અનુભવ સંજીવની દિશામાં પ્રયત્ન થવા યોગ્ય છે. નહિ તો કલ્પના–એટલે કે દુઃખનું કારણ અવશ્ય ઉત્પન્ન થશે (૧૦) પર્યાયની ભિન્નતા . અભિન્નતા : જીવની પર્યાય કથંચિત્ ભિન્ન હોવાથી તેની સ્વતંત્રતા દર્શાવતાં, પ્રત્યક્ષ સંસાર અવસ્થાથી તે સ્વતંત્રતા સિદ્ધ થાય છે. મૂળ સ્વભાવ સંસારથી સર્વથા રહિત, સદાય એકરૂપ, સિદ્ધ સમાન હોવા છતાં, અનાદિથી પર્યાય સ્વતંત્રપણે સંસારરૂપે, અનેકરૂપે થઈ રહી છે. જ્યાં સ્વભાવનું સ્વભાવરૂપે પરિણમવાનું સામર્થ્યને આધીન સંસાર અવસ્થા થતી નથી. (તો પરને આધીન થવાની કે પર પોતાને આધીન થવાની પર્યાય અપેક્ષિત વાત ઘણી દૂર રહે છે). આમ પર્યાયની સ્વતંત્રતા જાણતાં (૧) પરાધીનતા અજ્ઞાન • અભિપ્રાયથી થતાં રાગલેષ મટે, (૨) પર્યાયની સ્વતંત્રતા ન સ્વીકારી શકે તે દ્રવ્યની સ્વતંત્રતા ન સ્વીકારી શકે, તે પ્રતિબંધક અભિપ્રાયનો દોષ મટે, (૩) પર્યાયની ગણતા થઈ, હું પણે ત્રિકાળી સ્વભાવની મુખ્યતા પર્યાય ઉપેક્ષિતપણે થાય. આ પર્યાયમાં એકત્વ મટાડવા અર્થે મહત્વપૂર્ણ જાય છે. આમ અધ્યાત્મના પ્રયોજનવશ, અક્રિય સ્વરૂપ દૃષ્ટિમાં પરિણામ સ્વયં પોતાના પત્કારકથી પરિણમતા જણાય છે. પર્યાયની સ્વતંત્રતા ધર્મને સારી રીતે દર્શાવવા પર્યાયના લદ્ધારકોરૂપી ધર્મો પણ કહેવામાં આવે છે. ત્યાં કથંચિત્ અભિન્નતારૂપે વસ્તુના બંધારણનું સંતુલન જળવાઈને જ્ઞાનમાં રહે જેથી એકાંત ન થાય, તે પ્રકાર યથાર્થ છે. પ્રમાણના પક્ષવાળાને પર્યાયનું કર્તુત્વ મટી શકે નહીં. (૨૭૫) નવેમ્બર - ૧૯૮૮ પરિણામનો વિવેક શુભાશુભના દૃષ્ટિકોણથી પ્રાયઃ જીવો કરે છે. પરંતુ ખરેખર તો આરાધકભાવ અને વિરાધકભાવના દૃષ્ટિકોણથી તેનો વિવેક' કરવા યોગ્ય છે. મુમુક્ષુની ભૂમિકામાં ખાસ કરીને દર્શનમોહની વિરાધકતા મટાડવાની મુખ્યતાવાળો દૃષ્ટિકોણ હોવા યોગ્ય છે–નહિ તો આરાધકભાવમાં પ્રવેશ થવો સંભવિત નથી. તેમ જ વિરાધકભાવોનો ખ્યાલ પણ ન રહે ત્યાં અજાગૃત દશામાં અહિત થાય તો પણ ખબર ન રહે. તેથી આ પ્રકારના વિવેકનું મહત્વ સમજવા યોગ્ય છે. જ્યાં જ્યાં દર્શનમોહ ત્યાં ત્યાં વિપર્યાસ હોય છે. દર્શનમોહ, વિપર્યાસથી દશ્યમાન છે / દૃષ્ટવ્ય (૨૭૬) - જ્ઞાનના પરિણમનમાં જ્ઞાનત્વ જાતિ (જ્ઞાનગુણ) નું કદી ઉલ્લંઘન થતું નથી. અવલોકનથી જાતિની અનુભવાશે પરખ આવતાં સ્વભાવની ઓળખાણ થાય છે. જેમાં સ્વભાવ નિજરૂપે, સુખરૂપે, સામાન્ય સદશ, બેહદ સામર્થ્યવાન હોવાથી, નિર્વિકલ્પભાવે પ્રતીત થાય છે અને વિભાવજાતિ ના ભાવો ભિન્નરૂપે, પરરૂપે, આકુળતારૂપે, મલિનરૂપે ભાસ્યમાન થાય છે. આ પ્રકારે ભેદજ્ઞાન કર્તવ્ય છે. વા થવા યોગ્ય છે. (૨૭૭) o Page #134 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની - ૭૯ ડિસેમ્બર - ૧૯૮૮ મુમુક્ષુજીવને સહજ પુરુષાર્થ ઉત્પન્ન થવાના કારણભૂત, પુરુષાર્થ કરવાની ભાવના તીવ્ર ભાવના અવશ્ય હોય છે. જેમ જ્ઞાન પ્રાપ્તિ માટે પૂર્વભૂમિકામાં જિજ્ઞાસા અવશ્ય હોય છે. તેમ એક ન્યાયે આવા યથાર્થ કારણમાં કાર્યાંશનો ઉપચાર પણ કરવામાં આવે છે. જે પૂર્વ - ઉત્તર પરિણામની સંધિરૂપે છે. આ પ્રકારે જ સ્વરૂપ પ્રાપ્તિની અંતરની ભાવના, સ્વાનુભવરૂપે ફળે છે. તોપણ તેમાં વિકલ્પ પરલક્ષ નથી, તેમ જાણવું. (૨૭૮) જ્ઞાનની યથાર્થતા, સમ્યજ્ઞાન થવામાં કારણ છે. અયથાર્થજ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપે પરિણમે છે. તેથી મુમુક્ષુ જીવે સમજણની ભૂમિકામાં યથાર્થ - અયથાર્થતાના દૃષ્ટિકોણપૂર્વક જ્ઞાનમાર્ગમાં પ્રવર્તવું યોગ્ય છે. (૨૭૯) * નિર્વિકલ્પ સૂક્ષ્મ આત્મસ્વરૂપ અને તેનો નિર્વિકલ્પ અનુભવ અવક્તવ્ય હોવાથી, તેમ જ માત્ર અનુભવગમ્ય હોવાથી, તેનો ઉપદેશ મહાન અનુભવી ગુરુ-જ્ઞાની દ્વારા જ મળી શકે છે. તેમની વાણીમાં પણ સંકેતરૂપે સૂક્ષ્મભાવો પ્રકાશિત થાય છે. બીજાની વાણીમાં, અનુભવ રહિતપણાને લીધે - તે સૂક્ષ્મતા પ્રકાશિત થવાનો સંભવ નથી. કારણ કે બીજાઓ તેથી અજાણ છે. તેમનું વિચાર - વિકલ્પાત્મક જ્ઞાન પણ સ્થૂળ છે. સ્વભાવની સૂક્ષ્મતાથી દૂર છે. તેમ સમજવા યોગ્ય છે. (૨૮૦) પરરુચિ - અનાત્મરુચિ જેમ અવિવેક જ્વરને ઉત્પન્ન કરે છે, તેમ સ્વસન્મુખ થવાની શક્તિને નિઃસત્વ-હીનસત્વ કરે છે. તેથી સંશી હોવા છતાં અને પરલક્ષીશાનમાં ખ્યાલ (અંતર્મુખ થવાથી આત્મોપલબ્ધિ થશે, બહિર્મુખ ભાવમાં નહિ થાય, તેવો ખ્યાલ) આવવા છતાં, પરરુચિને લીધે જીવ સ્વરૂપ સન્મુખ થઈ શકતો નથી. જ્યારે સ્વભાવની રુચિમાં સહજ સન્મુખતા પ્રાપ્ત થવા યોગ્ય હોય છે. (૨૮૧) * વર્તમાન પંચમકાળ હોવા છતાં, આ જ ભવમાં પૂર્ણતા પામવા માટે જેના પુરુષાર્થમાં જોર ઉછળતું હોય,—સહજપણે—તેવા મહાત્મા પ્રાયઃ એકાવતારી હોવા સંભવે છે. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને પુરુષાર્થમૂર્તિ પૂ. નિહાલચંદ્રજી સોગાનીજી આ પ્રકારના ઉદાહરણ સ્વરૂપ લેખી શકાય. બન્ને ધર્માત્માઓના વચનો આજે પણ ઉક્ત લક્ષણની પ્રતીતિ કરાવે છે. તે સૌ આત્માર્થીને પુરુષાર્થની પ્રેરણાનું કારણ છે. (૨૮૨) Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અનુભવ સંજીવની | ભેદજ્ઞાનનો પ્રયોગ કરવા માટે ઉત્સુક છે, તેવા જીવે ઉદય પ્રસંગે, ઉપયોગમાં જ્ઞાનની વ્યાપકતાને અવલોકવી, તપાસવી, જેથી રાગાદિથી ભિન્ન વ્યાપ્ત જ્ઞાનરૂપે (એટલે કે પોતે ભાસ્યમાન થશે (જણાશે). આ પ્રકારે અભ્યાસ વધતા જ્ઞાનમાત્ર માં જ્ઞાનવેદન ગ્રહણ થશે અથવા ભાસ્યમાન થશે, તેથી સહજ સ્વરૂપ અત્યંત પ્રત્યક્ષ છે - એવું ભાવભાસન સ્વસમુખના પુરુષાર્થને ઉત્પન્ન કરી, પરોક્ષતાનો અભાવ કરી, અતીન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થાપણે સ્થિર ભાવ ઘારણ કરશે. આ પ્રકારે “અવલોકન થી કાર્ય સધાય છે. (૨૮૩) નિશ્ચય - વ્યવહારનો સંક્ષેપ :- અનાદિકાળથી મિથ્યાત્વ આદિ અશુદ્ધ અવસ્થામાં, અશુદ્ધ અવસ્થામાત્રરૂપે પોતાને અનુભવતા જીવને, અશુદ્ધતાનું પરિજ્ઞાન કરાવ્યા વિના જ, શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવી શકાતું નથી. તેથી જિનશાસનમાં વ્યવહાર કથન દ્વારા નિશ્ચય સ્વરૂપ સ્થાપવામાં આવેલ છે. વ્યવહારનય અશુદ્ધ અર્થનો દ્યોતક હોવાથી (અશુદ્ધતાના નાશનો હેતુ (પ્રયોજન) હોવાથી તે નય અનુસરવા યોગ્ય નથી. (૨૮૪) જાન્યુઆરી - ૧૯૮૯ - સમકિતનું અનુકંપા લક્ષણ સર્વ જીવો પ્રત્યે શલ્ય રહિત, નિર્વેરભાવ છે. મિથ્યાજ્ઞાનથી જ વેરભાવનું શલ્ય રહે છે. કારણકે પર્યાયબુદ્ધિ વડે સામા જીવન પર્યાયમાત્રપણે અવધારીને પરિણમન થાય છે. દ્રવ્યદૃષ્ટિમાં માધ્યસ્થવૃત્તિ, મૈત્રીભાવરૂપ અનુકંપા સહજ રહે છે અને સર્વ જીવોને પોતાના કારણે દુઃખ ન થાય, તેવી ભાવના સદાય રહે છે. તેમ થવામાં દર્શનમોહનો અનઉદય છે. તેથી જ મુમુક્ષુની ભૂમિકામાં ઉક્ત ભાવનાનો ઉદય થાય છે. જે દર્શનમોહના રસને મંદ કરે છે. (૨૮૫) જીવની પર્યાય કથંચિત્ ભિન્ન હોવાથી તેની સ્વતંત્રતા દર્શાવતાં, પ્રત્યક્ષ સંસાર અવસ્થાથી તે . સ્વતંત્રતા સિદ્ધ થાય છે. મૂળ સ્વભાવ સંસારથી સર્વથા રહિત, સદાય એકરૂપ, સિદ્ધ સમાન હોવા છતાં, અનાદિથી પર્યાય સ્વતંત્રપણે સંસારરૂપે, અનેકરૂપે થઈ રહી છે. જ્યાં સ્વભાવનું સ્વભાવરૂપે પરિણમવાનું સામર્થ્યને આધીન સંસાર અવસ્થા થતી નથી. (તો પરને આધીન થવાની કે પર પોતાને આધીન થવાની પર્યાય અપેક્ષિત વાત ઘણી દૂર રહે છે. આમ પર્યાયની સ્વતંત્રતા જાણતાં (૧) પરાધીનતાના - અજ્ઞાન-અભિપ્રાયથી થતાં રાગ-દ્વેષ મટે. (૨) પર્યાયની સ્વતંત્રતા ન સ્વીકારી શકે તે દ્રવ્યની સ્વતંત્રતા ન સ્વીકારી શકે તે પ્રતિબંધક અભિપ્રાયનો દોષ મટે. (૩) પર્યાયની ગૌણતા થઈ, હું પણે ત્રિકાળી સ્વભાવની મુખ્યતા પર્યાય ઉપેક્ષિતપણે થાય. આ પર્યાયમાં એકત્વ મટાડવા અર્થે મહત્વપૂર્ણ ન્યાય છે. આમ અધ્યાત્મના પ્રયોજનવશ, અક્રિય સ્વરૂપ-દૃષ્ટિમાં, પરિણામ સ્વયં પોતાના ષકારકથી પરિણમતા જણાય છે. પર્યાયની સ્વતંત્રતા ધર્મને સારી રીતે દર્શાવવા પર્યાયના Page #136 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની પકારકો રૂપી ધર્મો પણ કહેવામાં આવે છે. ત્યાં કથંચિત્ અભિન્નતારૂપે વસ્તુના બંધારણનું સંતુલન જળવાઈને જ્ઞાનમાં રહે જેથી એકાંત ન થાય, તે પ્રકાર યથાર્થ છે. પ્રમાણના પક્ષવાળાને પર્યાયનું કર્તૃત્વ મટી શકે નહિ. (૨૮૬) જ્ઞાનથી થતાં જ્ઞાનવેદનમાં ત્રિકાળી શુદ્ધ ધ્રુવનું અવલંબન સહજ રહે છે, બન્ને સંલગ્ન છે, એ જ સ્વસંવેદનની વાસ્તવિકતા છે. જ્ઞાન સ્વભાવના અવલંબને, સ્વસંવેદનનો આવિર્ભાવ થઈ જાય છે. ત્યારે આત્મા જ જ્ઞાનવેદનામાં વેદ્યો જાય છે. ખરેખર તો જ્ઞાનવેદન દ્વારા સ્વભાવ પ્રત્યક્ષ થઈ, ભાવે (સ્વરૂ૫) અભેદતા સધાય છે. આ અધ્યાત્મ વિધિનું રહસ્ય માત્ર સ્વાનુભવ ગોચર છે. વિકલ્પ, વિચારથી, તર્કથી ગોચર નથી. (૨૮૭) પૂ. ગુરુદેવશ્રીએ ક્રમબદ્ધપર્યાય ના સિદ્ધાંતની સ્થાપના શાયક સ્વભાવના લક્ષે કરી. જ્ઞાયક સ્વરૂપના લક્ષ વિના . આ સિદ્ધાંતનું ગ્રહણ યથાર્થપણે થતું નથી. કર્તબુદ્ધિરૂપ મિથ્યાત્વના નાશ માટે આ અલૌકિક ન્યાય–સિદ્ધાંત છે. જે સર્વજ્ઞતાનો સ્વીકાર, પર્યાયમાત્રની ઉપેક્ષા, (પર્યાયનું લક્ષી મહત્વ છોડાવવાનું પ્રયોજન છે), આદિ અનેક પ્રયોજનભૂત વિષયોના સ્વીકારથી સંલગ્ન છે. સાતિશય શ્રત - સમુદ્રમાંથી અનેક સમ્યફ ન્યાયોનું પ્રતિપાદન પૂ. ગુરુદેવશ્રીએ આ સિદ્ધાંતની પુષ્ટિ અર્થે કર્યું છે, જે વંદનને યોગ્ય છે. (૨૮૮) - નિજ સ્વરૂપના અનુભવ જ્ઞાનને જ્ઞાનચેતના' કહે છે. પરંતુ શુદ્ધોપયોગથી સંક્રાંતિ પામેલ જ્ઞાન, સ્વાનુભવથી પલટીને અન્ય ક્ષેય પ્રતિ પ્રવર્તે ત્યારે સમ્યફદૃષ્ટિને જ્ઞાનચેતનાનો અભાવ થઈ જતો નથી. જો જ્ઞાનચેતનાનો અભાવ થઈ જાય તો, ‘સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' એ સિદ્ધાંત તૂટે છે અથવા જ્ઞાનચેતનાનો અભાવ થતાં, તે સાધક મટી અજ્ઞાની - મિથ્યાદૃષ્ટિ થઈ જાય. તેથી જ પરપદાર્થને વિષય કરવા સમયે, ઉપયોગ માત્ર એક પરપદાર્થને પ્રકાશે છે; તોપણ લબ્ધજ્ઞાન વડે સ્વરૂપાનુંસંધાન રહી, તે સમયે જ્ઞાનચેતનાનો સદ્ભાવ રહે છે, જે યુક્તિ, આગમ અને અનુભવથી પ્રસિદ્ધ છે. (૨૮૯) Vઅંતર્મુખ થવાની વિધિ પર્યાય અપેક્ષાએ પ્રયોજનભૂત વિષય હોવા છતાં, આશ્રયભૂત ત્રિકાળીની જેમ પ્રયોજનભૂત નથી. વળી, તેનું જાણપણું (ધારણા) થતાં તે કરી શકાય છે, તેમ પણ નથી. પરંતુ ત્રિકાળી સ્વભાવના લક્ષે પુરુષાર્થ ઉત્પન્ન થતાં, ઉગ્ર થતાં, સહજ આશ્રય થાય છે. તેથી વિધિ વિષયક જાણપણું ન કર્યું હોય તેવા જીવને પણ સ્વભાવ લક્ષગત થતાં મહિમા ઉત્પન્ન થયો, તે જ તેને વિધિરૂપ પરિણમન ચાલુ થઈ જાય છે. જે સ્વભાવની મુખ્યતામાં ગૌણ રહી જાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૨ અનુભવ સંજીવની તેથી એમ ફલિત થાય છે કે સૌ પ્રથમ મુમુક્ષુજીવને સ્વભાવનું લક્ષ થવું આવશ્યક છે. (૨૯૦) નિશ્ચયનયનો વિષય નિશ્ચય સ્વ-સ્વરૂપ, પ્રતીતિનું / આશ્રયનું સ્થાન છે. વ્યવહારનયનો વિષયગુણભેદ, પર્યાય આદિ માત્ર જાણવાનું સ્થાન છે. તે ભૂતાર્થ આશ્રિતપણે જાણવું ન્યાય સંગત છે. તોપણ, નિશ્ચય સ્વરૂપની પ્રતીતિ, આશ્રય ભવનાશનું કારણ છે. તેવો સર્વોત્કૃષ્ટ ન્યાય જાણવો હિતાવહ છે, - આવો વ્યવહારના સ્થાને વ્યવહાર ન રહે તે નિશ્ચય આશ્રય માટે અધિકારી નથી. (૨૯૧) (૧) પરની આધારબુદ્ધિ, (૨) પરમાં સુખબુદ્ધિ, (૩) પરનો મમત્વભાવે રસ, (૪) કર્તબુદ્ધિ, આદિ મિથ્યાત્વના ઘોતક ભાવ છે, જે જ્ઞાનને પરપ્રવેશપણાનો, પરવેદનનો અનુભવ કરાવીને અધ્યવસિત કરે છે. જેથી જ્ઞાન–વેદનનો આવિર્ભાવ / અવલોકન થઈ શકતું નથી. ઉપરોક્ત પ્રકારે પરનું ‘સ્વ’પણે ગ્રહણ હોવાથી જ્ઞાનમાં / નિજમાં નિજનું ગ્રહણ થતું નથી. ‘નિજમાં નિજનું ગ્રહણ થતાં ઉપયોગ શુદ્ધ થાય' અર્થાત્ સ્વાનુભવ થાય. કૃતિ વચનામ્। (૨૯૨) સ્વરૂપ નિર્ણયની પૂર્વ ભૂમિકા - યથાર્થ ભૂમિકા :- ઉદયમાન સર્વ પ્રવૃત્તિકાળે ‘આત્માર્થનું લક્ષ' દઢ અભિપ્રાયપૂર્વક (મોક્ષેચ્છા) હોવાને લીધે તેથી ઉત્પન્ન નિજહિતની વિશેષ (અસાધારણ) જાગૃતિ—આ જાગૃતિકાળમાં રાગાદિ વિભાવથી ભિન્ન જ્ઞાનનો પ્રયોગ, સ્વરૂપ નિર્ણયના (લક્ષે) હેતુથી અંતર સંશોધનપૂર્વક કરનારને સુગમતાથી સ્વરૂપ નિશ્ચય થાય છે. (૨૯૩) * ભેદજ્ઞાન - એ વર્તતા વિભાવના નિષેધપૂર્વક પ્રગટ સ્વભાવનો આદર છે અર્થાત્ વિભાવમાં થતા અહંપણાનો નિષેધપૂર્વક જ્ઞાનસ્વભાવી ‘સ્વ’માં અસ્તિત્વગ્રહણનો પુરુષાર્થ / વિધિ છે. તેથી આવું ભેદજ્ઞાન પરમાર્થ માર્ગના પ્રયત્નવાન જીવને' સહજ જ થવા યોગ્ય છે. મુમુક્ષુજીવ પણ મોક્ષ-પૂર્ણશુદ્ધતાનો અભિલાષી હોવાથી, પોતે ‘જ્ઞાનમાત્ર’ છે—તેવી જાગૃતિપૂર્વક, વર્તતા રાગાદિ ભાવના અરુચિભાવે - નિષેધભાવે વર્તે છે, પરિણમે છે. વર્તમાન યોગ્યતા અનુસાર, આ રીતે, તેને ભેદજ્ઞાનનો ઉદ્યમ / પ્રયાસ વર્તે. મુમુક્ષુજીવને આવા પ્રયાસપૂર્વક (તત્ત્વજ્ઞાનનો) - સત્ક્રુતનો પરિચય - અધ્યયન હોવો ઘટે. અન્યથા પ્રકારે ન હોવો ઘટે. કારણ બાહ્ય ઉઘાડ વધતાં, પર્યાયબુદ્ધિવાનને, ઉઘાડમાં અહંભાવ રોકવો અસંભવ છે. જે અહંભાવ ક્રમે કરીને સ્વચ્છંદાદિ ભયંકર મહાદોષને ઉત્પન્ન થવામાં કારણ થાય છે. (૨૯૪) પ્રશ્ન : (મુમુક્ષુને) રાગમાં દુઃખ કેમ લાગતું નથી ? Page #138 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૮૩ ઉત્તર : મંદ કષાયની શાતામાં, તેમજ વર્તમાન ઉઘાડરૂપ જ્ઞાનમાં સંતોષ થઈ જવાથી દૃર્શનમોહને લીધે રાગમાં દુઃખ લાગતું નથી. દુઃખ લાગે તો સુખને શોધ્યા વગર રહેવાય નહિ. પરંતુ દુઃખ નહિ લાગવાથી સહજ સુખને શોધવાનો પ્રયાસ થતો નથી અથવા રાગથી છૂટવાનો પુરુષાર્થ શરૂ થતો નથી. જેને રાગમાં દુઃખ લાગે છે, તેને તીવ્ર દુઃખ લાગે તો શીઘ્ર માર્ગ પ્રાપ્ત થાય, ઓછું દુઃખ લાગે તો વાર લાગે. (દ્ર.દ.પ્ર..ઉપરથી). (૨૫) ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા રાગથી ભિન્ન જ્ઞાન વેદનરૂપ જ્ઞાતાધારા - દશા કેળવાય છે. પરિણતિ મજબૂત થાય છે. તેથી અશાતાના ઉદય કાળે પણ દુઃખનું વેદન ગૌણ થઈ, સ્વભાવની અધિકતા થઈ, શાંતિનું વદન રહે છે. અશાતા તીવ્ર થાય તો પણ, અરે ! પ્રાણ છૂટે તો પણ સ્વભાવની અધિકતા છૂટતી નથી. તેવી દશા કેળવાઈ ગઈ હોવાથી ભવાંતરમાં તે પરિણતિ ચાલુ રહી જાય છે. અત્યંત આત્મરસને લીધે ભવાંતરમાં પરિણતિ લઈને સાધક જાય છે. આ આત્માની સહજ શક્તિ છે. તેથી મુમુક્ષુ જીવે પ્રતિકૂળતાના લક્ષે/કારણે, કે ઉદયની મુખ્યતામાં રહી ભેદજ્ઞાન અથવા ‘જાગૃતિ નો પ્રયાસ છોડવો ન ઘટે, પરંતુ ઉત્સાહિત વીર્યથી પ્રયાસ કરવો ઘટે છે. (૨૯૬). Vરસ લેવાનો નિષેધ – સંયોગની અનુકૂળતામાં અનુકૂળતાનો, પાંચ ઇન્દ્રિયના મનોરમ્ય વિષયનો, પ્રતિકૂળતામાં ખેદનો, પ્રશસ્ત પ્રસંગમાં રાગાદિનો, ક્રોધાદિ ઉદયભાવમાં વેષનો, અવલોકન, વિવેક, શુદ્ધિનો લાભ, શાંતિ આદિની ચર્ચા વિચારણા કાળે પર્યાયનો, - આ સર્વ પ્રકારના પર્યાયરસ નિષિદ્ધ છે. એકમાત્ર પરમ સ્વભાવ જ રસનો વિષય હોવો ઘટે, જે સ્વરૂપ દૃષ્ટિ અને સ્વરૂપલક્ષને વશ સહજ ઉત્પન્ન હોય છે. (૨૯૭) ફેબ્રુઆરી - ૧૯૮૯ Vમોક્ષમાર્ગની હાનિ-વૃદ્ધિરૂપ પર્યાય પણ જ્યાં ગૌણ છે ત્યાં અન્ય દ્રવ્ય-ભાવની મુખ્યતાને સ્થાન ક્યાં? વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું—એવી દ્રવ્યદૃષ્ટિ / સમદષ્ટિનો આ સર્વોત્તમ પ્રભાવ છે. અદ્ભુત-આશ્ચર્યકારી છે. અજોડ છે. આ સમ્યફદષ્ટિની ખાસ પ્રકારની વિલક્ષણતા છે. મુખ્યતાગૌણતા તો જ્ઞાનમાં, સમ્યકજ્ઞાનમાં ઉપર્યુક્ત પ્રકારે દ્રવ્યદૃષ્ટિને અનુરૂપ થાય છે. દષ્ટિ તો દ્રવ્યમાં પ્રસરી જતાં, પર્યાય દેખાય છે જ ક્યાં ? (૨૯૮). Vસપુરુષના શ્રીમુખેથી પરમાર્થની વાર્તા સાંભળતા મુમુક્ષુજીવને સહજ પ્રસન્નતા - પ્રમોદભાવ થાય છે, તો પણ તેવા ભાવમાં ઠીકપણું થઈ જાય, રહી જાય “શ્રવણનો લાભ મળ્યો માની પ્રસન્નતા ઠીકપણા સહિત થઈ જાય, તો ત્યાં સંતુષ્ટતા જાયે . અજાણ્ય થઈ જાય છે, તેથી Page #139 -------------------------------------------------------------------------- ________________ ८४ અનુભવ સંજીવની ત્યાં અટકવું થાય છે. અંદર જવાને બદલે જાણે કે જરૂરિયાતની પૂર્તિ થઈ ગઈ હોય, તેવી સ્થિતિમાં જીવ વર્તે છે. ત્યાં મૂળ સ્વભાવની રુચિ થતી નથી. માત્ર શ્રવણની રુચિ, રાગમાં ફેરવાઈ જાય છે. અહીં દર્શનમોહનો રસ ઘટતો અટકી જાય છે. તેથી જીવ આગળ વધી શકતો નથી. યોગ્યતા રોકાય જાય છે. (૨૯૯) ( બાહ્ય સાધન અથવા વ્યવહાર સાધન અંગેનું નિરૂપણ પ્રયોજનવશ શાસ્ત્રમાં કર્યું છે, ત્યાં એક તો વ્યવહાર વિષયક મર્યાદાનું પ્રયોજન છે. બીજું પર્યાયક્રમનો નિયમ / સિદ્ધાંતનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. એવા સાધન–દેવ, શાસ્ત્ર, ગુરુ, શ્રવણ, વિચાર, વાંચન, મનન, ઉઘાડ / ધારણા તેમજ પૂર્વ-ઉત્તર પર્યાય આદિ જે જે કહેવાય છે, તે નિશ્ચયથી સાધન નથી, (રોકાય ત્યાં સુધી નિયથી બાધક છે) એમ જાણનાર દ્રવ્ય સ્વભાવ પ્રત્યે ઝૂકી શકે છે. પરંતુ વ્યવહાર સાધન / બાહ્ય સાધન ઉપર જોર - અંગેના રસથી (મહત્વ) દેનારને દ્રવ્ય સ્વભાવનું જોર (મહત્વ) આવતું નથી–અંતર સ્વભાવનો રસ ન ઉત્પન્ન થાય. આ મુમુક્ષુ જીવે ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. (૮. દષ્ટિપ્રકાશ - ૧૪૭) (૩૦) એક સમય . વર્તમાન સમયની પર્યાય/ભાવ પાછળ અનંતર ક્ષેત્રે વસ્તુ સ્વભાવનું દળ પ્રત્યક્ષ મોજૂદ છે, સાક્ષાત્ છે, તેથી તેનો માત્ર વિકલ્પ નહિ કરતા અસંખ્ય પ્રદેશમાં વ્યાપ્ય-વ્યાપક ભાવથી તન્મય થઈ– તદ્રુપ થઈ, સ્વાનુભવ - ઉત્સાહિત વીર્યથી કર્તવ્ય છે. દ્ર. દૃષ્ટિપ્રકાશ - ૨૩૨) (૩૧) / ધ્રુવ સ્વભાવની જાગૃતિમાં, શરીરથી લઈને આખું જગત સ્વપ્ન જેવું લાગે છે. અનંત જ્ઞાન અને અનંત સુખથી સદાય હું ભરપૂર છું પછી શું જોઈએ ? શેની ચિંતા ? શેનો ભય ? શેનો વિકલ્પ સ્વપ્નવત્ જગતનું મૂલ્ય શું ? (૩૦૨) દ્રવ્ય સ્વભાવ - નિજ સ્વરૂપ સમસ્ત નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. ધર્મધ્યાનથી લઈને શુક્લધ્યાન પર્યતનું અનન્ય કારણ છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી તે સ્વરૂપે પ્રતિભાસે છે. સમસ્ત પ્રકારની વિવિક્ષાઓમાં, આ પરમ તત્ત્વની મુખ્યતા અપેક્ષિત છે અને તો જ જે તે વિવિક્ષા યથાર્થ છે. જ્ઞાનીના સર્વ કથનનો આ ધ્વનિ (આશય) - (Under Tone) • હોય છે. વિદ્વતામાં જ્યાં આ મૂળ વાતનું વજન–અપેક્ષાએ . અપેક્ષાઓનું જાણપણું કરીને ઘટે ત્યાં વિપર્યાસ ઉત્પન્ન થાય છે. (૩૦૩) / મુમુક્ષુજીવ માટે સત્સંગ એ અમૃત છે. તેનાથી મુમુક્ષુની આત્મરુચિ વા ગુણની રુચિને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અનુભવ સંજીવની પોષણ મળે છે. વર્તમાનકાળમાં અસતુ-સંગ-પ્રસંગનો ઘેરાવો બહુ છે. તેવી પરિસ્થિતિમાં અચિંત્ય જેનું મહત્વ છે એવા સત્સંગનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રતિપક્ષે કુસંગ એ મુમુક્ષુ માટે ઝેર છે. જો તેનાથી બચવામાં ન આવે તો સર્વિચારબળનો નાશ થઈ અનેક દોષોની પરંપરા આવી પડે, વિપરીત રુચિને પ્રસિદ્ધ કરનાર, કુસંગ કરવાનો ભાવ, કૃત-કારિત-અનુમોદનાથી ન થાય, તેની અત્યંત સંભાળ રાખવી ઘટે, આ દૃષ્ટિએ કોઈનો પણ સંગ વિચારીને કરવો ઘટે. આ વિષયમાં જરાય અગંભીરપણે, અવિચારીપણે પ્રવૃત્તિ થવી ઘટે નહિ. (૩૦૪) V મૂળમાં જો સ્વભાવની રુચિ હોય તો સ્વભાવના લક્ષે પુરુષાર્થનો બંબો ફાટે–તેમ ઉછાળો ખાઈને પુરુષાર્થનો પ્રવાહ ચાલે અને સ્વભાવમાં જામી જવાય. દ્રવ્ય જ એવું છે—ઘણું ગંભીર દ્રવ્ય છે. ત્યાં બીજું કાંઈ આડું અવળું રુચે નહિ. ઉદય વશ અન્ય પ્રસંગ આવી પડે તો અરુચિ થાય, ઉપેક્ષા થાય, તે પ્રસંગની અવગણના થઈ પોતાનું સ્વીકાર્ય આગળ ચાલે. પરંતુ ઉક્ત રુચિના અભાવમાં જીવ ઉલઝને બાહ્ય પ્રસંગોમાં પડે છે અને રાગ-દ્વેષી થાય છે ને અમૂલ્ય જીવન ખોઈ બેસે છે. (દ્ર. દૃષ્ટિ પ્રકાશ - ૪૧૦). (૩૦૫) “હું નિર્વિકલ્પ બિંબ છું પછી મારે વિકલ્પની શું જરૂર ? છતાં વગર જરૂર થાય તેની સાથે મારે શું સંબંધ ? તેમાં મારે શું ? હું તો મારામાં જેમ નો તેમ જ (સિદ્ધ સ્વરૂ૫) છું. (આત્મભાવના) (૩૦૬) સ્વભાવના બેભાનપણાને લીધે વા લક્ષના અભાવને લીધે, જીવ સહજ ઉદયભાવોમાં એકત્વબુદ્ધિએ પરિણમે છે. તે જ પર્યાય બુદ્ધિ છે. પરંતુ શુદ્ધ સમ્યક્ પરિણમન, સ્વભાવમાં એકત્વ' થતાં, ઉપલબ્ધ થયેલ હોવાથી, તે કાળમાં ઉદયભાવોના અંશમાં કે શુદ્ધાંશમાં એકત્ર થવાનું બનતું નથી. તેથી પોતે સ્થિર તત્ત્વ-અપરિણામી છે', એવો અનુભવ / ભાન છૂટયા વિના પરિણામ પ્રવાહને જાણે છે કે, મારા આશ્રયભાવે પરિણામ સ્વરૂપ નિવાસ કરે છે . અનુભવે છે. મને વેદીને સ્વરૂપ લાભ પરિણામ લે છે. અર્થાત્ અસ્તિત્વને ગ્રહણ કરે છે વા મારું ધ્યાન કરે છે. પોતે પરિણામ પ્રવાહની સાથે પ્રવાહિત થતો નથી. જે ચૂં 1 હૂં હી રહતા હૂં – એવું ભાન તે પારમાર્થિક અલિપ્તતા છે, પરમ નિર્લેપતા છે. જેથી ઉદયભાવ પર્યાયમાં થવા છતાં લેપાયમાન થવાતું નથી. સ્વભાવમાં એકત્વ સ્વભાવના ઉત્કૃષ્ટ મહિમાના ફળસ્વરૂપે રહે છે. (૩૦૭) જ્ઞાન બંધનું કારણ નથી' એ સિદ્ધાંત છે. તેમાં (સ્વ.પર પ્રકાશક) સ્વભાવ દર્શાવવો છે. પર પદાર્થનું પ્રતિબિંબ જ્ઞાનમાં ઊઠે તેથી કર્મબંધ થાય, એવું વસ્તુ સ્વરૂપ નથી. પરંતુ અનાદિથી Page #141 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની મિથ્યાજ્ઞાનમાં પર પદાર્થ પ્રતિબિંબિત થતાં પર' પર - તરીકે જણાતું નથી, તેમાં સ્વપણાનો અધ્યાસ થાય છે, ભ્રમ થાય છે, એકત્વબુદ્ધિ થાય છે, તે જ્ઞાનનો વિભાવ / દોષ છે, તે અવશ્ય બંધનું કારણ છે. તાત્પર્ય એ છે કે સૂક્ષ્મપણે વિભાવ-સ્વભાવ વચ્ચેનો ભેદ જાણીને, સ્વભાવને મુખ્ય કરવો અર્થાત્ માત્ર જ્ઞાન પણે રહેવું . રહેવાનો પુરુષાર્થ કરવો. “જ્ઞાનમાત્રથી સ્વભાવ સાધવો. આ પ્રયોગ– જ્ઞાનમાત્ર પણે જાગૃતિ –સર્વકાળે સુલભ છે. તે પ્રકારે સાધન દર્શાવી– જ્ઞાન બંધનું કારણ નથી–તેમ કહ્યું છે. (૩૦૮) માર્ચ - ૧૯૮૯ જ્ઞાન સ્વ–પર પ્રકાશક છે. તેથી જ્ઞાનમાં પરનું પ્રતિબિંબ સહજ ઊઠે છે. અનાદિથી સ્વને ભૂલેલો જીવ પરમાં સાવધાન છે. તેથી પરમાં પર ભાસે છે, માત્ર પર જ ભાસે છે. પર તરફ જુએ છે તેથી પર ભાસે છે. પરંતુ પર’ પરપણે ભાસતું નથી. પરંતુ જો જ્ઞાનમાં “સ્વને જોવાનો ઉદેશ્ય રાખે અર્થાત્ નિજ તરફ જુએ, પર તરફ ન જુએ તો નિજ જ ભાસે, પર ન ભાસે. જ્ઞાનમાં પર જણાતું નથી પરંતુ જ્ઞાનમાં (પર સંબંધી ઊઠેલ જ્ઞાનાકારે) જ્ઞાનની પર્યાય જણાય છે. પૂ. ગુરુદેવશ્રી) - આ વચનમાં, જ્ઞાનમાં નિજ તરફ જોવાનો સંકેત છે કે જેથી જ્ઞાન સ્વપણે જણાય અથવા અનુભવાય. આશય ઘણો ગંભીર છે. અર્થાત્ જ્ઞાનમાં નિજને જો તેમ કહે છે. નિજને જોતાં જ્ઞાન સ્વપણે અનુભવાશે, તે જ જ્ઞાનાનુભવ છે અર્થાત્ આત્માનુભવ છે. (૩૦૯). દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદો, વસ્તુનો નિર્ણય કરવા માટે છે. ત્યાં પણ પ્રત્યેક ભેદ વસ્તુભૂત છે, વસ્તુના અંગભૂત હોવાને લીધે . નિર્ણય બાદ આગળ વધીને પ્રત્યક્ષ અનુભવના પ્રયાસ કાળે ભેદ-વિકલ્પ બાધક થાય છે. કારણ કે અનુભવ નિર્વિકલ્પ છે. તેથી બન્ને પરસ્પર વિરુદ્ધ છે. જેમ વીતરાગતા અર્થે વિરુદ્ધ એવો શુભરાગ વિરુદ્ધ સ્વભાવી હોવાથી પ્રતિકૂળ છે, તેમ નિર્વિકલ્પ સ્વાનુભવ અર્થે ભેદ — વિકલ્પ પ્રતિકૂળ છે, શુભ રાગરૂપ પણ છે. તેથી ઉપયોગ માં જ્ઞાનરૂપ સ્વને જોવું. પરંતુ ઉપયોગ તો પર્યાય છે . તેવો ભેદરૂપ વિક્ષેપ પ્રયાસમાં તે કાળે ઊભો ન કરવો. (૩૧૦) “ર નાતુ જ્ઞાનીન: વિંધ: અર્થાત્ જ્ઞાની-સમ્યદૃષ્ટિને બંધ થતો નથી. તેનું કારણ આ છે કે : દર્શનમોહના અભાવમાં, માત્ર ચારિત્રમોહના ઉદયમાં થતાં રાગાદિ પરિણામમાં રસ / શક્તિ હોતી નથી. તેથી તે નિમિત્તે થતો બંધ શક્તિહીન હોવાથી બંધ કહેવાતો નથી. વળી, જ્ઞાનીના શુદ્ધ પરિણામમાં આત્મરસ ગાઢ હોવાથી શુદ્ધત્વ શક્તિ ઘણી છે તેથી તે મુક્ત કહેવાય છે, તે યથાર્થ જ છે. તેનું યથાર્થ મૂલ્યાંકન કરનારને અવશ્ય બહુમાન / ભક્તિના પરિણામ ઉપજે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮૭ અનુભવ સંજીવની ગ્રંથ-ગ્રંથોમાં આવો સમ્યક્દષ્ટિનો મહિમા પ્રસિદ્ધ છે. (૩૧૧) મુમુક્ષુજીવે, અસંગ આત્મસ્વરૂપની સમીપ જવા અર્થે અસંગભાવ ઉપાસવા યોગ્ય છે. તેથી પરિગ્રહભાવ ઉક્ત અસંગતત્ત્વની ભાવનાથી પ્રતિકૂળ છે, તે લક્ષમાં લેવા યોગ્ય છે. વાસ્તવમાં પરિગ્રહ પ્રત્યેનો રસ અવિવેકની ખાણ છે, જે જ્ઞાનીને જ્ઞાનદશામાં હોતો નથી. પરમાં સુખબુદ્ધિથી પરિગ્રહરસ ઉત્પન્ન થાય છે, ઉપશમરસનો તે કાળ છે. તેમાં અનંત આકુળતા છે. ભ્રમથી સુખની કલ્પના થઈ છે. જે આરાધનામાં મહાન પ્રતિબંધરૂપ છે, તેમ જાણી ઉદયકાળે અત્યંત જાગૃત રહેવા યોગ્ય છે. (૩૧૨) અંતરંગમાં, જો જ્ઞાનસામાન્યને અનુભવદષ્ટિથી જોવામાં . અવલોકન કરવામાં આવે તો તે (પોતે સ્વભાવ સ્વરૂપ જ્ઞાતાભાવે . સાક્ષીભાવે સદાય છે, તેમ માલૂમ પડે છે. અવિચ્છિન્ન ધારાએ આમ લક્ષગોચર થતાં, સામાન્યનો આવિર્ભાવ થઈ, પ્રગટપણે જ્ઞાન અનુભવગોચર થાય અને ઉદયભાવોથી ભિન્નતા થાય, ઉપાધિ મટે, ક્યાંય પણ અસમાધાન ન રહે. (૩૧૩). સ્વરૂપની અબોધદશામાં જ જીવને કર્મ - ઉદયપ્રસંગમાં પોતાપણું થઈ, અભિલાષારૂપ ચિકણા પરિણામ થાય છે. આવી અભિલાષા તે જ મિથ્યાત્વ પરિણામ છે. પરંતુ બોધદશામાં પોતે મહાન વીતરાગી પરમાત્મા હોઈને, કર્મ-ઉદયરજની ભીખ, દીન થઈને કેમ માગે ? સહજ જ્ઞાતા રહેવાના સ્વભાવનો ત્યાગ કેમ કરે ? વળી, દીન થઈને પણ પરમાં તો પોતે કાંઈ કરી શકતો નથી; એવા ભાનમાં રાગાંશ ઊઠે તો પણ ચિકણાઈ તેમાં ઉત્પન્ન થઈ શકતી નથી, દીનતા થઈ શકતી નથી. આમ સ્વ-પર વસ્તુસ્વરૂપનું જ્ઞાન કરી, સમ્યકત્વ પામવું. (૩૧૪) -પુરુષાર્થ . વિ . પ્રમાદ :- જે મુમુક્ષુજીવ અનેક પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે, તેનું કારણ અનુભવ–કાર્યમાં શિથિલપણું છે અથવા અનુભવમાં શિથિલપણાને લીધે તે વિકલ્પમાં રોકાય છે અને શુદ્ધોપયોગમાં આવી શકતો નથી. આવી સ્થિતિ રહેવાનું અંતરંગ કારણ એ પણ છે કે અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાને લીધે વિકલ્પ મટતા નથી. આવું વિકલ્પપણું . શિથિલપણું, અશુદ્ધપણાનું મૂળ છે. તે લક્ષમાં લેવા યોગ્ય છે. તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગમાં પુરુષાર્થ પ્રધાન છે, તેથી પ્રમાદને છોડવો. (૩૧૫). દ્રવ્યદૃષ્ટિ અર્થાત્ સમ્યક્દર્શનનું મહત્વ પરમાર્થ | અધ્યાત્મ માર્ગમાં સર્વાધિક નિરૂપણ થયેલું છે, તેમ સ્પષ્ટપણે અધ્યાત્મ શાસ્ત્રોની શૈલીથી માલૂમ પડે છે. આ પરિણામ સૂક્ષ્માતિસૂક્ષ્મ આત્મ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૮ અનુભવ સંજીવની સ્વભાવ માત્રને સ્વયંની વિશિષ્ટ કાર્યપદ્ધતિ દ્વારા વિષય કરે છે– અવલંબે છે; જાણે કે અનંતગુણ સમૃદ્ધ ખજાનાનો કબજો કરે છે. આ વચનાતીત, વિકલ્પાતીત, પરિણામ ઘણું સૂક્ષ્મ છે. તેથી આચાર્યોએ તેમજ સપુરુષોએ જ્ઞાનની પ્રધાનતાથી તેને દર્શાવવાનો, સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તઉપરાંત, દ્રવ્યદૃષ્ટિને પ્રદર્શિત કરતાં વિશિષ્ટ શૈલીનાં વિધાનો પણ આ પરિણમનના રહસ્યનો નિર્દેશ કરે છે, તેમ જાણી, જ્યાં જ્યાં સશાસ્ત્રોમાં દૃષ્ટિપ્રધાન શેલી થી વચન પ્રયોગ થયા હોય, ત્યાં ત્યાં અંતગર્ભિત રહસ્યરૂપ અધ્યાત્મતત્ત્વના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરવા યોગ્ય છે. અનુભવપદ્ધતિથી જીવના પરિણામમાં રહેલો જે દૃષ્ટિનો “વક્કર’ છે, તે સમજવા યોગ્ય છે. જેથી ધર્માત્માનું અંતર્ ઓળખી શકાય, દૃષ્ટિને સમજી શકાય. રાગાદિ વિભાવ પરિણામે જીવ વ્યાપ્ય-વ્યાપક ભાવે પરિણમન કરવા છતાં, દષ્ટિ અપેક્ષાએ તે પુલના પરિણામ કહેવાય છે. કારણ કે સમદષ્ટિને તેનો સ્વામીત્વભાવે સ્વીકાર નથી. અથવા સમ્યદૃષ્ટિને રાગાદિ ભાવ નથી, તેથી બંધ નથી, વગેરે જે પ્રસિદ્ધ વાતો છે તેમાં દૃષ્ટિનું પરિણમન દર્શાવવાનો ઉદેશ્ય છે. અર્થાત્ દષ્ટિ સમ્યક્ થતાં “સ્વભાવે કરીને રાગાદિ કરી શકાતા નથી. એવા સ્વયંના અકર્તાપણાના સ્વીકાર અને અનુભવથી પોતે રાગાદિમાં વ્યાપતો નથી, એવું પરિણમન વર્તે છે. સ્વભાવની સર્વસ્વપણે આવી પક્કડ જે વિશિષ્ટ પ્રકારથી દૃષ્ટિમાં થાય છે, તેનો ઉક્ત પ્રકારના કથનોમાં સંકેત હોય છે. (૩૧૬) રાગાદિ વિભાવ આત્મભાવ નથી પણ અન્યભાવ છે, છતાં તે મોહથી આત્મભાવે વેદાય છે. તે પ્રકાર છોડી જ્ઞાનનો સ્વ-રૂપે અનુભવ કરતાં, મોહ (રાગ તે હું . એવો મિથ્યા અનુભવ) ઉપજતો નથી. પરંતુ અપૂર્વ આત્મ સુખ ઉત્પન્ન થાય છે. શ્રીમદ્ અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે થાવત્ જ્ઞાનમ્ જ્ઞાનમ્ ન મવતિ, તાવત્ રાષમ્ યમ્ ૩દ્યતે” (સ.સાર કલશ - ૨૧૭) (૩૧૭) કોઈપણ વિભાવને ગ્રહણ ન કરવાનો જ્ઞાનનો અવિચળ સ્વભાવ છે. આવું જ્ઞાન અંતરંગમાં સ્વભાવથી જ મહિમાવંત છે. જેને મિથ્યાત્વ / દર્શનમોહને લીધે જીવ અવલોકન કરતો નથી. જો સમ્યક્ અવલોકન જીવ કરે અર્થાત્ જ્ઞાન પોતાને જેવું છે તેવું જુએ, તો દર્શનમોહનો નાશ થાય. દર્શનમોહનો નાશ થવાથી ભિન્ન જ્ઞાનનો - શુદ્ધ જ્ઞાનનો જ્ઞાનમાત્રપણે અનુભવ થાય છે. (૩૧૮) “मैं त्रिकाल करनी सो न्यारा, चिविलास पद् जग उजियारा; राग विरोध मोह मम नाहि, मेरो अवलंबन मुझमांही' ।१०० । (સ. સાર નાદવ સર્વ. વિ.) / જગતમાં . ત્રણેય લોકમાં, દર્શનમોહ મહાન યોદ્ધો છે. જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુભવથી Page #144 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અનુભવ સંજીવની જીતાય છે. પોતે અનુભૂતિ સ્વરૂપ જ છે. રાગાદિ વિભાવથી સદાય ભિન્ન જ છે, રહિત જ છે. જ્ઞાનલક્ષણથી લક્ષિત થઈ જે સદાય અનુભવમાં આવી રહેલ છે, એવા ચૈતન્યના - પરમાત્માના ભજનમાં સર્વકર્મ-કર્મફળનો સન્યાસ છે અને આત્માથી ઉત્પન્ન સુખથી તૃપ્તિ છે, આટલો જ પરમાર્થ છે. અતિ વચન વિસ્તારથી બસ થાઓ ! (૩૧૯) પર્યાયબુદ્ધિથી, શેયથી જ્ઞાન મનાય છે. તેમાં પરથી (શેયથી) પોતાનું અસ્તિત્વ મનાય છે. જ્ઞાનને શેયના આધારે માનતા પોતે પર્યાયમાત્રરૂપે અવધારિત થાય છે–અનુભવાય છે, જે મિથ્યા છે. તેમાં શુદ્ધ સત્તાનો નાશ થાય છે, અભાવ સધાય છે. ભેદજ્ઞાનના અભાવમાં આવો પ્રકાર ભજે છે, તેમાંથી સંસાર પાંગરે છે. આ પર્યાયબુદ્ધિ જ સર્વ પ્રકારના દોષ ઉત્પન્ન થવાનું મૂળ છે. પરંતુ શેયથી ભિન્ન–નિર્વિકલ્પ સહજ પ્રગટ જ્ઞાનમાત્ર વસ્તુરૂપે પોતાને અનુભવતા અનાદિ પર્યાયબુદ્ધિ મટે છે . વસ્તુ સધાય છે. આ પ્રકારે “જ્ઞાનમાત્ર જીવસ્વરૂપને અનેકાંતપણું ઘટે છે. (૩૨) એપ્રિલ - ૧૯૮૯ / સ્વરૂપ – અસ્તિત્વ નિર્ભેદ–નિર્વિકલ્પ છે. તેનો અનુભવ અને પ્રતીતિ પણ નિર્વિકલ્પ છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદ, ઓળખવા માટે, વસ્તુવ્યવસ્થા દર્શાવવા માટે ફક્ત છે. અનુભવના પ્રયોજનની દૃષ્ટિએ તે ભેદકલ્પના સાધક નથી પરંતુ બાધક છે. નિર્વિકલ્પ સ્વાનુભવમાં, સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર પ્રદેશ, સ્વભાવ એટલે મૂળ સહજ સામર્થ્ય, સ્વકાળ એટલે વસ્તુની મૂળ સ્થિતિ જે અનાદિ અનંત એકરૂપ ધ્રુવ રહે છે). આ ચતુષ્ટય નિર્વિકલ્પ એક વસ્તુમાત્રપણે અનુભવાય તો સ્વચતુષ્ટય છે. પરંતુ બુદ્ધિગોચરપણે ચાર ભેદ થતાં તે જ પર ચતુષ્ટય છે. કારણકે તેથી ભેદ કલ્પનાથી) વસ્તુ સધાતી નથી. (સમયસાર કલશ . ૨૫૨) (૩૨૧) | અનાદિથી જીવ કષાયાદિ વિભાવ કરતો હોવા છતાં પણ કદી કષાયઆદિરૂપ થતો નથી, થશે નહિ—એવું આશ્ચર્યકારી મહાન જીવનું સ્વરૂપ છે. તે પ્રત્યે કોઈ વિચિક્ષણ પુરુષનું ધ્યાન ખેંચાય છે. તે ભવ્ય જીવના વિભાવ વિરામ પામી જાય છે, તેનું કારણ સકળ શ્રુતના તાત્પર્યભૂત પરમ સતું કે જે પોતાનું જ સ્વરૂપ છે, તેના પ્રત્યે તેનું લક્ષ થયું. (૩૨૨) / હે જીવ ! તું કેમ દુઃખી થાય છે !! તારું સ્વરૂપ તો સદાય સહજ પરમાનંદરૂપી પીયુષનાં પુરમાં ડુબેલું છે ! તેને સંભાળીને તું આનંદમાં લીન થા ! અઢળક સંપત્તિવાન, દીન થઈ યાચે, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અનુભવ સંજીવની ભીખ માગે તે શું જરાય ઉચિત છે ? સ્વયંના પરમાનંદમયી સ્વરૂપને જોતાં, જગતની વિસ્મૃતિ થવી સહજ છે. (૩૨૩) V જ્ઞાન વિના અન્ય સાધન દ્વારા જે આત્માને શોધે છે, તે પ્રકાશ વિના સૂર્યને શોધવા ચાહે (૩૨૪) જેને શ્રીગુરુના વચનથી બોધ સ્વરૂપનો બોધ થઈ દર્શનમોહ અને અનંતાનુબંધીનો ઉપશમ થયો, તે જીવ પૂર્ણ મોક્ષદશાનો સાધક થયો, તેને સર્વાગ ઉપરના ગુણસ્થાનો ચઢવાની શક્તિ પ્રગટી ગઈ. આવી સમકિતની કળા સુહાવની છે. તેથી ક્યા આત્માર્થીને તેની પ્રાપ્તિની ભાવના ન હોય ! ન થાય !! (૩૨૫). એ શબ્દ શાસ્ત્રનો વિસ્તાર ઘણો છે. તેની સામે આયુ – સમય ઘણો થોડો છે. વળી શબ્દ શાસ્ત્રથી કાંઈ લાભ (મુક્તિ) થતો નથી. તેથી સમયનો વ્યય પ્રયોજનભૂત તત્વમાં પરિણામો લાગે તેમ થવા યોગ્ય છે. (૫. ચિંતામણી . ૨૮૮) અર્થાતુ શાસ્ત્ર અધ્યયનની મુખ્યતામાં પરમ તત્ત્વની ગણતા થઈ ન જાય તે ખાસ (શાસ્ત્ર અધ્યયન કરતા હોય તે મુમુક્ષુએ) લક્ષમાં રાખવું. (૩૨૬) અનેક વિધ પ્રકારથી ઉપદેશ / બોધનો વિસ્તાર છે. તેથી મોક્ષના અભિલાષી જીવને ઉપદેશ ગ્રહણ કરવામાં સ્વયંનો વિવેક હોવો તે માર્ગને વિષે અતિ મહત્વનો વિષય છે. વળી, એક જ જીવની પરિણામની યોગ્યતા સમય સમયની ભિન્ન ભિન્ન હોય છે. તેથી પણ જે તે સમયે તદ્યોગ્ય ઉપદેશને અંગીકાર કરવા સુયોગ્ય વિચારણાપૂર્વક વિચારવાન જીવ, યથાયોગ્ય સમજી, યથાર્થરૂપે પ્રવર્તે, તો જ આત્મહિત થાય. આમ હોવાથી માર્ગદષ્ટા સપુરુષરૂપ સદ્ગુરુ મળે તો તે પરમયોગ જાણી તેમના ચરણમાં સુગમપણે હિત સાધી શકાય છે. અન્યથા હિત સાધવું કઠીન છે. ધારણા થવી (ઉપદેશ વચનોની) સહેલી છે. તેથી સત્સંગનું મૂલ્ય સમજાય તેને તેની ગરજ ઉત્પન્ન થાય છે. ત્યાં આત્મહિત થવાની સંભાવના છે. (૩૨૭) - ધર્મી જીવ અન્ય ધર્માત્માના દોષોને પ્રગટ કરતા નથી. તેમાં દોષને ઉત્તેજન આપવાનો હેતુ કે દોષનો બચાવ – રક્ષણ કરવાનો હેતુ નથી. પરંતુ એક નો દોષ દેખી, સમસ્ત ધર્મ યા સર્વ ધર્માત્માઓ પ્રત્યે નિંદાનું–અનાસ્થાનું કારણ ન થાય તે જોવાનો પ્રધાન હેતુ હોય છે. કારણ ધર્મ. ધર્માત્મા પ્રત્યે પ્રીતિ - અનુરાગ છે અને તે સમદષ્ટિનું ઉપગુહન નામનું અંગ છે. મિથ્યાષ્ટિ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯૧ અનુભવ સંજીવની હંમેશા દોષનો અભિપ્રાયપૂર્વક) પક્ષપાત . બચાવ કરે છે. તેવું આમાં નથી. (૩૨૮) V શરીરાદિ પુગલ-અન્ય વિષયો ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે. જ્યારે આત્મા પોતે સ્વસંવેદન– જ્ઞાનથી જણાય છે. તેથી એમ સમજવું ઘટે છે કે :- સ્વસંવેદન જ્ઞાન સિવાઈ બીજી રીતે આત્માને પોતાને જાણવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. (શાસ્ત્રજ્ઞાનના અભ્યાસથી આત્માને જાણવાનો પ્રયત્ન ન કરવો જોઈએ) - આમ વિધિની ભૂલ ન રહે તે લક્ષમાં લેવા યોગ્ય છે. તેમજ આગમ જ્ઞાન અને સ્વસંવેદન જ્ઞાન વચ્ચેનું અંતર સમજવા યોગ્ય છે. ચારેય અનુયોગના આગમો મૂળમાં સ્વસંવેદન કરાવવાના હેતુથી, સ્વસંવેદનનો અને સ્વસંવેદનવંત ધર્માત્માનો મહિમા પ્રસિદ્ધપણે કરે છે. તેથી પણ આ વિષયનું - અધ્યાત્મનું રહસ્ય ગ્રહણ કરવા યોગ્ય, પ્રગટ થાય છે. (૩૨૯) અહો ! દેવ, ગુરુ, ધર્મ તો જગતમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તેનાથી તો ધર્મ શાસન પ્રવર્તે છે. લૌકિક કારણથી જીવ તેમાં શિથિલતા રાખે અથવા ગૌણ કરે કે અભિપ્રાયમાં વિપરીતતા ગ્રહે, તે જીવ અત્યંત હીન સત્વ થયો હોવાને લીધે, આત્મ-ધર્મનો અધિકારી નથી. તેને આત્મધર્મ પ્રગટ થઈ શકતો નથી. પ્રાયઃ તેવી યોગ્યતાવાળો જીવ ગૃહિત મિથ્યાત્વમાં આવી જાય છે, જે અધ:પતન કરાવે છે. (૩૩૦) (રાગ અને જ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન કરતાં જ્ઞાનવડે રાગનો નિષેધ કરાય છે. જેમાં રાગ રસ તૂટતો જાય છે. આ પ્રકારે રાગરસ ઘટતાં અવિનાભાવપણે દર્શનમોહનો રસ પણ ગળે છે; જેમ જેમ મિથ્યાત્વ પરિણામની શક્તિ હીન થાય છે, તેમ તેમ જ્ઞાનબળ વૃદ્ધિગત થાય છે. આત્મરસ વધે છે અને ફળ સ્વરૂપે દર્શનમોહ નિર્બળ થઈને દબાવા યોગ્ય એટલે કે ઉપશમ થવા યોગ્ય સ્થિતિએ પહોંચતા શુદ્ધોપયોગ થાય છે અને શુદ્ધાત્મ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવમાં સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યક્દર્શન થાય છે. (૩૩૧) શ્રીગુરુ વારંવાર પરમ કરુણા કરી કહે છે, કેમકે, જીવ અનાદિથી અજ્ઞાન / ભ્રમમાં ખેંચી ગયો છે. દર્શનમોહની અત્યંત નિબિડ ગાંઠ પડી છે. તેથી સ્વપદની ભૂલ થઈ છે અર્થાત્ સ્વરૂપ સૂઝતું નથી, પરપદ - દેહપદમાં નિજપદ ભાસે છે. તે સ્થિતિમાં ભેદજ્ઞાન એકમાત્ર ઉપાય છે. ભેદજ્ઞાનથી અમૃતરસ પીએ તો અનંતગુણ નિધાનની અનંત શક્તિનો મહિમા પ્રગટ અનુભવગોચર થાય. શ્રીગુરુના સર્વ કથનનું મૂળ આ છે. (૩૩૨) Page #147 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની મે - ૧૯૮૯ / પ્રશ્નઃ અજ્ઞાન ક્યાં સુધી વર્તે ? ઉત્તરઃ જીવ જ્યાં સુધી પોતાને “જ્ઞાનમાત્ર સ્વરૂપે ન જુએ ત્યાં સુધી અજ્ઞાન વર્તે અર્થાત્ જ્ઞાનમય ભાવે પોતાને ન દેખ્યો, ત્યાં સુધી દુષ્પચિત્તથી જીવ સંકલ્પ – વિકલ્પમય થઈને અજ્ઞાનરૂપ વર્તે છે. પરંતુ ભિન્ન જ્ઞાનમય ભાવમાં, જે તે વિકલ્પ રહિત પોતે પ્રત્યક્ષ રહે છે, તેમ પવિત્ર સમ્યજ્ઞાન વર્તે છે. (૩૩૩) શબ્દાર્થનો ભાવ ભાસ્યા વિના કથનનો અભિપ્રાય પકડાય નહિ અથવા ઓળખાણ થાય નહિ. માત્ર શબ્દાર્થ કે ભાવાર્થથી હું જિનવચન અનુસાર માનું છું તેમ સમજી બેસવું ન જોઈએ; કેમકે ભાવ ભાસ્યા વિના જ્ઞાનમાં અન્યથાપણું થઈ જાય. તેથી ભાવભાસન માટે હેય – ઉપાદેય તત્વોની, ચાલતા પરિણમનમાં, પ્રયોગ કરીને પરીક્ષા અથવા ચકાસણી કરવી જોઇએ . આ પદ્ધતિને પ્રયોગ પદ્ધતિ અથવા અનુભવ પદ્ધતિ કહેવાય છે. (૩૩૪) જૂન • ૧૯૮૯ અનંત ગુણ નિધાન પ્રભુ . સ્વમાં એકત્વભાવે રહેવું, એક સમયની વર્તમાન પર્યાય, રાગ, અને પરમાં એકત્વ ન કરવું . આ સર્વ ઉપદેશાબોધનો સંક્ષેપ છે. તદર્થ પુરુષાર્થ અપેક્ષિત છે. પુરુષાર્થીને પુરુષાર્થ . પર્યાયમાં હું પણું નથી–વજન નથી. કોઈપણ સ્થાનમાં / ભાવમાં એકત્વભાવે વર્તવાનો સ્વભાવ છે, તેને યથાયોગ્ય સ્થાનરૂપ કરવો. (૩૩૫) ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા હું એક સમયની ચાલતી સંસાર પર્યાયરૂપે થયો નથી . થતો નથી . આમ હોવા છતાં, નિજપદને ભૂલી, ચાલતી પર્યાયમાં . ધ્રુવત્વ, નિત્યત્વ કલ્પીને હું પણું થવું, તે જ મૂળ વિપર્યાય છે; નિજ પરમપદનો અનાદર છે; જેનું ફળ સંસારના સર્વ દુઃખો છે. (૩૩૬) પરલક્ષીજ્ઞાન ગુણ સાધક નથી, જડ છે, અવગુણનું કારણ છે; તેમ જાણી બહિર્મુખ વલણ છોડી, તેમાં સાધનની અપેક્ષાનો ત્યાગ કરી, અંતર્મુખ વલણ પલટાવવાની પ્રેરણા ગ્રહણ કરવા યોગ્ય છે; જે માત્ર અંતર અવલોકન દ્વારા, અંતર શોધ દ્વારા જ પલટાય છે. સ્વ-પર પદાર્થની ભિન્નતા, સ્વભાવ - વિભાવની ભિન્નતા પણ બહિર્મુખ વલણને છોડાવે છે, તેમજ મહા આશ્ચર્યકારી સ્વ સામર્થ્ય રૂ૫ અંત:તત્વ સ્વરૂપ પરમાત્મા પોતે અંતર્મુખ થવામાં પરિણામને સર્વોત્કૃષ્ટ આકર્ષણરૂપ છે. (૩૩૭) Page #148 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૯૩ સ્વરૂપનો યથાર્થ નિર્ણય - અપૂર્વ નિર્ણયના ફળમાં સ્વાનુભવ થાય છે—કેવળજ્ઞાન થાય છે. આવો નિર્ણય કરવામાં રાગનો અંશતઃ અભાવ થાય છે, અર્થાત્ અંશતઃ રાગથી મુક્ત થઈને; વર્તમાન વર્તતા ચાલુ જ્ઞાનથી - વર્તતા જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાન- સ્વભાવરૂપ ‘સ્વ’ નો જ્ઞાનની અધિકાઈમાં નિર્ણય થતાં, રાગની અધિકાઈ ત્યાં છૂટે છે તે અપૂર્વ છે. નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય, નિર્વિકલ્પદશાનું બળ / રસ / પુરુષાર્થ ઉત્પન્ન કરે છે. (તેથી) આ પ્રકારે કારણ - કાર્યની સંધિ છે. કારણ સાથે કાર્ય પ્રતિબદ્ધ છે. (૩૩૮) અનંત ગુણનું એકરૂપ દ્રવ્ય સ્વભાવને, ચાલતી વિકારી પર્યાય, અપૂર્ણ પર્યાયની અપેક્ષા વિનાપર્યાય માત્રની અપેક્ષા વિના, સર્વસ્વરૂપે ગ્રહણ કરવું–તે દ્રવ્યદૃષ્ટિ છે; તે જ યથાર્થ દૃષ્ટિ છે. આવી દષ્ટિપૂર્વક મતિ-શ્રુત જ્ઞાનાદિ પર્યાય અંતર્મુખ થાય છે, તે પર્યાયમાં સાધક - સાધ્યના ભંગ પડે છે, પરંતુ દૃષ્ટિમાં અને દૃષ્ટિના વિષયમાં કોઈ ભંગ પડતો નથી ! (૩૩૯) સ્વસંવેદન જ્ઞાન જ જેનો એક રસ છે, તે અચિંત્ય અને અપૂર્વ આત્મરસ છે, તે સમયસાર રૂપ આત્મસ્વભાવ, ધીર, અચંચળ, આત્મલીન પુરુષો દ્વારા જ આસ્વાદ્યમાન છે; અર્થાત્ અનુભવમાં આવવા યોગ્ય છે, અન્ય દ્વારા નહિ. તે અનુભવમાં સર્વપદ સર્વગુણ સમાય છે. નમસ્કાર હો પ્રત્યક્ષ સ્વ-સમયસારને ! (૩૪૦) આ અનુભૂતિ છે તે જ હું છું' આ અંતરંગમાં સૂક્ષ્મ અનુભવદૃષ્ટિથી પ્રયત્નપૂર્વક જ્ઞાનસામાન્યમાં નિજને જોવાનો પ્રયોગ છે. સ્વભાવ લક્ષે આ પ્રયોગ વારંવાર અપ્રમાદપણે કરવા યોગ્ય છે. આને જ સંક્ષેપમાં ‘જ્ઞાનમાત્ર’ થી કહેવામાં આવેલ છે. ધર્માત્માની આ આત્મજ્ઞાનરૂપ મુખ્યવૃત્તિ છે / જીવન છે. ‘અનુભવ' જ્ઞાન–સામાન્ય સિવાઈ બીજે કચાંય નથી; તેમ છતાં બીજે અનુભવ - અનુભવાય છે, તે મિથ્યાભ્રમ છે. તે સ્થૂળ ઉપયોગ સાથે અવિનાભાવી છે. તેથી જ્ઞાન સામાન્યરૂપ અનુભૂતિ - સૂક્ષ્મ અનુભવદૃષ્ટિથી જ ગ્રહણ થાય છે. (સા. સાર ૧૭/૧૮) (૩૪૧) સ્વરૂપ નિશ્ચય થતાં સ્વરૂપ-લક્ષ થાય છે. જેથી સ્વરૂપ લક્ષમાંથી ખસતું નથી. સર્વ શાસ્ત્રનો બોધ આ લક્ષ થવા અર્થે કહેવામાં આવ્યો છે; કારણકે લક્ષના કારણથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં સ્વસંવેદન અને અતિન્દ્રિય આનંદના ફુવારા ફાટે છે. લક્ષના કારણથી જ જ્ઞાનમાં જ્ઞાનના વેદનરૂપ જ્ઞાન સામાન્યનો અનુભવરૂપ - અનુભૂતિ છે, ‘તે જ હું છું' એમ સ્વઆશ્રયરૂપ જોર થઈ, સ્વભાવનો આશ્રય થાય છે. (૩૪૨) - Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અનુભવ સંજીવની મુમુક્ષુ આત્માર્થીએ શાસ્ત્ર સ્વાધ્યાય, સ્વરૂપ-લક્ષ થવાના ઉદ્દેશ્યથી કરવા યોગ્ય છે; જેથી અનાદિ વિપર્યાસરૂપ નિર્ણય બદલાય અથવા દેહાર્થનું લક્ષ છૂટે. સ્વરૂપ લક્ષ થતાં નિજ અનંત જ્ઞાન અને સુખરૂપ સામર્થ્ય લક્ષ ગોચર થાય; દેહ તે હું' એવું લક્ષ મટે; પર્યાય ભાવો ગૌણ થાય; સ્વરૂપ-મહિમા અને ચૈતન્યવીર્ય ઉછળે. (૩૪૩) - અનંતકાળથી નિરંતર બહિર્ભાવમાં વર્તતા જીવને, પરલક્ષી જ્ઞાનમાં અંતરની દિશા સૂઝતી નથી; તેથી અંતર્મુખ થઈ શકાતું નથી. બાહ્યક્રિયારૂપ પરલક્ષી જ્ઞાન અંતર્મુખ થવાનું સાધન પણ નથી. (છતાં સાધન માનવું તે ભ્રમ છે.) અંતર્મુખ થવું તે કળા છે અને તે માત્ર નિજ-અવલોકન દ્વારા જ સધાય છે. જ્ઞાન પોતામાં સ્વભાવના / વેદનના આધારે નિર્ણય કરે, ત્યારે અંતરની દિશાસૂઝ આવે છે. અંતરંગમાં અનુભવ દૃષ્ટિની સૂક્ષ્મતાપૂર્વક ‘સ્વ’પણું થાય – સ્વરસ ભાવે—ત્યાં સ્વભાવ આવિર્ભાવ પામે. (૩૪૪) શાસન / સમાજને મુખ્ય કરીને, આત્મા અને આત્મકાર્યને ગૌણ કરી શકાય નહિ. આત્મા મુખ્ય રાખીને (આત્મલક્ષ છોડ્યા વિના) ગૌણપણે શાસનનું કાર્ય કરવું પડતું હોય તો ધીરજ અને સાવધાનીપૂર્વક કરવા યોગ્ય છે; નહિતો સ્તુતિ-નિંદાના પ્રયત્ન અર્થે દેહાદિની પ્રવૃત્તિ થઈ જશે; તેમજ નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવા જતાં આત્માને આવરણ આવશે; આ અવિચારીપણું છે. (૩૪૫) પરમાર્થનાં લક્ષે થતા વહેવારમાં પરમાર્થની નિમિત્તતા છે. તે જ યથાર્થ વ્યવહાર યથાસ્થાને હોવા યોગ્ય છે. પરંતુ પરમાર્થનાં લક્ષ વગરના વ્યવહારમાં વ્યવહારની માન્યતા થતાં વ્યવહાર સંબંધી અભિનિવેશ થાય છે. તે પ્રકારને નિષેધવા અર્થે શાસ્ત્ર અને સત્પુરુષ શુભ-ક્રિયા આદિનો નિષેધ કરે છે. અથવા નિશ્ચયસ્વરૂપના અવલંબનનું બળ પ્રગટ કરવાના હેતુથી (પણ) ઉર્ધ્વ ભૂમિકામાં આરૂઢ થવા અર્થે પણ તેવો નિષેધાત્મક ઉપદેશ / ભાવ થવા યોગ્ય છે. (૩૪૬) અનંત લાભ–સ્વરૂપના લક્ષે, અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિ વડે વારંવાર સતત જોવું. આ અંતરમાં સ્વરૂપ સન્મુખ થવાનો પ્રયત્ન છે. જેથી દર્શનમોહનો રસ એકદમ ઘટતો જાય છે. આ સમ્યક્ત્વ થવાનું મૂળ કારણ / ઉપાય છે. (પ. સાર. – ૯૦૧) આ અભ્યાસ તે ભેદજ્ઞાનનો અભ્યાસ છે, પરલક્ષ છોડવાનો પુરુષાર્થ છે. પર્યાયનું લક્ષ પણ છોડીને વર્તમાનમાં હું આ જ છું.' એમ દ્રવ્યની પ્રતીતિ (ભાવ) જોરથી થતાં સ્વઆશ્રય ભાવ થાય. ઉપરોક્ત ‘સહજ પ્રયત્ન’ મૂળ કારણરૂપ છે. (૩૪૭) - Page #150 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૯૫ V એક ચૈતન્ય સ્વભાવ સિવાય, બીજે ક્યાંય મીઠાશ અર્થાત્ રસ / મહિમા રહી ગયેલ હશે તો તે ચૈતન્યરસ ઉપજવા નહિ દે, ચૈતન્યરસ ઉપજવામાં, તે મીઠાશ વિદન કરશે, તે તીર્ણપણે લક્ષમાં રાખવા યોગ્ય છે. પરમાં રહી ગયેલ મીઠાશ, એ પરિણતિ છે, જે ઉદય તે પ્રકારના વિષયનો) વખતે ઉપયોગ રૂપ થાય છે, અને તેથી પુષ્ટ થાય છે. સ્વ-સન્મુખના પ્રયાસમાં આ પ્રકારે ખાસ બાધક છે; તેથી આત્માર્થીએ આ બહુ મોટું નુકસાન સમજી, જાગૃત થવું – આત્માર્થીએ ચેતી જવું. (૩૪૮) જ ભગવાન આત્માના અનંતમાં ભાગના જઘન્ય આનંદની એક ક્ષણની લહેજતમાં– અમૃતરસની મીઠાશ આગળ – ત્રણ લોકના સુખ વિષ જેવાં લાગે, તુચ્છ લાગે; એવો પોતે છે; તેનો અંતરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ; તેના માટે ગાંડા થવું જોઈએ. પરમાત્મ સ્વરૂપની ધુન ચડે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહિ. અને તે વિના પ્રગટે નહીં. (૩૪૯) જુલાઈ-૧૯૮૯ આત્મસ્વરૂપ સ્વભાવ અનંત ગંભીર છે. જેટલી અનંત ગંભીર સ્વ-વસ્તુ છે, તેટલી ભાસ્યા વિના યથાર્થ સહજ મહિમા આવે નહિ. પરંતુ પોતાના સ્વભાવની ગંભીરતા ભાસતાં સવિકલ્પ જ્ઞાનમાં એવો મહિમા આવે કે એ મહિમા વૃદ્ધિગત થઈને વિકલ્પને ઓળંગી જાય છે. વિકલ્પને રોકવો પડતો નથી, પરંતુ વિકલ્પ ઉત્પન્ન થતો જ નથી. એવો નિર્વિકલ્પ ભાવનો આવિર્ભાવ થાય છે, ત્યાં સહજ અતિન્દ્રિય આનંદનો સ્વાનુભવ થાય છે. (૩૫) / મોહભાવનો અનુભવ કરનાર સંસારીજીવને એમ લાગે છે, કે તેનો નાશ કરવો એ સહેલું નથી. સંસારના આ રોગનો નાશ કરવાનો ઉપાય પણ જ્ઞાની-ગુરુ સિવાઈ, બીજે ક્યાંય નથી. તેથી લોકપ્રસિદ્ધ માન્યતા એવી છે કે આ અસાધ્ય રોગ છે, તેથી બહુભાગ જીવ તેને મટાડવાનો પ્રયત્ન જ નથી, તેવા પૂર્વગ્રહ વડે, આ ઉપાયથી દૂર રહે છે, અજાણ્યા રહે છે. જે કોઈ જીવો, આ ઉપાય કરવા જેવો છે” એમ વિચારે છે; તેમાંથી કોઈ વિરલ જીવ, મોહ નાશ કરે છે. તો પણ શ્રી ગુરુએ અનંત કૃપા કરીને, મોહનો તત્કાળ (શીર્ઘ નાશ કરવાનો ઉપાય આ બતાવ્યો છે કે ભાઈ ! તારું તત્ત્વ હાજરા હજુર છે, તેનું લક્ષ કર ! –પૂ. ગુરુદેવશ્રી – આ આત્મા પ્રત્યક્ષ છેસ્વસંવેદન પ્રત્યક્ષ છે; તેને દેખ ! તે દેખતાં જ આત્મ સિદ્ધિ છે. અર્થાત્ તત્કાળ મોહનો અભાવ થઈ જશે નક્કી. તેથી પ્રમાદ છોડીને, સ્વસમ્મુખનો તત્ પુરુષાર્થ કર ! નિર્વાણના કારણભૂત આ ઉપાય જિનેન્દ્રનો માર્ગ છે, તે માર્ગ-સંપત્તિને પ્રાપ્ત સંતોને પુનઃ પુનઃ વંદન હો ! (૩૫૧) Page #151 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની જ્ઞાનમાં રહેલાં જ્ઞાન-વેદનને સૂક્ષ્મપણે અનુભવના દૃષ્ટિકોણથી સ્વપણે જોવું સર્વકાળે, સર્વ પ્રસંગે . આ પ્રકારથી જ્ઞાન કે જે ઉર્વ (મુખ્ય) છે; તેને ઉર્ધ્વ જ રાખવું (ગૌણ થવા ન દેવું) જ્ઞાન ઉર્ધ્વ હોવા છતાં, ગૌણ થાય છે ((શેયની મુખ્યતા થવાથી ત્યાંથી જ વિપર્યાસ અને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. (૩૫૨) * શાસ્ત્રથી થતું જ્ઞાન, શબ્દાર્થ, ભાવાર્થ, મતાર્થ, નયાર્થ વગેરે પ્રકારમાં વર્તતો ઉપયોગ સ્થળ ઉપયોગ છે, તેનાથી આત્મા જણાતો નથી. આત્માને જાણવા માટે ઉપયોગ સૂક્ષ્મ અનુભવદૃષ્ટિકોણવાળો હોય તો જ્ઞાન-વેદન ઉપરથી સૂક્ષ્મ અનુભૂતિસ્વરૂપ દ્રવ્ય . સ્વભાવને જાણી શકાય; નહિ તો અગિયાર અંગનું જ્ઞાન થઈ જાય, તો પણ ઉપયોગ સ્થળ છે, તે સૂક્ષ્મ નથી. (૩૫૩) પોતાની અંદર આનંદનો સાગર’ ભર્યો છે; છતાં બહાર આનંદ મેળવવા, આનંદ સાગરને ભૂલીને બેભાન હોવાથી) ફાંફાં મારે – ઝાંવા નાખે, તેથી દુઃખ / આકુળતા ઉત્પન્ન થાય છે. પરંતુ સમ્યજ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિથી આનંદસાગરને – જેના એક સમયના અનુભવ આગળ ત્રણ ખંડનું રાજ્ય તુચ્છ છે–પકડી લે, તો પરિભ્રમણ ટળી જાય.. (૩૫૪) ધારણામાં યથાર્થ જાણપણું હોવા છતાં, અંદરમાં અયથાર્થ પ્રયોજન હોય (દા.ત. અંદરમાં ઊંડે ઊંડે પર તરફના વલણમાં કયાંક મીઠાશ આવે, પરસત્તા અવલંબી જ્ઞાનમાં ક્યાંક વિશેષતા લાગે, બીજાને સમજાવતાં તેઓ રાજી થાય, તે ગમે; વગેરે) તો સમ્યક્દર્શન થાય નહિ અથવા અંતર્મુખ થઈ શકાય નહિ. (૩૫૫) મુમુક્ષુજીવની પૂર્વભૂમિકાનો પ્રકાર એવો છે કે જેમ કોઈનું મૃત્યુ થવાથી સર્વ ઉદયોનો સંબંધ પૂરો થઈ જાય છે; તેમ પોતે હયાત હોવા છતાં, એકવાર પરને માટે મરી જવું જોઈએ, ચારે બાજુથી ઉપયોગને સંકેલી લઈને, અંતર્મુખના, સ્વભાવ સન્મુખના પ્રયત્નમાં લાગવું જોઈએ. સર્વ સંયોગોમાંથી પોતાનો અધિકાર ઉઠાવી લેવો જોઈએ, અંતરથી. અણઉપયોગે પરેચ્છાચારી થઈ ઉદયમાં વર્તે તો ભાવ પ્રતિબંધ ટળે, અને તો માર્ગની સુગમતા થાય. (૩૫૬) પરમાત્મ તત્વરૂપ સ્વભાવને લક્ષમાં રાખવો, જેથી કોઈપણ ગુણના પરિણામ મર્યાદામાં રહેશે; સ્વભાવના લક્ષથી સ્વભાવનો સંગ–શુદ્ધોપયોગ – થશે, જેનું ફળ પ્રગટ પરમાત્મપણું છે. તેથી સ્વભાવનું લક્ષ છોડવા જેવું નથી. (૩૫૭) Page #152 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની દરેક દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર થવો જોઈએ. દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર થતાં પ્રત્યેક ગુણ-પર્યાયોની સ્વતંત્રતાનો સાથે થાય છે. આ સ્વતંત્રતાનો સ્વીકાર કઈ રીતે કરવો ? કે પોતામાં ઉત્પન્ન થતાં જ્ઞાનનાં અવલોકનથી, જ્ઞાનની સ્વતંત્રતાનો અનુભવ, પ્રત્યક્ષ થાય છે; અર્થાત્ કોઈપણ શેયથી જ્ઞાન થતું નથી. એવા જ્ઞય નિરપેક્ષ જ્ઞાનના અનુભવથી વિશ્વના સર્વ પદાર્થોની સ્વતંત્રતાનું જ્ઞાન આપોઆપ થાય છે, જે વીતરાગતાનું - નિજાવલંબનનું કારણ છે, તેમજ પરથી ભિન્નતા થવાનું પણ કારણ છે. (૩૫૮) આગમ અનુસાર તેમજ વસ્તુ સ્વરૂપના ભાવભાસન અનુસાર, વસ્તુનું બંધારણીય સ્વરૂપ દ્રવ્યગુણ-પર્યાયાત્મક સમજયા છે, તેઓ પણ આગમના ભેદ-પ્રભેદને ગૌણ કરી, નિશ્ચય અભેદસ્વરૂપની મુખ્યતા કરે છે; તેનું કારણ જીવનું–પ્રયોજનસિદ્ધ કરવું તે છે. તેથી આ દૃષ્ટિકોણથી વ્યવહારની સદા મોક્ષમાર્ગમાં ગૌણતા છે. મોક્ષમાર્ગનું આમાં રહસ્ય છે. આત્મચિંતનમાં ગુણભેદ ગૌણ થવા જોઈએ. (૩૫૯) V જૈનધર્મ તો અધ્યાત્મ રસમય છે. જેને અધ્યાત્મરસ દ્વારા, આત્માના શાંત રસ દ્વારા પોતાના સ્વરૂપ - સ્વભાવનું સમ્યક અનુભવન ન થયું હોય, તે વીતરાગ દિગંબર જૈનમાર્ગના રહસ્યને જાણતો નથી; પરંતુ તે માર્ગથી અજાણ છે, માર્ગના મર્મથી અજાણ છે. તેથી તેવો વકતા માત્ર પદ્ધતિ શીખીને વકતા થાય છે, પરંતુ શાસ્ત્રમાંથી મર્મને ખોલી શકતો નથી. ઓછામાં ઓછું અધ્યાત્મ તત્ત્વની રુચિરૂપ યોગ્યતા વિના, વકતા થાય, તે ઇચ્છનીય નથી. દેવ-ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની દૃઢતા તો પ્રથમ હોવી જ જોઈએ. (૩૬૦) V જ્ઞાનક્રિયા સહજ, સ્વાભાવિકપણે થઈ જ રહી છે, તે જ રીતે વીર્યગુણનું કાર્ય પણ ચાલુ જ છે, બન્ને કાર્યને કરવા-તેવી કોઈ સમસ્યા નથી, પરંતુ જો તે કાર્યો યથાયોગ્ય સ્થાને થતા નથી, તો સહજ દુઃખ–આકુળતા થવી અનિવાર્ય છે; જે સ્વભાવથી વિરુદ્ધ છે; તેથી જ્ઞાન સ્વયં પોતાને અનુભવી, ઠરે અને વીર્ય તેની સાથે જોડાય તો સહજ સુખશાંતિ રહે. આવા જ્ઞાન અને વીર્યાદિના સામર્થ્યનો, બેહદ સામર્થ્યનો પીંડ પોતે છે - તેવી પ્રતીતિ સર્વ સુખનું મૂળ છે. (૩૬૧) Vશાનદશામાં કોઈપણ પર્યાયની કર્તા બુદ્ધિ નથી. પરદ્રવ્યમાં તો સ્વયંની વ્યાપ્તિનો અભાવ પ્રત્યક્ષ અનુભવગોચર છે, જેથી પરદ્રવ્યની પર્યાયને કરવાનો ભ્રમ થતો નથી. પરંતુ અશુભ ને પલટાવી શુભ કરું તેવો અભિપ્રાય નથી, તેવો અભિપ્રાય ભ્રમબુદ્ધિ છે. તેમજ પરિણામ સહજ જ્ઞાતાપણે રહે તેવો અભિપ્રાય છે; આવા નિર્ણય વિના જે કાંઈ સાધન કરવામાં આવે, તો કર્તબુદ્ધિથી કરે, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અનુભવ સંજીવની તેમાં મોક્ષનું કાંઈ સાધન થતું નથી. બંધ થાય છે. (૩૬૨) મુમુક્ષુજીવ પ્રયોજનભૂત તત્વની ધારણા કરે, છતાં અંતર્મુખદષ્ટિ અને લક્ષ ન કરે, તો તેણે ‘પ્રયોજનભૂત’ને અપ્રયોજનભૂતરૂપે જ જાણ્યું છે. આમ થવાનું કારણ દર્શનમોહનું પ્રાબલ્ય છે. કારણકે જે પ્રયોજનભૂત તત્ત્વને જાણતાં એટલે કે પ્રયોજનભૂતપણે લક્ષમાં લેતાં, દર્શનમોહ ગળે, અવશ્યગળે, તેને જ માત્ર ધારણાની બંધ તિજોરીમાં રાખી લીધું !! જો સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ ભાવના હોય તો આવો પ્રકાર ન થાય. એકલી ધારણા પ્રાયઃ અભિમાન ઉત્પન્ન કરે છે. (૩૬૩) પરિભ્રમણ કરતાં જીવને અનંતકાળ વીતી ગયો. વર્તમાનમાં પણ જો જીવને સંસારિક ઉપાધિનો બોજો ઘણો હોય તો તે નિરુપાધિક આત્મતત્ત્વનો વિચાર પણ કરી શકે નહિ. તેથી મુમુક્ષુજીવે વૈરાગ્યપૂર્વક, આત્મરુચિ સહિત, ઉપયોગને (બોજાથી) નિવૃત્ત કરી સ્વલક્ષે સ્વ તત્ત્વનું ચિંતન આદિ કરવા યોગ્ય છે, કે જેથી અપૂર્વતા પ્રગટે. (૩૬૪) સ્વ-પરનું જાણવું તે વિકારનું કારણ નથી, ઉપાધિ નથી. અજ્ઞાનદશામાં (રાગ કરવાનો અભિપ્રાય હોવાથી, પ૨ને જાણવાના કાળે) પરને જાણતાં રાગાદિ થાય છે, તેમ ભાસે છે; ત્યાં સ્વ-પર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને જાણતો નથી, તે ભૂલ છે. તેથી પર સંબંધીના પોતાના જ્ઞાનનો નિષેધ, અજ્ઞાનથી જીવ કરે છે, કે મારે પરને જાણવું નથી. હું તો કેવળ સ્વને જાણવા ચાહુ છું, પરંતુ તેમ થવું અસંભવ છે. જ્ઞાની તો સમ્યજ્ઞાનની સ્વચ્છતા વડે સ્વ-પરને જાણે છે, તેમાં રાગનો અભિપ્રાય નથી; તેથી જ્ઞાતાભાવે જાણે છે, તેટલી વીતરાગતા છે. થોડો રાગનું કારણ સ્વરૂપ સ્થિરતાની અપૂર્ણતા છે. પરંતુ જ્ઞાન-જ્ઞેય રાગનું કારણ નથી. (૩૬૫) અર્થ / પદાર્થનો ભાવ ભાસ્યા વિના, સત્પુરુષના / શાસ્ત્રના વચનનો અભિપ્રાય પકડાય નહિ; તેથી માત્ર શબ્દાર્થ / ભાવાર્થ સમજી, પોતે માની લે કે હું જિન વચન અનુસાર માનું છું. પરંતુ ભાવભાસન વિના અન્યથાપણું થઈ જાય, તેથી હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા અવલોકનપૂર્વક અનુભવપદ્ધતિથી અવશ્ય કરવી. જેમકે રાગ દુઃખરૂપ છે તેથી હેય છે– તો રાગમાં દુઃખ ન લાગે (ભાસે) ત્યાં સુધી અંતર-અવલોકન કરવું. તેમજ ‘જ્ઞાન’ સુખરૂપ છે, તેમાં સુખ ન લાગે / ભાસે ત્યાં સુધી ‘માત્ર જ્ઞાન’નો પ્રયત્નથી અનુભવ કરવો. આ જ પદ્ધતિથી જ્ઞાનના આધારે જ્ઞાનસ્વભાવી આત્માનું ભાવભાસન-ઓળખાણ કરી, દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ પદાર્થોને ઓળખવા. (૩૬૬) જેવી રીતે દર્પણમાં, દર્પણને નહિ જોતા, પોતાના મુખને - રૂપને પોતે જુએ છે; તેવી રીતે - Page #154 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૯૯ વીતરાગ જિનેન્દ્રદેવની વીતરાગી મુદ્રા દેખીને–આવો હું પોતે જ છું –એમ નિઃસંદેહપણે પોતાનું નિશ્ચય સ્વરૂપ જુએ છે, તે જિનદર્શન કાળે યથાર્થ નિજદર્શન કરે છે. મોક્ષમાર્ગમાં વિચરનાર ધર્માત્મા આ પ્રકારના પારમાર્થિક આશયથી જિન-પ્રતિમાની સ્થાપના કરે છે. (૩૬૭). ચૈતન્ય સ્વભાવનું તેજ બેહદ છે; જે વિકલ્પો અત્યંત ચંચળ છે, સંખ્યાથી પુષ્કળ છે, અને જેની આડમાં મહાન ચૈતન્યસૂર્ય તેજ પુંજ અનાદિથી આચ્છાદિત થઈ ગયો છે; જેની ઈન્દ્રજાળરૂપ ભૂલભૂલામણીથી જીવ દિમૂઢ થઈ, ભ્રમિત થઈ રહ્યો છે; એવા વિકલ્પરૂપ તરંગો પણ જેના ફુરણ માત્રથી ભાગી જાય છે, તક્ષણ અલોપ થઈ જાય છે; તે તેજના પંજની . સ્વયંની મહાનતા કેવી? અભુતથી પણ અદ્ભુત છે આ ફુરણ તો માત્ર ચૈતન્યવીર્યનો અંકુર છે. મૂળ વસ્તુ પોતે તો અનંત શક્તિઓનો કંદ છે – અમાપ છે. તો પણ જ્ઞાનમાં મપાય છે ! (૩૬૮) ઑગસ્ટ – ૧૯૮૯ ગ્રંથભેદ થવા અર્થે અપૂર્વ પુરુષાર્થ અપેક્ષિત છે; ત્યાં અધ્યાત્મ તત્ત્વની મુખ્યતા અને પ્રધાનતા થાય છે. જેઓ માત્ર શબ્દના ગુણદોષમાં રોકાય છે તે અધ્યાત્મ તત્ત્વને સમજી શકતા નથી. વળી જેઓ શાસ્ત્રને માત્ર યુક્તિપૂર્વક જ વિચારી, સમજી સંતુષ્ટ થાય છે, તેઓ પણ સદ્ગણને પ્રગટ કરી શકતા નથી. પરંતુ આત્મભાવનાથી પરિણતિ થતાં, પ્રાપ્તિ થવી સુગમ છે, તેવા ભાવનાવાનને અધ્યાત્મ પ્રધાન વચનો, ભાવના-વૃદ્ધિનું નિમિત્ત થાય છે, જેથી અંતરભેદ થાય છે. (૩૬૯) V જગતમાં મૃત્યુને સર્વાધિક દુઃખદાયક પ્રસંગ જાણી, અતિ દુઃખમયપણે અનુભવવામાં આવે છે. પરંતુ જ્ઞાની ધર્માત્મા તો એમ જાણે છે કે આ પ્રસંગ, વિશેષ આત્મહિત સાધવા માટેનો પ્રસંગ છે. જો એકવાર પણ સમભાવ વડે મૃત્યુકાળ ઉદયને વેદવામાં આવે તો નિર્વાણ વિશેષ નજીક થઈ જાય. તેથી મૃત્યકાળે સહજ ઉત્પન્ન સ્વરૂપ ભાવના વિશેષ લાભદાયક જાણી, મુમુક્ષુ જીવે, અભિપ્રાયમાં પહેલેથી જ તૈયાર રહેવું. ચૈતન્યની ચમત્કારી શક્તિનો લાભ લેવાની આ તક વિચિક્ષણ પુરુષ ગુમાવતો નથી. (૩૭) - અંતરંગની શુદ્ધિ વિના બાહ્યાચરણની શુદ્ધિ વિશ્વાસને યોગ્ય નથી–આ સિદ્ધાંત ક્યાંય પણ વિશ્વાસ મૂકવા માટે લક્ષમાં રાખવો. સ્વયંના વિકાસ માટે પણ બાહ્યશુદ્ધિ ઉપર વજન દેવું નહિ. પરંતુ અંતશુદ્ધિને જ મુખ્ય કરવી યોગ્ય છે. (૩૭૧) Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અનુભવ સંજીવની માત્ર યુક્તિ આદિ વડે જે આગમના સિદ્ધાંતને સમજે છે, પરંતુ આત્મભાવના રહિત છે, તેને અધ્યાત્મ તત્વની અરુચિ થાય છે. ત્યાં અધ્યાત્મ શૈલીના ધર્માત્માના વચનો, જે ભાવના વૃદ્ધિનું (પાત્ર જીવને નિમિત્ત થાય છે, તેમાં શબ્દના ગુણદોષ તે જુએ છે. જે આત્મહિતનું નિમિત્તતે દર્શનમોહ વધવાનું કારણ થાય છે, તેથી અધ્યાત્મનું વિજ્ઞાન / સિદ્ધાંત અને રહસ્યથી તે દૂર રહે છે; સ્વ-તત્ત્વ દેખવું દુર્લભ થઈ પડે છે; જે દેખવા માત્રથી સુલભ છે. (૩૭૨) / ભાવનામાં સ્વપણું કરવાની વ્યકત શકિત છે, તેથી તેનું ફળ મહાન છે. અનાદિથી જીવ પરની ભાવના કરી, ભવ કરી રહ્યો છે. તેથી એ સ્પષ્ટ છે કે જીવને ભવભ્રમણનું કારણ પરની ભાવના છે. જો જીવ ભાવનાથી નિજ સ્વરૂપને ભાવે તો અવશ્ય ભવભ્રમણ મટે, કારણ સ્વરૂપે ભવરહિત પોતે છે. આમ મોક્ષમાર્ગને વિષે સ્વરૂપ-ભાવનાનું, તેના અગણિત, અનુપમ ફાયદાઓ નિશ્ચિત હોવાને લીધે, અત્યંત મહત્વ છે. (૩૭૩) દ્રવ્યદૃષ્ટિએ સર્વ આત્મા સમાન છે. તેથી સમ્યફદષ્ટિને વાત્સલ્ય અંગરૂપ મૂળગુણ પ્રગટ થાય છે. જેને લીધે અંતરમાં ગુણનિધાનની પ્રીતિ અને બિહારમાં સાધર્મી, ગુણચાહક, ગુણવાન પ્રત્યે પ્રીતિ / વાત્સલ્ય સહજ રહે. ફળ સ્વરૂપે માનવ સહજ ઈર્ષ્યા ઉત્પન્ન ન થાય. અને શાસનની અશોભા ન થાય, તેમ વાત્સલ્યવંત પ્રવર્તે. ઉક્ત વાત્સલ્યના અભાવમાં એક શાસનમાં આવેલ મનુષ્યો (વિદ્વાનો પણ) ઈર્ષાથી ઘાયલ થઈ પીડાય છે; તેમ થવું અનિવાર્ય છે. (સ્વલક્ષે વિચારવા યોગ્ય.) (૩૭૪) - ધર્માત્માએ અંતરંગમાં સ્વયંનું અલૌકિક સિદ્ધ સ્વરૂપ તેજ ને જોયું છે. તેમનું હૃદય સિદ્ધ સ્વરૂપરૂપી રસથી ભરાઈ ગયું છે. તેથી જ તેમને સમસ્ત જગતનું રાજય સુદ્ધાં તણખલાં સમાન તુચ્છ લાગે છે; તેમજ ઉપાધિનું નિમિત્ત લાગે છે; ભોગ રોગ સમાન લાગે છે. સાધકદશામાં જઘન્ય સ્વરૂપ-વેદન થતાં આવી સ્થિતિ થાય, તો પૂર્ણ પર્યાય અને પૂર્ણ દ્રવ્યનું શું કહેવું? ખરેખર ! સ્વરૂપ મહિમા અચિંત્ય છે ! (૩૭૫) જિનશાસન બે પ્રકારે છે; એક ભાવ જિનશાસન અને બીજું દ્રવ્ય જિનશાસન–ભાવ જિનશાસન તે જિન સ્વરૂપ નિજપદની આરાધના | સાધના સ્વરૂપ છે. અથવા મોક્ષમાર્ગમાં વિચરનારા ધર્માત્મા દ્રવ્ય તેમજ ભાવરૂપ સમસ્ત જીવંત જિન શાસનરૂપ છે. જ્ઞાન પ્રધાનતાથી ભાવકૃતરૂપ શુદ્ધાત્મજ્ઞાનભાવ જિનશાસન છે. અને દ્રવ્યશ્રત એટલે ભગવાનની વાણી અથવા જિનેશ્વરની આજ્ઞા દ્રવ્યકૃત, તે દ્રવ્ય જિનશાસન છે. કારણ કે દ્રવ્યશ્રુત સ્વયં તીર્થની પ્રવૃત્તિરૂપ છે, તેમજ સમસ્ત પ્રકારની Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અનુભવ સંજીવની તીર્થ-પ્રવૃત્તિને પ્રકાશનારું છે. અનેકવિધ બાહ્ય તીર્થ પ્રવૃત્તિરૂપ કાર્યો અને તે કાર્યને અનુશાસિત મનુષ્યોને પણ (દ્રવ્ય) જિનશાસનમાં ગણવામાં આવે છે. પરંતુ તે સમસ્ત દ્રવ્ય જિનશાસનનો પ્રાણ ભાવ જિનશાસન છે. તેથી ભાવ જિનશાસન વિનાની તીર્થરૂપ પ્રવૃત્તિ, સર્વ મનુષ્યોનું તેવી પ્રવૃત્તિમાં એકત્રિત થવું વિગેરે, નિષ્પ્રાણ / મૃતક કલેવર સમાન છે; અને તેવા પ્રકારની પ્રવૃત્તિમાં પ્રાયઃ વિપર્યાસ ઉત્પન્ન થઈ આવે છે, તેથી તેવી પ્રવૃત્તિ જોખમી છે. । (૩૭૬) * નિશ્ચયધર્મ જ્યારે પ્રગટ થાય છે, તે જ કાળે નિર્વિકલ્પ ધ્યાનમાં જ મોક્ષમાર્ગનો વ્યવહાર ઉત્પન્ન થઈ જાય છે, અર્થાત્ સમ્યક્દર્શન, પોતાના સર્વ-૪૮ મૂળગુણો સહિત જ ઉત્પન્ન થાય ? છે. આ બહુ જ સ્વાભાવિક છે અથવા કુદરતી છે. દ્રવ્યદૃષ્ટિ અને સાતિશય મહા વિવેક સંપન્ન સમ્યાન તેનું મૂળ કારણ છે. સર્વ ૪૮ મૂળગુણોરૂપી કાર્ય / પરિણામના સદ્ભાવને આથી સુગમપણે સમજી શકાય છે. આ પ્રકારે ધર્માત્માનું અંતર-બાહ્ય જીવન સર્વાંગ સુંદર છે. (૩૭૭) મિથ્યાત્વદશામાં જીવ મોનિંદ્રામાં અચેત રહે છે, ત્યાં પુરુષાર્થ હીનતા અને પ્રમાદ છે. સમ્યક્ત્વ ભાવમાં પુરુષાર્થની શકિતપ્રમાણે સ્વરૂપ સંભાળે છે; ત્યાં પુરુષાર્થ હીનતા નથી. સમ્યક્ પરિણમનમાં જીવ સ્વયંને ચેતે છે, અર્થાત્ જીવત્વશકિતના શુદ્ધ પરિણમન દ્વારા પોતાનું જીવન જીવે છે, તે જ સાચું જીવન છે. આમ સમ્યક્ત્વનો પ્રભાવ અનંતગુણ ઉપર છે, જે અચિંત્ય અને મહાઆશ્ચર્યકારી છે. (૩૭૮) જો મુમુક્ષુ જીવ ભવિષ્યની સંયોગોની ચિંતા કરે છે, તો તેમાં તે સંયોગની આધારબુદ્ધિને દૃઢ કરે છે. જ્ઞાની કદી તેમ કરતા નથી, તેવી દીનતા તેમને થતી નથી. જેને દીનતા છે, તે પોતાના નિરપેક્ષ મહાન આત્મ તત્ત્વને આડ મારે છે; તેથી તેનો પુરુષાર્થ ઉપડી શકે નહિ. તેથી મુમુક્ષુ જીવે એવો નિર્ણય કરવો ઘટે કે ગમે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (જે પૂર્વકર્મ પ્રમાણે ઉપાર્જિત હોય છે.) માં પણ હું સાક્ષીભાવે જ્ઞાતાભાવે રહેવાના પુરુષાર્થમાં જોડાઈશ, પણ મારા નિરપેક્ષ સ્વભાવને આડ મારીને દીનપણું– યાચકપણું કરીશ નહિ; અંતરમાંથી સુખ પ્રાપ્ત કરવું એ જ મારો પુરુષાર્થ / ધર્મ છે.' (૩૭૯) - મુમુક્ષુ જીવને પોતાના વિરાધક પરિણામોનો ખરા અંતઃકરણથી પશ્ચાતાપ થયા વિના વિભાવથી પ્રતિક્રમણ થવાનો ‘અભિપ્રાય' મટે નહિ, અને વિભાવરસ તૂટે નહિ, વિભાવની શક્તિ મોળી પડે નહિ અને ત્યાં સુધી સન્માર્ગમાં વિભાવરસનો અવરોધ / પ્રતિબંધ છે. જ્યારે હૃદયથી પોતાના દોષ પ્રત્યે જુગુપ્સાભાવ થાય છે, પશ્ચાતાપ થાય છે, ત્યારે જ આત્માર્થીની ભૂમિકારૂપ દશા ઉત્પન્ન Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અનુભવ સંજીવની થાય છે. અહીંથી ગુણ પ્રગટવાનો અવકાશ થાય છે. (૩૮૦) - કોઈપણ સિદ્ધાંતનું યથાર્થપણે ગ્રહણ થાય તો જ પ્રયોજન–આત્મહિત સધાય; નહિ તો અનર્થ ઉપજે. અનાદિના મતિ-વિપર્યાસને લીધે, મુમુક્ષુની ભૂમિકા અતિ નાજુક હોવાથી માથે પુરુષ (તેથી જ) પરમ ઉપકારી મનાયા છે. પૂર્ણ નિર્દોષતાના ધ્યેય વિના, ઉપદેશ–વચનોની મર્યાદા સમજાતી નથી. તેથી જે તે વચન ઉપર (દેવો જોઈએ તે કરતાં ઓછો અથવા વધુ ભાર દેવાય છે જે અહિત થવાનું . અયથાર્થ ગ્રહણરૂપ કારણ બને છે. દા. ત. કૃપાળુદેવ શ્રીમદ્જીએ મત-મંડનખંડનમાં ન પડતાં, માધ્યસ્થભાવે રહી, તત્ત્વનું ગ્રહણ ગમે ત્યાંથી (!) કરવા બોધ્યું – તો તેની મર્યાદા ન સમજાઈ, તેથી પરમાર્થ માર્ગરૂપ જિનમત ત્રણે કાળે એક જ પ્રકારે છે, તે ગૌણ થઈ જવાથી, અન્ય મતનો સ્વીકાર, કુળધર્મના મમત્વ આદિ કારણથી ન છૂટવાને લીધે થવા લાગ્યો અને પરમ વીતરાગ દશા પ્રાપ્ત જિનેન્દ્ર (પ્રતિમા)ને શૃંગાર કરવા સંબંધિત વિવેક પણ ન રહ્યો. બીજી બાજુ પૂ. ગુરુદેવશ્રીએ ગૃહિત મિથ્યાત્વથી જીવોને બચાવવા–એક દિગંબર મત જ સત્ય છે, તેવી સ્પષ્ટતા કરી, તો તત્ત્વને ન દેખીને, મત–મંડનખંડનની (મંડન-ખંડનનું દુષણ એ સંપ્રદાયબુદ્ધિની ઉપજ છે.) મુખ્યતા કરવામાં મુમુક્ષુ જીવને કેટલું જોખમ છે, તે વીસરાઈ ગયું, અને સપુરુષની (શ્રીમદ્જીની) મધ્યસ્થતાને શંકિત થઈ વિચારતાં જીવો અભક્તિના પરિણામ થઈ, સન્માર્ગથી અતિ દૂરવર્તી પરિણામમાં આવી ગયા છે આવી વિદ્યમાન પરિસ્થિતિ, અનેક સિદ્ધાંતબોધ અને ઉપદેશબોધના વચનોમાંથી આવી પરિસ્થિતિ ઉપજે છે. જેથી પ્રત્યક્ષયોગનું મહત્વ વધુને વધુ આવતું જાય છે. પુરુષને માથે રાખવા સંબંધીનું કેટલું મહત્વ છે ? પ્રત્યક્ષયોગનું. તે માટે ફરી ફરી જાગૃત થવા પ્રેરે છે. (૩૮૧) સપ્ટેમ્બર - ૧૯૮૯ / જિજ્ઞાસુ જીવો મળે શાસ્ત્ર સ્વાધ્યાય કાળે મુખ્યપણે પોતાનું લક્ષ આત્મલક્ષ હોવું યોગ્ય છે, તે આ પ્રકારે – ૧. ઉપદેશ વચનથી મુખ્યપણે પોતાના જીવને ઉપદેશ આપી અંતરમાં સંબોધવો. ૨. ભૂલ-દોષનું વર્ણન કરતાં, આ જીવે પોતે અનાદિથી આવા જ કારણોથી, માર્ગથી વંચિત રહેવા પામ્યો ! ૩. જે માર્ગથી બીજાને છોડાવે, તેને પોતે કેમ સેવે ? ૪. જે વાત પોતાને સારી ન લાગે, લાગતી નથી, તે તમ-જિજ્ઞાસુને પણ નહિ જ રુચતી હોય, વિચારપૂર્વક માન્ય કરો.—વિ. ૫. પોતાના પ્રયોગ દ્વારા સમજાવે, અપરિણામી રહી ન બોલે (ઉપદેશ ન આપે) Page #158 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૬. વાણી અને ચેષ્ટામાં કૃત્રિમ હાવભાવ કરવા ન ઘટે. ૭. જે વાત કરે, તેમાં નિઃશંક હોય તે જ કરે. પોતે શંકામાં હોય, તેનું નિરૂપણ ન કરે. ૮. જે વિષયથી પોતે અજાણ હોય, તેનો સરળતાથી સ્વીકાર કરે અજાણપણાનો. ૯. કદીપણ આત્મશ્લાઘા કે પરનિંદા ન કરે, ૧૦. પરંતુ આત્મહિતનો તીક્ષ્ણ અને સૂક્ષ્મ દૃષ્ટિકોણ રાખવો, જેથી અનેક પ્રકારનાં સંભવિત દોષો આપોઆપ સહજપણે જ નહિ થાય. ૧૧. કોઈ ઉપર આક્ષેપ ન કરવો. ૧૨. કોઈ ખાસ વ્યકિતને લક્ષમાં રાખીને વાંચન ન કરવું કોઈની ઈર્ષ્યા-નિંદા, હાંસી ન કરવા, કોઈની ગુપ્ત વાત ખુલ્લી ન કરવી. ૧૩. શાંતિ–પ્રેમભાવથી ચુત ન થવું. ૧૪. પોતાની દશા દેખી નિરૂપીત ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તેમ પોતે અંગીકાર કરવો. ૧૫. શ્રોતાના મનોરંજન કરવાનો પ્રકાર હોવો ન ઘટે. ૧૦૩ (૩૮૨) જેને સંસારનો છેદ કરવાનો ઉપાય જાણવા ન મળ્યો હોય, તે તો તેવો ઉપાય ન કરેન કરી શકે અને અન્ય સંસારિક કાર્યોનો ઉદ્યમ કર્યા કરે, પરંતુ અલૌકિક પુણ્યયોગે, જેને સંસારનો છેદ કરવાના ઉપાયનો શ્રીગુરુથી બોધ પ્રાપ્ત થાય, તો બુદ્ધિમાન પુરુષે વિના વિલંબે, તત્ સંબંધી પુરુષાર્થ કરવો ઉચિત છે; અન્ય કાર્યોમાં વ્યસ્ત રહી પ્રમાદ કરવો ઉચિત નથી. (૩૮૩) જેમ અજ્ઞાનદશામાં, વિશેષ શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થવાથી, જ્ઞેય પદાર્થમાં એકત્વ અથવા જ્ઞેયનો આશ્રય અનિવાર્યપણે થઈ જાય છે, તેમ જ્ઞાનદશામાં સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ થતાં સહજપણે સામાન્ય સ્વભાવનું ગ્રહણ-આશ્રય થઈ જાય છે, કારણ કે જેનો આશ્રય થઈ જાય છે, તેનું તે કાળે લક્ષ હોય છે. આમ જ્ઞાનથી જ સ્વ-પર પદાર્થનું ગ્રહણ છે. (૩૮૪) - * જ્ઞાનની બે મુખ્ય વિશેષતા છે એક સ્વ-પરનું પ્રકાશવું, બીજું માત્ર સ્વ’ નું વેદવું. જેમ સ્વરૂપ પ્રકાશન (સ્વરૂપ ગ્રહણ) કાળે, સ્વરૂપ અનુભવ છે, તેમ પરપ્રકાશનકાળે પરનું વેદન નથી અને નિજ-વેદનનો ત્યાગ નથી; તો પણ પર-વેદનના અધ્યાસ કાળે, ભેદજ્ઞાનના અભાવને લીધે, વેદકતા અધ્યાસિત પરિણામમાં રોકાઈ જવાથી અધ્યાસિત ભાવે પર વેદાય છે', તેવો મિથ્યાભાસ રહે છે જે સ્વ-સંવેદનને તિરોભૂત કરે છે, વા પ્રગટ થવા દેતું નથી; તેથી જ્ઞાન સામાન્યમાં વેદન / અનુભવનો દ્રષ્ટિકોણ સાધ્ય કરી, સ્વરૂપ ગ્રહણ કરવું. (૩૮૫) Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અનુભવ સંજીવની V બહારમાં સર્વ દ્રવ્ય-ભાવથી સર્વ પ્રકારે ભિન્ન છું, તેથી કોઈ પર' ની ચિંતા-ભય આદિ કોઈ પરિણામને શું અવકાશ છે ? આ અંતરમાં, હું પોતે અતિશય પ્રકાશમાન પરમ ચૈતન્ય જયોતિ, શાશ્વત, પૂર્ણ આનંદાદિ સર્વગુણ સંપન્ન છું. જે સ્વસંવેદન વડે ગ્રહણ થાવ છું. (ભેદજ્ઞાન પૂર્વક). ૩ શાંતિ (૩૮૬) જેના હૃદયમાં ગણધરદેવ જેવો મહાવિવેક પ્રગટ થયો છે, જે આત્માનુભવથી આનંદિત થઈને મિથ્યાત્વનો નાશ કરે છે, જે પોતાના જ્ઞાન, સુખ, સમ્યકત્વ આદિ સ્વભાવને ધારણ કરે છે, જે સ્વ-પર તત્ત્વનો વિભાગ કરી, નિર્મળ જ્ઞાનનો પ્રકાશ કરે છે અને આત્મબળ વધારવાનો પ્રયત્ન) પુરુષાર્થ કરે છે, તે–તેવો સમકિતી ભવ સમુદ્રથી પાર થાય છે; બીજાને પાર થવામાં કારણ થાય છે. (૩૮૭) અપૂર્વ અતિશય આત્મરસપૂર્વક ઉત્પન્ન ભાવશ્રુતજ્ઞાનના સદ્ભાવથી, અભેદ સ્વરૂપજ્ઞાન પરથી અત્યંત વિરક્ત હોવાથી, તેમાં પરદ્રવ્યને ‘હું પણે અનુભવ કરવાની યોગ્યતા’ નો નાશ થઈ જવાથી, ધર્માત્મા ઉદયને વેદતા નથી. આવું ધર્મીનું અંતરંગ વંદનીય છે. પરમાત્મપદ પ્રત્યે જેનો વર્ષોલ્લાસ ગતિમાન છે, તે અવશ્ય અલ્પકાળમાં પરમાત્મદશાને પહોંચશે, તેમ થવામાં તેમના સહાયક (આધાર) પણ પરમાત્મા જ છે. તેથી સંદેહનો અવકાશ કેમ રહે? (૩૮૮) સ્વરૂપપ્રાપ્તિની ભાવના જેને થઈ છે, તે આત્માર્થી જીવ સંસારથી ભયભીત છે, અને આત્માનુભવને અતિશય દુર્લભ અમૃત-પાન જાણી, તેના પુરુષાર્થમાં સાવધાન થાય છે, અને સ્વીકાર્ય/ પ્રયોજનનું જરાય વિસ્મરણ થવા દેતા નથી. તેથી કયાંય અટકતા નથી. પોતાના મહાન ધ્યેય માટે કટીબદ્ધ થઈ જાય છે, તેવા આત્માર્થી આ કાળમાં ધન્ય છે ! સપુરુષની કૃપાદૃષ્ટિ ને તે પ્રાપ્ત થયા છે. (૩૮૯) | સર્વને બાદ કરતાં સર્વ શૈયાકારોને, જે અબાધ્ય અનુભવ રહે, તે આત્મા છે- ભગવાન આત્મા છે. આમ પોતે અનુભૂતિ સ્વરૂપ છે, પ્રગટ છે, અત્યંત પ્રગટ છે કેમકે સ્વસંવેદન પ્રગટપણે અનુભવાય છે. અંતરમાં સર્વ પ્રદેશ અનંત અમૃત ભરેલું છે. પોતે અમૃતકુંભ છે. હે જીવ ! આ અમૃત સરોવરને છલકાવ !! (૩૯૭) દઢ મોક્ષેચ્છા, એ રૂપ જે પાત્રતા, તે આવ્યા વિના જીવની પ્રવૃત્તિમાં, સમજણમાં યથાર્થતાયથાર્થ દૃષ્ટિકોણ પ્રાપ્ત થતો નથી; અને તે થયા વિના આગળની કોઈ વાતની અપેક્ષા રાખવામાં Page #160 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૦૫ આવે તો તે વ્યર્થ જ છે. એમ પ્રથમ ખચીત નિશ્ચય આવ્યા વિના સત્ પ્રાપ્તિ માટે કાલ્પનીક ઉપાય જીવ કરવા લાગે છે. અનંત કાળમાં, અનંત ઉપાયો કર્યા, પરંતુ મૂળમાં / પાયામાં જે કરવા યોગ્ય હતું, તે વિના જ આગળની વાતો - તત્ત્વાભ્યાસ વગેરે કરતાં, માર્ગને બદલે ઉન્માર્ગ જ સધાયો. તેથી ઉપરનો કહેલો / આપેલો પુરુષનો મંત્ર' સમજી, તેનું મૂલ્ય થવું ઘટે છે. ઉપરોક્ત પાત્રતાવાન જીવ સજીવનમૂર્તિ-સપુરુષને શોધે છે, અથવા ઓળખે છે, કે જેના વચનના બળે જીવ નિર્વાણમાર્ગને પામે છે. (૩૯૧) જેણે અંતરંગમાં અલોકિક, અદ્ભુત, સાક્ષાત, મૂર્તિમંત નિજ સિદ્ધપદને જોયું, તેને જગતના રમ્ય (?) પદાર્થો પ્રિય લાગતા નથી. પદાર્થો મોહક લાગતા નથી. કારણ કે તે ભવ્ય-જીવનું હૃદય સિદ્ધ-સ્વરૂપના રસથી ભરાઈ ગયું છે, તેને સમસ્ત જગત તૃણવત્ છે. સંયોગમાં શરીર છે, તેને ખાલી ખોખુ જાણે છે. ઉદયીકભાવ આવી પડેલી ઉપાધિ, નેત્ર પાસે ઉકરડો ઉપડાવવા જેવો બોજો થઈ પડે છે. તેથી તેમાં આત્મભાવે રસ કેમ આવે ? તે તો આત્મારામમાં નિજ રસથી રમી રહેવા ચાહે છે, ધન્ય છે તેઓને ! (૩૯૨) છે ! આત્મદેવ ! સ્વયંના જ્ઞાન બાગમાં રમો, ક્રિડા કરો વા કરોઅન્યથી શું પ્રયોજન છે? અલૌકિક ગુણ-વૈભવનું અચિંત્ય રમણીય ધામ ! અદ્વિતીય પરમ પદાર્થ જયવંત વર્તા! જયવંત વર્તે !! તે (પદાર્થ) - પદના દર્શાવનારા સદ્ગુરુ, નિષ્કારણ કરુણામૂર્તિ સપુરુષ-પરમ પુરુષદિવ્યમૂર્તિ પરમાત્મા જયવંત વર્તો ! ત્રિકાળ જયવંત વર્તો ! (૩૯૩) ઑક્ટોબર-૧૯૮૯ આંશિક સ્વસંવેદન, પૂર્ણ સ્વસંવેદનના અંગભૂત છે, એક જ જાતનું છે. આ જ્ઞાનથી જ્ઞાનનું વેદન તે આત્માનુભવ છે. તેમાં–જ્ઞાનવેદનમાં આત્મા વેદ્યો જાય છે; વેદાઈ રહ્યો છે. આ સાધક અવસ્થામાં મોક્ષમાર્ગ છે, અને આ જ સિદ્ધ અવસ્થામાં મોક્ષ છે. અહીં કેવળ સ્વરૂપનું જ વેદન છે. તેથી સંક્ષેપમાં તેનો “જ્ઞાનમાત્ર થી વ્યપદેશ છે. (૩૯૪) જેમાં સુખ નથી, એવા પુલ પર્યાયોમાં, જીવને મિથ્યા કલ્પનાથી સુખાભિલાષા થાય છે, તે વ્યર્થ ફુરણા કેવળ દુઃખરૂપ જ છે. આ શું જીવને ઉન્મત્ત અવસ્થાની પ્રાપ્તિ નથી ? આ અનાદિ ભ્રાંતિ ટાળવા, વાસ્તવિક વસ્તુ સ્વરૂપ અવલોકવું અર્થાત્ જડનું સુખ રહિતપણું અને જીવનું જ્ઞાનમાત્ર પણું, અવલોકતાં ભ્રાંતિનો વિલય થાય. (૩૫) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અનુભવ સંજીવની જીવ જડની પ્રીતિ કરે, તો અવશ્ય દંડ ભોગવવો પડે છે. જો કે જડ પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણું નથી, તેમજ જડ પરમાણુ જીવને કાંઈ આમંત્રણ પણ આપતું નથી . આમ.) જીવના દંડ માટે જડ તો ખરેખર નિર્દોષ છે, તો પણ તેનો સંગ કરવા યોગ્ય નથી, તો પછી જે જીવો સ્વયં અપરાધી થઈ વર્તે છે, તેઓનો સંગ (કુસંગ) કરતાં જીવને અતિશય દંડ ભોગવવો પડે, તો તેમાં શું આશ્ચર્ય છે ? અર્થાત્ કુસંગથી અત્યંત સવાધાન રહી, પ્રવર્તવા યોગ્ય છે. (૩૯૬) ધર્માત્માની કથન શૈલીમાં આંતર-ધ્વનિ એવો હોય છે કે જીવ સ્વરૂપ બોધને અંગીકાર કરે *વા અવધારણ કરે. મુમુક્ષુજીવ પણ તથારૂપ અવધારવા પ્રયત્નશીલ રહે; પરંતુ એમ ન કરે કે સમજણ અને રકૃતિની મર્યાદામાં રહેતાં, તેનું અંગીકાર કરવાનું લક્ષ ન રહે; નહિ તો સમજણ, (કહેવા ધારેલો) વિષયની, અનુરૂપ થવા છતાં, અયથાર્થતા રહી જાય છે, જેનો ખ્યાલ, સમજનારને પોતાને રહેતો નથી. કારણ કે શેયને જાણવાની ક્ષયોપશમશકિત બન્નેની યથાર્થતા અને અયથાર્થતાવાળાની સરખી જ હોય છે. યથાર્થતા હોય તે હિત સાધવા લાગે છે, જ્યારે અયથાર્થતાવાળો માત્ર બુદ્ધિમાં ઘડ બેસાડે, સમજાયાથી સંતુષ્ટ થાય અને હિત સાધવામાં પ્રયત્ન શૂન્ય રહે. (૩૯૭) સ્વ-સન્મુખતા, સ્વભાવ સન્મુખતામાં સમ્યકત્વ છે, તે અમૃત છે. સ્વભાવથી વિમુખતામાં રહી, કરેલાં સુકૃત પણ ઝેર સહિતના દૂધ જેવાં છે, પછી તે જ્ઞાન, તપશ્ચરણ, ધ્યાન, વ્રત, દાન, ઉપશમ (શાંતતા) વગેરે ગમે તે ન હોય ! પર્યાય મૂઢતાને લીધે તેનો મદ (અહંભાવ) નિવારી શકાશે નહિ. (૩૯૮) જેને સ્વરૂપ જ્ઞાન થયું છે, તેવા જ્ઞાની પુરુષને દ્રવ્યદૃષ્ટિને લીધે, ઊંચ-નીચ, માન-અપમાનની કલ્પના - (જેવી અજ્ઞાનદશામાં થાય છે તે નાશ પામી જાય છે. તેથી ગુણની દૃષ્ટિવાન એવા તે ધર્માત્માઓને ગુણ પ્રત્યે એટલે કે ગુણવાન પ્રત્યે પરમ આદર ભાવ રહે છે. જે અભિપ્રાયને લીધે ગુરુ-શિષ્યનો બાહ્ય સંબંધ ગૌણ થઈ, નીચેના ગુણસ્થાનનું લક્ષ ગૌણ થઈ, વંદન / નમસ્કાર કરવામાં આવે છે. તેવા પ્રસંગે, બાહ્ય દૃષ્ટિવાન જીવને વિકલ્પ થાય છે, પરંતુ અંતર્દૃષ્ટિથી વિચારતાં, કોઈ વિકલ્પ થવા યોગ્ય નથી. તેવી અલૌકિક, અદ્ભુતદશા-માન-અપમાનના લંદ રહિત- મોક્ષમાર્ગમાં ચાલનાર મહાત્માની હોય છે. આ બાબત, પરમાગમોમાં પ્રસિદ્ધ છે, કે નિગ્રંથ ભાવલિંગી સંતોએ સમ્યક દૃષ્ટિની ગુણ-પ્રશંસા કરી છે, શ્રીમદ્જીએ પૂ. સૌભાગ્યભાઈને, અને પૂ. ગુરુદેવે શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીને નમસ્કાર કહ્યા છે. તેનું અંતર રહસ્ય સમજી, મુમુક્ષુ જીવે, આ મનુષ્યપર્યાયમાં મુખ્ય પ્રતિબંધરૂપ “માન કષાયને સમ્યક પ્રકારે નિવારવા યોગ્ય છે. (૩૯૯) Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ અનુભવ સંજીવની અધ્યાત્મનો વ્યામોહ, સ્વ-પર અહિત થવામાં, એક અસાધારણ નિમિત્ત / કારણ છે. જીવની બાહ્યદૃષ્ટિથી ઉપજેલી આ એક અનોખી વિકૃતિ છે; જેથી જીવને શુષ્કતા, સ્વેચ્છાચારીપણું (સ્વચ્છંદતા), અથવા ઉન્મતપ્રલાપદશા ઉત્પન્ન થાય છે. લોકસંજ્ઞા તીવ્ર થતાં, અસ્વાભાવિક (કૃત્રિમ) અધ્યાત્મપ્રધાનતા કરવાનું બને છે. અને જીવ જે અધ્યાત્મિક વિષયથી દર્શનમોહનો ઉપશમ કરી શકે, તે વિષયનો અંચળો ઓઢી, દર્શનમોહની વૃદ્ધિ કરીને ગૃહિત મિથ્યાત્વ સુધી ચાલ્યો જાય છે. અનેક અન્યમતો (છે તે) આ પ્રકારના પ્રગટ દૃષ્ટાંતો છે; તેમ જ જૈન-માર્ગમાં પણ વિભિન્ન સંપ્રદાયો થવામાં, કેટલાક કારણોમાં આ પણ એક કારણ રહ્યું હોય, તેમ દેખાય છે. ૐ નિરાકાર, નિર્વિકલ્પ, અનંતગુણમય, અધ્યાત્મતત્ત્વ આત્મા છે, તેનું અંતરમાં યથાર્થ અવલંબનથી ધ્યાન થાય છે; પરંતુ તથારૂપ દૃષ્ટિ સાધ્ય થયા વિના, પ્રાયઃ બાહ્યદૃષ્ટિએ તેનો વ્યામોહ થવાની સંભાવના હોવાથી, જૈનમાર્ગમાં સાકાર ભગવાનના સ્વરૂપના આલંબનથી ભક્તિ / ભાવના પ્રધાન દશા થવાથી શુષ્કતાઆદિ દોષો થતા નથી, અને આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે; તેથી (જીવ) અધ્યાત્મના વ્યામોહથી જીવ બચી જાય છે. આમ સ્થાપના (ભગવાનની પ્રતિમાની)નો એક ગંભીર હેતુ માલૂમ પડે છે. તેથી અનાદિ પરંપરામાં કાર્યપદ્ધતિમાં પારમાર્થિક હેતુનું રક્ષણ કરવામાં (આ રીતે) આવેલ છે. જે કોઈપણ બહાના તળે નિષેધ્ય નથી. વિવાદને યોગ્ય પણ નથી. (૪૦૦) અતિ પુરુષાર્થવંત, આત્મ-રસથી તરબોળ વૃત્તિવાન ધર્માત્મા, પરમાર્થમાર્ગનો ઉપદેશ માટેની બાહ્યવૃત્તિ અને પ્રસંગમાં પણ નીરસ થઈ જાય; સહજ વાણી મૌનપણું ભજે; કહેવા / લખવાની વૃત્તિ સંક્ષેપ થઈ જાય / ગોપવાઈ જાય; દેહના અસ્તિત્વનું વિસ્મરણ થઈ જાય; આદિ પ્રકાર / લક્ષણ ‘નિશ્ચય-ભાવના' ના છે. આ બળવાન વીતરાગી અસંગભાવ છે. આવા મહાત્મા સહજપણે સર્વસંગ પરિત્યાગ કરી, નિગ્રંથપદમાં નિકટ ભવિષ્યમાં જ બિરાજમાન થાય છે વા થઈ શકવા યોગ્ય છે. જેમની મૌન મુખમુદ્રા પણ બોધનું કારણ થાય છે. આ વીતરાગી ગંભીરતા પ્રશસ્તભાવે સ્તવન કરવા યોગ્ય છે. (૩૦૧) વર્તમાનમાં આયુ અલ્પ છે, આયુના સદ્ભાવમાં પણ શરીર પ્રાયઃ અશાતા ભોગવવાનું જ સાધન બને છે; ગમે તેટલી શરીરની સાવધાની / માવજત કરવાં છતાં પણ રોગાદિ ઉપદ્રવ થયા જ કરે છે; અને પૂર્વકર્મ પ્રમાણે તે હોય છે, વર્તમાન પ્રયત્નથી, તેનાથી (પૂર્વકર્મથી) બચી શકાતું નથી. એવી સ્થિતિમાં કાયાને મોક્ષમાર્ગમાં ખપાવી દેતાં (કાયાથી ઉપેક્ષિત થઈને પુરુષાર્થને મોક્ષમાર્ગ પ્રતિ યોજવામાં આવે તો) જો પરમશુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસપદની પ્રાપ્તિ થતી હોય તો ફૂટી કોડીના બદલામાં ચિંતામણી રત્નથી પણ અધિક લાભ થયો, તેમ સમજવા યોગ્ય છે. (૪૦૨) Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અનુભવ સંજીવની પરમતત્ત્વ / આત્મા ઈન્દ્રિયજ્ઞાનનો વિષય નથી, મનનો વિષય પણ નથી, તેથી મન દ્વારા વિચારવામાં આવે છે, ત્યાં સુધી આત્મા જણાતો નથી; માત્ર શરીરાદિ બાહ્ય પદાર્થો ઈન્દ્રિયોથી જણાય છે. આત્મા તો ખરેખર અતિન્દ્રિય સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે. તેમ જાણી, અન્યથા પ્રયત્નનો ત્યાગ કરી, મુમુક્ષુ જીવે ઉન્માર્ગથી બચવું અને સત્ય ઉપાય ગ્રહણ કરવો. (૪૦૩) શુદ્ધ ચૈતન્યની એકાગ્રતાની પરિણામ-શ્રેણીએ ચડેલા સાધક જીવને, પરકાર્યની અલ્પ પણ ચિંતા, ઘણું મોટું વિદન કરે છે, તેવી વસ્તુ સ્થિતિ છે, તો પણ પૂર્વકર્મના ઉદયના ઘેરાવા વચ્ચે રહીને જેમણે સ્થિર રહી, પુરુષાર્થ પરાયણ રહીને, આત્મ ધ્યાનથી ચલાયમાન ન થયા, તેવા મહાત્માઓનું અલૌકિક પરાક્રમ આશ્ચર્ય સહિત આનંદ ઉપજાવે છે, નમસ્કાર છે, તેમની વીરતાને !! ખરેખર આવો જ જિનમાર્ગ છે ! (૪૦૪) દેશના લબ્ધિ :- સ્વરૂપ-બોધ પરિણત આચાર્ય, સપુરુષનો પ્રત્યક્ષયોગ પ્રાપ્ત થતાં, તેમનાથી ઉપદિષ્ટ અર્થનું પ્રયોજનભૂત તત્ત્વનું ગ્રહણ, ધારણ, અને વિચારણાની શક્તિનો સમાગમ થાય, તેને દેશનાલબ્ધિ કહે છે. (ધ. પુ.૬) (૪૦૫) મોહનિંદ્રામાં જીવ અચેત જેવો રહે છે; સ્વરૂપની સંભાળ સ્વરૂપજાગૃતિ રહેતી નથી. જિનવચન અનુસાર ઉપદેશની ધારણા હોવા છતાં, પ્રમાદ અને પુરુષાર્થ હીનતા મિથ્યાત્વ દશામાં હોય જ છે. સમ્યકત્વભાવનાં સદ્ભાવમાં પુરુષાર્થ સહજ ઉત્પન્ન હોય છે, પુરુષાર્થહીનતા હોતી નથી; એવી અલૌકિક ચેતનાનો સંચાર રહે છે; તે જ જીવનું જીવન છે. તેના અભાવમાં વર્તતો મોહભાવ જ સંપૂર્ણ વિપત્તિઓનું મૂળ છે. (૪૦૬) જે જીવ ભવભયથી ડરે છે, તે આત્માર્થીજીવનું એક લક્ષણ છે. તે જીવને ગુરૂઆશા વા જિનભગવાનની આજ્ઞાનો ભંગ કરતાં ભય લાગે છે, અને જેને ભવ-ભયનો ડર નથી, તેને જિનઆજ્ઞા / ગુરુ-આજ્ઞાનો ભંગ કરવો સહજ છે. તેથી જ આત્માર્થીજીવને પરિભ્રમણથી છૂટવાની ભાવના અથવા દઢ મોક્ષેચ્છા સૌ પ્રથમ પાયામાં હોય જ છે. જો આ પાયો ન હોય તો પ્રાયઃ આત્માર્થતા જ સ્થાન પામતી નથી. બહુ બહુ વિચારના / અનુભવના અંતે આ સિદ્ધ થયેલું સત્ય છે. (૪૦૭) સ્વાધ્યાય પદ્ધતિ - વિપર્યાસનો ઉત્પાદક એવો દર્શનમોહ, તેનો ક્ષય કરવામાં શબ્દબ્રહ્મરૂપ સદ્ભુતની ઉપાસના, ભાવજ્ઞાનના અવલંબન વડે, સમ્યક પ્રકારે અભ્યાસવી; અર્થાત્ સતશ્રતના અભ્યાસ કાળે, તેનાં વાયરૂપ ભાવનું અવલંબન લેવું, અવધારવું – સમ્યક પ્રકારે લેવું એટલે Page #164 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૦૯ કે સ્વભાવ-સન્મુખતામાં રહીને, દઢ ભાવે રહીને, તત્ત્વતઃ સમસ્ત વસ્તુ જાણવી. આ સ્વાધ્યાય કરવાની યથાર્થ પદ્ધતિ છે. (૪૦૮) જેઓ મોક્ષમાર્ગી છે, તેઓ સદા સ્વાનુભવરસને દઢ કરે છે, ગાઢ કરે છે. ગ્રંથનું અધ્યયન કરતાં સ્વાનુભવનો જ પાઠ ભણે છે. જેમના વિચારમાં શાસ્ત્ર જ્ઞાન / સિદ્ધાંત જ્ઞાનના તરંગો / લહેરો ઊઠે છે, તેથી સિદ્ધાંતમાં પ્રવિણ-કુશળ છે, અને અધ્યાત્મવિદ્યાના પારગામી છે. તેઓ પવિત્ર હોવાથી પૂજનીય અને વંદનીય છે. ઉદયરૂપી કુતરા તો તેમની દૃષ્ટિ પડતાં જ ભાગવા લાગે છે, એવા જ્ઞાની જ્ઞાનરૂપી મદમસ્ત હાથી ઉપર બેઠેલા છે. (શ્રી બનારસીદાસ મોક્ષદ્વાર- ૩૧ના સ. સાર.) તેમના જ્ઞાનતેજથી / પ્રકાશથી સંશય, વિમોહ અને વિભ્રમ નાશ પામ્યા છે. અજ્ઞાન અંધકાર દૂર થવાથી જ્ઞાન પ્રકાશમાં તેઓ બિરાજમાન છે. (૪૦૯) - દર્શનમોહની ચેષ્ટા - અનાત્મીય પદાર્થમાં આત્મબુદ્ધિ, રાગાદિમાં કર્તા બુદ્ધિ / સુખબુદ્ધિ, શેય તત્ત્વમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ, પરસત્તામાં / રાગમાં એકત્વબુદ્ધિ, પરની મુખ્યતા, વિભાવની રુચિ, દુઃખમાં સુખની પ્રતીતિ, કુદેવાદિની શ્રદ્ધા (કત, કારિત અનુમોદનાથી), વીતરાગી દેવાદિનો નિષેધ. (કૃત, કારિત અનુમોદનાથી)લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા, કુસંગની રૂચિ, વિદ્યમાન સન્દુરુષની વિમુખતા / ઉપેક્ષા / અવર્ણવાદ, અપસિદ્ધાંત નિરૂપણ, જ્ઞાનના ઉઘાડની રૂચિ, મિથ્યા આગ્રહ, અહિતમાં હિતબુદ્ધિ, હિતરૂપ પ્રયોજન પ્રત્યે દુર્લક્ષ, અસરળતા (વક્રતા, હઠાગ્રહ), દોષનો પક્ષપાત, ગુણવાન પ્રત્યે માત્સર્ય, પર્યાયમાં એકત્વ / પર્યાયબુદ્ધિ (પર્યાયબુદ્ધિને લીધે, જ્ઞાન અથવા ચારિત્રગુણ વા વર્યાદિની ક્ષયોપશમ પર્યાય ઉપર વજન . અધિકાઈ . મુખ્યતા રહેવી.) ઉદય-ભાવમાં ચીકણા . રસયુક્ત પરિણામો, ભેદ પ્રધાનતા વા ભેદની રુચિ, અધ્યાત્મનો વ્યામોહ, મતાગ્રહ, વિપરીત અભિનિવેષપૂર્વક તત્ત્વનો સ્વીકાર (કલ્પિત અધિષ્ઠાન, કલ્પિત ધ્યેય), સ્વચ્છંદ વ્યવહારનો પક્ષ, સતધર્મ ને સ્વભાવની અરુચિ, કલ્પિત સાધનનો સ્વીકાર, આદિ. (૪૧૦) જે પાત્રતાવાન જીવને પુરુષનો જોગ થઈ જાય છે, અને તેથી મૂળ પદાર્થ પર લક્ષ જાય છે ને સંસારથી તરવાની કળા હાથ આવે છે ત્યારે તેને સર્વાર્પણ બુદ્ધિએ ભક્તિ ઊગે છે, અથવા છેવટની હદ સુધીની પરાભક્તિ ઊપજે છે. તે ઉપરાંત એમ સમજાય છે કે આ શ્રી ગુરુ ન મળ્યા હોત તો હું જેમ અનંતકાળથી સંસારમાં દુઃખી થઈ ભણું છું તેમ, હજી અહો ! કેટલા અનંત કાળ સુધી ભમતો રહેત? અહો ! અહો ! શ્રી ગુરુને ધન્ય છે ! કે જેમણે મને ડુબતો બચાવ્યો !! તેમનો અનુપમ ઉપકાર અવિસ્મરણીય રહે છે. (૪૧૧) Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અનુભવ સંજીવની અપ્રમત્તઆદિ ઉપરના ગુણસ્થાને પ્રમાદનો અભાવ હોવાથી, તે ગુણસ્થાનવર્તી જીવને આહાર સંજ્ઞાનો અભાવ હોય છે, અર્થાત્ તેમને ચાર સંજ્ઞામાંથી પ્રથમની આહારસંજ્ઞા હોતી નથી. કારણ કે આહાર સંજ્ઞાના કારણભૂત જે અશાતાવેદનીયની ઉદીરણા, તેની બુચ્છિત્તિ તો પ્રમત્ત ગુણસ્થાનમાં જ થઈ છે; તેથી તે કારણના અભાવને લીધે કાર્યનો પણ અભાવ થાય છે. તો પછી તેરમા ગુણસ્થાને તો આહાર કેવી રીતે સંભવે ?) બાકીની જે ત્રણ સંજ્ઞા છે, તે પણ મુનિરાજને ઉપચાર માત્ર છે, કેમકે તે ત્રણ સંજ્ઞાના નિમિત્તભૂત કર્મનો ઉદય હોય છે, તેટલી અપેક્ષા ઉદય માત્ર પુરતી છે; તો પણ ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા અપ્રમાદી જીવને કાર્યરૂપે હોતી નથી. (કારણ કે ત્યાં કાર્યરૂપે નિર્વિકલ્પ ધ્યાનદશા વર્તે છે.) (ગોમ્મસાર ગા. ૧૩૯) (૪૧૨). એ સામાન્યતઃ મુમુક્ષુ જીવ, ધર્મ / સ્વકલ્યાણની ભાવના લઈ, સન્માર્ગ પ્રતિ વળે છે, તે જો અંતરની ખરી ભાવનાપૂર્વક પ્રવેશ થયો હોય, તો પૂર્ણતાના ધ્યેયનો દઢ નિશ્ચય અવશ્ય કરે, અને જો તેમ કરે તો તત્ત્વના અભ્યાસ-ચિંતન-મંથન કાળે સ્વરૂપ-નિશ્ચય પ્રથમ સહજ કરે, પરંતુ અન્યથા ઉપાય ન કરે. યથાર્થ સ્વરૂપ લક્ષ કરી, મોક્ષમાર્ગના પુરુષાર્થમાં ઉદ્યમવંત થાય અને ભવ-ભ્રમણથી છૂટે. પરંતુ સામાન્ય ભાવનાથી પ્રવેશ થયેલા મુમુક્ષુને જો પૂર્ણતાનું ધ્યેય ન બંધાય તો પ્રાયઃ ભાવનામાં આગળ વધી શકે નહિ, અથવા ભાવના મોળી પડી જાય (કાળે કરીને). તેથી ધ્યેય તો અવશ્ય શીધ્ર બાંધી લેવું જ જોઈએ; અથવા ધ્યેય બાંધવાપૂર્વક પ્રવેશ થઈ ભાવના-પ્રધાન પરિણામો થાય તો અવશ્ય આગળ વધાય જ, (સ્વરૂપ નિશ્ચય અને પુરુષાર્થ પ્રત્યે), આમ યથાર્થ શરૂઆત મુમુક્ષુ દશામાં થવી ઘટે. (૪૧૩) ષ્ટિ વે નિર્ધાય પૂજી શુદ્ધિ કરી હુ હૈ” પૂ. સોનીની દ્ર. દ. પ્રકાશ ૪૮૦) – આ વચનામૃતમાં સમ્યક્રદર્શનનું સામર્થ્ય દર્શાવ્યું છે. જેમ બીજમાં વૃક્ષ જોવામાં આવે છે, તેમ સ્વરૂપદષ્ટિમાં પૂર્ણ શુદ્ધિ ભરી છે તેવો જ્ઞાનમાં નિર્ણય થાય છે, દૃષ્ટિના ગર્ભમાં મોક્ષ દેખાય છે, તેથી સમ્યકજ્ઞાનમાં દૃષ્ટિનો મહિમા આવે છે. આમ સમ્યક્દર્શનમાં અનંતુ ઊંડાણ છે; તે મપાય છે. બીજું દ્રવ્યદૃષ્ટિની ખૂબી પણ દૃષ્ટિના નિર્ણયમાં સમજાય છે, કે જે પૂર્ણ શુદ્ધિની એકાંત ઉપાદેયતા સ્વરૂપે છે, અને તેના યથાર્થ નિર્ણયના ગર્ભમાં પણ પૂર્ણ શુદ્ધિ પ્રગટ થાય તેવું સત્વ રહેલું છે. આવું ઉક્ત વચનામૃતમાં રહસ્ય છે; તે વચનને નમસ્કાર હો ! નમસ્કાર હો ! (૪૧૪) નવેમ્બર - ૧૯૮૯ શાસનની અવનતિ થઈ રહી છે, તે ઉન્નતિ થાય તેવો વિકલ્પ, પરમ કારુણ્યવૃત્તિને લીધે, Page #166 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૧૧ મહાપુરુષોને યથા સંભવ થઈ આવે. ત્યાં પ્રબળ જેનો દર્શનમોહ થયો છે, તેવા જીવો સ્વચ્છંદપ્રવૃત્તિને લીધે વેગે કરીને ઉન્માર્ગે ચાલે છે. અને તેના નિમિત્તે મૂળમાર્ગથી (શાસનમાં આવેલા) જીવો, કોટયાધિ જોજન દૂર થઈ જાય છે. તેમાં પણ વર્તમાન હૂંડાવસર્પીણી પોતાનું સ્વરૂપ બરાબર પ્રગટ કરે છે. તીવ્ર દર્શનમોહ વડે, સિદ્ધાંતમાં ફેરફાર કરી, શ્રુતિનો કોપ જાણે-અજાણે વહોરી લઈ, ભાવશ્રુતનું આવરણ ગાઢ કરી લ્યે છે, અને તીર્થંકરદેવની પરંપરા, તીર્થંકરદેવના નામે તોડે છે; ત્યારે નજર સામે ‘માતા’ની બેઈજ્જતિ થાય, તેથી વધુ વેદના ધર્માત્માને થાય છે – પરમાર્થદૃષ્ટિ ન હોય તો સમાધિનો નાશ થઈ જાય, તેવો આ વિકટ પ્રસંગ છે ! (૪૧૫) સમયસાર - સ્વસ્વરૂપ શુદ્ધાત્મા કઈ રીતે પ્રકાશે ? અર્થાત્ પ્રગટ થાય ? કે ‘સ્વાનુભૂત્યા’ પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે. આવો આ સ્વયં અનુભૂતિ સ્વરૂપ પોતે છે. માત્ર અનુભવરૂપ’' છું–આમ સ્વરૂપ પ્રકાશનનો સંક્ષેપ છે. વિસ્તારમાં, અન્ય દ્રવ્ય-ભાવના અભાવ સ્વરૂપ અનુભવ અર્થાત્ જ્ઞાનવેદન છે; અને સ્વ - વેદનથી સ્વાનુભવ છે. તેનું - પર વેદનના અધ્યાસીત ભાવથી નિવૃત્ત થઈ, સન્મુખ થઈ, જ્ઞાન અન્ય જ્ઞાનથી જણાય તેમ નહિ, પરંતુ જ્ઞાન સ્વયંને, જ્ઞાન વેદનાને વેદે – અવલોકન થવું, તેવો સૂક્ષ્મ અને ગંભીર ભાવ આમાં છે. (૪૧૬) = આગમમાં કે અધ્યાત્મમાં સંતુલન ગુમાવીને, આભાસી થયેલ જીવને, તેની માન્યતાનો સીધો નિષેધ કરવાથી પ્રાયઃ તે જીવને સમ્યક્ પ્રકાર પણ સંમત થતો નથી. (કોઈ વિશિષ્ટ પાત્રતાવાન જીવને છોડીને), તેથી સત્પુરુષો તેવા પ્રસંગે સીધો નિષેધ કરવાને બદલે, માત્ર ‘આભાસ-રહિત’ વસ્તુ સ્વરૂપ સમ્યક્દષ્ટિકોણથી દર્શાવે છે; ત્યારે સંભવતઃ પાત્રતા અનુસાર વિપર્યાસ છૂટવાનો અવસર પ્રાપ્ત થાય છે. આવી પદ્ધતિને લીધે વિવાદ / ઘર્ષણમાં પડવાથી બચી જવાય છે. (૪૧૭) પોતાનું કલ્યાણ ઈચ્છતા જીવોમાં પણ ક્વચિત્ કોઈક જ જીવ પરમાર્થને પ્રાપ્ત કરે છે, તેથી સંસારમાં બોધિ-દુર્લભપણું સ્પષ્ટતયા દશ્યમાન થાય છે. તો પણ જે સદા (સ્પષ્ટપણે) પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તે આત્માનું સ્વભાવથી એકત્વ સ્વરૂપ, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે છે), તે અધ્યાસને લીધે તિરોભૂત થઈ ગયું હતું, તેથી પોતાને આત્મજ્ઞપણું ન હતું, તેમજ બીજા આત્માને જાણનારની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, બોધિ–દુર્લભત્વ હતું, તેમ સમજાય છે. (૪૧૮) * જેમ દાહ્યાકારે પરિણમેલો અગ્નિ, અગ્નિ જ છે. તેમ શેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકભાવ તો જ્ઞાયકપણે જ જણાય, કેમકે જ્ઞેયાકાર અવસ્થામાં શાયકને જ્ઞેયકૃત અશુદ્ધિ થતી નથી. આવી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અનુભવ સંજીવની દૃષ્ટિ તે શાયકની દૃષ્ટિ છે અથવા સત્ય સ્વરૂપની દૃષ્ટિ છે. તેમાં કર્તા-કર્મ આદિ કારકોના ભેદો વિલય થઈ જાય છે, અને શાશ્વત પ્રગટ સ્વયં પ્રત્યક્ષ પ્રકાશમાન જયોતિ, એવા એક અખંડ ભાવ સ્વરૂપ પ્રતિભાસે છે. આવો પોતે શુદ્ધાત્મા છે. (સ.સાર. ગાઃ૬) (૪૧૯) / જ્ઞાન જાણવારૂપ ભાવે પરિણમે છે, અને વેદવા અર્થાત્ અનુભવ ભાવે પણ પરિણમે છે. ત્યાં જ્ઞાનની સ્વપરપ્રકાશક શક્તિમાં, માત્ર જાણવારૂપ ભાવની વાત છે, કારણ કે જ્ઞાન પરને વેદી શકતું નથી. પર શેયાકાર જ્ઞાનને પરપ્રકાશક જ્ઞાન કહે છે, ત્યારે પણ પોતે પરથી ભિન્ન જ્ઞાયકપણે જણાયો એટલે વેદાયો, તેમ લેવાનું છે. અને તેથી જ આ પ્રકારે પરથી ભિન્નપણે ઉપાસવામાં આવે છે. અન્ય રીતે ભિન્નતા થઈ શકતી નથી, અર્થાત્ ભિન્નતાનો વિચાર/ વિકલ્પ થવો તેમાં ભિન્નતા થતી નથી. (સ.સાર. ગાઃ૬) (૪૨૦) જ્ઞાન જ્ઞાનને જાણે, અન્યને જાણતું નથી; જ્ઞાન અન્યનું નથી – વગેરે પ્રકારે કથન આવે છે, ત્યાં પણ, જ્ઞાનવેદન અર્થાત્ અનુભવ કહેવા ધારે છે, તેમ સમજવા યોગ્ય છે. તેમ જ જ્ઞાન જ્ઞાનને જાણે છે, તેમાં એક જ્ઞાનની પર્યાય, થઈ ગયેલી, બીજી જ્ઞાનની પર્યાયને જાણે છે, તેમ કહેવાનો અભિપ્રાય નથી, પરંતુ ઉત્પન્ન વર્તમાન જ્ઞાન સ્વયં, પોતાને સ્વ-રૂપે વેદતું ઉત્પન્ન થાય છે.(પરલક્ષના અભાવમાં) ત્રિકાળીના લશે. આમ ત્રિકાળીના જ્ઞાનનું સ્વપણે વેદન, તે જ સ્વસન્મુખતા અથવા અંતર્મુખતા છે. આ જ ભાવાત્મક રહસ્ય છે. (૪૨૧) આત્મકલ્યાણ રૂપ પ્રયોજન સિદ્ધ થવા અર્થે, નિશ્ચય શુદ્ધ આત્માની મુખ્યતા કરાવીને નિશ્ચયનય / દ્રવ્યાર્થિકનયથી નિરૂપણ કરવામાં આવેલ છે, અને અશુદ્ધ દ્રવ્યાર્થિક એટલે પર્યાયાર્થિક નયના વિષયને ગૌણ કરાવી નિરૂપણ કરવામાં આવેલ છે. આવા જિનવચનમાં (આ પ્રકારે મુખ્યતા - ગૌણતા પૂર્વક) જે ૨મે છે, તે શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; ત્યારે પ્રમાણની પ્રાપ્તિ પણ યથાર્થ થાય છે, અર્થાત્ શુદ્ધ / ગુણ સ્વરૂપની ઉપાદેયતામાં, અશુદ્ધ અંશનો નિષેધ છે, તે યથાર્થ છે. (૪૨૨) વ્યવહારનય દ્વારા વ્યવહારી જનોને નિશ્ચય – સ્વરૂપનું પ્રતિપાન થતું હોવાથી, તેનાથી તીર્થની પ્રવૃત્તિ થાય છે, જે સહજપણે મોક્ષમાર્ગમાં વિચરતા જીવોને હોય છે એવા તે ધર્માત્મા નિશ્ચયનય દ્વારા તત્ત્વની પ્રાપ્તિ કરે છે. આથી ફલિત થાય છે કે ધર્મ તીર્થની પ્રવૃત્તિમાં / પ્રભાવનામાં, નિશ્ચયનું પ્રતિપાદન થતું હોય તો જ તે યથાર્થ પ્રવૃત્તિ છે, અન્યથા ધર્માત્મા જેવી પ્રવૃત્તિ કરાતી હોય તો પણ તેમાં યથાર્થતા હોતી નથી. આમ વ્યવહારનયથી ૧. ધર્મ—તીર્થની – - Page #168 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૧૩ પ્રવૃત્તિ થાય છે, ૨. તેમજ નિશ્ચયનું પ્રતિપાદન પણ થાય છે. તેથી તે પોતાના સ્થાને હોવા યોગ્ય છે, ત્યાં તેનો નિષેધ કર્તવ્ય નથી. પરંતુ સ્વયંના આરાધન કાળે તો તેનો પણ નિષેધ થઈને જ, સાધકને અનુભૂતિમાં પહોંચાય છે, જે અધિક મૂલ્યવાન છે અને મુખ્ય છે. (૪૨૩) સ્વાનુભવમાં – સુમંતા - સર્વ તરફ એક જ્ઞાન ઘન (અનંત જ્ઞાનમય) આત્મા–પોતે જ છે. એમ નિર્વિકલ્પભાવે સ્વાનુભવ છે. તેને ભેદથી એમ સમજાવાય છે કે શુદ્ધ સ્વભાવનું અવલંબન છે અને જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનને અનુભવ છે, પરંતુ જ્ઞાન અને આત્માનો ભેદ અનુભવાતો નથી. કારણ કે આત્મા સ્વભાવે સર્વતઃ એક વિજ્ઞાનઘનપણે છે, તેથી જ તે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે | અનુભવાય છે. તેમજ જ્ઞાન (પર્યાય) અને આત્મ (દ્રવ્ય) નો ભેદ પણ અનુભવાતો નથીઅનુભવભાવમાં તો આત્મામાં આત્માને નિશળપણે સ્થાપીને, નિર્વિકલ્પ થઈને, અભેદભાવે સ્વાનુભવ છે. (૪૨૪) Vઆવો સ્વાનુભવ, ભાવશ્રુતજ્ઞાનરૂપ છે; તેથી સર્વને સુગમ છે. વીતરાગી સંતોએ અતિ સુગમ શૈલીમાં જ્ઞાન છે તે આત્મા છે, અને આત્મા છે તે જ્ઞાન છે –એમ કહીને ગુણ-ગુણીની અભેદદષ્ટિમાં આવતું અભેદ સ્વરૂપ, પોતાના સર્વ પર્યાયોમાં એકરૂપ નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, અને પર નિમિત્તથી ઉત્પન્ન થયેલ વિકૃત ભાવોથી ભિન્ન, પોતાનું સ્વરૂપ – તેનું અનુભવન, તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે, તેમ કહ્યું, કારણ કે સમસ્ત દ્રવ્યશ્રુતના ઉપદેશબોધમાં આથી આગળ હવે કાંઈ ઉપદેશવાનું રહેતું નથી – આવો અનુભવ સંપ્રાપ્ત થયે, આત્માના સર્વ ગુણો ખીલી જાય છે. તેથી અનુભવમાં સર્વ ઉપદેશનો સાર પ્રાપ્ત છે. તેથી આખું જિનશાસન તેમાં સમાવેશ પામી ગયું–તે યથાર્થ છે. તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. (૪૨૫) જગતના જીવો, સાધારણ (પ્રાપ્ત) સંયોગોની ઉપાધિમાંથી મુક્ત થઈ / છૂટીને આત્મા પ્રત્યે પોતાના ભાવને વાળી શકતા નથી. તેટલું વજન સર્વથા ભિન્ન' એટલે સાવ નકામા' સંયોગ ઉપર રહે છે. પરંતુ જો ઓળખાણ થાય તો, આત્મા એટલો મહાન પદાર્થ છે કે જેની પાસે આખું જગત સડેલા તૃણ જેવું છે. તેથી જ્ઞાનીનું વજન આત્મા ઉપરથી ખસીને બીજા કોઈ સંયોગો ઉપર જતું નથી. ભાવમાં પોતાની મહાનતા ઘટતી નથી, તેથી જ શ્રુતમાં આત્માની ઓળખાણનું વિશિષ્ટ મહત્વ દર્શાવ્યું છે. (૪૨૬) જગતના અન્ય દર્શનમાં ઉપદેશબોધ અનેક પ્રકારે છે. જૈન દર્શનમાં પણ ઉપદેશ અનેક ભેદે નિરૂપણ કરેલ છે, તો પણ બન્નેમાં ઘણો તફાવત છે. તે નીચે પ્રમાણે મુખ્યપણે જાણવા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અનુભવ સંજીવની યોગ્ય છે : અન્ય મતમાં પદાર્થ-દર્શન વિના, માત્ર બુદ્ધિગમ્ય દોષ – નિર્દોષતાની મર્યાદિત પ્રરૂપણા છે. પણ ઉપદેશનો આધાર પદાર્થવિજ્ઞાન નથી. તેથી યુક્તિ / કલ્પના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવા ચાહે છે. ત્યારે જેને દર્શનમાં સ્વ.પર પદાર્થના ગુણધર્મો અને પરિણમનના અનુભવ જ્ઞાનપૂર્વક અનેક વિધ પ્રકારે, છતાં સંકલનાબદ્ધ અને સ્વાનુભવના અતિન્દ્રિય અમર્યાદિત ભાવના લક્ષબિંદુપૂર્વક, સર્વ ભેદ-પ્રભેદરૂપ ઉપદેશ છે. તે ઉપરાંત વચનાતીત નિર્દોષ અવસ્થાને, કથંચિત વચનગોચર અદ્ભુત સુગમ શૈલીથી, પામી શકવા યોગ્ય નિમિત્તપણાએ અલંકૃત – શોભાયમાન હોવાને લીધે, તેવી વાણીની પૂજયતાને રોકી શકાતી નથી. અર્થાત્ ખચીત્ પૂજય ભાવ; યથાર્થ સમજણ થતાં, ઉપજી આવે છે, રોકી શકાય નહિ–તેવા પ્રકારે.) (૪૨૭) આત્મજ્ઞાન આ અનુભૂતિ છે તે જ હું છું એવું સ્વયંનું-પોતાનું નિર્વિકલ્પ અનુભવરૂપ જ્ઞાન. આત્મદર્શન / શ્રદ્ધાન = ઉક્ત અનુભવમાં પોતાને જેવો જાણ્યો તેવો જ છું એવી નિર્વિકલ્પ પ્રતીતિ. આત્મચારિત્ર = ઉક્ત શ્રદ્ધા–જ્ઞાનથી પરથી ભિન્ન પડીને, પરિણામ સ્વયંમાં ઠર્યું–સ્થિર થયું આત્મસાધના = ઉક્ત શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનું એકતારૂપ પરિણમન-(સમકાળે થતું). (૪૨૮) સત્સંગ સરળતા સહિત ઉપાસવામાં આવે તો નિશ્ચયે તેનું ફળ મુક્તપણું છે. જ્યાં સર્વાર્પણબુદ્ધિથી સન્દુરુષના ચરણમાં રહેવાનો નિશ્ચય છે, ત્યાં સરળતા સહજ છે. અન્યથા સત્સંગના યોગમાં પણ જાયે . અજાણ્યે અસરળતા થઈ જાય છે, જે સ્વ.પર અહિતનું કારણ થાય છે. આ વિષયમાં શ્રી સોભાગભાઈનું ઉદાહરણ મુમુક્ષુ જીવને ગવેષણીય અને ઉપકારભૂત થાય તેવું છે. જેમણે પોતાના પ્રાયઃ સર્વ પરિણામ અને પ્રવૃત્તિ વિષે અત્યંત સરળભાવે, સહજભાવે, કૃપાળુદેવને નિવેદન કરવાનું થયું, પરમ પાત્રતાને લીધે. મુમુક્ષુ જીવે આ લક્ષમાં લેવા યોગ્ય છે. (૪૨૯) અંતર્મુખનો ચૈતન્યરસ / આત્મરસ યુક્ત સહજ પુરુષાર્થ કેમ ઉત્પન્ન થાય ? સમાધાન :- ભેદજ્ઞાનથી યથાર્થપણે પોતાનું ભિન્ન જ્ઞાનમય સ્વરૂપ પ્રત્યક્ષ ઉદ્યોતપણા વડે અંતરંગમાં પ્રગટ પ્રકાશમાન પરમાર્થ સરૂપે, ભગવાન જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે, તેમ જણાય. ત્યારે આત્મરસના વેગથી પરિણમન ખેંચાઈને અંતર્મુખ થાય, વ્યાપ્ય - વ્યાપકભાવે સ્વભાવમાં કેન્દ્રિત થાય. Page #170 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૧૫ આવું ભેદજ્ઞાન કેમ થાય ? સમાધાન – જ્ઞાન પોતાના સ્વ-રસથી, પોતે પોતાનું સ્વરૂપ જાણે, ત્યારે અવશ્ય જ્ઞાન પોતાના આત્માને સર્વ પરથી ભિન્ન જ જાણે. (૪૩૦) | ડિસેમ્બર - ૧૯૮૯ રસ – પરિણામમાં ઉત્પન્ન થતા રસમાં મુખ્યપણે જ્ઞાનપૂર્વક ચારિત્ર્યભાવની લીનતારૂપ કાર્ય છે. જ્ઞાનમાં જે શેય આવ્યું, તેમાં જ્ઞાન તદાકાર થતાં, ભાવની લીનતાના કારણથી અન્ય પદાર્થની / અન્ય શેયની ઈચ્છા ન રહે / ન થાય, તે રસ છે. પરિણામની શક્તિ રસમાં રહેલી છે. મિથ્યાત્વ અવસ્થામાં આવો વિભાવ રસ, ઈષ્ટ – અનિષ્ટપણાના પૂર્વાગ્રહ / માન્યતા સહિત ઉત્પન્ન થાય છે. તેથી નવ તત્ત્વમાં, તત્ત્વદૃષ્ટિએ તેને બંધતત્ત્વ' કહેલ છે. ધર્માત્માને તો સ્વરૂપે સાવધાની હોવાથી, વિભાવ-રસ તીવ્ર થતો જ નથી. ચારિત્રમાં ક્ષણિક તીવ્રતા થાય તો તેની લાળ લંબાતી પણ નથી, પરંતુ તેમને સ્વભાવ રસ તીવ્ર અનુભૂતિ માં થાય છે. તેથી ચિક્કરિણતિ થાય છે, અથવા પરિણતિ વધુ મજબૂત થાય છે. જેમ જેમ ચિસ વધતો જાય છે, તેમ તેમ આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે; અને વિભાવનો ક્ષય થતો જાય છે. (૪૩૧) નિર્પક્ષ થઈ સત્સંગ કરવામાં આવે તો અર્થાત્ પક્ષરહિત / પૂર્વગ્રહરહિત થઈ એટલે કે એકાંત આત્મહિતને લક્ષ્ય (આત્મહિતને મુખ્ય રાખીને સત્સંગ કરવામાં આવે તો સત્ જણાય' અર્થાત્ સત્ય સમજાય, અને પછી કોઈ પુરુષનો યોગ બને જે યોગ માટેની આશ્રય ભાવના ઘણી વૃદ્ધિગતું હોય તો પુરુષની ઓળખાણ થાય એટલે કે તે પુરુષ પ્રત્યેની વ્યવહારીક કલ્પના ટળે. જગતમાં જે પ્રકારે ઓળખાતા હોય તેમ ન ઓળખે. પરંતુ પરમ હિતનું પોતાનું કારણ જાણીને સમર્પિત થાય તો અવશ્ય ભવ-ભ્રમણ ટળે. (૪૩૨) 7 જેને સૈદ્ધાંતિક જ્ઞાન અથવા યથાર્થજ્ઞાન, સત્પુરુષો માને છે, તે અતિ અતિ સૂક્ષ્મ છે. આવી જ્ઞાનની સૂક્ષ્મતા અનુભવ' સંબંધિત છે. જેમકે જ્ઞાનની વ્યાપ્તિને અનુભવતાં, જ્ઞાન સર્વ પરદ્રવ્યથી, દેહાદિથી અને રાગાદિથી ભિન્ન અનુભવ ગોચર થાય છે. આમ જ્ઞાન સ્વયં અનુભૂતિ સ્વરૂપ હોવા છતાં, અને રાગાદિ વિભાવો જીવની વિકારી પર્યાયો હોવા છતાં, માત્ર પરમ પરિણામીક ભાવરૂપ ત્રિકાળ ધ્રુવ સ્વભાવ સામર્થ્યનું જ અવલંબન રહે છે, તે જ યથાર્થ છે; અથવા પ્રયોજનની સિદ્ધિ / પરમાર્થની પ્રાપ્તિ રૂપ છે, અને ત્યારે જ અવલંબન લેનાર અનુભૂતિ પોતાનું અંગ છે, એવું સૈદ્ધાંતિક જ્ઞાન સપ્રમાણ થાય છે. જેમાં વ્યક્ત પર્યાય પ્રત્યે પણ ઉદાસીનતા રહે છે. (૪૩૩) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અનુભવ સંજીવની અનાદિથી જીવને રાગાદિ વિભાવનું વેદન અધ્યાસીત ભાવે મુખ્યપણે વેદાય છે; તે જ્ઞાનવેદનની મુખ્યતા થયા સિવાઈ, ગૌણ થાય નહિ, તેથી તેમ થવું ઘટે છે, તો પણ જ્ઞાનવેદન મુખ્ય થવામાં પર્યાયને મુખ્ય કરવાનું અહીં કહેવામાં આવતું નથી; પરંતુ આવું જ્ઞાનવેદન, અખંડ ત્રિકાળી અસ્તિત્વમયી ધ્રુવ સ્વભાવમાં સ્વપણું થતાં જ સહજ ઉદય પામે છે. અખંડ મહાન આશ્ચર્યકારી અદ્ભુત સ્વભાવમાં, શ્રદ્ધાભાવ અભેદ થતાં, ફેલાઈ જતાં, પ્રસરી જતાં જ પ્રસિદ્ધ વેદન ગૌણ સહજપણે થઈ જાય છે. જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર થયેલાં પરિણામ, વ્યાપ્ય-વ્યાપકભાવે સ્વરૂપાનુભવ કરે છે, સ્વરૂપલાભ લઈ, સ્વરૂપનિવાસ કરે છે. તેથી સહજ વિભાવ અંશથી ભિન્ન થઈ વર્તતા એવા તે વિભાવને પરજ્ઞેયની જેમ જાણે દેખે છે. આમ સાધકને એક જ સમયમાં એક જ પરિણામમાં બન્ને પ્રકારનો (જુદો જુદો) અનુભવ થાય છે. અને અનાકુળ સ્વાદના પ્રત્યક્ષ વેદનથી આકુળતાના સ્વાદની વિરુદ્ધતા અનુભવ ગોચર થાય છે. (૪૩૪) જીવના પરિણામ બે પ્રકારે છે, શુદ્ધ અને અશુદ્ધ. તેમાં અશુદ્ધતા પરભાવભૂત હોવાથી હેય છે, અને શુદ્ધતા સ્વભાવભૂત હોવાથી ઉપાદેય છે. આ વિવેક પરિણામ અંગેનો છે. પરંતુ શુદ્ધ પરિણામ સ્વયં સ્વભાવની ઉપાદેયતા થવાથી જ ઉત્પન્ન હોય છે; બીજી રીતે તેની ઉત્પત્તિ થતી નથી. તેથી શુદ્ધ પરિણામને ઉપાદેય કહેતાં, તેમાં સ્વભાવની ઉપાદેયતા અભિધેય છે. હવે નિયમસાર આદિ સત્ શાસ્ત્રોમાં પરિણામ માત્ર હેય (ક્ષાયિક / પૂર્ણશુદ્ધ દશા પણ) છે અને એક પોતાનું પરમ પારિણામીક ભાવ સ્વરૂપ જ ઉપાદેય છે. – એવા વચનો / કથનો આવે છે. ત્યાં પરિણામ માત્રનું અવલંબન, આશ્રય, મુખ્યતા અને દૃષ્ટિ કરવા યોગ્ય નથી, તેવો અભિપ્રાય છે. પરંતુ તેવા પરિણામ જ થવા ન જોઈએ;' તેમ, અશુદ્ધતાની માફક નિષેધ કરેલ નથી. આવી હેય-ઉપાદેયની જુદી જુદી મર્યાદા સમજવા યોગ્ય છે, જેથી અનર્થ ન થાય. (૪૩૫) રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જાણી, ભેદજ્ઞાન કરવું સૂક્ષ્મ અવશ્ય છે, તો પણ જે ભવ્ય આત્મા છૂટવાનો કામી છે, તે નિજઅવલોકનનો અભ્યાસ કરે છે; તેમાં તેને રાગાદિ ભાવ દુઃખરૂપે (આકુળતારૂપે), મિલનતારૂપે, અને પોતાથી વિપરીતતારૂપે અનુભવાતા માલૂમ પડે છે; અને જ્ઞાન નિસકુળ, પવિત્રભાવે, સ્વપણે થતુ માલૂમ પડે છે, અવલોકનના અભ્યાસ સિવાઈ, ભેદજ્ઞાન કરવા સુધી પહોંચી શકાતું નથી. ભિન્ન સ્વભાવવાળા ભાવો - સ્વભાવ અને વિભાવનું અનાદિથી એકત્વ થઈ રહ્યું છે; તો પણ કેમ થઈ રહ્યું છે, તે પોતે સમજી શકતો નથી, તેથી દુર્ગમ અને અઘરૂં લાગે છે. પરંતુ અવલોકનનો અભ્યાસ થવાથી જ્ઞાનમાં, (પોતાનું સ્વકાર્ય કરવાની રુચિ હોવાથી,) સૂક્ષ્મતા આવે છે, અને તેથી વિભાવ અને જ્ઞાન સ્વભાવ વચ્ચેની સંધિ જણાય છે, ત્યારે ભેદજ્ઞાન થવાની ક્ષમતા આવે છે, જે અપૂર્વ છે. (૪૩૬) Page #172 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૧૭ પરણેય જણાતાં, જ્ઞાન જ્ઞાનભાવમાં રહે અને શેયનું અવલંબન ન લ્ય, સ્વ - અવલંબનમાં જ રહે, તો તે જ્ઞાન નિરુપાધિકભાવે, માત્ર જ્ઞાતાભાવે પુરુષાર્થથી તથા પ્રકારના પુરુષાર્થથી, સોપાધિક પણે નહિ પરિણમતું હોવાને લીધે, તેને મન વશ વર્તે છે. જેને મન વશ વર્તે છે, તે જ આત્મા, આત્મા વિષે સ્વરૂપસ્થ / સ્થિર થવા સમર્થ છે. તે પહેલાં મનની ગતિ ચંચળતાનો પ્રકાર પણ આશ્ચર્યકારક તીવ્ર હોય છે, જેથી ધ્યાનનો બાહ્ય પ્રયોગ યોગ-ઉપયોગી નિષ્ફળ જાય છે. (૪૩૭) મુમુક્ષજીવને જ્યાં સુધી અસત્સંગની ઉપેક્ષા / ઉદાસીનતા થાય નહિ, ત્યાં સુધી સત્સંગ ફળવાન થાય નહિ, અર્થાત્ સત્સંગ પ્રાપ્ત હોય તો પણ સત્સંગથી ઉપદેશ સમજાયો હોય તો પણ સજ્ઞાનની પ્રાપ્તિમાં ઘણાં પ્રકારે અંતરાય હોય છે; તેમ જાણી દઢ નિશ્ચયથી અસત્સંગમાં, અપ્રમાદભાવે જાગૃત રહી ઉદાસપણે વર્તવા યોગ્ય છે. તેમજ સત્સંગ સિવાઈ સર્વ અન્ય સંગ જીવને અસત્સંગ છે, તેમ જાણવા યોગ્ય છે. કુસંગ તો (અવગુણી, રંગરાગમાં તીવ્ર રસવાળાં, સદેવગુરુ શાસ્ત્ર, તથા વિદ્યમાન સત્પુરુષની વિરાધનામાં વર્તતા જીવો તો દૂરથી જ ત્યાગવા જેવો છે. (૪૩૮) / સત્સંગનો સામાન્ય અર્થ સત્ જેને પ્રગટ છે, તેવા મહાત્માના સંગ-ચરણ સામીપ્યને કહેવામાં આવે છે. પરંતુ વર્તમાન કાળે તેની દુર્લભતા ઘણી છે. તેથી આત્માર્થી જીવો, સમગુણી જીવો, એક ધ્યેયવાળા જીવોનો સંગ પ્રાયઃ સત્સંગ કહેવા યોગ્ય છે. પરંતુ ચાર વિકથા રહિત, સત્ સ્વરૂપ અને તેની પ્રાપ્તિ સંબંધિ વિચારણામાં જ તેની સમાપ્તિ પ્રાયઃ થાય છે. તેમાં ગુણ-દોષની પણ અનેક પ્રકારે વિચારણા થતી હોવા છતાં, પરસ્પરના દોષો, ગુણ દૃષ્ટિએ વિચારવાની પદ્ધતિનો પ્રાયઃ અભાવ વર્તે છે. ત્યાં સુધી સરળતાની ખામી રહે છે, અથવા નિષ્પક્ષ થઈ સત્સંગ કરવામાં આવતો નથી, અને થોડો અથવા ઘણો સ્વચ્છંદ પણ ચાલુ રહે છે, અને ત્યાં સુધી સપુરુષના યોગે પણ, તેમની ઓળખાણ થઈ શકતી નથી. ત્યાં અપ્રગટ સત્ • પોતાનું સ્વરૂપ તો ઓળખવું ન જ બને, તે સહેજે સમજાય તેમ છે. (૪૩૯) જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરવા, તેવા પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેમની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દૃષ્ટિએ વર્તવું, તે અનંત સંસારને નાશ કરનારું છે. એમ શ્રી તીર્થકર કહે છે.” (શ્રીમદ્ રાજચંદ્રજી–૩૮૩) તેથી સ્વાભાવિકપણે એમ ફલિત થાય છે કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી, તેવા પ્રસંગને અનુમોદન થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે. આ ઉપરાંત પ્રાયઃ એવું બને છે કે જીવ ઓઘસંજ્ઞાએ જ્ઞાની પુરુષના ગુણગ્રામઆદિ પ્રવૃત્તિ ભાવે તો પરિણમે છે પરંતુ સરળતા અને સ્વ-૫ર હિત સંબંધી પરમ ઉપયોગ દૃષ્ટિના અભાવે, પ્રાપ્ત સત્સંગને અપ્રાપ્ત ફળવાન સંજ્ઞાએ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અનુભવ સંજીવની ઉપાસે છે. તેથી પરમ યોગ–અયોગ સમાન થઈ પડે છે. (૪૪૦) જેનો દર્શનમોહ આત્મકલ્યાણની અંતરની ભાવના થવાને લીધે, મંદ થયો છે, તેવા જીવને, સજીવનમૂર્તિ આત્મજ્ઞાન સ્વરૂપ સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે, એવો જે બોધ, તે પ્રત્યે ઃએકલક્ષપણે વર્તવાનું થાય છે, એક ધ્યાનપણે વર્તવાનું થાય છે, એક લયથી / લગનીથી વર્તવાનું થાય છે, એક ઉપયોગપણે - જાગૃતિ ઉત્પન્ન થઈને વર્તવાનું થાય છે, ઉત્તરોત્તર ચડતા પરિણામ ભાવશ્રેણીએ વર્તવાનું થાય છે—એવો અપૂર્વ મહિમા, અનંત લાભ થવાનું ભાસવાથી આવે છે; કે જેથી બીજી સર્વ વૃત્તિમાં ‘પ્રેમ’ મટી જાય છે; અને ત્યારે અને તો જ તે બોધ પરિણામ પામે છે. અન્યથા બોધ મળવા છતાં પરિણમતો નથી. ઉક્ત પ્રકારે અપૂર્વ મહિમા આવતાં, અવશ્ય જીવનું કલ્યાણ થવું સમીપ જ છે, તે નિઃસંદેહ છે. (૪૪૧) જાન્યુઆરી - ૧૯૯૦ > મુમુક્ષુ જીવને સત્પુરુષ અને સાસ્ત્રના યોગે અનેકવિધ પ્રકારે ઉપદેશની પ્રાપ્તિ અર્થાત્ જાણપણું થાય પરંતુ પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દૃષ્ટિ હોય તો જ પોતાને આવશ્યક ઉપદેશ ગ્રહણ કરવાના પુરુષાર્થમાં જોડાય છે, અન્યથા જાણપણાનો સંતોષ આવી જાય છે. પ્રયોજનની તીક્ષ્ણ દૃષ્ટિવાળો જીવ જ આવી તારવણી કરી શકે છે, અથવા સત્પુરુષના સમીપ વર્તીને, આવા પ્રકારે માર્ગદર્શન મળવાથી, તે આત્મહિત સાધવામાં ભૂલતો નથી. નહિ તો વર્તમાનકાળમાં ભૂલવામાંથી બચવું અતિ કઠીન છે. (૪૪૨) આત્મવસ્તુ ગુણ-ધર્મ આદિ ભેદ સહિત છે અને ભેદ રહિત પણ છે. નય પક્ષથી ભેદ ગ્રહણ થતાં રાગની ઉત્પત્તિ અવશ્ય થાય છે તેથી સમસ્ત નયપક્ષને છોડી, અભેદ-શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરતાં, પક્ષાંતિક્રાંત દશા પ્રાપ્ત થાય છે, અર્થાત્ વીતરાગ ભાવરૂપ સમયસાર થવાય છે, તેથી સ્વરૂપગુપ્ત થઈને સાક્ષાત્ અમૃત પીવાય છે. તેથી પદાર્થ ભેદાભેદ સ્વરૂપ હોવા છતાં પણ ‘ભેદ’ માત્ર જાણવાનો વિષય છે, ગ્રહણ કરવાનો વિષય નથી. જે અભેદ સ્વરૂપનું ગ્રહણ કરે છે, તે જ ખરેખર તત્ત્વવેદી છે. (૪૪૩) ધર્માત્માની અંતર પરિણતિ અચળ, અંતરંગમાં ઉગ્રપણે જાજવલ્યમાન અને જ્ઞાતાભાવરૂપ જ્ઞાનશકિતથી અત્યંત ગંભીર હોય છે. જે નિકટ ભવી જીવને, તેનું અંતર-દર્શન થાય છે, તેને યથાર્થ બહુમાન આવે છે. તે ખરેખર આત્મ સ્વભાવનું બહુમાન છે. તેથી ઓળખનાર અવશ્ય તરી જાય છે. આ પ્રકરણનું સુંદર ઉદાહરણ એક કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી છે, બીજા પૂ. શ્રી Page #174 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૧૯ નિહાલચંદ્રજી સોગાની છે. આ બન્ને મહાત્માઓએ વર્તમાન અતિ દુષમકાળમાં મધ્યમ આર્થિકસામાજિક કુટુંબ મધ્યે રહીને, પ્રવૃત્તિકાળમાં પણ, પૂર્વ પ્રારબ્ધને સમ્યક પ્રકારે વેદતાં, ઘણા સમયે નિર્જરા પામે તેવાં કર્મને, અલ્પ સમયમાં (અલ્પ આયુષ્ય હોવા છતાં) બાહ્ય ત્યાગ કર્યા (થયા) વિના પણ, નિર્જરા કરી, “એક ભવતારી પદ પ્રાપ્ત કર્યું; તે ચૈતન્ય સ્વભાવનો લોકોત્તર . ગંભીર ચમત્કાર - આત્મહિતના લક્ષે મુમુક્ષુજીવે સમજવા જેવો છે. પૂ. કૃપાળુદેવ બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી શકે તેવા હોવા છતાં, પ્રવૃત્તિ-નિવૃત્તિમાં સમપણે રહેવાનો બળવાન પુરુષાર્થ, સંસારની વિચિત્ર અને વિકટ પરિસ્થિતિમાં કરવા દઢ નિશ્ચયપૂર્વક રહી, લોકોત્તર વિવેકે વર્યા છે. તેઓશ્રીની આવી સૂક્ષ્મ આચરણાથી પ્રબળપણે–વેગથી સંસાર પરિસમાપ્ત કરવાની પુરુષાર્થમયી અલૌકિક વિચક્ષણતા અને કુશળતા ખરેખર વંદનીય છે. જો કે ત્રણે કાળના જ્ઞાનીઓનું આ પ્રકારનું આચરણ, સનાતન આચરણ છે. પરંતુ જેઓ વિકટ પરિસ્થિતિમાં સંસાર – પરિક્ષણ કરે છે, ત્યાંથી સ્વભાવ વિશેષે કરી પ્રકાશમાન થતો હોવાથી તે પ્રસંગ, સ્વ-પર ઉપકારી થાય છે, તેથી સ્તુત્ય છે, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. (૪૪૪) પોતે કોણ છે ? કેવો છે ? તેના બેભાનપણાને લીધે જીવ શુભ કર્મ પ્રવૃત્તિને (તેના ઉદયને). સારી સમજી (અભિપ્રાયપૂર્વક) રાગ તથા સંસર્ગ કરે છે અને બંધનમાં પડે છે. જો પોતાની અનંત મહાનતા, સામર્થ્ય આદિનું ભાન થાય તો, જડ દ્રવ્ય-ભાવમાં વ્યામોહ ન પામે . ન થાય. એટલું જ નહિ, પર્યાય બુદ્ધિ પણ ન રહે, તેથી જડ દ્રવ્ય-ભાવ ગમે તે સ્વાંગ ધારણ કરે, તો પણ તેની ભિન્નતા અને તુચ્છતા જ રહે; તેમજ પર્યાય બુદ્ધિના અભાવને લીધે. કોઈપણ પર્યાય, સંતોષ – મિથ્થા સંતોષનો વિષય ન બને. (૪૪૫) દ્રવ્ય – વસ્તુના સ્વરૂપનો (આત્માનો) દ્રવ્યાનુયોગ અપેક્ષિત સૂક્ષ્મ વિચાર – જીવ દ્રવ્યના અનંત ગુણ - સર્વ ગુણ અસહાય (કારણકે – દરેકને પોતાની પોતામાં અનંત શક્તિરૂપ સામર્થ્ય છે), સ્વાધીન (પરિણમવામાં કોઈની મદદની જરૂર નથી, અને શાશ્વત છે. દરેકની ગુણ-પરિણતિ, જે તે ગુણના લક્ષણથી, સર્વને ચારા–ચારા સિદ્ધ - પ્રસિદ્ધ કરે છે. તે પરિણતિમાં ગતિ, શક્તિ, જાતિ પોત પોતાની ગુણ અનુસાર હોય છે. દા. ત. ગતિ શક્તિ જાતિ જ્ઞાનગુણ :- જ્ઞાન / અજ્ઞાન સ્વપર પ્રકાશક સમ્યક / મિથ્યા ચારિત્રગુણ :- સંકલેશ / વિશુદ્ધિ સ્થિરતા | અસ્થિરતા મંદ | તીવ્ર તો પણ દરેકની સત્તા દ્રવ્ય પ્રમાણ છે. અર્થાત્ એક દ્રવ્યની એક અભેદ સત્તામાં સર્વ રહેલાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અનુભવ સંજીવની છે. તેથી પ્રત્યેક ગુણને અનંત ગુણનું રૂપ મળે છે—હોય છે. અને તે એક એક ગુણથી બીજા સર્વ ગુણની સિદ્ધિ થાય છે. તેથી એક એક ગુણ બીજા સર્વ ગુણની અપેક્ષાઓ રાખે છે. દા.ત. ચેતના ગુણે, સર્વગુણોને ચેતનરૂપ કર્યા. અગુરુલઘુગુણથી સર્વ ગુણોને પણ અગુરુલઘુ રૂપ છે. પ્રમેયનું પ્રમેયત્વ સર્વ ગુણોને ન હોત તો સર્વ ગુણો અપ્રમાણતાને પ્રાપ્ત થાત. (૪૪૬) ( જેમ કોઈ આદિવાસીને ચિંતામણી મળવા છતાં, તે તેના પ્રકાશમાં ફકત રાત્રે રસોઈ બનાવી, દિવાનું તેલ બચાવે છે; તો તેની દરિદ્રતા મટતી નથી; પરંતુ કોઈ રત્ન-પારખુ તેને તેની કિંમત બતાવે તો તેનું દારિદ્ર તુરત જ ટળે છે. તેમ પોતાનું અનંત સામર્થ્ય ન જાણતાં જીવ, દેહાર્થે પોતાની શક્તિ ખર્ચીને અનંતકાળ, અનંત પરિભ્રમણના દુઃખને અનુભવે છે, તેને સ્વરૂપજ્ઞાની શ્રીગુરુ સ્વરૂપ - મહિમાનું જ્ઞાન કરાવે છે, ત્યારે સંસાર દુઃખ સહજમાં ટળે છે. (૪૪૭) * દર્શનમોહથી પરમાં સ્વપણાનો ભાવ થાય છે, ત્યારે જીવ મીઠાશ વેદે તો મોહ વૈરી પ્રબળ થાય છે, અને જીવની શક્તિ હાનિ પામે છે; પરિણામે ચોરાશી લાખ યોનીના દુઃખ પ્રાપ્ત થાય છે. આવા પ્રબળ અનિષ્ટને સમ્યક્ત્વ રોકે છે. * દર્શનમોહ જ જીવને બહિર્મુખ રાખે છે, તેને હણી, સમ્યક્ત્વ જીવને અંતર્મુખ કરે છે; અને અમૃતરસનું આસ્વાદન કરાવે છે. * દર્શનમોહે જ પોતાને - અનંત જ્ઞાનાદિ ગુણના ધણીને ભૂલાવી દીધો છે;–(સમ્યક્ત્વ) તેને - ભૂલાવાને ફરી આવવા દેતો નથી. * આ પ્રકારે સમ્યક્ત્વ સર્વ અવગુણભાવોનો પ્રતિકાર કરનાર બળવાન યોદ્ધો છે; જેના તેજથી સર્વ કર્મ દૂરથી જ પીઠ દઈને નાસવા લાગે છે. * દર્શનમોહથી અનિત્ય એવા શરીરાદિ સંયોગમાં નિત્યતા મનાય છે, દેહના નવ દ્વારથી શ્રવતા પદાર્થોમાં આસક્તિ થાય છે, તેવા અજ્ઞાન / વિપરીત ભાવને ઉત્પન્ન થતું – સમ્યક્ત્વ રોકે છે. સંક્ષેપમાં સર્વ અવગુણોનું રોધક અને સર્વ ગુણોને પ્રગટવાનું મૂળ સમ્યક્ત્વ છે. (૪૪૮) પરમ સત્સંગમાં સાધના થવી સાનુકૂળ છે; તેથી મુમુક્ષુ જીવને અંતરથી તેવી ભાવના થવા યોગ્ય છે, કે જેથી પરમ સરળતાથી પોતાનાં પરિણામોનું નિવેદન કરી, જે તે સમયે, જે તે યથાર્થ પ્રકારનું - માર્ગદર્શન પ્રાપ્ત થઈ, તદનુસાર પોતે પ્રયોગારૂઢ થઈ, સન્માર્ગ પ્રતિ ગતિ કરી શકે. આવો સુયોગ ઉત્કૃષ્ટ પાત્રતાવાન જીવને નિર્વાણનું કારણ છે. તેનું જવલંત ઉદાહરણ શ્રી સુભાગ્યભાઈ અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ છે. ભૂતકાળે આ પ્રકારે અનંત જીવો બૂજ્યા છે, અને ભાવિમાં અનંત બૂજશે. પ્રત્યક્ષ યોગ ત્રિકાળ જયવંત વર્તો' તેથી જ પ્રત્યક્ષ સત્પુરુષ જીવંત આગમ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૨૧ અરે ! જીવંત જિનશાસન છે; તેનું મૂલ્યાંકન કોઈ વાણી કહી શકે નહિ; માત્ર અનુભવ ગમ્ય (૪૪૯) જ્ઞાનમય ભાવ તે અવિકાર આત્મમય ભાવ છે. તેવા ભાવમાં રાગાદિ વિકાર કરવાનો સ્વભાવ નહિ હોવાથી, મોહ ભાવમાં અચારિત્રભાવમાં) નિરુત્સાહ અર્થાત્ ઉત્સુકતા હોતી નથી, થતી નથી; પરંતુ તે ભાવ, આત્માને સ્વભાવમાં સ્થાપે છે. આથી એમ જણાય છે કે સ્વરૂપનું અજ્ઞાન જ આત્માને રાગાદિ ભાવમાં પ્રેરે છે, ઉત્સાહિત કરે છે. જ્ઞાયકપણે રહેવામાં ભાવ પ્રતિબંધ નથી. વળી તે જ્ઞાનમયભાવ રાગદ્વેષના પ્રવાહને રોકનારો ભાવ છે, તેમજ દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો (૪૫૦) મુમુક્ષુ જીવને ધર્માત્મા-જ્ઞાની પુરુષનું જીવન અર્થાત્ પરિણમન સમજવું, સૂક્ષ્મ અંતરંગ પરિણમન સમજવું ઉપકારી છે; સપુરુષની ઉદયભાવમાં નીરસતા અને તે નીરસતાનો આધાર કારણ એવું આત્મ-સ્વરૂપનું અવલંબન, તે અવલંબન લેતો શ્રદ્ધાભાવ, તે અવલંબન લેતો એવો જ્ઞાનભાવ, અને તે બન્ને સાથે વર્તતો પુરુષાર્થ અર્થાત, જ્ઞાન અને શ્રદ્ધાનું જોર કે જે ગુણનું અથવા સ્વભાવનું પરિણમન છે, કે જેના ઉપરથી ગુણ-સ્વભાવનું પ્રત્યક્ષ દર્શન થાય છે. આમ સન્માર્ગે વિચરતા, સ્વયંના માર્ગે સ્વયંના કારણથી ચાલ્યા જતાનું દર્શન, દર્શન કરનારને, દર્શનમાત્રથી આરાધનાનું કારણ થવાથી, અને તે અપૂર્વ હિતરૂપ હોવાથી, તે પરમ સત્સંગનું મહત્વ ગ્રંથ-ગ્રંથોમાં મહાપુરુષોએ ગાયું છે, તે યથાર્થ છે–અત્યંત યથાર્થ છે. (૪૫૧) / સત્સંગ કાળે સાધર્મી મુમુક્ષુઓએ પરસ્પરની પ્રશંસાથી, તેમજ પોતાની આત્મશ્લાઘાથી દૂર રહેવું જોઈએ. તે ઉપરાંત સરળતાથી પોતાના દોષોનું નિવેદન કરતા રહેવું જોઈએ કે જેથી વ્યકત કરાયેલ દોષથી મુકત થવાના ઉપાય સંબંધી સુવિચારણા – પરસ્પરનો વિમર્શ ચાલે; અને વિશેષ સરળતાએ ઉન્માર્ગે જતા સાધર્મને મુક્ત રીતે દિશા સૂચન–વાત્સલ્યભાવપૂર્વક ચેતવણી, શુદ્ધ હિતેચ્છુ ભાવનાથી કરવામાં વા કહેવામાં આવે તો આગળ વધવામાં સજ્જનનો (સત્ + જન) સંગ મળી ગયાનું સદ્ભાગ્યને સૌભાગ્ય ગણવું જોઈએ. આ રીતે પ્રાપ્ત સત્સંગ મુમુક્ષુજીવને મહા ઉપકારી (૪૫૨) પૂર્વ પુષ્ય યોગથી પ્રાપ્ત સત્સંગમાં જાગૃતિ | આત્મહિતની સાવધાની થઈ, યથાર્થ કાર્યપદ્ધતિ, પૂર્ણતાના ધ્યેયપૂર્વકની, આવતાં અવશ્ય હિત સધાય છે. પરંતુ પ્રાયઃ જીવ સત્સંગનું મૂલ્ય સમજવામાં ભૂલ કરે છે. તેથી પ્રાપ્ત સત્સંગ નિષ્ફળ થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કરે છે. પરંતુ જેને સત્સંગનું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અનુભવ સંજીવની મૂલ્ય સમજાય છે અને સત્સંગની ભાવના તીવ્ર ભાવના પછી સત્સંગનો યોગ મળે છે તો ઘણું કરીને તે જીવ પ્રાપ્ત સત્સંગને નિષ્ફળ થવા દેતો નથી. વળી જે જીવને દુર્લભ સત્સમાગમ પ્રાપ્ત હોવા છતાં, દુર્લક્ષ સેવે છે, તેનો શરૂઆતથી જ અક્ષમ્ય અવિવેક હોઈને ઉપરની કોઈ ભૂમિકામાં વિકાસ થઈ શકે નહિ, તેમ વસ્તુ સ્થિતિ છે. આવી વસ્તુ સ્થિતિથી અજાણ જીવ ગમે તે અન્યથા પ્રયત્ને ચડી જઈ વૃથા સમય ખોવે છે. મનુષ્યપણું હારી જાય છે. (૪૫૩) મુમુક્ષુ જીવે, શાસ્ત્ર સિદ્ધાંત સંબંધી ક્ષયોપશમ વિકાસ પામતાં (અભિનિવેષ ન થાય, તે માટે) વિશેષ જાગૃત રહેવું આવશ્યક છે. તેમાં પણ સાધર્મી મુમુક્ષુઓ વચ્ચે તત્ત્વચર્ચા વા શાસ્ત્રસ્વાધ્યાય કાળે ‘હું જાણું છું તેવા ભાવમાં, અથવા ઉપદેશકના સ્થાને રહી સત્સંગ કરવા યોગ્ય નથી. પરંતુ પોતાને જે પ્રકારે પદાર્થનું સ્વરૂપ અથવા ઉપદેશનું સ્વરૂપ ભાસે તે પ્રકારે નિવેદન કરવા યોગ્ય છે, અને તે પણ આત્માર્થ જેમ સધાય છે, તેમ ખુલાસા સહિત જેથી સામા આત્માર્થીને સાચાખોટા દર્શાવવાનો ભાવ નથી તેમ લાગે અને વાત્સલ્ય વધે, તે પ્રકારે સત્સંગ થવા યોગ્ય છે. (૪૫૪) ફેબ્રુઆરી - ૧૯૯૦ શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન સહજપણે રહ્યા કરે, તે સર્વ ઉપદેશ-બોધનું તાત્પર્ય છે. તો જ દશા પૂર્ણતા પામે. સૂક્ષ્મકાળ માટે પણ શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન છોડવા યોગ્ય નથી; તે છૂટતાં જીવ અવશ્ય બંધાય છે. જ્યાં કેવળ અંધકાર છે, ચૈતન્યનો પ્રકાશ નથી. શુદ્ઘનય જીવની પરિણતિને અનંત મહિમાવંત સ્વરૂપમાં બાંધે છે. તેના (શુદ્ઘનયના) અભાવમાં જીવ રાગમાં બંધાય છે. આ શુદ્ઘનય સર્વ કર્મોનો મૂળથી નાશ કરનારો છે. (૪૫૫) આત્મા આત્મસામર્થ્ય અને તેના આધારે ઉત્પન્ન પરિણામ અતુલ છે. સાતમી નારકીની પ્રતિકૂળતા અને સ્વર્ગની ઉત્કૃષ્ટ અનુકૂળતાથી નિરપેક્ષ રહીને સ્વભાવના બળે સમ્યગ્દર્શનાદિ ભાવ ઉત્પન્ન થઈને ચાલુ રહે છે. જે આત્મા સ્વયં જ્ઞાનરૂપે પરિણમે તેને પરદ્રવ્ય, અજ્ઞાનરૂપે કહી પરિણમાવી શકે નહિ. અરે ! ત્રણેય લોકથી તેને તોળી શકાય તેમ નથી, તેવું અતુલ અમાપ એક સમયનું પરિણામ - સામર્થ્ય જેનું હોય, તેના ત્રિકાળી અક્ષય સ્વરૂપની શક્તિ કેવી અચિંત્ય અને આશ્ચર્યકારી હોય !! તે સહજ સ્વીકારી શકાય તેમ છે. આવા અતુલ આત્મસ્વરૂપને અવગણીને અન્ય દ્રવ્ય - ભાવને તુલ દેવું તે મહા અવિવેક છે. (૪૫૬) પ્રગટ જ્ઞાનનું સ્વરૂપ-જ્ઞેય નિરપેક્ષ- જાણનક્રિયા છે. તેથી તેવા અનુભવ ગોચરપણાને લીધે, જાણનક્રિયાના આધારે જ્ઞાનમાં / જ્ઞાનમાત્રમાં સ્વ’પણું થઈ શકે છે. અર્થાત્ વર્તમાન જ્ઞાનક્રિયા Page #178 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૨૩ પોતામાં, પોતાથી, પોતાના આધારે જ્ઞાનને સ્વરૂપે ગ્રહણ કરી શકે છે. આમ ભેદવિવક્ષાથી કહી શકાય, જાણી શકાય (સમજાવવા માટે) વસ્તુતઃ અર્થાત્ તત્ત્વતઃ જ્ઞાન અને જાણનક્રિયા જુદા નહિ હોવાથી જ્ઞાન જ સ્વયંનો આધાર છે, તેને સ્વસંવેદન અર્થે કોઈના આધારની જરૂર નથી. આમ અંતર-અવલોકનથી જણાતાં, અનાદિ રાગની આધારબુદ્ધિ તૂટે છે; પરની આધારબુદ્ધિ પણ મટે છે; ત્યારે ભેદજ્ઞાન ઉદ્ભવે છે. જેથી પરભાવનું કર્તૃત્વ અને એકત્વ નાશ પામે છે. (૪૫૭) ઉપરોક્ત પ્રકારે ભેદજ્ઞાન ઉદ્ભવતાં, વર્તમાન વર્તતું જ્ઞાન, સમસ્ત શેયોથી ભિન્નપણે વર્તતું થયું અને સ્વયં જ્ઞાનમય પણે વર્તતું થયું. એકત્વને ચેતે છે – અનુભવે છે. નિજ સ્વરૂપના મહિનામાં રત એવા પુરુષો, આ પ્રકારે અધ્યાત્મની મસ્તિપૂર્વક આત્માને ધ્યાવતાં, સર્વ સંગથી વિમુક્ત થઈ, કર્મ-ક્ષય કરે છે. નમસ્કાર હો તેમને !! તેમના પવિત્ર માર્ગને ! ત્રિકાળ નમસ્કાર હો !! તાત્પર્ય એ કે ભેદજ્ઞાન નિરંતર ભાવવા યોગ્ય છે. મુક્તિનો એકમાત્ર ઉપાય આ ભેદજ્ઞાન (૪૫૮) Vઅનંતકાળમાં સર્વદા જીવે પોતાના કલ્યાણ કરવાના ઉપાય વિષે ઉપેક્ષા જ સેવી છે. જીવને અંતરના ઊંડાણથી ક્યારે પણ છૂટવાની ખરી તૈયારી થઈ જ નથી, અથવા જીવે કરી નથી. તે પોતાનો મહાન અપરાધ છે—સૌથી મોટો દોષ છે. આવા પોતાના અપરાધનો અંતરથી પશ્ચાતાપ થયા વિના, ખરી આત્માર્થીતા પ્રગટતી નથી, અને તેમ થયા વિના જીવ ઉપર ઉપરથી કલ્યાણ થવાની આશાથી બહારની ક્રિયામાં જોર કરે, પરિશ્રમ કરે પરંતુ કલ્યાણની દિશામાં એક અંશ પણ તે આગળ વધી શકે નહિ. પ્રાયઃ જીવ જે શરૂઆતમાં ભૂલ કરે છે, તે અસત્સંગમાં સત્સંગની કલ્પના છે. પરીક્ષાબુદ્ધિથી જીવ જો આ વિષયમાં વિવેક ન કરી શકે તો તેને ખરેખર આત્મહિતનો વિચાર ઉગ્યો જ નથી, તેમ લાગે છે. ખરો આત્માર્થી અસત્સંગમાં એક ઘડી પણ ઊભો ન રહે ળ રહેવા ચાહે. (૪૫૯) સર્વથા અસંગ અથવા ભિન્ન આત્મ સ્વરૂપથી અજાણપણાને. અજ્ઞાનને લીધે જીવ કર્મોદયમાં પ્રવર્તતાં પોતાપણું અનુભવે છે, તેથી બંધાય છે. પરમાં પોતાપણાના અનુભવથી અશક્યને શક્ય બનાવવાની વૃથા પ્રવૃત્તિ, દુઃખદાયક પ્રવૃત્તિ થાય છે. આમ સંસારની સ્થિતિ છે. મોક્ષમાર્ગમાં આવતાં જ્ઞાનમાં સ્વપણું અનુભવાય છે, ત્યાં પૂર્વકર્મના ઉદયથી આવી પડેલી પરિસ્થિતિમાં પોતાપણું નહિ અનુભવાતું હોવાથી, અરસ પરિણામે વેઠ કરનારની જેમ, ઉદયવસ, પ્રવૃત્તિ કરતો દેખાય છે, ત્યાં જ્ઞાતાભાવ / સાક્ષીભાવ વર્તતો હોવાથી રંજિત પરિણામના અભાવને લીધે અકર્તા અર્થાત્ બંધન (તેને) નથી. પોતાના પ્રગટ અવ્યાપકપણાના અનુભવથી, પોતે છૂટો Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અનુભવ સંજીવની જ રહે છે, તેથી બંધન કેમ થાય ? સાથે સાથે જ મુક્ત ભાવના બળવાનપણાને લીધે, નિર્મળતા વૃદ્ધિગત થતી જાય છે, અને આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે. અલ્પ અસ્થિરતા રોગવત્ જણાય છે, તેથી તેમાં પ્રીતિ કેમ થાય ? (૪૬૦) સ્વપદના અજ્ઞાનને લીધે અનાદિથી જીવ, વિભાવમાં - ક્ષણિક અને અસ્થિર ભાવમાં, સ્વપદ માનીને, સ્થિર થવા , નિત્યતા પામવા પુરુષાર્થ કરે છે, જે દુઃખદાયી છે, પરંતુ અસ્થિર ભાવમાં સ્થાયિતા એવા આત્માને ઠરીને સ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી. (સ્થાયી સ્થાન મળતું નથી.) કારણ કે તે અપદભૂત છે. એક સ્વપણે અનુભવાતુ સ્વસંવેદનરૂપ જ્ઞાન જ સ્વપદભૂત હોવાથી સ્થાયિતાનું સ્થાન છે, ત્યાં જ ઠરીને, વિશ્રામ / અભિરામ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યક્ પુરુષાર્થ વડે તે આસ્વાદવા યોગ્ય છે. વિપત્તિઓનું તે અપદ છે, તેમાં કોઈપણ આપદા પ્રવેશ કરી શકતી નથી, તેવુ નિરાપદ છે. તેને અનુભવતાં જગતનાં સર્વ ઈન્દ્ર આદિ પદો અપદરૂપે ભાસે છે. (૪૬૧) આ - પ્રત્યક્ષ વિદ્યમાન - આત્મા જ્ઞાનસમુદ્ર, અનંત ગુણ રત્નોનો ભંડાર, એક જ્ઞાન જળથી ભરેલો છે. તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્ય રત્નાકર, જ્ઞાન-પર્યાયો સાથે જેનો અભિન્ન રસ છે એવો પર્યાયમાં જ્ઞાનનાં અનેક ભેદોથી પ્રગટ થાય છે; તે સર્વ પર્યાયો એક જ્ઞાનરૂપ જ જાણવી; ખડખંડ રૂપે તે અનુભવવા યોગ્ય નથી. જો કે શેયના નિમિત્તે જ્ઞાનના અનેક ભેદો હોવા છતાં, તેના મૂળ અસલ સ્વરૂપને વિચારતાં તે “જ્ઞાનમાત્ર એક જ છે; અને તે એક જ મોક્ષનું સાધન છે. જો કે જીવ વસ્તુનો નિર્ણય કરવા માટે, નિર્ણયની ભૂમિકામાં અન્વેષણ કાળે, તેના દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ રૂપે વિચારવી; પરંતુ અનુભવકાળે વસ્તુ-આત્મા પોતે પ્રત્યક્ષ હોવાથી, સર્વતઃ એક જ્ઞાનરૂપે જ અખંડભાવે, જેમાં સમસ્ત ભેદ નિરસ્ત થયા છે, તેવો અનુભવાય છે. (અનુભવ કાળે ગુણ-પર્યાયના ભેદોનું પ્રયોજન પણ નથી.) આવું આ જ્ઞાનપદ તે સાક્ષાત્ મોક્ષ સ્વરૂપ જ છે; સ્વયં સંવેદ્યમાન છે; અને તે જ્ઞાનગુણ (જ્ઞાન જ્ઞાનને અવલંબે તેવા જ્ઞાનગુણ) થી જ પ્રાપ્ય (૪૬૨) કર્મોદયમાં નવો બંધ કરવાની શક્તિ નિમિત્તત્વ) છે, તેથી અજ્ઞાનદશામાં ઇષ્ટ . અનિષ્ટ બુદ્ધિ હોવાથી, પરિણામમાં કષાયશક્તિ (રસ) વિદ્યમાન રહેતી હોવાથી, કર્મોદયની બંધ કરવાની શક્તિ (ઝેરવતું) તેવી ને તેવી ઊભી રહે છે. પરંતુ જ્ઞાનીને ભોગ પ્રતિ હેયબુદ્ધિ છે, તેથી ભોગના પરિણામમાં કષાય શકિતનો (રસ) અભાવ થતાં, કર્મોદયની બંધ કરવાની શકિતનો નાશ કરે છે. રાગમાં એકત્વનો અભાવ . એ રૂ૫ ભેદજ્ઞાનના મહા આશ્ચર્યકારી સામર્થ્ય વડે કર્મોદયની બંધ Page #180 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૨૫ કરવાની શક્તિને હણી નાખે છે. જેમ વૈદ્ય ઝેરની શક્તિને વિદ્યાના બળથી રોકે છે તેમ આત્માના આનંદ અમૃતનો તીવ્ર રસ, કષાયરસના ઝેરને હણી નાખે છે. તેથી ઉદયકાળે કષાયરસ સહજ ઉત્પન્ન થઈ શકતો નથી. (૪૬૩) Wજ્ઞાનદશામાં પોતાનું જ્ઞાન સ્વરૂપ, અભેદ, એક શાશ્વત સત્વરૂપે, નિત્ય પ્રગટ, અભેદ્ય, સ્વતઃ સિદ્ધપણે અચળ અનુભવાય છે. તેથી જ્ઞાની સર્વ પ્રકારના ભયથી રહિત, નિર્ભય હોય છે, અને અનુભવના બળથી નિઃશંક હોય છે. તેથી તે સમસ્ત કર્મને હણે છે, અને બંધાતા પણ નથી. સમ્યક્દર્શનની સાથે જ નિઃશંકતા, નિઃકાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢતા, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના જે સમ્યકત્વના અંગભૂત છે તે ઉત્પન્ન થઈ જાય છે. અખંડ એવું સમ્યકત્વ સર્વાગ ક્ષતિ વિનાનું હોય છે. અર્થાત્ આઠમાંથી એકપણ અંગ ઓછું હોતું નથી. ૧/૨ ચિત્ સ્વરૂપ લોકના અનુભવથી–આ લોકભય, પરલોક ભય થતો નથી. ૩. અભેદ જ્ઞાન-રસના વેદનથી–વેદના ભય થતો નથી. ૪. સત્પણાને લીધે–અરક્ષા ભય થતો નથી. ૫. અભેદ્યપણાને લીધે–અગુપ્તિ ભય થતો નથી. ૬. શાશ્વતપણાને લીધે–મરણ ભય થતો નથી. ૭. નિત્ય એક અચળપણાને લીધે–અકસ્માત ભય થતો નથી. તેથી તે પ્રકારના પરિણામથી થતાં બંધ નથી; પરંતુ નિઃશંકતાદિ ગુણો વર્તતા હોવાથી પૂર્વકર્મની નિર્જરા થાય છે. (૪૬૪) છે સત્સંગ (મુમુક્ષુને માટે) સર્વોત્કૃષ્ટ સાધન તરીકે સર્વ સમર્થ મહાપુરુષોએ કહ્યું છે, તે પરમ સત્ય છે. અત્યંત અનુભવપૂર્ણ અને મહત્વપૂર્ણ આ સત્ય ખરેખર મુમુક્ષુ જીવને ભાવમરણથી બચાવવા માટે અમૃત જ છે. જે જીવ સત્સંગના લાભને સમજી શકતો નથી, તે પ્રત્યક્ષ સત્સંગને ગૌણ કરીને, સાધનાંતરને . આગમ આદિને મુખ્ય કરે છે, તે ખચીતુ ભૂલ કરે છે. સત્સંગ બે પ્રકારે ઉપલબ્ધ થાય છે. એક સપુરુષના ચરણની સમીપતા, તે ઉત્કૃષ્ટ સત્સંગ છે, કે જે પરમ ભક્તિથી ઉપાસવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે. વૈરાગ્ય સમેત સરળ પરિણામે.). બીજું ઉપરોક્ત પરમ સત્સંગના અભાવમાં આત્માર્થી જીવોએ પરસ્પર મળીને સન્માર્ગ પ્રતિ પ્રગતિ કરવા અર્થે, નિષ્પક્ષપણે પોતાના દોષો ટાળવા અર્થે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની વૃદ્ધિ અર્થે, ધર્મ | તત્ત્વ વાર્તા કરવી, તે છે./ - મુમુક્ષુ જીવે, ઉપરોકત વિષયને અનુભવેથી સમજી, તેનું મૂલ્યાંકન કરવા યોગ્ય છે. સત્સંગની ઉપેક્ષા કરનાર, તત્ત્વની અપેક્ષા રાખે તો વ્યર્થ પરિશ્રમ થાય, તે લક્ષમાં લેવા યોગ્ય છે. (૪૬૫) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અનુભવ સંજીવની મોક્ષમાર્ગમાં જે વિધિ–નિષેધરૂપ પરિણામ છે, તે હેય-ઉપાદેયરૂપ વિવેકપૂર્ણ પરિણમન છે; તે વિવેકથી ઉત્પન્ન ફળસ્વરૂપે વીતરાગભાવમાં સ્થિર થતાં વિધિ-નિષેધનો અભાવ થઈ, જ્ઞાતાદૃષ્ટાભાવે રહેતાં, નિદ્દ ભાવ થઈ કેવળ સમભાવ વર્તે છે. તેથી જ ભવ–અને મોક્ષનો પરમ વિવેક કરનાર કૃપાળુદેવ ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો’—એવી અસંગદશાની ઉપાસનાની ભાવના સાથે નિર્દદ – નિજસ્વરૂપમાં સ્વરૂપભૂત પરિણામે અભેદતા સાધી, શુદ્ધ-અશુદ્ધ સર્વે પર્યાયો પ્રત્યે ઉપેક્ષાભાવ સહજપણે રહે – તેમ ભાવના ભાવી છે. સમભાવી આત્મ સ્વરૂપના આશ્રયે તદાકાર સમભાવ વેદવાના પ્રકારનું આ પ્રસિદ્ધત્વ છે. આમ મોક્ષમાર્ગમાં આવી પરસ્પર વિરૂદ્ધ દેખાતી દશા હોવા છતાં, અનેકાંતિક સંતુલન અને સાધ્ય- સાધકપણાને લીધે તેમાં અવિરૂદ્ધપણું (૪૬૬) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ – બે પદાર્થના પોતાના ધમો. અપેક્ષિત ધર્મો ને લીધે ભજે છે, તેથી તેનો પણ વસ્તુસ્થિતિમાં સમાવેશ થાય છે, અને તે અનાદિ અનંત છે. તેમાં બે પ્રકાર છે. એક તો નિમિત્ત મળતાં અવશ્ય નૈમિત્તિક અવસ્થા સંયોગોમાં રહેલા પદાર્થોમાં થાય છે. દા.ત. જીવના વિકારીભાવના નિમિત્તે તેવું જ (Degree to Degree) કર્મ બંધાય તેવી જ રીતે જ્ઞાનમાં શેયનું પ્રતિભાસવું – બિંબ – પ્રતિબિંબ – અનિવાર્ય છે. દર્પણવત્ આવા નિમિત્ત– નૈમિત્તિક સંબંધમાં અપવાદ હોતો નથી. બીજું કર્મનો ઉદય આવતાં જીવને તેવા વિભાવનું પરિણમન થાય વા ન થાય. તે જ પ્રમાણે ગુરુના ઉપદેશ અનુસાર સર્વ શિષ્યોને સરખું જ્ઞાન થતું નથી. આમ નિમિત્ત . નૈમિત્તિક સંબંધનું અનેકાંતપણું છે. તેનું તાત્પર્ય પોતાનું ઉપાદાનને સંભાળવું તે છે. તેમજ પ્રત્યેક દ્રવ્યની સ્વ-કાર્યમાં સંપૂર્ણ ભિન્નતા, સ્વતંત્રતા અબાધિત છે. તે રાખીને ઉપરોક્ત સંબંધ વિચારવા યોગ્ય છે. (૪૬૭) અધ્યાત્મ અને આગમમાં, શ્રદ્ધા – જ્ઞાનના વિષયભૂત સિદ્ધાંતો નિરપવાદ હોય છે, પરંતુ ચારિત્ર વિષયક સિદ્ધાંતોમાં, પ્રયોજનની સિદ્ધિ અર્થે અપવાદનો સ્વીકાર કરવામાં આવેલ છે. જેમકે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય પરિણામોને આશ્રય / અવલંબનને યોગ્ય નિજ પરમાત્મ તત્ત્વ જ છે. તેમાં અપવાદ નથી. પરંતુ પૂર્ણ વીતરાગતા જ ઉપાદેય હોવા છતાં, મોક્ષમાર્ગમાં સાધકને ભૂમિકા અનુસાર રાગને જે હેયબુદ્ધિએ આવે છે, તેને વ્યવહાર ગણીને સંમત કરવામાં આવેલ છે; તે તે ભૂમિકાની મર્યાદામાં થતો રાગ સહવર્તી વીતરાગતાને હણી શકતો નથી, પરંતુ તે પોતે ઘટતો | ક્ષય પામતો જાય છે, અને વીતરાગતા વૃદ્ધિગત થતી જાય છે. આમ સિદ્ધાંતમાં અપવાદ અને નિરપવાદ એમ બે પ્રકાર જાણવા યોગ્ય છે. (૪૬૮) Page #182 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૨૭ ✓ મુમુક્ષુ જીવને તત્ત્વજ્ઞાનના અભ્યાસકાળે સ્વભાવના લક્ષ, સ્વભાવનો રસ આવે, તે જ ઉચિત છે. જેથી સ્વભાવની રુચિ વૃદ્ધિગત થઈ સ્વભાવનો આશ્રય થવાનો અવસર આવે. જો તે પ્રકારે સ્વાધ્યાય ન થાય તો, શબ્દોનો, વચનશૈલીનો, સ્વાધ્યાયના રાગનો, જ્ઞાનના ઉઘાડરૂપ વિકાસનો, નવા નવા ન્યાયોના કુતૂહલ વગેરેનો રસ આવ્યા વિના રહેશે નહિ. તે અનાત્મરસ છે, તેમાં રોકાઈને સમય ગુમાવી દેવાનું થશે. તેથી એકમાત્ર સ્વભાવ સિવાય, અન્ય રસ ન કેળવાય જાય, તેવી જાગૃતિ હોવી આવશ્યક છે. તે પ્રમાણે શ્રવણ, ચિંતન, મનન, ઘોલન, એ સર્વમાં સ્વભાવનું લક્ષ હોય તો જ યથાર્થ છે. અન્યથા અનાદિ પર્યાયના એકત્વને લીધે, તે તે ક્રિયાકાળે તે તે પર્યાયનું લક્ષ સહેજે રહેશે; અને પર્યાયનું એકત્વ દઢ થશે. આથી એમ ફલિત થાય છે કે પરિણામની યથાર્થતા અને અયથાર્થતા લક્ષ' ને આધારિત છે. (૪૬૯) / ઉપદેશ-બોધ અનુસાર જીવ પ્રાયઃ કર્તવ્ય અને અકર્તવ્યને સમજી - વિચારી - પ્રવર્તે છે. ત્યાં સ્વરૂપલક્ષ પૂર્વક પ્રવર્તવું યોગ્ય છે. સ્વરૂપ-લક્ષ સ્વરૂપ સામર્થ્યનાં ભાવભાસનથી ઉત્પન્ન હોય છે. અને તેના અભાવમાં જીવ અનાદિથી વર્તમાન કર્મજનિત અવસ્થારૂપે પોતાને માનીને પ્રવર્તે છે. તેથી સ્વરૂપ–નિશ્ચય વિના કર્તવ્ય અકર્તવ્યનાં વિષયમાં યથાર્થતા આવી શકે નહિ, આમ હોવાથી મુમુક્ષુ જીવે સૌ પ્રથમ સ્વરૂપનિર્ણયની દિશામાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે. તે પહેલાં કર્તવ્ય – અકર્તવ્યના બોધને અનુસરવા જતાં, જ્ઞાન અને પુરુષાર્થ આદિ પરિણામો ઉપર અનિવાર્યપણે જોર - વજન ચાલ્યું જશે. તે તે પરિણામોમાં કર્તૃત્વ આવી જતાં કૃત્રિમતા પણ થઈ જશે. પરંતુ સ્વભાવ સહજ અકૃત્રિમ હોવાથી, અકર્તા સ્વભાવના લક્ષે સહજ કાર્ય થશે – તો પણ ઉપેક્ષા થઈ સ્વભાવનાં એકત્વનું બળ ઉત્પન્ન થઈ પર્યાયનું કર્તૃત્વ / એકત્વ મટશે. (૪૭૦) જે પુરુષ / આત્મા, અશુદ્ધતાનું નિમિત્ત એવું જે પરદ્રવ્ય, તેમાં અજ્ઞાનભાવે થતુ મમત્વ, તેનો સ્વરૂપજ્ઞાનપૂર્વક અભાવ કરી, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન થાય છે, તે પુરુષ નિયમથી સર્વ અપરાધોથી રહિત થયો થકો, બંધનો નાશ કરીને, સદા પ્રકાશમાન થયો થકો, આત્મજયોતિ વડે નિર્મળપણે ઉછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ, તેનાથી જેનો પૂર્ણ / અનંત મહિમા છે એવો મહિમાવંત થતો થકો, મુક્ત થાય છે. – આ મુક્ત થવાનો પ્રક્રમ છે. (સ.સાર.ક. -૧૯૧) (૪૭૧) - અનાદિથી શુદ્ધજ્ઞાનમય નિજ સ્વરૂપથી અજાણ એવો આ જીવ, પ્રકૃતિ સ્વભાવરૂપે પોતાને અનુભવે છે; અર્થાત્ પ્રકૃત્તિ સ્વભાવમાં સ્થિત રહી ‘હું’– પણે અનુભવે છે, અને એ રીતે ઉદિત કર્મફળને સ્વતંત્રપણે અધ્યાસીત ભાવે ભોગવે છે. જ્યારે આ જીવને પોતાનું શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ, ભેદવજ્ઞાન વડે અનુભવાય છે, ત્યારે પ્રકૃતિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અનુભવ સંજીવની સ્વભાવથી નિવર્સેલો હોવાથી, શુદ્ધ-જ્ઞાનમય સ્વને એકને જ હું પણ અનુભવતો થકો, ઉદિત કર્મફળને ભિન્ન જ્ઞયપણે જાણે છે. પરંતુ તેનું હું પણ અનુભવાવું અશક્ય હોવાથી વેદતો નથી. આમ, પરિણમનના બન્ને પ્રકાર જાણીને વિવેકી પુરુષોએ વિપરીત પ્રકાર છોડી, સમ્યક પ્રકાર સેવવા યોગ્ય છે. (સ.સાર, ગા. ૩૧૬). (૪૭૨) - મુમુક્ષુ જીવને સ્વરૂપ - ચિંતવનાદિ પરિણામ સ્વરૂપ લક્ષે સહજ થવાં ઘટે છે. નહિતો, તે પ્રકારે નહિ થતાં ચિંતવન-મનન કર્તવ્ય છે' - તેવા અભિપ્રાયથી થાય છે. ઉક્ત અભિપ્રાય / ઉદ્દેશ્યથી થતાં પરિણામ કાળ, લક્ષના અભાવને લીધે, તેમાં ઓઘસંજ્ઞા / કલ્પના આદિ અવશ્ય થઈ જશે અને તેથી વિપર્યાસ મટવાને બદલે વૃદ્ધિગત થશે. મુમુક્ષુને જો સ્વરૂપલક્ષ ન થયું હોય તો, સ્વરૂપનું લક્ષ થાય તેવા પ્રયાસપૂર્વક સ્વાધ્યાય ચિંતવન, અંતરખોજ, જિજ્ઞાસા વગેરે હોવા ઘટે; જેથી નવો વિપર્યાસ ઉત્પન્ન ન થાય અને ચાલતો વિપર્યાસ મટવાનો અવસર આવે. આ રીતે મુમુક્ષુ ભૂમિકામાં અયથાર્થતા ન થાય અને યથાર્થપણે પરિણામ પ્રવર્તે તો સ્વાનુભવ સુધી પહોંચી શકાય. નહિ તો ઉલટાનું મોક્ષમાર્ગથી દૂર જવાનું થાય - તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. (૪૭૩) જ્ઞાનદશામાં જ્ઞાનચેતનામય પરિણમન હોવાને લીધે, પરદ્રવ્ય પોતારૂપે (હું પણ અનુભવવાની અયોગ્યતા હોવાથી, અશાતા આદિ ઉદયમાં જ્ઞાની તેને વેદતા નથી. પરંતુ શુદ્ધાત્મ સ્વભાવમાં નિશાળ એવા તે, જ્ઞાતાભાવે ઉદયને માત્ર જાણે છે. આવું જ્ઞાનીનું અંતરંગ પરિણમન છે, જે અલૌકિક છે, ભક્તિ કરવા યોગ્ય છે અને વંદનીય છે. તેમને ચારિત્રમોહનાં સદ્ભાવ અનુસાર ઉદય ભાવ – પ્રવૃત્તિ થાય, તેના પણ એક ન્યાયે જ્ઞાતા છે, તો એક ન્યાયે તેના નાશનો ઉદ્યમ તેમને વર્તે છે. તેઓ શુદ્ધનય વડે પોતાના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્ અનુભવ કરે છે. તેથી મુક્ત જ છે; અને તેથી પરમ ભક્તિથી – બહુમાન કરવા યોગ્ય છે. (૪૭૪) ઉપદેશબોધની વચન-શૈલી ઉપદેશાત્મક અને આજ્ઞાર્થ વાચક (Imperative) હોય છે. જેથી ઉપદેશની પ્રેરણા જાગૃત થઈને, સરળતાથી ઉપદેશ ગ્રહણ કરવાનું બને. પરંતુ મોક્ષમાર્ગમાં કોઈપણ પરિણામ કર્તાભાવે થાય તે યોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ સહજ ભાવે થાય તે યોગ્ય છે, અને તે વિષયક સ્પષ્ટતા યથાર્થ ઉપદેશ કરનાર અવશ્ય કરે છે. મોક્ષમાર્ગના પરિણામોની આવી સહજતા કઈ રીતે ઉત્પન્ન થાય, તે વિધિથી અજાણ જીવો, અનાદિ પર્યાયનું કર્તુત્વ છોડી શકતા નથી. - તેઓ વર્તમાન અવસ્થામાં હું પણું - રાખી, સ્વરૂપદર્શન, સ્વરૂપધ્યાન, આદિ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી. તેથી યથાર્થ વિધિના ક્રમનો વિચાર કરતાં, જેને પોતાના મૂળ સ્વરૂપનું પોતા રૂપે ભાવભાસન થાય, તેને આશ્રયભૂત Page #184 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની મૂળ નિજ શુદ્ધાત્મપદમાં ‘હું પણું' સહજ થાય અને તેમ થતાં, સહજ ઉત્પન્ન સમ્યગ્દર્શન, સ્વરૂપલીનતા, આદિ પર્યાયોનું જ્ઞાન થાય. અકર્તૃત્વભાવે જ્ઞાન રહે. આ રીતે ઉપદેશાત્મક વચનો અને કાર્યની યથાર્થ વિધિનું અવિરોધપણું જાણવા યોગ્ય છે; અન્યથા ઉપદેશ-શ્રવણ અનુસાર અવિધિએ પ્રયત્ન કરતાં પર્યાયનું એકત્વ જ દૃઢ થઈ જાય; અને તેથી દર્શનમોહ વધે. (૪૭૫) = ૧૨૯ //ભાવના અને ઇચ્છામાં ઘણું અંતર છે. શરૂઆતમાં જ પૂર્ણશુદ્ધિના ધ્યેયવશ, મુમુક્ષુ જીવને મોક્ષ અભિલાષ, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, આત્મશાંતિની ભાવના વગેરે ભાવનારૂપ પરિણામો થાય છે, તેમાં તત્સંબંધી યથાર્થ પ્રયત્નનો અભ્યાસ અવશ્ય હોય તો જ તે ખરી ભાવના છે. અને તેવા પ્રયત્ન – અભ્યાસનું કેન્દ્રસ્થાન પોતાનું ધ્રુવસ્વરૂપ હોય છે. તેથી તેવી ભાવનામાં સંતુલન ખોઈને પર્યાય પ્રતિ જોર, કે પર્યાયત્વના રસથી માત્ર પર્યાયનું અવધારણ થઈ પર્યાયબુદ્ધિ દઢ થતી નથી. પરંતુ કેન્દ્રસ્થાને ધ્રુવ સ્વભાવ હોવાથી પયાર્યબુદ્ધિ મટે છે. પરંતુ મોક્ષની ઇચ્છામાં, તત્ સંબંધી ઉપર ઉપરનો આકાંક્ષા ભાવ છે; જે પર્યાય આશ્રિત પરિણમનરૂપ હોવાથી તેમાં વિધિ-નિષેધના કૃતક ઉપાધિરૂપ ઉછાળા આવ્યા કરે છે. જેથી પર્યાયબુદ્ધિ દૃઢ થાય છે. (૪૭૬) પ્રશ્ન :- સશ્રુત અનુસાર પોતાનું મૂળસ્વરૂપ વિચારની ભૂમિકામાં સમજવા અને સંમત થવા છતાં તેનું ભાવભાસન થતું નથી, અર્થાત્ તે રૂપે પોતે ભાસવા લાગે, તેવું પરિણમન ચાલુ નથી– લક્ષ બંધાતું નથી, તેનું શું કારણ ? - સમાધાન :- તેનું મુખ્ય કારણ દર્શનમોહનું પ્રાબલ્ય વર્તે છે તે છે. જેને લીધે ઊંધો નિશ્ચય બદલાતો નથી, વર્તમાન પર્યાય જેવો – જેટલો હું' – આવો નિશ્ચય બદલાતો નથી. પોતાને સામર્થ્યહીન સંસારી જાણીને પ્રવર્તે છે. તેમાં જુઠને સાચ માન્યું છે. અને ચાલુ પર્યાય જેવી છે (સંસારી) તેની આધારબુદ્ધિ છોડતો નથી. તેમજ (પરલક્ષી) જાણપણું હોવા છતાં, દર્શનમોહને વશ, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવને પ્રયત્નપૂર્વક (પ્રયોગપદ્ધતિથી) ગ્રહણ કરતો નથી. વર્તમાન જ્ઞાન સામાન્યમાં સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિથી સ્વભાવને ગ્રહે તો દર્શનમોહનું બળ ચાલે નહિ, નિયમથી. (૪૭૭) એપ્રિલ ૧૯૯૦ ભેદજ્ઞાન એક પ્રક્રિયા છે, જે પરથી અને રાગથી ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્માને (સ્વયંને) ગ્રહણ કરવાની સૂક્ષ્મ અંતરંગ અંતર્મુખી કાર્યપદ્ધતિ છે. આ વિધિનો વિષય અત્યંત સૂક્ષ્મ હોવાથી સદાય ગુપ્ત / રહસ્યમય રહ્યો છે; તેની સૂક્ષ્મતા વિચારણીય છે. - Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અનુભવ સંજીવની સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપ હોવાથી તેનું ભાવભાસન સીધું થતું નથી, – પરંતુ વ્યક્ત જ્ઞાન પર્યાયમાં ખુલ્લો સ્વભાવ અંશ છે, તેનું અંતરંગ સૂક્ષ્મ અનુભવદષ્ટિથી અવલોકન થતાં, અખંડ ત્રિકાળી અપરિણામી ધ્રુવ “સ્વતત્ત્વ સ્વપણે પ્રતિભાસે છે, તેમાં જ્ઞાન ક્રિયા – ઉપયોગરૂપ પર્યાયના આધારે, પર્યાય વડે, પર્યાયમાં પ્રતિભાસ હોવા છતાં, અનાદિ પર્યાય બુદ્ધિ છૂટી દ્રવ્યબુદ્ધિ / દ્રવ્યદૃષ્ટિ થવાની પ્રક્રિયા છે, જે પર્યાયરૂપ વેદન પ્રધાન હોવા છતાં અહીં પર્યાયત્વ ગૌણ થઈને દ્રવ્ય સ્વભાવનું અવભાસન થાય છે. તે પ્રકાર અતિ સૂક્ષ્મ છે. પ્રયોગપદ્ધતિમાં તેમ થવું સહજ છે. જેમ સાકરની મીઠાશથી સાકર પદાર્થનું ગ્રહણ થવું સહજ છે તેમ. તેથી ગુપ્ત રહેલ છે, તો પણ આત્મરુચિ અને સત્ પાત્રતાથી તેની ઉપલબ્ધિ છે. (૪૭૮) / આત્માર્થી જીવે લોકસંજ્ઞાના પરિણામથી ખાસ ચેતવા જેવું છે. તેમાં પણ સામૂહિક કાર્યક્રમમાં બીજાને સારું લગાડવા – અથવા બીજાઓ મને સારું લગાડે, તેવા ભાવ થાય ત્યારે આત્માર્થી જીવે અંતરમાં પોતાને પુછવા જેવું – અવલોકવા જેવું છે કે, અરે જીવ ! આવું પરમ દુર્લભ – પરમ સત્ય સાંભળવા મળ્યું ! પછી તારે કોને કોને રાજી રાખવા છે ? અને તારે કોના કોનાથી રાજી થવું છે ? અને આ રાજી રાખવા અને થવાનું ક્યાં સુધી કર્યા કરવું છે ? હે જીવ ! સત્ય માર્ગથી જરા પણ વિચલીત થવું યોગ્ય નથી. તેમ અચળ રહેવાનો પુરુષાર્થ કરતા જે પરિસ્થિતિ સર્જાય, તેનો સ્વીકાર કરવાની પૂરી તૈયારી અભિપ્રાયમાં હોવી ઘટે છે. તેમ વર્તતા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ રહીને રાજી (નિરાકુળ સુખરૂ૫) થવાનું બનશે. (૪૭૯) જ્ઞાનનો સ્વભાવ સહજ જાણવાનો છે. જ્ઞાનથી બાહ્ય શેય પદાર્થોની સમીપતા હો કે અસમીપતા હો, દિપકની જેમ જ્ઞાન પ્રકાશતું જ રહે છે. આમ પોતાના સ્વરૂપથી – સ્વભાવથી જ જાણતા એવા આત્માને રમણીય કે અરમણીય કોઈ બાહ્ય પદાર્થો જરાપણ વિક્રયા ઉત્પન્ન કરતા નથી – કરી શકતા પણ નથી. આ વસ્તુ સ્થિતિનો . હકીકતનો અંતર અવલોકનથી અનુભવ કરતાં, જ્ઞાનની પોતાની) નિર્લેપતા અર્થાત્ અવિકારીપણું દેખાશે – પ્રત્યક્ષ થશે. તેના ફળ સ્વરૂપે પર શેય પ્રત્યે સહજ ઉદાસીન અવસ્થા – જ્ઞાન ભાવ રહેશે. રાગ-દ્વેષની સહજ ઉત્પત્તિ નહિ થાય. પોતે એક અશ્રુત, પૂર્ણશુદ્ધ, (અવિકારી) જ્ઞાનરસનો પીંડ છે, તેમ જાણી - નિજમહિમામાં વધારે બળવાનપણે રહેશે – રહી શકશે. તેનું કારણ ઉપરોક્ત વસ્તુસ્થિતિનું જ્ઞાન જ છે. આવી વસ્તુસ્થિતિથી જે અજાણ છે, તે રાગ-દ્વેષી થઈ દુઃખી થાય છે– સંસાર ભ્રમણ કરે છે. (૪૮૦) આત્મ-સ્વભાવ સહજ પરમ પવિત્ર છે. તેવા સ્વભાવની દષ્ટિવંત ધર્માત્મા દોષથી તરીને Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અનુભવ સંજીવની નિર્દોષ પરિણામે પરિણમવાની કળામાં પ્રવિણ હોય છે. પરમ પવિત્ર સ્વભાવના અભેદ અનુભવની કળામાં, (ગમે તે પ્રકારના પૂર્વકર્મના ઉદયો વચ્ચે ઘેરાવા છતાં, અને પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત ન હોવા છતાં) નિર્દોષ થવાની ક્થાના સર્વ પ્રકાર, ગર્ભિતપણે સમાવિષ્ટ હોય છે. ખાસ કરીને અવિરત સમ્યક્દષ્ટિ ધર્માત્માઓના જીવન ચરિત્ર આ પ્રકારને પ્રકાશે છે. તેમાં પણ કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ, જો પોતાના અંતર પરિણમનને વ્યક્ત કરે, તો તેવી અભિવ્યક્તિ મુમુક્ષુ જીવ માટે, પાત્ર જીવ માટે, તેમને ઓળખવા અતિ ઉપકારી થાય છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવનાં પત્રોમાંથી આ રહસ્ય જાણવા મળે છે, તે પરમ હિતકારી તત્ત્વ પ્રગટપણે નજર આવે તેવો અદ્ભુત અને અલૌકિક પ્રકાર છે. તેમજ તેઓશ્રીનો વચનયોગ છે. (૪૮૧) જ્ઞાનનું પોતાના સ્વરસથી-નિત્ય / નિરંતર સંચેતન - વેદન - નિસ્સુષ અનુભવથી જ જ્ઞાન અતિ શુદ્ધ થઈ (સાનંદ) પ્રકાશે છે. (સ. સા. ક. ૨૨૪માં) આચાર્યદેવે અધ્યાત્મનો આ મહાન, સૂક્ષ્મ સિદ્ધાંત નિરૂપણ કર્યો છે. જ્ઞાનનું અનુભવન તે શુદ્ધ દ્રવ્યનાં અનુભવન સ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે (સ.સાર.ગા ૪૧૪) આત્મશુદ્ધિનો પણ આ જ ઉપાય છે. ત્રણે કાળે આ માર્ગમાં બીજો વિકલ્પ નથી. સર્વ ઉપદેશનું આ તાત્પર્ય છે. જો જીવ જ્ઞાનનું – સ્વયંનું, પર રસને લીધે સંચેતન ન કરે તો રાગનું – ઉદયનું વેદન અધ્યાસીત થઈને (દુઃખી થઈને) કર્યા વિના રહેશે નહિ કારણ કે ચેતનનો ચેતવાનો ગુણ સદાય પરિણમનશીલ છે. શાન અંતર્મુખ - સ્વસન્મુખ થતાં / થાય તો જ સ્વ-સંવેદન ઉપજે. જ્ઞાનનું સ્વરસપૂર્વક સંચેતન – વિધિનું રહસ્ય છે. (૪૮૨) /કોઈપણ જીવનું જ્ઞાન, તે જ્ઞાન જ રહે છે. જ્ઞાન મટીને, રાગ કે શેયરૂપ થતું નથી; તેવું જ્ઞાનનું ‘માત્ર જ્ઞાન’ રૂપે અનુભવન રહેવું – તેને જ જ્ઞાન અથવા જ્ઞાનનું જ્ઞાન કહેવાય છે. પરંતુ જે જ્ઞાનને એટલે પોતાને અન્ય દ્રવ્ય-ભાવ સાથે મળેલું અસરયુક્ત અનુભવે છે, તેને જ અજ્ઞાન કહેવાય છે. ‘જ્ઞાન’ મોક્ષનું કારણ છે. ‘અજ્ઞાન’ સંસારનું કારણ છે. ज्ञानं ही मोक्ष हेतुः । ज्ञानात् एव मोह प्रणश्यति वा ज्ञानं एव मोह क्षय कारणम् । અતઃ ભિન્ન પડેલું જ્ઞાન તે જ જ્ઞાન છે, જે ઉપાય પણ છે અને ઉપેય પણ છે. બન્ને પોતે જ છે. (૪૮૩) સંગદોષના વિષયની ગંભીરતા સાસ્ત્રોમાં યદ્યપિ અનેક સ્થળે યથા-પ્રમાણ દર્શાવવામાં આવી છે, તો પણ એક બાજુ જીવને સત્સંગની ઓળખાણ અને મૂલ્યાંકન નહિ હોવાથી, બીજી બાજુ સંગદોષ અર્થાત્ શ્રદ્ધા પ્રધાન પાત્રતા માપીને, હીન શ્રદ્ધા (દર્શનમોહની તીવ્રતા) વાળા જીવના સંગથી થતું નુકસાન પણ સમજવામાં આવતું નથી. અને તેથી બહુભાગ મુમુક્ષુઓનું આયુષ્ય Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અનુભવ સંજીવની સમય માર્ગ-પ્રાપ્તિના આ પ્રકારના અવરોધને લીધે વ્યય થઈ જાય છે. શાસ્ત્રમાં જ્યાં ભાવલિંગી મુનીરાજને આ વિષયમાં ગંભીર ચેતવણી અપાઈ છે તો નીચેના સાધક અને મુમુક્ષુ જીવે તો તેને અતિ ગંભીર દૃષ્ટિકોણથી વિચારી પ્રવર્તવું ઘટે છે; અને આ બાબતની સૂક્ષ્મ અને તીક્ષ્ણ જાગૃતિ રાખવી ઘટે છે, જેથી સંભવિત નુકસાનથી બચી શકાય. (૪૮૪) સપુરુષ મળ્યા પછી, તેમના વચનમાં વિશ્વાસ આવ્યા પછી પણ, મુમુક્ષુ જીવ સંગદોષના વિષયની ગંભીરતાની ઓછપને લઈને, અથવા બાહ્ય કારણ / પરિસ્થિતિ વશ જો કુસંગનો ત્યાગ કરી શકે નહિ, તો અવશ્ય નુકસાન પોતાને થાય. અરે ! અજાણપણે પણ આ ભૂલથી થતું નુકસાન રોકી શકાતું નથી. કોઈ મુમુક્ષુ જીવ તો પ્રાપ્ત સત્સંગથી સંતુષ્ટ પામી, કુસંગ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. તેને પણ સત્સંગનો લાભ થતો નથી. તે જીવ, સત્સંગ પ્રાપ્ત હોવા છતાં પણ, અપ્રાપ્ત થવા યોગ્ય સંજ્ઞાએ, સત્સંગનો કાળ વિસર્જીત કરે છે. જે અત્યંત ગંભીર ઉપયોગે વિચારવા યોગ્ય છે. (૪૮૫) જે દેહાત્મબુદ્ધિને લીધે મનુષ્ય જીવનમાં દરેક સ્તરે માનવી ભવિષ્યના સંયોગો / અનુકૂળતાઓ માટે ચિંતિત - નિરંતર ચિંતિત રહે છે, અને તેમ થવું અનિવાર્ય છે. કારણ અજ્ઞાનને લીધે જીવ અનિત્ય પર્યાયોમાં નિત્યપણું રાખવા ચાહે છે. તેથી વર્તમાન અનુકૂળ સંયોગો હોવા છતાં પણ નિરંતર દુઃખ / માનસિક અશાતાને જ વેદે છે. પરંતુ જ્ઞાની તો વર્તમાનમાં જ ઉદિત સંયોગોથી ભિન્ન પડી ગયા હોવાથી, અને ભવઉદાસી દશા હોવાથી, ભવિષ્યની એક ક્ષણની પણ વિચાર) ચિંતા તેમને થતી નથી. તેમજ સંયોગો પ્રતિ નિસ્પૃહવૃત્તિના કારણે તેમને દીનતા થતી નથી. ચૈતન્યના અનંત મહિમામાં ડુબેલા હોવાથી, સહજપણે ઉપરોક્ત અંતર બાહ્ય નિરુપાધિ દશા રહે છે. (૪૮૬) અનાદિથી આત્મસ્વરૂપના અજાણ જીવને, સ્વરૂપની ઓળખાણ, અસાધારણ લક્ષણ વિના, થઈ શકતી જ નથી. અર્થાત્ લક્ષણ વિના લક્ષ્ય સ્વરૂપની પહેચાન અશકય છે તેથી, જેને પોતાના જ્ઞાનમાં, વર્તતું જ્ઞાન પોતે જ પ્રસિદ્ધપણે / લક્ષણપણે જણાય છે, તેને જ તે જ્ઞાનમાં રહેલો જ્ઞાનમય આત્મસ્વભાવ, જે લક્ષ્યરૂપ છે તે સામાન્યરૂપે હોવા છતાં, તે રૂપે પ્રગટપણે જ્ઞાનમાં જણાય છે–વા પ્રસિદ્ધ થાય છે–ઉક્ત જ્ઞાન સ્વયંના વિશદ) વેદનથી અર્થાત્ સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. (શેયને જાણવાથી નહિ,). તેથી, જે જીવ નિજ વર્તતા જ્ઞાનાવલોકનના અભ્યાસ વડે, જ્ઞાન-વેદન સુધી પહોંચે છે, તેને અભેદ સ્વરૂપનું ભાવભાસન થાય છે, જે સ્વાનુભવનું અનન્ય કારણ છે; સમ્યત્વનું કારણ છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૩૩ સુધારસ છે. (૪૮૭) વર્તમાન છે, તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. દડતો હીરો હાથમાંથી પડી જવા છતાં તુરત નજરે ચડે છે – તેમ પલટતું વર્તમાન ધ્રુવને દર્શાવતું પલટી રહ્યું છે. અનિત્ય અવયવ દ્વારા નિત્ય સ્વરૂપ જણાય છે, અને તે અનિત્યમાં જણાય છે. ત્યાં નિત્ય અનિત્ય પરસ્પર વિરુદ્ધ હોવા છતાં, સર્વથા ભિન્ન નથી. નિત્ય દ્વારા અનિત્ય પર્યાયોમાં વ્યાપ્યું છે, એકત્વશક્તિના કારણથી કે જે એકત્વશકિત સ્વયં અનેક પર્યાયોમાં વ્યાપક ‘એક દ્રવ્યમયપણા' રૂપે સદાય છે. તેમ છતાં દ્રવ્યત્વ છે, તે પર્યાયત્વ નથી અને પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ નથી. આવો પરસ્પર અતર્ભાવ એક દ્રવ્યમાં હોવા છતાં, વિરુદ્ધ ધર્મત્વશક્તિ એ વસ્તુ સ્વભાવ હોવાથી, અવિરોધપણે વસ્તુ રહે છે. - આમ દ્રવ્યાનુયોગનો વિષય અતીવ ગંભીર છે. (૪૮૮) સમજણના બે પ્રકાર છે. યથાર્થ સમજણ અને અયથાર્થ સમજણ. અયથાર્થ સમજણનો બહાર નો દેખાવ આગમ અનુસાર હોય તો પણ આશય જુદો હોવાથી (આત્મહિતનું લક્ષ ન હોવાથી તેમાં યથાર્થતા હોતી નથી. (આગમ વિરુદ્ધ અથવા સિદ્ધાંત વિરુદ્ધ સમજણ તે સમજણ નથી પરંતુ તે ગેરસમજણ છે.) જ્યાં સુધી સમજણમાં અયથાર્થતા રહે ત્યાં સુધી પ્રયોગ થઈ શકતો નથી. અંતર્મુખ થવાનો પ્રયોગ થતાં પહેલાં યથાર્થ સમજણ હોય છે. અથવા આત્મહિતના લક્ષે સમજણ કરનાર મુમુક્ષુ પોતાની સમજણને પ્રયોગ પદ્ધતિમાં લાવે છે, જેના ફળસ્વરૂપે તે અંતર્મુખ થઈ શકે – સ્વરૂપનું ભાવભાસન / નિર્ણય કરી શકે. (૪૮૯) દ્રવ્ય – સ્વભાવની મહાનતા નહિ ભાસવાને લીધે, તત્ત્વનું સ્વરૂપ જાણવા છતાં – જાણપણું થવા છતાં, – પર તરફના ભાવમાં ઊંડે ઊંડે રાજીપો રહી જાય છે, અથવા પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય જવાય છે. ત્યાં અંદર રહેવાના ભાવ નથી. બીજા જીવો પોતાથી સમજે, અને પોતે રાજી થાય – એવી સુખની કલ્પના રહે. આ કલ્પના થતાં અપેક્ષાબુદ્ધિ થઈ જાય છે, ત્યાં ધારણા બરાબર હોવા છતાં, અંદરમાં પ્રયોજન અયથાર્થ થઈ જાય છે. તેથી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. પરસત્તા અવલંબી જ્ઞાનની મીઠાશ કે રસ / અધિકતા . મહિમા, જીવને અંતર્મુખ થવામાં વિઘ્ન છે. તેથી આ પ્રકારના વિનને દૂર કરવા મરણીયો પ્રયત્ન કરવા યોગ્ય છે. - એકવાર આખા જગતથી આંખ મીંચી લેવા જેવું છે. તો વિપર્યાસથી બચી શકાય. (૪૯0) અંશબુદ્ધિ / પર્યાયબુદ્ધિમાં રાગ-દ્વેષ, અસમાધાન વગેરે ભાવો અવશ્ય થાય છે, અને તે તે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અનુભવ સંજીવની ભાવો પોતારૂપે ભાસે છે . અનુભવાય છે. પરંતુ સ્વભાવબુદ્ધિ થતાં, તેમ કાંઈ ભાસતું નથી, અર્થાત્ (અલ્પ) રાગાદિથી રહિત પોતે પોતારૂપે અનુભવાય છે – આમાં આખો મોક્ષમાર્ગ સમાઈ જાય છે. હજારો શાસ્ત્રોનો આ સાર છે. – પૂ. ગુરુદેવશ્રી (પસાર.-૬૫૧). (૪૯૧) - ધર્માત્મા, ૧. પૂર્વકર્મનો ઉદયક, ૨. પોતાના ઔદયીક ભાવો, ૩. અને ઉત્પન્ન વીતરાગતા ૪. તેમજ વર્તમાન પુરુષાર્થ, આ ચાર બિંદુઓનું સંતુલન, વિવેક, ન્યાય, અને માર્ગમાં પ્રગતિ - એ બધું લક્ષમાં રાખી સહજભાવે વર્તન / વર્તે છે, પરિણમે છે. ઉદયનો ક્રમ પૂર્વકર્મ સંબંધી) નો અંદાજ પણ જ્ઞાનમાં ભાસી જાય છે. તઅનુસાર બાહ્ય પ્રવૃત્તિ-નિવૃત્તિનો વિવેક, ઔદયીકભાવ અને પુરુષાર્થના અનુપાતમાં સ્વશક્તિ અનુસાર સહજ પરિણમનનો પ્રકાર, તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિનું માપ પોતાના જ્ઞાનમાં આવી જાય છે. અને તેથી પ્રવૃત્તિમાં રહે કે નિવૃત્તિ ધારણ કરે . બન્ને અવસ્થામાં નિર્જરા જ સાધે છે. ત્યાં નિવૃત્તિ યોગ હોય તો અન્ય પાત્ર જીવોને હિતમાર્ગમાં વધુ પ્રમાણમાં નિમિત્ત પડે છે. પરંતુ નિવૃત્તિ યોગમાં પ્રભાવનાનો વિકલ્પ વધુ ગૌણ કરવો ઉચિત લાગે છે; તો પણ પુરુષાર્થમાં અવશ્ય ઉગ્રતા જ સાધે છે. (૪૯૨) / અભિનિવેશનો અર્થ અભિપ્રાય થાય છે. વિપરીત અભિનિવેશ રહિત, શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ * કરવા શ્રી તીર્થંકરદેવની આજ્ઞા છે. તેમ છતાં આ વિષયથી અજાણ એવા જીવો, અવિપરીત શ્રદ્ધા, જ્ઞાન, આચરણમાં પ્રવર્તતાં પ્રવર્તતાં કયાંક વિપરીતતામાં દેખાય છે. તેનું કારણ અભિપ્રાયની ભૂલ રહી ગઈ હોય છે. તેથી સાચુ માનવાનું સાચું સમજવાનું, કે સત્સંગાદિમાં પ્રવર્તવાનું ફળ જે આત્મલાભ, તેની પ્રાપ્તિ થતી નથી. - માત્ર વૈચારિક નિશ્ચયથી વંચનાબુદ્ધિમાં રહી જાય છે. પ્રયોજનનો સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિકોણ ન હોવાથી આમ બને છે. (૪૯૩) / ચૈતન્ય સ્વભાવી આત્મ સ્વરૂપ, રાગનો અકર્તા સ્વભાવભાવ, પોતાનું સ્વરૂપ છે, તેનું અનાદિથી અજ્ઞાન વર્તે છે, કે જે સંસારનું બીજ છે. તે અજ્ઞાન જ જીવને રાગદ્વેષનું કર્તુત્વ મનાવે છે અર્થાત્ હું રાગી આદિરૂપ શ્રદ્ધાન કરાવે છે; જેથી જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ દૃષ્ટિમાં આવતો નથી. આમ રાગદ્વેષનું કર્તુત્વ એ અજ્ઞાનનું જ રૂપ છે. જે જીવને ચૈતન્ય સ્વભાવનું ગ્રહણ પોતામાં ન થતું હોય, તેણે વર્તતા રાગાદિભાવમાં સૂક્ષ્મ અનુભવદષ્ટિ વડે કર્તૃત્વ સબંધી અવલોકન કરવું . જેથી વિભાવમાં ‘હું પણું, અભેદતા વગેરે ખ્યાલમાં આવશે અને ભૂલ સમજાતાં ભૂલનો નાશ થશે. (૪૯૪) / જીવનું બહિર્મુખ પરિણમનનું સ્વરૂપ એવું છે કે પોતે સર્વ પ્રદેશે સંસાર પ્રતિ આકર્ષિત છે; જે એક સમયમાત્ર પણ કરવા યોગ્ય નથી. – એવો જ્ઞાની પુરુષનો ઉપદેશ છે. તે આકર્ષણથી Page #190 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૩૫ ઉપયોગ જો નિવૃત્ત થાય તો અવશ્ય આત્માપણે, આત્માને વિષે અનન્ય થાય. એ વગેરે અનુભવનો વિષય, કોઈપણ જીવને, સત્સંગમાં રહેવાના, અને સત્સંગ જ વર્તમાનદશાને માત્ર હિતકારી છે– એવા દૃઢ નિશ્ચય વિના, પ્રાપ્ત થવો વિકટ છે. તેથી એવો નિશ્ચય થાય છે, કે જેને સત્સંગમાં પ્રીતિ છે, તે જ જીવ અનુભવવાર્તા માટે અધિકારી છે અથવા પાત્ર છે બીજો નહિ. (૪૯૫) જેમ જેમ કૃપાળુદેવ (શ્રીમદ્ રાજચંદ્રદેવ)ના વચનામૃતનું ઊંડું અવગાહન થાય છે, તેમ તેમ તેમની અદ્ભુત અંતર્બાહ્ય દશાનું અલૌકિક સ્વરૂપ વિશેષપણે સમજાતું જાય છે. અહો! તેઓની આત્મામય અધ્યાત્મ દશા !! અહો ! અહો ! અહો ! તેઓની ઉદયમાં પ્રવૃત્તિ છતાં ભિન્નતા, અપ્રતિબદ્ધતા ! નિર્લેપતા અને નિસ્પૃહતા! અહો ! અહો ! અહો ! તેઓનો સત્સંગ અને પુરુષ પ્રત્યેનો આદરભાવ ! ઉપલબ્ધ જૈન વાંડગમયમાં આવું જીવંત ઉદાહરણની જોડ દશ્યમાન થતી નથી. આ વિષયમાં તો તેઓશ્રીએ જાણે કે હદ કરી છે ! શ્રી સૌભાગ્યભાઈના ચરણમાં દાસત્વભાવે નમસ્કાર કરીને !! (પત્રાંક - ૪૫૩ પૃ. – ૩૭૬) (૪૯૬) v સંસારના સર્વ સંબંધો કલ્પિત છે. તેમાં ભૂલવા જેવું નથી, તેવો જ્ઞાની પુરુષનો ઉપદેશ હોવા છતાં, સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, તો તે જીવે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી નહિ તો સંસાર પ્રત્યયી બળ અને રસ પરીક્ષિણ થયા વિના રહે જ નહિ – જેમ કેડ ભાંગી જવાથી શરીરબળ થઈ શકતું નથી તેમ – જ્ઞાનીપુરુષનાં વચને જડ પદાર્થ સુખ અને ચેતના રહિત છે તેથી શરીર સૌંદર્ય ફુલેલું મડદુ ભાસવા યોગ્ય છે. આ જ્ઞાનીનાં નેત્રનો / નજરનો પ્રકાર, (દરેક) સર્વ માનવીથી વિલક્ષણ છે. ફક્ત તેવા ઉપદેશ પ્રાપ્ત મુમુક્ષુ જ્ઞાનીના તેવા નયનને ઓળખી શકે છે. તેવી જ રીતે ધનાદિ સંપત્તિનું આકર્ષણ – પૃથ્વીનો વિકાર ભાસીને મટે. (૪૯૭) Vમુમુક્ષજીવનો આત્મા જ્ઞાની પુરુષના ચરણ સિવાઈ બીજે ક્યાંય ક્ષણભર પણ રહેવા ઈચ્છે નહિ– સ્થિર થાય નહિ . તેમજ ઉપકારી સત્પુરુષ, પરમતારણહાર જણાયાથી તેમના વચનરૂપ આજ્ઞાને પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ અપ્રધાન / ઉલ્લંઘન ન કરવા યોગ્ય જાણે છે. સત્સંગથી પ્રાપ્ત ધ્યાનમાં લેવા યોગ્ય, અખંડપણે આરાધવા યોગ્ય બાબતો એ છે કે – ૧. સંસારમાં અર્થાત્ સાંસારિક કાર્યોના-કાર્યોના ફળમાં સાવ ઉદાસીનતા / નીરસપણું ૨. અન્ય મુમુક્ષુના અલ્પ ગુણમાં પણ પ્રીતિ. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અનુભવ સંજીવની ૩. પોતાના અલ્પ દોષ પ્રત્યે પણ અત્યંત ખેદ ૪. દોષના અભાવમાં વીર્યની ફુરણા અર્થાત્ દોષનો અભાવ કરવામાં અત્યંત ઉદ્યમવંત થવું – અને અભાવ થતાં વિશેષ આત્મ પ્રત્યયી પુરુષાર્થનું – ચૈતન્ય વીર્યનું સ્ફરવું. ૫. સમયમાત્ર પણ પ્રમાદ ન સેવવો, નિરંતર જાગૃત રહેવું. (૪૯૮) મે - ૧૯૯૦ અવલોકન વિના વેદ સંબંધિત વિષય ખરેખર સમજાતો નથી. નાસ્તિરૂપ ભાવોમાં આકુળતા છે. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે–વગેરે આગમ, ન્યાય, યુક્તિ, અનુમાનથી સમજાવા છતાં, ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં, ઇચ્છાપૂર્તિને લીધે, કષાયની અલ્પમંદતા થવાથી, કલ્પના માત્ર રમ્ય લાગવાથી, – ભોગ – ઉપભોગના ભાવો - અશુભ ભાવો, જે તીવ્ર કષાયરૂપ હોવાથી, તીવ્ર આકુળતા સહિત હોવા છતાં, “અવલોકન' ના અભાવને લીધે, ત્યાં દુઃખ લાગતું ! સમજાતું નથી અને સુખની ભ્રાંતિ ચાલુ રહી જાય છે; જો અવલોકન' હોય તો જ દુઃખ ભાસે અને ભ્રાંતિ મટવાનો અવસર આવે. બીજો કોઈ ઉપાય નથી. (૪૯૯) SE એ લોકસંજ્ઞા તે મુમુક્ષુજીવને આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં મુખ્ય પ્રતિબંધક કારણ છે. લોકસંજ્ઞાને લીધે જીવને પ્રગટ આત્મસ્વરૂપને બતાવનારા સપુરુષનાં વચનો, અસર ઉપજાવી શકતા નથી. તેથી તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના (કાળકુટ) હળાહળ ઝેર જાણ્યા વિના, તેનાથી ઉદાસીન / ઉપેક્ષિત થવાતું નથી. અને ત્યાં સુધી જીવ આગમ વડે, પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવા જતાં ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાને પ્રાપ્ત થાય છે, જેથી દર્શનમોહ તીવ્ર થઈ, ગૃહિતમિથ્યાત્વ ઉત્પન થઈ જાય છે. લોકસંજ્ઞાવાન જીવને તીવ્ર બાહ્ય વૃત્તિ રહે છે. જે અંતર્મુખપણાથી વિરુદ્ધ હોવાથી, અંશતઃ રાગથી ખસીને આત્મસ્વરૂપનો નિશ્ચય થવા દે નહિ, અથવા નિશ્ચય થવામાં દુર્લભતા થાય. (100) આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં, ઓઘસંજ્ઞા પણ એક કારણ છે. જેથી જીવ જ્ઞાનલક્ષણના આધારે જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવાને બદલે, માત્ર વિચાર | કલ્પનાથી, રાગના આધારે, રાગની મુખ્યતા છોડ્યા વિના આત્મ-પદાર્થનો નિર્ણય કરી, મિથ્યા સંતોષ અનુભવે છે. પરંતુ તેવા કલ્પિત પદાર્થમાં સની માન્યતાથી સ્વરૂપનું સહજ અપૂર્વ મહાભ્ય ઉત્પન્ન થતું નથી. રાગની પ્રધાનતાવાળી વિચારરૂપ જ્ઞાનના ક્ષયોપશમવાળી, પરલક્ષી દશા, ઓઘસંજ્ઞા છે. ત્યાં દર્શનમોહ પણ બળવાનપણે પ્રવર્તે છે, જે તીવ્ર જિજ્ઞાસા અને આત્મહિતની તીવ્ર ભાવના દ્વારા, અંતર સંશોધનથી / સ્વરૂપની અંતર ખોજથી મટી શકે છે. યથાર્થ સ્વરૂપ નિશ્ચય થયાં પહેલાં, Page #192 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૩૭ ઓઘસંજ્ઞાનું અસ્તિત્વ રહે છે. માત્ર સ્વરૂપનું ભાવભાસન જ ઓઘસંજ્ઞાનો નાશ કરે છે. તેથી ઓઘસંજ્ઞા જીવની યોગ્યતાને અને આત્મિક પુરુષાર્થને રોકે છે. તેમ જાણી તેનો અવશ્ય ત્યાગ કરવો ઘટે (૫૦૧) છે. સંસારમાં મનુષ્ય ગૃહાદિ ઉદય પ્રસંગે જેટલા કર્મબંધ કરે છે, તેથી અનંતગુણ વધારે કોઈવાર, અસત્સંગને લીધે ધર્મક્ષેત્રમાં રહીને, મિથ્યાઆગ્રહ, અશ્રુઆદિને સેવીને કર્મબંધ કરે છે. કારણ અપરમાર્થ માર્ગને સેવતાં કાયરપણું થવાને લીધે – પાત્રતાના અભાવમાં, ઉત્સાહિત વીર્યથી પ્રવર્તે છે; કારણ અપરમાર્થમાર્ગને પરમાર્થમાર્ગ જાણી, સંસાર વાસના ઘટતી નહિ હોવા છતાં લાભ થયો માની, માઠા બોધથી, સપુરુષાદિ પ્રત્યે ઉપેક્ષાએ અશાતનાએ વર્તે છે; તે જ અનંતાનુબંધી ક્રિોધ, માન, માયા, લોભનું સ્વરૂપ છે. (૫૦૨) Vઆંખ ઠરે અને દુર્લભ પ્રાપ્તિ હોવાને લીધે, જગતમાં રત્નની કિંમત / મહામ્ય ઘણી ગણાય છે, તોપણ તે કલ્પના માત્ર રમ્ય છે. માત્ર આંખ ઠરવાની ખૂબીને લઈ જ મનની ઈચ્છા / કલ્પનાથી તેની કિંમત ઘણી કહેવાય છે. પરંતુ અનાદિ સર્વત્ર દુર્લભ જેમાં આત્મા ઠરે – ઠરી રહે છે એવું સત્સંગરૂપ સાધન, તેની રુચિ સંસારી જીવને થતી નથી, તે આશ્ચર્ય છે; ગંભીર વિચારણાનું સ્થળ છે. તાત્પર્ય એ છે કે આત્માર્થી જીવે સત્સંગને ગૌણ કરવા યોગ્ય નથી. દુર્લભથી પણ દુર્લભ એવું સત્સંગરૂપી અમૃત પરમ આદરણીય છે. સત્સંગદાતા સપુરુષ તો નિરંતર અમૃત પીવરાવે છે. અને ભવ્ય જીવ તે પી ને અમરત્વ પ્રાપ્ત કરે છે, તેનું મૂલ્ય કઈ રીતે થાય છે. (૫૦૩) Vઆત્માર્થી જીવે પ્રતિકૂળ પ્રસંગનો ઉદય આવ્યા પહેલાં, જયાં જ્યાં પોતાને ઉદયમાં મમત્વ વર્તતું હોય, તે તે પદાર્થના લક્ષે સંભવિત પ્રતિકૂળ પ્રસંગ જાણે કે પ્રગટ થયો હોય, તે પ્રકારે અનુભવમાં લઈ, પોતાના મમત્વ પરિણામને તપાસી, મોળાં પાડવા ઘટે; જેથી તેવા ઉદયકાળ તીવ્ર રસે કરી, પ્રત્યાઘાત ઉત્પન્ન જ ન થાય. આવો પ્રકાર છેલ્લી હદ સુધીની તૈયારીવાળો હોવો ઘટે છે. જેમકે દેહ ત્યાગવાના પ્રસંગની જાણ થાય તો પણ પોતાના શાશ્વત, અવ્યાબાધ સ્વરૂપમાંથી કાંઈ જ જતું નથી. પોતે જ્ઞાયકપણે અખંડ સ્વરૂપે વિદ્યમાન જ રહે છે, તેમ વેદનથી ગ્રહણ થવા, પ્રયત્નરૂપ અભ્યાસ વારંવાર કરી, પૂર્વ તૈયારી કરી લેવી, જેથી દેહત્યાગથી અલ્પ પ્રતિકૂળતાઓ તો જરાપણ અસર ન કરે. (૫૦૪) મુમુક્ષુની દશા અત્યંત સાધારણ હોવાથી તેના તેવા સભાનપણામાં રહી સત્સંગને જરાપણ વિસ્મૃત કે ગૌણ કરવા યોગ્ય નથી. જો કલ્પનાએ ચડી, સત્સંગ છોડી જીવ અન્ય સાધન – એકાંત, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અનુભવ સંજીવની યોગ વગેરે મુખ્ય કરે તો પ્રાયઃ ઉન્માર્ગે ચડી જાય; અથવા સ્વરૂપ પ્રાપ્તિની સાધારણ રુચિથી જે સત્સંગમાં આવવું થયું હતું તે રુચિનો પણ નાશ થઈ, સ્વચ્છેદ વધતાં વાર ન લાગે. તેથી, વિશેષ દુષમ એવા આ કાળને વિષે આત્માર્થી જીવે બચવા યોગ્ય કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ છે. સંસારમાં અસત્ પ્રસંગોનો ચોતરફથી ઘેરાવો છે, તેનો આતાપ / ઉતાપ ઉત્પન્ન થયે સત્સંગરૂપી જળથી વિશ્રામ મળે તેમ છે. તેથી સપુરુષોએ તે જળની તૃષાને વેદી સત્ની ભાવના ભાવી છે. (૫૦૫) / આત્માનો ધર્મ આત્મામાં છે, આત્મામાંથી જ તેની પ્રાપ્તિ થાય છે, તેથી આત્મા સિવાઈ બહારથી તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવા યોગ્ય નથી. આત્મધર્મ–એ આત્મત્વ પ્રાપ્ત પુરુષોએ બોધેલો– આત્મતામાર્ગરૂપ ધર્મ છે. તેથી તે સિવાઈ બાકીના માર્ગ કે મતમાં ન પડાય તે લક્ષમાં રાખવા યોગ્ય છે. તે ઉપરાંત પોતાની મતિ-કલ્પનાથી, કલ્પનાયુક્ત ધ્યાનથી, સમાધિથી, કે યોગ – પ્રયોગથી કલ્યાણ થાય તેવા માર્ગે પણ ચડવું નહિ. જો કદાપિ તેવો માર્ગ બતાવનારા મળે, તો પણ આત્મજ્ઞાની પુરુષ હોય તેને જ અનુસરવાનો દઢ નિશ્ચય રાખવો. જ્યાં ત્યાં (જ્ઞાની પુરુષ સિવાઈ) ભરાઈ પડવાથી સન્માર્ગની પ્રાપ્તિ થતી નથી, અને મનુષ્ય આયુ વ્યતીત થઈ જાય છે – તે ગંભીરપણે વિચારવા યોગ્ય છે. પ્રાયઃ આત્મ પ્રત્યયી માર્ગ મેળવવામાં ઓળસંજ્ઞા આદિ કારણવશ નિષ્ફળતા પ્રાપ્ત થતાં, જીવ અન્ય માર્ગે ચડી જવા પ્રેરાય છે, ત્યાં કદાચ કષાય મંદ થાય છે – રહે છે, પરંતુ દર્શનમોહ વૃદ્ધિગત થઈ જાય છે, તે ખચીત લક્ષમાં રાખવા યોગ્ય છે. (૫૦૬) સંસારી પ્રાણી બાહ્ય પદાર્થોની આશા પાછળ આયુષ્ય / જીવન વ્યતીત કરે છે. જેમ જેમ સંજ્ઞા (ક્ષયોપશમ સાથે ઈચ્છાઓ) વિશેષ તેમ તેમ આશા વિશેષ રહે છે. મનુષ્યમાં સર્વ સાધારણ આ પરિસ્થિતિ હોવાથી, તે સંબંધી અર્થાત્ તેના નુકસાન સંબંધી અગંભીર રહેવાનું પ્રાયઃ બને છે; એટલું જ નહિ, આશા વગરનું જીવનની કલ્પના પણ થઈ શકતી નથી. પરંતુ એકમાત્ર આત્મકલ્યાણનું ધ્યેય સર્વ આશાઓને સમાપ્ત કરી, નવા જીવનના ઉદ્ભવ પ્રત્યે દોરી જાય છે, કે જે આત્મજ્ઞાન અને આત્મ શાંતિમય જીવન હોય છે. ત્યાં સર્વ પ્રકારની આશાઓની સમાધિ થઈ, નિરપેક્ષ જીવના સ્વરૂપથી જવાય છે, અને આશા તથા ઈચ્છાઓ માત્ર કલ્પના જ ભાસે (૫૦૭) સપુરુષોનો અનુભવ અને તે પૂર્વક નિષ્પન્ન અભિપ્રાય એ છે, કે અનંતકાળે દુર્લભ એવા સપુરુષના યોગે જો તેમની ઓળખાણ થાય તો, જેને ઓળખાણપૂર્વક પરમ ભક્તિ થઈ છે, તેવા મુમુક્ષુજીવને તેવી જ દશા અવશ્ય સંપ્રાપ્ત થાય છે. પરમ પદાર્થના નિશ્ચયનાં કારણભૂત – પરમાર્થ Page #194 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૩૯ જ્ઞાની પુરુષનો નિશ્ચય થવાથી જીવને સમસ્ત સંસાર અપરમાર્થરૂપ ભાસે છે. તેથી સંસારી સુખ, ભ્રાંતિપણે જાણેલુ સુખ ભાસે છે. તેથી આત્માર્થીને તેવા (અનુકૂળ ?) સંયોગોની પ્રાપ્તિમાં પણ નીરસપણું – ઉદાસીનપણું રહે છે, જેથી એમ લાગે છે કે પરમાર્થ—જ્ઞાની પુરુષની ઓળખાણ - એ સ્વરૂપના સંસ્કારવત્ નિષ્ફળ ન જાય – ન થાય. તેવા પ્રકારનાં જીવના પરિણામ છે. અર્થાત્ તે જીવે જ્ઞાની પુરુષના દર્શન કરતાં આત્મ-રુચિભાવે સંસ્કારપ્રાપ્તિ કરી છે. વડના બીજની જેમ તે પરમાર્થ - વડનું બીજ છે; તેમાંથી મોક્ષમાર્ગ અને મોક્ષની સર્વદશાઓ અવશ્ય પાંગરશે. – આમ જ્ઞાની પુરુષની ઓળખાણરૂપ શ્રદ્ધાનું આ ફળ છે. તે પ્રત્યે લક્ષ કરાવનાર, નિષ્કારણ કરુણામૂર્તિ સત્પુરુષના ચરણાધીન વર્તવું પરમ શ્રેયસ્કર છે. (૫૦૮) Vચાય એ સુવિચારણાનું અંગ છે, કે જે મુખ્યપણે આત્માને નિર્દોષતા, પવિત્રતા, અને આત્મશાંતિ પ્રત્યે દોરી જાય છે. જેમકે શારીરિક વેદના તે દેહનો ધર્મ છે. (તે જીવનો પર્યાયધર્મ પણ નથી) અને પૂર્વે જીવે વિકારભાવ નિમિત્તે બાંધેલા એવા કર્મનું ફળ છે. તેમ જાણી સ્વાભિમુખ થવું અર્થાત્ જ્ઞાનથી જ્ઞાનને વેદવું, પણ જ્ઞાનમાં જણાતી વેદનામાં સ્વપણાનો–પોતાનો–અભાવ જોઈને – અવલોકીને, તે વેદનાથી ભિન્નતા કરવી–અનુભવવી. આવા પ્રયોગકાળે, જે સુવિચારણાના ન્યાયો, વિચારાય છે, તે વિચારતાં, સાથે સાથે . આત્માને પોતાને) મૂળ સ્વરૂપે નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા, રોગ, મરણથી રહિત અવ્યાબાધ અનુભવ સ્વરૂપે ભાવતાં ભાવતાં – સ્વરૂપનો સમ્યક્ પ્રકારે નિશ્ચય આવે છે. આવા પ્રકારે સમ્યભાવે, મોટા પુરુષોએ અહિયાસેલા, ઉપસર્ગ, પરિષદને સ્મૃતિમાં લાવતાં, જીવમાં પોતામાં તેમનાં આત્મબળનું સત્કારપણું - ઉપાદેયપણું, બહુમાનપણું આવતાં, તે પરિણામોનું ફળીભૂતપણું થવું સંભવે છે. અર્થાત્ તે વેદના પોતાના ક્ષયકાળે નિવૃત્ત થયે, નવા કોઈ કર્મોનું કારણ થતી નથી. શરીર વેદના ન હોય તેવા સમયમાં જીવ જો દેહથી પોતાનું જુદાપણું જાણે, દેહનું અનિત્યપણું આદિ સ્વરૂપ જાણી, મોહ-મમત્વનો અભાવ કરે તો તે મોટું શ્રેય છે. જો કે દેહનું મમત્વ ત્યાગવું તે દુષ્કર વાત છે. (તેવો શાતા / અશાતા કાળે થતો અનુભવ જોતા ભાસે છે.) તો પણ જેનો તેમ કરવા દઢ નિર્ધાર છે, અને પ્રયત્ન કરે છે, તે અવશ્ય ફળીભૂત થાય છે. (૫૦૯) Wઆત્મકલ્યાણ અર્થે પ્રવર્તતા બાહ્ય ક્રિયામાં દેહાદિક સાધન નિમિત્તપણે જ્યાં સુધી રહ્યું છે, ત્યાં સુધી તદુર્થે દેહ સંબંધી જે ઉપચાર આદિ કરવા પડે, તો તે ઉપચાર દેહના મમત્વાર્થે નહિ, પણ તે દેહે જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે અને તેવા જ અભિપ્રાયથી, ઉપચાર માટે પ્રવર્તતાં, શુદ્ધ હેતુપણાને લીધે, ન્યાયસંગતપણું છે. પરંતુ દેહની પ્રિયતા અર્થે, અથવા કર્તબુદ્ધિએ અથવા સાંસારિક કાર્યો, ભોગાદિનો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અનુભવ સંજીવની હેતુ હોવાથી, તે હેતુનો ત્યાગ કરવો પડે, તેવા વિચારથી આર્તધ્યાન થાય, – તે યોગ્ય નથી. તેવી જ્ઞાની પુરુષની આજ્ઞા હોવાથી, તે મુખ્યતા અને તેવું લક્ષ ઉપચાર કાળે રાખવા યોગ્ય છે; પરંતુ રોગાદિ વ્યાધિ ઉત્પન્ન થતાં પરિણામમાં કોઈપણ કારણે સંકલેશ ભાવ કરવા યોગ્ય નથી, કે જે અવિચાર અને અજ્ઞાનને લીધે થાય છે, અને દુર્ગતિનું કારણ થાય છે. તેથી સવિચારે પ્રવર્તવું યોગ્ય છે. (૫૧૦) જૂન - ૧૯૯૦ સમ્યક શ્રુતજ્ઞાનની લબ્ધિ અને લબ્ધ સુશ્રુતમાં તફાવત છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત ધર્માત્માની જ્ઞાનધારા - વેદક આત્મજ્ઞાન - તે લબ્ધ સુશ્રુત છે; તેની સાથે અનંતગુણનું શુદ્ધ પરિણમન તે જ ધર્મીની ધર્મદશા અથવા અંતરુ પરિણમન છે. આવા પરિણમન કાળે કોઈ કોઈ ધર્માત્માને શ્રુતની અનેક પ્રકારની લબ્ધીઓ પણ નિર્મળતાને લીધે પ્રગટ થાય છે. જે કવચિત્ ઉપયોગરૂપ થાય છે. આ લબ્ધિ તે શ્રુતજ્ઞાની સમૃદ્ધિ, અથવા વિશેષ સંપત્તિ છે; જેથી તેમની નિર્મળતા અને આરાધના - વિશેષને સમજી શકાય છે. આ કાળમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને પૂ. ભગવતીમાતા બહેનશ્રી ચંપાબેન આ પ્રકારના જવલંત ઉદાહરણ છે. આ સિવાઈ, પ્રથમ સ્વાનુભવ વખતે જ પોતાના સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને જે, શુદ્ધ ઉપયોગ થયો, તેમાં કેવળજ્ઞાનની લબ્ધિ પ્રગટી જાય છે. તેથી જે ન્યાય ચૌદપૂર્વધારી કાઢે તે સમ્યગ્દષ્ટિ કાઢી શકે છે. કારણકે સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને તે ઉપયોગ થયો છે. તેથી ચૌદપૂર્વ કરતાં પણ અનંતગુણ સ્વભાવના અનુભવજ્ઞાનમાંથી આ લબ્ધિ થવી - હોવી સહજ છે. વળી, એ પણ ન્યાયસંપન્ન છે કે, અભેદ સ્વભાવમાં સામર્થ્યપણે સર્વ ભેદ ગર્ભીત છે. તેથી પ્રયોજનભૂત વિષયમાં અનુભવી જ્ઞાની પુરુષની ભૂલ થતી નથી; અથવા અનુભવી પુરુષનાં આત્મામાંથી આગમ ઉત્પન્ન થયા / થાય છે. આમ જ્ઞાનનો મહિમા અનંત છે, આશ્ચર્યકારી છે. (૫૧૧) સતપુરુષ પોતે જ મૂર્તિમંત સન્માર્ગ સ્વરૂપ છે. જે દર્શનમોહના અભાવપણે છે. તેથી જેને સપુરુષનો સંગ થાય છે, તેને ઉન્માર્ગ છૂટી જાય છે. એક સનાતન નિર્દોષમાર્ગની આગળ બીજા સર્વ માર્ગાભાસ દોષથી ગ્રસીત હોવાને લીધે, તેના આગ્રહરૂપ કદાગ્રહ રહે નહિ. કદાગ્રહ તે તીવ્ર દર્શનમોહનો પર્યાય છે; જે સપુરુષના ચરણ સેવનારને સહજમાત્રમાં છૂટવા યોગ્ય છે, જેને જ્ઞાનીપુરુષનાં આશ્રયે એક આત્મ-ધર્મ જ પ્રાપ્ત કરવો હોય, તે દોષિત માર્ગનો આગ્રહ કદાપિ રાખે નહિ તેમ છતાં સત્સંગ પ્રાપ્ત થયા પછી જો વિપરીત મતનો આગ્રહ રહેતો હોય તો, તે જીવે પછી છૂટવાની આશા રાખવી નહિ. (૫૧૨) Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અનુભવ સંજીવની છે આત્માર્થી જીવે, સુવિચારણાની સાથે સાથે, સ્વયંની ભિન્નતાનો પ્રયોગ ચાલુ રાખવા યોગ્ય છે; રોજીંદા વ્યવહારમાં પણ આ ક્રમ સેવવો પ્રયોગનો.) તેમાં પણ મોટી પ્રતિકૂળતા-મહાવ્યાધિરોગના ઉત્પત્તિકાળે તો દેહાદિ સંયોગોનું ભિન્નપણું અવલોકી, જીવે મમત્વ છોડી જરૂર જ્ઞાનીપુરુષના માર્ગને અનુસરવું યોગ્ય છે. જ્ઞાની પુરુષો, ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદનપણે, અવ્યાકુળ૫ણે, વેદે છે. તે જ પ્રકારે આત્માર્થી જીવનું અનુપ્રેક્ષણ રહે; અનુસરણ રહે. (૫૧૩) Wવર્તમાનમાં વિષમતા અત્યંત વધીને વ્યાપેલી હોવાથી, વિષમકાળના નામે આ કાળ પ્રસિદ્ધ છે; જેને આત્મકલ્યાણ કરવું છે, વા કર્યું છે, તેને લોકસંગ રુચતો નથી. કારણ કે તે અસતુંસંગ છે. આત્માને અહિત થવાનું નિમિત્ત છે. તેથી ઉદયવશ તેવા સંગમાં રહેવું પડે, તો પણ ક્યાંય મન લાગે નહિ, પરંતુ વારંવાર સત્સંગ માટે ભાવના રહ્યા કરે; અને સત્સંગની પ્રાપ્તિમાં પ્રશસ્તરાગ વૃદ્ધિ નહિ કરતાં, આત્માર્થી જીવ સન્માર્ગનો પુરુષાર્થ વિશેષપણે આદરે છે. આવો જ્ઞાની પુરુષનો માર્ગ છે. પરંતુ જે પરિણામ બહાર જાય છે, ત્યાં તો આત્મવાર્તા જ ઈચ્છનીય છે; કે જેથી આત્મરસની વૃદ્ધિ થાય. આમ અંતર્બાહ્ય એક આત્મરસ જ ઘૂંટતા “અખંડ આત્મધૂનનો એકતાર પ્રવાહ રહ્યા કરે, તે હેતુ ઉપરોક્ત સર્વ પ્રવૃતિમાં રહેવો ઘટે. (૫૧૪) ક્ષયોપશમીક જ્ઞાન તે કર્મોની અવસ્થાઓ સાથે સંબંધ રાખનારી પર્યાય છે, તે તથા તેવી જે જે અવસ્થાઓ કર્મ-સંબંધી છે, તેની ભાવના જ્ઞાની કરતા નથી, કારણકે તે એક ન્યાયે પુલની ભાવનારૂપે હોવાથી જ્ઞાનીને હેય છે. આત્માભિમુખ એવું જે સમ્યકજ્ઞાન, તેમાં આત્મા ઉપાદેય હોવાથી, વિરુદ્ધ એવી પુલની ભાવના હોતી નથી, કારણ પુદ્ગલની ભાવના એ જ સંસારની ભાવના છે. આમ આત્મદ્રવ્યની દૃષ્ટિ અને સમ્યકજ્ઞાનનું એકત્વ રહે છે. જેમાં પર્યાય દષ્ટિનો સહજ અભાવ છે. અર્થાત્ પર્યાય દૃષ્ટિથી દ્રવ્ય-દષ્ટિનું વિરુદ્ધપણું છે. (૧૫) Vમનુષ્ય આયુ, વર્તમાન કાળે, અલ્પ અને અનિશ્ચિત છે. તેમાં અનેક કાર્યો કરવાની જંજાળમાં જીવ અટવાયેલો રહે છે. જો કે સંસારમાં જીવને તૃષ્ણા અને મહત્વકાંક્ષાઓનો પાર નથી. ત્યાં અસંગ એવું આત્મતત્વ કયાંથી સાંભરે? આત્માર્થી જીવે સર્વ અભિલાષાઓ છોડીને, ઉદયમાં ઉપેક્ષિત રહીને, અમૂલ્ય એવા જીવનને, દેહાથે કરાતા એવા પ્રપંચોથી થતા આવરણથી બચાવી, જ્ઞાનજીવન' પ્રાપ્ત કરવું યોગ્ય છે, કે જેથી જીવ નવા આવરણને પ્રાપ્ત ન થાય, અને જૂના આવરણથી મુક્ત થાય. જો આ પ્રકારે જીવન પલટવાનો વિવેક ન થાય તો, તે ખચીત્ અવિચારીપણું છે, જેનું ફળ અનંત દુઃખ છે. (૫૧૬) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અનુભવ સંજીવની પ્રશ્ન :– ‘જ્ઞાનમાત્ર' ભાવનો પરમાર્થ શું ? સમાધાન – વર્તતી જ્ઞાનપર્યાયમાં, સ્વયંનું જ્ઞાનમાં માત્ર જ્ઞાનનું વેદન / અનુભવન તે જ્ઞાનમાત્રનો પારમાર્થિક ભાવ છે. જ્ઞાન સ્વસન્મુખ થઈ, પોતામાં રહેલા નિર્વિકલ્પ જ્ઞાન વેદનને ગ્રહે–વેદે (ગ્રહીને વેદે) જેમાં પોતે માત્ર જ્ઞાનભાવે – જ્ઞાતાભાવે અનુભવાય, તે પરમાર્થ છે, આરાધન છે, સારભૂત છે. તે સિવાઈ ઉદ્ધાર નથી. ‘જ્ઞાનમાત્ર’ ભાવે ‘અખંડ આત્મધૂનનો એકતાર પ્રવાહ’નું આકર્ષણ ઉત્પન્ન થયે, જ્ઞાનધારા ચાલે અને શુદ્ધોપયોગનો જન્મ થાય, અને ત્યારે જ સર્વ દ્રવ્ય ભાવથી સાચી ઉદાસીનતા / ઉપેક્ષાવૃત્તિ રહે - વા થાય. (૫૧૭) ‘જ્ઞાનમાત્ર’પણું સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. સવિકલ્પ કાળે પણ પોતે તો જ્ઞાનમાત્ર’ અનુભવાતો હોવાથી સર્વ અન્ય દ્રવ્ય, ભાવના પ્રકાશન કાળે પણ ‘જ્ઞાનમાત્ર’ પણે જ પ્રત્યક્ષ છે. ત્યાં અસમાધાન શું ? કે મૂંઝવણ, ખેદ, ભય, શંકા કે બીજા કોઈ વિકલ્પનો શું અવકાશ છે ? અનઅવકાશપણે (પોતે) ‘જ્ઞાનમાત્ર’પણે પ્રત્યક્ષ હોવાથી, સર્વ કાળે પોતાના સ્વરૂપથી પૂર્ણ છું. ૐ શાંતિ (૫૧૮) જીવને ખાસ પ્રતિબંધ છે; તે સંસારના / ઉદયના કાર્યોમાં રસ છે તે છે, જેમાં દર્શનમોહ સામેલ છે. આ રસ યથાર્થ પ્રકારે, એટલે કે આત્મકલ્યાણની ખરી ભાવના, અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલી ભાવનાપૂર્વક નીરસપણું ન પામે, ત્યાં સુધી જીવને પોતાના કલ્યાણ / અકલ્યાણ સંબંધીનું મૂલ્યાંકન આવતું નથી અને તેથી આત્મપ્રત્યયી પરિણામોનું વલણ (બદલાઈને) થતું નથી. ચારેક પ્રતિકૂળતા સમયે - તીવ્ર પ્રતિકૂળતા સમયે નીરસપણું થાય છે, ત્યારે તેમ થવાનો આધાર, જે તે પ્રતિકૂળ સંયોગ હોય છે. (આત્મકલ્યાણ નહિ) જેથી, તેવા સમયે ચારિત્રમોહ થોડો સમય મંદ થાય છે, પરંતુ દર્શનમોહ તે વખતે પણ સાજો / બળવાન હોવાથી તેવું નીરસપણું માત્ર ‘સ્મશાન વૈરાગ્યવત્' નીવડે છે. તેથી આત્માર્થી જીવે વિચારણીય છે કે ‘અનંત દુઃખનો અભાવ અને અનંત સુખની પ્રાપ્તિ' નો માર્ગ સમજવા કાળે, નિજ હિતની ભાવનાની સ્થિતિ કેવા પ્રકારે છે ? માત્ર મંદકષાય કાળે ઉપરોક્ત માર્ગનું મૂલ્ય યથાર્થ થતું નથી. તેથી જ જાણવા છતાં, પરિણમન સંબંધિત કાર્યનો ઉપાડ સહજ થતો નથી; અન્યથા ઉપાડને રોકી શકાય જ નહિ—તેવો જ જીવ સ્વભાવ છે. (૫૧૯) / આત્માર્થી જીવને સત્સંગ પ્રાપ્ત થયે, સરળતા આદિ ગુણો સહજ પ્રાપ્ત થાય છે. જો સરળતાની પ્રાપ્તિ ન થઈ, તો એમ સમજવા યોગ્ય છે, કે ખરેખર તે જીવને સત્સંગ જ પ્રાપ્ત થયો નથી, અથવા ત્યાં નામ માત્ર સત્સંગ છે; પણ સત્સંગનો ગુણ થયો નથી, તેથી અસરળતા, કદાગ્રહ, Page #198 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની પૂર્વગ્રહનો આગ્રહ - વગેરે અવગુણ કે જે આત્મકલ્યાણમાં મુખ્ય પ્રતિબંધરૂપ છે, તે બળવાનપણે વર્તી રહ્યા છે અને તેથી દર્શનમોહ પણ પુષ્ટ થતો રહે છે. (૫૨૦) ૧૪૩ આત્માર્થી જીવને આત્મકલ્યાણ અર્થે સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ રહે, જેથી ઉદય પ્રસંગે સહજ નીરસપણું રહે. ઉદયભાવોથી અકલ્યાણ સમજાય, અને પ્રયોજન ન ચુકાય આ પ્રકાર ચાલુ રહેતાં, અંતર ખોજ દ્વારા સ્વરૂપ (આશ્રયભૂત તત્ત્વ) નું લક્ષ થાય તો સર્વ ઉદયીક કાર્યોમાં સ્વરૂપનું લક્ષ રહ્યા કરે, જેથી સ્વરૂપ સમીપતા થઈ અભિન્નભાવ થાય. આમ પૂર્વભૂમિકામાં લક્ષના બે પ્રકાર વ્યવસ્થિત સમજવા યોગ્ય છે. ઉક્ત ‘લક્ષ’ના કારણે, તે ભૂમિકાના અન્ય યથાયોગ્ય પરિણામો - રુચિ, લગની, ધૂન આદિ સહજ થવા યોગ્ય છે. (૫૨૧) - જ્યાં સુધી પૌગલીક પદાર્થોમાં સુખ ભાસે ત્યાં સુધી આત્મસ્વરૂપ ભાસ્યમાન ન થાય તેવી વસ્તુસ્થિતિ છે. વળી ત્યાં સુધી સત્પુરુષની ઓળખાણ પણ થવી સંભવતી નથી. તેથી તેના ફળસ્વરૂપે સ્વરૂપનો યથાર્થ મહિમા ઉત્પન્ન થઈ શકતો નથી, તેમજ સત્પુરુષ અને તેના સમાગમનું માહાત્મ્ય પણ ખરેખર ભાસતું નથી. આમ હોવાથી સાંસારિક પદાર્થોના પ્રસંગ કાળે, આત્માર્થી જીવે અત્યંત જાગૃતિમાં રહી, પારમાર્થિક લાભ / નુકસાનનો વિવેક કર્તવ્ય છે. (૫૨૨) સ્વરૂપ પ્રાપ્તિના ‘લક્ષ’ પૂર્વક, સ્વરૂપ પ્રાપ્તિની નિરંતર ભાવના રહે, તો જીવને અન્ય દ્રવ્ય / ભાવની ભાવના, જે અનાદિની છે, તે મોળી પડે અર્થાત્ તેનો પ્રતિબંધ ટળે, અને ઉપયોગદ્વારમાં, ‘ચૈતન્ય પ્રકાશ’ માલૂમ પડે. અન્યથા પરવેદન / પરપ્રવેશભાવનો અધ્યાસ ન છૂટે અર્થાત્ ચાલુ રહે અને તેથી સ્વસંવેદનને આવરણ આવે છે. જો ઉક્ત સ્વરૂપની ભાવનાથી જ્ઞાનવેદનનું ગ્રહણ થાય તો તેના અભ્યાસથી આત્મરસ ઉપજે . અને તે રસની પરિણતિ' થાય. આવી પરિણતિ થાય તો જ ઉદયકાળે તીવ્ર રસે કરીને પ્રવર્તવાનું ન બને; અને સર્વ વિભાવ યથાર્થ પ્રકારે મોળાં પડે; અને ક્રમે કરીને ઉપશમ થાય. – આમ સ્વરૂપની ભાવના, તે પાયાની વાત છે. તે વિના સમ્યક્ માર્ગમાં એક ડગલુ પણ ભરી શકાય નહિ. (૫૨૩) ૧ વસ્તુ સ્વરૂપનું સિદ્ધાંત-જ્ઞાન, નિર્મળ ઉપશમીત થયેલાં પરિણામો દ્વારા ઉત્પન્ન થયું હોવાથી, તેવા પરિણામોમાં સ્થિત રહીને, સિદ્ધાંત જ્ઞાનનું નિરૂપણ સત્ શાસ્ત્રોમાં થયું છે, તેમ જાણી, તે તે સિદ્ધાંતોમાં ઉપશમનો હેતુ રહેલો છે, તે હેતુને / આશયને સાથે / મુખ્ય રાખીને જ સર્વ સિદ્ધાંતોનું અવગાહન કરવા યોગ્ય છે. જેથી તે અવગાહન સમ્યક્ પરિણામને પામે. અન્યથા માત્ર સિદ્ધાંત જ્ઞાનનો અભ્યાસ થવાથી પ્રાયઃ શુષ્કતા ઉત્પન્ન થઈ આવે છે, જે અનર્થ/ અવગુણનું કારણ થાય Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ છે. તે લક્ષમાં લેવા યોગ્ય છે. અનુભવ સંજીવની (૫૨૪) જ્ઞાનીપુરુષની ઓળખાણ થવી અતિ દુર્લભ છે; કારણકે જ્ઞાનીપુરુષના ઉદયભાવ / વિકલ્પ પૂર્વ કર્માનુસાર વિચિત્ર પ્રકારે પ્રવર્તે છે; પરંતુ તેમના અભિપ્રાયમાં ત્યારે પણ અવિચિત્રપણું જ હોય છે; જે સમજાયાથી અસમાધાન થતું નથી. જેમકે જ્ઞાની સદાય વાત્સલ્ય પ્રભાવનાદિ અંગથી વિભૂષિત જ હોય છે. છતાં શ્રી રામચંદ્રજીએ લૌકિક કારણ વશાત્ સાધર્મી શ્રી સીતાજીનો ત્યાગ કર્યો હતો, છતાં તેમણે વાત્સલ્યનો ત્યાગ કર્યો ન હતો. અભિપ્રાય અને વલણ બદલાયા વિના પણ આ પ્રકારે પરિણામનું થવું સંભવિત છે; તે નિકટવર્તી એવા સીતાજી સારી રીતે સમજતા હતા અને તેમને પ્રતીતિ પણ હતી જ. આ પ્રકા૨ે જ્ઞાનીપુરુષનું હૃદય જેને સમજાય છે, તેને જ્ઞાનીપુરુષમાં શંકા પડતી નથી. પરંતુ અજ્ઞાની જીવે તેની નકલ કરી / આધાર લઈ, દોષનું પોષણ કરવા યોગ્ય નથી. (૫૨૫) પરિણામમાં સુવિચારણા, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, સ્વરૂપ જીજ્ઞાસા, સ્વરૂપ નિશ્ચય, ભેદજ્ઞાનની પ્રક્રિયા, નિશ્ચયનો પક્ષ વગેરે અનેક પ્રકારે યથાર્થ ક્રમવાળા પ્રકાર ઉત્પન્ન થવા છતાં, તે તે ભાવોનું એકત્વ / અવલંબન રહે ત્યાં સુધી, અપરિણામી ધ્રુવ સ્વરૂપનું અવલંબન આવતું નથી, ગ્રંથિભેદ થઈ સ્વાનુભવ / સમ્યક્ત્વ પ્રગટ થતો નથી. તેથી પુરુષાર્થવંત આત્માર્થી જીવે ઉપરોક્ત ક્રમમાં પસાર થતાં, ચલ સ્વભાવરૂપ પરિણામ ધારાનો આત્યંતિક (અવલંબનનો) વિયોગ કરી, સ્વરૂપાનુસંધાન પ્રાપ્ત કરવું યોગ્ય છે. યદ્યપિ સ્વરૂપ લક્ષ થતાં પરિણામોનું ગૌણપણું જ રહે છે. તો પણ એકદમ ધ્રુવ તત્વનું અવલંબન માટેનું બળ પર્યાપ્ત માત્રામાં વધતાં દૃષ્ટિ પ્રગટે છે. (૫૨૬) ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત આત્મા સહજ પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે. સ્વરૂપની પ્રત્યક્ષતા અનંત છે. આવો સહજ અનંત પ્રત્યક્ષતામય પોતે, પોતાથી પરોક્ષ કેવી રીતે રહેવો સંભવે છે ? પ્રત્યક્ષતામાં સુખ અને આનંદ અમૃતની પ્રત્યક્ષતા થતી હોવાને લીધે, તે પ્રતીતિને ઉત્પન્ન કરે છે, જેના બળે પૂર્ણ સિદ્ધપદની સિદ્ધિ છે. (૫૨૭) પોતા પ્રત્યે અન્યાયપૂર્વક વર્તી, પ્રતિકૂળતાઓ દેનાર (?) પ્રત્યે અસમાધાન થઈ દ્વેષ, કલેશ, ખેદ, આકુળતા થાય ત્યારે એમ સમાધાન (પર્યાયાર્થિક નયે) કરવા યોગ્ય છે કે ખરેખર પૂર્વે મે દોષ કરીને આવું કર્મ ઉપાર્જન કરેલ, તેનો આ ઉદય આવેલ છે, તેથી કોઈ પ્રત્યે દ્વેષ કરવો યોગ્ય નથી. તેમજ (દ્રવ્યાર્થિક નયે) એમ અવલોકન કરવું કે ખરેખર કોઈ પ્રતિકૂળ સંયોગ સાથે મારે સંબંધ નથી. હું તો સર્વથી સર્વ પ્રકારે જુદો જ છું. મારા અવ્યાબાધ સ્વરૂપમાં કોઈ બાધા Page #200 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૪૫ ઉપજાવી શકતું નથી તે પ્રત્યક્ષ છે. કોઈ ગમે તેવા ભાવ કરે; અને સંયોગમાં ગમે તે ફેરફાર થાય-હું તો ભિન્ન રહીને જ્ઞાતાભાવે રહું છું, મારામાં કોઈ પરનો અનુભવ (કાંઈપણ) થઈ શકતો નથી . આમ લાગુ થાય તેમ સમાધાન કર્તવ્ય છે. (પ૨૮) યોગ્યતાવાન આત્માર્થી જીવને પણ, જો સ્વરૂપ નિશ્ચય માટેની તીવ્ર જિજ્ઞાસાપૂર્વક, ‘જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી સ્વ-સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાની અયોગ્યતા (વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈ) હોય તો, પદાર્થનો યથાર્થ નિર્ણય થતો નથી. તેથી ચિત્ત વ્યાકુળ રહે છે; અને જો કલ્પિત નિર્ણય થઈ જાય છે તો મિથ્યા સમાધાન / શાંતિ આવે છે, પરંતુ અપૂર્વ સ્વરૂપ ભાસ્યું નહિ હોવાથી, સ્વરૂપનો અપૂર્વ મહિમા આવતો નથી. પરંતુ કલ્પિત અર્થાત્ વિપરીત નિર્ણયનું બળ વર્તતું હોવાને લીધે યથાર્થ ભાવભાસનથી અપૂર્વ માહાસ્ય ઉત્પન્ન થવામાં વધુ કાળ વ્યતીત થઈ જાય છે ત્યાં પરમ યોગ્યતાને હાનિ પહોંચે છે, તેથી પદાર્થનો નિર્ણય યથાર્થ થવો તે પરમ યોગ્યતા છે, ત્યાં દર્શનમોહ અતિ મંદ અનુભાગે થાય છે, કારણ મોહ રહિત પદાર્થના ભાવભાસનપૂર્વક તે પદાર્થની ઉપાદેયતાનો રસ ત્યાં ઉત્પન્ન હોય છે. મર૯) સ્વરૂપનું ભાવભાસન.એ જ્ઞાનની-પ્રયોગ પદ્ધતિ દ્વારા થયેલી, ફળશ્રુતિ સ્વરૂપ છે. જેમાં નિર્મળતાનો ગુણ પણ કેળવાયેલો છે અને જ્ઞાનબળ પણ સંપ્રાપ્ત છે. (૫૩૦) જેમ ઉપદેશબોધ અંતઃકરણથી અંગીકાર કર્યા વિના સિદ્ધાંતબોધ પરિણમતો નથી, કારણ અનાદિ વિપર્યાસમાં ફેર પડયા સિવાઈ, સિદ્ધાંતબોધ પણ વિપર્યાસપણે પરિણમે છે. તેમ એ પણ વિચારવા યોગ્ય છે, કે સિદ્ધાંતબોધના આધાર વિના - ઉપદેશબોધ ટકી શકતો નથી, અથવા સદાને માટે સ્થિર થઈ શકતો નથી, અર્થાત્ કાળાંતરે નાશ પામે છે. તેથી પરસ્પર બન્ને સ્વ-સ્થાને હોવા/ રહેવા ઘટે છે, અને તો જ વાસ્તવિક રીતે પરમાર્થ સધાય છે. (૫૩૧) વૈરાગ્ય તો રાગ ઘટતાં આવે છે અને રાગ અંતર-સ્વભાવની રૂચિ થતાં ઘટે છે. તેથી અંતર ગુણ સ્વરૂપના જ્ઞાન સાથે વૈરાગ્યનો અવિનાભાવી સંબંધ છે; તેની વિચારણામાં વૈરાગ્ય ભાવનાઓ સહજ આવી જાય છે. “જ્ઞાન વગરનો વૈરાગ્ય રુંધાયેલો કષાય છે” . પૂ. બહેનશ્રી. જેને વૈરાગ્યને લીધે ધર્મમાં ચિત્ત થંભે છે. સ્વમાં-આત્મામાં ચિત્ત સ્થિર થવા, વૈરાગ્ય અપેક્ષિત છે. પરની ઉપેક્ષા થયા વિના સ્વની અપેક્ષા થાય નહિ. આર્તધ્યાનવાળાને વિકાર અને પરનું લક્ષ છે. વૈરાગી જ વિકારમાં એકાગ્ર થતો નથી, ફસાતો નથી તેથી તે ધર્મધ્યાન કરી શકે છે. તેથી તે જીવ ! તું પરસંગમાં રોકાયા વગર સ્વભાવ અંગે વિચર છે તે જ કરવા જેવું છે. (૫૩૨) Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અનુભવ સંજીવની શ્રી જિને જેટલાં સિદ્ધાંત કહ્યાં છે, તે સર્વ એક આત્મસ્વરૂપ પ્રગટ કરવાને અર્થે કહ્યાં છે. તેમ લક્ષમાં રાખી કોઈપણ સિદ્ધાંત સમજવો રહે છે. જો તેમ ન કરવામાં આવે તો પ્રાયઃ સિદ્ધાંત સંબંધી સમજણ, વિપર્યાસને પામે અને અનર્થ ઉપજે. તેથી આત્માર્થી જીવે, સિદ્ધાંતના, પ્રરૂપનાર એવા દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે અત્યંત ભક્તિમાન રહી ઉક્ત લક્ષે સિદ્ધાંત વિચારવા. (૫૩૩) એક ગુણને અનંત ગુણનું રૂપ છે, તેથી જ્ઞાનને સુખનું રૂપ હોવાથી, જ્ઞાનસુખરૂપ કહેવાય છે, અને તે કષાય / આકુળતાના અભાવરૂપે સ્પષ્ટ / પ્રત્યક્ષ જોવામાં આવે છે. હવે આમ છે, ત્યારે જ્ઞાન સ્વયંનું.પોતાનું સ્વસંવેદન કરે છે, ત્યારે પોતાના સુખરૂપ / ધર્મનું પણ અનુભવન કરે છે. તે કાળે વસ્તુ સ્વભાવે કરીને સુખગુણનાં શુદ્ધ પર્યાયનું પ્રગટ પરિણમન થાય છે. તે પણ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં જણાય છે, અને એક વસ્તુભૂતપણાને લીધે, વા વસ્તુ સ્વભાવમાં એકત્વ હોવાને લીધે, અને તે એકત્વનો સ્વપણે અનુભવ હોવાને લીધે, સુખરૂપ અને સુખગુણનો સદશભાવ – એક રસ થઈ (જેમ) અનુભવાય છે, તેમ અનંતગુણ ધર્મો, સ્વાનુભવમાં એકરસ થઈ જાય છે, જેને ‘આત્મરસથી’કથાય છે. તેનું આવું સ્વરૂપ છે. (૫૩૪) જુલાઈ ૧૯૯૦, વસ્તુધર્મની મર્યાદા સંબંધિત અપેક્ષા જ્ઞાન-વસ્તુના યથાર્થ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવામાં ઉપયોગી છે. પરંતુ તેવા જ્ઞાનનો પરમાર્થના દૃષ્ટિકોણથી ઉપયોગ થવો ઘટે, અર્થાત્ સ્વરૂપની માન્યતાને પુષ્ટ કરવામાં તે અપેક્ષા જ્ઞાન વર્તવું ઘટે છે. પરંતુ ભેદા-ભેદ સ્વરૂપવસ્તુ જાણ્યા પછી અભેદ સ્વરૂપના અવલંબને સ્વરૂપ સધાય છે. ત્યાં ભેદની અપેક્ષા જ્ઞાનમાં ગૌણ ન થાય (મુખ્ય રહે) તો અભેદનું જોર ઉત્પન્ન ન થાય, ત્યાં તેવી અપેક્ષા સાધનાને રોકે તેવું અપેક્ષાજ્ઞાન, પરમાર્થ દૃષ્ટિએ પ્રતિકૂળ પડે છે. આમ જે અપેક્ષા જ્ઞાન વસ્તુ-સ્વરૂપ જાણવાનું સાધન છે તે સાધનામાં પ્રતિકૂળ ન પડે, તે વિચારવા યોગ્ય છે. છતાં તેવી સાવધાનીથી અજાણભેદપક્ષવાળા- ને તેવી અપેક્ષાનો વિપર્યાસ વર્તે તો વસ્તુના અભેદ-અનંત સામર્થ્ય સંબંધિત જોરને શિથિલ કરી નાખે અને અધ્યાત્મદષ્ટિ/જોર મંદ થાય વા ઉત્પન્ન ન થાય, તેનો સાધકને અવશ્ય નિષેધ આવે છે. સ્વલક્ષી જ્ઞાનમાં આવો વિપર્યાસ પ્રાયઃ થતો નથી, પરંતુ પરલક્ષી ઉઘાડમાં આવા વિપર્યાસની ઘણી સંભાવના રહે છે. (૫૩૫) વર્તમાન પરિણામ ઉપરની દૃષ્ટિને લીધે વસ્તુ પરિણામ જેટલી જ ભાસે છે. તેથી પુરુષાર્થ કરું–જ્ઞાન કરું—આદિ પર્યાયના કર્તૃત્વનો અભિપ્રાય રહે છે, જે મિથ્યાભાવ છે. પોતે વસ્તુ જ્ઞાન – વીર્ય આદિ અનંત સામર્થ્યની ખાણ છે; જેની સન્મુખ થતાં પોતામાં / સ્વરૂપમાં કાંઈ કર્તવ્ય નથી, Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અનુભવ સંજીવની તેમ ભાસે છે, અને કર્તૃત્વ થતું નથી. રાગાદિ થાય તે પરપણે ભાસે છે, નિષેધ વર્તે છે, પરિણામમાં સહજતા રહે છે. (૧૩૬) સામાન્યપણે માણસને સુવાથી / નિંદ્રા આવવાથી થાક ઉતરી જાય છે. ખાવા-પીવાથી તૃપ્તિ થાય છે. પરંતુ જ્ઞાનદશા તે કોઈ વિલક્ષણ દશા છે, જેમાં વિશ્રામધામ - સ્વસ્વરૂપથી ભિન્ન સુવા આદિ ભાવમાં દુઃખ લાગે છે. નિંદ્રાનો પણ થાક લાગે છે, ખાવા-પીવાના પરિણામમાં ઉદાસીનતા થઈ આવે છે, કારણ શાનરસ અને સુખરસ પીવાય છે, તે જ આહાર છે, જેનાથી પોતાને તૃપ્તિ થાય છે, અને પુષ્ટિ મળે છે. સહજ પુરુષાર્થમાં પરિશ્રમ કે થાક લાગતો નથી. અંતરમાં જામતાં પરિણામોમાં જ આરામ અનુભવાય છે. આવી સહજ ‘વિલક્ષણતા’ જે મુમુક્ષુને ઓળખાય છે, તેને આત્મભાવ ઓળખાય છે, જે આત્મભાવની પ્રાપ્તિનું / પ્રગટવાનું કારણ થાય છે. (૫૩૭) શ્રીગુરુની આત્મદશા, ચિંતન, મનન અને ઘોલન આદિના વિકલ્પથી પર હોય છે. તેમ છતાં, સંસારનાં દુ:ખી જીવો પ્રત્યે તેમને અનંત કરુણા હોય છે; જેથી તેઓશ્રીનાં ચિંતનમાંથી ન્યાય આદિ નીકળે છે. જેની મતિ સરળ હોય છે, તેને શ્રમ વિના તે ન્યાય / સિદ્ધાંત સહજ સંમત થાય છે અને તે આત્મહિતનું કારણ થાય છે, જેના રાગાંશમાં અન્ય જીવનું શાશ્વત કલ્યાણનું નિમિતત્વ છે. તેની આત્મદશાનો ગુણ વચનાતીત જ નથી, પરંતુ અચિંત્ય છે. (૫૩૮) “સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ (કહેવાઈ) હોય તોપણ, તેનો પરમાર્થ, સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે.’–શ્રીમદ્જી. સત્પુરુષની વાણીમાં ‘જ્ઞાનદશા’નો વિષય સ્વાનુભવપૂર્વક વ્યક્ત થાય છે, તેમાં જે પરમાર્થમાર્ગમાં પોતાનું નિર્ગમન થઈ રહ્યું છે તે માર્ગના અપૂર્વ ભાવોની અભિવ્યક્તિ, તેમજ ઉદયભાવો અને તે અંગેની ચેષ્ટાએ વર્તતાં, પર-અપર ભાવોની વિલક્ષણતા સમજવા અર્થે, યોગ્યતાની અપેક્ષા રહે છે; જે પ્રકારની યોગ્યતાની અપેક્ષા છે, તે પ્રાયઃ આજ્ઞાંકિતપણામાં સંપ્રાપ્ત હોય છે. તેથી ઉક્ત વચનામૃતની ગંભીરતા અને આજ્ઞાંકિતપણે સત્સંગનું મૂલ્યાંકન, મુમુક્ષુજીવને થતાં, પરમાર્થની પ્રાપ્તિનો અવકાશ થાય, તે પરમહિત થવાનું બીજ છે. તેથી એક લક્ષે જ્ઞાનીપુરુષની વિલક્ષણતા સમજતા, તેમના પ્રત્યે અનન્ય ભક્તિ / પ્રેમનું કારણ થાય છે. (૫૩૯) ધર્મ પામવાની આશાથી, જીવ અનેક પ્રકારે કલ્પિત બાહ્ય સાધનરૂપ ધર્મ-પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેથી કાંઈ ધર્મ–સાધના થતી નથી, ઉલટું સાધન કર્યાનું દુષ્ટ અભિમાન થાય છે, જે જીવને સત્-સાધનથી વંચિત રાખે છે,-' અથવા સત્-સાધન સૂઝવા દેતું નથી તેથી આત્મ-કલ્યાણનો Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અનુભવ સંજીવની ‘અપૂર્વવિચાર’ આવ્યા વિના, કલ્પિત સાધન મટવા અર્થે, ‘અપૂર્વજ્ઞાનીપુરુષ'ની આજ્ઞાએ વર્તવાનો દૃઢ નિશ્ચય થાય, ત્યારથી જ જીવને આત્માર્થની શરૂઆત થાય છે. અને જેણે ‘માર્ગ’ જોયો છે, તેવા જ્ઞાનીપુરુષ વિદ્યમાન, બિરાજમાન હોય તો તેના ચરણ સેવે છે અને અવિદ્યમાન હોય તો તીવ્ર આશ્રય-ભાવનાએ વર્તે છે. સિદ્ધાંત એમ છે કે, ‘અપૂર્વ આત્મવિચારે' જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન જ માર્ગ પ્રાપ્તિનું સર્વ શ્રેષ્ઠ કારણ છે. – અનુ. ૫૯૬ (૫૪૦) ૮ દૈહિક દુઃખ થવાના પ્રસંગમાં અથવા તેવા બીજા ઉદયમાં અજ્ઞાનને લીધે જીવ દેહની શાતાને, ભજવાની ઈચ્છા કરે છે, તેમ વર્તે છે; પરંતુ જ્ઞાનદશામાં દેહ સંબંધી દુઃખ અને તેના કારણોમાં વિષમતા થતી નથી, અને તેવું દુઃખ ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી – જે સામાન્યપણે જીવને સંસારમાં હોય છે. દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માની જ્ઞાનદશાનું સ્પષ્ટ વર્ણન – કૃપાળુદેવે આ પ્રકારે પત્ર ૪૬૮માં કર્યું છે. તેમાં તેઓની સ્વાનુભવ દશા પ્રગટ દેખાય છે. (૫૪૧) – જગતના વિભિન્ન વિષયો અને કાર્યો છોડીને તત્વ-શ્રવણ કરનારને તત્વ રુચિ થઈ છે તેમ કહેવાય છે, પરંતુ આત્મતત્વની વાસ્તવિક રુચિ પાસે ઉક્ત રુચિ તે કાંઈ નથી’ એવું ખરી આત્મ-રુચિનું સ્વરૂપ છે; જેને લીધે સ્વરૂપ પ્રત્યેનું જોર રહ્યા કરે છે. અને આડા-અવળા, જેના તેના, અપ્રયોજનભૂત વસ્તુના વિકલ્પો થતા જ નથી, સ્વરૂપનું ચિંતવન / વિકલ્પ સહજ થાય છે, તોપણ તેની મુખ્યતા થતી નથી. આવી રુચિવાળો મુમુક્ષુ જીવ આગળ વધે છે—બીજો નહિ (૫૪૨) ‘જ્ઞાનમાત્ર’ ભાવ પવિત્ર છે રાગ સ્વયં મલિન છે. બન્ને ભાવોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે. જેને, એવા જ્ઞાનીને કોઈપણ ક્ષણે રાગમાં પોતાપણું થતું નથી. મિલનભાવની મિલનતા વેદાય તે કેવી રીતે રુચે ? તેમાં દુઃખ પ્રત્યક્ષ વેદાય, તે કેમ રુચે ! નિરૂપાધિક સ્વરૂપને રાગની ઉપાધિ કેમ પોસાય ? આંખમાં કણું ખૂંચે તેમ જ્ઞાનીને રાગ ખૂંચે છે, ત્યાં રસ કેમ આવે ? (૫૪૩) ‘જ્ઞાનમાત્ર’ના વેદનથી, પ્રત્યક્ષપણાવડે સ્વયંની હયાતીને – અસ્તિત્વને ગ્રહણ કરવા યોગ્ય છે. અનાદિથી રાગમાં – પરમાં હયાતિ ગ્રહાઈને – વેદાઈ રહી છે, તે મિથ્યાભાવ છે. તેથી માત્ર પરોક્ષ વિચારમાં આત્માના વિચાર થાય, તેમાં આત્મજાગૃતિનો પ્રકાર શરૂ થતો નથી, પરંતુ પ્રત્યક્ષ અંશ દ્વારા સ્વરૂપને પ્રત્યક્ષ કરીને (પ્રત્યક્ષ તોરથી) જાગૃતિ આવતાં સ્વરૂપ - ગ્રહણ થાય, તેથી – તે રૂપ પ્રયત્ન અભ્યાસ હોવો જોઈએ. વિચાર બહાર / બાહ્ય પ્રવૃત્તિ છે તેમાં વસ્તુને પકડવાનું સામર્થ્ય જ નથી. આ કહી તે અંદરની લાઈન છે. બે લાઈન ઉકત પ્રકારે જુદી પડે છે. (૫૪૪) - - - Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અનુભવ સંજીવની સામાન્યપણે, એક સમયની પર્યાય કરતાં ત્રિકાળી વસ્તુ અનંતગુણ મહાન છે, તેમ સમજાય છે, તોપણ જે એક સમયની પર્યાય ત્રિકાળીને, એક સમયમાં ગ્રાસી લે, તેની અદ્ભુતતા શું આશ્ચર્યકારી નથી !!? આહાહા ! વાહ રે પર્યાય ! તારૂં સામર્થ્ય પણ અચિંત્ય છે. અગમ-નિગમનો તારો ખેલ જોનારને થંભાવી દે તેવો છે. (૫૪૫) આત્મામાં સમયે સમયે ઉત્પાદ-વ્યય સ્વતંત્રપણે થઈ રહ્યા છે, તે પ્રગટ પર્યાય સ્વયંના મૂળ સ્વરૂપને ભૂલી પરમાં અહં ભાવ કરે છે, તે અસમ્યક છે; જો પોતાના ત્રિકાળી અસલ સ્વરૂપમાં અહં ભાવે પરિણમે તો સમ્યકત્વ પ્રગટ થાય . અહીં પર્યાય, ભાવે સ્વીકાર', ત્રિકાળી સ્વરૂપાકાર ભાવરૂપ થવા છતાં, પર્યાયત્વનો ત્યાગ થતો નથી. તેથી તે તે અપેક્ષાએ નિરાલંબ પણ છે. ત્રિકાળી સ્વભાવમાં અહં ભાવની અપેક્ષાએ સ્વભાવાવલંબી પણ કહેવાય છે. (૫૪૬) દષ્ટિના નિર્ણયમાં પૂર્ણ શુદ્ધિ ભરી છે.” - પૂ. શ્રી સોગાનીજી. (દ્ર. દ. ૪૮૦) ઉક્ત વચનામૃત, જે દૃષ્ટિના વિષયભૂત પદાર્થનો યથાર્થ નિર્ણય છે, તેનું મહત્વ મૂલ્ય દર્શાવે છે. તે યથાર્થ છે. - આ નિર્ણય સ્વરૂપ સંસ્કાર પડવાનું કારણ હોવાથી આત્માને સમાધિ થવા માટે, સ્વરૂપમાં સ્થિતિ થવા માટે અપૂર્વ આધાર છે. અર્થાત્ સિદ્ધપદ જેના ગર્ભમાં આવી જાય છે– એવી વસ્તુસ્થિતિ છે. જ્યાં સુધી આ બીજજ્ઞાન’ ઉત્પન્ન થતું નથી, ત્યાં સુધી, અનાદિનું પરલક્ષ મટતું નથી. બીજજ્ઞાનની ઉત્પત્તિથી સ્વલક્ષ બંધાય છે, ત્યારથી સર્વ પ્રવૃત્તિ સ્વરૂપ લક્ષે થાય છે, તે પહેલાંની સર્વ પ્રવૃત્તિ લક્ષ વગરના બાણની જેમ નિરર્થક હોય છે. અર્થાત્ બાહ્ય દૃષ્ટિએ થતી સર્વ પ્રવૃત્તિ, બહારને બહાર થતાં પરિણામવાળી હોય છે. તેનો આત્મલાભ કાંઈ થતો નથી. તે સર્વ પૂર્વાનુપૂર્વ થતું રહે છે. અહીંથી અંતરક્રિયા થઈ અપૂર્વતા પ્રગટે છે. (૫૪૭) સમસ્ત સંસાર દુઃખે કરીને આર્ત છે. તેમાં પણ રોગ, જરા, મરણાદિ પ્રસંગોમાં જીવનું પરાધીનપણું, અશરણપણું, અસહાયપણું પ્રત્યક્ષ અનુભવગોચર થઈ રહ્યું છે. વિશેષ વિચારતાં કેવળ ક્લેશ અને શોક સ્વરૂપ આ સંસાર છે, તેમાં સુખી થવાની જીવને આસ્થા છે, તે છૂટયા વિના આત્મસ્વભાવને પામી શકાય નહિ, જેણે તે આસ્થા ત્યજી છે, તે જ આત્મ સ્વભાવને પામ્યા છે, મોહવશ જીવને આ દિશાનો વિચાર ઉદ્ભવતો નથી, તેથી કાંઈ દુઃખ મુક્ત થવાશે તેવું નહિ બને. (૫૪૮) જે વિચારવાન જીવે, સ્વભાવ-લાભ વિચારીને સ્વભાવ સન્મુખતાનો પ્રયાસ, અથવા તેની દઢ ઈચ્છા કર્તવ્ય છે; સ્વભાવ સત્ રૂ૫ છે, અથવા પરમઆનંદ સ્વરૂપ છે, તેમ દઢ થયા વિના, જીવને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ અનુભવ સંજીવની પર - અભિલાષાના પરિણામ વિરામ પામે, તેમ થવું સંભવિત નથી. પરંતુ સ્વભાવ સુખ–તે રૂપ સુધારસનું આકર્ષણ, જગતના કોઈપણ પ્રસંગ સંબંધીના હર્ષ-વિષાદને ટાળે છે, દેહ છૂટવા સુધીના પ્રસંગની ગૌણતા આવે છે. આ યથાર્થ ભૂમિકા છે. (૫૪૯). અનંતસુખ અને અનંત જ્ઞાન એવા નિજ સામર્થ્યની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ અર્થાત્ વર્તમાન વેદનના પ્રત્યક્ષતાના આધારે નિશ્ચય થયા વિના, નિજ સ્વરૂપનું લક્ષ થાય નહિ. અને લક્ષ બંધાયા વિના, લક્ષ વગરની સર્વ પ્રવૃત્તિ, વ્યર્થ જાય તે સહેજે સમજાય તેવું છે. તેથી સપુરુષના યોગે, આ બીજજ્ઞાન જ્ઞાનમાત્ર' ભાવ વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે. અન્યથા અનંતકાળે દુર્લભ એવો આ મનુષ્ય પર્યાય સંસાર અર્થે જ વ્યતીત થઈ, સંસારવૃદ્ધિનું નિમિત્ત થવા સંભવ છે. (૫૫૦) આત્માપણે અનુભવ કરવા યોગ્ય વચનામૃત :“સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ" શ્રીમદ્જી . ૮૩ર આત્મભાવના – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. હું માત્ર નિર્વિકલ્પ, શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમશાંત ચૈતન્ય છું.” – શ્રીમદ્જી - ૮૩૩ (૫૫૧) જે મહાત્માને એક વિકલ્પ પણ ફાંસી લાગે, તેને વિકલ્પનો કાળ લાંબો કેમ હોય ? જ્ઞાનમાત્ર લક્ષણ છે, “જ્ઞાનમાત્ર સ્વભાવ છે અને સ્વસંવેદનમાં પણ પોતે “જ્ઞાનમાત્ર પણે છે. તેથી લક્ષણથી–પ્રત્યક્ષ અંશથી, અનંત પ્રત્યક્ષ સ્વભાવનું લક્ષ થતાં, સ્વભાવપણાનો ભાવ આવિર્ભાવ થઈ સહજ, સ્વસંવેદન ઉપજે, તે આત્મજ્ઞાન છે. તે જ આત્મધ્યાન છે;- તે બાર અંગનો સાર, અવિકાર સમયસાર છે, ઉપાસવા યોગ્ય છે. (૫૫૨) 4 વિચારબળે કરીને, મુમુક્ષજીવે, ભવિષ્યની ચિંતાનો ત્યાગ કરવા યોગ્ય છે; લોકસંજ્ઞાએ, લોકલજ્જાના ભયે, ભવિષ્યની ચિંતા જ્યાં સુધી રહ્યા કરે છે, ત્યાં સુધી પરમાર્થની પ્રાપ્તિ થવી સંભવતી નથી, અને તેમ થાય તો, અમૂલ્ય મનુષ્ય આયુ, વ્યર્થ ગુમાવાઈ જાય, એટલું જ નહિ, આગામી ભવમાં મહા આપત્તિ આવે, તે ન આવે, તેનો વારંવાર વિચાર કર્તવ્ય છે. યથાર્થ બોધ થવા આ અતિ આવશ્યક છે. આ સ્થળે ભૂલ ન થાય, તે માટે ગંભીર ઉપયોગ રાખવો. કુટુંબનું મમત્વ રાખી આવી ભૂલ મુમુક્ષુ ન કરે. ‘આત્મ-વિચાર' મુખ્ય કરે. (૫૫૩) સર્વતઃ મુખ્યતા થવાનું કારણ, પ્રયોજનનું ભાસવું તે છે. જ્ઞાન સામાન્ય સર્વ સમાધાનરૂપ Page #206 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૫૧ અને સુખરૂપ છે તેથી નિરંતર પ્રત્યક્ષ એવા આ જ્ઞાનની મુખ્યતા રહે તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. – ખચતું કર્તવ્ય છે – આ પ્રગટ લક્ષણથી – વેદનથી, સ્વભાવ આવિર્ભત થાય તે જ એક કરવા યોગ્ય છે. - આ પ્રકારે જ્ઞાનભાવમાં રહેવા યોગ્ય છે; રહેવાનો અભ્યાસ થવા યોગ્ય છે જ્ઞાન મૂળ વાસ્તવિક દશા છે. ઉદય ભાવરૂપ સ્વપ્નદશા છે. (૫૫૪) | મુમુક્ષુની ભૂમિકામાં પરિપકવતા અને પરિપકવતાના બે ભેદ હોવાથી, મતમતાંતરનો વિષય, અતિ નાજુક' સમજવા યોગ્ય છે. આત્માર્થ જેને મુખ્ય છે, તેણે આત્માર્થે સત્યનું ગ્રહણ નિર્દોષતાના હેતુપૂર્વક કરતાં, પ્રાયઃ મત’નો આગ્રહ થતો નથી; તેમજ અન્ય મતનો પક્ષ થઈ જતો નથી. આ ભેદ રેખા સૂક્ષ્મ હોવા છતાં, આત્માર્થી જીવ આત્માર્થતાને લીધે ભૂલ કરતાં અટકી જાય છે, અથવા બચી જાય છે, પરંતુ આત્માર્થની ન્યૂનતાએ મતનું જોર, સત્યના આગ્રહી’ના અંચળા નીચે વધી જતાં, અનેક પ્રકારે નુકસાનનું – સંકુચિતતાનું કારણ બની જાય છે. તેથી મુમુક્ષુજીવે બોધ - ગ્રહણ કરવાની મુખ્ય વૃત્તિ સેવવા યોગ્ય છે, પરંતુ બોધ દેવાના સ્થાને બેસવું હિતાવહ નથી. પરિપકવ મુમુક્ષતા થયે, અભિપ્રાય સ્વચ્છપણે વ્યકત થઈ શકે, ત્યારે જ “સત' ન દુભાય . જ્યાં સત્ દુભાય છે, ત્યાં મત છે અને જ્યાં મત છે, ત્યાં બેસતું નથી. તે લક્ષમાં લેવા યોગ્ય છે. મતાર્થ ઉત્પન્ન થવાથી આત્માર્થની હાની થાય છે, તેમજ અસને સંમત કરવાથી / અનુમોદવાથી ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. તેથી બન્ને પ્રકારના દોષથી બચવા, સૂક્ષ્મ પ્રયોજનની દૃષ્ટિ આવશ્યક છે. (૫૫૫) ઑગસ્ટ : ૧૯૯૦ ‘જ્ઞાન' અર્થાત્ જ્ઞાનનું જ્ઞાનમાત્રપણું પ્રગટ છે. જ્ઞાનને જ્ઞાનમાત્રપણે જોવાનો દૃષ્ટિકોણ સાધ્ય કરી જોતાં, તે પ્રગટ જણાય છે. તે દૃષ્ટિકોણ સાધ્ય કરવા માટે, જ્ઞાનસામાન્યને લક્ષમાં લેવું આવશ્યક છે. જ્ઞાનસામાન્યને લક્ષમાં લેતા જ્ઞાનની ઋદ્ધિઓ જણાય છે, અને તેથી સ્વભાવનો મહિમા જાગૃત થાય છે. તથા પ્રકારે મહિમા જાગૃત થવામાં જ્ઞાનની નિરાકુળતા, નિર્લેપતા, સાતત્ય અર્થાત્ શાશ્વતતા, નિર્લેપતાને લીધે નિર્મળતા અર્થાત્ શુદ્ધતા અને અવ્યાબાધત્વ આદિ ભાવો અનંત સામર્થ્યરૂપે સ્પષ્ટ ભાસ્યમાન થાય છે. જેથી નિઃશંકતા, નિર્ભયતા, આદિ ગુણો આત્મબળ સહિત સહજ પ્રગટ થવા યોગ્ય સ્થિતિ થાય છે. (પપ૬) Vજ્ઞાનાભ્યાસ બે પ્રકારે છે. એક સદ્ભૂતનું શ્રવણ / અધ્યયન, બીજું જ્ઞાનને સ્વસમ્મુખ કરવાનો પ્રયાસ કરવો તે. બન્નેનું પ્રયોજન સ્વરૂપમાં કરવું તે છે, તેટલું જ છે. ૩ૐ શાંતિ. (૫૫૭) 0 જેણે અબદ્ધસ્પષ્ટ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા અનુભવ્યો છે. અને તેથી જેને કાંઈ પ્રિય નથી, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અનુભવ સંજીવની જેને કાંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ વિરોધી નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વંદ્રનો અભાવ થયો છે, તે પરમ પુરુષોનું અલૌકિક / ઉત્કૃષ્ટ પુરુષાર્થ . પરાક્રમ, અદ્ભુત સ્વરૂપ - સ્થિતિ, પરમ પ્રેમે વંદનીય છે. તેમને ત્રિયોગે ત્રિકાળ નમસ્કાર હો !! (૫૫૮) જ્ઞાની પુરુષનો પરિચય થયે, તે તરતા પુરુષ છે તેમ જણાય છે, તેમની અંતર પરિણતિ સંસારથી વેગળી ચાલતી દેખાય છે અને તે પરિણતિની અભેદતા, પરમતત્વ સાથે હોવાથી, તદાકાર અર્થાત્ પરમાત્મપદ - આકારનું પ્રગટ દર્શન ત્યાં થાય છે, અને તેથી અપૂર્વ મહિમા ઉત્પન્ન થઈ પરમેશ્વરબુદ્ધિ (પરમેશ્વરવત્ ઉપકારી જણાયાથી) થઈ આવે છે, ત્યારે જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું છે, તેમ માન્ય કરવા યોગ્ય છે. તે પહેલાનું જ્ઞાનીને વિષે માનવું ઘસંજ્ઞાએ થાય છે. અર્પણતા, ભક્તિ આદિ પણ ઓઘસંજ્ઞાએ થાય છે. પરંતુ તેથી માર્ગ-પ્રાપ્તિ નથી. ઓળખાણ થયે અવશ્ય માર્ગ પ્રાપ્તિ છે. (પપ૯) / અનાદિ અજ્ઞાન અને મિથ્યાત્વને લઈ પુલમાં સુખ ની વાસનાથી જીવ વાસીત છે, તે વાસનાનો જય, સ્વરૂપમાં વાસ કર્યા વિના સંભવતો નથી. સ્વરૂપમાં વાસ થવા અર્થે મનનો જય, મનોજય અર્થે ભેદજ્ઞાન પૂર્વક સ્વભાવનો પરિચય, સ્વભાવના પરિચય અર્થે સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપ નિશ્ચય અર્થે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનારુચિ અને તે અર્થે પાત્રતા હોવી આવશ્યક છે. આમ “સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતામાં રહેલું છે. તેની વૃદ્ધિ અર્થે પ્રત્યક્ષ સન્દુરુષ અને સત્સંગની પર્યાપાસના સેવવી તે છે. આમ વહેવારે પરિણામ ક્રમ છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની (પ્રયોજનની) અર્થાત્ આત્મામાં અંતર્મુખ થઈને જોડાણની યોજનાનો અપૂર્વ પ્રકાર સપુરુષના અંતરમાં રહેલો છે. તે શબ્દગોચર નથી, અનુભવગોચર છે. જે પ્રત્યક્ષ યોગે જાગૃત ચૈતન્યની ચેષ્ટાથી લક્ષગત થઈ શકવા યોગ્ય (૫૬૦) અવિવેકે વા અવિચારપણે, સપુરુષના કોઈ વચન માટે, હિણો વિચાર કે હિણું (વચન) કથન થઈ જાય, તો તે મુમુક્ષુ (1) જીવની અભક્તિ છે. જે વચનો સ્વરૂપની પવિત્ર સાધના ભૂમિમાંથી ઉગ્યાં છે, એવા તે વચનો મુમુક્ષુજીવ માટે હિતકારીપણાને લીધે અત્યંત ભકિત કરવા યોગ્ય વા થવા યોગ્ય છે, તેના સ્થાને અભક્તિ થાય ત્યારે, અવશ્ય જ્ઞાની પુરુષ પ્રત્યે અવિશ્વાસ– અશ્રદ્ધા થાય, ત્યારે જ બને – તેમ સમજવા યોગ્ય છે. આ દર્શનમોહની તીવ્રતા જનીત વિરાધના / અપરાધ કોઈપણ સંજોગોમાં કરવા યોગ્ય નથી. આવા અપરાધના ફળમાં, પુરુષનો વચનયોગ દીર્ધકાળ સુધી પ્રાપ્ત ન થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, જેથી આત્મહિતનાં નિમિત્તથી અતિ દૂર Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ અનુભવ સંજીવની થવું પડે છે. પોતે ઉપાર્જિત મહાઅંતરાય છે. (૫૬૧) દુરંત અને અસાર એવા આ અનાદિ સંસારમાં મનુષ્યત્વની પ્રાપ્તિનું મહત્વ ઘણું છે. અને તેમાં પણ ગુણ સહિત મનુષ્યપણું હોવું તેનું મૂલ્ય ઘણું છે. જો ગુણસહિત મનુષ્યપણું થાય, તો પોતાના સ્વરૂપનો નિશ્ચય થઈ શકે, નહિ તો મનુષ્યપણું છૂટી પ્રાયઃ અધોગતિમાં જીવ જાય છે. જ્યાં આત્મહિતનો અવકાશ રહેતો નથી. જે મનુષ્યપણામાં ગુણગ્રાહી થઈને, દોષથી બચવા અલ્પભાષી, અલ્પપરિચયી, અલ્પ . સહચારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પ આવકાર આપવો, અન્યને ઉપદેશ (બને ત્યાં સુધી) ન આપવો. તેમજ કોઈપણ પ્રવૃત્તિમાં જોડાતાં પહેલાં પરિણામ વિચારી લેવું, જેથી પ્રવૃત્તિમાંથી પાછા વળવાનો પ્રસંગે ઉપસ્થિત ન થાય. (૫૬૨) V એક શાસ્ત્રમાં કહેલી વાત, બીજા સર્વ શાસ્ત્રો કરતાં, વિશિષ્ટ જણાતી હોય, તો તે વધારે સંમત કરવા જેવી, સમજવા યોગ્ય છે; કારણકે તે કોઈ વિરલ જીવ અર્થે . વિરલ જીવને લક્ષમાં આવે તેવી હોવાથી . કહેવાઈ હોય છે. બાકી તો સાધારણ જીવોને માટે કથન હોય છે. બીજા શાસ્ત્રોની રચના કરતાં શાસ્ત્રકર્તાના લક્ષમાં તે વાત હતી જ – એમ સમજવા યોગ્ય છે. તેથી તેવી વિશિષ્ટ વાતમાં શંકા અથવા કુતર્ક કરવા યોગ્ય નથી. માત્ર પોતાને આત્મહિતમાં તેની ઉપયોગીતાનો જ વિચાર કર્તવ્ય છે. (૫૬૩) V આત્મહિતરૂપ વાસ્તવિક લક્ષ વિના શાસ્ત્રનું ભણતર પ્રાયઃ નિષ્ફળ થઈ, માનસિક બોજો ઉપાડવારૂપ હોઈ, તેનું પરમાર્થે નિરુપયોગીપણું ગણવામાં આવ્યું છે, તે યથાર્થ છે. શાસ્ત્રના અભ્યાસી જીવે તેમ ગ્રહણ કરવા યોગ્ય છે. પરંતુ તેનો એકાંત કરી શાસ્ત્રાભ્યાસનો ત્યાગ કરનારે એમ વિચારવા યોગ્ય છે કે, શાસ્ત્ર અભ્યાસે જિજ્ઞાસુ થઈ, પાત્રતા કાળે કરીને થવા સંભવ છે, પરંતુ મૂળ વસ્તુથી અર્થાત્ પરમાર્થથી દૂર જવાય, તેવા પ્રકારનો શાસ્ત્રાભ્યાસ નિષેધવામાં આવ્યો છે. આ પ્રકારે શાસ્ત્ર અભ્યાસ કરવા સંબંધમાં અનેકાંત છે. (૫૬૪) V જીવને સંસાર પરિભ્રમણના અનેક કારણો છે, તેમાં મુખ્ય કારણ એ છે કે, પોતે મુક્ત થવાના જે જ્ઞાન માટે અજાણ હોવાથી શંકિત છે, તે જ્ઞાનનો ઉપદેશ કરે, પોતે પ્રરૂપણ કરેલી વાતનું રક્ષણ કરે અર્થાત્ તેની સત્યતા માટે જ આગ્રહ રાખી, તે સંબંધી શાસ્ત્ર-આધાર શોધ, મેળવી, મુખ્ય કરે, અંતરમાં તે માટે શંકા / ચળવિચળપણું (નિઃશંકતાનો અભાવ) હોવા છતાં, પોતાના શ્રદ્ધાળુને, તે જ જ્ઞાન / માર્ગ સાચો છે તેમ ઠસાવવું ઉપદેશવું, પોતે શંકામાં ગળકા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અનુભવ સંજીવની ખાતો હોય છતાં, નિઃશંકતાનો દંભ રાખવો, તે વડે પોતાનું મહત્વ સ્થાપવું / ટકાવી રાખવું, પૂજ્યતા ગ્રહણ કરવી, એ વગેરે જીવને બહુ રખડાવનારું છે – તેવી સમજણ, આસન્ન ભવ્ય જીવને હોય છે. બાકી ઉક્ત પ્રકારે અનંતકાળથી જીવો રખડે છે. (પ૬૫) કરના ફકીરી, ક્યા દિલગીરી (2) / સદા મગન મન રહેનાજી' – મ. કબીરજી. આ વૃત્તિ / ભાવના મુમુક્ષુજીવે વર્ધમાન કરવા જેવી છે અર્થાત્ વ્યવહાર ચિંતાનો ઉધ્યભાવમાં રસ અંતરથી ઓછી કરવો, તે માર્ગ પામવાની પૂર્વ ભૂમિકા હોઈ, સાધન ગણવા યોગ્ય છે. પરમાર્થ પ્રાપ્તિની ચિંતા રહે, તેવા ભાવો તીવ્ર રહે તે સારું લક્ષણ છે. કલ્પિત અનુકૂળતાનું આકર્ષણ / સ્પૃહા, તેની અધિકતા, અત્યંત હાનિકારક છે. જે જીવને સ્વ-સન્મુખ થવા દે નહિ. (પ૬૬) 4 આત્મા વસ્તુ સહજ સ્વરૂપે છે અને તદાશ્રિત માર્ગ પણ સહજ છે. તે માર્ગની પ્રાપ્તિ અર્થે અને તે વર્ધમાન થવા અર્થે વ્યવહારના વિધિ-નિષેધના પરિણામ પણ સહજ જ થાય છે. તેમાં જયાં સુધી કૃત્રિમતા થાય છે ત્યાં સુધી સહજ સ્વરૂપ સાથે સુસંગતતા રહેતી / થતી નથી. જેમ કે સ્વરૂપ મહિમા સ્વરૂપ લક્ષે સહજ થવા યોગ્ય છે. કારણ કે સહજ સ્વરૂપ અનંત મહિમાવંત છે. પરંતુ જેવું છે તેવું જ્ઞાનમાં આવ્યા વિના માત્ર શાસ્ત્ર આજ્ઞાએ મહિમા કરવામાં, મહિમા પ્રેરક વિચારથી કૃત્રિમપણે મહિમા કરાય છે. તથાપિ, તે / તેવો માર્ગ નથી. તેવી જ રીતે નિષેધ પણ નિશ્ચય સ્વરૂપનાં આદરથી / ઉપાસ્ય ભાવના સદ્ભાવ થવા અર્થે સહજ થવા યોગ્ય છે. જો કે સહજતા ઉત્પન્ન થવા પહેલાં કૃત્રિમતા, વિપર્યાસથી બચવા આવે તો પણ તે સહજતાના લક્ષપૂર્વક આવે, તેવા પ્રકારે હોય તો પરિણામે લાભ છે. નહિ તો, પૂર્વાનુપૂર્વ થઈ પડે છે અથવા અહંભાવ આદિ દૂષણ ઉપજવાનો સંભવ થાય છે. બાહ્ય નિવૃત્તિ-પ્રવૃત્તિ આદિ સંબંધમાં પણ ઉપરોક્ત પ્રકારે વિવેક કર્તવ્ય છે. (૫૬૭) જીવને આત્મકલ્યાણની ઈચ્છા થાય છે, તેથી તે પોતાની મતિ અનુસાર ધર્મ-સાધન કરવા લાગે છે. પરંતુ બીજા બધા સાધન કરતાં પહેલાં પ્રથમ, આત્મકલ્યાણ માટે, જેની આજ્ઞાનું આરાધન કરવા યોગ્ય છે, એવા જે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ, માર્ગ પામેલા, માર્ગદષ્ટા સત્પુરુષની ખોજ કરવા યોગ્ય છે, અને તે માટે યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું, અનંતકાળથી જીવનું પરિભ્રમણ છે, તેની નિવૃત્તિની ચિંતા થવી, પૂર્વના આગ્રહો અને અસત્સંગ છોડવા વગેરે પ્રારંભમાં કરવા યોગ્ય છે. વૈરાગ્ય સમેત સસંગ યોગ્યતા પ્રાપ્તિનું સાધન છે. (૫૬૮) Page #210 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૫૫ ( પુરાણપુરુષ, પુરુષોત્તમ પરમાત્માની પ્રાપ્તિ માટે કાંઈ દેવું પડતું નથી; સિવાઈ શુદ્ધ અંતઃકરણની તેની પ્રાપ્તિની ભાવના અથવા તેના પ્રત્યેનો અચળ પ્રેમ. અચળ પ્રેમે ગ્રાહક થનારને તે નિરંજનદેવ કેવળ નિર્વિકાર હોવા છતાં, પરાભક્તિને વશ થાય છે. તે સર્વ અનુભવી મહાત્માનો અનુભવ છે. વિશ્વની સર્વોત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ આ રીતે, કાંઈ પણ બીજી ચીજની અવેજી વિના છે; તે પરમાત્માની કેવી નિષ્કારણ કૃપા / અનુગ્રહ છે ! આવી અનંતી સરળ માર્ગ-શ્રેણી હોવા છતાં, અરેરે ! મોહ ભૂલાવે છે ! આ પણ વિધિની વિચિત્રતાની પરાકાષ્ટા જ છે ને ! (પ૬૯) આ કાળમાં અણસમજણથી અને અસત્સંગથી ભૂલ ભરેલે રસ્તે ન દોરવાય જવાય તેમ બનવું બહુ મુશ્કેલ છે. શ્રીમજી – ૨૫૭ જગતમાં ઘણાય મનુષ્યો અતિ બુદ્ધિમાન હોવા છતાં, વાસ્તવિક સુખ તેમની દૃષ્ટિમાં આવતું નથી, આવ્યું નથી, અને તેથી જ મોક્ષમાર્ગની દુર્લભતા સિદ્ધ છે. જગત આખું જેને માટે ઝાંવા નાખે છે, તેવા પરમ પ્રયોજનભૂત વિષયમાં જ તે ભૂલેલું છે, એટલું જ નહિ તે વિષયમાં જગત વિપરીત માર્ગે છે. અર્થાત્ સુખને બદલે દુઃખ પ્રાપ્તિનો ઉપાય સેવે છે. તેથી એમ સ્પષ્ટ થાય છે કે આ વિષય કેવળ બુદ્ધિમતાનો નથી, પરંતુ નિર્મળ મતિનો છે. એવી નિર્મળ મતિના ધારક જ્ઞાનીઓને સર્વત્ર મોક્ષ છે. તે કેવી સુંદર વાત છે !! (૫૭૦) એ નિર્વિકલ્પ છતાં દિવ્ય દેદીપ્યમાન સ્વરૂપ ફરતી વિકલ્પની જાળ, સ્વરૂપને આચ્છાદન કરનાર છે, વેદનથી દુઃખરૂપ છે, અને વિસંગત છે. એકત્વ ભાવે મૂંઝવણ . મૂઢપણું આદિ ઉત્પન્ન થઈ, સ્વરૂપને ભૂલાવે છે. તેથી અંતર્મુખ નિર્વિકલ્પ પરિણામ આદરણીય છે. જે શાંત, સુખરૂપ, ઉપશમરસમય, અને સ્વરૂપ સાથે સુસંગત છે. (૫૭૧) / કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની આત્માએ કિંચિત્માત્ર અપેક્ષા કરવા યોગ્ય નથી. સંપૂર્ણ જગત પ્રત્યે પરમ ઉદાસીનતા ભજવા યોગ્ય છે; અપેક્ષાભાવ થતાં આત્મા વિભાવને ભજે છે. જે મહાત્માને જગત આખું તૃણવત્ છે, તેમના ચરણકમળનું ધ્યાન કરીએ છીએ. આશ્ચર્યની પ્રતિમારૂપ એવા મહાત્માના યોગે સંપૂર્ણ શ્રેય રહ્યું છે. તેમની વિદ્યમાનતા વિના જગતના ત્રિવિધ તાપ, ભય આદિ દુઃખને છેદવા કોઈ સમર્થ નથી. એવા અલૌકિક સામર્થ્ય સંપન્ન હોવા છતાં, જેને કોઈ આડંબર નથી, તેવા પરમ શાંત સંતને ફરી ફરી નમસ્કાર હો !! (૫૭૨) જે મિથ્યાત્વ મોહની કરતાં રોવ રૌવ નરકની પ્રતિકૂળતા મહાત્માઓએ સંમત કરી, તે મિથ્યાત્વનો ત્યાગ કરવા અર્થે મુમુક્ષુ જીવે કઈ પ્રતિકૂળતાને મુખ્ય કરીને, રોકાવા જેવું છે ? તે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અનુભવ સંજીવની અતિ ગંભીર ભાવે વિચારવા યોગ્ય છે. અલ્પ પણ ભય રાખવો નહિ, ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહિ.'' તેવી સત્પુરુષની આજ્ઞા જયવંત વર્તો ! આત્મહિતના વીર્યોલ્લાસને લીધે, જગત આખું અને ભવિષ્યની તમામ જવાબદારીઓ (?) નું વિસ્મરણ રહે, ત્યારે ખરી મુમુક્ષુતા પ્રગટે છે. અને ત્યારે જ સન્માર્ગનો પ્રતિબંધ મટે છે. (૫૭૩) સત્પુરુષની ઓળખાણપૂર્વક દૃઢ નિશ્ચય થાય તો ઉદય પ્રસંગોમાં નીરસપણું થઈ, સ્વરૂપ નિશ્ચય થાય જેથી આકુળતા મટે, નિઃશંકતા આવી જીવ સર્વ પ્રકારના ભયથી / દુઃખથી નિર્ભય થાય છે. પુરુષાર્થનો પ્રતિબંધ દૂર થઈ, સુખસાગરમાં નિમગ્ન થવાય છે. દુરંત અને દુષ્કર એવા સંસારને તરવાનો આ ક્રમ / ઉપાય છે. (૫૭૪) ~‘સત્’ને સંભાળતા, ‘સત્’ની જાગૃતિમાં જગતની વિસ્મૃતિ થઈ જાય તે યોગીનું / સંતનું લક્ષણ છે”. પછી કોઈનું મમત્વ નથી અને તેથી આકુળતા અને ભય પણ નથી. આ કળિયુગ છે. તેથી પરમાર્થનું સ્થાન અનેક પ્રકારના અનર્થોએ લઈ લીધું છે. વિચિત્રતા, વિષમતાનો પાર નથી. તો પણ તેમાં, મૂંઝવાઈ જવાય તેવું હોવા છતાં પણ, જે મૂંઝાતા નથી, તેઓ ધન્ય છે, ભકિત કરવા યોગ્ય છે. તેમને નમસ્કાર હો !! (૫૭૫) મૂર્તિમાન મોક્ષ એવા સત્પુરુષને વિષે સમ્યક્ પ્રકારે અખંડ વિશ્વાસ રાખવા યોગ્ય છે. મુમુક્ષુ જીવને ક્વચિત્ પ્રાપ્ત વિશ્વાસ ખંડિત થઈ જાય છે. ત્યારે ખચીંત અભક્તિનાં પરિણામ થઈ રહે છે. જે સંસારનું કારણ છે, કારણકે ઉક્ત અખંડિત વિશ્વાસનું ફળ અવશ્ય મોક્ષ છે. જેને ઉક્ત પ્રકારે વિશ્વાસયુક્તપણું ન હોય, છતાં પૂર્વ પુણ્ય યોગે સમાગમ પ્રાપ્ત થયો હોય, તો તેને કોઈ પ્રસંગમાં અથવા કોઈ વચનમાં નકાર આવે છે. પરંતુ યથાર્થ ઓળખાણ થઈ હોય તો, આવો દોષ થતો નથી. સત્પુરુષ પ્રત્યે પોતા સમાન કલ્પના થતાં આવો દોષ ઉત્પન્ન હોય છે. (૫૭૬) આત્માર્થી જીવ સત્સંગમાં વર્તતાં, પોતાનાં દોષ ટાળવાના પ્રયોજનમાં, અત્યંત સરળ પરિણામે, અર્થાત્ અંતઃકરણથી દોષનો અભાવ કરવાની ભાવનાથી વર્તે, ત્યારે જાગૃતિપૂર્વક પોતાના ભાવોનું અવલોકન થાય, અલ્પ દોષનો પણ ખેદ વર્તે, બીજાના અલ્પ ગુણને પણ પ્રમોદે, તો ‘સત્’ જણાય અને પછી સત્પુરુષનો યોગ બને તો તેને ઓળખાણ થાય, એટલે સત્પુરુષના અપૂર્વ ગુણ દૃષ્ટિ ગોચર થાય અને વ્યવહારિક કલ્પના ટળે. માટે ઉક્ત પ્રકારે પક્ષ રહિત થઈને સત્સંગ કરવા યોગ્ય છે. કદાપિ પોતાના દોષનો બચાવ કરવા યોગ્ય નથી. (૫૭૭) Page #212 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની - ૧૫૭ તીવ્ર જ્ઞાનદશા, ઘણા ઘણા જ્ઞાની પુરુષો થાય, તેમાં કોઈ કોઈ જ્ઞાની પુરુષને હોય છે, તેનું સ્વરૂપ એવું છે કે તેમને ઉદય પ્રસંગમાં ચિત્ત સ્થિતિ ઉદાસીન, અત્યંત ઉદાસીન રહ્યા કરે. તે એવા પ્રકારે કે ક્ષણવાર પણ ચિત્ત ઉદય પ્રવૃત્તિમાં ટકી શકે નહિ, જેથી તેવા મહાત્માઓ સહજ ભાવે સર્વસંગ પરિત્યાગ કરી, અપ્રતિબદ્ધપણે વિચરે છે. અખંડપણે આત્મધ્યાન રહેવામાં, જેનો ગુરુ આદિનો સંગ છે, તે અસંગપણામાં સમાય છે. પૂર્ણ વીતરાગતા, અંતરથી તીવ્રપણે ભજયા કરે, એવું સ્વરૂપ, પુરુષાર્થની ઉગ્રતાનું અહીં છે. તેનું વારંવાર અવલોકન, તેમ થવાનું કારણ છે. ધન્ય હો તે વિદેહી દશા ! (૫૭૮) Vઅનંતકાળથી અપ્રાપ્ય એવું જે જ્ઞાન કે જે ભવાંત થવાનું કારણ છે, તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે. (કેમકે તિર્યંચને પણ તેની પ્રાપ્તિ હોય છે.) દુર્લભ હોવા છતાં કોઈક ને જ પ્રાપ્તિ હોય છે તેથી) અત્યંત સરળ પણ છે. અરે ! અત્યંત સરળતા એ તેનું રૂપ છે. પરંતુ સુગમપણે પ્રાપ્ત થવા માટે જે દશા હોવી અથવા થવી જોઈએ, તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. કારણ કે પૂર્વ કર્મ, વર્તમાન હીણી દશા, માર્ગનું અજાણપણું, વગેરે પરિસ્થિતિમાં જીવે અનંતકાળ પસાર કર્યો છે. તેમજ શ્રી સત્સંગ અને શ્રી સદ્ગુરુની દુર્લભતા સર્વ કાળે રહી છે. તેમ છતાં જીવને છૂટવાનું એક માત્ર લક્ષ થાય તો, સહજમાં પાત્રતા પ્રગટે, અને માર્ગની સુગમતા થાય. (પ૭૯) - જીવને જે પ્રકારે મારાપણું (ઉદયમાં થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું – એ સત્સંગ સફળ થવાનું કારણ છે. - શ્રીમજી, પત્ર ૩૪૫ પોતે “જ્ઞાનમાત્ર હોવાથી સર્વથા ભિન્ન છે. એમ ચાલતી જ્ઞાન અવસ્થાને અનુસરી, માત્ર જ્ઞાનમાં – જ્ઞાન સામાન્યમાં હું પણું, પોતાપણું – અવલોકવું. ઉપર કહી તેવી જ્ઞાન. ભાવના તે આત્મ ભાવના છે. તેથી સત્સંગ સફળ થાય છે. સર્વ સમાધાન થાય છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધનું આ સુસંગતપણું છે – આરાધનાનો આ સંક્ષેપ છે. જે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિષે સુલભ છે. (૫૮૦) સપ્ટેમ્બર - ૧૯૯૦ V'લોકભાવના અને લોકસહવાસરૂપ જે લોકસંજ્ઞા છે, તે ભાવ જીવને ભવરૂપ હોય છે, તેથી ભવ નિવૃત્તિની અભિલાષાવાન જીવે લોકભાવના ઘટાડવા અર્થે અથવા નાશ થવા અર્થે દીર્ધકાળ પર્યત સત્સંગનું સેવન કરવું . તેવી સર્વ જ્ઞાની પુરુષોની આજ્ઞા છે, જે આત્માર્થી જીવે પરમભાવે આદરવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે. આત્મકલ્યાણ કરવાની ભાવના અર્થાત્ પરમાર્થ ભાવના Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અનુભવ સંજીવની ને આવરણ કરનાર આ લોકભાવના છે, જેને લીધે પરમાર્થ ભાવનાની પરિણતિ ઉલ્લાસીત થઈ શકતી નથી અને જે મંદ અર્થાત્ સાધારણ આત્મહિતની ભાવના થાય છે, તેનું નિષ્ફળપણું થાય છે - આ પ્રકારે ભવભ્રમણ નહિ મટવાનું થયા કરે છે. (૫૮૧) મુમુક્ષુની ભૂમિકામાં વર્તતા જીવને, આત્મહિતની ભાવનાને બાધ કરનારા પ્રસંગો પણ આવે છે, ત્યારે તેવા પ્રસંગ પ્રત્યે સઉપયોગે વિચારી વર્તવાનું ઈચ્છવું. સિદ્ધપયોગે એટલે પરિણામે આત્મ-અહિત ન થાય તેવી સાવધાની રાખવી તે; અને તેવો પુરુષાર્થ જે કાંઈ થાય તે કરવા દઢતા રાખવી યોગ્ય છે. આ પ્રકારે પ્રવર્તવામાં, અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્ત કરવું છે, તે લક્ષ હોવા યોગ્ય છે; તે પ્રાપ્ત કરવા જતાં થોડો સમય વધુ લાગે, તેમાં હાનિ નથી, પરંતુ જેની પ્રાપ્તિ કરવી છે, તે વિષયમાં ભ્રાંતિ થાય કે ભૂલ થાય તેમાં ઘણી હાનિ છે. તેથી સત્પુરુષના આશ્રયે ! આજ્ઞાએ રહી, પ્રત્યક્ષનો વિયોગ હોય, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, તેમ સમજીને, સમાગમને વિષે ચિત્ત વર્તે તો હાનિ ન થાય, સત્પુરુષનું સ્વરૂપ ભાસ્યમાન થાય તો હાનિ ન થાય; અને અનુક્રમે હિત સધાય. (૫૮૨) જ્ઞાન, ધ્યાન, જપ, તપ, આદિ કોઈપણ ક્રિયા સંબંધી, જ્ઞાની પુરુષનું માર્ગદર્શન આત્માર્થી જીવ માટે પરમફળનું કારણ છે. – તેમ નિશ્ચય હોવો યોગ્ય છે. – દઢ નિશ્ચય એવા પ્રકારનો હોવો યોગ્ય છે, કે જેથી જ્ઞાની પુરુષનું વચન શીરોધાર્ય થવામાં પાછળથી પણ બુદ્ધિ મચક ખાય નહિ, લોકસંજ્ઞાએ પણ તે વચન ગણ થાય નહિ . શાસ્ત્ર સંજ્ઞાએ પણ તે વચન પ્રત્યે શિથિલપણું આવે નહિ, કદાચ લોકસંજ્ઞા કે શાસ્ત્રસંજ્ઞા સંબંધી વિકલ્પ થાય, તો તે નિશ્ચયે ભ્રાંતિ છે, – તેમ લક્ષમાં હોય, તેવી ધીરજથી જ્ઞાનીપુરુષના વચનરૂપ આજ્ઞા અવધારવા યોગ્ય છે. તેવી યોગ્યતા પ્રાપ્ત થયે, માર્ગનું રહસ્ય જ્ઞાની પુરુષ થકી, પ્રાપ્ત થાય છે, જેનું ફળ - પરમફળ છે. એવો સપુરુષોનો પરમ નિશ્ચય છે. (૫૮૩) જે ભાવથી સંસારની ઉત્પત્તિ થાય છે, તેવો ભાવ જ્ઞાની પુરુષમાંથી નિવૃત્ત થઈ ગયો છે. તોપણ જ્ઞાની પૂર્વકર્મને લઈને અથવા અન્ય પાત્ર જીવો પ્રત્યેની અનુકંપાને લીધે પ્રવૃત્તિમાં જોવામાં આવે છે, ત્યાં પ્રાપ્ત સ્થિતિમાં અવિષમપણે વર્તે છે. એવા જ્ઞાની પણ સત્સમાગમમાં પોતાનો નિવાસ ચાહે છે; અને બીજી દુન્યવી પ્રવૃત્તિનાં નિવૃત્તપણાને ચાહે છે; તેવા જ્ઞાનીના ચરણારવિંદમાં વારંવાર નમસ્કાર હો ! પ્રગટ મૂર્તિમંત સત્, એવા જે જ્ઞાની, તેના આશ્રયે, જે કેવળ નિસ્પૃહ ભાવે વર્તે છે તે નિકટપણે અવશ્ય કલ્યાણને પામે છે, તે નિઃસંદેહ છે. ઉપર ‘નિસ્પૃહભાવે લખ્યું છે, ત્યાં અન્ય Page #214 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૫૯ જાણવાના – અપ્રયોજનભૂત – વિષય પ્રત્યે ‘ઉદાસીન ભાવ’ ના અર્થમાં સમજવા યોગ્ય છે. (૫૮૪) * જેમ, પરમ સુખધામ એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ પછી, અનંતકાળનું યાચકપણું મટી, સર્વકાળને માટે, અયાચકપણું પ્રાપ્ત હોય છે, તેમ મુમુક્ષુ જીવને સત્પુરુષની પ્રાપ્તિ થયા પછી, એમ જ ભાસે છે કે “પરિપૂર્ણ મોક્ષદાતા હવે મને પ્રાપ્ત છે, તેથી મોક્ષપદની પણ ચિંતા નથી’—એવા તરણતારણ પુરુષના ચરણકમળનું ધ્યાન કરીએ છીએ, પરમ પ્રેમે ધ્યાન કરીએ છીએ. કેમકે મોક્ષ કરતાં પણ મુક્તપણાનું દાન આપનાર દુર્લભ છે.' એ વાર્તા પરમ સત્ય છે. (૫૮૫) સત્સંગની રુચિ થતાં, અસત્સંગની અરુચિ સહજ થવા યોગ્ય છે. તેમ છતાં અસત્સંગમાં રહેવું પડે, તેવો પ્રસંગ પ્રાપ્ત થતાં, તેમાં ઉદાસીનતા સહજ રહે, તો જ જ્ઞાનને આવરણ ન આવે, તેથી મુમુક્ષુજીવે જાગૃત રહી, અસત્સંગમાં નીરસ / ઉદાસ રહેવા યોગ્ય છે, તો જ સાન’ની પ્રાપ્તિ થાય અથવા સમજાય . અન્યથા ધારણામાં થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. સામાન્ય રુચિવાન મુમુક્ષુને પ્રાયઃ એવું અસમાધાન થઈ આવે છે, કે ઘણા દીર્ઘ સમય પર્યંત સત્સંગમાં રહેવું થવા છતાં, જ્ઞાન કેમ પ્રગટતું નથી ? પરંતુ યથાયોગ્ય જાગૃતિના અભાવમાં, ‘અસત્સંગમાં ઉદાસીનતા નહિ' – તે પ્રકારમાં વર્તવાનું રહ્યા કરતું હોવાથી, અંતરંગ અંતરાય - કારણ, પોતાને સમજમાં આવતું નથી. તેથી એમ નિશ્ચય કરવા યોગ્ય છે કે જગત અને મોક્ષનો માર્ગ એ બન્ને એક નથી. (૫૮૬) - ‘સત્’ સ્વરૂપ પોતે જ છે; પોતે પોતાથી જરાપણ દૂર નથી (દ્રવ્ય, ક્ષેત્રે) તોપણ તે પ્રાપ્ત થવામાં—ભાવે અનુભવ થવામાં, અનેક અંતરાય રહ્યા છે, જે પોતાની દશામાં પ્રગટ થયા કરે છે. તોપણ પ્રાપ્તિના લક્ષે અંતર અવલોકન નહિ હોવાથી, તે અંતરાયરૂપ આવરણથી ‘સત્’ આવરીત રહે છે, તે કેવા પ્રકારે ? તે પોતાને જોવામાં – દિઠામાં આવતું નહિ હોવાથી, અને આવા પ્રકારના ઉપાયથી અજાણ હોવાથી, જીવ ગતાનુગતે બાહ્ય પ્રવૃત્તિથી `સત્' પ્રાપ્ત કરવા મિથ્યા પ્રયાસ કરે છે, જે સ્વયં આવરણરૂપ છે. તેથી ‘સત્' નું શ્રવણ, મનન, ગવેષણા કર્તવ્ય છે. (૫૮૭) - / આત્મકલ્યાણની અપૂર્વ ભાવના થાય ત્યારે, આત્માર્થી જીવની વિચારજ્ઞાનની દશા વિશેષ રહિત થાય અને આત્મકલ્યાણના ઉપાયરૂપ ધર્મમાં નિશ્વળ પરિણામ થાય. વ્યવહાર પ્રસંગોમાં ચિંતાના કારણો - ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો, જોઈને પણ નિર્ભયતા રહે, – તે પ્રત્યે ઉદાસીન થઈ, એક લક્ષપણે, એક ધ્યેયપણે રાખીને, એકલયે અવિસ્મરણપણે ચડતી શ્રેણીનાં ભાવે, અત્યંત પ્રયોજનભૂત ભાસવાથી સાવધાનપણે, સર્વ અન્યવૃત્તિ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અનુભવ સંજીવની પ્રત્યેના રાગને મટાડી, જ્ઞાનીપુરુષના, આત્મ-શ્રેયની પદ્ધતિ સૂચક, વચનો / માર્ગ બોધ, શ્રવણ પ્રાપ્ત થાય, ત્યારે અપૂર્વ લાભ થવો સંભવે છે. (૫૮૮) ધર્માત્મા પ્રતિ નિષ્કામ એવી ભક્તિ / પ્રેમ તે ખરેખર ધર્મ પ્રત્યેનો પ્રેમ અથવા ભક્તિ છે. તેવી અત્યંત ભક્તિના પરિણામે, તેવા ભક્તિમાન પ્રત્યે પણ ભક્તિ થઈ આવે છે, ત્યારે મુમુક્ષુજીવ સમકિત સંબંધિત નિર્મળતાને વિષે સ્થિત થાય છે – અથવા તે ભૂમિકાના ઘણા દોષથી નિવૃત્તિ થવાને યોગ્ય થાય છે. આવી યોગ્યતા જ જ્ઞાન પ્રાપ્તિનું કારણ છે. નહિ તો અલ્પજ્ઞાનની ભૂમિકામાં, અંતર્મુખના અજાણ્યા એવા માર્ગ પ્રત્યે જતાં . જ્ઞાન પ્રધાનપણે જતાં, – સ્વરૂપ સંબંધી ભ્રાંતિ અથવા સ્વચ્છંદાદિ દોષની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી ઉક્ત એવી ભક્તિ મુમુક્ષુએ રૂડી રીતે આરાધવા યોગ્ય છે. (૫૮૯). - જેને દર્શનમોહ બળવાનપણે વર્તે છે, તે જીવ જ્ઞાનીથી વિમુખ થઈ, તેની અવજ્ઞા, અવગણના, અવર્ણવાદ કરે છે. તેમ કરવાનું નિમિત્ત / કારણ પોતા થકી, તેવા જીવને, પ્રાપ્ત ન થાય, તેવી સાવધાની મુમુક્ષુ જીવે રાખવી યોગ્ય છે. અને તે બન્ને માટે હિતકારક છે. જ્ઞાની પુરુષનો અવર્ણવાદ કરવો તે જીવને અનંત સંસારનું વધવાનું કારણ છે, અને જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરવા, તેમાં ઉજમાળ થવું (રસ આવવો) તેમની આજ્ઞામાં સરળ પરિણામે, પરમ જાગૃતિપૂર્વક વર્તવું–તે અનંત સંસારના નાશનું કારણ છે. – તેમ જિનાગમ કહે છે. – શ્રીમજી – ૩૯૭. સત્પુરુષ પ્રત્યેના ઉપર કહેલાં બન્ને પ્રકારના વલણમાં દર્શનમોહનીય ભાવને તીવ્ર-મંદ થવાનો પ્રકાર હોવાથી, મુમુક્ષજીવે તે પ્રયોજનભૂત જાણી, લક્ષમાં લેવા યોગ્ય છે. (પ૯૦) પરિપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય બાંધીને જ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આદરવા જેવો છે. ઉક્ત ધ્યેય બાંધ્યું છે, તેનું લક્ષણ એ છે કે, ત્યાર પછી સર્વ પ્રકારની ધર્મ પ્રવૃત્તિમાં, ધ્યેય લક્ષના સ્થાને રહી – વિસ્મરણ થતું નથી, અને તેથી ઉપદેશ બોધના પરિણમનમાં આવવું સહેજે થાય છે, પછી પણ પદાર્થ, નિર્ણય થઈ, યથાર્થ નિશ્ચયનો પક્ષ થઈ, પક્ષાંતિક્રાંત થવા સુધીમાં કયાંય પણ વિપર્યાસ થઈ, માર્ગની અપ્રાપ્તિ થાય તેવું કાંઈ પણ બનતું નથી . પરંતુ પાયામાં ઉક્ત પ્રકારે જો શરૂઆત ન હોય તો સ્થૂળ કે સૂક્ષ્મપણે અયથાર્થતા રહી જવાથી, માર્ગની અપ્રાપ્તિ હોય છે. અથવા યથાર્થપણે સ્વરૂપ નિશ્ચય જ થઈ શકતો નથી, કે જે માર્ગ પ્રાપ્તિનું કારણ છે. તેથી પૂર્ણતાના લક્ષે શરૂઆતનું મહત્વ ઘણું છે. (૫૯૧) - સર્વોત્કૃષ્ટ મહાન એવું નિજ પરમાત્મપદ સર્વથા મુખ્ય જ રાખવા યોગ્ય છે, એવું શ્રદ્ધા . Page #216 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૬૧ જ્ઞાનમાં બળવાનપણે વર્તતું હોવા છતાં, સાંસારીક વ્યવસાયમાં અપ્રધાન રાખી વર્તવું પડે, તેનો જ્ઞાની પુરુષને ત્રાસ વર્તે છે; તેથી તે વ્યવસાયથી નિત્ય છૂટવાની લારૂપ વૃત્તિ રહ્યા કરે છે. જેના અનુભવમાં એક વિકલ્પ પણ સ્વરૂપને ફાંસી આપવા જેવો લાગે છે, તેની પાસે સંસારના કાર્યોના અનેક વિકલ્પની જાળ, અને તે અંગેનો બોજો ઉપડાવવાની કઠોરતા કયા કારણથી યોગ્ય છે ? તેનો વિચાર કરતાં રોમાંચ ખડા થઈ, હૃદય દ્રવી ઊઠે છે; હે કરુણાસાગર ! આ સ્થળે તારી અનંત કરુણાનો શું અંત આવી ગયો છે ? ! (૫૯૨) - સર્વશ્રેષ્ઠ એવું આત્મધ્યાન, (મોક્ષનું સાક્ષાત્ કારણ હોવાથી) આત્મજ્ઞાનની પ્રાપ્તિ સિવાઈ થતું નથી. આવું આત્મજ્ઞાન યથાર્થ - વિપર્યાસ રહિત - સમજણ વિનાં પ્રાપ્ત થતું નથી. તેવી યથાર્થ સમજણ / બોધ પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ, બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય થવો તે છે; યદ્યપિ જ્ઞાની પુરુષનો સંગ ઘણીવાર થયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, અને હવે તેમનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે . એમ જીવને, ઓળખાણ થઈ, આવ્યું નથી; અને તે જ કારણથી પરિભ્રમણ ચાલુ રહ્યું છે. તેમ ભાસે છે. - શ્રીમજી - ૪૧૬. અસત્સંગમાં પ્રીતિ, તર્જનિત સ્વચ્છેદરૂપી મહાદોષ તેને લીધે લોકસંજ્ઞા, હું પણ સમજું છું એવું માન, પરિગ્રહાદિક પ્રત્યે જ્ઞાની કરતાં અધિકતા, લોકભય, અપકીર્તિભયને લીધે જ્ઞાનીની અવગણના / વિમુખતા અથવા વિનય–ભક્તિમાં ઓછ૫ – એ વગેરે કારણો જ્ઞાનીની ઓળખાણ થવા દેતા નથી. (૫૯૩) અસત્સંગને લીધે સૌથી મોટું નુકસાન જીવને થાય છે, તે એ છે કે તે કારણથી પુરુષનું ઓળખાણ થવું દુષ્કર થાય છે; અને પ્રાયઃ અસતુપુરુષમાં પ્રતીતિ આવી, જીવ ત્યાં જ રોકાય જાય છે. તેમજ અધ્યાત્મ ગ્રંથોનું વાંચન – અધ્યયન કરતાં, તે વિષયમાં જીવ કલ્પના કરે છે. અધ્યાત્મ - વચનોથી કેટલોક વિષય બુદ્ધિગમ્ય છે, તે ઉપરથી તે વિષયમાં ભાવભાસન વિના, અનુમાન લંબાવી, નિર્ધાર થવો, તે કલ્પના અર્થાત્ અવાસ્તવિકતા છે, તેમાં વિપર્યાસ રહેલ છે. અધ્યાત્મ વિષયમાં અનુભવની પ્રધાનતા છે. તેથી સ્પષ્ટ અનુભવાંશ વિના, માત્ર બૌદ્ધિક સ્તરથી / પ્રકારથી, તેની પ્રાપ્તિ હોતી નથી - તેથી આત્માર્થીએ તેવા પ્રકારમાં ન જવું જોઈએ. પરંતુ અનુભવ પદ્ધતિથી સત્ય ગ્રહણ કરવું જોઈએ. અને કથનમાત્ર અધ્યાત્મ પ્રાપ્ત કરી, ભાવથી અધ્યાત્મ તત્ત્વસ્વરૂપનું અવલંબન કે અવલંબનનો પુરુષાર્થ નહિ વર્તવા છતાં પોતાને વિષે મોક્ષમાર્ગ કહ્યું છે અને તેવી મતિકલ્પનાથી થયેલ માન્યતાનો આગ્રહ બંધાઈ જવાથી, સપુરુષના સમાગમ પ્રસંગે, તે માન્યતાનો આગ્રહ આડો આવી, સ્તંભભૂત થાય છે. (પરમાર્થ ગ્રહણ થવામાં તેનો ખ્યાલ પણ જીવને આવતો નથી. તેથી પુરુષની સર્વ વાતો જીવને સંમત થતી નથી. કોઈ કોઈ વાતો સંમત Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અનુભવ સંજીવની થાય છે. પરંતુ અજાણે તેમાં સપુરુષ પ્રત્યેની અભક્તિ થઈ જાય છે, જે પરમાર્થ ગ્રહણમાં મોટો પ્રતિબંધ છે. (પ૯૪) - સિદ્ધાંત ગ્રંથો અને સિદ્ધાંત આશ્રિત અધ્યાત્મ વિષય પ્રતિપાદિત છે. તેવા ગ્રંથો, પોતાની તથા પ્રકારની વિશેષ યોગ્યતા થયા પહેલાં, સદ્દગુરૂગમે સમજવાને બદલે, પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, વિભાવરસ મંદ થયા વિના, અંતર્દશા ફર્યા વિના, (પરિણતિ ફર્યા વિના) પોતાને વિષે જીવ “જ્ઞાન” કલ્પે, ત્યારે તે ગ્રંથો શસ્ત્ર જેવાં ઘાતક થઈ પડે છે, જેને નિષ્પક્ષપાતપણે દોષ- વિભાવભાવનું પણ અવલોકન ન હોય, તે સૂક્ષ્માતિસૂક્ષ્મ અધ્યાત્મ તત્ત્વને કયાંથી જોઈ શકે ? તેથી વિચારવાન જીવે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રકારમાં કે પ્રવાહમાં આવી ન જવાય તેની સાવધાની રાખી, સપુરુષનો યોગ અને પોતાની પાત્રતા પ્રાપ્ત કરી, સર્વ દોષ છેદ કરવાનો, સત્ય માર્ગ / સન્માર્ગ પ્રાપ્ત કરવા યોગ્ય છે. (પ૯૫) જ્ઞાની પુરુષના આશ્રયે, આત્માર્થને જાણ્યા વિના, જીવે અનેક પ્રકારે કલ્પિત ધર્મ-સાધન અનંતવાર કર્યા છે પરંતુ તેથી આત્મકલ્યાણ થયું નથી. ઉલ્યું તે તે સાધન કર્યાનું દુષ્ટ અભિમાન, પર્યાયબુદ્ધિ હોવાને લીધે . કર્યું છે; જે સંસારનું મુખ્ય કારણ છે. આવા પ્રકારની થતી આવી ભૂલ મટાડવા “અપૂર્વજ્ઞાન સિવાય કોઈ બીજો ઉપાય નથી. અપૂર્વજ્ઞાન અપૂર્વવિચાર વિના ઉત્પન્ન થતું નથી; અર્થાત્ આત્મહિતનો, અપૂર્વ ભાવનાથી, અપૂર્વ જાગૃતિથી, વર્તતો જે વિચાર, તે આત્મવિચાર છે. અને તે પ્રકારને લીધે ઉત્પન્ન જે પરિણતિ તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તતાં જીવને થાય છે. તેથી જ્ઞાતિપુરુષની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાપૂર્વક થતાં, તે સિદ્ધપદનો શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. આમ સદ્ગુરુની આજ્ઞાનું (આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું મહત્વ અપાર છે. – (અનું - ૫૪૦) (પ૯૬) - દેહ છે, તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. દેહનો જોનાર, જાણનાર એવો આત્મા દેહથી પ્રગટ ભિન્ન છે. આવા ભિન્ન દેહમાં મૂછ હોવાથી, પ્રાયઃ જીવ તેની ચિંતનામાં આકુળતા ભોગવતો થકો, જીવન ગુમાવે છે. મુમુક્ષુજીવે દેહની ચિંતામાં જીવન ખર્ચવું યોગ્ય નથી જ. માત્ર સ્વરૂપનું અજ્ઞાન છે; તે જ ચિંતા અને ભય થવો ઘટે છે. આ મહાન આત્મા દેહની ચિંતા કરવાને યોગ્ય નથી. દેહની વૃદ્ધિક્ષય આદિ પરિણામ જોઈને હર્ષ - શોક કરવો ઘટતો નથી. મૃત્યુ સમીપ દેખાવા છતાં, જ્ઞાને કરીને, જેને દેહને વિષે મૂછ વર્તતી નથી . તેમને નમસ્કાર હો ! (પ૯૭) Page #218 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૬૩ * વૈરાગ્ય અને ઉપશમ, જેના નિમિત્તથી સહેજે ઉત્પન્ન થાય, તેવાં વચન- સંગ્રહને ઉપદેશ બોધ કહે છે. જેથી કષાય રસ ઘટે છે, દર્શનમોહ મંદ થાય છે. * વસ્તુના સ્વરૂપ જ્ઞાનને પ્રકાશનારા વચનોને સિદ્ધાંત બોધ કહે છે. જેના વડે ગ્રહણ કરાયેલ ઉપદેશનું સ્થિરીકરણ થાય; નહિતો ઉપદેશ-બોધમાં ટકી શકાય નહિ. * આત્મજ્ઞાન અને સ્વરૂપ શ્રદ્ધા પ્રગટ થાય, એવી આત્મશ્રેયની પદ્ધતિ સૂચક વચનોને માર્ગબોધ કહેવાય છે. જેથી માર્ગની વિધિ (કથંચિત્ વક્તવ્યપણે) વ્યક્ત થાય છે. * કઠોર (બાહ્ય) તપશ્ચર્યા કે યોગાદિ બળવાન પ્રયોગો કરવા છતાં, (તેવા સાધનો વડે બળવાન પરિશ્રમ કરવા છતાં), પ્રાપ્તિ ન થઈ, તે સ્વરૂપની સહજે પ્રાપ્તિ થાય, તેવો ઉદ્દેશ્ય મુખ્યપણે, પ્રગટપણે જે વચનોમાં પ્રકાશિત હોય, તેને શ્રી જિનેન્દ્ર ભગવંતનાં ઉદ્દેશ-વચન કહેવામાં આવે છે. (૫૯૮) અનંતકાળથી જીવે પોતાનું કલ્યાણ નથી કર્યું, તેનું કારણ આ જીવને ખરી મુમુક્ષુતા જ આવી નથી; અને અસત્સંગની ઉપાસના છે; અથવા વાસના છે. અસત્સંગમાં વસવું રુચે તે અસત્સંગની વાસના છે, જે જીવને અનાદિ ભ્રાંતિનું મૂળ કારણ છે, અને સ્વચ્છંદ જેવા ભયંકર મહારોગનું ઉત્પાદક છે. આત્માને વિષે તથા સત્પુરુષને વિષે અરુચિ થવાનું પણ તે જ કારણ છે. ત્રણે કાળે દુર્લભ એવા સત્પુરુષના યોગે, મોટો અંતરાય થઈ જીવને પ્રતિબંધ થવાનું કારણના મૂળમાં અસત્સંગની વાસના જ રહેલી છે. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા, અને કલ્પિત જ્ઞાન' થવાનું મૂળ અસત્સંગમાં રહ્યું છે. તેથી આત્માર્થી જીવે આ સ્થળે બહુ બહુ વિચાર અને વિવેક કરવા યોગ્ય છે. તે અસત્સંગથી છૂટવા જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકાર થવું તે છે. (૫૯૯) ૐ વર્તમાનમાં જે વિષમતાઓ વર્તે છે, તેમાં શહેરનાં ક્ષેત્રો અનાર્યક્ષેત્ર જેવાં થઈ ગયા છે. પાંચેય ઈન્દ્રિયોના વિષયો માટેની ઈચ્છાઓ અત્યંત પ્રબળપણે સળગતી નજરે પડે છે. ખાણી-પીણી, રહેણીકરણીમાં અત્યંત વિવેક શૂન્યતા થઈ ગઈ છે. આત્મહિત કરવા અંગેની બુદ્ધિ જાણે કે સાવ હણાઈ ગઈ હોય તેવું પ્રત્યક્ષ છે, વ્યવહારમાં સરળતા તો પરદેશમાં ચાલી ગયા જેવું છે ત્યારે આત્માર્થી જીવને બચવા યોગ્ય કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર નિરંત સત્સંગનું ઉપાસવું તે જ છે, જે સંસારમાં વ્યાપેલ વિષાક્ત વાતાવરણમાં સમુદ્રની વચ્ચે રહેલી અમૃતની મીઠી વીરડી છે. માત્ર આત્મહિત વાંચ્છું' જીવો પણ ક્વચિત્ જ માલૂમ પડે છે. (૬૦૦) ૮ ખરી મુમુક્ષુતાના પ્રારંભમાં, મોક્ષ અભિલાષ’ અર્થાત્ ‘પૂર્ણતાનું લક્ષ’ થઈ શરૂઆત થાય છે. તેથી આત્માર્થીને યોગ્ય, ઉત્કૃષ્ટ પાત્રતા પ્રગટ થવા છતાં, ક્યારે પણ સંતુષ્ટ થવાનું સહજ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અનુભવ સંજીવની બનતું નથી. આ પ્રકાર પ્રગટ થવાથી પર્યાયબુદ્ધિ-દર્શનમોહ- તીવ્ર થતો નથી; પરંતુ મંદ થાય છે. પ્રારંભમાં ‘પૂર્ણ શુદ્ધિનું ધ્યેયરૂપ લક્ષ' પર્યાય વિષયક હોવા છતાં, તેના ગર્ભમાં પર્યાયબુદ્ધિ નાશ થવાનું બીજ રહેલું છે. તે આ અલૌકિક પ્રારંભનો ચમત્કાર જ છે. આવી મુમુક્ષુતા પ્રગટતાં, તેને કેવળ ઉદયભાવમાં ગણવા યોગ્ય નથી, પરંતુ ભવ્યત્વ - પારિણામીકનો પરિપાક ગણવા યોગ્ય છે. કારણ કે આત્માર્થી જીવને, અહીં મોક્ષનાં ભણકાર આવે છે અને આસન્ન ભવ્યતાને લીધે, તત્ સંબંધી નિઃશંકતા વર્તે છે. (૬૦૧) તત્ત્વનું શ્રવણ પ્રીતિથી- પ્રસન્ન ચિત્તથી કરવું જોઈએ-એમ જિનાજ્ઞા છે, ત્યાં તત્ત્વ એટલે આત્મસ્વરૂપ પ્રત્યેની રુચિનો નિર્દેશ છે. પરંતુ માત્ર વાણી પ્રત્યેના રાગની વાત નથી. વાણીનાં રાગથી શ્રવણ કરવામાં, સ્વરૂપની રુચિ કેળવાતી નથી. પરંતુ પુદ્ગલની રુચિ થઈ જાય છે, તેથી વાચક શબ્દોના અથવા કથન શૈલીના રાગમાં આવીને તત્ત્વજ્ઞાનનું શ્રવણ થવું ન ઘટે, પરંતુ વાચ્યના લક્ષે, વાચ્યની રુચિપૂર્વક શ્રવણ થવું યોગ્ય છે. (૬૦૨) પોતાથી વિશેષ ગુણવાનનો સંગ કરવો, - તેવું શ્રીગુરુનું ફરમાન છે; અને તેવા સત્સંગમાં, સરળતા, વૈરાગ્ય, નિખાલસતાપૂર્વક પરસ્પરના ગુણદોષની ચર્ચા, પરસ્પર આત્મીયતા, વાત્સલ્યનો પ્રેમ વગેરે હોવા અત્યંત જરૂરી છે. તેમ છતાં પોતાથી હીન યોગ્યતાવાળો મુમુક્ષુ સંગમાં આવે અથવા રહે, ત્યારે તેના વિપર્યાસ કે અયથાર્થતાનો વાત્સલ્યભાવે નિર્દેશ કરી, દૂર કરવાના હેતુથી વર્તવું - યોગ્ય છે. પરંતુ અપેક્ષા બુદ્ધિથી સંગ કરી, તેનો વિપર્યાસ પુષ્ટ થાય - તેમ વર્તતા - પોતાનું પતન થયા વિના રહે નહિ. તેથી સંગ’ ની બાબતમાં અત્યંત ગંભીર ઉપયોગે વર્તવું ઘટે છે. (૬૦૩) જેનો બદલો વાળી ન શકાય, એવું પરમાત્મપદ, જેમણે કાંઈપણ અપેક્ષા વિના આપ્યું, માત્ર કરુણાશીલપણાને લીધે આપ્યું, તેમની સરળતા નિસ્પૃહતા આદિ ગુણોની વાત કરવાની શક્તિ નથી; પરંતુ જેના વચને આત્મસ્વરૂપ સહજમાં પ્રગટે અને જેમના ગુણ સ્તવનથી પણ આત્મસ્વભાવ પ્રગટે છે, તેમ જાણી સત્પુરુષનું ઓળખાણ થવા માર્ગબોધ પ્રકાશ્યો, તે પ્રકારે બહુમાન, ભક્તિ, માત્ર આત્મકલ્યાણના હેતુથી નિરૂપણ કર્યું, તે સત્પુરુષનાં ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો !! (૬૦૪) * શાસ્ત્ર વાંચન કરવું પડતું હોય, તો નિષ્કામ ભાવે, નિષ્કારણ કરુણા – અનુકંપાએ થવું ઘટે, સાથે સાથે આત્મરસ આવિર્ભાવ થાય, તો પોતે અપરિણામી રહીને બીજાને એકાંતે સંભળાવે Page #220 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૬૫ છે, – તેમ ન બને; નહિ તો મને કેવું સારું વાંચતા – સમજાવતાં આવડે છે, મારી શૈલી સારી છે, તેવા પરિણામથી સંસાર વધારવાનું થશે – અહીં ઉપરોક્ત પ્રકારે જાગૃતિ રહેવી ઘટે. (૬૦૫) ભોગ-ઉપભોગ સાંભરે છે, કારણ અભિપ્રાયમાં, તેમાંથી સુખબુદ્ધિ ગઈ નથી, તેથી તે સંબંધી ચિંતા પણ મટતી નથી. આ ચિંતવના જીવને ગળે પડી છે, છૂટતી નથી. તેથી આત્મકલ્યાણની ચિંતા નથી. પરમાર્થ - ચિંતાનો અભાવ છે, તે સ્થિતિ કરુણાજનક છે. મુમુક્ષુને પરમાર્થની અભિલાષામાં, વૈરાગ્ય, ઇન્દ્રિયજય, વગેરે અથવા મમત્વ છોડવાની કોઈ શરત કઠણ લાગે નહિ. કઠણ લાગે તો, તેને પ્રબળ વિપર્યાસ છે. (૬૦૬) જ આત્માર્થી જીવોને પરસ્પર સત્સંગનો પ્રસંગ હોવાથી, કદાપિ વિચાર ભેદ થાય તોપણ મન ભેદ રાખવો ન જોઈએ, અંતભેદ રાખ્યા વિના, પ્રેમ અને વાત્સલ્યથી સાથે મળી, સત્સંગ કરવો, તેમ કરવા જતાં, પ્રકૃતિ જોર કરે તો તેને ધક્કો મારવો; કે અહીં તારું જોર ચાલવા નહિ દઉં, અર્થાત્ પ્રકૃતિને દબાવવી, સાધર્મીિની પ્રેમથી ભૂલ સુધારવી સહેલી છે. (૬૦૭) ઓક્ટોબર - ૧૯૯૦ V જિન-પ્રભુના દર્શન કરતાં, પોતાની વિદ્યમાનતામાં જાગૃત રહી દર્શન કરવા, અથવા પોતાના ભાવમાં પોતાનું સ્વરૂપ લક્ષમાં રાખી, વિદ્યમાનપણું જાગૃત કરીને દર્શન / નમસ્કાર કરવા. (૬૦૮). શરીરની શુભા-શુભ ક્રિયા | પ્રવૃત્તિ કાળે ઉપયોગની પ્રવૃત્તિ તેમાં થાય છે. તેથી પોતાને, પોતાના હોવાપણા વિષે અંતરાય પડે છે. તેથી જેમ બને તેમ ઉપયોગને છૂટો ને છૂટો રાખવા સહજ પુરુષાર્થ / જાગૃતિ થવી ઘટે. શરીરમાં પોતાપણું થતાં મિથ્યાત્વ થાય છે. તેમાં અનંત દુઃખ છે, પરંતુ તેને જગત આખામાં કોઈ દુઃખ માનતું નથી. ઉલટું તેવા મમત્વ ભાવમાં સુખની કલ્પના કરે છે, તે મહા વિપરીતતા છે. (૬૦૯) V કોઈને પણ તેના દોષની વાત ખુલ્લી રીતે કહેવામાં આવે તો પ્રાયઃ તેનું મન દુભાય છે. પરંતુ પોતાના દોષ જાણીને ટાળવાના અભિપ્રાયથી, જે સાંભળવા ચાહતો હોય, તેને કહેવામાં (હિતબુદ્ધિથી) પ્રાયઃ સંકોચ કરવા યોગ્ય નહિ, તોપણ તેવા સમયે સાંભળનારને ઉપકાર ભાસે અને દોષ ટાળવાનો ઉલ્લાસ વારંવાર વધતો હોય, તો જ કહેવાય, પણ સાંભળીને મોઢું ફરી જતું હોય, અર્થાત્ થોડું પણ મન દુભાતું હોય, ત્યાં સુધી તેમ ન કહેવું જોઈએ. (૬૧૦) Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અનુભવ સંજીવની જો પોતાને શુદ્ધ સ્વરૂપની વાતમાં સાચો રસ હોય, તો પોતાના અશુદ્ધ ભાવો તે રૂપ દોષ કાઢવાની વાતમાં – પ્રયોજનભૂત હોવાથી – અવશ્ય રસ આવે જ, પરંતુ જો દોષ કાઢવાની વાતથી અરુચિ થાય તો, તેમ સમજવા યોગ્ય છે કે, શુદ્ધ સ્વરૂપની વાતનો રસ યથાર્થ નથી, માત્ર આડંબરરૂપ છે. (૬૧૧) * જેમ ભોજનનું અજીર્ણ થવાથી રોગ થાય છે, તેમ સાંભળેલું, વાંચેલું – જ્ઞાન અજીર્ણ થાય - અર્થાત્ પચાવવામાં ન આવે, તો તેનું અભિમાન થાય છે. એ જ પ્રકારે તપનું અજીર્ણ થતાં ક્રોધ થાય છે. પરંતુ જ્ઞાનવાન તો નિરઅભિમાની હોય છે. તે જ શોભે છે, જેમ ધનવાન દાતાર હોય, અને શુરવીર ક્ષમાવાન હોય, તો શોભે તેમ – જો કે જ્ઞાનીપુરુષને પોતાની જ્ઞાન દશામાં, અભિમાનના નિમિત્તભૂત સમસ્ત સંયોગ સ્વપ્નવત્ જ ભાસે છે. પછી કેવી રીતે અભિમાન થાય ? અર્થાત્ અભિમાન જે કલ્પનાથી થાય છે. તેવી કલ્પના ઉદ્ભવ થવાનો ત્યાં અવકાશ જ નથી. કેમકે સ્વરૂપમાં અહંપણું વર્તે છે, તે અન્યમાં અહંપણું થવા દેતું નથી. (૬૧૨) આત્માનું (જ્ઞાનનું) કામ જોવાનું છે. જણાય તેને પકડવાનું નથી. તેમ છતાં આત્મા પકડવા પ્રયત્ન કરે છે. તે વિભાવ છે, અર્થાત્ માત્ર જાણવાની પોતાની (સ્વભાવની) મર્યાદાનું ઉલ્લંઘન કરવારૂપ અપરાધ છે. આવા અપરાધકાળે, મર્યાદાનું ભાન રહે તે જ્ઞાન છે, અને ભાન ન રહે તે અજ્ઞાન છે; જેથી અજ્ઞાન જનિત સર્વદોષનો જન્મ થાય છે આ સાદી સરળ પરિણમનની ઘટનાનું અવલોકન કરી, નિજ મર્યાદામાં રહેવું ઘટે છે. (૬૧૩) - શ્રી ગુરુના શ્રીમુખેથી બે શ્રવણ થવા યોગ્ય છે, એક આત્મકલ્યાણ - બીજું આત્મ-સ્વરૂપ. સત્શાસ્ત્રમાં પણ આ બે જ વાંચવા યોગ્ય છે. અન્ય સર્વ માત્ર જાણવાનો વિષય છે, તેમ જાણી ગૌણ કરવા યોગ્ય છે. (૬૧૪) નિષ્કામ મુમુક્ષુ સત્પાત્રજીવ પ્રત્યે વાત્સલ્ય ભાવ થવો, તે સન્માર્ગને વિષે સહજપણે જ્ઞાનીપુરુષે આચરણથી સ્થાપેલ છે. તેથી તેવા જીવની દ્રવ્યાદિ કારણથી, અનુકંપાને યોગ્ય સ્થિતિમાં સેવા આદિ કર્તવ્ય છે. પરંતુ તેમ કરતાં સામા જીવને અપેક્ષાવૃત્તિ થાય તો, તે પરમાર્થને રોધ કરનારું કારણ જાણવા યોગ્ય છે. ત્યાં તે જીવ દીનવૃત્તિ, સંયોગમાં સુખબુદ્ધિની વૃદ્ધિરૂપ મલિન વાસનાને પામી, ક્રમે કરીને મુમુક્ષુતાનો નાશ કરે, તેવું થાય નહિ, તેની કાળજી રાખી, સામા જીવની હિતબુદ્ધિની મુખ્યતા રાખી, વાત્સલ્યની પ્રવૃત્તિમાં વિવેક કર્તવ્ય છે. કર્તવ્ય – અકર્તવ્યની — Page #222 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૬૭ આ વિષયમાં ભેદરેખા સૂક્ષ્મ હોય, સંતુલન જાળવવું યોગ્ય છે. જેથી પરમાર્થ . લાભ પરિણામે થાય, તેવું લક્ષ રાખતા, સંતુલન રહી શકે. (૬૧૫) આત્માર્થી જીવે, ઓઘસંજ્ઞા, શિથિલતા આદિ દોષ મટવા અર્થે, એવો વિચાર ગંભીરપણે કરવો ઘટે છે કે : - સુદીર્ઘ કાળ પર્યત, તત્ત્વ અભ્યાસ, દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિ, અર્પણતા વગેરે થવાં છતાં – હજી સુધી શું કરવા યોગ્ય – એવું બાકી રહી જાય છે ? કે જેને લીધે આત્મકલ્યાણની ચડતી શ્રેણીનો પ્રકાર ચાલતો નથી ? અથવા એવું શું પરિણમનમાં વર્તી રહ્યું છે કે જેથી આત્મકલ્યાણ થવામાં તે રોધરૂપ છે ? ઉપરોક્ત વિષયમાં પરમ ગંભીરતાથી અવલોકન થઈ, આત્મભાવના તથા પ્રકારે વૃદ્ધિગત થઈ, માર્ગ પ્રાપ્ત થવા માટે – સુગમપણે થવા માટે, જે દશા થવી ઘટે તે દશા પ્રાપ્ત થાય. આ વાત શીધ્ર ચેતવા માટે છે. (૬૧૬) એક આત્માર્થ સિવાઈ જેને બીજું કાંઈ પ્રયોજન નથી, અને તે અર્થે જેણે જગતને પીઠ દીધી છે, તેમજ તે આત્માર્થ જેણે સાધી માત્ર પ્રારબ્ધવશાત્ જેને દેહાદિ છે, - એવા જ્ઞાની પુરુષ, મુમુક્ષુજીવને ફક્ત આત્માર્થની જ પ્રેરણા આપે છે, અથવા આત્માર્થ સધાય તેવું જ માર્ગદર્શન આપે છે – એવી પ્રતીતિપૂર્વક મુમુક્ષુજીવ, પોતે માર્ગથી અજાણ હોવાનું સમજી, પોતાની કલ્પનાથી સાધન કરવાની બુદ્ધિ છોડી દઈને, જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ વર્તે, તો તે આજ્ઞા જીવને ભવભ્રમણ થવામાં આડી આવી, નિશ્રેયસ પદની પ્રાપ્તિ કરાવે છે; અર્થાત્ તેને સર્વ પ્રકારે વિરાધના થતાં બચાવી લે છે; અને અપૂર્વપદનું જ્ઞાનદાન આપે છે. નમસ્કાર હો તેવા જ્ઞાની પ્રભુને, ત્રિકાળ નમસ્કાર હો !! (૬૧૭) જે બીજા જીવો ધાર્મિક કારણથી માન આપે ત્યારે, પોતાને પ્રિય લાગે છે કે કેમ ? તેની જાગૃતિ રાખી, તે તે પ્રસંગનું તુચ્છપણું જાણી – માન મોટું નુકસાનનું કારણ જાણી તેનાથી હજી ભય રાખવો યોગ્ય છે. બાહ્ય મોટાઈથી, લોકસંજ્ઞા આવતાં / થતાં વાર લાગતી નથી, તે ભયંકર ગર્તાની સાવધાની સહજ જ રહેવી યોગ્ય છે. તેથી જ ઘણાનો પરિચય કરવા યોગ્ય નથી; અથવા ધાર્મિક મેળાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો, છતાં ઉદયયોગે રહેવું / જવું થાય તો બાહ્ય મોટાઈના પ્રસંગથી દૂર રહેવાનો પ્રયત્ન કરવા યોગ્ય છે. પ્રશંસા કાળે પરિણામ-ભેદ થાય તો તે લક્ષ બહાર ન જવું જોઈએ. માન સૌથી વધારે પતનનું કારણ થાય છે. તેવા પ્રસંગે મૂળ સ્વરૂપનું લક્ષ કર્તવ્ય છે. પરંતુ પ્રસંગ યોગે ભ્રાંતિમાં પડવા જેવું નથી, તેમ સર્વ મહાત્માઓનું કહેવું છે. (૬૧૮) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અનુભવ સંજીવની જે અંતરંગમાં નિજજ્ઞાનના પરિચયનો પુરુષાર્થ કરવાની, જ્ઞાનીને પણ જિનાજ્ઞા છે. અને પરભાવનાં પરિચય કરવાની ના છે. તો મુમુક્ષુએ પણ તેમજ કર્તવ્ય છે; કારણકે પરભાવ નો પરિચય સાધનાને પ્રતિકૂળ છે, વા પ્રતિબંધરૂપ છે. જેમ ગુણીજનનો પરિચય કર્તવ્ય છે, અને અવગુણીનો પરિચય કર્તવ્ય નથી તેમ. તેથી જ પરભાવના પરિચયરૂપ પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનો ઉપદેશ છે. ઉપરોક્ત નિજજ્ઞાનના પરિચય - પુરુષાર્થમાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદ બુદ્ધિનો તો અત્યંત નિષેધ છે. પ્રવૃત્તિનો ઉદય હોય ત્યાં વિશેષ ભાવના કરવી- તેવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. તેમ કરવા જતાં આપત્તિને વેદનાની સંભાવના હોય, તો તે માટે તૈયાર રહેવું. તથા પ્રકારની દઢતા થવા અર્થે સત્સંગ જેવો સરળ ઉપાય કોઈ નથી. (૬૧૯) ધ્રુવ સથી અન્ય પ્રકારે, કર્મ પ્રસંગમાં જે જે પ્રકારે આ જીવને પોતારૂપ કલ્પના થાય છે, તે સર્વ ભ્રાંતિ છે; તેની નિવૃત્તિ અર્થે સર્વ સાધન કહ્યા હોવાથી, જે તે સાધન અંગીકાર કરતાં, સર્વત્ર ભ્રાંતિથી નિવૃત્ત થવાના લક્ષ, અર્થાત્ સત્ સ્વરૂપના લક્ષ, જ પ્રવૃત્તિ થવી ઘટે છે, નહિ તો તે ક્રિયાઓમાં ભ્રાંતિગતપણે અહબુદ્ધિ, તર્જનિત કદાગ્રહ વગેરે અવગુણ અવશ્ય ઉત્પન્ન થાય છે અથવા પૂજા શ્લાઘા થવાથી તે પ્રિય લાગે છે, અથવા મતાગ્રહથી સંપ્રદાય ચલાવવાની રૂઢિમાં આવી જવાનું થાય છે, જે જ્ઞાનીની આજ્ઞા બહાર છે. ભ્રાંતિથી નિવૃત્ત થવા જીવે અત્યંત સાવધાની / જાગૃતિ રાખવી ઘટે છે. વિશેષ કરીને આ પ્રકારને વિષે ધ્યાન દેવા યોગ્ય છે. (૬૨૦) * લૌકિક ભાવે વર્તવું – એટલે આત્મસ્વરૂપને ભૂલવું, સંસારિક પ્રસંગોમાં, કે ધાર્મિક પ્રસંગોમાં, તે અહિતનું એકાંતે કારણ છે. અનાદિ લોકસંજ્ઞાને લીધે, સહજ લોક-ચેષ્ટામાં સાવધાની થઈ આવે છે, તે સૌ સંભાળ છોડીને, અથવા જતી કરીને, આત્મહિતને જ મુખ્ય કરવું ઘટે છે; નહિ તો લૌકિક ભાવ આડે આત્મહિત થઈ શકે તેમ નથી. અથવા લોકચેષ્ટાએ વર્તતાં, આત્મહિત પણ સાધી શકાય, - તેમ ઇચ્છવુંતે અશક્યને શક્ય કરવા જેવી વાત છે. જે જીવ લોકસંજ્ઞાએ વર્તે, તે આત્માની હિતવિચારણા યથાર્થ સ્વરૂપે કરી શકે નહિ, ત્યાં હિત-વિચારણાથી પ્રાપ્ત ફળની અપેક્ષા માટે શું વિચારવું ? અને હિત-વિચારણાનું સ્થાન જે સત્સંગ, તેની અસરને લોકાવેશ ધોઈ નાખે છે, અથવા તેનું થોડું ફળ આવ્યું હોય તેને નિર્મળ કરી નાંખે છે. તેથી જ આત્માર્થી જીવ, લોકસંગ . પ્રસંગથી દૂર રહી, નિજહિતનું સાધન કરે છે, અને જ્ઞાની તો અત્યંત જાગૃત રહી ( વ્યવસાય આદિમાં પ્રવર્તવું પડે ત્યારે) ઉદય વેદે છે; આત્મ અવસ્થા સંભાળી સંભાળીને પ્રારબ્ધ ભોગવે છે, તેથી ઉદાસીનતા સહજ રહે છે. (૬૨૧) Page #224 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૬૯ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ભક્તિ, અને શાસન-નાયક ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા સમક્ષ ભકિત કરનારને, પોતાનું વિશેષ હિત શેમાં છે ? તે પોતાના ભક્તિના પરિણામથી વિચારી, પ્રત્યક્ષયોગનું મહત્વ સમજાય, તો બાહ્ય ક્રિયામાં અટકે નહિ, અને સત્સંગને આરાધે, ત્યાં સામાન્ય પાત્રતા સંભવે છે. ઉત્કૃષ્ટ પાત્રતામાં તો જ્ઞાનીપુરુષ દેહધારી પરમાત્મા જ ભાસે છે. જેને લીધે જ્ઞાની પુરુષ પ્રત્યે, પરાભક્તિ ઉગે, એવી બુદ્ધિ થયે, માર્ગની પ્રાપ્તિ નિકટમાં છે, તેમ સમજવા યોગ્ય છે. (૬૨૨) પુદ્ગલ વિષયોમાં જ્યાં સુધી દઢ રાગ-રસ છે. ત્યાં સુધી તત્ત્વજ્ઞાન થઈ શકે નહિ, કેમ કે ત્યાં દર્શનમોહનું પ્રાબલ્ય વર્તે છે. તેવો દઢ રાગ-રસ તોડવા નિજદોષ દર્શન અનિવાર્ય છે. તે વિના આ મહાવિપરીત, સ્વભાવને આવરણ કરનારો ભાવ આડો આવીને ઊભો રહે છે. સ્વભાવ દર્શન થવા દેતો નથી. તેથી રાગ-રસને દૂર કરવા માટે, સ્વદોષનું અવલોકન તે અમોઘ ઉપાય છે. દરિદ્રીને ધનવાનની સંપત્તિ જોવા કે સ્પર્શ કરવા મળે, તો તેને તેથી કાંઈ પ્રાપ્તિ થતી નથી. તેમ પરિણામ દરિદ્રીને પુદ્ગલની યાચનાવાળાને / વિષયીને) આત્માનું શ્રવણ, મનનથી પણ આત્માની પ્રાપ્તિ થતી નથી - તે અનુભવનો વિષય હોવાથી. (૬૨૩) પરમ વિવેકથી વિચારવા યોગ્ય છે કે – આ જીવ સ્વરૂપની સાવધાની છોડીને, પરમાં સાવધાન થઈને પરિણમે છે. ત્યાં અભિપ્રાય દુઃખી ન થવાનો, એટલે કે સુખી થવાનો હોવા છતાં દુઃખ અનિવાર્ય છે. અને આવી પરમાં સાવધાની સ્વયે જ (તત્કાળ) દુઃખરૂપ છે; અને ભાવી દુઃખનું પણ કારણ છે. તેથી સુખી થવાતું જ નથી; પણ ભ્રમણાથી મિથ્યા / વિપરીત પુરુષાર્થ થયા કરે છે. તેથી તેવા વ્યર્થ પરિણામ - પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થતા જાણીને, જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને, સમભાવ, સાક્ષીભાવે, પોતાનું ભિન્નપણું જ્ઞાનનિષ્ઠ થઈને, સંભાળીને, જિનપરિણામના પુરુષાર્થમાં રહેવું, તે પરમ વિવેક છે, અને તેમ વર્તતા કદાચ “પ્રારબ્ધની કઠણાઈ” ઊભી થાય તો તે ખરેખર ‘કઠણાઈ નહિ રહે, પરંતુ પારમાર્થિક લાભનું એક સુંદર, સ્વચ્છ, નિમિત્ત બની રહેશે, જેનું પરમ વિવેક, આનંદ અને સમભાવથી સ્વાગત કરવા, ક્યારનોય અગાઉથી જ ઊભો છે. તેથી – હે જીવ ! જરાપણ ક્ષોભ વિના તું, સર્વ ઉદયથી ઉદાસીન - ઉપેક્ષિત થઈને, સ્વરૂપના ઉદ્યમમાં, પૂરી શક્તિથી લાગી રહે ! જ્ઞાની પુરુષોએ તો મિથ્યાત્વમોહની કરતાં તમતમ પ્રભા અને રૌરવ નરકને સંમત કર્યા છે. તો તારે પરમાર્થની પ્રાપ્તિ કરાવનારી કઠણાઈ સંમત કરવામાં જરાપણ મૂંઝાવા જેવું શું છે ?' (૬૨૪). - પોતાનું મૂળ સ્વરૂપ પરમાત્મ - સ્વરૂપ છે, અને તે સમ્યક શ્રદ્ધાનો વિષય છે, તે જ માન્યતા જ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અનુભવ સંજીવની સાચી છે, તોપણ જ્ઞાનમાં પ્રત્યક્ષ થયા વિના, કર્મજનિત પર્યાય સ્વરૂપે છું' તેવી અસમ્યક્ માન્યતા બદલાતી નથી, અને યથાર્થ મુમુક્ષુતા આવ્યા વિના તેવું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી; ત્યાં સુધી પોતાને વિષે પરમાત્મપણું વિકલ્પમાત્રથી માની બેસવું નહિ, પરંતુ તે પદ માટે જિજ્ઞાસુ રહેવું યોગ્ય છે, અથવા વધારે સારું છે; જેથી પરમાત્મપણું પ્રગટે, તેવો માર્ગ છોડીને પ્રવર્તવાથી, તે પદની શ્રદ્ધા/ ભાન થતું નથી. પરંતુ પરમાત્મા / સર્વજ્ઞ વીતરાગની અશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે અર્થાત્ સ્વચ્છંદ થાય છે. (૬૨૫) જ્ઞાનદશા એટલે કે સ્વાનુભૂતિરૂપ નિર્વિકાર દશામાત્ર, અન્ય પદાર્થની / વિષયની ઈચ્છાને નિર્મૂળ કરવાનું એકમાત્ર ઔષધ છે. કેમકે તેમાં તૃપ્તિ અને શાંતિ સાથે છે. તે સિવાય અનાદિ સુખાભાસ જનિત વિષય-વૃત્તિ શાંત થાય - ઉદ્ભવ ન થાય, તેમ બનવું સંભવિત નથી. અજ્ઞાનભાવે, વિષય અર્થાત્ ઈચ્છિત પદાર્થ ભોગવી, તેનો વિકલ્પ મટાડવાનો ઉપાય વિચારવામાં આવે છે, તે યથાર્થ નથી, કારણ કે ભોગવતાં રસ આવે છે, તે વિષયમૂર્છા, વિકારને પરાજિત કરવાને બદલે વર્ધમાન કરે છે. જે જ્ઞાનને આવરણ કરનાર છે. આવા પ્રસંગમાં જ્ઞાનીની દશા, બાહ્ય દૃષ્ટિ જીવો માટે અગમ્ય છે. અંતર દૃષ્ટિવાળા તો જાણે છે, કે પુરુષાર્થ છતાં, ન ચાલતાં, ઉદયને અનિચ્છાએ, પશ્ચાતાપ સહિત અનુસરવું પડે છે; તેથી જેને નીરસપણું સહજ પ્રાપ્ત થયું છે, તે માંડ માંડ જીતી શકે છે. તેને યથાર્થ સમજ્યા વિના પ્રાયઃ ભ્રાંતિ થવા સંભવ છે. (૬૨૬) પૂર્ણતાના ધ્યેય લક્ષિત પરમ જાગૃતિ, તે સહિત અંતપ્રયોગપૂર્વક સ્વરૂપ લક્ષ, અને તનિત એક લયથી ઉત્પન્ન પુરુષાર્થ જ ગ્રંથિભેદ થવામાં પર્યાપ્ત વીર્યગતિ ધારણ કરી શકે; અન્યથા અનંતવાર ગ્રંથિભેદ થવાના પ્રસંગે જીવ ક્ષોભ પામી, પાછો સંસાર પરિણામી થયો છે. (૬૨૭) અનંત શાંતિ, જ્ઞાન, વીર્યાદિ સ્વસ્વરૂપને અવલોકી, નિજ ધ્રુવપદની ધૂન, એક લયે, હે જીવ! આરાધ, પ્રભાવનાએ આરાધ ! અપ્રમત્તપણે સ્વયં સિદ્ધપદ મસ્તકે રહો !! નિરંતર રહો !! (૬૨૮) ગુણભેદથી સ્વસ્વરૂપની વિચારણા માત્ર લક્ષ / ઓળખાણ થવા પર્યંત થવા યોગ્ય છે. પરંતુ પ્રતિભાસિત અભેદ સ્વરૂપ, આરાધનાનો વિષય હોવાથી, આરાધવાની વિધિ ગુણભેદરૂપ ભેદભાવવાળી નહિ હોવાથી, શ્રદ્ધા જ્ઞાનના ભેદે, આરાધન થઈ શકતું નથી; કે દ્રવ્ય, ગુણ, પર્યાયનો ભેદ લક્ષમાં રહે, ત્યાં સુધી અભેદતારૂપ આરાધના થતી નથી. તેથી અભેદ આત્મભાવે, આત્મા આત્મામાં, આત્માપણું ભાવે તે વિધિનું સ્વરૂપ છે. આમાં ભેદનો નિષેધ સહજ છે. તેથી સ્વરૂપ નિશ્ચય વિના, આરાધનાનો પ્રયાસ તે માત્ર ક્રમનો વિપર્યાસ છે. જેનું ફળ તે વિપર્યાસને Page #226 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૭૧ દઢ કરવામાત્ર છે. આમ હોવાથી સર્વ પ્રથમ સ્વરૂપ નિશ્ચય અર્થે જ પ્રયત્નવાન રહેવું યોગ્ય છે. (૬૨૯) 4 7" ,, D * ‘સત્’ની ઓળખાણ અને અનુભવ પહેલાં, તે વિષયમાં જિજ્ઞાસુ રહેવું તે ઉચિત છે. જિજ્ઞાસુએ બીજાને સમજાવવું કે ઉપદેશ આપવો, પોતાને માટે હિતાવહ નથી, પરંતુ હિતેચ્છુ ભાવે, બીજાને જિજ્ઞાસુ – પિપાસુ થવા અર્થે મર્યાદિત પ્રવૃતિ કરવી ઘટે. બીજાને સમજાવનારમાં ઘણી યોગ્યતા અને વિચિક્ષણતા હોવી જોઈએ; સાચો ઉત્તર આપવામાં પણ તે ઉત્તરથી કોઈને નુકસાન ન થાય, તેવા પ્રકારે ઉત્તર આપવો જોઈએ; અને આવશ્યક લાગે તો મૌન રહેવું જોઈએ, અથવા જાહેરમાં ઉત્તર ન આપતાં, અંગત રીતે જિજ્ઞાસુને સાચા ઉત્તરનાં લાભાલાભ સમજાવી, તેની મર્યાદાનો ખ્યાલ આપી, ઉત્તરનો વિષય મર્યાદિત કરવો જોઈએ. આવી નીતિ જાળવી શકવાની ક્ષમતા વગર પ્રશ્નોત્તરીમાં ઉતરવું નહિ. (૬૩૦) મહાપુરુષોનું જીવન ચરિત્ર જોતાં, તે એમ પ્રતિબોધે છે કે, નિરંતર ઉદયમાન એવો કર્મપ્રસંગ, તે નવા પ્રતિબંધનો હેતુ અનંતકાળથી થતો આવ્યો છે, ત્યાં પોતાની પૂરી શક્તિથી જાગૃત રહેવા યોગ્ય છે. અર્થાત્ અજાગૃતપણું રહેવા યોગ્ય નથી – તેમ પ્રકાશી અનંત આત્માર્થ પ્રતિબોધ્યો છે. તેથી પૂર્વપ્રારબ્ધ એવો જે કર્મપ્રસંગ પ્રાપ્ત થાય છે. તે પ્રત્યે જાગૃત - ઉપયોગે, ઉદાસીનપણું વેદવું ઘટે છે. નહિ તો આત્માર્થને હાનિ થતાં વાર લાગે નહિ. મહાપુરુષાર્થ વડે જે પરાક્રમી છે, તેવા પુરુષાર્થમૂર્તિ ધર્માત્માઓ પણ જ્યાં આત્મદશા સંભાળી સંભાળીને–અંતરમાં અત્યંત સાવધાન રહીને જ્યાં ચાલ્યા છે, ત્યાં મુમુક્ષુજીવે પ્રવર્તતાં તો કેટલું વિશેષ સંભાળવું - ચેતવું જોઈએ, તે વારંવાર પ્રસંગે પ્રસંગે વિચારવા યોગ્ય છે. (૬૩૧) In આત્મહિતરૂપ સત્ય ધર્મનો ખોજી જીવ, જૈન સંપ્રદાયમાં જન્મેલ હોય, વા અજૈન સંપ્રદાયમાં જન્મેલ હોય, તેની દૃષ્ટિ માત્ર પરમાર્થ પર જ રહે છે. તેથી જૈન હોય તોપણ, કસોટી કર્યા વગર, શાસ્ત્ર સિદ્ધાંતનો સ્વીકાર કરે નહિ. પરંતુ કુળયોગે સંપ્રદાય (જૈન) પ્રાપ્ત થયો હોય, અને તે પરમાર્થરૂપ છે કે કેમ ? તેની પરીક્ષા કર્યા વિના, તેવી પરીક્ષાદષ્ટિ ચાલ્યા વિના, પરમાર્થ માની રાખવામાં, જીવ પરમાર્થને / આત્મહિતને, અવશ્ય ચુકી જાય છે. તે જૈનોએ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. જે પરમાર્થને શોધે છે, તે અવશ્ય પરમાર્થને પામે છે. તેથી કુળધર્મનું મમત્વ ત્યાગી, બોધનું નિરાબાધપણું અને પૂર્વાર્ધર અવિરોધપણું વિચારવું યોગ્ય છે. (૬૩૨) પોતામાં પૂર્ણતા જોઈને, જે સમસ્ત પદાર્થની તૃષ્ણાનો અભાવ કરે છે, તેને ભય અને ચિંતા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અનુભવ સંજીવની સંબંધિત કોઈ દુઃખ થતું નથી. જેને ભય અને ચિંતા નથી, તે પુરુષને આત્મ સ્થિરતા થઈ શકે છે; અને તે પુરુષ શાંત ચિત્તવાળો થઈ શોભે છે, તેની શાંતતા જોઈ, જોનાર પણ ચિત્ત-પ્રસન્નતાને પામે છે, એટલું જ નહિ, જે વિપત્તિના પ્રસંગો છે, તેમાં દુઃખ ઉત્પન્ન થવાને બદલે, તે પ્રસંગો પરમાર્થ-લાભ થવામાં નિમિત્ત થઈ પડે છે. આવા માર્ગનું મૂલ્ય શેના વડે થઈ શકે ? (૬૩૩) કુસંગથી સર્વદોષની ઉત્પત્તિ થઈ આવે છે. સર્વ મહાદોષો, આ એક દોષથી વધે છે જ્યારે સત્સંગથી એક ગુણ પણ જો બળ પામે તો દોષવાળા પુરુષના સઘળા દોષો ક્ષય પામે; એવા બીજા ગુણો પણ વધે; ગુણોરૂપી સંપત્તિ પ્રાપ્ત થવા અર્થે, સત્સંગ એક કલ્પવૃક્ષ છે, જેના ઉપર અમૃતફળ પાકે છે. શરત એ છે કે શુદ્ધ અંતઃકરણથી નિજહિતના હેતુથી તે સેવવામાં આવે તો ...તો તે સરળતા, વૈરાગ્ય સહિત સેવાય અને કદાપિ નિષ્ફળ ન જાય. (૬૩૪) દર્શનમોહથી સર્વ પ્રકારના અનિષ્ટો જન્મે છે, તેમાં સંપ્રદાયબુદ્ધિ’ નું અનિષ્ટ કેટલું ભયંકર છે, તે વિચારવા યોગ્ય છે. * વેદાંત જેવા સંપ્રદાયમાં ઉપદેશ બોધનો વિષય અતિ સુંદર હોવા છતાં, માત્ર સંપ્રદાય બુદ્ધિને લીધે, તેને અનુસરનારા, મોહ વિરુદ્ધ ઉપદેશ દેનારા, જિનમાર્ગને અર્થાત્ સમ્યક્ માર્ગને પામી ન શકયા !! ઓળખી પણ ન શકયા ! * જૈનો પણ સંપ્રદાયબુદ્ધિના કારણથી જેનાભાસપણાને પામી, આશ્ચર્યકારી અંગપૂર્વના અધ્યયન અને જિનોક્ત વહેવાર સંયુક્ત હોવા છતાં પણ આત્મકલ્યાણથી વંચિત રહી ગયા. કોઈ તો વિરાધનામાં પ્રવર્યા ! ઊંડા વિચારથી એમ ભાસે છે કે દર્શનમોહરૂપી સમુદ્રનાં જળ ઘણાં ઊંડા છે; બીજા કોઈપણ (સ્વયંભૂરમણ) સમુદ્ર કરતાં . વિશાળ પણ અને તેથી જ તેને પાર કરવાની દુષ્કરતા પ્રસિદ્ધ (૬૩૫) પાત્રતા સંપન્ન જીવને પણ સંસારિક પ્રતિકૂળતા ટાળવા અથવા આર્થિક લાભ મેળવવા સંબંધી ઇચ્છા, સત્સંગના નિમિત્તે થઈ આવતી હોય તો, તે નિદાનબુદ્ધિ છે. તે જ્યાં સુધી રહે ત્યાં સુધી દર્શનમોહ બળવાન હોય છે. તેથી સમ્યકત્વના અવરોધપણે છે, તેમ જાણી તે ટાળવા યોગ્ય છે, અથવા શમાવવા યોગ્ય છે, આવા સંકલેશ પરિણામ, કુટુંબમોહવશ, અને પોતાને પ્રતિકૂળતા - અશાતા નહિ સહન કરવાની બુદ્ધિથી થાય છે, જેથી સત્સંગનું મહાભ્ય જળવાતું નથી, અપૂર્વ આત્મલાભનું સાધન એવો જે સત્સંગ, તેને પૌલિક ભાવના વડે, ખોવારૂપ મહા અવિવેક છે, તેમ સમજવા યોગ્ય છે. (૬૩૬) Page #228 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૭૩ નવેમ્બર – ૧૯૯૦ પાત્ર જીવને સમયનો હીન ઉપયોગ થાય તે ખૂંચે છે, કારણકે તે માર્ગ પ્રાપ્તિમાં હાનિકારક છે. વળી ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, – તે અમૂલ્ય છે. નિર્મળ અંતઃકરણથી વિચારનારને મનુષ્ય આયુનો હીન ઉપયોગ થાય, તો કેટલું મોટું અશ્રેય થાય, તે સમજાય છે. તેથી જ ગૃહસ્થ - વૈવાહિક જીવન કરતાં, બ્રહ્મચર્યનું ગ્રહણ કરવાનો વિવેક પાત્ર જીવ કરે છે. તેમાં સમયની બરબાદી થતી સુગમપણે બંધ કરી શકાય છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહનો સંબંધ મૂળથી જ છેદી શકાય છે અને ભાવની બરબાદી પણ થતી અટકે છે. માનસિક સ્વાસ્થ અને શારીરિક સ્વાથ્ય સાથે બાહ્ય નિવૃત્તિમય સમયની સાનુકૂળતાએ આત્મહિત આરાધવું સુગમ પડે, તે સહજ સમજી શકાય તેમ છે. તથાપિ પ્રમાદનો ત્યાગ કરવો આવશ્યક છે. અર્થાત્ સમયનું મૂલ્ય સમજીને ગંભીરતાથી પુરુષાર્થ પરાયણ રહેતાં જરૂર આત્મ-સિદ્ધિ છે. (૬૩૭) મહાપુરુષોના ચારિત્રને તત્ત્વદૃષ્ટિએ જોતાં, સૂક્ષ્મદષ્ટિથી તેનો અભ્યાસ કરતાં એવું પ્રતીત થાય છે કે “સ્વરૂપમાં પૂર્ણપણે રહેવા માટે અનઅવકાશપણે પ્રયત્ન થવા અર્થે, અકર્તાપણે પણ, તેઓ બાહ્ય ત્યાગ અથવા વ્યવહાર સંયમનું કર્તવ્ય જાણી તેમાં પ્રવર્તે છે. મુમુક્ષુ અને અવિરતી દશાએ ગૃહસ્થપણે વર્તતા જીવોને, તેમનું આ ચારિત્ર ઉપકારભૂત થાય છે, અને તેઓની સ્વરૂપ સ્થિરતા, અને સહજ વીતરાગદશા જેમાં અસ્થાનનો રાગ / વિકલ્પ ઉત્પન્ન જ થતો નથી તેના) ના ઐશ્વર્યને તે સ્પષ્ટ વ્યક્ત કરે છે. પરમાર્થ સંયમરૂપ સ્વરૂપ સ્થિતિને વ્યવહાર સંયમનું નિમિત્તાપણું છે, તેનાથી જ્ઞાની અજાણ હોતા નથી, અને પૂર્ણતાના ધ્યેયની સિદ્ધિ અર્થે અંતર્બાહ્ય પરિસ્થિતિનો વિવેક લક્ષપૂર્વક તેમને થાય છે અને પરિણતિથી છૂટેલા હોવા છતાં ઉપયોગની પ્રવૃત્તિ પ્રારબ્બાધીન હોઈ, દેખાવની વિચિત્રતા ઉત્પન્ન થાય છે, તેવી વિસંગતતાને ઈચ્છતા નથી. (૬૩૮) વિચારની વિશાળતા અને મધ્યસ્થતા તત્ત્વ / ગુણ ગ્રહણ થવા અર્થે મુમુક્ષુને હોવી જરૂરી છે. અન્યથા સંપ્રદાયબુદ્ધિનો મહાદોષરૂપી સર્પ દંશી જશે. - પરમપુરુષ શ્રી સર્વજ્ઞદેવની વાણીનો અંશાંશ જૈનેતર શાસ્ત્રોમાં પણ જોવામાં આવે છે; તે અંશાંશને અંશાંશપણે સ્વીકાર કરવામાં શું દોષ છે ? દોષ તો અંશાશને સર્વાશ માનતા થાય. તેવી જ રીતે જૈનના નામે ગ્રંથોમાં અને પ્રવૃત્તિમાં અનેક વિકૃત્તિઓએ ઊંડા મૂળ નાખ્યા છે. તેને સ્વીકારતાં ગુણ કેમ થાય ? તેથી જે મુમુક્ષુ માત્ર સત્યધર્મનો અભિલાષી છે, તે બન્ને સ્થળેથી માત્ર ગુણ જન્ય તત્ત્વ ગ્રહણ કરવાનો દૃષ્ટિકોણ અપનાવે તેને વિશાળ સત્યને સ્વીકારવા માટેની વિશાળતા છે અને સંપ્રદાયબુદ્ધિનો અભાવ હોવાથી મધ્યસ્થતા / નિષ્પક્ષપાતપણું પણ છે – આ પાત્રતાનાં લક્ષણો છે. (૬૩૯) Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અનુભવ સંજીવની સપુરુષની વાણીની વિલક્ષણતાઓ : ૧. આશય ભેદ – એટલે કે તેમની વાણી મૂળ આત્મસ્વરૂપને કેન્દ્રસ્થાનમાં રાખે છે અથવા સર્વ કથન વિસ્તારનું કેન્દ્ર બિંદુ, શુદ્ધાત્મા અને તેનો આશ્રય થવો તે. ૨. પૂર્વાર્પર અવિરોધપણું – પદાર્થ દર્શન અને પ્રત્યક્ષ અનુભવ હોવાથી, વિરુદ્ધ ધર્મોનું જ્ઞાન પણ અવિરોધપણે હોવાથી; તેમજ મુખ્ય-ગૌણની પરિણામ પદ્ધતિ, પ્રયોજન અનુસાર સહજ વર્તતી હોવાથી, સંતુલિત પરિણમનદશાનું દ્યોતક વચન યોગ હોય. ૩. આત્માર્થ ઉપદેશક – સર્વ ભૂમિકાના શિષ્યને આત્માર્થ સધાય અથવા ક્યાંય પણ આત્માર્થની વિરુદ્ધતા ન થાય તેવો જ ઉપદેશ. ૪. અપૂર્વ વાણી – અપૂર્વ સ્વભાવને અપૂર્વભાવે વ્યક્ત કરતી વાણી, સાંભળનારને પણ અપૂર્વતા જ ભાસે. (યોગ્યતા હોય તો... ૫. અનુભવ અભિવ્યક્તિ - અનુભવ સહિત નિર્મળ ચૈતન્ય દશા અને અલૌકિક ગુણોનો અતિશયથી પ્રભાવિત વચન યોગપણું હોવાથી, આત્માની ભાનદશા - જાગૃત ચૈતન્યની દશાપૂર્વકનો વચનયોગ, શ્રોતાને પણ સતત જાગૃત કરનાર, પુરુષાર્થ જગાડનાર હોય છે. તેમજ ભાવનાથી ભિંજાયેલી, વાસ્તવિકતાની પ્રકાશક હોવાથી શુષ્કતા, કલ્પના અને એકાંતિકપણાથી રહિત હોય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ અને જ્ઞાનીને તે ઓળખાય છે. બીજાને ભ્રાંતિ થવા યોગ્ય છે. (૬૪૦) સ્વરૂપલક્ષે, વિકલ્પ-ચિંતનાદિમાં થાક લાગે, ત્યારે જ વિકલ્પથી વિરામ પમાય. પર્યાય ઉપરનું વજન અત્યંત ઘટે; અને એકદમ તીવ્ર ધગશથી અંદરમાં ઉતરી જવાય (અભેદ / નિર્વિકલ્પ દશા આ પ્રકારે સહજ થાય.) નિર્વિકલ્પ સ્વરૂપના લક્ષ, સ્વરૂપરસ વૃદ્ધિગત થાય છે. સ્વરૂપલક્ષે, સ્વરૂપનો મહિમા વર્ધમાન થતો જાય છે, જે વિકલ્પથી વિરુદ્ધ રસ છે, આ ચૈતન્ય રસ અથવા આત્મરસની તીવ્રતા સ્વાનુભવનું કારણ છે. (૬૪૧) જ્ઞાનદશામાં જ્ઞાની પુરુષ અનેક ગુણોથી વિભૂષિત થયા થકાં મહાન આત્મગુણોની અતિશયથી ! પ્રગટતાથી શોભે છે. તેમની અસામાન્ય દશા હોવા છતાં અને દ્રવ્ય ક્ષેત્રે) સમીપતા પ્રાપ્ત થવા છતાં, પોતાની યોગ્યતાની ક્ષતિને લીધે, જીવને ઓળખાણ થઈ નથી. તેવા તેવા યોગે બાહ્યદષ્ટિથી જોવાનું માપવાનું નેત્ર બંધ કરવું જોઈએ, તે કર્યું નથી, તેથી અને માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવનાપૂર્વક સપુરુષને ઓળખાવની તીવ્રતાવાળો દષ્ટિકોણના અભાવને લીધે, જ્ઞાની પુરુષનું વિલક્ષણ સ્વરૂપ લક્ષમાં આવ્યું નહિ. માર્ગને શોધતા છતાં, માર્ગ નહિ મળવાથી મૂંઝવણમાં પડેલા આત્માર્થી જીવની મૂંઝવણ, જેની અનુભવ. વાણીથી મટે છે અને પરમાર્થ વિષય ઉપર જેનું લક્ષ હોય, તેને જ્ઞાની પુરુષની Page #230 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૭૫ વાણીમાં અપૂર્વ સ્વભાવનું નિરૂપણ, પૂર્વાર્ધર અવિરોધપણે, આત્માર્થ સાધક થતું માલૂમ પડે છે. ત્યારે વિશેષ પરિચયથી, તેમના અંતર-પરિણમનમાં વૃતિક્રિયા ચેષ્ટિતપણું, સ્વરૂપનું એકત્વ, અને બાહ્ય પરિણમનમાં રાગથી અને દેહાદિ સંયોગથી વિભક્તપણું અર્થાત્ ભિન્નતા દેખાય છે. તેમનો ચૈતન્યરસ પ્રગટપણે જોવામાં આવે છે. ત્યારે તેમની મુદ્રા, નેત્રો અને જાગૃત ચૈતન્યની ચેષ્ટા, ભાનસહિતપણું હોવારૂપે લક્ષગોચર થાય છે. તેમના પરિણમનનું વલણ વાણીમાં આશયભેદ ઊભો કરે છે. અર્થાત્ સર્વ કથનનું કેન્દ્ર સ્થાન પરમાર્થરૂપે, પુરુષાર્થ પ્રેરકપણે લાગે છે. પરમ સરળતા અને તેથી ઉત્પન્ન ઉદાત્તપણાને લીધે નિષ્કારણ કરુણાશીલતા, મધ્યસ્થતા આદિ ગુણો અલૌકિક સાધક કોટીના (મુમુક્ષુ કોટીથી ૫૨) જણાય ત્યારે મુમુક્ષુને ઓળખાણપૂર્વકનું બહુમાન અને પરાભક્તિ ઉત્પન્ન થઈ, તથા રૂપ આરાધન થઈ, દર્શનમોહ ઉપશમ થાય તેવી સહજ સ્થિતિ ઉદ્ભવે છે; સુગમપણે બને છે, એ સિદ્ધાંત છે. જેનું પરિણામ અનુક્રમે કૈવલ્યની પ્રાપ્તિ છે. અંતમાં, જેની શ્રદ્ધાદષ્ટિ, નિજ અનંત શાંતિના પિંડ ઉપર છે, અને જેને સ્વયંનો સાક્ષાત્કાર થઈ વસ્તુ પ્રગટ છે, તે પરખાયાથી / જોયાથી તે જ્ઞાનીપુરુષ છે. એમ નિશ્ચય થાય છે. - (૬૪૨) મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય વૈરાગ્ય - ઉપશમ આદિ થઈ દર્શનમોહનો અનુભાગ ઘટતાં ભૂમિકાને યોગ્ય, જ્ઞાનની નિર્મળતા પણ થઈ હોય, અને તેથી સમજણની યથાર્થતા, સુવિચારણા, આત્માર્થાતા, વગેરે પ્રાપ્ત હોય છે—પરંતુ સ્વયં-પ્રત્યક્ષ એવા પરમપદનો સાક્ષાત્કાર થતાં જે દૃષ્ટિથી સ્વયંની મોજૂદગીને દેખે છે । શ્રદ્ધે છે, અને જયાં સ્વ-સ્વરૂપ પ્રગટ વર્તે છે તેની ભેદરેખા, દૃષ્ટિબળ, આત્મરસ દ્વારા પ્રદર્શિત થાય છે. / આમ મુમુક્ષુતામાં સ્વરૂપ પ્રત્યક્ષતાનો અભાવ છે – જ્ઞાનીપુરુષને વસ્તુ સાક્ષાત્ મોજૂદ છે, તેઓ તે રૂપે થયા છે. જેથી સર્વાંગ તથારૂપ વિલક્ષણતા, સુપાત્ર મુમુક્ષુના નેત્રો જોઈ શકે છે, અન્ય જ્ઞાની પણ જોઈ શકે છે. (૬૪૩) * જ્યાં વસ્તુ - પોતે સ્વયં પ્રત્યક્ષ છે, ત્યાં ન્યાય, યુક્તિ, આગમ, અનુમાન આદિ સંબંધિત વિકલ્પોનું શું પ્રયોજન છે ? “હું પોતે અત્યંત વેદન પ્રત્યક્ષ છું, વિકલ્પના અભાવ સ્વભાવે છું.’’ તેમાં સર્વ કર્તવ્ય સમાય જાય છે. નિજ સંભાળમાં પરની સાવધાની સહજ છૂટી જાય છે. પરની સાવધાનીમાં નિજ સંભાળ નહિ રહે . પોતાનો અમૂલ્ય સમય વ્યર્થ જશે. તેથી અપ્રમતપણે સ્વરૂપ સંભાળવા યોગ્ય છે. આત્મભાવ સાધ્ય થાય, માત્ર તેમજ, સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં વર્તવું – એ જ જિનાજ્ઞા છે. સર્વ સત્પુરુષોના અંતર ચારિત્રને અવલોકતાં, તેઓ એમ જ પ્રવર્ત્ય છે. અહો ! એમની ધીરજ ! અહો ! તેમની Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અનુભવ સંજીવની પારમાર્થિક વિચક્ષણતા ! પરમ ભક્તિથી તેમને નમસ્કાર હો ! (૬૪૪) પરમસ્વરૂપ પોતે જ સર્વ સ્વરૂપે ઉપાદેય છે.” – આવી દ્રવ્યદૃષ્ટિપૂર્વક ઉત્પન્ન જ્ઞાનનો આ મહાવિવેક છે, જે હંમેશા ધર્માત્માને જળવાય રહે છે. તેથી સમગ્ર પરિણમનમાં આ વલણ ચાલુ રહે છે. તુલ દેવામાં જરાપણ અયથાર્થરૂપ અધિક કે હીનપણું ન થાય એવી સમ્યક મર્યાદા ઉકત દૃષ્ટિથી સહજ પ્રાપ્ત હોવાથી, તે ખરેખર કલ્યાણમૂર્તિ જ (સમ્યક્દર્શન) છે. (૬૪૫) તરવાના કામી જીવો હોય તો જ્ઞાની પુરુષને અનુકંપા આવે છે. અને મૂળ માર્ગનઈ જૈન શાસનનો ઉદ્યોત થાય તો સારું તેવી વૃત્તિ ઊઠે છે. પરંતુ અંતરંગમાં દઢ અભિપ્રાય પ્રથમથી જ હોય છે કે, “ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેને પચાવવાની યથાયોગ્યતા, અંતર્બાહ્ય ત્યાગ-વૈરાગ્યમય માર્ગને અનુરૂપ સ્થિતિ) વિના, માન–પૂજાની અલ્પ પણ સ્પૃહા હોય તો, માર્ગ ઉપદેશવો નહિ.” (નિજહિતની મુખ્યતા હોવાથી) યદ્યપિ જૈનશાસન મૂળમાર્ગનો ઉદ્યોત થાય તે મોટી વાત છે, કેમકે તેથી અનેકાનેક જીવોને સ્વરૂપ સંસ્કાર, આસ્થા આદિ થતાં માર્ગને પામે તો તેનું સદ્ગતિ પામે તેનું મૂલ્ય ઘણું મોટું છે. તોપણ જ્ઞાન પ્રભાવ અને અંગમાં ત્યાગ હોય તો જ બીજા જીવોને અનુસરણ થવાનું નિમિત્ત થાય, તેમ જાણી અર્થાત્ તેવું બળવાન કારણ જાણી, જ્ઞાની પરિગ્રહાઆદિને ત્યાગવા વિચારે છે. જો કે સર્વસંગ પરિત્યાગ થયે, તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી, પરંતુ તે પ્રવૃત્તિ સંબંધિત પણ આગ્રહ રાખવો નહિ . એવી નીતિ પ્રથમથી જ નિશ્ચિત હોય છે, અને તેથી આત્માર્થની જ પ્રધાનતા રહે છે. ત્યાં પ્રવૃત્તિ સહજ સ્વ-પર હિતકારક થઈ પડે છે. – એવો શ્રી તીર્થંકર દેવનો માર્ગ છે. ત્રિકાળ “જિનમાર્ગ” જયવંત વર્તો ! (૬૪૬) શાસ્ત્ર વાંચન કરવું પડતું હોય અથવા આત્માર્થે સત્સંગના હેતુથી કરાતુ હોય તો, જ્ઞાની પુરુષની દશાની વિશેષતા | મહાનતાને લક્ષમાં લઈ, તેમનો મહિમા ભાસવાથી વાંચન કરનારને પોતાની લઘુતા | પામરતાનું ભાન રહેતાં અહંભાવ થતો નથી. તેમજ આવા પ્રસંગે જો અહંભાવ થાય, તો તે કાળકૂટ ઝેર જ છે, તેમ આગળથી પ્રતીત કર્યું હોય, તો તેમ થવાનો સંભવ ઓછો થાય. અંદરમાં કાંઈપણ વચન વા બુદ્ધિ ચાતુર્ય આદિની ભાવમાં મીઠાશ સૂક્ષ્મપણે રાખી હોય તો તે ક્યારેક વૃદ્ધિગત થઈ અહંભાવને ઉત્પન્ન કરે તે નિઃશંક છે. તેમ જાગૃતિ રાખતાં, વિનમ્રતા રહેવાથી તેનું (નમ્રપણાનું) અહપણું પણ ન થાય, ત્યાં સુધી સંભાળ રાખવી ઘટે છે. કારણકે આ સ્થાન વધું જોખમી છે. (૬૪૭) Page #232 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૭૭ શાસ્ત્ર અધ્યયન કરનારને ઉઘાડ વધે છે. પર્યાય દૃષ્ટિને લીધે, અનિવાર્યપણે અભિમાન (ક્ષયોપશમનું વધે છે તેની જાગૃતિ ન હોય તો ભેદ બુદ્ધિથી અનેક પડખાં, ન્યાય આદિ જાણવાની આકાંક્ષા રહ્યા કરે છે. - આમ વૃત્તિ બહારની બહાર જ ખેંચાયેલી રહે છે. અને અભેદ સ્વરૂપનું જ્ઞાન રહી જાય છે. પરંતુ અભેદ સ્વરૂપની દૃષ્ટિપૂર્વક સ્વરૂપના ઊંડાણમાં ઉપયોગ જતાં, ભેદો જણાઈ જતાં, તેથી પણ અભેદ સ્વભાવની પુષ્ટિ થાય તે યથાર્થ | સમ્યક્ પરિણમન છે. તેથી મુમુક્ષુજીને પ્રથમ જ દૃષ્ટિ પ્રગટ કરવા યોગ્ય છે. તે પહેલાં જ્ઞાન (ક્ષયોપશમી વૃદ્ધિમાં જવું નહિ અથવા દૃષ્ટિ પ્રગટાવવા અર્થે જ્ઞાનાભ્યાસ કર્તવ્ય છે; અન્ય હેતુએ જ્ઞાનાભ્યાસ ઉપકારી નથી. (૬૪૮). પાત્રતાવાન જીવ અંતરથી અસત્સંગ તથા અસત્વસંગથી પાછો વળી નિજ વિચારમાં / આત્મવિચારમાં, સત્સંગને આરાધતો થકો પ્રવર્તે છે. આત્મ-વિચાર બળવાન થવાથી પુરુષાર્થ યોગ્ય થઈ અંતર્ભેદજાગૃતિ થાય, તો મોક્ષ સમીપ છે. – આવી યોગ્યતા બને તો મનુષ્યપણું સફળ છે – અને આ રીતે મનુષ્યપણું જરૂર સફળ કરી લેવા જેવું છે. ફરી ફરી આવી તક નહિ મળે તેમ જાણી, શુદ્ધ અંતઃકરણથી, અર્થાત્ નિર્મળ પરિણામથી, આત્મહિત કરી લેવા તત્પર થવું, જેથી અનંતકાળ માટેનું બીજ રોપાય જાય. આત્મ-વિચાર બળ વર્ધમાન થતાં અંતરમાં સ્વરૂપ ગ્રહણ થવા પર્યત વીર્યની ફુરણા જાગૃત થાય તેમાં અંતર ભૂદાઈને અનુભવ થવાનો પ્રયત્ન છે–પથાર્થ પ્રયત્ન છે. જે નિષ્ફળ થતો નથી. અંતર ભેદાવું એટલે, ઊંડી ચોંટ લાગવી, જેને લીધે તત્કાળ પ્રયાસ ચાલુ થાય . અને આત્મજાગૃતિ આવે. બીજો ભાવ એમ પણ છે કે મિથ્યાત્વની ગ્રંથી ભેદાય તો તત્ક્ષણ સંસારની અનંતતાનો અભાવ થાય. (૬૪૯) આત્મહિત સાધ્યા પહેલાં માત્ર ધારણા જ્ઞાનથી ધર્મપ્રભાવના (ની પ્રવૃત્તિ) કરવા યોગ્ય નથી. આત્માર્થી જીવે એક લયથી આત્મહિતના પ્રયાસમાં તત્પર રહેવું તેમ થતાં નિશ્ચય પ્રભાવના થાય, તેમાં નિજ સુખ પીવામાં મગ્ન રહેવું–તેમ થતાં, જો શાસનની પ્રભાવનાનો યોગ હશે તો તદ્ અનુસાર સહજ વિકલ્પ આવશે; અને હોનહાર પ્રમાણે જે પ્રભાવના થવાની હશે, તે થશે. પરંતુ આત્મહિત સધાયા પહેલાં બાહ્ય પ્રભાવનાનાં સંકલ્પ કરવા નહિ, તેમાં ઘણું જોખમ છે. અર્થાત્ અહિત થવાની ઘણી સંભાવનાઓ છે. તેમ છતાં મુમુક્ષુની દશાએ તેવો યોગ્ય બાજે તો સત્પુરુષની આજ્ઞાએ અંતરમાં માન અને લોભથી અત્યંત અત્યંત જાગૃત રહી, ભવભયથી ડરતાં ડરતાં, આત્માર્થ મુખ્ય રાખી પ્રવર્તવું –યોગ્ય છે. (૬૫૦) મહાપુરુષનાં વચનોને અગંભીરતાથી વિચારવા ન જોઈએ. પરંતુ તેમાં રહેલાં ગંભીર આશયને Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અનુભવ સંજીવની સમજવા પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યાં સુધી આત્મહિતરૂપ ગંભીર આશય ન સમજાય, ત્યાં સુધી કોઈ અભિપ્રાય / નિર્ણય બાંધી લેવો તે યોગ્ય નથી પ્રાયઃ નુકસાનનું કારણ થાય છે, તેથી જિજ્ઞાસામાં રહેવું – તે મુમુક્ષુ માટે વધુ ઉચિત છે. તેમાં પણ મહાપુરુષ જ્યારે જૈનેતર - ગ્રંથ અથવા વ્યક્તિ વિશેષ સંબંધી વચન પ્રકાશતા હોય ત્યારે મતાંતરની દષ્ટિ ગૌણ કરી, તત્ત્વષ્ટિની મુખ્યતાથી વિચારતાં પરમાર્થ સમજાય છે સંપ્રદાય બુદ્ધિથી તેનો પરમાર્થ સમજવામાં ન આવે તેથી જુઓ - ૬૩૯) અહીં વિશાળ અને મધ્યસ્થ બુદ્ધિરૂપ પાત્રતા હોવી જરૂરી છે. જેમણે તિક્ષ્ણ ગુણદષ્ટિથી, ગહન ગુણદૃષ્ટિથી અન્ય મતના શાસ્ત્રોમાંથી પણ પરમાર્થ પ્રકાશ્યો, તેમની ભગવતી પ્રજ્ઞાને નમસ્કાર હો ! નમસ્કાર હો. !! (૬૫૧) આત્માર્થી જીવ દોષ ટાળવાના દૃષ્ટિકોણપૂર્વક પોતાના પરિણામમાં જાગૃત રહી અવલોકન કરે છે, તેમાં વિષય કષાય પ્રતિ ખેદ થઈ આવે છે. ક્વચિત્ પોતાનું નિર્વીર્યપણું અને પામરતા જોઈને વિશેષ ખેદ પણ થાય છે. પરંતુ માત્ર એકલો ખેદ કરીને આત્માર્થી અટકી રહેતા નથી; અથવા એકલા ખેદ ભાવોમાં રહેવું / અટકવું યોગ્ય નથી. તેવો એકાંત નિરાશા માર્ગ નથી.) તેવા ભાવથી ફરી, મહાપુરુષોના ચારિત્ર, અને વચનોનું અવલંબન ગ્રહણ કરીને, આત્મવીર્યને, પોતે આત્મગુણો પ્રતિ ઉછાળે છે. મહાપુરુષનું જે આચરણ અને વચનને આધારભૂત એવા પરમ તત્ત્વને ગ્રહણ કરવાના પુરુષાર્થમાં પ્રેરાય છે, અને જ્યાં સુધી વિજય પામતા નથી ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખે છે, અને અંતે સફળ થાય જ છે, તે નિઃસંશય છે. - આમ ખેદભાવ અને આત્મવીર્યનું સંતુલનપૂર્વક અનુસંધાન થાય, તેવો જ્ઞાનીનો માર્ગ છે. (૬૫૨) ડિસેમ્બર - ૧૯૯૦ માર્ગનું – ઉપદેશકપણું પરમગુરુ શ્રી જિન તીર્થંકરદેવને વિષે માત્ર યોગ્ય છે. અને તે દશાની અતિ નિકટ એવી આરાધક દશામાં વર્તતા નિગ્રંથ વીતરાગી સર્વસંગ પરિત્યાગી મુનીરાજ, કે જેઓ પોતે જ મૂર્તિમંત મોક્ષમાર્ગ સ્વરૂપ છે, તેમને વિષે ઘટે છે. જે છઠ્ઠા ગુણસ્થાનકે સંભવે છે. તેથી નીચેના ગુણસ્થાનકે ચોથા-પાંચમા) માર્ગ પ્રાપ્તિ થઈ હોવાથી, તેઓ દર્શાવી શકે છે, પરંતુ અંતર્બાહ્ય અવિરોધપણું ન હોવાથી, ઉપદેશપણું ઘટતું નથી, તો પછી માત્ર મુમુક્ષુપણામાં માર્ગની, તત્ત્વની, આત્માની, કે જ્ઞાનીની ઓળખાણ ન થઈ હોય, માત્ર થોડા શાસ્ત્ર અભ્યાસથી ધારણા રહી હોય, તેમણે તો ઉપદેશક ભાવે, અજાગૃત રહી, જરાપણ વર્તવું ઘટતું નથી. એ ભૂમિકામાં જિજ્ઞાસુ રહેવું તે જ યોગ્ય છે. ઉપદેશક ભાવ રહેતાં, વર્તતા, કુગુરુપણું છે, માર્ગનું વિરોધપણું છે, અને તે પ્રગટ મિથ્યાત્વ છે. પરસ્પરની ચર્ચા અને વાદ-વિવાદ પ્રસંગે, પોતે ઉપદેશક ભાવે ન વર્તે, તેવી જાગૃતિ Page #234 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૭૯ આત્માર્થીને હોય છે. નમ્ર ભાવે માત્ર પોતાની સમજણ વ્યક્ત કરી, સત્સંગ કરવાની બુદ્ધિએ પરસ્પર સમાગમ કરવા યોગ્ય છે. (૬૫૩) દર્શનમોહની તીવ્રતાએ, સ્વરૂપ અવલોકન થઈ શકતું નથી. આ સ્થિતિમાં, શાસ્ત્રથી થયેલ જાણપણું અને મંદ કષાય પણ સફળ થતાં નથી. તેથી દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપઅવલોકન દષ્ટિ પરિણમે છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ, આત્મહિતના લક્ષે જ્ઞાની પુરુષનો વિશેષ સમાગમ, ગુણપ્રાપ્તિની જિજ્ઞાસાવૃત્તિ, તથા પરમશાંતરસ પ્રતિપાદક વીતરાગ શ્રતની ઊંડી ચિંતવના . એ છે. આત્માર્થીને નિરંતર તે ઉપાસવા યોગ્ય છે. આત્મહિતની દુર્લભતા સમજીને અપ્રમાદપણે ઉપાસવામાં ન આવે તો તે આ જીવનું અવિચારીપણું છે. પારમાર્થિક મૃતનું અવલંબન ઈન્દ્રિય જય / ઇન્દ્રિય નિરોધપૂર્વક થવો ઘટે છે. ઉલ્લાસિત વીર્યથી આત્મહિત સાધવું. (૬૫૪) આત્માનો અનંત મહિમા શાથી ? નિર્મળ ચૈતન્યના અમૃતરસથી પૂર્ણ હોવાથી. (૬૫૫). છે જેને મુનિદશાની ભાવના (પુરુષાર્થ સહિત) વર્તતી હોય, તે શ્રાવક છે. (૬૫૬) અનંત શાંતિના પિંડ ઉપર દૃષ્ટિ જતાં પ્રત્યક્ષ વિદ્યમાન દેખાતા) શાંતિના શ્રોતના શ્રોત વહેવા લાગે. (૬૫૭) ધ્યેય શૂન્ય તત્ત્વ-શ્રવણ, વાંચન વગેરે નિષ્ફળ છે. (૬૫૮) સત્સંગને સકામપણે ઉપાસતાં સુલભબોધિપણું નાશ થાય. બોધ સ્પર્શે નહિ. (૬૫૯) સંશાસ્ત્ર અને સત્સંગ આત્મરુચિ, આત્મરસ અને ભાવનાના પોષણના નિમિત્ત છે. ત્યાં પણ નિમિત્ત પ્રધાનતા થાય તો ઉપાદાન ગૌણ થઈ જાય તે લક્ષ રાખવું. જેની બુદ્ધિ અનર્થ બીજાનું અહિત)માં હોય તેને પૂર્વાર્પર આગળ પાછળ પોતાનું અહિત)નો વિચાર ઉત્પન્ન થતો નથી. તે પોતાનો નાશ થતો હોય તો પણ તે સુખ માને છે. (૬૬૧) પ્રમાદ પરમ રિપુ છે –કૃત કૃત્ય દશા થયાં પહેલાં તેનો ભય રાખવો, તે નિર્ભય થવાનો Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અનુભવ સંજીવની ઉપાય છે. (૬૬૨) v જૈન શાસન એ વીતરાગ પરિણતિ છે. પોતે જ શ્રદ્ધા, જ્ઞાન, આનંદપણે પરિણમે છે, તેટલું જ જૈન શાસન છે. (૬૬૩) / શાસ્ત્ર અભ્યાસ કરી પોતામાં ઠરવું – તેટલું જ પ્રયોજન છે. (૬૬૪) જે જ્ઞાને કરી વીતરાગતા નિષ્પન્ન થાય તે જ્ઞાન ઉપદેશનું રહસ્ય છે. તે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. (૬૬૫) ચિત્તમાં પરમાર્થ સંબંધી રસ ઉત્પન્ન હોય, અથવા પરમાર્થ ભાવનો વિશેષ આવિર્ભાવ વર્તતો હોય, ત્યારે જ તે સંબંધી કહેવું કે લખવું યથાર્થ ગણાય, વા સ્વપર હિતકારી થાય અન્યથા પરમાર્થ સંબંધી કહેવું કે લખવું સ્વ-પરને ઉપકારી નથી થતું કારણ કે તે પ્રવૃત્તિ આત્મબુદ્ધિ પૂર્વક થઈ નથી. તેથી પરમાર્થનાં પ્રકરણ લખનાર અથવા કહેનારને તે કાળે વિષયને અનુરૂપ વીર્યની પ્રવૃત્તિ અંતરંગમાં થવી ઘટે તો જ તેને અનુરૂપ વચનયોગ પ્રગટે. વચન / વાણીની યથાર્થતાનું માપ અથવા પ્રમાણ આ પ્રકારે થવા યોગ્ય છે. જ્ઞાની / ધર્માત્માની વાણી હંમેશા પુરુષાર્થ પ્રેરક હોય છે, વા આત્મહિત પ્રેરક હોય છે; અને તેમનાં વચનયોગમાં ઉક્ત પ્રકારે પરમાર્થ રસની અભિવ્યક્તિ જોવા મળે છે, જે જ્ઞાની પુરુષની ઓળખાણ થવાનું કારણ પણ થાય છે. તેથી જ્ઞાની અસ્થિરતાવાળા ઉદય યોગે “કલ્પિત ભાવે પરમાર્થ પ્રકાશતા નથી તે યોગ્ય જ છે. મુનીરાજને સાંસારિક પ્રવૃત્તિ નહિ હોવાથી પરમાર્થમાર્ગનું ઉપદેશકપણું ઘટે છે, કારણ કે તેઓ પોતે જ મૂર્તિમંત મોક્ષમાર્ગ સ્વરૂપ છે; વળી તેમને એવો ઉદય-યોગ હોતો નથી, જેથી અસ્થિરતાથી પરમાર્થ પ્રકાશનમાં કૃત્રિમતા થાય. પરંતુ સહજ ૬ઠ્ઠી-સાતમાં ગુણસ્થાને ઝૂલતાં – ઝૂલતાં ઉપદેશનું કહેવું કે લખવું થઈ જાય છે. પરંતુ જ્ઞાની પુરુષ પ્રારબ્ધ - ઉદયમાં બાહ્ય પ્રવૃત્તિનું વિરોધાભાસીપણું જાણે છે, તેથી પરમાર્થ પ્રવૃત્તિ કરતાં, બહારમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ અતિ વિવેકે પ્રવર્તે છે. તેમજ અંતરમાં આત્મરસના આવિર્ભાવપૂર્વક (અસ્થિરતાવાળા ઉદયયોગના અભાવમાં પરમાર્થ સંબંધી પ્રવૃત્તિ કરે છે તે સિવાઈ કરતાં નથી. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અનુભવ સંજીવની મુમુક્ષુજીવને તો ઉપદેશકપણું જ ઘટતું નથી. તે પોતે જિજ્ઞાસાની ભૂમિકામાં છે, તેથી જિજ્ઞાસુપણે પ્રવર્તવું જ તેને યોગ્ય છે. તેમ છતાં પોતાના સ્વાધ્યાય અર્થે સત્સંગમાં બીજા મુમુક્ષુઓ સાથે પરમાર્થ વિષયક ચર્ચા આદિ કરતાં આત્મચિને પોષણ મળે તેવા લક્ષે પ્રવર્તતાં દોષ નથી. પરંતુ લોકસંજ્ઞા કે ઓઘસંજ્ઞા એ પ્રવર્તવું ઘટે નહિ, તેમજ ઉપદેશક થવાનો સ્વચ્છેદ ક્ષયોપશમને લીધે ન થાય, તેની અત્યંત જાગૃતિ રાખવી ઘટે. જીવ પરિભ્રમણ કરતાં કરતાં ક્યારેક આત્મકલ્યાણની ભાવનાથી સત્ દેવાદિનો યોગ પામી, મોહને મંદ કરવા સુધી આવે છે; પરંતુ મોહનો અભાવ થાય . ગ્રંથિભેદ થાય તે પહેલાં જ સંસાર પરિણામી થઈ પાછો વળે છે વા પાછો પડે છે, તેનું કારણ વિચારતા - શરૂઆત યથાર્થ પ્રકારે થઈ નથી, મોહ મંદ થવાનો યથાર્થ ક્રમ રહ્યો નથી. દઢ મોક્ષેચ્છા વિના સપ્રમાણ વીર્યગતિ, ઉત્પન્ન જ ન થાય, તે સ્વાભાવિક છે. અથવા સ્વલક્ષીપણું ન આવવાથી, પરલક્ષીપણામાં જ ધર્મ-સાધન થવાનું બને. તેથી ધારણા જ્ઞાનનો ઉપયોગ થઈ શકે નહિ. એ વગેરે નિષ્ફળતાના કારણો ખચીત વિચારવા યોગ્ય છે, અને યથાક્રમે યથાર્થપણે શરૂઆત કરવા યોગ્ય (૬૬૮) છે. Vક્રિોધ, માન, માયા, લોભ આ ચાર કષાય અનેક અનર્થને ઉપજાવે છે, તેનો સંક્ષેપમાં નીચે મુજબ વિચાર કર્તવ્ય છે. ક્રોધ થતાં આત્મામાં તે કાળે ઘણો ક્લેશ થાય છે. જેનાં પ્રત્યે થાય છે, તે પ્રિયજન હોય તો પ્રીતિનો નાશ થાય છે, અન્ય હોય તો વેર બંધાય અને દુર્ગતિનો બંધ પડે. બીજાને ભય લાગે તેથી દુભાય. માન થતાં વિનય નાશ પામે છે. અભિમાની જીવનું શ્રુત દુષિત થાય છે, શીલ પણ દુષિત થાય છે. વિનય કરવા યોગ્ય પ્રત્યે વિનય રહેતો નથી. બુદ્ધિમાં સંતુલન જળવાતું નથી. માયાના પરિણામ ગુપ્ત પાપરૂપ છે, તેથી તેનો અપરાધ સ્વ-પરને દેખાતો નથી.પરંતુ તે વિશ્વાસનો અથવા મિત્રતાનો નાશ કરે છે. ભવિષ્ય માટે તેનાથી દૂર રહેવાનું લોકો વિચારે છે, અથવા વર્તમાનમાં વિશ્વાસ મૂકતા ભૂતકાળને યાદ કરી દૂર રહે છે. વિપરીત શ્રદ્ધાને દઢ કરે છે. હિંસા, જૂઠ આદિ... લોભથી સર્વ અવગુણ આવે છે, અથવા સર્વ–(કોઈપણ) ગુણ (હોય તો) નો તે વિનાશ કરે છે. શાસ્ત્રમાં (પ્ર. રતિ. પ્ર.૨૯) લોભને સર્વ પ્રકારના વ્યસનનો / દુષણો આવવા માટેનો ખુલ્લો રાજમાર્ગ કહ્યો છે. આ રીતે ઉક્ત ચાર કષાયો ચારગતિરૂપ ભયંકર સંસારના કારણ જાણવા. (૬૬૯) Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અનુભવ સંજીવની સત્પુરુષને ઓળખતાં, તેમના પ્રત્યે જેને પરમેશ્વરબુદ્ધિ થઈ પરમ વિનય પ્રાપ્ત થાય, તેને જ આત્મસ્વરૂપ ઓળખાય, તે સિવાઈ અનાદિ મિથ્યાદષ્ટિને આત્મસ્વરૂપે રહેલ પરમાત્માની ઓળખાણ થઈ શકતી નથી. આવી વસ્તુસ્થિતિ હોવાથી જિનાગમને વિષે ઠામ ઠામ સત્પુરુષનો મહિમા પ્રકાશ્યો છે; તેની પ્રતીતિ થતાં સ્વચ્છંદ ન થાય-અન્યથા સ્વચ્છંદ જવો મુશ્કેલ છે. “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત” એ પદનો મર્મ પણ ઉપર્યુક્ત રહસ્યને પ્રકાશે છે. (૬૭૦) પરિણામ બે પ્રકારે કાર્ય કરે છે. એક અવલંબવા રૂપે, અને બીજું અવલંબ્યા વિના માત્ર જાણીને પ્રવર્તવારૂપે. હવે મોક્ષમાર્ગમાં શુદ્ધનય દ્વારા, એક શુદ્ધ ધ્રુવ નિજસ્વરૂપ જ અવલંબવા યોગ્ય છે, ગુણભેદ કે કોઈપણ પર્યાય અવલંબનને યોગ્ય નથી. ગુણભેદ, શુદ્ધાશુદ્ધ, પર્યાય અને નિમિત્ત કે જે વ્યવહારનયના વિષયો છે (સમકિત, શુદ્ઘનય, વીતરાગતા વગેરે પણ) તે જાણવા યોગ્ય છે, પણ અવલંબવા યોગ્ય નથી. આ બે મુદ્દા પરિણમનમાં યથાસ્થાને ન રહેવાથી જીવ અનાદિ પર્યાય દષ્ટિ હોવાથી પ્રાયઃ ઉભયાભાસી થઈ જાય છે. તેમાં (વર્તમાન) ‘પર્યાયમાત્ર હું' - એવું અવલંબન રહ્યા કરે છે, અને પોતાનું મૂળ સ્વરૂપનું લક્ષ / ભાન ન રહેવાથી, કલ્પનામાત્રપણે નિશ્ચયની શ્રદ્ધા માન્યતા કરી છે, – તેવી સ્થિતિમાં વર્તવાનું થાય છે, અને શુભયોગની પ્રવૃત્તિ પરિણામને યોગ્ય વ્યવહાર મનાય છે. જે ભ્રમ છે. આ ઉપરાંત શબ્દનય (ભાષા) ના પ્રકરણમાં એક જ દ્રવ્ય / ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે અને તેને જ ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવ સ્વરૂપે નિરૂપણ કરવો તે વ્યવહારનય છે. ત્યાં એક જ વિષય પ્રકારે કહેવાય છે. તેનું નામ નિશ્ચય - વ્યવહાર છે. (૬૭૧) – * સામાન્યપણે સ્વરૂપનો વિચાર કરવો, મનન કરવું, તેમ ઉપદેશ છે, કારણ કે જીવ ઉદયમાં ઉદાસીન / નીરસ પણાના અભાવને લીધે ઉદય પરિણામથી ઉપયોગને નિવૃત્ત કરતો નથી. પરંતુ, વિશેષપણે સત્પુરુષ એમ કહે છે કે વિચાર કર્યા કરવાથી તો વિચારમાં આત્મા પરોક્ષ રહેવાથી આત્મ-જાગૃતિ ઉત્પન્ન થતી નથી. રુચિપૂર્વક, જ્ઞાન લક્ષણે સદાય સ્ફુરિત એવા અખંડ સ્વરૂપને ગ્રહણ કરવાનો (હયાતીને વેદવાનો) પ્રયાસ થવો ઘટે, કારણ ગ્રહણ કરવામાં આત્મા પ્રત્યક્ષ છે, જ્યારે શ્રવણ–વિચારમાં આત્માની પરોક્ષપણાને લીધે પ્રાપ્તિ થતી નથી આ વિધિ-વિષયક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. (૬૭૨) જ્ઞાનમાત્ર આત્માનો નિશ્ચય થતાં અધ્યાત્મમાં તે પરમસત્ય, પરમકલ્યાણ સ્વરૂપ; અને Page #238 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૮૩ અનુભવવા યોગ્ય – પણે નિશ્ચય કરીને તેની રુચિ / પ્રીતિ થઈ તેમાંજ સંતોષ પ્રાપ્ત કરીને, તૃપ્ત થવાથી વચનાતીત આનંદની અનુભૂતિ થાય છે. તેથી જ્ઞાનમાત્ર પોતે, તેટલું જ સત્ય છે, તેટલું જ કલ્યાણ સ્વરૂપ છે, અને તેટલું જ અનુભવનીય છે. તે માટે વધુ પૂછવા . કહેવાની આવશ્યકતા નથી. કારણ રુચિ, સંતોષ અને તૃપ્તિથી ઉત્પન્ન પ્રત્યક્ષ આનંદનું વેદના થવા - હોવાને લીધે, વાંછા, કુતૂહલ આદિ રહેતા / થતા નથી. (૬૭૩) જાન્યુઆરી - ૧૯૯૧ Vજ્ઞાની પુરુષની વાણીમાં ચૈતન્યનો રણકાર હોય છે, તેનાથી જ્ઞાની પુરુષ ઓળખાય છે. એ રણકારથી આત્મામાં અપૂર્વતા લાગે અને સાથે સાથે પુરુષાર્થ ઉપડે, તો સ્વરૂપ સમીપતા થઈ જન્મ-મરણનો નાશ થઈ જાય છે. આવું અમૃત જ્ઞાનીની વાણીમાં ભર્યું છે. તેથી જ તેમની વાણીને વચનામૃત કહેવાય છે. તે ખાલી શબ્દ–અલંકાર નથી. તેવી જ રીતે દ્રવ્ય-દષ્ટિ અને સ્વરૂપભાવનાથી પ્રવાહિત થયેલાં આચાર્યો અને સત્પુરુષોનાં તીખાં વચનો તે ભાષા-અલંકાર નથી, પરંતુ તેમાં શાંત અમૃતરસના સરોવર છલકાય છે, પણ નજર જોઈએ. (૬૭૪) ધર્માત્માની નિર્દોષ પવિત્રદશા - ગંભીરતા સમજવા ઊંડી દૃષ્ટિ જોઈએ. તેમાં પણ કૃપાળુદેવની સરળતા અને નમ્રતા તો અતીવ સ્તુતિ કરવા યોગ્ય છે. બીજા કોઈને સંતાપરૂપ થવાનો સ્વપ્ન પણ વિચાર નથી. જેને, છતાં ભ્રાંતિથી કોઈને દુઃખરૂપ થયાનું લાગે તો દાસત્વ ભાવે ક્ષમા યાચના કર્યા પછી દુઃખરૂપ કોણ માને ? ઉદય પ્રસંગે કેવું સંતનું વલણ થાય છે. તેનો બોધ સ્વયં મળી જાય – તેવા સાક્ષાત્ બોધસ્વરૂપ સંતોના ચરણ પરમ ભક્તિથી સેવવા યોગ્ય છે. (૬૭૫) સ્વરૂપનિશ્ચય પરલક્ષી જ્ઞાન / વિચારમાં થતો નથી પરંતુ અંતર પ્રયોગની ભૂમિકાવાળા જીવનું જ્ઞાન સ્વ સન્મુખ થતાં સ્વસંવેદનને લીધે અર્થાત્ સ્વ સન્મુખતામાં જ્ઞાન – વેદનથી જ્ઞાનનું ગ્રહણ થતાં, યથાર્થ સ્વરૂપ નિશ્ચય થાય છે. તે જ જ્ઞાનની પ્રધાનતા વાસ્તવમાં છે, ત્યાં રાગનો સદ્ભાવ હોવા છતાં, એકન્યાયે અંશે રાગનો અભાવ કરીને નિશ્ચય કર્યો – એમ કહેવામાં આવે છે. નિજાવલોકનનો પ્રયાસ . તે રૂપ અભ્યાસ, પરલક્ષી જ્ઞાનને, સ્વલક્ષી થવાની પ્રક્રિયા છે. તે સિવાઈ માત્ર બાહ્ય-વિચાર, વાંચનની પદ્ધતિ કાર્યકારી થતી નથી. અનંતકાળમાં જીવે કદી પરસન્મુખતાને છોડી સ્વસમ્મુખતા કરી નથી. પ્રથમ સ્વરૂપ નિશ્ચય થાય, તે કાળે પુરુષાર્થ, પાત્રતા, અને સ્વસમ્મુખતા થાય તે અપૂર્વ છે. (૬૭૬) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અનુભવ સંજીવની સંગ કોનો કરવો ? તે અતિ મહત્વનો પ્રશ્ન મુમુક્ષુ માટે છે. સામા જીવની પરીક્ષા કરવામાં, તે માટેની મધ્યસ્થતા, ક્ષમતા, યોગ્યતા વગેરે અપેક્ષિત છે. તેથી તેનો સુગમ ઉપાય એ છે કે, જેના સંગથી આત્માર્થ પોસાય, વા આત્મતા પ્રત્યે પરિણામ ગતિ કરે, તે પ્રકાર પોતામાં તપાસી, તદ્ અનુકૂળ સંગ - તે સત્સંગ સમ્મત કરવા યોગ્ય છે. અથવા નિમિત્તનું જ્ઞાન આ પ્રકારે ઉપાદાન દ્વારા યથાર્થ થાય, તેવો સંગનો પ્રસંગ સમજવા યોગ્ય છે. (૬૭૭) મુખ્ય . ગૌણપણું પરિણામમાં બે પ્રકારે થવા સંભવિત છે. ઉપયોગમાં અને પરિણતિમાં. જ્ઞાનદશામાં સ્વરૂપની મુખ્યતા સદાય પરિણતિમાં રહ્યા કરતી હોવાથી, ઉપયોગમાં ઉદય પ્રસંગ મુખ્ય થાય છે. પરંતુ તે પરિણતિને પ્રતિકૂળ હોવાથી રુચતું નથી, નિષેધ આવે છે. તેથી ઉપયોગમાં આત્મા–ગૌણ થવા છતાં, જ્ઞાનદશા ચાલુ રહે છે, કારણકે પરિણતિમાં આત્મ ધ્યાન અને લક્ષ છૂટતું નથી. તેમાં તો સ્વરૂપ મુખ્ય જ રહે છે. (૬૭૮) આશ્ચર્ય છે કે પૂ. ગુરુદેવશ્રીનાં સાનિધ્યમાં(!) સેવામાં (?) સારું જીવન વિતાવવા છતાં ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વની ભેદરેખાને સમજી નહિ શકવાથી ભૂલ થાય છે ! વાદ વિવાદ અને દુરાગ્રહને સેવાય છે. ! આ દ્રષ્ટાંત મુમુક્ષુજીવને બોધ લેવા જેવું છે. યથાર્થ ક્રમથી-દઢ મોક્ષેચ્છાથી પ્રારંભ ન કર્યો હોય તો મંદ કષાયપૂર્વકના ત્યાગ - વૈરાગ્ય અને પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન સંપન્ન જીવ પ્રત્યે વ્યામોહ થઈ, તેવાનું અનુસરણ થઈ જાય છે. તેથી મોક્ષના ઈચ્છક જીવોએ દર્શનમોહની યથાર્થ મંદતા–તે રૂપ પાત્રતાપૂર્વક શ્રદ્ધાની પ્રધાનતાવાળા દૃષ્ટિકોણ વડે, અનુસરણ કરવાની નીતિ ગ્રહણ કરવી યોગ્ય છે. (૬૭૯) ભેદજ્ઞાનપૂર્વક, રાગ અને પરથી ભિન્નપણે પોતાનો અનુભવ ન થયો હોય, તો પ્રારબ્ધને ઉદાસીનપણે સહજ વેદી શકાય નહિ, ત્યાં આત્માર્થી જીવે પ્રયત્નવંત રહીને ભેદજ્ઞાનનો પ્રયોગ બળવાનપણે કર્તવ્ય છે. ધન્ય છે, તે જ્ઞાની પુરુષને, જે પ્રારબ્ધને વેદતાં, સમાધિ-વિરાધનાં થવા દેતા નથી; તેવા આત્મભાવમાં રહે છે; અને પ્રારબ્ધના તીવ્ર અનુભાગને વેદતાં વિશેષ નિર્જરા કરી, થોડા કાળમાં સિદ્ધિ પામે છે. જ્ઞાની સહજ ભાવે વર્તે છે, તેમાં સ્વરૂપ જાગૃતિ અને પુરુષાર્થ. દશા વર્ધમાન થાય તેવું સહજ હોય છે. (૬૮૦) સમકિત પહેલાં મુમુક્ષુને “અનંતાનુબંધી હોય છે, તો પણ પ્રયત્નપૂર્વક / જાગૃતિપૂર્વક ઉદાસભાવ સંયુક્ત અથવા મંદરસયુક્ત પરિણામે પરિણમવાનો મુમુક્ષુ ધર્મ છે, નહિ તો નિરંકુશ પરિણામની Page #240 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૮૫ પ્રવૃત્તિ સંભવે છે; નિર્વંશ પરિણામ થાય છે, ત્યાં ભવભય નથી, તેવા નિર્ભયપણે ભોગાદિમાં થતાં પરિણામથી મુમુક્ષુતા પણ કેમ રહે ? (૬૮૧) જ્ઞાની પોતાનું ઉપજીવન / આજીવિકા પૂર્વ પ્રારબ્ધ અનુસાર કરે છે, તેમાં પોતાની દશાને હાનિ થાય તેમ કરી, પ્રવૃત્તિ કરતા નથી. તદ્ અનુસાર મુમુક્ષુજીવે સાવધાની / જાગૃતિ વિશેષ રાખી પ્રારબ્ધ ભોગવવા યોગ્ય છે, મુખ્યમાં મુખ્યપણે એ વાતનું લક્ષ રાખવા યોગ્ય છે કે આત્મકલ્યાણથી વિશેષ જગતમાં કોઈ પદાર્થ નથી. તેથી કોઈ પદાર્થ કે પ્રસંગને તેટલી અધિકતા ન આપવી ઘટે, જેથી નિજ હિતને નુકસાન થાય. જો કે બળવાન ઉઘ્ય કાળે, તેવી ધીરજ રહેવી વિકટ છે, બહુ વિકટ છે, તોપણ પ્રયત્ન સાધ્ય હોવાથી, પ્રયત્ન કર્તવ્ય છે. (૬૮૨) દાનના પાત્રમાં ઉત્કૃષ્ટ મુનિભગવાન છે. મધ્યમ દેશવિરતી શ્રાવક છે. જઘન્ય અવિરતી સમ્યક્દષ્ટિ છે. તેમજ જિનાયતન અને સત્શાસ્ત્રાદિની પ્રવૃત્તિ સ્થાન છે. તે સિવાઈ, સંસારમાં દુઃખી પ્રાણી પ્રત્યેની કરુણાથી દેવામાં આવતું દાન તે લોકિક છે. તે ગૌણતાએ થવા યોગ્ય છે, આ સિવાઈ, આત્માર્થી જીવને, ધર્મપામે – તેવી બુદ્ધિથી વાત્સલ્યભાવે મદદ કે દાન દેવામાં આવે, તે યોગ્ય છે, તોપણ એ માટે સાવધાની રાખવા યોગ્ય છે કે તે લેવાની વાછામાં રહ્યા કરે અથવા લેવાની વાંછાવાળાની વૃત્તિને પોષણ મળે, તેમ થવું ન ઘટે. (૬૮૩) ઉપદિષ્ટ વચનો, બોધ / સિદ્ધાંતોની સમજણ થયા છતાં, ક્રમ વિપર્યાસ અંગેની સમજણ વિના, અક્રમે પ્રવર્તતાં, નિર્ધારીત સફળતા મળતી નથી. તેથી સન્માર્ગને ગવેષવા ઈચ્છતા મુમુક્ષુજીવને મૂંઝવણ થવી સ્વાભાવિક છે, અને ક્રમ છોડીને સદ્વિચાર અને સત્ સિદ્ધાંતને અનુસરવાનો પ્રયત્ન કરતાં માર્ગની અને સિદ્ધાંતની પ્રતીતિ આવે છે, તોપણ આગળ નહિ વધી શકાતું હોવાથી મૂળ સમસ્યાનું સમાધાન થતું નથી. તેવી પરિસ્થિતિ પ્રાયઃ થાય છે; ત્યાં સમાધાન એમ છે કે, જો ક્રમથી જ શરૂઆત કરવામાં આવે તો, સહજપણે આગળ વધાય છે, તેટલા પ્રમાણમાં પરિણામો સ્વકાર્ય કરવા લાગી જાય છે. અને ચમત્કારિક રીતે માર્ગનો વિકાસ સધાય છે. જાણે કે મુમુક્ષુએ ભીતરમાં કોઈ નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો ન હોય ! અને તે અલૌકિક દુનિયાનો પ્રવાસ - વિહાર થવા લાગે છે. આ માર્ગ પ્રાપ્તિ માટેની નિયતિ છે. (૬૮૪) // કોઈપણ વૃત્તિ / મન ઉપર નિયમન લાદવું અર્થાત્ દમન કરવું એ અવૈજ્ઞાનિક છે, વા કૃત્રિમ છે. અર્થાત્ કુદરત વિરુદ્ધ છે, તે શાંતિ મેળવવાની રીત નથી, – ઉન્માર્ગ છે. પરંતુ તેનું નિરીક્ષણ કરતા રહેવું અર્થાત્ અવલોકનનો અભ્યાસ કરવાથી તેનો વેગ ગળી જાય છે, ક્ષીણ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અનુભવ સંજીવની થઈ જાય છે અને સહજપણે શાંતિની દિશા પ્રાપ્ત થાય છે, જે વૈજ્ઞાનિક છે. નિરીક્ષણ દ્વારા વૃત્તિને સમજવાનું થાય છે, તેટલું ગ્રંથ વાંચવાથી કે ઉપદેશ વચન શ્રવણ કરવાથી થતું નથી. ઉપરાંત નિરીક્ષણ આગવું અને યથાર્થ ઉપશમન (વૃત્તિનું થાય છે–તે વિશેષ વાત છે. (૬૮૫). તત્ત્વ-જિજ્ઞાસાનું અનુમોદન કરવા યોગ્ય છે. તોપણ કુતૂહલ વૃત્તિ, માત્ર જાણપણું વધારવાની કુતૂહલ વૃત્તિનું અનુમોદન જરાપણ કરવા યોગ્ય નથી. પરલક્ષી જ્ઞાન અને પરરુચિ / અનાત્મરુચિ આત્મહિતને નુકસાનકારક હોવાથી, તેવા પરિણામને જિજ્ઞાસાના અંચળા નીચે પોષણ ન મળે, તેની સાવધાની રાખવા યોગ્ય છે. સામાન્યત: અનાદિ પરરુચિને લીધે જાણપણું વધારવાની, – સંગ્રહ કરવાની, સંગ્રાહક વાસના, જીવને થઈ જાય છે. તેથી ચેતવું જોઈએ. અને યથાર્થ જિજ્ઞાસાપૂર્વક આત્મરુચિને પોષણ આપવું જોઈએ તેમજ જ્ઞાનમાં સ્વલક્ષીપણું આણવું જોઈએ. (૬૮૬) પ્રત્યેક કાર્ય યથાર્થ થાય, તેવો અભિપ્રાય હોવો જોઈએ, તેથી યથાર્થ સમયે યથાર્થપણે અને અચુકતા વડે કાર્ય થાય તેમ શીખવું જોઈએ, તે સફળતાનો વૈજ્ઞાનિક ક્રમ છે. કાર્યની યથાર્થતા, તે કાર્યની સુંદરતા છે, અને તેનાથી નિપુણતા અને ક્ષમતા નીપજે છે. શક્તિનો અપવ્યય થતો નથી–અથવા તો સમય અને શક્તિનું પૂરું વળતર મળે છે. શક્તિના વિકાસનો આધાર પણ યથાર્થતા ઉપર છે, જેમકે યથાર્થ સુવિચારણાથી આત્મજ્ઞાન પ્રગટ થાય છે. (૬૮૭) મોક્ષમાર્ગમાં સ્વસંવેદન જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે. વિજ્ઞાનઘન થતો જાય છે, એટલે જ્ઞાનમાં જ્ઞાનવેદન ઘનિષ્ટપણાને પામતું જાય છે. ઉપર ઉપરના ગુણસ્થાને, આ વેદન ઘનિષ્ટ હોય છે. તેથી જ મુનિદશામાં વેદનની ઘનિષ્ટતાને લીધે, અન્ય દ્રવ્યભાવ જ્ઞાનમાં પ્રતિભાસતાં છતાં જ્ઞાન અત્યંત નિર્લેપ ભાવે સહજ રહે છે; ઉપસર્ગ પરિષહોની અસર પણ, જ્ઞાનને જણાવા છતાં થતી નથી - કેવળજ્ઞાનમાં સંપૂર્ણ જ્ઞાનઘનપણું હોવાથી લોકાલોક પ્રતિભાસવા છતાં પણ, જ્ઞાન સંપૂર્ણ સ્વસંવેદનમાં રહે છે. જે અરિહંત પ્રતિમામાં પ્રસિદ્ધ થાય છે, અને જિનેન્દ્ર દર્શનમાં તેવું પૂર્ણ ઘનિષ્ટ સ્વસંવેદન, દર્શનાર્થીને નિજ સ્વસંવેદનનું સ્મરણ અથવા જાગૃતિનું નિમિત્ત થાય છે. અહો ! શાશ્વત જિનપ્રતિમા એ કુદરતનો કેવો પારમાર્થિક-સંકેત છે !! સત્ય, સત્યધર્મ, સત્યધર્મના નિમિત્તો, અનાદિ અનંત વિશ્વમાં મોજૂદ છે. કેવી ગંભીર અને કુદરતી ઘટના ! રચના ! આત્મહિત / પરમાર્થના પ્રયોજનવાન માટે સહજ નૈસર્ગિક વ્યવસ્થા !! (૬૮૮) Page #242 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૮૭ જેમ મોક્ષની પ્રાપ્તિની શરૂઆત સમ્યક્દર્શનથી છે, તેમ મોક્ષમાર્ગની પ્રાપ્તિની શરૂઆત પૂર્ણતાના લક્ષથી છે. બંન્ને વૈજ્ઞાનિક હોવાથી સહજતાના ઉત્પાદક છે, અર્થાત્ બંન્ને પર્યાયના અકર્તૃત્વને ઉત્પન્ન કરનાર છે. તેથી મુમુક્ષુજીવે કૃત્રિમતાથી શ્રેય પ્રાપ્તિનો અભિપ્રાય છોડી સહજતા અંગીકાર કરવા યોગ્ય છે. પૂર્ણતાનું લક્ષ હોય તેને ઉપદેશબોધ ગ્રહણ કરવામાં કૃત્રિમતા થતી નથી; અથવા તો વિધિ-નિષેધના પ્રકરણમાં, ઉપદેશ ગ્રહણ મુમુક્ષુ જીવ કર્તૃત્વપણે પ્રાયઃ કરે છે; અને તેથી નિર્ધારીત સફળતા મળતી નથી, તેવી સ્થિતિમાંથી તે બચી જાય છે, અને સફળતા પ્રત્યે યથાર્થ પ્રકારે આગળ વધે છે. માર્ગમાં આગળ વધવામાં જો યથાર્થતા હોય તો દરેક તબક્કે સંતુલન રહે છે. (૬૮૯) ફેબ્રુઆરી - ૧૯૯૧ ભાવ સંતુલનના વિષયમાં, અભિપ્રાય અને આચરણ વચ્ચે મુમુક્ષુજીવ અને સાધકને સંતુલન જાળવવાનું થાય છે. અભિપ્રાય તત્ત્વદૃષ્ટિપૂર્વક, ધ્યેય પ્રત્યયી હોવો ઘટે છે, જે સદાય અફર હોય છે. જ્યારે આચરણ ભૂમિકા અનુસાર અથવા શક્તિ અનુસાર હોય, બંન્ને વચ્ચે સંતુલન જળવાતા ક્રમિક વિકાસ સધાય છે. સંતુલન ગુમાવતાં પતન થાય છે, અથવા નુકસાન થાય છે. વજન તો અભિપ્રાય ઉપર હોય છે, આચરણ ગૌણ રહે છે. તેથી આચરણનું અહમ્’ ન થાય. ‘પૂર્ણતાના લક્ષે' પ્રત્યેક ભૂમિકામાં સહજ સંતુલન જળવાઈ રહે છે; અન્યથા સંતુલન જળવાઈ શકે નહિ. આચરણમાં શુભભાવો થાય, પરંતુ શ્રદ્ધા - જ્ઞાન પૂર્વક અભિપ્રાય વડે તેનો નિષેધ થાય. - આમ વિધિ નિષેધથી સહજ કાર્ય સિદ્ધિ છે. (૬૯૦) જ્ઞાન સામાન્ય ધારાવાહી પરિણમી રહ્યું છે, પરંતુ શેયાકારોની રુચિ, મુખ્યતા, અને આકર્ષણ હોવાથી તેનો આવિર્ભાવ થઈ રહ્યો છે. આશ્ચર્ય છે કે, જ્ઞાન વિશેષના આવિર્ભાવથી આકુળતા, અતૃપ્તિ થવા છતાં, જીવ જ્ઞાન સામાન્ય પ્રત્યે વલણ કરતો નથી, અથવા તેમ કરવામાં ધ્યાન ખેંચાતું નથી. સ્વરૂપની ઓળખાણ અને મહિમાથી સહજપણે સામાન્ય સ્વભાવના આકર્ષણથી અનેકાકાર જ્ઞાન પ્રત્યે ઉદાસીનતા અને નીરસપણું થાય છે, અને સ્વરૂપ ગ્રહણના પ્રયાસમાં, જ્ઞાન સામાન્યનો સહજ આવિર્ભાવ થાય છે . આ વિધિ છે. (૬૯૧) વીતરાગ માર્ગમાં, રાગની ઉપાદેયતા નથી. તેમ છતાં માર્ગમાં પ્રવર્તતાં ધર્માત્માને સાધકપણાને લીધે રાગાંશ વર્તે છે, તેની સહજ સ્થિતિ હોવાથી, ચોક્કસ મર્યાદા પણ છે. એટલે કે જે તે ભૂમિકામાં સહજ સ્થિતિએ જે રાગાદિ હોય, તે હોય જ. તેની ઉપાદેયતા ન હોય તો પણ તે હોય જ, તેમ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અનુભવ સંજીવની ન જાય તે તને મારા પર જાણવું તે યથાર્થ અને ન્યાય સંગત છે. જો તેમ ન હોય તો અવશ્ય ત્યાં તે ભૂમિકાની સાધકદશા તો નથી, પરંતુ તે ભૂમિકાથી નીચી કોટીની અશુદ્ધતાનો સદ્ભાવ અથવા વિપર્યાસનો સદ્ભાવ હોય છે. વળી ભૂમિકાને અયોગ્ય / અનુચિત રાગાદિ હોય ત્યાં તો, અંતર વીતરાગતા સંભવતી જ નથી અથવા મુમુક્ષતા પણ સંભવતી નથી. (જો મુમુક્ષુને યોગ્ય ભૂમિકાના પરિણામ ન હોય, તો વિરાધક ભાવોનું અવશ્ય પ્રાબલ્ય હોય છે.) (૬૯૨) અકૃત્રિમ સહજ સ્વભાવ સાથે, પરિણામ સહજ ભાવે થાય તો શોભે છે, અથવા સ્વાભાવિકપણું અને સહજતા હોય ત્યાં જ યથાર્થતા વા સમ્યકતા હોય અન્યથા હોય નહિ. સ્વદ્રવ્યનું કર્તા-કર્મપણું સહજ અકર્તાભાવે પૂર્ણતાના લક્ષે પ્રારંભથી જ ચાલુ થાય છે; અને રાગના કર્તાપણાને મૂળથી છેદી કર્તા-કર્મની મિથ્યા પ્રવૃત્તિનો નાશ કરી, અપૂર્વ સમ્યકત્વને નિર્વાણને આપનારું) પ્રાપ્ત થાય છે તેથી જ :– શ્રી સમયસારજીમાં પરભાવ અને પારદ્રવ્યના કર્તાપણાને સંસારનું મૂળ અથવા અજ્ઞાનનું ફળ દર્શાવ્યું છે. માટે એમ કહે છે કે કર્તા-કર્મપણું અજ્ઞાનને લીધે છે અને જ્ઞાનને લીધે અકર્તાપણું / જ્ઞાતાપણું છે. (૬૯૩) મુમુક્ષુને વિચારની ભૂમિકામાં તત્ત્વસંબંધી સમજણ થાય છે, તેમાં રસ/બળનું પ્રમાણ, પરોક્ષપણું હોવાને લીધે સામાન્ય અથવા અલ્પ હોય છે. પરંતુ અવલોકનની ભૂમિકામાં અનુભવનું પ્રત્યક્ષપણું હોવાથી, જ્ઞાનબળ, પ્રતીતિ, કાર્યરસ, વિશેષ હોવાથી તે પરિણમન થવાનું કારણ થાય છે. તેથી માત્ર વિચાર–જ્ઞાનથી કાર્ય સિદ્ધિ થતી નથી – અથવા વિચારવાથી જ્ઞાન કેળવાઈને ભાવભાસન થઈ શકે નહિ. ભાવભાસન થવા માટે પ્રયોગ અનિવાર્ય છે, તેથી માત્ર વિચારની પદ્ધતિ, પરિણમન થવા અર્થે પર્યાપ્ત નથી. તેમાં ધ્યેય શૂન્યપણાને લીધે, થાક લાગે છે. પ્રયોગ ધ્યેયના લક્ષે થતાં, તેમાં થાક લાગતો નથી, પરંતુ કાર્ય રસ વૃદ્ધિગત થતો જાય છે. (૬૯૪) હું પ્રત્યક્ષ જ્ઞાનમાત્ર ભાવ છું. આમાં આખું સમયસાર આવી જાય છે. સાધ્ય-સાધક અધિકારમાં ઉક્ત વચનામૃત ભગવાન અમૃતચંદ્ર આચાર્યદેવનું છે. તેમાં અન્ય શેયને જાણવું તે ભ્રાંતિ કહી છે. તેમાં યજ્ઞાયક સંકરદોષનો નિષેધ કર્યો છે. પરંતુ ત્યાં સ્વપર પ્રકાશક પણાનો - સ્વભાવનો . નિષેધ કર્યો નથી, તેમ સમજવા યોગ્ય છે. શ્લોક . ર૭૧નું તાત્પર્ય એ છે કે – હું પોતાને / સ્વરૂપને વેદ્ય વેદકરૂપે જાણું છું. (અભેદ અનુભવરૂપે ત્યાં અન્ય શેયથી શું પ્રયોજન Page #244 -------------------------------------------------------------------------- ________________ છે ? અનુભવ સંજીવની ૧૮૯ (૬૯૫) ઉપયોગને અંતરંગમાં જ્ઞાન સામાન્ય ઉપર અનુભવ દૃષ્ટિએ લઈ જવો; અનુભવ દૃષ્ટિ ‘હું પણા' રૂપ હોવાથી, જ્ઞાન સામાન્ય સર્દેશ અતિ નિકટ દ્રવ્યમાં ‘હું પણું’ સહજ આપોઆપ આવે છે. આમ અંતરંગમાં ભેદજ્ઞાન થવા યોગ્ય છે. ઉલ્લાસીત વીર્યથી અર્થાત્ આત્મહિતના ઉલ્લાસપૂર્વક સહજ પ્રયત્ન - વારંવાર સ્વસમૂખતાનો કર્તવ્ય છે, ધારાવાહી રહે ત્યાં સુધી. તે શુદ્ધ ઉપયોગનું કારણ છે. (૬૯૬) જ્ઞાનમાં સ્વયંનું વેદન સહજ સ્વભાવને લીધે હોય છે, તો પણ સ્વાનુભવ કાળે, જે સ્વસંવેદન થાય છે, તેમાં ઘનિષ્ટ સંવેદન હોય છે. આ સ્વસંવેદનની તારતમ્યતા ઘણી હોય છે, કારણ કે તે સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને ઉત્પન્ન થયેલ છે, અને સ્વસંવેદનપૂર્વક સ્વભાવ અને પૂર્ણતાની પ્રતીતિનું વેદનરૂપ કારણ આ સ્વસંવેદનને ઘટ્ટ બનાવવામાં ભળે છે. તેથી વિશ્વની સમસ્ત અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓથી પર થઈને તે વર્તે છે. તેમજ પૂર્ણ સ્વસંવેદન કે જેની તારતમ્યતા અનંત છે, તેનું કારણ પણ વર્તમાન સ્વસંવેદન (નિયમથી) છે. આ સ્વસંવેદન તે આત્માનું જીવન છે, પવિત્ર જીવન છે. અહીં વેદનમાં જીવતું આત્મતત્ત્વ ઉપલબ્ધ છે. ગ્રંથ ગ્રંથોમાં તેની સ્તુતિ જોવા મળે છે. અમૃતરસનો કંદ આત્મા છે. તેનું રસા સ્વાદન સ્વસંવેદનમાં છે ત્યાંથી ખસતાં અન્ય સર્વ ક્લેશરૂપ છે. શુદ્ધોપયોગકાળે, રાગનો અભાવ (જે વેદનમાં પ્રતિબંધક હતો) થવાને લીધે જ્ઞાનવેદન આવિર્ભૂત થાય છે. (૬૯૭) અધ્યાત્મશાસ્ત્ર, જો દર્શનમોહ ઘટ્યો છે જેનો, તેવા પાત્ર મુમુક્ષુજીવને અવગાહનમાં આવે, તો પરમાર્થ પ્રત્યેના પરિણમનમાં સમીપતા થાય છે, નહિ તો માત્ર ધારણાનો વિષય રહી જાય, અને દર્શનમોહપૂર્વક ઉદયભાવોમાં તીવ્ર ૨સે કરીને પ્રવર્તવું થાય. જેમાં ઉદાસીનતા/ ઉપેક્ષા થવી જોઈએ, તેવા ઉદય પ્રસંગોમાં નીરસતા થયા વિના, અધ્યાત્મ-બોધની અસર થાય નહિ. ત્યાં જાગૃતિનો અભાવ હોય તો જાણપણાનું દુષ્ટ અભિમાન પણ થયા વિના રહે નહિ. તેથી અધ્યાત્મ શાસ્ત્ર જ્ઞાનીપુરુષની આશાએ, તેમના સાનિધ્યપૂર્વક અવગાહવવું ઉચિત છે, વા તીવ્ર મુમુક્ષુતા / પાત્રતાની ભૂમિકામાં અધ્યયન થવું હિતકારી છે. દર્શનમોહની તીવ્રતાવાળા જીવને નિશ્ચયની વાતો પ્રાયઃ સ્વચ્છંદનું કારણ થાય છે. (૬૯૮) ભેદજ્ઞાન, અંતરંગ સૂક્ષ્મ અનુભવદૃષ્ટિ વડે કરાય છે. તેમાં જ્ઞાન પ્રકાશરૂપે, – નિરાકૂળભાવે, પોતારૂપે, અનુભવમાં આવે, અને રાગ આકુળતાભાવે, જડ વા અંધકારરૂપે, પરપણે જણાય - Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અનુભવ સંજીવની સહજપણે જુદા અને વિરુદ્ધ પ્રકારના ભાવો જેમ છે તેમ જુદા જ જણાય વા વેદાય, જો તથારૂપ અંતર અભ્યાસ હોય તો....આ મોક્ષનું કારણ પરમ પ્રેમે સેવવા યોગ્ય છે, વા ઉપાસવા યોગ્ય (૬૯૯) છે જેની દશા મોહ રહિત થઈ છે, એવા નિર્મોહી પુરુષની દશાનું બહુમાન . ભક્તિ, ભક્તિ કરનારના દર્શનમોહને ગાળી નાખે છે, અથવા આવા ભક્તિવાનના મોહનો અનુભાગ સહજ ઘટી / તૂટી જાય છે, તે નિઃસંશય છે. આ રહસ્ય ભક્તિનું સ્વરૂપ છે, જે સહજપણે નિષ્કામ સ્વરૂપે જ હોય છે. મોહનો અભાવ થવો દુષ્કર છે, તો પણ સુગમતાથી થવા અર્થે મહાપુરુષોએ તે ભક્તિ બોધેલ છે. તોપણ તેવા નિર્મોહી મહાત્મા હોવા / મળવા જોઈએ. જે ધરાતલ પર એવા આત્મા વિચરે છે, તે ધરા પણ ધન્ય છે. સપુરુષની વિદ્યમાનતાનું દુર્લભપણું ત્રણે કાળને વિષે રહ્યું છે. તો આ કાળે દુર્લભ હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરંતુ મુમુક્ષુજીવને આશ્રય ભક્તિની ભાવનામાં રહેવા જેવું છે. અવિદ્યમાનતા જોઈ ભાવના છૂટી જાય વા મંદ પડી જાય તો પાત્રતાનો અભાવ છે, પાત્રતાવાળાને ભાવનામાં ફેર પડે નહિ. (૭OO). માર્ચ - ૧૯૯૧ સ્વરૂપ પ્રત્યક્ષપણું – અનંત પ્રત્યક્ષતાના ભાસન વિના પુરુષાર્થનો અંતર્મુખી વેગ જેવો ઉપડવો જોઈએ તેવો ઉપડે નહિ, અને ત્યાં સુધી વિચારની ભૂમિકામાં જ અટકવું થાય; અથવા ત્યાં સુધી ઉદયભાવથી ભિન્નતા થાય નહિ. ઉદયમાન સંયોગો અને ઉધ્યભાવો સાથે માત્ર સંયોગ સંબંધ પ્રારબ્ધયોગે છે, તોપણ સ્વરૂપની અનંત પ્રત્યક્ષતા જ તે સર્વથી પ્રત્યક્ષ ભિન્નતાની પ્રતીતિ કરાવી, વાસ્તવિકપણે ભિન્નતાનો અનુભવ કરાવે છે, જેથી વિષમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થવા છતાં, જ્ઞાની પુરુષો અવિષમ ઉપયોગે વર્યા છે, વર્તે છે અને વર્તશે; એવા અવિષમ ઉપયોગને ધારણ કરનારને . નિરપેક્ષ ભાવે રહેનારને નમસ્કાર હો. !! સ્વયંના પરમપદને – પરમાત્માને – અભેદ ભાવે વેદતાં, ઉપયોગમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, તપ, નિયમ, લબ્ધિ અને ઐશ્વર્ય સમાય જાય છે–આવું મૂલ્ય અંકાયા વિના શુભ ભાવોની રુચિ ફરે નહિ. (૭૦૧) - બાહ્યવૃત્તિ છૂટવા અર્થે બાહ્ય પ્રસંગો અને વૃત્તિનું નિરર્થકપણું ભાસવું ઘટે છે, અને બાહ્યવૃત્તિનું ઉપાધિપણું ખટકે તો જ ઉદાસીનતા આવે; પરમાર્થનો વિષય ત્યાં સુધી લક્ષગત થવો દુર્લભ છે. લક્ષ વિનાની ધારણા બાહ્યવૃત્તિને રોકી શકે નહિ. તેથી તત્ત્વ-અભ્યાસની પ્રવૃત્તિમાં વર્તતા મુમુક્ષુઓએ Page #246 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની અસ્તિ-નાસ્તિ બંન્ને પડખાની જાગૃતિપૂર્વક પ્રવર્તવું ઘટે. * થાય. ૧૯૧ સત્-સ્વરૂપની પ્રાપ્તિ અર્થે, દર્શનમોહ પાતળો પડ્યે, પ્રાપ્તિની સહજતા / સુગમતા થાય છે. તે દર્શનમોહ પણ સુગમપણે ઘટવાનો ઉપાય એમ છે કે ઃ– સત્પુરુષના વચનની પ્રતીતિ આત્મહિત અર્થે એવી દૃઢ વર્તે કે અંશમાત્ર તેમાં વિકલ્પ થવાનો અવકાશ ન હોય. સત્પુરુષની આજ્ઞાની અપૂર્વ રુચિ એવી રહે કે પ્રાણથી પણ અધિક સમજી આજ્ઞામાં રહેવું (૭૦૨) સર્વાર્પણભાવે સત્પુરુષની ભક્તિ હોતાં સ્વચ્છંદ નિરોધ સહેજે થાય, દોષ ગળે, પરમ વિનયથી માન ગળી જાય, અપૂર્વ જિજ્ઞાસામાં (સત્ની) રહેવું થાય. (૭૦૩) - * ૮૮ ભાવભાસન થયા વિના, નિજ અધ્યાત્મ તત્ત્વનું ચિંતવન, કાલ્પનિક, કૃત્રિમતાયુક્ત, હોવાથી વ્યામોહ ઉપજાવે છે. પરિણામે તેવું ચિંતવન પ્રાયઃ શુષ્કતા, સ્વેચ્છાચારીપણું, અને ઉન્મત્ત પ્રલાપતા ઉપજાવે છે. તેથી સ્વરૂપાનુભવી પુરુષોએ જિનેશ્વરની ભક્તિ દ્વારા, સ્વચ્છંદ નિરોધ કરાવી, સ્વરૂપ પ્રતિ સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતાના હેતુથી, ભાવનામયપણું ઉત્પન્ન થાય તેવો માર્ગ અપનાવ્યો છે. કારણકે યથાર્થ મૂળ દષ્ટિથી જોઈએ તો જિનેશ્વરની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. આ પ્રકારે જિનપ્રભુની સ્થાપના પણ ઉપકારી છે. જાણે કે ઉન્માર્ગે જતાં ને રોકી, સન્માર્ગે વાળે છે. અહો ! મહાપુરુષોની આશય ગંભીરતા !! અને નિષ્કારણ કરુણા !! અહો અહો !! (૭૦૪) - સત્સંગના અભિપ્રાયથી સમુહ સ્વાધ્યાય થવા યોગ્ય છે, ઉપદેશકના અભિપ્રાયથી નહિ. કારણકે પોતાની દશામાં બોધબળ પ્રગટ કરવું છે. તેથી દશાની પ્રગટતા વિના અથવા પ્રગટ કરવાના પ્રયાસ વિના મિથ્યા–ઉપદેશની પ્રવૃત્તિથી ઉલટાનું બોધબળને આવરણ થાય એમ જાણી આત્માર્થી જીવે સાવધાની રાખી, નિરાવરણ થવાના ઉદ્દેશપૂર્વક પ્રવર્તવું ઘટે. બીજાને ઉપદેશ દેતાં, અથવા પ્રેરતાં, અથવા આગ્રહ કરતાં, ઉપરોક્ત વાતને લક્ષમાં લઈ, મૌન રહેવું હિતાવહ છે, અથવા શ્રેયસ્કર છે, વગર વિચાર્યે આ જીવ સિદ્ધપદ સુધીનો ઉપદેશ અનંતવાર કરી ચૂક્યો છે, પણ તેથી કોઈનું કલ્યાણ થાય નહિ, માત્ર લોકસંજ્ઞા વધે અને તેથી પોતાનું જ અહિત થાય. (૭૦૫) મુમુક્ષુજીવ દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ પ્રતિ બહુમાન, ભક્તિ, વિનયાદિ કરે છે. તોપણ તેમાં બે પ્રકાર પડે છે. યથાર્થ અને અયથાર્થ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અનુભવ સંજીવની યથાર્થ પ્રકારે જો ઉપરોક્ત પરિણામો હોય, તો સર્વત્ર તેવા પરિણામો સહજ રહે અર્થાત્ દેવ, ગુરુ, શાસ્ત્ર અને કોઈપણ પ્રસિદ્ધ . અપ્રસિદ્ધ પુરુષ વિષયક પ્રભાવનાનો પ્રસંગ ઉદયમાન થતાં, ભક્તિ, વિનયાદિમાં ફેર પડતો નથી. પરંતુ અયથાર્થતામાં જીવ કોઈ અવાંતર હેતુથી અથવા વિપરીત અભિનિવેષને લીધે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના કોઈને કોઈ બહાને નિષેધ કરે છે, અને તેના પરિણામોને વિવેક સમજીને સેવે છે, અથવા વિપર્યાસને દઢ કરે છે. કોઈ એક પ્રસંગે વિરૂદ્ધતા થવાનું કારણ એ કે યથાર્થતામાં જીવ આવ્યો નથી. પરંતુ અન્યત્ર પોતાના પરિણામ ભક્તિ – વિનયના થતા હોવાથી, પોતે ભૂલ કરતો નથી, તેવા ભ્રમમાં રહી જાય છે. - આમ ગંભીર ભૂલ થઈ જાય છે, જે કાળે કરીને સ્થળ ગૃહિત મિથ્યાત્વ ઉત્પન્ન કરાવે – તેના બીજભૂત (૭૦૬) જ્ઞાનદશામાં નિજ ચૈતન્યમૂર્તિમાં વ્યાપ્ય-વ્યાપકભાવે સુખાનુભવ અર્થાત્ અમૃતરસનું આસ્વાદન થાય છે, જે સ્વાદના વશીભૂત સમસ્ત વ્યવહાર રત્નત્રયના પરિણામ જેમાં મનની શાંતિ / શાતાનું વેદન હોય છે.) પ્રત્યે પણ સહજ ઉદાસીનતા થઈ જાય છે. દેવાદિક પર દ્રવ્ય પ્રત્યેના પરિણામમાં એકાકાર ભાવે રસ અથવા જાગૃતિ રહેવી–થવી, તે સ્વભાવના અરસપણાને પ્રદર્શિત કરે છે. તેથી બાહ્ય પદાર્થ આશ્રિત બહિર્મુખ પરિણામોથી કાંઈ લાભ નથી, તે ન્યાય તીરની જેમ વાગ્યા વિના બાહ્ય ભાવોમાં જે બહિર્લક્ષ છે, તેના ઉપર અસર થાય તો અને ત્યારે જ ઉન્મુખતાનો પુરુષાર્થ બદલાઈને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ થાય. તેથી મુમુક્ષુજીવે બાહ્યભાવો થવા કાળે, બાહ્ય લક્ષનું નુકસાન સમજી, અંતર્લક્ષમાં આવવું ઘટે; અને તીવ્ર બાહ્ય રસ થવા કાળે ક્ષોભ (અંતરમાં) થવો ઘટે. (શુભ-અશુભ બન્ને પ્રકારમાં) (૭૦૭) પ્રારબ્ધ અનુસાર ઉદયમાન સંયોગોની મધ્યે રહેવા છતાં, જેમની દશા ભિન્ન અથવા નિરાળી વર્તે છે, આશ્ચર્યકારક એવી તે ચૈતન્યમૂર્તિ વિકલ્પને સ્પર્શતી પણ નથી, એવા જ્ઞાની પુરુષ મળ્યા પછી પણ જે મુમુક્ષુ થઈ, રસ-રુચિથી, કામનાએ કરી, આત્મભાવે, સ્વચ્છંદપણે, મીઠાશ વેદી, અધિકાઈ આપીને, જ્ઞાની પુરુષનાં વચનરૂપ આજ્ઞાની ઉપેક્ષા કરીને, અનઉપયોગપરિણામી થઈને, એટલે કે આત્માના અહિત સંબંધી જરાપણ સાવધાનીનો અંશ ન હોઈ, ઉદયને / સંસારને ભજે છે, તેને ખરેખર જ્ઞાની મળ્યા જ નથી, અને તે જીવ તીર્થકરદેવના માર્ગની બહાર છે. ખરા મુમુક્ષુને તો ઉદયમાં ઊભા રહેવું પડે તેનો ત્રાસ વર્તે છે, ઉદયમાં પ્રતિબદ્ધપણારૂપ ભાવ ભયંકર યમ દેખાય, તો જ ત્યાંથી ખસવાનો પ્રયત્ન થાય. (૭૦૮) / વર્તમાનકાળમાં સત્સંગની ઘણી હાનિ થઈ ગઈ છે. તે બાબતમાં ઘોર અંધકાર વ્યાપી ગયો Page #248 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૯૩ છે. ઓઘસંજ્ઞાએ, પ્રસિદ્ધિ પ્રાપ્ત જ્ઞાનીપુરુષો (જે વિદ્યમાન નથી.) તેમના વચનોનો કલ્પિત અર્થ સમજી, મતિકલ્પનાએ માર્ગનું આરાધન, સંપ્રદાય બુદ્ધિએ થવા લાગ્યું છે. યથાઃ— પદ ગાવા’ માત્રને ભક્તિ સમજીને તે પ્રવૃત્તિની પ્રધાનતા જયાં ત્યાં વર્તે છે. તો ક્યાંક શાસ્ત્રના વાંચન, અર્થઘટન સંબંધી વિવાદ, અને ઉપદેશક - વૃત્તિરૂપ સ્વચ્છંદના દર્શન થાય છે. પરંતુ સત્સંગનું જે અપૂર્વપણું, મુમુક્ષુની ભૂમિકામાં તેનું મહત્ત્વ, અને જરૂરિયાત ઉપર કોઈનું લક્ષ હોય, કે તેનું યથાર્થ ભાન હોય, તેમ દેખાતું નથી. સમ્યક્દર્શનનો મહિમા ગાનારાઓ માત્ર વ્યક્તિ પૂજાનાં સંકુચિત માનસથી પીડાય છે, અને તે દ્વારા ઓઘસંજ્ઞાનું પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાનીની ઓળખાણ નહિ હોવાથી, મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કેમ આરાધવો ? તે વાત લોપાઈ ગઈ છે, ત્યાં અંતર ખોજ તો થાય જ કયાંથી ? (૭૦૯) જે મુમુક્ષુજીવને જ્ઞાનીપુરુષનો પ્રત્યક્ષ સમાગમ થઈ, તે સત્સંગમાં શિક્ષા-બોધ સાંભળેલ હોઈ, તેના પરિણામે, સહેજે એવા સ્થૂળ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી બીજા જીવોને તે મહાપુરુષનું અને તેના સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ આવે નહિ. આમ જ્ઞાની પુરુષની નજીક વર્તતા / અંતેવાસી જીવોની - બીજા સાધારણ કહેવાતા મુમુક્ષુ કરતાં વધુ જવાબદારી છે. જે જ્ઞાનીપુરુષે લોકોત્તર તત્ત્વ આપ્યું, તેનો શ્રવણ કરનાર લોકોત્તર માર્ગને અનુસરવાનો કામી હોઈ, તેના વહેવારનું સ્તર સાધારણ લૌકિકજનથી વિશેષતાવાળું હોવું ઘટે છે. જ્ઞાનીપુરુષ પ્રત્યેની અત્યંત ભક્તિ પણ સહેજે તેવી યોગ્યતાને પ્રાપ્ત કરાવે છે, અને દુર્વ્યવહાર કરનારને પણ ક્ષોભ પમાડે છે. સામાને એમ લાગી જાય કે ‘નક્કી આને કોઈ સત્પુરુષ મળ્યા છે.' તેવી વિશિષ્ટ છાપ અથવા ચોંટ લાગે, તેવું થવું ઘટે. (૭૧૦) વક્તાપણું, લેખકપણું, કવિત્વ વગેરે પ્રકારથી ક્ષયોપશમ વિશેષતા, મુમુક્ષુજીવને હોવાનો સંભવ છે. ત્યાં તે તે પ્રકારની વિચિક્ષણતા બતાવવાનો પ્રકાર સહજ ઉત્પન્ન થવા યોગ્ય છે. પરંતુ તે તે પ્રકાર આત્મ-ગુણ ઉત્પન્ન થવા અર્થે ઉપયોગી થાય તે તે પ્રકારે પ્રવર્તતાં જો આત્મરસ ઘૂંટાતો હોય અથવા વૃદ્ધિ પામતો હોય તો આત્મકલ્યાણાર્થે તેનું સફળપણું છે. પરંતુ જે વિદ્યાથી આત્મગુણ પ્રગટ્યો નહિ, આત્મગુણ પ્રગટવા અર્થે વિવેક આવે નહિ, કે સમાધિ થાય નહિ, તેવી વિદ્યા ઉપર પાત્ર જીવને જરાપણ વજન આવવું ન જોઈએ; જો વજન રહે તો બાહ્ય વૃત્તિ (રસ) વૃદ્ધિગત થતી જાય, અને દુર્ગુણો ઉત્પત્તિમાં તે તે પ્રકાર નિમિત્ત થાય. તેથી નિજ હિતના પ્રયોજનની સૂક્ષ્મ અને તીક્ષ્ણદૃષ્ટિ વડે, આવા કોઈપણ ક્ષયોપશમવાળા જીવે પ્રવર્તવું ઘટે; તો વ્યક્ત શક્તિનો સદ્ઉપયોગ થાય. અન્યથા સંસાર વૃદ્ધિનું કારણ થાય. (૭૧૧) Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અનુભવ સંજીવની જેમ જેમ ચિત્તનું નિર્મળપણું અને અચંચળપણું હોય-થાય તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે. ચિત્તની શુદ્ધિ આત્મહિતની જાગૃતિ વિશેષ રહેવાથી તેમજ સરળતાનું સેવન કરવાથી થાય છે. જે જીવના પરિણામમાં વક્રતા (અસરળતા) હોય છે, તેનું ચિત્ત મલિન થાય છે, અને તેથી વિચાર શક્તિ હોય તોપણ વિવેકનો નાશ થાય છે. વિવેકના અભાવમાં અયોગ્ય નિર્ણયો લેવાય છે. આ સિવાઈ સંગદોષથી અર્થાત્ જે સંગ કરવા યોગ્ય નહિ, તેવાનો સંગ કરવાથી પણ વિચારબળ પ્રવર્તતું નથી. આત્માર્થી જીવે શુકલ હૃદયથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે. જેમ દેવ-પૂજા પરમ આદરથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની યોગ્ય સામગ્રી પૂર્વક અંતર્ બાહ્ય શુચિ સહિત કરાય છે, તેમ પરમતત્ત્વની પ્રાપ્તિનાં નિમિત્તરૂપ તત્ત્વજ્ઞાનની ઉપાસના, અંતર્ ભૂમિકાની શુચિપૂર્વક પાત્રતા સહિત થવી ઘટે. (૭૧૨) પ્રયોજનભૂત તત્ત્વ, અવલંબન લેવા યોગ્ય પોતાનું આત્મસ્વરૂપ છે. દ્રવ્યદૃષ્ટિનો વિષય જેટલો છે, તેટલું જ પ્રયોજનભૂત તત્ત્વ છે. તેમજ પર્યાયદ્રષ્ટિએ સ્વરૂપનું અવલંબન લેવું તેવું પ્રયોજન છે. તે પ્રયોજન સિદ્ધ કરવાનું છે, તેથી તે બંન્ને વિષય ઉપદેશમાં મુખ્ય હોય છે. આ ઉપરાંત ઉપદેશમાં અનેકવિધ પડખાથી વિશાળ પ્રમાણમાં નિરૂપણ છે, તેનું કારણ ઉપદેશ ગ્રહણ કરનારની યોગ્યતા અનેકવિધ પ્રકારે છે. તેથી સર્વ ઉપદેશ કોઈ એક જીવ માટે પ્રયોજનભૂત હોઈ શકે નહિ. તેમજ માત્ર એક પ્રકારનો ઉપદેશ સર્વ જીવને લાગુ પડે નહિ. તેથી આત્માર્થી જીવે પોતાની યોગ્યતા, દોષના અથવા ભૂલ થવાના પ્રકારને સમજીને જે રીતે પોતાનું હિત થાય તે રીતે ઉપદેશને અંગીકાર કરવો જોઈએ. આમ હોવાથી પ્રયોજનભૂત' વિષય અંગે અમુક વાતનો આગ્રહ સેવવો ન જોઈએ. (૭૧૩) ‘જ્ઞાનમાત્ર’ કહીને આચાર્યદેવે જીવના શુદ્ધ સ્વરૂપને દર્શાવ્યું છે. તેથી પોતાનો અર્થાત્ શુદ્ધ જીવનો અનુભવ ‘જ્ઞાનમાત્ર' પણે થવો જોઈએ, કે જે અનુભવ થતાં ‘હું મનુષ્ય’, ‘હું સુખી–દુઃખી’, ‘હું રાગી’ ઈત્યાદિ કર્માનુસારી વિભાવ પર્યાયમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વ–અંધકારનો નાશ થાય. જીવનું મૂળ સ્વરૂપ અનંત આશ્ચર્યકારી મહાનગુણોથી ગંભીર નિર્વિકલ્પ છે. સ્વાનુભવમાં, તેવો પ્રત્યક્ષ આસ્વાદ છે; જે સર્વ અન્ય અધ્યાસને અથવા ભ્રમને ભાંગી નાખે છે. શ્રમ અનાદિ હોવા છતાં ક્ષણમાત્રમાં છૂટી જાય છે. તેનું નામ અનુભવ છે. જ્યાં આત્મ-શાંતિ છે. અભેદ સ્વરૂપ – સંબંધી ભેદ વિકલ્પ પણ અશાંતિના ઉત્પાદક છે. ત્યાં શાંતિનું પ્રયોજન સિદ્ધ થતું નથી, તેથી તે વિકલ્પો પ્રયોજન અર્થે વિરૂદ્ધ હેતુવાળા હોવાથી નિષેધ્ય છે. નિર્વિકલ્પ સ્વરૂપમાં, વિકલ્પથી પર થઈને સમાઈ રહેવું સર્વ વિકલ્પોનું નિરર્થકપણું જાણવું, જેથી તેના પર જોર ન થાય, તેનો રસ ન આવે. (૭૧૪) Page #250 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૯૫ / અનંત સંસારના ક્ષય કરવાવાળો, અને અનંત સમાધિ સુખની પ્રાપ્તિ કરાવવાવાળો, શ્રી તીર્થંકરદેવથી પ્રવાહિત સદોપદેશની પ્રાપ્તિ થઈ, સમજણ થઈ, તો તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો ઘટે. જો જીવનમાં ઉતારવાનો પ્રયાસ ન થાય તો તેનું મૂલ્યાંકન થયું નહિ પરંતુ ઉપેક્ષા થઈ, તેથી પરમોત્કૃષ્ટ દેશનાનો અનાદર થયો, ઉપેક્ષા થઈ. મોહને લીધે આવો અપરાધ થવાથી, તે ઉપદેશની ધારણા અલ્પકાળમાં નાશ પામી જશે. તેથી પરમ ગંભીરતા પૂર્વક, ઉપદેશનો જેને યોગ થયો છે, તેણે અપૂર્વભાવે, અપૂર્વ પુરુષાર્થ કરવા યોગ્ય છે ફરી ફરીને આવી તક સાંપડતી નથી. મોહવશ જીવ પ્રયત્ન કરવાનું ભૂલે છે. પરંતુ આ પ્રમાદ (પ્રયત્ન ચાલુ ન થવો) જીવના અવિચારીપણાની પ્રસિદ્ધિ છે. તેથી હે ભવ્ય ! જાગૃત થા ! જાગૃત થા !! (૭૧૫) જ્ઞાનમાં સકળ શેય પ્રતિભાસે તો જ્ઞાન નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. તે નિર્મળતાને દર્શાવવા પરણેયથી કહેવું પડે, તેવી પરની અપેક્ષાથી કથન હોવાથી, તે ઉપચાર સંજ્ઞા થઈ, પરંતુ વસ્તુની શક્તિ તો ખરેખર છે. વસ્તુ-શક્તિ ઉપચાર કેમ હોય ? વ્યવહાર કથન પરને લીધે થયું. શક્તિ તો વસ્તુનું નિશ્ચય સ્વરૂપ છે, સહજ શુદ્ધભાવરૂપ છે. ૪૭ શક્તિમાં સ્વચ્છત્વ શક્તિનું સ્વરૂપ અમૂર્તિક આત્મ-પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે.” એવી પરિભાષાથી કહેલ છે. પરંતુ જ્ઞાન પરનું વેલ્ક નથી તેથી કેવળ સ્વસંવેદક છે. પરંતુ તેમજ પરનું જ્ઞાયક નથી, તેમ માનતા મહાદોષ થાય. કારણ સ્વની સ્થાપના પરનાં સ્થાપન વિના થઈ શકે નહિ. જો પરની સ્થાપનાની અપેક્ષા જ ન લેવામાં આવે તો સ્વનું સ્થાપન પણ થઈ શકે નહિ. (૭૧૬) Vશાસ્ત્ર વાંચન અને શ્રવણના નિમિત્તથી તત્ત્વ અભ્યાસ કરનાર મુમુક્ષુ પ્રાયઃ બુદ્ધિગમ્ય વિષયોને વિચારતાં વિચારતાં જ આત્મ સ્વરૂપનો નિર્ણય કરે છે. જેમ ભૌતિક પદાર્થના વિજ્ઞાનને સમજી તેનો નિર્ણય કરે છે, તેમ જ આત્મસ્વરૂપ સંબંધી, દ્રવ્ય, ગુણ, પર્યાય, ધર્મ વગેરે વિચારી, નિર્ણય કરે છે, પરંતુ આત્મસ્વરૂપ મનાતીત અને વિકલ્પાતીત છે, તેમ જાણવા મળે છે, અને તે સંમત કરવા છતાં પણ, તે સ્વરૂપનો માનસિક નિર્ણય થાય, જે ખરેખર તો એક કલ્પના છે.) તેને યથાર્થ નિર્ણય સમજી બેસે છે. પરંતુ જ્યારે એવા નિર્ણયથી બીજા પ્રકારે કોઈ અનુભવી પુરુષની વાણી સામે આવે છે ત્યારે તેમનું કથન માન્ય થતું નથી, અથવા સમજાતું નથી. અને તે મૂંઝવણનું વા વિરોધનું નિમિત્ત બને છે. તેથી સ્વરૂપ નિર્ણય કરવાની આવી પદ્ધતિ યથાર્થ નહિ હોવાથી અનુભવ પદ્ધતિ વડે, જ્ઞાન લક્ષણ દ્વારા, સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ થાય તે પ્રકારે નિર્ણય કરવો જોઈએ, અને તે પહેલાં નિર્ણય કરવાને બદલે, મુમુક્ષુ જીવે જિજ્ઞાસામાં રહેવું સારું છે. અન્યથા સૂક્ષ્મ ગૃહિત મિથ્યાત્વમાં પ્રવેશ થઈ જાય છે, અને આગળ જતાં જ્ઞાનની સ્કૂળતા વધી જાય છે. (૭૧૭) Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અનુભવ સંજીવની અંતર્મુખ થવાનો માર્ગ ઉપાય, વાસ્તવમાં અતિ સૂક્ષ્મ અને રહસ્યભૂત છે, બહુભાગ વચન અગોચર છે. અતિ અલ્પમાત્રામાં જે વચનગોચર છે, તે દ્વારા અનુભવી પુરુષ, વચન ઉપરાંત ચેષ્ટા દ્વારા સમજાવે તોપણ તથારૂપ પાત્રતા અપેક્ષિત પાત્ર જીવને સમજમાં આવે, તો પ્રયોગ વડે આગળ વધી શકે. તો પછી નિરાશ્રયપણે અનાદિ અજાણ એવી આ લોકોત્તર કળાને જીવ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, તે પ્રત્યક્ષ સમજી શકાય તેમ છે. તેમ છતાં જે સ્વચ્છેદે પ્રયત્ન કરે . સદ્ગુરુ આશ્રય વિના, તે પ્રાયઃ પરિભ્રમણ વૃદ્ધિનું કારણ થવા સંભવ છે. આ કારણથી શ્રીગુરુનું ખાસ મહત્વ દર્શાવેલ છે. (૭૧૮) 7 ગ્રંથ ગ્રંથોમાં શ્રીગુરુનું અતીવ મહત્વ ગાયું છે, તે યથાર્થ જ છે. કારણકે તે ભવરોગથી બચાવે છે. અનંત કરુણા કરીને બચાવે છે. તેથી સર્વદોષ રહિત શ્રીગુરુ જેવા આ જગતમાં કોઈ ઉપકારી નથી. તેવું સમજનારની પ્રતીતિ સંપૂર્ણ આજ્ઞાકિતપણું ઉત્પન્ન કરાવે છે. જેમ શરીર રોગથી . રોગની વેદનાથી છૂટવા મથતો રોગી વેદ્યની સુચનાઓનું જરાપણ ઉલ્લંઘન કરતો નથી, તો જ ભયંકર રોગ / વેદના મટશે, તેવી પ્રતીતિ દ્વારા પરેજી પાળવી સહજ છે. તેમ અનંત પરિભ્રમણના દુઃખની વાસ્તવિકતા સમજાય તો સ્વપ્નમાં પણ ગુરુ-આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, પરંતુ મુક્તિનું કારણ જાણી ભક્તિ થાય, તો સ્વચ્છેદથી સહજ બચી જવાય, નહિ તો જીવનો સ્વછંદ રોકાય નહિ તેમ જાણવા યોગ્ય છે. (૭૧૯) સ્વરૂપ પ્રાપ્તિની રૂડી ભાવના જ્ઞાનને નિર્મળ કરે છે. મતિ મલિનતાને ગાળે છે, વક્રતાને મટાડે છે. પરિણામે પરમાત્મા સધાય છે, તેવો વિવેક ઉપજે છે, ત્યારે દ્રવ્ય કૃતનું સમ્યક અવગાહન થાય છે. સર્વ શ્રુતનું કેન્દ્રસ્થાન સર્વોત્કૃષ્ટ એવું પરમપદ છે. તે નિજપદ છે. તેમાં અનંત ચૈતન્ય – અમૃતરસ ભર્યો છે તેનાં સ્વસ્વાદરસરૂપ અનુભવને સ્વઆચરણ - સ્વરૂપ વિશ્રામ, સામ્યભાવરૂપ ધર્મ કહેલ છે. તે નિજ કલ્યાણથી તૃપ્તિ થાય છે, તે સુખરૂપ છે અને અનંત સુખનું મૂળ છે પછી ચપણ દુઃખ રહેતું નથી. તે સર્વનું મૂળ ભાવના છે કોઈપણ જીવ કોઈપણ કાળે તે ભાવનામાં આવી શકે છે. ભાવનાનું મહત્વ સમજાય તો સ્વ-પરની ભાવના વિરુદ્ધતા ન થાય. (૭૨૦) એપ્રિલ - ૧૯૯૧ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ જેમાં સમાય છે, તેનાથી સમૃદ્ધ શુદ્ધોપયોગ છે, તેમ અંતર્દષ્ટિથી સમજાય છે. લબ્ધિ પ્રગટ થવા ન થવાનું તેમાં ગૌણ છે. બાહ્યદૃષ્ટિવાનને માત્ર પ્રગટ રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિનું મહત્વ ભાસે છે પરંતુ અંતર્દૃષ્ટિ વડે પ્રત્યેક ધર્માત્માનું મહત્વ-મહાનતા સમજવા યોગ્ય છે જેમને શુદ્ધોપયોગમાં ઉક્ત સામર્થ્ય પ્રાપ્ત (થવા) છતાં, તેનો ગર્વ કે ગારવ નથી, અરે ! તેનું Page #252 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧૯૭ મહત્વ પણ નથી, પરંતુ સહજ ઉદાસીન છે; તેમનું સાતિશય ગાંભીર્ય પરમ આશ્ચર્યકારી છે. (૭૨૧) સહજ પુરુષાર્થ પ્રગટ થાય તે કઈ રીતે બને ? (પુરુષાર્થ કરવાના વિકલ્પમાં કર્તાપણું થાય છે, તેવી સમજપૂર્વક આ પ્રશ્ન છે.) સમાધાન :- સ્વરૂપ સહજ પ્રત્યક્ષ છે (તે વિકલ્પનો વિષય નથી.) તેથી સ્વસન્મુખ થઈને, સ્વયંના પ્રત્યક્ષપણાને ગ્રહણ કરવું - તન્મયભાવે અથવા ભાવમાં સ્વરૂપની પ્રૠતાને અવલોકતાં, પ્રત્યક્ષ વેદનમાં નિજાવલંબનનું બળ સહજ આવી જાય છે સ્વરૂપની મહાનતા પ્રત્યક્ષ થતાં, વીર્યનો ઉછાળો આવી જાય છે. સુખ નિધાનને દેખતાં જ તેમાં લીન થવાનું – થંભી જવાનું સહજ આવેગ સહિત થાય, અત્યંત આત્મરસથી થાય. તે પુરુષાર્થનું સ્વરૂપ છે. પોતાનો કેવળીસ્વરૂપ રૂપે/ ભાવે અનુભવ થતાં, અન્યત્ર સર્વમાંથી અહંમભાવ છૂટી જાય છે. (૭૨૨) આત્મામાં અનેક ધર્મ હોવાથી, અને પરિણામમાં પણ હિનાધિકપણું થતું હોવાથી, તે સંબંધીના વક્તવ્યમાં યથાર્થ જ્ઞાનપૂર્વક કહેનારને કાંઈપણ અપેક્ષા અને મર્યાદા હોય છે, તે યથાયોગ્યપણે સમજવી જોઈએ. તેમાં પણ ઉદ્દેશ્યની પ્રધાનતા છૂટવી ન જોઈએ, મૂળ પ્રયોજન સિદ્ધ થવાના ઉદ્દેશ્યપૂર્વક, અધ્યાત્મના સિદ્ધાંતો કહ્યાં હોય, ત્યાં અન્ય (આગમની) અપેક્ષા વચ્ચે વિચારતાં મૂળ ઉદ્દેશ્ય - રહસ્યની પ્રાપ્તિમાં તેવું અપેક્ષા જ્ઞાન / વિચાર બાધક થાય છે. તેથી ચારેય અનુયોગ સંબંધી અપેક્ષાઓથી પર, અધ્યાત્મ તત્ત્વ છે, તેમ જાણી, સ્વ આશ્રયની મુખ્યતા થવી, એવો ઉદ્દેશ્ય અધ્યાત્મ—વચનોમાં અવલોકન થવા યોગ્ય છે. એ ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે કે આ માર્ગ અનુભવ જ્ઞાનનો છે. તેથી માત્ર વિચારની ભૂમિકામાં સમ્મત કરીને અટકી જવાય, તે યોગ્ય નથી અથવા સમજણને જ્ઞાન પ્રાપ્તિ માની લેવી નહિ. (૭૨૩) વીતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા, પરમકરુણાશીલ મહાપુરુષનો યોગ પ્રાપ્ત થવો અતિશય દુર્લભ છે. તે મહાપુરુષના ગુણ અતિશયથી, સમ્યક્દશાથી સમાગમ પ્રાપ્ત, પાત્ર મુમુક્ષુજીવની વૃત્તિ સ્વરૂપ પ્રત્યે વળે છે. શુદ્ધ વૃત્તિમાન અર્થાત્ શુકલ અંતઃકરણથી આત્મહિતના કામી મુમુક્ષુને તે પુરુષની અત્યંતરદશાની પરીક્ષા થઈ, પ્રતીતિ આવે છે, ત્યારે પરમ વિનયની પ્રાપ્તિ થાય છે; અને તે પુરુષનાં વચનો આગમ સ્વરૂપ ભાસે છે. પ્રત્યક્ષ વચન યોગ બળવાન ઉપકારી છે. પરંતુ તેવો પ્રત્યક્ષયોગ નિરંતર ન રહે તેથી, તેમના વચનોની અનુપ્રેક્ષા અર્થે શાસ્ત્ર સાધન છે. તો પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને તે ઉપકારી થાય છે; જેમણે પ્રત્યક્ષ સત્સંગ ઉપાસી શ્રુતનું રહસ્ય જાણ્યું હોય; Page #253 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની તે શ્રીગુરુની આજ્ઞાના પરમ અવલંબન વડે ભવસાગર તરી જાય છે. તેવો સ્વચ્છંદ નિરોધ થયો છે જેને, તેને આગમ અનર્થકારી થતા નથી. (૭૨૪) ૧૯૮ એકમાત્ર આશ્રય કરવા યોગ્ય, દ્રવ્ય સ્વભાવ, વિકલ્પાતીત નિર્વિકલ્પ સ્વરૂપનો માત્ર વિકલ્પ વડે, મુમુક્ષુજીવ વારંવાર વિકલ્પથી ચિંતવન કરી (લક્ષ / ભાવભાસન થયા વિના) આશ્રય કરવા ધારે તોપણ થઈ શકે નહિ. પરંતુ સાધનની ભૂલ રહેવાથી માત્ર વિકલ્પમાં રોકાવું થાય; તેમજ કર્તાપણા સહિત વિકલ્પ ચાલવાથી, તેવુ જોર થવાથી, અકર્તા સ્વભાવથી દૂર-વિરૂદ્ધ ભાવ થઈ। પ્રયત્ન થઈ – મિથ્યા દઢતા થાય. પરંતુ દ્રવ્ય સ્વભાવના લક્ષે સહજ મહિમા આવતાં સ્વભાવનું જોર રહે, તો વિકલ્પ ઉપરથી લક્ષ બદલાવાના લીધે, નિર્વિકલ્પ સ્વભાવના લક્ષે, વિકલ્પનો અભાવ થવાનો અવસર આવે. (સ્વરૂપ આશ્રય થવાથી.) (૭૨૫) એકમાત્ર આત્મકલ્યાણના કામી એવા મુમુક્ષુજીવોએ પરસ્પર સત્સંગરૂપી કલ્પવૃક્ષનું અંતરની ભાવનાથી સિંચન અથવા ઉપાસના કરવા યોગ્ય છે. તેમાં ઉપદેશક પદ્ધતિ યોગ્ય નથી, કારણકે આ દશા તેવી પ્રવૃત્તિ માટે અધિકારી નથી. તેથી આત્માર્થી જીવે ભાવના અને જિજ્ઞાસાપૂર્વક, પરસ્પર મળી ભાવના વૃદ્ધિ થાય, સ્વરૂપ લક્ષ થાય, તે અર્થે પોતાના દોષોનું અવલોકન થયું હોય તે સંબંધી નિષ્પક્ષપણે વિચારણા કરવા યોગ્ય છે. તેમજ ઉપકારી એવા સર્વજ્ઞ તીર્થંકર દેવ, આચાર્ય આદિ શ્રીગુરુ, અને પરમ કરુણાશીલ સત્પુરુષોનાં ગુણગ્રામ, ભક્તિ, તેમના પ્રત્યે પ્રમોદભાવના, અવિરોધભાવના, આશ્રયભાવના દૃઢ વૈરાગ્ય સહિત કરવા યોગ્ય છે. અધ્યાત્મની રુચિ વધે તેવો વિષય મુખ્યપણે સત્સંગમાં પરસ્પર ચર્ચાવા યોગ્ય છે. સિદ્ધાંતબોધ પરમ ગંભીરતાથી, આત્મહિતનું મુખ્ય લક્ષ રાખી, ભાવનાથી ભીંજાયેલા અંતઃકરણપૂર્વક (સ્વચ્છંદ અને શુષ્કતા ઉત્પન્ન ન થવા અર્થે વિચારવા યોગ્ય છે. મતમતાંતરથી દૂર રહેવા યોગ્ય છે. (૭૨૬) * વિધિનો વિષય પર્યાય સંબંધિત છે. ભૂતાર્થ ઘ્રુવતત્ત્વનો આશ્રય સહજ થવો (પર્યાય વડે) - તેવી વિધિનો પ્રારંભ થવા અર્થે સમયસાર ગા - ૧૫ અને તેની ટીકા અતિ મહત્વપૂર્ણ છે. વિષયને સુસ્પષ્ટ કરવા માટે આચાર્યદેવે પ્રતિપક્ષ સહિત નમકના દૃષ્ટાંતપૂર્વક સમજાવ્યું છે. તેમાં વિશેષજ્ઞાન (શેયાકારવાળું) ના (જ્ઞેય લક્ષિત) આવિર્ભાવથી જ્ઞેય લુબ્ધતા થઈ, પરશેયનું અવલંબન લેવાય જાય છે, અને સામાન્ય જ્ઞાન તિરોભૂત થઈ જાય છે, તેમ કાર્યની વિપરીતતા જેમ થાય છે તે જ પદ્ધતિથી અવિપરીત કાર્ય થવામાં સામાન્ય એકાકાર જ્ઞાનનો - જ્ઞાનમાત્રનો - આવિર્ભાવ - (ધ્રુવના લક્ષપૂર્વક) કરતાં આત્માનો જ્ઞાન સ્વરૂપે અનુભવ થાય છે અર્થાત્ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી, (પરાશ્રય મટી) સ્વરૂપનો આશ્રય થઈ જાય છે. ત્યાં પર્યાય દષ્ટિનો અભાવ થાય છે. આવી જ્ઞાનાનુભૂતિને Page #254 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની સમસ્ત જિન શાસન કહીને, બહુમાન કર્યું છે. ૧૯૯ (૭૨૭) * આત્મજ્ઞાન સાથે વૈરાગ્ય અવિનાભાવિપણે હોય જ છે. સર્વ સ્વરૂપજ્ઞાની ધર્માત્મા ઉદય પ્રત્યે ઉદાસીન ભાવે સહજ વર્તે છે. તેમણે સુખ આત્મામાં જોયું છે. પુદ્ગલ સંયોગ સુખથી રહિત - શૂન્ય જણાય છે. તેથી પુણ્યયોગે પણ સહજ ત્યાગી દશામાં તેઓ વર્તી શકે છે, વા વર્તે છે; એવો ત્યાગ તે તેમનું ઐશ્વર્ય સ્પષ્ટપણે વ્યક્ત કરે છે, અને તે તેમની અંતરંગ દશા સાથે સુસંગત છે. તેમજ બીજા મુમુક્ષુને પણ ઉપકારભૂત છે. તેમ જાણી શ્રી ભગવાને ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે કે જે અકર્તાપણે કર્તવ્ય છે. (૭૨૮) ટે ત્યાગનું ઉત્કૃષ્ટપણું હોવા છતાં જેને ઈન્દ્રિયવૃત્તિઓ શાંત થઈ નથી, અથવા વારંવાર તેવી વૃત્તિ જોર કરે છે, અથવા મોહગર્ભિત, માનગર્ભિત કે લોભગર્ભિતપણાને લીધે, જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં જે હજી ત્યાગ કરવાને યોગ્ય નથી, એવા મંદ વૈરાગ્યવાન જીવે ત્યાગ ન લેવો તેમ જૈન સિદ્ધાંત કહે છે, અર્થાત્ સિદ્ધાંતમાં ત્યાગનો એકાંત નથી. પરંતુ ત્યાગ ક્યા પ્રકારે થયો હોય તો ‘યથાર્થ ત્યાગ’ કહેવાય ? તે પ્રથમ વિચાર કરી, શક્તિ અને દેશકાળ અનુસાર ત્યાગ લેવો હિતાવહ ? છે. વળી, ત્યાગ લેનારને ‘સર્વથા’ અયાચકપણું ચિત્તમાં રહેવા યોગ્ય છે. જો ત્યાગી થયા પછી યાચકવૃત્તિ કે અપેક્ષાવૃત્તિ બીજા પ્રત્યે રહે, તો તેમાં જ્ઞાનીનો માર્ગ રહેતો નથી એમ સમજવા યોગ્ય છે. ત્યાગ દશામાં સહજ વનવાસીપણું રહી શકે, તેવો તીવ્ર વૈરાગ્ય વર્તતો હોય અને સ્વરૂપના અનંત સામર્થ્યનો આધાર તીવ્ર પુરુષાર્થથી લઈ શકાતો હોય, તે ‘યથાર્થ ત્યાગ' ગણવા યોગ્ય છે. (૭૨૯) જિજ્ઞાસુ જીવે પાત્રતા | યથાર્થ મુમુક્ષુની ભૂમિકા અંગે વિચારતા, મુખ્ય બાબત, જે માર્ગાનુસારીપણું, તેનો વિચાર કરવા યોગ્ય છે. શ્રી જિને તેને સંક્ષેપમાં કહ્યું છે, કે જે જીવને સત્પુરુષની નિષ્કામભક્તિ પ્રાપ્ત થવામાં કોઈ બાધકભાવ થઈ આવતો ન હોય, અર્થાત્ સત્પુરુષની ભક્તિ પ્રાપ્ત થવાની સારી એવી યોગ્યતા પ્રગટ હોઈ, તેવા ‘ગુણો’ વાળાને ‘માર્ગાનુસારી’ ગણવા યોગ્ય છે. ‘બીજરુચિ સમ્યક્ત્વ’ અર્થાત્ સત્પુરુષની (ઓળખાણપૂર્વક) સ્વચ્છંદ નિરોધપણે, આજ્ઞારુચિરૂપે નિષ્કામ ભક્તિનું કારણ ઉક્ત માર્ગાનુસારીપણું થાય છે. ‘બીજરુચિ સમ્યક્ત્વ’ સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિનું -- તે રૂપ સમ્યક્ત્વ સન્મુખનું કારણ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અનુભવ સંજીવની થાય છે, કે જે નિર્વિકલ્પ પરમાર્થ સમ્યક્ત્વનું અનન્ય અને નિશ્ચય કારણ છે. આમ જિન વચનમાં, અનંત ભવ છેદક કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનનું મૂળ નજરે ચડે છે. તે અર્થે તે વચનને નમસ્કાર હો !! (૭૩૦) મુમુક્ષુજીવે દર્શનમોહની પ્રબળતાનો વિશેષપણે વિચાર કર્તવ્ય છે. વર્તમાનમાં ક્ષયોપશમભાવમાં સમજવાની શક્તિ હોવાથી, પારમર્થિક વિષયની સમજણ થઈ શકે છે; છતાં પણ તે વિષયનું મૂલ્ય, દર્શનમોહને લીધે ભાસતું નથી, અથવા દર્શનમોહને લીધે, આત્મકલ્યાણમાં પ્રતિબંધક ભાવોથી થતું નુકસાન ભાસતું નથી. તેથી પારમાર્થિક લાભ ખરેખર દેખાતો નથી લાભ દેખાય તો પરમાર્થ ૨સ વધે, અને સમજણને પણ અનુભવગોચર કરવા પ્રયાસ થાય. અંતરથી (સમજેલા વિષયનો) પ્રયાસ ચાલુ થતો નથી, વા ઉપડતો નથી; તેનું કારણ, દર્શનમોહથી ઉત્પન્ન - ઉઘાડમાં સંતોષ છે. સ્વલક્ષી જ્ઞાનમાં આવો મિથ્યા સંતોષ આવતો નથી. પરંતુ પ્રયત્નરૂપ અભ્યાસ (વારંવાર પ્રયત્ન થવો તે) ચાલુ થાય છે. આ વિષયમાં સ્વલક્ષે વિશેષ ઊંડાણથી વિચારવા યોગ્ય છે, કે જેથી દર્શનમોહમંદ પડે. (૭૩૧) સત્પુરુષની ઓળખાણ થવી તે મુમુક્ષુજીવને નિર્વાણપદનું કારણ છે, તે નિઃસંદેહ છે. તેથી સત્પુરુષની ઓળખાણનું આવું મહત્વ જાણી, ઓળખવા પ્રત્યે, ઉત્કૃષ્ટ મુમુક્ષુતા સંપ્રાપ્ત કરી, તથારૂપ પાત્રતા ગ્રહણ કરી, પ્રયાસ કર્તવ્ય છે. આ વિષયમાં ઓળખવાની રીત અને જ્ઞાનદશામાં ઓળખાતા લક્ષણો આ મહત્વના બે મુદ્દા છે. જે લક્ષણો દ્વારા તેમને ઓળખી શકાય છે, તે નીચે પ્રમાણે છે. જ્ઞાનીપુરુષની દશામાં જે સમગ્રપણે જ્ઞાનીપણું છે, માત્ર તેને જ ઓળખવાનો દૃષ્ટિકોણ જેણે સાધ્ય કર્યો છે, તે તે રીતે જ્ઞાનદશામાં રહેલી વિલક્ષણતાને પારખી શકે છે, અર્થાત્ જ્ઞાનીપણા સિવાય બીજું કાંઈ-સંયોગ લક્ષી જોવું નથી. તેવી રીતે ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા/ ભાવના હોવી આવશ્યક છે. ભાવ જ્ઞાનીપણું જણાય તેવા ત્રણ બાહ્ય સાધન, જે જ્ઞાનીપુરુષના સંયોગમાં છે, તેમાં મુખ્ય તેમની વાણી, મુદ્રા, અને નેત્ર દ્વારા તેમના ભાવો જણાય છે, તેમાં પ્રથમ વાણી દ્વારા ઓળખાણ થયા બાદ, મુદ્રા અને નેત્ર દ્વારા તેમનો ઉપશમભાવ ગ્રહણ થઈ શકવા યોગ્ય છે ૧. સત્પુરુષની વાણી અને ચેષ્ટા વડે દેહાદિથી ભિન્નપણું, અને સ્વરૂપ ચૈતન્યમાં આત્માપણું વ્યક્ત થતું લક્ષણ છે. ૨. પદાર્થ દર્શન હોવાને લીધે, વિરૂદ્ધ ધર્મયુક્ત પદાર્થનું નિરૂપણ અવિરોધપણે વ્યક્ત થાય છે. ૩. વાણીમાં અકષાય સ્વભાવ ઉપરની ભીંસથી નીકળતી વાણી, અંતર્મુખી પુરુષાર્થની ઝલકવાળી Page #256 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની હોય છે. ૪. દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોવાને લીધે, અનુભવ ઉત્સાહ દશા વ્યક્ત થાય છે. ૫. આત્મરસથી સરાબોર વાણી આવે છે. ૬. સ્વરૂપ પ્રાપ્તિની વિધિનું સૂક્ષ્મ રહસ્ય અર્થાત્ અનુભવ–વિધિનું રહસ્ય દ્વારા તત્સંબંધી મૂંઝવણનો ઉકેલ થવાથી તે લક્ષણનું ગ્રહણ થાય છે. ૭. નિજ સ્વરૂપની સર્વસ્વપણે ઉપાદેયતાનો આંતરધ્વનિ વાણીમાં રહેલો હોય છે. ૮. (પોતાના સ્વરૂપનું)ભાન સહિતપણું હોવાથી આત્મજાગૃતિ સુચક વાચનો, શ્રવણના કરનારને જાગૃતિમાં નિમિત્ત થાય છે. ૯. સ્વરૂપની પ્રયત્નતા, પ્રત્યક્ષ હોવાથી, આશય ભેદ વાણીમાં ઉત્પન્ન થાય છે. તેવો આશય પરોક્ષ વિચારથી ઉત્પન્ન વાણીમાં આવી શકતો નથી. ૧૦. સ્વરૂપ સુખની નિરાકૂળતાથી ઉત્પન્ન પરિતોષપણું, મુક્તપણું જ્ઞાનદશાને પ્રદર્શિત કરે છે. ૨૦૧ - ૧૧. મુખ્ય-ગૌણતા પ્રકરણ અનુસાર થવા છતાં, સંતુલન ગુમાવ્યા વિના, અનેકાંતિક વલણયુક્તપણું માત્ર જ્ઞાનદશામાં જ વર્તે છે. ૧૨. અલૌકિક સરળતાયુક્ત વ્યવહાર. ૧૩. સમ્યાનની મધ્યસ્થતાને લીધે નિષ્પક્ષપણું, ઈષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિનો અભાવ, સમતોલપણું-સમપણું. - ૧૪. અંતરંગ નિસ્પૃહપણું – પરિપૂર્ણ સ્વરૂપનું અવલંબન - આધાર હોવાથી. ૧૫. નિર્ભયતા અવ્યાબાધ, શાશ્વત સ્વરૂપની પ્રતીતિ ભાવને લીધે. - - ૧૬. વર્તમાન ઉદયમાં, ઉદય-પ્રવૃત્તિથી પ્રાપ્ત ફળમાં ઉદાસીનપણું - નીરસપણું - નિઃસાર છે, તેમ લાગતું હોવાથી, કાર્યોમાં અસાવધાની, વિષયોમાં અપ્રયત્નદશા શાતાભાવ. ૧૭. નિષ્કામભાવે પરમ કારુણ્યવૃત્તિ, સર્વ જીવો પ્રત્યે પરમાર્થની પ્રાપ્તિ થવારૂપ ભાવના. ૧૮. બાહ્યાસ્યંતર નિગ્રંથ દશાની ભાવના, અચલિતપણે સ્વરૂપ સ્થિતિની ચાહના. ૧૯. લોકદષ્ટિ / લોકસંજ્ઞાના અભાવને લીધે નિર્માનતા અર્થાત્ માન-અપમાનની કલ્પનાનો અભાવ. પોતાની ગુરુતાને દબાવનાર. ૨૦. પવિત્રતા - નિર્વિકારતાના પ્રેમને લીધે ગુણ પ્રમોદપણું. ૨૧. કર્મ નોકર્મરૂપ સમસ્ત પરનું માત્ર જ્ઞાતાપણું સાક્ષીભાવે, તે જ્ઞાનીનું લક્ષણ છે. (૭૩૨) Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અનુભવ સંજીવની મે - ૧૯૯૧ સપુરુષની ઓળખાણ ઉત્કૃષ્ટ પાત્રતાવાન મુમુક્ષુને, જે તે લક્ષણો દ્વારા થાય છે. તેમાં પણ તે તે લક્ષણોની પોતાના ભાવમાં અંતર મેળવણીપૂર્વક થાય છે, અર્થાત્ મુમુક્ષુની યથાર્થ ભૂમિકામાં, પ્રયોગ દ્વારા તત્ત્વનું ભાવભાસન જેટલા અંશે થયું હોય તે ભાવોની અંતર મેળવણી થઈને, અંતરથી તે સત્પુરુષની ઓળખાણ થાય છે. તે જીવ જ્ઞાનદશાનો અધિકારી થાય છે. તેથી નિર્વાણપદનો પણ અધિકારી થાય છે. આમ ઉપાદાનથી નિમિત્તરૂપ સત્પુરુષની ઓળખાણ થાય, તેનું મહતું ફળ છે. (૭૩૩) સાધકપણું એટલે જે દશામાં આત્મસ્વરૂપને સઘાય તેવો પુરુષાર્થ અંતર્મુખી પુરુષાર્થ સહિતપણું વર્તે તે સાઘકપણું. સાધકદશાનું અવલોકન કરતાં સ્પષ્ટ ભાસે છે, કે સાધકની કોઈપણ ભૂમિકા કે જે તત્સંબંધી પુરુષાર્થથી પ્રાપ્ત થઈ હોય છે, તેમાં પણ ઉપરની ભૂમિકા પ્રાપ્ત થવા પુરુષાર્થ વર્તે છે – અર્થાત્ સાધક પ્રમાદમાં રહેતા નથી. તેનું કારણ, આત્મમાર્ગે જે પ્રારંભ થયો છે, તે પૂર્ણતાને લક્ષે થયો છે, અને જ્યાં સુધી પૂર્ણદશા ન થાય, ત્યાં સુધી અવિરતપણે સહજ પુરુષાર્થ પરાયણતા રહ્યા કરે તે જ ખરેખર સાધકપણું ! (૭૩૪) ત્રિકાળી શુદ્ધાત્મ સ્વરૂપના અવલંબન કાળે જ શ્રુતજ્ઞાનમાં, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થઈ, આત્મા સ્વસંવેદન જ્ઞાનપણે પ્રગટ / પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. શેયાકારરૂપ જ્ઞાન વિશેષ ત્યારે સહજ તિરોભૂત થઈ જાય છે. નિર્વિકલ્પ સ્વાનુભવ થવામાં આમ બને છે, પરંતુ મુમુક્ષુને પૂર્વ ભૂમિકામાં, ત્રિકાળી સ્વરૂપ લક્ષમાં હોય છે. તેના ઉપરનું જોર, સામાન્ય જ્ઞાનના પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રતીતિ ભાવમાં પ્રત્યક્ષ કરી કરી, વધતાં સહેજે સામાન્યનો આવિર્ભાવ થઈ, સ્વસંવેદન પ્રગટ થઈ જાય છે, (રાગની ઉત્પત્તિ જ થતી નથી.) - આમ સ્વાનુભવની વિધિ છે. માત્ર વિકલ્પથી ધ્રુવ તત્ત્વનું જોર, પરોક્ષતા તોડી, પ્રત્યક્ષ અનુભવ લેવા સમર્થ નથી. (૭૩૫) જ્ઞાની પુરુષની અંતરંગ દશા અલૌકિક હોય છે. મુમુક્ષુજીવને તે સમજાય અને ઓળખાય, તો તે પોતાનો પરમાર્થ . આત્માર્થ સાધી શકે છે. તેથી ઓળખાણ થવી તે પ્રયોજનભૂત છે. જ્ઞાની અને મુમુક્ષુ બંન્નેને પૂર્વ પ્રારબ્ધકર્મનો ઉદય વર્તે છે, તેથી બાહ્ય દશામાં પ્રાયઃ સામ્ય છે . પરંતુ અંતરંગ દશામાં ફરક છે, તે ફરક સમજી . ઓળખી, અનુસરણ કરે તો, ભવ પાર થવાની કળા હાથમાં આવી જાય. - તેથી ઠામ ઠામ પ્રત્યક્ષ યોગનું મહત્વ અતીવ હિતકારી છે . તેમ દર્શાવવામાં આવ્યું છે. (૭૩૬) Page #258 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૦૩ પ્રશ્ન - જ્ઞાની પુરુષ પ્રારબ્ધને કઈ રીતે વેદે છે ? કે જેથી તેઓ બંધાતા નથી ? સમાધાન - જ્ઞાની પ્રારબ્ધોદયને સમ્યક પ્રકારે વેદે છે; સમ્યક પ્રકારે એટલે કે અંતર પરિણતિએ તો ઉદયથી છૂટ્યા છે. મુખ્ય વૃત્તિ એવી ‘આત્મધારા' તો સ્વરૂપાકારે ભિન્ન પડીને જ વર્તે છે, તે પરિણતિને તો ઉદય સાથે સંબંધ જ નથી, પરંતુ પરિણામનો જે બાહ્ય અંશ વર્તે છે, તેમાં પણ સહજ સ્વરૂપ સાવધાની વર્તે છે. તેમાં પણ બાહ્ય પદાર્થ સાથે એકતા/ તન્મયતા થતી નથી. તેમજ તે બાહ્ય અંશ સાથે આત્મા તન્મયતા / એકતા પામતો નથી. તે ઉપરાંત, ઉદયકાળે મુખ્યપણે જ્ઞાની પુરુષનો જે અંતર્મુખી પુરુષાર્થ છે, તે જ મુખ્યરૂપે, નવો બંધ થવા માટે, આડો આવીને, બંધને રોકે છે. એક બાજુ પૂર્વ સંસ્કારથી ઉદયબાજુનું પરિણામને ખેંચાણ થાય છે, તો બીજી બાજુ તેવા પરિણામથી વિરુદ્ધ દિશામાં પુરુષાર્થ કાર્ય કરે છે, જેથી તે પરિણામને બહાર જતાં રોકે છે, અથવા અંદર બાજુ ખેંચે છે. પરિણામે તેવા બાહ્ય પરિણામમાં જોર રહેતું નથી . તદ્દન ઉદાસીનતા થઈ જાય છે. વારંવારના પુરુષાર્થથી તે નિર્બળ થતાં થતાં ક્ષય થઈ જાય છે. જ્ઞાતાપણું તો ક્યારેય ચુકાતુ નથી. (૭૩૭) - પ્રશ્ન- રહસ્યાર્થ એટલે શું ? સમાધાન - મુમુક્ષુજીવને ક્ષયોપશમના પ્રમાણમાં શાસ્ત્ર વચનનો શબ્દાર્થ, ભાવાર્થ, મતાર્થ, આગમાર્થ સમજાય છે, પરંતુ તે ક્ષયોપશમ અપેક્ષિત છે. પરંતુ શાસ્ત્ર વચન અનુસાર રહસ્યાર્થ સમજવો તે પાત્રતા અપેક્ષિત છે. દા.ત. ક્ષાયિક ભાવને પરદ્રવ્ય, પરભાવ અને હેય કહેવો (નિયમસાર ગાથા-૫૦) અને “શ્રુત જ્ઞાન પોતે જ આત્મા છે' (સ. સાર. ગાથા૧૫) એમ કહેવું . તે બંન્ને વચનોમાં શબ્દાર્થથી કદાચ વિરોધ ભાસે, પરંતુ રહસ્યાર્થ સમજનારને તે અવિરોધપણે સમજાય છે, અને આવા રહસ્યભૂત વચનો દ્વારા પાત્ર જીવ સર્વત્ર આત્મહિતરૂપ જે રહસ્ય, તેને રૂડી રીતે આરાધે છે, (૭૩૮) V શેયાકાર જ્ઞાન અનેકાકાર છે, આત્માનું સ્વરૂપ, જે અવલંબન લેવા યોગ્ય છે, તે એકાકાર છે. આમ હોવાથી અનેકાકાર જ્ઞાન દ્વારા, એકાકાર આત્મા ગ્રહણ થઈ શકવા યોગ્ય નથી. પરંતુ જ્યાં અનેકાકાર જ્ઞાન છે, ત્યાં જ જ્ઞાન સામાન્ય વેદનરૂપે એકાકારરૂપે છે, તેથી જ્ઞાનના વિશ્વરૂપપણાને ગૌણ કરી, જોયાકારનું દુર્લક્ષ કરી, એકાકાર જ્ઞાનવેદન દ્વારા, સદશ જ્ઞાનસ્વરૂપ સ્વયંનું અવલંબન લેવું. આ અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. સ્વરૂપ લક્ષનાં અભાવમાં, માત્ર શેયાકાર જ્ઞાનની બહિર્મુખભાવે પ્રવૃત્તિ રહે છે, તે સ્થિતિમાં ગમે તેવી પ્રવૃત્તિ-વ્રત, તપ, શાસ્ત્રજ્ઞાન, ભક્તિ આદિ કરવામાં આવે, તોપણ તેનું કાંઈ પારમાર્થિક ફળ નથી. કેમકે જ્ઞયોના ભેદથી જ્ઞાનમાં ભેદ અનુભવાય છે અને વિકલ્પની ઉત્પત્તિ થાય છે. (૭૩૯) Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અનુભવ સંજીવની V પરિણમનની દિશા બે જ છે, અંતર્મુખ અને બહિર્મુખ અનાદિથી સંસારમાં જીવને બહિર્મુખ પરિણમન વર્તે છે. અંતર્મુખની દિશા જીવે જોઈ નથી. તેથી તદ્દન અજાણ છે. પરંતુ બહિર્મુખ થવાનું માધ્યમ પણ જ્ઞાન જ છે. કેમકે જ્ઞાનમાં અનેક યાકારો સ્વાભાવિકપણે ઉપજવાથી, શેયમાં પોતાપણું કલ્પી વિભાવભાવે જ્ઞાન શૈય પ્રતિ ખેંચાઇને બહિર્મુખભાવે પરિણમે છે. – તોપણ અંતર્મુખ થવાનું માધ્યમ પણ જ્ઞાન જ છે. જ્ઞાન દ્વારા જ સ્વ-રસથી અંતર્મુખ થવાય છે, થઈ શકાય છે. જ્ઞાયક સ્વભાવના લક્ષ, સામાન્ય એકાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરવાથી પરિણામ અંતર્મુખ થાય છે; ત્યાં જ્ઞાન સ્વયંનું વેદન કરે છે, અને તે વેદન દ્વારા નિજ અસ્તિત્વનું ગ્રહણ થાય છે. સહજ પ્રત્યક્ષ સ્વરૂપના આશ્રયે સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભૂતિ ને જ પરમપુરુષ શ્રી ભગવાને જૈન શાસન કહ્યું છે. (૭૪૦) , જ્ઞાનની ભૂલ બે પ્રકારે થઈ છે. અનાદિથી એક જાણવા સંબંધી અને બીજી અનુભવ સંબંધી. ભૂલ એટલે વિપરીતતા. જાણવાની ભૂલ તત્ત્વ-અભ્યાસથી પ્રાયઃ મટે છે, ત્યારે જીવ ગૃહિત મિથ્યાત્વથી મુક્ત થાય છે. તત્ત્વનો અભ્યાસ દ્રવ્યશ્રુત-દ્વારા થતાં (આત્મહિતના લક્ષે) દર્શનમોહ અવશ્ય મંદ પડે છે, અને ત્યાં બુદ્ધિપૂર્વકની સમજણની વિપરીતતા ટળે છે. ત્યાર બાદ ભેદજ્ઞાનના પ્રયોગ વડે મિથ્યા અનુભવની ભૂલ ટળે તો અપૂર્વ કલ્યાણકારી સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવ, આત્માના તિરસ્કાર કરનારા મોહનરાગાદિ ભાવો અને તેના ફળરૂપ શરીરાદિ પરદ્રવ્યો સાથે ઘનિષ્ઠ મૈત્રી-પ્રેમપૂર્વક એકત્વબુદ્ધિએ પોતાપણે અનુભવ કરે છે. છતાં તે આત્મારૂપ થતા નથી. વાસ્તવિક જ્ઞાનવેદન દ્વારા સ્વભાવની ઓળખાણ કરી, સ્વભાવ લક્ષે ભેદજ્ઞાનનો પુરુષાર્થ થાય તો જ્ઞાનમાં અન્યભાવ – અન્યદ્રવ્યના મિથ્યા અનુભવરૂપ અધ્યાસનો ત્યાગ થઈ, જ્ઞાન અને વિભાવનો સ્વાદ જુદો જણાઈ, અનુભવની ભૂલ મટે અને જ્ઞાનાનુભૂતિરૂપ આત્માનુભૂતિ પ્રગટી, ભવભ્રમણનો નાશ થાય, તેથી એમ સિદ્ધ થયું કે “અનુભૂતિનું મૂળ ભેદવિજ્ઞાન (૭૪૧) કોઈપણ કથનની સત્યતા, કહેનારની સમજણ પર આધારિત છે, અર્થાત્ જેની સમજણ સાચી, તદ્ અનુસાર વચન પણ સાચું માનવા યોગ્ય છે. પરંતુ સમજણમાં ભૂલ હોય, તે સાચું કહે તોપણ ખરેખર સાચું નથી. તે ઉપરાંત ભલે શાસ્ત્ર પઠન વડે, વસ્તુનું સ્વરૂપ જાણવામાં, જાણપણાની ભૂલ દેખાતી ન હોય, પરંતુ પરિણમનમાં યથાર્થતા ન હોય, અર્થાત્ પરમાર્થનું સાધવાપણું ન હોય તો, વજન અન્યથા જાય, અથવા કોઈપણ પ્રકારે વિપર્યાસ સધાતો હોય, વા ભાવસંતુલન જળવાતું ન હોવાથી એકાંતિક પરિણામ થતાં હોય તોપણ તેવા વક્તાને અનુસરવા યોગ્ય નથી. આત્માર્થી Page #260 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૦૫ જીવે કોઈપણ તત્ત્વની પ્રરૂપણા કરનારને અનુસરતાં પહેલાં આ પ્રકારે વિચારી, પરીક્ષા કરી, અહીં સુધી ઊંડા ઉતરીને અનુસરણ કરવા યોગ્ય છે, નહિ તો વિપર્યાસની થવાની કે તેમાં દઢતા થવા સંભાવના રહે છે. (૭૪૨) શાસ્ત્રવાંચન, શ્રવણ, વિચાર આદિ બૌદ્ધિક પ્રક્રિયા, બુદ્ધિપૂર્વકના વિપર્યાસને ટાળવા સુધી ઉપયોગી છે. – તેમ પ્રથમથી જ લક્ષમાં રહેવું જોઈએ; નહિ તો વિચારાદિની આદતમાં ફસાઈ જવાનું થશે. પ્રથમથી જ સમજણની વાતને અંતરમાં ઉતારવાનું લક્ષ હોય તો, વિચારાદિ ઉપર લક્ષ ન રહે, અથવા વજન ન રહે. અને પ્રયાસ અથવા પ્રયોગની દિશામાં આગળ વધવાનું થાય. જ્યારે અંતર્ અવલોકન વડે પ્રયોગ ચાલુ થાય છે, ત્યારે જ ભાવભાસન, સમજણ થઈ હતી તેનું આવતું જાય છે. અને જેમ જેમ ભાવભાસન વધતું જાય છે, તેમ તેમ દર્શનમોહ શિથિલ થતો જાય છે, જે પ્રક્રિયા દર્શનમોહના અભાવ સુધી ચાલવી જોઈએ. તાત્પર્ય એ છે કે મુમુક્ષુજીવે વિચાર ભૂમિકાનું મૂલ્ય ઉક્ત પ્રકારે મૂલવવું ઘટે, તેથી વધુ (૭૪૩) નહિ. અંતર્ અવલોકનના અભ્યાસ વડે જ્ઞાન-વેદન પર્યંત પહોંચતા વ્યાપ્ય-વ્યાપકભાવે સ્વ-દ્રવ્યનું લક્ષ સહજ થવા યોગ્ય છે. સ્વરૂપ લક્ષ થતાં જ ઉત્પન્ન ચૈતન્ય-વીર્યની સ્ફુરણા દ્વારા જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવાથી, સ્વ સંવેદન પ્રગટે છે, ત્યાં જ્ઞાન અર્થાત્ આત્મા પ્રગટપણે અનુભવમાં આવે છે. આમ અંતર્ અવલોકનથી જ્ઞાન સામાન્ય દ્વારા ધ્રુવ તત્ત્વ ઉપર અવલંબન આવે છે. સમયસારજી ગાથા-૧૫નો આ સંક્ષેપ છે. - આવા જ સંદર્ભમાં કૃપાળુદેવનું વચનામૃત ઉલ્લેખનીય છે. “આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.” (પત્રાંક– ૭૧૦) [ભાદ. સુ.૧૫–૧૯૫૨. વ. ૨૯] (૭૪૪) તીર્થંકર અથવા તીર્થંકર જેવા (ભાવિ તીર્થંકર) સમર્થ પુરુષ મૂળ માર્ગ પ્રવર્તાવે છે, ત્યારે માર્ગનો ઉદ્યોત વિશેષપણે થાય છે. પરંતુ આ હુંડાવસર્પીણી પંચમકાળમાં પાછળથી તરત જ માર્ગનો લોપ થવાની પરિસ્થિતિ સર્જાય છે, અનુયાયી વર્ગ જુથબંધી અને મતમતાંતરમાં ઘણી જ નજીવી બાબતમાં બળવાન આગ્રહ રાખી, દર્શનમોહનીય વર્ધમાન થાય.તેવી પ્રવૃત્તિમાં આવી જાય છે. તેમાં મુખ્યપણે જ્ઞાનીને અને સિદ્ધાંતને અનુશાસીત નહિ રહેતાં – સ્વચ્છંદે વર્તે છે. તેથી તેવી સ્થિતિમાં સમાધાન કરવું બહુ વિકટ છે. લોકોની મતિ વિશેષ આવરણ પામ્યા વિના, અલ્પ બાબતો / કારણોમાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અનુભવ સંજીવની બળવાન દુરાગ્રહ ન હોય–અથવા ન થાય. જૈન સમાજનું વિઘટન થવાનું મુખ્ય કારણ અનુશાસનનો અભાવ છે. પ્રાયઃ જ્ઞાની મળતા નથી, અને સિદ્ધાંતથી અજાણપણું વર્તે છે. તેથી વિપરીતતા અને સ્વચ્છંદતા વધતા જાય છે. (૭૪૫) આત્મા અને જ્ઞાનમાં તાદાભ્ય સિદ્ધ સંબંધ છે. તેથી તેમાં ભેદ જુદાપણું) દેખાતો નથી. તેથી મોક્ષાર્થી જીવ આમ જાણીને નિશંકપણે જ્ઞાનમાં પોતાપણું જાણીને વર્તે છે. તેને જ્ઞાનીઓ દ્વારા નિષેધવામાં આવેલ નથી. અર્થાત્ સંમત કરવામાં આવેલ છે. પોતે પણ તે જ પ્રકારે દ્રવ્યાર્થિક નયે વર્તીને ભેદજ્ઞાન કરી રહ્યા છે. આ રીતે જ રાગાદિ ભાવોથી ભેદજ્ઞાન કરવામાં આવે છે. પરંતુ રાગાદિ વિભાવમાં નિઃશંકપણે પોતાપણે વર્તવું – તે અનાદિનું અજ્ઞાન છે તેથી અંતર્ અવલોકન દ્વારા બંન્ને ભાવોના સ્વભાવ ઓળખી, રાગાદિમાં, પોતાપણું થાય છે, તે છોડવું, મટાડવું – એવો શ્રીગુરુનો ઉપદેશ છે. તે અત્યંત ભક્તિ ભાવે શીરોધાર્ય કરવા યોગ્ય છે. જ્ઞાનથી માત્ર પર્યાયત્વને લક્ષમાં ન લેતાં જ્ઞાન તત્ત્વથી આત્માને ગ્રહણ કરવા યોગ્ય છે. તે પરમાર્થ છે. (૭૪૬) જ્ઞાનમાં સ્વપણું થતાં, જ્ઞાન સ્વપણે અનુભવાતાં; એવા જ્ઞાનમાત્રથી જ બંધનો અભાવ થાય છે, કારણકે અનાદિથી રાગાદિમાં સ્વપણું કરીને જીવ ભાવ બંધરૂપે પરિણમન કરી રહ્યો છે. તેથી સમયસાર ગાથા - ૭૧માં ભગવાન અમૃતચંદ્ર આચાર્યદેવે જ્ઞાન ભવને ઉત્ન ત્મિી' તેવું વિધાન કર્યું છે. અર્થાત્ જ્ઞાનનું થવું . પરિણમવું તે આત્મા છે. આ જ્ઞાન રાગાદિથી ભિન્નપણે વર્તે છે. ભિન્નપણે વર્તતાં ચિત્ત શક્તિનો સહજ વિકાસ થાય છે, અર્થાત્ સ્વ સંવેદનનો આવિર્ભાવ થઈ, વિજ્ઞાનઘન થાય છે. ભેદજ્ઞાન થતાં વેંત જ કર્મવિપાક શિથિલ થઈ જાય છે. બંધ પણ શિથિલ થાય છે. (૭૪૭) જૂન – ૧૯૯૧ જ્ઞાની જ્ઞાન વેદનમાં, સ્વયંને વેદવામાં નિપુણ છે. તેથી રાગ-દ્વેષ, સુખ-દુઃખાદિરૂપ ઉદયને જ્ઞાન વેદનથી ભિન્ન / બાહ્ય જાણીને તે રૂપે જરાય પરિણમતા નથી. તે જ જ્ઞાનના જ્ઞાનત્વનું પરિણમવું છે. જ્ઞાનના વેદનના અનુભવથી, વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ વિભાવને અનુભવમાં સર્વથા ભિન્ન વેદે છે, કારણકે સ્વયંના એકત્વમાં, અન્યનું એકત્વ થવું અશક્ય જ છે. વળી, પુગલ પદાર્થોની કેટલીક અવસ્થા (રૂપ-રંગ) માત્ર જાણવાનો વિષય થાય છે, ત્યાં તેનાં અનુભવનો ભ્રમ થતો નથી, પરંતુ કેટલીક અવસ્થા, જેમકે (સુખ-દુઃખ) શાતા-અશાતા, કડવું મીઠું, વગેરે સ્વાદનો પ્રકાર ધારણ કરે છે, ત્યાં ભેદજ્ઞાનના અભાવને લીધે, જીવને અભેદતા વેદનપૂર્વક સધાઈ જાય છે, તે જ્ઞાનના Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ અનુભવ સંજીવની અજ્ઞાનત્વનું પરિણમન છે. ત્યાં જીવ જ્ઞાન ઉપર શેયની અસર થયાનો અનુભવ કરે છે, તે અનુભવની ભૂલ છે. જાણપણાની ભૂલ સમજણથી મટે છે, પરંતુ અનુભવની ભૂલ ટાળવા ઘણો પુરુષાર્થ જોઈએ. અંતર્ અવલોકનનો સૂક્ષ્મ અભ્યાસ જોઈએ. પ્રથમ, અંતર્ અવલોકનથી પર વિષયને ભોગવવાનો રસ તૂટે, પછી એકત્વપણે અનુભવની ભૂલ જણાય, અને જણાયા પછી ટળે. સમયસાર ગાથા ૯૨-૯૩માં આ વિષય છે. (૭૪૮) સ્વરૂપના વિકલ્પ દ્વારા સ્વરૂપમાં અહંભાવ થાય, ત્યાં સુધી આત્મામય પરિણમન નથી, પરંતુ વેદનપૂર્વક સ્વરૂપલક્ષ સહિત પરિણમન તે આત્મામય પરિણમન છે. જ્યાં સુધી વિકલ્પ છે, ત્યાં સુધી બાહ્યવૃત્તિ છે, વેદનમાં સ્વપણે પોતાનો અનુભવ તે અંતવૃત્તિ છે. વેદનથી જ અસ્તિત્વ ગ્રહણ છે. જ્ઞાનવેદન સિવાઈ, માત્ર સ્વરૂપના વિકલ્પમાં અસ્તિત્વ ગ્રહણ નથી. તેથી મોક્ષમાર્ગીને સવિકલ્પ દશામાં, પરિણતિમાં વેદન છે. જેટલું વેદન છે, તેટલો જ ધર્મ છે. અને તે જ મુખ્ય છે. વિકલ્પની મુખ્યતા નથી. (૭૪૯) A ૫/૧. સંયોગોની અનુકૂળતાના અભિપ્રાયને લીધે અનેક પદાર્થોની ભોગાદિ કામનાની અગ્નિ જેના પરિણામમાં બળે છે, તે મુમુક્ષુતામાં એવો પ્રતિબંધ છે, કે જે ભોગમાં અનાસક્તિ અને સંસાર (ઉદય) પ્રત્યે ઉદાસીનતાને રોકે છે. ૨. જીવને માન- સત્કારાદિની કામના રહેવાથી તેનું વારંવાર સ્ફુરવું થાય છે, તેથી માનાદિનું પાતળાપણું જે મુમુક્ષુની પાત્રતામાં હોવું ઘટે, તે થતું નથી. આ માન સંબંધિત પ્રતિબંધ છે. ગુપ્ત રહીને, અજાણ રહીને નિજહિત સાધી લેવાની ભાવના / વૃત્તિ મુમુક્ષુને રહેવી જોઈએ. ૩. અશાતા થઈ આવતાં આકુળ-વ્યાકુળતા થવા લાગે તે દેહ પ્રત્યેની મૂર્છા છે. તેનું અલ્પત્વ થવું ઘટે છે. (પ્રયત્નપૂર્વક) મુમુક્ષુની ભૂમિકામાં આ પ્રકારે ગુણો, તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, તે ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે. જો ઉક્ત પ્રતિબંધ યુક્ત દશા હોય તો, આત્મજ્ઞાનની પૂર્વ ભૂમિકા નહિ હોવાથી, આત્મજ્ઞાન થતું નથી. (૭૫૦) ‘જ્ઞાનમાત્ર’ કહેતાં પરમાર્થ છે તે શુભાશુભ ભાવથી રહિત તો છે જ, પરંતુ નયપક્ષની પણ રહિત જ છે. તેથી જ નયપક્ષથી રહિત થઈને અનુભવ ગોચર થાય છે. તેને જ ‘ચિન્માત્ર’ અથવા ‘સ્વભાવ’ એવા અનેક નામો કહેવાય છે. દ્રવ્ય, ગુણ, પર્યાય, નિત્ય- અનિત્ય, સામાન્ય-વિશેષ, વગેરે નયના વિષયો છે. પરમ પદાર્થ ભગવાન આત્મા, નિર્ભેદ અને અનઉભય સ્વરૂપ નયાતીત છે. વેદકતા (સ્વયંની) તે તેનું પરમ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ લક્ષણ છે. અનુભવ સંજીવની (૭૫૧) ज्ञानम् एव परमार्थ मोक्ष कारणम् विहितम् । - જ્ઞાનને જ આગમમાં પરમાર્થપણે મોક્ષનું કારણ ફરમાવવામાં આવ્યું છે. કોઈપણ શુભાશુભ ભાવને નહિ તે આ પ્રમાણે જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન, જે મિથ્યાત્વથી પ્રતિપક્ષભૂત છે અર્થાત્ જે જ્ઞાન સ્વયંની સન્મુખ થયું તે જ સમ્યક્ થયું. (અવિનાભાવીપણે પ્રતીતિ થાય છે.) જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન તે સ્વસંવેદનરૂપ પરિણમન – સ્વાનુભૂતિરૂપ પરિણમન, જે અજ્ઞાનથી પ્રતિપક્ષભૂત છે. જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન, તે જ્ઞાનની શાનમાં લીનતા / રમણતા, જે કષાયભાવથી પ્રતિપક્ષભૂત છે. આ પ્રકારે સુગમપણે પ્રયોગાન્વિત થવા અર્થે મોક્ષના કારણરૂપ ભાવો, ભગવંતે નિરૂપણ કર્યા છે. (૭૫૨) જીવને પોતાને તો સ્વભાથી જ્ઞાતાપણું છે. સ્વયંનું જ્ઞાતાપણું અનાદિથી ભૂલેલો જીવ પોતાના પુરુષાર્થને, ઉદયમાં રાગી થઈ, અન્ય કાર્યને કરવામાં યોજે છે. ત્યાં કર્તૃત્વને / એકત્વભાવને પામે છે, અને બંધાય છે. આમ જ્ઞાનમાત્ર એવા સ્વરૂપનું અજ્ઞાન જ જીવને રાગ કરવા પ્રેરે છે, રાગમાં ઉત્સાહિત કરે છે. એટલે કે પોતાના મહાનપદના બેભાનપણાને લીધે, જીવ પોતાને વર્તમાન ઉદયજનિત અવસ્થારૂપે માનીને, અનેક કલ્પિત કાર્યો માટે સ્વામિત્વભાવે ઉત્સાહિત થઈ પ્રવર્તે છે. પરંતુ જ્ઞાની જ્ઞાતાપણાને લીધે, ઉદય પ્રત્યે તેમને રાગ નહિ હોવાથી નિરુધમ થઈ, જ્ઞાતાપણાના પુરુષાર્થમાં વર્તે છે. (૭૫૩) · અનઉભય સ્વરૂપજ્ઞાન પોતાના સ્વરૂપે જાણનક્રિયામાં પ્રતિષ્ઠિત છે, તેથી જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું છે. તેમાંથી, તેના આધારે જ્ઞાનને ગૃહણ કરવું – સ્વરૂપે ગ્રહણ કરવું, નિજરસથી ગ્રહણ કરવું અને તે પ્રકારે ગૃહિત જ્ઞાનના અવલંબને જાણનક્રિયા માત્ર જ્ઞાતા ભાવે પરિણમતાં, સંવર ઉત્પન્ન થાય છે. સર્વ વિભાવ ભાવોથી ભિન્નતા થઈ જાય છે અને અનાદિ રાગનો આધાર છૂટી જાય છે. જ્યાં સુધી રાગનો આધાર છૂટતો નથી, ત્યાં સુધી પુરુષાર્થ રાગ સાથે જોડાઈને વર્તે છે, તેથી વિપરીતતા સધાય છે. રાગનો આધાર છોડાવવાના હેતુથી, જ્ઞાનના અને રાગના પ્રદેશો અત્યંત ભિન્ન છે, તેવું પરમાગમમાં વિધાન છે. તે પરમાર્થનું જ પ્રતિપાદક છે, તેમાં સંશય કર્તવ્ય નથી. (૭૫૪) Page #264 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૦૯ /પ્રશ્ન – જ્ઞાનનો અનુભવ કઈ રીતે કરવો ? ઉત્તર – જ્ઞાન સ્વયં સ્વ-સંવેદ્યમાન છે, અનુભૂતિ સ્વરૂપ છે. પરંતુ શેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ભેદો જણાય છે, તે ગૌણ કરીને, જ્ઞાન સામાન્યનું અવલંબન લેવાથી અર્થાત્ તેનો મુખ્ય કરીને અનુભવ કરવાથી, સ્વસંવેદન પ્રગટપણે અનુભવમાં આવે છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે છે, ત્યારે જ્ઞાનનાં સર્વ ભેદો આપોઆપ ગૌણ થઈ જાય છે. જ્ઞાનના સર્વ ભેદો એક જ્ઞાન જ છે. તે જ એક પરમાર્થ છે, કે જેને પામીને – અનુભવીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે તેથી આ જ્ઞાન જ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ ઉપાય (૭૫૫) ક / જે મોહ સમસ્ત જગતને ઉન્મત્ત બનાવે છે, જેને લીધે આ સમસ્ત સંસારનો વિશાળ વિસ્તાર છે, અને જેને જીતવું અતિ અતિ દુષ્કર છે, એવા મહા બળવાન મોહને પણ સહજ રમત માત્રમાં જે જ્ઞાન ઉડાડી દે છે, અને વચનાતીત આનંદની પ્રાપ્તિથી જે મસ્ત છે, તે આત્મ જ્ઞાન કેમ વંદનીય ન હોય ? સ્તુતિ કરવા યોગ્ય ન હોય ? પૂજનીય કેમ ન હોય ? (૭પ૬) જ્ઞાન વેદનમાં રહેવાની શ્રી જિનની આજ્ઞા છે. શ્રી જિનનું દર્શન કરતાં એટલે સ્વરૂપ જોતાં તે જ પ્રતિબોધ થાય છે. જ્ઞાનવેદનમાં રહેતાં જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય છે. જ્ઞાન-સામાન્યનો આવિર્ભાવ થતાં જ્ઞાનવિશેષનો સહજ તિરોભાવ થાય છે. જ્ઞાન વિશેષનો તિરોભાવ થતાં, જીવને પરસંગ થવાના ભાવનો અવકાશ જ રહેતો નથી. પરસંગ ભાવના અભાવથી સહજ રાગનો અભાવ છે. રાગના અભાવથી બંધનો અભાવ છે, બંધના અભાવથી ઉદયસંસારનો અભાવ છે, તેથી સર્વ દુઃખનો અભાવ છે. આમ જિનાજ્ઞાનું ફળ અનંત સુખ છે. (૭૫૭) Vમોક્ષાર્થી જીવને આચાર્ય ભગવાનની આ આજ્ઞા છે કે હું શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું.' – એ સિદ્ધાંતનું સેવન કરો. अहम् शुद्धं चिन्मयम् एकम् परमं ज्योति: एव सदा एव अस्मि । આ આખા સમયસારનો સાર અથવા મંત્ર આપેલ છે. (૭૫૮) 'મતાર્થીપણું, આત્માર્થીતાથી પ્રતિપક્ષભૂત છે. આત્માર્થીને અસત્યનો સ્વીકાર ન હોય અથવા સત્યનો અસ્વીકાર ન હોય; (ભયથી, લોભથી કે માનથી.) માત્ર કુળધર્મનું મમત્વ હોય, તે જ મતાર્થી એ સ્થૂળ પ્રકાર છે. સૂક્ષ્મપણે વિચારતાં, સપુરુષ, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અનુભવ સંજીવની કે સત્ સિદ્ધાંતની બાબતમાં કાંઈપણ વિપરીતતાનો સ્વીકાર, અથવા યથાસ્થાને અસ્વીકાર થાય ત્યારે ત્યાં મતાર્થીપણું ગણવા યોગ્ય છે. આવું મતાર્થીપણું આત્માર્થથી વિરુદ્ધ હોવાથી, આત્મકલ્યાણનું ઘાતક છે. શ્રીમદ્ પ્રભુ કહે છે કે – હોય મતાર્થી જીવ, તે અવળો લે નિર્ધાર.' – આ વચનામૃતમાં ઘણી ગંભીરતા રહેલી છે. સત્ દેવ-ગુરુ-ધર્મ-સપુરુષના વિષયમાં, કોઈપણ પ્રકારનો છળ ગ્રહણ થઈ, વિપરીત અભિપ્રાય થાય, ત્યાં આત્માર્થથી રહિત થવાય છે, અને દર્શનમોહ તીવ્ર થાય છે, મતિને અવશ્ય આવરણ આવે છે. મતિ મૂઢાઈ જઈને, બીડાય જઈને, જ્ઞાન વિવેકને ચુકે છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનુસાર સિદ્ધાંતને ગ્રહણ કરવાને બદલે, સ્વચ્છેદે પોતાનો મત બંધાવો તેમાં આત્માર્થીપણું નથી, મતાર્થીપણું છે તેને લીધે કુતર્ક થાય છે, વિરાધના થાય છે, તેથી મહાન અપરાધ છે. (૭૫૯) એક જ્ઞાનમાં જ એકાગ્ર થઈને જ્ઞાનમાં જ ચેત રાખવી તે જ્ઞાનના સંચેતનરૂપ જ્ઞાન ચેતના છે. તેનાથી જ્ઞાનની શુદ્ધિ / નિર્મળતા થાય છે, પૂર્ણતા પણ તેનાથી થાય છે. મોક્ષમાર્ગના પ્રારંભથી અંત સુધી આ પ્રકાર છે તે મુખ્ય છે. નીવ પર્વ એળ: જ્ઞાનં . જીવ જ એક જ્ઞાન છે. તેથી જ્ઞાનને અને જીવને અવ્યતિરેક છે. તે નિ સંશય છે, અર્થાત્ શંકા કરવા યોગ્ય નથી. તેમ પરમાર્થે યોગ્ય જ છે. આ રીતે જીવને જ્ઞાનથી કહેવામાં પારમાર્થિક પ્રયોજન રહેલું છે. એવો શ્રીગુરુનો આશય સમજવા યોગ્ય છે. શુદ્ધ જ્ઞાનમય સમયસાર, તે સત્યાર્થ પરમાત્મારૂપ છે તેથી પોતાને એક જ્ઞાનમયપણે અનુભવવાનું શ્રીગુરુનું ફરમાન છે. (૭૬O) * * શુભરાગ અને સદાશ્રિત ત્યાગાદિ, તે અશુદ્ધ દ્રવ્યના અનુભવના સ્વરૂપ હોવાથી, તેને વ્યવહારને પરમાર્થપણાનો અભાવ છે તેથી જેને વ્યવહારનું શુભરાગ અને દ્રવ્યક્રિયાનું મમત્વ વર્તે છે, તે વિવેક શૂન્ય જીવો, પરદ્રવ્યને જ આત્મા માનનારા, કેવળ રાગને જ સાધે છે. તાત્પર્ય એ છે કે વ્યવહારનો પક્ષ છે, તે પરમાર્થના વિપક્ષમાં છે. તેને શ્રીગુરુ, આત્માને દેખવા માટે અંધ થયેલાં કહે છે. તેથી શુદ્ધ જ્ઞાન એક જ પરમાર્થે અનુભવવા યોગ્ય છે. કારણકે તે શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. જ્ઞાનદ્વારા આત્માને સ્વદ્રવ્યરૂપે અસ્તિપણે અવલોકવામાં જે નિપુણ છે, તે વિશુદ્ધ જ્ઞાન પ્રકાશ વડે આત્મામય જીવન જીવે છે. - આ પારમાર્થિક વિવેક છે. (૭૬૧) જ્ઞાનમાત્ર, સદાય અસ્મલિત, એક વસ્તુનું નિષ્કપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુને તત્ક્ષણ જ ભૂમિકાની (સાધકપણાની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે. તે Page #266 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૧૧ સાધક થયા થકા સિદ્ધ થાય છે, અને જે જ્ઞાનમાત્રનો આશ્રય કરતા નથી, તેનું સંસાર પરિભ્રમણ મટતું નથી. આમ આખા ‘સમયસારનો સાર ‘જ્ઞાનમાત્ર' પણે પોતાને ગ્રહણ કરવો - અનુભવવો તે છે. મોક્ષ ઉપાયનો આ સંક્ષેપ છે. તે સુગમ હોવા છતાં, કોઈ વિરલ જીવ જ પામે છે, તે કુદરતની કોઈ અદ્ભુત નિયતિ છે. તે વિરલા ધન્ય છે. (૭૬૨) જ્ઞાનીની આજ્ઞા અનુસરવા જતાં, અથવા આત્મકલ્યાણ અંગેની સત્સંગાદિ પ્રવૃત્તિ કરતા, સમાજ અથવા લોકલાજ આડી આવતી હોય તો તે લોકસંજ્ઞા છે. જે આત્મઘાતક છે. તેવી જ રીતે પરમ ફળ દાયક એવું જે જ્ઞાની પુરુષનું વચન તેને સંમત કરતાં, પાછળથી બુદ્ધિ શાસ્ત્ર આધાર લેવા જતી હોય તો તે ભ્રાંતિ સ્વરૂપ એવી શાસ્ત્રસંજ્ઞા છે. જે જ્ઞાનીપુરુષના વચનને વિષે અશ્રદ્ધાની ઘાતક છે, અને આત્મસ્વરૂપને આવરણનું કારણ છે. આવી શાસ્ત્રસંજ્ઞા' વિપરીત અભિપ્રાય અથવા વિપરીત નિર્ણય વર્તતો હોવાથી ઉત્પન્ન હોય છે, અને તે જ જીવનો સ્વચ્છેદરૂપી મહાદોષ જાણવા યોગ્ય છે. (૭૬૩) Vઅંતર અવલોકન વગર જ્ઞાન પરલક્ષી રહે છે. જો કે પૂર્ણતાના લક્ષવાળો, પરલક્ષી જ્ઞાનમાં અટવાતો નથી, અને તે જ જીવને યથાર્થપણે અવલોકન રહે છે. તેમ અપેક્ષિતપણે અવલોકનને સમજવા યોગ્ય છે. જ્યાં સુધી આ પ્રકારે પૂર્ણતાના લક્ષે શરૂઆત થતી નથી, ત્યાં સુધી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પરલક્ષી રહે છે. તેવો પ્રકાર ન લંબાય તે ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. કારણકે તેવો પ્રકાર લંબાય તો પ્રાયઃ શાસ્ત્રાભિનિવેષ અથવા સ્વછંદ થવાનો સંભવ છે. પૂર્ણતાના લક્ષવાળાને દઢ મોક્ષેચ્છા હોવાથી માર્ગપ્રાપ્તિ માટેનો પ્રયત્ન તે જીવનો ઉત્કૃષ્ટ હોય છે, અથવા માર્ગપ્રાપ્તિનો અભાવ” એટલે કે સ્વરૂપ શાંતિના અભાવરૂપ અશાંતિની દશા તેના માટે અસહ્ય બની જાય છે. તે જ ઉત્કૃષ્ટ મુમુક્ષતાની દશા છે. અહીં કષાય અતિમંદ હોવા છતાં પણ શાતાની શાંતિ (2) પણ અસહ્ય થઈ પડે છે. તે યથાર્થ ભૂમિકાનું અસાધારણ લક્ષણ છે. અહીં અપૂર્વ જિજ્ઞાસાપૂર્વકની સ્વરૂપની શોધ – અંતરશોધ હોવાથી પરલક્ષી જ્ઞાનનો પ્રકાર થતો નથી. અર્થાત્ જ્ઞાન યુક્તિ – આગમમાં રોકાતું / સંતોષાતું નથી. કારણ વર્તમાન અશાંતિથી “અત્યંત અસંતુષ્ટ' એવું પરિણમન વર્તે છે અનુભવની શાંતિ / તૃપ્તિ વિના પરિસ્થિતિ અસહ્ય થઈ પડે છે તેને જ અનુભવ આવે (૭૬૪) આત્મકલ્યાણના એકમાત્ર લક્ષ અને આશય પૂર્વક જ્યાં સુધી યથાર્થ સુવિચારણાની સુયોગ્ય ભૂમિકા ન થાય, ત્યાં સુધી આત્માર્થી જીવે જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે. અથવા અત્યંત સરળ પરિણામે મધ્યસ્થ રહેવું યોગ્ય છે. તેવી પરિપકવ વિચારધારા થયા વિના ધાર્મિક વિષયોમાં કે બાબતોમાં Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અનુભવ સંજીવની પોતાનો મત આપવાનો અધિકાર જ નથી – તેમ જાણી, મત આપવાથી દૂર રહેવું હિતાવહ છે, નહિ તો સ્વચ્છંદ અને મતાગ્રહની ઉત્પત્તિ થયા વિના નહિ રહે. આવા મહાદોષમાં સહજમાત્રમાં આવી જવાતું હોવાથી, સપુરુષની આજ્ઞાનું અનુસરણ શ્રેયભૂત છે. તે નિઃસંશય છે. જો કે વિદ્યમાન પુરુષની ઓળખાણ થાય તો આજ્ઞારુચિરૂ૫, પ્રત્યક્ષ કારણ (સમકિતનું પ્રગટે છે, તે જીવને અનેક પ્રકારના સંભવિત દોષોથી બચાવી લે છે. તેથી તે સર્વ શ્રેષ્ઠ અને સલામત માર્ગ છે, તેવો સત્પુરુષોનો અભિપ્રાય, ઘણા અનુભવમાંથી પ્રસિદ્ધ થયેલો છે. આત્મલાભ માટે પ્રવૃત્તિ કરતા જીવને, જાણ્યે-અજાણ્યે અજંતુ નુકસાન ઃ ન દેખાય, ન સમજાય તેવું થઈ જાય છે. તેથી અત્યંત કાળજી રહેવી ઘટે છે. (૭૬૫) જુલાઈ . ૧૯૯૧ | મોક્ષાર્થીપણું તે સામાન્ય મનુષ્યથી થઈ શકતું નથી. સંપૂર્ણ શુદ્ધિની ઉપાસના, જીવન સમક્ષ ફક્ત એક જ લક્ષ / ધ્યેય રાખનારને, લક્ષ પ્રત્યે આગળ વધતાં અનેક વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. અસાધારણ નિશ્ચય શક્તિ અને પ્રિયજનોના અભિપ્રાય . જે પરમાર્થને પ્રતિકૂળ હોય – તેની સામે અડગ રહેવાની અથવા ઝઝૂમવાની તાકાત, નાહિંમત ન થવાની લોખંડી . વજ જેવી હિંમત અને છતાં નિર્દોષ વૃત્તિ, તે મુમુક્ષુનો સાત્વિક ખોરાક છે. અનાદિ અંધકારને ભેદીને માર્ગ કાઢવાનો છે. તેમાં ઉતાવળ પણ ન ચાલે અને પ્રમાદ પણ ન ચાલે, મૂંઝવણથી મૂંઝાવું પણ ન પાલવે. ધીરજથી માર્ગ ગ્રહણ કરવાનો છે. આવા નિજહિતના માર્ગ સાથે સમસ્ત જીવોના કલ્યાણની ભાવના થવી / હોવી અવિનાભાવી છે. તે ભાવના, છતાં લોકસંજ્ઞા અને લોક અવિરુદ્ધતાના અટપટા પ્રશ્નો સાથે સંતુલન જાળવવાની કુશળતા અને ધીરજ સહજભાવે રહેવી અપેક્ષિત છે. માર્ગની ગંભીરતા હોવી ઘટે છે. જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી દઢ પ્રતીતિ થાય, અને તેથી અનુભવ આવે, તેવું બાહ્યદૃષ્ટિએ વિચારીને અથવા અભિપ્રાય રાખીને અનેક જીવો દીર્ઘકાળ પર્યત સિદ્ધાંત શાસ્ત્રોનું અધ્યયન કરે છે – કર્યા કરે છે. પરંતુ પોતાના દર્શનમોહનો રસ ન તૂટે તો અનુભવ ઉત્પન્ન થતો નથી, તેવું શ્રીગુરુનું ફરમાન છે. ખરેખર તો સિદ્ધાંત જ્ઞાન અને ઉપદેશ બોધ, બંન્નેના નિમિત્તે દર્શનમોહનો રસ ઘટે, તો જ તેની યથાર્થતા છે. તથાપિ અયથાર્થ પદ્ધતિએ દર્શનમોહ ન ઘટે તે લક્ષમાં લેવા યોગ્ય છે. તત્ત્વઅભ્યાસની સાથે સાથે ભેદજ્ઞાનનો પ્રયોગાભ્યાસ થવો ઘટે, તો અવશ્ય દર્શનમોહનો રસ તૂટે. જો ભેદજ્ઞાનની પદ્ધતિ ચાલુ ન થાય તો તત્ત્વાભ્યાસ નિરર્થક થાય. જે મુમુક્ષુજીવની દૃષ્ટિ Page #268 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૧૩ પ્રયોજન સાધવા માટે તીક્ષ્ણ હોય, તે માત્ર શાસ્ત્ર વાંચનમાં ન રોકાય, ન સંતોષાય ચૈતન્ય સ્વરૂપ તો અનુભવ કરવા યોગ્ય છે, નહિ કે માત્ર વિચારવા યોગ્ય. (૭૬૭) * આત્માને ચૈતન્યપણે, ચૈતન્યમાત્ર ચિન્હ / લક્ષણથી અવલંબીને અનુભવ કરવો – ચૈતન્યસ્ સાતમ્યતામ્ – તેવું પરમાગમમાં વિધાન છે (સ. સાર. ક. ૪૨ × ૪૩) અનુભવપૂર્ણ ઉક્ત વિધાન, એ જ શ્રીગુરુની આજ્ઞા છે, તેમ આજ્ઞાંકિત શિષ્યે અંગીકાર કરવા યોગ્ય છે, વા શિરોધાર્ય કરવા યોગ્ય છે. અન્યથા અભિપ્રાયથી પ્રવર્તવું તે મતાર્થીપણું છે, વા સ્વચ્છંદ છે. ज्ञानीजन: लक्षणतः जीवम् स्वयं अनुभवति । ધર્માત્મા આ વિધિથી નિરંતર ભેદજ્ઞાન કરે છે. મુમુક્ષુજીવે પણ તેમ જ કર્તવ્ય છે. (૭૬૮) * V જ્ઞાન-શેયની એકત્વબુદ્ધિના સંસ્કારને લીધે જીવને એવો ભ્રમ થાય છે કે, શેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થવાથી, જ્ઞાનમાં કંઈક અસર થાય છે, એટલે વિકૃતિ ઉત્પન્ન થાય છે, તેથી શેય જ્ઞાનમાં ન જણાય તેવી યુક્તિ વા પ્રયત્ન કરવા પ્રેરાય છે. પરંતુ અનાદિ પરલક્ષ છે, ત્યાં સુધી પરલક્ષપૂર્વક પરનું જાણવું થયા કરે છે, થયા વિના રહેતું નથી. આત્માનો વિચાર વાંચન પણ પરલક્ષે થાય છે, ત્યાં રાગાદિ વિકાર થવો અનિવાર્ય છે. તેથી મુમુક્ષુજીવે પ્રથમ સ્વલક્ષ કરવા યોગ્ય છે. સર્વ શાસ્ત્રો સ્વરૂપ લક્ષ થવાને અર્થે રચાયા છે. જો સ્વલક્ષ થાય તો, પર પ્રકાશન કાળે પણ જ્ઞાયક જ જણાય છે / મુખ્ય રહે છે, અને પર જણાવા છતાં જણાતું નથી. અર્થાત્ જ્ઞાન જ્ઞેયની એકત્વ બુદ્ધિ મટે છે. તેથી શેયથી ભિન્ન પડીને જ્ઞાન વર્તે છે. ઉક્ત પ્રકારે પ્રથમ લક્ષ બદલાવ્યા વિના જ્ઞાનમાંથી જ્ઞાનાકારને દૂર કરવા અર્થે કોઈ ધ્યાનાદિ પ્રયોગ કરે છે, તે અવિધિએ એકાકાર જ્ઞાનને ઈચ્છે છે, પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી, પરંતુ માત્ર એકાકાર સ્વરૂપના લક્ષે, વિશેષ જ્ઞાનનો તિરોભાવ થઈ, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવાથી જ્ઞાન, એટલે કે આત્મા પ્રગટ અનુભવમાં આવે છે. તેથી સ્વરૂપ લક્ષ જ નિર્વિકલ્પ અનુભવનું કારણ છે, તેમ જાણી પ્રથમ સ્વરૂપ લક્ષ થાય તે પ્રકારે પ્રયત્ન કરવો. (૭૬૯) * જ્ઞાન હંમેશા લક્ષ અનુસાર પ્રવર્તે છે. અનાદિ સંસાર અવસ્થામાં પરલક્ષપૂર્વક જ્ઞાનની પ્રવૃત્તિ રહી છે. તેથી પરનું-ઉદયનું અનુસરવું સહજપણે થાય છે. તેથી જો સ્વલક્ષ થાય તો, ઉદયથી ભિન્ન પડવાની પ્રક્રિયા થાય. તે સ્વલક્ષના બે વિષય છે. એક પૂર્ણ શુદ્ધિ, અર્થાત્ દઢ મોક્ષેચ્છા, અને બીજું તનિત્ ભાસ્યમાન પ્રત્યક્ષ નિજ સિદ્ધપદ. સાધક અવસ્થામાં ઉક્ત બંન્ને વિષય લક્ષમાં રહે છે (યુગપણે.) અને સ્વરૂપની મુખ્યતામાં સહજ શુદ્ધિની પ્રક્રિયા સધાતી જાય છે તેથી કયારે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અનુભવ સંજીવની પણ સંતુલન ન જળવાય, તેમ બનતું નથી. તેને સંક્ષેપમાં યથાર્થ લક્ષ જ્ઞાનીપુરુષ કહે છે. જ્ઞાનમાં લક્ષનો વિષય બદલાતો નથી. પરિણામે ઉપયોગ ફરે છે, પરંતુ લક્ષ ફરતું નથી. ઉદય ભાવોમાં અનેક વિધતા હોવા છતાં, સ્વલક્ષપૂર્વક જ પ્રવૃત્તિ થાય છે. પરિણામે / ફળ સ્વરૂપે અનઉદય ભાવ ઉત્પન્ન થાય છે, તેનું કારણ આત્મલક્ષ જ છે. (૭૭૦) જેને પોતાનું દ્રવ્ય સ્વરૂપ રાગાદિ મલ રહિત, શુદ્ધ જ છે, એવી પ્રતીતિ અનુભવ સહિત વર્તે છે, એવા જે સમ્યફદષ્ટિ, તેને પરાશ્રિત અંશરૂપ, રાગાંશમાં અશુદ્ધત્વ અર્થાત્ ચિકાશની ઉત્પત્તિ થતી નથી. કર્મ પ્રસંગ ઉપરની દૃષ્ટિ અર્થાત્ ભ્રાંતિ છૂટી જવાથી નિશ્ચંતદશા – દ્રવ્ય આશ્રિત વર્તતી દશાને, દ્રવ્ય શુદ્ધત્વરૂપે પરિણમે છે, તેમ જોવામાં આવે છે. જેની જાતિ શુદ્ધ હોવાથી, તેના સર્વ પરિણામો અબંધક હોય છે. સર્વ પરિણામો માન્યતાના આધારે થાય છે. જેમાં સંસારીને ભવની પ્રતીતિના આધારે જ સઘળું પરિણમન હોય છે તેમ. અનુભૂતિ સહિત, અનંત સર્વ ગુણાંશ વ્યક્ત થવાથી, જાણે કે કોઈ અલૌકિક વિશેષતા, શેષ અશુદ્ધિની જાતિને પણ પરિવર્તિત કરી ધે છે, તેની વિશેષતા જન્મ પામે છે. તેથી અન્ય સંસારી જીવોની સમાન ક્રિયા અને રાગાદિ હોવા છતાં મોટો પરિણમન ભેદ છે, કે જેથી બંધાતા નથી. (૭૭૧) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર, આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ ભેદથી આત્માનો નિર્ણય કરવા પ્રયાસ કરે છે અને રુચિ અનુસાર આગમના કોઈ ને કોઈ વિષયનો પક્ષપાત કરે છે. એક, અભેદ, અખંડ તત્ત્વની અનેકરૂપ કલ્પના કરે છે, તેનું નામ પક્ષપાત છે. પરંતુ રાગનો અંશે અભાવ કરીને, સ્પષ્ટ અનુભવાશે પરમપદાર્થની ઓળખાણ, અસ્તિત્વ ગ્રહણ વડે થાય તો, સવિકલ્પદશામાં નયપક્ષમાં રોકાવાનું બને નહિ, કારણ ઓળખાણથી ઉત્પન્ન અખંડનું જોર અનુભવ પ્રત્યયી હોય છે. તેથી પક્ષપાત રહિત થઈને, વેદન દ્વારા, સ્વવસ્તુને પ્રત્યક્ષ કરનારને કલ્પના બુદ્ધિ રહેતી નથી, મટી જાય છે, સહેજે. તેનું કારણ પ્રત્યક્ષ સ્વરૂપનો પ્રત્યક્ષ સ્વાદ છે. જે તત્ત્વ અર્થાત્ નિજ સ્વરૂપ કેવળ અનુભવનો વિષય છે. તેને માત્ર વિકલ્પ ગોચર પક્ષપાત વડે રાખવાથી શું વળે ? તેમ લાગવાથી વિકલ્પ / રાગ ઉપરનું વજન ખસી જાય છે. (૭૭૨) એક જ કાળમાં તેજપુંજ શુદ્ધ ચૈતન્યઘન એવું નિજસ્વરૂપ, અનુભૂતિ અંશરૂપ જ્ઞાન સામાન્ય, શેયાકારરૂપ જ્ઞાન વિશેષ અને રાગાદિભાવરૂપ વિભાવભાવ વિદ્યમાન છે. આમ વસ્તુસ્થિતિ છે, ત્યાં સ્વલક્ષના અભાવને લીધે, એકાંત પર એવા રાગાદિનું લક્ષ (અનાદિથી) હોવાથી, તેજપુંજ એવો મહાપદાર્થ, છતો છતાં અણછતો થઈ જાય છે ! અને જીવ અનંતકાળ અંધારામાં ગોથા ખાય Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ અનુભવ સંજીવની છે, દુઃખી થઈને ભમે છે. પ્રગટ લક્ષણ એવું જે અનુભૂતિઅંશ તેના આધારે, જો લક્ષ એકવાર પણ તેજપુંજનું થાય તો, તે તેજપુંજના ફુરણ માત્રથી, વિકલ્પરૂપી અંધારૂં, વિલય પામી જાય વિકલ્પ અર્થાત્ નયપક્ષની કક્ષા વ્યતીત થઈ, તત્ક્ષણ જ્ઞાન-પ્રકાશનો ઉદય થાય છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ પ્રકાશરૂ૫ વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્યારથી અશુદ્ધત્વ મટે છે. (૭૭૩) મોહનો અભાવ થઈને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સમ્યકજ્ઞાનરૂપી શીતળ સુખમય ચંદ્રનો ઉદય થાય છે – જેના જ્ઞાન પ્રકાશમાં, આકુળતામય સર્વભાવોમાં ક્યાંય પણ ભ્રમ (મોહ) થતો નથી અર્થાત્ શુભકર્મ સુખદાયી અને અશુભકર્મ દુઃખદાયી, એવો ભેદ તત્ત્વષ્ટિ થયા પછી ઉપજતો નથી. કેમકે જેમ અશુભ ભાવરૂપ સંકલેશ પરિણામ દુઃખમય છે, તેમ જ સકષાયરૂપ શુભ પરિણામ પણ દુઃખમય જ છે, તેવો પ્રત્યક્ષ અનુભવ નિર્મળ જ્ઞાનને થાય છે. જ્યાં સુધી આવો અનુભવ નથી, ત્યાં સુધી શુભ સારું-અશુભ ખરાબ બુરું) એવી મિથ્યા શ્રદ્ધા રહે છે. પરંતુ બન્નેમાં વિભાવ સામાન્ય છે. વિભાવ જીવના શુદ્ધ પરિણમનનો ઘાતક છે. તેથી તેની અભિલાષા . એ મોહ છે; વિપર્યાસ છે. ચૈતન્ય મહાપદાર્થ, પરમ પવિત્ર સ્વભાવના ઘાતકને ઈચ્છવા યોગ્ય કેમ હોય ? તેમ છતાં પુણ્યના ઉદયમાં જે રંજાયમાન થાય છે, તે પોતાની સુધ ભૂલેલાં પાગલ થઈને રાચે છે, પરંતુ મહા દુઃખી છે. (૭૭૪) / સ્વરૂપ નિર્ણયમાં સ્વભાવની નિયતા ભાસે છે તેને લીધે સહજ અનિત્ય સંયોગી પદાર્થો ઉપર ઉપેક્ષા, ઉદાસીનતા આવી જાય છે. નિત્ય, નિરુપાધિક, શાંત સ્વરૂપ રસ, અનાદિ અનિત્ય દેહાદિ પ્રત્યેના રસને મટાડે છે. - આમ સંયોગોનું મૂલ્ય, નિર્મુલ્ય થઈ, સ્વરૂપનું મૂલ્યાંકન થાય છે, અને નિત્ય સ્થિર સ્વ-પદાર્થના આશ્રયે, ઉપયોગ સ્થિર થવાનો અવસર આવે છે, જ્યાં સુધી અનિત્ય, અસ્થિર પદાર્થોની પ્રતીતિ છૂટે નહિ, ત્યાં સુધી ઉપયોગને સ્થિરત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. – આમ “આત્મા નિત્ય છે એવા યથાર્થ નિર્ણયને ઉપયોગ સ્થિર થવામાં અનુસંધાન છે. તેથી આત્માના નિત્યત્વનો નિર્ણય અતિ મહત્વનું અંગ છે – એમ શ્રીગુરુનો ઉપદેશ છે. (૭૭૫) - જ્ઞાની ઉદયને સમ્યક્ પ્રકારે વેદે છે તે જ્ઞાનીનું જ્ઞાનીપણું છે. ત્યાં સમ્યક પ્રકારે વેદવું એટલે શું ? સમાધાન : - સામાન્યપણે સંસારમાં જીવ ઉદયને ભોગવતાં, તદાશ્રિત રાગ / લેષભાવે પરિણમીને નવો કર્મ બંધ કરે છે. પરંતુ શુદ્ધ સ્વરૂપનો જેને અનુભવ છે, તેને તેમ થતું નથી. તેવા જ્ઞાની પુરુષને શાંત સ્વરૂપ રસને વેદતાં, શુભ કે અશુભ ઉદયનું જાણવું થાય છે. સ્વરૂપ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અનુભવ સંજીવની જાગૃતિપૂર્વક એવો નિશ્ચય વર્તતો હોય છે, કે આ ઉદય મારો નથી. જ્ઞાન સ્વરૂપી એવા મને ઉદય સાથે કોઈ સંબંધ નથી. – પહેલાં સંબંધ કલ્પીને ઉપાધિમાં આવી દુઃખ ઘણું ભોગવ્યું, પરંતુ હવે અનુભવમાં ભિન્નતા અનુભવાય / વેદાય છે. તેથી ઉપર છેલ્લાં ઉપયોગથી જાણીને, સ્વરૂપમાં વિશેષ સાવધાન થવાનું સહજ બને છે, તેવા પ્રકારને ઉદય-વેદતાં નિર્જરા થાય, તેવો સમ્યક પ્રકાર જાણવા યોગ્ય છે. પ્રાપ્ત વીતરાગતાને લીધે, રાગના નિમિત્તો મળવા છતાં રાગ ઉપજતો નથી, તેવી સહજતા જ્ઞાનદશામાં વર્તે છે. અત્યંતર પરિણતિમાં સ્વરૂપાનુભવ સુખ વર્તે છે, તે અત્યંત મુખ્ય છે. તેથી અતિ અલ્પ રાગાંશમાં ત લખાશ હોય છે, તેને પણ રોગ જાણે છે. તેમાં પ્રીતિ-રતિ દર્શનમોહ વિના ઉપજે નહિ. પરંતુ જ્ઞાનીને તેવો વ્યામોહ નહિ હોવાથી, માત્ર જ્ઞાતા ભાવે રહેવું થાય છે. (૭૭૬) चैतन्य शक्ते द्वौ आकारौ ज्ञानाकारो ज्ञेयाकारस्य । (રાજ. વા. ૧.૬-પ-૩૪-૨૯). - અર્થ – ચૈતન્ય શક્તિનાં બે આકાર છે, જ્ઞાનાકાર અને શેયાકાર આ શક્તિનું નિશ્વય સ્વરૂપ છે. તેનું પરણેયાશ્રિત કથન . વ્યવહાર વચન છે. વસ્તુ સ્વભાવને સમજી હેય-ઉપાદેય અથવા મુખ્ય–ગૌણ થઈ શકવા યોગ્ય છે, પરંતુ સ્વભાવને અન્યથા સમજવામાં તો દર્શનમોહનો પ્રભાવ જ પ્રવર્તે છે. તેથી મહા અનર્થ થાય. સ્વભાવને જેમ છે તેમ સમજી પ્રયોજન સાધવું યથાર્થ વિધિએ, જેથી દર્શનમોહનો અભાવ થાય. જો જ્ઞાન શેયાકારે પરિણમે જ નહિ, તો અનાદિ પરથી એકત્વ (ભ્રાંતિથી) થયું છે, તે હોય જ નહિ, અને તેથી ભેદજ્ઞાન કરવાની વિધિ પણ ઉપદેશમાં ન હોય અથવા પરના નિશ્ચય વિના સ્વનો નિશ્ચય પણ બને નહિ. તેથી શેયપૂર્વક હેય-ઉપાદેયરૂપ વિવેક થવો સંભવે છે. (૭૭૭) શેયાકાર જ્ઞાનમાં જાણપણાની પ્રધાનતા છે. અને છઘસ્થ જીવને તે કર્મના ક્ષયોપશમ અનુસાર હોય છે. તેથી જ મન:પર્યય જ્ઞાન કે જે ચારિત્રની નિર્મળતાના નિમિત્તે પ્રગટે છે તેની પણ અધ્યાત્મમાં વિશેષતારૂપે ગણના નથી. પરંતુ જ્ઞાનાકાર જ્ઞાનમાં સ્વસંવેદનની પ્રધાનતા હોવાથી, અનુભવના પ્રયોજન વશ, તેની મુખ્યતા અધ્યાત્મ શાસ્ત્રોમાં જોવામાં આવે છે. તો પણ શેયાકાર જ્ઞાન તે જ્ઞાનની અશુદ્ધિ કે વિપરીતતા નથી, તેમ જાણવા યોગ્ય છે. અધ્યાત્મમાં શુદ્ધ સ્વરૂપની અનુભવ શક્તિને જ્ઞાનગુણ કહેવામાં આવેલ છે. અને ઓળખાણના તબક્કે પણ સ્વસંવેદનથી પ્રસિદ્ધિરૂપ સિદ્ધિ થાય છે. મોક્ષમાર્ગમાં અનુભવરૂપ આત્મજ્ઞાનનું મહત્વ છે, તેટલું આગમજ્ઞાનનું મહત્વ નથી. તેમ મહાન આચાર્યોનો અભિમત છે, કે જેઓ આગમના Page #272 -------------------------------------------------------------------------- ________________ પારગામી છે. અનુભવ સંજીવની ૨૧૭ (૭૭૮) //જે મુમુક્ષુજીવને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, છતાં સ્વાનુભવ નહિ થવાથી, આયુ વ્યતીત થતું જતું હોવાથી, વ્યાકુળતા થાય (છે), તેણે નીચેના બે પાસા તપાસવા આવશ્યક છે. ૧ : વર્તમાન ઉદયમાં રસ/સુખ વેદાય છે, તેવા અહિતરૂપ ભાવોમાં પરિણમવું થાય છે, તે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાને પ્રતિકૂળ હોવા છતાં, ત્યાં જાગૃતિનો અભાવ કેમ ? ત્યાં તો સહજ દુઃખ લાગતાં, નીરસતા / ઉદાસીનતા થવી ઘટે. ૨ ઃ પોતામાં જ્ઞાન, સુખાદિ અચિંત્ય શક્તિનું નિધાન છે, તેમ જાણવામાં હોવા છતાં, અંતરમાં તેની હયાતીનો સ્વીકાર કાં નથી ? અને તેથી અન્ય સુખની વાંચ્છા રહે છે ? આ બંન્ને સ્થળે ઊંડા ઉતરવું જરૂરી છે. તે ઉપરાંત અનુભવ - ચિંતામણી અર્થે ભેદજ્ઞાનના પ્રયોગના પુરુષાર્થપૂર્વક શુભાશુભ પ્રસંગમાં સાવધાની ત્યાગી, ‘જ્ઞાનમાત્ર'માં સાવધાનીનો પુરુષાર્થ કર્તવ્ય છે. (૭૭૯) ઉદયમાન ગતિ અને ઇન્દ્રિયના વિષયભોગને અનુસરતા પરિણામ અંશમાં આકુળતા - લક્ષણ દુઃખનો અનુભવ, સમ્યક્દષ્ટિ જીવને થાય છે, તેથી તેનાથી છૂટવાનાં ભાવ સહજ રહે છે. તોપણ સંયોગ છૂટતો નથી, પરવશ થઈને ઉદય ભોગવવો પડે છે. પણ જેનાથી છૂટવાનો ઘણો પ્રયાસ હોય, તેનાથી સહજ વિરક્તપણું થાય. તેથી પરિણામ તેમાં રંજાયમાન થતા નથી. તેથી ભાવ પ્રતિબદ્ધતા થતી નથી. તેથી કર્મબંધ નથી-નિર્જરા છે. વળી તે જ વખતે વર્તતા જ્ઞાનમાં ભિન્નપણું - જ્ઞાનવેદનપૂર્વક અનુભવાય છે. આ અભિન્ન જ્ઞાન વેદનમાં, જે વેદે છે તે જ અભેદરૂપે વેદાય છે, સ્વપણાને લીધે, વિજ્ઞાનઘન ભાવમાં, વીતરાગતા, નિરાકુળતા લક્ષણ સુખાદિ અનુભવાતા હોય છે. આ પ્રકારે ઉદય વેદવાનું જ્ઞાનદશામાં બને છે. (યથા જેલનો કેદી સજા ભોગવતી વખતે કામ કરતો જોવામાં આવે છે તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ હોય છે.) (૭૮૦) - Imp * ૮-૪ વિષયમાં હિતબુદ્ધિ થાય, તે વિષયમાં જીવને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને જે વિષયમાં શ્રદ્ધા ઉક્ત પ્રકારે સહજ ઉત્પન્ન થઈ જાય છે, તે વિષયમાં પરિણામ લીન થઈ જાય છે; પરંતુ જે વિષયમાં હિત / સુખનો નિર્ણય ન હોય, ત્યાંથી રુચિ ખસી જાય છે, અને જ્યાં રુચિ ન હોય, તે વિષયમાં રસ નહિ આવવાથી, લીનતા થઈ શકતી નથી. આમ જ્ઞાન પૂર્વક શ્રદ્ધા અને જ્ઞાનશ્રદ્ધાનપૂર્વક ચારિત્ર ઉત્પન્ન થવાનું વિજ્ઞાન છે. તાત્પર્ય એ છે કે આત્મામાં સુખ છે, તેવો નિર્ણય થવો ઘટે છે, તો જ આત્મરુચિ સહજ થાય, અને પરમાં સુખ છે, તે અનાદિ નિર્ણય વર્તે છે, તે ટળે તો જ પરરુચિ મટે. પ્રયોજનના દૃષ્ટિકોણથી જોતાં, સુખ તે જ આત્મા છે' તેથી સુખનો નિર્ણય ત્યાં સ્વ-આત્માનો નિર્ણય, અને ત્યાં રુચિ અને લીનતા અનુક્રમે થાય છે. તેથી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અનુભવ સંજીવની સર્વ જ્ઞાનીનો આદેશ છે કે તે જીવ ! સુખ આત્મામાં છે તે ન ભૂલ. ભ્રાંતિ છોડ.” (૭૮૧) સમ્યક્ થતાં, બાહ્ય સંયોગ તો હતા તેવા જ ચાલુ રહે છે. પરંતુ સ્વામીત્વપણે મમત્વ રહેતું નથી, અર્થાત્ અવાંછિત ભાવે જ્ઞાનીને વર્તવું થાય છે, સંયોગો પ્રત્યેની રૂચિ અંતરંગમાં નથી. કારણકે નિજ શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ રહે, અને પર દ્રવ્યમાં રુચિ પણ રહે, તેવું બનતું નથી. જ્ઞાતાપણું અને (પરનું વાંછકપણું - તે પરસ્પર સર્વથા વિરુદ્ધ છે. પરની અભિલાષા / રુચિ – તે નિશ્ચયથી પુરું મિથ્યાત્વનું પરિણામ છે. એમ શ્રીગુરુ કહે છે. આત્મરુચિ તે ખરેખર સમ્યફદર્શન છે. (૭૮૨) / પ્રયોગનો પ્રારંભ તત્ત્વજ્ઞાનની સમજણને વર્તમાન ઉદયકાળે લાગુ કરવાથી થાય છે, આમ કરવામાં, અનુભવાતા ભાવોનું અવલોકન થાય છે. અને અવલોકન ચાલુ રહેવાથી રાગનો અનુભવ અને જ્ઞાનનો અનુભવ - એમ બંન્ને ભાવોની અનુભવથી ભિન્નતા જણાય છે. તેમ થતાં ભેદજ્ઞાનનો વિધિ-નિષેધયુક્ત પુરુષાર્થ ચાલુ થાય છે. - આમ પ્રયોગ કાળે પુરુષાર્થ શરૂ થાય છે અને તેથી જ સ્વરૂપનું ભાવભાસન આવે છે - સ્પષ્ટ અનુભવાશે . જેથી અપૂર્વ મહિમા સહિત પુરુષાર્થમાં વેગ આવે છે અને લીનતા થાય છે. (૭૮૩) ઑગષ્ટ - ૧૯૯૧ જે ધર્માત્માને કર્યોદયે કાયયોગ વર્તે છે, તેમાં ભિન્નતા થવાથી મમત્વનો અભાવ થયો છે, તેને પર જીવના સંયોગમાં રહેલા દેહ પ્રત્યે સુખની કલ્પના થઈ, અબ્રહ્મચર્યનો પ્રકાર કેમ થાય? તેથી જેને પોતાના શરીરનું પણ નિર્મમત્વ થઈ ગયું છે, તેને જ વાસ્તવિક બ્રહ્મચર્ય (નિશ્ચયથી તેમજ વ્યવહારથી) હોય છે બ્રહ્મ અર્થાત્ દેહાધ્યાસથી પ્રતિપક્ષભૂત સ્વભાવ તેમાં એકત્ર થવાથી, દેહભાવની કલ્પનાનો અભાવ થવો તે બ્રહ્મચર્ય – આમ સમ્યક પ્રકારે વેદોદયનો ઉપશમ થવા યોગ્ય છે, માત્ર હઠથી વૃત્તિ દમન કર્તવ્ય નથી. (૭૮૪) ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ નિરર્થક છે, લક્ષ વગરના બાણની જેમ – યદ્યપિ બાહ્ય પ્રવૃત્તિમાં ઉપયોગ બહિર્મુખ થાય છે, તે આત્મહિતને અનુકૂળ નથી, તેથી તેને પણ છોડાયો છે. પરંતુ મુમુક્ષુની ભૂમિકામાં તો ઉપયોગ હજી અંતરમાં આવ્યો નથી, ત્યાં પ્રથમ લક્ષ / ધ્યેયપૂર્વક બુદ્ધિપૂર્વક શાસ્ત્રવાંચન, શ્રવણ, વિચારણા, ચિંતવન, સ્મરણ વગેરે થવું ઘટે છે અન્યથા કેવળ બાહ્યક્રિયા જ થાય છે. તેનું પરમાર્થે કોઈ સફળપણું નથી. આત્મહિતરૂપ પૂર્ણતાનું લક્ષ . નો વિષય, યદ્યપિ પરોક્ષ છે, પરંતુ તેવા લક્ષપૂર્વકનું અવલોકન, પરોક્ષપણું મટાડવાની પ્રક્રિયારૂપ છે. કારણકે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ અનુભવ સંજીવની નિજાવલોકનથી જ પ્રત્યક્ષ સ્વરૂપનું ભાવભાસન થઈ, સ્વસન્મુખતા થાય છે, જે સ્વસંવેદન પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે. (૭૮૫) જેમ જીવ અને પુદ્ગલ-જડ પ્રતિપક્ષભૂત છે. તેથી પુદ્ગલનો રસ છે, તેને આત્મરસ ઉત્પન્ન થવો મુશ્કેલ છે. જેને ઈન્દ્રિયના ક્ષયોપશમ જ્ઞાનનો રસ ચડે છે, તેને બહિર્મુખ વેગ વધવાથી અંતર્મુખી અતિન્દ્રિય જ્ઞાનનો રસ ચડતો નથી, તેમ વિકલ્પમાં જેને રસ છે, અને તેથી જે જીવ અધિક - અધિક વિકલ્પ કરે છે તેમ તેમ નિર્વિકલ્પ અનુભવથી દૂર થઈ જાય છે. તેથી જ કૃપાસાગર શ્રીગુરુ કહે છે કે પઠન-પાઠન, સ્તુતિ, સ્મરણ, ચિંતના આદિ અનેક ક્રિયાના વિકલ્પો વિષ સમાન છે, નિર્વિકલ્પ અનુભવ તો અમૃતનું નિધાન છે, તેથી ઉપાદેય છે. વિકલ્પ માત્ર હેય છે, તેમ છતાં વિકલ્પ રસ આવે તો તે અશુદ્ધપણાનું મૂળ જાણી ત્યજવું. (૭૮૬) - પ્રયોજનભૂત તત્ત્વની સમજણ કર્યા પછી પણ, યોગ્યતાની કાંઈક ઉણપને લીધે, અનુભવ ઉપાદેય છે. તેમ લક્ષમાં હોવા છતાં પણ, અનુભવના પુરુષાર્થમાં જે જીવ શિથિલ છે, તે અનેક પ્રકારના વિકલ્પોથી સંયુક્ત થવાને લીધે, શુદ્ધોપયોગી થતો નથી. તેથી સ્વાનુભવના પુરુષાર્થની શિથિલતા એ જ અનેક પ્રકારના વિકલ્પને ઉત્પન્ન કરે છે આવું શિથિલપણું અને વિકલ્પપણું અશુદ્ધિનું મૂળ જાણીને, લંબાય નહિ, તે માટે જાગૃત થઈ/ રહી, પુરુષાર્થવંત થવું ઘટે છે. પ્રમાદ મહા રિપુ છે. આયુનો પ્રત્યેક સમય ચિંતામણી રત્નથી અધિક મૂલ્યવાન છે, અને રાગનો એક કણ પણ વિષનો કણ છે. એ આદિ પ્રકારે જાગૃત રહી, સ્વરૂપ-સાવધાની થવા યોગ્ય છે. (૭૮૭) સ્વયંના મૂળ સ્વરૂપમાં પોતાપણું નહિ કરીને, વર્તમાન પર્યાયમાં જીવ એકત્વભાવે, પર્યાયબુદ્ધિથી વર્તે છે, તેથી પર્યાય મૂળ: પરસમા : કહીને શ્રીગુરુએ તેનો-પર્યાયબુદ્ધિનો નિષેધ કર્યો છે. તેથી તે પ્રકારના એકત્વરૂપ મિથ્યાત્વને છોડાવવા પર્યાયનું અકર્તાપણું જ્ઞાનીઓએ ઉપદેશ્યું છે, અને પર્યાયનું કાર્ય પર્યાય કરે છે, હું – ત્રિકાળી નહિ' એવા પરમાર્થનું ગ્રહણ કરાવ્યું છે. તે પરમ ઉલ્લાસથી સ્વીકારવા યોગ્ય છે. – ત્રિકાળી સામાન્ય, કદી વિશેષ પર્યાયરૂપ થતું નથી, તેવી નિરપેક્ષ વસ્તુસ્થિતિ સમજાયા વિના, પર્યાયના કર્તાપણાની (પ્રમાણની) અપેક્ષા પણ યથાર્થપણે સમજાય નહિ. પર્યાયની સ્વતંત્રતા (કારકોથી), સ્વરૂપમાં એકત્વ થવા અર્થે સ્વીકારવી, પરમ ઉપકારી છે. પર્યાયરત જીવ મિથ્યાત્વ ભાવે પરિણમે છે. (૭૮૮) Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ અનુભવ સંજીવની જ્ઞાની પુરુષની વાણી પૂર્વાર્પર અવિરુદ્ધ અર્થાત્ નયાત્મક હોય છે. છતાં પારમાર્થિક હેતુની મુખ્યતાથી વસ્તુના મૂળ સ્વરૂપને - સાધ્યને – યથાર્થપણે, વિશેષપણે, પ્રાપ્ત થવાનું નિમિતત્ત્વ તેમાં રહેલું છે. તેથી તે નિર્દોષ છે. વિશેષ પાત્રતાવાન મુમુક્ષુને જ જ્ઞાનીપુરુષની વાણી પરખાય છે. કારણકે અધ્યાત્મરસનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પામવાથી અધ્યાત્મતત્ત્વ જે વાણીમાં હોય છે તે પ્રતિભાસે છે. આ પણ એક ભાવભાસન છે. (૭૮૯) વળી નયજ્ઞાન, મિથ્યાત્વના અભાવથી અને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ સમ્યકત્વથી ઉઘડેલું જ્ઞાન છે, અર્થાત્ સ્વયંના જ્ઞાન ભંડારમાંથી આવેલું જ્ઞાન છે. તેની ચૈતન્ય જાતિ છે, જોડે રહેલા વિકલ્પની ચૈતન્ય જાતિ નથી. નય સમ્યકત્વ અવસ્થામાં હોય છે, જ્યારે નયપક્ષ મિથ્યાત્વ અવસ્થામાં હોય છે. નયજ્ઞાન જોડે રહેલા વિકલ્પ / રાગાંશથી ભિન્ન વર્તે છે, જ્યારે – નયપક્ષમાં જ્ઞાન અને રાગનું એકત્ર થાય છે... આમ નય અને નયપક્ષમાં મોટો ભેદ છે. તોપણ નયાતીત દશાનું મૂલ્ય વિશેષ છે કારણકે તેમાં ઉપયોગ અંતર્મુખ / પ્રત્યક્ષ થઈ, સ્વરૂપમાં એકાકાર થાય છે અને પુરુષાર્થના બળવાનપણાને લીધે, રાગ / વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. નિર્જરા પણ ત્યારે વિશેષ પ્રમાણમાં થાય છે. તેથી અભિપ્રાયમાં તે ઉપાદેય છે. (૭૯૦). સમ્યક શ્રદ્ધા, ત્રિકાળ અપરિણામી, ધ્રુવ પરમપરિણામીક ભાવ સ્વરૂપ નિજ સામાન્ય તત્ત્વમાં હું પણું કરીને, ભાવમાં અભેદપણું સાધે છે. તે સિવાયનો સર્વ વ્યવહારનયનો વિષય-ગુણભેદ અને પર્યાયભેદ . ને શ્રદ્ધા સ્પર્શતી નથી. તેથી શ્રદ્ધામાં એમ રહે છે કે, પરિણામ પરિણમે છે, હું નહિ, અર્થાત્ ત્રિકાળી અસ્તિત્વમયી સ્વમાં વ્યાપ્ય-વ્યાપકભાવે પોતાપણાની સ્થાપના થતાં, પરિણામમાંથી અસ્તિત્વપણારૂપ શ્રદ્ધાનો નાશ થાય છે, પરિણામમાં અભેદભાવે કર્તાપણું થતું હતું તેનો નાશ થાય છે, તેથી ભાવમાં પરિણામનો કર્તા પરિણામ છે – તેમ આવે છે. ત્યાં વીર્યનું જોર રહેતું નથી, જોર ત્રિકાળી હું – તેમ રહે છે. આમ પુરુષાર્થની દિશા બદલાઈ જાય છે, સાથે સાથે ચારિત્ર આદિ ગુણો પણ યથા સંભવ શ્રદ્ધા અને પુરુષાર્થને અનુસરવા લાગે છે. જો કે પ્રમાણજ્ઞાન તે જ વખતે ત્રિકાળી અને વર્તમાન પર્યાય, બન્નેને યુગપતુ જાણતાં, તેમાં હુંપણાનો અભેદ અનુભવ કરે છે. તે અપેક્ષાએ પરિણામ, પોતાના અંશરૂપે અનુભવાય છે, અને તે પ્રકારે તે માત્ર જાણવાનો વિષય રહે છે. - આમ સમ્યફદર્શન કાળે સ્વાનુભવમાં જ નિશ્ચય . વ્યવહાર (જ્ઞાન)નો (પ્રમાણમાં ગર્ભિત હોવાથી) જન્મ એક સાથે થઈ જાય છે. તેથી કયાંય અસમાધાન થતું નથી - સર્વાગ નિઃશંકતા રહે છે. (૭૯૧) Page #276 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૨૧ Vરાગ-દ્વેષ, મોહરૂપ જીવના અંતર શત્રુ છે, તેમને એકમાત્ર, સકલ ઉપાધિથી રહિત, જીવ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવથી જ જીતી શકાય છે, તે સિવાઈ અન્ય કોઈ ઉપાય નથી. જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, ત્યાં સુધી પોતાના અપરાધરૂપ રાગ-દ્વેષ, મોહ, કર્મ-નોકર્મરૂપ ઉદયને લીધે થાય છે, તેવી ભ્રાંતિ મટતી નથી. તેથી ભેદજ્ઞાન દ્વારા, ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. ‘માત્રજ્ઞાન’ સિવાઈ, સર્વ દ્રવ્ય-ભાવથી ભિન્નપણાની પ્રતીતિ જે રીતે ઉપજે, તે રીતે પુરુષાર્થ અને પ્રયોગ થવા યોગ્ય છે. તે સ્વાનુભવનું મૂળ છે. (૭૯૨) Vવસ્તુ-સ્વરૂપ ભલે સામાન્ય-વિશેષાત્મક હો, ભેદાભેદ સ્વરૂપે હો, પરંતુ જે શ્રદ્ધાનો વિષય છે, તે જ જ્ઞાનમાં મુખ્ય થવો ઘટે. સંસારી જીવનું જ્ઞાન મુખ્ય - ગૌણ ભાવે પરિણમે છે. તે સ્થિતિના કારણથી, અનાદિ પર્યાયબુદ્ધિને લીધે, વિશેષની / ભેદની મુખ્યતા વર્તી રહી છે, અને તેથી જ સંસાર છે, હવે મોક્ષાભિલાષીને મૂળ સ્વરૂપની ઓળખાણ કરીને તે સ્વરૂપ સિવાઈ, અન્ય સર્વ ગૌણ થવુ, (સહજપણે) ઘટે. ખાસ કરીને, શાસ્ત્ર અધ્યયન કરતાં આત્માર્થી જીવે તો, પર્યાયનું એકત્વ મટાડવા અર્થે, વિશેષ લક્ષ આપવું ઘટે છે. સર્વ ઉપદેશમાંથી, આ જ તાત્પર્ય કાઢવું જોઈએ, અથવા સર્વ ઉપદેશમાં આ લક્ષે વિચારવું જોઈએ. (૭૯૩) ૨૮ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે શુદ્ધ ‘જ્ઞાનમાત્ર’નું આસ્વાદન અર્થાત્ વેદન, આવું વેદન દૃષ્ટિબળથી સમ્યક્ત્વ થતાં ઉપજે છે. ત્યાં રાગાંશ હોવા છતાં, અનુભવાતું જ્ઞાન તેનાથી રહિત છે, તેમ પ્રત્યક્ષ / વિશદપણે અનુભવાય છે. તેથી સુખ-દુઃખરૂપ અશુદ્ધ ચેતનાથી રહિતજ્ઞાનમાત્રપણે સ્વયં અનુભવાતો હોવાથી, વર્તમાન ઉદયથી પરમ ઉદાસીન થવાય છે, ત્યાં ભવિષ્યની ચિંતા તો થાય જ કયાંથી ? જે ભવિષ્યની ચિંતાથી, મનુષ્ય છૂટી શકતો નથી, અને જેને લીધે અધોગતિમાં જીવ ધકેલાઈ જાય છે, તેનાથી આ આ રીતે સહજ જ છૂટી શકાય છે. અવલંબનભૂત સ્વસ્વરૂપ ત્રિકાળ જ્ઞાન અને સુખાદિ વૈભવથી પૂર્ણ અને શાશ્વત છે તેના (સ્વયંના) આધારથી જ ઉપાધિ રહિત થવાય છે સમ્યક્ત્વના પ્રભાવથી સર્વ કર્મ-ક્ષય થાય છે, જ્યારે મિથ્યાત્વના પ્રભાવથી કર્મનો ફેલાવો થાય છે. (૭૯૪) જ્ઞાનીપુરુષ સ્વતઃ તૃપ્ત છે, અર્થાત્ અતિન્દ્રિય સુખના અનુભવને લીધે તૃપ્ત છે. તેથી નિર્વાણપદને પ્રાપ્ત કરે છે, કે જે નિર્વાણપદ વર્તમાન અનંત સુખમય છે, અને ભાવિ અનંતકાળ પર્યંત અનંત સુખમય છે આમ હોવાથી, પૂર્વકર્મના ફળરૂપ વર્તમાન ઉદય, અર્થાત્ સંસાર સંબંધી સુખ - દુઃખને ભોગવવાના ભાવ કે જે ચૈતન્ય પ્રાણના ઘાતક હોવાથી વિષ સમાન લાગે છે, – Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અનુભવ સંજીવની તેને વાંછતા નથી. જે સંસાર પ્રસંગમાં મિથ્યાષ્ટિ જીવને મીઠાશ આવે છે, તેનાથી ઉક્ત પ્રકારના અનુભવ વડે | લીધે ધર્માત્મા ઉદાસીન છે. (૭૯૫) જે કોઈ મિથ્યાત્વ અવસ્થામાં વ્રતાદિ દ્રવ્યક્રિયા ધારણ કરે છે, તેમજ અનેક ઘણા શાસ્ત્રો પરલક્ષમાં વાંચે છે, અને તેથી કલ્યાણ થશે, તેવી પ્રતીતિ કરે છે, તેથી તેમાં મમતા રાખે છે, તે જીવ પરમાર્થ દૃષ્ટિથી શૂન્ય છે, તેથી “શુદ્ધ સ્વરૂપનો અનુભવ - મોક્ષમાર્ગ છે,' એવી પ્રતીતિ કરતો નથી, તેથી તેવા જીવને અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરવાનો અવસર પ્રાપ્ત થતો નથી અથવા અંતર્મુખ થવાનું તેને સૂઝતું નથી. જેને ઉક્ત દ્રવ્યક્રિયાના વિકલ્પો બોજારૂપ લાગે, આત્મશાંતિના અભાવમાં અસંતોષ વર્તે, તે જ જીવને સત્યમાર્ગની “અંતર-શોધ વર્તે, અને તે બાહ્યક્રિયામાં અટકે નહિ – તેમ મુમુક્ષુજીને વિચારવા યોગ્ય છે. (૭૯૬) છે - પ્રશ્ન – પોતાનો (આત્માનો) દ્રવ્યરૂપે અનુભવ કેવી રીતે કરવો ? * ઉત્તર :- દ્રવ્યરૂપે અનુભવ કરવામાં, શેયનું જ્ઞાન એમ ન જોતાં (અનુભવતાં) જ્ઞાનાકાર જ્ઞાનને દ્રવ્યરૂપે દેખતાં / અનુભવતાં, શેયથી ભિન્ન માત્ર પોતાના સ્વરૂપે સ્વયં સિદ્ધ વસ્તુ સધાય છે. ત્યારે જ શક્તિ અને વ્યક્તિનું અનેકાંતરૂપ યથાર્થ જ્ઞાન થાય છે. (૭૯૭) / જેમ ખોવાયેલો હીરો, ચમક (પર્યાય) પરથી મળી જાય છે, જડે છે. * જેમ અંધ મનુષ્ય ગળપણના સ્વાદથી (પર્યાયથી) સાકર-દ્રવ્યને ગ્રહણ કરે છે, તેમ જ્ઞાન (પર્યાય) થી, જ્ઞાન સ્વભાવ દ્રવ્યને ગ્રહણ કરવામાં આવે છે. ઉપરના દ્રષ્ટાંતે વ્યવહારમાં / પ્રયોગમાં, પર્યાય દ્વારા જે તે પદાર્થનું ગ્રહણ કરવામાં આવે છે, તેમજ પ્રયોગ પદ્ધતિમાં જ્ઞાન વેદન દ્વારા શાયક (ત્રિકાળી)નું ગ્રહણ કરવામાં આવે છે. – આ વિધિ વિષયક પ્રયોગનો સિદ્ધાંત છે. (૭૯૮) અનંત અને સર્વ દોષનું મૂળ પરાશ્રય અર્થાત્ પરમાં અસ્તિત્વ ગ્રહણ થવું તે છે પરમાં અસ્તિત્વ વેદાવાથી, પરની આધારબુદ્ધિ સહજ, અનિવાર્યપણે થઈ જાય છે, અને તેથી સર્વ અનિષ્ટ ભાવોની પરંપરા સર્જાય છે. – આ સર્વનું મૂળ પર્યાયબુદ્ધિ અર્થાત્ પર્યાયમાત્રમાં વસ્તુપણાની માન્યતા, અર્થાતુ પર્યાય ક્ષણ વિનાશી હોવા છતાં તેમાં અસ્તિત્વનું ગ્રહણ વા પર્યાયનું એકત્વપણું – (પર્યાય મૂઢતા) વેદવું તે છે. વેદન / અનુભવજ્ઞાન સાથે માન્યતા થાય છે. માત્ર જાણપણાથી માન્યતા થતી નથી. તેથી જેણે સ્વરૂપની શ્રદ્ધા – સમ્યક્દર્શન પ્રાપ્ત કરવું હોય, તેણે સ્વરૂપાનુભવમાં આવવું આવશ્યક છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૨૩ V શેયાકાર જ્ઞાન વૃદ્ધિગત થઈને અંગપૂર્વની ધારણા કરવા છતાં મિથ્યાશ્રદ્ધાનો અભાવ રહે છે, અને તિર્યંચ સિંહ જેવા પ્રાણી પણ મિથ્યાશ્રદ્ધાનો અભાવ કરી શકે છે. તેનું કારણ વિચારણીય છે અને તેથી સ્પષ્ટ થાય છે કે જોયાકાર જ્ઞાનવડે શ્રદ્ધામાંથી મિથ્યાત્વને પલટાવી સમ્યકત્વ થઈ શકતું નથી. પરંતુ તદન અલ્પ ઉઘાડવાળા તિર્યંચ પણ વેદન અંશના આધારે, પ્રતીતિમાં સ્વરૂપને ગ્રહણ કરી શકે છે. તેથી જ્ઞાનના અંતરંગરૂ૫ વેદન વડે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાની ઉત્પત્તિ થવાનો નિયમ વ્યવહારિક પ્રસંગોમાં પણ, પ્રત્યક્ષ અનુભવથી જેવી ખાત્રી થાય છે, તેવી પરોક્ષ સમાચાર જાણવાથી થતી નથી. તેમ જ શાસ્ત્ર જ્ઞાનું પરોક્ષ માહિતી રૂ૫ છે, અને અનુભવાંશ પ્રત્યક્ષ જ્ઞાન છે, જ્યાં સ્વભાવ વ્યક્ત/ પ્રગટ છે, જેના આધારે સ્વરૂપનો પ્રતિભાસ થવાથી પુરુષાર્થ સમુત્પન્ન થઈ, અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે. (૭૯) અનાદિથી જીવને જોયાકાર જ્ઞાનનો પરિચય અને અનુભવ છે. તેથી જીવસ્વરૂપની તેવી જ પ્રતીતિ વર્તે છે. અથવા બહિદષ્ટિ અનાદિ હોવાથી જીવને પણ જ્ઞાનનો બહિરંગ (જ્ઞયાકાર) રૂપે જ શ્રદ્ધે છે, જેમાં શેય-જ્ઞાયક સંકર દોષ વર્તે છે – આવી સ્થિતિ મૂળમાં હોવાને લીધે સર્વ દોષની પરંપરા તેમાંથી પાંગરે છે. ભેદજ્ઞાનથી જોયાકાર જ્ઞાન, અને રાગાદિ, જ્ઞાનવેદન દ્વારા, ગૌણ થઈને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જ્ઞાન સ્વપણે વેદાય છે, તેમાં ત્રિકાળીનું અવલંબન સહજ છે. (૮૦૦) V પ્રતિકૂળ ઉદયમાં સામાન્યતઃ મુમુક્ષુજીવને પણ થોડી ઘણી ચિંતા થાય છે, ત્યારે આર્તધ્યાન થાય છે, તે આત્મહિતને પ્રતિબંધક છે, અને અહિતકર પણ છે. તેવા પ્રસંગે અહિતથી બચવાનો પ્રયત્ન થવો તે મુમુક્ષતા છે. આ પ્રયત્નમાં સ્વભાવના લક્ષ, ચિંતાનું અકાર્યકારીપણું, નુકસાનપણું જાણી – તેનો નિષેધ થવો ઘટે છે. જો તેમ યથાર્થ પરિણમન થાય તો ચિંતાનો રસ મંદ થાય, વર્તમાનમાં જ આકુળતાનો રસ ઘટે, અને તેથી અનુકૂળતારૂપ ફળ આવે ત્યારે તે વખતે પણ તીવ્ર રસ ન વેદાય. પરંતુ જો તે પ્રકારે જાગૃતિપૂર્વક પ્રયત્ન ન થાય તો આર્તધ્યાનમાં રસ વધી જાય, અને અનુકૂળતા થતાં પણ તે તીવ્ર રસે વેદાય; અને આત્મભાવમાં મોટું નુકસાન થાય. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવના અવલંબને . પુરુષાર્થ બળે નિષેધ વર્તતો હોવાથી, ફળનો આદર હોતો નથી. અર્થાત્ અનુકૂળતામાં રસ વેદાતો નથી. (૮૦૧). ક સપ્ટેમ્બર - ૧૯૯૧ જ્ઞાનીપુરુષની વાણીમાં આશયભેદ હોય છે, તેનાથી તેમનું અનુભવ-જ્ઞાન વ્યક્ત થાય છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અનુભવ સંજીવની તે આશયભેદ કેવા પ્રકારે હોય છે ? તે ગવેષણીય છે. જ્ઞાનીની વાણીમાં, આત્માનું અવ્યક્ત સ્વરૂપ વ્યક્તપણે ભાવતાં પ્રસિદ્ધ થતું હોય છે. કારણકે સ્વસમ્મુખતામાં સ્વરૂપ પ્રત્યક્ષ છે, અને સ્વરૂપ ભાવના વડે પ્રગટ પરિણમન પણ વર્તે છે. આમ વિષય અને વિજયી બન્નેમાં પ્રત્યક્ષતા છે, તેમજ અવ્યક્ત જે રીતે વ્યક્ત થાય છે, તે વિધિ સ્વયં વર્તી રહી છે. જેની અભિવ્યક્તિ તેમની વાણીમાં આગવી રીતે થાય છે. જે તથા પ્રકારની યોગ્યતામાં અર્થાત્ જ્ઞાનની નિર્મળતામાં સમજાય છે, અથવા ઓળખાય છે. પરંતુ આવી દશા વિશેષના અભાવમાં, તે પ્રકારનો, સ્વરૂપે પ્રગટ થાય તેવી અનુભવની વિધિથી અજાણ જીવને, વાણીનો યોગ હોઈ શકતો નથી. અથવા પરલક્ષી ધારણામાં, આ વિષયનું ગ્રહણ ન થતું હોવાથી, તથા પ્રકારે તે કહેવાનું થઈ શકતું નથી – આમ અજ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણીથી – આશયભેદ – ને લીધે જુદી પડે છે. (૮૦૨) જ્ઞાની જે વિધિથી સ્વરૂપ સાધી રહ્યા છે, તેમાં જે રસ અને જોશ (Force) છે, તે તેમની વાણીમાં જ સહજ સ્વાભાવિક પ્રકારે વ્યક્ત થાય છે, તેને પણ જ્ઞાનીની વાણીનો આશય ગણી શકાય, કારણકે તેવી સહજ આત્મરસ નીતરતી વાણીનો ધ્વનિ અજ્ઞાનદશામાં હોતો નથી. અજ્ઞાન દશામાં જ્યાં આત્માના પ્રત્યક્ષ દર્શન જ નથી, ત્યાં પ્રત્યક્ષ દર્શનને લીધે છે અને જેવો રસ સહજ ઉત્પન્ન થઈ જાય, તેવો રસ આત્મ સ્વરૂપથી અને માર્ગથી અજાણ જીવને, તેમાં અંધારું હોવાથી સહજ કયાંથી ઉદ્ભવે ? આ વિષયમાં કૃત્રિમતા, જ્ઞાની અનુસાર કરવા જતાં, ફરક પડી જાય છે. અને કૃત્રિમ પ્રકારથી, નિમિત્ત - નૈમિત્તિક ભાવે, શ્રોતાને આત્મરસ ઉપજતો નથી. – આમ આશય ભેદ સમજમાં આવે છે. (૮૦૩) પ્રત્યક્ષ પરમાત્મ સ્વરૂપનો મહિમા આવે તેને બંધમાર્ગ સંબંધી અને મોક્ષમાર્ગ સંબંધી, વિકલ્પનું શું પ્રયોજન છે ? સ્વરૂપ મહિનામાં ડુબેલા રહેવાથી પર્યાયમાં સ્વરૂપાકારભાવ–પ્રત્યક્ષ અનુભવ પ્રગટ થાય છે. ત્યારે કોઈ વિકલ્પ વિદ્યમાન રહેતા નથી. મનુષ્યને સાંસારિક પ્રયોજનમાં વિકલ્પ છોડી દેવાર્થના વિકલ્પ છોડી) આત્માર્થના વિકલ્પ પ્રથમ ભૂમિકામાં આવે છે, પરંતુ જ્યાં સુધી વિકલ્પ રહે છે, ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ નથી. કારણકે ત્યાં સુધી સ્વરૂપ વિકલ્પમાં) પરોક્ષ રહે છે. પ્રત્યક્ષ સ્વરૂપનો અનુભવ પણ પ્રત્યક્ષભાવે છે. (૮૦૪) આત્માનું પરમ સ્વરૂપ, અનંત શક્તિઓના સામર્થ્ય રૂપે છે. તેમાં પ્રત્યેક શક્તિનું સામર્થ્ય, અસીમ અર્થાત્ બેહદ છે. તેમાં પણ જીવને આકર્ષણ થાય તેવા ગુણ આનંદ અને શાંતિ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૨૫ ભાવશ્રુત જ્ઞાન, પોતાના સ્વરૂપમાં રહેલા આવા ગુણોને અંતર્મુખ થઈને માપવા જતાં, તેનો અંત (તળીયું) દેખાતું નથી. તેવું સ્વરૂપ જોઈને, જોતાં જોતાં થંભી જાય છે. ઉપયોગ ક્ષયોપશમ ભાવે છે, અને શક્તિ પારિણામીક ભાવે છે, અમર્યાદ સામર્થ્યને જાણતાં ઉપયોગ થંભી જાય, તેવું અદ્ભુત વચનાતીત સુધામય સુખ સ્વરૂપ પોતાનું જ છે. તેનાથી ઉત્કૃષ્ટ કે અધિક કાંઈ નથી. તમ :--- માત્મ: સ્વભાવ મહિમા સમૃતાત અદ્ભુતમ્ વિનયતા (સ. સાર) (૮૦૫) અનાદિથી પર્યાયમાં એકત્ર થઈ રહ્યું છે, તે મટાડવા અર્થે, અને જ્ઞાનમાત્ર સ્વભાવમાં એકત્વ થવા અર્થે, પર્યાયથી ભિન્નતાનું અને સ્વભાવના મહિમાનું જોર દીધા વિના, દષ્ટિ સ્વરૂપમાં અભેદ થવારૂપ પ્રયોજન સિદ્ધ થતું નથી. પરિણામને પરિણામના સ્થાનમાં . માત્ર જાણવાનો વિષય છે. • યથા – વ્યવહાર તે કાળે (ઉત્પાદ સમયે, જાણેલો પ્રયોજનવાન છે.” (સ. સાર. ગાથા - ૧૨) તે મોક્ષમાર્ગી જીવને સહજ જણાય છે. પરંતુ તેની ઉપર વજન નથી જતું. - ભાવના સ્વભાવ . સ્વરૂપની હોય, તો જ તે આત્મભાવના છે. તે આત્મ ભાવના દૃષ્ટિના પરિણમન થવા માટે અનુકૂળ છે. તેવી જ રીતે જ્ઞાનનો વિષય, અંતરદૃષ્ટિને અનુકૂળ થાય, તેમ લક્ષમાં લેવો યોગ્ય છે. તેથી વધારે બીજા સર્વ ન્યાયોનું પ્રયોજન નથી. વિપર્યાસ ન થવા અર્થે જ્ઞાનનો વિષય જાણવા યોગ્ય છે. (૮૦૬) Vઅંતર સ્વરૂપની દૃષ્ટિમાં, સ્વરૂપનું સર્વસ્વપણે ઉપાદેયપણું વર્તે છે. તેથી દ્રવ્યદૃષ્ટિવાનને બહિર્મુખ પરિણામ અંશરૂપ પ્રવૃત્તિનો નિષેધ વર્તે છે. રાગ તો બહિર્મુખ છે જ, પણ તે ઉપરાંત રાગમાં દુઃખ અને મલીનતા પણ છે, તો તેના નિષેધની તો વાત જ શું કરવી ? પરંતુ જ્ઞાન અને વીર્યનો અંશ બહાર જાય, તેનો પણ નિષેધ આવવો જોઈએ. શાસ્ત્ર ભણતર, શ્રવણ વગેરે, ભલે પ્રથમ અવસ્થામાં યથાસ્થાને હો – પણ એકંદર તેનો નિષેધ સહજ આવવો જોઈએ. તો જ અંતર્મુખ થવાનો અવસર આવે. (૮૦૭) સર્વજ્ઞ વીતરાગદેવનું સ્વરૂપ ઓળખાતા મોહ ક્ષય થાય છે તેવો નિયમ છે. પરંતુ કોઈ પ્રગટ કારણને (પ્રતિમાજી અથવા શાસ્ત્રજી) અવલંબી, સર્વજ્ઞને સમ્યકત્વભાવે પણ જો ઓળખવામાં આવે, તો તેથી જીવ મોક્ષમાર્ગની સન્મુખ અવશ્ય થાય. પ્રત્યક્ષ સર્વજ્ઞ પરમાત્મા, અથવા પ્રત્યક્ષ સત્પરુષ વા મુનિરાજના સમાગમ યોગે, સ્વભાવનું સમ્યકપણું ભાસે, તો તેથી જીવ મોક્ષમાર્ગની સન્મુખ અવશ્ય થાય, તે તેનું મહતું ફળ છે. તે અપૂર્વ છે. ઉત્કૃષ્ટ પાત્રતાવાન અથવા ખરી મુમુક્ષતા પ્રગટવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે. (૮૦૮) Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ અનુભવ સંજીવની સંયોગની અનુકૂળતા અને પ્રતિકૂળતાના પ્રકારો જીવના પરિણામને નિમિત્ત માત્ર છે. તે એવા પ્રકારે કે પાત્રતાના અભાવમાં જીવ બંન્ને પ્રકારના સંયોગમાં વિશેષપણે કર્મ બંધનને પ્રાપ્ત થાય છે. જ્યારે પાત્રતાના સદ્ભાવમાં જીવ બંન્ને પ્રસંગમાં, ભિન્નપણાના અનુભવ માટે સહજ પ્રયાસ કરે છે. તેમાં ફસાતા નથી. તેથી સ્પષ્ટ એમ છે કે, પરિણમન કેવું થાય તે ઉપાદાનની યોગ્યતા પર આધારિત છે. અવલોકનથી મુમુક્ષુ પોતાની પાત્રતાને સમજી શકે છે. (૮૦૯) પરની આધારબુદ્ધિ, રાગ-દ્વેષની ઉત્પાદક છે. જ્ઞાનના પરિણમનમાં અનાદિથી (અકારણપણે) આ સ્થિતિ ભજી રહી છે. નિઃશંકપણે (જીવો) પર-જણાતાં, પરનું અવલંબન સહજ લઈ લ્યે છે, તે સહજ થઈ પડયું છે. તેમ થતાં ચારિત્રનાં પરિણમનમાં રાગાદિ થવા અનિવાર્ય છે, તેથી નિષ્કારણ કરુણાવંત જ્ઞાનીઓએ બોધ્યું કે જ્ઞાનને નિશ્ચયથી રાગ કે પર સાથે જરાય આધાર – આધેય સંબંધ જ નથી. જો તેવા સદ્બોધને પ્રયોગની કસોટીએ ચડાવવામાં આવે તો, મુમુક્ષુજીવને બોધ અનુસાર સ્વયંની સ્વતંત્ર નિરાલંબી સ્વરૂપની પ્રતીતિ સ્પષ્ટ અનુભવાશે થાય છે. તેમાં સ્વયંના સામર્થ્યની, ઓળખાણ થઈ, પુરુષાર્થ અને સ્વરૂપ મહિમા જાગૃત થાય છે. - આમ આધાર—આધેય ભાવના અવલોકનથી ભેદજ્ઞાનની વિધિ પ્રાપ્ત થવા યોગ્ય છે. અર્થાત્ ભેદજ્ઞાન થવામાં, આધારઆધેય ભાવની વાસ્તવિકતાનો અનુભવ થઈ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. સ્વરૂપ અસ્તિત્વનું નિરપેક્ષપણું અનુભવથી પ્રતીતમાં આવતાં, દીનતાનો અભાવ થઈ, આત્મબળ અનંતુ પ્રગટ થાય છે. સમયસાર સંવર અધિકારમાં ગાથા - ૧૮૧-૧૮૨-૧૮૩ની ટીકામાં આ વિષયની ઘણી ગંભીરતા છે, વિશદ્ અને બળવાન પ્રતિપાદન છે. (૮૧૦) સત્પુરુષના હૃદયમાં બિરાજમાન પ્રગટ પરમતત્ત્વના દર્શન, ધર્માત્માની અંતર્ પરિણતિ દ્વારા, મુમુક્ષુજીવને થાય છે, ત્યારે ઓઘભક્તિનો અભાવ થઈ, ખરી ભક્તિ પ્રગટે છે, અને સત્પુરુષ પરમાત્માપણે દેખાય છે. આવી રીતે સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થતાં મુમુક્ષુજીવની પાત્રતા ઉત્તમ કક્ષાની હોય છે. અહીં દર્શનમોહ પણ અત્યંત મંદ થાય છે, એટલું જ નહિ, જેમ જેમ સત્પુરુષ પ્રતિ ભક્તિના ભાવ વર્ધમાન થતાં જાય છે, તેમ તેમ દર્શનમોહ સહજપણે નબળો / પાતળો પડતો જાય છે, અને આત્મ સ્વરૂપનું ભાવભાસન થવા યોગ્ય જ્ઞાનની (મતિની) નિર્મળતા આવે છે, અને સહજ માર્ગ પ્રાપ્તિ થાય છે. (૮૧૧) * જ્ઞાનના ‘સ્વસંવેદન’ રૂપ- સ્પષ્ટ અનુભવાશે સ્વરૂપ લક્ષ થાય છે, અને લક્ષપૂર્વક સામાન્યનો આવિર્ભાવ, ‘નિર્વિકલ્પ સ્વાનુભૂતિ' ને પ્રગટ કરે છે તેથી જ્ઞાનમાં રહેલા જ્ઞાન-વેદનથી અજાણ -રહેવા યોગ્ય નથી, અર્થાત્ અવલોકનના અભ્યાસથી અથવા આધાર-આધેયપણાનાં અવલોકનરૂપ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ અનુભવ સંજીવની અભ્યાસથી મુક્તિનો માર્ગ પ્રગટ કરવા યોગ્ય છે. આધાર–આધેયપણાનું અવલોકન' એટલે કે જ્ઞાન પોતાના આધારે, પોતાની શક્તિથી, સ્વયં જ થઈ રહ્યું છે તેમાં અન્ય કોઈ દ્રવ્યભાવની અપેક્ષા નથી, તેમ અનુભવગોચર થવું . અર્થાત્ તેવા અનુભવનું અવલોકન થવું ( માત્ર વિચાર જ્ઞાનથી સંમત નહિ કરતાં, ચાલતા પરિણમનમાં પ્રાપ્ત અનુભવને અવલોકવો) વારંવાર તથારૂપ અવલોકનથી સ્વભાવીશક્તિની ઓળખાણ અને આત્મબળ પ્રગટ થાય. સ્વભાવનું નિરાલંબન પણું પ્રતિભાસમાં આવવું તે પુરુષાર્થને પ્રગટવામાં એક મહત્વપૂર્ણ કારણ છે. જ્યાં સુધી નિરાલંબ સ્વરૂપ લક્ષમાં આવતું નથી, ત્યાં સુધી સહજ પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. (૮૧૨) ઓઘસંજ્ઞાએ, જ્ઞાની પુરુષનો, મોક્ષમાર્ગનો અને મોક્ષનો મહિમા આવે તો પણ આત્મકલ્યાણની દિશામાં યથાર્થ પ્રગતી થતી નથી – અને તેથી ઉક્ત પરિસ્થિતિમાં મુમુક્ષુને મૂંઝવણ પણ થાય છે–શું કરવું ? કેમ કરવું ? તે સૂઝતું નથી, અને કાળ વ્યતીત થઈ જાય છે. તેથી આકુળતા પણ થાય છે, તેવી સ્થિતિમાં, ઉક્ત મહિમા થવામાં મૂલ્યાંકનની ક્ષતિ સમજવી ઘટે છે, અને ખરું મૂલ્યાંકન થવા અર્થે, અને તે પૂર્વક પરિણામની ગતિ યથાયોગ્ય સહજપણે પ્રાપ્ત થવા અર્થે, પ્રતિબંધક કારણરૂપ જગતના પદાર્થોનું પૂર્વગ્રહિત મૂલ્યાંકન છૂટવું ઘટે છે. ત્યાં આવા પ્રકારે ફેરફાર થવા ઉપર લક્ષ ન જાય તો, ઓઘસંજ્ઞા અને મૂંઝવણની નિવૃત્તિ થવી સંભવીત નથી. યદ્યપિ અસ્તિના પ્રયત્નમાં અવરોધ (નાસ્તિ) નું મટવું સહજ છે. પણ ઓઘસંજ્ઞારૂપ દશામાં તેવું થતું નથી. તેથી તે પ્રકારના પ્રયાસમાં યથાર્થપણું નથી. તે થવા અર્થે વર્તમાન વિપરીત મૂલ્યાંકનની હાનિ થવાની દિશામાં ખચીત પ્રયત્ન થવો ઘટે છે. (૮૧૩) \/અનાદિ અગૃહિત મિથ્યાત્વ ભાવે સંયોગમાં સુખબુદ્ધિના સંસ્કાર સુદઢ થયેલા હોઈ, અને તેથી કરીને જીવ હીન સત્ત્વ થયો હોઈ, જીવને આત્મિક સુખનું મૂલ્ય ભાસતું નથી. તેમજ ભૌતિક સુખનું મૂલ્ય ખસતું નથી. આ પરિસ્થિતિમાં, મુમુક્ષુજીવે શું કરવું ઘટે ? કે જેથી સાંસારિક સુખનો વ્યામોહ ઘટે, અને તે નિર્મુલ્ય થઈ, આત્મસુખનું / આત્મકલ્યાણનું મૂલ્યાંકન થાય. આ સમસ્યાનું સરળ સમાધાન એ છે કે, સરળતા, વૈરાગ્ય અને ભક્તિ સહિત સત્સંગને ઉપાસવો. કોઈ મહતું પુણ્ય યોગે, માર્ગ જેણે જોયો છે, તેવા અનુભવી પુરુષનો યોગ પ્રાપ્ત થાય, તો સર્વ સાધનને ગૌણ કરી, તે સત્સંગને પરમ સ્નેહ, પરમ હિતકારી જાણી ઉપાસવો, તેમ થતાં અવશ્ય પરમાર્થનું મૂલ્યાંકન થઈ, પરમ પ્રયોજનની પ્રધાનતા થઈ, યથાર્થતા ઉત્પન્ન થઈ, જિનેશ્વરના માર્ગમાં અગ્રેસર થવાશે. પ્રયોજનનું મૂલ્યાંકન થવું – તે મુમુક્ષુજીવ માટે પાયાનું મહત્વપૂર્ણ કાર્ય છે. તેથી સ્વરૂપ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અનુભવ સંજીવની નિર્ણયમાં પણ સ્વરૂપનું મૂલ્ય ભાસતાં સમસ્ત જગતનું મૂલ્ય રહેતું નથી. (૮૧૪) ઑક્ટોબર ૧૯૯૧ સત્પુરુષના કોઈપણ વચનમાં શંકા થાય, તો તેમના જ્ઞાનીપણા પ્રત્યે જ અવિશ્વાસ થાય છે તેથી તેમના પ્રત્યે અભક્તિ જાણ્યે-અજાણ્યે થઈ જાય છે, અને તેથી મુમુક્ષુની ભૂમિકાના વ્યવહારનો નાશ થાય છે, અર્થાત્ મુમુક્ષુપણું જ રહેતું નથી. ખાસ કરીને સિદ્ધાંત જ્ઞાનનો જેને અભ્યાસ છે, તેવા મુમુક્ષુજીવે, આ વિષયમાં બહુ ઉપયોગથી વર્તવા જેવું છે. મુમુક્ષુ-ભૂમિકામાં સિદ્ધાંત વિષયક ક્ષયોપશમના આધારે જ્ઞાનીના વચનોનું તોલન કરવું ન્યાય સંગત નથી. તેમ કરવા જતાં (વસ્તુદર્શન વિના) પોતાની કલ્પના પ્રમાણે, અનાદિ મતિ વિપર્યાસ ગયા વિનાં, જ્ઞાનીપુરુષનો પારમાર્થિક દૃષ્ટિકોણ લક્ષ બહાર રહી જવાથી, તે વચનનો આશય ગ્રહણ થયા વિના જ સ્વચ્છંદે પ્રવૃત્તિ થઈ જશે, અને તેથી દર્શનમોહનું આવરણ ગાઢ થશે. તેથી આત્માર્થી જીવે અહિત થવાનો ભય રાખવો અવશ્યનો છે. (૮૧૫) હેય-ઉપાદેય સંબંધિત અનેક ભેદ-પ્રભેદથી વિસ્તૃત ઉપદેશ છે. પરંતુ પરિણામોનું કતૃત્વ જે પર્યાયબુદ્ધિને લીધે થાય છે, જોઈએ, તે સર્વત્ર લક્ષમાં રહેવું જોઈએ. અને તેમ થવા અર્થે (સહજપણે), અંતર સ્વભાવમાં એકત્વ થવું, તે જ એકમાત્ર ઉપાય છે. સ્વરૂપમાં એકત્વ થયા પછી, ભૂમિકા અનુસાર વિભાવ મર્યાદિત થઈ જાય છે વીતરાગતાના સદ્ભાગવને લીધે, જે તે ગુણસ્થાનમાં રાગનો અભાવ થઈ સહજ અકર્તાભાવે, હેય-હેયપણે જ ભાસે છે. ઉપાદેય સહજ ઉપાસાય છે. કેવી મોક્ષમાર્ગની સુંદરતા ! ઉપદેશ બોધને અનુસરતા એવા જિજ્ઞાસુ જીવે ખચીત કરી, દર્શનમોહના અભાવના હેતુભૂત રહસ્યમય પરમાર્થને પ્રાપ્ત કરતાં, આ પ્રકાર લક્ષમાં લેવા યોગ્ય છે. નહિ તો વિવેક અથવા કર્તવ્યની ભાવના વેગમાં, કર્તૃત્વ દઢ થઈ જતાં, પરમાર્થની પ્રાપ્તિથી વંચિત રહી જવાય છે અને મૂળ સમસ્યા ઊભી રહે છે, પર્યાયનું એકત્વ છૂટતું નથી. (૮૧૬) પર્યાયમાં સુધાર કરવાનો હોવા છતાં, અવગુણ ટાળી ગુણ પ્રગટ કરવાનું પ્રયોજન હોવા છતાં, પર્યાયનો આશ્રય છોડતાં, તેમ (સ્વભાવના આશ્રયે) થઈ શકે છે અનાદિ પર્યાયબુદ્ધિને લીધે, પર્યાયમાં હું પણું વર્તે છે. પર્યાયમાત્રનો પોતારૂપે અનુભવ વર્તે છે, ત્યાં સુધી સ્વભાવનું જોર કોઈપણ ઉપાયે થતું નથી, અર્થાત્ પુરુષાર્થ પર્યાયાશ્રિત પરિણમનમાં લાગે છે; અને સ્વરૂપ ચિંતવન ‘કરવાના અભિપ્રાયથી’ ચિંતવનાદિ કરાય, ત્યાં સહેજે ઠીકપણું લાગે છે. તેથી બહિર્મુખતા છૂટી, અંતરમાં આવી શકાતું નથી. ‘પર્યાયમાં ઠીકપણું રહેવું' તે જ અટકવું છે, – દર્શનમોહનું સ્વરૂપ Page #284 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૨૯ તેથી જ સર્વ પ્રથમ પૂર્ણતાના લક્ષે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી સ્વભાવની ઓળખાણ થઈ, સ્વભાવના લક્ષે પુરુષાર્થ / ચૈતન્યવીર્યની ફુરણા વડે, અંતર્મુખ થઈ, સ્વાનુભવ થાય છે. “સ્વભાવના લક્ષ' વિના અંતર્મુખી પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. તેથી સૌ પ્રથમ જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, તેવી શ્રીગુરુની આજ્ઞા છે. (૮૧૭) હું ધ્રુવ અસંગ તત્ત્વ છું – ઉપયોગ સ્વભાવી હોવા છતાં નિર્લેપ છું. સંસારના કોઈ સંબંધો તો મારે નથી – પરંતુ ધાર્મિક ક્ષેત્રના કોઈ સંબંધો પણ મારે નથી. બધું જ મારાથી બાહ્ય છે, ભિન્ન છે. પુલાત્મક શરીરનો સંબંધ નહિ હોવાથી, શરીરની વેદનાથી / શાતાથી પણ હું ભિન્ન છઉં – તેનું વેદન – જ્ઞાન વેદનથી ભિન્ન જાતિનું - વિરુદ્ધ જાતિનું – પ્રત્યક્ષ છે. મલીન અને આકુળતામય છે. તેથી સહજ નિષેધ્ય છે. પરંતુ હું એક સમયની પર્યાયથી પણ પર હોવાથી, અને પરમોત્કૃષ્ટ સ્વરૂપે હું હોવાથી, પર્યાયની, સાવધાની છોડી, સ્વરૂપમાં જ હું સાવધાન છઉં. દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ સહજ છે. પર્યાયનું સ્વરૂપાકારે થવું તેવો સહજ પર્યાય સ્વભાવ છે. તેથી પર્યાય પોતાના સ્વભાવે પરિણમે, તેમાં વિશેષતા શું? માત્ર પરિણામ જેટલો જ થોડો છું ? સ્વરૂપ સમુદ્ર પાસે બિંદુના સ્થાને પર્યાય જણાય છે. (૮૧૮) પરિણામનું અવલોકન કરવાનું કહેવામાં આવે છે. ત્યાં પણ પર્યાયબુદ્ધિ દઢ થાય, તેવો વિપર્યાસ થવો ન જોઈએ. તે ખાસ ધ્યાનમાં | લક્ષમાં લેવા યોગ્ય છે. અવલોકન વડે, પરલક્ષનો અભાવ કરાવવાનો હેતુ છે - તે ઉપરાંત, સ્વભાવ ઓળખવા માટે જ્ઞાન નિજાવલોકનરૂપ અનુભવાતા ભાવોનો પરિચય સાધી, સ્વભાવનો નિર્ણય કરાવવાનો હેતુ છે. પરિચયની પ્રક્રિયા (Process) નિજ ભાવોના અવલોકન સિવાઈ અન્ય પ્રકારે થઈ શકતી નથી. પરંતુ માત્ર પરિણામને જ દેખતા રહેવાથી, સ્વભાવનો નિશ્ચય થવાનું રહી જાય, તો પર્યાયનું એકત્વરૂપ મિથ્યાત્વ દઢ થઈ જાય – તેવો વિપર્યાસ થાય નહિ, તે અવલોકનમાં પ્રવેશતાં જ લક્ષમાં હોવું જોઈએ. અવલોકન કરવાનું કહેવામાં આવે કે અન્ય કાંઈ કરવાની વાત હોય, કોઈ પણ પર્યાયની મુખ્યતા રહેવી / થવી ન જોઈએ. પરંતુ સહજ તેમ થઈ જાય (સ્વરૂપ લક્ષે) . તેમ સમજવા યોગ્ય છે. (૮૧૯) ભગવાન પદ્મનંદિ આચાર્યદેવે -ચૈતન્ય સ્વભાવની વાત અંતરંગ રુચિથી સાંભળનારને ભાવિ નિર્વાણનો ભાજન' કહેલ છે. તેથી સ્પષ્ટ એમ છે કે ખરી મુમુક્ષતા અથવા પાત્રતાના ગર્ભમાં, Page #285 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ અનુભવ સંજીવની સમ્યકત્વથી માંડીને, નિર્વાણ સુધીની સર્વ પર્યાયો પડી છે. વાહ ! પાત્ર જીવને કેવો આવકાર આચાર્ય મહારાજે આપ્યો છે ! તો પછી મુમુક્ષુને પાત્રતા પ્રત્યે કેટલો આદર હોવા યોગ્ય છે ! તે ગંભીરતાથી વિચારવા યોગ્ય છે. પાત્રતા થઈ તેને સત્પરુષનો યોગ અવશ્યભાવી છે. અને જ્યાં પાત્રતા સહિત, સપુરુષ/ સદ્ગુરુ મળે, તેને ભવનો અભાવ થયા વિના રહે જ નહિ. સપુરુષ મળ્યા પછી, આત્મ-જ્ઞાન ન થાય ત્યાં પાત્રતામાં જ ખામી, સમજવી રહી. (૮૨૦) અસંખ્ય પ્રદેશાત્મક અખંડ ચૈતન્યદળમાં વ્યાપેલા સ્વભાવમાં, સ્વપણા વડે પ્રસરી જતાં, સ્વભાવમયપણાને લીધે, પર્યાયનું સુદ્ધાં જાણે કે દેખાતી નથી . ત્યાં પર્યાયનું કર્તૃત્વ, કે પર્યાયને આમ કરું વગેરે કયાંથી રહે? નિજ સ્વરૂપ મહિમા વડે, વ્યાપ્ય - વ્યાપકભાવે, પોતાપણું થવાનો પુરુષાર્થ, કાર્ય સાધક થાય છે. સ્વભાવના જોર (પુરુષાર્થ વિના શુભાશુભ ભાવમાં જીવ તણાઈ જાય છે. ક્ષણિક પર્યાયમાં જ પૂરો આવી જાય છે. (૨૧) ' પ્રશ્ન :- વસ્તુ સ્વરૂપ, ઉપદેશ વગેરે સ્પષ્ટ જાણવા છતાં, જીવ મૂળ સ્વસ્વરૂપમાં સ્વપણું કેમ કરતો નથી ? અથવા આવું કર્તવ્ય જાણવા છતાં અને ઈચ્છવા છતાં કેમ પરિણમન થતું નથી ? ઉત્તર ઃ – માત્ર જાણપણાથી કાર્ય થતું નથી. આત્મશાંતિની તીવ્ર જરૂરત ન લાગે, ત્યાં વર્તમાન જાણપણા સાથે માનસિક શાંતિ થાય છે, તેમાં ઠીકપણું રહે છે, તેમાં જાણ્યે-અજાણ્યે સંતોષ વર્તતો હોય છે, તેથી સ્વરૂપ - સુખની જરૂરત લાગતી નથી. તેથી ત્યાં જ અટકવું થયું છે. સ્પષ્ટતાની વિશેષતા લાગે છે. વળી, સુખનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવાશે જાણ્યું નથી. તેમજ વર્તમાનમાં (મિથ્યાત્વમાં તીવ્ર દુઃખ હોવા છતાં, તે લાગતું નથી.' લાગે તો દુઃખની વેદનામાં સાચું સુખ મળ્યા વિના સંતોષ કે ઠીકપણું થઈ શકે નહિ. દુઃખ મટાડવાનો સહજ પ્રયત્ન થાય જ ત્યારે જાણપણું કાર્યગત થઈ, પરિણમન રૂપ થાય. જરૂરત વિના પુરુષાર્થ ન ઉપડે – એ સિદ્ધાંત છે. (૮૨૨) સ્વભાવ . સ્વરૂપ, તે અવલંબનનો વિષય છે, માત્ર તેનું જાણપણું કરવાથી, સ્પષ્ટતા થવાથી પરલક્ષી જ્ઞાન, આત્મસુખને ઉત્પન્ન કરતું નથી. આત્મ સ્વભાવનું સ્પષ્ટ જ્ઞાન, પરલક્ષી જાણવા વિચારવામાં થતું પણ નથી, કારણ આ અનુભવ જ્ઞાનનો વિષય છે. અને તેથી સ્વભાવના અનુભવાંશ -વિના તેનો નિશ્ચય યથાર્થરૂપે થતો નથી. વળી સ્વભાવ તો સુખરૂપ છે, અને સુખ તો વેદવાનો વિષય છે. - જાણવાનો / વિચારવાનો નહિ. તેથી માત્ર વિચારમાં તેના સ્વાદની સ્પષ્ટતા થાય Page #286 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૩૧ પણ કેમ ? ન જ થાય. તેથી જ્ઞાન લક્ષણ દ્વારા અર્થાત્ વેદન અંશ દ્વારા અનંત સુખની ખાણનો પત્તો લાગે તો જ ત્રિકાળી શાશ્વત, અનંતગુણ નિધાનનું મૂલ્ય ભાસે, અને સ્વભાવમાંથી સ્વભાવનું સ્વભાવ તરફી જોર થઈ, અનાદિ પર્યાયનું એકત્વ છૂટી, સુખ પ્રગટે. માત્ર વિચાર કર્યા કરે તેમાં શું પ્રાપ્ત થાય ? વિકલ્પની મુખ્યતાથી જાણવું થાય તે સાચું જ્ઞાન નથી. (૮૨૩) આત્મવસ્તુ ભેદાભેદ સ્વરૂપ છે. તેમાં મૂળ/પરમાર્થ સ્વરૂપ તો શક્તિરૂપ ત્રિકાળી સ્વભાવ છે. તે પરમાર્થનું–સ્વભાવનું અવલંબન લેવું તે પ્રયોજન છે. તે પ્રયોજનની સિદ્ધિ અર્થે શાસ્ત્રપ્રવચનરૂપ જ્ઞાનીપુરુષોના – શાસ્તા પુરુષોનાં વચનો છે. આ વચનોની વચન પદ્ધતિ ભિન્ન- ભિન્ન પ્રકારની જોવામાં આવે છે. અર્થાત્ દૃષ્ટિ પ્રધાન, જ્ઞાન પ્રધાન, પુરુષાર્થ પ્રધાન, સુખ પ્રધાન, આચરણ પ્રધાન, દ્રવ્ય પ્રધાન, અભેદ પ્રધાન, ભેદ પ્રધાન વગેરે અનેક પ્રકારે વચન હોય, તોપણ પરમાર્થને સાધતાં સાધાતાં નીકળેલાં સર્વ વચનો પ્રમાણ છે. તેમાં શંકા - વિકલ્પ મુમુક્ષુજીવે કરવા યોગ્ય નથી; પરંતુ ગમે તેવી જ્ઞાનીની શૈલી, કઈ રીતે પરમાર્થ- પ્રાપ્તિના હેતુભૂત છે, તેવો એકમાત્ર દૃષ્ટિકોણ અપનાવી પારમાર્થિક આશય ગ્રહણ કરવા યોગ્ય છે. અન્યથા ગુંચવણ કે વિપર્યાસ થવાનો સંભવ છે આશય ગ્રહણ થવાથી, સર્વ શૈલીમાં અપૂર્વતા ભાસશે. કારણ કાર્યના નિરૂપણમાં ગુણનો ગુણ (સ્વભાવ) અને ક્રમ આદિ સમજવાં ઘટે છે. જેથી ક્રમ-વિપર્યાસ ન થાય. (૮૨૪) 1 વિચાર, ચિંતન, ચર્ચા - વગેરે સર્વાર્થસિદ્ધિના ક્ષાયિક સમકિતી દેવો – ૩૩-૩૩ સાગર પર્યંત કરે છે, તોપણ ઉપરના પાંચમાં ગુણસ્થાને પ્રાપ્ત કરતાં નથી. પરંતુ અનુભવમાં એકાગ્રતા સધાય તો અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન પ્રગટે. આમ વિચારજ્ઞાન અને અનુભવ જ્ઞાન વચ્ચે કાર્ય સિદ્ધિમાં મોટો ફરક છે. તેથી અનુભવનું મહત્વ / સામર્થ્ય સમજવું આવશ્યક છે. વળી વિચાર આદિમાં સ્થૂળ રાગ છે, તે દુ:ખ છે. સ્વાનુભવમાં તો અતિન્દ્રિય સુખ છે, પરમ પદાર્થ પ્રત્યક્ષ છે. (૮૨૫) જ્યાં ૬ઠ્ઠા - ૭માં ગુણસ્થાનધારી આચાર્ય મહારાજ પણ અનુભવની એકાગ્રતા અર્થે, મુનિસંઘની બાહ્ય પ્રવૃત્તિ છોડી, એકાંતે, સ્વરૂપ સાધના અર્થે સાધુપદે બિરાજમાન થઈ, આત્મહિત સાધી લ્યે છે, ત્યાં નીચેની સ્થિતિવાળા માટે તો આ પ્રકારનો પ્રસંગ સ્વયં બોધરૂપ છે. અર્થાત્ શાસનની બાહ્ય પ્રવૃત્તિનો વિકલ્પ ગૌણ કરવા યોગ્ય છે અને આત્મહિત શીઘ્રાતિશીઘ્ર સાધવા યોગ્ય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અનુભવ સંજીવની નહિ તો આત્મવંચના થઈ, ધ્યેય છૂટી, માર્ગાન્તર થઈ જતાં વાર નહિ લાગે. - આ બાબત બાહ્ય પ્રવૃત્તિના ઉદયવાળા જીવે, ખચીત મુખ્યપણે લક્ષમાં લેવા યોગ્ય છે. તેથી માત્ર આત્મલક્ષી સત્સંગ કર્તવ્ય છે. સત્સંગના અભિપ્રાયવાળી બાહ્ય પ્રવૃત્તિ પ્રાયઃ અહિતનું કારણ થતી નથી. (૮૨૬) જ્ઞાન સામાન્યની મુખ્યતામાં જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થતા સ્વસમ્મુખતા આવે છે. સ્વરૂપ લક્ષે આ પ્રકારે આવેલ સ્વસમ્મુખતામાં સ્વ-વેદન સહજપણે ઉત્પન્ન હોય છે. જે તારતમ્યતાએ વૃદ્ધિગત થઈ, સ્વસંવેદનને નિર્વિકલ્પતાએ પહોંચે છે. અહીં વિકલ્પ શાંત થવાનું કારણ – વેદનમાં વસ્તુ પ્રત્યક્ષ છે. જ્યાં જ્ઞાનનો વિષય પરોક્ષ હોય, ત્યાં જ વિકલ્પ થઈ, જ્ઞાન પ્રવર્તે, પરંતુ જ્યાં પોતે પોતાથી પ્રત્યક્ષ હોય, ત્યાં વિકલ્પની આવશ્યકતા કે અવકાશ નથી. તેમાં પણ નિર્વિકલ્પ – નિર્ભેદ અને સ્વયં પ્રત્યક્ષ હોય, ત્યાં સહજ એકાકારતા થતાં, વિકલ્પ ઉત્પન્ન જ ન થાય, તે તે સ્વાભાવિક છે. અહો ! માર્ગની ગંભીરતા અને ગહનતા! અહો ! અહો! (૮૨૭) ગુરુગમ વિના, પાત્રતા વિના, મહાન પરમાગમોમાં પ્રતિપાદીત બોધ, કેવી રીતે છે ? કેવી યોગ્યતાવાળા જીવ માટે છે ? ક્યાં શું આશય છે ? ક્યાં કેટલી ગંભીરતા છે ? ક્યાં આગમની કઈ શૈલી છે ? એક જ ગ્રંથકર્તાની વિભિન્ન શેલી, વિભિન્ન આગમમાં હોવા પાછળ શું કારણ છે ? વગેરે સમજાતું નથી. તેથી અન્યથા ગ્રહણ થવાની સંભાવના રહે છે જેને લીધે લાભ થવાને બદલે નુકસાન થવાની સંભાવના રહે છે. અથવા વિપસ થાય તો, દર્શનમોહ અને નવી ભ્રાંતિ થાય તો મોટું નુકસાન પણ થઈ જાય છે. તેથી સત્પરુષની આજ્ઞાએ, ચરણ સમીપમાં આગમપરમાગમમાંથી શ્રુતની . આત્માની ઉપાસના કરવા યોગ્ય છે. ક્યો વિષય, ક્યા સ્તરનો, ક્યા સ્તરના જીવ માટે છે, તે સમજાયા વિના પણ અસ્થાને વિધિ નિષેધ થતાં, વિપર્યાસ થઈ જાય છે. (૮૨૮) સ્વભાવ અને વિભાવની ઓળખાણ વિના ભેદજ્ઞાન થઈ શકે નહિ. તેમ જ ભેદજ્ઞાન વિના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ શકે નહિ. માત્ર સ્વરૂપ ચિંતન (ભેદજ્ઞાન વગરનું) થી માનસિક શાંતિ કે આનંદને, આત્માનંદ કે આત્મશાંતિ થયાનું ભ્રમથી માનવામાં આવે, તો ગૃહિત મિથ્યાત્વ થાય. તેથી સ્વસમ્મુખતાના પ્રયત્ન વડે, ઉત્પન્ન શુદ્ધોપયોગમાં, સર્વ પ્રદેશથી અંતર્મુખ અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય, સમકાળે મિથ્યાત્વનો અભાવ થાય; તેની પહેલાં અને પછી સવિકલ્પ દશામાં, રાગનો કે જે માનસિક શાંતિ . શાતાના ઉદયરૂપ હોય છે, તથા બહિર્મુખ ભાવે હોય છે, તેનો નિષેધ વર્તતો હોય છે, તેવું લક્ષણ ભ્રામક દશામાં હોતું નથી. અર્થાત્ ભ્રમ હોય ત્યાં આત્મભાવ અને Page #288 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૩૩ અનાત્મભાવ જુદા પાડવાની પ્રક્રિયા / પ્રયોગ હોતો નથી. છતાં બુદ્ધિપૂર્વકની ભૂલ / ભ્રમ થાય, ત્યાં જ્ઞાન ધૂળ થઈ જાય છે. અંતરમાં વિવેક થતો નથી. સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. (૮૨૯) ક પોતાના સ્વક્ષેત્રમાં પોતાના અનંત સામર્થ્યની હયાતી પ્રત્યક્ષ જણાય ત્યાં આનંદની ઉત્પત્તિ કેમ ન થાય? વળી, અનંત સામર્થ્યમાં અનંત આનંદનું સામર્થ્ય પણ મોજૂદ છે, જેનો પરમાનંદપણે પરિણમવાનો સ્વભાવ છે. તેથી તેના સ્વીકારમાં તત્કાળ આનંદનું પરિણમન થઈ જાય છે; એટલું જ નહિ, તે આનંદની મસ્તી ચડે છે. તેથી તે મસ્તીને લીધે, આનંદની વાત આવ્યા વિના રહેતી નથી. જીવને સ્વભાવથી જ આનંદ જેવું આકર્ષણનું બીજું કોઈ કારણ જગતમાં નથી. (૮૩૦) પરિણામની સાવધાની રાખવાથી પરિણામ સુધરતા નથી, પરંતુ સ્વરૂપની સાવધાની પરિણામ કરે છે. તેથી તે પરિણામ સ્વયં સુધરી જાય છે, સ્વરૂપમય થવાને લીધે, પરિણામનું લક્ષ ન હોવા છતાં પણ તેમાં સહજ સુધાર અનુભવગોચર થાય છે. પછી પરિણામની ચિંતા કરવાની રહેતી નથી. સ્વરૂપની સંભાળ થતાં, બધું સહજપણે યથાર્થ છે. ત્રિકાળીને કોઈ હાનિ પહોંચાડી શકે તેમ નથી. દ્રવ્યદૃષ્ટિમાં સાધક – બાધકપણાની દરકાર સમક્ષણે રહેતી નથી. તે અપૂર્વ ઘટના છે. (૮૩૧) અધ્યાત્મનો વિષય અંતર-અનુભવનો છે, સ્વરૂપ-આશ્રયે અધ્યાત્મની પ્રાપ્તિ છે. તેથી તેની સમજણ માત્ર પરલક્ષી બહિર્મુખ જ્ઞાનથી યથાર્થપણે થતી નથી. પરંતુ સ્વસમ્મુખતા વિના માત્ર કલ્પના પ્રાયઃ થઈ આવે છે. અસલી સમજણ આવે નહિ. તેમ વિચારણામાં પ્રથમથી જ લક્ષમાં રહે – તો માત્ર વિચારને લંબાવીને આગળ વધવાની ચેષ્ટા ન થાય; અને તેવો ભૂલવાળો અભિપ્રાય પણ ન બંધાય. સ્વસમ્મુખતા વિના અધ્યાત્મમાં પ્રવેશ નથી, – પ્રગતિ થવાનું તો પછીની વાત | (૮૩૨) જેની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે, તે જ્ઞાની છે.” - પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી. ઉક્ત વચનામૃત ચર્ચા દરમ્યાન જ્ઞાનીની ઓળખાણ થવા સંબંધી સ્પષ્ટીકરણ આપતાં પૂ. શ્રી એ પ્રકાણ્યું હતું. આ જ્ઞાની પુરુષનું અંતરંગનું લક્ષણ–નિશ્ચય લક્ષણ છે. એટલે કે જે જ્ઞાની છે, તેને નિરંતર પોતામાં અનંત શાંતિ વિદ્યમાન છે, તેનું ભાન રહે છે. પોતાની અવ્યાબાધ શાંતિની Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અનુભવ સંજીવની હયાતી દેખનારની તદ્રુપ પરિણતિ સહજ વર્તવાને લીધે, અધ્યાસિત અશાંતિ થતી નથી. તેને કોઈ ચિંતા થતી નથી. જ્યારે અજ્ઞાની ચિંતા મુક્ત હોતો નથી. (૮૩૩) લક્ષ અને અનુભવ, સ્વસ્વરૂપનો થયા વગર, જ્ઞાનમાં વલણ બદલાય નહિ. સહજ અંતર વલણ થવામાં, આ બંન્ને અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા છે. જ્ઞાન સામાન્યમાં વેદન છે. પરંતુ જ્ઞાન વિશેષ, જે જ્ઞાનનું બહિરંગ છે, તેનું અંતર વલણ થયા વિના, વેદનનું ગ્રહણ થતું નથી. તેથી આવી સૂક્ષ્મ વિષયક બાબત સમજવા છતાં, કૃત્રિમતાથી કામ થતું નથી, પણ લક્ષ થવાથી સહજ થાય છે. તેથી જ મહાપુરુષે (શ્રીમદ્ રાજચંદ્રજી) કહ્યું છે કે “લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’ સંસારની ઉત્પત્તિની ઘટના પણ કેવી છે ? જ્ઞાનની એક જ પર્યાયનું બહિરંગ, બાહ્યદૃષ્ટિને લીધે પોતાના જ અંતરંગને છોડીને પ્રવર્તે !! અર્થાત્ ગ્રહણ ન કરે ! અરે ! ગ્રહણ કરવું પણ કઠીન લાગે ! પોતામાં જ પોતા સંબંધીની દુર્લભતા. !! (૮૩૪) પ્રશ્ન :– ધ્યાન યોગાદિ પ્રયોગ કરવા છતાં આત્મ-સ્થિરતા કેમ થતી નથી ? ઉત્તર ઃસ્થિર–ધ્રુવ સ્વરૂપમાં એકત્વ થયા વિના પરિણામોનું અસ્થિર ભાવોમાં અનાદિ એકત્વ પર્યાયબુદ્ધિ વડે હોવાથી સ્થિરતા થઈ શકે નહિ. સ્થિર ધ્રુવ તત્ત્વના અવલંબન વગર પરિણામ સ્થિરતા પામે નહિ. અસ્થિર ભાવોમાં પોતપણા વડે અવલંબન વર્તે ત્યાં સુધી સ્થિરતા આવી શકે નહિ. ધ્રુવના અવલંબને સહજ સ્થિરતા થાય પ્રથમ શ્રદ્ધા વડે આશ્રય થવો જોઈએ. વૃદ્ધિગત થઈ પૂર્ણ સ્થિરતા પ્રગટે. (૮૩૫) — - — નવેમ્બર - ૧૯૯૧ ન્યાય, યુક્તિ, આગમથી આત્મસ્વરૂપનો મહિમા આવે છે, તે ઉપર ઉપરથી ઓથે ઓથે આવે છે. અર્થાત્ તેવા પ્રકારથી જગતમાં જે જે વસ્તુ અને કર્મ પ્રસંગથી મહત્તા અપાઈ છે, તે છૂટતી નથી. પરંતુ જો ખરેખર ઓળખાણપૂર્વક મહિમા આવે તો, જગતનું મહત્ત્વ છૂટી જાય, અને પોતે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પાછળ પડી જાય, પ્રયત્ન છૂટે જ નહિં અથવા સ્વરૂપનો મહિમા ઉલ્લસીને એવો આવે કે, તે ઘર કરી જાય. તેની અસરથી છૂટી શકાય જ નહિ. ત્યાં પછી અપ્રાપ્તિ માટે કોઈ કારણ રહેતું નથી. અવશ્ય પ્રાપ્તિ થાય જ. (૮૩૬) સ્વસન્મુખતાનો પુરુષાર્થ, સ્વરૂપના સીધા પ્રતિભાસ વિના ઉપડતો નથી. પરંતુ યદિ યથાર્થ પ્રતિભાસપૂર્વક પુરુષાર્થનો અંતર્મુખી વેગ ચાલુ થયો, તો છ મહિના પહેલાં, (કોઈ તીવ્ર પુરૂષાર્થવાનને . Page #290 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૩૫ તો કલાકોમાં) શુદ્ધોપયોગ આવી જાય છે. જો કે સ્વરૂપ લક્ષ એવા પ્રકારે છે કે, જેમ દ્રવ્યદષ્ટિ પર્યાયને જોતી નથી, તેમ – શુદ્ધોપયોગ સંબંધી અહીં આર્ત પરિણામ થતાં નથી. ઘણું કરીને તેનો (શુદ્ધોપયોગનો વિકલ્પ જ થતો નથી. પરંતુ કાળ લંબાય અને વિકલ્પ થાય તો, તે કાર્ય સાધક નથી, પરંતુ બાધક છે. જો કે અહીં મુમુક્ષુજીવને પ્રશ્ન થવા યોગ્ય છે કે, સ્વસમ્મુખતામાં કેમ આવવું ? ઉત્તર આમ છે કે - જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો પ્રયોગ દ્વારા સ્પષ્ટ અનુભવાશે, પ્રતીતિયુક્ત નિર્ણય થતાં, સ્વસમ્મુખતા આવે છે, બીજો તો કોઈ ઉપાય નથી. અપૂર્વ આત્મભાવનાપૂર્વક સ્વરૂપ લક્ષ કર્તવ્ય છે. - આ બીજજ્ઞાન' છે, જે કદી નિષ્ફળ થતું નથી, – જતું નથી. અનંતકાળથી અજાણ આવો ઉપાય પ્રાપ્ત થવામાં, પ્રત્યક્ષ સન્દુરુષનો યોગ, અપૂર્વ હિતસ્વી જાણવા યોગ્ય છે. (૮૩૭) અનાદિ વિપરીત સંસ્કારોથી સંસ્કારીત એવી જીવની દશા છે, તેમજ તેવો જ વર્તમાનમાં અસત્સંગ છે, ત્યાં સન્માર્ગની પ્રાપ્તિ અતિ દુર્લભ હોય, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, તોપણ જે જીવ એક નિષ્ઠાથી એકમાત્ર આત્મહિતાર્થે જ જીવવા માગે છે, તેને દુષ્કર નથી, પરંતુ સુગમ છે. આવો આત્માર્થી જીવ, મોક્ષાભિલાષી થઈ પુરુષને શોધે છે, તેને અવશ્ય સદ્ગુરુરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, જેમના ચરણનો નિવાસ, અને સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવના, સફળતાને વરે - આ પ્રકારે સત્ – સત્નો માર્ગ સરળ અને સુગમ છે. (૮૩૮) જેમ–અસલી પ્રાણીને, પોતે શરીરથી / વર્તમાન દેહાત્મબુદ્ધિરૂપ અવસ્થાથી ભિન્ન કોઈ વસ્તુ છે કે કેમ? એવો તર્ક પણ ઉત્પન્ન થવાની યોગ્યતા નથી. – તેથી પ્રાયઃ તે પ્રાપ્ત ઈન્દ્રિયો દ્વારા વિષયપૂર્તિ અર્થે જ ફર્યા કરે છે. તેથી મનરહિત અવસ્થાવાળા જ અનંતભવો ધારણ કરવાની સ્થિતિ આવી પડે છે. તેમાં જ અનંતકાળ વીતી જાય છે. તેમ – જે મનસહિત મનુષ્ય હોવા છતાં, માત્ર (દેહાત્મબુદ્ધિવશ) ઈન્દ્રિય વિષયોની પૂર્તિ કરવા પાછળ ઉત્પન્ન વેગને લીધે, પોતાનું મૂળ સ્વરૂપ જાણવા માટે કોતૂહલી થતો નથી. તે મનસહિત હોવા છતાં, મનરહિત અસંશી જેવા ભાવે હોવાથી, દ્રવ્ય પણ અસશીપણાને પ્રાપ્ત થઈ, અનંત કાળ પર્યત દુઃખી થાય છે. જીવ કેમ સંશીમાંથી અસંશી થાય છે ? તે ઉક્ત ન્યાયથી સમજવા યોગ્ય છે. (૮૩૯) આત્મા વસ્તુપણે સાક્ષાત્ પ્રત્યક્ષરૂપે હયાતી ધરાવે છે, તેથી તે વિષયમાં માત્ર કલ્પના કરવી, માત્ર અનુમાનને લંબાવવું, તેનો પુરુષોએ નિષેધ કર્યો છે. જે વસ્તુ પરોક્ષ હોય તેનો વિચાર / Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અનુભવ સંજીવની અનુમાન થવા યોગ્ય છે. પરંતુ પ્રત્યક્ષ વસ્તુ માટે તેમ થવું આવશ્યક નથી. તેથી માત્ર વિચાર કરનાર' ઘણો ગમે તેટલો વિચાર કરે, તોપણ સ્વરૂપ-ગ્રહણ થતું નથી. પરંતુ પ્રત્યક્ષ અંશ દ્વારા તે રૂપ થઈને / તન્મય થઈને વ્યાપ્ય-વ્યાપક ભાવે, પ્રસરવાથી અનુભવ સંપ્રાપ્ત થાય છે. (૮૪૦) - અંતરમાં, અનંત પુરુષાર્થના સામર્થ્યરૂપ ખાણનો પત્તો લાગવાથી, (પોતાપણે જણાતાં જ) તેનું અવલંબન લેવાઈ જાય છે. તેમાં અંતર્મુખી પુરુષાર્થનું પરિણમન શરૂ થઈ જાય છે. તેથી ત્યાં પુરુષાર્થને ‘કરવાની’ આકુળતા અને સમસ્યા થતી નથી– રહેતી નથી—તેથી જ્ઞાની પુરુષોએ, અનંત સામર્થ્ય – સ્વરૂપને ઓળખવા માટે દેશના આપી છે, અને કૃત્રિમ પુરુષાર્થનો નિષેધ કર્યો છે. સ્વરૂપના અનંત સામર્થ્યની દૃષ્ટિમાં, પર તરફના આંશિક પરિણામોનું જોર રહેતું નથી – તૂટી જાય છે, અને જે સહજ પુરુષાર્થ વર્તે છે, તે પણ એક સમયની પર્યાય હોવાથી, તેની પણ ગૌણતા જ રહે છે. પર્યાય માત્રની ગૌણતા, દ્રવ્યદૃષ્ટિ થવાથી થઈ જાય છે. પર્યાયનું એકત્વ જ મિથ્યાત્વ મૂળ છે. તેથી તેનો (એકત્વનો) અભાવ કરવાના હેતુથી પર્યાયનો નિષેધ કરવામાં આવે છે. તેમાં પર્યાયનો અભાવ કરવાનો હેતુ નથી. યદ્યપિ વિભાવના નિષેધમાં, વિભાવનો નાશ કરવાનો હેતુ છે. અને વિભાવના એકત્વને પણ મટાડવું છે. આ તફાવતમાં ભૂલ ન થવી જોઈએ. (૮૪૧) - - સ્વરૂપ પ્રત્યયી પુરુષાર્થ, રુચિ કે ભાવના વિના, તત્ત્વની વાત, ચર્ચા, શ્રવણ આદિ બધુ, મનોરંજન અથવા વિષય સેવનવત્ થઈ પડે છે. તેથી મુમુક્ષુજીવે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં પોતાના ભાવો તપાસવા, નહિ તો સ્વયંને છોડીને આ પ્રવૃત્તિ કે જે બાહ્ય વિષય એટલે કે બહિર્મુખ ભાવનો વિષય છે, તે જ વંચનાબુદ્ધિએ ચાલતો રહેશે. તેની જ (બાહ્ય પ્રવૃત્તિની જ) મુખ્યતા રહેશે. પરંતુ બાહ્ય તત્ત્વ પ્રવૃત્તિ કાળે પણ બાહ્ય પ્રવૃત્તિની ગૌણતા અને સ્વરૂપની મુખ્યતા રહેવી જોઈએ, તો જ તત્ત્વરુચિ છે. અંતર તત્ત્વની રુચિ હોય ત્યાં શરૂઆતથી પર્યાય ગૌણ થઈ જાય છે. ભલે પર્યાયમાં પ્રતિક્ષણ વિકાસ સધાતો હોય તો પણ, આ પદ્ધતિથી, તે ગૌણ જ રહે છે. તેથી આ યથાર્થ પદ્ધતિ છે (૮૪૨) * જ્ઞાનદશામાં, ધ્રુવ તત્ત્વની જાગૃતિમાં શરીરાદિ અનિત્ય સંયોગો સ્વપ્નવત્ ભાસે છે. જેમ સ્વપ્નનું કોઈ મૂલ્ય નથી. તેમ ધ્રુવ નિજ સ્વરૂપ આગળ, સંયોગોનું કોઈ મૂલ્ય નથી. પછી રાગ-દ્વેષ-મોહ, ક્યા કારણે થાય ? અનુભવ એમ બોલે છે કે “હું મારામાં અચળપણે એમ ને એમ છું – મારી બહાર આ બધું સ્વપ્નની જેમ થઈ રહ્યું છે. અનાદિથી વર્તમાન પર્યંતના ભૂતકાળનું પણ એક લાંબુ સ્વપ્ન Page #292 -------------------------------------------------------------------------- ________________ જ હતું – જે પુરું થઈ ગયું’ થયો જ નથી સ્વપ્નની માફક વાસ્તવિકપણું છે. - અનુભવ સંજીવની ૨૩૭ વાસ્તવિક પણે સંયોગોના કોઈ ફેરફારોથી મારામાં કાંઈ ફેરફાર સ્વયંની સ્વરૂપ જાગૃતિથી ભિન્નતા રહેવી, તે જ્ઞાનદશાનું (૮૪૩) ――――― - સુદીર્ધકાળથી શેયાકાર જ્ઞાનરૂપ જ્ઞાનવિશેષનો આવિર્ભાવ હોવાથી, તેનો પરિચય હોવાથી, મુમુક્ષુજીવને તે સમજાય છે. પરંતુ જ્ઞાન સામાન્ય તિરોભૂત રહ્યું હોવાથી, અને તેનો પરિચયરૂપ અભ્યાસ પણ નહિ હોવાથી જીવને તેનું સ્વરૂપ યથાર્થપણે પકડાતું નથી. વળી, જ્ઞાન સામાન્ય વેદનરૂપ હોવાથી, તેનો આવિર્ભાવ થતાં, તે વેદન અનુભવગોચર થાય છે. માત્ર વિચારમાં લેવાથી, વેદનનો વિષય ગ્રહણ થઈ શકતો નથી. તેથી સ્વભાવને પામવા વિચારથી આગળ જઈ, પ્રયોગ દ્વારા, વેદન વડે, સ્વભાવને લક્ષમાં લેવા યોગ્ય છે. તેથી એમ ફલિત થાય છે કે, સ્વભાવ અને - સ્વભાવ સદેશ જ્ઞાનસામાન્ય, તે માત્ર વિચાર કોટીનો વિષય નથી. પરંતુ તત્ત્વ વિચાર કરનાર જીવે, વિચારથી આગળ વધી, વેદન કક્ષામાં પ્રવેશ કરી, તેની પ્રાપ્તિ કરવા યોગ્ય છે, માત્ર વિચાર કરવાથી સ્વભાવની પ્રાપ્તિ થઈ શકવા યોગ્ય નથી. (૮૪૪) - તત્ત્વ સંબંધી થોડી વિપરીતતા દેખાય, પરંતુ તે પુરી વિપરીતતાની જેમ પ્રતિબંધક થાય છે. અભિપ્રાયમાં થોડી ભૂલ એ પૂરી ભૂલ છે. જેમકે પર્યાયમાં ‘અહંમપણું’ છોડ્યા વિના, સ્વરૂપ ધ્યાનનો કૃત્રિમ ઉદ્યમ / પુરુષાર્થ કરવો—તે આ રીતે કે હું આત્માનું ધ્યાન કરું છું. ત્યાં ધ્યાન કરનાર પોતાને પર્યાયરૂપે માને છે, અને આત્મા (ભૂલથી) પર તત્ત્વના સ્થાને રહી જાય છે. માટે તાત્વિક ભૂલ અને વિપર્યાસને હળવા કરી ગૌણ ન કરતાં, તેના નુકસાનની ગંભીરતા લક્ષમાં લેવી. (૮૪૫) અવશ્ય થાય ૐ વૈરાગ્ય, ઉપશમ, મુમુક્ષુતા, પ્રાપ્ત થવા અર્થે ઉપદેશબોધનું ગ્રહણ થઈ, વસ્તુના સ્વરૂપ જ્ઞાનના નિરૂપણરૂપ સિદ્ધાંતબોધનું ગ્રહણ, જે ઉપદેશબોધને અનુકૂળ થાય, તે પ્રકારથી સમજાય, તે ઉપરાંત અધ્યાત્મબોધના સિદ્ધાંતોનું યથાર્થ ગ્રહણ થઈ, તદ્ અનુસાર પુરુષાર્થ અને પ્રયોગ ચાલે તો આત્મહિત એટલે કે પ્રથમ આત્મહિતના લક્ષે કષાયરસ અને દર્શનમોહનો અનુભાગ ઘટે તો, આત્માર્થાતામાં સ્વચ્છંદ નિરોધપણે સિદ્ધાંતબોધનું ગ્રહણ, ઉપદેશને અનુરૂપ થાય. અર્થાત્ સિદ્ધાંત ગ્રહણ થવામાં કલ્પના કે વિપર્યાસ ન થાય. અથવા સ્વરૂપ નિર્ણય કરવા અર્થે પ્રયોગની કસોટીપૂર્વક આગળ વધે, માત્ર તર્ક, અનુમાન, કે યુક્તિના આધારે નિર્ણય ન કરે. પરંતુ ભેદજ્ઞાનના પ્રયોગપૂર્વક, સ્વરૂપ નિર્ણય થાય, તો અધ્યાત્મ અથવા સ્વરૂપ આશ્રયરૂપ સમ્યક્ એકાંતને પ્રરૂપણ કરતા સર્વ સિદ્ધાંતોનું અવિરોધપણે અવગાહન થઈ, આત્મહિત સધાય. ન (૮૪૬) Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અનુભવ સંજીવની / સિદ્ધાંત જ્ઞાનમાં અનેક સિદ્ધાંતો અને ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે. તેમાં માત્ર જાણવા માટે (વિપર્યાસ ન થવા પુરતું જ પ્રયોજન હોવાથી) અને વજન ન દેવાય તે માટે કયા સિદ્ધાંતો છે અને વજન અથવા જોર દેવા જેવા (અવલંબન માટેના) ક્યા સિદ્ધાંતો છે, તેની વહેંચણી થવી જોઈએ. નહિ તો જાણપણું સાચું હોવા છતાં વજન દેવાની ભૂલ થાય, તો પૂરી ભૂલ થઈ, વિપરીતતા થઈ જાય છે. દૃષ્ટાંત - ક્રમબદ્ધ પર્યાય સંબંધી છે. તેમાં પર્યાયની ક્રમબદ્ધતા માત્ર જાણવાનો વિષય છે. જેનું જોર (અવલંબન) જ્ઞાયક ઉપર જાય છે, તેને (પર્યાયની ઉપેક્ષા થઈ, તેની ક્રમબદ્ધતા, ઉપેક્ષાનું કારણ થાય છે. તેવું જ ભેદ-પ્રભેદ માત્ર જાણવાનો વિષય છે. અવલંબન / આશ્રય અભેદનો રહી, તે જાણવા માત્રથવું ઘટે છે. છવસ્થ અવસ્થામાં, ગુણભેદ અને પર્યાયભેદ, વસ્તુનાં અંગ હોવા છતાં, લક્ષ જવાથી વિકલ્પ રાગની ઉત્પત્તિનું કારણ થવાથી, ઉક્ત નીતિ (વજન ન દેવાની) યથાર્થ છે. (૮૪૭) V માર્ગનું – પરમાર્થનું રહસ્ય શોધવાની મથામણ કરતા જીવો, પ્રાયઃ આગમ અને અધ્યાત્મિક સાહિત્યનો પરિચય કરી, સમય અને શકિતનો વ્યય કરે છે. તો કોઈ શ્રવણ અને ધ્યાનાદિ ક્રિયા પાછળ વ્યય કરે છે. – પરંતુ પ્રત્યક્ષ સત્પરુષ વિના (પૂર્વ સંસ્કારી આત્માને છોડી) કોઈને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી–જો કે સત્પરુષની ઓળખ થઈ, પરમેશ્વર બુદ્ધિ થવી તે પણ પ્રથમ બીજ જ્ઞાનનું પણ બીજ છે. આ બીજ વિના ઉદ્ધાર નથી. – આવું લક્ષ થયા વિના, જીવ જે કાંઈ વ્યય કરે, તે યથાર્થ વિવેક રહિતનો પ્રયાસ છે. ખરેખર તેને પરમાર્થની અંતર જિજ્ઞાસા થઈ હોય, તેમ કહેવું પણ કઠણ છે. જો પ્રત્યક્ષ પુરુષની શોધ વર્તે તો કાળ લબ્ધિ પણ પાકી ગઈ, સમજાય છે. અનેક જીવંત દૃષ્ટાંતથી આ વાતનો બોધ થાય છે, છતાં જીવોનું ધ્યાન જતું નથી, તે આશ્ચર્યજનક છે. અનંતકાળે પણ પ્રત્યક્ષ યોગનું મૂલ્ય સમજયે જ છૂટકો છે. (૮૪૮). દ્રવ્યદૃષ્ટિ ઉત્પન્ન થવાનું અંતરંગ કારણની ગવેષણા કરતાં, એમ નિશ્ચય થાય છે કે, વર્તમાનમાં પર્યાયદષ્ટિએ કરી, દોષ દૃષ્ટિ વર્તે છે, વિકારી હું તે તોડવા, તેનો નિષેધ આવવો, – યથાર્થપણે - ઘટે છે. અધમ અધમ અધિકો પતીત, સકળ જગતમાં હું, તે નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય ?” ૫. કૃપાળુદેવના અનુભવપૂર્ણ ઉક્ત વચનામૃતના વાચ્ય–વેદનમાં, વર્તમાન દોષદષ્ટિનો ઉગ્ર નિષેધ વર્તે છે, તેવી અંતર વેદનામાંથી — વિકારનું અહમ્ તોડવાનું સાધન, - દ્રવ્ય-દષ્ટિ ની ખોજરૂપ મૂળ રહ્યું છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ અનુભવ સંજીવની જેને નિર્દોષ થવું જ છે, તેને સહજ તેમ રહેવાય, તેવું આલંબનની શોધ વર્તે છે. કારણ કે વિકાર પણ સહજ . પરાવલંબનથી થવો અનુભવ ગોચર છે. સની અંતર ખોજમાં સત્પુરુષનાં અનુભવ-વચન અપૂર્વ ઉપકારી થઈ પડે છે. જેથી સત્ ઓળખાઈ સહુના મહિમા વડે દૃષ્ટિ પ્રગટે છે. (૮૪૯) ધર્મ પ્રાપ્તિનું ફળ મહાન છે, શાશ્વત કલ્યાણનો માર્ગ છે. તોપણ તે માર્ગ પરમ ગંભીર છે. યદ્યપિ જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, તોપણ તે વિના વિસ્તાર નથી. જો કે જ્ઞાનદાતા એવા પુરુષની કાળે આ પરમ દુર્લભતા છે. છતાં પુણ્યયોગે, શ્રીગુરુએ માર્ગ પ્રકાશ્યો છે, અને માર્ગના રહસ્યો ખુલ્લાં મૂક્યા છે. જેનું ગ્રહણ થવા અર્થે તથારૂપ પાત્રતા અપેક્ષિત છે, કારણ કે અમૂલ્ય એવા સિદ્ધાંત જ્ઞાનનો આ વેપાર છે. જેમાં પ્રયોજન સંધાય જાય તો જીવ તરી જાય તેવું છે. નહિ તો પ્રયોજનભૂત વિષયમાં, મતિદોષને લીધે, યથાયોગ્ય પાત્રતા નહિ હોવાથી, વિપર્યાસ થતાં, ગૃહિત મિથ્યાત્વમાં જીવ આવી જાય છે. તેથી પરમ તત્ત્વ નિજપદના વિષયમાં અને સ્વરૂપ પ્રાપ્તિના – સાધનના – વિષયમાં, કયાંય પણ કલ્પના નહિ કરતાં, જિજ્ઞાસુ રહેવું તે વધુ સારું છે. જ્ઞાનીની આજ્ઞાએ, સ્વચ્છંદ નિરોધપણે, મોક્ષાભિલાષીએ, પૂરી સાવધાની, સરળતા અને ધીરજથી આગળ વધવા જેવું છે. અગંભીરતા, અધીરજ, અસરળતા, નુકસાનકારક છે. (૮૫૦) મુમુક્ષજીવને આત્મહિતના / પરમાર્થના માર્ગે ચડવાનો એક જ રસ્તો છે. ત્યાં પડવાના કે ગોથું ખાવાના અનેક ઠેકાણાં છે. તેવી સ્થિતિમાં, શ્રીગુરુએ કરુણા કરી મહા સિદ્ધાંતનું પ્રદાન કર્યું છે. “પૂર્ણતાના લક્ષે શરૂઆત” કરવા આજ્ઞા કરી છે. આ વાસ્તવિકતાનું ઉલ્લંઘન કરી કોઈ જીવ પરમાર્થમાં આગળ વધી શકે નહિ, એટલું જ નહિ આ માર્ગદર્શન મુમુક્ષુની સર્વ સમસ્યા અને વિટંબનાનો ઉકેલ લાવવા સમર્થ અને પર્યાપ્ત છે. પૂર્ણતા' ના ધ્યેયે / લક્ષે શરૂઆત કરનાર સુરક્ષિત થઈ જાય છે. અર્થાત્ ધ્યેય વિરુદ્ધ ભાવમાં જાગૃતિ આવી જવાથી, પાછું વળી જવાય છે. જેનું સાધ્ય સાચું, તેનું સાધન સાચું – એ ન્યાયે પૂર્ણતાનું ધ્યેય સર્વાગ શ્રેષ્ઠ હોવાને લીધે, તેનું સાધન પણ તદ્ અનુસાર અને તદ્ અનુરૂપ ઉત્પન્ન હોય છે. તેને જ સમ્યકત્વ કહ્યું છે. (૮૫૧) સર્વ શાસ્ત્રોને વિષે પ્રત્યક્ષ સદ્ગુરુ-યોગનું મહત્વ ગાયું છે, તે અનુભવપૂર્ણ હકીકતની પ્રસિદ્ધિ છે. મુમુક્ષજીવને પરમાર્થ પ્રાપ્તિ માટે તે પરમ આધાર છે, તે વિષયમાં પરમ કૃપાળુ દેવનું નીચેનું વચનામૃત ઘણું માર્મિક છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અનુભવ સંજીવની “સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. (વ.૩૧૫.). જીવ પોતે વિપર્યાસ છોડે તો સહજાત્મ-સ્વરૂપની પ્રાપ્તિ પણ સહજમાં જ છે. પરંતુ જ્ઞાનીના ચરણ . સેવનથી સર્વ વિપર્યાસ ટળવા યોગ્ય છે. સિવાય, ટળવાને બદલે, માનાદિક વધવાની પ્રાયે સંભાવના રહે છે. અથવા પોતાને જ લક્ષમાં ન એવા, તેવા પ્રકારના દોષ અને અજ્ઞાનની સ્થિતિમાં સદ્ગુરુ આજ્ઞાએ સહજ માત્રમાં જ દોષ ટાળવા યોગ્ય જાણી, સર્વ પ્રકારે પરિમાર્જન કરનાર, શ્રીગુરુનું મૂલ્ય થવા અર્થે, આ જગતમાં કોઈ પદાર્થ નથી. (૮૫૨) જ્ઞાન સામાન્ય, આબાળ ગોપાળને સદાય, લક્ષણપણે મોજૂદ છે. તેથી અજ્ઞાની છું તેવી મૂંઝવણ મટી જાય છે. અજ્ઞાનીને લક્ષણથી સ્વભાવ ઓળખાવી, સ્વભાવ-દર્શન શ્રીગુરુએ કરાવ્યું છે, બીજજ્ઞાન આપ્યું છે. અહીં કદાપિ પ્રશ્ન થાય છે કે, જ્ઞાનમાત્ર એવું જ્ઞાન સામાન્ય સમ્યક છે કે મિથ્યા ? અજ્ઞાની ને તો મિથ્યાજ્ઞાન હોય ? તેમાં સ્વભાવ ભૂત લક્ષણ કેમ સંભવે ? સમાધાન એમ છે કે, જ્યાં સમ્યક–મિથ્યાત્વરૂપ વિશેષપણું નથી, તે સામાન્યનું સ્વરૂપ છે, તેથી તે વિકલ્પ અહીં ઘટતો નથી. કોઈ પણ જીવ પાત્ર થઈને, જ્ઞાનમાત્રપણે પોતાને અવલોકે તો અવશ્ય, સ્વ સંવેદનરૂપે, લક્ષણથી લક્ષની સિદ્ધિ થાય છે. પાત્રતા અહીં અપેક્ષિત છે. તે સિવાઈ પરસમ્મુખ ભાવોનો રસ છૂટવા યોગ્ય થતો નહિ હોવાથી સ્વસમ્મુખમાં ઓળખાણ / લક્ષ થતું નથી. તેમજ પરલક્ષી ઉઘાડ પણ સામાન્યમાં રહેલ પ્રગટ વેદનને અવલોકવા સક્ષમ નથી. – આમ પાત્રતા વગર બીજજ્ઞાન નથી. પાત્રતાનું મૂલ્ય ઘણું છે. (૮૫૩) 1 ડિસેમ્બર - ૧૯૯૧ સ્વરૂપની શ્રદ્ધા, વિવેક, અને પુરુષાર્થ અવિનાભાવીપણે સાથે જ રહે છે. તેથી ભાવ સંતુલન જળવાઈને ક્યાંય પણ એકાંતીક પરિણામ થતાં નથી. ત્રિકાળી અપરિણામ હું છું – એવી શ્રદ્ધા કાળે, તેવા સ્વરૂપ જ્ઞાન ઉપરાંત, જ્ઞાનમાં શુદ્ધિ, અશુદ્ધિ, અને અશુદ્ધિના નિમિત્તો અંગેનો વિવેક રહે છે. તેથી નિયાભાસ થતો નથી. વળી અંતર્મુખી પુરુષાર્થનું જોર, સ્વરૂપ સ્થિરતા અને આનંદ ઉત્પન્ન થવામાં કારણ થાય છે; તેથી અનુભવદશાવાનને અસમાધાન પણ થતું નથી. દૃષ્ટિ અને લક્ષ સ્વરૂપનાં રહે, તેથી સ્વરૂપ લક્ષ, સ્વરૂપની મુખ્યતા રહી સહજ પરિણમન વતે, તે સમ્ય હોય છે. (૮૫૪) આત્મ સ્વરૂપ પરિપૂર્ણ અને કૃતકૃત્ય છે. સમ્યક્ શ્રદ્ધા ભાવમાં . મારામાં કાંઈ કર્તવ્ય નથી, Page #296 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૪૧ હું તો કૃતકૃત્ય જ છું.' - એમ વર્તે ત્યારે તેવા જ ભાવમાં જ્ઞાનાદિ સર્વ ગુણો વર્તવા લાગે, તે પરિણામ અપેક્ષાએ ઉત્કૃષ્ટ કર્તવ્ય હોવાથી, અને તે સહજ સ્વયં પરિણામ વડે કરાતું હોવાથી, બીજું કાંઈ કરવાનો જ્ઞાનીને વિકલ્પ હોતો નથી. પરિણામ તો સહજ સ્વયં થયા કરે છે. મને (સ્વરૂપને) અનુસરે તો તેના (પરિણામના) લાભની વાત છે. તાત્પર્ય એ છે કે જેને દ્રવ્યમાં પોતાપણાની સ્થાપના થઈ, તેને કાંઈ અસમાધાન નથી. સર્વાંગ સમાધાન છે. મને દેખનાર પરિણામ સ્વયં પુરુષાર્થાદિરૂપ થાય છે. (૮૫૫) * Vવીતરાગી શાંતરસ અને વીરરસમાં એક પ્રકારનું સામ્ય છે. શુરવીર પુરુષ જેમ ડરતા નથી, આત્મ-સમર્પણ પણ કરી દે છે. તેમ શાંતરસમાં એવી તાકાત છે કે આખું જગત પ્રતિકૂળ થઈ જાય, અથવા શરીર છૂટવાનો પ્રસંગ આવી પડે તોપણ, ધર્માત્માને ભય થતો નથી, તેમજ માર્ગથી કે સિદ્ધાંતથી વિચલીત થતા નથી. અંદરમાં શાશ્વત, અવ્યાબાધ સ્વરૂપનું અવલંબન હોવાને લીધે, જ્ઞાની અભેદ્ય આત્મગઢમાં નિર્ભય છે. પૂર્ણ ઐશ્વર્ય અને આત્મ સંપદાવાનપણાને લીધે, તેમને દીનપણું કયાંય થતું નથી. (૮૫૬) ઉપદેશ અનુસાર અમુક કાર્ય કરવું જોઈએ અથવા અમુક ન કરવું જોઈએ – આ સઘળો જાણવાનો વિષય છે. પણ તેમાં હેય-ઉપાદેયની વિવિક્ષા હોવાથી, તેના ઉપર જોર/ વજન દેવાય ન જાય, તે સ્વરૂપના જોરવાળા સાધકના લક્ષમાં રહે છે. પરંતુ જેનું લક્ષ / જોર પર્યાય ઉપર હોય છે, તેવા જીવને, તે ઉપદેશ પદ્ધતિથી ઉલટાંની કર્તવ્યની દૃઢતા થઈ જાય છે. આમ અજાણપણાને લીધે પણ યથાર્થ વિધિથી વંચિત રહી જવાય છે. અને કર્તવ્ય-અકર્તવ્યની સમજ અનુસાર જીવ કૃત્રિમ પ્રયત્ન અથવા કર્તબુદ્ધિએ પરિણામ સુધારવા પ્રયાસ કરે છે, જે યથાર્થ નથી. વળી ઉપદેશ / આદેશની ભાષાનો પ્રકાર પણ એવો હોય છે કે, તથારૂપ કર્તવ્ય ઉપર વજન રહેવાનો સંભવ થાય, તોપણ વ્યવહાર તે કાળે જાણેલો (અવલંબેલો નહિ) પ્રયોજનવાન છે.' એવું જે શાસ્ત્ર વચન, તેનું લક્ષ રાખીને ઉપદેશ અવધારવા યોગ્ય છે. અન્યથા પર્યાયબુદ્ધિ દઢ થઈ જશે. (૮૫૭) — નિશ્ચય આત્મસ્વરૂપ અવલંબન લેવા યોગ્ય છે. તે અવલંબન સ્વરૂપ પ્રત્યયી જોર / પુરુષાર્થ વડે લેવાય છે. પ્રયોજનની સિદ્ધિ આવા પુરુષાર્થ આધારિત છે. આત્મસ્વરૂપ અનંત સામર્થ્યવંત છે. તેના સ્વ-રૂપ જ્ઞાનમાં તથારૂપ આત્મબળ ઉત્પન્ન થવું સહજ અને સ્વાભાવિક છે. આવા પુરુષાર્થના જોરમાં નીકળેલા જ્ઞાની ધર્માત્માનાં વચનો નિશ્ચય પ્રધાન હોય છે, તેમાં Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અનુભવ સંજીવની પુરુષાર્થની તીખાશ હોય છે. તે પરમ પ્રેમે આદર કરવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે. તે વડે આત્મરુચિ અને આત્મબળને વેગ મળે છે. તેવા વચનોના પ્રતિપક્ષરૂપ વ્યવહારના વિષયની અપેક્ષા લઈ, સ્વરૂપ પ્રત્યયી જોર તૂટે, તેમ ન થવું જોઈએ. સમજણના વિપર્યાસને લીધે, તેવું અપેક્ષાજ્ઞાન, પુરુષાર્થને રોકે છે તેમ સમજવા યોગ્ય છે. ભલે તેવું અપેક્ષા જ્ઞાન સિદ્ધાંત વિરુદ્ધ ન હોય તો પણ તેમાં પુરુષાર્થની વિરુદ્ધતા થાય— તેવો વિપર્યા છે. સાચું જ્ઞાન તો તે છે કે જે પુરૂષાર્થ ઉત્પન્ન કરે વા વૃદ્ધિ કરે. જ્ઞાનનો વિપર્યાસ તો સમ્યકત્વને રોકે છે. (૮૫૮) બહિર્લક્ષી ઉઘાડ જ્ઞાનથી કાંઈ આત્મલાભ થતો નથી; તેવું જ્ઞાન આત્મશાંતિ ઉત્પન્ન થવામાં કારણ થતું નથી. અથવા અશાંતિ થાય ત્યારે તેને મટાડવામાં ઉપયોગી થતું નથી. વિકાર-રાગ, દ્વેષને તે રોકી શકતું નથી. અજ્ઞાનપણે જ તેમાં રસ આવે છે, વા તેની વિશેષતા કે મહત્તા લાગે છે, તે સ્વભાવ રસ ઉત્પન્ન થવામાં આ મોટો અવરોધ છે, તેવા જીવને સ્વભાવની મહત્તા ભાસતી નથી, ભાસી શકતી નથી. કારણકે જ્ઞાનમાં મળ ત્યાં વધે છે, જે નિર્મળતામાં બાધક છે. અહીં દર્શનમોહ પણ તીવ્ર થાય છે. જ્ઞાનીને તો સ્વલક્ષી નિર્મળ જ્ઞાનનો ઉઘાડ વધે તોપણ સ્વભાવ અપેક્ષાએ, તે અનંતમાં ભાગે સમજાય છે. તેથી ઉઘાડરૂપ જ્ઞાનનો મદ થતો જ નથી. (૮૫૯) તત્ત્વરસિક જીવને જ્ઞાનના ઉઘાડમાં રસ આવતો નથી, અને જેને બાહ્ય જ્ઞાનમાં રસ આવે છે, તેને ઊંડા અંતર તત્ત્વમાં રસ આવતો નથી. ઉઘાડવાળાની વાણી શુષ્ક હોય છે. જ્યારે તત્ત્વરસની રસિકતા કોઈ જુદી જ છે. તેથી આત્મરસથી આવતી વાણી જુદી જ પડી જાય છે. તત્ત્વ રસિક શ્રોતાને પોતાના રસ સાથે તેનું અનુસંધાન થતાં રસ વૃદ્ધિનું નિમિત્ત થાય છે. (૮૬૦) વિકારી ભાવ દુઃખભાવ છે, છતાં તેમાં દુઃખ ન લાગે, તે દુઃખથી છૂટી શકે નહિ–આ નિયમ ભેદજ્ઞાનનાં પ્રયોગ ચડતાં વાસ્તવિકપણે તે દુઃખ સમજાય. (૮૬૧) સ્વરૂપના અભેદ અનુભવમાં, સર્વ ભેદ-પ્રભેદનું જ્ઞાન ગર્ભિત છે. તેમ છતાં જ્ઞાનીને ભેદની અપેક્ષા નથી . ઉપેક્ષા છે અને અભેદની અપેક્ષા છે. અનંત ભેદમાંથી સ્વકાળે કોઈ ભેદનું પ્રકાશવું થાય છે, તેનો મહિમા ખરેખર નથી. અભેદના મહિમાથી લીનતા પ્રગટે છે. (૮૬૨) Page #298 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૪૩ જ્ઞાનમાં સ્પષ્ટતા થાય, તે વિકલ્પનું કે સંતોષનું કારણ ન થવું જોઈએ, પરંતુ તે સ્પષ્ટતા સ્વરૂપની મહિમા અને મુખ્યતા થવામાં કારણભૂત થવી જોઈએ. નહિ તો સ્પષ્ટતાના બહાને પણ નુકસાન થશે. (૮૬૩) પર શેયોના આકારે જ્ઞાનનું અનેક આકારે - જ્ઞાનાકારે પરિણમન થવું તે વિભાવ-દોષ નથી. ગુણસ્વભાવ છે. પરંતુ શેયોના ભેદોથી અભેદ જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો – અનુભવાવો તે દોષભ્રાંતિ છે. જે વિકલ્પને ઉત્પન્ન કરે છે. અભેદ જ્ઞાનમાં ભેદની કલ્પના થઈ ત્યાંથી સૂક્ષ્મ ભૂલ થઈ (મિથ્યાત્વની) આ જાણવાની ભૂલ નથી. પણ અનુભવની ભૂલ છે. પછી એક ભૂલમાંથી અનેક ભૂલ સર્જાય છે. ભ્રાંતિ વડે પહેલું પગથીયું જીવ ચુકે છે, તેમાં પોતાના મૂળ સ્વરૂપને અન્યથા અવધારે છે. તે સ્થિતિમાં અમાપ ભૂલો થવાનો અવકાશ રહ્યો છે. (૮૬૪) શેયોના આકારોથી ત્યારે જ રાગાદિ વિકાર ન થાય જ્યારે જ્ઞાનાનુભૂતિમાં રહેવું થાય. (૮૬૫) પરિણામ અંતર્મુખ કેમ થાય ? જ્ઞાન (સ્વલક્ષે) જ્ઞાનને (સ્વયંને) વેદે તેમાં પરિણામ (જ્ઞાનની બહિર્મુખતા છૂટી) અંતર્મુખ થાય છે. (૮૬૬) / ક્રોધ - માયા લોભ માન વિનયનો નાશ કરે, પ્રીતિ તથા પ્રિય વસ્તુનો નાશ કરે, - મિત્રતાનો / વિશ્વાસનો નાશ કરે, - સર્વ ગુણનો નાશ કરે, (પ્ર.રતિ.પ્ર.-૨૫ દશ વે ૮/૩૭.) \/મુમુક્ષુનો સાધના ક્રમ : * પૂર્ણતાના લક્ષે, તથા પ્રમાણ ભાવના અને લગની. * ભાવના અને લગનીપૂર્વક સુવિચારણા અને અવલોકન. * અપૂર્વ જિજ્ઞાસા, અવલોકનનાં અભ્યાસથી સ્વભાવનું ભાવભાસન. * ભાવભાસનનાં કારણે સ્વરૂપ મહિમા. * અપૂર્વ સ્વરૂપ મહિમા વડે, સ્વ-સન્મુખ રહીને પુરુષાર્થ. (૮૬૭) Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અનુભવ સંજીવની * સ્વ-સન્મુખતાનાં પુરુષાર્થ સહિત ભેદજ્ઞાન, અભેદ વેઘ-વેદકપણે. * ભેદજ્ઞાનનાં ફળ સ્વરૂપ સ્વાનુભૂતિ. (માર્ગ પ્રાપ્તિ માટેની સપ્તપદી). // * વિચાર દશામાં વસ્તુ-વિષય પરોક્ષ છે. અવલોકન / પ્રયોગમાં વસ્તુ પ્રત્યક્ષ છે. (૮૬૮) (૮૬૯) પર જ્ઞેયોને જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે તે જૂઠ નથી, પણ સ્વનું કથન પરથી કરાય છે, તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુ-શક્તિ ઉપચાર નથી. તેવું નિશ્ચય સ્વરૂપ છે. (૮૭૦) ડિસેમ્બર - ૧૯૯૧ આત્મા પોતે પરમ સ્વભાવે-પ્રત્યક્ષ છે. પરમ પવિત્ર હોવાથી નમન કરવા યોગ્ય છે. પોતે જ પોતાને નમસ્કાર કરવા યોગ્ય છે. સ્વાનુભૂતિથી નિરંતર પ્રકાશીને પોતાની વિધમાનતાને પ્રસિદ્ધ કરી રહ્યો છે. સર્વત્ર પોતાની જ ઉર્ધ્વતા છે, અધિકતા છે. (૮૭૧) લક્ષ / ઓળખાણ, વિના ભક્તિ આદિ શુભ વ્યવહારના પરિણામોમાં કૃત્રિમતા થાય છે. સહજતા થતી નથી કારણકે સમજણમાં ‘આમ કરવું જોઈએ' એમ ઉપદેશ ધારી રાખ્યો છે. તેથી કર્તાપણું અને રાગની ભાવના થાય છે. તત્ત્વદ્રષ્ટિએ તે આશ્રવની ભાવના હોવાથી મિથ્યાત્વનું કારણ છે. તેથી ‘સૌ પ્રથમ’ લક્ષ / નિર્ણય કર્તવ્ય છે. તેનું ઘણું મહત્વ છે. (૮૭૨) ✓ ‘સુખ આત્મામાં છે’—તેમ સમજવું, એક વાત છે, અને પોતામાં સુખનું ભાસવુ' એ બીજી વાત છે. ભાવભાસનમાં ‘સુખ લાગે છે’ - ‘અસ્તિત્વ-ગ્રહણ' થાય છે. જ્યાં સુખ લાગે, ત્યાં જીવની વૃત્તિ દોડી જાય, તેવો જીવનો સ્વભાવ છે. તેથી સ્વરૂપનું ભાવભાસન થાય તો જ પુગલિક વિષયો પ્રત્યેનું વલણ-વૃત્તિનું-યથાર્થપણે બદલાય, માત્ર ઉપર ઉપરની સમજણથી આત્મવૃત્તિમાં ફેર પડતો નથી, અર્થાત્ વિષયસુખનું આકર્ષણ મટતું નથી - ઉદયકાળે રસ લેવાઈ જાય છે. (૮૭૩) સ્વરૂપ-નિશ્ચય થવાથી, પોતા વિષેનો મિથ્યાઅભિપ્રાય (Misconception) આખોય બદલાય જાય છે. તેથી જ સ્વરૂપ નિશ્ચયનું ઘણું મહત્વ છે. અભિપ્રાયમાંથી સંસારીપણું’ નાશ પામે છે, અભિપ્રાયમાં પરમેશ્વર' પદ સ્થપાય છે. પછી જ તેવી દશા થવાનો યથાર્થ પ્રયાસ સહજ ચાલે Page #300 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૪૫ છે. આસન્ન ભવ્ય જીવને વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું . તેમ શ્રવણ થતાં જ અંતર . ઉલ્લાસ આવે છે. જેમ આજન્મ દરિદ્રીને નિધાન દેખાડનાર મળતાં હોંશ આવે તેમ. (૮૭૪) સ્વસમ્મુખતાના પ્રયાસ વિના, તથારૂપ સાધનના અજ્ઞાનમાં, જીવ બાહ્ય - સાધનની માન્યતામાં આવી જઈ, વાંચન-શ્રવણાદિમાં અટકી જાય છે, પ્રાયઃ બુદ્ધિપૂર્વકની ભૂલ, વિધિના વિષયમાં કરે છે. તેથી બહિર્મુખતાથી છૂટી, અંતર્મુખ થઈ શકાતું નથી. મુમુક્ષની ભૂમિકાની આ એક મોટી વિટંબણા છે. તેથી બાહ્ય સાધનમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ, બાહ્ય ભાવોનો નિષેધ સહજ થવા યોગ્ય છે. નહિ તો બાહ્ય ભાવોનો રસ અને મહિમા થઈ જશે, અથવા અભિપ્રાયની ભૂલ સહિત બાહ્ય પ્રવૃત્તિ ચાલશે. યથાર્થ ક્રમથી શરૂઆત કરનારને આવી વિટંબના થતી નથી. તેથી ક્રમ' નું મહત્વ ઘણું - છે . અને “ક્રમ વિપર્યાસ' થી વિટંબના પણ ઘણી છે. (૮૭૫) જેમ ઉપરના ગુણસ્થાને - દેશવિરત અને સર્વવિરત - પ્રતિજ્ઞાબદ્ધ થયા વિના, સ્વરૂપ સ્થિરતા પ્રાપ્ત થતી નથી, સવિકલ્પ પ્રતિબંધ મટતો નથી, અર્થાત્ સવિકલ્પ નિર્બળતા ચાલુ રહે છે. તેમ પૂર્ણતાનું ધ્યેય બાંધ્યા વિના, યથાર્થપણે અવલોકન-પ્રયોગાદિ થઈ શકતા નથી, ચાલુ રહી શકતા નથી. તેમ જ ખરી મુમુક્ષુતા' પ્રગટતી જ નથી. તેથી આત્મકલ્યાણ સાધવામાં અનેક પ્રકારે સંભવિત ભૂલો થઈ જાય છે. (૮૭૬) પૂર્ણતાના ધ્યેયપૂર્વક શરૂઆત કર્યા વિના, તત્ત્વજ્ઞાનનો (પ્રાય ) અભ્યાસ કરવામાં, જીવ ભેદબુદ્ધિમાં ઊભેલો હોવાથી, ભેદોનું જાણપણું કરી, પરલક્ષી જ્ઞાનમાં, જે કાંઈ ધારણા કરી લ્ય છે, તેમાં અભેદનો પ્રતિભાસ / લક્ષ થઈ શકતું નથી . અભેદ વસ્તુની કદાપિ ધારણા થાય છે, તે કલ્પનારૂપ હોય છે, એટલે કે ખરેખર પોતાનું અભેદ સ્વરૂપ જાણવામાં આવતું જ નથી. તેનું કારણ ક્રમ વિપર્યાસ છે. અથવા વાસ્તવિકપણે શરૂઆત થઈ ન હોવાથી, ભૂમિકામાં યથાર્થતાનો અભાવ છે, ઓળખાણ થઈ નથી, થઈ શકતી નથી. (૮૭૭) દર્શનમોહનું યથાર્થ પ્રકારે ગળવું થાય, તેમાં સપુરુષ પ્રત્યેની ભક્તિ સૌથી સુગમ કારણ છે, ધન્ય છે તે, અને પરમ ઉપકારક છે તે પુરુષનો કે જે મુમુક્ષજીવને નિષ્કારણ કરુણા વડે સન્માર્ગે ચડાવે છે. દર્શનમોહની મંદતા પણ જીવને અનેકવાર થઈ છે, પરંતુ યથાર્થ પ્રકારે થઈ નથી . “જ્ઞાનીની આજ્ઞાએ થઈ નથી' . તેથી અભાવપણાને પામ્યા પહેલાં વૃદ્ધિગત થઈ જીવ સંસાર પરિણામી થયો છે. આત્મહિતની સાવધાનીમાં આ મહત્વપૂર્ણ વાત છે. જેને “જ્ઞાનીની આજ્ઞા એ ચાલવું Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અનુભવ સંજીવની છે, તે સૌથી મોટા એવા દોષથી . સ્વચ્છેદથી બચી જાય છે, અને અનુક્રમે સર્વદોષથી મુક્ત થાય છે. (૮૭૮). આગમ . વચનમાં વિવિક્ષા અર્થાતુ પરમાર્થે કહેવા ધારેલી વાતનું મહત્વ છે. પતિદોષથી તે અન્યથા ગ્રહણ થાય, ત્યાં મિથ્યાત્વ થાય છે. જેમકે “જ્ઞાન પરને જાણતું નથી તે વચનમાં સ્વપર પ્રકાશક સ્વભાવનો નિષેધ કરવાનો હેતુ નથી . પરંતુ જ્ઞયજ્ઞાયક સંકરદોષનો નિષેધ છે. સ.કટીકા ૨૭૧ કળશમાં, ટીકાકાર એમ કહે છે કે “આત્મા જ્ઞાતા છે, અને છ દ્રવ્ય જ્ઞય છે' તેવી ભ્રાંતિ અનાદિથી ચાલી આવે છે; ત્યાં પર શેયનું અવલંબન છોડાવી સ્વજોયનું અવલંબન લેવાની વિવિક્ષા છે. પરંતુ સ્વપરપ્રકાશકપણાનો નિષેધ નથી - તેવો નિષેધ કરનારને સ્વરૂપજ્ઞાન નથી . પરંતુ કલ્પના થઈ છે, જે ગૃહિત મિથ્યાત્વ છે. - આમ અન્યત્ર પણ લક્ષમાં રાખી વિપર્યાસ ન થાય, તેની જાગૃતિ, આત્મહિતના લક્ષપૂર્વક હોવી આવશ્યક છે. (૮૭૯). આ મુમુક્ષુની ભૂમિકામાં સરળપણું ઉત્પન્ન થવું અત્યંત જરૂરી છે. સરળતાને લીધે અનેક પ્રકારના દોષ ઉત્પન્ન જ નથી થતા. આત્મહિત સાધવામાં પણ અસરળતા એક મોટો પ્રતિબંધ છે. તેથી પરમાર્થે સરળતા રાખવામાં આવે તો તેનું ફળ મહતુ છે. આત્મબોધ પરિણમવામાં . અસરળતા, આત્મગુણ રોધક છે. સરળતાથી જ મધ્યસ્થતા, વિશાળતા આદિ પ્રાપ્ત થાય છે, જેને લીધે વિપર્યાસ અનેક પ્રકારે મટે છે, યથા : * સરળ પરિણામી જીવ મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે. * સરળ પરિણામી જીવ નિષ્પક્ષ થઈ નિજદોષનું અવલોકન કરી શકે છે. * સરળતાવાન મુમુક્ષુ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની ક્ષમતા / યોગ્યતા ધરાવે છે. આજ્ઞાપાલન માટે તત્પર હોય છે. * આત્મહિતનું જ એકમાત્ર લક્ષ, એ પરમાર્થે સરળતા છે. * સત્પુરુષના ગમે તેવા વચનોમાં વિશ્વાસ રહે, તે સરળતાનું લક્ષણ છે. * સરળ પરિણામી જીવ, સત્પુરુષના આશયને ગ્રહણ કરવાને પાત્ર છે. * સરળતાપૂર્વક નિદોષનું મધ્યસ્થપણે જોવું - તે દોષના (ગુપ્ત) અનુમોદનનો અભાવ કરે છે. તેથી દોષભાવ નિરાધાર થઈ, શક્તિ રસ હીન થઈ, નાશ પામે છે. * મુમુક્ષુની ભૂમિકાના પ્રાયઃ સર્વ પ્રકારના દોષ-નાશનું સરળતા સૌથી મોટું શસ્ત્ર છે. • * સરળતાથી વિરૂદ્ધ એવાં વક્રતા, કૃત્રિમતા, દંભ, કુટિલતા, માયા, છળ, કપટ, હઠ, જીદના પરિણામો મુમુક્ષજીવે અહિતકારી જાણવા યોગ્ય છે અને ત્યાગ કરવા યોગ્ય છે. * રાગનો કર્તા જીવ છે” અને “રાગનો કર્તા પુદ્ગલ છે, જીવના પરિણામ નથી.” બંન્ને * * * Page #302 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૪૭ આગમ વચન છે. તેમાં પ્રયોજનવશ મુખ્ય ગૌણતા થવી ઘટે છે. અવિરોઘપણે તેમાં આત્મહિત સરળતા થી જ સધાય છે. વિરોધ જાણનારને સરળતાનો અભાવ છે. * આગમ - અધ્યાત્મમાં વિરોધ, અસરળ પરિણામોથી લાગે છે. આ પારમાર્થિક અસરળતા છે, જે છોડવા યોગ્ય છે. * સરળતાપૂર્વક સત્સંગ હોય, તો જ્ઞાનીને ઓળખી શકાય, તેવી યોગ્યતા પ્રાપ્ત થાય. સત્ય ગુણ | તત્ત્વનું ગ્રહણ થવું સુલભ થાય. * સરળતા સ્વ-પર કલ્યાણક છે, અસરળતા સ્વ-પર કલ્યાણમાં બાધક થાય છે. * એ ઉપયોગની સરળતા છે કે અંતરમાં, રાગને નહિ સ્પર્શતા, તિર્યક / તિરછી ગતિ નહિ કરતાં . સરળ થઈ, અંતર્મુખ થઈ પોતાને ગ્રહે છે. અસરળતા અંતર્મુખ થવામાં બાધક છે. * સરળતા વગરનું મુમુક્ષુપણું શૂન્ય છે. * પર્યાયબુદ્ધિ - અસરળતાનું મૂળ છે. * ત્રિકાળી ભગવાન આત્માની અધિકતા ચૂકી, એક સમયની પર્યાયને કે શુભાશુભ ઉદયને મહત્વ દેવું - તે પરમાર્થે અસરળતા છે. * સત્ય . શ્રવણ થયા પછી પણ, જિનદેવની આજ્ઞા અવગણે છે, ત્યાં સરળતા ક્યાં રહી? (૮૮૦) જાન્યુઆરી - ૧૯૯૨ Vજો પર્યાયમાં ષ કારક સ્વીકારવામાં ન આવે તો સ્વસંવેદનમાં વેદ્યવેદકભાવનો અભાવ થાય. પરંતુ સ્વસંવેદન તો વેદ્યવેદકભાવરૂપે પ્રત્યક્ષ છે. અને તેમાં વેદકરૂપ - કર્તારૂપ કારક જે પર્યાય છે . તે જ પર્યાય વેદ્યરૂપ - કર્મરૂપ કારકપણે છે. તેમાં વેદનાર જ્ઞાન પોતે જ વેચાય છે. તેથી પર્યાયના કારકોના અસ્વીકારની શ્રદ્ધામાં, સ્વસંવેદનનો અસ્વીકાર થાય છે, અને સ્વસંવેદનરૂપ સ્વાનુભવના અસ્વીકારમાં આત્માનો જ અસ્વીકાર છે, અથવા ઘાત થાય છે. સ્વસમ્મુખતા વેદવેદકભાવથી શરૂ થાય છે. (૮૮૧) . જ્ઞાની અને મુમુક્ષુ અંતર પરિણામની નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિને ચાહે છે. પરંતુ તે પૂર્વકર્મને આધીન છે, તોપણ પ્રવૃત્તિની પ્રતિકૂળતા પ્રતિ પુરુષાર્થવંત રહી જ્ઞાની / મુમુક્ષુ સ્વકાર્યને સાધતા રહે છે. કેટલાંક તીવ્ર પુરુષાર્થી ધર્માત્માઓ તો તેવા પ્રસંગમાં. નિવૃત્તિકાળમાં થાય તેથી પણ વિશેષ નિર્જરા કરે છે. તેથી તેમને તો, પારમાર્થિક દૃષ્ટિએ, પ્રતિકૂળતા એ જ વિશેષ અનુકૂળતા થઈ જાય છે. યથાર્થ જ કહ્યું છે કે જે છૂટવા માગે છે, તેને કોઈ બાંધનાર નથી. તેથી અનઉપયોગ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અનુભવ સંજીવની પરિણામી ન થવાય, તે લક્ષમાં લેવા પુરુષની આજ્ઞા છે. (૮૮૨) પરમાર્થનું કથન આત્મભાવના તથારૂપ આવિર્ભાવપૂર્વક થવું ઘટે છે અથવા આત્મભાવનો અવિર્ભાવ થવા અર્થે, પરમાર્થ વિષયક વચન- વ્યવહારમાં પ્રવર્તવાનો ઉદ્દેશ્ય હોય, તો તે યથાર્થ જો તે પ્રકારે વચન - પ્રયોગ ન થાય, તો તેમાં કૃત્રિમતા થાય છે, અથવા ઉદેશ્યના અન્યથાપણાને લીધે, પ્રાયઃ કલ્પના થાય છે. તેથી વિચારવાન મુમુક્ષુજીવ અને જ્ઞાની તેવી પ્રવૃત્તિ કરતાં નથી. (૮૮૩) આગમ અને અધ્યાત્મનો વિષય યોગ્યતા હોય તો સમજવામાં આવે છે, તો પણ તેમાં યથાર્થતા, સમજણ અનુસાર પ્રયોગરૂપ પ્રયત્ન કરતાં, આવે છે; નહિ તો સમજણ હોવા છતાં ઘસંજ્ઞા ચાલુ રહી જાય છે. પ્રયોગ ચડેલા મુમુક્ષુને જ લોકસંજ્ઞા આદિ અનેક દોષની નિવૃત્તિ થઈ, સ્વરૂપ નિર્ણય થવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે, એટલે કે આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં કલ્પના થતી નથી, પણ જ્ઞાન અનુભવ-પદ્ધતિએ કેળવાય છે, તેથી અનુમાન, તર્ક, યુક્તિ આદિની આવશ્યકતા રહેતી નથી. આગમ વચનની મેળવણી અનુભવ સાથે થતી જાય છે, જે પ્રતીતિનું કારણ થાય છે. (૮૮૪) પરમ પદાર્થ શુદ્ધ આત્મસ્વરૂપ સિવાઈ, અન્ય કોઈ દ્રવ્ય / ભાવ અવલંબન યોગ્ય નથી.. એમ જાણી તેના ઉપર વજન જોર દેવામાં આવે છે, તેમાં બે પ્રકાર છે. એક ભાવભાસનપૂર્વક, બીજું જાણપણું તે પ્રકારનું હોવાથી ઓઘસંજ્ઞાએ. ઓઘસંજ્ઞાએ ભાવભાસન વગર ગમે તેટલું જોર દેવાય, તોપણ તેમાં રાગનું બળ / પ્રધાનતા હોવાથી કૃત્રિમતા થાય છે. જેથી પરસમુખતા ચાલુ રહી, રાગવૃદ્ધિ થશે. પરંતુ સમ્યકત્વ અને વીતરાગતા પ્રગટ નહિ થાય. ભાવભાસનથી જ્ઞાનબળ વૃદ્ધિગત સહેજે થઈ, સ્વસમ્મુખના પુરુષાર્થ વડે, સ્વાનુભવ પ્રગટ થાય છે. જે યથાર્થ વિધિ છે. પ્રથમ પ્રકારમાં જાણપણું યથાર્થ હોવા છતાં વિધિ યથાર્થ નથી. પરંતુ જેનું વજન પર્યાય કે ભેદ ઉપર જાય છે . તે તો યથાર્થતામાં જ નથી. ત્યાં સ્વરૂપ પ્રગટ થવાનું તો બને જ ક્યાંથી ? (૮૮૫) સતુપુરુષોના અંતર આચરણારૂપ ચારિત્ર-પરિણતિનું અવલોકન કરવું - તે દર્શનમોહ તૂટવાનું અને આત્મભાવના - વૃદ્ધિનું કારણ છે. જ્ઞાની પુરુષ પણ તેમ કરે છે . તેથી મુમુક્ષુજીવને બોધ લેવા જેવું છે. (૮૮૬) Page #304 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૪૯ ધારણા અને વિચારમાં નિજ સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. જેવી રીતે પરદ્રવ્ય અને પરભાવને, તે ભિન્ન હોવા છતાં, જીવ ગ્રહણ કરી ઉપાધિ વેદે છે. તેવી રીતે સ્વદ્રવ્યને લક્ષણ વડે-વેદન વડે જ્ઞાનમાં સ્વપણે ગ્રહણ કરવાથી, અનુભવ આવી શકે છે. તેથી નિમિત્ત, રાગ, પરલક્ષી ઉઘાડ, ધારણા-વગેરેની અપેક્ષા છોડીને નિજાવલોકનમાં આવવું રુચિ વડે પદાર્થનું ગ્રહણ થાય (૮૮૭) દોમ દોમ સાહ્યબી-વૈભવ જેને હોય, તેને દીનતાપૂર્વક ભીખ માગવાની જરૂરત હોતી નથી, તેમ જેના પ્રદેશ પ્રદેશમાં અનંત, અનંત, અપાર સુખ ભર્યું છે, તેને બીજેથી સુખની અપેક્ષા કેમ થાય ? સર્વજ્ઞ . વીતરાગના આ વચન પર વિશ્વાસ નથી ? ! અંતર સુખ ગમે તેટલું ભોગવાય, તોપણ અક્ષય પાત્ર આત્મા છે. ઓછું પણ નહિ થાય. તેથી હે જીવ ! પ્રમુદિત થા !! પ્રમુદિત થા !! (૮૮૮) સ્વરૂપ પ્રાપ્તિની જેને ભાવના - રુચિ હોય, તેણે સ્વાનુભવઅર્થે નિજ અવલોકન વડે, ભેદજ્ઞાન (પ્રયોગાત્મક) કરવું. ભેદજ્ઞાન એ સ્વરૂપનો અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થવાની પ્રક્રિયા (process) છે. વિચાર ધારણા તે અનુભવ થવાની પ્રક્રિયા નથી. તેથી સાધનાની ભૂલ ન થવી જોઇએ. કલ્પના ન થવી જોઈએ.. આ અનુભવી મહાત્માઓનું વચન છે. (૮૮૯) પ્રશ્ન :- સ્વરૂપ મહિમા શાથી થાય ? ઉત્તર :- આત્મામાં અનંત સુખ અને સુધામય શાંતિ અનંત - અનંત ભરેલી છે. તેથી આત્માનો મહિમા છે. મહિમા થવાનું આ મુખ્ય કારણ છે. તેથી જ સ્વરૂપના અનુભવથી જે મહિમા ગમ્ય થાય છે, તે અન્યથા થતો નથી. મહિમા વિચારનો વિષય નથી, પણ વેદનનો વિષય છે. તેથી જ શ્રીમદ્ અમૃતચંદ્ર આચાર્યદેવે કહ્યું છે કે માત્માનુમત્ર “રાય છે મહિમા (સ.ક.૧૨) અર્થાત્ સ્વરૂપના સુખાનુભવથી જે મહિમા આવે છે, તે અદ્વિતિય હોય છે. આ સુખરસ. આત્મરસ પરિણતિને ઉત્પન્ન કરે છે. ત્યાં જગત તૃણવત્ થઈ જાય છે. (૮૯૦) રાગથી ભિન્ન જ્ઞાન છે, તેમ સમજણમાં આવે, અને તેવો વિકલ્પ / વિચાર થાય, તેથી કાર્ય સિદ્ધિ / અનુભવ ન થાય. પરંતુ રાગ અને જ્ઞાનના ભિન્ન ભિન્ન અનુભવને અવલોકનમાં લઈ, પોતાનું અસ્તિત્વ જે જ્ઞાનમાં છે, તેને ગ્રહણ . હું પણ કરવાનો પ્રયાસ થવો જોઈએ. મધ્યસ્થ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અનુભવ સંજીવની થઈ, રાગમાં ‘હું પણા” ના અધ્યાસને જોતાં જ તે ભૂલ મટે છે. ભૂલ દેખાય ત્યાં ભૂલ રહે નહિ’- એ વાસ્તવિક્તા જ્ઞાનની છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું' - એવા અંતર અભ્યાસ વડે, જ્ઞાનની સ્વપણાથી મુખ્યતા થાય છે. અને જ્ઞાનાનુભવ / જ્ઞાનવેદનથી આત્મલક્ષ થાય છે. આત્મલક્ષી જ્ઞાન યથાર્થપણે - વાસ્તવિકપણે રાગને જુદો કરે છે, અનુભવીને. પરલક્ષી જ્ઞાનમાં રાગને જુદા અનુભવવાની તાકાત નથી. (૮૯૧) શુદ્ધ દ્રવ્યાર્થિકનય નો વિષય એક નિજ પરમ ધ્રુવ સ્વભાવ છે, અને પર્યાયાર્થિકનયનો વિષય અનેક ભેદ તથા શુદ્ધાશુદ્ધ પર્યાયો છે. આમ બંન્ને નયનો વિષય (ભિન્ન ભિન્ન અને કથંચિત્ વિરોધ હોવા છતાં, ઉદેશ્યની અપેક્ષાએ, એક સ્વરૂપ લક્ષે પ્રવર્તતા હોવાથી, તેઓને અવિરોધપણું છે. અને તે નયજ્ઞાનની વાસ્તવિકતા છે. પરમાર્થ પ્રાપ્તિમાં, યથાસ્થાને બંન્ને ઉપકારી છે. (૮૯૨) શાસ્ત્રના શબ્દનો અર્થ કરવામાં માત્ર ક્ષયોપશમની આવશ્યકતા છે. જે લૌકિક જનને પણ હોય છે. પરંતુ તેના ભાવ સમજી તેની ખતવણી કરવી તે જુદો વિષય છે. જે પાત્રતા આધારીત છે. શાસ્ત્ર-અનુભવી, સ્વરૂપદૃષ્ટિવાન મહત્ પુરુષો દ્વારા રચાયેલાં છે. તેથી તેના અર્થની યથાર્થ ખતવણી, સ્વરૂપદૅષ્ટિ પ્રાપ્ત ધર્માત્મા જ કરી જાણે છે, અન્ય નહિ. શબ્દાર્થનું મહત્વ નથી, ખતવણીનું મહત્વ છે. સર્વસ્વપણે ઉપાદેય શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક પ્રવર્તતું જ્ઞાન, યથાર્થપણે ખતવણી કરે છે, કરી શકે છે. રાગની ઉપાદેયતાવાળો જીવની ખતવણીમાં ભૂલ થાય છે. (૮૯૩) સ્પષ્ટ અનુભવાંશે, અભેદપણું, નિર્વિકલ્પપણું, પ્રત્યક્ષપણું, સ્વસન્મુખતામાં આવ્યા (ભાસ્યમાન થયા) વિના, સ્વભાવનું અભેદપણું પણ એક ભેદરૂપે કલ્પાય છે. ભેદબુદ્ધિમાં ઊભેલા જીવને તેમ સહજ થાય છે. તેથી તે પ્રકારે, સ્વરૂપ નિશ્ચય કરવો યોગ્ય નથી. તેથી પરલક્ષી જ્ઞાનની તત્ત્વઅભ્યાસની પ્રવૃત્તિમાં નિર્વિકલ્પપણું અને પ્રત્યક્ષપણું તો ખરેખર જ્ઞાનમાં આવતું જ નથી, કારણકે તે વેદનનો વિષય છે. (વિચારનો વિષય નથી.) તેથી તે વિષયમાં તો - જીવ પ્રવેશ થયા વિના - સાવ અંધારામાં જ ઊભો હોય છે, છતાં અભેદની કલ્પનામાં જો યથાર્થતા લાગે તો ગૃહિત મિથ્યાત્વ થઈ, મિથ્યાત્વ દઢ કરે છે. તેથી જ સત્પુરુષની આજ્ઞાએ ચાલવાની શિખામણ છે. તેમાં ઘણી ગંભીરતા અને જ્ઞાનીઓની કરુણા - અનુગ્રહ સમાયેલાં છે. (૮૯૪) દેહનો ગંભીર રોગ થાય તો, માણસ શીઘ્ર તજજ્ઞ ડોક્ટર પાસે જઈ, ડોક્ટરની સંપૂર્ણ તાબેદારી સ્વીકારીને વર્તે છે. તેમ જે આત્માર્થી જીવને ભવરોગની ગંભીરતા ભાસે, તે સત્પુરુષની આજ્ઞારુચિ Page #306 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૫૧ પૂર્ણ ભક્તિથી ઉપાસે છે. જરાપણ સ્વછંદ કે નિજમતનો આગ્રહ સેવે નહિ, તો તે આજ્ઞા રુચિરૂ૫ સમકિત જાણવા યોગ્ય છે. તે પ્રકાર સપુરુષની ઓળખાણ પૂર્વકના બહુમાન વડે ઉત્પન્ન હોવાથી, ત્યાંથી આત્માર્થ સમજાય છે, અને સ્વરૂપની ઓળખાણ - સ્પષ્ટ અનુભવાશે થઈ, પરમાર્થ સમ્યકત્વની સમીપતા થાય છે. માર્ગ પ્રાપ્તિનો આ ક્રમ અનંત જ્ઞાનીઓ દ્વારા અનુભવપૂર્ણતા પૂર્વક વિહિત છે. તેથી મુમુક્ષુવે નિઃસંદેહ થઈ સેવવા યોગ્ય છે. (૮૯૫) જ્ઞાન સ્વયંનું અવલોકન કરે અર્થાત્ સ્વયંના અનુભવ ઉપર ઉપયોગ લાગે, કે જેથી પરપ્રવેશભાવ મિથ્યા લાગે . પર / રાગના વેદનરૂપ અધ્યાસ / ભૂલ ભાસે, તો ભૂલ ભાંગે, અનુભવ સંબંધી ભૂલ મટે. સાચી સમજણ આ પ્રકારે થવી ઘટે છે. સ્વરૂપ–નિશ્ચય અર્થે સ્વભાવને શોધવાના ઉદ્દેશ્યપૂર્વક અવલોકનનો પ્રયોગ . અભ્યાસ હોવો . થવો આવશ્યક છે. સૂક્ષ્મ અનુભવદૃષ્ટિપૂર્વક જ્ઞાન સામાન્યનાં અવલોકનમાં પ્રસિદ્ધ / પ્રગટ સ્વસંવેદન વડે જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે, સ્વભાવની નિર્વિકલ્પતા, પ્રત્યક્ષતા, નિર્વિકારતા આદિ ભાસે છે. અનંત સુખાદિ અનંત સામર્થ્યના અસ્તિત્વ ગ્રહણથી સ્વરૂપ મહિમા ઉમટી પડે છે, અત્યંત આત્મરસને અહીં સુધારસની સંજ્ઞા મળે છે. તદુપરાંત સ્વસમ્મુખી પુરુષાર્થ શરૂ થાય છે. - આ સ્વરૂપ નિશ્ચયની વિધિ અને યથાર્થ પરિણમન છે. સ્વરૂપ નિશ્ચય થયા પછી . સર્વ પરિણામ સ્વરૂપ લક્ષે જ થાય છે. પરિણામોમાં શુભાશુભ ભાવોનું મહત્વ નથી, પણ લક્ષ કોના ઉપર છે ? તન્નુસાર આરાધના - વિરાધનાનો આધાર છે. સ્વાનુભવ, સ્વરૂપના ઉક્ત નિશ્ચય સાથે પ્રતિબદ્ધ છે. (૮૯૬) ફેબ્રુઆરી - ૧૯૯૨ સજીવનમૂર્તિ - એવા દેવ, ગુરુ, અને પુરુષમાં મુમુક્ષુજીવને સંસાર છેદ - પરિભ્રમણનો નાશ . ધર્મ પ્રાપ્તિ . નું નિમિતત્ત્વ એકસરખું છે. તેથી મુમુક્ષુ જ્ઞાની / ગુરુની ભક્તિ પરમાત્માવતું કરે છે. જેને સંસાર . સમુદ્રથી ડુબતા બચવું હોય છે, તેને તે સરખાપણું સમજાય છે. બીજાઓ તેમના ઉપાદાનનું અંતર મુખ્ય કરે છે, તેમને ઉપરોક્ત નિમિતત્વ સમજાયું નથી. તેથી તેઓ ભક્તિ . શુન્ય થઈ, સ્વચ્છંદમાં આવી જાય છે. પરંતુ જેને નિમિતત્વ સમજાતું નથી અને વિવેક ઉત્પન્ન થતો નથી, (સ્થળ વિષયમાં પણ), તો પછી તેથી સૂક્ષ્મ ઉપાદાનની સમજણ અને વિવેક તો હોય જ કેમ ? (૮૯૭) વિકલ્પમાં - ભાવમાં દોષ થાય, ત્યારે મુમુક્ષજીવને તેનો વિચાર આવે છે, અને વૈચારિક ભૂમિકામાં તેનો નિષેધ પણ થાય છે, પરંતુ ફરી ફરી તે દોષનું પુનરાવર્તન થાય છે, અથવા તેવા નિષેધભાવનું વિચારબળ નહિવત્ હોવાથી, તે ભાવ લંબાઈ શકતો નથી, ઈચ્છવા છતાં, કારણકે Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અનુભવ સંજીવની દોષ ભાવ સાથે વિપરીત પ્રયોગનું બળ પ્રવર્તે છે, તેમાં વિપર્યાસનું બળ ઘણું - વિશેષ છે, જેની પાસે વિચારબળનું કાંઈ સફળપણું થઈ શકે નહિ. તેથી વિપરીત પ્રયોગબળની સામે અવિપરીત પ્રયોગ જ કાર્યકારી થાય છે, જે કષાયરસને તોડવા સમર્થ છે. તાત્પર્ય એ છે કે ચાલતા પરિણમનનું અવલોકનરૂપ પ્રયોગ થવાથી દર્શનમોહ અને કષાયનો અનુભાગ તૂટે છે. ચાલતા ઉલટા પ્રયોગનું મારણ સુલટો પ્રયોગ જ છે, વિચાર નહિ. સુલટા પ્રયોગનું બળ અવશ્ય સફળ થાય છે. (૮૯૮) * વિરાધના પરિણામ માઠી ગતિનું કારણ છે. તે (વિરાધક) જીવ અનંત દુઃખ ભોગવે છે. તે કરુણાના પાત્ર છે, પરંતુ દ્વેષને પાત્ર નથી. સ્વભાવે કરીને તે પણ ભગવાન છે, તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. - આ મહાપુરુષોનું હૃદય છે. અથવા મહાનતા અને વિશાળતા છે. મુમુક્ષુજીવે તે અનુસરણ કરવા યોગ્ય છે. દ્વેષભાવે અનુકંપાનો ત્યાગ થાય છે, કષાય તીવ્ર થવાથી નુકસાન થાય છે. (૮૯૯) સ્વાનુભવ મતિ - શ્રુતજ્ઞાનમાં મન દ્વારા થાય છે, તે કથન આગમ પદ્ધતિનું છે. અધ્યાત્મમાં તો જ્ઞાનને મતિ - શ્રુતની ઉપાધિરૂપ ભેદનો નિષેધ છે. કારણકે અનુભવમાં જ્ઞાન ભેદાતું જ નથી - એવો અભેદનો અનુભવ હોય છે. તેથી જ મતિશ્રુતનું પરોક્ષપણું અનુભવને લાગુ થતું નથી. જ્ઞાન તો સ્વરૂપે જ પ્રત્યક્ષ છે; તેમ જાણી સર્વ પ્રકારના ભેદનો પૂર્વગ્રહ ત્યાગવા યોગ્ય છે. વળી અંતર્મુખ પરિણમનમાં અનંત સર્વ ગુણો સ્વરૂપને વિષે એકાગ્રપણે વ્યાપ્ય વ્યાપક થઈ પ્રવર્તે છે. તેને અન્ય કોઈ અવલંબન નથી. (૯૦૦) સહજતા બે પ્રકારે છે. સ્વાભાવિક અને અસ્વાભાવિક અનેકવાર જે પ્રકારના શુભાશુભ પરિણામો થાય, તેનાથી જીવ ટેવાઈ જાય, ત્યારે તે જીવને, તે પરિણામ સહજ થતા લાગે છે. પણ દોષ જીવનો સ્વભાવ નહિ હોવાથી, તે ખરેખર સહજતા નથી, પણ કૃત્રિમતા છે. પરંતુ નિર્દોષતા જીવનો સહજ સ્વભાવ હોવાથી, પૂર્ણતાના લક્ષે સહજતાની શરૂઆત થાય છે. અને સ્વરૂપ લક્ષ થતાં સહજ પરિણતિ અને સહજ ઉપયોગ થવાનું બને છે. સહજતા હોય ત્યાં થાક ન લાગે, કૃત્રિમતા હોય ત્યાં થાક લાગે છે. જ્ઞાનીનું જીવન - પરિણમન સહજ હોય છે. જ્ઞાની કૃત્રિમતાના નિષેધક હોય છે. કૃત્રિમતા વડે લોકસંજ્ઞાનો આવિર્ભાવ થાય છે, વા પોષણ થાય છે. કાંઈ ગુણ થતો નથી. (૯૦૧) સત્ના સાચા જિજ્ઞાસુને પૂર્વગ્રહ છૂટી જાય છે. મિથ્યા આગ્રહરૂપ પૂર્વગ્રહ પાત્રતાનો દુશ્મન Page #308 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૫૩ છે. તેથી જ આત્માર્થી કદી મતાગ્રહી હોતા નથી. જેને આત્મા જ જોઈએ છીએ, તેને અનાત્માનો - દોષનો આગ્રહ - પક્ષ કેમ હોય ? જે જીવ પૂર્વગ્રહ / મિથ્યાઆગ્રહ છોડતા નથી, તે ખરેખર જિજ્ઞાસુ નથી તેથી પ્રથમ તે જિજ્ઞાસામાં આવે તેમ કર્તવ્ય છે. તેવા જીવને સીધો વિધિ-નિષેધથી ઉપદેશ કે આદેશ દેવો યોગ્ય નથી. તેમ કરવામાં વિપરીત પરિણામ ઘણું કરીને આવે છે. (૯૦૨). સનાતન સન્માર્ગના પ્રવર્તક અને પ્રભાવક મહાત્માઓ હંમેશા નિસ્પૃહી અને નિરપેક્ષા વૃત્તિએ પ્રવર્યા છે. તેમાં કદાપિ કસર રહી, તેટલું શાસનને નુકસાન થયું છે. જેને કાંઈ જ અનુકૂળ કે પ્રતિકૂળ નથી, તેવા જ્ઞાની ધર્માત્માને સ્પૃહા કે અપેક્ષા કેમ હોય ? માત્ર નિષ્કારણ કારુણ્ય - સહજ વૃત્તિએ તેમનો પ્રભાવના ઉદય હોય છે. અંતર આરાધનાની મુખ્યતાપૂર્વક તે પણ ગૌણ છે, એ તેમની વિશેષતા છે. (૯૦૩) વિધિનો વિષય ધારણાજ્ઞાનમાં આવી શકતો નથી. કારણકે તે અનુભવજ્ઞાનનો વિષય છે. તેથી પરલક્ષી જ્ઞાનવાળા જીવો તે કહી શકવા યોગ્ય નથી, કે સાંભળીને ગ્રહણ કરી શકવા યોગ્ય નથી. અનુભવી જ્ઞાની ધર્માત્માની વાણીમાં સ્વરૂપ પ્રાપ્તિની વિધિનો વિષય કથંચિત વચનગોચર થાય છે, તે ઉત્કૃષ્ટ પાત્ર મુમુક્ષુને લક્ષમાં આવે છે. તેથી તે માત્ર ધારણાનો વિષય ન બનાવતાં, પ્રયોગ કરીને સાધ્ય કરે છે. પરલક્ષી ધારણામાં તેનું ગ્રહણ અશક્ય હોવાથી, પ્રયોગ ચડવાની અર્થાત્ અનુભવથી પ્રમાણ કરવાની શ્રીગુરુની શિક્ષા-આજ્ઞા છે. જે જીવ પ્રયોગ પદ્ધતિમાં આવતો જ નથી, તેને વિધિનો વિષય કદી સમજાતો નથી, ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ આ પરમ પ્રયોજનભૂત રહસ્યથી અજાણ રહે છે. (૯૦૪) - દેહની . પીડા વગેરેનું દુઃખનું વેદન - અનુભવનો વિષય છે, માત્ર વિચારનો વિષય નથી, તો તેના નિવારણ માટે, માત્ર સુખ કે આત્માનો વિચાર કરવાથી તે દુઃખ મટવાનું કેમ બને ? તે માટે તો સુખ સ્વભાવનું પરિણમન થવું ઘટે છે. કોઈ એક વિચારને વિરૂદ્ધ વિચારથી બંધ કરી શકાય, પરંતુ વેદનનું બળવાનપણું હોવાથી, તે માત્ર વિચારથી રોકી શકાય કે બંધ કરી શકાય નહિ. દુઃખનું વેદન સુખના વેદનથી જ ટાળી શકાય, સુખ સ્વભાવનું ગ્રહણ થવાથી, કલ્પના માત્રથી ઉત્પન્ન થયેલું દુઃખ, કલ્પના છૂટી જવાથી મટે છે. તેથી જ્ઞાયકનો વિકલ્પ, કે ચિંતન, દુઃખનો નાશ કરવા સમર્થ નથી. સુખ વેદન જ દુઃખનો ઉપાય છે. (૯૦૫) Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અનુભવ સંજીવની જ્ઞાન સામાન્યના આવિર્ભાવપૂર્વક જ્ઞાનવેદનમાં સ્વપણે - સ્વસંવેદન ભાવે રહેવું ઇષ્ટ છે. અન્યથા સંસ્કાર નયે, શેય પદાર્થના સંસ્કાર ઝીલાવા અનિવાર્ય હોવાથી દુઃખ - આપત્તિ ભોગવવી જ પડે, તેમ સમજાવા છતાં, અને તેમ ઇચ્છવા છતાં, જ્યાં સુધી ઉદય પ્રત્યે ભિન્નપણું વેદીને ઉદાસીનતા થાય નહિ કે આવે નહિ, ત્યાં સુધી ઉક્ત સમજણ અને ભાવના સાર્થક થાય નહિ, એટલે કે તે સમજણ અને ભાવના માત્ર ઉપર છલ્લી જ હોય છે. તેથી, સમજવા છતાં, અને ભાવના હોવા છતાં, કેમ સ્વકાર્ય થતું નથી ? તેવું અસમાધાન વર્તે છે. તેને લક્ષમાં, ઉદયની અપેક્ષાવૃત્તિ પ્રત્યે જાગૃતિ નથી અને તેવો ખ્યાલ પણ નથી. (૯૦૬) દેહાદિમાં અને રાગાદિમાં સુખબુદ્ધિ, મમત્વ અને કર્તૃત્વ એ મિથ્યાત્વ અને અજ્ઞાનનાં મુખ્ય લક્ષણ છે. જે આત્મભાન થતાં જ ટળે છે. (૯૦૭) /વિકલ્પની સત્તામાં આત્માની સત્તા નથી - તેવો અનુભવ (ભિન્ન સત્તાનો) જેને વર્તે છે, તેવા જ્ઞાનીપુરુષને વિકલ્પ મટાડવાની મિથ્યા ચિંતા નથી. વિકલ્પથી ભિન્નપણું સહજ રહેવાથી - તે સહજ વિકલ્પના નાશનો ઉપાય જાણવામાં હોવાથી, અસમાધાન પણ થતું નથી. વિકલ્પ મટતો નથી, તેનું અસમાધાન વિકલ્પના એકત્વને લીધે રહે છે; (અજ્ઞાનપણામાં). (૯૦૮) * / સર્વ ધર્માત્મા એક જ પરમ તત્ત્વનો મહિમા કરે છે, અને તે પરમપદને એક જ વિધિથી પ્રાપ્ત કરે છે, જેથી સર્વની એક જ વાત હોય છે. તોપણ કોઈને કોઈ કથનની રીત - શૈલીરસ ઉપજવામાં નિમિત્ત થાય છે. તેથી તેની પ્રશંસા કરે છે. પરંતુ કોઈ ધર્માત્માની શૈલી બરાબર નથી, તેવું ન લાગવું જોઈએ. તેમ છતાં ક્યાંય તેમ લાગે, તો તે યથાર્થ નથી. તેમાં ભાષાનો મોહ છે. ભાવની સમજણ હોય તો ભાવના આકર્ષણમાં ભાષાની મુખ્યતા ન થાય. ભાષાનો રાગ તે પુદ્ગલનો રાગ છે, તે દ્વેષ સહિત હોય છે. એટલે કે કોઈ ધર્માત્માની શૈલી પ્રત્યે અણગમો થાય છે, તે મહા અપરાધ છે. તેને કોઈ શૈલી સારી લાગતી હોય તો પણ તેમાં યથાર્થતા નથી. (૯૦૯) ૐ પરથી શૂન્યપણું હોવાને લીધે પરમાંથી સુખ કે કાંઈ પોતાને લેવાનું નથી. તેથી પરની ચિંતવના પણ વૃથા જ છે. પોતે અનંત સુખથી ભરપૂર હોવાથી, સુખધામ પોતે જ છે. દુઃખ - આકુળતાથી રહિત થવા અર્થે આ સંક્ષેપમાં પરમાર્થ સેવવા યોગ્ય છે. (૯૧૦) * સાધના માત્ર બુદ્ધિ / વિચાર દ્વારા સાધ્ય નથી. તેનું મૂળ જો કે અંતરની ભાવના'માં રહેલું Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ અનુભવ સંજીવની છે. તોપણ ખરેખર તે પ્રયત્ન સાધ્ય છે. અંતરની ભાવના વગર જીવ વિચારમાં અટકે છે. અથવા વિચાર દ્વારા સ્વરૂપને પામવા ચાહે છે. પરંતુ તેમ થવું અશક્ય છે. અંતરની ભાવના / રુચિ જીવને પ્રયોગ - પ્રયત્નમાં જોડે છે અને પ્રયત્નવંત જીવને પ્રયત્ન કાળે આરાધના કેમ કરવી ? તેનો પ્રયોગ (- વિધિ) સમજાય છે. તે સિવાઈ આરાધનાની રીત સમજવાનો અન્ય કોઈ ઉપાય નથી. તેમ છતાં અન્ય ઉપાય કરનાર જીવ વિધિની ભૂલ કરે છે. અર્થાત્ કલ્પિત ઉપાય કરી ગૃહિત મિથ્યાત્વમાં આવી પડે છે. અને સાચી – વાસ્તવિક રીતથી દૂર થઈ જાય છે. આવી ભૂલ ઉપર–ઉપરની ભાવનાવાળા જીવને થવા સંભવ છે. (૯૧૧) શ્રદ્ધા અને જ્ઞાન વચ્ચે અત્યંત મૈત્રી છે. અર્થાત્ ઘનિષ્ટ નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. યથા : (૧) જેમ જેમ જ્ઞાનમાં ભાવભાસન થતું જાય છે, તેમ તેમ દર્શનમોહ શિથિલ થતો જાય છે વા દર્શનમોહનો અનુભાગ ઘટતો જાય છે. (૨) દર્શનમોહ મંદ પડવાથી જ્ઞાનમાં નિર્મળતા થાય છે, અને નિજસ્વરૂપ અવભાસે તેવી ક્ષમતા પ્રાપ્ત થાય છે. (૩) સ્વાનુભવમાં અનુભવમાં (જ્ઞાનમાં) આવેલા સ્વરૂપની પ્રતીતિ થાય છે કે ‘હું આવો જ છું'. (૪) પોતાના દ્રવ્ય - સ્વરૂપમાં દૃષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે, તે સિવાઈ જ્ઞાનને પ્રમાણતા પ્રાપ્ત થતી નથી. ભલે અંગ - પૂર્વનું જ્ઞાન હોય તો પણ. આમ હોવાથી કદી જ્ઞાનની મુખ્યતાપૂર્વક, તો કદી શ્રદ્ધાની મુખ્યતાપૂર્વક–વચન પ્રયોગ થાય છે. ત્યાં વસ્તુ - સ્વરૂપના જ્ઞાતાને સંદેહ કે ભ્રમ ઉપજતો નથી. તેમજ બેમાંથી કોઈ એકને છોડી બીજાનો પક્ષ કે એકાંત કરવા યોગ્ય નથી. પોત પોતાના સ્થાનમાં પ્રત્યેકનું મૂલ્ય સમજવા યોગ્ય છે. પુરુષાર્થની દિશા સમ્યક્ થવામાં શ્રદ્ધા જ્ઞાન કારણ છે, અને તેથી જ સ્વરૂપ એકાગ્રતારૂપ ચારિત્ર પ્રગટ થાય છે.. (૫) સંસાર અવસ્થામાં પરરુચિથી જ્ઞાન-વિવેક નિર્બળ થઈ, બીડાય છે, સૂંઢાય છે. (૯૧૨) - માર્ચ - ૧૯૯૨ માત્ર વિચાર કરતા રહેવાથી, પ્રયોગ કરવાની સમજ આવતી નથી. પરંતુ અવલોકનથી પ્રયોગ સમજાય છે, કારણકે પરિણમનમાં ઉલટો પ્રયોગ ચાલી રહ્યો છે તે અવલોકવાથી સમજાય છે અને સુલટો પ્રયોગ થવાની સૂઝ તેથી આવે છે. વળી, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવ વિચારરૂપ સ્થૂળ જ્ઞાનમાં ગ્રહણ થતો નથી. અવલોકનના અભ્યાસથી સ્વભાવનું ભાસન થઈ શકે છે, તેથી અવલોકન પ્રયોગનું અંગ છે, તેમાં જ્ઞાનની પ્રયોજનભૂતપણે સૂક્ષ્મતા કેળવાય છે. (૯૧૩) Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અનુભવ સંજીવની સંપ્રદાય (પદ્ધતિએ રીતે મૂળમાર્ગ પ્રવર્તાવતાં, ઘણા લોકોને પરમ સત્ય કાને પડે છે, પરંતુ માર્ગની રચનાનું સંપ્રદાયિક સ્વરૂપ આપવું યોગ્ય / યથાર્થ નથી. તેમ કરવામાં વિકૃતિ ઉપજે છે, બહુભાગ જીવો મતના મંડન . ખંડનમાં પડી જાય છે. સંપ્રદાયબુદ્ધિ તીવ્ર થાય છે. શ્રી જિનના અભિમતે અધ્યાત્મિક રીતે, માર્ગ કોઈ વિરલ જીવોને ગ્રહણ થાય, ઉપકારી થાય. તેથી માર્ગ પ્રવર્તનની નીતિ-રીતિનો નિર્ણય અત્યંત વિવેકપૂર્વક કરવા યોગ્ય છે. ધર્માત્માઓ પ્રાયઃ ધર્મ પ્રવર્તાવવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને પ્રવર્તે છે વા ગુપ્તપણે રહે છે. સ્વધર્મની મુખ્યતા હોવાથી તેમાં અવિવેક થતો નથી. સંપ્રદાયમાં આવેલા જીવોમાંથી, પાત્રતાવાન જીવને પ્રોત્સાહન આપવાથી, નીતિ સચવાય છે. મૂળ સિદ્ધાંત સચવાઈ રહે તો જ આત્મહિત થાય, તેવી કાર્ય પદ્ધતિનું આયોજન, સંપ્રદાયના લોકો વચ્ચે રહીને કરવા જતાં અનેક પ્રકારે રુઢીવાદીઓને અવરોધ થવાના પ્રસંગો ઊભા થાય છે. પરિણામે શાંતિના રસ્તે ચાલનાર જાહેર પ્રવૃત્તિથી દૂર થઈ જાય છે, કોઈ નીડર અને હિંમતવાન પુરુષ ક્રાંતિ ઉપજાવી, અધ્યાત્મ માર્ગનો પ્રચાર કરી શકે છે, ત્યાં પુણ્ય અને પવિત્રતાનો સુમેળ હોવો ઘટે છે. (૯૧૪) મુમુક્ષુજીવનું જીવન એવું હોવું ઘટે છે કે તેના સહવાસ / સમાગમ દ્વારા અન્ય મુમુક્ષુના ભાવમાં . અંતરંગમાં નિર્મળતા થાય વા નિર્મળતામાં વૃદ્ધિ થાય. . આ પ્રકાર સ્વપર હિતકારી છે. સર્વ જ્ઞાની પુરુષોની આ શિક્ષા પરમ આદર કરવા યોગ્ય છે. તેમ થવામાં કૃત્રિમતા ન થાય તે લક્ષમાં લેવા યોગ્ય છે. (૯૧૫) વર્તમાનમાં ધાર્મિકક્ષેત્રે દેવ, ગુરુ, શાસ્ત્રનો મહિમા જીવો કરે છે, તે પ્રાયઃ ઓઘસંજ્ઞાએ થાય છે. આત્મકલ્યાણની ખરી ભાવના હોય, તે તો પ્રત્યક્ષ સત્પરુષને જ શોધે. ઘસંજ્ઞાવાનને પુરુષનું . તેમની વિદ્યમાનતાનું મહત્ત્વ લક્ષમાં આવતું નથી. એટલું જ નહિં, તે વિષય સમજાવનાર મળે, તોપણ લક્ષ જતું નથી, ત્યાં ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા અને અસત્સંગને લીધે દર્શનમોહનું બળવાનપણું જાણવા યોગ્ય છે. આત્માર્થી જીવને આવું ન હોય. ધર્મ પ્રવૃત્તિ હોવા છતાં આત્માર્થાતા ન હોવાથી જ પ્રત્યક્ષ સત્પષના વિષયમાં શોધવા પૂરતું પણ લક્ષ પહોંચતું નથી અને પરિણામે સ્વચ્છેદે જીવ પ્રવૃત્તિ કરે છે. જેથી કલ્યાણને બદલે અકલ્યાણ - દર્શનમોહ વધવાથી – થાય છે. (૯૧૬). જ્ઞાન (મોક્ષમાર્ગમાં શ્રદ્ધા અનુસાર સ્વરૂપને આરાધે છે. તે જ્ઞાનનું મુખ્ય કર્તવ્ય છે. પરંતુ મુમુક્ષુની ભૂમિકામાં સપાત્રતા થયા વિના અનાદિ વિપરીત શ્રદ્ધા સ્વરૂપ સન્મુખ થતી નથી. તેવું જ્ઞાન, વિવેકની ભૂમિકામાં, આચરણ, પુરુષાર્થ વગેરે અનુક ગુણોના કાર્યોને અને કાર્ય . પદ્ધતિને Page #312 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૫૭ સમજી, વિવેક (અંતર્બાહ્ય પ્રવૃત્તિ સંબંધિત) કરે છે, તેમાં અભિપ્રાય શ્રદ્ધા સાથે રહે છે, તોપણ આચરણના ક્રમમાં ઉત્સર્ગ અપવાદનો વિવેક સ્વીકારે છે કે જેથી કરીને તેવું અનેકાંતિક વલણ પણ સમ્યફ એકાંત એવા નિજપદની પ્રાપ્તિમાં હેતુભૂત થાય. આ પ્રમાણે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રના વિભિન્ન પરિણમન સ્વભાવ વચ્ચે સંતુલન જાળવવાનું, જ્ઞાન દ્વારા થાય છે, જેના ફળ સ્વરૂપે સમ્યક પ્રકારે આત્મહિત સધાય છે. - આ અપેક્ષાએ માર્ગની દુર્લભતા સમજાય છે, તોપણ પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ હોય તેને સુલભ પણ છે. (૯૧૭) દર્શનમોહને મંદ કરતાં, પાત્ર મુમુક્ષુને યોગ્ય, ચારિત્રમોહકષાય ઉપશાંત થાય, તે યથાર્થ કાર્ય પદ્ધતિ છે, પરંતુ દર્શનમોહના અનુભાગને મંદ કરવા પ્રત્યે દુર્લક્ષ સેવીને, જે કષાય મંદ કરે છે, તે કષાયનું ઉપશમન કરતા નથી, પરંતુ કષાયનું દમન કરે છે, તે યથાર્થ કાર્યપદ્ધતિ નથી. તેથી તીવ્ર કષાયથી બચવા ઇચ્છનાર મુમુક્ષુએ, ઉપરોક્ત કાર્ય પદ્ધતિ વિચારવા યોગ્ય છે, . વા લક્ષમાં લેવા યોગ્ય છે. પ્રાયઃ આ પ્રકારમાં જેઓ અજાણ છે, તેવા જીવો કૃત્રિમપણે - કર્તાભાવે કષાયની મંદતા દમનપૂર્વક વ્યવહાર પ્રવૃત્તિ દ્વારા કરે છે, જેથી દર્શનમોહ તીવ્ર થાય છે. - આ વિધિનો વિપર્યાય છે. એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી સમ્યક માર્ગ પ્રગટે નહિ. તેવો જ્ઞાનીપુરુષનો અભિમત છે. (૯૧૮) V નિજાવલોકનરૂપ પ્રયોગ, પરલક્ષ મટાડવા અર્થે અને સ્વલક્ષ થવાના હેતુથી અનુભવી મહાત્માઓએ બોધ્યો છે. તેમાં પ્રગટ ભાવોના અવલોકનના અભ્યાસ દ્વારા, સ્વભાવના અવલોકન સુધી લઈ જવાનો આશય છે. મુમુક્ષુજીવે આ પ્રકારે માર્ગ સુધી પહોંચવા પ્રયાસ કરવા યોગ્ય છે. (૯૧૯) યથાર્થ સમજણ, આત્મકલ્યાણના હેતુથી થાય, તો તે દર્શનમોહના અને ચારિત્રમોહના અનુભાગને તોડે છે. . આમ જ્ઞાન પ્રારંભથી જ શ્રદ્ધા અને ચારિત્રને ઘડવામાં સાધન છે. બાહ્ય સાધનનો ઉપદેશ અનેકવિધ હોવા છતાં ઉપરોક્ત અંતરંગ સાધન - જ્ઞાન - ગૌણ થવું ઘટતું નથી. જ્ઞાનીના માર્ગ સિવાઈ સર્વત્ર અન્ય પ્રકારે ચારિત્રમોહને મંદ કરવા પ્રયત્ન થાય છે, તે યથાર્થ નથી. (૯૨૦). V મુમુક્ષુની ભૂમિકાથી લઈ, પૂર્ણતા પર્યત આરંભ અને પરિગ્રહ પ્રતિબંધક છે. - તેવું લક્ષ રહેવું ઘટે છે. યદ્યપિ પૂર્ણતાના લક્ષે શરૂઆત કરનાર જીવને તે લક્ષ સહજ હોય જ છે. તોપણ મહાત્માઓએ તે સંબંધી જાગૃતિને ઠામ ઠામ પ્રતિબોધી છે. તે યથાર્થ છે. કારણ કે તે બાબતમાં Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અનુભવ સંજીવની જરાપણ અગંભીર ન રહેવાની તેમાં સુચના છે. આરંભ . પરિગ્રહનો રસમાં અત્યંત અપેક્ષાવૃત્તિનું પ્રગટપણું છે. જે ઉપેક્ષા કરવા યોગ્ય સંબંધિત વિપર્યાસ છે. તે ગંભીરતા જ્ઞાની પુરુષને ભાસવાથી તેનો નિષેધ ઠામ ઠામ કર્યો છે અને તે ખરેખર હિતોપદેશ છે. તેમ જાણી અંગીકાર કરવા યોગ્ય છે. (૯૨૧) પૂર્વ પ્રારબ્ધવશાત્ જ્ઞાની ધર્માત્મા - નિવૃત્તિ ચાહતા હોવા છતાં, . પ્રવૃત્તિમાં રહીને આરાધના પુરુષાર્થ કરે છે. યદ્યપિ સાંસારિક પ્રવૃત્તિ આરાધનાને અનુકૂળ (વ્યવહારથી) નથી. બાહ્ય નિવૃત્તિ જ નિવૃત્ત સ્વભાવની પ્રાપ્તિ માટે - અંતર નિવૃત્તિ માટે અનુકૂળ છે. તોપણ કોઈનો મુખ્ય અપરાધ થતો હોય વા ઉપકાર ઓળવાતો હોય ત્યાં, હઠ વડે ત્યાગ કરવા યોગ્ય નથી. જ્યાં મુનિદશા - યોગ્ય વીતરાગતા / પુરુષાર્થ હોય / થાય ત્યાં થતો ત્યાગ હઠ ગણવા યોગ્ય નથી.) પરંતુ પોતાની માત્ર બાહ્ય અનુકૂળતા માટે અન્યની પ્રતિકૂળતાનું દુર્લક્ષ કે અવગણના કરી નિવૃત્તિમાં રહેવું તે વ્યવહારે પણ ન્યાય સંપન્ન નથી. અને શ્રી જિનના પવિત્ર અને નિર્દોષતાના માર્ગ સાથે સુસંગત પણ નથી. • તેથી પ્રવૃત્તિની પ્રતિકૂળતામાં રહીને જ્ઞાની પુરુષાર્થ) આરાધના વધારે છે, તેવું મહાપુરુષનું ચિત્ત - ચરિત્ર ઉત્ત હોય છે. જે વંદનીય છે. જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં જોઈ શકામાં કે ભ્રાંતિમાં પડવા યોગ્ય નથી. (૯૨૨) સંસારમાં નિવૃત્તિનો ઉદય હોય તો સંસારની પાપરૂપ પ્રવૃત્તિથી બચી શકાય. તેથી નિવૃત્તિ ઇચ્છનીય છે, તોપણ જ્ઞાનીને પણ પ્રારબ્ધ આધિન પ્રવૃત્તિ હોય છે, પરંતુ તે અકર્તાભાવે હોવાથી, રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત હોવાથી, માત્ર તેનું કારણ ઉદય ગણવા યોગ્ય છે. જે પ્રવૃત્તિ રાગવેષ અને અજ્ઞાન યુક્ત હોય, ત્યાં કર્તા બુદ્ધિએ થતી પ્રવૃત્તિને સંસાર' ગણવા યોગ્ય છે. (૯૨૩) સર્વ ધર્માત્માઓનો એવો અભિપ્રાય હોય છે કે પ્રથમ નિજસ્વરૂપમાં લીન રહી, નિજ સુખનો ઉપભોગ કરવો, પછી વ્યવહાર પ્રભાવના તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અનુસાર જેવો પ્રારબ્ધ યોગ હોય, તે પ્રમાણે વિકલ્પ સહજ આવે છે, અને થવા યોગ્ય હોય તે તે પરિણામ અથવા કાર્યો પર માં (અન્યજીવ અને પુલમાં) થાય છે. નિમિત્ત હોવા છતાં જ્ઞાની તેના કર્તા થતા નથી. તેમને પરમાં મમત્વ નથી. (૯૨૪) શાશ્વત, અવ્યાબાધ, પરિપૂર્ણ સુખાદિ એશ્વર્ય સંપન્ન સ્વરૂપનો યથાર્થ વિશ્વાસ આવવો જરૂરી છે. શ્રીગુરુના વચને તે માટે પ્રયાસ થવા યોગ્ય છે. સ્વરૂપનો ભરોસો જ બીજ જ્ઞાન છે. પુરુષાર્થ તેની ઓથે ઉપજે. (૯૨૫) Page #314 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૫૯ કૃત્રિમ પુરુષાર્થ / પ્રયાસનો અભિપ્રાય છોડવા યોગ્ય છે. તેવા અભિપ્રાયમાં વિધિની ભૂલ છે. યથાર્થ જ્ઞાન વડે સહજ પુરુષાર્થનું ઉત્થાન થાય છે. અથવા ધ્યેય પ્રતિ યથાયોગ્ય પ્રકારના પરિણામો સહજ થવા લાગે (લગની, જાગૃતિ, દર્શન પરિષહ વગેરે) તે યથાર્થતાનું લક્ષણ છે. કૃત્રિમપણાનો અભિપ્રાય અયથાર્થતાનું લક્ષણ છે. તેથી કૃત્રિમતા કર્તવ્ય નથી, તેમજ અનુમોદવા યોગ્ય પણ નથી. (૯૨૬) પુરુષાર્થનું સ્વરૂપ સહજ ઉદ્યમ રૂપ છે. સ્વાભિમુખ ઉદ્યમ સમ્યક્ સંજ્ઞા પામે છે. તેનું ફળ સુખ છે. કૃત્રિમ પુરુષાર્થ આકુળતા ઉપજાવે છે. કૃત્રિમ પુરુષાર્થનાં અભિપ્રાયમાં કર્તાપણાનું બંધન છે. જે મુક્તિના ભાવથી વિરૂદ્ધ છે. સહજ પુરુષાર્થ પરિણામને અંતર્મુખ કરે છે. જ્યારે કૃત્રિમતામાં કેવળ બહિર્મુખતા રહે છે. (૯૨૭) પ્રમાણજ્ઞાન સામાન્યપણે વસ્તુના બંધારણીય સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે, પરંતુ તેનો હેતુ તેટલો જ માત્ર નથી. પ્રમાણજ્ઞાન નિશ્ચયનો આશ્રય થવાથી પ્રમાણતાને પામતું હોવાથી, મુખ્યપણે તેનો હેતુ નિશ્ચયને પ્રકાશવાનો છે. - આ પ્રમાણની વિશેષતા છે. તેમ ન હોય તો તે (પ્રમાણનું) જ્ઞાન પ્રમાણાભાસ છે, તેમ જાણવા યોગ્ય છે. પ્રમાણના પક્ષપાતી વ્યવહારાભાસી અથવા ઉભયાભાસી નિયમથી હોય છે. કારણ કે તે પ્રયોજનમાં ભૂલેલા હોય છે. (૯૨૮) * કોઈપણ જીવ પ્રત્યક્ષ આત્મજ્ઞાનસ્વરૂપ, સજીવનમૂર્તિ સત્પુરુષ / આપ્ત પુરુષને ઓળખ્યા વિના, ઓળખાણપૂર્વક વચનની પ્રતીતિ, અપૂર્વ આશારુચિ અને સ્વચ્છંદ નિરોધપણે તેમની ભક્તિ થવા રૂપ યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના, નિજસ્વરૂપને અંતરંગ લક્ષણથી ઓળખી શકે નહિ. અને સ્વરૂપ નિર્ણય વિના, સ્વરૂપાનુભવ થઈ શકે નહિ. (૯૨૯) એપ્રિલ - ૧૯૯૨ સ્વપણે ‘જ્ઞાનમાત્ર’માં ‘હું’ પણાના વેદનથી સન્મુખતામાં - જે નિશ્ચય થાય તે અપૂર્વ આત્મરુચિને જગાડે. આત્મરુચિ અનુસાર પુરુષાર્થ (વીર્ય), અનંત ગુણોની સ્વરૂપ રચના કરે, તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેર સર્વ યથાસંભવ શુદ્ધ પરિણમે છે. તેથી મુમુક્ષુ જીવે (મોક્ષાર્થી) સર્વ પ્રથમ, પોતાના સ્વ-રૂપને લક્ષમાં લેવુ; તે અર્થે અનેક શાસ્ત્રોની (મુખ્યપણે) રચના થઈ છે. સ્વરૂપ જ્ઞાનથી સર્વ આત્મગુણોનું કાર્ય, - હું પૂર્ણ - કૃતકૃત્ય છું' - એમ સહજ ભજનારૂપે થવા લાગે છે. તેથી તે કરવાના વિકલ્પની આવશ્યકતા જણાતી નથી. આમ કર્તૃત્વ નાશ પામે - Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અનુભવ સંજીવની છે, અને કચાશને લીધે થતો રોગ / વિકલ્પ, નિષેધાય છે. આ સર્વનું મૂળ સ્વરૂપનું દર્શન થવું તે છે. (૯૩૦) અને પાને તો એ જ ભા નું પાન ન દેહાદિ પસંયોગનો સંબંધ રાગ વડે જીવ કરે છે. અસંગ / અપરિણામ સ્વરૂપના અજ્ઞાનને લીધે, જીવ રાગાદિમાં એકત્વ કરે છે અને રાગની મલિનતાથી જીવને દુઃખ થાય છે. તેથી વિધિ દર્શક / અનુભવી મહાપુરુષોએ સૌ પ્રથમ રાગથી ભેદજ્ઞાન કરાવ્યું છે. (સ. સાર સંવર અધિકાર). (૯૩૧) જ્ઞાન અને સુખ અવિનાભાવી છે. સુખ વિનાનું જ્ઞાન, તે શુષ્કજ્ઞાન છે. નિશ્ચયની પ્રધાનતા યથાર્થપણે થાય તો સુખ ઉપજે, અયથાર્થપણે (ભાવમાસન વગર) થાય તો શુષ્કતા ઉત્પન્ન થાય, તે નિયમ છે. તેથી જ્ઞાની સદાય સુખી છે, તેમને ઉપાધિમાં પણ સમાધિ છે. કારણ કે તેઓ નિજ સુખધામને નિરંતર અનુભવે છે; આમ સુખની પરિણતિ દ્વારા જ્ઞાનનો નિશ્ચય થાય છે, અને તેથી તેઓ શુષ્કશાનીથી જુદા પડે છે. (૯૩૨) જ અપેક્ષા = આશા, આકાંક્ષા અપેક્ષાએ કહેવું તે જાણવું = અમુક દૃષ્ટિકોણ મુખ્ય કરી જાણવું . કહેવું. અપેક્ષા = મર્યાદા, સીમા, આમ અનેક અર્થ છે, તો . જ્યાં જે પ્રકરણમાં યોગ્ય અર્થ થાય તેમ અર્થઘટન કરવા યોગ્ય છે. કોઈપણ શાસ્ત્ર વચન, આત્મ હિતાર્થે કહેવાયું હોવાથી, તે આત્મહિત લક્ષે જ વિચારવા યોગ્ય છે. એમ સર્વ પુરુષોનો અભિમત છે. (૯૩૩) પાત્રતા પામવા અર્થે મુમુક્ષજીવે સત્સંગનું સેવન કરવું તે સર્વોત્તમ ઉપાય છે. નિર્દોષ થવાના લક્ષે બોધભૂમિકા' માં રહેવું, જેથી જે જે દોષ સાધારણ થઈ ગયા હોય, તે ટાળવા પ્રત્યે જાગૃતિ આવે. (૯૩૪) પૂર્ણ નિર્દોષતા એ આપણો આદર્શ—ધ્યેય છે. મંદિરજીમાં, મનમંદિરમાં નિર્ધારથી) આપણે તેની સ્થાપના કરી, નિર્દોષ થવાનું પ્રથમ પગથિયું પોતાના દોષની કબુલાત છે. તે સિવાઈ નિર્દોષ પરમાત્માનું ભજન કે દર્શન થતું નથી. નિજ નિર્દોષ પરમ સ્વરૂપના દર્શનાર્થીને, પોતાના દોષનો પરદો હટાવવાની સૂઝ આવે છે. ત્યારે તેનો દોષ ભલે પૂરેપૂરો ગયો ન હોય, પણ તે મનનો દૂષિત . મેલો રહેતો નથી. દંશ છૂટે તેનો દોષ છૂટે. Page #316 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૬૧ દોષદેખુ માણસ, સ્વભાવ દષ્ટિ . આત્મદષ્ટિને પ્રાપ્ત કરી શકતો નથી. તે કાગડાની જેમ શબને ચૂંથવાની રુચિથી બીજાના દોષને ચૂંથ્યા કરે છે, તે તીવ્ર પરલક્ષનું લક્ષણ છે. બીજાને સુધારવાનો દુરાગ્રહ તે પોતાનો મોટો અવગુણ - દોષ છે. અન્ય જીવના દોષનું પોતાને કોઈ જ પ્રયોજન ન હોવાથી, તે દુર્લક્ષ કરવા યોગ્ય છે. ' (૯૩૫) જીવ નિજ શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કરવાને યોગ્ય ક્યારે થાય ? જ્યારે શરીર અને રાગાદિમાં પોતાપણાની વિપરીત બુદ્ધિનો ત્યાગ કરે અથવા વિપરીત બુદ્ધિ છૂટે ત્યારે અનુભવને યોગ્ય થાય. એકત્વબુદ્ધિથી પરમાં પોતાપણું થાય છે, જેથી સ્વરૂપમાં એકત્વ થઈ શકતું નથી; સાધી શકાતું નથી. જે અવસ્થાના રાગનો પોતારૂપે અનુભવ છે, તે રાગનું એકત્વ છે, ત્યાંથી ખસી જે જ્ઞાનસ્વરૂપમાં સ્વયંનો અનુભવ કરે છે, તે જ્ઞાની છે. (૯૩૬) Wઆરંભ-પરિગ્રહનો ત્યાગ, પરિગ્રહ બુદ્ધિ મટાડવા અર્થે વા તેમાં સ્વામીત્વ છોડાવવા અર્થે જ્ઞાનીએ ઉપદેશ્યો છે. માત્ર ત્યાગને અર્થે ત્યાગ ઉપદેશ્યો નથી. પરિગ્રહનું મમત્વ અભિપ્રાય પૂર્વકનું છૂટવાથી આરંભ અને આરંભ પૂર્વકના આગળના દોષો પાંગરતા નથી. આરંભ - પરિગ્રહના ઉદયકાળે પણ નીરસપણું સહજ થવાનું આ કારણ છે. (૯૩૭) ઉદયની પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ નિજ હિત-અહિતનું સતત સહજ લક્ષ રહે તો આત્માર્થીપણું છે. આત્માર્થના લક્ષપૂર્વકની પ્રવૃત્તિ, ઉદયભાવના રસને તીવ્ર થતાં દેતી નથી. મોહનો અનુભાગ ઘટવાની આ પ્રક્રિયા છે. જ્ઞાન / વિવેકને બળવાન અને નિર્મળ થવાની પણ આ જ પ્રક્રિયા છે. જેને આત્મકલ્યાણ કરવું જ છે, તેને અવશ્ય ઉક્ત પ્રકાર ઉત્પન્ન થઈ, આત્મકલ્યાણ થાય જ છે. અંતરમાં નિજ હિતના લક્ષે ઉત્પન્ન જાગૃતિ, યથાર્થ ઉદાસીનતા, વેરાગ્ય, અને ઉપશમ થવાનું કારણ બને છે, જે મુમુક્ષુની યથાર્થ ભૂમિકા છે. અહીં દર્શનમોહનો રસ ઘટે છે. (૯૩૮) ચૈતન્ય મનુવિધાથી રિVIE ૩૫યો: ઉપયોગની આ પરિભાષા સ્વભાવ પ્રધાનતાથી છે. એટલે કે, સ્વભાવની મુખ્યતા છે જેમાં, એવા સ્વભાવ લક્ષી પરિણમનમાં, ઉપયોગને સ્વભાવ સદશ. સ્વભાવ અંશ લેખી, રાગાદિ વિભાવથી અંતરંગમાં જુદો પાડી ભેદજ્ઞાન કરાવવાના આશયથી આ વ્યાખ્યા સમજવા યોગ્ય છે. ચૈતન્ય સ્વભાવ પ્રગટ' છે. તે તદ્અ નુવિધાયી પરિણામથી દેખાય છે. અર્થાત્ ઉપયોગમાં ચૈતન્યનું અનુવિધાયીપણું વિધિપૂર્વક અનુસરીને પરિણમનાર - યાયી) પ્રત્યક્ષ દેખાય છે, ધારાવાહી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ અનુભવ સંજીવની પરિણમનમાં સ્વયંના એકત્વને - એકરૂપતાને ઉપયોગ પ્રગટ કરે છે, પ્રસિદ્ધ કરે છે. અત્યંત ગંભીર ભાવ અને અનુભવના ઊંડાણમાંથી આ વચનામૃતનું અવતરણ થયું છે. (૯૩૯) તત્ત્વ – • શ્રવણ, વાંચન અને વિચાર સમયે, જે તે ભાવોના અનુભવનો દૃષ્ટિકોણ મુખ્ય રાખવાથી યથાર્થ સમજાય અથવા ભાવભાસન થાય. અનુભવનો દૃષ્ટિકોણ લાગુ કરવો. તેથી પરિણામમાં અનુભવપદ્ધતિથી કાર્ય થશે. તત્ત્વ અભ્યાસની આ જ સાચી રીત છે. અન્યથા પ્રકારે તત્ત્વ – અભ્યાસ કરવાથી ગુણ થતો નથી. પરંતુ ‘હું જાણું છું એવું અભિમાન પ્રાયઃ થાય છે. (૯૪૦) - માણસને અશાંતિ અને તણાવ રહે છે તેનું કારણ શું ? તેનું કારણ વસ્તુસ્થિતિ અથવા કાર્યક્ષેત્રની મર્યાદાનું અજ્ઞાન છે. અજ્ઞાન કદી આશીર્વાદરૂપ ન જ હોઈ શકે. ધર્મના અંચળા નીચે અજ્ઞાનથી વૃત્તિઓનું દમન કરાવાય છે, પરંતુ તેથી આત્માની શક્તિ હણાય છે અને છતાં પણ ખરેખર વૃત્તિઓ પ૨ જય મેળવાતો નથી શાંતિથી જીવવા માટે તો જ્ઞાનનો પ્રકાશ જોઈએ, તેના વિના વૃત્તિ-દમન તો સહજ શાંતિમય જીવનનો નાશ કરી, માણસને દંભી બનાવે છે. તેનાથી સારા થવાતું નથી, પરંતુ સારા હોવાનો દેખાવ કરાય છે. જેથી એક દુષણ મટાડવા જતાં, તે નહિ મટવા ઉપરાંત, દંભ નામનું બીજુ દુષણ જન્મે છે. (૯૪૧) પ્રશ્ન : પુરુષાર્થને અંતર્મુખ પરિણમન થવા અર્થે, કેવી પ્રક્રિયા થવી ઘટે ? ઉત્તર ઃ પ્રગટ જ્ઞાનવેદનના અનુભવાંશ વડે, પરમાર્થ સ્વભાવના પ્રત્યક્ષપણાના આધારે - અવલંબનથી ઉત્પન્ન પ્રતીતિ દ્વારા વારંવાર સહજ ઉગ્રતા આવે - વેગ વધે અને વિકલ્પ તથા પરસન્મુખતા શાંત થઈ, સ્વસંવેદનનો આવિર્ભાવ થાય, તે પ્રકારે અંતર્મુખ પુરુષાર્થની ગતિ વિધિ છે. જે મોક્ષમાર્ગનું રહસ્ય છે. (૯૪૨) / આત્મસ્વભાવ-પોતે સ્વરૂપ પ્રત્યક્ષપણે અવલોકવામાં / ભાવવામાં આવતાં જ ચૈતન્ય - વીર્યની સ્ફુરણા થાય છે, - આ માત્ર વિચારથી સંમત કરવાનો વિષય નથી. પરંતુ તથારૂપ પ્રયત્ન / પ્રયોગ વડે અનુભવમાં લઈ, વારંવાર અભ્યાસવા યોગ્ય છે. આત્મવીર્ય જાગૃત થવાનો આ પ્રયોગ છે. નિજ અવલોકનમાં પુરુષાર્થ તત્કાળ જ ઉત્પન્ન થાય છે. તેથી આત્મહિતમાં એક ક્ષણની પણ વાર લાગે . તેમ નથી. (૯૪૩) Page #318 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૬૩ હેય-ઉપાદેયપણું દ્વિવિધ છે. વ્યવહારથી અને નિશ્ચયથી. બંન્નેમાં જ્ઞાન અને આચરણની મુખ્યતા છે. વ્યવહારકાળે વિચારરૂપ જ્ઞાન અને રાગનું મિશ્રણ છે. યથાસ્થાને તે હોય છે, તેથી તેને વિવેક પણ કહેવામાં આવે છે. તેની તીક્ષ્ણ ભૂમિકાથી, આગળની ભૂમિકામાં વિચારથી આગળ વધી, પુરુષાર્થનું વલણ નિષ્પન્ન થઈ, વિધિ નિષેધ, - નિર્વિકલ્પ ભાવે વર્તે છે. (વિચારકાળે વિધિ-નિષેધ વિકલ્પભાવે વર્તે છે). અહીં પુરુષાર્થના વલણમાં સ્વ પ્રતિનું સહજ ખેંચાણ અને પરથી ખસવાનું વલણ (ગૌણતા થઈ, ઉદાસીનતા થઈ) છે. જેની પ્રગાઢતા થતાં નિર્વિકલ્પ સમાધિમાં, નિજ પરમાત્મા સાક્ષાત્ ઉપાદેય વર્તે છે.અમૃતરસનું પાન થાય છે, નિર્વંદ્વભાવે. (૯૪૪) * V નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી, ‘જ્ઞાનમાત્ર’નો - શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવાથી, - વેદનથી રાગાદિ વિભાવથી ભિન્નતા થાય છે, તે સિવાઈ રાગાદિ ભિન્ન થવાનો કોઈ ઉપાય નથી. અજ્ઞાનમાં, ક્રોધાદિભાવ જ્ઞાનમાં (પોતામાં) થતાં માલૂમ પડે છે. તેથી તે બંન્નેનો ભિન્ન-ભિન્ન અનુભવ કઠણ છે, તોપણ અશક્ય નથી, કારણ રાગ અને જ્ઞાન સદાય જુદા જ રહ્યા છે, કદી એક થયા નથી, થતા નથી, તેથી નિજસ્વરૂપગ્રાહી જ્ઞાન વેદનથી તેનો ભિન્ન અનુભવ થાય છે. (૯૪૫) મે ૧૯૯૨ મિથ્યાત્વની ભૂમિકા જ એવી છે કે કર્મનો ઉદય પ્રાપ્ત થતાં અશુદ્ઘ પરિણામે જીવ પરિણમે છે. અહીં કર્મનો ઉદય નિરંતર છે, તેથી પ્રાયઃ જીવ અશુદ્ધતાને છોડી શકતો નથી. ઉદયમાં પોતાપણું કરી દુઃખી થાય છે. તેવી સ્થિતિમાંથી જે જીવ ઉદયથી ભિન્ન પડી, સુખી થવાના ઉપાયમાં જોડાય, તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતો થકો, ઉદયમાં રંજાયમાન ન થાય. તેથી શુદ્ધ સ્વરૂપના અનુભવ માટે પુરુષાર્થ થવા યોગ્ય છે. જે મિથ્યાત્વની ભૂમિકામાં ઉદયને અનુસરવાના વલણથી વિરૂદ્ધ, ગતિમાન હોવાથી, જીવને અનઉદયભાવે પરિણમાવે છે, અને દુઃખ મુક્ત કરે છે. આવા પુરુષાર્થને ધન્ય છે. (૯૪૬) - ‘જ્ઞાનમાત્ર’ની અંતર સાવધાની - તે રૂપ પુરુષાર્થમાં વિકલ્પ બુદ્ધિનો અભાવ થઈ સ્વરૂપ સધાય છે. અર્થાત્ સ્વરૂપમાં તન્મય થવાય છે. વિકલ્પબુદ્ધિએ કલ્પનાબુદ્ધિ હોવાથી, ‘વસ્તુમાત્ર’ના અનુભવથી વિરૂદ્ધ છે. તેથી તત્ત્વ ગવેષણા - નિર્ણયના પ્રયત્ન કાળે, ભેદ / યુક્તિનો સહારો લેતાં, વિકલ્પબુદ્ધિનું પોષણ ન થાય, તેવી જાગૃતિ રહેવી ઘટે. (૯૪૭) Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ અનુભવ સંજીવની મિથ્યા ગૃહિત, મિથ્યા આગ્રહથી. અસમાધાન રહે છે. અનેકાંતવાદરૂપ વાણીથી મિથ્યા સમજણ મટીને વૈચારિક સમાધાન થાય છે . અનેક ભેદે તેવું સમાધાન, અસમાધાનથી ઉત્પન્ન અશાંતિને દૂર કરે છે. તોપણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિમાં . અનેક ભેદ અપેક્ષાના વિકલ્પનું અતિક્રાંત થવું આવશ્યક છે. તે જ સર્વાગ સમાધાનની ફલશ્રુતિ છે. અન્યથા અપેક્ષા જ્ઞાનનું કોઈ સાફલ્ય નથી. (૯૪૮) R જ્ઞાન દ્વારા પર તરફની તન્મયતા વર્તતાં પોતાને ચૂકી જવાય છે; અને પરમાં પોતાપણું ભાસે છે અથવા એકાંત પર ભાસે છે. પરંતુ તે જ જ્ઞાન નિજ તરફ જુએ તો જ્ઞાનમાં નિજ છે . પર નથી, તેમ ભાસે છે. તેવી નિજ દૃષ્ટિ સુખકારી છે. નિજદષ્ટિ નિજમાં નિજ અસ્તિત્વને ગ્રહ છે. પરમાં નિજનું ગ્રહણ તો દુઃખદાયી છે. (૯૪૯). દ્રવ્યશ્રુતરૂપ શબ્દથી આત્માનું સ્વરૂપે ભાવભાસન થવા યોગ્ય છે. ભાવભાસન થતાં આત્મરસી જ્ઞાનરસ સહજ જ ઉત્પન્ન થાય છે. આમ દ્રવ્યશ્રુતનું સમ્યક અવગાહન થવા યોગ્ય છે. જેમાં અનંત સામર્થ્યનું એટલે સ્વભાવનું અવલંબન આવે છે, જેથી પૂર્ણતા પ્રગટી જાય છે. (૯૫૦) 1 આત્મહિતના લક્ષે હેય-ઉપાદેય જાણવા યોગ્ય છે. તેવા દૃષ્ટિકોણમાં રાગ-દ્વેષ મટાડવાનો હેતુ હોવાથી, રાગ-દ્વેષ વૃદ્ધિ પામતા નથી પરંતુ શાંત થાય છે. યદ્યપિ હેય-ઉપાદેયના અપેક્ષિત ભંગભેદ ઘણા છે. પરંતુ તેમાં સરવાળે, પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપ જ સર્વસ્વપણે ઉપાદેય છે અન્ય સમસ્ત હેય અર્થાત્ ઉપેક્ષાનો વિષય છે. અને સ્વરૂપ તો નિર્વિકલ્પ સમાધિમાં જ ખરેખર ઉપાદેય થાય છે. આમ હેય-ઉપાદેયપણાથી નિર્વિકલ્પ નિજરસ પી ને અમર થવાય છે. તૃપ્ત થવાય છે. (૯૫૧) ‘જનપદ ત્યાગવાની શિક્ષા સર્વ મહાપુરુષોએ આપી છે. જેથી લોકસંજ્ઞાથી બચી શકાય. જ્ઞાની પુરુષો તેને વિકલ્પ વૃદ્ધિનું - ચંચળતાનું કારણ જાણી, અલિપ્ત રહે છે. અલિપ્ત જ્ઞાનીઓ તેથી જ નિશ્ચંચળ એવું સ્વરૂપ ધ્યાન કરી શકે છે. મુમુક્ષુજીવે કોઈપણ પ્રકારે “જનપદ' ગ્રહણ કરવાથી દૂર રહેવું–તે હિતાવહ છે. ૯૫૨) જેટલા રસથી જીવ ઉદયને વેદે છે. તેટલું જ ભેદજ્ઞાનના પ્રયોગને વિદન છે. તેમ સમજવા યોગ્ય છે. તેથી જેણે ભેદજ્ઞાનના પ્રયોગની સફળતા અથવા સતતપણું પ્રાપ્ત કરવું હોય, તેણે ઉદયરસને અવલોકન વડે તોડવો ઘટે છે. તેમજ પૂર્ણતાના લક્ષમાં આવવું ઘટે છે. ભેદજ્ઞાન કરવાની ઇચ્છા Page #320 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૬૫ સફળ થતી નથી. તેનું શું કારણ ? સમાધાન : ઉદય પ્રસંગમાં અભેદભાવે પર દ્રવ્ય પ્રત્યે રંજાયમાન પરિણમન રહેવાથી કે કરવાથી ( આ વિપરીત પ્રયોગથી) ભેદજ્ઞાનનો અવિપરીત પ્રયોગ કરવાની શક્તિ હણાઈ જાય છે. તેથી ભેદજ્ઞાનની ઇચ્છા સફળ થતી નથી અને અશાતા વેદનીથી છૂટી શકાતું નથી; અનિવાર્યપણે વેદના ભોગવવી જ પડે છે. (૯૫૩) મુમુક્ષુની ભૂમિકામાં, પ્રથમ જ સુવિચારણામાં યથાર્થ સમજણપૂર્વક એટલે કે આત્મહિતની મુખ્યતા રાખીને યથાર્થ અભિપ્રાય ઘડવો જોઈએ. તો જ વિપરીત શ્રદ્ધાનું બળ ઘટે. અભિપ્રાયની યથાર્થતા થયા વિના, વિપરીત અભિનિવેષમાં જીવ વર્તે છે. તેથી સૌ (બાહ્ય) સાધન બંધન થાય છે. તેમજ ધર્મકાર્યોમાં અયોગ્ય વા વિપરીત નિર્ણયો કરાઈ જાય છે. તેથી ધાર્મિક કાર્યોમાં યથાર્થ નિર્ણય થવા અર્થે, યથાર્થ અભિપ્રાય હોવો - તે પાયાનો વિષય છે. અભિપ્રાય વિરૂદ્ધના પરિણામો આત્મહિતની ભાવનાને સફળ થવા દેતા નથી. તેથી આત્મહિતની સફળતા અર્થે, આત્મહિતનો અભિપ્રાય પ્રથમ હોવો ઘટે છે. • આવું લક્ષમાં લીધા વિના ક્રમ વિપર્યાસ પ્રાયઃ થાય છે. (૯૫૪) જે મહાભાગ્ય આત્માના આનંદ અમૃતના આસ્વાદનો અનુભવ કરે છે, તેવા ધર્મ-જીવનો અભિપ્રાય સહજ સ્વભાવી એવો થઈ જાય છે, કે સર્વ જીવો આવા નિજાનંદને પામો ! તેના કારણને અને કારણના કારણને પણ અનઅવકાશ પણે પ્રાપ્ત થાવ ! શ્રી તીર્થંકરદેવ આ સિદ્ધાંતના સાક્ષાત્ મૂર્તિમંત પુરાવા સ્વરૂપે છે. જિનશાસન આ કારણ વિશેષથી પ્રવર્તિત છે. યદ્યપિ મોક્ષમાર્ગમાં સમસ્ત વ્યવહાર ગૌણ જ છે. તથાપિ બાહ્યાંશ સ્વસ્થાનમાં સહજપણે જેમ હોય તેમ જાણવા યોગ્ય છે. (૯૫૫) જ્ઞાનના પરિણમનમાં, અભિપ્રાય પ્રધાન છે. તદ્નુસાર યોગ્યતા સ્વયં કેળવાય છે. આ પ્રક્રિયા સ્વભાવગત છે. દા. ત. ધર્મ પ્રાપ્તિના અભિપ્રાયમાં ધર્મી પ્રત્યે બહુમાન ભક્તિ થવી સહજ છે. તેમ જ અધર્મનો નિષેધ સહજ છે. અભિપ્રાયનો વિપર્યાસ સૌથી મોટો વિપર્યાસ છે તેથી મિથ્યાત્વ મટતું નથી. આગમના અભ્યાસીને પણ ક્યાંક પ્રયોજનભૂત કોઈ ભૂલ થઈ જાય છે, તેનું કારણ મૂળમાં અભિપ્રાયની ભૂલ રહી ગઈ હોય છે. અભિપ્રાય (આત્મહિતનો) થયા વિના, શાસ્ત્રનું ભણતર પ્રાયઃ અભિનિવેષરૂપ હોય છે. ૧. કોઈપણ માણસના અભિપ્રાયને જાણ્યા વિના, તેના શબ્દો કે પ્રવૃત્તિનું ખરું મૂલ્યાંકન થઈ શકે નહિ. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ અનુભવ સંજીવની - ૨. અભિપ્રાયપૂર્વકનો દોષ અક્ષમ્ય છે, નહિ તો ક્ષમ્ય છે. - ૩. અભિપ્રાયમાં જ્યાં સ્વભાવની અધિકતા થઈ, (ઓળખાણ થવાથી) ત્યાં અન્ય પદાર્થ પ્રત્યેના વિકલ્પ | પરિણામ વિરામ પામવા સહજ છે, કારણ કે પરની અધિકતા છૂટી જાય છે. (૫૬) જે જે બાહ્ય સાધનરૂપ નિમિત્તો છે, તે પ્રતિ (સત્સંગ, શાસ્ત્ર અધ્યયન) ની પ્રવૃત્તિ કરતાં, તેમજ અંતરંગ સાધનરૂપ પરિણામોની મુખ્યતા થવાથી, સાધન પોતાના સ્વસ્થાનમાં સાધનરૂપે રહેતું નથી, પરંતુ તે સાધ્યના સ્થાનમાં આવી જાય છે, તેથી સાધ્ય છૂટી જાય છે. . આ સાધનનો વિપર્યાસ છે. સાધ્યના લક્ષે સાધન ગૌણ રહેવું ઘટે છે. (૯૫૭) સ્વાનુભવ વિના, શાસ્ત્રની અનુભવના ઊંડાણની વાત ખ્યાલમાં આવે નહિ. તે ઊંડાણની જિજ્ઞાસા રહેવી ઘટે, મુમુક્ષુ જો તેવી જિજ્ઞાસા છોડીને, માત્ર અપેક્ષાઓ સમજી લ્ય, તો તેમાં ધારણામાં ફસાઈ જવાનું થાય, તે માટે જાગૃત રહેવું ઘટે. તેથી અનુભવી મહાત્માઓના શાસ્ત્ર - પ્રવચનો, અનુભવના ઊંડાણમાં જવા અર્થે ઉપકારી જાણી, તે દૃષ્ટિએ અવગાહન કરવા યોગ્ય છે. પાત્રતા / યોગ્યતા અનુસાર ઊંડાણમાં જઈ શકાય છે. (૯૫૮) વર્તમાન પરિણામ ઉપરની દૃષ્ટિ જૂઠી છે . પૂ. સોગાનીજી-૩૫૮) વર્તમાન પરિણામ જેવો / જેટલો હું એવી શ્રદ્ધા તે જૂઠી શ્રદ્ધા છે. કારણકે ખરેખર પોતે તેવો નથી, તેટલો જ નથી, ક્ષણિક નથી, અપૂર્ણ નથી. સત્યદૃષ્ટિએ પોતે પૂર્ણ અને કૃતકૃત્ય ત્રિકાળ હોવાથી, કરુ-કરુ ની આકુળતા અને અભિપ્રાય મટે છે. (૯૫૯) પર્યાયદૃષ્ટિને લીધે પરિણામ ઉપર પક્કડ રહે છે. જે સ્વરૂપની અનંત અગાધ શક્તિને ભૂલવાનું કારણ છે. તેથી પરિણામમાત્રને ગૌણ કરીને સ્વરૂપને સંભાળવું ઘટે છે. શક્તિને ભૂલવાથી દીનતા આવે છે અને તે આગળ વધીને સંયોગોની અપેક્ષાવૃત્તિ જન્માવી સમસ્ત સંસારને ઉત્પન્ન કરે છે. તેથી સમસ્ત સંસારનું મૂળ પર્યાયદૃષ્ટિ જ છે. (૯૬૦) જૂન - ૧૯૯૨ ‘મિથ્યાત્વમાં દિશાભ્રમરૂપ છે . આ દિશાની પ્રધાનતાથી મિથ્યાત્વનો ઉલ્લેખ છે. (શ્રીમદ્ ૭૬૮). Page #322 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૬૭ પરિણામને બે જ દિશા છે. એક અંતર્મુખ – બીજી બહિર્મુખ મિથ્યાત્વને લીધે બહિર્મુખ ભાવમાં પણ લાભ મનાય છે, જેથી બહિર્મુખ વલણ રહ્યાં કરે છે. બાહ્ય સાધનમાં ઉપયોગની પ્રવૃત્તિને લીધે અંતર્મુખ થવાની દિશા સૂઝતી નથી. શાતા અને સ્પર્શાદિ વિષયોનો અનુભવ મિથ્યા હોવા છતાં, તેમાં વાસ્તવિકતા લાગે છે. તેથી અંતરંગમાં જ્ઞાનાનુભૂતિ પ્રત્યે વળવાનો અવસર આવતો નથી. બાહ્ય સાધન પ્રત્યેના પરિણામની દિશા બદલવા, અંતર્લક્ષ થવું ઘટે, અને બહિર્મુખ ભાવોમાં ઉપેક્ષા થવી ઘટે. અંતરંગમાં સૂક્ષ્મ અનુભવદષ્ટિથી જ્ઞાનવેદનમાં વેદ્ય-વેદકભાવે દિશા બદલાય તો દશા બદલાય અને “દિશાભ્રમ મટે. (૯૬૧) સ્વરૂપની તીવ્ર ભાવના સ્વરૂપ બોધનું કારણ છે. ભાવના તીવ્ર થવાથી પરિણતિ થઈ જાય છે અને પરિણતિ ઉપયોગને લાવે છે. નિષ્કપ, ગંભીર, ધ્રુવ સ્વભાવ છે. તેમાં અભેદભાવે, વ્યાપ્યવ્યાપકપણે, એકાકાર થઈ, તન્મય થઈ, ઊંડાઊંડા ઉતરતા, સહજ અનુભૂતિથી સર્વાર્થસિદ્ધિ છે. સ્વભાવનું ખેંચાણ રહેતાં . પર્યાયનું ખેંચાણ બંધ થઈ જાય છે. (૯૬૨) જ્ઞાનનો પર્યાય . અભિપ્રાય, અને શ્રદ્ધા અવિનાભાવી છે. તેથી અભિપ્રાય દ્વારા શ્રદ્ધાને પ્રાયઃ સમજવામાં આવે છે. મુમુક્ષુ જીવે જ્ઞાનાભ્યાસ વડે પ્રથમ યથાર્થ અભિપ્રાયનું ઘડતર કરવું ઘટે, જેથી વિપરીત અભિપ્રાય બદલાઈ જાય. શાસ્ત્ર અધ્યયન દ્વારા પોતાના અભિપ્રાયનું પોષણ ન કરવું, પરંતુ શાસ્ત્રકર્તાના અભિપ્રાય અનુસાર પોતાના અભિપ્રાયને કેળવવો; નહિ તો મોટું નુકસાન થાય, અભિપ્રાયની ભૂલ સુધરવાને બદલે દઢ થઈ જાય. તે લક્ષમાં લેવા યોગ્ય છે, કારણકે આવી ભૂલથી જીવ પ્રાયઃ અજાણ રહી જાય છે. અશુભભાવનો દોષ પકડાય છે, પણ અભિપ્રાયનો દોષ પકડાતો નથી. (૯૬૩) બુદ્ધિગમ્ય થયા અનુસાર, જીવ ભાવનાપૂર્વક ઉપદેશ ગ્રહણ કરવા, ઉદ્યમ કરે, ત્યાં અનાદિ પર્યાયબુદ્ધિ જો દઢ થાય, તો સમ્યક્દર્શનની સમીપતા પણ ન થાય; ભલે બાહ્યમાં સ્વાધ્યાય આદિ મુમુક્ષુને યોગ્ય પરિણામ હોય . તેથી સહજતા પ્રથમથી જ રહે / હોય, તેવી કાર્યપદ્ધતિ હોવી ઘટે છે. અને તે પૂર્ણતાને લક્ષે જ ઉત્પન્ન થાય છે, તેનો બીજો વિકલ્પ (Alternative) નથી. ‘પૂર્ણતાને લક્ષે ઉત્પન્ન ભાવના, લગની, અવલોકન વગેરે સહજ હોય છે. જે સ્વરૂપ નિશ્વય પર્યત ચાલુ રહે છે. પછી સ્વરૂપ લક્ષે થતાં ભેદજ્ઞાન, સ્વરૂપ – મહિમા, સ્વસમ્મુખનો પુરુષાર્થ સહજ જ હોય છે. જેથી પર્યાયબુદ્ધિનો અભાવ થઈ દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થાય છે. (૯૬૪) Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ અનુભવ સંજીવની જેનમાર્ગ તો પુરુષાર્થ પ્રધાન છે. સંયોગોની પ્રતિકુળતાનો ભય થતાં જેઓ માર્ગ ભક્તિ થી દૂર રહે છે, તે જીવો વીર્ય હીન થયા થકા, સ્ત્રીવેદ અથવા નપુંસકવેદને પ્રાપ્ત થાય છે. પરંતુ વર્તમાન સ્ત્રીવેદ હોવા છતાં, જે નીડરપણે માર્ગને અનુકૂળ પ્રવર્તે છે, તે પુરુષવેદમાં આવે છે. બાહ્ય સંયોગ પૂર્વકર્મ . પુણ્ય પાપ . અનુસાર થાય છે. તેટલો વિશ્વાસ અને સમજણનું બળ જેને નથી, તે અંતરના અલૌકિક પુરુષાર્થપૂર્વક, નિર્વિકલ્પ કેવી રીતે થઈ શકે ? આ તો સાધારણ વિચારબળનો પ્રકાર છે; તેમ આત્માર્થીને લાગે. (૯૬૫) Vઅનાદિ અનંત પર્યાયોનો પિંડ દ્રવ્ય છે, પોતે છે, તો પછી કઈ પર્યાયને બનાવવી છે ? કઈ પર્યાયની ચિંતા કરવી છે ? દ્રવ્યમાં હું – એવી દૃષ્ટિ થતાં, બધી પર્યાયો સ્વકાળમાં થયા કરશે - તેવું સર્વાગ સમાધાન રહે છે. હું અપરિણામી છું – એ દૃષ્ટિમાં, સ્વકાળની પર્યાયો સહજ જ્ઞાનાદિની થઈ રહી છે, શક્તિરૂપ યોગ્યતાની વ્યક્તિ સ્વકાળે થાય છે.– એ વસ્તુ વિજ્ઞાન જેને દ્રવ્યદૃષ્ટિપૂર્વક વર્તે, તેને અસમાધાન થતું નથી. આત્મ-શ્રેયનો માર્ગ / ઉપાય અધ્યાત્મીક છે, સ્વ-આશ્રયી છે. પરંતુ સ્વ-આશ્રયની વિધિથી જીવ અનાદિથી અજાણ છે, તેનું જાણવું કાંઈક સત્સંગ અને સáથોથી થાય છે, ત્યાં પણ વિપર્યાસ અથવા કલ્પના થવાની સંભાવના રહી છે. તેમ ન થવા અર્થે, ગુણવાન મહાત્માઓ, અને જિનેશ્વરાદિ પુરાણ પુરુષો પ્રત્યે બહુમાનરૂપ ભક્તિ, નિષ્કામ ભાવે, થવામાં રહસ્ય છે. અનાદિ જિન-પ્રતિમાની સ્થાપનામાં પણ અધ્યાત્મનું જ રહસ્ય છે, જે અધ્યાત્મના વ્યામોહને અથવા શુષ્કતાને ઉત્પન્ન થતાં રોકે છે. અનેક જ્ઞાનીઓ અને મુનિઓએ આત્મ–આશ્રયે પ્રાપ્ત બોધને પણ સહજ ભાવે, શ્રીગુરુ અથવા જિનેશ્વરની દેનરૂપે ગાયો છે. તે પણ ઉક્ત રહસ્યને જ દર્શાવે છે. અધ્યાત્મની તીખાશ યથાર્થપણે જ્યાં હોય છે, ત્યાં ઉચ્ચકોટીના. ઉત્કૃષ્ટ ભાવે ભીંજાયેલ ભક્તિભાવો જોવામાં આવે છે. – આ નિશ્ચય-વ્યવહારનો સુમેળ (સંધિ) છે. (૯૬૭) અનાદિથી જીવનો (ભાવમાં) રાગ પ્રતિ ઝૂકાવે છે. તે પલટીને વીતરાગતાની ઉપલબ્ધિ થવા અર્થે અંતર્મુખ થવું – રહેવુ તે જ ઉપાય છે, પરંતુ મુમુક્ષતા અને નીચેના ગુણસ્થાને (મુનિદશામાં આવ્યા પહેલાં પરિણમનનો બહુભાગ બહિર્મુખ (અનિવાર્યપણે વર્તે છે, ત્યાં વીતરાગી મહાત્માઓ અને વીતરાગદેવોના વીતરાગભાવ સ્વરૂપને સ્મરણમાં – જ્ઞાનમાં લઈ નમસ્કાર - બહુમાનના ભાવો થવા સહજ છે. યદ્યપિ પરદ્રવ્ય – પ્રતિના પરિણામ બહિર્મુખતાને લીધે ઉપાદેય નથી. પરંતુ લક્ષમાં વીતરાગતા હોવાથી, રાગનો અને બહિર્મુખતાનો નિષેધ વર્તે છે. તેમજ પરંતુ શુષ્કતા Page #324 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૬૯ થતી નથી. પ્રકારાંતરે શુષ્કતાની સંભાવના રહે છે. યથાર્થતામાં ઉક્ત ભક્તિ સહજ હોય છે. (૯૬૮) - જીવને નિજકલ્યાણની વૃત્તિ જન્મ પામે, અને તે વૃત્તિ વર્ધમાનપણાને પામે, તો જ તેને સત્પુરુષની – કલ્યાણમૂર્તિની ઓળખાણ થાય. નહિ તો પૂર્વ પ્રારબ્ધ યોગે સંયોગ થવા છતાં ‘આ સત્પુરુષ છે' – તેવું ધ્યાન આશ્રયભાવનાપૂર્વક જતું નથી. તેથી તે યોગ’ વિષમ પરિણામી જીવને અયોગ સમાન થાય છે, ‘પ્રત્યક્ષ યોગ’ની દુર્લભતા નહિ સમજાવાથી આત્મ-કલ્યાણની તક ચુકાઈ જાય છે. જે જીવ સત્પુરુષના વિયોગ કાળે આશ્રય ભાવના'માં આવતો નથી. તેને પ્રત્યક્ષપણે સંસાર પરિભ્રમણના દુઃખનો ભય નથી. છૂટવાનો કામી તો ‘સત્પુરુષની શોધ’ કર્યા વિના રહી શકે જ નહિ. (૯૬૯) આત્મા ચૈતન્ય-પ્રકાશનું પુર છે અર્થાત્ આત્મામાં ચૈતન્યનો અનંત પ્રકાશ ભર્યો છે. જ્ઞાનદર્શનનો પ્રકાશ પ્રગટ અનુભવ ગોચર છે, તેના સાતત્ય અને સ્વાતંત્ર્યથી તેનું અનંત સામર્થ્ય પ્રતીત થાય છે. તેમજ :– સ્વરૂપના અનુભવના પ્રકાશમાં - અચિંત્ય પ્રકાશમાં, અચિંત્ય એવું પરમેશ્વરપદ, અચિંત્ય એવું કેવળજ્ઞાનનું સ્વરૂપ, મોક્ષમાર્ગ- બંધમાર્ગ આદિ સર્વ જેમ છે તેમ પ્રકાશમાન થાય છે– આ ચૈતન્યરત્નને ચિંતામણી રત્નની ઉપમા ઓછી પડે છે. તેવા રત્નનો પ્રકાશ માત્ર દેહાર્થમાં જ ખર્ચાય, તો દુ:ખ દારિદ્રય કદી ટળે નહિ. તેથી વિવેકપૂર્વક આત્માર્થ સાધવા યોગ્ય છે. (૯૭૦) દર્શનમોહને લીધે, સુખરહિત જડ પદાર્થમાં જીવને વ્યામોહ થાય છે, અથવા અનાત્મ દ્રવ્ય / ભાવમાં ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના થાય છે, અને તેથી કતૃત્વ અને ભોકતૃત્વના પરિણામ થાય છે. જે અનંત દુઃખમય છે. સમ્યક્ત્વ દ્વારા સ્વાભિમુખ થવાથી, વાસ્તવિક સુખાનુભવની ઉપલબ્ધિ થતાં, કર્તા-ભોકતાની આકુળતા વિરામ પામી જાય છે, અને અવિનાશી પરમસુખનું બીજ રોપાય જાય છે. (૯૭૧) જયારે જ્ઞાન નિજમાં નિજને જોવાના ઉદ્દેશ્યથી જુવે ત્યારે જ્ઞાનમાં પર (છે તેમ) જણાતું નથી. જો કે જ્ઞાનમાં પરનું અસ્તિત્વ પણ નથી; જ્ઞાનમાં તો માત્ર જ્ઞાનનું જ અસ્તિત્વ છે, તેથી જ્ઞાનમાં તેમ જ જણાય. પર પદાર્થના પ્રતિભાસકાળે પણ જ્ઞાન જ શેયાકારે થયું છે; તેમ જ્ઞાનનિષ્ઠ થવું સુખદાયક છે. તે જ્ઞાનમાં સ્વને જોવાનો ઉદ્દેશ્ય છે. જેને લીધે પર જણાવા છતાં તેમાં સ્વપણાની Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭) અનુભવ સંજીવની ભ્રાંતિ અથવા પર પ્રવેશભાવ થતો નથી. પર પરપણે પ્રતિભાસે તો વિકૃતી થવાનો અવકાશ નથી; કારણ તે સમયે જ્ઞાનમાં સ્વપણાનું વદન હોય છે. સમ્યકજ્ઞાનની પરિણમવાની આ રીતિ છે. તેમાં નિર્દોષતા છે, નિરાકુળતા છે, તેથી વિસંવાદને યોગ્ય નથી, વિવાદને યોગ્ય પણ નથી. (૯૭૨). સાધક દશામાં અપૂર્ણતા અર્થાત્ અલ્પ શુદ્ધિ-અશુદ્ધિ છે. પરંતુ દૃષ્ટિ પૂર્ણ છે અને પૂર્ણતાના લક્ષ સહિતની ભાવના છે. તદ્દ અનુસાર સાધકદશાનું વર્ણન આવે છે. ત્યાં દૃષ્ટિ અને અભિપ્રાયના વિષયને સમજીને પ્રધાનતા કરવી યોગ્ય છે. જેથી પરસ્પર વિરુદ્ધ દેખાતા વચનોમાં પણ અવિરોધ જણાશે. વ્યવહારના વિવેકપૂર્વક હેય-ઉપાદેય જાણે – છતાં નિશ્ચય પ્રધાનતાથી તેમાં સમભાવ વ્યક્ત થાય; - પરંતુ તેમાં પૂર્વાપર વિરોધ નથી; જો અભિપ્રાય સમજાય તો. (૯૭૩) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર મુમુક્ષુએ મુખ્ય-ગૌણ કરવામાં, અભિપ્રાયની ભૂલ ન થાય, તે વિચારવા યોગ્ય છે. વ્યવહાર અને પર્યાય ઉપર વજન જવાથી સાધન, સાધન રહેતું નથી, પરંતુ તે સાધ્ય થઈ જાય છે. અભિપ્રાયની આવી ભૂલ દેખવામાં અલ્પ ભૂલ દેખાય છે, પરંતુ તે પૂરી ભૂલ છે. તેમાં વ્યવહાર નિશ્ચયના સ્થાને અને આશ્રયના સ્થાને પર્યાય આવી જાય છે. તે વિપર્યાસ છે. જે પરમાર્થમાં પ્રતિબંધક છે. (૯૭૪) મિથ્યાત્વના સદ્ભાવમાં જીવને પોતામાં પોતાપણે અનુભવ કરવાની યોગ્યતાનો અભાવ હોય છે. જ્યારે સમ્યકત્વના સદ્ભાવમાં, પરમાં પોતાપણાનો અનુભવ કરવાની યોગ્યતાનો નાશ થઈ ગયો હોય છે, તેથી શરીરાદિ સંયોગોમાં પૂર્વકર્મ ભોગવતાં પણ પોતાપણું થતું નથી. નિજ સિદ્ધ પદના પ્રત્યક્ષ અનુભવરસથી જેનું પરિણમન ભરિતાવસ્થ છે. તેને જગતના રમ્ય (!) પદાર્થો મોહક લાગતા નથી. પરંતુ જે તે પદાર્થો ઉપર ઉપયોગ ખેંચાતા દુઃખ-દાહ થાય છે. તે સિવાઈ રમ્ય પદાર્થોમાં મોહભાવ થયા વિના રહે નહિ. સારાંશ (તાત્પર્ય એ કે જ્ઞાનીના દર્શનમાં, સ્વભાવના દર્શન કરવા યોગ્ય છે. (૯૭૫) જુલાઈ - ૧૯૯૨ અંતરમાં નિર્મોહી પરમતત્વનો મહિમા અને પુરુષાર્થની તીખાશ જેને વર્તે, તેને બાહ્યમાં પણ મોહને જીતનાર એવા વીતરાગ દેવ, ગુરુ અને સસ્તુરુષ પ્રત્યે પરમ ભક્તિ અને બહુમાન વ્યક્ત થયા વિના રહેતાં નથી આવું બાહ્ય લક્ષણ નિયાભાસી શુષ્ક અધ્યાત્મીને, અધ્યાત્મના વ્યામોહને લીધે, હોતું નથી. (૯૭૬) Page #326 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૭૧ જ્ઞાનદશામાં પોતાનું બેહદ સામર્થ્યની પ્રતીત વર્તતી હોવાથી, દીનતાનો નાશ થઈ જાય છે, તેથી સન્માર્ગના પ્રારંભથી જ અયાચકપણું રહે છે. તેમજ પરિપૂર્ણ સ્વરૂપના અવલંબને ઉત્પન્ન વૈરાગ્ય પણ (જ્ઞાનીને) યાચનાવૃત્તિમાં આવવા દે નહિ. જ્ઞાની અલ્પ રાગ હોય ત્યાં સુધી પ્રારબ્ધ કર્મની નિર્જરા અર્થે પ્રવૃત્તિમાં હોય છે, મમત્વને લીધે નહિ. તેમ સમજવા યોગ્ય છે. (૯૭૭) સત્પુરુષને સંસારના સંયોગો સાથે આત્મિક બંધનથી સંબંધ નથી, અર્થાત્ દેહની અનુકૂળતા અર્થે, ધનાદિ પદાર્થની પ્રાપ્તિને અર્થે, પ્રાપ્ત સામગ્રીના ભોગને અર્થે, લૌકિક કોઈપણ પ્રકારના સુખને અર્થે કે કોઈપણ પ્રકારના સ્વાર્થને અર્થે તેઓ સંસારમાં રહેતા નથી. એવું જે તેમનું અંતરંગ, તેનો ભેદ (રહસ્ય) કોઈ નિકટ મોક્ષગામી જીવ જ સમજી શકે છે. અન્ય નહિ. એટલે કે સત્પુરુષનું અંતરંગ સમજનારને મોક્ષ નિકટપણે અવશ્ય વર્તે છે, તે નિઃસંદેહ છે. (૯૭૮) (પ્રશ્ન :– ભેદજ્ઞાનનો પ્રયોગ રાગથી ભિન્નતા દ્વારા શા કારણથી ? પરદ્રવ્યથી ભિન્નતા દ્વારા કેમ નહિ ? ઉત્તર ઃ- ૧ પરદ્રવ્યથી અભિન્નતા રાગવડે જ થાય છે, જેથી રાગથી ભિન્નપણું થતાં, પરદ્રવ્યથી સહજ ભિન્નતા થઈ જાય છે. - ૨ પ્રયોગ વર્તમાનમાં પ્રવૃત્તિ કાળે જ થઈ શકે. જ્ઞાન અને રાગ નિરંતર હોવાથી નિરંતર પ્રયોગ થઈ શકે છે. પરદ્રવ્યની પ્રવૃત્તિ નિરંતર સંભવતી નથી. તેમજ બાહ્ય ત્યાગથી ભેદજ્ઞાનની ઉત્પત્તિ પણ થતી નથી. ૩ – તીવ્ર મુમુક્ષુતારૂપ મોક્ષાર્થી જીવ જ ભેદજ્ઞાનનો પ્રયોગ કરી શકે છે. તેવા જીવને પરદ્રવ્ય (વિષયો) અને દેહાદિમાં તીવ્ર આસક્તિના પરિણામ હોતાં નથી. આત્મરુચિ હોવાથી ઉપયોગ સૂક્ષ્મ થયો હોય છે. તેથી અંતરમાં જ્ઞાન સામાન્યના વેદનને ગ્રહણ કરવાની યોગ્યતા વડે ‘આ અનુભૂતિ છે, તે જ હું છું' એવો ભેદજ્ઞાનનો રાગથી, સૂક્ષ્મ રાગથી પણ ભિન્નતાનો પ્રયોગ કરી શકે છે. જે સ્વાનુભવનું કારણ છે. આ વિધિનો ક્રમ છે. - (૯૭૯) જ્ઞાન-વેદનથી જ્યાં સ્વપણે જ્ઞાન અનુભવાય ત્યાં જ શ્રદ્ધા દ્વારા સ્વરૂપનો આશ્રય થઈ જાય છે. સ્વરૂપની ઓળખાણપૂર્વકનો મહિમા વર્તતો હોય, ત્યાં આ પ્રકારે જ્ઞાન-શ્રદ્ધાન થવું સહજ જ છે. સ્વરૂપ-નિશ્ચયપૂર્વકના સહજ પુરુષાર્થમાં ઉક્ત પ્રકારે શ્રદ્ધા-જ્ઞાનમાં એક સાથે સ્વ-આશ્રય થઈ જાય છે. મોક્ષાર્થી જીવ, મોક્ષમાર્ગને આ વિધિએ પ્રાપ્ત કરે છે. (૯૮૦) Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અનુભવ સંજીવની સિદ્ધાંતનું મૂલ્ય આયુષ્યાદિ પ્રાણથી પણ અધિક હોવું ઘટે છે. કારણ કે તે જિનશાસનના પ્રાણ છે. સિદ્ધાંતનો ઘાત થવાથી જિનશાસનનો વિનાશ થાય, તેવું સમજનાર આત્માર્થી પ્રાણના ભોગે પણ સિદ્ધાંતની રક્ષા કરે છે. આમ જિનાગમને વિષે શ્રીગુરુનું ફરમાન છે. (૯૮૧) - અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક, એકાંતે આત્મભાવમાં રહેવું – તે ભાવના છે. તેમ સહજ ન રહે ત્યારે મહા જ્ઞાનીપુરુષની અંતરદશાનું સ્મરણ, તેમના પ્રચંડ પુરુષાર્થના મહાત્મ્યની અતિરસથી ચર્ચા, આત્મભાવ સિવાઈ બીજો અવકાશ નથી, તેવા તેમના આત્મ ચારિત્ર્યની અત્યંત ભક્તિ, આત્મરસ ભરેલી તેમની વાણી, તેમનાં સિદ્ધાંતબળ દ્યોતક વચનો, અને અપૂર્વ સ્વભાવને વ્યક્ત કરતાં અપૂર્વ ભાવોને ધ્યાનમાં લેવાની આતુરતા રહે છે. (૯૮૨) પરિણામની શક્તિ રસમાં છે. જેનો (શક્તિનો) ખર્ચ કરવામાં વિવેક થવો આવશ્યક છે. જે જીવ ઉદયભાવમાં શક્તિ (રસ) નો ખર્ચ કરી નાખે છે, તેની પાસે આત્મ હિતાર્થે ખર્ચ કરવાની શક્તિ બચતી નથી. ખરેખર તો મુમુક્ષુએ પૂરી શક્તિથી આત્મહિત કરવાનો નિર્ધાર કરવો ઘટે છે. જેથી તત્કાળ પાત્રતા પ્રગટે, યોગ્યતા પ્રાપ્ત થાય. (૯૮૩) આ અલ્પ આયુષી દુષમકાળમાં નિજ હિતનો સુદૃઢ ઉપયોગ હોવા યોગ્ય છે. નિવૃત્તિ લઈ આત્મભાવને પોષણ મળે તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. અન્યથા પ્રમાદ જ – અનિવાર્યપણે અહિત થવામાં – આવી પડશે, રોકી શકાશે નહિ. (૯૮૪) - આ ઉપદેશબોધ માર્ગે કષાયની મંદતા થવા છતાં તે ઉપદેશમાં, સિદ્ધાંતબોધ સિવાઈ ટકી શકાતું નથી, તેવા જ્ઞાન વિના જાણ્યે અજાણ્યે સિદ્ધાંતબોધનો નિષેધ – અનાદર, થઈ જાય છે. અને સન્માર્ગની પ્રાપ્તિથી વંચીત રહી જવાય છે. ભાવના હોવા છતાં યથાર્થતા આવતી નથી. સિદ્ધાંતબોધની મુખ્યતા કરનાર જો ઉપદેશના હેતુભૂત સિદ્ધાંતોના અધ્યયનમાં, ઉપદેશ-ગ્રહણને ગૌણ કરે તો પ્રાયઃ શુષ્કતા આવી પ્રલાપ વૃદ્ધિ થઈ જાય છે. તેથી તે બંન્નેનું યથાર્થ ગ્રહણ નિજ હિતના લક્ષે, અધ્યાત્મિક પ્રધાનતાથી થવા યોગ્ય છે. જેથી આગમ અધ્યાત્મ અને નિશ્ચયવ્યવહારના અવિરોધપૂર્વક આરાધન થાય. ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ વચ્ચે અધ્યાત્મનો સેતુ આવશ્યક છે. - (૯૮૫) - મુમુક્ષુજીવનાં પરિણામ ઉત્તરો ઉત્તર દર્શનમોહને મંદ કરે, તેવા પ્રકારનાં હોવા ઘટે છે; જો Page #328 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૭૩ દર્શનમોહ તીવ્ર થાય તો મુમુક્ષુતાનો નાશ થવાનો અવસર આવે, તે લક્ષમાં હોય તો દર્શનમોહ સંબંધિત પરિણામોને સમજીને તે તે પ્રકારમાં જાગૃતિ / સાવધાની રહે. પ્રયોજનની દૃષ્ટિ તીક્ષ્ણ હોય તેને દર્શનમોહ વૃદ્ધિગત થતો નથી. (૯૮૬) મોક્ષમાર્ગમાં સ્વરૂપ-સાવધાનીનો ઉપયોગ અત્યંતરમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ હોય છે. આ ધર્માત્માનું સ્વરૂપ મુમુક્ષુએ બોધ લેવા યોગ્ય છે. ધર્માત્માને અંતર પુરુષાર્થ વડે વિષમભાવોને મટાડી, સમભાવની રક્ષા અને વૃદ્ધિ કરતાં બાહ્ય પ્રવૃત્તિને સંકોચવાનો ભાવ અને ચિંતના રહ્યા કરે છે. પરલક્ષ ન હોવાથી બીજાને બોધ પમાડવાની પ્રવૃત્તિમાં પણ ઉદાસીનતા ભજે છે. (૯૮૭) — દ્રવ્ય સામાન્યનું સ્વભાવનું યથાર્થ લક્ષ, જ્ઞાન સામાન્યના આવિર્ભાવનું એટલે કે સ્વ સંવેદન ઉપજવાનું અનન્ય કારણ છે. તેથી સ્વરૂપ લક્ષે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવો તે વિધિ છે. આ રીતે સ્વભાવનાં લક્ષ–અવલંબને–ભેદજ્ઞાન (પરદ્રવ્ય અને પરભાવથી) થાય છે. જે સ્વભાવ અંતરંગમાં પ્રગટ છે, પ્રત્યક્ષ છે, અને અનુભવગોચર છે. (૯૮૮) - - — — પ્રશ્ન :– તત્ત્વનો અભ્યાસી જીવ, આત્મ સ્વરૂપનો નિશ્ચય કરી, ત્રિકાળ ધ્રુવને ખ્યાલમાં લઈ મહિમા કરે છે, છતાં પુરુષાર્થ ઉપડી અભેદભાવે અનુભવ નથી થતો તેનું શું કારણ ? - ઉત્તર ઃ– પરલક્ષી જ્ઞાનમાં પરોક્ષ રહી, રાગની પ્રધાનતામાં (રાગના આધારે) જે નિશ્ચય થાય છે, તે યથાર્થ ઓળખાણરૂપ પ્રતિભાસ નહિ હોવાથી અને તેમાં સ્વ-રૂપે અસ્તિત્વનું ગ્રહણ પ્રત્યક્ષ અંશે – અનુભવાંશે થતું નહિ હોવાથી, વસ્તુ–દર્શનનો અભાવ હોય છે, તેથી તેમાં સ્વસન્મુખતા (દિશા ફેર) થતી નથી, અને અપૂર્વ મહિમા પણ ઉત્ત્પન્ન થતો નથી. તેથી તેમાં તથારૂપ પુરુષાર્થનો અભાવ હોય છે, સહજતાનો પણ અભાવ હોય છે, વિધિનું અજાણપણું પણ રહી જાય છે. ત્યાં પ્રાયઃ કૃત્રિમતાને સહજતા અને દૃષ્ટિનું જોર માની કલ્પિત પ્રયત્નમાં રહી જવાય છે, તેથી અનુભવ થતો નથી. વસ્તુ દર્શન વિના, ઓઘ સંજ્ઞાથી કલ્પના (સ્વરૂપની) થાય છે. તે ગંભીરપણે લક્ષમાં લેવા યોગ્ય છે. જિજ્ઞાસુ રહે તો આવી કલ્પનાથી બચે છે. ખરેખર તો જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવી ધ્રુવ તત્ત્વનો નિશ્ચય થવો જોઇએ. (૯૮૯) સ્વરૂપ પ્રાપ્તિની ખરી ભાવના, જીવને સ્વરૂપને ઓળખવાની વૃત્તિમાં વાળે છે, અને પરિણામે સ્વરૂપની ઓળખાણ થાય છે. જે જીવ ઓળખાણ વિના ઓથે ઓઘે સ્વરૂપનો મહિમા કરી, પ્રાપ્તિની આશા રાખે છે, તેને ક્રમ વિપર્યાસને લીધે અનુભવ થતો નથી, તેવી અવિધિનો અભિપ્રાય જિજ્ઞાસાનો Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અનુભવ સંજીવની અભાવ કરે છે. તેવા જીવને પ્રયોજન ઉપર દૃષ્ટિ રહેતી / હોતી નથી. તેથી તે સ્વરૂપની ઓળખાણ કરવાની દિશામાં ઉદ્યમ કર્યા વિના) પ્રાયઃ ઉપેક્ષિત રહે છે. (૯૯૦) ઑગસ્ટ - ૧૯૯૨ જે પરિણામો વિષય-કષાયમાં લાગે છે, તે અશુદ્ધ અર્થાત્ મેલા થાય છે. તે જ પરિણામોને નિજ નિરંજન તત્ત્વમાં લગાવવાથી, પવિત્ર અને શાંત-નિરંજન થાય છે. નિરંજન પરમતત્ત્વમાં એકરસ - સમરસ પરિણામ ન થાય ત્યાં સુધી જ દેહની વાસના જીવને સતાવે છે. તેથી ગુણનિધાન પરમપદનું એકનું જ ધ્યાન કરવા યોગ્ય છે. તે જ સાર છે અને પરમાર્થ છે. (૯૯૧) * બુદ્ધિની વિશાળતા અને ઉદારતા સત્યનો સ્વીકાર કરે છે. તે સ્વીકાર થવામાં મધ્યસ્થતા હોવી અતિ આવશ્યક છે. જે જીવ મધ્યસ્થ હોય તે પોતાના નિર્ણયથી વિરુદ્ધ વાતને વિચારી શકે છે, સ્થિર ચિત્તથી વિચારી યોગ્ય – અયોગ્ય સમજી શકે છે. યથાર્થતાની પ્રાપ્તિમાં મધ્યસ્થતાનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેથી મુમુક્ષુએ અભિપ્રાયપૂર્વક મધ્યસ્થતા ધારણ કરવી યોગ્ય છે. મધ્યસ્થતાના અભાવમાં પોતાના અભિપ્રાય વિરુદ્ધ હકીકત, સત્ય હોય તોપણ તેનો નિષેધ આવે છે. તેથી સહજ અસરળતા થઈ જાય છે, અને નિષ્પક્ષપણે વિચારવાની યોગ્યતા હાનિ પામવાથી અયથાર્થ નિર્ણય લેવાય જાય છે. (૯૯૨) ધર્માત્માનું સર્વ આચરણ વંદનીય જ છે' તેનું મુમુક્ષુજીવે વિસ્મરણ કરવા યોગ્ય નથી. તેથી તે સંબંધી ટીપ્પણી કે તેવી ચર્ચા મુમુક્ષુઓને સ્વ-પર અહિતકારી થાય છે. આત્માર્થની ગૌણતા થઈ, બાહ્ય ક્રિયાના મતાંતરમાં જીવ પડી જાય છે, તે યોગ્યતા રોકાઈ જવાનું કારણ છે. અહીં સ્વચ્છંદ - મહાદોષ - ઉત્પન્ન થાય છે, તેનાથી મુમુક્ષુને ભય પામવું ઘટે છે. વળી કોઈપણ બે ધર્માત્માના બાહ્યાચરણની સરખામણી અંગેની ચર્ચા કરવી તે પણ મુમુક્ષુ માટે અનઅધિકૃત ચેષ્ટા / પ્રવૃત્તિ છે, તે સ્વચ્છંદ અને અભક્તિ થવાનું કારણ જાણી, તેનાથી જાગૃત રહેવા યોગ્ય છે, તેવી ચર્ચા જ્યાં થતી હોય તેનાથી દૂર રહેવું હિતાવહ છે. (૯૯૩) પ્રશ્ન :- સામાન્ય જ્ઞાનના આવિર્ભાવથી અને વિશેષજ્ઞાનના તિરોભાવથી જ્ઞાનનો પ્રગટ અનુભવ થાય છે, (સ. સાર. ગા. ૧૫) આગમ અનુસાર તેમ વિધિ જાણવા છતાં સામાન્યનો આવિર્ભાવ કેમ થતો નથી ? ઉત્તર ઃ- લક્ષ સ્વરૂપનું ન હોવાને લીધે, અને પરલક્ષના સદ્ભાવને લીધે વિશેષજ્ઞાનનો આવિર્ભાવ મટતો નથી, જેથી સામાન્ય જ્ઞાન (જ્ઞાનવેદન) તિરોભૂત રહે છે. આમ પરિણામો Page #330 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૭૫ લક્ષ અનુસાર દોરાય છે. તે પરિણામનું વિજ્ઞાન છે. તેથી જ પ્રથમ સ્વભાવનું લક્ષ કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે. લક્ષ વગરના પરિણામો “લક્ષ વગરના બાણ જેવાં છે. પરિણામોનું મૂલ્ય પણ લક્ષને ગણત્રીમાં લઈ કરવું જોઈએ. (૯૯૪) V સૂર્યને અંધકારે ઘેરી લીધો છે–એવું કદી કોઈએ જોયું છે ? કે સાંભળ્યું છે ? તેમ ચૈતન્ય સૂર્ય જેને પ્રગટ છે એવા આત્મજ્ઞાનીને કર્મનો ઉદય ઘેરી લે, એવું કદી બની શકતું નથી. (ભવ્યામૃત ૨૧-૯૯) ધ્રુવ તત્ત્વમાં ઉપાધિ કારક સંયોગો અને તદ્ નિમિત્તક ઉપાધિભાવનો પ્રવેશ જ નથી, એવો અનુભવ સ્વરૂપ જ્ઞાનીને રહે છે. વળી નિજ ધ્રુવ સુખધામનો અનુભવ સ્વયં સુખમય પરિણમન છે. કર્મ તેનાથી અતિ દૂર છે. અનુભવીને શંકાનો અવકાશ નથી. (૯૯૫) Kસર્વોત્કૃષ્ટ કારણ પરમાત્માની ભાવના ભાવતાં (નિ.સા.ગા.૫૦), ક્ષાયિક આદિ ભાવોને પરદ્રવ્ય પરભાવ કહીને હેય કહ્યાં, તો ઉદય ભાવની મુખ્યતા કરવાની પરિસ્થિતિ જ કયાંથી રહે ?તેમ વિચારી સ્વરૂપ-લક્ષ પૂર્વક, સર્વ પર્યાય ઉપરનું વજન ઉઠાવી લેવું ઘટે. અથવા સહજાત્મ સ્વરૂપની મહાનતા ભાવમાં એવા પ્રકારે ભાવવામાં સહજ આવે કે ક્ષાયીક ભાવ ઉપર પણ વજન ન જાય! સ્વ તત્ત્વની રસિકતા જ કોઈ વિલક્ષણ પ્રકારની છે. ધન્ય છે તે મહાત્માઓ, જે આત્મભાવના ભાવતાં ભાવતાં પરમપદને પામશે.! પરમ ભક્તિએ તેમને નમસ્કાર હો ! (૯૯૬) ખરી આત્મભાવના પ્રયોજનની સૂક્ષ્મદૃષ્ટિને ઉત્પન્ન કરે છે. જેથી અપ્રયોજનભૂત વિષયમાં અટકવું ન થાય. જે જીવ અપ્રયોજનભૂત વિષયમાં અટકે છે, તેને ખરી ભાવના નથી. અથવા ભાવનાની ક્ષતિને લીધે પ્રયોજન ચૂકાઈ જાય છે. અનંતકાળમાં અનંતવાર આવું બન્યું છે, તેથી તે પરત્વે અત્યંત જાગૃત રહેવું આવશ્યક છે. અપ્રયોજનભૂત ઉપર લક્ષ જવાથી / રહેવાથી, પ્રયોજનભૂત વિષય સામે આવે તો પણ લક્ષ જતું નથી. – આ મોટું નુકસાન છે. (૯૯૭) જેને સત્પુરુષની ઓળખાણ થઈ હોય, તેને તેમના કોઈપણ વચનમાં અવિશ્વાસ થાય નહિ, શંકા પણ થાય નહિં જો શંકા થાય તો ઓળખાણ થઈ જ નથી. સંપ્રદાયબુદ્ધિ જેને હોય, તેને પણ પુરુષની ઓળખાણ થઈ શકતી નથી. સંપ્રદાયબુદ્ધિવાળો જીવ સત્પુરુષને ઓથે ઓથે માને છે, તેથી તેને અંદરથી વિશ્વાસ નથી, જેથી કયાંક તેને સંદેહ થઈ આવે છે. સંપ્રદાયબુદ્ધિને લીધે “હું સમજુ છું તેમ રહી જાય છે અને તે ઓળખવામાં મોટો પ્રતિબંધ છે. તે કોઈને ઓઘસંજ્ઞાએ સ્વીકારે છે, તો કોઈ જ્ઞાની હોવા છતાં સ્વીકારતો નથી.. (૯૯૮) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ અનુભવ સંજીવની શુદ્ધ અંતઃકરણથી જેને દુઃખ મુક્ત થવું હોય, તેને સત્પુરુષોનો અંતર્મુખ થવાનો માર્ગ સમજાય છે, અને તે તથા પ્રકારના પુરુષાર્થમાં યોજાય છે. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નથી, ત્યાં સુધી જીવ બાહ્ય ક્રિયા અને બહિર્મુખ પરિણામમાં ભ્રમથી આત્મ-કલ્યાણ માની રોકાય છે. (૯૯૯) લક્ષનું મહત્વ, બોધના પરિણમન અર્થે વિચારવા યોગ્ય છે. યથા, પરલક્ષવાળું જ્ઞાન, ૧૧ અંગ અને ૯ પૂર્વ સુધીનું હોવા છતાં સ્વાનુભવને સાધતું નથી. પરંતુ જેને “સ્વરૂપ-લક્ષ' થયું છે, તે અલ્પ ઉઘાડવાન હોય તોપણ “સ્વરૂપની પ્રત્યક્ષતાના અવલંબને સ્વરૂપને આરાધે છે. લક્ષ વગરના જાણપણામાં યથાર્થ) નિજ સ્વરૂપ જ્ઞાનમાં ભાસતું જ નથી. તેથી તેનો મહિમા સહજ ઉત્પન્ન થતો નથી, વીર્યની દિશા પણ સ્વસમ્મુખ થતી નથી. તેવી સ્થિતિમાં રાગનો અનાદિનો આધાર છે, તે ચાલુ જ રહે છે. તેથી તત્ત્વ વિચારમાં પણ મુખ્યપણે રાગની જ પ્રવૃત્તિ થાય છે. સ્વરૂપ-લક્ષમાં તો વેદન-પ્રત્યક્ષ દ્વારા આત્મરસ અને આત્મઆશ્રય (આત્મામાં હું પણા')નું બળ વૃદ્ધિગત થતું થયું આત્માને સાધે છે. તાત્પર્ય એ છે કે જ્ઞાનનું મૂલ્યાંકન “લક્ષીની ગણત્રીપૂર્વક હોવું / થવુંતેમાં યથાર્થતા છે. અન્યથા અયથાર્થતા છે. (૧૦00). સ્વરૂપ લક્ષમાં નિજ પરમપદની મહાનતા લક્ષગત થાય છે. આત્મ સ્વરૂપ જ એવું – એટલું મહાન છે કે લક્ષગત થવાથી તેની મુખ્યતા જ રહ્યા કરે, તે ત્યાં સુધી કે પર્યાયની શુદ્ધતામાં ઉપશમથી ક્ષાયિક પર્વતની ચરમ સીમા થવા છતાં સ્વરૂપની મુખ્યતા છૂટે નહિ. વાસ્તવમાં તો પૂર્ણ પર્યાયથી આત્મ-સ્વભાવ અનંતગુણ સમૃદ્ધ છે. તેથી તે જ મુખ્ય રહે. તે સહજ છે. (૧૦૦૧) / મુમુક્ષુજીવને તત્ત્વચિ હોવાથી, સ્વાધ્યાય, સત્સંગ વગેરેમાં પ્રવર્તે છે. તેવી રૂચિ વૃદ્ધિગત થવાથી તે પ્રવૃત્તિ પણ વધુ પ્રમાણમાં થવા યોગ્ય છે. પરંતુ તેમાં આગળ વધી પ્રયોગ પદ્ધતિથી ભેદજ્ઞાનપૂર્વક ભાવભાસન થવું ઘટે છે. જેથી સ્વસમ્મુખનો પુરુષાર્થ પ્રગટે અને અપૂર્વ રુચિ પ્રગટે. જો ઉક્ત પ્રકારે પ્રયોગ પદ્ધતિમાં પ્રવેશ ન થાય તો તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ અને અભ્યાસમાં અજાણપણે સંતોષાવાનું કે રોકાવાનું થઈ જાય અને કદાચ આત્મરુચિ મંદતાને પામે. તેથી સામાન્ય રુચિમાં દીર્ધકાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. (૧૦૦૨) જે સંગથી આત્મકલ્યાણનો – પરમાર્થનો જીવને રંગ લાગે તે સત્સંગ જાણવા યોગ્ય છે. મહાપુરુષોએ સત્સંગને આત્મોન્નતિનું મૂળ કહ્યું છે. તેના જેવું હિતસ્વી સાધન આ જગતમાં નથી. પવિત્ર થવાને માટે, પ્રથમ યમનિયમાદિ અન્ય સાધનનો આગ્રહ ગૌણ કરી (સહજ થઈ શકતા હોય તો, હઠ વિના થાય તેને છોડવા – તેમ નહિ) સત્સંગને ઉપાસવો. સંસારને ઉપાસવાનો આત્મભાવ Page #332 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૭૭ સર્વથા છોડી દઈ, પોતાની સર્વ શક્તિથી, પૂર્વગ્રહથી મુક્ત થઈ, પરમ વિનયથી જે સત્સંગને ઉપાસે છે, તે અમર થવા માટે અમૃતને પીએ છે. તેનું મૂલ્ય બીજા ક્યા પ્રકારે થાય ? સંક્ષેપમાં, સત્સંગનો અન્ય પર્યાય (Alternative) જ નથી. (૧૦૦૩) આત્માર્થીએ તત્ત્વ અભ્યાસમાં પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા હંમેશા જિજ્ઞાસાવૃત્તિ સતેજ રાખવી યોગ્ય છે, જેથી ભાવભાસન વિના નિર્ણય થવાની / કરવાની ભૂલ થાય નહિ. જો ધારણામાં સમજાયું હોય તો, તેના જ ભાવભાસન માટે જિજ્ઞાસા થવી ઘટે, પરંતુ પરલક્ષી જ્ઞાનથી જિજ્ઞાસા શાંત ન થવી જોઈએ. આ સ્થળે જિજ્ઞાસાનો અભાવ થવાથી ધારણામાં સંતોષ થઈ, તેમાં અહંભાવ થઈ, અટકી જવાય છે, અને દર્શનમોહ વૃદ્ધિગત થઈ, ભાવભાસનનો પુરુષાર્થ ઉત્પન્ન જ ન થાય. તેવી સ્થિતિ થઈ જાય છે. વળી, પોતાની ધારણાથી નિશ્ચિત થયેલ વાતની સંમતિ પ્રાપ્ત (Confirm) થવા અર્થે તેવી પદ્ધતિથી પણ પ્રશ્ન કરવા યોગ્ય નથી. તે પ્રકારે પ્રશ્ન ચર્ચા કરવામાં પોતાની વાતમાં ‘હું જાણું છું’– તેવા ભાવનું પોષણ થાય છે અને તેના ઉપર વજન વધી જાય છે, જે અટકવાનુ કારણ થાય છે. તેમ થવાથી સાચી ધારણા હોવા છતાં પણ ત્યાં અયથાર્થતા ઉત્પન્ન થાય છે. આવા પ્રસંગે જ્ઞાની સાચી ધારણાનો પણ નિષેધ (-અયથાર્થતાથી બચાવવા માટે) કરે છે. તે યોગ્ય જ છે. ત્યાં સાચી ધારણાનો પ્રત્યુત્તર અનુકૂળ નહિ મળવાથી, પ્રશ્નકારને પ્રાયઃ અસમાધાન થાય છે. અને તેથી ઉત્તરદાતા પ્રત્યે બહુમાન થતું નથી વા ઘટે છે. જો ઉત્તર મળતાં પોતાની પૂછેલી વાત પુષ્ટ થાય તો તેનું વજન (જાણપણાનું વજન) વધી જવાથી નુકસાન થાય છે. (– તેમ શાની જાણે છે.) તેથી ઉક્ત પ્રશ્ન પદ્ધતિ જ છોડવા યોગ્ય છે. (૧૦૦૪) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ આત્મસ્વરૂપના શ્રદ્ધાન અર્થે કરવામાં આવે, ત્યાં શુષ્કતા ન થઈ જાય તે અર્થે પરિણામોમાં ભાવના - ભાવુકતા/આત્મરસ હોવી / થવી આવશ્યક છે. તેથી સ્વાધ્યાય ભાવના/આત્મરસ પ્રધાન થવો જોઈએ. ખરેખર તો ભાવના / આત્મરસ ભાવુકતા સ્વાધ્યાયના અંગભૂત સહજ – સ્વાભાવિક હોવી જોઈએ. જેને લીધે શ્રી તીર્થંકરદેવ વા શ્રી ગુરુવાદિક મહાપુરુષોના અલોકિક ગુણોનો મહિમારૂપ શ્રવણ, કીર્તન થતાં વિનય, પાત્રતા આદિ ગુણો પ્રગટ થાય. જ્ઞાનીપુરુષને પણ, મહામુનિરાજને પણ, નિશ્ચયદૃષ્ટિનું જોર અને આત્મસ્વરૂપની બળવાન ભાવનાની સાથે, દેવ-ગુરુની ભક્તિના તીવ્ર ભાવુકતામય/આત્મરસ પરિણામ જોવામાં આવે છે અને તે સુસંગત છે. અન્યથા વિસંગતા જાણવી જોઈએ. ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ અને ‘શ્રી નિયમસાર’ પરમાગમ તેના પ્રગટ ઉદાહરણ છે. બંને શાસ્ત્રમાં નિશ્ચયનાં તીખાં વચનો અને પરમ ભક્તિ ભાવનો સુભગ સંગમ જોવાં મળે છે. અને ઉક્ત સુસંગતતાનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. ઉપલક્ષણથી જ્યાં ઉપદેશ / સ્વાધ્યાયની યથાર્થ પ્રણાલિકા પ્રવર્તીત હોય, ત્યાં દાનાદિનું સમર્પણ થતું સહજ હોય – - Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ અનુભવ સંજીવની છે. તે માટે યાચના કરવી પડતી નથી. તાત્પર્ય એ છે કે યથાર્થ તત્ત્વ નિરૂપણ હોય ત્યાં ભાવના પ્રધાનતાને લીધે, મુમુક્ષુજીવને સમર્પણબુદ્ધિ સહજ ઉત્પન્ન થાય છે. શુષ્કતામાં સમર્પણનો અભાવ હોય છે. (૧૦૦૫) સપ્ટેમ્બર - ૧૯૯૨ / આત્મભાવના – હું જ્ઞાન માત્ર છું, વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. પ્રત્યક્ષ અનંત સુખધામ છું, ધ્રુવ-શાશ્વત પરમ શાંતિ સુધામય-રસ-કંદ છું. અવ્યાબાધ પરમ આનંદ સ્વરૂપ છું, કેવળ નિર્વિકલ્પ અનુભૂતિ સ્વરૂપ છું, સમસ્ત જગતથી શૂન્ય છઉં – ૐ શાંતિ. (૧૦૦૬) બાહ્ય ઉપયોગનું થવું, શુક્લ ધ્યાનની શ્રેણી પહેલાં, અનિર્વાય છે, તેથી મુમુક્ષુ / ધર્માત્મા બાહ્ય તે) પ્રવૃત્તિનો વિવેક કરે છે, અને બાહ્ય ધર્મ સાધનમાં પ્રવર્તે છે. ત્યારે પણ તેનાથી (અભિપ્રાયમાં લાભ જાણતા – માનતા નથી. બાહ્ય પ્રવૃત્તિ અર્થાત તત્ત્વ – શ્રવણ, વાંચન ભક્તિપૂજા આદિ થવા છતાં, અભિપ્રાય એકાંત અંતર્મુખ રહેવાનો હોવાથી, તેનો સહજ નિષેધ વર્તે છે. જેને અભિપ્રાયપૂર્વક શુભરાગ કરાય છે – તેનું વ્યવહાર શ્રદ્ધાન પણ નથી. અર્થાત્ વિધિની બુદ્ધિપૂર્વકની ભૂલ થવાથી દર્શનમોહ વૃદ્ધિગત થઈ, ત્યાં તેને ગૃહિત મિથ્યાત્વ ઉત્પન્ન થઈ જાય છે. – આમ અભિપ્રાયની ભૂલને લીધે, તત્ત્વનો અભ્યાસ જે દર્શનમોહ મંદ થવામાં નિમિત્ત છે.) દીર્ઘકાળ પર્યત કરવા છતાં, તેનું સમ્યક ફળ આવતું નથી. અભિપ્રાયનો વિપર્યાસ . સંબંધી ઉક્ત ભૂલ સૂક્ષ્મ હોવાથી પ્રાયઃ જીવને રહી જાય છે. તેથી તે અંગે જાગૃત રહેવા યોગ્ય છે. શુભોપયોગ સર્વ, બાહ્યઉપયોગે જ ઉત્પન્ન થાય છે, અને ઉપયોગ બહાર જતાં નિયમથી રાગની ઉત્પત્તિ થાય છે, તેથી જ રાગની જેમ પરસત્તા અવલંબિત જ્ઞાનનો – બાધકપણાને લીધે નિષેધ છે. (૧૦૦૭) પરિણામનું પરિણમન સહજ થઈ રહ્યું છે, તેમાં કરું–કરું –ભાવ પરિણામના કતૃત્વને (મિથ્યાત્વને અને એકત્વને ઉત્પન્ન કરે છે, સ્વયં પરિણમતા પરિણામની વાસ્તવિકતા, શ્રદ્ધા અને અભિપ્રાય માં રહેતી નથી. પરંતુ હું તો અક્રિય જ છું –એ અભિપ્રાયમાં અર્થાત્ અપરિણામીના અભિપ્રાયમાં, કોઈ ક્રિયા કરવાનો અભિપ્રાય ન રહેતો હોવાથી સહજ નિરૂપાધિ – સ્વરૂપાકાર ભાવે – દ્રવ્ય રહેવાય છે. દરેક ગુણ પોતપોતાનું કામ કરી રહેતા દેખાય છે. આમાં સહજ જ્ઞાન અને પુરુષાર્થ સમાય છે. ધ્રુવનાં લક્ષે પરિણામનું જ્ઞાન યથાર્થ થાય છે. સન્શાસ્ત્રો ધ્રુવનું લક્ષ થવા અર્થે ધ્રુવનો મહિમા ગાય છે. તે જ સર્વોત્કૃષ્ટ છે, એકાંતે સર્વોત્કૃષ્ટ છે. (૧૦૦૮) Page #334 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૭૯ પરમગુરુ શ્રી તીર્થંકર સર્વજ્ઞદેવ અને નિગ્રંથ ગુરુ ભાવલિંગિ સંત - આ બે પદ ઉપદેશકનાં છે. અંતરબાહ્ય દશાને લીધે તેઓનો ઉપદેશ અને દશા બંન્ને અવિરોધપણું પામે છે. – તેમ જ્ઞાની ધર્માત્મા જાણે છે, પોતે માર્ગ જોયો હોવાથી ધર્માત્મા નીચેના ગુણસ્થાનેથી માર્ગ (જિજ્ઞાસુને) દર્શાવે છે. પરંતુ ઉપદેશકપણું કરતા નથી. તો પછી જે મુમુક્ષુ હજી માર્ગથી અજાણ છે, ને જે હજી ઉપદેશ લેવા પાત્ર છે, તે ઉક્ત મર્યાદાના અજ્ઞાનને લીધે ઉપદેશક થઈ વર્તે તો, સ્વચ્છંદી થઈ, પોતાને મોટું નુકસાન કરે તે નિઃસંદેહ છે. વિદ્વાન વક્તાએ નુકસાનથી બચવા માટે આ વાત ગંભીરતાથી વિચારણીય છે. (૧૦૦૯) ભાવુકતા અને આત્મકલ્યાણની ખરી ભાવનામાં અંતર છે. શુદ્ધ અંતઃકરણથી જે સંસારથી મુક્ત થવા માગે છે, તે ક્યાંય ભૂલો પડતો નથી. પરંતુ ભાવુકતામાં કોઈ મુમુક્ષુ સત્સંગ – અસત્સંગનો વિવેક ચુકી જાય છે, તો કોઈ સિદ્ધાંત જ્ઞાનના અભાવે ભૂલે છે અને પર્યાયબુદ્ધિને દઢ કરી લ્યે છે. પરિણામે આત્મહિતથી વંચિત રહી જાય છે. તેથી ભાવુકતાનો બાહ્ય દેખાવ સારો હોવા છતાં તે વિશ્વસનીય નથી. તેમાં પ્રયોજનની દૃષ્ટિ સૂક્ષ્મ / તીક્ષ્ણ થતી નથી. પરંતુ ખરી ભાવનાથી પ્રયોજનની દૃષ્ટિ સૂક્ષ્મ થાય છે. મુમુક્ષુજીવને આ વિચારવા યોગ્ય છે. (૧૦૧૦) ભાવુકતાનો પ્રકાર આવેશના ઉભરા જેવો છે, તે પ્રકૃતિગત છે, શીઘ્ર ઉત્પન્ન થઈ, શીઘ્ર લય પામે છે અથવા દીર્ઘ કાળ લંબાતી નથી. છતાં તેમાં કોમળતા અને રસ પ્રાગટયનો/ વીર્યોલ્લાસનો ગુણ છે. તે કેવળ અવગુણનો પ્રકાર નથી, તેનો પ્રતિપક્ષ શુષ્કતા અને કઠોરતા, શિથિલતા અવગુણ છે. પરંતુ અંતરની ભાવનામાં તો સ્વભાવ પ્રગટવાનું મૂળ છે. તેનો પ્રકાર પ્રતિદિન વૃદ્ધિગત થવાનો છે. વિભાવરસની તે નિષેધક છે. સાધ્યની શક્તિ, ભાવનામાં, અનંત હોવાથી જ તેની નિષ્ફળતા અસંભવિત છે. ખરા મુમુક્ષુનું હૃદય ભાવનાના રસથી હંમેશા ભીંજાયેલું હોય છે. એવું જ્ઞાનીપુરુષનું વચનામૃત છે. (૧૦૧૧) - અનાદિથી જીવ ભેદવાસિતબુદ્ધિ છે. તે સ્થિતિમાં પરલક્ષી ક્ષયોપશમ વિશેષ પ્રમાણમાં થાય તો તે ક્ષયોપશમના સામર્થ્ય વડે અનેક ન્યાય, વસ્તુનાં અનેક પડખાં (સિદ્ધાંતબોધ) અને ઉપદેશબોધની અનેક યુક્તિ જાણવામાં આવે છે. ત્યાં ભેદ પ્રધાનતા રહી જવાથી મંદકષાય સહિત તેવું જ્ઞાન વૃદ્ધિગત પામે તોપણ ભેદની દૃષ્ટિને લીધે, ભેદની મુખ્યતા / મહિમા રહે છે. અને અખંડ અભેદ સ્વરૂપ પોતાનું જાણવું – અનુભવવું રહી જાય છે. તત્ત્વ-અભ્યાસ કરતાં પણ આવી સૂક્ષ્મ વિધિની ભૂલ રહી જાય છે વા થઈ જાય છે. જ્ઞાનીપુરુષની વાણીમાં તો અભેદ સ્વરૂપની પ્રધાનતારૂપ આશય રહીને ભેદનું જ્ઞાન કરાવવા ઉપદેશ/વચન હોય છે. આથી વિદ્વતજને તત્ત્વ પ્રતિપાદન કાળે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ અનુભવ સંજીવની ભેદપ્રધાન અભિપ્રાય / વજન જાય તેવા પ્રકારે પ્રવર્તાય નહિ - તેવી જાગૃતિ રાખવી ઘટે, નહિ તો ભેદપ્રધાનતા વધી જતાં સ્વપર અહિત થવાની સંભાવના રહે છે.– તે જવાબદારીની ગંભીરતા સમજવા યોગ્ય છે. (૧૦૧૨) * સર્વજ્ઞ સ્વભાવના અવલંબને આત્મારૂપ થયેલા ધર્માત્માને કેવળજ્ઞાનની લબ્ધિ પ્રગટ થાય છે. તેમાંથી આશ્ચર્યકારી ભાવો / ન્યાયો પ્રગટે છે. તેથી બાર અંગ - સંપૂર્ણ દ્રવ્યશ્રુત-ધારી જે ન્યાયો કાઢે તે સમકિતી ધર્માત્મા કાઢી શકે છે. લબ્ધિમાંથી ઉપયોગ, વગર વિકલ્પે થઈ જાય છે. – આ લબ્ધજ્ઞાન નથી, પણ સાધક અવસ્થામાં પ્રગટ થયેલી ઋદ્ધિ છે. લબ્ધજ્ઞાન તો શ્રુતજ્ઞાન પર્યાયનો અંશ છે, અવયવ છે, જે ઉપયોગપૂર્વક થયેલી પરિણતિ છે. તે જ્ઞાની–અજ્ઞાની બંન્નેને સદાય હોય છે. જ્ઞાનીને સ્વરૂપાકાર - સ્વરૂપના વેદનરૂપ હોય છે. તે સ્મૃતિ કે ધારણારૂપ નથી. (વિચાર અને ધારણામાં સ્વરૂપને અનુભવવાનું સામર્થ્ય નથી. પરંતુ અતિન્દ્રિય પ્રત્યક્ષ શુદ્ધોપયોગથી પ્રાપ્ત લબ્ધજ્ઞાનની જ્ઞાનધારા છે. અજ્ઞાનીને ઉદય અનુસાર વિભાવરસયુક્ત વિભાવરૂપ કર્મધારા છે. (૧૦૧૩) મહામુનિવરો આચાર્યદેવો દ્વારા રચિત મહાન પરમાગમો વા અનુભવી સત્પુરુષોનાં વચનરૂપ સાસ્ત્રો – જેને જિનવાણી કહેવાય છે, તે પૂર્વ સંસ્કાર સંપ્રાપ્ત જીવને સ્વરૂપ અનુસંધાનમાં નિમિત્ત થાય છે, પરંતુ અનાદિ મિથ્યાદષ્ટિ સ્વભાવ-સંસ્કાર રહિત જીવને પરોક્ષ જિનવાણીનો તેવો ઉપકાર થતો નથી, તે માટે તો પ્રત્યક્ષ સજીવનમૂર્તિ જ જોઈએ. યદ્યપિ પ્રત્યક્ષ જ્ઞાની પણ વાણીના માધ્યમ દ્વારા જ બોધ આપે છે, તો પછી ત્યાં એવી શું વિશેષતા છે ? સમાધાન :– બંન્ને સ્થાનમાં વાણી તો વાણી જ છે. પરંતુ પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં તે વાણી સાથે / ઉપરાંત જાગૃત ‘ચૈતન્યની ચેષ્ટા’, આ ચેષ્ટાની ક્રિયા સાથે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચૈતન્યથી પ્રભાવિત વચનો હોય છે, જેના દ્વારા પાત્ર જીવને આત્મભાવનાં દર્શન થાય છે, અર્થાત્ સમ્યક્ સ્વભાવનું ભાવભાસન થાય છે. પ્રથમ તો સત્પુરુષના ચરણમાં આજ્ઞારુચિરૂપ પાત્રતા પ્રગટ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, જે સમ્યક્ત્વ થવાનું પ્રત્યક્ષ કારણ છે. પ્રથમ આ પ્રકાર ‘પ્રત્યક્ષ યોગ’ વિના સંભવિત નથી. અમૂક આત્મભાવો – (અંતર્મુખતા, સ્વસંવેદકતા, શાંતતા, સભ્યતા વગેરે.) જે વાણી દ્વારા વ્યક્ત થતા નથી અથવા વક્તવ્ય નથી, તે ચેષ્ટાથી . વિશેષપણે - વ્યક્ત થઈ ભાવભાસનમાં નિમિત્ત પડે છે. અંતર ધ્વનિ આશય પ્રત્યક્ષ બોલવામાં આવે અનુભવી પુરુષોએ ‘પ્રત્યક્ષ યોગ’ બીજાને – થઈ શકવા યોગ્ય – = સ્થિત.' (૧૦૧૪) - તેટલો લખાણમાં આવી શકે નહિ . એ વગેરે કારણોને લીધે સમાન કોઈને ઉપકારી જાણ્યા નથી. તે સિવાઈ આત્મજ્ઞાન વસ્તુસ્થિતિ – નથી. પાવે નહિ ગુરુગમ વિના યહી અનાદિ = Page #336 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૮૧ આત્મકલ્યાણ વાંચ્છ – સુબુદ્ધિ જેને પ્રગટ થઈ છે, તેવો મોક્ષાર્થી જીવ, અપૂર્વ જિજ્ઞાસાથી પોતાના મૂળ સ્વરૂપને અંતરમાં શોધે છે. ઉણી યોગ્યતાને લીધે અંતરશોધમાં સફળતા મળતાં વાર લાગે તો અત્યંત બેચેની થઈ, નિજ પરમાત્માના વિયોગમાં ઝૂરે છે. તેથી ઉણપ / અયોગ્યતા દૂર થઈ, જ્ઞાનક્રિયામાં અનુભૂતિમાં) અનુભૂતિ સ્વરૂપ સમ્યક સ્વભાવ જે વેદનથી ઘોતમાન છે, તેનું પોતારૂપે લક્ષ થાય છે. અનુભવથી જ વિકલ્પ-વિચારથી નહિ) જેની મહાનતા જણાવા યોગ્ય છે, એવા નિજ પરમપદને પરમ પુરુષાર્થ વડે આરાધવા યોગ્ય છે. સમ્યક સ્વભાવની એકરસ સમ્યક અવસ્થાએ પહોંચવાનું આ અનન્ય કારણ છે. (૧૦૧૫) આત્મા સુખનું અક્ષયપાત્ર છે. પ્રદેશ પ્રદેશે અનંત સુખ-શાંતિ ભર્યા છે. ગમે તેટલું સુખ પીવાય, પરંતુ સુખધામમાંથી જરાપણ ઓછું થવાનું નથી. ફક્ત જીવને આ વિદ્યમાન સુખની પ્રતીતિ હોવી ઘટે છે. ભ્રાંતિગતપણે જે જે પ્રસંગોમાં અને પદાર્થોમાં સુખ ભાસે છે, તે સ્થિતિ આત્મામાં સુખની પ્રતીતિ થવામાં બાધક છે. સત્પાત્રતા આવ્યે ભ્રાંતિમાં ફેર પડે છે – મોળી પડે છે અને પરભાવમાં દુઃખ લાગવાનું શરૂ થાય છે. સ્વરૂપ-સુખની શોધ ભ્રાંતિને મોળી પાડે છે. ત્યારે સુખને શોધતું જ્ઞાન નિજાવલોકનમાં જ્ઞાન સ્વયં સુખરૂપ છે – તેમ “સુખખાણનો પત્તો મેળવી લ્ય છે. અવલંબનભૂત એવા સુખનિધાનના અસ્તિત્વને જોતાં. ગ્રહતાં, સુખ પ્રાપ્તિની અનાદિની અપેક્ષિત વૃત્તિ જોર કરે તે સહજ અને સ્વાભાવિક છે – આ પ્રકારે આત્મિક સુખની ઉપલબ્ધિ છે. (૧૦૧૬) અનિત્ય અને મલિનભાવોમાં એકત્ર થવાથી, નિયમથી ભય ઉત્પન્ન થાય છે– વૃદ્ધિ પામે છે. પરંતુ પવિત્ર નિત્ય સ્થિર નિજ ચૈતન્ય સ્વરૂપમાં એકત્ર થતાં નિર્ભયતા છવાઈ જાય છે. હું ધ્રુવ ચૈતન્ય વજ છું – જ્યાં પર્યાયનો પણ પ્રવેશ નથી. તો અન્ય દ્રવ્ય-ભાવનો વિકલ્પ જ શું? નિજ પરમાત્માના દર્શન થતાં વિભાવ ઓસરી જાય છે. એવો હું અદ્ભુત પરમ નિર્વિકાર ચૈતન્ય રત્ન છઉં. (૧૦૧૭) દ્રવ્યાનુયોગ – ચારેય અનુયોગમાં પરમ ગંભીર છે. વીતરાગ પ્રભુએ વીતરાગી પ્રવચનનું રહસ્ય તેમાં ભર્યું છે. મુમુક્ષુજીવને ધર્માત્મા પ્રત્યેના પરમ વિનયથી પ્રાપ્ત યથાર્થતા, નિર્મળતા, અને દર્શનમોહનો અનુભાગ ઘટવાથી, દ્રવ્યાનુયોગમાં પ્રવેશ પામવાની ક્ષમતા / યોગ્યતા પ્રાપ્ત થાય છે, એકત્વ-વિભક્ત એવા દ્રવ્યની, સમ્યક સ્વભાવની સૂક્ષ્મતા અને ઊંડાણ અગાધ છે. પરમાર્થ સંયમના બળ વડે, આત્મારામ પરિણામ, પરમ વીતરાગ– દષ્ટિવંત મહાત્માઓ સ્વભાવના ઊંડાણમાં ઊંડે ઊંડે વિચરે છે. તેઓની સમાધિનું રહસ્ય, દ્રવ્યાનુયોગ પરિણમ્યો તે છે. (૧૦૧૮) Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ અનુભવ સંજીવની અનંતકાળમાં ઘણીવાર આત્મકલ્યાણની ભાવનાથી બહિર્મુખભાવે જીવે ધર્મ-ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરી છે. જ્ઞાનના ક્ષયોપશમથી અને વીર્યના ક્ષયોપશમપૂર્વક અત્યંત ગંદકષાય થવા છતાં પરિણામની દિશા બદલાઈ નથી. બહુભાગે તો દિશા બદલવાનું લક્ષ ઉપર જ આવ્યું નથી. ક્યારેક અંતર્મુખ પરિણામ કરવા યોગ્ય છે – એમ સંમત થવા છતાં, અંતર્મુખ થવાની રીત સમજયો નહિ, તેનો ક્રમ અર્થાત્ પરિણામના કારણ-કાર્યની પરંપરામાં ઉતરવાના વિજ્ઞાનથી અજાણ રહેવાથી બહારનું બહાર જ બધું કર્યા કર્યું. ખરી ભાવનાના અભાવને લીધે આમ થયું છે. (૧૦૧૯) જ્ઞાનીને સ્વરૂપલક્ષે મુનિદશાની, પૂર્ણદશાની ભાવના હોય છે. તેથી સ્વરૂપ-આશ્રય હોય છે. તેમાં ફેર પડતો નથી, અને યથાર્થતા જળવાઈ રહે છે. તેથી મુમુક્ષુને પણ પર્યાય બક્ષે કોઈ ઉચ્ચ કોટીની પર્યાય-પ્રાપ્તિની સમ્યક્દર્શન–સ્વાનુભવ-વિ.) ભાવના ન થવી જોઈએ. કારણ કે સ્વરૂપ લક્ષે સહજ ઉપર ઉપરની પર્યાય પ્રગટે છે. પર્યાય બક્ષે પર્યાયનું કતૃત્વ થઈ જાય છે, તે વિપરીતતા છે. વિપરીતતા કે કતૃત્વ દઢ ન થાય તેવી સાવધાની ન રહે તો દર્શન મોહ મંદ થવાને બદલે તીવ્ર થઈ જાય છે. (૧0૨૦) ઑક્ટોબર – ૧૯૯૨ સંસારના ત્રિવિધ તાપાગ્નિમાં બળતા જીવને પરમ કારુણ્યમૂર્તિ સત્પુરુષનો બોધ / સંગ જ શીતળ જળ છે. પરંતુ તેવો યોગ અતિ દુર્લભ છે. તેમ છતાં જે જીવ છૂટવા માગે છે, તેણે તેની જ ભાવના – જિજ્ઞાસા અને પરમ ભક્તિ રાખવી. પરમ ભક્તિ એ પ્રાપ્તિ માટેની પૂરી ગરજરૂપી પાત્રતા છે. તેથી તે જ મેળવવા અહોરાત્ર રટણ રાખવું, અને તેવા યોગના વિરહમાં રહી, વેરાગી અને સરળ ચિત્તવાળાં મુમુક્ષુનો સંગ કરવો જે ચિત્ત શુદ્ધિનું કારણ છે. રંગરાગના રસીયા અને વક્ર પરિણામવાળાં મનુષ્યનાં સંગમાં ન રહેવું. તેમ જ સુપાત્ર મુમુક્ષુના સંગથી સંતુષ્ટ નહિ થતાં, વિરહની વેદના વૃદ્ધિગત થવી ઘટે, વિરહાગ્નિ જલવાથી તેનું ફળ સાક્ષાત્ પ્રાપ્તિ છે, સંત તેમજ પરમ નિજ સ્વરૂપને વિષે, તે નિયમબદ્ધ છે. (૧૦૨૧) * પરદ્રવ્યથી ભેદજ્ઞાન કરવાનો હેતુ એ છે કે, તેમાં સુખબુદ્ધિ અને મમત્વ ન થાય, અહંભાવ ન થાય, પર માત્ર પરપણે . જુદાપણે જ ભાસે, એકત્વ મટે, કર્તાપણું મટે, આશ્રય મટે. * રાગથી ભેદજ્ઞાન કરવાનો હેતુ એ છે કે તે મલિન અને દુઃખરૂપ ભાવ હોવાથી તેનો નિષેધ થતાં તે અભાવને પ્રાપ્ત થાય અને રાગના એકત્વનો / કતૃત્ત્વનો અભાવ થાય. * પરલક્ષી અથવા ઈન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરવાનો હેતુ એ છે કે તે રાગને ઉત્પન્ન થવાનું કારણ હોવાથી બંધ સાધક છે, તે જ્ઞાન આત્મ સાધક નથી, તેથી પર તરફ ઝૂકતા ઉપયોગને Page #338 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૮૩ સ્વસમ્મુખ કરવો; અર્થાત્ દિશા બદલવાનો તેમાં આશય છે. પર્યાયમાત્ર (ક્ષાયિકભાવ પણ) થી ભિન્ન સ્વદ્રવ્યને ભાવવા-ઉપાસવાનો હેતુ સ્પષ્ટપણે એ છે કે સર્વ ક્ષણિક ભાવો અવલંબનને યોગ્ય નથી. શુદ્ધ પર્યાય તો ત્રિકાળી સ્વભાવના અવલંબને જ જ્ઞાનીને પ્રગટે છે. મુમુક્ષુનું વજન પર્યાય ઉપર રહે તો પર્યાયબુદ્ધિ અર્થાત્ મિથ્યાત્વ દઢ થાય; દ્રવ્યદૃષ્ટિ પ્રગટવામાં તે બાધક છે. જ્ઞાની-મુનિ નિજ કારણ પરમાત્માની ભાવના અર્થે સર્વ પર્યાયથી ભિન્ન સ્વરૂપને ભાવે છે, દૃષ્ટિનો પુટ આપે છે. ઉક્ત પ્રકારે ભેદજ્ઞાન વિષયક વિધિ-નિષેધ અવગાહવા યોગ્ય છે. (૧૦૨૨) જ્ઞાનમાં, અવલંબનભૂત જ્ઞાનમાત્ર પ્રસિદ્ધ છે, અને જ્ઞાનમાત્રની પ્રાપ્તિ સ્વસંવેદનથી છે. આત્માના સર્વ પર્યાયોમાં અને સર્વ ગુણોમાં, એકરૂપ નિશ્ચળ, અભેદ (દ્રવ્ય-પર્યાયના ભેદથી પર . અનઉભય) સ્વરૂપનું ગ્રહણ, સ્વસંવેદન દ્વારા થતાં પરિણામની દિશા અંતર્મુખ થાય છે. આત્મધર્મ અંતર્મુખ પરિણામે અંતઃ તત્વ-પરિણામીક ભાવના અવલંબને થાય છે. કોઈ બહિર્મુખ ભાવમાં ધર્મ નથી. શ્રીગુરુનો આ (પરમાર્થ) ઉપદેશ છે. (૧૦૨૩) માત્ર સ્વરૂપ સ્થિત ધર્માત્માથી આત્મા / ધર્મ શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય છે, આરાધન કરવા યોગ્ય છે. પોતાની કલ્પનાથી કે “કલ્પના પ્રાપ્ત પુરુષથી આત્મા શ્રવણ કરવા યોગ્ય નથી. પ્રાપ્ત થવા યોગ્ય નથી. કલ્પના પ્રાપ્ત જીવ ગૃહિત મિથ્યાત્વમાં છે. આ સત્પુરુષનું – પરમકૃપાળુદેવનું – વચનામૃત, પત્રાંક - ૪૦૩ - મુમુક્ષુ જીવે વિસ્મરણ કરવા યોગ્ય નથી. પુરુષના વિયોગમાં વિરહની વેદનાપૂર્વક, મુમુક્ષુઓએ તેમના વચનોના આધારે, વિકલ્પ સુપાત્ર જીવો સાથે સત્સંગમાં રહી સ્વરૂપની ગવેષણા કર્તવ્ય છે, સ્વરૂપ જિજ્ઞાસા પ્રાપ્તિની ભાવના કર્તવ્ય છે. ' (૧૯૨૪) હક શ્રી વીતરાગદેવે નિરૂપણ કરેલાં સર્વ સિદ્ધાંતો કેવળ આત્મહિતના હેતુભૂત છે. તેમ છતાં શુદ્ધ અંતઃકરણથી તેનું અવગાહન ન કરવામાં આવે તો મતિ વિપર્યાસ થઈ, જીવને ઉન્માર્ગમાં જવાનું થાય છે. તેથી પૂર્વજ્ઞાની પુરુષોએ જે તે સિદ્ધાંત - નિરૂપણ કરતાં, સંભવિત વિપર્યાસના નિરોધ અર્થે યથાયોગ્ય માર્ગદર્શન કરીને પરમ ઉપકાર કર્યો છે. નમસ્કાર હો તેમની કારુણ્યવૃત્તિને ! પ્રતિપાદીત સિદ્ધાંત દ્વારા આત્મલાભ ક્યા પ્રકારે થાય અને તે જ સિદ્ધાંતને અયથાર્થ ગ્રહણ કરતાં, કેવા પ્રકારે વિકૃતી ઉત્પન્ન થાય વા એકાંત થઈ જાય, એ વગેરે, ચારેય પડખેથી મુખ્યગૌણ, કારણ-કાર્યનો ક્રમ, આગમ-અધ્યાત્મનું અવિરોધપણું આદિની સ્પષ્ટતા (આત્મ- લક્ષ સહિત / સમ્યક્ પ્રકારે) પ્રકાશનાર મહાત્માઓનો અનુપમ ઉપકાર છે. (૧૦૨૫) Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અનુભવ સંજીવની અંતર અવલોકન વિના, માત્ર વિચાર-તર્કણાથી પ્રયોગનો વિષય સમજાતો નથી. રાગ અને પરદ્રવ્ય સાથે એકત્ર થઈ રહ્યું છે. – તે વિપરીત - ઉલટો પ્રયોગ નિરંતર ચાલુ છે, થઈ રહ્યો છે. તે અવલોકનથી સમજાય તો, મટે અને સવળો પ્રયોગ કરવાની રીત પણ સમજમાં આવે ત્યારે ભેદજ્ઞાનનો પ્રયોગાભ્યાસ ચાલુ થાય. દર્શનમોહના અનુભાગને ઘટવામાં ભેદજ્ઞાનનો પ્રયોગ ઉત્કૃષ્ટ સાધન છે, તે સ્વસમ્મુખતાનો પુરુષાર્થ છે. (૧૦૨૬) જે એકરૂપ જ્ઞાનાકારે પ્રગટપણે પ્રકાશમાન છે, જે સર્વદા અચળ અને નિરાબાધ રહે છે, તે જીવનું સ્વરૂપ જ્ઞાયકપણું અત્યંત અનુભવનું કારણ છે, અનુભૂતિ સ્વરૂપ છે. પર તરફ જોતાં અર્થાત્ પોતામાં પોતાને નહિ જોતાં, પણ પોતામાં - પર ન હોવા છતાં – પરને જોતાં (પરના પ્રતિભાસમાં પરના અસ્તિત્વનો ભ્રમ થવાથી) પોતે પોતાની વિદ્યમાનતાને ભૂલે છે. પરંતુ અનુભવગોચર થતું સ્પષ્ટ ચૈતન્ય, તે જીવનું સ્વરૂપ, તે જીવ પ્રત્યે પોતા પ્રત્યે) ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે–વેદાય છે, પોતે પોતાથી પરોક્ષ શી રીતે રહેવા યોગ્ય છે ? પોતે તો પ્રત્યક્ષ જ છે, પ્રત્યક્ષને પ્રત્યક્ષપણે જોતાં વેદન પ્રત્યક્ષતા આવિર્ભત થાય છે. અનંત જ્ઞાનીઓ પ્રતીતિમાં પોતાને પ્રત્યક્ષ કરી કરીને અજર અમર થયા. – આ સ્વમાં અભેદજ્ઞાનનો પ્રયોગ છે. (૧૯૨૭) પોતામાં / નિજમાં પરના અસ્તિત્વને ભ્રમથી અનુભવતાં, પોતાના સ્વયંના સમ્ફ સ્વરૂપની વિદ્યામાનતાને ભૂલેલા જીવને, સમ્યમાર્ગમાં ચડાવવા અર્થે, પરપ્રકાશનના કાળે પરલક્ષના નિષેધ અર્થે, “ખરેખર પર જણાતું નથી– એવું જ્ઞાની પુરુષોનું નિજમાં નિજને ગ્રહણ કરાવવા માટેના હેતુભૂત પ્રયોગનું આ વિધાન છે, અધ્યાત્મ પદ્ધતિનું આ કથન સમ્યક પ્રકારે અવધારવા યોગ્ય છે. (અન્ય પ્રકારે નહિ) જિનેશ્વરનો સનાતન માર્ગ સદા જયવંત વર્તો ! (૧૦૨૮) અધ્યાત્મનો વિષય પરમ ગંભીર છે, તેને અગંભીરપણે કથન કરવો અથવા શ્રવણકાળે અગંભીરપણે સાંભળવું તે જીવનો મોટો દોષ છે, તેમાં ગુપ્ત અનાદર | ઉપેક્ષા (સ્વચ્છંદ) થઈ જાય છે. એમ જાણીએ છીએ. તેથી હે જીવ! સ્વાધ્યાય કાળે ગંભીર ઉપયોગ રાખ! સંસારમાં એક વખતના મરણ – પ્રસંગે પણ તદ્યોગ્ય ગંભીરતા જાળવવામાં આવે છે. તો આ અનંત મરણ નિવારણ-પ્રસંગની વિચારણાના વિષયમાં અગંભીર પરિણામે વર્તવું, તે બાળબુદ્ધિ શું નથી ? ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞાથી આ દોષ સહજાકારે હોય છે. પરમ ગંભીર અધ્યાત્મતત્ત્વના પ્રતિપાદક શ્રીગુરુની ગંભીર ગુરુ-ગિરા પ્રત્યે અગંભીર વર્તન – તે સ્વચ્છેદનો પ્રકાર સમજવા યોગ્ય છે. તે શાસ્ત્ર અને ગુરુનો અવિનય છે. દર્શનમોહના આવરણનું Page #340 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૮૫ કારણ છે. (૧૦૨૯) રાગ તો પર્યાયદૃષ્ટિમાં છે, અજ્ઞાની પર્યાયદૃષ્ટિ હોવાથી – તેને રાગ છે. સ્વભાવદષ્ટિમાં રાગ નથી. તેથી જ્ઞાનીને રાગ નથી."– પૂ. ગુરુદેવ. ઉક્ત વચનામૃતમાં ઘણી ગંભીરતા | ઊંડાણ છે. પર્યાયમાત્રનું પોતાપણે અવધારણ – એ રૂપ પર્યાયદષ્ટિને લીધે, પર્યાયમાં રાગરૂપે પોતે અનુભવાય છે. તેથી આ મિથ્યા અનુભવરૂપ અજ્ઞાન જેને છે, તેને રાગ છે, તે રાગી છે, કારણકે પોતાને રાગ માને છે. હર્ષ-શોક પર્યાયદૃષ્ટિમાં પરંતુ પર્યાયમાં રાગાંશ હોવા છતાં, જે સ્વભાવદૃષ્ટિવંતને તેમાં પોતાપણું–પોતાનું અસ્તિત્વ અનુભવાતું નથી, રાગ જેને પરશેયપણે જણાય છે, તેવા જ્ઞાનીને પોતામાં રાગ નથી, તેથી સ્વભાવદૃષ્ટિએ, રાગ નથી. દૃષ્ટિ રાગને કબુલતી નથી. તેને હર્ષ-શોક નથી. (૧૦૩૦) કોઈપણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું યોગ્ય નથી. (શ્રી.રા-૪૬૦) આમ છતાં જીવ સંસારમાં અનેક કારણો પ્રાપ્ત થતાં ક્લેશ પામે છે. તેનું કારણ અવિચાર અને અજ્ઞાન છે. અજ્ઞાનથી, મોહ અને દુર્ગતિનાં દુઃખ ઉત્પન્ન થાય છે. સંસારના કોઈપણ કારણોથી આ આત્માને નુકસાન થઈ શકતું નથી, તેવું અસંગતત્ત્વ પોતે છે–તેવા નિશ્ચયના અભાવમાં જીવ બાહ્ય પ્રસંગમાં પોતાનું કારણ કાર્યરૂપે માની, – ચિંતવીને ક્લેશિત થાય છે. આત્મા સર્વથી સર્વ પ્રકારે ભિન્ન કેવળ અસંગ ચૈતન્ય હોવા છતાં – અકારણકાર્યપણે હોવા છતાં – મોહથી ભૂલીને સંબંધ કલ્પે છે, જેનું ફળ દુઃખ છે. ક્લેશની નિવૃત્તિ અર્થે સપુરુષની આજ્ઞા વિચારવી – અંગીકાર કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે એકમાત્ર ઉપાય છે. કોઈપણ કારણવશાત્ સ્વરૂપનું વિસ્મરણ થવા યોગ્ય નથી. આત્મસ્વરૂપથી અધિક એવું આ જગતમાં કોઈ જ નથી. સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. (૧૦૩૧) જીવની અનાદિથી પરપદાર્થમાં સુખબુદ્ધિ હોવાથી (જ્ઞાનમાં) પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. તેમાં જોયાકાર જ્ઞાનનો અર્થાત્ જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થઈ જ્ઞાનસામાન્યનો તિરોભાવ રહે છે. આ સ્થિતિને જીવની જોય લુબ્ધતા અર્થાત્ શેયમાં આસક્તિ જાણવા યોગ્ય છે. સ્વરૂપમાં સુખનો નિશ્ચય થયે, જ્ઞાન સ્વલક્ષી થાય છે. તેવા સ્વલાપૂર્વક જ્ઞાનસામાન્યનો અર્થાત્ જ્ઞાનવેદનનો આવિર્ભાવ કરવામાં આવે તો, પ્રગટ આત્મા સ્વસંવેદનમાં આવે છે. સ્વલક્ષે આ પ્રક્રિયા સહજ છે, કારણ અનંતસુખનું નિધાન પોતે જ છે. તેથી પરિણામની તે પ્રત્યે ગતિ સહજ થઈ જાય છે. સ્વાભાવિકપણે જ જીવની વૃત્તિમાં સુખની અપેક્ષા સદાય છે. તેથી “સુખનિધાન પ્રત્યે જતા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ અનુભવ સંજીવની પરિણામને રોકી શકાય નહિ. (૧૦૩૨) સત્પષની વાણીમાં આત્મહિતનો – પરમાર્થનો વિષય ગમે તેટલો સ્પષ્ટ વ્યક્ત થયો હોય, તોપણ જે મુમુક્ષુએ આજ્ઞાંકિતપણે સત્સંગ ન ઉપાસ્યો હોય તેને તે પરમાર્થ સમજાતો નથી. આજ્ઞાંકિતપણાને લીધે મુમુક્ષુની મતિ પરમાર્થ સમજવા માટે નિર્મળ / સરળ થાય છે. આથી એવો નિયમ સિદ્ધ થાય છે કે મુમુક્ષજીવ સત્સંગ આજ્ઞાંકિતપણે ઉપાસે તો જ સત્સંગ સફળ થાય, અન્યથા નહિ, કારણકે તે સિવાઈ સ્વચ્છેદ – જે મહાદોષ છે તેની હાનિ થતી નથી. આજ્ઞાંકિતપણું મુમુક્ષુના દર્શનમોહના રસને ઘટાડે છે. જેથી તે ઉપશાંત થવાને યોગ્ય થાય. (૧૦૩૩) મુમુક્ષુની ભૂમિકામાં દર્શનમોહની પ્રધાનતા ન થાય, તેવી સાવધાની રાખવી ઘટે છે. નહિ તો કષાયની મંદતા કરવા માટે પ્રયાસ રહ્યા કરશે અને જે મંદકષાય થશે, તે મુમુક્ષુની ભૂમિકા માનતાં – દર્શનમોહની વૃદ્ધિ થશે અથવા વિધિની ભૂલ થશે. જો કે દર્શનમોહનો રસ ઘટવાથી ચારિત્રમોહનો રસ સહજ આપોઆપ મંદ પડે છે. તોપણ ચારિત્રમોહ – મંદરસ અને મંદકષાય સર્વથા એક નથી, અથવા તેમાં સમવ્યાપ્તિ પણ હોય છે અને વિષમ વ્યાપ્તિ પણ હોય છે. મોહની શક્તિ મોહરસમાં હોવાથી રસની મંદતા અને અભાવ કર્તવ્ય છે. અવલોકન પદ્ધતિ વડે મોહરસ મંદ પડે છે, અને નિજહિતની જાગૃતિ વૃદ્ધિગત થાય છે. તે યથાર્થ ભૂમિકા છે. (૧૦૩). કોઈપણ સત્ સાહિત્ય વાંચી વિચારી આત્મગુણ પ્રગટ થવાનો મુખ્ય દષ્ટિકોણ-ઉદ્દેશ્ય મુમુક્ષુ જીવને હોવા યોગ્ય છે. શાસ્ત્ર-વચનમાં, ઉપદેશ પર્યાય પ્રધાનતાથી હોય છે અને નિશ્ચયના ઉપદેશમાં સર્વ પર્યાયો ગૌણ કરાવાય છે. તે સર્વમાં કેવળ હિતબુદ્ધિથી વાંચવા-વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. તેથી ક્યાંય પણ મુંઝવણ, અનર્થ કે અવિવેક થતાં નથી. અંતે, સર્વ વિભાવમાં અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી પોતાનું સર્વથા ભિન્નપણું પ્રત્યક્ષ અનુભવ કરી, સ્વસ્વરૂપનું પૂર્ણપણું, શુદ્ધપણું, સમ્યક્ષ, અત્યંતશાંતપણું – આનંદપણું, અવિનાશીપણું, દૃષ્ટિગોચર કરવા યોગ્ય છે. સંપૂર્ણ મહાભ્યનું સ્થાન એવા નિજસ્વરૂપના મહિનામાં ડુબતાં, સમસ્ત જગતનું વિસ્મરણ સહજ થવા યોગ્ય છે. એ જ ભાવના ! (૧૦૩૫) નવેમ્બર - ૧૯૯૨ મહાત્માના યોગે સમષ્ટિગત ઉપદેશ પ્રાપ્ત થવા છતાં પણ આત્માર્થી જીવ તેથી સંતુષ્ટ નહિ થતાં, પોતાના પ્રયોજન અર્થે વ્યક્તિગત ઉપદેશ ગ્રહણની આવશ્યકતા મહેસૂસ કરી, મહાપુરુષનું સામીપ્ય ચાહે છે. ત્યારે તે જીવની વર્તમાન યોગ્યતાને અનુલક્ષીને મહાપુરુષ બોધ આપે છે, જે Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ અનુભવ સંજીવની કલ્યાણકારી થાય છે. આથી વ્યક્તિગત ઉપદેશનું મહત્વ વિશેષ સમજવા યોગ્ય છે. આવી સમજણ અસાધારણ વિવેક – વિચારવાન જીવને જ હોય છે, તે જોઈ મહાપુરુષના ચિત્તની પ્રસન્નતા ઉપજે છે, તે જ તેમની કૃપાદૃષ્ટિ સમજવી. બાહ્ય પ્રભાવનામાં સમ્મષ્ટિગત ઉપદેશ વિશેષ કાર્યકારી (૧૦૩૬) છે. આત્માર્થી જીવને સ્વદોષ દેખી સહજ ખેદ થાય છે. તેમાં વિભાવરસનું ઘટવું થાય છે. તેમ છતાં જે તે દોષ વારંવાર થઈ આવે છે અને ટળતાં નથી, તેથી મૂંઝવણ થઈ આવે છે. ત્યાં સ્વદોષને પ્રગટ કરવા યોગ્ય સત્સંગના યોગે–તેવો સંગ ઈચ્છવો અને દોષનું નિવેદન કરવાનું સ્થાન, તે દોષ ટાળવાનો ઉપાય જાણી, તે સંગનું ઉપકારીપણું જાણવું. પૂર્ણ નિર્દોષતાના અભિલાષી જીવની આવી આચરણા હોય. જિનેશ્વરદેવનો માર્ગ લોકોત્તર નિર્દોષ-પવિત્ર છે. પૂર્ણ પવિત્ર નિજ સ્વરૂપને નિહાળવા માટે આવી તૈયારી હોય પવિત્રતાની રુચિ તે આત્મા રુચિ છે. જેની રુચિ તેની સાવધાની રહે. પવિત્ર સ્વભાવની સાવધાનીમાં સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટવાનું કારણ પણું છે. કારણ કાર્યની પરંપરાનો આવો ક્રમ છે. (૧૦૩૭) પર પદાર્થને જાણવાનું આત્માને કાંઈ પ્રયોજન નથી. તેમ છતાં, સ્વપર પ્રકાશક શક્તિને લીધે, દર્પણવત્ જ્ઞાનમાં પરપદાર્થનું પ્રતિબિંબ ઊઠે છે. તેથી પરનું જણાવું અનિવાર્ય છે. અનાદિથી ભેદવિજ્ઞાનના અભાવને લીધે, જીવને પોતાના જ્ઞાનમય ભિન્ન અસ્તિત્વનું જ્ઞાન નહિ હોવાથી, પર જણાતાં પર સાથે એકત્ર થઈ રહ્યું છે. આવી સ્થિતિ હોવાથી, પરને પરપણે જાણવું–તે જરૂરી છે, તેથી પરનું મમત્વ / એકત્વનો દોષ મટે તે પ્રયોજનભૂત છે. દોષને ન જાણવામાં ન સમજવામાં આવે તો, તેનો ક્ષય કરવાનો સમ્યક્ ઉપાય થઈ શકે નહિ. કલ્પિતપણે અથવા યુક્તિ વડે પર સર્વથા જણાતું નથી' – તેમ દઢ કરવાથી, પદાર્થના સ્વરૂપજ્ઞાનનો વિપર્યય થાય છે, ભેદજ્ઞાન - પ્રયોગવડે નિજ અસ્તિત્વને ગ્રહણ કરવાના પુરુષાર્થમાં, નિજમાં માત્ર નિજને જ વેદીને જાણવું, જેથી ભાવમાં પરનું એકત્વ મટે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું એવો દઢભાવ તે સમ્યકત્વ છે.” (–અનુ. પ્ર.) (૧૦૩૮) શ્રત પ્રાપ્ત થવા છતાં પણ જીવને નિજ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થવામાં, એટલે કે સ્વરૂપની ઓળખાણ થવામાં અંતરાયરૂપ જીવનો મતિ વિપર્યાસ છે. તે મતિ વિપર્યાસ, પરમાં સુખબુદ્ધિને લીધે ઉત્પન્ન થયેલા રસને લીધે છે. અંતરથી આત્મકલ્યાણની ભાવના પૂર્વક, આ વિભાવરસને ઝેર જાણી, મોળો ફીક્કો પાડવામાં આવતાં વૈરાગ્ય અને ઉપશમ પ્રગટે છે. આમ યથાર્થપણે વિભાવભાવો નીરસ થયાં પહેલાં, સ્વરૂપને સમજવા જતાં, જાયે અજાણ્ય સ્વરૂપનો અન્યથા - Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અનુભવ સંજીવની કલ્પિત નિર્ધાર થઈ જાય છે. કારણકે મિથ્યાત્વ મોળું પડવું નથી. તેથી પરમાં સુખબુદ્ધિ એજ આરંભ . પરિગ્રહ છે, કે જે યથાર્થ વૈરાગ્ય . ઉપશમરૂપ આત્માર્થીની યથાર્થ ભૂમિકાના વેરી છે, વિરોધી અને ઘાતક છે. આત્માર્થી જીવે સર્વ ઉપદેશ અને સિદ્ધાંતને ઉપશમ અર્થે (વિભાવરસ તોડવા અર્થે) ગ્રહણ કરવા યોગ્ય છે, અને તે જ યથાર્થતા છે. (૧૦૩૯) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવ અવલોકન પદ્ધતિમાં ન આવે તો અધ્યાત્મના વિષયથી જાણકાર થાય છે, તોપણ વેદન – અનુભવના વિષયથી અજાણ રહે છે. તેથી વિધિના વિષયની જાણવાની પ્રધાનતા સંબંધિત સ્થળ જાણકારી થવા છતાં, અનુભવની સૂક્ષ્મ, યથાર્થ વિધીથી અજાણ હોય છે, કારણકે વિચારની પહોંચ જ્ઞાન સામાન્ય કે જ્યાં જ્ઞાનવેદન છે, ત્યાં સુધી નથી. વળી અવલોકન વિના પરલક્ષ મટવાની દિશામાં કોઈ વાસ્તવિક પ્રક્રિયા શરૂ થઈ હોતી નથી. તેથી સર્વ જાણવું પરલક્ષી હોય છે. તેમાં ન્યાય આદિ આગમ અનુકૂળ હોવા છતાં, યથાર્થતા ઉત્પન્ન હોતી નથી, અધ્યાત્મનો આશય બુદ્ધિગમ્ય થવા છતાં, ભાવ ભાસતો નથી. તેથી સ્વલક્ષી અવલોકનમાં ઘણી ગંભીરતા છે. ભાવભાસન વિના સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થતો નથી. (૧૦૪૦) અધ્યાત્મનો આશય બુદ્ધિગમ્ય થવાથી, ત્રિકાળી પરમપરિણામિક જ્ઞાયક સ્વભાવનો, આશ્રય - અવલંબન–લક્ષ – અંતર્મુખતા – વગેરે થવાનું, તેમ થવાના હેતુઓ, ન્યાયો, યુક્તિઓ, આગમ આધારો વગેરે – સમજવાનું અને સમજાવવાનું બની શકે છે. પરલક્ષી જ્ઞાનમાં ત્યાં સુધી પરમાર્થના વિષયનો સંભવ છે, પણ યથાર્થતા તો સ્વલક્ષ થતાં જ થાય છે. ત્યાં સુધી ઉક્ત વિષયનો ભાવાભાસતો નથી. આવી સ્થિતિમાં પ્રાયઃ યથાર્થતા મનાઈ જાય છે, જે યથાર્થતાને પ્રતિબંધક છે. યથાર્થતા સમ્યકત્વ ઉપજવાનું અંગ છે. એટલે કે પૂર્વભૂમિકા છે. – આ વિષય સૂક્ષ્મ છે, કારણકે યથાર્થતા આવ્યા વિનાની આ સમજણમાં કલ્પના થઈ, કલ્પિત ભાવમાં સંતોષ – મિથ્થા સંતોષ / સમતા આવે છે. પણ સ્વભાવની અપૂર્વ રુચિ અને વિભાવની અરુચિ પ્રગટતી નથી. ફલતઃ યોગ્યતા રોકાઈ જાય છે. (૧૦૪૧) આત્માર્થી પ્રારબ્ધ પ્રસંગમાં પોતાપણાનો રસ ઘટાડવા જાગૃત હોય. આવી જાગૃતિ નિજ કલ્યાણની બળવાન ભાવના વશ ઉત્પન્ન હોય. ગુણ જિજ્ઞાસાપૂર્વક સત્સંગનું મહત્વ ભાસવું, સરળતા અને વૈરાગ્ય – ઉપશમ આદિ યથાર્થ ભૂમિકામાં હોય તો આત્મસ્વરૂપનો વિચાર – ખોજ યથાર્થપણે થાય, સ્વભાવની સમ્યકતાનું સૂક્ષ્મ) સ્વરૂપ સુધી ઉપયોગની પહોંચ થાય. જ્ઞાની પુરુષની દશામાં સ્વભાવની સમ્યકતા પ્રગટ છે. જે વડે સ્વરૂપની અભિમુખતા અને અપ્રતિબદ્ધતાની પ્રયત્ન દશા સમજાય, તો આત્માર્થ સમજાય અને જ્ઞાની મહાત્માની અપૂર્વ ભક્તિ પ્રગટે. (૧૦૪૨) Page #344 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૮૯ સ્વરૂપની ભાવના નિરંતર રહે, વૃદ્ધિગત થતી રહે તો, સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય થાય જ. ભાવનાથી દર્શનમોહ અને જ્ઞાનનો વિપર્યય-મળ વગેરે અવરોધ દૂર થાય છે, વા ગળી જાય છે, ત્યારે ઉપયોગ દ્વારમાં ચૈતન્યનો પ્રકાશ દેખાય છે, આત્મામાં સહજ પ્રત્યક્ષતા અનંત છે – તેનું દર્શન એ જ ચૈતન્ય પ્રકાશ છે. જે ભાવના વડે પ્રાપ્ત થવા યોગ્ય છે, ખરી ભાવના સિવાઈ બીજા પ્રકારે પ્રાપ્ત થવા યોગ્ય નથી. (૧૦૪૩) - પ્રશ્ન :- પૂર્ણતાનું લક્ષ-ધ્યેય થયાનું લક્ષણ સ્વરૂપ શું ? ઉત્તર ઃસ્વરૂપની ભાવના નિરંતર રહે, લગની / તાલાવેલી લાગે, તે પ્રાપ્ત થયે જ છૂટકો, ત્યાં સુધી જંપ ન વળે, પ્રાપ્તિના જ પાયા ગોતે, ખરા મોક્ષાર્થીને આવું હોય. આવો પ્રકાર ભૂમિકાની યથાર્થતાને ઉત્પન્ન કરે છે. જે યથાર્થતા વિકાસ પામી સમ્યક્ત્વને ઉત્પન્ન કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા ઉત્પન્ન થતાં, પોતાના પ્રયોજનના વિષયને, પ્રયોજન (આત્મહિત) સધાય તેવી રીતે પૂર્ણતાના લક્ષ્ય અનુસાર જાણે છે. (૧૦૪૪) - સામાન્યના આવિર્ભાવરૂપ જ્ઞાનવેદન સુધી જેની પહોંચ નથી, તે અધ્યાત્મનો વિષય અધ્યાત્મ શાસ્ત્ર અનુસાર ન્યાય યુક્તિ (અનુભવના દૃષ્ટાંતો) અનુસાર અવધારે, તોપણ તેમાં જાણવાની પ્રધાનતાથી કથન આવી શકે, પરંતુ વેદન પ્રધાનતા અથવા વેદન સંબંધિત કાર્ય પદ્ધતિ અને તે વિષયમાં થતી વિપરીતતા - અવિપરીતતા આદિ - (સાંગોપાંગ વિષયના અજાણપણાને લીધે) આવી શકે નહિ. યપિ વેદનનો વિષય અધિકાંશ અવક્તવ્ય છે, તો પણ જે કાંઈ અલ્પાંશે વક્તવ્ય છે, તે વ્યક્ત થવામાં તે દશાના અનુભવની ઝલક અનુભવરસ સહિતની હોય છે. તેથી ત્યાં સુધી જેની પહોંચ નથી, તેનાં વક્તવ્યમાં તફાવત રહે છે, જે તે વિષયનાં અનુભવીને સમજાય છે, સાધારણ મુમુક્ષુને કે મધ્યમ કોટીનાં મુમુક્ષુને આવો ભેદ ન સમજાવાથી, તે ભ્રાંતિમાં પડે છે.(૧૦૪૫) પ્રશ્ન :- જો પૂર્ણતાનું લક્ષ ન બંધાયુ હોય તો શું કરવું ? ધ્યેય બાંધવું છે, પણ તે માટે શું કરવું તેની મૂંઝવણ છે ? સમાધાન :– ધ્યેય શૂન્ય પ્રવૃત્તિનું મૂલ્ય શૂન્ય જાણવું, જેથી નિરહંતા રહે અને ધાર્મિક પ્રવૃત્તિમાં રોકાવાનું કારણ ઉત્પન્ન ન થાય. સત્સંગને અમૃત જાણી, સંસારના સર્વ પ્રસંગની ગૌણતા થાય. સંસારની સર્વ મહત્વકાંક્ષા સાવ મૂકી દેવી, તીવ્ર અપેક્ષા કયાંય પણ ન રાખવી. સત્સંગમાં પણ પૂર્ણતાનું લક્ષ’ નથી થયું, તેની ખટક રાખી, તે અર્થે જ સર્વ વિચારણા મંથન ચાલે, તેનો જ પ્રયત્ન રહે તે જ ‘તેનું” કારણ છે. કારણમાં કાર્ય ગર્ભિત સમજવું. જેને છૂટવું જ છે, તેને કોણ બાંધી શકે ? એવું શુદ્ધ અંતઃકરણ છે કે નહિ તે તપાસવું. તપાસતાં અભિપ્રાય (નિયત) ― - Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ અનુભવ સંજીવની પકડાશે, અને ત્યારે મલિનતા અંતઃકરણની મટશે, તો પૂર્ણતાનું લક્ષ' થઈ શકશે. (૧૦૪૬) શાસ્ત્ર અભ્યાસ પ્રસંગે હંમેશા જાણવાના વિષયને ગૌણ કરી, પ્રયોજનભૂત વિષયને મુખ્યતા આપવી જોઈએ, અને જેટલો કોઈ પ્રયોજનભૂત વિષય છે, તેમાં પોતાના દોષ અને વિપર્યાસ ટાળવામાં ઉપયોગી હોય, તે સિવાયના વિષયને ગૌણ કરવા જોઈએ. તેમાં પણ વર્તમાન સ્થિતિને અનુલક્ષીને આગળ વધવામાં વર્તમાનમાં ઉપયોગી થાય, તેને મુખ્ય કરી, પ્રયોજન સાધવું જોઈએ. આ પર્યાય નયે, વાત નિજહિતની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિ અંગેની છે. જે ધ્યેયને / પૂર્ણતાના લક્ષને અનુસરીને સહજ હોવા યોગ્ય છે. આશ્રયભૂત પરમભાવ પરમ પ્રયોજનભૂત છે, ત્યાં સુધી પહોંચવાની આ શ્રેણી કહી. . (૧૦૪૭) લક્ષણથી અને વેદનથી સ્વરૂપ પ્રાપ્તિની વિધિના વિષયમાં જેનો પ્રવેશ નથી, તેનો આધ્યાત્મિક વિષયમાં ખરેખર પ્રવેશ નથી. છતાં અધ્યાત્મ તત્ત્વની પ્રધાનતા થતી હોય તો તે ઘસંજ્ઞાએ થાય છે. તત્ત્વની અંતર રુચિ વડે ઓળસંજ્ઞા નિવૃત્ત થાય તો આત્મલાભ થાય, યથાર્થ લક્ષ – આત્મકલ્યાણનું હોય તો ક્યાંય અટકવું ન થાય, ઓઘસંજ્ઞામાં વિશેષ કાળ લંબાય નહિ. જો ઓઘસંજ્ઞામાં વિશેષ રહેવું થાય તો તેમાંથી વિકૃતિ વૃદ્ધિગત થઈ જાય છે, બાહ્ય લક્ષી કેવળ શુભોપયોગની સર્વ પ્રવૃત્તિ રહી જાય છે. વિષય અધ્યાત્મનો હોવાથી તેમાં યથાર્થતાનો વા સમ્યક શ્રદ્ધા જ્ઞાનનો ભ્રમ થાય છે. તેથી આ સ્થળે તેમ ન થવા જાગૃતિ હોવી ઘટે, વિચારવું ઘટે. (૧૦૪૮). જો આત્મહિતની જાગૃતિ જીવને ન રહે તો અનાદિથી અત્યાર સુધીની પ્રવૃત્તિ જેમ પરમાર્થે નિર્લક્ષ અને નિષ્ફળ ગઈ છે, તેમ જ બને. જેથી આવા સુયોગમાં કે જ્યાં પરમ સત્ નિતરતું હોય ત્યાં, આત્મજાગૃતિને દઢપણે ભાવીને, લોકભય અને લૌકિકભાવનો ત્યાગ કરીને વર્તવું ઘટે છે, જેથી સૌ સાધન નિજ હિતમાં જ નિમિત્ત થાય. સત્ સાધન નિમિત્ત)માં તો આત્મશ્રેયનું જ નિમિત્તત્વ છે. પણ તે ઉપાદાનની યોગ્યતાએ જ સિદ્ધ થાય છે, અન્યથા નહિ, તે પણ લક્ષમાં રાખવા યોગ્ય છે. સર્વ સાધનમાં સત્સંગ સર્વોત્તમ છે, એ સર્વ આગમ અને જ્ઞાનીઓને સમ્મત (૧૦૪૯) જેઓ ભેદજ્ઞાન અને સ્વાનુભવ પરિણત છે, જેઓને પ્રારબ્ધયોગે પરભાવના ઉદય પ્રસંગે પ્રવર્તતા હિતબુદ્ધિ કે પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એવા જ્ઞાનીઓ પણ વ્યવસાય આદિ સંસારિક પ્રવૃત્તિથી નિવૃત્તિની ભાવના કરે છે, તો પછી મુમુક્ષુજીવે નિજજ્ઞાનના પરિચય-પુરુષાર્થ અર્થે નિવૃત્તિને Page #346 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૯૧ ઈચ્છવી, તે વિચારવાન જીવનો વિવેક છે. આ પ્રકારના વિવેકનો અભાવ–પરભાવની રુચિનો દ્યોતક છે. ખરી મુમુક્ષતામાં તો ઉદય-પ્રસંગમાં અસારપણું ભાસે છે. વૃથા સમય ખોવો પડે છે, તેમ જાણી, નિવૃત્તિની ઝંખના રહ્યા કરે અને પૂરી શક્તિથી આત્માર્થ પાછળ સમય વ્યતીત થાય તેવો ઉપયોગ રહે. (૧૯૫૦) ડિસેમ્બર – ૧૯૯૨ અનુપમ ચિદ્રુપને – નિજ પરમેશ્વર પદને અંતરમાં જેણે વ્યાપક નિહાળ્યું, તેને રાગાદિમાં સ્વપદનો ભ્રમભાવ મટયો, રાગની મીઠાશ છૂટી, કારણ અશુચિ અને દુઃખ લાગવાથી અપેક્ષા છૂટી ઉપેક્ષા થઈ, જેને રાગની ઉપેક્ષા થઈ. તેને રાગના વિષયભૂત દેહાદિ અને ઈન્દ્રિય વિષયોની માયા તજવી સહજ હોય. શાશ્વત પદમાં નિવાસ થતાં, ભવઉદાસી થઈ નિજ સુખરાશી પામે. આખાભવથી ઉપેક્ષાબુદ્ધિ થાય, ત્યાં ભવના પેટા ભેદરૂપ ઉદય પ્રસંગોમાં ગૌણતા થવી સહજ છે. સત્સંગને નિષ્ફળ કરનાર એવા લૌક્કિભાવને તો આ અલૌકિક સન્માર્ગમાં જરાપણ અવકાશ નથી. (૧૦૫૧) અહો ! સત્પુરુષના હૃદયનું ગાંભીર્ય ! માન-અપમાનની બુદ્ધિ નહિ હોવા છતાં, પોતાનો આત્મા બાહ્ય મહાભ્યને ન ભજે, તે અર્થે જેઓ અત્યંત જાગૃત છે, અન્ય મહાત્માઓ પ્રત્યે અને પાત્રતાવાન ઉત્કૃષ્ટ મુમુક્ષુ પ્રતિ જેઓ સહજ બહુમાનપૂર્વક વિનમ્રતાપૂર્ણ વ્યવહારથી પ્રવર્તે છે. દૃષ્ટિ સમ્યક હોવાથી જેમને મહા વિવેક પ્રગટ થયો છે. ધર્મ-પ્રભાવના પ્રવર્તાવતાં, મુમુક્ષુઓને આશ્રય માર્ગ બોધવા છતાં, પ્રાપ્ત મહત્વથી જેઓ અંતરથી નિસ્પૃહ રહે છે, તેમ છતાં અંતેવાસી સુપાત્ર જીવની ભક્તિ–ભાવનાને કેવળ નિષ્કારણ કરુણાથી અનુમોદે છે, સ્વદોષને પણ પ્રગટ કરી જે પરસ્પરની એક્યતાને વૃદ્ધિગત કરે છે. તેવી સ્વ-પર કલ્યાણક વિચિક્ષણતાના ધારક ધર્માત્મા પ્રત્યે હૃદય નમી પડે છે. ખરેખર તેઓ આશ્ચર્યની પ્રતિમા જ છે. જેમ જેમ તેમના સમ્યક ચરણની સમીપ જવાય છે, હૃદય વારંવાર બહુમાનથી પોકારી ઊઠે છે – અહો અહો ! (૧૦૫૨). અવગુણ પ્રત્યે અણગમો તે પ્રશસ્ત ષ છે. ચાહે તે સ્વનો હોય કે પરનો. ગુણ જિજ્ઞાસા - ચાહનાની ભૂમિકામાં તે થયા વિના રહે નહિ. સમ્યક વીર્યની ઉત્પત્તિ થવા પહેલાંનો આ ક્રમ છે. અનાદિથી અવગુણ પ્રત્યે જીવનો પુરુષાર્થ પ્રવર્તે છે, જે વાસ્તવમાં નપુંસકતા છે, અથવા કેવળ ગુસ્સો એ નપુંસકતા છે. આત્મ- જાગૃતિ અથવા સમાજ જાગૃતિ અર્થે પુણ્યપ્રકોપ સવિર્ય હોય છે, પૌરૂષી હોય છે. અવગુણ સામે આત્મા કકળી ઊઠે, તે સદ્ગુણ છે, દોષ નથી. દંભના દોર પર રાચનાર, પ્રભાવનાના નામે પ્રસિદ્ધ પ્રાપ્ત કરનાર, સોયનું દાન કરીને સોનાની Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ અનુભવ સંજીવની ચોરી કરનાર, પ્રત્યેના કટાક્ષમાં કડવાશ ન ગણતાં, કરુણતા હોય છે. સંતોની વાણીમાં પણ તે જોવા મળે છે. (૧૦૫૩) ગુણ અને ગુણવાન પ્રત્યેનું બહુમાન તે ભક્તિનું સાચું સ્વરૂપ છે. આવી સાચી ભક્તિ ગુણ પ્રાપ્તિ અને જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે. આ ભક્તિ બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભાષા જ્ઞાન કે વિદ્વતાથી નિર્મળજ્ઞાનની કોટી ઉંચી છે. જુદી જાત છે. (૧૦૫૪). અપરમાર્થને વિષે પરમાર્થનો આગ્રહ દૃઢ થવાથી, (અથવા) (દર્શનમોહ વૃદ્ધિગત થવાથી), સમ્યફબોધ પ્રાપ્ત થવાના યોગે પણ, તે બોધ પ્રવેશ થાય, તેવો ભાવ ઉત્પન્ન થતો નથી, એવી વિટંબણા મુમુક્ષુજીવને ઉપરોક્ત કારણથી થાય ત્યારે, પરમ દીન ભાવે પરમાત્મા પ્રત્યે યાચના કર્તવ્ય છે કે હે નાથ ! આ પરિભ્રમણથી નિવૃત્તિનો સર્વોત્તમ ઉપાય એવો જે સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ – તેનો શરણભાવ મને ઉત્પન્ન થાય – એવી કૃપા કર' ! એવા ભાવના વીસ દોહરા પ. કૃપાળુ દેવે, શ્રી લલ્લુજીને બોધ્યા હતા, તે ગુણ આવૃત્તિના હેતુથી આત્માર્થીજીવે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. (૧૦૫૫). જેણે અંતતત્ત્વ-નિજ પદાર્થને જોયો નથી, અંતર્મુખી માર્ગ જાણ્યો નથી, તેવો જીવ અંધપણે તે પદાર્થ અને તેને પામવાના માર્ગને દર્શાવી શકે નહિ, તેમ છતાં કલ્પના વડે અપરિણામી રહી માર્ગ કહે, તો મહા અનર્થકારી દશા પોતાની થાય. – તેમ વિચારી, બીજાને ઉપદેશ કરતાં, ઉપરોક્ત વિષયની ગંભીરતા લક્ષમાં લેવા યોગ્ય છે. તેથી જ મુમુક્ષુજીવે જિનવાણીના આશ્રયે, ઉપદેશક નહિં થતાં, સત્સંગ ઉપાસવો, ગુણ જિજ્ઞાસુ રહેવું. (૧૦૫૬) અન્ય દ્રવ્ય-ભાવમાં તદાભ્યપણું ભાસે છે, તે જન્મ-મરણ અને પરિભ્રમણનું કારણ છે, તેની નિવૃત્તિ સ્વ સ્વરૂપને લક્ષણથી, ગુણથી, અને વેદનથી તદાભ્યપણે અનુભવતાં સહજ થવા યોગ્ય છે. પરમાં સ્વપણાની ભ્રાંતિ તે જ સંસાર છે, તે જ સર્વ દોષનું મૂળ છે. તેને છેદવાનો ઉપાય સર્વ પ્રથમ કર્તવ્ય છે, તેને ગૌણ કરી, નાના દોષ છોડવામાં સમય અને શક્તિ ખર્ચવી ઉચિત નથી. (૧૦૫૭) છે. “જ્ઞાનમાત્રથી વેદનગોચર થતું જે નિજ અસ્તિત્વ તે જ આત્મા છે; જે પ્રત્યક્ષપણા વડે થી) સાક્ષાત્કાર થઈ નિશંક પ્રતીતિને ઉપજાવે છે. આત્મ-વેદન શાંત સુધામય હોવાથી તેમાં હરવુંજામવું સહજ થવા યોગ્ય છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ અનુભવ સંજીવની જ્ઞાનમાત્ર ભાવમાં અનંત નિજ ઐશ્વર્યનું અવલંબન છે, વીર્યની ફુરણા છે. (૧૦૫૮) ઉદય પ્રસંગોમાં અપેક્ષાવૃત્તિના કારણે દીનતા થતાં નિજ સામર્થ્યનો સહજ અસ્વિકાર થઈ જાય છે, તે અજ્ઞાનીનું લક્ષણ છે. જ્યારે સ્વયંના અનંત સામર્થના સ્વીકારને લીધે, નિરાલંબ નિરપેક્ષ પરમ તત્ત્વના અધારે ઉદયમાત્રમાં ઉદાસીનતા તે જ્ઞાનીનું લક્ષણ છે. તેથી જ જ્ઞાની અસંગતાની હંમેશા ભાવના ભાવે છે, જે અસંગદશાની પ્રાપ્તિનું કારણ છે. મુમુક્ષુ જીવને શુભયોગની પ્રવૃત્તિ કરતાં દ્રવ્યાદિની વાંછા રહે, તો તે મુમુક્ષતાને નાશ કરે, તેવી વાંછાના પરિણામ તે ભૂમિકાની બહારના પરિણામ છે. (૧૦૫૯) - અનુભવજ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલાતો નથી કે બીજા પદાર્થના સંગથી પ્રવર્તતા આશ્રવ છે અને આત્મપરિણામની અસ્વસ્થતા અર્થાત્ અસમાધિ છે. આત્મ પરિણામની સ્વસ્થતા તેટલી જ સમાધિ છે. તેથી જ સર્વ સંગ-પ્રસંગમાં જ્ઞાની ઉદાસ છે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બે કરી શકે છે, એક જ્ઞાની અને બીજા જ્ઞાનીના આશ્રયે વર્તતા હોય છે. સર્વ ઉદ્યમથી અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તેમ પ્રવર્તવા શ્રી જિનેશ્વરની આજ્ઞા છે. (૧૦૬૦) બાહ્યમાં પોતાનું મહાભ્ય દેખાય, તેવું કાંઈ કરવું, કરાવવું કે અનુમોદવું–તે જ્ઞાનીને પ્રિય હોતું નથી, બાહ્યદષ્ટિવાનને પ્રિય હોય છે. મનુષ્ય પર્યાયમાં માનને જીતવું અતિ દુષ્કર છે. તેનો સુગમ-સરળ ઉપાય પુરુષનો ચરણ–આશ્રય છે. તે સિવાઈ માનથી મુક્ત થવું અતિ દુષ્કર છે. – આ દુષ્કર કાર્યની સિદ્ધિનો અદ્ભુત ઉપાય સંતોએ બોધ્યો છે. તે મુમુક્ષુ જીવે પરમ હિતનું મૂળ સમજી ઉપાસવા યોગ્ય છે. (૧૦૬૧) અનુકંપા સમ્યક પ્રકારે ઉત્પન્ન થયે, સર્વ જીવ પ્રત્યે ભેદભાવ વિના નિરવૈર્ય બુદ્ધિ થાય છે, તે આત્મશાંતિનું કારણ છે. જ્યાં સુધી એકપણ જીવ પ્રત્યે વૈમનસ્યનું શલ્ય રહે, ત્યાં સુધી આનંદ ઉત્પન્ન થવામાં આત્માને પ્રતિબંધ છે, તેટલું સંકુચિતપણું છે. જ્યાં સંકુચિતતા હોય ત્યાં તેવું વલણ આત્માને વળગણ થઈ પડે છે. તેવી કુંઠિત દશામાં આનંદનો ઉદ્ભવ કેમ થાય? કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સર્વાત્માનો પૂર્ણ હૃદયથી સ્વીકાર-સત્કાર થાય તો, અલૌકિક દશા પ્રગટે. (૧૦૬૨) અનુભૂતિસ્વરૂપ હોવાથી, આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. આત્મામાં સહજ પ્રત્યક્ષતા અનંત છે. નિરંતર વર્તતુ જ્ઞાન વેદનથી તેવી સિદ્ધિ અને પ્રતીતિ છે. પ્રત્યક્ષતાના આધારે ઉત્પન્ન પ્રતીતિ, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અનુભવ સંજીવની નિઃશંકતા અને પુરુષાર્થને સહજ ઉત્પન્ન કરે છે. પ્રત્યક્ષતાના અવલંબનથી આત્મરસ પ્રચુર થાય છે, વીર્યનો ઉછાળો આવે છે. વીર્યનું સ્વાભાવિક કાર્ય સ્વરૂપ રચના છે. (૧૦૬૩) જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવાથી અને જ્ઞાન વિશેષનો તિરોભાવ થવાથી, જ્ઞાનમાત્ર એવા સ્વ-સ્વરૂપનો પોતારૂપે અનુભવ થાય છે. અન્ય પદાર્થમાં સુખબુદ્ધિ મટવાથી – આસક્તિ મટવાથી – યાકાર જ્ઞાન નીરસ થવાથી, જ્ઞાનનું બાહ્ય પદાર્થ પ્રત્યે ખેંચાણ ઘટી જવાથી, અને આત્મિક સુખ પ્રતિ આસક્ત થવાથી, જ્ઞાનવિશેષ તિરોભૂત થઈ શકે છે, - વા થાય છે. (૧૦૬૪) - જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના, જીવ સ્વચ્છેદે સ્વરૂપનો – સિદ્ધાંતનો નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી, તેમ કરવા જતાં વિપર્યાસ થવાનો સંભવ છે, જીવનું પરમાત્મા પણું સર્વ શ્રુતજ્ઞાનનો સાર છે, પરંતુ તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહિ ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું, મોક્ષાર્થી રહી સપુરુષના આશ્રયે – આજ્ઞાએ નિશ્ચય કરવો, તે મોક્ષના બીજભૂત છે. નહિતો પરમાત્મપણાનું અભિમાનની પ્રવૃત્તિ થાય, જે વીતરાગ સર્વજ્ઞ પુરુષોની અશાતના રૂપ છે. - આવી ગંભીરતા વિચારણીય છે. (૧૦૬૫) જાન્યુઆરી - ૧૯૯૩ મહાત્માઓની અંતર્બાહ્ય જીવનચર્યા જોતાં, ઉપદેશમાર્ગ પ્રવર્તાવવામાં સહજપણે અપ્રતિબંધ ભાવમાં જાગૃત રહી, પ્રવર્યા છે, પરંતુ ફુદીરણભાવે તેવી પ્રવૃત્તિ કરી નથી. જો તેમ કરે તે અવશ્ય પ્રતિબંધ થાય જે આત્માને વિષે ગુણ પ્રગટે તે અવશ્ય ભક્તિ કરવા યોગ્ય છે. તોપણ અવિરતિરૂપ ઉદય હોય, તેથી લોકોને કઠણ પડે; અને કંઈપણ વિરાધના થવાનો હેતુ થાય, તેમજ પૂર્વના પરમજ્ઞાની - વિરતિનો અનુક્રમ તૂટવા જેવું પ્રવર્તન પોતાથી ન થાય, વગેરે લક્ષમાં રાખી પ્રવર્તવું ઘટે. ઉદયમાં ઉદાસીનતા વિના આત્મજાગૃતિ સંભવિત નથી. (૧૦૬૬) લોકસંજ્ઞાને શ્રદ્ધા સાથે સંબંધ છે. જે લોકોના અભિપ્રાય ઉપર જીવે છે, તેને પોતા પર શ્રદ્ધા નથી. જેને પોતામાં શ્રદ્ધા છે તેને લોકોની પડી નથી હોતી. પોતાની નિર્દોષતા જ નિઃશંકતાનો આધાર હોવો જોઈએ. સત્યને બીજાના સર્ટિફિકેટની જરૂર હોય, તો તે પાંગળુ, અપંગ થઈ જાય. લોકોના અભિપ્રાયને ખરીદવાવાળા સત્યને વેચી, આત્મઘાત કરે છે. તેવા જીવનમાં શાંતિ હોતી નથી. સમ્યમાર્ગે ચાલનાર સ્વતંત્ર વિચારક, કોઈની પણ તેમા કર્યા વિના, મસ્તીમાં જીવે છે. તેને કોઈ ઘટના કે દુર્ઘટના ચલીત કરી શકતી નથી, સર્વ પ્રસંગો માર્ગની દઢતા થવામાં તેને, ઉલટાના ઉપકારી થાય છે. સાચી સમજણનો આવો સ્વભાવ છે. (૧૦૬૭) Page #350 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૯૫ પરમાર્થે આત્મ-સ્વરૂપ અસંગ છે. તેવી સ્વરૂપાકાર દશાની – અસંગદશાની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. તેવી દશાની પ્રાપ્તિના ઉપાયથી જે અજાણ છે, તેણે માર્ગના અનુભવી પુરુષના સત્સંગની ઉપાસના કરવી – એમ અનુભવી મહાત્માઓએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. નિવાર્ણમાર્ગ અગમ અને અગોચર છે. શ્રીગુરુના આશ્રય વિના તે માર્ગ મળવો અશક્ય છે–જો કે જેને માર્ગ પ્રાપ્ત છે તે પણ સત્સંગની ઉપાસના આવશ્યક સમજે છે, અન્યથા પ્રાપ્ત બોધ સ્થિર રહેવો વિકટ છે, તો આત્માર્થીને તેની આવશ્યકતા વિશેષ ભાસે જ . એ નિઃસંશય છે. (૧૦૬૮) નિજદોષ જોવાના દૃઢ નિશ્ચયને લીધે તથારૂપ લક્ષ રહે, જેથી સ્વછંદ રહિતતા થાય, તેવા મુમુક્ષુ જીવે શાસ્ત્ર વાંચવા, તે પહેલાં શાસ્ત્ર જ્ઞાન કરતાં, શાસ્ત્રીય અભિનિવેષ થવાનો પ્રાયઃ સંભવ છે. સ્વચ્છેદરહિત જીવને આત્મા સમજવા અર્થે શાસ્ત્ર ઉપકારી થાય છે. અનેકવિધ શાસ્ત્ર વચનોમાં પૂર્વાર્પર અવિરોધતા, ક્રમભંગ રહિત યથાર્થતા, તેમજ યોગ્ય પ્રકારે વજન હિનાધિક દેવાપણું – વગેરે સૂક્ષ્મ પ્રકાર– સત્સંગ વિના સમજાવા દુર્ગમ છે. પૂર્ણતાના લક્ષ પ્રાપ્ત ઉપશમ દશા વડે, જીવ શાસ્ત્રનું અવગાહન કરવા માટે અધિકારી થાય છે. અનઅધિકારી જીવને શાસ્ત્ર તે શસ્ત્ર થઈ પડે છે. (૧૦૬૯) જ્ઞાનીને સ્વરૂપમાં સ્થિરતાં વર્ધમાન થવાથી વીતરાગતાને લીધે સહજ ત્યાગ વર્તે છે, તે તેમના ઐશ્વર્યને વ્યક્ત કરે છે. શ્રી તીર્થંકરદેવે આ પ્રકારથી ત્યાગનું ઉત્કૃષ્ટપણું પ્રકાશ્ય છે. જે સર્વ જીવોને ઉપકારી છે, – ઉપકારભૂત છે. જે જે પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન થાય, તેનાથી છૂટવા જ્ઞાનીને સહજ ઉદ્યમ થવા યોગ્ય છે. અકર્તાપણે ત્યાગ થવો ઈષ્ટ છે. સમ્યફપ્રકારે વર્તતા ત્યાગમાં દીનતાનો અભાવ હોય છે. વીતરાગતાના સભાવમાં અને પ્રમાણમાં, રાગનો – વિકલ્પનો અભાવ થાય છે, તેથી રાગના વિષયો તનુસાર સહજ (આર્તધ્યાન વિના) છોડી શકાય છે વા છૂટી જાય છે, તેમાં પ્રતિજ્ઞાનો ભાવ / વિકલ્પ નિમિત્ત થાય છે. (૧૦૭) સર્વકાર્યમાં મુમુક્ષુને કર્તવ્ય એકમાત્ર આત્માર્થ જ છે. તે આત્માર્થરૂપી પ્રયોજનનું લક્ષ અને ભાવના રાખવી યોગ્ય છે. શુદ્ધ અંતઃકરણથી ઉત્પન્ન ભાવનામાં ધ્યેય – પ્રાપ્તિ ગર્ભિત છે.– આ કારણ-કાર્યની પરંપરાનો નિયમ છે, – સંધિ છે. (૧૦૭૧) * પરલક્ષી વિચારની પહોંચ જ્ઞાન સામાન્યરૂપ જ્ઞાનવેદન – અંતરંગ સુધી નથી. સ્વ અવલોકનના અભ્યાસ દ્વારા જ્ઞાનવેદન પકડાય છે. * આત્માર્થતા અને આત્મજાગૃતિ વિના આત્મકલ્યાણનો આશય વાણીમાં વ્યક્ત થઈ શકતો Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ અનુભવ સંજીવની નથી, અર્થાત્ તે આશય વક્તાની ચતુરાઈનો વિષય નથી. * પદાર્થ દર્શન વિના વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કલ્પનાયુક્ત અને પૂર્વાપર વિરોધી હોય છે, તેમજ સંતુલિત હોતું નથી. માત્ર આગમ – અભ્યાસથી પૂર્વાપર અવિરોધપણું પ્રાપ્ત થઈ શકતું નથી. * સ્વરૂપ-લક્ષ થયા વિના મુખ્ય-ગૌણ કરવામાં યથાર્થતા રહેતી નથી. ભાવમાં હિનાધિક વજન દેવાથી નય દુભાય છે, અને વિપર્યાસ સધાય છે, (૧૦૭૨) પ્રશ્ન :- સ્વાનુભૂતિને આવરણ કરનાર પરિણામ ક્યા ક્યા છે. ? ઉત્તર :- અનુભવજ્ઞાનમાં પરપ્રવેશભાવરૂપ દેહાદિ અધ્યાસ અને અન્ય પદાર્થ (રાગ અને રાગનો વિષય)ને વિષે અહંતા-મમતાના પરિણામ સ્વયંના વેદનને આવરે છે. ઉક્ત પરિણામોને મટાડી ઉપયોગ સ્વભાવમાં પરિણમે અને જ્ઞાન સ્વરૂપપણું ભજે અર્થાતુ પોતાનું જ્ઞાનમાત્રપણે સંચેતના વર્તે – તેથી જ્ઞાન નિરાવરણ થાય છે. વા શુદ્ધ થાય છે. જ્ઞાની સંમયા જ્ઞાન સતવ શુદ્ધ પ્રાશ (સ. ક. ૨૨૪). (૧૦૭૩) દર્શનમોહની શક્તિ ઘટવા અર્થે, સત્સંગનો આશ્રય કરવાની આજ્ઞા જ્ઞાની પુરુષોએ મુમુક્ષજીવને કરી છે, અને ઠામ ઠામ સત્સંગનું મહાભ્ય દર્શાવ્યું છે. તેમજ અસત્સંગથી દૂર રહેવાની ભલામણ કરી છે. તેનું યથાર્થ લક્ષ ન થવાથી જીવ તે વીસરી જાય છે. તેથી પરિણામ અખંડ રહેતા નથી. આત્મરુચિ વૃદ્ધિગત થવાની ઈચ્છાવાન મુમુક્ષુએ બીજાં સર્વ બાહ્ય સાધનને ગૌણ કરી સત્સંગને ઉપાસવો યોગ્ય છે. જેને એવો વિવેક નથી, તેને નિમિત્ત અંગેનો પણ વિવેક નથી, તો ઉપાદાનનો વિવેક તો તેને કયાંથી હોય ? તેમ છતાં ઉપાદાનનું નામ લઈ જે સત્સંગને ગૌણ કરે છે, તે જ્ઞાનીની આજ્ઞાની વિરાધના / ઉલ્લંઘન કરે છે અને સ્વચ્છંદને સેવે છે. તે નિસંશય છે. (૧૦૭૪) મનુષ્યપણું અનંતવાર પ્રાપ્ત થયું છે, પરંતુ આત્મહિતાર્થે તેનું સફળપણું થયા વિના, પ્રાયઃ દેહાર્થે પ્રવૃત્તિ કરવામાં તે વ્યતીત થયું છે. જન્મ-મરણનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તેવા જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ, આશ્રય કર્યો, તે મનુષ્યપણું સફળ છે. જે આશ્રય વડે જીવ અનેક પ્રકારના મિથ્યા આગ્રહથી મુક્ત થઈ, તે ભવમાં અથવા સમીપના અલ્પ કાળમાં સ્વસ્વરૂપને પ્રાપ્ત કરશે. જ્ઞાની પુરુષનાં આશ્રય વિનાં જીવને ધર્મ પ્રવૃત્તિ કરતાં, ઉપર ચડવાને બદલે પડવાનાં અનેક સ્થાનો છે, અટકવાના શુભજોગનાં અનેક હેતુઓ છે. જીવની દઢ મોક્ષેચ્છા, તેને સત્પુરુષની ખોજ અને આશ્રય ભાવના માટે પ્રેરે છે. ત્યારે જ સર્વાર્પણભાવે જીવ આજ્ઞાશ્રિત Page #352 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની વર્તવાની યોગ્યતા પામે છે. વિચારવાન જીવ આમ સ્વરૂપ પ્રાપ્તિની પરમ અવગાઢ ભાવનામાં – દશામાં આવીને માર્ગે ચડે છે. (૧૦૭૫) લોકસંજ્ઞાનો દોષ અતિ ભયંકર છે. લોકોમાં સ્વયંની મહત્તા થવી – એ જ જેનો આત્મા છે, તે, તે અર્થે, દેવ, ગુરુ, શાસ્ત્રનો વિરોધરૂપ વિરાધના સહજમાત્રમાં કરી બેસે છે. વિદ્વત્તા અને શાસ્ત્રજ્ઞાન હોવા છતાં, મતિ-મૂઢતાને લીધે આ મહાદોષ થાય છે, પરંતુ લોક સમૂહને ગૌણ કરનાર સામાન્ય મુમુક્ષુને પણ આવી ભૂલ થતી નથી. યોગ્યતાનું આવું વિલક્ષણપણું ઊંડાણથી વિચારવા યોગ્ય છે. તેમજ લોકસંજ્ઞા જીવને ગૃહિત મિથ્યાત્વમાં દોરી જાય છે, તે પણ વિશેષપણે લક્ષમાં રાખવા યોગ્ય છે. જીવના પરિણામમાં લોકસંજ્ઞા મળ-વૃદ્ધિ કરે છે અને તેથી આત્મલ્યાણથી જીવ દૂર જાય છે. (૧૦૭૬) ધર્મ-અધર્મના વિષયથી જે અજાણ છે, તે શુભ પરિણામથી ધર્મ કેમ ન થાય ? એવી સમસ્યામાં મુંઝાય છે, પરંતુ અધર્મ થવામાં મુખ્ય કારણ અશુભ પરિણામ કેવળ નથી, પરંતુ મુખ્યપણે અજ્ઞાન અને મિથ્યાત્વપૂર્વકનું સર્વ આચરણ / પરિણમન તે અધર્મનું સ્વરૂપ છે. તે જ પ્રમાણે ધર્મમાં ત્રણેય મુખ્યગુણોની શુદ્ધિ એકસાથે જ થતી હોવાથી, કોઈ એક ગુણના પરિણમનથી ધર્મ પ્રગટ કરવાની સમજણ ભૂલ ભરેલી છે. ધર્મનું મૂળ તો શ્રદ્ધા છે, જે જ્ઞાનપૂર્વક થાય છે. તેથી ધર્મજિજ્ઞાસુએ પ્રથમ તેની એટલે શ્રદ્ધા - જ્ઞાનની મુખ્યતાથી ધર્મની વિચારણા કરવી ઘટે નહિ કે માત્ર શુભ ભાવની મુખ્યતાથી. (૧૦૭૭) સપુરુષ પ્રત્યેની (૧) અનન્ય આશ્રય ભક્તિનું રહસ્ય એ છે, કે તેનાથી તેઓશ્રીના આત્મહિતકારી વચનોનું યથાર્થ ગ્રહણ થવાની (૨) યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. અથવા જે મોક્ષાર્થી જીવ છે તેને સત્પુરુષના આત્મકલ્યાણી વચનોનું યથાર્થ ગ્રહણ થાય છે, તેને પ્રતીતિ સહિત સપુરુષની “અનન્ય આશ્રય ભક્તિ ઉત્પન્ન થાય છે, જે દર્શનમોહના અનુભાગને વિશેષ પ્રમાણમાં ઘટાડવામાં, અને વચનબોધને પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે, પરદ્રવ્ય, પરભાવમાં અહપણારૂપ અનાદિ મહાદોષ છેદવા, મૂળથી મટાડવા સમ્યક જ્ઞાનદશા જોઈએ, પરંતુ તે ઉત્પન્ન થવા અર્થે તે દોષ મોળા પડે છે અને તેવું મોળાપણું થવામાં ઉપરના બે કારણો મુખ્ય આધારભૂત જાણી, તેનું લક્ષ રાખી, – તેની નિરંતર મુખ્યતા રાખી, પરિણતિ થવી / કરવી ઘટે. એ વાત લક્ષમાં રાખવી ઘટે છે કે ઉદયભાવોમાં નીરસતા – આત્મહિતની જાગૃતિપૂર્વક – કેળવ્યા વિના, સત્પુરુષના વચનનું ગ્રહણ થવારૂપ વિચારદશા અથવા સમજણની યથાર્થતા પ્રાપ્ત થતી નથી. વૈરાગ્ય, ઉપશમ, ઈન્દ્રિયનિગ્રહ, અનાસક્તિ, વગેરે યથાર્થ નીરસતા / ઉદાસીનતાના Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પર્યાયો છે. અનુભવ સંજીવની (૧૦૭૮) જો કોઈપણ જીવને અંતરના ઊંડાણમાંથી આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય છે, તો સર્વ પ્રથમ તેને, પ્રત્યક્ષ જ્ઞાનીના ચરણમાં જવાનો ભાવ આવે છે. જે આ ભાવનાની વાસ્તવિકતા છે અને તે જીવની પાત્રતા છે. આ પ્રકારે ભાવ થયા વિના, જે આત્મકલ્યાણ અર્થે ધર્મપ્રવૃત્તિ કરે છે, તેને ખરી આત્મભાવના થઈ જ નથી, તે ત્યાં સુધી ઉપર ઉપરથી જ પ્રવૃત્તિ કરે છે, જે પૂર્વાનુપૂર્વ છે, તેમાં વાસ્તવિકતા નથી. સિદ્ધાંત પણ એમ છે કે પ્રત્યક્ષ સત્પુરુષ કે જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે, જે મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ છે, તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તેથી મુમુક્ષુજીવે તે આત્મારૂપ પુરુષના સત્સંગ માટે નિરંતર આતુર રહી, ઉદયમાં ઉદાસીનપણે વર્તવું. (૧૦૭૯) તૃષ્ણાનો અંત નથી. તેથી તૃષ્ણાવાન જીવના સંસારનો પણ અંત નથી. તે તૃષ્ણા ત્યાં સુધી જીવંત રહે છે, જ્યાં સુધી ભોગોપભોગમાં અનાસક્તિ ન થાય અને લૌકિકમાં પોતાની વિશેષતા – સંયોગોથી – દેખાડવાનો અભિપ્રાય રહે. તેથી મુમુક્ષુજીવને લૌકિકમાનનું તુચ્છપણું સમજવામાં આવે અને સત્પુરુષના વચને આસક્તિના પરિણામમાં નીરસતા આવે, તો તૃષ્ણાનો પરાભવ થવા યોગ્ય છે. નહિ તો તૃષ્ણાને લીધે જીવને અનેક પ્રકારે આવરણ આવે તેવા પરિણામો થયા જ કરે. લૌકિકમાનની કલ્પના પાછળ કેટલું અહિત થઈ જાય ? તેનો વિવેક ખચીત હોવો ઘટે. (૧૦૮૦) ફેબ્રુઆરી ૧૯૯૩ અનંતકાળે મોંઘુ એવું મનુષ્યપણું મળ્યું છે. તેમાં દેહાર્થની સર્વ બાબતને ગૌણ કરી એક આત્માર્થને જ મુખ્ય કરી, આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, – તેવો અખંડ નિશ્ચય થતાં આત્માર્થાતા પ્રગટે. દેહાર્થે સુખી થવું – તે કેવળ કલ્પના છે, તેમ યથાર્થ ભાસે તો જીવ સંસારમાર્ગથી પાછો વળી પરમાર્થમાં અગ્રેસર થાય, અને સર્વ શક્તિથી આત્મહિતનો જ પુરુષાર્થ કરે. સંયોગોની ચિંતા એકાંતે આત્મગુણરોધક છે, તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. (૧૦૮૧) જ્યાં સુધી સ્વચ્છંદ છે, ત્યાં સુધી બોધબીજ યોગ્ય ભૂમિકા નથી. સ્વચ્છંદ જીવનો મહાદોષ અનાદિથી છે. તેને છેદવાના બે ઉત્તમ ઉપાય છે, એક ઉપાદાન સાપેક્ષ અને બીજો નિમિત્ત સાપેક્ષ. પોતાના દોષને અપક્ષપાતપણે જોવાથી સ્વચ્છંદ અવશ્ય હાનિ પામે છે, જ્યાં સુધી તે પ્રકારે નિજાવલોકનરૂપ આત્મજાગૃતિ ન ઉત્પન્ન થાય ત્યાં સુધી સ્વચ્છંદે જ જીવ ધર્મ પ્રવૃત્તિમાં જપ, તપ, Page #354 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૨૯૯ શાસ્ત્ર વાંચનાદિમાં પ્રવર્તે છે, પણ તેથી આત્મહિત નથી, દઢ મોક્ષેચ્છાવાનને સ્વયંના અવલોકનનો પ્રકાર ઉત્પન્ન થાય છે. બીજો ઉપાય - પ્રત્યક્ષ સત્પરુષના યોગે, તેમની આજ્ઞાનું એક નિષ્ઠાએ આરાધના કરવાથી સહજમાત્રમાં સ્વચ્છંદ રોકાય છે. – આ સુગમ ઉપાય છે. પરંતુ પુરુષ મળવા જોઈએ અને તેમનો આશ્રય કરવાનો નિશ્ચય થવો જોઈએ. પ્રત્યક્ષ યોગનું મહત્વ સ્વચ્છેદ મટાડવા અર્થે સમજાવું આવશ્યક છે. અર્થાત્ જેને પ્રત્યક્ષયોગનું મહત્વ ભાસતું નથી, તેને આત્મહિત ખરેખર કરવું નથી, એમ નિશ્ચય થાય છે, અને તે મહાસ્વચ્છંદ જ છે. કારણકે નિજ દે અનંતકાળ પરિશ્રમ કરવા છતાં માર્ગ પ્રાપ્તિ થઈ નથી. “સ્વચ્છંદ નિરોધપણે સત્પરુષ આખપુરુષની ભક્તિને સમકિતનું પ્રત્યક્ષ / અનન્ય કારણ જાણીને તેને એક ન્યાયે સમકિત કહેવામાં આવ્યું છે, તે યથાર્થ જ છે. (૧૦૮૨) સ્વરૂપ-પ્રાપ્તિની ભાવના પ્રધાનતા આત્માર્થીને હોવા છતાં, પર્યાયનું અહમ્ ઉત્પન્ન ન થાય તે યથાર્થ ભૂમિકાનું વિલક્ષણપણું છે. દૃષ્ટિના વિષયભૂત દ્રવ્ય સ્વભાવનું જોર થવા છતાં, નિયાભાસ ન થાય અને દ્રવ્ય-પર્યાયનું સંતુલન જળવાઈ રહે, ત્યાં જો પૂર્ણતાને લક્ષે શરૂઆત થઈ હોય તો. અન્યથા સંતુલન જળવાવું સંભવિત નથી. સત્સંગ, યથાર્થતાની પ્રાપ્તિમાં પરમ ઉપકારી છે. (૧૮૮૩) Vસત્સંગમાં પ્રાપ્ત બોધની અસર થવાથી, મુમુક્ષુજીવની પ્રકૃતિદોષ ઉપર પ્રથમ ઘા પડે છે, અર્થાત્ પ્રકૃતિ મોળી પડી જાય છે. - આ એક શરૂઆતનું શુભ ચિન્હ છે. શરૂઆતમાં આવો ફેર ન પડે, તો તેને હળવાશથી ગૌણ ન કરતાં અતિ ગંભીર અયોગ્યતા સમજી, પ્રકૃતિદોષ હાનિ પામે તે અર્થે ઉપાય કરવા ગંભીરતાથી વિચારણા કર્તવ્ય છે. કારણ કે વીતરાગી બોધ પ્રકૃતિને હણવાનું અમોઘ શસ્ત્ર છે, તે નિષ્ફળ ગયા પછી કોઈ સાધન રહેતું નથી, શ્રી સમયસાર (ગા૩૧૭)માં આચાર્ય ભગવાને કહ્યું કે – સારી પેઠે શાસ્ત્રો અધ્યયન કરવા છતાં, અભવ્ય પ્રકૃતિ છોડતો નથી.’ કેટલી ગંભીર વાત કહી છે ?! પ્રકૃતિ ન છૂટતી હોય તેણે વિચારવા માટે. ગુણગ્રહણરૂપ સરળપણાના અભાવમાં આવું બને. જ્યાં સરળતા ન હોય, ત્યાં મધ્યસ્થતા ક્યાંથી હોય ? ન જ (૧૦૮૪) હોય. ઈ પ્ર. - જ્ઞાનનું પાચન પરિણમન) કોને થાય ? ઉ. – જેણે જન્મ-મરણથી છૂટવાનો નિર્ધાર કર્યો હોય અને તેથી જેનો કષાયરસ મંદ થયો હોય, તેમ જ રાગરસ ઘટવાથી વિરક્તતારૂપ અંતર વૈરાગ્ય ઉત્પન્ન હોય. આ બે પ્રકારની દશા, જ્ઞાનને પાચન થવામાં પાચકરસ જેવું કામ કરે છે. સાથે સાથે તત્ત્વ અને ગુણને ગ્રહણ કરવાની Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અનુભવ સંજીવની તત્પરતારૂપ સરળતા અને સત્યાસત્યની તુલના કરવા માટેની મધ્યસ્થતા – નિષ્પક્ષપાતતા હોય તેને આત્માર્થીપણું ઉત્પન્ન થાય છે. અંતર નિરીક્ષણથી આ ભાવોના સદ્ભાવને સમજવા જોઈએ. (૧૯૮૫) જે સત્-શોધક જીવને પ્રત્યક્ષયોગે જ્ઞાની ઓળખાય છે ત્યારે તેને જ્ઞાની રાગાદિથી ભિન્ન પરિણમતા દેખાય છે. રાગાંશ હોવા છતાં તેનાથી ભિન્નપણે વર્તતા પુરુષાર્થમાં સમ્યકત્વના – સમ્યક સ્વભાવના દર્શન જેને થાય છે, તે નિયમથી ક્રમે કરીને જ્ઞાની થાય છે. સૂક્ષ્મ અને નિર્મળ સ્વભાવના દર્શન તથારૂપ નિર્મળ અને સૂક્ષ્મ ઉપયોગ થવા યોગ્ય છે, માત્ર મોક્ષ અભિલાષામાંથી એવી નિર્મળતાનો જન્મ થાય છે. (૧૦૮૬) - સ્વયંનું જ્ઞાનાનુભવન જ સુખાભાસરૂપ ભ્રમણાની નિવૃત્તિનો પ્રયોગસિદ્ધ ઉપાય છે, એકમાત્ર ઉપાય છે. વેદના-દુઃખ નિવૃત્તિનો પણ આ જ ઉપાય છે. આ ઉપાય સિદ્ધ-પ્રાપ્ત થવાથી જીવ સંસાર તરી જાય છે. આવું જ્ઞાનાનુભવન તે સ્વ.નું અભેદજ્ઞાન છે અને પર–નું પરથી ભેદજ્ઞાન . (૧૦૮૭) - આત્માર્થી જીવે સૌ પ્રથમ એ વિચારવા યોગ્ય છે કે જે કાંઈ કર્તવ્યને ગ્રહતાં અને અકર્તવ્યને ત્યાગતાં તત્ સંબંધી ‘અહમ્ ઉત્પન્ન જ ન થાય, તેવી સહજ સ્થિતિ રહે–તેવો ઉપાય ગષવા યોગ્ય છે. નહિ તો પર્યાયદૃષ્ટિપણાને લીધે દર્શનમોહ તીવ્ર થવાથી સહેજે અહમ્ થવાની સંભાવના રહેલી છે. તેથી મહાત્માઓએ સૌ પ્રથમ પૂર્ણતાનું લક્ષ' કરવા ફરમાવ્યું છે. – આ લક્ષ રહેવાથી પૂર્ણ શુદ્ધિ પર્વત, અતિ પરિણામીપણાથી ઉપજતો અહમ્ભાવ થતો નથી, પરંતુ ઘણું બાકી છે – તેમ જ લાગ્યા કરે. (૧૦૮૮) / આત્માર્થી જીવે પ્રયોગ-પદ્ધતિનો વિષય સમજવા, ઉતાવળથી કે જાણકારીના લોભથી પહેલેથી ધારણામાં લેવો હિતાવહ નથી. પરંતુ પ્રયોગ દ્વારા જ તેનું Practical જ્ઞાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. નહિતો ધારણામાં પ્રાયઃ અટકવું થઈ જશે. તેથી સમજવાની પ્રયોગ પદ્ધતિ જ રાખવી તે ઉત્તમ છે. અર્થાત્ પ્રયોગ દ્વારા જ પ્રયોગને સમજવો ઉચિત છે–વગર પ્રયોગે પ્રયોગનું જાણપણું પર્યાપ્ત થતું પણ નથી. વળી જાણપણાનો લોભ, જાણપણું થતાં, સંતોષમાં રૂપાંતર પામે છે, તે પ્રયોગમાં આવવા નહિ દે. તે પણ લક્ષમાં લેવા યોગ્ય છે. (૧૦૮૯). અધ્યાત્મમાં કેટલાક સિદ્ધાંતો જે તે કોટીના સાધકો – અધિકારી આત્માઓ માટેના હોય Page #356 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૦૧ છે, જેના દ્વારા તે જીવોનું આત્મકલ્યાણ શીઘ્ર સધાય છે. તથારૂપ યોગ્યતા વિના પ્રાયઃ તે વિષયનો શ્રવણયોગ થવા છતાં, તેનો પારમાર્થિક લાભ થવો સંભવતો નથી. યોગ્યતા વિના અને તત્ સંબંધિત પ્રયત્ન દશા વિના, માત્ર ધારણા કરવાં જતાં, તે વિષયમાં કલ્પિત નિશ્ચય થાય છે, જે અભિનિવેષનો હેતુ થાય છે. તેથી તેવા પ્રસંગમાં પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ ચાલવું હિતાવહ છે. દૃષ્ટાંત તરીખે :શ્રી નિયમસાર પરમાગમમાં ગા-૧૫ની ટીકામાં કારણશુદ્ધપર્યાયનું’ પ્રતિપાદન કર્યું છે ત્યાં તેને ‘પૂજિત પંચમભાવ પરિણતિ’ કહી છે, તેમાં ઉક્ત રહસ્ય અર્થાત્ શુદ્ધ પરિણમનનું સાક્ષાત્ કારણ– નો નિર્દેશ છે. જે તદ્યોગ્ય અધિકારી થઈ ગ્રહણ કરવા યોગ્ય છે. તે પહેલાં ધારણામાં જવું જોઈએ નહિ. (૧૦૯૦) / સહજાત્મસ્વરૂપપ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષ છે. જેની પ્રત્યક્ષતા માત્ર પ્રત્યક્ષ અનુભવ સંપન્ન સત્પુરુષના ‘પ્રત્યક્ષયોગ'માં જ પ્રકાશિત થાય છે, જે ઉત્કૃષ્ટ પાત્ર જીવને પરોક્ષતામાંથી પ્રત્યક્ષતામાં પ્રવેશ કરાવી દે છે. દિપકથી વાટ દિપકમાં પ્રવર્તન પામે તેમ. સ્વરૂપ સંબંધીના ગમે તેટલા વાંચન વિચાર ચિંતન જીવ પરોક્ષતામાં રહીને કરે, પણ તેથી પ્રત્યક્ષ અનુભવ ન પ્રગટે, તેથી નિષ્કારણ કરુણાશીલ મહાત્માઓએ સંત-ચરણનું પ્રાધાન્ય દર્શાવ્યું છે, તેમાં પારમાર્થિક ઉક્ત આશય નિહિત છે. સંત-ચરણનું મૂલ્ય મોક્ષ છે. (૧૦૯૧) - - સ્વરૂપ પ્રત્યક્ષતાનું પ્રકાશવું સત્પુરુષ સિવાય અસંભવિત છે, અને તેના અપ્રકાશનમાં, મુમુક્ષુને નિમિત્ત—નૈમિત્તિક ભાવે સત્ની પ્રાપ્તિ કેમ થાય ? તેથી જ જડથી જેમ ચેતનની ઉત્પત્તિ અશક્ય છે, તેમ અજ્ઞાની વડે, આત્માનું અર્થાત્ પ્રત્યક્ષ સ્વરૂપનું પ્રકાશવું અશક્ય છે. આ કારણથી સત્પુરુષની વિદ્યમાનતા અને તેમની આજ્ઞાકારીતાનું મહત્વ શાસ્ત્રોમાં ઠામ ઠામ દર્શાવ્યું છે, પ્રસિદ્ધ છે. સ્વરૂપ પ્રત્યક્ષતા પ્રત્યક્ષ અંશે ગ્રહણ થવાથી આત્મરસની ઉત્પત્તિ સહજ જ થાય છે, આ સ્વરૂપ રસ ઉત્પન્ન થવાનું અનન્ય કારણ છે. તેમ જાણી તથા પ્રકારે પ્રયાસ થવો ઘટે. ( વેદન પ્રત્યક્ષ વડે વ્યાપ્ય—વ્યાપકભાવે નિજ ભાવમાં ભાવાન્વિત થવું.) સત્પુરુષના પ્રત્યક્ષયોગનું રહસ્ય એ છે કે, તેમને આત્મા પ્રત્યક્ષ છે, જે અન્યને પ્રત્યક્ષતા પ્રગટાવવા સમર્થ છે, તેનો બીજો પર્યાય નથી, તેની બીજી અવેજી નથી.- તેમ જેને સમજમાં આવે, તેને તેનું મૂલ્યાંકન થાય. (૧૦૯૨) - માર્ચ ૧૯૯૩ ‘કારણ શુદ્ધ પર્યાય’ને ભગવાન પદ્મપ્રભમલધારીદેવે ‘પૂજિત પંચમભાવ પરિણતિ’ કહીને અનંત કરુણા કરી છે. ત્યાં, સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થમાં વર્તતા જીવને વર્તમાન સ્વાકારભાવે સ્વયંના - Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અનુભવ સંજીવની અનંત સામર્થ્યને અવલંબતા – નિષ્પન્ન શુદ્ધ કાર્ય સહિત – સ્વરૂપ પરિણમન શક્તિ. અનન્ય કારણપણે વર્તતી કાર્યની સંધિ સહિત જોઈ છે. જે તથારૂપ પરિણામ યોગ્યતામાં રહી / પ્રવેશી અવગાહન કરવા યોગ્ય છે. તે પહેલાં પરલક્ષી વિચારમાં તેની કલ્પના થવા સંભવ છે. આવા ગંભીર વિષયને અધીરજથી અપરિપકવ દશાએ સમજવા જતાં કલ્પિત નિશ્ચય થાય છે, જેથી દૂર રહેવું ઘટે. (૧૦૯૩) ઉપાધિમય ઉપયોગ, જ્ઞાન સામાન્યને તિરોભૂત કરે છે, તેથી જ શ્રી જિનેશ્વરદેવે વૈરાગ્ય અને ઉદાસીનતા ઉપદેશી છે. નિરૂપાધિ જ્ઞાન જ જ્ઞાનવેદનરૂપ જ્ઞાન સામાન્ય પ્રતિ વળવા સક્ષમ છે. તેથી સર્વ અન્ય દ્રવ્ય-ભાવથી પોતાનું અસંગપણું અવલોકી ઉપાધિ રહિત થઈ, અવ્યાબાધ અનુભવરૂપ એવા પોતાને પ્રત્યક્ષ કરવો, તેમાં સર્વ જ્ઞાન સમાય છે. દ્વાદશાંગીના વિસ્તારનો સાર આ છે. કેવળ અસંગ અને અનંત પ્રત્યક્ષની પ્રતીતિમાં સમ્યકદર્શન સમાય છે. સ્વરૂપાકાર વીતરાગી દશામાં સર્વ ચારિત્ર સમાય છે. તેવી દશા જેણે પ્રાપ્ત કરી, તે ભગવાનરૂપ પુરુષને નમસ્કાર. (૧૦૯૪) જે માર્ગે ચાલી જ્ઞાનદશાને પામ્યા, તેવા જ્ઞાનીના માર્ગે ચાલવાનો જીવન નિશ્ચય થાય તો તે યોગ્યતાનું સાચું અને ઘણું સારું લક્ષણ છે. પ્રાયઃ અનેક શાસ્ત્રો વાંચ્યા પછી પણ આવો નિશ્ચય કોઈ વિરલ જીવને થાય છે. જે જીવને આવો નિશ્ચય થાય છે તે જીવ અવશ્ય તરી જાય છે. –શ્રી સોભાગભાઈને જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો નિશ્ચય અદ્ભુત હતો.’ – તેમ કૃપાળુ દેવના જ્ઞાનમાં હતું. (પત્રાંક ૭૮૩) અને તેથી તેઓની પ્રસન્નતા / કૃપા શ્રી સોભાગભાઈ પ્રત્યે હતી. આ કારણથી તેમનામાં મુમુક્ષુતાના અદ્ભુત ગુણો પ્રગટ્યા હતા, આ કારણથી જ કૃપાળુદેવનો પારમાર્થિક બોધ તેઓ ઝીલી શક્યા હતા. આત્માર્થીએ મુખ્ય કરીને આ વાત લક્ષ ઉપર લેવા યોગ્ય છે. (૧૦૯૫) / સત્પુરુષના ચરણમાં નિવાસ તે પરમ સત્સંગ છે. તેના જેવું હિતકારી સાધન જગતમાં કોઈ નથી. સત્પુરુષ એટલે મૂર્તિમાન મોક્ષ. – એવું ભાસે તેને ખરી ઓળખાણ થઈ છે. અન્યથા ઓઘસંજ્ઞાએ સન્દુરુષની માન્યતા છે, ખરી ઓળખાણ થયે, વગર સમજાવ્યું પણ જીવને સ્વરૂપ સ્થિતિ થવી સંભવે છે. – તે સત્સંગનો અદ્ભુત અને અલૌકિક ચમત્કાર છે. તેવું દર્શાવવાના આશય / હેતુ થી જ સર્વ જિનાગમમાં ઠામ ઠામ સત્સંગનો મહિમા ગાયો છે. જીવે વિવેકપૂર્વક સત્સંગને, સર્વ પ્રસંગને ગૌણ કરી, આરાધવા યોગ્ય છે. (૧૦૯૬) Page #358 -------------------------------------------------------------------------- ________________ * કરે છે. * 303 અનુભવ સંજીવની દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરે છે. કરણાનુયોગના સિદ્ધાંતો વિભાવ, વિભાવના ફળ, અને તેના ભોગ્ય સ્થાનોનું પ્રતિપાદન ચરણાનુયોગ મોક્ષમાર્ગના બાહ્યાત્યંતર (વ્યવહાર નિશ્ચય) આચરણને અને આચરણના ક્રમને નિરૂપે છે. આમ જિનાગમના સિદ્ધાંતો સંપૂર્ણ વિજ્ઞાનની અભિવ્યક્તિ દ્વારા, જે તે પ્રકારના બુદ્ધિપૂર્વકના વિપર્યાસને દૂર કરે છે. વિપર્યાસનો અભાવ થવાથી જીવ સ્વસન્મુખ થવાને યોગ્ય થાય છે. - V* અધ્યાત્મના સિદ્ધાંતો દ્વારા અધ્યાત્મ તત્વમાં – નિજસ્વરૂપમાં – અભેદ આશ્રય કરાવવાનો હેતુ છે. ત્યાં સર્વત્ર યથાસ્થાને કારણ - કાર્યના નિયમો જીવના હિતાર્થે નિરૂપણ કરવામાં આવ્યા છે, જેની સંકલના અદ્ભુત અને સુવ્યવસ્થિત છે. એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે. (૧૦૯૭) * જો પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષના સમાગમ અને આશ્રયની ભાવના જીવને વર્તતી ન હોય તો, શુદ્ધ અંતઃકરણથી આત્મહિત કરવાની જીવની ઈચ્છા જ નથી, તેમ સિદ્ધ થાય છે. અથવા પ્રત્યક્ષપણે તે જીવ સંસાર પરિભ્રમણથી ભય પામ્યો નથી. સ્વચ્છંદે વર્તવાનો ત્યાં અભિપ્રાય છે. (૧૦૯૮) અસારભૂત એવા ઉદય પ્રસંગમાં સારભૂત પ્રયોજનની માફક વર્તવા છતાં, જે મહાપુરુષો નિજ સ્વભાવમાં અચળ રહ્યા, તેમના ભીષ્મ પુરુષાર્થનું સ્મરણ પણ આત્માર્થીને આત્માર્થ ઉપજાવે છે, વા પુરુષાર્થમાં પ્રેરે છે. બાહ્યદૃષ્ટિમાં આવો મહાન પુરુષાર્થ સમજાતો નથી. મહાપુરુષોના ચરિત્ર ગુઢ પારમાર્થિક રહસ્યને સમજવાના જીવંત દૃષ્ટાંત છે. આ મુખ્ય હેતુ કથાનુયોગની રચના પાછળનો છે. (૧૦૯૯) * યથાર્થ ઉપકારી અમૃતપાન દાતાર પુરુષ પ્રત્યક્ષ પ્રત્યે અનન્ય ભક્તિરૂપ એકત્વભાવના મુમુક્ષુજીવને ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિનું કારણ છે. તેથી તેમના સમાગમની નિરંતર કામના રહ્યા કરે છે. (૧૧૦૦) અલ્પ વ્રત પણ ન હોવા છતાં અને ચારિત્રમોહના અટળ ઉદયમાં સંદેહ ઉપજે તેવી દશાએ વર્તતા છતાં, સમ્યક્દર્શનનું સામર્થ્ય દર્શાવવાના હેતુથી કથાનુયોગમાં મહાપુરુષના પ્રસંગો વર્ણવ્યા છે, ત્યાં વિષય કષાયનું પોષણ કે અનુમોદન ન થાય, તેવી જાગૃતિ રાખવી યોગ્ય છે. વિપરીત રુચિથી કોઈ એક દૃષ્ટાંત ગ્રહણ કરી લેવાથી, અભિપ્રાયપૂર્વકનો દોષ થઈ, શુદ્ધ પરિણામની હાનિ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અનુભવ સંજીવની થઈ જાય છે. અર્થાત્ દોષદષ્ટિ (મિથ્યાદષ્ટિ) બળવાન થઈ જાય છે. (૧૧૦૧) પ્રશ્ન : પ્રયત્નદશાની શરૂઆત કેવી રીતે કરવી ? ઉત્તર : ચાલતા ઉદય પ્રસંગમાં ઈષ્ટ – અનિષ્ટબુદ્ધિપૂર્વક ઈષ્ટ – અનિષ્ટપણું અનુભવાઈ રહ્યું છે, ત્યાં સમજણને લાગુ કરી, ઉદયને માત્ર જ્ઞેય' રૂપે અવલોકવું; અને પ્રથમ, પર પદાર્થ સંબંધી ઈષ્ટ - અનિષ્ટપણાનો, અભિપ્રાય મટાડવો. અભિપ્રાય પલટાયા વિના ‘હું જ્ઞાનમાત્ર છું’– તેવી અસ્તિનો પુરુષાર્થ ચાલશે નહિ અને રાગ-દ્વેષ થવા કાળે જાગૃતિ આવી સહજ ભાવે નિષેધ આવશે નહિ. અભિપ્રાય બદલાયા પછી સર્વ ઉદય પ્રસંગમાં જ્ઞાતા દૃષ્ટા અર્થાત્ સાક્ષીભાવે રહેવા પુરુષાર્થ કરવો. ઈષ્ટ - અનિષ્ટ લાગવું તે માત્ર કાલ્પનિક છે—તેમ પ્રયોગકાળે લાગે તે વિપરીત અભિપ્રાય મટે. જ્યાં સુધી કલ્પના, કલ્પના ન લાગે ત્યાં સુધી તેની તપાસ ચાલુ રાખવી, કાર્યે કાર્યો અને પ્રસંગે પ્રસંગે. (૧૧૦૨) પરમાર્થ પામવામાં જીવને અપાર અંતરાય છે. કોઈપણ ભૂમિકામાં નિર્વિઘ્નપણે આગળ વધવામાં સત્સંગ જેવું બીજું કોઈ સાધન નથી. સત્પુરુષના સંગને, તેથી અપૂર્વ જાણી આરાધવો અને સત્પુરુષના વિયોગમાં, શુદ્ધ અંતઃકરણથી પરમાર્થને કેવળ ઈચ્છતાં એવાં સાચા મુમુક્ષુઓના સમાગમમાં રહેવું, જેથી અસત્સંગથી બચી શકાય. આ કાળમાં સત્પુરુષનો સંગ તો અત્યંત દુર્લભ છે, પરંતુ મોક્ષાર્થીનો સંગ પણ દુર્લભ જાણી, તેનું ઉપકારી પણું જાણી, દાસત્વ ભાવે રહેવું. આવું દાસત્વ સ્વીકારવું તે પરમાર્થ પ્રાપ્તિની પરમ યોગ્યતાનું ઘોતક છે. જ્ઞાનીપુરુષ પણ એવો અભિપ્રાય સેવે છે, જે મોક્ષાર્થીને બોધનું નિમિત્ત છે. પરસંગના યોગે જીવ ભૂલ્યો છે તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. (૧૧૦૩) * બંધબુદ્ધિએ વર્તતા જીવે પોતાને અબંધ (જ્ઞાયક શુદ્ધ) સ્વરૂપે કલ્પવો, તે નિશ્ચયાભાસ છે. તેથી પ્રથમ વિપરીત અભિપ્રાયને – સુખાભાસને ટાળવા પ્રયાસ કરવો; તે વિના અસ્તિનો જ્ઞાયકનો – પુરુષાર્થ (સહજ સંવેગ) ઉપડશે નહિ. છતાં કૃત્રિમ શાયકનું જોર – વિકલ્પમાં કરવાથી, તેમાં સફળતા થતી નથી. મુક્ત થવાના અભિપ્રાય વિના બંધબુદ્ધિ ટળતી નથી. પરમાં સુખબુદ્ધિ ભાવબંધનું મૂળ છે. તે જીવને બહિર્મુખ રહેવામાં અને અંતર્મુખ નહિ થવા દેવામાં મુખ્ય કારણરૂપ છે, અને ઉદાસીનતાની રોધક છે. (૧૧૦૪) જેને પરમ ઉત્કૃષ્ટ એવો જિનદેવનો કેવળ અંતર્મુખનો માર્ગ શ્રવણ-પ્રાપ્ત પણ થયો નથી, - Page #360 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૦૫ તે હિનપુણ્ય જીવ સંસારના ભયંકર દુઃખોથી મુક્ત ન થઈ શકે, તે સહજ છે, પરંતુ જે જીવને પરમ સત્ય લક્ષ ઉપર આવ્યું છે, તે ક્ષુદ્ર ઉદય પ્રસંગો અને સાધારણ વિકલ્પોમાં સ્વયંના મહાન સ્વરૂપને રોકી રાખે છે, તે પ્રમાદમાં રતિ છે. પ્રમાદમાં રતિ કરવાં યોગ્ય કાંઈ જ નથી. તેથી હે જીવ ! ત્વરાથી સ્વયંના મહાન પદને સંભાળી અંતર્મુખ થા ! અંતર્મુખ થા ! ક્ષુદ્ર વિકલ્પોને સિદ્ધ કરવામાં રોકાવું તે આત્માને આવરણ કરનાર છે, અવિવેક છે. સંસાર પ્રત્યેની તીવ્ર ઉદાસીનતાથી, અને સત્યમાગથી પ્રાપ્ત વિશુદ્ધ (નિર્મળ) મતિથી કોઈક જીવને કેવળ અંતર્મુખ થવાનો તે માર્ગ સમજાય છે, જે સર્વ દુઃખક્ષયનો ઉપાય છે. જેને સમજાય છે, તે નિષ્પ્રમાદપણે તેનું અહર્નિશ આરાધન કરે છે. (૧૧૦૫) દોષ કરવો, કરાવવો અને અનુમોદન કરવું – તેનું સામાન્યપણે ફળ સરખું ગણવામાં આવે છે. પરંતુ વિશેષપણે વિચારતાં અથવા અભિપ્રાયના દષ્ટિબિંદુથી વિચારતાં, દોષનું અનુમોદન અભિપ્રાયપૂર્વક થાય છે. તેમાં દોષનું પ્રમાણ વધારે છે. દોષ કરનારને કોઈવાર દોષ કરવાનો અભિપ્રાય નથી પણ હોતો અને દોષ થઈ જતો હોય છે, પરંતુ કરાવવામાં પ્રાયઃ અને અનુમોદનમાં નિયમથી અભિપ્રાયપૂર્વક દોષનું પરિણમન થાય છે, તેથી તેનો વિચાર ઊંડાણથી કરવા યોગ્ય છે. (૧૧૦૬) ** આત્મસ્વરૂપમાં શાંત સુધારસ ભરેલો છે. તે પ્રગટ થાય તેવી શૈલીથી શ્રી સમ્રુતની રચના છે. આત્મશાંતિમાં નિમગ્ન પુરુષોનાં શાંતરસ પ્રધાન વચનો તે સમ્રુત છે. તેવા સમ્રુતનો પરિચય સ્વભાવની નિર્મળતા અર્થે કર્તવ્ય છે. (૧૧૦૭) આત્માને ગુણ પ્રગટવા અર્થે સશ્રુતથી પણ વિશેષ બળવાન નિમિત્ત પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ છે. અલ્પકાળમાં આત્મલાભ થવા માટે પ્રત્યક્ષ ગુણાતિશયવાન પવિત્ર પુરુષ વિશેષનાં આત્મવૃત્તિથી અને આત્માકારે થતી ચેષ્ટાથી પ્રભાવિત વચનો પરમ ઉપકારી થાય છે. પ્રત્યક્ષ પ્રગટ આત્મવૃત્તિનો બોધ આત્માર્થીને, શીઘ્ર રુચિ થઈને, અસર કરે છે અને સત્પુરુષનો આત્માકારે વર્તતો પુરુષાર્થ, આત્માર્થીના આત્મવીર્યને જાગૃત કરે છે, વા આત્મજાગૃતિને ઉત્પન્ન કરે છે, અનુભવ–ઉત્સાહમાં પ્રેરે છે. – એવા પરમ સત્સંગને અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર. જયવંત વર્તો પ્રત્યક્ષ યોગ !! (૧૧૦૮) // આત્મદર્શન માટે, આખા જગતથી ઉદાસ થઈ, અંતરલક્ષ કરવાની જેની અત્યંત તત્પરતા વર્તતી હોય, તેવા ઉત્કૃષ્ટ પાત્ર જીવને, પ્રત્યક્ષ મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ, ગુણાતિશય જેને પ્રગટ થયો Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અનુભવ સંજીવની છે, પવિત્રતા જેની શોભા છે, જે દિવ્યગુણોથી દિવ્યમૂર્તિરૂપે દશ્યમાન થાય છે, તેવા પુરુષરૂપ ભગવાનના, આત્મસ્વરૂપને પ્રત્યક્ષ કરતાં વચનો—અમૃતધારા– અંતરમાં પ્રદેશ પ્રદેશ વ્યાપી જાય છે, કારણ કે તે સુપાત્ર જીવ દિવ્યામૃતને પ્રદેશ પ્રદેશથી ઝંખતો ઊભો છે. તે પુરુષ પ્રત્યક્ષની આત્મવૃત્તિ અને આત્મજાગૃતિ આત્માર્થી જીવ માટે વગર કહ્યું પણ બોધનું નિમિત્ત થાય છે, ત્યાં વાણી દિવ્યધ્વનિ જ ભાસે તેમાં શું આશ્ચર્ય ? (૧૧૦), એ અધ્યાત્મમાર્ગમાં જ્ઞાનની સાધન અપેક્ષાએ પ્રધાનતા છે. જ્ઞાનવેદનનો આવિર્ભાવ થતાં સ્વાનુભૂતિ સમુત્પન્ન થાય છે, સ્વાનુભૂતિ સમ્યકત્વ ઉપજવાનું કારણ છે અને સમ્યકત્વ થતાં આત્માના અનંત - સર્વગુણો સમ્યક થઈ આત્માભિમુખ થઈ, જાત્યાંતર થઈ, પરિણમવા લાગે છે, જે ભવ નિવૃત્તિનું પરમ કલ્યાણનું એકમાત્ર કારણ છે. તેથી સમ્યકત્વનો અનંત મહિમા શ્રી જિને ગાયો છે. સર્વ ધર્માત્માઓએ સખ્યભાવને અભિવંદ્યો છે, અભિનંદ્યો છે. (૧૧૧૦) એપ્રિલ-૧૯૯૩ | સ્વરૂપ અનુભવ ન થવામાં અંતરાય દર્શનમોહનો છે. દર્શનમોહનો અનુભાગ સારી પેઠે ઘટવાથી સ્વરૂપદૃષ્ટિ સહજમાં પરિણમે છે. દર્શનમોહનો અનુભાગ ઘટવા અર્થે આત્મહિતના લક્ષે સત્સંગ, વિતરાગધ્રુત ચિંતવના, ગુણજિજ્ઞાસાપૂર્વક અંતર અવલોકન અને સ્વરૂપ લક્ષે ભેદજ્ઞાન અર્થાત્ સ્વસમ્મુખનો પુરુષાર્થ થવા યોગ્ય છે. " (૧૧૧૧) જે મહત્પષ નિર્મલ સમ્યક દર્શનથી અને પરમાર્થ સંયમથી પરમ પવિત્ર આત્મસ્વરૂપમાં સ્થિત છે, તેમના ચરણની ઉપાસના વડે નિગ્રંથ પ્રવચનનું રહસ્ય ગ્રહણ થવાની યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. | સર્વભાવથી વિરામ પામી સ્વરૂપ સમાધિમાં રહેવું – તે દ્રવ્યાનુયોગનું તાત્પર્ય છે. જિનશાસન જયવંત વર્તે !! (૧૧૧૨). Wપ્રશ્ન :- લક્ષ કોને કહે છે ? તે ક્યા ગુણની પર્યાય છે ? ઉત્તર :- લક્ષ જ્ઞાનની પર્યાય છે. તેના ત્રણ પ્રકાર છે. ૧. પ્રાપ્તિનું અંતિમ સ્થાન – ધ્યેય જ જેમકે પૂર્ણતા'. સૂત્ર :- પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. - ૨. આશ્રયભૂત સ્થાન. જેમકે “સ્વરૂપ લક્ષ' ધર્માત્માનું સઘળું પરિણમન - વચન સ્વરૂપ લક્ષે હોય છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૦૭ ૩. લક્ષ એટલે ઉપયોગ. જેમકે શાસ્ત્ર સ્વાધ્યાયમાં લક્ષ એટલે ઉપયોગ રાખવો તે કાળે બીજી બાજુ ક્યાંય લક્ષ (ઉપયોગ) ન જવું જોઈએ. (૧૧૧૩) પારમાર્થિક શ્રુતનો વિષય પરમાર્થ તત્ત્વ પરમ પવિત્ર એવું નિજ સ્વરૂપ છે. જે અનંત સુખનું નિધાન છે. તેના અવલંબને મનોજય અને ઈન્દ્રિયજય થઈ શુદ્ધાત્મ સ્થિતિની ઉપપત્તિ હોય છે. આ ‘સહજ પ્રત્યક્ષ’ પરમ તત્ત્વ વીર્યોલ્લાસનો મુખ્ય આધાર છે. વૃત્તિ શિથિલ થયે મહત્ પરાક્રમી પુરુષોનું અદ્ભુત આચરણ સ્મરણ કરવા યોગ્ય છે. (૧૧૧૪) અન્ય જીવને ઉપકાર થાય તેવી, ધર્મ-પ્રભાવના યોગ્ય, બાહ્ય પ્રવૃત્તિ પણ પ્રારબ્ધયોગ અનુસાર શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવી ઘટે છે. નિષ્કારણ કરુણાથી મહાપુરુષોએ પરમપદનો ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશનું કાર્ય મહાન હોવા છતાં પણ અંતર આરાધનામાં અપ્રમત્તભાવે વર્તતા, તે બાહ્ય કારુણ્યવૃત્તિ પણ જેને ઉપશાંત થઈ, તે મહત્ પુરુષની સાધનાને વંદન હો ! અંતર આરાધનામાં અપ્રમત્તભાવે રમણતા કરનારનાં બાહ્ય યોગનો સહજ સ્વભાવ સર્વ જીવ પ્રત્યે દયાનો હોય છે અને તેમનો આત્મ સ્વભાવ તો સર્વ જીવને પરમપદ પ્રત્યે આકર્ષણ કરનાર હોય તેમાં શું આશ્ચર્ય ! તે પ્રગટ આત્મસ્વભાવ વડે અન્ય તથારૂપ યોગ્યતાવાન જીવને આત્મસ્વભાવ પ્રગટે છે વા સ્વરૂપ સ્થિરતા પ્રાપ્ત થઈ, અંતે પરમપદની પ્રાપ્તિ થાય છે. તેનું મૂલ્યાંકન શેનાથી થાય ? (૧૧૧૫) સરળતા, મધ્યસ્થતા, શાંતતા, વૈરાગ્ય, આત્મજાગૃતિ આદિ ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એવા સહર્તનથી જ્ઞાનીપુરુષની ભક્તિ પ્રાપ્ત થાય છે. તે પહેલાંની અવગુણ દશામાં જે ભક્તિનો શુભરાગ હોય તે યથાર્થ ભક્તિ નથી. અથવા તે જ્ઞાનીપુરુષની આશામાં ન હોવાથી, જ્ઞાનીની દૃષ્ટિમાં માન્ય એવી ભક્તિ નથી. ભ્રુણની ઉપાસના અને ભક્તિ અવિનાભાવી છે.' અથવા કારણ કાર્યરૂપે છે. સહર્તનરૂપ ગુણનું આચરણ તે જ્ઞાનીની મુખ્ય આશા છે. જો જીવ તેને ઉપાસે તો ઘણા શાસ્ત્રોના અભ્યાસથી થતું ફળ, સહજમાં ઉપરોક્ત ભક્તિથી પ્રાપ્ત થાય. ક્રમે કરીને તેથી આત્મનિષ્ઠતા પ્રાપ્ત થાય. પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષના ચરણ કમલની ઉપાસના જેનું મૂળ છે. એવા માર્ગનો ક્રમ આ પ્રમાણે જાણવા યોગ્ય છે. * (૧૧૧૬) //ગંભીર ઉપયોગથી અને અવિક્ષિપ્ત ચિત્તથી પરમશાંત શ્રુતનું અનુપ્રક્ષણ થવા યોગ્ય છે. અપૂર્વ સ્વભાવની અંતર સાવધાની પ્રેરક, સ્વરૂપ પ્રત્યક્ષતા દર્શક, મહત્પુરુષનાં વચનામૃતનું ઊંડુ અવગાહન Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ અનુભવ સંજીવની આત્માને સમ્યક પુરુષાર્થમાં યોજી પરમશ્રેયનું મૂળ દઢીભૂત કરે છે, અને ક્રમે કરીને તેથી પરમપદની સંપ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાય પદ્ધતિ અને સ્વાધ્યાયનો વિષય – આ પ્રકારે ઈચ્છનીય છે. તદ્ અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વાંછનીય છે. (૧૧૧૭) વર્તમાન જીવન-વ્યવહારની સ્થિતિ એવી છે કે પ્રાયઃ તેમાં ચિત્ત વિક્ષેપ રહ્યા કરે. અવિક્ષિપ્ત ચિત્ત રહેવું દુર્ઘટ છે. તેમાં સામાન્ય મુમુક્ષુ વૃત્તિના જીવો શાંત રહી શકે – એમ અમુક અંશે થવાને અર્થે, કલ્યાણરૂપ અવલંબન – સત્સંગનું મહત્વ – તેની આવશ્યકતા સમજાવી પણ તેમને કઠણ છે. શુદ્ધ અંતઃકરણથી જીવને આત્મકલ્યાણની ભાવના થાય તો સત્સંગ અર્થે ગરજવાન થાય. જે સત્સંગનું મહત્વ સમજતા નથી, તેને ખરેખર આત્મકલ્યાણ કરવું છે – એમ કહેવું કઠણ છે. (૧૧૧૮) " જ્યાં સુધી બાહ્ય પદાર્થમાં સુખ – અભિપ્રાયપૂર્વક અનુભવાય છે, ત્યાં સુધી પરિણામની દિશા – વૃત્તિનો પ્રવાહ બહિર્મુખ વળે છે અને અંતર્મુખ થઈ શકાતું નથી. ભેદજ્ઞાનના પ્રયોગપૂર્વક જડ ચેતનની ભિન્નતાનો અભિપ્રાય કેળવવાથી ચૈતન્યતત્ત્વની પ્રતીતિ વડે જીવની વૃત્તિનો પ્રવાહ વિષયથી ઉદાસીન થઈ, શુદ્ધ ચૈતન્ય પ્રત્યે સહજ વળે છે. કારણકે સ્વયં અનંત અચિંત્ય અવ્યાબાધ સુખથી ભરિતાવસ્થ છે. સહજ પ્રત્યક્ષ સ્વરૂપને પ્રગટ દર્શાવનારા અનુભવી પુરુષના વચનના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ દર્શનમોહના રસને તોડી નિજ સ્વરૂપની યથાર્થપણે પ્રતીત કરે છે. તત્ત્વશ્રવણની ઉલ્લાસિતતા, તત્ત્વ પ્રતીતિની પૂર્વભૂમિકા છે. અને પ્રતીતિ અનુસાર જીવની વૃત્તિનો પ્રવાહ સહજ પ્રવહે છે. તેથી જ ઉલ્લાસિત વીર્યવાન જીવને ૫. કૃપાળુદેવે તત્ત્વ પામવાનો મુખ્ય અધિકારી / પાત્ર કહ્યો છે. મુક્તિનો ઉલ્લાસ ન આવે તે અત્યંત અસ્વભાવિક છે, અપાત્રતાનું લક્ષણ છે. | (૧૧૧૯) - ગુણ જિજ્ઞાસા – ગુણ પ્રાપ્તિની અભિલાષા આત્માર્થીને હોય છે. તેથી અધિકગુણીજન, - સપુરુષ કે જેમણે અલૌકિક ગુણો પ્રગટ કર્યા છે, સદ્ગુરુ કે જે ગુણાતિશયથી શોભાયમાન છે અને પરિપૂર્ણ દિવ્યગુણોથી અલંકૃત વીતરાગદેવ પ્રત્યે આત્માર્થીને બહુમાન અને ભક્તિ સહજ ઉત્પન્ન થાય છે. તેમાં ગુણ પ્રાપ્તિનો અભિપ્રાય યથાયોગ્ય છે અને તે ભૂમિકામાં ભક્તિરાગ સાથે સાથે સહજ થાય છે, પરંતુ રાગ કરવાનો અભિપ્રાય ઘટારત નથી. રાગ કરવાના અભિપ્રાયથી જો રાગ કરાય તો રાગરસ ચડી જાય અને રાગ કરવાથી લાભ મનાય તેમજ તેવો વિપરીત અભિપ્રાય દઢ થાય, ત્યાં રાગ મટવાનો અવસર જ ન આવે, પરંતુ જો અભિપ્રાય વિરુદ્ધ રાગ થાય તો તેનો ખેદ થાય-નિષેધ વર્તે. જો અભિપ્રાયમાં પરની મહત્તા રહે તો તેમાં સ્વયંના અનંત સામર્થ્યનો Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ અનુભવ સંજીવની અસ્વીકાર થાય, જે સ્વરૂપ શ્રદ્ધાનને પ્રતિબંધક એવો મહાદોષ છે. (૧૧૨૦) V સન્માર્ગને ઈચ્છતા અને ગવેષતા એવા આત્માર્થી જને, અનાદિ સ્વચ્છેદથી રહિત થવા અર્થે પરમવીતરાગ સ્વરૂપ જિનેશ્વરદેવ, સ્વરૂપસ્થિત નિસ્પૃહી નિગ્રંથગુરુ, પરમદયામૂળ વાત્સલ્યયુક્ત ધર્મવ્યવહાર અને પરમશાંત અમૃતરસ – રહસ્ય વચન સ્વરૂપ સન્શાસ્ત્રની પરમભક્તિપૂર્વક ઉપાસના સાધકપણાના અંત સુધી કર્તવ્ય છે. આત્મકલ્યાણની ભાવનાવાન જીવને આ પ્રકાર સહજ હોવા યોગ્ય છે. આ પ્રકારે સ્વચ્છેદ ગળવાથી જીવ, દેહાદિ અને રાગાદિથી ભિન્ન, પરમ શુદ્ધ પ્રત્યક્ષ ચૈતન્યમય આત્માનું ભેદજ્ઞાન કરવા સક્ષમ થાય છે. અને વિભાવથી સહજ ઉપશમ થઈ, નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે. (૧૧૨૧) આત્મકલ્યાણનો અપૂર્વ વિચાર – નિર્ધાર પ્રાયઃ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષના ચરણ સેવન વિના બીજા પ્રકારે સંભવતો નથી. એવા અપૂર્વ વિચાર વિના અપૂર્વ એવું આત્મજ્ઞાન ઉત્પન્ન થવું સંભવતુ નથી. અપૂર્વ એવા આત્મજ્ઞાન વિના જીવ કાંઈ પણ સાધન કરે તે કલ્પિત છે. એવા કલ્પિત સાધનથી આત્મા છૂટવાને બદલે ઉલ્ટાનો બંધાય છે. તેથી તે કલ્પિત સર્વ સાધનને માઠાં સાધન જાણવા કારણકે તેથી “સાધું છું—એવું દુષ્ટ અભિમાન થાય છે, જે સંસારનો મુખ્ય હેતુ છે. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાએ કર્યા નથી. જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તતા જીવને સંસાર પરિભ્રમણ હોય નહિ કેમકે જ્ઞાની પુરુષની આજ્ઞા જીવને ભવમાં જતાં રોકનારી છે, અને એકાંતે આત્માર્થ પ્રેરક છે. આથી એવો સિદ્ધાંત ગ્રાહ્ય થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ અને સૌથી સુગમ અને સરળ ઉપાય છે. જીવે લોકિકભાવ છોડી દઈ, પોતાની કલ્પનાએ – છંદે ચાલવાનું તજી દઈ, એક આત્મકલ્યાણના લક્ષે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનો નિર્ધાર કર્તવ્ય છે. (૧૧૨૨) કારણશુદ્ધ પર્યાય એટલે “અવલંબનને યોગ્ય એવું નિજ સ્વરૂપનું વર્તમાન અવસ્થિતપણું કે જે તે જ સમયમાં પર્યાયશુદ્ધિનું કારણ બને છે. સર્વ વર્તમાનમાં જ્યાં સહજ સ્વરૂપ શુદ્ધ કાર્યના કારણરૂપે મોજૂદ જ છે ત્યાં અન્ય પ્રવૃત્તિના વિકલ્પને અવકાશ નથી. – આ પ્રકારે કારણપરમાત્મપણું સ્વયંસ્વરૂપે દર્શાવીને સંતોએ અનંત ઉપકાર કર્યો છે. (૧૧૨૩) Vદેવ-દર્શન – અનંત અચિંત્ય પ્રગટ અવ્યાબાધ સૌખ્ય–પરમાનંદની મૂર્તિ, અનંત વીતરાગતા અને નિરવષેશ અંતર્મુખભાવે ચૈતન્યના પૂર્ણ પ્રત્યક્ષ તેજના પંજરૂપે, અનંત સ્વસંવેદનમય પરિપૂર્ણ પવિત્રતા – આદિ દિવ્યગુણોથી અલંકૃત – દેદિપ્યમાન પ્રભુ દર્શન, તથારૂપ આત્મભાવોને Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ અનુભવ સંજીવની આવિર્ભાવનું પરમોત્કૃષ્ટ નિમિત્ત છે. ગુરુ-દર્શન – પ્રચુર સ્વસંવેદનથી શોભાયમાન – જે પ્રશમરસમાં નિમગ્ન છે, જેના દર્શનમાં હાલતા ચાલતાં સિદ્ધ પરમાત્માના દર્શન થાય છે – એવા ભિષ્મ પુરુષાર્થની મૂર્તિ, સ્વરૂપ સ્થિત, નિસ્પૃહી, નિષ્કામ કરુણાની પ્રતિમા રૂપ નિગ્રંથ ગુરુ – તથારૂપ ગુણ પ્રાપ્તિ અર્થે વંદનીય છે. શાસ્ત્ર-દર્શન – સમ્યફસ્વભાવ ઘાતક વચન ભંડારથી જે સમૃદ્ધ છે. હિતોપદેશનાં રત્નોની જે ખાણ છે. સર્વે શાંતરસ જેમાં ગર્ભીત છે. મોહ સ્વયંભુરમણ સમુદ્ર તરતાં – શાસ્તા – પવિત્ર પુરુષોની જે વાણી છે. વીતરાગ . પરમશાંતરસ રહસ્યમય નિર્મળ ચૈતન્યથી પ્રભાવિત – પ્રભાવવાળાં વચનોથી જે પૂજિત છે. એવું સુશ્રુત – સદ્ભુત ઉપાસનીય છે. સત્પુરુષ-દર્શન – ત્રિલોકનાથ જેને વશ થયા છે - એવી દષ્ટિ સંપન્ન હોવા છતાં, જેને ગર્વ નથી, જેને ઉન્મત્તતા નથી. ગુણાતિશયવાન સમર્થતા છતાં જે અંતરંગમા નિસ્પૃગ થઈ બહારમાં અટપટી દશાથી વર્તે છે. જે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે, જેની ઓળખાણથી મુમુક્ષુને પરમેશ્વરબુદ્ધિ ઉત્પન્ન થઈ, આપ્તપુરુષની પ્રતીતિ / ભક્તિ સંપ્રાપ્ત થઈ, સમકિતનું બીજ વવાય છે, તે આશ્ચર્યની પ્રતિમારૂપ ગુણવંતા જ્ઞાની, નમસ્કારાદિથી માંડીને સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય છે. પરમતત્ત્વના દર્શનાભિલાષીને પરમાર્થની પ્રાપ્તિના સન્માર્ગમાં ઉપાસવા યોગ્ય સદેવ – ગુરુ – શાસ્ત્ર અને પુરુષનાં દર્શન કાળે, ભાવમાં આવું તેમનું સ્વરૂપ – દર્શન થાય છે. (૧૧૨૪). અયથાર્થ ત્યાગ અને યથાર્થ ત્યાગ. એ પરપદાર્થમાં જીવને અનાદિથી સુખબુદ્ધિ છે, તેનાં અભાવ થયા વિના માત્ર ત્યાગના લક્ષ અથવા પુણ્ય-પાપના લક્ષે જીવ પરપદાર્થનો ત્યાગ કરે છે, અને ત્યાગીપણાની સ્થિતિથી ટેવાઈ જાય છે. તેને યથાર્થ ત્યાગ નથી. પરંતુ પરવિષયનો સંયોગ હોવા છતાં પણ, વસ્તુ–સ્વરૂપના જ્ઞાનના આધારે પરમાં સુખ નહિ ભાસવાને લીધે, પર પ્રત્યે ઉદાસીનતા રહે. તેમાં પ્રથમ અધ્યાસનો ત્યાગ થાય છે, પછી સ્વરૂપ સુખના વેદનને લીધે સ્વરૂપમાં લીનતા - સ્થિરતા વૃદ્ધિગત થવાથી, વિતરાગતાના સદ્ભાવને લીધે, પરપદાર્થના ગ્રહણનો ભાવ — વિકલ્પ ઉત્પન્ન થતો નથી, તે બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ – ત્યાગ છે. તેવા રાગના અભાવને લીધે, તર્જનીત પરપદાર્થ – ગ્રહણની ક્રિયાનો અભાવ થતાં, – તેને યથાર્થ ત્યાગ જાણવા યોગ્ય છે. (૧૧૨૫) માત્ર પર્યાયમાં અસ્તિત્વપણાની શ્રદ્ધારૂપ અગૃહિત મિથ્યાત્વ જીવને અનાદિથી છે. મનુષ્ય ભવમાં જૈન શાસ્ત્રના અભ્યાસથી પ્રમાણના વિષયભૂત નિત્યઅનિત્યાત્મક દ્રવ્યનો સમ્યક શ્રદ્ધાનો વિષય માને - સમજે તો તે ગૃહિત મિથ્યાત્વ છે. સમ્યક શ્રદ્ધા તો માત્ર જીવના મૂળ ત્રિકાળ એકરૂપ સ્વભાવને જ શ્રદ્ધ છે. તેટલું જ નિજ અસ્તિત્વ શ્રદ્ધાય છે. તેમ છતાં જ્ઞાન પર્યાય અંશને Page #366 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૧૧ નિજ સત્તામાં જાણે છે. અને તેથી જ સુખ-દુઃખનો, હિત-અહિતનો વિવેક થાય છે; શ્રદ્ધાના ઉક્ત પરિણમનને અને શ્રદ્ધાના વિષયભૂત દ્રવ્ય સ્વભાવને જ્ઞાન પ્રથમ જાણે છે. તેમજ જ્ઞાનમાં તે નિશ્ચય દ્રવ્ય મુખ્ય રહીને ઉપાસવામાં આવે છે. આમ શ્રદ્ધા-જ્ઞાનનો વિષય એક સરખો ન હોવા છતાં (વિષયમાં તફાવત હોવા છતાં) ઉપાસવાનો વિષય એક જ છે. તેથી બંન્ને ગુણ પ્રયોજનના વિષયમાં અવિરોધપણે પરિણમે છે. તેથી બંન્ને ગુણનો આરાધકભાવ એકપણે અને અવિરુદ્ધભાવે હોય છે. (૧૧૨૬) - તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારે, અનેક પ્રકારે બોધને સમજીને, પોતાને જે કાંઈ જેટલું લાગુ પડતું હોય, તેનો સદ્ઉપયોગ કરવાનું લક્ષ રાખવું જેથી તત્ત્વ-અભ્યાસ સાર્થક થાય, નહિ તો પરલક્ષી જાણપણું વધારવાનો વ્યાપાર વધી જશે. તેમજ શાસ્ત્રીય અભિનિવેષ ઉત્પન્ન થઈ જશે. તત્ત્વ–અભ્યાસનું મૂલ્ય પણ સ્વલક્ષે થયેલ હોય તો જ છે, અન્યથા નહિ. પોતાને ઉપયોગી હોવા છતાં તેનો ઉપયોગ ન થાય તો જીવતે એકાંત પરલક્ષ છે, તેવી સ્થિતિમાં કદી આત્મહિત થાય નહિ. વ્યર્થ પરિશ્રમ થાય. (૧૧૨૭) * V નિજ પરમપદ પ્રત્યે વીર્યનો વેગ ઉત્પન્ન થવો તે સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે, પુરુષાર્થ ન ઉછળે તેવું આત્મા સંબંધિત જાણપણારૂપ જ્ઞાનને શાન માનવું તે કલ્પના છે, તેમાં વાસ્તવિકતા નથી. (૧૧૨૮) $ Vજ્ઞાનીપુરુષની વાણીનો આશય ગ્રહણ થવાથી આત્માર્થ સમજાય વા ઉત્પન્ન થાય તેવી જ વાણી અન્ય જીવની હોવા છતાં, તેમાં તેવો આશય હોતો નથી. સ્વસ્વરૂપને ઉપાસતાં ઉપાસતાં નીકળેલી વાણી ઉપાસકભાવથી પ્રભાવિત હોય છે, આરાધક ભાવથી પ્રભાવિત હોય છે. અન્ય વાણી વિભાવના એકત્વથી પ્રભાવિત હોય છે. સ્વરૂપની ઉપાસનાની અભિવ્યક્તિ તે રૂપ આશય, ઉપાસનાથી અજાણ હોય તે ક્યાંથી કહી શકે ? (૧૧૨૯) ૫/આત્મહિતના હેતુપૂર્વકનો તર્ક સુતર્ક છે. કુતર્ક = આત્મહિતના હેતુ શૂન્ય તર્ક. ‘તત્ત્વચર્ચા’ પણ આત્મહિતના હેતુથી થતી ચર્ચાને સંજ્ઞા મળે, પરંતુ જ્યાં આત્મહિતના દૃષ્ટિકોણ વિહિન ચર્ચા થાય તે તત્ત્વચર્ચા નથી પણ વ્યર્થ વિવાદ છે. જે ઈષ્ટ નથી, પરંતુ જીવને અહિતકર છે. (૧૧૩૦) Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અનુભવ સંજીવની જીવનું પ્રદેશત્વ – અસ્તિત્વ અરૂપી છે તેથી જણાતું નથી (છદ્મસ્થને). પરંતુ જ્ઞાનવેદન દ્વારા તે ગ્રહણ થાય છે. તેથી વેદન વડે અસ્તિત્વગ્રહણ થાય તેને જ તનિત જ્ઞાનબળ વડે સ્વાનુભવ થતાં, શ્રદ્ધાનમાં અસ્તિત્વ આવે. આગમ, યુક્તિ, ન્યાયથી અસ્તિત્વનો ખ્યાલ આવે, તેથી તે અંગેનું બળ ઉત્પન્ન થતું નથી. વેદન તે અનુભવાંશ છે, અનુભવાંશમાં પ્રત્યક્ષતા છે, જે વીર્યની સ્ફુરણાનું કારણ છે. વિચાર - ખ્યાલમાં પરોક્ષતા છે, તે પુરુષાર્થ ઉત્પન્ન કરવા સમર્થ નથી. વેદન - જ્ઞાનપૂર્વક આ પ્રમાણે સમ્યક્દર્શન થવાની વિધિ છે. (૧૧૩૧) મે . ૧૯૯૩ - — •/ આત્મહિતના લક્ષે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ શાસ્ત્ર વાંચન, શ્રવણ, ચર્ચા—વિચારણા આદિ, અને ન્યાય યુક્તિથી જે કાંઈ સમ્મત કર્યું હોય તેની યથાર્થતા તપાસવા માટે અને તેમાં કાંઈ કલ્પના કે અયથાર્થતા / અન્યથાપણું ન રહી જાય ન થઈ જાય તે માટે, આત્માર્થી જીવે, પોતાની સમજણને પ્રયોગની કસોટીએ ચડાવીને ભાવભાસનપૂર્વક યથાર્થ નિર્ણય કરવો, તેમ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાબુદ્ધિએ પ્રવર્તવું, પરંતુ ખ્યાલમાં વિચારથી લીધું હોય તેની પક્કડ કરવી નહિ, આગ્રહ સેવવો નહિ. જેથી આત્માર્થાતા જળવાઈ રહે. (૧૧૩૨) ૭ આત્મસ્વરૂપનો પ્રતિભાસ આવતાં અનંત મહિમાવંત સ્વરૂપનો સહજ યથાર્થ મહિમા ઉત્પન્ન થાય છે. તેને નિશ્ચયનો પક્ષ કહે છે. જેમાં સ્વરૂપ પ્રત્યેનો ઝૂકાવ શરૂ થાય છે. તે ઝૂકાવ વૃદ્ધિગત થઈને નિજાવલંબન સધાતાં, એકત્વનો / રાગનો અભાવ થઈ, વીતરાગી દશાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનબળપૂર્વક પુરુષાર્થની ભીંસ સ્વરૂપ પ્રત્યે થયા વિના તન્મયતા— લીનતા ઉત્પન્ન થઈ શકે નહિ. સ્વસ્વરૂપમાં ‘અહંભાવ’ની ભીંસ-તીવ્રતામાં અંતર અભેદતા ઉપયોગ વડે સધાય છે. તેને નિજાવલંબન પણ કહેવાય છે. (૧૧૩૩) જ્ઞાનપ્રાપ્તિ માટે યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. યોગ્યતા ઉત્પન્ન થવા અર્થે વૈરાગ્ય અને સરળતા સહિત સત્સંગ સેવવો જોઈએ. સત્સંગમાં નિવાસ એકાંત આત્મહિતના લક્ષે થાય તો અવશ્ય જીવનું કલ્યાણ થાય જ. આ પ્રકારે સત્સંગને ગુણીજનના સંગને જ્ઞાનીઓએ અમૃત કહ્યું છે, તે યથાર્થ જ છે. સત્સંગથી યોગ્યતા પ્રાપ્ત જીવને અંતર્મુખ થવાનો અભ્યાસ કરવા – જ્ઞાનીપુરુષની આજ્ઞા છે. સત્સંગ અને સાંચન બાહ્ય જ્ઞાનાભ્યાસ છે, જ્યારે સાધારણ એક સંવેદન પરિણામરૂપ સ્વભાવ’ વડે સન્મુખતાનો પુરુષાર્થ કરવો તે અંતર જ્ઞાનાભ્યાસ છે, જે સર્વ સત્સંગનું અને સાંચન થયાનું તાત્પર્ય છે. જો તેમ ન થાય તો જ્ઞાનીની આજ્ઞા ખરેખર ઉપાસવાની બાકી રહે છે. (૧૧૩૪) – Page #368 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૧૩ ખાસ-મુખ્ય બાબત તો જીવને યોગ્યતા આવવી તે છે, જેથી વીર્ય પ્રવૃત્તિ સહજ અંતરમાં વળે, જ્ઞાનીપુરુષની આશાએ ચાલવું' એવો માર્ગ ગ્રહણ કરવા સુદઢતા થાય અને નિવૃત્તિ સેવી અપ્રમાદપણે આત્મભાવને સેવવાનું થાય. આત્મહિતમાં ઉલ્લાસિત વીર્ય થતાં પ્રમાદ (અન્ય પ્રવૃત્તિમાં રોકાવુ) ટળે છે. બહુમૂલ્ય એવું મનુષ્યત્વ સાર્થક થાય જ, તેમ આત્માર્થીને લક્ષ રહે.(૧૧૩૫) વર્તમાનકાળ ઘણો દુષમ છે, તેથી ધાર્મિક ક્ષેત્રમાં પણ જોઈ-વિચારીને સંગ કરવા જેવો છે. નહિતો આત્માર્થી જીવને હાનિ થાય. જે જીવો પરમાર્થના જિજ્ઞાસુ હોય, માત્ર તેની સાથે શાસ્ત્રપ્રમાણ આદિ ચર્ચા યોગ્ય છે, નહિતો તેમાંથી પ્રાયઃ અહિત થાય છે. અથવા આત્મહિતના લક્ષ વગરની તત્ત્વચર્ચાથી વાદ-વિવાદ ઉત્પન્ન થાય છે. આત્માર્થી તેવા પ્રસંગથી દૂર રહે છે, કારણકે તે આત્માર્થીના ધ્યેય વિરુદ્ધ પ્રવૃત્તિ છે. દુઃખના હેતુભૂત એવી લોકસંજ્ઞાએ ધર્મ કરવાની વૃત્તિ હાલમાં પ્રાયઃ જોવામાં આવે છે. પરમ સમાધિના હેતુભુત એવી આત્મશાંતિનું ધ્યેય અને લોકસંજ્ઞા પરસ્પર વિરુદ્ધ છે. જે જીવને સંસારથી વિરામ પામવું હોય, તે જ આત્માર્થનો અધિકારી છે, અન્ય નહિ. (૧૧૩૬) પરમ પુણ્યના ઉદયથી ધર્માત્માના દર્શન અને સમાગમનો યોગ સંપ્રાપ્ત થાય છે, તેમની પ્રત્યક્ષતામાં આત્માર્થી જીવને આત્મવૃત્તિનું પોષણ મળે છે. તેવા ધર્માત્માનું વર્તમાનકાળમાં વિદ્યમાનપણું તે પરમ પરમ સૌભાગ્ય છે. આવા ધર્માત્માના વિયોગમાં, વેદનાયુક્ત સ્મરણ આત્માર્થીને સહજ થાય છે. તેમાં સત્સંગની બળવાન ભાવના ચૂંટાય છે. ધર્માત્માના વિરહનો તાપ, ભાવી સમાગમનું કારણ બને છે. અનાદિ પરિભ્રમણ કરતા જીવને, ધર્માત્મા ‘સાક્ષાત્ મોક્ષ' ભાસે છે, ત્યારે પોતાના સ્વરૂપની સમીપતા થાય છે, બોધ પરિણમવાની યોગ્યતા થાય છે. (૧૧૩૭) * રાગથી ભેદજ્ઞાન કરાવવાનું પ્રયોજન એ છે કે વેદનથી થતું એકત્વ છોડાવવું છે. જીવને પરપ્રવેશ ભાવ વડે અને વિભાવપણે પોતાનું એકત્વ વેદનથી થઈ રહ્યું છે, – તેવો ઉલટો પ્રયોગ અનાદિથી ચાલે છે, તેથી ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે, જે સુલટા પ્રયોગથી ખુલે છે. રાગનો આકુળતારૂપ સ્વાદ આવતાં સહજ ઉપેક્ષા થાય, જ્ઞાન વેદનની નિરાકુળ મધુર પરમ શાંતિનું વેદન અભેદ આત્મભાવે વેદાય, તે ભેદસંવેદનરૂપ ભેદજ્ઞાન છે. અજ્ઞાની મટી જ્ઞાની થવાની આ વિધિ છે. (૧૧૩૮) અનેકરૂપ જ્ઞાનમાં, જ્ઞેય જ્ઞાયક સંકરદોષ વર્તે છે, તેથી તેવો મિથ્યાત્વભાવ જીવનું લક્ષણ હોઈ શકે નહિ. જ્ઞાનસામાન્ય એકાકાર જ્ઞાનસંવેદનરૂપ અનાદિથી. જ્ઞાન વિશેષ – જ્ઞેયાકાર જ્ઞાનમાં - Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ અનુભવ સંજીવની પરિણામ સ્વભાવરૂપ હોવાથી, તે જીવના લક્ષણ-સ્વરૂપપણે પ્રતીતમાં આવે છે. “જ્ઞાનમાત્રની સ્વસંવેદનથી સિદ્ધિ પ્રાપ્તિ છે.’– પ. પૂ. અમૃતચંદ્રાચાર્યદેવ (સ.સાર.પરિશિષ્ટ). આ ‘જ્ઞાનમાત્ર' ભાવ સ્વરૂપને પીછાણવાની વાનગી છે. (૧૧૩૯). V ઇચ્છાથી મૂકાય તો મોક્ષ થાય. ઈચ્છા રાખીને મોક્ષેચ્છા કરનાર મોક્ષનું સ્વરૂપ જાણતા નથી. તેવી જ રીતે, દોષોને ગ્રહી રાખીને જ્ઞાન પ્રાપ્તિ – વગર યોગ્યતાએ – જીવે ઈચ્છી છે. તે અશક્ય અંતરાત્માના અવાજની ઉપરવટ જઈને જીવ દોષ કરે, તે કેમ છૂટે ? સમર્પણ, વિનયાદિ, કરીને બીજા કરતાં શ્રેષ્ઠ ગણાવું હોય, ત્યાં સુધી બેભાનપણું છે, જ્ઞાનીનો માર્ગ તેથી હજી દૂર છે. ધર્માત્મારૂપ પરમાત્માની કૃપા વિના, પોતાના દોષ દેખાય નહિ, ત્યાં આત્મદર્શન કેમ થાય ? (૧૧૪૦) સમ્યફબોધ – શ્રવણ થયાં પછી, જીવે પોતામાં શું તપાસવું? શું અવલોકવું ? * સુખ-શાતામાં અપેક્ષાવૃત્તિ કેટલી રહે છે ? તે સૂક્ષ્મપણે અવલોકીને, ત્યાં ત્યાં ઉદાસીનતા અને મહા વૈરાગ્ય થવો ઘટે. એંઠમાં રાજી થવાય છે ! * અન્ય જીવના દોષ મુખ્ય ન કરવા, જેથી તિરસ્કારવૃત્તિ થઈ આવે. પોતાના દોષ પ્રત્યે તિરસ્કાર કર્તવ્ય છે. * સપુરુષના ચરણ - શરણ અર્થે શોધક-વૃત્તિ રહે છે કે નહિ ? તેની તીવ્રતા કેટલી? * માર્ગની અપ્રાપ્તિના કારણથી બેચેની ખેદ રહે છે કે નહિ ? * સંસારને કેવી રીતે ખોટો ધાર્યો? સંસારમાં કેટલી પ્રીતિ વર્તે છે ? સારભૂત લાગે છે? * આપણા દોષ દેખાડનાર પ્રત્યે અણગમો થઈ આવે છે ? કે હિતબુદ્ધિએ ઉપકારી લાગે * બોધ મળ્યા પછી આત્માને તેનો કેટલો ગુણ થયો ? આત્મ જાગૃતિ કેટલી વર્તે છે ? * જે પદાર્થોમાં પોતાપણું થાય છે, ત્યાં મૂઢતા થઈ છે, તેમ લાગે છે ? (૧૧૪૧) / પ્રશ્ન :- પુરુષની ઓળખ થવા અર્થે કેવી યોગ્યતા જોઈએ ? ઉત્તર – જેમ જેમ અસત્સંગનો પરિચય કરવાની વૃત્તિ ઘટે વા અસત્સંગથી ચિત્ત પાછુ વળી તે પ્રત્યે સહજ ઉદાસીનતા થાય, અને સ્વ વિચાર દશા – આત્મજાગૃતિ – ઉત્પન્ન થાય તે આત્મહિતની અત્યંત જાગૃતિને લીધે ઉદયના સર્વ પ્રસંગોમાં નીરસ પરિણામો રહ્યાં કરે, જેથી દર્શનમોહનો અનુભાગ ઘટે, અને તેથી જ્ઞાની પુરુષની અંતર દૃષ્ટિ, અને સહજ સ્વરૂપમય દશા જાણવામાં આવતાં, જ્ઞાની પુરુષનું Page #370 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૧૫ અપૂર્વ મહાભ્ય ભાસી, તેમના પ્રત્યે ચિત્ત ઉલ્લસે – પરમ પ્રેમ આવે, પરા ભક્તિ પ્રગટે, ત્યારે તેમના એક વચનથી પણ અપૂર્વ ફળ પ્રાપ્ત થાય, તેમ જાણી, તે વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે અત્યંત પ્રીતિ ભક્તિ થાય, ત્યાં દુર્લભ હોવા છતાં સમ્યકત્વ દુર્લભ નથી. જ્યાં સુધી સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન થાય ત્યાં સુધી તેમના બોધતું ફળ થવું સંભવતુ નથી. બોધ પરિણમવાની ખાસ પૂર્વ ભૂમિકા એ છે કે બોધિદાતાર પ્રત્યે અપૂર્વ મહાભ્યબુદ્ધિ પ્રગટે. (૧૧૪૨) Wવર્તમાનમાં સામાન્ય મુમુક્ષુને એટલું ધ્યાન ખેંચાય છે કે આ માર્ગ ખરેખર સત્ય છે, અને તે પ્રાપ્ત કરવાથી જીવનું કલ્યાણ થઈ જાય, પણ બીજી બાજુ મોહના બળવાનપણાને લઈને, મોહને, ટાળતાં હિંમત ચાલે નહિ એટલે સંયોગ ઉપરની સાવધાની છોડતાં – ઉપેક્ષા કરતાં ભય લાગે. જેથી ઉદય – પ્રવૃત્તિમાં જીવન ચાલ્યું જાય – અને તે આવરણકર્તા થઈ પડે. અને મળેલો એવો અપૂર્વ યોગ અફળ જાય છે, તક ચૂકી જવાય છે, દેહાદિમાં રહેલી આત્મબુદ્ધિ જ ભવાંતરમાં દેહાદિ બંધન પ્રાપ્તિનું કારણ છે. વર્તમાનમાં જ વ્યામોહ છોડતાં જો જીવ મૂંઝાય છે, તો પરભવે કેટલું મૂંઝાવું પડશે ? તે મૂંઝવણની વેદના કેવી અકથ્ય હશે ! તે ગંભીરપણે વિચારી વીર્ય ફોરવવું ઘટે, ઉલ્લાસિત વીર્યથી આત્મહિતનો પ્રારંભ થવો ઘટે. (૧૧૪૩) વિકલ્પથી સ્વરૂપ સમજીને, આનંદના નિર્વિકલ્પ અનુભવ માટે, એકાગ્રતાની વિચારણા માટે કોઈ એકાંતમાં બેસે છે, અને અનુભવ થયો કે નહિ ? તેવા વિચાર કરે છે. ત્યાં અજાણપણે પોતે કલ્પલા અનુભવથી ( અનુભવ થયા પહેલાં, અનુભવમાં સંતોષ કરવાનો અભિપ્રાય પડેલો હોય છે. (જે પર્યાયબુદ્ધિ છે) જ્ઞાનીને તો એવો અભિપ્રાય હોય છે કે સદાય નિર્વિકલ્પ દશા રહે તો પણ, સ્વભાવની મુખ્યતામાં તેની મુખ્યતા નથી કરવી. એવો જ કોઈ મહા આશ્ચર્યકારી મહિમાવંત પોતે સ્વ-રૂપે છે. જેનું પરિપૂર્ણ સ્વરૂપ છે તેવી જ દશા થવા – રહેવી – તેવો આત્મસ્વભાવ છે જ, તેથી તેવો સ્વભાવ વર્તમાનમાં જ જેને સ્વરૂપે પ્રત્યક્ષ છે (કારણ) શુદ્ધ પર્યાય સહિત, તેને ઉત્પાદ અંશની શુદ્ધ . અશુદ્ધની વિકલ્પના / ચિંતના હોતી નથી. જેવી ચિંતા પર્યાયબુદ્ધિવાનને ( મિથ્યાષ્ટિને) થાય છે. (૧૧૪૪) સહજ પ્રત્યક્ષ સદા ઉદ્યોતરૂપ અનંત ચતુષ્ટય મંડિત પરમ સ્વભાવના વર્તમાનને – (મોજૂદગીને) પરમ પૂજ્ય શ્રી પદ્મપ્રભમલધારીદેવે (નિયમસાર ગા-૧૫ ની ટીકામાં) પૂજિત પંચમભાવ પરિણતિ – કારણશુદ્ધ પર્યાય કહીને – દર્શાવીને પરમ ઉપકાર કર્યો છે. વર્તમાન પ્રત્યેક સમયે પૂર્ણ સ્વરૂપે વર્તતું – પ્રત્યક્ષ બિરાજમાન પરમાત્મ તત્ત્વ પોતે કારણ પર્યાય જ છે, ત્યાં અન્ય કાર્ય–પર્યાયની શુદ્ધિ – અશુદ્ધિની ચિંતા / વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? યથાર્થ જ કહ્યું છે : Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ અનુભવ સંજીવની એક દેખીએ એક જાનીએ, રમી રહીએ એક ઠોર; સમલ વિમલ ન વિચારીએ, યહી સિદ્ધિ નહિં ઔર.' પૂ. શ્રી બનારસીદાસજી, અખંડ પ્રદેશમાં વસ્તુ પોતે વેદન-પ્રત્યક્ષ છે. ઇતિ (૧૧૪૫) જીવ ભાવભાવસન માટે પ્રયોગાભ્યાસ ન કરે અને શાસ્ત્રાભ્યાસ વધારે, તો પ્રાયઃ અનેક સ્થળે કલ્પના કરે છે. તેથી માર્ગ–પ્રાપ્તિની દિશામાં જરાપણ વિકાસ થતો નથી, પરંતુ જ્ઞાન-વૃદ્ધિ થયાનો સંતોષ થાય છે, અને ઓઘસંજ્ઞા જનિત વિપર્યાસ થાય છે – એ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાનનો . બંન્ને દોષ થાય છે. કૃપાળુદેવે યથાર્થ જ કહ્યું છે કે નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.' તેથી થોડું પણ યથાર્થ જ્ઞાન હોવું ઘટે. -― જ્ઞાનીપુરુષને પૂર્વ પ્રારબ્ધયોગે પ્રતિકૂળતા / અશાતા આદિ કારણથી બહારમાં શ્રીગુરુનો સત્સંગ – સમાગમ આદિનો અંતરાય વર્તે ત્યારે, તેમનો વૈરાગ્ય વિશેષ પ્રમાણમાં સહજ વૃદ્ધિગત થઈ, સર્વ ઉદયભાવોમાં અધિકપણે નીરસ થઈ, નિજ ચૈતન્યના આશ્રયે અધિક પુરુષાર્થમાં સહજ પરિણમવું થાય છે. તે આરાધના ધન્ય છે. વંદન હો તે પુરુષાર્થમૂર્તિને !! (સ્મરણ. પૂ. સોગાનીજી) — (૧૧૪૬) ― હું અનંત સામર્થ્યમય એકાકાર પિંડ-દળ છું' એવી દ્રવ્યદૃષ્ટિમાં પર્યાયદૃષ્ટિનો અભાવ છે. જ્ઞાનમાં – અભિપ્રાય હંમેશા દ્રવ્યદૃષ્ટિ અનુસાર જ હોય છે. તેથી પર્યાય જણાય છે તો પણ તેમાં ફેરફાર કરવાની બુદ્ધિ થતી નથી, એટલે કે એમ જણાય છે કે હું અપરિણામી સદાય એકરૂપ રહેતો થકો, સ્વયં પરિણમતા પરિણામમાં ફેરફાર કરી શકતો નથી, અક્રિય છું – તેવી વસ્તુસ્થિતિ અચલિત છે. આ દ્રવ્યના અનુભવમાં ધ્યેયની પૂર્ણતા અને માર્ગની નિઃશંકતા વર્તે છે, તેમજ વિચિત્ર વર્તતા પર્યાયમાં થતા ફેરફારનું સમાધાન પણ થઈ જાય છે. અશુભભાવમાં સહજ ખેદ, શુભ ભાવમાં થોડો ઉત્સાહ અને સ્વરૂપ લીનતામાં શુદ્ધતા જ્ઞાનીને થઈ આવે છે, તો પણ ક્યાંય ફેરફાર કરવાની` ‘બુદ્ધિ' થતી નથી, એ જ પૂર્વ જ્ઞાની – ગુરુ વચનોનો સાક્ષાત્કાર છે. “સબ આગમ ભેદ સો ઉર બસે’– એવી દશા દ્રવ્ય-દ્રષ્ટિ થતાં થાય છે. દૃષ્ટિ - શ્રદ્ધાનો પુટ લાગવાથી પુરુષાર્થ આદિ ઉગ્ર થવાનો સહજ સ્વભાવ છે. - (૧૧૪૮) (૧૧૪૭) અહો ! સંતોનું જીવન ! પરમાત્મપદને અંતરમાં વળગી રહ્યાં છે, ચોંટી ગયા છે, તેથી બહાર આવવું જરાપણ ગમતું નથી, સુહાતુ નથી. છતાં અનિવાર્યપણે અંશે બહાર આવી જાય છે ! ત્યાં Page #372 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૧૭ જુઓ કુદરતની રચના ! કુદરતની લીલા ! વાણી સ્વયં રચાય જાય છે ! અને મહાન પરમાગમોની રચના થઈ જાય છે ! જેનાથી અન્ય સુપાત્ર જીવો સન્માર્ગે ચડી જાય છે. સ્વાનુભૂતિમાંથી ભંગ પડતાં, જે બાહ્ય પ્રવૃત્તિ થઈ, તેથી પણ મહા પરમાગમ જેવું ઉમદા ફળ, જેમના નિમિત્તે નિપજ્યું, તેમની આરાધના અચિંત્ય અને અલૌકિક, મહા આશ્ચર્યકારી પરમોત્કૃષ્ટ જ હોય ને ? (૧૧૪૯) નિરાકુળ જ્ઞાનવેદન દ્વારા ભગવાન આત્મા સ્વયં પ્રત્યક્ષ છે, પરમ પવિત્ર છે, તેને ગૌણ કરીને (અનાદર કરીને) અપવિત્ર અને અશાંત ભાવમાં રહેવું તે સર્વાધિક અવિવેક અને અપરાધ છે. બાહ્ય ભાવમાં એકાંતે રસ / જાગૃતિ હોવી તે સ્વભાવના અરસપણાનું દ્યોતક છે, તે નિશ્ચય સ્વચ્છેદ' છે. જેથી અંધત્વને પ્રાપ્ત જીવને બાહ્યવૃત્તિમાં આકુળતા હોવા છતાં, તેમાં દુઃખ લાગતું નથી, પ્રત્યક્ષ વિષરૂપ પરિણામોનો ભય લાગતો નથી, અનંત જન્મ-મરણના ભયંકર પરિભ્રમણનો ડર સતાવતો નથી. ધ્રુવ અચલિત સ્વરૂપનો વ્યાપ્ય વ્યાપકપણે આશ્રય લેવો, તે એકમાત્ર ઉપાય છે, તે સિવાય વિસ્તાર નથી. સ્વયંનું મૂળ સ્વરૂપ જ પરિણામોનું વિશ્રામધામ છે. (૧૧૫૦) જૂન – ૧૯૯૩ જીવ અનાદિથી પરિણામમાં અસ્તિત્વનો અનુભવ કરી રહ્યો છે, દુઃખી પણ છે, દોષિત પણ છે, તેથી તેની પર્યાય પ્રધાનતાની ભાષા–શૈલીથી ઉપદેશબોધ પ્રવર્યો છે. પરિણામને આમ કરો, તેમ ન કરો-વગેરે –પ્રકારથી આદેશ હોવા છતાં, પર્યાયના એકત્વ – કતૃત્વને સ્થાપવાનો જ્ઞાનીનો આશય નથી–તેવી અપેક્ષાથી વચનો છે; “વાસ્તવમાં ધ્રુવ આત્મા સ્વયં અક્રિય ચિબિંબ પરિણામોમાં કાંઈ કરી શકતો નથી, તેવી અચલિત શ્રદ્ધાપૂર્વક તે ઉપદેશ પ્રવર્યો છે. ધ્રુવની એકતા સાબિત જ્ઞાનમાં પરિણામ સ્વયં પરિણમતા અનુભવાય છે, સાથે સાથે વર્તમાન શુદ્ધિ-અશુદ્ધિનું યથાર્થ જ્ઞાન ? થઈ, શુદ્ધિની ભાવિ પૂર્ણતાની નિઃશંકતા, જ્ઞાનીને આવે છે. (૧૧૫૧) વર્તમાન વર્તતા એક સમયમાં હું પરિપૂર્ણ અખંડ ધ્રુવ ચૈતન્ય છું' – તેવા સ્વરૂપાનુભવ વડે જ્ઞાનવેદનનો ઉદય–આવિર્ભાવ છે. જે જ્ઞાનવેદન રાગથી ભેદ કરતું થયું નિઃશંકિત અને નિરાકુળ સુખ સાથે પ્રત્યક્ષ પ્રમાણરૂપ પ્રગટ થઈ રહ્યું છે અને ક્રમશઃ વૃદ્ધિગત થતું થયું પૂર્ણ થઈ જશે. આ આત્માને જગતમાં કોઈથી કાંઈ લાભ-નુકસાન નથી – આ ન્યાય બાહ્ય જતી વૃત્તિ પર તીરની જેમ અસર કરે, તથારૂપ જાગૃતિ રહે, તો પરસન્મુખતા છૂટે. આ આત્માથી શૂન્ય એવું જગત પૂર્ણરુપેણ ઉપેક્ષા યોગ્ય છે. તેના તરફની વૃત્તિ સ્વાનુભૂતિમાં વિન કરનારી છે, સ્વરૂપ શાંતિનો કાળ છે - તેમ જાણી હે ! જીવ સ્વરૂપસ્થ થા !! Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અનુભવ સંજીવની ઉપાદેયભૂત આત્મસ્વરૂપ જ્ઞાન લક્ષણ દ્વારા લક્ષિત થતાં, વીર્ષોલ્લાસ થઈ, અંતર અવલંબન વડે ઉપયોગાત્મક થતાં સ્વસંવેદન ઉપજે છે. જ્ઞાનદશામાં પરિવર્તન પામતી આ પ્રક્રિયા છે. સ્વસંવેદનનો ઉક્ત પ્રકારે આવિર્ભાવ થતાં સમકાળે સમ્યક્દર્શન અને સ્વરૂપાનંદ – સ્વરૂપ સ્થિરતા (સમ્યક્ ચારિત્ર) પ્રગટ થાય છે અને મિથ્યાત્વ તથા અજ્ઞાન અંધકાર નાશ પામે છે. ત્યારથી શ્રદ્ધાબળ વડે મોક્ષમાર્ગમાં ધર્માત્મા આગળ વધે છે. (૧૧૫૩) * અનાદિ સંસાર દશામાં જીવનો શ્રદ્ધાગુણ વિપરીત શ્રદ્ધારૂપે પરિણમી રહ્યો છે. તેથી તેવું પરિણમન સ્વરૂપને શ્રદ્ધવા અસમર્થ છે. તેથી જ્ઞાનીપુરુષોએ અજ્ઞાનની નિવૃત્તિ અર્થે, સમ્યક્ દશા થવા અર્થે, પ્રગટ સ્વભાવ – સકળ શેયોમાં વર્તતા જ્ઞાન વિશેષમાં –સાધારણ એક સંવેદન પરિણામરૂપ સ્વભાવ, – દર્શાવીને પરમ ઉપકાર કર્યો છે. જે આત્માર્થી જીવ ‘જ્ઞાનમાત્ર’ એવા સ્વયંની સ્વસંવેદન વડે પ્રાપ્તિ કરે છે તેને શ્રીગુરુનો ઉપકાર કેવો અનુપમ અને અતુલ છે, તે (અનુભવ)ગમ્ય થાય છે. ગુરુગમદ્વારા અજ્ઞાન અંધકારમાંથી પ્રકાશમાં સહજ માત્રમાં જીવ આવે છે, સ્વયં સુખસાગરમાં નિમગ્ન થઈ, સંસાર સમુદ્રને તરી, અલ્પ સમયમાં અપૂર્વ સિદ્ધિરૂપ પરમ પવિત્ર દશાને પ્રાપ્ત થાય છે. (૧૧૫૪) / ‘સર્વાંગ સમાધાન સ્વરૂપ ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય હું પ્રત્યક્ષ હયાત છું’– તેવી દ્રવ્યદૃષ્ટિ થતાં, દ્રવ્ય (ધ્રુવ) નિરપેક્ષ પર્યાયની સ્વતંત્રતા / યોગ્યતા, પર્યાયના ષટ્કારકો; પર્યાયનો સ્વકાળ/ ક્રમબદ્ધતા આદિ ‘ભાવો’ યથાર્થ સમજમાં આવે છે. તેથી દ્રવ્યદૃષ્ટિની અપેક્ષા વગર તે વિષયની ચર્ચા નિરર્થક છે. અને અકર્તવ્ય છે. દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્યની અત્યંત ઉપાદેયબુદ્ધિ – અપેક્ષાબુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને પર્યાયની ઉપેક્ષાબુદ્ધિ થતાં, પર્યાયમાં ફેરફારની બુદ્ધિ છૂટી જાય છે. સાથે જ આત્મભાવે વર્તતી યોગ્યતા પ્રતિ સમય વૃદ્ધિગત થઈ પૂર્ણ થઈ અભેદ થઈ જશે તેની નિઃશંકતા પણ વર્તે છે. તેથી ઉક્ત ‘ભાવો’ સંબંધી અસમાધાન રહેતું નથી કારણકે અશુદ્ધત્વ અંશમાં પોતાની કલ્પના થતી નથી. તેમજ તે અંશ પ્રત્યક્ષ ક્ષીણતાને પ્રાપ્ત થતો જણાય છે. (૧૧૫૫) હે જીવ! ત્રિલોકનાથ જૈનપરમેશ્વરની પ્રદત્ત નિધિ હાથ લાગી છે, જેનાથી શાશ્વત કલ્યાણનો ઉપાય સહજમાત્રમાં પ્રાપ્ત થઈ, અત્યારે જ પરમશાંતિનો અનુભવ થાય તેમ છે. તો પછી ક્યા કારણથી તેની ઉપેક્ષા થાય ? ઉપેક્ષા કરાય ? સર્વ ઉદ્યમથી જિનાજ્ઞા ઉપાસનીય છે. સ્વયંપ્રભુ આનંદઘન છે, નિર્વિકલ્પ આનંદધન છું. સહજ બેહદ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ છું. તેવો હું સ્વસંવેદન ગોચર છું. અગાધ અમૃતસાગરમાં નિમગ્ન છું. કેવળ અંતઃતત્ત્વ હોવાથી સંપૂર્ણ અંતર્મુખ છું. પરિપૂર્ણ હોવાથી સર્વથા નિરાલંબ નિરપેક્ષ છું. (૧૧૫૬) Page #374 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૧૯ પ્રત્યક્ષ ધર્માત્માની ઓળખાણ થતાં, મુમુક્ષુજીવને પરમેશ્વરબુદ્ધિએ પરમ ભક્તિ પ્રગટે છે, સર્વસ્વના દાતાર પ્રત્યે પરમ પ્રેમાર્પણ ભાવ ઉલ્લસે છે. તેથી સ્વચ્છંદ અને માનાદિ શત્રુ – મહાદોષ મટી નમ્રતા ઉત્પન્ન થાય છે, સર્વાર્પણબુદ્ધિ થવાથી, તન-ધનાદિની આસક્તિનો પ્રતિબંધ ટળે છે, અને વેરાગ્યમય પરિણામ થતાં લોભની ચીકાશ મટે છે. ભક્તિ એ નિજહિતની ગરજરૂપ પાત્રતા હોવાથી, સત્સંગરૂપી વૃક્ષની ઉપાસના કરવા માટે આવશ્યક સરળતા સહિતપણે સેવન થઈ, અમૃતફળ નિપજાવે છે. તેથી ૫. કુ. દેવે મુમુક્ષુ માટે વ્યક્તિને “શ્રેષ્ઠ માર્ગ કહ્યો છે, અર્થાત્ સરળ સુગમ કહી પરમ ઉપકાર કર્યો છે. મુમુક્ષુની ભૂમિકામાં ભક્તિ દ્વારા ભીંજાયેલા પરિણામો ભાવનાવૃદ્ધિ કરી અનેક દોષની નિવૃત્તિ કારક છે. જ્ઞાન તો બહુમૂલ્ય ગણાય છે, તથાપિ ભક્તિ વિના તે શુન્ય છે. (૧૧૫). મુમુક્ષજીવે સત્સંગ – જ્ઞાનગોષ્ટિ આદિ જ્ઞાની પુરુષની આજ્ઞાનુસાર કર્તવ્ય છે. એટલે કે પ્રથમ પૂર્ણતાનું લક્ષ' કર્તવ્ય છે. તદર્થે સર્વ વિચારણા કર્તવ્ય છે. અન્યથા ક્રમભંગ થઈ જવાથી, નુકસાન થવાની પૂરી સંભાવના છે. ઉક્ત લક્ષ્યાર્થે ભક્તિ, સ્વચ્છંદ નિરોધ, સરળતા, વેરાગ્ય, નિજદોષોનું જોવું વગેરે હોવા યોગ્ય છે. આ માર્ગ પરમ વિનય વિવેકથી પ્રાપ્ય છે, તે વિસ્મરણ થવા યોગ્ય નથી. ઉપરોક્ત ક્રમને અનુસરીને અપૂર્વ જિજ્ઞાસાપૂર્વક પદાર્થ નિર્ણયના હેતુથી જ્ઞાનાભ્યાસ ન હોય તો અન્યથા અભિપ્રાયપૂર્વકની પ્રવૃત્તિ અહિતકારક થઈ પડે છે. (૧૧૫૮) અંતરંગ ત્યાગ રાગના મમત્વનો થવો ઘટે છે. તેવી શ્રી જિનદેવની આજ્ઞા છે. આત્મસ્વરૂપ પરમ પવિત્ર છે. તેની દશામાં મલિન એવો રાગ છે, તેનું જીવ મમત્વ રાખે અને પરપદાર્થના ત્યાગ દ્વારા શુદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે તો તેમાં સફળતા કેમ થાય ? રાગનો અભાવ પણ, રાગના મમત્વના ત્યાગ વિના થઈ શકતો નથી. તેથી ભેદજ્ઞાન દ્વારા પ્રથમ રાગનું મમત્વ છોડાવ્યું છે. જેથી રાગ અને રાગના વિષયો સહજ છૂટે. પ્રથમ રાગ અને જ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન ફરમાવવાનું રહસ્ય આ છે. પ્રથમ અધ્યાસનો ત્યાગ થવો ઘટે. (૧૧૫૯) જ્યાં સુખ લાગે – ભાસે ત્યાં જીવના પરિણામ સહજ ખેંચાય છે. - આ પરિણમનની વાસ્તવિકતા છે. તેથી આત્મ-સુખના અભિલાષી જીવે, “જ્ઞાનમાત્રમાં સુખનું ભાન થવા અર્થે અંતર શોધ કરવી ઘટે. તે અંતરશોધ માત્ર ભેદજ્ઞાનના પ્રયોગથી જ થાય છે. અને “જ્ઞાનમાત્ર પોતે સુખરૂપે પ્રયોગના અભ્યાસથી ભાસ્યમાન થાય છે, ત્યારથી પરિણામોની દિશા બદલે છે. સુખાભાસ મટી યથાર્થ ઉદાસીનતા થાય. (૧૧૬૦) Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અનુભવ સંજીવની - જેણે ગુણગ્રાહી દષ્ટિ સાધ્ય કરી હોય, તેને જ સ્વતંત્રપણે શાસ્ત્ર વાંચવા હિતાવહ છે. તેવી યોગ્યતા વિના ભવભયથી ડરતાં રહીને, સત્પુરુષના આશ્રયે . આશ્રય ભાવનાએ રહેવા યોગ્ય છે. એવી માર્ગની ગંભીરતા છે. કારણકે અનાદિ બાહ્યદૃષ્ટિને લીધે જીવ ભૂલ કરે છે. તેથી પ્રથમથી જ ‘સ્વલક્ષી’ થવું. (૧૧૬૧) - મોહભાવ બે પ્રકારે છે, દર્શન અને ચારિત્ર. દર્શનમોહ અનંત સંસારનું કારણ છે તેનો નાશ કરવાનો જે ઉદ્યમ કરતા નથી, અને બાહ્યદષ્ટિ હોવાથી માત્ર ચારિત્રમોહ જનિત રાગ-દ્વેષને મટાડવા વિવિધ કલ્પિત ઉપાયો કરે છે, તેઓ લડાઈમાં શિરચ્છેદ કરનારને લડત આપવાને બદલે માત્ર આંગળી છંદનાર સામે લડે છે. જ્ઞાનીનો માર્ગ' દર્શનમોહનો પ્રથમ પરાભવ કરવા અર્થે છે. (૧૧૬૨) ♦ અનંતસુખમય મોક્ષના બીજરૂપ સમ્યક્દર્શન વિના, પ્રાપ્ત થયેલો મનુષ્ય જન્મ પણ, નહિ પ્રાપ્ત થવા બરાબર છે. આ ગંભીર વચનામૃતના આશય પ્રત્યે અગંભીર ન થા ! (—આ. પદ્મનંદિ). (૧૧૬૩) — દ્રવ્યદૃષ્ટિ થતાં સામ્યભાવ પ્રગટે છે. સ્વયંની પર્યાયો પ્રત્યે પણ. પછી સંયોગ પ્રત્યે વિષમપણું માલૂમ ક્યાંથી પડે ? જેને શુભભાવોની ગણના થાય છે, તેને દ્રવ્યદૃષ્ટિ થવી દુર્ગમ છે. ધર્મીને તો શુદ્ધ પરિણામો પર પણ લક્ષ નથી હોતું. દૃષ્ટિ તો પર્યાયને દેખાતી જ નથી. તેથી પર્યાયમાત્રનું કતૃત્વ છૂટી જાય છે. અરે ! મોક્ષ સાધક પવિત્ર પરિણામોનું મૂલ્ય પણ સાધકને નથી, તેવું પરમ તત્ત્વ જયવંત વર્તે છે, અધિકતાએ વર્તે છે. સાધકને પૂર્ણદશાની ભાવના થાય છે, તેમાં પર્યાયત્વની મુખ્યતા નથી પરંતુ પૂર્ણ સ્વભાવની મુખ્યતા છે. તેવી મુખ્યતા કદાપિ છૂટતી નથી. (૧૧૬૪) – બીજનો ચંદ્ર દેખાડનારની આંગળી જોઈ, તે ઉપરથી નજર ખસેડીને જેમ ચંદ્રને દર્શાવવામાં આવે છે, તેમ જ્ઞાનક્રિયાના આધારે ત્રિકાળી જ્ઞાનસ્વભાવને – અનુભવી મહાત્માઓએ – દર્શાવ્યો છે. પ્રગટ લક્ષણથી, જે પ્રગટ કે અપ્રગટ નથી, તેવા અલખનું લક્ષ કરાવ્યું છે. ત્રણેકાળે સ્વરૂપની પહોંચ આ પ્રકારે જ છે. (૧૧૬૫) જુલાઈ ૧૯૯૩ ૨/ ‘કાળલબ્ધિ' અને ‘પુરુષાર્થ' બંન્ને એક જ પર્યાયની ભિન્ન વિવક્ષા છે. જે જીવને આત્મકાર્યનો - Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ અનુભવ સંજીવની વીર્યોલ્લાસ સહજ વર્તે, તે જ યોગ્યતારૂપ કાળલબ્ધિ છે. કોઈ કાળલબ્ધિનું અવલંબન લઈ સ્વચ્છંદ ન સેવે તે માટે પુરુષાર્થ કરવો' એમ ઉપદેશ દેવાય છે, તો પણ યોગ્યતા પ્રમાણે જીવ પરિણમે છે. જેને સ્વરૂપ સન્મુખતા થાય છે, તેને તથા પ્રકારે પુરુષાર્થ હોય જ છે. કતૃત્વના દોષથી બચાવવા ‘કાળલબ્ધિ’ની વિવક્ષા છે. (૧૧૬૬) આત્મિકસુખની જરૂરતમાંથી આત્માર્થીજીવને આત્મરુચિ પ્રગટે છે, તેથી તેવા સુખના અભાવમાં કોઈપણ પર્યાયમાં સંતુષ્ટ થવાનું બને નહિ, ખેદ જ રહે. જેને અનંત સુખ ભરપુર આત્મા છે.’– એવા જિન વચનમાં વિશ્વાસ છે, તેને – આત્માર્થીને તે સુખનો સદંતર અભાવ હોવા છતાં, (વર્તમાનમાં) ચેન પડે તે કેવી રીતે બને ? ન જ બને, તેને તો પારાવાર ચપ્પટી લાગી જાય ! આત્મરુચિના અભાવમાં જ ક્ષયોપશમ વધતા પ્રસન્નતા અનુભવાય અંદરમાં સ્વકાર્યની તાલાવેલી લાગી હોય તેને તો ક્યાંય ગમે નહિ. આવું સહજ હોય. (૧૧૬૭) જ્ઞાનદશામાં સ્વરૂપસુખ અનંતમાં ભાગે વેદાય છે. તેથી પૂર્ણતા થાય નહિ, ત્યાં સુધી જંપ વાળીને બેસી રહેવાનું શક્ય જ નથી. અનંત સુખધામનું નિશદિન ધ્યાન રહે છે, તો પણ પુરુષાર્થની શિથિલતાનું પોસાણ નથી, તે મુનિદશાને ઝંખે છે. મુનિરાજ તો સમસ્ત જગતને તિલાંજલિ દઈને નીકળી પડયા છે, પ્રચુર આનંદમય દેહાતીત દશા હોવા છતાં, મહાઆનંદ પાસે તેમને ધીમી ધાર' લાગે છે, તેથી અવિરતપણે સ્વરૂપને સાધે છે. જે આત્માર્થી માટે પ્રેરણા પુંજ છે. (૧૧૬૮) ભેદજ્ઞાનના પ્રયોગનું રહસ્ય દર્શાવતાં પૂ. ગુરુદેવશ્રીએ (પ.સાર.૭૩૩માં) કહ્યું કે “સ્વપણે અનુભવાતુ જ્ઞાન તે જ આત્મા છે.’ ભેદનયે તો અનુભવજ્ઞાન પર્યાય છે, પરંતુ અહીં તેને પર્યાય ન કહેતાં ‘આત્મા’ કહેવા પાછળ રહસ્ય છે, જેમાં પરમાર્થ છે. જ્ઞાનમાં અનુભવ તો સર્વને છે, પરંતુ ‘સ્વપણે’ નથી. તે જો સ્વપણે થાય દ્રવ્યનું લક્ષ થઈ જાય. જ્ઞાન સ્વપણે વેદાતાં ‘જ્ઞાનદળ’નું ગ્રહણ થાય છે, અખંડનું ધ્યાન થાય છે. તેવું તેમાં પારમાર્થિક સિદ્ધિનું રહસ્ય છે. આત્મસ્વરૂપના લક્ષે જ્ઞાનનું સ્વસંવેદન – સર્વગુણાંશરૂપ સમ્યક્ત્વને પ્રગટ કરે છે. અહો ! શ્રીગુરુએ માર્ગને સરળ કરી દીધો છે, પરમપદનો ભેટો કરાવ્યો છે. વેદન-પ્રત્યક્ષતા દ્વારા અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય ચૈતન્ય જ્યોતિ – વર્તમાન'નું દર્શન સુગમ કરાવ્યું. તેનો મહિમા કઈ રીતે થાય ? આ અલખનું લખ (લક્ષ) છે. (૧૧૬૯) શ્રીગુરુનો જેને વ્યક્તિગત ઉપકાર (પરમાર્થ પ્રાપ્તિમાં નિમિત્ત) થયો હોય, તેને બેહદ લાભ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અનુભવ સંજીવની થયો હોવાથી ભક્તિ પણ બેહદ થઈ આવે છે. સમષ્ટિગત તેવી ભક્તિ પરંપરાના આગ્રહનો તેમાં હેતુ ન હોવા છતાં તેના પ્રતિપાદનનો વિરોધ કર્તવ્ય નથી, કારણકે સમષ્ટિગત પ્રતિપાદનમાંથી પણ છેવટ સ્વયંના વ્યક્તિગત પ્રયોજનનો દૃષ્ટિકોણ સાધ્ય કરવાનો હોય છે. કોઈ જીવ સમષ્ટિગત દૃષ્ટિકોણને મુખ્ય કરી આચાર્યપણું કરે, તેથી તેને શું લાભ થાય ? તે વિચારણીય છે. પરલક્ષને મુખ્ય કરતાં મુમુક્ષુને તો નુક્સાન જ થાય. વર્તમાનકાળમાં ‘પ્રત્યક્ષયોગ’ મળે તો પરમેશ્વરબુદ્ધિ થાય, તેનું ફળ મોટું છે. તેથી બહુમાન તદ્નુસાર ઉપજે જ, તેમાં ખરેખર વાસ્તવિકતા છે. કાંઈ અતિપરિણામીપણું નથી. (૧૧૭૦) * સ્વરૂપ ધ્યાનમાં ચિંતન-મનનની મુખ્યતા ધર્માત્માને હોતી નથી, તે ગૌણપણે થાય છે. પ્રશ્ન :- તો પછી ધ્યાનકાળે તેઓ શું કરે ? ઉત્તર = તેમને આત્મસ્વરૂપ પ્રત્યક્ષ છે અને આત્મ-પરિણતિ પ્રગટ છે. ધ્યાનાવસ્થામાં તેમને આત્મભાવનો સહજ આવિર્ભાવ થાય છે. તથા પ્રકારે તેમનો પુરુષાર્થ ધર્મ ઉગ્ર થાય છે. કારણ કે દૃષ્ટિનો ‘પૂટ' લાગ્યો કરે છે. જે લીનતાનું કારણ છે. ચિંતનનો વિકલ્પ અહિ સાધક નથી, પણ બાધક છે, જે પુરુષાર્થની ઉગ્રતા થતાં નાશ પામે છે. (૧૧૭૧) સમ્યક્વેરાગ્યનો જન્મ આત્માના આનંદમાંથી થાય છે. અમૃતરસના સ્વાદને લીધે અન્ય વિષયમાં રસ ન આવે, તે વૈરાગ્ય છે. તેવી દશામાં, લોભ નહિ જો પ્રબળ સિદ્ધિ નિદાન’... ‘સરસ અન્ને નહિ મનને પ્રસન્ન ભાવ....... એવી સહજ ઉદાસીનતા રહે. (૧૧૭૨) કોઈપણ જીવને અધ્યાત્મ રુચે તે સારુ ચિન્હ ગણાય તથાપિ ઓઘસંજ્ઞાને લીધે કે લોકસંજ્ઞાના કારણથી તેનો વ્યામોહ થાય ત્યારે તે જીવમાં શુષ્કતા, અતિપ્રલાપપણું વગેરે દોષની ઉત્પત્તિ થાય છે. તેમ ન થવા અર્થે શ્રી દેવ-ગુરુ આદિ મોટા પુરુષોની ભક્તિ ઉપકારી થાય છે, અથવા જો જીવ આત્મ-કલ્યાણને વિષે શુદ્ધ નૈષ્ઠિક હોય તો સ્વાભાવિક અધ્યાત્મની ઉચ્ચ દશાને ભજે છે. આવું શુદ્ધ નૈષ્ઠિકપણું ઘણું કરીને ‘પૂર્ણતાના લક્ષે’ ઉત્પન્ન ભાવનારૂપે વર્તતું હોય છે. (૧૧૭૩) જ્ઞાનવેદન ઉપયોગની સ્થૂળતાને લીધે જણાતું નથી, પરંતુ નિજ હિતની રુચિપૂર્વક સૂક્ષ્મ ઉપયોગે ‘સ્વપણે જ્ઞાનવેદન’ દ્વારા જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાનમાત્ર પણે લક્ષમાં - સ્વરૂપ - રહેવાથી, જ્ઞાનવેદનનો સહજ આવિર્ભાવ થઈ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે, કારણકે જેનું લક્ષ હોય ત્યાં જ વીર્ય વળે, તેની જ મુખ્યતા રહે. આમ પ્રથમ વેદન દ્વારા લક્ષ અને પછી લક્ષના કારણે - Page #378 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૨૩ સ્વસંવેદન થાય છે. * જ્ઞાનીને દ્રવ્યદૃષ્ટિને લીધે પર્યાયની ઉપેક્ષા વર્તે છે, પરંતુ દ્રવ્ય સ્વભાવની સાવધાની પર્યાયમાં વર્તતી હોવાથી, તેવી સમ્યક્ પર્યાયની ચિંતા આવશ્યક પણ નથી. તેથી જ્ઞાની સ્વભાવ સાવધાનીને વશ એમ કહે કે પર્યાય ભલે ગમે તેમ વર્તો મને તેથી કાંઈ ફેર પડતો નથી.’ પરંતુ તેમ કહેતી વખતે પ્રતીતિ વર્તે છે, કે પર્યાય મર્યાદામાં જ રહેવાની છે, અને પર્યાયના ફેરફારથી સ્વભાવમાં ફેર પડતો નથી, તે પણ પરમ સત્ય જ છે, તથાપિ જેની શ્રદ્ધા જ સ્વરૂપને છોડી, અન્ય સ્થાનમાં પરને / રાગને આત્મારુપે ગ્રહણ કરે છે, તે જ્ઞાનીની નકલ કરે, તો પર્યાયમાં વિપર્યાસ વૃદ્ધિગત થાય છે. અથવા મિથ્યા શ્રદ્ધાને લીધે પર્યાયની સાવધાની રહે છે, તેથી તેની જ ઉપેક્ષા થઈ શકે નહિ. મિથ્યાત્વ અવસ્થામાં પરથી એકત્વ વર્તે છે, તો ‘ભલે તેમ થાઓ’— તેવું ઉપેક્ષિતપણું ઈચ્છનીય નથી. છતાં અજ્ઞાનથી કહે તો સ્વચ્છંદ થાય. પર્યાયની ઉપેક્ષા સમ્યપ્રકારે થવા યોગ્ય છે. (૧૧૭૫) (૧૧૭૪) પ્રશ્ન :– જ્ઞાનથી રાગ જુદો કેમ જણાય ? (કેમ ભાસે ?) ઉત્તર ઃ– ચાલતા પરિણમનમાં, જ્ઞાન સામાન્ય મુખ્ય થતાં, રાગથી પોતાની ભિન્નતા ભાસવા લાગે છે. જે ભિન્ન જ છે, તે ભિન્ન ભાસે છે. આવું ભેદજ્ઞાન સ્વાનુભૂતિનું પ્રત્યક્ષ કારણ પ્રતીતિ ગોચર છે. જ્ઞાન સામાન્ય જ્ઞાન-વેદનરૂપ છે. તેમાં સ્વપણું થવું – ભાસવું તે મુખ્યતા થવાનું કારણ છે. (૧૧૭૬) સુયોગ્યપણે વિચારવાની પદ્ધતિમાં ગુણગ્રાહીપણાનો દૃષ્ટિકોણ હોય છે. અને તેમાં દોષને અનુમોદન ન થાય તેવી સાવધાની રહે છે. પણ જ્યાં અપરિપકવ વિચાર દશા હોય, ત્યાં ગુણપ્રશંસા કરતાં, અજાણતાં દોષની અનુમોદના થવાનો સંભવ છે. – આવો પ્રકાર અન્યમતના ધર્મ-સિદ્ધાંતોની સમાલોચનાના પ્રસંગે બને છે. જ્ઞાનીપુરુષના અભિપ્રયાનું ઊંડાણ ન સમજાય ત્યારે મુમુક્ષુજીવે જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે. પરંતુ સ્વયંના ક્ષયોપશમ જ્ઞાનને મુખ્ય કરવા યોગ્ય નથી, પ્રદર્શન કરવા યોગ્ય નથી. (૧૧૭૭) તત્ત્વ અભ્યાસી જીવને પણ આત્મહિતની સૂઝ આવવી જરૂરી છે. તેવી સૂઝ આવવા માટે મૂળ ચાવીરૂપ (Master key) પૂર્ણતાનું લક્ષ થવું’– તે છે. જેને તથારૂપ લક્ષ થયું છે, તેને હર હાલતમાં, હર ન્યાયમાં, ‘આ સૂઝ’ વર્તે છે, તેથી વિપર્યાસ પ્રાયઃ થતો નથી. જીવ ગમે તેટલો શાસ્ત્ર-અભ્યાસ કરે કે ગમે તે કરે તેમાં આત્મહિતની સૂઝ ન હોય તો, સર્વ કાર્ય પ્રાયઃ અભિનિવેષનું Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કારણ બને છે. અનુભવ સંજીવની (૧૧૭૮) ૫/કલ્યાણયાત્રા કરનાર કદી પ્રતિકૂળતાઓ સામે જોતો નથી, કે લોકોની ટીકા-ટીપ્પણીનો વિચાર કરતો નથી. પ્રતિકૂળતામાં આત્મ - વીર્યનું ફોરવું તે સહજ સ્વભાવ છે. વાદળા જોઈને સૂર્ય પાછો ફરતો નથી. દૃઢ નિશ્ચયવાળાને નિષ્ફળતાનો વિકલ્પ આવતો નથી. નદીનું જળ, વચ્ચે પડેલા પત્થરને ભેદીને આગળ વધે છે, પાછું જતું નથી. (૧૧૭૯) જાણરૂપ જ્ઞાન મતિ આદિ ભેદે ક્ષયોપશમપણે પ્રવર્તે છે. તેનું સ્વરૂપ આગમ પ્રસિદ્ધ છે. તે જ્ઞાનનાં વિશેષો છે. વેદનરૂપ જ્ઞાન અધ્યાત્મ પદ્ધતિ દ્વારા ગમ્ય છે, તેને પરમાણુની અપેક્ષા નથી. તે જ વ્યાપ્ય વ્યાપક ભાવે સેવવા યોગ્ય છે. જાણરૂપ જ્ઞાનને કર્મ પરમાણુ સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. તેથી તે આગમ પદ્ધતિએ સમજાવાય છે. અધ્યાત્મમાં બાહ્ય ભાવો નિષિદ્ધ છે. અંતર સ્વરૂપ લક્ષે ઉત્પન્ન સામાન્ય જ્ઞાનનું મુખ બહાર નથી. આગમથી અધ્યાત્મનો વિષય પર છે. તેથી પરસ્પર તેની સરખામણી કરવા યોગ્ય નથી. ? (૧૧૮૦) * હે જીવ ! અનંત પરમ અમૃતમય શાંતિ સ્વરૂપ સ્વયમેવ પોતે જ છું. પોતા સિવાય ક્યાંય શાંતિ નથી. બહિર્ભાવમાં સર્વત્ર અશાંતિ જ છે, તે ભાવો કેમ રુચે ? તો પરમ શાંતિ - ધામથી વિમુખતા શા માટે ? ધર્માત્મા સ્વ–સન્મુખતા છોડતા નથી અને પરિપૂર્ણ અંતર્મુખના ઉદ્યમમાં રત છે, - રત રહે છે. (૧૧૮૧) - આંગસ્ટ ૧૯૯૩ જીવને પરમાર્થ માર્ગનું વાસ્તવિક મૂલ્યાંકન થયે જ, તેની પ્રાપ્તિ અર્થે જોઈતા પ્રમાણમાં, ગંભીરતા અને પ્રયત્નનો ઉપાડ આવે છે, ત્યારે જ જીવ તે માટે પૂરી કાળજીપૂર્વક પ્રવર્તે છે, ત્યારે જ જીવ ઓઘસંજ્ઞાથી નિવૃત્ત થઈ શકે છે, ત્યારે જ જીવ લોકસંજ્ઞા છોડી, અસત્સંગથી દૂર થઈ, યથાર્થપણે આત્માર્થ સાધવાની યોગ્યતામાં આવે છે. ત્યારે જ સમસ્ત જગતની ઉપેક્ષા થાય છે, તેને પ્રતિબંધ શો ? (૧૧૮૨) / આચાર્યભગવાને આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહીને વર્તમાનમાં જ સ્વરૂપને પ્રત્યક્ષ દર્શાવી, પ્રત્યક્ષ કરાવી, આત્માને આત્મામાં થંભાવી દીધો છે. અને અંતરમાંથી આનંદ અમૃતના ઔઘ ઉછાળ્યા છે. ધન્ય વીતરાગ ! (૧૧૮૩) Page #380 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૨૫ – નિજ અવલોકનમાં રાગનું અને પર્યાયનું લક્ષ છોડાવવાનો હેતુ છે. તેમજ એકાંત પર તરફના વલણનો પ્રવાહ બદલાઈ સ્વત૨ફ વલણ થાય તેવો હેતુ છે. પરલક્ષી જ્ઞાન વડે માત્ર તર્ક–યુક્તિથી અનુભવમાં આવતા ભાવોનું – ભાવભાસન થઈ શકે નહિ, તેથી તેવી અભ્યાસની અયોગ્ય પદ્ધતિ બદલીને, ભાવભાસન થાય, તેવો ખાસ હેતુ છે. સ્વભાવના ભાવભાસનથી સ્વભાવનું લક્ષ થતાં, રાગ અને પર્યાયનું પરલક્ષ સહજ છૂટે છે. યથાર્થપણે અવલોકન થવાનું ફળ પર્યાય બુદ્ધિ છૂટવામાં આવે છે. કારણકે આ અનુભવ પતિ છે. પર્યાયબુદ્ધિમાં દીનતા આવે છે. (૧૧૮૪) જ્ઞાન (સામાન્ય) તે જીવનું સ્વરૂપ છે. જ્ઞાન વિશેષમાં વિપર્યાસ થાય તે જ્ઞાનનું અજ્ઞાનત્વ છે, અને અવિપરીત એવું જે જ્ઞાનનું પરિણમન છે, તે જ જ્ઞાનનું જ્ઞાનત્વ છે. આવી નિગ્રંથ પ્રવચનમાં પરિભાષા છે. (૧૧૮૫) ‘યથાર્થ લક્ષ’ થવાથી જીવના પરિણામો સહજ અનુક્રમ પ્રમાણે થવા લાગે છે. પ્રારંભથી વર્તમાન પરિણામ, માત્ર જાણવાનો વિષય થઈ જાય છે, જોર તેને ‘કરવા' ઉપર રહેતું નથી. લક્ષ હોય ત્યાં જોર જાય (છે.) આ પરિણામનો નિયમ છે. તેથી પરિણામોનું મૂલ્ય લક્ષ આધારિત થવું ઘટે છે, માત્ર પરિણામ આધારીત નહિ. વર્તમાન પરિણામ કર્તૃત્વ ભાવે કરાય ત્યાં સુધી યથાર્થ લક્ષ' થયું નથી, અને કર્તૃત્વને લીધે દર્શનમોહ વૃદ્ધિગત થાય છે. આત્માર્થી જીવે પ્રગતિ માટે, આ ખાસ વિચારવા યોગ્ય છે. (૧૧૮૬) - શાશ્વત આનંદનું મંદિર એવું આત્મસ્વરૂપ, તેની સમીપ લઈ જનારા, તેના દ્યોતક જિન-પ્રવચનોથી ઉપેક્ષિત થઈ, જે, અપ્રયોજનભૂત બાહ્ય ક્ષયોપશમના વિષયમાં આકર્ષિત થઈને રસ લ્યે છે, તે બાહ્ય દૃષ્ટિવંત, વીતરાગ પ્રવચનને પામીને પણ પરમ તત્ત્વથી દૂર થાય છે. અમૃત સરોવરના કાંઠે તૃષાવંત મૃત્યુ પામે, તેથી વધારે કમનસીબ કોણ હોય ? પ્રયોજનને ચુકવું તે જીવના સ્વભાવ વિરુદ્ધ છે. (૧૧૮૭) જિજ્ઞાસા :– શાસ્ત્ર સ્વાધ્યાય કરતા, આત્મસ્વરૂપને દર્શાવતા અનેક શબ્દો જેવા કે આનંદ સ્વરૂપ, ધ્રુવસ્વરૂપ, સત્સ્વરૂપ વિગેરે' વાંચવામાં આવે છે, ત્યારે તેનો ભાવ ભાસતો નથી. તો કઈ રીતે સ્વાધ્યાય કરવો જોઈએ ? જેથી ભાવભાસન થાય ? સમાધાન ઃ– શાસ્ત્ર સ્વાધ્યાયમાં, શબ્દાર્થ, ભાવાર્થ, કે અન્ય વિશેષાર્થ ન્યાય, યુક્તિથી સમજાય, માત્ર તેવી પદ્ધતિથી સ્વાધ્યાય થાય, અને બાહ્ય (પરલક્ષી) ક્ષયોપશમ વધે, તે પદ્ધતિ યથાર્થ નથી, કારણ કે તેથી અભિનિવેષ ઉત્પન્ન થવાની પ્રાયઃ સંભાવના છે. તેથી જે તે ભાવોનું ભાવભાસન Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ અનુભવ સંજીવની થાય, તેવા પ્રકારે સ્વાધ્યાય થવો ઘટે; અર્થાત્ જે જે ભાવો પોતાને પ્રવર્તમાન હોય, ત્યારે તે તે ભાવોના અનુભવને તપાસી તેનું અનુભવજ્ઞાન કરવું – તે ભાવભાસનની રીત છે. ભાસવું એટલે લાગવું. જે તે ભાવોના અનુભવને સમજવો અથવા અનુભવમાં આવતા ભાવોને માત્ર તર્ક, ન્યાય, યુક્તિથી ન સમજતાં, અનુભવથી સમજવા તે સ્વાધ્યાયની યથાર્થ પદ્ધતિ છે. – આ પદ્ધતિમાં કલ્પના થવાનો અવકાશ નથી. ભાવભાસન વિના થયેલી સમજણમાં ક્યાંક જીવ કલ્પના કરે છે. જે ઉચિત નથી. (૧૧૮૮) આ કાળે ઉત્કૃષ્ટ પાત્ર હોય, જેની એકાદ ભવમાં મુક્તિ થવાની હોય, તેને દેહાંત કાળે નિર્વિકલ્પ સમાધિ દશામાં આવી જાય એવો પુરુષાર્થ ઉગ્ર થઈ જાય છે. સાધક દશા સહજ છે, જેમાં પરમ તત્ત્વની મુખ્ય પરિણતિ સર્વદા વર્તે છે. તેમાં આ કાળના ચતૂર્થ ગુણસ્થાનના ઉત્કૃષ્ટ પાત્રનું આ લક્ષણ દર્શાવ્યું. (૧૧૮૯) તત્ત્વ અભ્યાસ તત્ત્વરુચિ પૂર્વક થવો ઘટે, કારણકે માત્ર વિચારથી વસ્તુનું ગ્રહણ થતું નથી. રુચિ જરૂરતમાંથી ઉત્પન્ન થઈ હોવાથી, તે વસ્તુનું ગ્રહણ કરવા સમર્થ છે. વળી રુચિ અનુસાર જાગૃતિ અને રુચિનો વિષય જ્ઞાનમાં – પરિણમનમાં મુખ્ય રહેતો હોવાથી રુચિ વડે પ્રયોજન સધાય છે. પાત્રતા જ્ઞાનના ક્ષયોપશમ આધારીત નથી પરંતુ રૂચિ - તત્ત્વરુચિ આધારીત છે. રુચિરંતને પ્રતિકૂળતા – અનુકૂળતા રોકી શકતી નથી. વિદન કરી શકે નહિ. (૧૧૯0) પર્યાયમાત્રમાં અહંબુદ્ધિનો અભાવ થઈ . દ્રવ્યદૃષ્ટિ થતાં આખી સૃષ્ટિ બદલાય જાય છે. વિજ્ઞાનઘન પરમ તત્ત્વના રસીલા જીવ, ભવ – મોક્ષના ભેદને ગૌણ કરીને પરમ સમભાવને પ્રાપ્ત થાય છે. – તેઓ એવો અનુભવ કરે છે કે પર્યાયના કોઈ ફેરફારોથી મારામાં કાંઈ જ ફેરફાર થતો નથી, પર્યાય મને સ્પર્શતી જ નથી. જ્યાં આવો સમ્યક અનુભવ વર્તતો હોય, ત્યાં દેહાદિ સંયોગની શું ગણના ? શું ચિંતા ? ત્યાં એવી દશા છે કે : ‘એક દેખીએ, એક જાનીએ, રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીયે, યહી સિદ્ધિ નહિં ઓર' -કવિવર પૂ. બનારસીદાસ). (૧૧૯૧) / પરિણામમાં વિકલ્પને ન જુઓ, પરંતુ અનુભવને જુઓ, મુખ્યતા કોની થઈ રહી છે તે જુઓ ? શુભાશુભની રુચિ કેટલી છે ? તે તપાસો ? વિકલ્પમાં આકુળતા છે, પર તરફના વલણમાં આકુળતા છે, તેની અરુચિ કેમ નથી ? તે શોધો ! સત્પુરુષના વચનમાં પણ માત્ર ન્યાયને જ ન વિચારો, પરંતુ તેમના અનુભવને અને અનુભવના ઊંડાણને જોવા પ્રયાસ કરો. માર્ગ અનુભવ Page #382 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૨૭ પ્રધાન હોવાથી, સર્વત્ર અનુભવની પ્રધાનતા થવી ઘટે, જેથી ક્યાંય અયથાર્થતા નહિ થાય. (૧૧૯૨) V પર્યાયબુદ્ધિ માત્ર ત્રિકાળી પરમાત્માના અવલંબને જ છૂટે છે. વેદ-વેદકભાવે ત્રિકાલી અસ્તિત્વમાં પ્રસરી જવું. પરિણામ પ્રત્યેનો રસ છૂટી જવો જોઈએ. તે (પરિણામમાં અહંપણું જ સ્વરૂપ અવલંબનમાં વિઘ્ન છે. – આ વાત લક્ષમાં તીરની જેમ ચોંટવી જોઈએ. (૧૧૯૩) જીવ તત્ત્વ વિચાર કરી સ્વરૂપ મહિમા થયો સમજે છે. પરંતુ વાસ્તવમાં સ્વરૂપ મહિમા વેદવાનો વિષય છે. તેમ સમજણ જ્ઞાનમાં ન હોય તો ગૃહિત મિથ્યાત્વ થવાની સંભાવના છે. અભિપ્રાયમાં કૃત્રિમ પ્રયાસનો નિષેધ હોવો જ જોઈએ. સ્વરૂપ નિર્ણયના ગર્ભમાં સ્વરૂપનો મહિમા અને સહજ પુરુષાર્થ ભર્યો છે. નિર્ણય થતાં જ તેનો જન્મ થાય છે અને ક્રમશઃ તે વૃદ્ધિગત થવા લાગે છે. (૧૧૯૪) સહજ સ્વરૂપ સદશ સહજતા સુખદાયક છે, કૃત્રિમતાના પરિણામ દુઃખરૂપ છે. સમ્યફ પુરુષાર્થ સહજ ઉદ્યમરૂપ હોય છે. કર્તુત્વના વિકલ્પો તે ખોટો પુરુષાર્થ છે. તેનાથી સાધ્યની સિદ્ધિ નથી. (૧૧૮૫) પૂર્ણતાના લક્ષે જેને વાસ્તવિક શરૂઆત (મુમુક્ષતાની) થાય છે, તે જીવન દર્શનમોહનો રસ ઉત્તરોઉત્તર કપાતો જાય છે. અને તે ઉપશમને યોગ્ય થાય છે. અન્ય પ્રકારે પ્રવર્તતા માત્ર ચારિત્રમોહ મંદ થાય છે. જેનું સ્થાયીત્વ હોતું નથી, તેથી તે તીવ્ર થઈ જાય છે. જેથી સફળતા પ્રાપ્ત થતી નથી અને મુમુક્ષુની ભૂમિકા અનુસાર કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. (૧૧૯૬) મુમુક્ષુની ભૂમિકાના ચડતીશ્રેણીના પરિણામો સહજ થવા અર્થે, પૂર્ણતાનું ધ્યેય હોવું અનિવાર્ય છે. અન્યથા કૃત્રિમતા થયા વિના રહેશે નહિ. – આ ધ્યેય પૂર્ણતા પર્યંતની સર્વ સફળતાનો પાયો (૧૧૯૭) છે. પર્યાયદૃષ્ટિમાં દીનતા આવે છે, જેથી એકાંતે દુઃખ થાય છે. રાગ-દ્વેષ, હર્ષ-શોકાદિ વંદ્ર પર્યાયદૃષ્ટિમાં છે. પર્યાય સ્વયં વિનશ્વર હોવાથી, તેમાં અસ્તિત્વ ગ્રહણ થવાથી, ભાવ મરણનો પ્રતિક્ષણ ભોગવટો થાય છે. દ્રવ્યદૃષ્ટિમાં તો બંધ –મોક્ષના ધંધનો પણ અભાવ છે. કારણકે દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે, Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અનુભવ સંજીવની તેમાં ત્રિકાળ બંધ નથી, તો મોક્ષ થવાપણું કયાંથી હોય ? (૧૧૯૮) જોયાકાર જ્ઞાન (દુર્લક્ષ્ય) ગૌણ કરવા યોગ્ય છે, કારણકે જોયાકારો વિનશ્વર છે અને હું અવિનશ્વર છું. તથા પ્રકારે શાશ્વત સ્વરૂપની મુખ્યતામાં સર્વ ક્ષણિક ભાવો ગૌણ કરવા યોગ્ય છે. મારું તાદાભ્ય સ્વભાવ સાથે છે, જેમાં પરિણામ માત્રનો અભાવ છે. યદ્યપિ વેદના પરિણામમાં હોય છે, તથાપિ તે અવલંબનને યોગ્ય નથી. પર્યાયની સાવધાની રહેવાથી સ્વભાવનું ગ્રહણ થઈ શકતું નથી. સ્વભાવ સદાય સ્વયં પ્રસિદ્ધ છે, પરંતુ પ્રગટ પર્યાયત્વ ઉપર દૃષ્ટિ (અહબુદ્ધિ) હોવાથી સ્વભાવ ઉપર લક્ષ જતું નથી. પ્રગટ અપ્રગટ અવસ્થા ભેદથી ભિન્ન, અનઉભય સ્વરૂપ જેવું છે તેવું ગ્રહણ – જ્ઞાનમાત્રપણે કરવું. (૧૧૯૯) એકાંત આત્મકલ્યાણનું લક્ષ રહે તો મુખ્ય–ગૌણ થવામાં વિપરીતતા થતી નથી. અને અનેકાંતિક જ્ઞાન થવા છતાં આત્મ સંતુલન જળવાઈ રહે છે. વ્યવહારના, ન્યાયના અનેક ભંગ ભેદ છે. જો ઉપરોક્ત લક્ષ ન રહ્યું તો વિપરીતતા થઈ જાય છે – અહિત થઈ જાય છે. સર્વ સિદ્ધાંત અને સર્વ ઉપદેશનું કેન્દ્રસ્થાન આત્મકલ્યાણ છે, તે જ સમ્યફ એકાંતરૂપ નિજપદની પ્રાપ્તિ છે. જ્ઞાતા – દૃષ્ટારૂપ સામ્યભાવમાં જ આત્મ – શાંતિ છે. જે સમ્યક અનેકાંતનું ફળ છે. (૧૨૦૦) સપ્ટેમ્બર – ૧૯૯૩ સમાજમાં બાહ્ય પ્રસિદ્ધિથી આત્મામાં કાંઈ લાભ નથી. ઘણા સાથે પરિચય વધવો તે અંતર સાધનાને અનુકૂળ નથી, એક વિકલ્પવૃદ્ધિનું તે નિમિત્ત છે. અભિપ્રાયમાં પ્રસિદ્ધિ ભોગવવાના ભાવથી પરિણતિ દુષિત રહે છે, વ્યગ્ર રહે છે. હું કેવળ નિર્વિકલ્પ સ્વરૂપ છું. વિકલ્પ સાથે મારે કાંઈ સંબંધ નથી. વિકલ્પ કાળે પણ હું જેવો નિર્વિકલ્પ) છું તેવો જ છું. (૧૨૦૧) છઘસ્થના જ્ઞાનમાં મુખ્ય-ગૌણ થવાની પરિસ્થિતિ રહેલી છે. દરેક સ્તરે, દરેક પ્રસંગે મુખ્યતા કોઈ એક વિષયની અને અન્ય સર્વ ગૌણ રહે છે, તેમાં વિવેક ન રહેવાથી, ગૌણ થવા યોગ્ય મુખ્ય થઈ જાય છે, અને મુખ્ય થવા યોગ્ય ગૌણ થઈ જાય છે, ત્યાં પૂરો વિપર્યાસ થઈ જાય છે. જેને પૂર્ણતાના ધ્યેયપૂર્વક નિશ્ચય અર્થાત્ પરમ તત્ત્વ સહાત્મસ્વરૂપ મુખ્યપણે વર્તે છે, તે જીવને ક્યાંય પણ વિપર્યાસ થતો નથી, તે તરી જાય છે. (૧૨૦૨) નિર્વિકલ્પ સ્વરૂપના સ્પષ્ટ અનુભવાશથી ઉત્પન્ન પ્રતીતિ / રુચિ બળ, જ્ઞાનને સ્વરૂપાકાર ભાવે સ્થિર કરે છે. રુચિ અનન્યભાવે સ્વભાવનું ગ્રહણ કરે છે. અનુભવાંશ – વેદન પ્રત્યક્ષતા વડે Page #384 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૨૯ વીર્ય ઉછળે છે, ત્યાં ચૈતન્યદેવ પરમ પ્રસન્ન થઈ, અમરત્વનું વરદાન આપે છે. મૃત્યુનું સદાને માટે મૃત્યુ થાય છે, અનંતગુણોની પરિણતિ સ્વાનુભવના મહોત્સવમાં નૃત્ય કરે છે. (૧૨૦૩) નિશ્ચય સ્વરૂપ સદાય મુખ્ય રહીને, વ્યવહાર પ્રસંગમાં જે તે ભાવો, જે તે કાળે યથાપદવી ગૌણ મુખ્ય રહ્યા કરે (છે.) તેમાં ઉત્કૃષ્ટની મુખ્યતા અને અનુષ્કૃષ્ટની ગૌણતા સહજ થવા યોગ્ય છે. સીડીના ઉપર ઉપરના પગથીયે ચડનારની જેમ. દૃષ્ટિનો વિષય પરમોત્કૃષ્ટ હોવાથી જ્ઞાનમાં – અભિપ્રાયમાં સદાય મુખ્ય રહી જાય છે. તેમાં કોઈ ભંગ-ભેદ નથી. વ્યવહાર ભાવોના ભેદોમાં ‘આશય’ અનુસાર મુખ્ય—ગૌણ થવું ઘટે. (૧૨૦૪) સત્શાસ્ત્રોમાં આત્મકલ્યાણ અર્થે અનેક વિધ ભેદે જીવના ભવરોગનું નિદાન કર્યું છે, અને તેની નિવૃત્તિ અર્થે અનેક વિધ ભેદે ઉપદેશ અને માર્ગદર્શન પણ બોધ્યું છે. તેમાંથી જે જીવ પોતાનું પ્રયોજન સધાય તે પ્રકારે નિદાન અને ઉપાયનું અનુસંધાન કરી શકે તે મુક્ત થાય છે. ઘણું કરીને રોગી સ્વયં તેમ કરવા અસમર્થ હોવાથી, સદ્ગુરુની કૃપા અનુગ્રહથી (જે જીવ) તથા પ્રકારે અનુસંધાન (Co-Ordination) સમજી શકે છે, તે સદ્ગુરુને ઓળખી શકે છે અને સર્વાર્પણબુદ્ધિએ સત્સંગની ઉપાસના કરી તરી જાય છે. સર્વાર્પણબુદ્ધિને લીધે સરળતા સહજ ઉત્પન્ન હોય છે. આત્મકલ્યાણના લક્ષે સરળતાએ ઉપાસેલો સત્સંગ પ્રાયઃ નિષ્ફળ જતો નથી. ભક્તિ અને વૈરાગ્યનો સાથ સહજ હોવા યોગ્ય છે. (૧૨૦૫) જીવને જ્યાં સુધી વર્તતા વિભાવમાં દુઃખ લાગતું નથી, ત્યાં સુધી, જીવને સુખની ભ્રાંતિ મોળી પડી નથી. એટલેકે દર્શનમોહ મોળો પડ્યો નથી; તેથી મોક્ષાર્થીપણું હોવા રૂપ પાત્રતામાં પણ ઓછપ છે. પાત્રતા વિશેષ થવાથી સુખાભાસમાં અને મંદકષાયરૂપ શુભ વિકલ્પોમાં પણ દુઃખ લાગે છે, જેથી જીવનો ત્યાંથી સહજ ખસવાનો ઉદ્યમ થાય, તેવી સ્થિતિમાં આવે છે. આમ થયા વિના નિજ સુખાનુભૂતિ સંભવ નથી. (૧૨૦૬) = શુભની રુચિ – મંદ કષાયની રુચિ સુખાભાસને ઉત્પન્ન કરે છે, તે દુઃખમાં સુખની ભ્રાંતિ છે. – આ દર્શનમોહનો પ્રભાવ છે. જ્યાં સુધી દર્શનમોહથી આત્મા આ પ્રકારે આવરિત છે, ત્યાં સુધી સ્વસંવેદન થવામાં અવરોધ છે. સુખાભાસ નિજમાં નિજ – વેદન ગ્રહણ થવામાં વિઘ્ન છે. (૧૨૦૭) Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ અનુભવ સંજીવની જ્ઞાન સુખરૂપ છે, તે વેદનથી સમજાય, તો સ્વરૂપ–નિશ્ચય થાય – સ્વરૂપ-લક્ષ થાય. જ્ઞાનને વેદનથી જાણવા અર્થે પરપ્રવેશ ભાવરૂપ મિથ્યા અનુભવને અવલોકનથી સમજવાનો પ્રયાસ કરવો ઘટે. જે જીવ મોક્ષાર્થી થઈને, નિષ્પક્ષપણે પોતાના વર્તતા દોષનું અવલોકન કરે, તેને દોષથી ઉત્પન્ન દુઃખ-તે રૂપ વિભાવ સ્વભાવ વેદનથી સમજાય. વેદનથી – અનુભવથી સમજવાની રીત દ્વારા જ્ઞાનને જ્ઞાન-વેદનથી સમજતાં સ્વભાવનું – અસ્તિત્વનું ગ્રહણ થાય. જ્ઞાન સ્વયં વેદ્યવેદકપણે વર્તે ત્યાં સ્વસમ્મુખતા જ થાય. અન્ય ઉપાયે પર સન્મુખતાનો અભાવ થતો નથી. (૧૨૦૮) જ્ઞાનવેદનથી ભેદજ્ઞાન થતાં, ચૈતન્યદળમાં સહજ અભિન્નતાનો અનુભવ આવે છે. પરાવલંબન છૂટવાના કારણથી સ્વાવલંબનમાં આવવું સહજ છે. જ્ઞાનવેદન સ્વપણે વેદાતાં જ સહજ ચૈતન્યદળનું અવલંબન આવી જાય છે – આ એક અનુભવ-માર્ગનો ચમત્કાર છે. (૧૨૦૯) સમાધિ સુખામૃતનું સ્વરૂપ એવું છે કે જ્યાં ઈન્દ્રાદિ સંપદા રોગ-વત્ ભાસે લાગે અને કોઈ પરિષહની વેદના થતી નથી. સ્વરૂપ ધ્યાનથી તેની ઉત્પત્તિ થાય છે. સ્વરૂપ ધ્યાન અન્ય ચિંતાના નિરોધથી ઉપજે છે, એકાગ્ર થવાથી. રાગ-દ્વેષ મટવાથી જ સ્વરૂપ એકાગ્રતા થાય છે. તે રાગ-દ્વેષનું મટવું જોય પદાર્થમાં ઈષ્ટ–અનિષ્ટબુદ્ધિના અભાવથી થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી ઈષ્ટ અનિષ્ટ કોઈ ભાસતું નથી. – આમ આત્મિક સુખની પ્રાપ્તિના કારણોની શૃંખલાના મૂળમાં દર્શનમોહના અભાવ રહેલો છે. (૧૨૧૦) આત્માર્થીની ભૂમિકા યોગ્ય જ્ઞાનની નિર્મળતા વડે, જ્ઞાન પોતામાં સ્વરૂપ શક્તિને વેદન . લક્ષણ વડે જાણે, ત્યારે લક્ષ્ય લક્ષણ પ્રત્યક્ષ તેજ પોતે પોતામાં ભાસ્યમાન થાય, ત્યારે સ્વરૂપની અનન્ય રુચિ પ્રગટ થાય – સ્વરૂપથી અન્યપણે રહેવું – જીવવું ન સહેવાય – પોસાય, તે જ સ્વાનુભૂતિનું બીજરૂપ જ્ઞાન. (૧૨૧૧) અસતુપુરુષની ઓળખાણ થયે સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થાય છે – આ ઓળખાણની વાસ્તવિકતા છે. ત્યારપછી માર્ગ-પ્રાપ્તિ નિકટ છે. અતિવ નિકટ છે. તે પહેલાં ઘણી વિકટતા (૧૨૧૨) છે. ઉઘાડજ્ઞાનની રુચિ તે અનાત્માની રુચિ છે. જ્ઞાનની રુચિ સ્વસંવેદન ઉપજાવે છે. સ્વસંવેદન જ્ઞાન તે પરમાર્થ છે. – તેના નિશ્ચયથી આત્મરુચિ કર્તવ્ય છે. તે જ કલ્યાણ સ્વરૂપ છે. તે જ અનુભવનીય છે, તે જ પરમ સત્ય છે. (૧૨૧૩) Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ અનુભવ સંજીવની જીવ મુસાફરીએ જતાં શુકન જોવે છે, તો દેહાંત થઈ અન્ય સ્થાને જવાના સમયે આત્મભાવમાં રહેવાના પ્રયાસરૂપ શુકન થવા ઘટે, જેથી પંચમતિની આખરની મુસાફરીનો અવસર આવે. છેવટ સત્તા સંસ્કાર પ્રાપ્ત થાય તેટલા શુકન થઈ જાય તો તે પણ મંગળ શુકન છે. (૧૨૧૪) નિશ્ચય આત્મસ્વરૂપનું પરલક્ષી ધારણા જ્ઞાન થવાથી અજ્ઞાની જીવ પણ તેનું પ્રતિપાદન કરી શકે છે. પરંતુ આત્મસ્વરૂપની પ્રાપ્તિની વિધિનું પ્રતિપાદન તેનાથી થઈ શકતું નથી. તે થવા અર્થે વિધિમાં પ્રવેશ થવો અનિવાર્ય છે. વિધિ સ્વયં સ્વરૂપ-પ્રાપ્તિનો પ્રયોગ છે. પ્રયોગનું જ્ઞાન માત્ર પ્રયોગ દ્વારા જ થાય છે, બીજી કોઈ રીતે થઈ શકતું નથી. તેમાં તર્ક કે અનુમાનનો પ્રવેશ નથી. એક દેશ અંતર્મુખ થયા વિના પુરુષાર્થની કળા આવડે નહિ, ત્યાં સુધી તેનું પ્રતિપાદન કેમ થઈ શકે ? (૧૨૧૫) ઑક્ટોબર-૯૩ ‘સ્વસંવેદ્નાત સિદ્ધિ:’ધર્માત્મા સ્વસંવેદન દ્વારા આત્મશુદ્ધિમાં વૃદ્ધિ કરે છે. સ્વસંવેદન સ્વયં શુદ્ધિકરણ છે, શુદ્ધિ કરણશીલ છે. આત્મશુદ્ધિ માટે સાધનાંતરની અપેક્ષા નથી. પ્રગટ અનુભવગોચર આ સાધન છે. (૧૨૧૬) પ્રયોજનભૂત તત્ત્વનો નિર્ણય કરવો આવશ્યક છે. પરંતુ ક્યાં ઊભા રહીને તે નિર્ણય કરવો જોઈએ તે ‘વધુ આવશ્યક' છે. અન્યથા વિપરીત નિર્ણય થવાની સંભાવના છે. ધર્માત્માને તો દ્રવ્યની - ‘સર્વસ્વપણે ઉપાદેયતા’–દષ્ટિ હોવાથી ક્યાંય વિપર્યાસ થતો નથી. પરંતુ આત્માર્થીને ‘પૂર્ણતાનું લક્ષ’ થયું ન હોય ત્યાં સુધી વિટંબણા રહે છે. ‘પૂર્ણતાનું લક્ષ’ થતાં પ્રાયઃ યથાર્થતા રહે છે. આત્મહિતના લક્ષે તત્ત્વ-નિર્ણય કર્તવ્ય છે. (૧૨૧૭) - ૐ પવિત્રતા – નિર્દોષતા પ્રાપ્ત થાય તે જૈન નીતિ છે. સર્વ ન્યાયો તદર્થ પ્રતિપાદન કરવામાં આવ્યા છે. ન્યાયમાં અનેક વિધતા છે. પરંતુ નીતિ સર્વદા એકરૂપ રહે છે, તેને બદલવાનો અવકાશ નથી. (૧૨૧૮) મુમુક્ષુજીવે સત્ની જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે. જિજ્ઞાસા ગૌણ થઈ, અન્ય ને સ્પષ્ટિકરણ મળે તે હેતુથી પ્રશ્ન થાય તો ‘પરલક્ષ’ની મુખ્યતા થઈ જાય છે, તેવું ન થવા અર્થે અભિપ્રાયપૂર્વક જાગૃતિ હોવી આવશ્યક છે. (૧૨૧૯) Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ અનુભવ સંજીવની અંતર અવલોકન દ્વારા જીવ પોતાના પરિણામના અનેક મહત્વના અને પ્રયોજનભૂત પાસાઓ સમજીને યથાર્થતામાં આવી શકે છે, તેમાં દોષને નિષ્પક્ષપાતપણે અવલોકતા, અભિપ્રાયપૂર્વક થતા દોષ (ને) સમજાતાં અભિપ્રાયમાં સુધાર થવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ પ્રકારે મૂળમાંથી દોષ મટવાનું કારણ – અવલોકન છે. જેમ જેમ અવલોકનનો અભ્યાસ વધે છે તેમ પરિણમનનું અનુભવ જ્ઞાન અને ઊંડાણ અનુભવાય છે. જે અંતે અનુભવાશે પરમાર્થની સ્પષ્ટ પ્રતીતિ રૂપ સમકિત પણે પ્રાપ્ત થાય છે. (૧૨૨૦). ધર્માત્માને ઉદયભાવથી ભિન્નતા પારદ્રવ્યવત્ વર્તે છે. જેથી તે ઉદયભાવ અપ્રયત્ન દશાએ વર્તે છે. પ્રયત્ન દશા તો સ્વરૂપ પ્રત્યયી સહજ રહે છે. તેથી નિરાધાર વર્તતો એવો તે ઉદયભાવ સ્વાભાવિક મર્યાદામાં વર્તીને વ્યતીત થતો થકો – ક્ષીણતા પ્રત્યે ગમન કરે છે. સ્વરૂપની મુખ્યતામાં વિભાવ ગૌણ થવા છતાં, ત્યાં સ્વચ્છંદનો અવકાશ નથી. – આવી અલોકિક દશા વંદનીય છે. (૧૨૨૧) જીવ સત્-દૃષ્ટિવાન હોય તો, ગમે તે ધર્મમાં રહેલા માર્ગાનુસારીને ઓળખી શકે છે. ગુણદષ્ટિની આ અલૌકિક વિશિષ્ટતા છે. સંપ્રદાયબુદ્ધિમાં ગુણદષ્ટિનો અભાવ હોવાથી મતિ કુંઠિત થઈ જાય છે, તેથી સત-ધર્મના પરમ હિતકારી સિદ્ધાંત અને ઉપદેશ પ્રાપ્ત થવા છતાં પણ જીવ તેમાંથી વિપર્યાસપણે પરિણમે છે. – આ દ્રવ્યની સ્વતંત્રતાની દ્યોતક પરિસ્થિતિ છે. (૧૨૨૨) ' આત્માર્થી જીવને આત્માર્થે સવેગ . ઉલ્લાસિત વીર્ય હોવું તે બીજા શમાદિ લક્ષણથી ઉત્તમ છે. પૂર્ણતાના લક્ષે ઉત્પન્ન સંવેગ તે આવેગ નથી, પણ સંવેગ છે. યથાર્થ લક્ષ વગર જે વેગ હોય છે. તે આવેગ છે. સંવેગી જીવ ઉત્તમ પાત્ર છે. (૧૨૨૩) - જીવ પરિભ્રમણકાળમાં, અનંતકાળ નિગોદમાં જન્મ-મરણ કરી વિતાવે છે. તેમાંથી ત્રસપર્યાયની પ્રાપ્તિ થાય તે આંધળાને રત્ન જડવા સમાન છે. તો પછી મનુષ્યત્વનું મૂલ્ય કેટલું? અમૂલ્ય એવું મનુષ્યપણું જે પાપમય જીવનથી વિતાવે છે, તે દુર્ભાગી છે. વિચારવાન જીવ તો જીવનનું ધ્યેય પરિવર્તન કરી, સત્ ના ચરણે સત્ પ્રાપ્ત કરવાના પ્રયાસમાં લાગે છે, તેનાં સૌભાગ્ય માટે શું કહેવું ? (૧૨૨૪). રાગ અને પરની સાવધાની દર્શનમોહની દ્યોતક છે. મુમુક્ષુજીવને જો દર્શનમોહ શિથિલ થાય તો આ સાવધાનીમાં ફરક પડે છે. અર્થાત્ સ્વ પ્રત્યયી સંવેગને લીધે, જીવ રાગ અને પરમાં ઉદાસીન થાય છે, તો વિકલ્પ વિનાની જ્ઞાન વેદના લક્ષમાં આવે છે. જે આનંદને ફરાયમાન Page #388 -------------------------------------------------------------------------- ________________ કરે છે. અનુભવ સંજીવની (૧૨૨૫) સમજરૂપ – જ્ઞાનનું અમલીકરણનો ઉત્સાહ, મુમુક્ષુજીવને પ્રયોગમાં યોજે છે. તેવા પાત્ર જીવને સફળતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું અમલીકરણ તે મુમુક્ષુ – ભૂમિકાનું યથાર્થ આચરણ (ચારિત્ર) છે. (૧૨૨૬) વાવ, કુવા, તળાવના પાણી સુકાય છે, પરંતુ પાતાળ ફોડીને નીકળેલું પાણી સુકાતું નથી, તેમ (સ્વરૂપ) લક્ષના કારણથી ઉત્પન્ન થયેલ જ્ઞાન છૂટતું નથી, પરંતુ તે જ્ઞાનના, અંતરના ઊંડાણમાંથી, શેરડા ફાટે છે. આવું જ્ઞાન સ્વાનુભવનું કારણ છે. ધારણા જ્ઞાન ટકતું નથી. (૧૨૨૭) ૮ ધર્મનું ફળ મોક્ષ છે. * લક્ષ આત્મ-ભાવના, પ્રારંભમાં સ્વરૂપ પ્રાપ્તિની લગની – તાલાવેલી રૂપ હોય, સ્વરૂપ થતાં સામાન્યના આવિર્ભાવપૂર્વક હોય છે. ઉત્કૃષ્ટ ભાવના પ્રારંભિક અવસ્થામાં જાગૃત થાય, તો તે વૃદ્ધિગત થઈ સ્વયં પ્રયોગમાં / આત્મજાગૃતિ અને અંતર અવલોકનમાં પરિણમીત થઈ જાય છે. યથાર્થ ભાવનાનો આ ઉન્નતિ ક્રમ છે. જે અંતે સ્વરૂપ સ્થિતિરૂપ હોય છે. (૧૨૨૮) * રાગાદિભાવ ચારિત્રગુણનો વિભાવ છે. તેમ જ પરલક્ષીજ્ઞાન જ્ઞાનગુણનો વિભાવ છે. વિભાવમાં સ્વભાવની પહોંચ નથી. તેથી પરલક્ષી જ્ઞાનથી કાર્ય સિદ્ધિ નથી. મુમુક્ષુને આત્મહિતના આશયથી યથાર્થતા રહે છે. આશય ફેર હોય ત્યાં ગમે તેવી પ્રવૃત્તિથી પણ આત્મસિદ્ધિ નથી. (૧૨૨૯) ૩૩૩ * ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. * સહજ સ્વરૂપે સ્થિતિ રહેવી તે ધર્મ છે. * - ધર્મનું બીજ સ્વરૂપ - નિશ્ચય છે. તેનું પણ બીજ ‘પૂર્ણતાનું લક્ષ’ છે. ‘પૂર્ણતાના લક્ષ’માં સર્વ ઉપરની દશાઓ ગર્ભીત છે. વડના બીજમાં વટવૃક્ષ રહેલું છે, તેમ. (૧૨૩૦) - નવેમ્બર - ૧૯૯૩ ... આત્મ સ્વભાવનો પરિચય થવાથી, પરમશાંત સુધામય સ્વભાવમાં સહજ ઉપયુક્ત (ઉપયોગનું જોડાવું) થવાય છે- અતઃ સ્વભાવનો પરિચય સ્વભાવમાં ઉપયુક્તિનો પ્રયોજક છે. સ્વભાવનો પરિચય જ્ઞાનમાં જ્ઞાનની સ્વયં અવલોકના દ્વારા સતત અવલોકના દ્વારા, થાય છે. અતઃ જ્ઞાનનું Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અનુભવ સંજીવની નિજાવલોકન સાધન છે, અને સ્વભાવનો પરિચય સાધ્ય છે. (૧૨૩૧) અધ્યાત્મ પદ્ધતિમાં આત્માના એકાકારપણાને લીધે, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી. તે પ્રકારના (ભેદપૂર્વકના) સ્પષ્ટિકરણથી, તેનો આંતરધ્વનિ જળવાતો નથી. તેથી તે ત્યાં અનઆવશ્યક જાણવા યોગ્ય છે. દ્રવ્ય-ગુણ-પર્યાય આગમ પદ્ધતિનો વિષય છે. અધ્યાત્મમાં તેની અપેક્ષા લઈ વિચારવું યોગ્ય નથી. દા. ત. સ્વરૂપ નિશ્ચય કાળે “આત્મા વડે આત્માનો નિર્ણય થાય છે.” અને “સ્વરૂપ ભાવનામાં આત્મા જ આત્માને ઉપાદેય છે." તથા (સ.ગા.૧૫) “શ્રુત જ્ઞાન જ આત્મા છે." (૧૨૩૨) એક મૃત્યુના પ્રસંગથી બચવા માટે જીવ કોઈપણ કિંમત ચુકવવા તૈયાર થાય છે. પરંતુ અનંત જન્મ-મરણથી છૂટવા માટે નજીવા બહાના કાઢે, તે અનંતી વિપરીતતા નથી ? ખરેખર (ઈમાનદારીથી) જેને છૂટવું હોય તેને આખું જગત ગૌણ થઈ જાય; અને એક આત્મહિત જ મુખ્ય થાય. છૂટવાનો કામી હોય તે છૂટવાની કોઈ તક જતી ન જ કરે. (૧૨૩૩) જગતના પદાર્થો-જડ, ચૈતન્યની પર્યાયોની વિચિત્રતા તે પર્યાયોનો સ્વભાવ છે, તેથી જ્ઞાની તેનાથી સમાધિયુક્ત ભાવે ઉદાસીન રહે છે તેમ છતાં સ્વયંના નિમિત્તે અન્ય જીવને અન્યાય વા દુભાવાનું થાય ત્યાં સહજ ખેદ થવા યોગ્ય છે. ક્ષમા પ્રાર્થી થવા યોગ્ય છે. (૧૨૩૪) અન્ય (જીવ)ના ગુણ-દોષનું મૂલ્યાંકન કરતાં પહેલા, પોતાનું સ્થાન વિચારવું / સંભાળવું જરૂરી છે. પોતાની યોગ્યતા સમજયા વિના, કાજી (ન્યાયાધિશ) બની બેસવું યોગ્ય નથી. તેમજ આવા પ્રસંગમાં પૂર્વગ્રહ રહિત મધ્યસ્થ રહી વિચારવું યોગ્ય છે; નહિ તો નુકસાન પોતાને વધુ થાય છે. (૧૨૩૫) / આત્મા જ સારભૂત છે. આત્મસુખ અર્થે ધન-વૈભવ વગેરે અસાર / નિરર્થક છે, તેમ લાગ્યા વિના તેનું મહત્વ જાય નહિ. જેને ધન-વૈભવનું મહત્વ છે, તે દાનાદિ વડે ત્યાગ કરે તો પણ તેવા ત્યાગનું અભિમાન થયા વિના રહે નહિ ત્યાગ-દાનના શુભભાવથી, તેના અહંકારનું અશુભ વધી જાય છે, અજ્ઞાનપણામાં તે સમજાતુ નથી. યથાર્થપણે તો ધનાદિનું મહત્વ મટી જતાં, તે દાનમાં દેવાય છે, અથવા તેનું મમત્વ અને મહત્વ મટાડવા, દાનનો પ્રયોગ છે. (૧૨૩૬) ઓઘસંજ્ઞાએ થયેલ આત્મામાં અનંત સુખ અને જ્ઞાન છે,' સમજણ વડે પ્રતીતિ / Page #390 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૩૫ વિશ્વાસ ઉત્પન્ન થઈ શકતો નથી, તેથી તત્ સંબંધી બળ ઉત્પન્ન થતું નથી. સમજવા છતાં પુરુષાર્થ નહિ ઉપડવાનું – આ કારણ છે. સ્વરૂપનું ભાવભાસન તો સ્પષ્ટ અનુભવાશે થતું હોવાથી, તે નિજ સુખના વિશ્વાસ / પ્રતીતિનું કારણ છે. જેથી પુરુષાર્થ થયા વિના રહે જ નહિ. ભાવભાસન એ પુરુષાર્થનું પ્રયોજક છે. (૧૨૩૭) | સર્વ પ્રકારે સંસારની આશા / અપેક્ષાને પૂરી શક્તિ-જોરથી છોડનાર જીવ ને જ પૂર્ણતાનું લક્ષ' બંધાય છે. – પ્રારંભમાં આવું જોર આગળ વધવામાં, પાયાનું કામ કરે છે – તેથી આવો આત્માર્થી જીવ સર્વ પ્રતિબંધ રહિત હોવાથી, અવશ્ય સફળ થાય છે. આ લક્ષ' વિના યથાર્થ સંવેગ ઉત્પન્ન થતો નથી. (૧૨૩૮) તીર્થંકરપ્રભુનો નિર્વાણ પ્રસંગ પણ સાધક જીવને આત્મકલ્યાણમાં નિમિત્ત થાય છે, તેથી કલ્યાણક કહેવાય છે. જો કે પ્રભુના વિયોગનો તે પ્રસંગ છે, પરંતુ સંયોગ જેમ હિતમાં નિમિત્ત થાય છે, તેમ વિયોગ પણ હિતમાં નિમિત્ત થાય છે. ભલે બાહ્યમાં સંયોગ પ્રશસ્ત રાગનું નિમિત્ત છે, અને વિયોગ પ્રશસ્ત દ્વેષનું નિમિત્ત છે, પરંતુ અંતરંગમાં તે બંન્નેના નિમિત્તે સાધક જીવ, સાધના – વૃદ્ધિમાં પરિણમે છે. મુમુક્ષુ જીવને, યોગ્યતાવાન હોય તો, સત્સંગનો સંયોગ યોગ્યતા - વૃદ્ધિમાં નિમિત્ત પડે છે, તેમ જ સત્સંગના વિયોગની વેદના અને નિજ પરમાત્માના વિયોગની વેદના – દર્શન પરિષહ – યોગ્યતા વર્ધમાન થવાનું જ કારણ બને છે. (૧૨૩૯) જે જીવની વિચારશૈલી આદર્શ પ્રધાનતા યુક્ત હોય છે, તેનું અંતઃકરણ નિર્મળ હોય છે, તેથી તેવા નિર્મળ અંતઃકરણવાળો જીવ સુગમતાએ પૂર્ણતાનું લક્ષ બાંધી શકે છે. તેને તો ઉચ્ચકોટિનું જીવન ઘડવાનો પ્રથમથી જ અભિપ્રાય હોય છે. તેથી તથારૂપ અવકાશ મળવાથી તે જીવન બદલવા સહજ તૈયાર થઈ જાય છે. આવો જીવ પ્રાયઃ વીર્યવાન અને સમર્પણબુદ્ધિ યુક્ત હોય છે. જે “લક્ષ' બાંધવા માટે સુસંગત છે, સુયોગ્ય છે. (૧૨૪૦) જે જીવ બીજાના લક્ષે સ્વાધ્યાય – ભક્તિ આદિ કરે છે, તેમાં માન અથવા લોભનો આશય હોવાથી તે વ્યાપાર છે. પોતાના માટે ફક્ત, સ્વાધ્યાય આદિ, કર્તવ્ય છે. (૧૨૪૧) કોઈપણ ભોગે, કોઈપણ કિંમતે, અત્યારે જ આત્મહિત કરી જ લેવું છે–તેવું જોર આવ્યા વિના વાસ્તવિક શરૂઆત ન થાય. જ્યાં મુમુક્ષુતાની શરૂઆત પણ ન થાય ત્યાં આગળ વધવાની Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ અનુભવ સંજીવની વાત શું? જો ઉપરોક્ત પ્રકારે ઉપાડ આવે છે, તો તેવા વીર્યથી સત્સંગની સર્વાર્પણબુદ્ધિએ ઉપાસના થાય છે, અને જીવ જ્ઞાનીના માર્ગે ચડે છે. (૧૨૪૨) શ્રદ્ધા સ્વભાવે જ્ઞાનનું પરિણમન તે સમ્યફદર્શન છે. અહીં સાસાર.ગા.૧૫૫) જ્ઞાન તે આત્મા એવો અર્થ છે, પરંતુ શબ્દ પ્રયોગ “જ્ઞાન' કરવામાં શું વિશેષતા છે ? કે જ્ઞાનમાં સ્વપણે પરિણમન થતાં સ્વરૂપ-પ્રતીતિ થાય છે. રાગમાં સ્વપણું રહે ત્યાં સુધી નવ તત્ત્વની શ્રદ્ધા, એ માત્ર વિકલ્પ છે, સમ્યકદર્શન નથી. મુમુક્ષુને જ્ઞાન જ સાધન છે. - તેથી જ્ઞાન આત્મા છે. અંતર્મુખ થવાની વિધિ સૂચક આ વિધાન અતિ ગંભીર રહસ્ય ગર્ભીત છે. (અનુ. ૧૨૪૯) (૧૨૪૩) / જ્યાં મારું સ્વરૂપ પૂર્ણ – બેહદ અને અવ્યાબાધ, અચિંત્ય પરંતુ અનુભવગોચર સુખ સ્વરૂપ છે, ત્યાં ચિંતા શી ? વિકલ્પ શો ? જેના ઘરે આવું સુખનિધાન હોય તે દુઃખી કેમ હોય ? તે સુખ–સ્વરૂપને બાધા કોણ પહોંચાડી શકે ? (૧૨૪૪) V “જ્ઞાન પરને જાણતું નથી. તેમાં પરલક્ષપૂર્વક પરને જાણવાનો નિષેધ છે. જ્ઞાન પર સન્મુખ થાય કે પરસત્તાનું અવલંબન ઘે, તે જ્ઞાનગુણ નથી. પરંતુ જ્ઞાન જ્ઞાનાનુભવમાં રહે તેવો જ્ઞાનગુણ છે, અને તે જ આત્મશુદ્ધિનું કારણ છે. તેમજ જ્ઞાનને, જાણવા માટે પરની અપેક્ષા નથી - તેવું સામર્થ્ય દર્શાવવાનો પણ તેમાં અભિપ્રાય છે. (૧૨૪૫) 9 ઉપયોગ શુદ્ધ થવા અર્થે આ જગતના સંકલ્પ-વિકલ્પ વિસ્મૃત થવા ઘટે, કારણ કે આ આત્માને અને આ વિચિત્ર જગતને કાંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. રાગદ્વેષ રહિત થવાનો ઉપયોગ તે જ અંતર – સાધના છે. વિશેષ સાધના સપુરુષના ચરણ કમળ છે. (કુ. દેવ) (૧૨૪૬) ૦ પ્રશ્ન : મોક્ષમાર્ગ કોણ ઉપદેશી શકે ? સમાધાન : રાગ, દ્વેષ અને મોહ જેનામાં નથી, તે પુરુષ સર્વજ્ઞ વીતરાગ તે ત્રણ દોષથી રહિત થવાનો માર્ગ ઉપદેશી શકે, તેમજ તે જ પદ્ધતિએ પ્રવર્તનારા પુરુષો તે માર્ગે પ્રવર્તતાં પ્રવર્તતાં તે માર્ગને ઉપદેશી શકે. અન્ય નહિ. (૧૨૪૭) / આત્માર્થી જીવ અપક્ષપાતપણે અને સરળતાએ પોતાના દોષનું અવલોકન કરે ત્યારે તેને ખેદ અવશ્ય થાય પરંતુ તેથી હતોત્સાહી થવું ઘટે નહિ. યથાર્થ એમ હોય. જેથી સ્વકાર્યનો ઉત્સાહ વર્ધમાન થાય જેમ અન્યના ગુણ દેખી થાય તેમ. (૧૨૪૮) Page #392 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૩૭ સર્વ આત્મ-ગુણોમાં, જ્ઞાનમાં સ્વરૂપ-ગ્રાહક શક્તિનું વિશિષ્ટપણું છે, તે પ્રયોગ દ્વારા સમજાય છે. જ્ઞાનમાં જ્ઞાન વડે સ્વરૂપ-ગ્રહણ થાય છે, ત્યારે તેવા જ્ઞાન પરિણમનમાં, શ્રદ્ધા અને ચારિત્ર થઈ જાય છે. તેથી જ જ્ઞાનની મુખ્યતાથી સ્વરૂપબોધ મુખ્યપણે પરમાગમોમાં પ્રવર્યો છે. જ્ઞાન અને આત્માનું વૈત મટી જાય, તેવો આશય–વિધિનું વિધાન “જ્ઞાન તે આત્મા છે. (૧૨૪૯) જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદજ્ઞાનની પ્રયોજના ધ્રુવતત્ત્વના આશ્રયની પ્રયોજક છે. અપરિણામી તત્વમાં આત્મબુદ્ધિ થતાં, આંશિક વિભાવની ચિંતા છૂટી સમ્યક ઉદાસીનતા આવે છે. - આ જ્ઞાનીઓનું હૃદય છે. (૧૨૫૦) ડિસેમ્બર - ૧૯૯૩ / માર્ગનો મર્મ પામ્યા વિના કદી કોઈને મોક્ષ મળતો નથી. પ્રશ્ન : માર્ગનો મર્મ પામવો એટલે શું ? સમાધાન : પ્રત્યક્ષ સ્વરૂપના લક્ષે અભેદ ભાવે આત્મ-વેદન, વેદન ગમ્ય થવું તે યોગ્યતા થયે, આત્મત્વ પ્રાપ્ત પુરુષ તદ્ વિષયક આત્મત્વ આપે છે, ત્યારે જ તે માર્ગ મળે છે. જિજ્ઞાસા : યોગ્યતા થવી એટલે શું ? સમાધાન : માર્ગની અપૂર્વ અંતર શોધ વર્તે, ત્યારે માર્ગ પ્રાપ્ત પુરુષની ઓળખાણ થઈ, તેઓ પ્રત્યે સર્વાર્પણબુદ્ધિએ અને એકમાત્ર આત્મલક્ષે વર્તાય જિજ્ઞાસાઃ “આત્મત્વનું આપવું કેવી રીતે થાય ? સમાધાન : સ્વરૂપ-પ્રત્યક્ષતામાં વર્તતા વર્તતા, તદ્ વિષયક નિર્દેશની ચેષ્ટા અને વાણી, તે ગ્રહણ થવાની યોગ્યતામાં નિમિત્ત થાય છે. જે સ્વરૂપ દર્શાવાય છે. તે પરમાર્થ) અનુભવાશે લક્ષ ગોચર થાય ત્યારે અંતર્મુખ થવાની વિધિ પમાય છે. અને સ્વસમ્મુખનો પ્રતિભાસ આવે છે. જે બીજરૂપ છે. બીજજ્ઞાન, આ રીતે જ્ઞાની પુરુષ આપતા હોય તેવું લાગે છે. (૧૨૫૧). જે અર્થનું વર્ણન-કથન કરવામાં આવતું હોય, તે જ્ઞાનમાં ગ્રહણ થયા વિના, કથનને કે શ્રવણને વ્યવહાર એવુ સ્થાન પ્રાપ્ત થતું નથી. તેથી કહેનાર કે સાંભળનારે વિવિક્ષિત દ્રવ્ય-ભાવરૂપ અર્થને જ્ઞાનમાં ગ્રહણ (Visualise) કરી કહેવું વા સાંભળવું ઘટે છે– અન્યથા વિકલ્પ કલ્પના માત્ર થશે. (૧૨૫૨) પ્રશ્નઃ સંયોગોની સાનુકૂળતા હોવા 7 થવા છતાં, સંસારમાં જીવને અસુખ, અશાંતિ, મૂંઝવણનો દુઃખમય અનુભવી રહ્યા કરે છે, તેનું શું કારણ છે ? Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અનુભવ સંજીવની સમાધાનઃ જડ પર્યાયમાં આત્મબુદ્ધિ-તીવ્રરસથી સુખબુદ્ધિના પરિણામ સેવનથી આત્મા જડત્વ દશાને પામે છે. ત્યારે જીવની અશાંતિની પરિણતિ થઈ જાય છે અને એવી “અબોધદશાને પામે છે કે પ્રગટપણે આત્મબોધ દાતાર મળવા છતાં, પરમશાંતપદસ્વરૂપ આત્માને પ્રગટ બતાવનાર મળવા છતાં, તેની અસર જીવને થતી નથી. તેમ છતાં, જીવ પુરુષાર્થ કરે તો અવશ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે. (૧૨૫૩) & વસ્તુ, સ્વરૂપે અનેક અપેક્ષિત અને નિરપેક્ષ ધર્મ સંપન્ન છે. જિનાગમ દ્વારા તે જાણી શકાય છે, તથાપિ તે જાણવા કાળે, આત્મહિતનો દૃષ્ટિકોણ – મુખ્યતા – રહે તો જ તે સ્વરૂપ-જ્ઞાન સાર્થક–ઉપકારી છે. અન્યદૃષ્ટિથી જાણતા અનર્થ થાય છે –થઈ જાય છે. (૧૨૫૪) જે માણસમાત્રનું ધ્યાન નિરંતર સુખપ્રાપ્તિનું વર્તે છે, માનેલુ–કલ્પેલુ સુખનું ધ્યાન સહજ રહે છે, છૂટી શકતું નથી. તો પછી જે જ્ઞાની પુરુષને પોતાનું અનંત સુખધામ પ્રત્યક્ષ છે, તેને અહોરાત્ર તેનું જ ધ્યાન રહે તેમાં શું આશ્ચર્ય છે ? જે મુમુક્ષુની વિચાર દશામાં સંસાર-દુઃખથી નિવૃત્ત થઈ આત્મ-સુખની પ્રાપ્તિનો ખ્યાલ આવ્યો હોય છે, તે આત્મસુખ ઈચ્છે છે. તો પણ પૂર્વ સંસ્કારિત વિપરીત પરિણતિ જો બળવાન હોય છે, તો તે મૂંઝાય છે, – મૂંઝાવુ પડે છે. એ તીવ્ર થાય તો, તેમાંથી માર્ગની શોધ જાગે છે. અને ત્યારે જ માર્ગ મળે છે. (૧૨૫૫) આત્મોન્નતિના પ્રશસ્ત ક્રમમાં આવવા માટે જીવન-વલણ થાય, તો તે ક્રમનું બીજ રોપાય. તેવી છેવટ સુધીની પાત્રતા પામનારાં પાત્રોની આ કાળે વહુ ન્યૂનતા છે. છેવટ સુધીની પાત્રતા એટલે તે પાત્રતાને લીધે, જીવ ઉન્નતિક્રમમાં અવશ્ય પ્રવેશ કરશે અને આત્મશ્રેય પામશે. આવી યોગ્યતાવાન જીવ પ્રત્યે જ્ઞાની પુરુષને ભાવ રહે છે, પ્રસન્નતા આવે છે. (૧૨૫૬) / આત્મા સ્વરૂપથી અવાચ્ય છે – તેના ભાનમાં નામના, કીર્તિ, પ્રશંસાનો મોહ ઉદ્ભવતો નથી. તેમ પ્રશંસા આદિથી મને લાભ દેખાતો નથી. (૧૨૫૭) - ત્રિકાળી સ્વરૂપની સમજણ, કેવળ બહિર્મુખ – પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાન વડે કર્તવ્ય નથી. પરંતુ જ્ઞાન સ્વયં પોતા પ્રત્યે વળીને અર્થાત્ લક્ષણથી અને વેદનથી સ્વરૂપ સમજે તો વિધિ સહિત સ્વરૂપ સમજાય, નહિતો અધ્યાત્મ-તત્ત્વની આગમ અનુકૂળ સમજ પણ અવિધિએ થવાથી, વિધિથી અજાણપણું રહે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ અનુભવ સંજીવની પ્રશ્ન : પહેલા તો પરલક્ષી જ્ઞાનથી જ સમજવાનું થાય છે ? સમાધાન : પહેલેથી જ યથાર્થ વિધિમાં આવીને શા માટે ન સમજી શકાય ? અવિધિએ સમજવાનો પ્રયત્ન કરવાને બદલે સુવિધિએ સમજવાનો પ્રયત્ન કરવો ઘટે. માત્ર તેનું—વિધિનું વજન હોવું જોઈએ, જેથી તે અંગે કાળજી રહે. આત્મ સ્વરૂપનું વિધાન, શ્રીગુરુ તો વિધિપૂર્વક જ કરે છે, તે કેમ લક્ષમાં લેવાતું નથી ? જેમકે સ.સાર.ગા. ૧૫માં શ્રુતજ્ઞાન તે જ આત્મા છે.' અને ગા. ૧૮૩માં ‘૩પયોગ શુદ્ઘપ્પા’–એવું વિધાન છે. તે કથન વિધિથી જે અજાણ હોય તેને બેસે નહિ. શ્રીગુરુ જે પ્રયોગાત્મક વિધિએ કહે છે, તે જ પ્રયોગાત્મક વિધિએ ગ્રહણ કરવું – તે આજ્ઞાકારિતા છે. (૧૨૫૮) Vજેમ જડ ખાદ્ય પદાર્થનો સ્વાદ જુદો છે, અને જીવનું વેદન જુદું છે, પરસ્પર પર્યાયોમાં અભાવ છે, તેમ અશાતા વેદના અને જ્ઞાનવેદન જુદું છે. માત્ર ભિન્નપણાના અનુભવનો – અભ્યાસ જોઈએ. જ્ઞાનમાં સ્વપણું વેદાવું જોઈએ. (૧૨૫૯) સત્તા પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ, કીર્તિ પ્રાપ્તિ, આદિનો નશો, મદિરાના નશા કરતાં પણ અત્યંત ભયંકર અને અનિષ્ટ છે. મદિરાનો નશો થોડા સમયમાં ઉતરી જાય છે અને માણસ ભાનમાં આવે છે, પરંતુ ઉપરોક્ત નશો પ્રાયઃ જીવન પર્યંત ઉતરવો કઠણ છે. કોઈ હળુકર્મી જીવને તેવો નશો, સન્માર્ગ પ્રાપ્તિની ભાવનાથી ઉતરે છે, ત્યારે તે અર્થે બહુ પરિશ્રમથી નિરામ થઈ શકે છે. (૧૨૬૦) * જે જીવ ધર્મ કરવામાં, કુળ, સંપ્રદાય, કે સમાજ – . પરંપરાથી અનુસરી પ્રવર્તે છે, તેને ખરેખર ધર્મબુદ્ધિ જ નથી, પરંતુ વિપરીત અભિપ્રાય છે. (૧૨૬૧) * પ્રશ્ન : (જગતના) જીવોને આત્મ-કલ્યાણરૂપ મોક્ષમાર્ગ શા કારણથી દુર્લભ છે ? સમાધાન : જન્મ-મરણથી છૂટવાની જરૂરીયાત લાગતી નથી. તેથી મુક્ત થવાની રુચિનો અભાવ છે, ભવ-ભ્રમણનો ભય નથી. તેથી મૂર્તિમાન મોક્ષસ્વરૂપ એવા સજીવન મૂર્તિની ખોજનો અભાવ વર્તે છે. કદાચ પૂર્વ પુણ્યયોગે સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ થઈ જાય છે, તોપણ ઉપરોક્ત સ્થિતિને લીધે ઓળખાણ થતી નથી. ઓળખાણ વગરની ભક્તિ – પ્રેમરૂપ (સર્વાર્પણબુદ્ધિયુક્ત) હોતી નથી, તેથી ભક્તિ-પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય ડીગ્રીએ હોય છે. જ્ઞાન-સાધન વિના સાધ્ય કેમ સુલભ હોય ? (૧૨૬૨) Page #395 -------------------------------------------------------------------------- ________________ ३४० અનુભવ સંજીવની સ્વરૂપ-દષ્ટિ થયા પછી જીવ યથાયોગ્ય ઉપશમભાવ' પામે છે. પ્રથમ ઉપશમ સમ્યગ્દર્શન થતાં, આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે કારણ કે પોતે બન્નેથી પર છે એવું દર્શન પ્રગટયું છે. (૧૨૬૩) V જે પ્રાણીઓ ભવિષ્યજ્ઞાન (જ્યોતિષાદિય, ચમત્કાર, સિદ્ધિઓ, વગેરેમાં રસ ધે છે તેઓ મોહાધીન છે. તેઓને પારમાર્થિક પાત્રતા આવવી પણ દુર્લભ છે. મુમુક્ષુ તેનું સ્મરણ પણ ન કરે. (૧૨૬૪) / જીવે કરવાનું તો આટલું જ છે, કે જ્ઞાનમાં સામાન્યમાં રહેલા જ્ઞાન-વેદનને અવલોકવાનું છે. માત્ર આટલુ કરવામાં પુરુષાર્થ કેમ ચાલતો નથી ! ક્યાં રોકાવું થાય છે, તેની ઊંડી ગવેષણા કર્તવ્ય છે. જ્ઞાનની નિર્લેપતા અને અસંગતા પ્રગટ અનુભવગોચર છે, તેને અવલોકવાથી જ્ઞાનમાત્રનું સ્વરૂપ ભાસ્યમાન થાય છે. અકષાયભાવે, કષાયના સંયોગમાં અનંતકાળ રહેવા છતાં, જ્ઞાન ત્રિકાળ જે ભિન્ન જ રહ્યું છે તે સુખ સ્વરૂપે ભાસે તો ચૈતન્ય વીર્યમાં અપૂર્વ ઉછાળો આવે. (૧૨૬૫) - પૂર્ણતાના લક્ષમાં સાધ્ય નિશ્ચિત છે. તેથી સાધનની યથાર્થતા ઉત્પન્ન હોય છે. અન્યથા કોઈપણ પ્રકારે કોઈ / અનેક સાધનમાં યથાર્થતા ઉત્પન્ન હોતી નથી. તેથી પ્રાયઃ જે તે સાધન અભિનિવેષનું કારણ બને છે. સાધનની યથાર્થતા થવા અર્થે પ્રથમથી જ પૂર્ણતારૂપ સાધ્ય લક્ષમાં રહેવું ઘટે. (૧૨૬૬) પ્રશ્ન : સત્પરુષને ઓળખનાર જીવ પૂર્વભૂમિકામાં કેવા પ્રકારના પરિણામવાળો હોય છે? સમાધાન : જેને જન્મ-મરણથી છૂટવાનું લક્ષ થયું હોય, અને તે અર્થે જે અનુભવી પુરુષને શોધતો હોય, તેને સર્વાર્પણબુદ્ધિએ સત્સંગ ઉપાસવાની પૂર્વ તૈયારીરૂપ પાત્રતા હોવાથી, તેવો જીવ નિજ પ્રયોજનની મુખ્યતાએ તીક્ષ્ણદષ્ટિ અને અપૂર્વ જિજ્ઞાસા વડે પુરુષને ઓળખે છે. (૧૨૬૭) છે જેને અંતરમાં સ્વભાવ-વિભાવની ભિન્નતા વર્તે છે અથવા પર્યાયથી પણ ભિન્ન એવા દ્રવ્યની દૃષ્ટિ વર્તે છે, તેને બીજા જીવોના દોષ મુખ્ય થતા જ નથી, કારણકે દોષ પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. તેથી દ્રવ્યની મુખ્ય દૃષ્ટિમાં, દ્રવ્યને ભૂલેલાના દોષને, પોતે દ્રવ્યથી ભિન્ન જુએ છે. ત્યાં દોષના જ્ઞાતાપણાપૂર્વક, એક અંશે દોષનો નિષેધ વર્તવા છતાં, સામા જીવના પ્રભુ આત્માનો અનાદર Page #396 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની આવતો નથી. તેથી તેવો પ્રશસ્તદ્વેષ (= દોષનો નિષેધ) અસ્થાનના રાગનો રોધક છે.(૧૨૬૮) - અંતર્મુખ ભાવ એકાંતે ઉપાદેય છે,— તેવી અપેક્ષા લઈને બહિર્મુખી સર્વ પરિણામોનો નિષેધ આવે છે. તથાપિ અંતર્મુખ થવાના ક્રમનો – દર્શનમોહાદિની હાનિ પ્રાપ્ત થવી તેનો – અસ્વીકાર થવા અર્થે તે નથી. ઉન્નતિ–ક્રમમાં વર્તતો જીવ આદરપાત્ર છે, સત્કાર કરવા યોગ્ય છે. ઉન્નતિક્રમમાં બીજ રોપાય છે. (૧૨૬૯) ૩૪૧ સ્વરૂપલક્ષના અભાવને લીધે, જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થતાં, રાગ અને રાગના વિષયભૂત પરદ્રવ્યનો આશ્રય અને એકત્વ સહજ થાય છે, પરલક્ષી પરિણમનનું આવું સ્વરૂપ છે. પરંતુ સ્વરૂપ લક્ષ થતાં, સ્વરૂપ લક્ષે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થતાં, ત્રિકાળી દ્રવ્યનો સહજ આશ્રય થઈ જાય આ સ્વરૂપ આશ્રયની વિધિ છે. છે, (૧૨૭૦) જાન્યુઆરી ૧૯૯૪ લક્ષ યથાર્થ હોવાથી પરિણમનમાં સંતુલન જળવાઈ રહે છે. અન્યથા સંતુલન ગુમાઈ જાય છે. જેમ જેમ પ્રયોગનો મહાવરો (Practice) વિશેષ તેમ તેમ સંતુલન થવામાં સૂક્ષ્મતા અને ક્ષમતા વિશેષ હોય છે. (૧૨૭૧) V સ્વસંવેદનથી સ્વરૂપ સાવધાની થવી તે આરાધનાનું સ્વરૂપ છે. - -- (૧૨૭૨) * ૫ પૂર્વે થઈ ગયેલ મહાજ્ઞાનીના અક્ષરદેહથી સંતુષ્ટ થઈ જે ‘પ્રત્યક્ષયોગ’ના મહત્વને ન સમજવાની ભૂલ કરે છે, તેને શુદ્ધ અંતઃકરણથી આત્મશ્રેય કરવાની વૃત્તિ નથી, ત્યાં પરમ સત્સંગનો અનાદર છે, જે જ્ઞાનીપુરુષની આજ્ઞા-વિરૂદ્ધતા છે. (૧૨૭૩) * શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણ અર્થે જે જીવ સત્સમાગમ કરે, તે અવશ્ય સફળ થાય જ છે આ સર્વ જ્ઞાનીઓનો અનુભવ છે. (૧૨૭૪) જ્યાં સુધી જગતનાં પદાર્થો અને પ્રસંગોની અધિકાઈ ભાસે છે, ત્યાં સુધી સત્પુરુષની ઓળખાણ કે સ્વરૂપની ઓળખાણ થવી અસંભવિત છે. અથવા જેને સ્વરૂપ કે સત્પુરુષની ઓળખાણ થાય, તે અન્ય સર્વને ગોણ કરે જ. (૧૨૭૫) Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ અનુભવ સંજીવની સત્પુરુષના ‘પ્રત્યક્ષયોગ’નું સર્વાધિક મહત્વ એ છે કે, પ્રથમ સમકિતનું બીજ તે સિવાઈ વવાતું જ નથી. પ્રત્યક્ષયોગે જ વચનની પ્રતીતિ, આજ્ઞારુચિ, અને સ્વચ્છંદ નિરોધરૂપ ભક્તિ ઉત્પન્ન થાય છે. તેથી જે બીજ વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તે બીજ વિના જ વૃક્ષ અને ફળની આશા ધરે છે. આ અજ્ઞાનનો પ્રભાવ છે. અથવા કલ્પિત ઉપાયથી પ્રાપ્તિ ઈચ્છે છે. - (૧૨૭૬) પ્રશ્ન : સૌ પ્રથમ, આત્મકલ્યાણ અર્થે વિવેક કેવા પ્રકારે ઉદ્ભવે ? : ઉત્તર ઃ જેને અંતરથી આત્મશ્રેય કરવું છે, તેને સત્પુરુષના ચરણની ભાવનારૂપ વિવેક ઉદ્ભવે અને સત્પુરુષની શોધ વર્તે. (૧૨૭૭) * આત્મોન્નતિ ક્રમનો પ્રારંભ વાસ્તવિક શરૂઆત-થી માંડી ઉપર ઉપરની સર્વ ભૂમિકામાં સાધ્યને ત્વરાથી / શીઘ્રતાથી પહોંચવાની વૃત્તિ સહજ રહ્યા કરે. ‘પૂર્ણતાના લક્ષ’નું આ લક્ષણ છે, પરિણમનની યથાર્થતાનું ચિહ્ન છે. (૧૨૭૮) ‘આરાધના’ આગમ અધ્યાત્મના અવિરોધ ભાવે થાય છે. અધ્યાત્મ ભાવોમાં યદ્યપિ વજન અધ્યાત્મ તત્ત્વ આત્મા ઉપર અધિકપણે હોય છે, તોપણ આગમ અનુસાર જ વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં હોય છે, રહે છે. ઉપર ઉપરથી વાંચન / શ્રવણ કરનારને તેમાં આગમ વિરૂદ્ધતા લાગે છે પરંતુ તેમાં આગમ સિદ્ધાંતનો વિરોધ કરવાનો અભિપ્રાય હોતો નથી, પરંતુ વજન વ્યક્ત થવાની પદ્ધતિ એવી જ હોય છે છતાં ભાવમાં સંતુલન જળવાઈ રહે છે. પરિણમનમાં આવું સમ્યક્ અનેકાંતનું સ્વરૂપ છે. આવા કથનનો હેતુ ન સમજાય તેને અન્યથા કલ્પના થાય છે. (૧૨૭૯) - - - પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીની વાણી ‘આશય’ ઉપરથી નિશ્ચિત થાય છે. તે આશયનો નિશ્ચય થવામાં સૂક્ષ્મ અનુભવ જ્ઞાન કામ કરે છે. અનુભવ વિનાનું જ્ઞાન શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ આદિ સાધી શકે છે, પરંતુ આશય સુધી પહોંચતું નથી. ‘આશય’ ગ્રહણ કરનારું જ્ઞાન, વાણી જે ભૂમિકામાંથી ઉદ્ગમ થઈ છે, તેના તળ સુધી પહોંચે છે. તેમજ ચારેય પડખે ફરી વળે છે. કારણ કે આ પ્રકારની જ્ઞાનની યોગ્યતા ‘વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ'ને હોય છે. (૧૨૮૦) ઇન્દ્રિય દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન બહિર્મુખ હોવાથી આકુળતા ઉત્પન્ન કરે છે તેથી તેનાથી આત્મલાભ થતો નથી, પરંતુ શાસ્ત્ર જ્ઞાનમાં બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ ન હોય તો તે જ્ઞાનમાં યથાર્થતા હોવા સંભવ છે. અને તેવી યથાર્થતાપૂર્વક તે જ્ઞાન વિકાસ પામી આગળ વધી સભ્યતા પામે Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ અનુભવ સંજીવની છે. જેથી આત્મોન્નતિના ક્રમમાં તે યથાર્થતાનો સ્વીકાર થવા યોગ્ય છે. વ્યવહારના સ્થાને વ્યવહાર સંમત થવો ઘટે છે. (૧૨૮૧) // જ્ઞાનમાં પરનું જાણવું થાય તે દોષ ઉપજવાનું કારણ નથી. પરંતુ જાણવાની રીત સાથે દોષ કે નિર્દોષતાનો આધાર છે. પરને પરપણે જાણવાથી ભેદજ્ઞાન થઈ વીતરાગતાની ઉત્પત્તિ થાય છે. અને પરને સ્વપણે જાણવાથી મિથ્યાત્વ સહિતના રાગની ઉત્પત્તિ થાય છે. રીતના અજાણપણાને લીધે, પરનું જાણવું દોષ-ઉત્પાદક સમજાય છે, તે તત્ત્વની ભૂલ છે. (૧૨૮૨) * - આત્માર્થીને અને જ્ઞાનીને સત્સંગમાં આત્મભાવને પોષણ મળે છે અને તે ભૂમિકામાં તે મોક્ષનું પરમ ઔષધરૂપ અમૃત છે. યોગ્ય ઔષધ છે. તેના જેવું બીજું ઔષધ નથી. અનુભવી પુરુષોના અનુભવનો આ પોકાર છે, નિચોડ છે. (૧૨૮૩) - : ૫ આત્માનું સામર્થ્ય જીવંત – બેહદ જીવંત છે. તેથી તેનો અનુભવ તેને અવલંબીને પ્રત્યક્ષ થાય છે—શ્રીગુરુ ફરમાવે છે કે ઃ દેખો રે ! પોતાના જીવંત સ્વામીને દેખો ! દેખતાં જ સર્વસ્વ મળી જશે. કૃતકૃત્યતા અનુભવાશે, ખરા આત્માર્થીને માર્ગ સુગમ થવામાં સ્વભાવ સામર્થ્યરૂપ ઉપાદાન કારણ છે. (૧૨૮૪) વિભાવરસ અને પરમાં સુખબુદ્ધિને લીધે જીવની પરપ્રવેશ ભાવરૂપ પરિણતિ થઈ ગઈ છે. તેથી જીવની ભેદસંવેદન શક્તિ બીડાઈ ગઈ છે. તેથી ભિન્ન જ્ઞાનનું વેદન પ્રગટપણે અનુભવમાં આવતું નથી. ભેદજ્ઞાનના પ્રયોગાભ્યાસ દ્વારા તે ભેદસંવેદન શક્તિ ઉઘડે છે. ભેદજ્ઞાનનો પ્રયોગ જ્ઞાતાધારા વડે સ્વભાવને વિભાવથી જુદો ગ્રહણ કરવો તે છે. પરથી અને રાગથી ઉપેક્ષિત થઈને (અપેક્ષા છોડીને) ભેદજ્ઞાન કર્તવ્ય છે. (૧૨૮૫) — ફેબ્રુઆરી - ૧૯૯૪ જ્યાં સુધી મોહાસક્તિના પરિણામોમાં મૂંઝાઈને તેનો નિષેધ ન આવે, ત્યાં સુધી જીવને તેવા પરિણામોમાં સુખબુદ્ધિ અને રસ છે, તેવી સ્થિતિમાં જીવ તેથી મુક્ત થવાનો પ્રયાસ કરી શકતો નથી. પ્રયાસ વિના માત્ર બંધ-મોક્ષના વિચારથી મુમુક્ષુતા આવતી નથી. – તેવા વિચાર આદિ કેવળ ઉદયભાવ હોય છે, તે અનુદયનું કારણ કેમ થાય ? વિચાર - સ્વાધ્યાય – ભાવના તીવ્ર હોય તો પ્રયાસ / પ્રયોગ ચાલુ થાય. સ્વાધ્યાય આદિમાં (૧૨૮૬) - Page #399 -------------------------------------------------------------------------- ________________ उ४४ અનુભવ સંજીવની વસ્તુસ્થિતિને અતિક્રમીને ભાવના પ્રવર્તે છે. જેમકે શ્રી તીર્થંકરાદિ મહાપુરુષો જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવનામાં વર્તે છે અને જ્ઞાની પરદ્રવ્યના અકર્તા થયા હોવા છતાં સત્સંગ અને નિવૃત્તિ આદિને ભાવે છે. અથવા સમયમાત્રના અનઅવકાશે પૂર્ણતાને ભાવે છે. આમ ભાવના બળને લીધે સિદ્ધાંત – જ્ઞાન ગૌણતાને પ્રાપ્ત હોય છે. ભાવનાબળથી આગળ વધાય છે. (૧૨૮૭). જે પ્રથમ મોક્ષાર્થી થાય છે, તે આત્માર્થી થાય છે. અર્થાત્ મોક્ષાર્થી થયા વિના આત્માર્થી થવાતું જ નથી. આત્માર્થી અંતર અવલોકન કરી ભેદજ્ઞાન દ્વારા સ્વાનુભવ – સમ્યફદર્શન પ્રાપ્ત કરે છે. પૂર્ણતાના લક્ષ વિના ત્રિકાળીની ખરી જિજ્ઞાસા જાગે નહિ, અપૂર્વ જિજ્ઞાસા વિના ઉદયમાં નીરસતા થાય નહિ, ત્યાં સુધી ઉપયોગની ઉદયમાં સાવધાની રહ્યા કરે, ઉદયનું ખેંચાણ રહ્યા કરે. તેથી બહિર્મુખતા છૂટે નહિ. બધાના મૂળમાં મોક્ષાર્થીપણું છે. (૧૨૮૮) / પ્રત્યક્ષ સ્વસંવેદનમયી મારો સ્વભાવ છે. (-પ્રકાશશક્તિ હોવાથી તે મારું ધ્રુવ સ્વરૂપ – જિવંત સ્વામી – કહેતાં નિત્ય કારણપણે છે. તેનું વર્તમાન વિશેષપણું તે જ કારણ શુદ્ધ પર્યાય અર્થાત્ કારણપણે રહેલી સ્થિતિ. જેનું ભાનમાત્ર નિજાશ્રયભાવે) થતાં જ પ્રગટ શુદ્ધ કાર્ય થાય છે; પ્રત્યક્ષપણાથી સ્વસંવેદન બળ પ્રગટે છે. પ્રત્યેક વર્તમાનમાં સ્વયં આધારભૂત સ્વરૂપે છે, છે અને છે. (૧૨૮૯) | વસ્તુસ્વરૂપની અસંગતા-ભિન્નતા, પરમાં અનાદિ સુખબુદ્ધિ અને આધાર બુદ્ધિનો અભાવ કરે છે. જ્ઞાનનું રૂપ સુખ અવલોકનમાં આવવાથી સ્વયં – સુખધામની પ્રતીતિ અને પોતામાં સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી ઉપયોગ સહજ ખેંચાય છે. ઉપયોગનું વલણ હંમેશા સુખના નિશ્ચય તરફ સહજ જ રહે, તેવો વસ્તુ સ્વભાવ છે. (૧૨૯૦) જિજ્ઞાસા : ઉત્તમ મુમુક્ષુને કેવા ભાવ હોય છે ? સમાધાન ઃ જે જીવ ભવરોગથી મુક્ત થવા અર્થે મુક્તિ દાતાર પુરુષને માત્ર ઈચ્છે છે, તેમના ચરણ સાનિધ્યને પરમ પ્રેમથી ચાહે છે, તેમને ઓળખે છે, અને પ્રત્યક્ષયોગમાં કે પરોક્ષતામાં તેમને ભજે છે. – તેવા સહજ પરિણામો હોય તે ઉત્તમ મુમુક્ષુ છે. ધન્ય છે તેને ! (૧૨૯૧) જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની સમજણના અભાવે બહુભાગ જીવો પોતાની રુચિ અનુસાર બાહ્ય Page #400 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૪૫ ધર્મ-પ્રવૃત્તિ કરે છે, જે પ્રાયઃ સ્વચ્છેદરૂપ હોવાથી, પારમાર્થિક લાભ થવાને બદલે નુકસાન કારક થઈ પડે છે. પરંતુ જો જીવ સત્યશોધક વૃત્તિ વાળો હોય તો વિચારની ભૂમિકામાં સત્ય માટે અવકાશ રાખે છે, તો તે પ્રાયઃ નુકસાનથી બચી જાય છે. (૧૨૯૨) શીઘતાતિશીધ્ર આત્માકલ્યાણની વૃત્તિમાન મુમુક્ષુ પ્રાયઃ અયથાર્થતામાં આવતો નથી. તેવો મુમુક્ષુ પ્રાયઃ ક્યાંય અટકતો નથી અથવા અટકવાના સ્થાન પ્રાપ્ત થવા છતાં, તેમાં તે ફસાતો નથી. (૧૨૯૩) vજે અતિ તીવ્ર રુચિથી પરમ સત્સંગને ઈચ્છે છે, તે વાસ્તવમાં આત્માના અમૃતને ઈચ્છે છે. તેવો પરમ સત્સંગ પ્રાપ્ત થતાં, સર્વસ્વ પ્રાપ્ત થયાની તૃપ્તિ અનુભવાય છે. (૧૨૯૪) Vપરમ પ્રેમમૂર્તિ પરમાત્મા પુરાણપુરુષ પોતે જ છે. જેમાં બેહદ . અસીમ પ્રેમભર્યો છે. તેનો પરમપ્રેમ પર્યાયને પ્રભુ દર્શનથી પ્રગટે છે. તે સિવાય અન્યત્ર પ્રેમ થવાથી, અર્થાત્ પ્રેમમૂર્તિને છોડીને – ઉપેક્ષા કરીને, પ્રેમ કરતાં તેનું ફળ દુઃખ આવે છે. પ્રથમ પ્રભુદર્શન પુરુષમાં થઈ, પરમપ્રેમ પ્રગટે છે. (૧૨૯૫) Vઅંતર ભૂદાઈને જાગૃતિ આવે તો મોક્ષ સમીપ જ છે. (અંતરભેદ જાગૃતિ) જિજ્ઞાસા ? એવા પ્રકારની જાગૃતિ આવ્યે કેવી દશા રહે ? સમાધાન : દઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થઈ, પરમ સત્સંગમાં રહી, પરમ લક્ષ્ય / સાધ્ય પ્રત્યેના ઉલ્લાસિત વીર્ય વાળી દશા રહે અને સદ્ગુરુ – આજ્ઞાને શિરોધાર્ય કરી, સતત આત્મહિતમાં પ્રવર્તે. જગતનું મૂલ્ય આત્મકલ્યાણ અર્થે શૂન્ય ભાસે. અંતર પરિણામોની દુનિયા જ બદલાઈ જાય. (૧૨૯૬) જ્યાં સુધી મુમુક્ષુજીવ બીજાના બાહ્ય ત્યાગ અને બાહ્ય ઉઘાડને મહત્વ આપે છે, ત્યાં સુધી બાહ્યદૃષ્ટિનું બળ પ્રવર્તે છે તેથી અંતરની વિધિ તથા અંતરદષ્ટિના વિષય ઉપર લક્ષ જઈને તેની પરખ આવતી નથી, અને તેથી તેનો મહિમા કે લક્ષ થતું નથી. (૧૨૯૭) આત્માના અસ્તિત્વઆદિ છ પદ નું જ્ઞાન અનુભવ પ્રમાણથી કરતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે નિયમબદ્ધ છે. અર્થાત્ તે પ્રકારે ક્યાંય વિપર્યાસ રહેતો નથી. (૧૨૯૮) Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ અનુભવ સંજીવની જીવ અનુભવ પદ્ધતિને છોડીને પ્રયોજનભૂત વિષયમાં સમજણ કરે છે, તેમાં અયથાર્થતા રહી જાય છે. યથાર્થ લક્ષે સમજણ કરનાર જીવ સ્વતઃ અનુભવપદ્ધતિ અંગીકાર કરી લ્યે છે. જેથી કલ્પના થતી નથી. (૧૨૯૯) જિજ્ઞાસા ઃ- આત્માનું નિત્યત્વ અનુભવ પ્રમાણથી કઈ રીતે ગ્રહણ થાય ? સમાધાન :– સ્વયંના અનુભવને – પરિણમનને તેવા શોધક દ્દષ્ટિકોણથી અવલોકતા, પોતાનાં અસ્તિત્વનું સાતત્ય વેદાય છે, પર્યાયોના વ્યતિરેકપણાથી વિલક્ષણ એવું અન્વયપણું ભાસ્યમાન થવાથી, નિત્યત્વની પ્રતીત થાય છે. (૧૩૦૦) અપવાદમાર્ગમાં બાહ્ય પ્રવૃત્તિમાં Adjustment થવા યોગ્ય છે, પરંતુ પરિણમનમાં શિથિલતા કે વિચલીતતા થાય તે યોગ્ય નથી. આત્માર્થીને અને જ્ઞાનીને પ્રારબ્ધયોગ અનુસાર ઉદય પ્રવૃત્તિમાં અનિવાર્યપણે ઉપયોગ દેવો પડે છે. તોપણ મૂળમાંથી વિચલીતપણું થયા વિના જ ઉદયમાં પ્રવૃત્તિ થાય છે. તે યથાર્થ છે. (૧૩૦૧) માર્ચ - ૧૯૯૪ ‘અનુભૂતિ તે આત્મા જ છે’– એમ (સ.સાર.ગા. ૧૪માં) પ્રતિપાદન કરવામાં, શ્રીગુરુ અનુભૂતિની વિધિ દર્શાવે છે. આ વિધિ દર્શાવવાની પ્રયોગાત્મક શૈલી છે. આ પરમાગમની આ પ્રકારે મુખ્ય શૈલી છે, વિશિષ્ટ શૈલી છે. 1 (૧૩૦૨) અભેદ સ્વરૂપના સ્વાનુભવ કાળે જ ભેદનું યથાર્થ જ્ઞાન થાય છે. ભેદને અવલંબ્યા વિના જ ભેદ જણાય—સમજાય છે - પણ ભેદનો અનુભવ થતો નથી. (૧૩૦૩) * જે જીવ શુદ્ધ અંતઃકરણના અભાવને લીધે નિજ આત્મકલ્યાણ વિષે પ્રમાણિક નથી, તેની અન્યત્ર પ્રમાણિકતા કેટલે અંશે વિશ્વસનીય છે ? તે વિચારણીય છે. (૧૩૦૪) જિજ્ઞાસા ઃ- આત્મસ્વભાવનું ગ્રહણ થવા અર્થે પ્રગટ પ્રમાણ શું છે ? સમાધાન :- જ્ઞાન-વેદન, જ્ઞાનનું સાતત્ય, જ્ઞાનનું ઉર્ધ્વત્વ-પ્રત્યક્ષતા આદિ (નિર્મળતા નિર્લેપતા) પ્રગટપણે સ્વભાવ ગ્રહણ થવાનાં પ્રમાણ છે. જો જીવ શુદ્ધ ભાવનાથી અંતર અવલોકન કરે તો તેને સહજમાત્રમાં અનુભવાશે પ્રતિત થવા યોગ્ય છે. (૧૩૦૫) Page #402 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૪૭ મુમુક્ષુજીવ જ્યારે ખરેખર સંસારથી છૂટવા કૃત નિશ્ચયી થાય છે ત્યારે પ્રાયઃ પૂર્વે સંસાર રુચિથી બાંધેલા પૂર્વકર્મ ઉદયરૂપે સામે આવે છે. જેથી તે સન્માર્ગથી શ્રુત થવાની પરિસ્થિતિમાં આવે છે. આવી સ્થિતિમાં જો નિશ્ચય બળ ન પ્રવર્તે તો જીવ હારી જાય છે, માર્ગ પ્રાપ્તિ સુધી પહોંચી શકતો નથી. પરંતુ જો નિશ્ચય બળવાન હોય તો અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય છે. માર્ગે ચડી જાય છે. (૧૩૦૬) ઓઘસંજ્ઞા બે પ્રકારે છે. ૧. સમજણ વિના ધર્મ પ્રવૃત્તિ થવી. ૨. પરલક્ષી જ્ઞાનમાં ધારણા થવી અથવા સમજણને પ્રયોગાન્વિત કર્યા વિના નિશ્ચય કરવો, તે પણ ઓઘસંજ્ઞા છે.(૧૩૦૭) ‘શ્રુતજ્ઞાન તે જ આત્મા છે. – આ શાસ્ત્ર વચનમાં બે પરમ-અર્થે સમાયા છે. ૧. શ્રુતજ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ વિદ્યમાન છે- તેથી તે જ ખરેખર આત્મા છે. ૨. જ્ઞાન સામાન્ય જે વેદનરૂપ છે તેના આવિર્ભાવથી સ્વભાવનો સહજ આશ્રય થાય છે, તે જ મોક્ષમાર્ગની વિધિ છે. – તેવો પારમાર્થિક આશય તેમાં નિહિત છે. અત્યંત ગંભીર ભાવો ઉક્ત વચનામૃતમાં ભર્યા છે. (૧૩૦૮) જે જીવ પૂરા ઉદ્યમથી આત્મહિત કરવા ઉત્સુક છે તે તદર્થે અવરોધક પરિબળો વચ્ચે સમાધાન યથાર્થપણે કરી શકે છે. પૂરા ઉદ્યમથી સ્વકાર્ય કરવાના અભિપ્રાયને લીધે, તેવા પ્રસંગમાં પ્રમાદ કે શિથિલતામાં આવતો નથી. જો પ્રયત્નનો પ્રકાર ઉક્ત પ્રકારે ન હોય તો આત્મહિતના માર્ગે આગળ વધવામાં કઠિનતા થાય છે. મૂંઝવણ થાય છે. (૧૩૦૯) Vઆત્માર્થી જીવ ભાવિ પ્રતિકૂળતા અંગે ગભરાટનો અનુભવ કરતો નથી. ઉલટાનો તે એવી તૈયારીમાં હોય છે કે “ભલે પ્રતિકૂળતા આવો, તે વખત જ અધિકપણે કલ્યાણકારી થવાનો છે. અને ખરેખર યોગ્યતાવાન પ્રતિકૂળ સમયે યોગ્યતા વૃદ્ધિ કરે છે, પુરુષાર્થ ફોરવે છે.(૧૩૧૦) અસ્તિત્વ અવલંબનનો વિષય છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના – રુચિ પૂર્વક તેનો પત્તો લાગે છે – અને ત્યારે તે ગ્રહણ થાય છે, ત્યારે રુચિ અનન્યપણાને પ્રાપ્ત થાય છે, જે ચૈતન્ય-વીર્યની ફુરણાનું કારણ થાય છે. આમ સ્વ આશ્રયનો પુરુષાર્થ . જાગૃત થતાં કાર્ય સંપન્ન થાય છે. (૧૩૧૧) પ્રત્યક્ષ સન્દુરુષના યોગનું મહત્વ સર્વાધિક છે. તેવો બોધ નમસ્કાર મંત્રથી પ્રાપ્ત થાય છે. ત્યાં પ્રથમ શ્રી અરિહંતને નમસ્કાર કર્યા છે. તેમાં સિદ્ધ ભગવાનનો અવિનય નથી પરંતુ પસ્મ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ અનુભવ સંજીવની વિવેક છે. જ્ઞાની પણ સત્સંગને સર્વાધિક મહત્વ આપે છે. જેમાં સર્વ સિદ્ધિ સમાયેલી છે. તેથી જે ધરાતલ પર સત્પુરુષની વિદ્યમાનતા છે, તેના જેવું પરમ સૌભાગ્ય બીજે ક્યાં હોઈ શકે ? (૧૩૧૨) * પ્રશ્ન :– નિજ સ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય, તેવી બોધબીજ યોગ્ય ભૂમિકા ક્યારે પ્રાપ્ત થાય ? સમાધાન :– સત્પુરુષ પ્રત્યે પરાભક્તિ પ્રગટે ત્યારે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રગટે પ્રભુસે, સબ આગમ-ભેદ સુઉર બસે.' આ એક સાનંદ આશ્ચર્ય છે કે ઃ પરમાત્મા અને સ્વઆત્મા પણ સત્પુરુષના ચરણ સાનિધ્ય પાસે મુખ્ય થતા નથી !! તથાપિ તે જીવને પારમાર્થિક લાભ થાય છે. સત્પુરુષ પ્રત્યેનું બહુમાન આત્માને નિર્મળ કરે છે. તે ભૂમિકાનું તે અમૃત છે. (૧૩૧૩) * ‘સત્પુરુષના પ્રત્યક્ષ યોગ’નું અત્યંત મહત્વ હોવાનું કારણ એ છે કે તેવો દુર્લભ દુર્લભ યોગ સંપ્રાપ્ત થયે પાત્ર જીવને સત્પુરુષની ઓળખાણ થવાનો અપૂર્વ પ્રસંગ બને છે. જે પ્રસંગ બોધ બીજરૂપ છે. સમકિતનું બીજ અહીં વવાય છે, જે ઉગ્યા વિના રહેતું નથી. ‘પ્રત્યક્ષ યોગ’ વિના પરમાર્થ – લાભનો બીજો પ્રસંગ નથી. અત્યંત સરળ માર્ગ આ પ્રકારે સત્પુરુષે નિષ્કારણ કરુણા કરી અનુગ્રહીત કરાવ્યો છે, તેમની મહિમા કયા પ્રકારે કઈ ઉપમાથી થઈ શકે ? પરમકૃપાળુ દેવે ‘પ્રત્યક્ષ સત્પુરુષ'ના વિષયમાં સર્વાધિક ભાર શા માટે દીધો છે ? તેનું રહસ્ય ઉપરોક્ત પ્રકારે અનાદિ મૂલ મંત્ર - નમોકાર મંત્ર દ્વારા પણ પ્રદર્શિત થાય છે. (૧૩૧૪) એપ્રિલ ૧૯૯૪ પ્રશ્ન : શાસ્ત્ર સ્વાધ્યાય ખૂબ હોવા છતાં, (સ્થૂળ) ભૂલ રહેવાનું શું કારણ ? અથવા તેવા જીવને પારમાર્થિક લાભ ન થવાનું શું કારણ ? સમાધાન :– શાસ્ત્રમાં જે પોતાને લાગુ પડે–તેવી પ્રયોજનભૂત વાત ઉપર લક્ષ ન જવાથી તેમ બને છે. પ્રયોજનની જીવને જેટલી પક્કડ તેટલો લાભ થાય છે અથવા પોતામાં સુધાર થાય છે. (૧૩૧૫) અનાદિ બંધ / સંબંધ વશાત્ પર સાથે એકપણાના / પોતાપણાના નિશ્ચયથી, જીવને જ્ઞાન – વિશેષરૂપ શેયાકારનો આવિર્ભાવ રહે છે, તેથી જ્ઞાનાકાર જ્ઞાનરૂપ અનુભૂતિ અર્થાત્ જ્ઞાન-વેદનનો તિરોભાવ રહે છે. (પરમાં) પોતાપણાના નિશ્ચયના ગર્ભમાં સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ રહેલ છે. આત્મા તેમાં મુંઢાઈ ગયો છે, તેથી અનુભૂતિને આવરણ છે. (૧૩૧૬) Page #404 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૪૯ Vપોતે જ્ઞાનનો સાગર છે, આનંદનો સાગર છે, અમૃતનો સાગર છે. અનંત ભાવોનો ગંભીર સમુદ્ર છે. અનંત ભાવોની ગંભીરતાને પકડીને દ્રવ્ય બેઠું છે. અનંત ગુણોના વૈભવને પી ગયું છે જેનો મહિમા આવતાં ઉપયોગાદિ સર્વ પરિણામો તેમાં થંભી જાય છે. કારણ કે અપાર મહિમાવંત છે. મહા આશ્ચર્યકારી છે. (૧૩૧૭) સતુપુરુષ પ્રત્યે અચલ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, સમ્યકત્વને યોગ્ય નિર્મળતા આવતી નથી. સમકિતનું આ પ્રવેશ દ્વાર છે. (૧૩૧૮) Wજીવ શુભભાવનો મોહ, અજ્ઞાનથી, કરે છે. શુભ ભાવથી ઘાતી કર્મનો બંધ થાય છે, જે પાપ પ્રકૃતિ છે અને જીવ-ગુણને આવરે છે. જે એકાંતે નુકસાન છે. પ્રયોજનની દૃષ્ટિથી આ વિચારણીય (૧૩૧૯) છે. જે પોતાના વિભાવથી ડરે છે, તે મોક્ષમાર્ગમાં તો સુભટ છે. ડરે છે માટે કાયર છે – તેમ નથી. ખરેખર જે વિભાવથી ડરતા નથી, તે તો સ્વચ્છંદને સેવે છે. તે હિનવીર્ય થઈ જશે, જે પરમાર્થે કાયરતા છે. (૧૩૨૦) Vઅકૃત્રિમ શાશ્વત પ્રતિમાથી કુદરત સદાય આત્માને આત્મ સ્વરૂપ દેખાડે છે. પોતે અંદર જુએ તો એવું જ પોતાનું સ્વરૂપ છે–તેથી તેમ કુદરતનો આદેશ છે, અંતર્મુખ થઈને સ્વરૂપમાં ઠરી જવાનો. અંદરમાં પણ અકૃત્રિમ ચૈતન્ય પ્રતિમા બિરાજમાન છે જ ને ! તે નિષ્ક્રિય છે અને પૂજનીક પણ છે. અચિંત્ય આશ્ચર્યકારી મહિમાવંત પોતે છે. (૧૩૨૧) જેમ ખાદ્ય પદાર્થ સ્વાદનો વિષય હોવાથી, ચાખવાથી સમજાય છે, શ્રવણથી કે સ્પર્શથી ન સમજાય, તેમ આત્મા તો વેદનનો વિષય છે, તે વેદન વિના માત્ર શ્રવણથી કે વિચારથી ન સમજાય, તેવો પદાર્થ છે, તેથી આચાર્યદેવ કહે છે કે “જ્ઞાનમાત્રસ્ય સ્વસંવેદન સિદ્ધતાત્' (સ.સાર.પરિ.) (૧૩૨૨) અધ્યાત્મનું યથાર્થ જ્ઞાન, સ્વરૂપનો મહિમા, સ્વરૂપ દર્શાવનારનો મહિમા, લાવે છે—સાથે સાથે અંદરથી વિરક્તપણે થતાં રાગ, ગૃદ્ધિ, કષાય, એકત્વબુદ્ધિ વગેરે ઢીલા પડી જાય છે. જો તેમ ન થાય તો જ્ઞાન શુષ્ક છે. તેમ સમજવું. (૧૩૨૩) Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ અનુભવ સંજીવની એ પ્રશ્ન – જ્ઞાનીને શુભભાવ ભઠ્ઠી લાગે છે, પણ પૂર્વ ભૂમિકાવાળાને ભઠ્ઠી જેવું વેદન લાગતું હશે ? સમાધાન :– જે જીવ સ્વાનુભવની એકદમ નજીકની ભૂમિકાવાળો હોય, તો તેને ભદ્દી કરતાં પણ વધુ લાગે. જ્ઞાનીને તો સર્વાગ સમાધાન સ્વરૂપ પ્રત્યક્ષ છે. તેથી અમુક સમાધાન પણ રહે. પરંતુ આજે તો વિભાવમાં ઊભુ જ રહેવું નથી. તેથી ભદ્દી કરતાં પણ વધુ લાગે, આંખથી પર્વત ઉપાડવા જેટલો બોજો લાગે. સૂક્ષ્મ વિકલ્પ પણ સહન થતો નથી. તો ધૂળમાં તો ઘણી જ બળતરા થાય, તો જ ઉપયોગ ત્યાંથી ખસી અંદરમાં જાય. (૧૩૨૪) ઉપયોગમાં સૂક્ષ્મતા આવે તે જરૂરી છે. અંદરમાં રાગ અને જ્ઞાનની સૂક્ષ્મ સંધી, સૂક્ષ્મ ઉપયોગ વડે જ જણાય તે વર્તમાન પ્રયોજન છે. વળી જ્ઞાનમાં આત્મ સ્વભાવ તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. ઉપયોગ પોતામાં જ ઉપયોગદ્વારમાં સ્વરૂપ શક્તિને ગ્રહણ કરવાની છે. અગ્નિકણમાં દહન શક્તિની જેમ. જેથી ઉપયોગની સૂક્ષ્મતા, વર્તતા પરિણમનમાં, રાગ અને જ્ઞાનને ભિન્ન-ભિન્ન પણે અવલોકી પ્રયોજનને સાધે. (૧૩૨૫). ધ્યેયને અનુસરવાનો પરિણામનો સ્વભાવ છે. તેથી પૂર્ણતાનું ધ્યેય બાંધવા શ્રીગુરુની આજ્ઞા છે. અનાદિનું જીવને સંસારનું ધ્યેય છે, તેને બદલ્યા વિના જે કાંઈ કરવામાં આવશે, તે સંસાર અર્થે જ થશે. પૂર્વે અનંતવાર એમ થયું છે. તેથી સૌ પ્રથમ દઢ મોક્ષેચ્છા થવી ઘટે છે. જેથી તળુસાર સાધન પ્રગટે, અને પ્રયોજન ન ચુકાય. (૧૩૨૬) છે માત્ર શાસ્ત્ર વાંચનથી સમજણમાં યથાર્થતા થતી નથી. પરંતુ સમજણ અનુસાર પરિણમન કરવાનો પ્રયાસ થાય ત્યારે યથાર્થતા આવે છે. આવો પ્રયાસ અવશ્ય સફળ થાય છે.(૧૩૨૭) | જ્ઞાનદશામાં જગત / ઉદય બધુ સ્વપ્નવત્ છે. કારણકે ધ્રુવ તત્ત્વને પોતાને તેનાથી કાંઈ સંબંધ નથી. જગતના સર્વ પદાર્થો અને પ્રસંગોની આશા / અપેક્ષા મટે નહિ ત્યાં સુધી જીવ જ્ઞાનદશા પામે નહિ. (૧૩૨૮) સ્વલક્ષે – આત્મકલ્યાણના લક્ષ, ઉપાદાનમાં જ્યારે જાગૃતિ આવે છે, ત્યારે પાત્રતાવશ તે સપુરુષને કલ્યાણના માર્ગને શોધે છે, તે માટે દઢ થઈને ઝૂરે છે ત્યારે તે જીવ અવશ્ય સને પામે છે. (૧૩૨૯) Page #406 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૫૧ જીવ ગમે તેટલા શાસ્ત્ર વાંચે, ધારણા કરે, તત્ત્વ ચર્ચા કરે પણ મોક્ષાભિલાષી થઈ ભેદજ્ઞાન ન કરે ત્યાં સુધી આત્મજ્ઞાન પામે નહિ, પરની એકત્વબુદ્ધિ તુટે નહિ. (૧૩૩૦) મે - ૧૯૯૪ ભાવાભાસન વિના ત્રિકાળી સ્વરૂપ પ્રતિ જોર આવે નહિ. તેમ છતાં માત્ર ધારણાને લીધે ત્રિકાળીના વિકલ્પ દ્વારા જોર દેતાં, તે જોર વિકલ્પ ઉપર જાય છે, અને ભાવભાસનની વિધિ ચુકાઈ જાય છે. તેથી વિધિનો વિપર્યાસ થાય છે. તેવું જોર કદી સફળ થતું નથી. (૧૩૩૧) - મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ નિર્મળતા / પાત્રતા આવવામાં મુખ્ય / ખાસ કારણ સપુરુષ પ્રત્યે પરમ પ્રેમાર્પણ થવું તે છે. આ અદ્ભુત અને સુગમ ઉપાય છે. (૧૩૩૨) - ગુણ પ્રત્યેના પ્રેમને લીધે, ગુણાનુવાદ થવો તે ભક્તિનું સ્વરૂપ છે. અનંત નિજાત્મ ગુણોના ખીલવટનું આ બીજ છે. “વહ કેવલ કો બીજે જ્ઞાની કહે”—ગુરુ રૂ૫) પ્રભુના ગુણોની ભક્તિના ગર્ભમાં એક અંશ નિર્મળતાથી લઈ પૂર્ણ નિર્મળતા પ્રગટવાનું બીજભૂત કારણ પડેલું છે. (ગુરુ) / પ્રભુ તો પરમ નિર્મળ પ્રેમની પ્રતિમા છે. તેમના નયનો / દૃષ્ટિ પરમ પ્રેમ વરસાવે છે, રેલમ છેલ કરી જીવને પ્રેમરસમાં તરબોળ કરી મુકે છે. અહો તેમનું વાત્સલ્ય ! (૧૩૩૩) જ્ઞાનમાત્ર સ્વમાં પોતાપણાના નિશ્ચયથી જ્ઞાનસામાન્યનો / જ્ઞાન વેદનનો આવિર્ભાવ થાય છે, સ્વભાવની સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ થાય છે. (૧૩૩૪) પ્રત્યક્ષ સત્પરુષનો યોગ સ્વરૂપ સ્થિતિનું કારણ થાય છે. (૫કૃપાળુદેવ-૨૪૯) તો પછી પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ –રૂપ અનંત પ્રત્યક્ષ સ્વરૂપ-નિશ્વય સ્વાનુભૂતિને પ્રગટ કરે તેમાં શું આશ્ચર્ય !? (૧૩૩૫) પર સાથે એકપણા (સ્વપણા)ના નિયથી, જ્ઞાનવેદન તિરોભૂત રહે છે. તે જ જ્ઞાન-વેદન સ્વરૂપ-નિશ્ચય (લક્ષ) થવાથી આવિર્ભત થવા લાગે છે. એવો જે સ્વરૂપ-નિશ્ચય, તે જ્ઞાનમાં સ્વયંના વેદનભૂત લક્ષણથી પ્રાપ્ત થાય છે. આમ જ્ઞાન-વેદન અને સ્વરૂપ-લક્ષને પરસ્પર કારણ – કાર્ય સંબંધ છે. (૧૩૩૬) મિથ્યાત્વને લીધે જ બંધન છે, અને સમ્યકત્વને લીધે નિર્જરા છે. સમયસારમાં સમ્યક્દષ્ટિને Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ અનુભવ સંજીવની ‘નિર્જરા તત્ત્વ’ દર્શાવ્યું છે તત્ત્વદૃષ્ટિ પ્રગટ થવા અર્થે આ નિરૂપણ છે. સત્પુરુષને ઓળખાવવા આચાર્ય ભગવાને પરમ કરુણા કરી આ અધિકાર લખ્યો છે. સમ્યક્ત્વરૂપે સત્પુરુષને ઓળખનારને તત્ત્વદષ્ટિ પ્રાપ્ત છે. (૧૩૩૭) નિજ સ્વરૂપ સહજ અનંત પ્રત્યક્ષ છે. જે વિચાર દશામાં પ્રત્યક્ષ થતું નથી. યથાર્થ વિચાર દશા – સુવિચારણામાં પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરવાનો અભ્યાસ થાય છે જેમાં પરોક્ષતાનો નિષેધ વર્તે છે. સુવિચારણામાં જ્ઞાન સાથે સ્વરૂપ ગ્રહણ કરવાના પ્રયાસ રૂપ રુચિ હોય છે. તેવી રુચિ વિનાનું જ્ઞાન હંમેશા શુષ્ક હોય છે. (૧૩૩૮) જીવને સત્પુરુષની ઓળખાણ થયે પરમાર્થ સમજાય છે. તેવા હેતુથી જ મહાપુરુષોના પુરાણો પ્રસિદ્ધ કરાયા છે. કથાનુયોગનું આ રહસ્ય છે. તે કાંઈ માત્ર સંયોગ વિયોગની વાર્તા નથી, પરંતુ સત્પુરુષને સમ્યપણે ઓળખાવવાની સુગમ રીત છે. (૧૩૩૯) — આત્મોન્નતિના ક્રમને છોડીને જીવ, કાંઈ આત્મહિત કરવા ચાહે તો તેવો પ્રયાસ કદી સફળ થતો નથી, તેથી સર્વ સિદ્ધાંત અને બોધમાંથી ક્રમ ઉપર ધ્યાન જવું અત્યંત આવશ્યક છે. જે મહાત્માઓએ આત્મોન્નતિના ક્રમને બોધ્યો, તેમની અપાર કરુણા વંદનીય છે. (૧૩૪૦) જૂન - ૧૯૯૪ સમ્યગ્દર્શન પહેલાં જીવ, ભેદજ્ઞાનનો પ્રયાસ કરે છે, તે વચલી દશા, (મેળવણી માટે) જાણવાનો વિષય છે, ત્યાં સુધી હજી દષ્ટિ સવળી થઈ નથી. દૃષ્ટિ તો આત્મા સિવાઈ કોઈને સ્વીકારતી નથી, તે કારણથી દૃષ્ટિ સમ્યક્ ન થાય ત્યાં સુધી વચલી દશાને ગૌણ રાખવામાં આવે છે - જે ઉચિત જ છે. તીવ્ર જ્ઞાનદશામાં તેમ થવું સહજ છે. - (૧૩૪૧) જિજ્ઞાસા :– જીવને અનંતકાળમાં અનંત પ્રકારે અનંત ઉપાય કરવાં છતાં સંસારથી મુક્ત થવાનો માર્ગ મળ્યો નથી, તેનું શું કારણ ? સમાધાન – અંતરથી ખરેખર છૂટવાની ભાવના થઈ નથી. અભિપ્રાયમાં બહારમાં કાંક સુખબુદ્ધિ રહી છે, ભવરોગની ભયંકરતા ભાસી નથી, તેથી સત્પુરુષની શોધ - માર્ગ દેખાડનારના ચરણમાં જવાના ભાવ નથી. જો ઉક્ત યોગ્યતાપૂર્વક જ્ઞાનીપુરુષની પ્રતીતિ આવે કે આ જ્ઞાની જ છે' તો અચળ પ્રેમ - ભક્તિ ઉપજે, જે સકિતનું અંગ છે. (૧૩૪૨) Page #408 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૫૩ પ્રેમરૂપ ભક્તિ વર્ધમાન થઈ પરાભક્તિમાં પરિણમે છે, ત્યાં જ્ઞાનીપુરુષમાં એકચભાવ થાય છે, તેથી મુમુક્ષુજીવની ભૂમિકામાં દર્શનમોહ યથાર્થપણે અત્યંત મંદ થાય છે, અને નિજ પરમાત્મામાં એક્યભાવ થવાની યોગ્યતા પ્રાપ્ત થઈ, ઐક્ય સધાય છે. અનંત કાળે આ જ એક માર્ગ છે. (૧૩૪૩) માત્ર તર્કથી જ્ઞાન પ્રાપ્તિ નથી, પરંતુ જ્ઞાન માટે અનુભવની જરૂર છે. ✓ તત્ત્વ પામવા માટે વિશાળબુદ્ધિ જોઈએ, વિશાળબુદ્ધિ એટલે સત્ય અને સત્યના અંશને - જેમ છે તેમ - ગમે ત્યાંથી (કોઈપણ કહેનાર હોય) પૂર્વગ્રહ વિના, સંપ્રદાયબુદ્ધિ છોડીને, સ્વીકારવાવાળી બુદ્ધિ. માત્ર કુળપરંપરા અનુસાર સંપ્રદાયની વાતને જ સ્વીકારવી તે સંપ્રદાયબુદ્ધિ એટલે સંકુચિત બુદ્ધિ. (૧૩૪૫) . (૧૩૪૪) સત્પુરુષ (પ્રત્યક્ષ)ના ચરણકમલની ઉપાસનાના બળથી દર્શનમોહ યથાર્થતયા મંદ થાય છે, ત્યાં દ્રવ્યાનુયોગ (સિદ્ધાંત બોધ) પરિણમે છે. (૧૩૪૬) / જો સત્પુરુષના ચરણ સેવનથી દર્શનમોહ જેવી સૌથી બળવાન પ્રકૃતિની શક્તિ હિન થાય, તો પછી માન, માયા, લોભાદિ પ્રકૃતિ અલ્પ પ્રયાસે જાય તેમાં શું આશ્ચર્ય છે ? જો માનાદિ પ્રકૃતિમાં ફરક ન પડે, તો તે જીવે સત્પુરુષની સમીપતા' જ પ્રાપ્ત કરી નથી. પ્રશ્ન :– ભાવભાસન, આત્મસ્વરૂપનું થયા પહેલા, ‘હું જ્ઞાયક છું’ એવા ભાવમાં યથાર્થ સમાધાન થાય ખરું ? યથાર્થ સમાધાન અને સંતુલન ક્યારથી રહે ? ઉત્તર ઃસ્વરૂપનું ભાવભાસન થયા પહેલા તદાશ્રુતિ – સ્વરૂપ લક્ષે સમાધાન થતું નથી. પરંતુ જેને પૂર્ણતાનું લક્ષ થયું હોય તે જીવ આત્મકલ્યાણના લક્ષે સંતુલન જાળવી શકે છે. અને તે શાયકનો નિર્ણય કરવા પ્રયોગાત્મક પુરુષાર્થવંત રહે છે, ત્યાં પ્રયોગ પદ્ધતિમાં યથાર્થતા જેમ જેમ આવતી જાય, તેમ તેમ તેટલું યથાર્થ સમાધાન થવા યોગ્ય છે. માત્ર જ્ઞાયકના વિકલ્પાશ્રીત સમાધાન (મંદ કષાય થાય, લક્ષ વગર) થાય તે યથાર્થ નથી. તેને યથાર્થ સમાધાન ગણવું તે ભ્રાંતિ છે. (૧૩૪૮) જિજ્ઞાસા :– અંતરમાં આત્મસ્વરૂપને જોવા પ્રયત્ન કરવા છતાં આત્મા દેખાતો નથી ? તો શું કરવું? સમાધાન :- એ જાતનો પ્રયત્ન (જ્ઞાનથી સ્વયંના સ્વભાવને અવલોકવાનો પ્રયત્ન) હોય તો Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ અનુભવ સંજીવની દેખાયા વિના, (મોક્ષાર્થીને રહે જ નહિ. મોક્ષાર્થી જ ન થયો હોય તે જીવને તેવો પ્રયત્ન, માત્ર કુતૂહલવૃત્તિએ થતો નથી. અર્થાત્ મોક્ષાર્થી જ તેવો પ્રયત્ન કરી શકે. (૧૩૪૯) આ પ્રશ્ન – સત્પુરુષની ભક્તિમાં રાગ હોય અથવા તે ભક્તિ પ્રેમરૂપ હોય તો તેમાં શું અંતર છે ? ઉત્તર :રાગનો આધાર પુદ્ગલ છે અથવા લોકસંજ્ઞાએ લૌકિક કારણે અથવા ઓઘસંજ્ઞા થતી ભક્તિ રાગરૂપ હોય છે પરંતુ આત્મગુણને અનુલક્ષે થતું બહુમાન પ્રેમરૂપ હોય છે. સત્પુરુષની ઓળખાણ થતાં ભક્તિ-પ્રેમરૂપ હોય છે અને તે જ્ઞાનપ્રાપ્તિનું મૂળ કારણ છે. (૧૩૫૦) - સમ્યકત્વના કારણભૂત સાત તત્ત્વોને શ્રદ્ધાન – તેનું પ્રતિપાદન હેય-ઉપાદેયના દૃષ્ટિકોણથી કરવામાં આવ્યું છે. તેમાં પણ જીવતત્ત્વ એક જ ઉપાદેય છે અને અજીવ તત્ત્વ વિભાવ અને વિભાવનું નિમિત્ત) હેય છે. હેય = છોડવા યોગ્ય એવા અજીવ તત્ત્વના ગ્રહણનું કારણ હોવાથી આશ્રય તત્ત્વનું પ્રતિપાદન થયું છે અને છોડવા યોગ્ય અજીવતત્ત્વનું ગ્રહણરૂપ હોવાથી ત્યાં પ્રતિબંધ થવાથી, તેનો બંધતત્ત્વપણે નિર્દેશ કરાયો છે. સંવર અને નિર્જરા, તે અજીવ તત્ત્વને જે ભાવમાં અનાદિથી સ્વપણે ગ્રહણ થયેલું છે) છોડવામાં કારણ હોવાથી કહ્યાં છે, તથા છોડવા યોગ્ય અજીવ તત્ત્વને છોડી દેતાં જીવની જે અવસ્થા વિશેષ થાય છે, તે દર્શાવવા મોક્ષતત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૧૩૫૧) V પૂર્ણતાનું ધ્યેય અંતરમાં, અને બહારમાં સપુરુષનો યોગ, – આ બંન્ને સાથે હોતાં મોક્ષમાર્ગ સુલભ છે. મુમુક્ષુજીવને તરવા માટે બંન્ને પરમ આવશ્યક છે. બેમાંથી એકપણ ન હોય તો આગળ જવાય નહિ. (૧૩૫૨) જુલાઈ - ૧૯૯૪ સ્વરૂપ-લક્ષથી અનેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેથી તેનું ઘણું મહત્વ છે. ૧. પ્રથમ ભાવભાસન સમયે જ સ્વભાવના સંસ્કાર પ્રાપ્ત થાય છે. ૨. પ્રાપ્ત સંસ્કાર અવિનાશી સંપત્તિ હોવાથી, સમ્યકત્વથી પડે તોપણ માર્ગને અલ્પ પ્રયાસ ગ્રહણ કરી લ્ય છે. ૩. સ્વરૂપ-નિશ્ચય સમ્યકત્વના અંગભૂત અસ્તિત્વગ્રહણ હોવાથી, અલ્પ કાળમાં, સ્વાનુભૂતિ પ્રગટ થાય, તેવું અનન્ય કારણ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૫૫ ૪. સ્વરૂપ લક્ષ થતાં જ સર્વ ઉદયભાવના પરિણામો, –સર્વ ભૂમિકા (મુમુક્ષુ, જ્ઞાની, મુનિ)ના પર્યાયો સ્વરૂપ લક્ષે જ થાય છે. તેથી યથાર્થ અને સંતુલન જળવાઈ રહે છે. પ. આ ભૂમિકામાં પ્રથમ જ સ્વરૂપ સ્વપણે ભાસે છે. જેથી પરિણામમાત્રામાં સ્વપણું મટવાનું કારણ બને છે. (૧૩૫૩) સતુપુરુષની ઓળખાણ થયાનું લક્ષણ એ છે કે તેમના પ્રત્યે અપૂર્વ સ્નેહ આવે છે. તેમના સાનિધ્યની ભાવના એવી કે તેમના વિયોગે એક ક્ષણ પણ મૃત્યુ સમાન વેદના લાગે. અહો! સત્યોગનું મૂલ્યાંકન ! અહો, અહો અપૂર્વ ગંભીર પ્રઘટના. સત્સંગ મુમુક્ષુનો પ્રાણવાયુ બનાવો ઘટે છે. (૧૩પ૪) જે જીવ સ્વયંની યોગ્યતા સમજી શકતો નથી અને અન્યની કે જ્ઞાનીઓની યોગ્યતાને માપે છે, તે અનર્થને કરે છે. તીવ્ર બાહ્ય લક્ષ હોવાથી તેનું નુકસાન કરે છે. તેવા જીવને અંતર્લક્ષ થવું બહુ કઠણ છે. (૧૩૫૫) ધર્મ-ક્ષેત્રમાં, જીવ ધર્મબુદ્ધિએ તન, મન, ધનનું સમર્પણ કરે છે. છતાં પણ તેમાં સર્વાર્પણબુદ્ધિનો અભાવ હોય, ત્યારે પ્રકૃતિનો ત્યાગ કરી શકતો નથી. તેથી પારમાર્થિક લાભથી વંચિત રહી જાય છે. તન, મન, ધનનું સમર્પણ અન્યમતી પણ કરે છે. અને તે પૂર્વાનુપૂર્વ છે, અપૂર્વ નથી. આત્મહિતના લક્ષે પ્રકૃતિ-ભાવ મૂકવા તૈયાર થાય તેને ધન્ય છે, તે જીવ અવશ્ય અપૂર્વ સ્વભાવ પ્રગટ કરશે જ. તે ખરી આત્મ - અર્પણા છે. (૧૩૫૬) જીવને મુક્ત થવાની ચિંતનાએ ઘેરાયા વિના-મૂંઝાયા વિના, મુમુક્ષતા ઉત્પન્ન થવી સંભવતી નથી. મોક્ષની દઢ ઈચ્છા . પૂર્ણતાનું લક્ષ, થવા પહેલાંનો આ ક્રમ છે. આ ચિંતના વૈરાગ્ય – પ્રેરક હોય છે. (૧૩૫૭) જિજ્ઞાસા - સપુરુષને કોણ ઓળખી શકે ? સમાધાન :- માત્ર પુરુષને જે ઈચ્છે તે તેમને ઓળખી શકે છે. બીજા નહિ. જે બીજાને પણ ઈચ્છે છે તે ક્યાંથી ઓળખી શકે ? જેને પુરુષનું મૂલ્ય ભાસે, તે તેને માત્ર તેને જ ઈચ્છે છે. (૧૩૫૮) આ પ્રેમરૂપ નિર્મળ ભક્તિ મહાન પદાર્થ છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ તેનાં ગર્ભમાં Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ અનુભવ સંજીવની સમાય છે. તેથી ક્ષણમાત્રમાં સ્વરૂપ સધાય છે. આ ભક્તિ આત્મગુણ પ્રત્યેનો અનન્ય પ્રેમ છે, જે એક્યને સાધે છે, આત્મ-ગુણને સાધે છે. (૧૩૫૯) નમ્રતાનું યથાર્થ સ્વરૂપ – બીજાઓ દ્વારા અનાદર પામવા છતાં, મદનો આવેશ (ના અભાવને લીધે) ન થવાથી, અભિમાનનો અભાવ તે ખરું માર્દવ છે. વર્તમાન જાતિ આદિની મુખ્યતા માર્દવને લીધે થતી નથી. (૧૩૬૦) ઓળસંજ્ઞાનું સ્વરૂપ સમજી તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણકે તેથી, નિજ કલ્યાણરૂપ એવું જે, પ્રયોજન ચુકી જવાય છે અને મિથ્થા સંતોષ લેવાય છે. ક્રિયાકાંડ અને પદ-ગાવારૂપ ભક્તિ પ્રાયઃ ઓધસંજ્ઞાએ થાય છે. કારણકે તેમાં વર્તમાન મુમુક્ષુ-ભૂમિકા પ્રત્યે દષ્ટિ જતી નથી. પરંતુ સ્વાધ્યાય અને સત્સંગમાં પણ જ્યાં રુઢિગત પ્રવૃત્તિ છે, ત્યાં વર્તમાનમાં પ્રયોજનભૂત શું છે ? તેના ઉપર કોઈ વીરલ જીવાનું લક્ષ હોય છે. તેથી તે પ્રસંગ / પ્રવૃત્તિ પણ ઓઘસંજ્ઞાએ, જાણપણું વધારી, જિજ્ઞાસા ઘટાડી, મિથ્થા સંતોષાઈ, વિસર્જન કરાય છે. સારાંશ એ કે વર્તમાન ભૂમિકાને અનુલક્ષી પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દૃષ્ટિ હોવી ઘટે છે. (૧૩૬૧) ઑગસ્ટ - ૧૯૯૪ કર્મચેતનાથી કરાયેલી યમ, નિયમ, શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ પ્રવૃત્તિ ધર્મનું સાધન થયેલ નથી, પરંતુ કર્મનું કારણ થયું છે, તેથી જ્ઞાનચેતના પ્રગટ કરવાનું શ્રીજિને ફરમાવ્યું છે. અંતર સાવધાનીથી જ્ઞાન સ્વયંને ચેતે . વેદે તે જ્ઞાનચેતના છે, અને રાગાદિ ભાવકર્મને વેદ, તેમાં સાવધાની રહે, તે કર્મચેતનારૂપ અજ્ઞાનદશા છે. (૧૩૬૨) સુખસ્વભાવ એવા જીવને, સુખ જોઈએ, તે વિના ચેન પડે નહિ, તૃપ્તિ થાય નહિ. નિજસુખના અજાણપણાને લીધે, સુખ અર્થે વિધ વિધ પદાર્થ – પ્રાપ્તિની ઈચ્છા સહજ થયા કરે, જે સ્વયં દુઃખરૂપ – આકુળતારૂપ, અંતરદાહરૂપ છે. તેવા અંતરદાહને શાંત કરવા અર્થે શાંત - સુધારસમય જ્ઞાન સ્વરૂપમાં અંતર્મુખ થવું–તે એક માત્ર ઉપાય છે. ઉપશમરસથી ત્રિવિધ તાપાગ્નિ શાંત થાય છે – એવા જ્ઞાનીપુરુષના નિશ્ચયને નમસ્કાર હો ! (૧૩૬૩) V ધ્રુવ આત્મા અર્થાત્ પોતે પર્યાયમાં કાંઈ ઓછુ–વધતું, આઘુ-પાછું, કરી શકતો નથી. – એમ, ધ્રુવની અભેદ શ્રદ્ધા / યથાર્થ શ્રદ્ધા થવાથી, સમજાય છે – આવું અભિપ્રાયમાં રાખીને, જ્ઞાની, પર્યાયને આમ-તેમ કરવાનો ઉપદેશ, પરિણામ ઉપર દૃષ્ટિ | અસ્તિત્વ રાખવાવાળા (અજ્ઞાની)ને Page #412 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩પ૭ માટે અપેક્ષા રાખીને કરે છે, અજ્ઞાનીની ભાષાથી સમજાવે છે. ઉપરોક્ત શ્રદ્ધાની અપેક્ષા છોડીને તેમની વાત નથી હોતી. (૧૩૬૪) દેખો ! ચૈતન્યનો ચમત્કાર ! સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમ પ્રવાહ વર્ધમાન થવાથી, આત્મકલ્યાણભૂત એવું આગમોનું રહસ્ય સમજાય છે, અને તેની પ્રાપ્તિ થાય છે. આગમના અભ્યાસ વિના થતી આ લબ્ધિ છે. તેવી જ રીતે કેવળજ્ઞાનની લબ્ધિ-નિષ્કપ ગંભીર ધ્રુવ સ્વભાવના આશ્રયે ઊંડે– ઊંડે ઉતરતા ઉતરતા – હોય છે. પરિણામોનું નિર્મલ7 ઉક્ત લબ્ધિઓનું કારણ છે.(૧૩૬૫) જિજ્ઞાસા – આત્માનું તેજ-નુર કેવા પ્રકારનું હોય છે ? સમાધાન :- અચિંત્ય આત્મ-સ્વભાવ છે. શુદ્ધ ચૈતન્યનું પ્રાગટય અર્થાત્ શુદ્ધ ચિતિ સ્વરૂપ કાંતિ - તે તેનું તેજ છે, નુર છે, જે અચિંત્ય છે, માત્ર અનુભવ ગોચર છે. ચિંતવન ગોચર નથી. (૧૩૬૬) જીવને, મૂળમાં, સુખની-નિરાકુળ દશાની જરૂરત હોય તો, બૌદ્ધિક સ્તર પર તત્ત્વને જે પરોક્ષ ધારણાથી જાણ્યું છે. તેની રુચિ ઉત્પન્ન થઈ, અભેદ ભાવે પક્કડ થઈ, પ્રત્યક્ષ કરે, તો દૃષ્ટિ સમ્યક થાય. રુચિ વગરની પરોક્ષ ધારણાવડે પુરુષાર્થ ઉપડે નહિ, તેવી યોગ્યતાવાળાને ખરેખર આત્મસુખની જરૂરત નથી. દ્રવ્યસ્વભાવની અરુચિ સહિતની ધારણા પ્રાયઃ અભિનિવેષનું કારણ થાય (૧૩૬૭) છે જે ઉત્તમ મુમુક્ષુને ક્યાંય – કોઈપણ પદાર્થને વિષે સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ નથી, તેને અંતરમૂખ થવામાં કોઈ અવરોધ હોતો નથી. તેવી સ્થિતિમાં સ્વકાર્ય સહજ થાય છે, પુરુષાર્થની ગતિ સહજ તેજ થાય છે. (૧૩૬૮) છે જ્યાં સુધી નિજ પરમાત્માનો વિયોગ - વિરહ વેદના ઉપડે નહિ, ત્યાં સુધી તેનું દર્શન ક્યાંથી થાય? વિરહની અસહ્ય વેદના પ્રત્યક્ષ દર્શનનું કારણ છે. તેમજ વેદનાથી જામેલી મલિનતા ઓગળે છે, અને નિર્મળતા પ્રાપ્ત થાય છે. (૧૩૬૯) અનાદિથી માત્ર પર્યાયમાં “સ્વપણું અનુભવાઈ રહ્યું છે. તેથી પર્યાયદષ્ટિ પણ નિવિડ થઈ ગઈ છે. રૂઢ થઈ ગયેલી આવી સ્થિતિનો અભાવ થવો દુષ્કર છે. તોપણ અશક્ય નથી જ. સત્પુરુષના યોગે બીજજ્ઞાનની પ્રાપ્તિ થયે, અપરિણામી, અવિનાશી પરમ સ્વરૂપનું લક્ષ થતાં, પર્યાયબુદ્ધિ શિથિલ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ અનુભવ સંજીવની થઈ દ્રવ્યદૃષ્ટિ પ્રગટવાનું કારણ બને છે. અનંત સુખધામ' નિજપદના નિર્ણયનું બળ, સ્વાનુભૂતિ પ્રગટ કરે છે, ત્યારે દૃષ્ટિ સમ્યક્ થાય છે. ધ્રુવપદમાં પોતાપણું સ્થપાય છે, અનુભવાય છે, પરિણામનું એકત્વ મટે છે અને સહજ પુરુષાર્થ, વિવેક, નિર્મળતા, પર્યાયની ગૌણતા, સાક્ષીભાવ, આદિ પ્રગટ થઈ, વૃદ્ધિગત થવા લાગે છે. તોપણ ‘ત્રિકાળી છું તે જ મુખ્ય રહે છે. (૧૩૭૦) મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ ક્રમથી યથાર્થ પ્રકારે દર્શનમોહનો રસ / અનુભાગ ઘટવાથી જ્યારે યથાર્થ નિર્મળતા આવે છે, ત્યારે સુખના નિશ્ચયપૂર્વક જે સુખાનુભવ (સુખાભાસ) તે ભૂલ પકડાય છે. જેથી સુખબુદ્ધિ અને પરની આધારબુદ્ધિ મટે છે અને જ્ઞાનનું સુખરૂપપણું પોતાને જ્ઞાનમાં ભાસે છે. જે આત્મસ્વરૂપનું બીજજ્ઞાન છે. (૧૩૭૧) સત્-શાસ્ત્ર, સત્સંગ અને સિદ્ધાંત, જે સન્માર્ગ પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હોવા છતાં, જે જીવ ધ્યાનાદિ માટે અન્યમતીને અનુસરે છે, તે મૂળ મુક્તિમાર્ગને છોડીને ઉન્માર્ગે માર્ગની શોધ કરે છે. (૧૩૭૨) પાત્રતામાં જીવના મુખ્ય ત્રણ ગુણોમાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે. મિથ્યાશ્રદ્ધાનો દર્શનમોહનો અનુભાગ ઘટે છે. જ્ઞાનમાં વિપર્યાસ ઘટે છે મટે છે અને યથાર્થતા આવે છે. કષાય રસ મંદ પડી જાય છે. - સપ્ટેમ્બર - ૧૯૯૪ - (૧૩૭૩) ઑક્ટોબર - ૧૯૯૪ સુવિચારણા, અંતઃકરણની શુદ્ધિ, સંસાર સુખની ઉપેક્ષાવૃત્તિ આદિ પૂર્ણતાનું લક્ષ બંધાવાના અંગભૂત છે. (૧૩૭૪) મુમુક્ષુજીવને નિજકલ્યાણના હેતુથી જે અંદરથી સૂઝ આવે છે, તેથી મુમુક્ષુતા / યોગ્યતા વર્ધમાન થાય છે. બાહ્યથી / શ્રવણ - વાંચન આદિથી જે માર્ગદર્શન મળે, તે અંતરસૂઝની પુષ્ટિ માટે હોવું ઘટે અથવા આગળ વધવાની સૂચના (Hint) રૂપે હોવું ઘટે; કારણકે તે પારકું – ઉછીનું લીધેલું છે. તેથી પહેલાના જેટલો લાભ થતો નથી. (૧૩૭૫) આત્મકલ્યાણની તીવ્ર લગનીપૂર્વક જે સત્પુરુષના સાનિધ્યમાં જાય છે, તે જીવને સત્પુરુષની Page #414 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૫૯ ઓળખાણ થઈ, અંદરમાં માર્ગ સૂઝે છે અને તે અવશ્ય તરી જાય છે. સસંગ / સપુરુષ પ્રાપ્ત થવા છતાં અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ હોવા છતાં સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલીનો અભાવ છે – તે અન્ય પ્રતિબંધને પ્રદર્શિત કરે છે – તેને અંતર ગવેષણાથી / અવલોકનથી શોધવો ઘટે છે. (૧૩૭૬) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ બે પ્રકારની સ્થિતિમાં શરૂ થાય છે. એક તો જીવ પરિભ્રમણની ચિંતાથી ઘેરાઈને અન્ય / સાંસારિક ચિંતાથી ઉપેક્ષાવાન થઈને, બીજો સંસારની અપેક્ષાઓ – આશાઓ રાખીને પ્રથમ પ્રકારથી યથાર્થતા આવે છે. બીજા પ્રકારે થયેલો તસ્વાભ્યાસ આગમ અનુકૂળ હોવા છતાં યથાર્થ નહિ હોવાથી નિષ્ફળ જાય છે. (૧૩૭૭) એ આત્માને બોધ-પરિણમન થવા અર્થે, બોધ સ્વરૂપ જ્ઞાનીનો પ્રત્યક્ષ સમાગમરૂપ પરમ સત્સંગ જેવો અન્ય કોઈ ઉપાય (શાસ્ત્ર વાંચન આદિ) નથી, કારણકે બોધ પરિણમવાનો નિયમ એવો છે કે જેને જ્ઞાની પુરુષનું પરિણમન દેખાય છે, તે જ્ઞાનીના યથાર્થ દર્શનમાત્રથી જ્ઞાની થાય છે. તેથી જ ઉચ્ચ કોટીના મુમુક્ષુના પરિચયરૂપ સમાગમથી અન્ય મુમુક્ષુને આગળ વધવાનું સુગમ બને છે. (૧૩૭૮) જિજ્ઞાસા :- તત્ત્વને બરાબર સમજવા છતાં, પ્રાપ્ત થવામાં નિષ્ફળતા ક્યા કારણથી હોય સમાધાન :- લાભ-નુકસાનની સમજ હોવા છતાં દર્શનમોહની પ્રબળતાને લીધે લાભ-નુકશાનનું મૂલ્યાંકન થયું નથી તેથી જેટલી ગંભીરતા છે, તેટલી ભાસતી નથી, ગંભીરતાના અભાવને લીધે સંસાર-મોક્ષ પ્રતિના પ્રવૃત્તિરૂપ પરિણામમાં ગૌણતા–મુખ્યતા થવી ઘટે તે થતી નથી. Change of priority વિના આત્મકલ્યાણ અંગે બળ ઉત્પન્ન થતું નથી અને સંસાર બળ ઘટતું નથી. સંસાર બળની વિદ્યમાનતામાં તત્ત્વની સમજણ નિષ્ફળ થાય તે અસ્વાભાવિક નથી. Top priority માં આત્મકલ્યાણ થયે સંસાર આખો ગૌણ થાય, ત્યારે યથાર્થતા આવે, ઉપર ઉપરનો પ્રયત્ન મટી અંતરથી ઉપાડ આવે. (૧૩૭૯) સર્વ જ્ઞાની પુરુષોની સત્સંગની ઉપાસના કરવા, આજ્ઞા છે. તેમાં રહસ્ય એ છે કે પાત્ર જીવને, વિશેષ ગુણીના પરિચયથી તેનું પરિણમન જોવા મળે છે. જેથી પોતાના પરિણામ ઉપર તુરત સીધી અસર આવે છે. પરિણામ ઉપર અસર થવાનો આ સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. પ્રયોગ છે – અનેક ગ્રંથના પઠનથી જે અસર થાય, તેથી વધુ અસર આ પ્રયોગ થાય છે. કારણકે આ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ અનુભવ સંજીવની અનુભવ પદ્ધતિ છે. આવુ સત્સંગ-રહસ્ય જેને સમજાય છે, તેને સત્સંગનું ખરું મૂલ્યાંકન થાય છે, અને તે સર્વાર્પણબુદ્ધિએ સત્સંગને ઉપાસે છે. (૧૩૮૦) V જિજ્ઞાસા :- સમજણ અને ભાવભાસનમાં શું ફરક છે ? ભાવભાસનથી શું લાભ થાય? સમાધાન – સમજણ એ તર્ક, ન્યાય, યુક્તિ, આગમ આદિથી સમ્મત થયેલી વિચાર પદ્ધતિથી) સ્થિતિ છે. તેમાં અનુભવનો અભાવ હોવાથી પર્યાપ્ત બળ ઉત્પન્ન થતું નથી, અને વિષયની / પ્રયોજનની ગંભીરતા પણ ઉત્પન્ન થતી નથી તેથી સમજણની સફળતા પ્રાપ્ત થતી નથી. જ્યારે ભાવભાસન તો પ્રયોગ પદ્ધતિથી આવે છે, તેમાં જ્ઞાન કેળવાય છે અને તે અનુભવ પદ્ધતિ (Feeling Process) હોવાથી મૂલ્યાંકન થઈ, વિષયની ગંભીરતા આવે છે, ત્યારે Priority Change થવાનો અવસર આવે છે. સફળતાનું આ રહસ્ય છે. તેથી મહાત્માઓએ ભાવભાસન પૂર્વક સમજણ કરવા બોધ આપ્યો છે. (૧૩૮૧) V જિજ્ઞાસા :- તત્ત્વ સમજાયા પછી ભાવભાસન થવા અર્થે શું કરવું જોઈએ ? સમાધાન – જે જે વાતો સમજમાં આવી હોય તેને ચાલતા પરિણમનમાં મીંઢવણી કરીને લાગુ કરવા પ્રયત્ન કરવો જોઈએ, તો તેનો ભાવ ભાસે. ભાવભાસનમાં જે તે ભાવોનું લાગવું– To feel – થાય છે. તેથી ભાવભાસન તે વિચારજ્ઞાનથી આગળ વધી, અનુભવજ્ઞાન પ્રતિ લઈ જવાની પ્રક્રિયા છે. સ્વરૂપનું ભાવભાસન જ્ઞાન લક્ષણના અનુભવાશે પ્રતીતરૂપ હોય છે. જે સ્વાનુભવનું અંગ છે. મુમુક્ષુને આત્મકલ્યાણ દ્વારા આત્મલાભનો ભાવભાસે અને મૂલ્યાંકન થાય તો પરમાર્થમાર્ગ પ્રતિ આગળ વધવાનું સહજ થાય. (૧૩૮૨) નવેમ્બર – ૧૯૯૪ બંધન અને પ્રતિબંધમાં અંતર છે. જ્ઞાનીને કોઈપણ દ્રવ્ય-ભાવનું પ્રતિબંધ નથી. કેમકે જ્ઞાનમયભાવપણે સર્વથી સર્વથા પોતાનો ભિન્નપણે અનુભવ વર્તે છે; જે પ્રત્યક્ષ છે, પૂર્વ પ્રારબ્ધને લીધે ભલે વ્યહારના સંયોગોનાં બંધનમાં વ્યવહારીક મર્યાદામાં વર્તે છે, તો પણ તેમને તેનો પ્રતિબંધ નથી. પરંતુ અજ્ઞાનદશામાં કર્મ નિત પર્યાયભાવે વર્તતા અનેક વિભાવમાં અટકતા જીવને તે તે ભાવો અને ઉદય પ્રસંગોનો પ્રતિબંધ હોય છે. (૧૩૮૩) / પરલક્ષી શાસ્ત્રનાં જ્ઞાનની ધારણામાં સંતુષ્ટ થઈ, માત્ર શાસ્ત્રના અભ્યાસમાં રોકાવાથી, આત્મકલ્યાણ ગૌણ થઈ જાય છે. તે એકાંત જ્ઞાનમાર્ગ છે. અને તેવા જ્ઞાનના અમલીકરણનો પુરુષાર્થ ન થઈ શકવાથી, પ્રયોજનભૂત વિષય પર લક્ષ રહેતું નથી. પરિણામે સંભવતઃ નુકસાન Page #416 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૬૧ આવી પડે છે; શાસ્ત્રીય અભિનિવેશ થાય છે. જેને લીધે અન્ય દોષો ઉત્પન્ન થાય છે; નિઃશંકતા ઉત્પન્ન હોતી નથી. વિકલ્પો કદી શાંત થતા નથી. જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થઈ, ઉન્મતતા આવે છે. ઉઘાડ જ્ઞાનમાં સંતુષ્ટ થવાનું બને છે. (૧૩૮૪) પ્રશ્ન – મુમુક્ષુની ભૂમિકામાં યોગ્ય યથાર્થ જ્ઞાન, ક્રિયા અને ભક્તિનો પ્રકાર કેવો હોય ? ઉત્તર :– મુમુક્ષુને યથાર્થ સમજણરૂપ જ્ઞાન જ સાધન છે. પ્રારંભમાં આત્મકલ્યાણને લક્ષે તત્ત્વવિચાર હોય. સુવિચારણામાં કેન્દ્રસ્થાને પોતાનું પરમ હિત જ રહે, તેથી સમજણને અમલીકરણરૂપ પ્રયોગમાં લાગુ કરવાનો પ્રયાસ ચાલે તે ક્રિયા - યથાર્થ ક્રિયા છે, જેનાથી જ્ઞાનમાં વિશેષ નિર્મળતા થાય છે, દર્શનમોહનો અનુભાગ પણ ઘટે છે અને સત્પુરુષનું - સજીવનમૂર્તિનું સ્વરૂપ ઓળખાય છે ત્યારે તેમના પ્રત્યે – મોક્ષદાતા પ્રત્યે પરમ ભક્તિ પ્રેમરૂપ આવે છે, તે યથાર્થ ભક્તિ છે. એક ન્યાયે ત્રણેય જ્ઞાનની જ પર્યાય છે. આત્મહિતનું મૂલ્યાંકન, સમજણનું જ અમલીકરણ, અને પુરુષની ઓળખાણથી ઉત્પન્ન બહુમાન – પ્રેમભક્તિ, અચલ પ્રતીતિ. (૧૩૮૫) આ પ્રશ્ન – તત્ત્વજ્ઞાનનો અભ્યાસ વગેરે વર્ષો સુધી અમોએ કરવા છતાં આત્મહિતમાં આગળ કેમ વધી શકાયું નહિ ? સમાધાન :- કાં તો શુદ્ધ અંતઃકરણપૂર્વક આત્માર્થાતા ન ઉત્પન્ન થઈ, અને જેણે તત્ત્વજ્ઞાન આપ્યું તેના પ્રત્યે ભક્તિરૂપ મહાભ્ય આવ્યું નહિ. આ બે માંથી એક પણ કારણની ક્ષતિ રહે ત્યાં સુધી મુમુક્ષુ આગળ વધી શકતો નથી. (૧૩૮૬) Wપ્રશ્ન :– અનેક ગ્રંથ વાંચ્યા છતાં એમ લાગ્યું છે કે જે જોઈએ છીએ, તે હજી તેમાંથી મળતું નથી ? આમ કેમ ? ઉત્તર – શાસ્ત્ર વચનો પરિભાષા રૂપે હોવાથી, માર્ગના મર્મની અભિવ્યક્તિ પર્યાપ્ત માત્રામાં તેમાં થતી નથી. તેથી તેમાંથી મર્મ પકડાવો સુલભ નથી; પ્રયોગ – જ્ઞાની / ઉત્કૃષ્ટ મુમુક્ષુના પ્રત્યક્ષ પરિણમનમાં તે (પરમાર્થ) વિશિષ્ટ પ્રકારે વ્યક્ત થતો હોવાથી, પ્રત્યક્ષ યોગે તે સમજાય છે; સમજાય છે, ત્યારે તેવો બોધ આત્મામાં અસર કરે છે, ત્યારે તેનું પરિણમન અન્યને પરિણમનનું કારણ બને છે. તેથી જ પ્રત્યક્ષ યોગરૂપ સત્સંગનું અદ્વિતય મહત્વ સર્વ જ્ઞાનીઓએ પ્રકાશ્ય છે. જે અનુભવનીય છે. (૧૩૮૭) તત્ત્વજ્ઞાનની સમજણ જેને થઈ હોય તેણે તેને અનુભવમાં મૂકવાનો પ્રયાસ અવશ્ય કરવો Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ અનુભવ સંજીવની જોઈએ. કારણકે તત્ત્વજ્ઞાન એ માત્ર, વ્યાખ્યાનો વિષય નથી, પરંતુ તે અનુભવનો વિષય છે. જો તથારૂપ પ્રયત્નથી ભાવભાસન કરવામાં આવે નહિ, તો તે સમજણના વિષયમાં જીવને કલ્પના થાય છે, અને તેમાંથી વિપર્યાસ જન્મે છે, તેનું ફળ દુઃખ છે. (૧૩૮૮) / જિજ્ઞાસા :- આત્મ-કલ્યાણના ઉપાયની મુખ્ય ચાવી (Master Key) શું છે ? સમાધાન :- આત્મ-હિતરૂપ જે પ્રયોજન, તેની તીક્ષ્ણ અને સૂક્ષ્મદષ્ટિ હોવી તે આત્મ-સિદ્ધિની મુખ્ય ચાવી છે. તે કારણથી માર્ગ સરળ થાય છે અને માર્ગમાં ઝડપી આગળ વધાય છે. તેમજ આત્મ-હિતની સૂઝ અંદરથી આવે છે, દષ્ટિ નિર્મળ થાય છે. જેને ઉક્ત દૃષ્ટિ સાધ્ય કરી છે તેનો પરમાર્થ માર્ગમાં ચમત્કારિક વિકાસ થાય છે. (૧૩૮૯) મુમુક્ષુને પોતાની યોગ્યતાનું ભાન હોય તો ત્યાંથી આગળ વધવાનું જે વર્તમાન પ્રયોજન, તેની સૂઝ / સમજ પડે, નહિ તો પ્રયોજનના વિષયમાં લક્ષ જાય નહિ. સાથે સાથે પૂર્ણતાનું ધ્યેય પણ હોવું ઘટે. જેથી ઉપર ઉપરના ગુણસ્થાનો સ્થિત ધર્માત્માને ઓળખવા રૂપ પ્રયોજન યથાર્થપણે સમજાય અને ભાવના ઉત્પન્ન થાય વા ભાવના વૃદ્ધિ થાય. અંતિમ પ્રયોજન પૂર્ણ સુખનું છે. પ્રયોજનની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિમાં સર્વ પર્યાયનો વિકાસ રહેલો છે અને ત્યાં જ વર્તમાન પ્રયોજન અને અંતિમ પૂર્ણતાના પ્રયોજન – બંન્નેની સુસંગતા અને સુમેળ સધાય છે. તેથી ચૂકવાનો અવકાશ રહેતો નથી. (૧૩૯૦) ડિસેમ્બર ૧૯૯૪ સુપાત્ર - ઉજ્જવળ આત્માઓ અનુકૂળ કે પ્રતિકૂળ - બંન્ને પ્રસંગોમાં સ્વતઃ સહજ વૈરાગ્યમાં પરિણમે છે. આ મુમુક્ષુની પરિણામશીલતા છે. તેથી સામાન્ય જનની માફક મુમુક્ષુ અનુકૂળતામાં ફસાતો નથી અને પ્રતિકૂળતામાં ઘેરાતો નથી. - (૧૩૯૧) - આત્મ-કલ્યાણની યથાર્થ ભાવનામાંથી જયાં સત્પુરુષના પ્રત્યક્ષયોગની અત્યંત અત્યંત આવશ્યકતા ભાસે ત્યાં ‘આત્મજોગ’ ઉત્પન્ન થાય છે. ‘અંતરભેદ જાગૃતિ’ થવા અર્થે તથારૂપ આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. સત્પુરુષના પ્રત્યક્ષયોગે પ્રતિબંધક ભાવ / પરિણતિ ભેદાય જાય છે અને અંતરથી જાગૃતિ અપૂર્વ પરિણામે આવે છે. વા ‘અંતરસ્વરૂપનું રહસ્ય’ (‘અંતરભેદ’) ભાસ્યમાન થઈ, જાગૃતિ આવે છે. (૧૩૯૨) Page #418 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૬૩ v પ્રશ્ન :- પરપદાર્થની ઇચ્છાપૂર્વક પ્રાપ્તિ થાય છે, ત્યાં દુઃખ કેમ લાગે ? ત્યાં તો સુખાનુભવ થવો સહજ છે, આમ થવાનું શું કારણ ? સમાધાન :- યથાર્થપણે, જ્યાં સુધી જ્ઞાનમાં નિર્મળતા ન આવે ત્યાં સુધી સુખાભાસમાં ખરેખર સુખ'નો અનુભવ થાય છે. તેવી ભૂલ યથાર્થપણે દર્શનમોહનો અનુભાગ ઘટવાથી, પકડાય છે. તેવી નિર્મળતાથી જ્ઞાનમાં સુખનું રૂપ જણાય છે અને આત્મામાં અનંત સુખ છે તેનો નિશ્ચય થાય છે. આકુળતારૂપ દુઃખ ઈચ્છામાં રહેલું છે. તેમાં સુખનો અનુભવ થવો તે જ્ઞાનનો વિપર્યાસ છે. (૧૩૯૩) / આત્મહિતમાં ખરેખર સાધન તો પોતાના પરિણામો છે. પરંતુ જ્યારે પરિણામમાં સહજ જાગૃતિ ન આવે ત્યારે અંતરંગ સાધન અર્થે સત્સંગ સત્શાસ્ત્ર આદિ બાહ્ય સાધન ઉપકારી છે; તેમાં પણ સત્સંગ મુખ્ય રાખવા યોગ્ય છે. અંતર સાધનના હેતુથી બાહ્ય સાધનને ઉપકારી ગણવા યોગ્ય છે. જો બાહ્ય ઉપચરિત સાધનના નિમિત્તે અંતરમાં જાગૃતિ ન આવે તો, બાહ્ય સાધનને સાધનનો ઉપચાર પણ (લાગુ પડતો) નથી. પરંતુ તે આડંબર થઈ પડે છે. (૧૩૯૪) જીવ આત્મકલ્યાણનો નિશ્ચય / નિર્ધાર કરે તો તુરત જ પાત્રતા સહજ માત્રમાં પ્રગટે. શુદ્ધ પરિણમવાના અનંત સામર્થ્ય સ્વભાવ સ્વરૂપની પ્રતીતિ કરાવતું આ વિલક્ષણ’ અનુભવથી સમજવા યોગ્ય છે. આ અનંત સામર્થ્યરૂપ સ્વભાવનો પ્રભાવ છે; કે આ પ્રકારે સહજ માત્રમાં પાત્રતા પ્રગટે છે. જેના આધારે જીવને ઉપર ઉપરની દશા સહજ પ્રગટે છે. (૧૩૯૫) જ્યાં સુધી તત્ત્વ-અભ્યાસમાં ઉપર ઉપરથી પ્રશ્ન / જિજ્ઞાસા હોય છે. ત્યાં સુધી પ્રયોજન ઉપર લક્ષ હોતું નથી. તેથી પ્રાપ્ત સમાધાન કાર્યકારી થતું નથી. વા પ્રયોજનના તીક્ષ્ણ દૃષ્ટિકોણ વિના તત્ત્વના ઊંડાણમાં જવાતું નથી. ત્યાં સમાધાન પણ ઉપર ઉપર જ રહે, તેનો તે જ પ્રશ્ન રહ્યા કરે. (૧૩૯૬) પરોક્ષ જ્ઞાનીપુરુષના ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય જાણી અંગીકાર કરવા યોગ્ય છે. પરંતુ તેથી પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો નિષેધ આવે, તે યોગ્ય નથી. ઉપદેશ ગ્રહણ કરવા અર્થે પરોક્ષ જ્ઞાનીને પ્રત્યક્ષવત્ સ્વીકારવામાં લાભ છે, હાનિ નથી. તેમને પ્રત્યક્ષ ગણી ભક્તિ કરવામાં પણ હાનિ નથી. પરંતુ તેવા પ્રકારમાં જો યથાર્થતા હોતી નથી, તો પ્રત્યક્ષ જ્ઞાનીનો અસ્વીકાર થઈ, વિરોધ આવે છે, તે મોટો વિપર્યાસ છે. (૧૩૯૭) Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ અનુભવ સંજીવની / જેમ સમકિતનું મૂળ સત ની પ્રતીતિ છે. તેમ આત્મજ્ઞાનનું મૂળ આત્મવિચાર છે, આત્મકલ્યાણનો નિર્ધાર છે, જેથી યથાર્થતા ઉત્પન્ન હોય છે. જેમ સત્પુરુષની પ્રતીતિ, અને સ્વરૂપની અનુભવશે પ્રતીતિરૂપ કારણમાં કાર્યનો ઉપચારથી તેને સમકિત કહેવાય છે, તેમ આત્મવિચારરૂપ યથાર્થ સુવિચારણારૂપ કારણમાં આત્મજ્ઞાનનો ઉપચાર કરવામાં યથાર્થતા છે. બન્ને પ્રકારના પરિણામો સમકાળે હોય છે. પરિપૂર્ણદશારૂપ પરમાત્મપદનો આ નક્કર પાયો છે. જે પાયાની મજબૂતાઈ ઉપર સિદ્ધપદ સુધીનું ચણતર થાય છે. મુમુક્ષુજીવ માટે આ મહત્વપૂર્ણ ભૂમિકા પૂરી તાકાતથી ઉપાસનીય છે; પૂરા ઉદ્યમથી પ્રાપ્ત કરવા યોગ્ય છે. (૧૩૯૮). જાન્યુઆરી - ૧૯૯૫ આ સંસારની અશરણતા, અનિત્યતા, અસારતા આદિ ભાસ્યા વિના જીવ સંસારથી પાછો વળી આત્મકલ્યાણના માર્ગે ચડી શકે નહિ. અંતરના ઊંડાણથી, – કોઈપણ પ્રકારના રાગ-દ્વેષ પૂર્વક નહિ. – આમ થવું ઘટે. (૧૩૯૯). આપ્તપુરુષ / સજીવનમૂર્તિની મુદ્રા - અવલોકનથી, “સ્વરૂપાવલોકનદૃષ્ટિ પરિણમે છે. પ્રત્યક્ષયોગનું આ સર્વોત્કૃષ્ટ મહાભ્યરૂપ રહસ્ય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદૃષ્ટિ પરિણમે છે. પરિણમન' પરિણમનને ઉત્પન્ન કરે છે – આ સિદ્ધાંત અત્રે પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. (૧૪૦૦) / આત્માને નિર્મળ થવાને અર્થે આત્મારૂપ એવા જ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિયોગ રૂપ સંગ– એ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. ઘણાં શાસ્ત્રોનો તથા તીર્થંકરદેવનો માર્ગબોધ જોવા જતાં એ જ છે. એવા માર્ગબોધ ઉપર કોઈ મહાભાગ્યનું લક્ષ જાય છે, તે સંસાર તરી જાય છે, સુગમપણે કરી જાય છે. (૧૪૦૧) જિજ્ઞાસા - સત્પુરુષને ઓળખવાની યોગ્યતા કેવી હોય ? સમાધાન :- સત્ સમાગમના યોગથી, અલૌકિક પુણ્યોદયથી, કાંઈક તથા પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થયે, દઢ મોક્ષેચ્છાથી મોક્ષાર્થીપણું પ્રગટ થયા પછી, પ્રત્યક્ષયોગમાં પ્રાપ્ત ઉપદેશને અવધારણ - અમલીકરણ કર્યું, અંતર સ્વરૂપ પ્રત્યેની વૃત્તિનું પરિણમન થયે, અર્થાત્ બાહ્યદૃષ્ટિ - વૃત્તિ જવાથી – બાહ્ય ત્યાગ અને જ્ઞાનના બાહ્ય ક્ષયોપશમનો મહિમા જવાથી જે દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય) જીવ જ્ઞાનીના અંતર (સમ્યક) પરિણમનને અંતર્મુખતાને અને વીતરાગતાને ઓળખી શકે. તદર્થે સમાગમની Page #420 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૬૫ વિશેષ અપેક્ષા છે. (૧૪૦૨) / ગુણદોષના પ્રકરણમાં બુદ્ધિગમ્ય વિષય હોવાથી તેનો વિધિ-નિષેધક ઉપદેશ ઉપદેશક થઈ જીવો કરે છે, તેમાં વાફ પટુતા અને યુક્તિ - દ્રષ્ટાંત દ્વારા આમ સમાજ આકર્ષાય છે. પરંતુ ગુણને આવિર્ભાવ પામવાનું વિજ્ઞાન, માત્ર આત્મજ્ઞ જ્ઞાની પુરુષ સિવાઈ અન્યત્ર નહિ હોવાથી, તે ઉપદેશ સફળપણાને પામતો નથી. ત્યાં, વિધિની નવી ભૂલ બુદ્ધિપૂર્વકની ઉત્પન્ન થાય છે. તેથી ઉન્માર્ગની ઉત્પત્તિ થાય છે, જે સામાન્ય જનને સમજાતું નથી, તત્વજ્ઞ તે જાણે છે. (૧૪૦૩) - “જ્ઞાનીના માર્ગને અનુસરવાનો જ જેનો નિશ્ચય છે, તે સહજ ઉન્માર્ગથી અને સ્વચ્છંદથી બચી જાય છે. તેને સન્માર્ગ સુગમતાથી પ્રાપ્ત થાય છે. (૧૪૦૪) સમ્યકદર્શન આદિ મોક્ષમાર્ગની અંતરથી ભાવના થઈ હોય – જરૂરત લાગી હોય તેને પરિભ્રમણ કે જે અનંતકાળથી થઈ રહ્યું છે, તેની ચિંતના થઈ આવે છે, તેવી ચિંતના વર્ધમાન થઈ વેદના ઝૂરણામાં પરિણમે છે, ત્યારે તે જીવન દર્શનમોહ ગળવાની શરૂઆત થઈ, યથાર્થ ઉન્નતિ ક્રમમાં પ્રવેશ થાય છે. તે સિવાઈ યથાર્થતાનો પ્રારંભ બીજા કોઈ પ્રકારે થતો નથી અથવા વર્તમાન અને ભાવિ સંયોગોની ચિંતાના ઘેરાવામાંથી યથાર્થ પ્રકારે જીવ બહાર આવી શકતો નથી, અને તે ઘેરાવામાં રહીને જે કાંઈ ધર્મ-સાધન કરાય છે તે નિષ્ફળ જાય છે, કારણ તેમાં ક્રમ વિપર્યાય છે અથવા તે કલ્પિત સાધન છે. (૧૪૦૫) - કોઈપણ જીવને જ્યાં પ્રેમ છે, ત્યાં તે પ્રેમમૂરત આત્માને એકાગ્રતા થાય છે. જેને સગુણનો પ્રેમ છે, તેને સદ્ગણી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય તે સહજ-સ્વાભાવિક છે. આત્મા સ્વયં દિવ્યગુણોનો ભંડાર છે. જેને તેમ ભાસે છે, તેને નિજ સ્વરૂપનો પરમ પ્રેમ પ્રગટ થઈ, સહજ એકાગ્રતા સધાય છે. એકાગ્રતા માટે કૃત્રિમ પ્રયાસ યોગ-ધ્યાનાદિ કર્તવ્ય નથી. કારણકે પ્રેમ વિના વાસ્તવિક એકાગ્રતા થતી નથી. (૧૪૦૬) ફેબ્રુઆરી - ૧૯૯૫ એ સત્પુરુષના યોગે જીવ ભવભ્રમણની ચિંતનામાં આવી માર્ગ પ્રત્યેના યથાર્થ ક્રમને પામે છે, તો કોઈ જીવ ભવભ્રમણથી છૂટવા અર્થે માર્ગદષ્ટા સતુપુરુષને શોધે છે, બન્ને પ્રકારે આત્મોન્નતિ સંભવિત છે. (૧૪૦૭) Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ અનુભવ સંજીવની - એક મરણની અથવા મૃત્યુના કારણની જીવને જેટલી ગંભીર ચિંતા થઈ જાય છે, તેથી અલ્પ ચિંતા અનંત જન્મ-મરણ અને તેના કારણની, પણ ન થતી હોય ! તો જીવને માર્ગ કયાંથી સૂઝે ? અથવા તેને દઢ મોક્ષેચ્છા ક્યાંથી પ્રગટ થાય ? (૧૪૦૮) - સંસ્કાર નયે આત્મા અન્ય પદાર્થના સંસ્કાર ઝીલનારો છે.” (પ્રવ. સાર.) - આ જીવનો પર્યાય સ્વભાવ છે. તેથી મુમુક્ષુને સંગનો વિવેક હોવો આવશ્યક છે. સંગની અસર લાગે જ છે. તેથી વિવેકી સત્સંગનો આશ્રય કરે છે. અન્ય સંગના યોગે આ જીવ અસંગ સ્વરૂપને ભૂલ્યો છે. ઉક્ત સિદ્ધાંતને લીધે શ્રીગુરુના ચરણ સાનિધ્ય સેવનનો શ્રી જિનનો ઉપદેશ છે, જે પરમ હિતકારી (૧૪૦૯). છે પ્રશ્ન :- પરમાગમોમાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વનો ઉલ્લેખ કેમ એટલો જોવામાં આવતો નથી? ઉત્તર :- જેમ મહાન શાસ્ત્રો તે કાળે સંક્ષિપ્ત સૂત્રોથી રચાયા અને વિસ્તારની શાસ્ત્રકર્તાને જરૂર ન જણાઈ, તેમ આ સામાન્ય સમજની વાત કહેવા • ભાર દેવા જેવું ન લાગ્યું હોય ! તેમ સંભવ છે. પરંતુ તેથી વસ્તુસ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. કોઈપણ મહાત્માનો અભિપ્રાય તે સર્વ આખપુરુષોનો અભિપ્રાય છે. તે નિઃશંક છે. ખરેખર તો આવી વાત સત્પરુષે પોતાને કહેવાનો - કહેવા જેવો હીણો સમય આવ્યો તે સ્થિતિ ઘણી કરુણાજનક છે ! છતાં તેમાં પણ વિવાદ થાય ! હે ! પ્રભો ! કેવો કળીયુગ ! (૧૪૧૦) જે ઘણું કરીને સર્વ ધર્મમતમાં સદ્ગણનો આદર અને અવગુણનો અનાદર માન્ય છે અને તદર્થે સર્વ ધર્મમાં સ્વમતી પ્રમાણે પ્રતિપાદન પણ જોવામાં આવે છે. પરંતુ આ પર્યાય આશ્રિત બોધ ગ્રહણ કરતાં, દ્રવ્યદૃષ્ટિના અભાવમાં પર્યાયમાં જે તે ગુણ ગ્રહણ થતાંની સાથે જ, પર્યાય દષ્ટિને લીધે, તેનું અહમ્ પણ સાથે થઈ આવે છે, જે અનિવાર્યપણે થાય છે, તેનું નિવારણ કેમ થાય? તે તરફ સમ્યક જ્ઞાન વિના સમજી શકાય તેવું નથી. તેથી જ જિનમાર્ગને વિષે સમ્યકત્વના મહિમાનું અલોકિક પ્રતિપાદન છે. તેવું અન્યમાં તે વિષયનું ક્યાંય પ્રતિપાદન નથી. (૧૪૧૧) જૈન શાસ્ત્રના ઉપદેશ બોધને ગ્રહણ કરવામાં પણ સમ્યકપણે પર્યાયનું અહમ્ ન થાયન થઈ જાય, તેવી સાવધાની રહેવી આવશ્યક છે, નહિતો અન્યમતની જેમ એકાંત થઈ, પર્યાય ઉપરનું વજન અસંતુલિત થઈ, સમ્યકત્વથી દૂર જવાનું બને છે અને પર્યાયનું અહમ્ ઉત્પન્ન થાય છે, દર્શનમોહની વૃદ્ધિ થાય છે. (૧૪૧૨) Page #422 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૬૭ ભવભ્રમણની ચિંતના ન થતી હોય તે જીવે, પોતાના પ્રતિબંધને સમજી – અવલોકીને દૂર કરવો ઘટે. જ્યાં સુધી પ્રતિબંધ હોય ત્યાં સુધી જીવ આગળ વધી શકતો નથી, અર્થાત્ યથાર્થ મુમુક્ષુતામાં પણ પ્રવેશ કરી શકતો નથી. (૧૪૧૩) જે સમ્યક્દર્શન માટે જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ અને સશાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ જ્યાં સુધી પરિણમનમાં સુધાર થવાના યથાર્થ ક્રમમાં સહજ પ્રવેશ ન થાય, ત્યાં સુધી તેનો અભ્યાસ પરલક્ષી સમજવા યોગ્ય છે. સ્વલક્ષી અભ્યાસ હોય તો તેની સીધી અસર પરિણમન ઉપર આવે જ છે. અર્થાત્ તે જીવ માત્ર વિચાર — વિકલ્પથી સંતુષ્ટ થતો નથી પરંતુ પરિણમન માટે પ્રયત્નશીલ રહે છે. (૧૪૧૪) Viણી પંચેન્દ્રિય જીવ તત્ત્વ સમજવા યોગ્ય ક્ષયોપશમ ધરાવે છે, પરંતુ ઘણું કરીને તે પરલક્ષી હોય છે તેથી તે સફળ થતો નથી. જ્યારે જીવમાં નિજ કલ્યાણની અંતરની ભાવનાથી નિર્મળતા આવે છે, ત્યારે આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ સાધ્ય થાય છે અને સમજણમાં યથાર્થતા આવે છે. ત્યાં સ્વલક્ષીપણું આવે છે. (૧૪૧૫) Vસપુરુષ પ્રત્યે પરમ વિનય (પરમેશ્વરબુદ્ધિએ) ઉત્પન્ન ન થવો, ત્યાં સુધી જીવને મુમુક્ષુતા વર્ધમાન થવાનો પ્રતિબંધ છે. પરમ પ્રેમાર્પણ થતાં તે પ્રતિબંધ મટે છે. જ્યાં સુધી આવો પ્રતિબંધ છે, ત્યાં સુધી યોગ્યતા રોકાઈ જાય છે. ચાર પ્રતિબંધ (સમાજ, કુટુંબ, શરીર, સંકલ્પ-વિકલ્પ) ઉપરાંત આ પાંચમો પ્રતિબંધ (પરમ વિનયની ન્યૂનતા) મટતાં માર્ગ મળે છે. - આ વસ્તુ સ્થિતિ છે. (૧૪૧૬) V સપુરુષ પોતાના પરિણમનની ન્યૂનતા ગમે તે શબ્દોમાં દર્શાવે, તેથી તેની મુખ્યતા મુમુક્ષુ જીવને થવી ન ઘટે, પરંતુ ઉલ્ટાની તેમાં તેમની સરળતા, નમ્રતા, આદિના દર્શન થઈ મહાનતાના દર્શન થવા ઘટે, પુરુષમાં ન્યૂનતા જાણતાં અભક્તિ થઈ . સ્વચ્છેદ થઈ, દર્શનમોહ વૃદ્ધિગત થાય છે. (૧૪૧૭) V જિજ્ઞાસા - ભેદજ્ઞાનનો પ્રયોગ મુમુક્ષુને ભાવભાસન થયાં પહેલાં કઈ રીતે થાય ? અને તેમાં આભાસ ઉત્પન્ન ન થાય, તેવી નિઃશંકતા રહે ખરી ? સમાધાન :- જો અવલોકન, આત્મકલ્યાણના લશે, યથાર્થ ચાલતું હોય, તો આભાસ ઉત્પન્ન થવાની શક્યતા નથી. કારણકે યથાર્થ અવલોકનમાં જ્ઞાનની નિર્મળતા કેળવાય છે. અવલોકન પદ્ધતિથી Page #423 -------------------------------------------------------------------------- ________________ - ૩૬૮ અનુભવ સંજીવની જ્ઞાનની શુદ્ધતા, વ્યાપકતા, અને વેદકતા દ્વારા ભિન્નતાનો અહેસાસ થાય તો સ્વભાવનું ભાવભાસન થવાનો અવસર આવે અને પ્રયોગથી પ્રાપ્ત વિકાસ દ્વારા નિઃશંકતા રહે છે. જ્યાં કલ્પિત ભાવો હોય, ત્યાં આભાસ હોય – થાય છે, અને શંકા રહે છે. (૧૪૧૮) માર્ચ - ૧૯૯૫ Wજ્ઞાનીની વાણીમાં પોતાની જ્ઞાનદશાની વાત આવે છે અને પોતાની ભૂતકાળમાં અનુભવેલી મુમુક્ષુ ભૂમિકાની વાત પણ આવે છે. મુમુક્ષુજીવને મુમુક્ષુ ભૂમિકાની વાત / વિષય વિશેષ પ્રયોજનભૂત અને ઉપકારી છે – તેવો અનુભવ મુમુક્ષુને થવો ઘટે છે, નહિ તો યથાર્થતા નથી. તેમાં પણ કોઈ ઉત્તમ મુમુક્ષનો પ્રત્યક્ષ યોગ વિશેષ ઉપકારી થાય છે, કારણકે તેવી ઉત્તમ યોગ્યતા . પરિણમન પ્રત્યક્ષ જોવા મળે છે અને તેથી તેની અસર તુરત બહુ સારા પ્રમાણમાં થાય છે. અહીં પણ પ્રત્યક્ષ પરોક્ષનો નિયમ કાર્યકારી થાય છે. વાણી તો પરોક્ષ છે. - આ સત્સંગ રહસ્ય છે. (૧૪૧૯) પરિણામનો સ્વભાવ એકત્ર કરવાનો છે. – સ્વરૂપમાં જ એકત્વ રહે તેવો દ્રવ્ય . સ્વભાવ છે, પરંતુ સ્વભાવથી અજાણ એવો આ જીવ અનાદિથી પરમાં એકત્ર કરી – મમત્વ કરી દુઃખી થઈ રહ્યો છે. (૧૪૨૦) એ જીવને અનાદિથી સંયોગની કામના, સુખબુદ્ધિને લીધે રહી છે, જેથી આત્મકલ્યાણનાં સાધનો સત્સંગાદિ નિષ્ફળ ગયા છે. જેના વચનયોગના બળે જીવ નિર્વાણમાર્ગને પામે તેવી સજીવનમૂર્તિનો અનેકવાર યોગ થવા છતાં, તેની ઓળખાણ એકવાર પણ થઈ નથી. ક્વચિત્ જીવે ઓળખવા પ્રયાસ કર્યો છે પરંતુ ઉક્ત સુખબુદ્ધિ રાખીને કર્યો છે, તેથી દૃષ્ટિ મલિન રહી છે, તેથી અંતરદૃષ્ટિના અભાવમાં જ્ઞાનીપુરુષની ઓળખાણ થઈ નથી થતી નથી. સંયોગની કામનાએ જીવની બાહ્ય દૃષ્ટિ રહ્યા કરે છે. જેથી જ્ઞાનીની અંતર પરિણતિ દેખાતી નથી. (૧૪૨૧) - મહાત્મા કદાચિતુ પોતાના અલ્પદોષને મોટા કરીને દેખાડે છે, પરંતુ મુમુક્ષુજીવે તે ગણવા યોગ્ય નથી, અર્થાત્ દોષની ગણનાએ અભક્તિના પરિણામ થાય, તેમ થવું ઘટતું નથી. પરંતુ તેવા વચનોમાં તે મહાત્માની સરળતા, નમ્રતા, નિર્દોષતા આદિ સદ્ગણોનાં દર્શન કરવા યોગ્ય છે. (૧૪૨૨) સપુરુષની યથાર્થ ભક્તિ પ્રગટ થયે, તેમની આત્મચેષ્ટામાં જ વૃત્તિ રહે, તેમના અંતર Page #424 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૬૯ પુરુષાર્થનું બહુમાન નિરંતર રહ્યા કરે, તે જ નજરાયા કરે - તેમના અપૂર્વગુણ દૃષ્ટિગોચર થતાં, સ્વચ્છંદ અને પ્રતિબંધ મટે, અને સહજ માત્રમાં આત્મબોધ પ્રગટે, તેવી ભક્તિને નમસ્કાર હો ! પુનઃ પુનઃ નમસ્કાર હો !! (૧૪૨૩) V મુમુક્ષુજીવ માર્ગ પ્રાપ્તિ અર્થે આગળ વધવા ઈચ્છે ત્યારે ‘આગળ કેમ વધવું ?” તે વિષયના પ્રશ્નો જ્ઞાનીને પુછે, પરંતુ જે પ્રકારના પ્રતિબંધને લીધે અટકવું થાય છે, તે પ્રકારના દોષનું નિવેદન પણ ન કરે અને માત્ર પ્રશ્નોના ઉત્તર મેળવી, આગળ વધવા ચાહે, ત્યાં યથાર્થ માર્ગ પ્રાપ્તિની ભાવનાનો સદ્ભાવ નથી. ખરેખર જેને જરૂરત લાગી હોય, તેને તેવી ભૂલ થતી નથી. (૧૪૨૪) આગમ વિવિક્ષાથી મતિ જ્ઞાનાવરણાદિનો જેટલો ક્ષયોપશમ (ઉઘાડ) થાય, તેટલું નિરાવરણપણું ગણાય, પરંતુ અધ્યાત્મ પદ્ધતિમાં, દેહાદિ અધ્યાસ મટે અને અન્ય દ્રવ્ય-ભાવમાં એકત્વ મટી, ઉપયોગ સ્વભાવમાં પરિણમે ત્યારે નિરાવરણપણું પ્રાપ્ત થાય છે, તેવા નિરાવરણપણાને ઉઘાડ વધવા ઘટવા સાથે સંબંધ નથી. (૧૪૨૫) આત્મકલ્યાણની ઈચ્છાથી ધર્મ સાધન કરનારે, એ વારંવાર તપાસવું ઘટે છે, કે ચાલતી પ્રવૃત્તિથી શું લાભ થયો ? જો યથાર્થતા અને નિર્મળતા જ્ઞાનમાં ન આવી હોય તો અવશ્ય કોઈ પ્રકારે વિપર્યાસ થઈ રહ્યો છે. તેમ વિચારવું ઘટે છે અને સત્યમાગમે તે વિપર્યાસ મટાડવો ઘટે છે. (૧૪૨૬) જેને આત્મકલ્યાણની મુખ્યતા હોય તેને આત્મકલ્યાણના મુખ્ય હેતુભૂત એવા સત્સંગની મુખ્યતા રહે. તે એવી કે સર્વ પ્રકારના પ્રતિબંધને ટાળી તે સત્સંગને ઉપાસે. જેને યથાર્થ સત્સંગને ઉપાસવાનો વિવેક / પ્રયાસ નથી, તેને ખરેખર આત્મકલ્યાણ કરવું નથી. (૧૪૨૭) આત્મ-પરિણામની નિર્મળતા થવા અર્થે સત્પુરુષની ‘નિષ્કામ ભક્તિ’ મુમુક્ષુને ઉત્કૃષ્ટ કારણ છે. આવી નિર્મળતા સમજણની યથાર્થતામાં અને પ્રયોજનની સૂક્ષ્મતાની અંગભૂત છે. (૧૪૨૮) // જેને મનોબળ હોય, તે પ્રથમ આત્મકલ્યાણનો દૃઢ નિર્ધાર કરે, તો તેવો દઢ મોક્ષેચ્છાનો ભાવ આત્મબળ ઉત્પન્ન થવાનું કારણ બને છે, નહિ તો પ્રાયઃ મનોબળ હઠ પ્રયોગનું કારણ બને છે. (૧૪૨૯) Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ અનુભવ સંજીવની કોઈપણ પરપદાર્થની વાંછા જીવના પરિણામમાં મલિનતા અને આકુળતા ઉત્પન્ન કરે છે, તેથી તેવી વાંછાપૂર્વકની ધર્મ-પ્રવૃત્તિ કાળે દૃષ્ટિ મલિન હોય છે, અને જે તે ધર્મ સાધન કરવા છતાં તે દૃષ્ટિથી આત્માને આવરણ આવે છે. (૧૪૩૦) એપ્રિલ - ૧૯૯૫ - જિજ્ઞાસા :- ઉત્કૃષ્ટ પાત્રતાવાન મુમુક્ષુ જ્ઞાની પુરુષને ઓળખી શકે, પરંતુ મંદ અથવા મધ્યમ દશાવાન મુમુક્ષુને વર્તમાન પ્રયોજનભૂત દૃષ્ટિકોણથી શું ઉપાય કર્તવ્ય છે ? સમાધાન - મંદ અથવા મધ્યમ દશાવાન મુમુક્ષુએ ઉત્કૃષ્ટ પાત્રતામાં આવવું ઘટે છે, અને તદર્થે તેણે ઉત્કૃષ્ટ પાત્રતાવાન મુમુક્ષુનો સંગ યથાર્થપણે કર્તવ્ય છે. - એક માત્ર કર્તવ્ય છે. કારણકે ઉત્કૃષ્ટ પાત્રતાવાનનું પરિણમન પ્રત્યક્ષ જોવા મળે છે. અને તેથી પરિણમનમાં આવવું સહજ બને (૧૪૩૧) V જિજ્ઞાસા – જે જીવ નિજ સ્વરૂપથી અજાણ છે, તે નિજ સ્વરૂપ સાથે કેવી રીતે પ્રેમ કરી શકે ? પોતાના આત્મા સાથે પ્રેમ કરવો તે પરાભક્તિ છે કે પોતાના પ્રભુ (ઉપકારી સપુરુષ) સાથે પ્રેમ (એક્ય ભાવ) કરવો તે પરાભક્તિ છે ? આવા પ્રેમનું યથાર્થ સ્વરૂપ કેવું હોય ? ઉત્તર :- મુમુક્ષુને પ્રથમ સ્વરૂપ નિશ્ચય પહેલાં પ્રત્યક્ષ ઉપકારી જ્ઞાની પ્રત્યે પ્રેમરૂપ ભક્તિ આવે છે, એક્યભાવને પ્રાપ્ત થાય તેવી અત્યંત ભક્તિ નિષ્કામભાવે ઉત્પન્ન થાય, તે જ તેનો આત્મા પ્રત્યેનો પ્રેમ છે, કેમકે તેના ભાવમાં સત્પુરુષ અને આત્મા જુદા નથી. તેનું જ નામ એક્યભાવ છે અથવા પરાભક્તિ છે. તેનું સ્વરૂપ એવું કે ઘડી એક પણ તેના વિયોગે રહેવું તે અસહ્ય થઈ પડે છે. પુરુષ જ તેનું જીવન થઈ જાય છે. (૧૪૩૨) - જિજ્ઞાસા – માત્ર પુરુષ નહિ, પરંતુ વર્તમાન ઉપકારી પુરુષ પ્રત્યે પરાભક્તિ ઉત્પન્ન થવા પહેલાં ભક્તિના જે પ્રકારો છે, તે પ્રકારો અને તેના આનુસંગિક પરિણામોનું સ્વરૂપ કેવું હોય ? સમાધાન – ઉપકારી સપુરુષ પ્રત્યે પરાભક્તિ ઉત્પન્ન થયા પહેલાં, પરમેશ્વરબુદ્ધિ પૂર્વક સર્વાઅર્પણતા, આજ્ઞાકારિતા સહિત અપૂર્વ બહુમાન અને અત્યંત ભક્તિના પરિણામો હોય છે. – આ પરિણામો ઘનીષ્ટ થઈ ઐક્યભાવે પરાભક્તિમાં પરિણમે છે. (૧૪૩૩) એ જિજ્ઞાસા – ઓઘભક્તિ અને યથાર્થ ભક્તિમાં શું ફરક છે ? ઓઘભક્તિના ગુણદોષ શું છે ? યથાર્થ ભક્તિ સાથેના આનુસંગિક પરિણામો કેવો હોય ? Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ અનુભવ સંજીવની સમાધાન ઃ— સત્પુરુષની ઓળખાણપૂર્વક યથાર્થ ભક્તિ હોય છે, અને ઓળખાણ વિના ઓભક્તિ હોય છે. ઓઘભક્તિ નિષ્કામપણે માત્ર આત્મહિતના લક્ષે હોય તો નિર્મળતા ઉત્પન્ન હોય છે, અને દર્શનમોહ પાતળો પડે છે અન્યથા (ભક્તિ રહિતને) સ્વચ્છંદાદિ દોષ, અહંભાવ વગેરે ઉત્પન્ન થાય છે પરંતુ ઓઘભક્તિનો અભાવ કરવાનું લક્ષ ન હોય તો દર્શનમોહ વધવા સંભવ છે, અથવા સકામપણું ઉત્પન્ન થવા સંભવ છે. યથાર્થ ભક્તિ આવ્યે સર્વાર્પણબુદ્ધિ થઈ, પંચવિષયાદિ પ્રકૃતિ દોષ મોળાં પડે. સ્વચ્છંદ, કદાગ્રહાદિ ટળે, સત્સંગ, આત્મરુચિ વગેરેના પરિણામો સહજ રહ્યા કરે. (૧૪૩૪) મુમુક્ષુની ભૂમિકામાં મુખ્યપણે વિપરીત અભિપ્રાયનું પરિણમન બદલાઈને યથાર્થતા આવે છે અને મોક્ષમાર્ગમાં સાધક જ્ઞાનીને આચરણનું પરિણમન યથાર્થ થાય છે. અભિપ્રાયમાં યથાર્થતા આવ્યા વિના કોઈ આચરણ બદલવા ઇચ્છે, તો તેમાં યથાર્થતા આવે નહિ. (૧૪૩૫) - આત્મસ્વભાવ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. તેથી સ્વભાવરૂપ પરિણમન પણ સૂક્ષ્મ છે. તેમાં પણ ઉપરની ભૂમિકામાં સૂક્ષ્મતા વિશેષ છે. સૌથી વધુ સૂક્ષ્મતા શુકલ ધ્યાનના પરિણામોની (આગમ પ્રસિદ્ધ) છે. તેથી જ બાહ્ય દોષિત પ્રવૃત્તિ કિંચિતમાત્ર ન હોવા છતાં પણ શુકલ ધ્યાન પરિણત સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની ઓળખાણ થવી અતિ દુર્ગમ રહી છે. બાહ્ય તત્ત્વથી અંતર આત્મગુણની ઓળખાણ થતી નથી. તેથી સામાન્ય મુમુક્ષુને સમોવસરણમાં વિરાજમાન જીવંત સ્વામીની ઓળખાણ થતી નથી. મુનિરાજ પણ નિષ્પરિગ્રહી હોય છે, તેમનું બાહ્યાચરણ પણ નિર્દોષ હોય છે. છતાં પણ તેમની ઓળખાણ નહિ થવાનું કારણ વિચારવા યોગ્ય છે. તેમનું અંતર પરિણમન અતિ સૂક્ષ્મ હોવાથી, સામાન્ય મનુષ્યને સમજાતું નથી. તેમને માત્ર સમ્યક્દષ્ટિ જ ઓળખી શકે છે. કેમકે તેમને પૂર્ણ સ્વરૂપની ઓળખાણ, અને અનુભવપૂર્વક સજાતિય પરિણમન પ્રગટ થયું છે. અવિરત સમ્યક્દષ્ટિની દશા અટપટી છે. અંતરમાં નિજ પરમાત્મ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ દશા પ્રગટ હોવા છતાં, બહારમાં પ્રારબ્ધ ઉદય પ્રમાણે વર્તતા હોય છે – તેથી જેને અંતરાત્મવૃત્તિ હોય તેને જ તેમની ઓળખાણ થઈ શકે, બાહ્ય દૃષ્ટિવાનને પ્રતીતિ આવી શકે નહિ. આ પરિસ્થિતિમાં સજીવનમૂર્તિની ઓળખાણ દુર્લભ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુનું પરિણમન સામાન્ય મુમુક્ષુને પકડાય તેવું હોય છે, અને તે ભૂમિકામાં પ્રેરણા સ્પદ હોય છે. તેથી વર્તમાન યોગ્યતામાં તેનું પ્રયોજનભૂત કાર્ય થવામાં તે નિમિત્તે પડે છે. તેથી સામાન્ય મુમુક્ષુને ઉત્કૃષ્ટ મુમુક્ષુનો સત્સંગ સીધો ઉપકારી થાય છે આ સત્સંગ રહસ્ય છે. (૧૪૩૬) Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ અનુભવ સંજીવની મે - ૧૯૯૫ V જેને સંયોગોની ચિંતા રહ્યા કરે, તે જડની ચિંતામાં પડ્યા છે, તેને ભવભ્રમણની / આત્માની ચિંતા થતી નથી. જે ભવભ્રમણની ચિંતાથી ઘેરાય છે, તેને સંયોગોની ચિંતા છૂટી જાય છે. (૧૪૩૭) Vદર્શનમોહનો અનુભાગ ઘટયા વિના, જે સિદ્ધાંત જ્ઞાનનો અભ્યાસ કરે છે, તે ક્રમભંગ પ્રવૃત્તિ દ્વારા પોતાને નુકસાન કરે છે, તેથી જ્ઞાની પુરુષે બોધેલા ક્રમક માર્ગે પ્રવર્તવું હિતાવહ છે. (૧૪૩૮) V અંતરની યથાર્થ ભાવનાપૂર્વક જે તે નિર્ણય / વિચારણા થાય છે – તેમાં યથાર્થતા હોય છે. પરંતુ ભાવુકતામાં આવનારના નિર્ણયમાં યથાર્થતા હોતી નથી. (૧૪૩૯) વર્તમાન ભૂમિકાથી આગળ વધવા માટે જે મુમુક્ષુની દૃષ્ટિ પ્રયોજનભૂતપણે કાર્ય કરે છે, ત્યાં યથાર્થતા છે. યથાર્થતા આવતા મુખ્ય ગુણોના પરિણમનમાં Coordination થાય છે. નાના દોષ પણ મોટા દેખાય છે, સરળતા, ગુણગ્રાહીપણું વગેરે આ ભૂમિકાના મુખ્ય લક્ષણ છે. (૧૪૪૦) પરલક્ષી તત્ત્વની સમજણ મુમુક્ષુને સંવેગ ઉત્પન્ન થવામાં કારણે થતી નથી. જ્યારે સ્વલક્ષી સમજણથી મુમુક્ષુને સંવેગ ઉત્પન્ન થઈ મુમુક્ષતા વર્ધમાન થવામાં કારણ પડે છે. સમજણ કરતાં સંવેગનું મહત્વ વિશેષ સમજવા યોગ્ય છે, (૧૪૪૧) / તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ચાલતા પરિણમન સાથે મીંઢવણી કરીને થવો ઘટે. અન્યથા તે અભ્યાસથી આત્મ પ્રત્યય લાભ નથી. (૧૪૪૨) છે. / પ્રતિબંધક ભાવો સામે ઉપદેશબોધ અને સિદ્ધાંતની વિચારણા અસરકારક નિવડે છે. તથાપિ જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહિ, ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહે છે. જીવને વિપરીત અભિપ્રાય બદલવા પૂરી શક્તિથી જજુમવું પડે છે, પછી જ માર્ગ માટેની સરળતા થાય છે. (૧૪૪૩) / યથાર્થ મુમુક્ષતા – દઢ મોક્ષેચ્છા તે સિદ્ધપદનું મંગળ શિલાન્યાસ છે. આ શિલાન્યાસનો ઉત્સાહ અનેરો છે – અપૂર્વ છે. (૧૪૪) Page #428 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૭૩ પરમાર્થમાર્ગનું મૂલ્યાંકન થવાથી, સંસાર સમસ્ત ગૌણ થાય છે અને સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મૂલ્યાંકન થાય છે. તથારૂપ યોગથી બીજજ્ઞાનની પ્રાપ્તિ થઈ આત્મસ્વરૂપનું મૂલ્યાંકન થાય છે. જેથી સ્વરૂપ મહિમા સહજ ઉત્પન્ન થાય છે. સ્વાનુભૂતિ તે સ્વરૂપ મહિમાની પર્યાય છે. ગુણસ્થાન અનુસાર તારતમ્ય ભેદ હોય છે. (૧૪૪૫) - કોઈપણ શરૂ કરાયેલા કાર્યની યથાર્થતાનું માપ, તે કાર્યના ઉદ્દેશ્ય – ધ્યેય સાથે સંબંધ ધરાવે છે. ધ્યેયનું સ્તર જેટલું ઊંચુ હોય, તેટલી કાર્યની પ્રક્રિયાનું સ્તર ઊંચુ અને યથાર્થ હોય છે. (૧૪૪૬) જૂન - ૧૯૯૫ સપુરુષનો ઘનિષ્ટ સંગ વધતો જાય, તેટલું તેમની અંદરનું રહસ્ય દેખાવા લાગે છે. ત્યારે નિર્મળ પ્રેમ અને એજ્ય ભાવ ઉત્પન્ન થઈ ઉન્નત પરિણામોનો પ્રયાસ થવા લાગે છે.(૧૪૪૭) V મિત્રતાનો સંબંધ હાસ્ય . વિનોદ પુરતો હોવો ઘટારત નથી. પરંતુ કોઈ કુમાર્ગે ચડે તો તેને રોકવો - તે મિત્રતા છે. અથવા સન્માર્ગે ચડાવે તે સાચી મિત્રતા છે. (૧૪૪૮) બાહ્ય ધર્મસાધનની પ્રવૃત્તિ આગળ વધવા માટે છે, જો જીવ આગળ ન વધે તો, તે પ્રવૃત્તિ રોકાવાનું નિમિત્ત થઈ જાય છે. કોઈપણ ધર્મ પ્રવૃત્તિ Routine બની જાય છે, ત્યારે પ્રાયઃ જીવો રોકાઈ જાય છે, તેથી ત્યાં જાગૃતિ આવશ્યક છે. (૧૪૪૯). મુમુક્ષતામાં નિજ હિતના પ્રયોજનની જેટલી સૂક્ષ્મ અને તીક્ષ્ણ પક્કડ રહે, તેટલી યથાર્થતા પરિણમનમાં રહે છે. - આ યથાર્થતા અંગેનું ધોરણ છે. (૧૪૫O) V પારિવારીક સંબંધ પરમાર્થે કલ્પિત છે. છતાં જગતમાં તે વાસ્તવિક મનાય છે. જે માન્યતા અધોગતિનું કારણ છે. મુમુક્ષુને સમવિચારવાળા પરિવાર સાથે સાધર્મ સંબંધ હોવા યોગ્ય છે. સંસાર સંબંધે આ જીવે પરિણામ કરીને અનંતવાર દુર્ગતિમાં જઈ અકથ્ય દુઃખો ભોગવ્યા છે – છતાં અજ્ઞાન વશ ફરી ફરી તેવું કરે છે. (૧૪૫૧) પરિભ્રમણની ચિંતના / ઝૂરણા થયા વિના યથાર્થ ઉદાસીનતા અને મુમુક્ષતાનો ક્રમ શરૂ થાય નહિં. તેથી સ્વચ્છંદ ત્યાગી જ્ઞાનીના માર્ગે વર્તવું યોગ્ય છે. (૧૪૫૨) Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ અનુભવ સંજીવની - લોકસંજ્ઞા એ તીવ્ર બાહ્ય વૃત્તિ છે. જે જીવને અંતર્મુખ થવામાં બાધક છે. - પ્રતિકૂળ છે. તેથી તે મોટુ અનિષ્ટ અને આત્માને અત્યંત આવરણનું કારણ સમજવા યોગ્ય છે. (૧૪૫૩) સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિએ ઉત્કૃષ્ટ ભક્તિ પ્રાપ્ત થવા છતાં તે દશાનું અહમ્ થતું નથી, કારણકે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ સાથે સાથે જ ઉત્પન્ન થાય છે. – આ અદ્ભુત સમ્યફ / યથાર્થ સ્થિતિ છે. નહિ તો ભક્તિવાનને પણ ભક્તિનું અહમ્ આવતાં વાર લાગે નહિ. યથાર્થ મુમુક્ષતામાં સહજ આવું હોય છે. અર્થાત્ બધા પડખા યથાર્થ હોય છે. (૧૪૫૪) આત્મ ઉન્નતિના ક્રમમાં યથાર્થપણે પ્રવેશ થવાથી, સહજ ઉપરની દશામાં પ્રવેશ થતો જાય છે, તેથી પછી શું કરવું ? તેવી સમસ્યા ઘણું કરીને રહેતી નથી – અથવા સહજતાને લીધે, કૃત્રિમ / કતૃત્વના ભાવો આવતા નથી. જેમકે પરિભ્રમણની ઝૂરણાથી યથાર્થ ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે અને કાર્ય સહજ ચાલતું હોવાથી, શું કરવું –એ સમસ્યા ઉદ્ભવતી નથી. (૧૪૫૫) જુલાઈ - ૧૯૯૫ મુમુક્ષુની પ્રત્યેક ભૂમિકામાં યથાર્થતા, આવે તો તે વિકાસને પ્રાપ્ત થઈને સમ્યકત્વમાં પરિણમે છે. તેથી મુમુક્ષુ ભૂમિકાની યથાર્થતા સાધક છે અને સમ્યકત્વ સાધ્ય છે. (૧૪૫૬) - પરિભ્રમણની વેદના – એ પરિભ્રમણના કારણભૂત ભાવો અંગેનો પશ્ચાતાપ છે, જેનાથી અંતઃકરણની શુદ્ધિની પ્રક્રિયા થાય છે, વિપરીત અભિપ્રાયોમાં ફેર પડે છે, પ્રતિબંધ ઢીલા પડે છે, અને યથાર્થ ઉદાસીનતાપૂર્વક દર્શનમોહ મંદ થવાની શરૂઆત થાય છે. (૧૪૫૭) જે કોઈપણ દોષનું માપ, તે દોષ પાછળના અભિપ્રાયથી સમજાય છે. અભિપ્રાય સમજ્યા વિના તે પરિણામો યથાર્થપણે મપાતા નથી. પરિણમનમાં અભિપ્રાયનું મહત્વ ઘણું છે. જ્યાં સુધી વિપરીત બુદ્ધિએ સત્સંગાદિ ધર્મ સાધન કરવામાં આવે છે, ત્યાં સુધી તે સફળ થતાં નથી. (૧૪૫૮) - મુમુક્ષુઓએ સત્સંગમાં બે પ્રકારે પ્રવર્તવા યોગ્ય છે. એક, પોતાની વર્તમાન ભૂમિકાથી આગળ વધવાના ક્રમ અંગેનો પ્રયાસ, અને બીજુ સત્પરુષના ગુણાનુવાદ દ્વારા તેમના પ્રત્યે બહુમાન ઉપકારબુદ્ધિ વર્ધમાન થાય, તેવો પ્રકાર, - આ બંન્ને પ્રકાર નિર્મળતાનું કારણ છે. (૧૪૫૯), / જૈનદર્શનના પાયામાં જન્મ-મરણનો નાશ કરવાનો સિદ્ધાંત અને પ્રયોગ છે. જે સ્વ- લક્ષીપણાના Page #430 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૭૫ શિસ્ત પાલનથી ઉપાસવામાં આવતાં સિદ્ધ થાય છે. જગતવાસી જીવો પુણ્ય-પાપને મુખ્યપણે જુએ છે, તેથી શ્રદ્ધા જ્ઞાનની મુખ્યતા રહેતી નથી. પરંતુ પ્રથમ શ્રદ્ધા-જ્ઞાન યથાર્થ થવા ઘટે છે. જેથી આચરણ સ્વતઃ યથાર્થ થાય. (૧૪૬૦) / અજ્ઞાન અને દર્શન પરિષહની તીવ્ર વેદના અંતઃકરણની શુદ્ધિનું યથાર્થ કારણ છે. તે થવા અર્થે વારંવાર સ્મરણમાં લેવા યોગ્ય બાબતો નીચે મુજબ છે. * પૂર્વે કરેલા અપરાધોનો ખરા અંતઃકરણથી પશ્ચાતાપ. * ભાવિ ભયંકર પરિભ્રમણની ચિંતા. * નિજ પરમાત્માનો વિયોગ. * સ્વરૂપની શાંતિની અપ્રાપ્તિનો ખેદ. * અશરણભૂત અને અસારભૂત પદાર્થોમાં આ જીવ પ્રીતિ કરી રહ્યો છે, તેનો ખેદ. (૧૪૬૧) TV પરમાર્થમાર્ગ અનુભવ પ્રધાન છે. તેથી મુમુક્ષુજીવે અનુભવ પદ્ધતિથી જ સ્વકાર્ય કરવું જોઈએ. જો અનુભવ પદ્ધતિનો પ્રારંભ થાય તો કદી બૌદ્ધિક Approach દ્વારા આગળ વધવાનો પ્રયાસ ન કરવો જોઈએ, નહિતો અયથાર્થતા આવી જાય, અને આગળ વધી શકાય નહિ પરંતુ ભૂલથી અટકી જવાશે. Feeling stageની નાજુક પરિસ્થિતિ હોય છે. તેમાં બોદ્ધિક પ્રયાસથી દૂર રહી, માત્ર વેદનથી જ આગળ વધવું જોઈએ. – તેમ સહજ થવું ઘટે. યથાર્થતામાં એમ જ થાય. (૧૪૬૨) – જ્ઞાની પુરુષના વચન આગમ જ છે. તેવો દૃઢ વિશ્વાસ ન હોય તેને શાસ્ત્રની સાક્ષી મેળવવાનો વિકલ્પ આવે છે તે “શાસ્ત્ર સંજ્ઞા' નામનો દોષ છે – આવો દોષ સ્વચ્છેદરૂપ હોવાથી મહાદોષ છે. જેમાં જ્ઞાની પ્રતિ અવિશ્વાસ રહ્યો છે. (૧૪૬૩) Imp Pસપુરુષ, મુમુક્ષજીવને, સર્વસ્વપણે વર્તે છે. ત્યારે એક્યભાવને લીધે પરદ્રવ્યપણે ભાસતા નથી, કેમકે પરાભક્તિ અભિન્નભાવે હોય છે–આવું જે સપુરુષનું અવલંબન તે આ ભૂમિકાનું અધ્યાત્મ છે. આગમ પદ્ધતિએ સપુરુષનું પરદ્રવ્યપણું તે માત્ર જાણવાનો વિષય છે. (૧૪૬૪) ૧ નિજ પરિણામોનું અવલોકન બે પ્રકારે હોય છે; રાગપ્રધાન અને જ્ઞાનપ્રધાન. રાગ પ્રધાનતામાં યથાર્થતા હોતી નથી. જ્ઞાન પ્રધાનતામાં યથાર્થતા હોય છે. (૧૪૬૫) Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ અનુભવ સંજીવની ગસ્ટ - ૧૯૯૫ જ્યારે જીવ જન્મ-મરણની ચિંતના / વેદનાપૂર્વક મુક્ત થવાની ભાવનામાં આવે છે, ત્યારે જ તે યથાર્થ સમજપૂર્વક સહજ પુરુષાર્થને યોગ્ય થાય છે, અથવા સંવેગને પ્રાપ્ત થાય છે. (૧૪૬૬) પુણ્યનું મૂળ સ્વરૂપ અલૌકિક છે. પરંતુ રુઢિગત તે વિકૃતપણે પ્રસિદ્ધ છે. સત્પુરુષના અનુગ્રહે પાત્ર જીવને શાતા ઉપજે છે, જગતના ત્રિવિધ તાપથી જીવ દૂર થઈ શાતાનો અનુભવ કરે છે, તેવો સત્પુરુષનો અપૂર્વયોગ તે ખરું પુણ્ય છે. જે પુણ્ય યોગે જીવ પૂર્ણપદ પામશે. (૧૪૬૭) મુમુક્ષુને ભલે બેહદ ઉપકારબુદ્ધિ વર્તે, પરંતુ સત્પુરુષને તો, પોતે કાંઈ જ ઉપકાર કર્યો નથી . તેવો ભાવ વર્તે છે. તેથી તેઓ અંતરંગમાં નિસ્પૃહ હોય છે જ્ઞાનીપુરુષની આ ગુપ્ત આચરણા છે. (૧૪૬૮) - મુમુક્ષુના પરિણામોમાં ચડાણ-ઉતાર થયા કરે છે, તેનું કારણ હજી ચડતી શ્રેણીમાં આવેલ નથી. પરિણામમાં દોષ થાય, અને તેનો બચાવ થાય, તો તે દોષ અભિપ્રાય સહિત જાણવા યોગ્ય છે, જો અભિપ્રાય વિરુદ્ધ દોષ થાય, તો તેનો બચાવ ન થાય, પરંતુ ખેદ થાય, અભિપ્રાયના બહાને બચાવ થાય, તે અભિપ્રાયની ભૂલ છે. (૧૪૬૯) ભૂમિકા પ્રમાણ આત્મભાવના હોવા યોગ્ય ૧. પ્રારંભમાં આત્મકલ્યાણની અપૂર્વ ભાવના અંતરના ઊંડાણની હોય છે. પછી ૨. સ્વરૂપ પ્રાપ્તિ અર્થે સત્પુરુષની પરાભક્તિ ઉત્પન્ન થવારૂપ ભાવ - તે પણ આત્મભાવના છે. ત્યારબાદ ૩. બીજજ્ઞાનમાં સ્વરૂપ લક્ષ થતાં સ્વરૂપનો અપૂર્વ મહિમારૂપ આત્મભાવના હોય છે, જેના ૪. ફળ સ્વરૂપે સ્વરૂપ લીનતારૂપ આત્મભાવના હોય છે. ૫. મોક્ષમાર્ગમાં સ્વરૂપ સમાધિ તે આત્મભાવના છે. (૧૪૭૦) મુમુક્ષુએ સ્વલક્ષી પરિણામ અર્થે અન્ય મુમુક્ષુની અયોગ્યતા – યોગ્યતાનું માપ ન કાઢવું જોઈએ. અન્યને માપવાની ક્ષમતા મુમુક્ષુ – ભૂમિકામાં હોતી નથી, છતાં પરલક્ષીપણાથી તેવી અનઅધિકૃત ચેષ્ટા જીવ કરે તો તેથી અવશ્ય પોતાને નુકસાન થાય છે. સ્વલક્ષી પરિણમનવાળાને સહજ તેવી અપ્રયોજનભૂત પ્રવૃત્તિ થતી નથી. (૧૪૭૧) યથાર્થ પ્રકારે નિજદોષના અવલોકનથી જીવનો સ્વચ્છંદ ઘટે છે. અથવા નાશ પામે છે. ત્યારે Page #432 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૭૭ બીજજ્ઞાન / સ્વરૂપ નિશ્ચયને યોગ્ય નિર્મળતા / ભૂમિકા થાય છે. સ્વરૂપની ઓળખાણ થવાની આ એકમાત્ર અનુભવ પદ્ધતિ છે. (૧૪૭૨) * કોઈ જીવ નિજદોષના અવલોકનપૂર્વક મુમુક્ષુતામાં આગળ વધે છે, ત્યાં સ્વચ્છંદ ઘટે છે, અને ચંચળતા ઓછી થઈ, પરિણામમાં બાહ્ય શાતા આદિ વર્તે છે, તે જો પ્રિય લાગે અને તેની મુખ્યતા વર્તે, તો જીવની યોગ્યતા રોકાઈ જાય છે. કારણકે ત્યાં હજી બાહ્ય સુખની અપેક્ષા ગઈ નથી, તેથી માનસિક શાંતિ ઠીક લાગી તે લૌકિક સુખની જાતિ એક જાતિનું સુખ પ્રિય લાગ્યું. ત્યાં આત્મા ‘સત્-પરમાનંદરૂપ’ છે, એમ નિશ્ચય નથી. તેમ જ તેવો નિશ્ચય થવામાં, ઉક્ત ભાવોની મુખ્યતા પ્રતિકૂળ છે. વાસ્તવમાં તો અપૂર્વ જિજ્ઞાસાવૃત્તિએ સ્વરૂપ નિશ્ચય થવામાં પરિણામો લાગવા જોઈએ. ઉદાસીનતા વૃદ્ધિગત થવી જોઈએ. (૧૪૭૩) - * ક્ષયોપશમજ્ઞાનનો ઉપયોગ બે પ્રકારથી થાય છે. વિચારણામાં અને પ્રયોગમાં જયાં સુધી પ્રયોગમાં ક્ષયોપશમ ન લગાવવામાં આવે ત્યાં સુધી યથાર્થતા આવે નહિ અથવા વાસ્તવિક વસ્તુ – સ્વરૂપ સમજવામાં આવે નહિ. મોક્ષમાર્ગની પ્રાપ્તિ સુધીમાં, માત્ર બૌદ્ધિક સ્તરે જ પ્રયાસ કરવામાં આવે તો સફળતા મળે નહિ. સાચી મુમુક્ષુતામાં પ્રયોગ પદ્ધતિની પ્રધાનતા હોય છે. તે જ સાચી કાર્ય પદ્ધતિ છે. (૧૪૭૪) જિજ્ઞાસા : વિચારથી સમજાય છે કે વેદનમાં આવવું જોઈએ, પણ તેમ છતાં અવાતું નથી, તો શું કરવું? કેમ વેદનમાં અવાતું નથી ? સમાધાન : પરલક્ષી વિચારણા હોવાથી, પરિભ્રમણની ભયંકર વાસ્તવિકતા લાગતી નથી જો પોતાને સામેલ (Involve) કરવામાં આવે તો પરિભ્રમણની ચિંતના / વેદનાપૂર્વક ઝૂરણા આવ્યા વિના રહે નહિ, – વેદનાને રોકી શકાય નહિ. એક મરણની ગંભીરતા ભાસે, તો અનંત મરણની કેમ ન ભાસે ? (૧૪૭૫) સપ્ટેમ્બર - ૧૯૯૫ -જિજ્ઞાસા : સત્સંગમાં પણ યથાર્થ સત્સંગ જ ઉપાસવા યોગ્ય છે. પરંતુ સામાન્ય મુમુક્ષુને આ યથાર્થ સત્સંગ છે કે કેમ ? તે કેમ સમજવું ? સમાધાન : સામાન્ય મુમુક્ષુને સત્સંગની (અન્યની) પરીક્ષા થવી સહેલી નથી. તેથી તે મુશ્કેલ લાગે, પરંતુ જો પોતાની ભાવના આત્મકલ્યાણની હોય તો, તે ભાવનાનું પોષણ થતું લાગે, તો તે ઉપરથી તે સત્સંગ ઉપાસવા યોગ્ય છે તેવો નિશ્ચય થાય પરંતુ પોતાનો અમુક રાગ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ અનુભવ સંજીવની કે અભિપ્રાયના પોષણ માટે, સત્સંગ થવો ન ઘટે. તેમજ આત્મરુચિને પોષણ ન મળતું હોય તો તે સંગ છોડી દેવા યોગ્ય છે. (૧૪૭૬) આત્માર્થી જીવને ઉદય પ્રસંગમાં વારંવાર હારવાનું બને, પરંતુ જો સત્પુરુષના સમાગમરૂપ યોગ બને તો તે ઉદય પ્રસંગે સંઘર્ષ કરીને અંતે વિજય મેળવીને જ જંપે છે. અને આ પ્રકારે પ્રકૃતિને તોડતો તે આગળ વધે છે. યદ્યપિ પ્રકૃતિ સામે લડવામાં પરિશ્રમ ઘણો લાગે છે, તથાપિ સાચો આત્માર્થી પૂરી શક્તિથી ઉદ્યમ કરે છે. (૧૪૭૭) ૧૫ તીવ્ર અશાતાના ઉદયમાં જો જીવને યથાર્થ સત્સંગ યોગ રહે, તો જીવ અતિ અલ્પ સમયમાં ઉન્નતિક્રમમાં પ્રવેશ કરી, ભેદજ્ઞાનની ભૂમિકા સુધી પહોંચી જાય છે. – આમ ક્યારેક કોઈને તીવ્ર અશાતાનો ઉદય અધિક કલ્યાણકારી નીવડે છે. બહુભાગ શાતા સમયે જીવનો પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. (૧૪૭૮) ૫ પરિભ્રમણની યથાર્થ ચિંતના / વેદના આવે તો જીવ યથાર્થપણે ઉન્નતિ ક્રમમાં પ્રવેશ કરે છે, અને પરિભ્રમણનાં કારણો ન ટળે ત્યાં સુધી જંપતો નથી; સતતપણે તે વાત તે જીવને ખસતી નથી. અહીંથી યથાર્થ ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે. આવી ઉદાસીનતા ઉદયભાવમાં નીરસતા લાવે છે, જેથી પરિણામમાં ઉદયભાવથી થતી મલિનતા રોકાય જાય છે, અને નિર્મળતા આવવા લાગે છે. (૧૪૭૯) જીવને પ્રકૃતિનો ઉદય દસમા ગુણસ્થાનના અંત સુધી છે, તેથી નીચેના ગુણસ્થાને આત્મજાગૃતિ દ્વારા તેનો પરાભવ સાધક કરે છે, પરંતુ મુમુક્ષુની ભૂમિકા અત્યંત નાજુક હોવાથી, ત્યાં પ્રકૃતિવશ થઈ જઈને તે પ્રાયઃ પછાડ ખાય છે. પરંતુ જેણે જીતવાનો નિર્ધાર કર્યો છે, તે વારંવાર પ્રકૃતિ સામે લડે છે અને અંતે જય પામે છે. આ લડાઈ કઠણ લાગે તોપણ નીચે મને બેઠાં વિના લડવી જ જોઈએ. જે મુમુક્ષુ પ્રકૃતિ સામે હારી જાય છે, તે જાગૃતિના અભાવે પોતાને નુકસાન કરે છે. સત્પુરુષની અત્યંત ભક્તિ પ્રકૃતિમાં ન જોડાવાનું પ્રબળ કારણ છે, પ્રકૃતિને જીતવાનો આ અતિ ઉત્તમ અને સુગમ ઉપાય છે. જ (૧૪૮૦) ૭ સત્પુરુષની વિદ્યામાનતાએ, આત્માર્થી જીવને તેનું ચરણ સાનિધ્ય પ્રાપ્ત થવું તે અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ છે, પરિભ્રમણ કરતાં જીવને મુક્તિના માર્ગે વળવાનો Turning point ની ઉજળી તક અહીં સાંપડે છે અને જો જીવ ભાગ્યશાળી હોય તો આવા ચરણ સાનિધ્યમાં યથાર્થ મુમુક્ષુતા Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ અનુભવ સંજીવની પામી આત્મહીતના માર્ગે વળે છે, તેવામાં સત્પુરુષની અત્યંત ભક્તિને લીધે તે જીવ અનેક પ્રકારના સંભવિત દોષોથી બચે છે. (૧૪૮૧) શુદ્ધ નિશ્ચયથી પોતે મૂળ સ્વરૂપે સિદ્ધ સ્વરૂપે પરમાત્મપદે બિરાજમાન છે, પરંતુ આત્માર્થીને વર્તમાન ભૂમિકાનો અનુભવ સમજમાં પણ છે, જેમાં અત્યંત પામરતા અનુભવાય છે. આ બંન્ને વચ્ચે જે મોટો તફાવત છે, તેની યથાર્થતા સમજાતાં જીવનો પુરુષાર્થ અવશ્ય ઉપડે છે, અને પામરતાથી પ્રભુતા પ્રત્યેનું પરિણામમાં વલણ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પામરતાનો ખેદ પામરતા મટાડવા અર્થે થાય છે, (પામરતા દઢ કરવા અર્થે નહિ) તેમજ સ્વરૂપની સમજણ ભાવભાસન થવા પ્રેરે છે, માત્ર કલ્પિત માનવા માટે નહિ. આમ બંન્ને વાતનો મેળ Co. ordination કરી પ્રયોજન સાધવું ઘટે છે. કોઈ એક વાતનું અસંતુલન થાય તો પ્રયોજન સધાતુ નથી, સંતુલન જાળવવા સત્સંગ જેવું ઉપકારી સાધન બીજું કોઈ નથી. માત્ર પામરતા જ વેદાય તો નિરાશા (Depression) આવી જવાથી ઘણું નુકસાન થાય છે – પુરુષાર્થ ઉપડતો નથી. અને માત્ર સ્વરૂપનો જ વિકલ્પ કરે તો, સ્વરૂપ પ્રગટ કરવાની જિજ્ઞાસા જ ઉત્પન્ન ન થાય અને જીવ કલ્પનાએ ચડી જાય છે. (૧૪૮૨) આત્માર્થી જીવ પ્રયત્નથી દર્શનમોહને મંદ કરે છે, પરંતુ તેમાં ક્ષતિ રહેવાથી અન્યથા પરિણમન થઈ જવાથી દર્શનમોહ તીવ્ર થઈ જાય છે. ફળ સ્વરૂપે સમય વ્યતીત થઈ જાય છે, અને ફરી થયેલા નુકસાનને સરખુ કર્યા પછી આગળ વધવાનું બંન્ને છે. આમ વારંવાર પરિણામોની ચડ ઉતર થ કરે છે. યથાર્થ બળ જાગૃત થાય તો ઉન્નતિ ક્રમમાં ઝડપથી આગળ વધી જીવ ગ્રંથિભેદ કરી લ્યે છે. ત્યાં અલ્પ સમયમાં સિદ્ધિ થાય છે. (૧૪૮૩) જિજ્ઞાસા : આત્મ-કલ્યાણને સુલભપણે પ્રાપ્ત થવામાં, જ્ઞાનીપુરુષની આજ્ઞામાં એકતાન થવું આવશ્યક છે, પરંતુ તથારૂપ એકતાન થવાનું સુલભ નથી, ઘણું જ અસુલભ છે, તે શા માટે ? સમાધાન ઃ આજ્ઞામાં એકતાન થવામાં અવરોધરૂપ પરિણામોમાં, - સ્વચ્છંદ, પ્રતિબંધ તેમજ પ્રકૃતિના ઉદયમાં જોડાણ થવું વગેરે પરિણામો હોય છે, તે સિવાઈ પૂર્વગ્રહ, પ્રમાદ, ૨સંગારવ તાના પરિણામો પણ અવરોધ કરે છે. પરંતુ આજ્ઞાના અવલંબને અને આશ્રયભક્તિપૂર્વક પરમપ્રેમે પ્રયાસ કરતાં સહજમાત્રમાં તે અવરોધો દૂર થઈ શકે છે. (૧૪૮૪) ઓઘભક્તિ પણ સંસાર છે, જો તેમાં નિષ્કામતા ન હોય તો. નિષ્કામતાથી નિર્મળતા આવે છે, જેથી કાળે કરીને ઓળખાણ થઈ ખરી / યથાર્થ ભક્તિ પ્રગટે છે અને જીવને તે આત્મહિતનું Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ અનુભવ સંજીવની કારણ થાય છે. પુરુષની ઓળખાણ થયે અનન્ય આશ્રય ભક્તિ આવે છે જેથી અનેક દોષની નિવૃત્તિ સહજ થાય છે. (૧૪૮૫) ઑક્ટોબર - ૧૯૫ મુમુક્ષતાની પ્રત્યેક ભૂમિકામાં છે તે ભૂમિકાનું ભાવભાસન આવે તો તે તે ભૂમિકાનું યથાર્થપણું છે, જેમકે સંસારના સમસ્ત પરિણામો પરિભ્રમણના કારણરૂપ ભાસે – દુઃખરૂપ ભાસે, તો યથાર્થ વેદના આવે. તેમજ પૂર્ણતાનો ભાવ ભાસે તો લક્ષ બંધાય અને જેમ જેમ અવલોકન થાય તેમ તેમ સ્વભાવનું ભાસન આવતું જાય. | (૧૪૮૬) ? દર્શનમોહને જ્ઞાન અને ચારિત્રના પરિણમન સાથે સંબંધ છે. જ્ઞાનમાં વિપરીત અભિપ્રાય થતાં દર્શનમોહ તીવ્ર થાય છે, અને અવિપરીત / યથાર્થ અભિપ્રાય થવાથી દર્શનમોહ મંદ થાય છે. ચારિત્રમાં કષાય રસ તીવ્ર થવાથી દર્શનમોહ તીવ્ર થાય છે અને કષાયરસ યથાર્થ પ્રકારે મંદ થવાથી દર્શનમોહ મંદ થાય છે. તેથી મુમુક્ષુજીને વિવેકપૂર્વક દર્શનમોહના પરિણામમાં અનુભાગ ઘટે તેમ પ્રવર્તવું યોગ્ય છે. (૧૪૮૭) / ઉદયભાવોનાં અવલોકનમાં જે તે ભાવો પાછળના અભિપ્રાયનું અવલોકન હોવું જરૂરી છે. તેથી પ્રતિબંધ પકડાય છે અને તે પ્રતિબંધથી મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાવાનું શક્ય બને છે. (૧૪૮૮) મુમુક્ષતા (પૂર્ણતાનું લક્ષ) પ્રાપ્ત થયા પછી પણ, ઉદયભાવમાં ઉગ્રપણે પ્રકૃતિમાં જોડાણ થવાથી પરિણામો બગડે છે, તેનું કારણ જાગૃતિની ઓછપ, પ્રયોજનની પક્કડમાં શિથિલતા, સ્વચ્છેદ અને પરમ વિનયની ઓછપ છે. પુરુષની અત્યંત ભક્તિ ઉક્ત દોષો મટાડવાનું પરમ ઔષધ છે. પરમ સત્સંગ યોગ તેનું સાધન છે. આ દોષ પૂર્વાગ્રહ અને ઉદય પ્રસંગની પક્કડ થવાથી જન્મ પામે છે. (૧૪૮૯) ભક્તિ અર્થાત્ સપુરુષ પ્રત્યે બહુમાન તેની સાથે સાથે પ્રેમરૂપ ભક્તિ થવાથી સોનામાં સુગંધ ભળવા સમાન થાય છે, જે આત્મબોધ પ્રગટવાનું અંગ છે. તેને રહસ્ય ભક્તિ પણ કહેવાય છે. - આ રહસ્યને જે જાણે છે, તે તેને માણે છે, જે માણવા જેવું છે. જે માણનાર ભક્ત સામાન્ય લૌકિક વ્યવહારનું ઉલ્લંઘન કરતા દેખાય છે, તો પણ તે તેનો ગુણ છે, અવગુણ નથી. (૧૪૯૦) Page #436 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૮૧ જ્યારે પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થાય છે, ત્યારે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે, અર્થાત્ તે જીવને ભક્તિનું અર્મ કદી આવતું નથી, પરંતુ ઉલ્ટાનું તેનું માન અત્યંત ગળી જાય છે. (૧૪૯૧) તત્ત્વ . અભ્યાસ દરમ્યાન આત્મસ્વરૂપ સમજાતાં, પરલક્ષી સમજણથી તે વિકલ્પનું કારણ થાય છે. પરંતુ સ્વલક્ષી સમજણમાં સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસાપૂર્વક અંતર અવલોકન દ્વારા જ્ઞાન લક્ષણના આધારે સ્વભાવનો સ્વીકાર ભાવભાસનથી આવે તો તે અનુભૂતિનું કારણ બને છે. (૧૪૯૨) જ્ઞાની પુરુષ અને તેમના વચનના દઢ આશ્રયથી જીવનમાં મોક્ષ પર્વતના સર્વ સાધન સુલભપણે સિદ્ધ થાય છે. - આ સુગમપણે તરવાનો ઉપાય, નિષ્કારણ કરૂણાશીલ સત્પરુષે બતાવ્યો છે, તેમને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! (૧૪૯૩) Wજ્ઞાનીને પણ આત્મદશાને ભુલાવે તેવા ઉદય, ઉદયમાં આવે છે, પરંતુ તેને સમભાવથી વેદીને અધિક નિર્મળતા પ્રાપ્ત કરવાની જ્ઞાનીની રીત હોય છે. મુમુક્ષુનો પ્રયાસ પણ કથારૂપ હોવો યોગ્ય છે. ગમે તેવા ઉદયમાં જાગૃતિ ન છૂટવી જોઈએ. અભિપ્રાયની દઢતાપૂર્વક પ્રયત્ન થવો ઘટે, તો અવશ્ય સફળતા મળે. (૧૪૯૪) Vએક ગુણને અનંત ગુણનું રૂપ છે. તેમાં સર્વજ્ઞ શક્તિને અસ્તિત્વનું રૂપ છે, તે સર્વજ્ઞ શક્તિની હયાતીથી સમજાય છે, પરંતુ અસ્તિત્વગુણને સર્વજ્ઞપણાનું રૂપ દેખાતું નથી; તેથી ઉક્ત સિદ્ધાંત માટેની સમસ્યા ઊભી થાય છે. તથાપિ એમ વિચારવામાં આવે કે જે સર્વજ્ઞપણાનું અસ્તિત્વ છે તે અસ્તિત્વને સર્વજ્ઞપણાનું રૂપ હોવું ઘટે છે, જેમકે પરમાણુનું અસ્તિત્વ જડ રૂપે છે અને જીવનું અસ્તિત્વ ચેતનરૂપે છે, આ પ્રકારે ઉક્ત સિદ્ધાંત સમજવો સુગમ થાય છે. (૧૪૯૫) નવેમ્બર - ૧૯૯૫ ભેદજ્ઞાનના પ્રયોગથી ઉદાસીનતાના ક્રમમાં નવા સ્તરે પ્રગતિ થાય છે અને અનુક્રમે તે ઉદાસીનતાને લીધે પરભાવથી ભિન્નપણું / મુક્તપણું સધાય છે. યથાર્થ ભેદજ્ઞાનનું આ સ્વરૂપ છે. જ્ઞાની પુરુષની “આશ્રયભક્તિ ઉત્પન્ન થાય તે ઉત્તમ મુમુક્ષતાનું લક્ષણ છે. “આશ્રયભક્તિથી Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ અનુભવ સંજીવની સ્વછંદ જેવા મોટા દોષ મટે છે, અને અનેક પ્રકારના નાના દોષ ઉત્પન્ન જ થતાં નથી, આશ્રયભક્તિ આવતાં સપુરુષના બોધ વચનોનું યથાર્થ ગ્રહણ થાય છે, જેથી જીવનું આત્મ-કલ્યાણ સુગમતાથી થાય છે. (૧૪૯૭) V યથાર્થ સમજણ થવામાં પૂર્વગ્રહ – એ મોટો અવરોધ છે. તેથી સમજવા ઈચ્છતાં જીવે પૂર્વગ્રહ છોડવાના અભિપ્રાયથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો પૂર્વગ્રહ છોડયા વિના સમજવાની જિજ્ઞાસા હોય તોપણ સમજી શકાય નહિ. પૂર્વગ્રહ બાહ્ય વ્યવહાર અંગે હોય, અને વ્યવહારે તે યોગ્ય હોય, પરંતુ તેના ઉપરનું વજન એટલું હોય કે જેથી આગ્રહ રહ્યા કરતો હોય – મતાગ્રહ એટલે પોતાના મત – અભિપ્રાયનો આગ્રહ રહ્યા કરવાથી બાહ્યદૃષ્ટિ દઢ થઈ પરમાર્થમાં બાધક થઈ વિકલ્પ વૃદ્ધિ થાય છે, તેવો પૂર્વગ્રહ પણ મૂકી દેવો. (૧૪૯૮) / જિજ્ઞાસા : લોકસંજ્ઞા ન હોવી જોઈએ, છતાં બાહ્ય વિવેક મુમુક્ષુને હોવો જોઈએ. આ બંન્ને પરિણામો વચ્ચેની ભેદરેખા કેમ સમજવી ? સમાધાન : લોકસંજ્ઞાવાળા પરિણામોમાં લોકષ્ટિની એટલી મુખ્યતા રહે છે, કે જેને લીધે આત્મકલ્યાણના પ્રસંગોને જીવ ગૌણ કરે છે, અને તેથી પોતાને નુકસાન થાય છે. જ્યારે બાહ્ય વિવેકનું ક્ષેત્ર બાહ્ય વ્યવહાર છે. તેની મર્યાદા વ્યવહાર પુરતી છે. આત્મકલ્યાણ અંગેના પરિણામો જળવાઈને બાહ્ય વિવેકના પરિણામો થઈ શકે છે અને તેમ ઘટે છે. (૧૪૯૯) / જિજ્ઞાસા : જીવની બીજભૂત ભૂલ કઈ છે, કે જે મટવાથી બીજી સર્વે ભૂલો મટે છે ? સમાધાન : સપુરુષના પ્રત્યક્ષ યોગરૂપ સત્સંગનું મૂલ્ય / મહત્વ ન સમજાયુ, તે જીવની બીજભૂત ભૂલ છે, જે સમજાયાથી જીવ સમસ્ત જગતને ગૌણ કરીને સત્સંગને આરાધે છે; જેથી બીજી સર્વે ભૂલો મટે છે. માટે તેનો વિચાર સૌથી પહેલા થવો ઘટે છે. જો જીવને સર્વ દોષથી મુક્ત થવાની અંતરથી ખરી ભાવના થાય તો, તેને ઉપરોક્ત મૂળભૂત ભૂલથી છૂટવાનું તે ભાવના સહેજે કારણ થાય છે. “સ્વલક્ષી વિચારણાનું પણ આ મૂળ કારણ છે. (૧૫૦૦) આત્મકલ્યાણ અને આત્મસ્વરૂપની “ઊંડી જિજ્ઞાસા / ભાવના', પુરુષાર્થ ને ઉત્પન્ન કરે છે, સાથે સાથે પ્રયોજનની પક્કડ પણ આવે છે, તેથી હિત સાધન સફળ થાય છે નિજહિતના પ્રયોજનની તીર્ણ પક્કડથી અલ્પ સમયમાં આગળ વધાય છે, અને મતિ વિપર્યાસ છૂટતો જાય છે. (૧૫૦૧) Page #438 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૮૩ Vઅન્ય પદાર્થને ગ્રહણ કરવારૂપ ભાવ, જે ઈચ્છા, તે જ્ઞાનને આવરણ કરે છે, તેથી કેવળ નિરાવર-જ્ઞાન થયા પહેલા જે પૂર્ણ વીતરાગતા અર્થાત્ સંપૂર્ણ નિરીચ્છક ઉત્પન્ન થાય છે. આમ થયા વિના કદી કોઈને કેવળજ્ઞાન પ્રગટ થાય નહિ. તેમ છતાં જેઓ ગૃહસ્થાદિ દશામાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ માને છે, તેઓ અધ્યાત્મની પ્રાથમિક ભૂમિકાની સમજથી પણ અજાણ છે. તેમ સમજવા યોગ્ય છે. (૧૫૦૨) જે જીવ તત્વ-વિચાર દ્વારા માર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે, તેને સહજ માર્ગ-પ્રાપ્ત એવા જ્ઞાની પુરુષની દાસાનુદાસપણે ભક્તિ પ્રાપ્ત હોય છે. નહિતો કેવળ તત્વવિચાર કરતાં કરતાં શુષ્કતા ઉત્પન્ન થવાની સંભાવના થાય છે. શ્રી આનંદઘનજી આદિ મહાત્માઓએ ભક્તિપદોમાં તત્વ ગંધ્યું છે, તેમાં આ રહસ્ય છે. (૧૫૦૩) V જિજ્ઞાસા : જીવને પુરુષની વિદ્યમાનતાની આવશ્યકતા નથી ભાસતી તેનું શું કારણ ? સમાધાન : જ્યાં સુધી મુક્ત થવાની અંતરથી ખરી ભાવના થતી નથી. અને ઉપર ઉપર ધર્મ-પ્રવૃતિ જીવ કરે છે. તેને આ પ્રકારની સૂઝ આવતી નથી. અનંતકાળ આ પ્રકારની બીજભૂત ભૂલ' જીવે કરી છે. તેવો નિશ્ચય કરી, આ ભૂલ મટાડવી ઘટે. (૧૫૦૪) પક્ષાંતિક્રાંત થવા માટે આત્માર્થી જીવ સ્વરૂપ લક્ષે થતા વિકલ્પની પણ ઉપેક્ષા કરે છે. જેથી સ્વાનુભવ યોગ્ય સ્થિતિ થાય છે. - આ સિદ્ધાંતથી સ્વતઃ સિદ્ધ થાય છે કે આત્માર્થી જીવ તે પહેલાં સર્વ અન્ય દ્રવ્ય-ભાવથી સારી રીતે ઉદાસીન થયેલો હોય છે. તેથી, જ્યાં સુધી આત્માર્થીની ભૂમિકામાં અપેક્ષાભાવ રહ્યા કરે ત્યાં સુધી પરમાર્થ માર્ગમાં આગળ વધી શકે નહિ. પરની અપેક્ષાવૃત્તિ જ જીવને સ્વરૂપ પ્રતિ – અંતર્મુખ વળવામાં રૂકાવટ કરે છે. જેથી જે જીવ અંતરમાં વળવા ઈચ્છે છે, તેણે પોતાની પર . અપેક્ષિત વૃત્તિને મટાડવી ઘટે છે. પર અપેક્ષિત વૃત્તિ સ્વયં દીન ભાવ છે, જે સ્વયંના અનંત સામર્થ્યનો અનાદર ભાવ છે. (૧૫૦૫) ડિસેમ્બર - ૧૯૯૫ જિજ્ઞાસા : કોઈ જીવ સંસાર-પ્રવૃત્તિને છોડી, તત્વજ્ઞાનનો અભ્યાસ ઘણો કરે, તેને તત્વચિ ગણાય કે નહિ ? સમાધાન : સ્વલક્ષી તત્વજ્ઞાનનો અભ્યાસ હોય તો જ તત્વચિનો સદ્ભાવ ગણાય. અથવા તે પ્રકારે તત્વચિનો પોષણ મળે અને તે વૃદ્ધિગત થાય તો તત્ત્વરુચિ ગણાય નહિ તો તત્વ. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ અનુભવ સંજીવની અભ્યાસ કરતાં કરતાં જાણપણું વધારવાની અપેક્ષાવૃતિ રહે અને તેથી પરરુચિ-કુતૂહલવૃતિને પોષણ મળે છે અને તેથી દર્શનમોહ વૃદ્ધિગત થાય છે, આત્મરુચિ પ્રયોજન સાથે સંકળાયેલ છે, પ્રયોગ વિનાના વાંચન-વિચાર શુષ્કતા ઉત્પન્ન કરે છે. અવળી રુચિ સવળી રુચિને રોકે છે. પર રુચિવાળા જીવને નિજ પ્રયોજન છૂટી જાય છે. (૧૫૬) જિજ્ઞાસા : ભક્તિમાર્ગમાં આવેલ જીવના ભાવો કેવો હોય ? સમાધાન : સત્પરુષની ઓળખાણ થયે, તેમના વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ, અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ ઉપરાંત, આજ્ઞાઆશ્રિતપણે, સર્વાર્પણપણે રહીને વર્તે છે. તે જીવને યથાર્થ ભક્તિના જે અંતર વૈરાગ્યને તથા જ્ઞાનની નિર્મળતાને ઉત્પન્ન કરનારી હોય છે. (૧૫૦૭) * જે મુમુક્ષજીવ સત્સંગને અને આત્મકલ્યાણની યથાર્થ ભાવનાવાળા હોય, તે બીજા મુમુક્ષુની તથા પ્રકારની ભાવનાને ભલા પ્રકારે સમજે છે. તેથી તેની અનુમોદનાપૂર્વક તે ભાવના અને ભાવનાવાનનો વિશેષ આદર કરે છે. જો તેથી વિરૂદ્ધ પરિણામ હોય તો પોતાની ભાવના યથાર્થ નથી . તેમ સમજવા યોગ્ય છે. (૧૫૦૮) જિજ્ઞાસા : શુદ્ધ પ્રેમ સહિતની ભક્તિ હોય ત્યાં સ્વામિત્વ અને અધિકાર ભાવ હોય ? ત્યાં કેવા ભાવ હોય ? સમાધાન : જ્યાં શુદ્ધ પ્રેમરૂપ ભક્તિ હોય, ત્યાં અધિકારબુદ્ધિ ન હોય, પરંતુ ત્યાં સર્વાર્પણબુદ્ધિથી ઉત્પન્ન નિર્મળ પ્રેમ-ભાવો હોય છે. જે સ્વ-પરને ઉપકારક થાય છે. ભક્તિ કરનાર ઉપકારી પુરુષ પ્રત્યે સ્વામિત્વ અને અધિકારથી વર્તે ત્યાં અભક્તિના પરિણામ થાય છે, જે શુદ્ધ પ્રેમ-ભક્તિથી વિરુદ્ધ પ્રકાર છે. (૧૫૦૯) | મુમુક્ષુજીવ તત્ત્વ – અભ્યાસ દ્વારા પોતાના આત્માનું ભિન્ન અસ્તિત્વ સમજીને સમ્મત કરે છે. પરંતુ જો ઉદયમાન કુટુમ્બ આદિ સંયોગમાં પોતાપણે વર્તે છે, તો ઉપરોક્ત સમજણ નિષ્ફળ જાય છે, અર્થાત્ ભિન્ન પદાર્થમાં પોતાપણું થવાથી (અસ્તિત્વ અનુભવાવાથી) શ્રદ્ધામાં મિથ્યાત્વ દઢ થાય છે, તેથી નિજ સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ શ્રદ્ધામાં થઈ શકે નહિ, નિજમાં નિજબુદ્ધિ થવાથી પરમાં અસ્તિત્વ ગ્રહણરૂપ શ્રદ્ધાની શક્તિ તૂટે છે, અને તે ક્રમે કરીને ઉપશમે છે. ટુંકામાં પરમાં અસ્તિત્વ ગ્રહણરૂપ મિથ્યાત્વ નિજ અસ્તિત્વને ભૂલાવે છે. (૧૫૧૦) 4 જિજ્ઞાસા : બાહ્ય ઉપયોગ અને પરલક્ષીજ્ઞાનમાં શુ અંતર છે ? બંન્નેમાં શું નુકસાન થાય Page #440 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૮૫ અને તેવા નુકસાનથી કેમ બચવું ? સમાધાન : બંન્ને જ્ઞાનના દોષ છે, પરલક્ષી જ્ઞાન દર્શનમોહ આદિ સર્વદોષનું ઉત્પાદક છે. પરલક્ષને કારણે સાચી સમજણ પણ પ્રયોજન સાધક થતી નથી. તેથી અંગપૂર્વનું જાણપણું પણ નિષ્ફળ જાય છે અને ઉપયોગ કદી અંતર્મુખ થઈ શકતો નથી. બાહ્ય ઉપયોગ પણ જ્ઞાનનો વિભાવ છે. જે છદ્મસ્થ અવસ્થા પર્યંત અનિવાર્યપણે ચાલુ રહે છે. તેથી પરસત્તાનું અવલંબન થાય છે. અંતર્મુખ ઉપયોગ દ્વારા બાહ્ય ઉપયોગ મટે છે અને સ્વલક્ષ થવાથી પરલક્ષ છૂટે છે.(૧૫૧૧) ૐ જિજ્ઞાસા : જ્ઞાનીને તો સ્વરૂપના આધારે દોષ મટે છે, પરંતુ મુમુક્ષુને દોષ રહિત થવા અર્થે શેનું / કોનું અવલંબન હોય છે ? સમાધાન : મુમુક્ષુ અંતરના ઊંડાણથી આત્મહિતની ભાવના જાગે તો તેને પોતાની ભૂમિકાના દોષોનો અભાવ થઈ, અનુક્રમે જ્ઞાનદશાની પ્રાપ્તિ થાય છે. આમ ભાવનાના આધારે દોષ મટે છે, તે ઉપરાંત સત્પુરુષનો આધાર પણ મુમુક્ષુને દોષ મટવાનું મોટું કારણ છે સત્પુરુષનો આશ્રય, ચરણ શરણ મળતાં, જીવ સંસાર તરી જાય છે. સુગમપણે દર્શનમોહ સંત ચરણે ઘટે છે અને અનુક્રમે સર્વ દોષોનો ક્ષય થાય છે. (૧૫૧૨) જિજ્ઞાસા : આત્મભાવના થાય છે અને વિકલ્પ પણ તેવા ચાલે, તો જીવ ભાવનામાં વર્તે છે કે વિકલ્પમાં ચડી ગયો છે. ? તે કેમ સમજાય ? સમાધાન : ભાવનાવાળાનું હૃદય ભીંજાયેલું હોય છે. તેને આત્મસ્વરૂપના દ્યોતક વચનો રુચે છે અને અંતરમાં શોધકવૃત્તિ ચાલુ રહે છે, તે જીવ સંતોષાતો નથી, વિકલ્પે ચડેલો જીવ સંતોષાઈ જાય છે, તેને શુષ્કતા આવી જાય છે અને પ્રયોજન સધાય છે કે નહિં તેની કાળજી તેને રહેતી નથી. (૧૫૧૩) - જિજ્ઞાસા : ઓઘસંજ્ઞામાં જીવ હોય તેને આત્મ-પ્રાપ્તિની ભાવના અને સ્વરૂપની ભાવના થાય તો ઓથે થતાં ભાવો દ્વારા ઓઘસંજ્ઞા દૃઢ ન થઈ જાય ? અથવા તે ભૂમિકામાં તેવી ભાવના યોગ્ય છે ? સમાધાન ઃ આત્મભાવના રુચિ સહિત કોઈપણ ભૂમિકાના મુમુક્ષુને હોવી, તે યોગ્ય છે, અંતરથી ઊઠતી આ ભાવના નિર્મળતાનું સાધન છે, તેથી ઓઘસંજ્ઞા દૃઢ થતી નથી, પરંતુ ક્રમે કરીને તે ઓઘસંજ્ઞાની નિવૃતિ થવા યોગ્ય છે. જો ઉપર છલ્લા વિકલ્પો અને ધારણારૂપ સમજણથી રટણ કરવાની આદત થઈ ગઈ હોય તો ઓઘસંજ્ઞા દઢ થઈ જાય છે. તેવો પ્રકાર થવો ન જોઈએ. (૧૫૧૪) Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ અનુભવ સંજીવની મુમુક્ષુને જ્ઞાનીપુરુષ પ્રત્યે તેમના સમાગમથી ઉપજેલ અસરને લીધે, ભક્તિ ભાવ, બહુમાનનો ભાવ ઉપકાર બુદ્ધિથી સહજ રહે. પરંતુ તદ્ ઉપરાંત પ્રેમભાવ ઉત્પન્ન હોય તો તે એક વિલક્ષણ પ્રકાર છે, તેમ સમજવા યોગ્ય છે. પ્રાયઃ જ્ઞાનીની ઓળખાણ થયે ભક્તિ પ્રેમરૂપ હોય છે, પરંતુ પ્રથમથી જ પ્રેમભાવ ઓઘભક્તિ હોવા છતાં, ઉત્પન્ન હોય તો તેને ઉપદેશ પરિણમવાનું પણ તે કારણ થાય છે, કેમકે પ્રેમમાં સમર્પણતા ખાસ કરીને હોય છે. જે નિર્મળતા લાવે છે, નિકટતા લાવે છે, – ઐક્યભાવ ઉત્પન્ન કરે છે. (૧૫૧૫) જાન્યુઆરી - ૧૯૯૬ પરિભ્રમણની વેદના – સૂરણાથી જ આત્મજાગૃતિની શરૂઆત થઈ જાય છે. યથાર્થ વેદનાનું આ લક્ષણ છે. ત્યારબાદ જેમ જેમ આત્માર્થી આગળ વધે છે, તેમ તેમ જાગૃતિ વધતી જાય છે. (૧૫૧૬) પ્રકૃતિગત્ પરિણમન પણ બે પ્રકારે છે, જેમાં પરસ્પર પ્રતિપક્ષી પરિણમન હોય છે. જેમકે માનથી વિરુદ્ધ લૌકિક નમ્રતા, માયાથી વિરુદ્ધ લૌકિક સરળતા, અપ્રમાણિકતાથી વિરૂદ્ધ લૌકિક પ્રમાણિકતા / ઉદારતા વગેરે લૌકિકમાં નમ્રતા પ્રમાણિકતા, સરળતા આદિ ગુણો ગણાય છે, પરંતુ તે પારમાર્થિક માર્ગમાં ગુણો નથી, પારમાર્થિક માર્ગમાં તે જ પ્રકારના ગુણો આત્મલક્ષી હોય છે, તેથી પરમાર્થમાર્ગમાં જેનો પ્રવેશ થાય છે, તેને તે ગુણો આગળ વધવામાં કારણભૂત થાય છે, વા ઉપકારી થાય છે, નહીં તો લૌકિકગુણો માત્ર મંદકષાયથી કશું જ વિશેષ નથી. (૧૫૧૭) જિજ્ઞાસા : અમે પરદેશ (અમેરિકા) રહીએ છીએ, ત્યાં સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ શકે? ન થવાનું શું કારણ ? સમાધાન : સમ્યક્દર્શનની પ્રાપ્તિને ક્ષેત્ર સાથે સંબંધ નથી. ફક્ત જ્ઞાનીપુરુષ જોઈએ. સત્ સુગમ અને સરળ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ થઈ શકે છે, તથાપિ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ વિના પરિણામને અંતર્મુખ થવાનો પ્રયોગ જોવા મળતો નથી અને તેથી અંતર્મુખ થવા માટેની દિશા સૂઝતી નથી. પ્રત્યક્ષ યોગે અને તથારૂપ યોગ્યતા પ્રાપ્ત થયે, ‘બીજજ્ઞાન’ની પ્રાપ્તિ જ્ઞાની દ્વારા જ થાય છે, જે સમ્યક્ત્વનું અંગ છે. (૧૫૧૮) જાન્યુઆરી - ૧૯૯૬ દ્રવ્યાનુયોગઆદિ સર્વ શાસ્ત્રના સિદ્ધાંતને પારમાર્થિક પ્રયોજનના દૃષ્ટિકોણથી વિચારવા યોગ્ય છે. અન્યથા સિદ્ધાંતોનું જ્ઞાન પણ માત્ર સંકલ્પ-વિકલ્પના પ્રતિબંધનું કારણ થાય છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૮૭ ઉચ્ચ સ્તરે – દૃષ્ટિ હેતુવાદના સ્તરે-તો દ્રવ્યાનુયોગના સિદ્ધાંતથી પણ આગળ વધીને વચન પ્રયોગે ઉપદેશ પ્રવર્તો છે–, અધ્યાત્મ ભાવના ભાવતાં પ્રયોજન સિદ્ધ થાય છે – ત્યાં દ્રવ્યાદિનું આગમ-જ્ઞાન માત્ર જાણવા માટે રહે છે, ઉપાસવા માટે તેની ગૌણતા અભિષ્ટ છે. (દા.ત. નિયમસાર ગા-૫૦) ગુરુની ભક્તિમાં પણ તેવો જ પ્રસંગ છે. (૧૫૧૯) — મુમુક્ષુજીવના આત્મકલ્યાણની યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. તે બાબતથી અજાણ હોવા છતાં આજ્ઞાકારિતામાં રહેલ જીવ પડતો બચી જાય છે અને છેવટ પામી જાય છે.—આ જેને સમજાતું નથી, તે પ્રાયઃ સ્વચ્છંદે ચડી જાય છે અને સન્માર્ગથી દૂર થઈ જાય છે. (૧૫૨૦) દર્શનમોહનો અનુભાગ ઘટે, તેવા અનેકવિધ પરિણામો મુમુક્ષુજીવને થાય છે, તેની યથાર્થતા જ્ઞાનીપુરુષ સમજે છે. અનુભવથી યથાર્થ ક્રમ ઉપર લઈ જવાની સૂઝ તેમને હોય છે. તેથી તેમની આજ્ઞાએ વર્તતાં માર્ગ-પ્રાપ્તિ સુલભ થાય છે. આજ્ઞાંકિતપણું ન હોય તો દર્શનમોહ વધે તેવા પરિણામો સાથે સાથે થતા હોવાથી જીવ માર્ગની સમીપ થતો નથી - જેથી છેવટ મૂંઝાવુ પડે છે, વા મિથ્યા સમતા આવે છે. (૧૫૨૧) ધ્રુવ તત્ત્વનું નિજાવલંબન અંગેનો તથારૂપ પુરુષાર્થ જ્ઞાનમાં સ્વસંવેદનનો આવિર્ભાવ ઉત્પન્ન કરે છે, અને જ્ઞાન–સામાન્યના આવિર્ભાવથી આત્મા નિજ જ્ઞાન સ્વભાવના સ્વતઃ. આલંબનમાં પરિણમી જાય છે-બંન્ને પ્રક્રિયા સમકાળે હોય છે. કથનમાં ક્રમ પડે છે, પરંતુ પરિણમનમાં અવિરોધ અને સમકાળ છે. જ્ઞાન–સામાન્યનો આવિર્ભાવ તે સ્વસંવેદનનો આવિર્ભાવ છે, જે જ્ઞાનવિશેષના તિરોભાવપૂર્વક થાય છે. પરિણમનમાં બંન્ને પ્રયોગ થવા યોગ્ય છે. તેથી બંન્ને પ્રકારે ઉપદેશ પ્રવર્તો છે. (૧૫૨૨) આત્મકલ્યાણને ઈચ્છતા જીવોની યોગ્યતા / અયોગ્યતા ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. જ્ઞાનીપુરુષના યોગ વિના તે જીવો અંધારામાં અથડાતા હોય છે. અથવા સ્વમતિ કલ્પનાએ આત્મહિતના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. પણ તેથી કાંઈ કલ્યાણ થાય નહિ. જ્ઞાનીપુરુષ તેવા જીવોના પૂર્વાગ્રહને સમજે છે અને તે પૂર્વાગ્રહ (Misconcepts) ને કેમ મટાડવા તે જાણે છે. સત્સંગ યોગે તેનું નિદાન અને ઈલાજ કરવામાં આવે છે. તેથી ઉપદેશ અનેક ભેદે પ્રવર્તો છે. છતાં પરમાર્થમાર્ગ એક જ પ્રકારે છે. (૧૫૨૩) મુમુક્ષુજીવ માટે (દેવ,મુનિ,જ્ઞાનિ) સજીવનમૂર્તિનો યોગ પરમ કલ્યાણકારી છે. તથાપિ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ અનુભવ સંજીવની સતુપુરુષનો યોગ અધિક કલ્યાણને યોગ્ય નિવડે છે. કારણકે તેમનું પરિણમન મુમુક્ષુને વર્તમાન પ્રયોજન માટે એકદમ બંધ બેસતું (Fit) છે અને જ્ઞાની પુરુષ પણ ખાસ કાળજી લઈને માર્ગદર્શન આપે છે. જ્યારે ઉપરના ગુણસ્થાનમાં વીતરાગતા વિશેષ હોવાથી તેઓ સ્વરૂપમાં ડુબેલાં રહે છે, અને ગ્રામ, નગરમાં તેમની ઉપલબ્ધિ પણ સુલભ નથી. જ્યારે જ્ઞાની પુરુષ ઉપલબ્ધ હોય છે. નમસ્કાર મંત્રમાં સિદ્ધ ભગવાન પહેલા, અરિહંત ભગવાનને નમસ્કાર કર્યા છે, તેમાં ‘આ’ સંકેત છે. (૧૫૨૪) - જિનાગમમાં મોક્ષમાર્ગ વ્યવસ્થિતપણે ગુણસ્થાન અનુસાર પ્રતિપાદન કર્યો છે, પરંતુ તેટલું વ્યવસ્થિત મુમુક્ષુપણું નથી કર્યું. કેમકે તે ભૂમિકામાં યોગ્યતા-અયોગ્યતાના અનેક પ્રકાર છે, જેને લીધે ઉપદેશ પણ અનેકવિધ પ્રકારે પ્રવર્યો છે. પહેલા ગુણસ્થાનમાં મુમુક્ષુને સપુરુષના યોગ વિના મુંઝાવુ પડે, તેવો અનુભવ માર્ગના શોધક મુમુક્ષુઓને અવશ્ય થાય છે, કારણકે ઉન્નતિક્રમનું નિયત પ્રતિપાદન ઉપલબ્ધ નથી. તેથી શ્રી જિને તેનો સુગમ ઉપાય એ બતાવ્યો છે કે “એક સપુરુષને શોધ અને સર્વભાવ તેને અર્પણ કરી દઈ વત્યે જા.” સ્વચ્છેદનો ત્યાગ કરીને સર્વ ભાવે પુરુષની આજ્ઞા આધિનપણે વર્તવાનો દઢ નિશ્ચય અને અભિપ્રાય થતાં જીવ જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીના માર્ગે ચાલવા તત્પર થાય છે, તેથી તે સુગમપણે સંસાર તરી જઈ શકે છે. જો કોઈપણ રીતે જીવમાં આટલો વિવેક ઉત્પન્ન થાય તો, તે વિવેક સંપન્નતા સ્વયં જીવના દર્શનમોહને ગાળી, આત્મહિતની અપૂર્વ સૂઝને ઉત્પન્ન કરે છે. અને મહાત્માઓએ જે ક્રમને અનેક પ્રકારે બોધ્યો છે, તેનું પોતાને વિષે અનુસંધાન કરી શકે છે અને પાત્રતા વર્ધમાન થઈ, માર્ગ પ્રવેશ થાય છે. જ્ઞાનમાર્ગે પાત્રતા સંભવિત છે, તથાપિ સ્વચ્છેદ થવાનો અવકાશ સંભાવના) ઘણો (૧૫૨૫) | છે. ફેબ્રુઆરી - ૧૯૯૬ ભક્તિ પ્રેમરૂપ થવાથી શ્રીગુરુમાં સર્વભાવ સમર્પણ થઈ, જીવ પૂર્ણ આશાકારિતામાં આવે છે, તેથી સહજ આત્મહિત સધાય છે, આત્મહિતમાં અવરોધક ભાવો ઘણું કરીને ઉત્પન્ન જ થતા નથી. (૧૫૨૬) ( પ્રથમ જ્ઞાનાભ્યાસ પછી ધ્યાનાભ્યાસ હોય છે. અંતર અવલોકનરૂપ વારંવારના પ્રયાસરૂપ જ્ઞાનાભ્યાસથી સ્વરૂપનું ભાવભાસ થાય છે. નિજ સ્વરૂપ જ્ઞાનમાં ભાસ્યમાન થયા પછી સહજ તેનાં મહિમાથી એકાગ્રતાના પ્રયાસરૂપ ધ્યાનાભ્યાસ થઈ, ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. આવા Page #444 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૮૯ જ્ઞાનાભ્યાસ વિના ધ્યાનનો કોઈ અભ્યાસ / પ્રયત્ન કરે તો તે વિધિના ક્રમને સમજતા ન હોઈ કલ્પનાએ ચડે છે. (૧૫૨૭) આત્માર્થીએ અન્યના દોષ જણાઈ આવે ત્યારે તેને ગૌણ કરવા, જેથી અનાદિ ‘દોષદષ્ટિ’ મોળી પડે, જો દોષને જોઈ મુખ્યતા થાય તો દોષદૃષ્ટિ બળવાન થઈ દર્શનમોહ વધે. બીજાના અલ્પ ગુણને પણ મુખ્ય કરવા. આ નિજ હિતના માર્ગે આગળ વધવાની યોજના છે. (૧૫૨૮) — * V/ જિજ્ઞાસા :– સત્સંગમાં, ધર્મ-સાધનોમાં જીવો કેવા કેવા પ્રકારે અટકે છે, તેની ચર્ચા થાય છે, પરંતુ સત્સંગમાં કોઈ અટકે તો તે કેવા પ્રકારે અટકે ? સમાધાન :-- સત્સંગમાં અનેક વિષય ચર્ચાય છે. ત્યાં પોતાને લાગુ પડે તેનું જ પોતાને પ્રયોજન છે, તેવું લક્ષ ન રહે તો તે સિવાયના અન્ય અપ્રયોજનભૂત વિષયોની ચર્ચામાં સમય જાય છે, અને તેની ખબર રહેતી નથી, આમ કહેવાતા સત્સંગમાં જીવ સંતોષાઈ જાય, તો અટકે છે, કોઈપણ પ્રકારના બાહ્ય ધર્મસાધનમાં સંતોષાવું, તે તે ધર્મસાધન કર્યાની ગણત્રી થવી તે, અટકવાનું લક્ષણ છે. (૧૫૨૯) જિજ્ઞાસા આત્મસ્વરૂપને પ્રગટ દર્શાવનારા જ્ઞાનીપુરુષના વચનો મળ્યા છે, તો યથાર્થપણે આત્મસ્વરૂપ કેમ સમજાય કે પરિણામે તે આત્મસ્વરૂપનો પ્રગટ અનુભવ થાય ? સમાધાન :- પરમાર્થના અત્યંત અભ્યાસે આત્મસ્વરૂપ અત્યંત સ્પષ્ટ સમજાય છે અને તેથી તેનો પ્રગટ અનુભવ થાય છે. પરમાર્થનો અત્યંત અભ્યાસ એટલે આત્મકલ્યાણરૂપ પ્રયોજનની પક્કડ અને વારંવાર – ‘સતત ભાવનાપૂર્વક' જો તે વચનોનું અવગાહન પરિચર્યન થાય તો આત્મસ્વરૂપ સ્પષ્ટ ભાસે છે, જે ભાસવાથી આત્મસ્વરૂપ પ્રગટે છે. (૧૫૩૦) - જિજ્ઞાસા ઃ- પોતાના પ્રત્યક્ષ ઉપકારી જ્ઞાનીપુરુષની પ્રસિદ્ધિ કરવામાં લોકસંજ્ઞા (?) (લોકોના ડરથી) જાહેરમાં વંદન, ભક્તિભાવ આદિ ભાવોને રોકવા જોઈએ કે કેમ ? સમાધાન :- લોકોના ડરથી કોઈ પ્રવૃત્તિ કરવી ન કરવી તેવું આત્માર્થીને હોય નહિ. પ્રત્યક્ષ ઉપકારી પ્રત્યે તેને અનન્યભાવે સહજ ભક્તિ આવે છે, તેથી જાહેરમાં વંદનાદિની પ્રવૃત્તિ થઈ જાય છે, જે સ્વ-પર હિતકારી છે. તેથી તેવી પ્રવૃત્તિ (સ્વપર હિતકારક) અંગે કોઈ પ્રકારે અન્યથા વિકલ્પ કર્તવ્ય નથી. જો કે જ્ઞાનીને પ્રસિદ્ધિ ગમતી નથી. (૧૫૩૧) Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ અનુભવ સંજીવની જિજ્ઞાસા :- જ્ઞાની પુરુષ પાસે અંગત (મુલાકાત)માં મુમુક્ષુએ પોતાના ગુણો દર્શાવવા, અન્ય જીવના દોષો દર્શાવવા કે પોતે કેમ આગળ વધી શકતો નથી, તે બાબતમાં માર્ગદર્શન મેળવવું? યથાર્થતા શેમાં છે ? લાભ-નુકસાન શેમાં છે ? સમાધાન :- પાત્રતાવાન જીવ તો પોતાના ગુણોને ગોપવે અને બીજાના દોષોને ગોપવે અર્થાત્ ગૌણ કરે. તે પ્રયોજન સાધવામાં અનુકૂળ છે. પરંતુ પરલક્ષીપણાને લીધે અન્યના દોષને મુખ્ય કરવા અને માન કષાયથી પોતાના ગુણોને મુખ્ય કરવા તે પોતાને નુકસાનનું કારણ છે. પોતે કેમ આગળ વધે તે માટે માર્ગદર્શન મેળવવું તે યોગ્ય છે. તેમાં જ યથાર્થતા છે અને લાભ છે. (૧૫૩૨). / જિજ્ઞાસા - મુમુક્ષુજીવ લાંબા સમયથી સત્સંગ અને સ્વાધ્યાય કરતો હોય છતાં આત્મહિતરૂપ પોતાના પ્રયોજનની સૂઝ કે પક્કડ ન આવી હોય તેનું શું કારણ ? સમાધાન :- પરલક્ષી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, આત્મકલ્યાણની અંતરના ઊંડાણથી ઉત્પન્ન ભાવનાનો અભાવ અને તેથી પરિભ્રમણની વેદનાપૂર્વક અંતઃકરણની શુદ્ધિ નહિ થઈ હોવાથી, નિજ પ્રયોજનની સૂઝ આવતી નથી. (૧૫૩૩) ઉપદેશબોધ પરિણમ્યા વિના સિદ્ધાંતબોધ પરિણમતો નથી. (કારણકે દર્શનમોહનો અનુભાગ ઘટયો નહિ.) પરંતુ ઉપદેશબોધ પણ સિદ્ધાંતબોધના આધાર વિના કાયમ ટકી શકે નહિ, તેથી ઉપદેશની સ્થિરતા અર્થે સિદ્ધાંત બોધ જોઈએ. (૧૫૩૪) જિજ્ઞાસા - બીજા મુમુક્ષુના ગુણો જોઈને પ્રમોદ ન આવે તો તેનું શું કારણ હોઈ શકે? ક્યારેક ઈર્ષા પણ આવી જાય છે તેનું શું કારણ ? આવો દોષ ટાળવા માટે શું કરવું? સમાધાન :- બીજાના ગુણો જોઈને પ્રમોદ ન આવે અને ઈર્ષા આવે, તે તીવ્ર દોષદષ્ટિના સદ્ભાવમાં બને છે, ત્યાં પોતાને ગુણ પ્રગટ કરવાની રુચિ નથી, ગુણગ્રાહીપણું નથી, ગુણો પ્રત્યે પ્રેમ નથી. આવો દોષ ટાળવા માટે તેનું નુકસાન, જે સ્વભાવ વિરુદ્ધતા છે તેને, સમજવું જોઈએ અને તેનો સખેદ નિષેધ થવો ઘટે. (૧૫૩૫) માર્ચ . ૧૯૯૬ જિજ્ઞાસા :- ધ્યાન કયારે સહજપણે થઈ શકે ? સમાધાન :- જ્યાં . જેમાં આસક્તિ હોય ત્યાં સહજપણે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થવી તેનું જ નામ ધ્યાન છે. અને જેમાં પ્રેમ હોય છે, ત્યાં આસક્તિ થાય છે. તેથી જેને સપુરુષ Page #446 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૯૧ પ્રત્યે પ્રેમરૂપ ભક્તિ હોય છે, તેને સત્પુરુષના ચરણ-કમળનું ધ્યાન વર્તે છે. જે મોક્ષનું મૂળ છે. (૧૫૩૬) ધાર્મિક જગત પણ યથાર્થ ભક્તિ / નિષ્કામ ભક્તિથી અજાણ છે, તો પ્રેમમય ભક્તિ અને તેના રહસ્યથી અજાણ હોય, તેમાં શું આશ્ચર્ય છે ? મહાભાગ્યે તેવી ભૂમિકાની કોઈને પ્રાપ્તિ હોય છે. ત્યારે તે જગત વ્યવહારથી પર થઈ વર્તે છે. તેને તે ભૂમિકામાં આવ્યા વિના બીજા જીવો તેને સમજી શકતા નથી. કારણ તે બુદ્ધિનો કે ન્યાયનો વિષય નથી. (૧૫૩૭) જિજ્ઞાસા :- દર્શનમોહ યથાર્થ પ્રકારે મંદ થવાના કારણભૂત પરિભ્રમણની ચિંતના / વેદના ઉત્પન્ન થવી ઘટે—તેવી સમજણ હોવા છતાં પણ તે વેદના, દર્શનમોહના બળવાનપણાને લીધે, ઉત્પન્ન ન થતી હોય તો, શું ઉપાય કરવો ઘટે ? સમાધાન :- સત્પુરુષની નિષ્કામ ભક્તિ વડે દર્શનમોહ મંદ થઈ, જીવ વેદનામાં આવે છે, જેથી ઉદાસીનતાના ક્રમમાં પ્રવેશ થઈ, આગળ વધવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, અર્થાત્ મુમુક્ષુપણાની દઢતા પ્રાપ્ત થવા યોગ્ય ભૂમિકા થાય છે. (૧૫૩૮) જિજ્ઞાસા :- મુમુક્ષુ સર્વ ઉદય પ્રસંગોમાં પોતાના પ્રયોજનની પક્કડ ન છૂટે, તેવા પ્રકારે સંતુલન રહે, તેમ સહજ વર્તી શકે—તે કેવા પ્રકારથી બનવા યોગ્ય છે ? = સમાધાન :- પ્રયોજનની પક્કડ અભિપ્રાયમાં બરાબર રહેવાથી, ઉદય પ્રસંગમાં ઉપાદેય બુદ્ધિએ પ્રવૃત્તિ થતી નથી – પ્રસંગની ગંભીરતા સમજી, પોતાના પરિણામોની શક્તિ અનુસાર, અભિપ્રાય બદલ્યા વિના, (એડજસ્ટમેન્ટ) બાંધ-છોડ કરાય છે. અભિપ્રાયમાં આત્મકલ્યાણની જ મુખ્યતા રહે, ન ચાલતા કરવો પડે તેવો વ્યવહાર કરે, તે ઉચિત વ્યવહાર છે. (૧૫૩૯) 0:0 જિજ્ઞાસા : ઉદય પ્રસંગોમાં પ્રવર્તતાં મુમુક્ષુ, પોતાના સ્વચ્છંદ કે પ્રતિબંધને સેવે છે કે સંતુલન જાળવે છે, તે કેમ સમજવું ? સમાધાન ઃ ઉદયભાવો અભિપ્રાય સહિત થતા હોય તો તે સ્વચ્છંદ છે અને તેમાં આત્મકલ્યાણ ગૌણ કરીને વર્તવાનું બને તો પ્રતિબંધ સેવાય છે. પણ અભિપ્રાય વિરુદ્ધ ખેદ સહિત પ્રવર્તવું પડે, તો સંતુલન જાળવવા, પ્રવૃત્તિ થાય છે—તેમ સમજવા યોગ્ય છે. (૧૫૪૦) જિજ્ઞાસા : પોતાની મલિનતા દેખાય છે, તે પૂર્વગ્રહ તો નથીને ? કેમ નક્કી કરવું ? સમાધાન : પૂર્વગ્રહ હોય તો હતોત્સાહ / નિરાશા આવે, અને જો મધ્યસ્થ ભાવે અવલોકનથી Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ અનુભવ સંજીવની મલિનતા જણાય, તો દોષની પક્કડ ન થાય, પરંતુ તેનો નિષેધ થઈ, અભાવ થાય તેવી વૃત્તિ રહ્યા કરે. - આવા તફાવતને મેળવીને નિયય થઈ શકે છે. (૧૫૪૧) ཚགས དང་ ཨམས་པས པ ས ས ས ས ས ས ས ་ - યથાર્થ ભાવના સાથે વિવેકની સુસંગતતા હોવા યોગ્ય છે. જ્યાં બાહ્ય ક્રિયાની પક્કડ હોય, ત્યાં રાગની પ્રબળતા છે, જ્ઞાનની નહિ. ભાવના અને જ્ઞાનમાં વિવેક અવિનાભાવી હોય છે. રાગ આંધળો છે. ભાવના બળવાન થયે બાહ્ય ક્રિયામાં દેખાય છે, પરંતુ ભાવનાની આડમાં બાહ્ય ક્રિયાનું પોષણ થવું ઘટે નહિ, હઠનું પોષણ ન થવું જોઈએ. (૧૫૪૨) સંપ્રદાયોમાં ભેદ હોવા છતાં, કેટલીક જૈન જેવી સમાનતા હોય છે. તેમાંહેની અસમાનતા છે, તેટલી વિકૃતી આવેલી હોય છે. કેટલાક સંપ્રદાયોમાં ગુરુ-મહિમા જૈન દર્શન – જેવો જ છે, તો કેટલાક સંપ્રદાયમાં શાસ્ત્ર મહિમા જૈન જેવો જ છે, જે સમાનતા છે, તે તીર્થકરના ઘરની છે. જે નિષેધવા યોગ્ય નથી. બાકી મુમુક્ષુને મતના મંડન-ખંડનથી દૂર રહેવું યોગ્ય છે. મુમુક્ષુની ભૂમિકામાં તે અહિતકારક પ્રવૃત્તિ છે. (૧૫૪૩) / કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ, તે સત્સંગને નિષ્ફળ કરનાર મોટો દોષ છે–તેવી પ્રકૃતિ હોય તો તે જીવને મુમુક્ષતા આવી દુષ્કર છે, પૂર્વગ્રહ મધ્યસ્થતા ઉત્પન્ન થવા દે નહિ. આમાં અભિપ્રાયની મોટી ભૂલ થઈ જાય છે. (૧૫૪૪) જિજ્ઞાસા : માન પ્રકૃત્તિને લીધે અવાર નવાર પરિણામો બગડે છે, ક્રોધ પણ થઈ જાય છે, પછી ખેદ થાય છે, શું કરવું, જેથી આમ ન થાય ? સમાધાન : પર્યાયબુદ્ધિથી માનની કલ્પના થાય છે, કે હું ફલાણો છું, પછી તેવી અપેક્ષા રહે છે, જે ન પોષાય તો ક્રોધાદિ કષાય થાય. પરંતુ તે તો નીચપદમાં ઉચ્ચપદની કલ્પના કરી છે. ભગવાન થઈને નીચપદનો આગ્રહ રાખે છે, તેમ સમજાય તો માન છૂટી જાય. (૧૫૪૫) એપ્રિલ - ૧૯૯૬ V સ્વછંદ બે પ્રકારે છે. એક તો જીવના વિષય કષાયના નિરર્ગળ - બે લગામ, તીવ્ર રસવાળા પરિણામો અને બીજો ધર્મ પ્રવૃત્તિ / સાધન, જ્ઞાની પુરુષની આજ્ઞાએ નહિ કરતાં, પોતાની મતિ કલ્પનાએ કરવા તે. (૧૫૪૬) પ્રતિબંધ એટલે વિશેષપણે પોતાપણું થઈને જીવ ત્યાં અટકે અને આત્મકલ્યાણના પ્રસંગને Page #448 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૯૩ ગૌણ કરે. (૧૫૪૭) ઉપયોગમાં સાવધાની સદાય વર્તતી હોય છે. આ સાવધાની તે જીવનું આચરણ છે. જ્ઞાનનું આવું આચરણ શ્રદ્ધાને નિમિત્ત પડે છે. સ્વરૂપની અંતર સાવધાની વાળો ઉપયોગ સમ્યક શ્રદ્ધાનનું કારણ છે અને પરની સાવધાની દર્શનમોહની વૃદ્ધિનું કારણ છે, તેથી આત્માને આવરણ આવે (૧૫૪૮) ( જિજ્ઞાસા - અંતર્મુખ થવું એટલે શું? અને તે કેવી રીતે થવાય ? તે કેમ નથી થવાતું? સમાધાન – જ્ઞાન સ્વયંનું સ્વસંવેદન કરે તે અંતર્મુખ દશા છે. પર વેદનરૂપ અધ્યાસ તે બહિર્મુખપણું છે. જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવાથી જ્ઞાન વિશેષ દ્વારા અંતર્મુખ થવાય છે–આવી પ્રક્રિયા સ્વરૂપલક્ષ પૂર્વક હોય છે. સ્વરૂપ લક્ષમાં આવ્યા વિના જ્ઞાન વેદન આવિર્ભત થતું નથી. કારણકે ત્યાં સુધી પર સાથે એકત્વનો નિશ્ચય હોય છે, તેથી જ્ઞાન વિશેષનો આવિર્ભાવ મટતો નથી તેથી જ્ઞાન સામાન્ય તિરોભૂત રહે છે. (૧૫૪૯) જિજ્ઞાસા : કુટુંબ પ્રત્યેની ફરજ અને કુટુંબીઓ પ્રત્યેનો પ્રેમ તેમાં ફરક શું ? કુટુંબ પ્રેમ અથવા ફરજને પ્રતિબંધ ગણી શકાય ? સમાધાન : ફરજની બાબત લૌકિક દૃષ્ટિકોણની છે. વ્યવહારીક સંબંધની તેમાં મુખ્યતા છે. તેમાં સમર્પણબુદ્ધિ હોય તો પ્રેમ ગણી શકાય, તોપણ તેમાં રાગની પ્રધાનતા છે. બંન્નેમાં પોતાપણું હોવાથી પરમાર્થે તેમાં પ્રતિબંધ છે. સાધર્મી ભાવે નિસ્પૃહપણે કરવામાં આવતા કાર્યમાં પ્રતિબંધ નથી. પ્રતિબંધ હોય ત્યાં આત્મકલ્યાણ ગૌણ થાય છે. આત્મકલ્યાણને મુખ્ય રાખીને બાહ્ય કર્તવ્ય હોવું ઘટે. (૧૫૫૦). - સંસાર પરિભ્રમણનો ભય થયે જીવને વૈરાગ્ય-ઉપશમ યથાર્થ પ્રકારે ઉત્પન્ન થાય છે, ત્યારે દર્શનમોહ ગળે છે; અને વિચાર ચક્ષુ નિર્મળ થાય છે, ત્યારે મુમુક્ષજીવને જ્ઞાની પુરુષના આત્મભાવ અને સિદ્ધાંતભાવ દેખાય છે અને તેથી જ્ઞાની પ્રત્યે ખરી ભક્તિ ઉગે છે. (૧૫૫૧) જીવ સરળતા, ભક્તિ આદિ ગુણ સંપન્ન હોય, તોપણ જો કુટુંબ સ્નેહે ઘનીષ્ટ પ્રતિબંધ હોય તો મુમુક્ષતામાં વિકાસ થઈ શકતો નથી, તેમજ સત્સંગનો તથારૂપ લાભ થતો નથી. (૧૫૫૨) Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ અનુભવ સંજીવની પ્રકૃતિદોષ અવાર નવાર ઉદય-પ્રાપ્ત થતાં જોર કરે છે, પરંતુ પરમ સત્સંગ યોગે અત્યંત ભક્તિથી તેમ થતું અટકે છે અને બીજું ભાવભાસન - સ્વરૂપનું. થવાથી પ્રકૃતિ જોર કરતી નથી. આમ પ્રકૃતિના બળને રોકવામાં બે અવલંબન છે. એક પુરુષ અને બીજું સ્વરૂપનું ભાવભાસન (૧૫૫૩) સ્વરૂપની સહજ પ્રત્યક્ષતા પુરુષાર્થને ઉછાળે છે. પ્રત્યક્ષતા ભાસવાથી સ્વરૂપ અત્યંત સમીપભાવમાં – થઈ જાય છે. (૧૫૫૪). , સમ્યકદર્શનનું રૂપ વાત્સલ્ય છે, તેથી તેની સુંદરતા અને શોભા છે. વાત્સલ્ય વિના પ્રભાવના થઈ શકે નહિ. વાત્સલ્ય પ્રેમગુણનો પર્યાય છે. નિજ ગુણ નિધાનનો પ્રેમ તે પરમ વાત્સલ્ય છે અને બીજા ગુણવાન પ્રત્યેના પ્રેમથી વ્યવહાર વાત્સલ્ય છે. વાત્સલ્યથી નમ્રતા આવે છે અને કઠોરતા થતી નથી. (૧૫૫૫) પ્રભાવના પૂર્વગ્રહપૂર્વક થઈ શકે નહિ. જેને વ્યક્તિગત પૂર્વગ્રહ હોય, તેને પારમાર્થિક બાધકપણું રહે છે. જિનેશ્વરનો માર્ગ અતિ વિશાળ છે – પૂર્વગ્રહ સંકુચિત ઉત્પન્ન કરે છે. પૂર્વગ્રહથી અભિપ્રાયની ભૂલ રહે છે. જે પૂરી ભૂલ છે. ઉપરથી આ ભૂલ સામાન્ય લાગે છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તેની ગંભીરતા ઘણી છે. (૧૫૫૬) જિજ્ઞાસા - મુમુક્ષુને (!) પણ ક્યારેક જ્ઞાની પુરુષ પ્રત્યે અભક્તિના પરિણામ થઈ જાય છે, તેનું શું કારણ ? સમાધાન – ઓશભક્તિ અને સ્વચ્છંદ રહેવાથી તેવો પ્રકાર બની આવે છે. મૂળમાં, આમ બનવાનું કારણ અભિપ્રાયની ભૂલ છે અને પરમેશ્વરબુદ્ધિનો અભાવ છે. જો નિષ્કામ ભક્તિ શુદ્ધ અંતઃકરણથી હોય તો અભક્તિ ન થાય. (૧૫૫૭) - આત્મકલ્યાણના હેતુથી લખાયેલા શાસ્ત્રના કથનોમાં ક્યાંય પણ પૂર્વાર્પર વિરૂદ્ધતા નથી. છતાં વિરૂદ્ધતા લાગે છે જેને, તેને આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ ન રહેવાથી તેમ લાગે છે, આમાં અભિપ્રાયની ભૂલ રહી ગઈ હોય છે, જેને આત્મકલ્યાણનો અભિપ્રાય થયો છે તેને સર્વ વચનોમાં તે જ વંચાય છે અને સમાધાન આવે છે, ક્યાંય પણ અસમાધાન થતું નથી– કે વિરૂદ્ધતા ભાસતી નથી. (૧૫૫૮) Page #450 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૯૫ જિજ્ઞાસા : ભાવના વધવાથી બાહ્યમાં ચેષ્ટા થઈ જાય છે તે તો યથાર્થ છે. પરંતુ બાહ્યક્રિયાનો આગ્રહ થવાથી પણ બાહ્ય ચેષ્ટા થાય છે, તો તો બન્નેનું અંતર કેમ સમજવું? સમાધાન : ભાવના યથાર્થ હોય ત્યાં વિવેક સાથે રહે છે, તેથી બાહ્ય પ્રવૃત્તિ સ્વ-પર કલ્યાણક રહે છે. મુખ્ય-ગૌણ થવામાં ભૂલ થતી નથી.અર્થાત્ બાહ્યક્રિયાને યથાસ્થાને ગૌણ કરે છે. જ્યારે આગ્રહ હોય તેને પક્કડ રહે છે. તે ક્રિયાના આગ્રહમાં પકડાયેલ હોવાથી વિવેક ચુકી જાય છે અને ક્રિયાની મુખ્યતામાં વર્તે છે. તે યથાસ્થાને પણ ક્રિયાને ગૌણ કરે નહિ. (૧૫૫૯) છે જિજ્ઞાસા ઃ અધીરાઈથી કામ સફળ થતું નથી. પરંતુ ભાવના-બળ હોય ત્યાં શીધ્ર કાર્ય થાય, તેવો સંવેગ આવે છે. તો સંવેગ અને અધીરાઈમાં અંતર શું ? સમાધાન : અધીરાઈના પરિણામમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પોતાની વર્તમાન શક્તિનો વિવેક રહેતો નથી. તેથી તે જીવ હઠ કરે છે અને અંતે પાછો પડે છે ત્યારે પરિણામ બગડી જાય છે. જ્યારે ભાવનાવાળાને જે સંવેગ આવે છે, તેમાં યથાર્થતા હોવાથી વિવેકપૂર્વક તે પ્રવર્તે છે અને તે સફળ થાય છે. ભાવનામાં કોમળતા છે – અધીરાઈમાં તેવો ગુણ હોતો નથી . તીવ્ર ભાવનાવાળાના પરિણામ બગડતા નથી. (૧૫૬૦). Vજિજ્ઞાસા - મુમુક્ષુની કઈ કઈ ભૂમિકામાં વિપરીત અભિપ્રાયો બદલાય છે, અને મંદ પડે છે અને તે કયા કયા અભિપ્રાયો છે ? સમાધાન :- મુમુક્ષુને સૌ પ્રથમ (૧) પરિભ્રમણની વેદના અને ઝૂરણા વેદાય છે ત્યારે, પછી (૨) પૂર્ણતાના લક્ષે પરિણામોમાં સંવેગ ઉપડે છે ત્યારે, પછી (૩) નિજાવલોકનમાં અભિપ્રાયપૂર્વક થતાં દોષ દેખાય છે ત્યારે, અને પછી તે સ્વરૂપનું ભાવભાસન થાય છે ત્યારે, વિપરીત અભિપ્રાયો બદલવા લાગે છે; અને પ્રથમથી જ મોળા પડવા લાગે છે. વચ્ચે જો (૫) કોઈ સપુરુષનો પ્રત્યક્ષ યોગ રૂપ પરમ સત્સંગ યોગ પ્રાપ્ત થાય છે તો તેવા યોગે પ્રયોજનભૂત માર્ગદર્શન પ્રાપ્ત થવાથી પણ કેટલાક વિપરીત અભિપ્રાયો મોળા પડે છે અને નાશ પામે છે. ખાસ કરીને પૂર્વાગ્રહ, કદાગ્રહ, અને મતાગ્રહ તો મોળા પડે જ છે, જેથી લોકસંજ્ઞા અંગેનો પ્રતિબંધરૂપ અભિપ્રાય નિરસ્ત થાય છે અને કુળ પરંપરા તથા સંપ્રદાય બુદ્ધિ નાશ પામે છે. તેમજ અનંતાનુબંધી સંબંધિત પ્રકૃતિ (ચાર - ક્રોધ માન, માયા, લોભ) અંગેના અને કુતૂહલ વૃત્તિ અંગેના અભિપ્રાય મોળા પડે છે. (૧) પ્રથમ પરિભ્રમણની વેદનાના સ્તરે, અભિપ્રાયપૂર્વક સંસારબળ મટે છે, એટલે કે, સંસાર પ્રત્યેના ભાવોમાં અભિપ્રાય પલટવાથી નીરસતા / ઓટ આવી જાય છે. ત્યારપછી, (૨) પૂર્ણતાનું લક્ષ થવાથી આત્મકલ્યાણનો દઢ નિર્ધાર થાય છે જેથી તે અંગેના સર્વ વિપરીત અભિપ્રાયો બદલાઈ જાય છે, અને ચારેય પ્રતિબંધો ઢીલા પડી જાય છે, આ સ્તરે, માત્ર મોક્ષ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ અનુભવ સંજીવની અભિલાષનો અભિપ્રાય વર્તતો હોવાથી, અલ્પ પણ લૌકિક સુખની પ્રાપ્તિની ઈચ્છા ન હોવાનો અભિપ્રાય થઈ જાય છે. અભિપ્રાયમાં તો મારે આ જગતમાંથી કાંઈપણ જોઈતું નથી–એક મારો આત્મા જ શીધ્ર જોઈએ છીએ –તેવું થઈ જાય છે. તેથી સંસાર ઉપાસવાના જે જે અભિપ્રાયો હતા, તે બધા ઉક્ત અભિપ્રાયમાં પલ્ટી જાય છે. આ ભૂમિકામાં બહુભાગ પાયાના અભિપ્રાયોમાં પલ્ટો આવે છે. (૩) ત્યાર પછી, પોતાના દોષ જોવાની ભૂમિકા આવે છે, જેમાં જે જે દોષ અભિપ્રાય પૂર્વક થતાં હોય છે, તે તે અનુભવ પૂર્વક સમજાય છે અને તે સંબંધિત પ્રયોગ પૂર્વક તે તે અભિપ્રાયોમાં પલ્ટો થાય છે, જે વ્યક્તિગત ભિન્ન ભિન્ન પ્રકારે હોય છે. (૪) ત્યાર પછી, ભેદજ્ઞાનનો પ્રયોગ શરૂ થાય છે, તેમાં આત્મસ્વરૂપનું ભાવભાસન થાય છે, તેમાં સર્વ શેષ રહેલા વિપરીત અભિપ્રાયો મટી, જીવનો સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થાય છે. જ્યાં સુધી પ્રયોજનભૂત વિષયમાં વિપર્યાય હોય ત્યાં સુધી, પુરુષાર્થ સ્વરૂપ સન્મુખ થતો (૧૫૬૧) નથી. - જીવને આત્મબુદ્ધિએ ઉદયનું મહત્વ પૂરેપૂરું છે, તે ખોવાની જરૂર છે, મહિમાવંત આત્માના આશ્રયે તે મહત્વ ટળે છે, પરંતુ જીવ પોતાના સ્વરૂપથી અજાણ છે. તેથી પ્રથમ જ્ઞાની ગુરુનું ઓળખાણથી અત્યંત મહત્વ આવતાં ઉદય ગૌણ થાય છે, ત્યારે મોક્ષમાર્ગ મળે છે. સ્વરૂપની ઓળખાણ થવા અર્થે પણ જ્ઞાનીનો યોગ અનિવાર્યપણે આવશ્યક છે. – તેવી સમજણ તે ઉપાદાનની યોગ્યતા છે, અને તેથી તે આત્માનો વિવેક છે. (૧૫૬૨) - પૂર્ણતાનું લક્ષ થયા પછી, મોક્ષાર્થીજીવ નિજાવલોકનમાં આવે છે, ત્યારે પ્રથમ તો પોતાના દોષને અપક્ષપાતપણે જોવે છે. - આ પ્રકારના અભ્યાસથી અવલોકન સૂક્ષ્મ થતું જાય છે; ત્યારે પોતાના કાર્યક્ષેત્રની મર્યાદાનો અનુભવ સમજાય છે, તે એવી રીતે કે, હું માત્ર ભાવરૂપી કાર્ય કરું છું, મારું કાર્યક્ષેત્ર અહીં સમાપ્ત થાય છે. પર પદાર્થના કાર્ય કરવાનો ઉદય ભાવ થાય છે. પરંતુ મારી પહોંચે તે પરમાં નથી. તેથી પરનું કાર્ય કરવું અશક્ય દેખાય છે, તેથી તે ઉદય ભાવનું જોર તૂટી જાય છે. આ પ્રકારના અભ્યાસથી પરની કર્તા બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ મોળી પડતી જાય છે, દેહના કાર્યોમાં પણ એવો જ અનુભવ થતો દેખાવાથી દેહાત્મબુદ્ધિ પણ મંદ પડતી જાય છે, સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ પણ મોળી પડવાથી, દર્શનમોહનો અનુભાગ સારા પ્રમાણમાં ઘટતો જાય છે – એકત્વ પાતળું પડતું જાય છે. ' (૧૫૬૩) પરમતત્ત્વ અને સ્વાનુભૂતિ મનાતીત અને વચનાતીત હોવાથી, વચન અગોચર છે, બહુ જ Page #452 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૯૭ અલ્પ માત્રામાં તેનું કથન આવે છે. પરંતુ તે ધર્માત્મા જ્ઞાની પુરુષના જ્ઞાનગોચર છે. તેથી ભલે તે વિષયમાં પૂરું ન કહેવાય, તોપણ કહેતાં કહેતાં જ્ઞાનીનું પરિણમન પ્રદર્શિત થઈ જાય છે, તે આત્મભાવોનું દર્શન છે અને એ જ જ્ઞાનીનું દર્શન છે, જે ભાષાથી પાર છે. ભાષાથી પણ અધિક રહસ્ય તેમની ચેષ્ટામાં પ્રદર્શિત થાય છે. જ્ઞાનીના પ્રત્યક્ષ યોગની આ અપૂર્વ ઘટના અપૂર્વ લાભનું કારણ છે. (૧૫૬૪) સજીવનમૂર્તિની ઓળખાણ તેના સમ્યકત્વથી આવે છે. જે જીવ સ્વરૂપ સન્મુખના પુરુષાર્થમાં લાગેલો હોય, જેને અંતરાત્મવૃત્તિ ઉત્પન્ન થઈ હોય, તેને સજીવનમૂર્તિની ઓળખાણ થાય છે. સમ્યકત્વ જ્ઞાની, મુનિ અને કેવળી – ત્રણેમાં સામાન્ય છે. તેથી તે ત્રણમાંથી કોઈપણ એકના યોગે – પ્રત્યક્ષ યોગે ઓળખાણ થવાનો અવકાશ છે; જે સમકિતનું બીજ છે. સમકિત થવા અર્થેના પરિણામની શ્રેણિ અહીંથી શરૂ થાય છે. અન્ય પ્રકારે શરૂ થતી નથી. (૧૫૬૫) જૂન - ૧૯૯૬ / જિજ્ઞાસા : કોઈપણ વ્યક્તિના પરિચયથી ઓળખાણ થાય છે, અને પૂર્વગ્રહ પણ બંધાય છે, તો તે કેમ સમજાય કે પૂર્વગ્રહ થયો કે નહિ ? અમારે પૂર્વગ્રહ ન થાય તેવો ભાવ છે? તેમજ જો પૂર્વગ્રહ હોય તો તે મટાડવાનો પ્રયોગ શું ? સમાધાન : ઓળખાણ કરનાર મધ્યસ્થ રહે તો પૂર્વગ્રહ ન બંધાય, પરંતુ દોષદષ્ટિને લીધે પૂર્વગ્રહ બંધાઈ જાય છે. • મધ્યસ્થભાવે ઓળખાણ હોય તો, સામાના ગુણ કે દોષમાં વૃદ્ધિ થઈ હોય તે યથાર્થપણે સમજાઈને સ્વીકાર આવે છે, પરંતુ જો પૂર્વગ્રહ બંધાયો હોય તો તેવો ફેરફાર સમજાતો નથી અથવા ખ્યાલમાં આવે તો પણ તેનો સ્વીકાર થતો નથી. પરમાર્થમાર્ગમાં પૂર્વગ્રહ અત્યંત હાનિકારક છે. તેનાથી પર્યાયદષ્ટિ દૃઢ થઈ જાય છે અને યોગ્યતા રોકાઈ જાય છે. તેમાં અભિપ્રાયનો દોષ હોવાથી, વિપર્યાસ ચાલુ રહે છે, જે પુરુષાર્થને ઉત્પન્ન થવા દેતો નથી તેથી જેને આ પ્રકારના દોષથી બચવું હોય, તેણે જે તે વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ રહે તો હોય, તેની સાથે પ્રત્યક્ષ પ્રસંગમાં પૂર્વગ્રહ રહિતપણે વર્તવાનો પ્રયાસ કરવો જોઈએ. અને તે વ્યક્તિના સંબંધમાં મધ્યસ્થભાવે વિચારી, વર્તવાનો પ્રયાસ કરવો ઘટે. પૂર્વગ્રહ એક પ્રકારનું શલ્ય છે. તેવી ગંભીર નોંધ લેવી ઘટે. પરિણામની ગાંઠ પૂર્વગ્રહ છે. આવી ગ્રંથિ ભેદાયા વિના પુરુષાર્થની ગતિ ઉપડે નહિ. (૧૫૬૬) Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ અનુભવ સંજીવની છે જિજ્ઞાસા સ્વછંદ મહાદોષ છે. સ્વલક્ષ એ આત્માર્થીનો મોટો ગુણ છે. બન્ને પ્રકારના પરિણામ ઉઠતા હોય, ત્યારે શું કરવું જોઈએ ? સમાધાન : સ્વચ્છંદ મોક્ષમાર્ગનો રોધક છે અને પરિભ્રમણનું મુખ્ય કારણ છે. તેમજ અનેક દોષો ઉત્પન્ન થવાનું મૂળ છે, તેથી તે મહાદોષ છે. તે બે પ્રકારે હાનિ પામે છે, અથવા નાશ પામે છે. એક પુરુષના ચરણમાં જવાથી અથવા આજ્ઞાધિનપણે રહેવાથી અને બીજું અપક્ષપાતપણે પોતાના દોષ જોવાથી. બંન્ને સાધનમાં સ્વલક્ષની મુખ્યતા છે. સ્વલક્ષે સ્વચ્છંદ હણાય છે. તેથી જેટલું સ્વલક્ષપણું બળવાન તેટલું સ્વચ્છેદનું બળ ઘટે અને જેટલો સ્વચ્છંદ બળવાન તેટલી સ્વલક્ષને હાનિ પહોંચે છે. તેથી આત્માર્થીએ સ્વલક્ષને તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરવું જોઈએ, નહિતો સ્વચ્છેદ જોર કરી જાય. “રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ.” (પૃ. દેવ.) (૧૫૬૭ જે પરમાર્થ માર્ગનું સ્તર અલૌકિક હોવાથી સર્વોપરી છે. તેની બરાબરી કે તુલના લૌકિક ન્યાય, નીતિ કે આદર્શ સાથે થઈ શકે નહિ. એટલું જ નહિ, નિજ પરમ તત્ત્વની ભાવનામાં ગુણભેદ અને નિર્મળ પર્યાયો જે વસ્તુના અંગભૂત છે.) તે પણ અત્યંત ગૌણ થાય છે. અરે ! દૃષ્ટિ તો તેમને સ્વીકારતી પણ નથી, ત્યાં લૌકિક ન્યાય આદિની શી ગણના ? તેથી પરમાર્થ તત્ત્વના અભિલાષીએ ઉદય પ્રસંગે લૌકિક દૃષ્ટિકોણ છોડી દેવો જોઈએ અને તેથી પર થઈને વિચારવું કે પ્રવર્તવું જોઈએ. (૧૫૬૮). V પ્રશ્ન : કોઈ કોઈ જીવ મુમુક્ષતામાં આગળ વધે છે, પરંતુ માર્ગપ્રાપ્તિ સુધી પહોંચવામાં, પ્રતિબંધ ન હોવા છતાં પણ, ઘણો સમય લાગે છે, અને ઉત્કૃષ્ટ મુમુક્ષુતારૂપ યોગ્યતા રોકાઈ જાય છે, તેનું શું કારણ ? સમાધાન : તેના અનેક કારણો છે. વ્યક્તિગત જુદા જુદા કારણ પણ હોય છે. મુખ્ય કારણ પરમ દૈન્યત્વ'ની ઓછપ હોવાથી સંપૂર્ણ આજ્ઞાકારિતા હોતી નથી, તેથી જીવ ક્યારેક સ્વચ્છેદે પ્રવર્તે છે. કોઈને મિથ્યા સમતા વર્તે છે, તો કોઈને સૂક્ષ્મ સુખબુદ્ધિ રહી જવાથી બાહ્ય શાતાના કારણો પ્રિય લાગે છે. કોઈને પાત્રતાવશ જ્ઞાની પુરુષ તરફથી પ્રશંસા આદિ પ્રાપ્ત થવામાં જ્ઞાની પુરુષનો આશય, તે જીવને આગળ વધવાની પ્રેરણારૂપ હોય છે, પરંતુ યોગ્યતાની ક્ષતિને લીધે તે જીવ અહંભાવમાં વર્તે છે. તો કોઈને કરેલા સમર્પણથી અધિકારી બુદ્ધિ થઈ આવે છે. તો કોઈ ક્રોધાદિ તીવ્ર પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી પછડાટ ખાય જાય છે. કોઈ અન્ય મુમુક્ષુની અયોગ્યતા જોયા કરવાથી રોકાઈ જાય છે. - આમ અનેક પ્રકારની ક્ષતિને લીધે જે એક લયે આરાધના થવી જોઈએ તે થતી નથી. જેમ જેમ જીવ આગળ વધે છે, તેમ તેમ રસ્તો સાંકડો (સૂક્ષ્મ) થતો હોવાથી, અત્યંત સાવધાનીની જરૂર છે. તે લક્ષમાં રહેવું / હોવું જોઈએ. (૧૫૬૯) Page #454 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૩૯૯ મુમુક્ષુ જેમ જેમ પોતાની ભૂમિકામાં આગળ વધતો જાય છે, તેમ તેમ દર્શનમોહ સંબંધિત સૂક્ષ્મ દોષ પણ સમકિતમાં બાધક થાય છે; જેમ પર્વતની ઊંચાઈ વધે અને રસ્તો સાંકડો થતો જાય તેમ. ઉદાહરણ તરીકે સમ્યક્ સન્મુખ મુમુક્ષુની ભૂમિકા ઉત્કૃષ્ટ છે, ત્યાં થોડું પણ સ્વરૂપની મહિમા અને પુરુષાર્થ પર્યાય પર વજન જાય, તેટલું સ્વરૂપ ઉપરનું વજન ઓછું થાય, તેથી સ્વરૂપનું અવલંબન લેવામાં વધુ સમય લાગે છે. કારણ ત્યાં વજન અપર્યાપ્ત દેવાય છે. (૧૫૭૦) * નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબનના પુરુષાર્થમાં, ચાલતા વિકલ્પનો નિષેધ વર્તે;–અન્યત્વ ભાસે. પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવની ભાવના, બહિર્મુખ વૃત્તિને નિષેધે છે, બાહ્ય વૃત્તિ પ્રત્યે ઉપેક્ષા * થાય છે. * પરથી ભિન્નત્વની ભાવના, સ્વરૂપના અસંગપણાને દઢ કરી પરભાવના એકત્વને રોકે છે. સ્વરૂપ-શુદ્ધત્વને ભાવતાં પવિત્રતાનો આવિર્ભાવ થાય છે. ** પરિપૂર્ણ સુખની પ્રતીતિ, (પર પ્રત્યે) પરમ વૈરાગ્ય અને ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે. * પ્રત્યક્ષ સ્વરૂપ સંવેદન પુરુષાર્થને ઉછાળે. * પરમ શાંત સુધામયી શાંતિ આકુળતાને દૂર કરે. * અભેદ નિજ સ્વરૂપની વ્યાપકતા, એકાગ્રતારૂપ ધ્યાનને ઉત્પન્ન કરે. * (૧૫૭૧) ગુણવાનનું દાસત્વ ગુણગ્રાહીપણાનું લક્ષણ છે. કારણકે તેમાં ગુણની અનુમોદના છે, તેને સામાન્ય રાગ ગણવો યોગ્ય નથી. આવું દાસત્વ દર્શનમોહને મંદ કરે છે. અંતરથી ગુણનો ૫રમ આદરભાવ પ્રગટે ત્યારે ખરો દાસત્વ ભાવ આવે છે. ધર્મના પરમ આદરમાંથી સાધર્મી વાત્સલ્ય ઉત્પન્ન થયું છે. (૧૫૭૨) // જિજ્ઞાસા : અધ્યાત્મમાં શુભભાવરૂપ વ્યવહારનો કડકપણે નિષેધ આવે છે, તેમાં શું હેતુ છે ? સામાન્ય યોગ્યતાવાન જીવને તેથી નુકસાન થવાનો સંભવ છે ? તેમજ શુભપરિણામમાં કેટલીક ગર્ભીત વિશુદ્ધિ છે, તે બાબત સાવ રહી જાય છે ? તો આમાં યથાર્થતા કેમ રહે ? સમાધાન ઃ અધ્યાત્મનો ઉપદેશ તથારૂપ પાત્રતાવાન જીવને આપવામાં આવે છે, સર્વ સાધારણને નહિ. ઘણા આગળ વધેલા જીવને, સૂક્ષ્મ વ્યવહારનયનો પક્ષ રહી જવાથી સ્વરૂપ આશ્રય થતો નથી. તેવી અટકાયતમાંથી કાઢવાના હેતુથી વ્યવહારનો કડક નિષેધ કર્યો છે, તે તે સ્થાનમાં યોગ્ય જ છે. તેથી નીચેની યોગ્યતાવાળાએ, તેનો પ્રયોગ કરવા જતાં નુકસાન થવા સંભવ છે, તેથી જ ગુરુ-આજ્ઞાએ ચાલવાની શિક્ષા આપવામાં આવી છે. ગુરુ-આજ્ઞાએ ચાલનાર સંભવિત નુકસાનથી બચી જાય છે. એ જ તેનો વિવેક છે. જો કે કષાયરસ શુભમાં ઘટે, તે વિશુદ્ધિ છે, પરંતુ તેમાં Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪00 અનુભવ સંજીવની યથાર્થતા હોવી આવશ્યક છે, અન્યથા તેનું કાંઈ ઉપયોગીત્વ પરમાર્થ નથી; કારણકે પછી કપાયરસ તીવ્ર થઈ જાય છે. પર્યાયદષ્ટિના નિષેધમાં સર્વ પર્યાયો ઉપરનું વજન ઊઠી જાય છે, તેમાં શુદ્ધ પર્યાયોનો પણ સમાવેશ છે, તો પછી શુભ (સકષાય) ભાવની શું ગણના ? આ પ્રકારની યોગ્યતામાં આવ્યા વિના અપૂર્વ એવી દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થતી નથી. તેથી જ દ્રવ્ય સ્વભાવનું ભાવભાસન થતાં, મુમુક્ષુના પ્રયાસના પ્રકારમાં એકદમ મોટો ફેરફાર આવે છે. તેનું પર્યાયનું લક્ષ ગુલાંટ ખાઈ, દ્રવ્યની ધૂનમાં ફેરવાઈ જાય છે. – આમ વ્યવહારના નિષેધમાં અતિ મહત્વપૂર્ણ પારમાર્થિક હેતુ રહેલો છે, જેને વ્યવહાર ઉપર વજન છે. તેને તે રહસ્ય સમજાતું નથી. (૧૫૭૩) જિજ્ઞાસા : પક્ષાંતિક્રાંત થયા પહેલાં, નિશ્ચયનયનો પક્ષ રહે છે, પરંતુ સ્વરૂપ લક્ષમાં છે, તો પછી ત્યાં આત્માર્થી જીવને પક્ષકાર કેમ કહ્યો ? સ્વરૂપ લક્ષ થવાથી સ્વરૂપનું ખેંચાણ તો સહજ રહે, તેમાં અનુચિત શું છે ? સમાધાન રાગ સાથે જીવનું અનાદિથી એકત્વ ચાલ્યું આવે છે, તેવી સ્થિતિમાં સ્વરૂપ નિશ્ચય થયો; તે પહેલાં પર્યાય ઉપર વજન હતું તે બદલાઈને સ્વભાવની મુખ્યતા થઈ તે ફેરફાર તો ઉચિત જ થયો છે, પરંતુ હજી દર્શનમોહ ગયો નથી, તેથી સ્વરૂપ સંબંધિત વિકલ્પમાં પોતાપણાનો અનુભવ વર્તે છે, જે સ્વરૂપના અભેદ અનુભવમાં બાધક છે. તેને તોડવા નિર્વિકલ્પ સ્વરૂપ પ્રત્યેના જોરવાળો પુરુષાર્થ આવશ્યક છે; સ્વરૂપ પ્રત્યક્ષતાને લીધે તે પુરુષાર્થ ઉગ્ર થતાં સ્વરૂપમાં એકાકાર થવાથી . લીનતા થવાથી ચારિત્રની પર્યાયમાં વીતરાગતા પ્રગટે છે, તેથી રાગમાં હું પણાનો અનુભવ છૂટી જાય છે, તે છૂટી જતાં સૂક્ષ્મ દર્શનમોહ હતો, તેનો અભાવ થઈ જાય છે અને અપૂર્વ એવું સમ્યકત્વ પ્રગટે છે. સ્વરૂપ લક્ષ થતાં સ્વરૂપનું ખેંચાણ રહે તે તો ઉચિત છે, પરંતુ, રાગનું એકત્ર થતું હોવાથી “નયપક્ષ' કહ્યો છે. સમ્યકત્વ થયા પછી સ્વરૂપ લક્ષ અને સ્વરૂપની મુખ્યતા રહે છે, પરંતુ રાગથી ભિન્ન ચૈિતન્ય રહે છે. ત્યાં જ્ઞાનીને પક્ષકાર કહ્યો નથી. (૧૫૭૪) શ્રીગુરુના ચરણ સાનિધ્યની આવશ્યકતાનું રહસ્ય મુક્ત થવાના પ્રયત્નમાં લાગેલા જીવને સમજાય છે. અબોધ દશામાં થયેલ મૂંઝવણ (અનાદિનું મૂંઝન) શ્રીગુરુના બોધથી મટયાનો તેનો અનુભવ, શ્રીગુરુના ગુણાનુવાદમાં બોલે છે. તેવો પાત્ર જીવ સમ્યક્દર્શનનો અધિકારી છે. (૧૫૭૫) જુલાઈ . ૧૯૯૬, મુમુક્ષુ જીવનું દાસત્વ ભાવનાર જ્ઞાનીના જ્ઞાનને પુનઃ પુનઃ વંદન હો ! (૧૫૭૬). Page #456 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૦૧ / સંપૂર્ણ આજ્ઞાકારિતામાં આવ્યા વિના સંસારથી તરવું અસુલભ છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિથી જીવ રખડયો છે. આવો વિવેક નિકટ ભવી જીવને ઉત્પન્ન હોય છે. (૧૫૭૭) જિજ્ઞાસા : કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી, તેમ બરાબર સમજાય છે, છતાં ઉદય વખતે સારું / ખરાબ લાગે છે, તો તેમ ન લાગે તે માટે શું કરવું ? સમાધાનઃ ઉદય વખતે જો સારાપણાની કે ખરાબપણાની કલ્પના થતી હોય તો વાસ્તવિક્તાનો અનુભવ કરવાનો પ્રયાસ કરવો અને તે જ પદાર્થને ઉદય ન હોય ત્યારે પણ પ્રયોગમાં લઈ પરિણમનને તપાસવું. આવો અભ્યાસ કરતાં પહેલા જે તે પદાર્થ વિષેના કલ્પિત અભિપ્રાયને છોડી દેવો. અથવા કલ્પિત અભિપ્રાય બદલવા માટે વારંવાર ઉપરનો પ્રયોગ કરવો. (૧૫૭૮) મુમુક્ષજીવને સત્સંગ કરવામાં વિવેક હોવો અતિ આવશ્યક છે. તે માટે ઘણી જ દરકાર હોવી ઘટે. સમાનગુણી અથવા વિશેષગુણીનો સંગ કરવા યોગ્ય છે, તે પણ ઉપલબ્ધ ન હોય તો હનગુણીના સંગમાં પોતાના આત્મભાવો વિશેષપણે આવિર્ભાવ થતા હોય અથવા આત્મરુચિ વધતી હોય તો તેમાં બાધ નથી. કોઈનો પણ સંગ થતાં આ વાતને તપાસી લેવી જોઈએ. જો તેવી દરકાર ન કરવામાં આવે તો નુકસાન (મિથ્યાત્વ પુષ્ટ) થાય – તેવો સંભવ છે. (૧૫૭૯). ! ! ! ! 5 જિજ્ઞાસાઃ આત્મકલ્યાણને મુખ્યતા આપવાથી અને સંસાર / ઉદયને ગૌણ કરવાથી, સંસારનું કાર્ય બગડવાનો ભય રહે છે ? તો શું કરવું ? સમાધાન : સંસારમાં સર્વ પ્રસંગ પૂર્વ પ્રારબ્ધ અનુસાર ભજે છે, તેમાં બગાડ . સુધાર કરી શકાતો નથી, તેથી તેવો ભય અજ્ઞાનથી થાય છે. સંસારનાં કાર્યોમાં ઉદાસીનતા હોવી, તે મુમુક્ષુનું લક્ષણ છે. (જ્ઞાનદશામાં સહજ છે, કારણકે જ્ઞાનીને તેમાં પોતાપણું નથી.) આમ બંન્ને પડખાંથી સમાધાન વર્તવાથી નિઃશંકતા અને નિર્ભયતા થઈ જાય છે. ભય તો પોતાપણું હોવાને લીધે થાય છે. જો ઉદયમાં પોતાપણું ન લાગે તેની ચિંતા કે ભય કેમ થાય ? તેથી પોતાપણું મૂકવા પ્રયત્ન (૧૫૮૦) કરવો. Vજિજ્ઞાસા : સમજણ બરાબર હોય છે, છતાં મોહ બળવાન હોવાથી, કામ થતું નથી. તો શું કરવું ? સમાધાનઃ જ્ઞાન અને મોહ બંન્ને પરસ્પર પ્રતિપક્ષી છે. જે બળવાન હોય તે જીતે છે. સ્વલક્ષી જ્ઞાન બળવાન થઈ મોહને મારે છે અને મોહ બળવાન હોય તો સમજણને ખાઈ જાય. તેથી, આત્માર્થીએ સમજણને સ્વલક્ષ દ્વારા બળવાન - દૃઢ કરવાથી મોહ નિર્બળ થશે અને આત્મહિતમાં Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ અનુભવ સંજીવની આગળ વધાશે. (૧૫૮૧) છે જેને પોતાના ગુરુ પ્રત્યે પ્રેમ હોય છે, તેને ગુરુને જેના પ્રત્યે પ્રેમ હોય, તેના પ્રત્યે સહજ પ્રેમ ઉત્પન્ન થાય છે. – યથાર્થતામાં આવું સહજ હોય છે. જો તેમ ન થતું હોય તો પરમાર્થમાર્ગમાં આગળ વધવા માટેની યોગ્યતા રોકાઈ જાય છે. (૧૫૮૨) - નિજદોષનું અવલોકન અપક્ષપાતપણે દોષ મટાડવાના ઉદ્દેશ્યથી થવું ઘટે છે. જો તેમ ન થાય તો તે વિષયમાં સત્સંગ કાળે, દોષની મુખ્યતા – દોષદૃષ્ટિ કેળવાઈ જાય, તેવો અભ્યાસ, અરસપરસના દોષોની ચર્ચા દ્વારા થવા સંભવ છે. તેથી ગુણની મુખ્યતા રાખી તેવી અવલોકનની પ્રેકટીસ થવી ઘટે અને પ્રથમથી જ સર્વ પર્યાયની ગૌણતા અને પરમ સ્વભાવની મુખ્યતા કરવાનું લક્ષ હોવું ઘટે છે. (૧૫૮૩) જિજ્ઞાસા : જ્ઞાની પુરુષની પરીક્ષા, યોગ્યતાવાન જીવ, કરે છે, ત્યારે ક્યા ક્યા ખાસ મુદ્દાઓથી તે જીવને પ્રતીતિ આવે છે ? સમાધાન ઃ ૧. જ્ઞાનીની વાણીનો આશય, પરમાર્થરૂપ આત્મકલ્યાણ, કેન્દ્ર સ્થાનમાં હોય છે, તેના ઉપર તેનું લક્ષ જાય છે. તેમજ ૨. સત્સંગમાં આવનાર પાત્ર જીવને પોતાના આત્મા ઉપર જે અસર પહોંચે છે, તેથી પ્રતીત આવે છે, ભક્તિ આવે છે. ૩. જ્ઞાનીની વાણીમાં જ અંતર્મુખ થવાની વિધિ આવે છે, તેમાં તેમનો અનુભવ વ્યક્ત થાય છે, વિધિ પ્રયોગાત્મક હોવાથી, પ્રયોગનો વિષય અન્યત્ર વ્યક્ત થતો નથી; થઈ શકતો નથી. તેમ સમજાય છે. ૪. જ્ઞાની સંપ્રદાયથી ભિન્ન પડતા દેખાય છે, કેમકે સંપ્રદાયમાં સર્વત્ર ત્યાગી લોક ચારિત્રમોહ મંદ થાય તેવો ઉપદેશ આપે છે, દર્શનમોહનો નાશ કરવાના વિષયથી તેઓ અજાણ હોવાથી, માત્ર કષાયની મંદતા દ્વારા ધર્મ પ્રાપ્તિ માને છે – આ ગૃહીત મિથ્યાત્વ છે. જ્ઞાની દર્શનમોહનો અભાવ થાય તેવો ઉપદેશ આપે છે. અર્થાત્ નિશ્ચયની મુખ્યતાપૂર્વક વ્યવહારને ગૌણ કરે છે. (૧૫૮૪) - જિજ્ઞાસા : પરલક્ષ છોડવું જરૂરી છે, તેમ છતાં થઈ જાય છે, તો તેનું શું કારણ ? તે મટાડવાનો ઉપાય શું ? સમાધાન : પરરુચિના કારણથી પરલક્ષ રહ્યા કરે છે. તેથી પહેલાં આત્મરુચિ વડે પરરુચિ Page #458 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૦૩ મટાડવી ઘટે છે. જેમ જેમ આત્મરુચિ વધે તેમ તેમ પરની ઉપેક્ષા થઈ જાય છે. બાકી સત્સંગ અને સપુરુષની અત્યંત ભક્તિ એ સુગમ અને સર્વ શ્રેષ્ઠ ઉપાય છે, જેથી સ્વચ્છંદ, પૂર્વાગ્રહ આદિ અનેક પ્રકારના દોષ ઉત્પન્ન જ થતા નથી. (૧૫૮૫) * મતાગ્રહ એટલે પોતાના મતનો / અભિપ્રાયનો આગ્રહ. રૂઢિ અર્થ “સંપ્રદાયિક મતનો આગ્રહ છે. બન્ને સ્વચ્છેદ દોષ છે. જ્ઞાની પુરુષનો સત્સંગ પ્રાપ્ત થવાથી આવો દોષ સહેજે જાય છે, સંપ્રદાયીક મતનો આગ્રહ થવાથી જીવ મત મતાંતરમાં પડી જાય છે અને પોતાની–મુમુક્ષુની ભૂમિકાનું પ્રયોજન ચુકી જાય છે. તેથી જ્ઞાની પુરુષ તે વાતથી મુમુક્ષુને દૂર રાખે છે. અને “સતના અભિપ્રાય પ્રત્યે દોરે છે. પોતાનો મત સત્ હોવો તે યથાર્થ છે, તેમ છતાં તેનો આગ્રહ હોવો ઘટતો નથી; જો કે “સતુ પ્રત્યે મક્કમતા હોવા યોગ્ય છે. સંપ્રદાયિક મતાગ્રહ સંકુચિતપણું ઉત્પન્ન કરે છે, જેથી મધ્યસ્થતાનો અભાવ થાય છે અને રૂઢિગત થયેલી વિકૃતિઓનો સ્વીકાર હોય છે અને સત્યની પરખ રહેતી નથી. અને પોતાના મતનો આગ્રહ રહેવાથી જ્ઞાનીનો અભિપ્રાય ગ્રહણ થતો નથી. સતના સ્વીકારમાં વિશાળતા હોય છે. (૧૫૮૬) Vજિજ્ઞાસા : આગ્રહ અને મક્કમતામાં શું ફરક છે ? સમાધાન : આગ્રહના પરિણામ પરલક્ષી અને કષાય યુક્ત હોય છે, તેથી દુર્ગુણ છે. જ્યારે મક્કમતા એ સ્વલક્ષી પરિણામ છે, જે પોતાને માટે સત્ય અથવા સિદ્ધાંતને વળગી રહેવાની દઢતા છે, તેથી તે સદ્ગુણ છે. આ પ્રકારે બંન્ને પરિણામોમાં ભેદ છે. (૧૫૮૭) સ્વકાર્યની અગંભીરતા . તે જીવનો અપરાધ છે. દર્શનમોહની પ્રબળતાને લીધે જીવ નિજ હિતની વાતને ગંભીરતાથી ઉઠાવતો નથી, અને સમજવા છતાં પ્રમાદને છોડતો નથી. ગંભીર ઉપયોગ થવા અર્થે તથારૂપ સત્સંગ ઉપકારી છે. (૧૫૮૮) ઓગસ્ટ – ૧૯૯૬ Vી પોતાની યોગ્યતા / અયોગ્યતા અનુસાર ઉપદેશને અંગીકાર કરવા ઉપર જીવનું વજન જવું જોઈએ. વિશાળ શ્રુત સમુદ્ર સંસાર સમુદ્ર તરવા માટે છે. અન્યથા કલ્પના ન થાય તે માટે સિદ્ધાંતો જાણવા માટે છે – વજન દેવાની જરૂર નથી. જો જાણવાના વિષય ઉપર વજન જાય તો સહજમાં શાસ્ત્રીય અભિનિવેષ થઈ જાય. વસ્તુ વ્યવસ્થા જાણવા સિદ્ધાંત જ્ઞાન ઉપકારી છે. તથાપિ વજન દેવા . ન દેવામાં પ્રયોજનની દૃષ્ટિ જોઈએ. (૧૫૮૯). Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ અનુભવ સંજીવની ભાવોને વ્યક્ત કરવા માટે ભાષામાં શબ્દો છે. તે શબ્દો દ્વારા ભાવોને સમજવા સમજાવવાની રીત છે. બહુભાગ માણસ શબ્દાર્થ-ભાવાર્થથી સમજવાનું રાખે છે, પરંતુ યથાર્થ સમજણ માટે જે તે ભાવોના અનુભવપૂર્વક-તેની મીંઢવણીથી સમજવાની પદ્ધતિ હોવી જોઈએ, તો તે સમજમાં ભાવભાસન થાય અને સર્વ પડખાથી સમજાય, તેથી નિઃશંકતા આવે; શબ્દના અર્થને સ્મરણમાં રાખવાનો બોજો ઉપાડવો ન પડે. આ સમજવા માટેની યથાર્થ અનુભવ-પદ્ધતિ છે. (૧૫૯૦) — - પાત્રતાનું આ લક્ષણ છે કે જીવને પોતાના અજ્ઞાનનો ભય લાગવો અને સંસાર કારાગૃહ લાગવો. (૧૫૯૧) સર્વને આત્માપણે દેખવા. રાગ પુદ્ગલ આશ્રિત છે. આત્મીયતા—પ્રેમ આત્મભાવે ઉત્પન્ન હોય છે. (૧૫૯૨) જિજ્ઞાસા : વ્યાખ્યા (Theory) અને પ્રયોગ (Practical)ને શું સંબંધ છે ? સમાધાન : વ્યાખ્યાથી વસ્તુ વ્યવસ્થા સમજાય છે. સમજમાં આવેલી વાતને ચાલતા પરિણમનમાં લાગુ કરવી, અમલ કરવાનો પ્રયાસ કરવો, તે પ્રયોગ છે. આવા પ્રકારે સંબંધ છે. (૧૫૯૩) * જિજ્ઞાસા : જ્ઞાની પ્રત્યે રાગ છે કે ભક્તિ તેનો ફરક કેમ સમજાય ? બંન્ને પરિણામોના અંતરંગ અને બાહ્ય લક્ષણો દર્શાવો. સમાધાન : ભક્તિમાં સમર્પણ આવે છે, વિવેક રહે છે. નિષ્કામ બુદ્ધિ હોવાથી બાહ્ય પ્રસંગની અપેક્ષા રહેતી નથી. સ્વચ્છંદ નિરોધ અને આજ્ઞાકારિતા, તેમજ વચનની અચલ પ્રતીતિ હોય છે. જેથી નિર્મળતા અને પ્રેમનો આવિર્ભાવ થાય છે. ભક્તિ ગુણ આધારિત છે. જ્યારે રાગમાં બાહ્ય દૃષ્ટિ અને અપેક્ષાવૃત્તિ, સકામતા, સ્વચ્છંદ વગેરે થાય છે. રાગી જીવ ધનાદિનું સમર્પણ કરે, તોપણ તેમાં અહંભાવ થઈ આવે છે, તેમજ કદી ઉદયમાં અવિવેક પણ થઈ જાય છે. રાગ બાહ્ય વ્યક્તિત્વ આદિ પરના આધારે થાય છે. (૧૫૯૪) * જિજ્ઞાસા : પોતાના ઉપકારી શ્રી જ્ઞાનીગુરુની અનન્ય ભક્તિ હોવા છતાં, ક્ષેત્રથી દૂર રહેવું પડે, તો અનન્ય ભક્તિ અને બાહ્ય પરિણામોનો મેળ કેવી રીતે સમજવો ? આમાં રહસ્ય હોય તે સમજાવશો. સમાધાન : ક્ષેત્રથી દૂર રહેવાનો ભક્તિમાનને અભિપ્રાય હોતો નથી. છતાંપણ ઉદયનું બંધન જ્ઞાનીને પણ હોય છે. પરમ સત્સંગની ભાવના તીવ્ર હોય છે, તેમાં અંતરાય કરનારા ઉદય પ્રત્યેના Page #460 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૦૫ ભાવોમાં રસ, રુચિ રહેતા નથી, ઘણો નિષેધ આવે છે; ત્યારે ભક્તિભાવ ઉલટાનો વધી જાય છે. અંતરાયને લીધે ભક્તિભાવમાં જરાપણ ફરક પડતો નથી. પરંતુ નિર્મળતા વધતી જાય છે. તેવું રહસ્ય છે. (૧૫૯૫) ૨૮ જિજ્ઞાસા : જ્ઞાનીની અંતર પરિણતિની, મુમુક્ષુજીવને, ઓળખાણ અંતર્મુખતાના પ્રયાસ વખતે થાય કે બહિર્મુખ પરિણામ વખતે ? સમાધાન : જ્ઞાનીની ખરેખરી ઓળખાણ તો તથારૂપ સત્સંગ પ્રાપ્ત થયે, દઢ મુમુક્ષુતા આવ્યેથી, સત્સંગ યોગે પ્રાપ્ત ઉપદેશ અવધારણ કર્યેથી, તેમજ અંતરાત્મવૃત્તિ ઉદભવ્યેથી થાય છે. પોતાને લાગુ પડતો પ્રયોજનભૂત ઉપદેશનું અમલીકરણ કરવા માટે સંવેગ પ્રાપ્ત જીવ, અંતર્મુખના માર્ગને પરમ ઉત્સાહથી ચાહે છે, ત્યારે, તેને વિદ્યમાન જ્ઞાનીપુરુષની અંતર પરિણતિના દર્શન થાય છે. ત્યારે ઓળખાણ થાય છે. (૧૫૯૬) * જિજ્ઞાસા : જ્ઞાની ચારિત્રમોહને ટાળવા માટે કેવા પ્રકારે પુરુષાર્થ કરે છે ? સમાધાન : જ્ઞાની ચારિત્રમોહને ટાળવા માટે વારંવાર ભેદજ્ઞાનપૂર્વક સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરે છે, જેથી વીતરાગતા અને આત્મસ્થિરતા વધવાથી ચારિત્રમોહ પ્રક્ષીણ થતો જાય છે. (૧૫૯૭) / જિજ્ઞાસા : ભવભ્રમણની વેદનાપૂર્વક પૂર્ણતાનું લક્ષ બંધાઈને ઉત્તરોત્તર ઉપરની ભૂમિકાના ક્રમથી આગળ વધીને સ્વાનુભૂતિ પ્રાપ્ત કરનાર જીવે પહેલેથીજ ‘ક્રમથી ચાલવું છે' એવો અભિપ્રાય કરેલો કે કેમ ? સૌ પ્રથમ વેદના આવે એવો અભિપ્રાય રાખવામાં ભૂલ છે કે કેમ ? યથાર્થ અભિપ્રાય શરૂઆતથી કેવો હોય ? સમાધાન : ક્રમનું જાણપણું હોય તો જ ક્રમ પ્રવેશ થઈ જીવ સ્વાનુભૂતિ સુધી પહોંચે તેવો નિયમ નથી. તથાપિ સહજ ક્રમપૂર્વક જીવ આગળ વધે છે, અને મોક્ષમાર્ગ સમીપ થતો જાય છે. બૌધિક સ્તરે ક્રમ જણાય તો ક્રમ શરૂ થઈ જાય તેમ પણ સર્વ જીવ માટે બનતું નથી. સર્વ પ્રથમ વેદના આવે એવો અભિપ્રાય હોવો તેમાં ભૂલ નથી. શરૂઆતથી યથાર્થ અભિપ્રાય એવો હોય છે કે કોઈપણ કિંમતે હવે મારે સંસારથી મુક્ત થવું છે અને શ્રીગુરુની આજ્ઞાધીનપણે આત્મકલ્યાણ સાધી લેવું છે.” અને તદ્નુસાર તે જીવનો પ્રયાસ ચાલુ થઈ જાય છે. (૧૫૯૮) જિજ્ઞાસા : ઘણાં મુમુક્ષુઓમાં શમ, નિર્વેદ (વૈરાગ્ય) આસ્થા, અનુકંપા હોવા છતાં, સંવેગ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ અનુભવ સંજીવની કેમ ઉત્પન્ન થતો નથી ? સંવેગ કેમ ઉત્પન્ન થાય ? સમાધાન: સંવેગ ઉત્પન્ન ન થવાનું કારણ મોક્ષનું ધ્યેય / લક્ષ બંધાયું નથી. જેને પરિભ્રમણની ચિંતાપૂર્વક વેદના-નૂરણા થઈ પૂર્ણતાનું લક્ષ થાય છે, તેને સંવેગ ઉત્પન્ન થયા વિના રહે નહિ, કેમકે તેને એમ ભાસે છે કે મારે ઘણું કામ બાકી છે, અને મારી પાસે થોડો સમય છે. તેથી સ્વકાર્ય શીધ્ર કરી લેવા સહજ વૃત્તિમાં વેગ આવે છે. તેથી સંવેગ ઉત્પન્ન થવા અર્થે પૂર્ણતાનું લક્ષ થવું આવશ્યક છે. (૧૫૯૯) / જિજ્ઞાસા ઃ જીવને ભવભ્રમણની વેદના જાગી ન હોય, પૂર્ણતાનું લક્ષ બંધાયું ન હોય અને જ્ઞાનીપુરુષ પ્રત્યે ભક્તિ હોય તો તે યથાર્થ હોઈ શકે કે કેમ ? સમાધાન : યથાર્થ ભક્તિ તો પૂર્ણતાના લક્ષ પછી ઓળખાણ થવાથી આવે છે, તે પહેલાં ઓથે ભક્તિ હોય છે. તેવી ભક્તિ બે પ્રકારે હોય છે, એક સકામ અને બીજી નિષ્કામ. સકામ ભક્તિમાં દૃષ્ટિ મલિન હોવાથી તે મિથ્યાતને ગાળતી નથી. નિષ્કામ ભક્તિથી નિર્મળતા આવે છે, તેથી તેનો નિષેધ કર્તવ્ય નથી. (૧૬૦૦) / જિજ્ઞાસા : જ્ઞાની પુરુષની અંતર પરિણતિ ઓળખીને ભક્તિ આવે તો તે જીવ અન્ય જ્ઞાનીને પરિચયથી ઓળખી શકે કે કેમ ? અન્ય મુમુક્ષુની યોગ્યતાને માપી શકે કે કેમ ? 'જ્ઞાની પ્રત્યે તેનો વ્યવહાર કેવો હોય ? અન્ય મુમુક્ષુ પ્રત્યે તેનો વ્યવહાર કેવો હોય ? સમાધાન : જ્ઞાની પુરુષની અંતર પરિણતિના દર્શનથી | ઓળખીને ભક્તિ આવી હોય તો તે જીવ અન્ય જ્ઞાનીને પરિચયથી ઓળખી શકે, જેમ એક હીરાને પરખનાર સર્વ હીરાને પારખી શકે તેમ. અને તે અન્ય મુમુક્ષુની યોગ્યતાને પણ માપી શકે. જ્ઞાની પ્રત્યે તેનો વ્યવહાર સર્વાર્પણ બુદ્ધિએ અત્યંત ભક્તિએ હોય છે. અન્ય મુમુક્ષુ મુમુક્ષુ પ્રત્યે તેનો વ્યવહાર સાધર્મી વાત્સલ્યયુક્ત હોય છે. ઈર્ષા કે દ્વેષ જેવા પરિણામ તેને હોય નહિ. તેમજ બીજાને સત્સમાગમમાં અંતરાય પડે તેવો અભિપ્રાય કે પરિણામ હોય નહિ. (૧૬૦૧) જિજ્ઞાસા : જ્ઞાનીના જ્ઞાનની અંતર પરિણતિ એટલે શું ? સમાધાન : જ્ઞાનીની અંતર પરિણતિમાં, મુખ્યપણે અંતર્મુખી શ્રદ્ધા, જ્ઞાન (સ્વસંવેદન), સ્વરૂપાચરણ / વીતરાગતા, આત્મશાંતિ અને પુરુષાર્થના સમ્યક ભાવોનું પરિણમન હોય છે. ગણપણે અનંત સર્વ ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન હોય છે. (૧૬૦૨) ' જિજ્ઞાસા : સમ્યક જ્ઞાનના બે પડખાં (૧) અભિપ્રાય (૨) ઉપયોગ, બન્ને નિશ્ચયરૂપ અને Page #462 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૦૭ વ્યવહારરૂપ વ્યવસ્થિત કેવી રીતે પરિણમે છે ? સમાધાન : સમ્યક્શાનમાં અભિપ્રાયરૂપે સર્વથા એક પોતાનું સ્વરૂપ જ ઉપાદેયપણે વર્તે છે - આ નિશ્ચય છે. વ્યવહારમાં દેવ, શાસ્ત્ર, ગુરુનો આદર, પ્રસંગે હોય છે. જે ઉપયોગ નિજ સ્વરૂપનું અવલંબન જે સમયે લે છે, તે નિશ્ચયરૂપ છે અને ઉદય પ્રસંગે દેવ, શાસ્ત્ર, ગુરુ પ્રત્યે ઉપયોગ જાય છે, તે વ્યવહારરૂપ પરિણમન છે. આમ બંન્ને પ્રકારના પરિણામની વ્યવસ્થા મોક્ષમાર્ગમાં છે. (૧૬૦૩) જિજ્ઞાસા : કૃપાળુદેવે પત્રાંક ૨૧૩માં આત્મા અને જિનેન્દ્ર પરમાત્માથી પણ પ્રત્યક્ષ સત્પુરુષનો વધારે મહિમા કર્યો છે, તેમાં શું રહસ્ય છે ? સમાધાન : અનાદિથી પરિભ્રમણ કરતો આ જીવ પોતાના સ્વરૂપથી અજાણ છે, તેથી તે દુઃખી છે અને સત્પુરુષની ઓળખાણ વિના, કોઈ આત્મસ્વરૂપને ઓળખી શકે નહિ, કારણકે તે શક્તિરૂપે છે. જ્યારે સત્પુરુષમાં આત્મા પ્રગટ છે. અને તે આત્માને બતાવનાર છે. તેથી; તેમજ જિનેન્દ્રનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવનાર પણ સત્પુરુષ જ છે. વળી, વર્તમાનમાં જિનેન્દ્રનો પ્રત્યક્ષ યોગ સંભવિત પણ નથી. તેઓ પૂર્ણ વીતરાગ છે પ્રત્યક્ષ હોય તોપણ, જિજ્ઞાસા થાય તે વખતે પ્રશ્નોત્તરીનો તેમની સાથે સીધો પ્રસંગ નથી. સત્પુરુષ સાથે તેવો પ્રસંગ જિજ્ઞાસુને સુગમતાથી ઉપલબ્ધ છે, આમ સત્પુરુષનું વધુ ઉપકારીપણું હોવાથી તેમનો વધારે મહિમા કર્યો છે તે યથાર્થ જ છે. યથા— “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર.” જિજ્ઞાસા : જ્ઞાનીનો અભિપ્રાય શ્રદ્ધાને અનુસાર (સ્વરૂપમાં લીન રહેવું) હોય છે છતાં પ્રભાવના આદિકાર્યમાં કેમ જોડાય છે ? અભિપ્રાય વિરુદ્ધ પ્રવૃત્તિ કેમ કરે છે ? સમાધાન : પુરુષાર્થની ઓછપને લીધે ઉપયોગ બહાર જાય છે, ત્યારે જ્ઞાનીનો વિવેક પૂર્વક દેવ, ગુરુ, શાસ્ત્ર સંબંધિત પ્રવૃત્તિમાં ઉપયોગ લાગે છે. તે અશુભથી બચવા માટે છે. તેનો પરમાર્થે નિષેધ હોવાથી, તે ઘટાડી અંતે સંપૂર્ણ સ્વરૂપ લીનતાને તેઓ પ્રાપ્ત કરશે. તે માટે તેમનો પુરુષાર્થ હોય છે. (૧૬૦૫) (૧૬૦૪) જિજ્ઞાસા : મુમુક્ષુજીવની યોગ્યતા અને પુરુષાર્થ, તે બેમાં શું ફેર છે ? શો મેળ છે ? સમાધાન : પુરુષાર્થ તે જીવની વીર્ય ગુણની પર્યાય છે. યોગ્યતામાં, તે અને તે ઉપરાંત બીજા શ્રદ્ધા, (મંદ મિથ્યાત્વ), જ્ઞાનની નિર્મળતા / યથાર્થતા આદિ અનેક ગુણોના અનુરૂપ પરિણમનની ગણત્રી હોય છે. પુરુષાર્થ જેટલો સાચી દિશામાં કાર્ય કરે તેટલી યોગ્યતા વિશેષ— તેમ સમજવા Page #463 -------------------------------------------------------------------------- ________________ ४०८ અનુભવ સંજીવની યોગ્ય છે. આ પ્રકારે મેળ છે. (૧૬૦૬) , જિજ્ઞાસા : જ્ઞાનીની અંતર પરિણતિ ઓળખનાર જીવને જ્ઞાનીનાં નેત્રમાં કેવા ભાવો દેખાય? સમાધાનઃ તેવી ઓળખવા માટેની યોગ્યતાવાન જીવને જ્ઞાનીના નેત્રોમાં વીતરાગતા, અંતર્મુખતા, શાંતરસ, નિર્મળતા, નિસ્પૃહતા અને સ્વરૂપ પ્રત્યક્ષતાથી ઉત્પન્ન આત્મિક પુરુષાર્થના દર્શન થાય (૧૬૦૭) છે, સપ્ટેમ્બર - ૧૯૯૬ જિજ્ઞાસા : જ્ઞાની પુરુષ પ્રત્યેની પરમ ભક્તિ મુમુક્ષજીવનાં પુરુષાર્થને ઉપાડવામાં શું ભાગ ભજવે છે ? અને તે કેવી રીતે ? સમાધાન : જ્ઞાની પુરુષની પરમ ભક્તિથી દર્શનમોહનો અનુભાગ ઘટે છે; તેથી પુરુષાર્થ સહજ ઉગ્ર થાય છે, કેમકે જ્ઞાન, નિર્મળ થઈ પ્રયોજન / નિજ હિતને યથાર્થપણે સમજવાને યોગ્ય થાય (૧૬૦૮) / જિજ્ઞાસા : જીવને પરિભ્રમણની ચિંતા ઉપર ઉપરની છે કે યથાર્થ છે – તે કેમ જણાય ? બંન્ને પ્રકારમાં કેવો ફરક છે ? સમાધાન : યથાર્થતામાં પરિણામો એક લયે કાર્ય કરે છે અને યથાર્થ વૈરાગ્ય / ઉદાસીનતા પૂર્વક પૂર્ણતાનું લક્ષ બંધાય છે. ઉપર ઉપરની ચિંતના ચાલુ રહેતી નથી. જીવ અન્ય ઉદયમાં રસ લઈને જોડાઈ જાય છે – વેદનાદિ સહજ થતું નથી – એટલે કૃત્રિમતા થાય છે અને તે સમસ્યા થઈ પડે છે. (૧૬૦૯) જિજ્ઞાસા : સત્પુરુષની ઓળખાણવાળા જીવની ભક્તિ અને સમ્યક દૃષ્ટિ જીવની ભક્તિ વચ્ચે શો તફાવત હોય છે ? બંન્નેના ભેદજ્ઞાનમાં પ્રયાસમાં શો ફેર હોય છે ? સમાધાન : સત્પુરુષની ઓળખાણ થયે જીવને પરમેશ્વરબુદ્ધિએ પરમ ભક્તિ આવે છે, જ્યારે પરમાર્થ સમકિત થતાં તે પોતે જ સત્પુરુષ થાય છે. તેમ છતાં, પોતાના ઉપકારી ગુરુ પ્રત્યે, ભૂતકાળના તીર્થકરથી પણ અધિક ભક્તિ આવે છે, મહિમા આવે છે. પોતાની પર્યાયે પર્યાયે સદ્ગુરુનો ઉપકાર / મહિમા વેદાય છે. (૧૬૧૦) જે જિજ્ઞાસા : પ્રયોજનની દૃષ્ટિ ન હોય અને જ્ઞાની પુરુષની ભક્તિ હોય, એવું બને ખરું? સમાધાન : સકામ ભક્તિ હોય તો પ્રયોજનની દૃષ્ટિ હોતી નથી, પરંતુ જો નિષ્કામપણે Page #464 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૦૯ ભક્તિ હોય તો નિજહિતનું પ્રયોજન પકડાવાની યોગ્યતા આવે છે. કેમકે નિષ્કામ ભક્તિથી જ્ઞાનમાં નિર્મળતા થાય છે. (૧૬૧૧) // જિજ્ઞાસા : શ્રીમદ્જી લખે છે કે તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ’--આ વચનામૃતમાં તેઓનો શું આશય છે ? સમાધાન ઃ તેઓનો આશય એવો છે કે બીજા જીવને, પોતાની કોઈ પ્રવૃત્તિથી દોષ થતો હોય, તેમ જણાય, તો તેને દોષ ન થાય, તેવું કર.’ જેમકે કોઈ કોઈ અજ્ઞાનથી દ્વેષભાવે જ્ઞાનીપુરુષની વિરાધના કરે, તો તેના પ્રત્યે દ્વેષ ન કરતા, તેથી સાથે સરળતા અને સજ્જનતા ભર્યો વ્યવહાર રાખવાથી, તે તેવો દ્વેષ કરવાનું ભૂલી જાય અથવા પોતાને જાણ થાય કે મારી અમુક પ્રવૃત્તિથી સામા જીવના પરિણામ બગડે છે, તો તેવું ન થાય, તેવો પ્રયાસ કરવો. પરંતુ આત્મહિતની પ્રવૃત્તિથી રોકાવું નહિ. (૧૬૧૨) v જિજ્ઞાસા : રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષમાં જીવને વધુ નુકસાન ચા દોષથી થાય ? સૌથી પહેલા ક્યો દોષ ટાળવા યોગ્ય છે ? અને તેનો ઉપાય શો ? સમાધાન : રાગ, દ્વેષ અને મોહ એ ત્રણેમાં મોહથી જીવને વધુ નુકસાન થાય છે. કેમકે તે સૌથી મોટો દોષ છે. અને તે પહેલા ટાળવા યોગ્ય છે. તેવી જિન નીતિ છે. મોહને ટાળવા માટે સત્સંગાદિ સાધન છે. અંતરંગ સાધન તો મુક્ત થવાની જિજ્ઞાસા છે. આત્મજ્ઞાનથી મોહ ટળે છે અને ક્રમે રાગ દ્વેષ ટળે છે. (૧૬૧૩) જિજ્ઞાસા : વિદ્યમાન સત્પુરુષ પ્રત્યે બાહ્યમાં ભક્તિના પરિણામ હોવા છતાં, તે મુમુક્ષુ બીજા જીવને સત્પુરુષની વિરાધનામાં નિમિત્તરૂપ થતો હોય એવું બને ખરું ? આમાં મુમુક્ષુની ભૂલ કેવી રીતે થાય છે ? બીજા મુમુક્ષુએ તે મુમુક્ષુની ઉપેક્ષા કરવી કે કેમ ? સમાધાન : ઓઘસંજ્ઞા સહિત ભક્તિ હોય, ત્યારે તેવા મુમુક્ષુને પ્રકૃતિ દોષથી તેવું બને છે. તેવા જીવને પ્રકૃતિ દોષને મુખ્ય કરવાની યોગ્યતા હોય, ત્યારે તેવું બને છે. પરલક્ષની ભૂલથી બીજાના દોષને મુખ્ય કરવાનું બને છે. તેથી ભૂલ પોતાની છે. પ્રકૃતિદોષવાળા તે જીવે પણ પોતાના નિમિત્તે બીજાને નુકસાન ન થાય, તેવી સાવધાની રાખવી યોગ્ય છે. બીજા મુમુક્ષુએ પણ પોતાના હિતને મુખ્ય રાખીને તે મુમુક્ષુના પ્રકૃતિ દોષને ગૌણ કરવા યોગ્ય છે. (૧૬૧૪) V જિજ્ઞાસા : ચાલતા પરિણામોનું અવલોકન કરવાથી વેદના - ઝૂરણા આવે કે વેદના કેમ નથી આવતી ?' એવી ચિંતનાથી વેદના આવે ? યથાર્થ પદ્ધતિ કઈ છે ? Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ અનુભવ સંજીવની સમાધાન : વેદના કેમ નથી આવતી ? એવી ચિંતનાથી વેદના આવતી નથી. પરંતુ અનંત પરિભ્રમણની (વાસ્તવિક) ભયંકરતા ભાસે અને તેના કારણરૂપ પોતાની વર્તમાન દશા હજી પણ ચાલુ છે, તે મટાડવાની ઈચ્છા હોવા છતાં, તેમ થતું નથી, તેની મૂંઝવણ થવાથી, અને તે પરિણામો એક લયે ચાલવાથી વેદના આવે છે. અહીં પ્રારંભમાં ચાલતા પરિણામોનું અવલોકન થાય તેવી ભૂમિકા નથી, તેથી તે વેદના આવવાનું કારણ નથી. (૧૬૧૫). / જિજ્ઞાસા: પોતાના દોષ દેખાય તો દોષને મટાડવાનો પ્રયત્ન પોતાની રીતે કરવો કે જ્ઞાની પુરુષના માર્ગદર્શન અને આજ્ઞાનુસાર પ્રયત્ન કરવો ? યથાર્થતા શેમાં છે ? સમાધાન : પોતાના દોષનો ખ્યાલ આવે તો જ્ઞાનીના માર્ગદર્શન અને આજ્ઞાનુસાર તે નિવૃત્ત થાય તેવો પ્રયત્ન કરવો યોગ્ય છે. પોતાની રીતે દોષ મટાડવા અનંતવાર જીવે પ્રયત્ન કર્યો છે, પરંતુ વિધિથી અજાણ હોવાથી તે પ્રયત્ન નિષ્ફળ ગયો છે. તેથી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું યોગ્ય (૧૬૧૬) જીવને, બંધન ઉદયમાં જોડાવાથી થાય છે. તેથી (બંધનથી મુક્ત થવા ઈચ્છનારે ઉદયકાળે યથાર્થ પ્રકારે ન જોડાણ થાય તેમ પ્રવર્તવું ઘટે. તદર્થે યથાર્થપણે પરિણામને દર્શનમોહ નિર્બળ થાય તેમ યોજવા ઘટે. જેથી અન્યથા ઉપાય ન થાય. તેથી ઉદયમાં પણ ન જોડાવું અને દર્શનમોહની શક્તિ પણ તૂટે તેવી યોજનાપૂર્વક મુમુક્ષુએ વ્યવસ્થિત ઉપાય કરવો યોગ્ય છે. અનુદયભાવરૂપ મોક્ષમાર્ગ પામવાની આ શ્રેણી છે વા પ્રારંભ છે. (૧૬૧૭) ઓક્ટોબર - ૧૯૯૬ પ્રથમ, જ્ઞાનીના પ્રત્યક્ષયોગે જીવને ઓઘભક્તિ હોય છે. સત્સંગ દરમ્યાન જો જીવને બોધની અસર થઈ હોય તો પરમ સત્સંગે આત્મહિત સાધવા પ્રત્યે તે આગળ વધે છે અને ઉપકાર બુદ્ધિપૂર્વક ભક્તિ-સ્નેહ વર્ધમાન થાય છે. તેવો જીવ ભક્તિથી વિચલીત થતો નથી. પરંતુ તેમ ન થયું હોય એટલે કે બોધની અસર ન થઈ હોય તો, જ્ઞાનીના બાહ્યાચરણથી જીવ પ્રાયઃ વિચલીત થાય છે અને અભક્તિના પરિણામ થાય છે. જેથી યોગ નિષ્ફળ થાય છે. (૧૬૧૮) એ સંતોનો માર્ગ અદ્ભુત છે, ગંભીર છે, અલૌકિક છે, સામાન્ય જીવો તેને સમજી શકતા નથી, તો પચાવી શકે નહિ, તે સહજ છે. તેથી તેનું આશ્ચર્ય શું? જ્ઞાનીની ગંભીરતાને નમસ્કાર હો ! (૧૬૧૯) Page #466 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૧૧ એ જીવ જે જે ઉદય પ્રસંગમાં રસ લે છે, તેની અસર તેના ઉપર થાય છે. દીર્ધકાળ પર્વત ઉપાસેલા સત્સંગની અસર એક ઘડીના કુસંગથી ધોવાઈ જાય છે. જ્યારે અનંતકાળથી આરાધેલ સંસારમાર્ગ, આત્મભાવે કરેલા સત્સંગ થી બદલાઈ જઈ મોક્ષમાર્ગની વાટ ગ્રહણ કરે છે. મુમુક્ષુ જીવે આ વાત બહુ બહુ પ્રકારે વિચારવા જેવી છે. (૧૬૨૦) તીવ્રરસે થયેલા જીવના પરિણામ અલ્પ સમયમાં ઘણું કાર્ય કરી જાય છે. તેમાં પણ જો કુસંગ થઈ જાય તો જીવના પરિણામમાં શીઘ પડવાઈ થઈ જાય છે. તેવી જ રીતે તીવ્રરસે થયેલી આત્મકલ્યાણની ભાવના કાળે તથારૂપ સત્સંગ યોગે, અલ્પ સમયમાં, આત્મોન્નતિની પ્રગતિ પણ ઘણી થાય છે. (૧૬૨૧) Vઉદય જોઈને ઉદાસપણું ભજશો નહિ” – (કુ. દેવ. વ. ૪૦૨). પ્રતિકૂળ ઉદય જોઈને અણગમો - ચિંતા કરવી નહિ. એવો અહિ ઉપદેશ છે. બહુભાગ જીવોને પ્રતિકૂળતાનો ઉદય આવતાં પરિણામ બગડે છે. જેથી માઠા કર્મ બંધાય છે. જ્ઞાની સમભાવે ઉદયને વેદે છે – અને આત્માર્થી તેવા પ્રયાસમાં રહે છે–પ્રયત્નદશામાં રહે છે. - આ સંસાર તરવાની કળા છે. (૧૬૨૨) પરિભ્રમણની વેદના વગર, પરિભ્રમણનો અભિપ્રાય જીવને ચાલુ રહે છે, પરિભ્રમણના કારણભૂત મિથ્યાત્વ અને અજ્ઞાનનો યથાર્થ નિષેધ આવતો નથી અને તેથી સંસારની રૂચિ, વહાલપ ચાલુ રહે છે. પરિભ્રમણની વેદનાથી સંસારની રુચિ યથાર્થપણે મંદ થાય છે. જેથી ઉદયમાં ઉત્સાહ રહેતો નથી. પરિભ્રમણની વેદનાથી પરિભ્રમણ ન કરવાનો અભિપ્રાય થાય છે. (૧૬૨૩) Vશાસ્ત્રોમાં અને જ્ઞાનીઓના વચનોમાં પરસ્પર વિરુદ્ધતા હોય તેવાં અનેક વિધાનો છે. તેનો મેળ (Co ordination) કરતાં ન આવડે તો ગુંચવાડો અને મૂંઝવણ ઉત્પન્ન થાય છે. તેથી કોઈપણ વકતાની ફરજ છે કે વિરુદ્ધ મુદ્દાઓનું Co-ordination કરે. નહિતો મોટા ભાગના શ્રોતા યથાર્થ સમજણથી વંચીત રહી જાય છે–આથી આવી સ્પષ્ટતા અતિ આવશ્યક છે. (૧૬૨) V જિજ્ઞાસા : જ્ઞાનીની શિખામણ છે કે ધીરજથી પ્રયત્ન કરવો, છતાં પ્રમાદ ન થવો જોઈએ, તો ધીરજ અને પ્રમાદમાં ફેર શું ? સમાધાનઃ ધીરજવાનને ખોટી ઉતાવળ થતી નથી અને પ્રયત્ન અંદરમાં ચાલુ રહે છે. ધીરજથી ચાલતા પ્રયત્નમાં સાવધાની હોય છે. પ્રમાદવાળા જીવને એક લયથી પ્રયાસ ચાલતો નથી. તે જીવ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ અનુભવ સંજીવની ઉદયમાં જોડાઈ જાય છે. તેથી એક લયથી પ્રયત્ન ચાલતો નથી. પ્રમાદી જીવ શિથિલ હોય છે. (૧૬૨૫) V જિજ્ઞાસાઃ કૃપાળુદેવના વચનામૃતમાં એમ આવે છે કે સર્વજ્ઞને પણ સમ્યક્દષ્ટિપણે ઓળખવાનું ફળ મહતું બહુ મોટું છે. તો ત્યાં તેઓનો કહેવાનો આશય શું છે ? સમાધાન : પ્રથમ તો, સજીવનમૂર્તિના પ્રત્યક્ષ યોગ વિના અંતર પરિણતિના દર્શન થતા નથી અને અંતર પરિણતિના) તેમ થયા વિના ઓળખાણ થતી નથી. ત્રણ પ્રકારે સ્થિતિએ) તે સજીવનમૂર્તિ બિરાજે છે, સર્વજ્ઞ, નિગ્રંથ મુનિરાજ, અને સમદષ્ટિ શ્રાવક. પ્રથમના બે પદવાળાની બાહ્યદશા અત્યંત ત્યાગની હોવાથી બાહ્ય દૃષ્ટિવાનને પણ શંકાનો અવકાશ નહિવત્ છે. પરંતુ તેમની અંતર વિતરાગ પરિણતિ અતિ સૂક્ષ્મ છે, જે મુમુક્ષુની ભૂમિકામાં ઓળખાય / પકડાઈ તેવી ક્ષમતા પ્રાયઃ ત્યાં હોતી નથી; સમ્યદષ્ટિની પરિણતિ ઉત્કૃષ્ટ - ઉત્તમ મુમુક્ષુ ઓળખી શકે તેવી છે, પરંતુ બાહ્યદશામાં શંકા ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ ઘણી છે. તેથી જ ત્રણેય સજીવનમૂર્તિનો યોગ અનંતકાળમાં અનંતવાર થવા છતાં આજ સુધી ઓળખાણ (પહેલું સમકિત) થયું નથી. ત્રણેયમાં સમ્યકત્વ સામાન્ય છે, તેથી જો તે એક સમ્યકત્વપણે ઓળખાય તો ત્રણેની શ્રદ્ધા થાય (અને વીતરાગતાથી ઓળખાય તેવો સિદ્ધાંત ગ્રહણ કરતાં, સમ્યક દૃષ્ટિમાં (તે પ્રગટ નહિ દેખાવાથી) અવ્યાપ્તિ દોષ આવે છે જ્યારે સમ્યકત્વમાં તેવો દોષ આવતો નથી. તેથી સર્વજ્ઞને પણ સમ્યકત્વપણે ઓળખતાં તેનું ફળ મહત્વ છે એટલે કે નિર્વાણપદ છે. કેમકે તેમાં સ્વભાવ દર્શન છે. તે સ્વભાવ દર્શન થયા વિના સર્વજ્ઞને સર્વજ્ઞપણે માનવાનું આત્મ પ્રત્યયી કાંઈ ફળ નથી. એમ તેમનો કહેવાનો આશય છે. (૧૬૨૬) / જિજ્ઞાસા : સજીવનમૂર્તિને સમ્યકત્વપણે ઓળખવા એટલે શું? અને તે કેવી રીતે ઓળખવા? સમાધાનઃ બાહ્ય દૃષ્ટિવાન જીવને સમકિત સમજાતું નથી. કારણ) સમ્યકત્વ એ અંતર્ દૃષ્ટિનો વિષય છે. કેમકે તે જીવનું અંતર્મુખી પરિણમન છે. અંતરાત્મવૃત્તિવાળા જીવને સજીવનમૂર્તિના પ્રત્યક્ષ સમાગમે તથારૂપ સત્સંગ પ્રાપ્ત થયે, ઓળખવાની પરમ જિજ્ઞાસા થયે તે ઓળખાય છે. પરિણામની “સ્વાભિમુખ દિશા સૂચવતો આ વાચક શબ્દ છે, તેનું વાચ્ય ભાવભાસનરૂપે થવાથી, તેની ઓળખાણ થાય છે. આત્મા સ્વભાવે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે. જે પૂર્ણદશામાં પ્રગટ થાય છે અને વચનઅગોચર છે. તેથી કોઈ તેને કહેવા સમર્થ નથી. પરંતુ તે જ્ઞાનગોચર છે. સમ્યકત્વ જ્યારે સમજાય છે ત્યારે જ્ઞાનીના વચનો અને શાસ્ત્ર વચનોમાં રહેલો સમ્યક્ આશય ગ્રહણ થાય છે. અર્થાત્ પ્રતિપાદનની સમ્યકતા નજરે ચડે છે. તેથી કહેનારની ઓળખાણ થાય છે. (૧૬૨૭) Page #468 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૧૩ // જે જે ભાવો અને જે જે વચનો પરસન્મુખતા અને બાહ્યદૃષ્ટિપણું છોડાવે અને જે જે ભાવો અંતર્મુખ થાય વા થવાના કારણભૂત થાય તથા જે જે વચનો અંતમુર્ખ થવાના કારણભૂત થાય, તે તે સર્વભાવો અને વચનો (સ્વાનુભવી પુરુષના) સમ્યક્ છે.આ લક્ષણોથી, અતિ સૂક્ષ્મ એવું, સમ્યક્ત્વ પરખવા યોગ્ય છે. (૧૬૨૮) જીવ કદી એવી પણ ભૂલ કરે છે કે વિચારને મુખ્ય કરે છે અને અનુભવને ગૌણ કરે છે, તેથી વિચારોનાં વમળમાં ફસાય છે. ખાસ કરીને સત્પુરુષના સમાગમમાં આવેલ જીવ, એકાંત આત્મકલ્યાણની ભાવનાના પોષણરૂપ અનુભવને જ્યારે ગૌણ કરીને, વિચારોને મુખ્ય કરે છે ત્યારે શંકાના વમળમાં પડી માર્ગનો ક્રમ (ઉપકારબુદ્ધિપૂર્વકનો વિનય) ચુકી જાય છે અને અપૂર્વ સુયોગ ખોઈ બેસે છે. તેમાં પણ કુસંગની અસર આવી યોગ્યતાવાળાને ઘણી જ નુકસાનકર્તા થાય છે.(૧૬૨૯) સંતોનો માર્ગ ખરેખર અદ્ભુત છે. મહા સમર્થ દિજ આચાર્યો અને યુગપુરુષ જેવા મહાત્માઓ પણ પોતાના શ્રીગુરુનો ઉપકાર ભૂલતા નથી અને પ્રસિદ્ધપણે ગાય છે; વિનમ્ર થઈને ગાય છે. તેમનું હૃદય આ પરિપ્રેક્ષ્યમાં દ્રવિત થાય છે ! ત્યારે તેમને અત્યંત ભક્તિએ નમસ્કાર સહેજે થઈ જાય છે. મુમુક્ષુજીવ પણ ઉપકારબુદ્ધિએ વર્તે તો અનેક સંભવિત દોષોથી બચી જાય, અને તરી જાય. (૧૬૩૦) નવેમ્બર ૧૯૯૬ //પરિભ્રમણની વેદનામાં, પરિભ્રમણના કારણભૂત અજ્ઞાન અને અજ્ઞાનના કારણભૂત રાગના કર્તૃત્ત્વનો તીવ્ર નિષેધ છે. અને પરંપરાએ જ્ઞાતાપણાનો / અકર્તાપણાનો આદર છે. – આમ સન્માર્ગ પ્રતિના પ્રથમ ચરણનાં મૂળ ઘણાં ઊંડા છે અને સંસાર પરિભ્રમણનાં બીજના નાશક છે. (૧૬૩૧) ધાર્મિકક્ષેત્રમાં રુઢિનું સામ્રાજ્ય વ્યાપેલું છે. જેમકે ક્રોધી સૌની નજરમાં આવે છે, પરંતુ માયાવી વધારે અપરાધી હોવા છતાં તેમ પ્રસિદ્ધ નથી. તેવી જ રીતે જુગાર, દારૂ, માંસ ભક્ષણ વગેરે દોષ લોકમાં ધૃણાપાત્ર ગણાય છે. પરંતુ શરીર, કુટુંબ અને સંપત્તિ આદિ પરમાં નિજબુદ્ધિના પરિણામો (અજ્ઞાન / દર્શનમોહના હોવાથી) ભયંકર સંસાર પરિભ્રમણ અને અધોગતિના કારણો હોવા છતાં સર્વ સાધારણપણે, જાણે કે કોઈ અપરાધ જ ન હોય, (પણ ફરજ અને ધર્મ હોય) તેમ ગણવામાં આવે છે. કેવું ઘોર અજ્ઞાન સંસારમાં વ્યાપેલું છે, તે વિચારવા યોગ્ય છે અને આત્માર્થીએ આવા પરિણામોમાં સાવધાની રાખવા યોગ્ય છે. (૧૬૩૨) Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ અનુભવ સંજીવની // જેમ દર્પણ અગ્નિનું પ્રતિબિંબ ઝીલવાથી ઊનું (ગરમ) થતું નથી, તેમ ક્રોધના નિમિત્તો અને ક્રોધ ભાવનું પ્રતિબિંબ ઝીલનાર એવું જ્ઞાનીપુરુષનું જ્ઞાન અલિપ્ત રહીને સ્વાનુભવ કરે છે. આવી જ્ઞાનદશાના અભિલાષી આત્માર્થી જીવે તથારૂપ પુરુષાર્થ ઉદય પ્રસંગે કરવા યોગ્ય છે. અર્થાત્ અંતરંગમાં સદાય નિર્લેપ રહેતું જ્ઞાન સ્વપણે વેદાય અનુભવાય તેવો પ્રયત્ન કરવા યોગ્ય છે. (૧૬૩૩) - જિજ્ઞાસા : ગુણ-દોષને જોવાની યથાર્થ પદ્ધતિ કેવી હોવી જોઈએ ? જેથી સ્વ-પરનું હિત સધાય ? સમાધાન : અન્ય મુમુક્ષુજીવના દોષનું માપ વિદ્યમાન દોષ ઉપરથી ન કાઢવું જોઈએ, પરંતુ તેણે પુરુષાર્થથી દોષ મટાડયા હોય અથવા મંદ પાડયા હોય તેનું મૂલ્યાંકન કરવું ઘટે. જ્યારે પોતાની તેવી બાબતમાં વિદ્યમાન દોષને મુખ્ય કરવા જોઈએ, અને જે દોષ ઓછા થયા હોય તેને ગૌણ કરવા જોઈએ. આ ગુણ-દોષને જોવાની યથાર્થ પદ્ધતિ છે. (૧૬૩૪) સુમંગળ ઘટના : કોઈ મુમુક્ષુના જીવનમાં કોઈવાર એવી સુમંગળ ઘટના ઘટે છે કે પૂર્વ પુણ્યના યોગે કોઈ મહાપુરુષની વાણીનું શ્રવણ પ્રાપ્ત થાય છે અને તે જીવ અત્યંત રુચિપૂર્વક સત્—શ્રવણ કરે છે. ત્યારે તેને ‘સત્’ના સંસ્કાર પડી જાય છે, જે નજીકના ભવિષ્યમાં જ જોર કરી ઊગી નીકળે છે અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે–આ ઘટનામાં સત્ની રુચિ’ શ્રવણ કાળે ઉત્પન્ન થઈ, તેમાં સત્પુરુષની ઓળખાણપૂર્વકનો સ્વીકાર થઈ ગયો !! અને સત્પુરુષનો આદર પણ થઈ ગયો !! (૧૬૩૫) * મુમુક્ષુ / આત્માર્થીને સૌ પ્રથમ સ્વરૂપની અનંત શુદ્ધત્વ શક્તિનું શ્રવણ – જ્ઞાનીપુરુષના વચનો દ્વારા, પ્રાપ્ત થાય, ત્યારે ઉલ્લાસિત વીર્યથી, તેવા સ્વરૂપના દર્શનની ભાવના જાગૃત થાય છે, અને અપૂર્વ અંતર જિજ્ઞાસાપૂર્વક ગુણ નિધાનને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તે જીવને સ્વરૂપની હૂંફના પરિણામ થતાં, જ્ઞાનીપુરુષ પ્રત્યેનો વિશ્વાસ સ્થાપિત થઈ જાય છે. તે વિશ્વાસનું મહત્વ ઘણું છે. આવી પ્રારંભમાં યોગ્યતા તે ભાવી હોનહારનું શુભ ચિહ્ન છે. (૧૬૩૬) * જેમ જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, તેમ જ્ઞાનના પર્યાય પણ વસ્તુનું સ્વરૂપ છે, પરંતુ પર્યાયમાત્ર પણે અવધારતા વિપર્યાસ ઉપજે છે, વસ્તુમાત્રપણે અવધારતા, સમસ્ત પર્યાયો-પર્યાયના ભેદ વગર - જ્ઞાનમાત્રપણે અનુભવાય છે. તેથી પોતે જ્ઞાનમાત્રપણે અનુભવયોગ્ય છે. અનુભવમાં જાણવાની પ્રધાનતા નથી, પણ સ્વ-સંવેદનની પ્રધાનતા છે. મહાત્માઓએ અગમ અગોચર પરમાર્થ માર્ગને Page #470 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૧૫ આ પ્રકારે સુગમ કર્યો છે; નમસ્કાર હો તેમના નિષ્કારણ કરુણા સભર ઉપકારને !! (૧૬૩૭) V જિજ્ઞાસા : પોતાને રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાનનો વિચાર ચાલે છે કે પ્રયોગ ચાલે છે તે કેમ સમજાય ? અહીં વિચાર અને પ્રયોગ વચ્ચે શું ફેર હોય છે ? સમાધાન : ભેદજ્ઞાનનો વિચાર તે સમજણ છે, સમજણ અનુસાર વિકલ્પ ચાલે તે પ્રયોગ નથી. પ્રયોગ તો ચાલતા પરિણમનમાં સમજણનું અનુભવકરણ-અમલીકરણ છે. જે જીવને, સ્વલક્ષે રાગ અને જ્ઞાન જુદા છે,' એમ સમજાય છે અને ઉત્કૃષ્ટ આત્મભાવના વશ જે પોતાને જ્ઞાન લક્ષણ દ્વારા રાગથી ભિન્ન જ્ઞાનમય ‘અનુભવવાનો પુરુષાર્થ કરે તે ભેદજ્ઞાનનો પ્રયોગ છે. વિકલ્પમાં રાગનું જુદું પડવાનુ બનતું નથી પણ તેવા વિકલ્પમાં માનસિક શાંતિ થાય છે, તેમાં ઠીકપણું લાગે છે ! જ્યારે પ્રયોગમાં એકલું જ્ઞાન પોતાપણે વેદાય તેવો પ્રયાસ અને ઉદ્દેશ્ય હોય છે. માનસિક શાંતિથી સંતોષ ન થવો જોઈએ. યથાર્થ વિધિમાં સંતોષ ન થાય. (૧૬૩૮) - મોક્ષાર્થીની પ્રારંભની ભૂમિકાથી લઈને ઉપર ઉપરની સર્વ ભૂમિકાઓમાં અભિપ્રાયની વિપરીતતા મટતી જાય છે. સ્વાનુભવ પહેલાની છેવટની ઉત્કૃષ્ટ ભૂમિકા ભેદજ્ઞાનની છે. આ ભેદજ્ઞાન જ્ઞાનને જરાપણ વિપરીતતારૂપે થવા દેતુ નથી અને સ્વરૂપમાં અચળ કરે છે, ત્યારે શુદ્ધોપયોગાત્મક થવાથી રાગ-દ્વેષનો અભાવ કરે છે. ભેદજ્ઞાનની પ્રક્રિયા જ્ઞાનને નિર્મળ કરે છે અને પ્રત્યક્ષપણે સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિને ઉત્પન્ન કરે છે. સાથે સાથે દર્શનમોહને અને અનંતાનુબંધીને ઉપશમાવે છે વા ક્ષય કરે છે. (૧૬૩૯) * કષાયની મંદતામાં અશાંતિ છે, છતાં શાંતિ વેદાય તે ‘જ્ઞાનનો વિપર્યાસ' છે. પ્રાયઃ યથાર્થ વિધિના અભાવમાં આવો વિપર્યાસ થાય છે. સર્વ અન્યમતમાં ધ્યાન અને યોગમાર્ગે જનારની આ સ્થિતિ છે. માત્ર ભેદજ્ઞાનનો પ્રયોગ કરનાર જ, રાગાદિ સર્વ વિભાવોને જાતિથી પીછાણતા હોવાથી, આવી ભૂલ કરતા નથી અર્થાત્ આ પ્રકારે છેતરાતા નથી. ભેદજ્ઞાની જ સ્વાનુભૂતિમાં સાચી શાંતિ - આત્મશાંતિ પ્રાપ્ત કરી શકે છે. કેમકે કૃત્રિમ શાંતિમાં તેઓ સંતોષાતા નથી. ‘ભેદજ્ઞાન સર્વ વિપર્યાસને મટાડનારું છે.’ (૧૬૪૦) ઈર્ષા અર્થાત્ માત્સર્યનો દોષ ભયંકર અકલ્પ્ય અપરાધોને ઉત્પન્ન થવાનું મૂળ બને છે. જેમકે * બીજા પુણ્યવંતો પ્રત્યે દ્વેષભાવ, વિના સંબંધે. * દેવો પણ આ જ કારણથી તીવ્ર દુ:ખી. Page #471 -------------------------------------------------------------------------- ________________ * ૪૧૬ અનુભવ સંજીવની * ધાર્મિક ક્ષેત્રમાં પણ દ્વેષભાવ ! આ જ કારણથી. * ગુણ પ્રમોદ, વાત્સલ્ય અને સાધર્મી પ્રેમનો અભાવ. * સત્પુરુષથી વિમુખ થઈ, વિરોધી થઈ જવું. * ઈર્ષાની આગ નરક-નિગોદમાં જીવને અંધત્વ પ્રાપ્ત કરાવી લઈ જાય છે. * * * (૧૬૪૧) એકલુ જ્ઞાન-માત્રજ્ઞાન તે જ આત્મા; ભગવાન આત્મા. (૧૬૪૨) આત્માર્થીને ગુણ-પ્રમોદ અતિશય હોય છે, જેને લીધે માત્સર્યભાવ ઉત્પન્ન થતો નથી. ગુણપ્રમોદ રહેવાથી આત્મગુણો આવિર્ભાવ થવાનો અવકાશ થાય છે અને અંતે અંતર્મુખ થવાની યોગ્યતા થાય છે. તેવું અનુસંધાન છે. ગુણ પ્રમોદથી દર્શનમોહ મંદ થાય છે. બીજાના અલ્પ ગુણને મુખ્ય કરવા તે જ્ઞાની પુરુષની નીતિ છે. ગુણ પ્રમોદના ગર્ભમાં અંતર્મુખ થવાની યોગ્યતા રહેલી છે. (૧૬૪૩) એકત્વબુદ્ધિરૂપ વિપરીત અભિપ્રાય, ભેદજ્ઞાનના પુરુષાર્થનો રોધક છે. તેથી આત્માર્થીએ અવલોકનના અભ્યાસ દ્વારા ભિન્નત્વબુદ્ધિનો અભિપ્રાય કેળવવો જોઈએ. જેથી ભેદજ્ઞાન થવાની ક્ષમતા પ્રાપ્ત થાય. જ્ઞાન વદન દ્વારા હું પણું થઈને વિભાવથી જ્ઞાન જુદુ પડે તો સ્વાનુભવ પ્રગટે. (૧૬૪૪) અન્ય પદાર્થો કરતા, આબરૂ-કીર્તિનો પરિગ્રહ સૌથી મોટો પરિગ્રહ છે અને વધુ નુકસાન કારક છે. કેમકે તેથી લોકસંજ્ઞા અને સમાજ પ્રતિબંધ પ્રગાઢ થાય છે. અન્ય સચેત પદાર્થો આબરૂકીર્તિના આધાર બને છે. સામાન્ય બુદ્ધિમાં સામગ્રીના પ્રમાણમાં પરિગ્રહને માપવામાં આવે છે. તેથી આ સૌથી મોટા પરિગ્રહનું નુકસાન પ્રાયઃ સમજાતું નથી. પરંતુ આ છુપા દુશ્મનથી ચેતવા જેવું છે. આત્માર્થી જીવ પ્રસિદ્ધિથી દૂર ભાગે છે, પરિચય વધારતા નથી–તે તેની વિચિક્ષણતા છે. તે દૂરથી જ ચેતીને ચાલે છે. (૧૯૪૫) વાત્સલ્ય સર્વ જીવ પ્રત્યે હોવું તે જીવનો સ્વભાવ (પ્રેમ) ધર્મ છે. તેમાં પણ ધર્મેચ્છક જીવ પ્રત્યે તો સહજ રહે. પોતાના ઉપકારી શ્રીગુરુની સમીપ આવનાર પ્રત્યે વાત્સલ્ય ભાવ, તે ખરેખર શ્રીગુરુ પ્રત્યેનો વાત્સલ્ય ભાવ છે. વાત્સલ્યથી સમર્પણબુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને મૃદુતા ઉત્પન્ન હોય છે. જે ધર્મના આભૂષણ છે. વાત્સલ્ય વિના દેવ, શાસ્ત્ર, ગુરુ - સપુરુષનો ખરો મહિમા હોતો નથી. તેથી વાત્સલ્ય વિના પ્રભાવના સંભવિત નથી. વાત્સલ્ય વિના પ્રભાવના ઈચ્છનાર, Page #472 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની કારણ વિના કાર્યને પ્રાપ્ત કરવા માગે છે, ઈચ્છે છે. ૪૧૭ (૧૬૪૬) નિષ્કારણ કરુણા એ જ્ઞાનીની શોભા અંતર વીતરાગતામાંથી તેનો જન્મ છે. તેથી કૃ.દેવ લખે છે કે ‘સત્પુરુષની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રતિ સ્તવવામાં સ્વભાવ પ્રગટે છે.' તેથી એવો પરમાર્થ સૂચિત થાય છે કે આવા સ્તવન કરનારના ગર્ભમાં સ્વભાવ પ્રગટવાનું કારણ રહ્યું છે. નિષ્કારણ કરુણાવંતનું બહુમાન આવે તેને આટલો ગુણ (લાભ) થાય તો, કરુણાવંતને શું ગુણ થાય ? તે માટે શું કહેવું ? તે કહેવાનું સામર્થ્ય અત્રે નથી. (૧૬૪૭) જિજ્ઞાસા : સ્વરૂપમાં સ્થિર થવાની ક્ષમતા ક્યારે, કોને આવે ? સમાધાન : મોક્ષાર્થી થયે, અનુભવમાં આવતા ભાવોના અવલોકનના અભ્યાસથી, એકલું જ્ઞાન, વેદાતું જ્ઞાન, – આ અનુભૂતિ છે તે જ હું છું.”—એમ અનુભવ ગોચર થતાં, અનુભવાય છે, તેવો જ હું છું’–એવી પ્રતીત ઉપજે છે. આ પ્રકારે સ્વરૂપના જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનનો જેને ઉદય થાય છે, ત્યારે તેને સ્વરૂપમાં લીન થવાનું સામર્થ્ય પ્રગટે છે, ત્યારે સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થઈ શકે છે, જેને જ્ઞાન-શ્રદ્ધાનનું બળ ન હોય તેને સ્થિરતા – નિશ્ચંચળતાનું બળ હોતું નથી – આ પરિણમનનું વિજ્ઞાન છે. (૧૬૪૮) સમસ્ત જિનાગમના વચનો અને સર્વ જ્ઞાનીના વચનો એકમાત્ર આત્મકલ્યાણના આશયથી જ કહેવામાં આવ્યા છે. તેથી તે જ દૃષ્ટિકોણ રાખી અવગાહન કરવા યોગ્ય છે. જેથી સમજણની યથાર્થતા રહે. જો આ દૃષ્ટિકોણ ન રહે તો, બરાબર સમજાય તોપણ ‘યથાર્થ સમજણ’ ન થાય – ઉક્ત આશય જળવાઈ રહે, તે જ મુમુક્ષુની ભૂમિકાનું નય જ્ઞાન છે. (૧૬૪૯) V ગમે તે પ્રકારનો ઉદય હોય, ખરો આત્માર્થી તેને આત્મકલ્યાણમાં ઉપકારી ગણે લેખે, તેવો દૃષ્ટિકોણ સાધ્ય કરે. તે જ તેનું સાચુ નયજ્ઞાન છે. પ્રતિકુળ ઉદય પ્રસંગ પણ જીવને આત્મિક પુરુષાર્થમાં નિમિત્ત થાય છે અને પૂર્વ કરેલું કરજ ફીટાવનાર છે, તેથી અસમાધાન કર્તવ્ય નથી. (૧૬૫૦) - ડિસેમ્બર ૧૯૯૬ // જ્ઞાનની નિર્મળતા બે તબક્કે થાય છે. એક - જ્ઞાનીપુરુષની ઓળખાણપૂર્વક પરમેશ્વર બુદ્ધિ અને સર્વાર્પણબુદ્ધિએ તેમની સંગતી–સેવા કરવાથી' અને બીજું જ્ઞાન સ્વયંને - જ્ઞાનને ‘સેવે’તો નિર્મળ થાય. પ્રથમ પ્રકાર મુમુક્ષુ ભૂમિકાનો છે, બીજો પ્રકાર તે મોક્ષમાર્ગી ધર્માત્માને હોય છે(૧૬૫૧) Page #473 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની જિજ્ઞાસા : અપેક્ષાજ્ઞાન સંબંધી સ્પષ્ટીકરણ આપો ? સમાધાન : અપેક્ષામાં આગમ અને અધ્યાત્મ બંન્ને પડખાં સમજવા જોઈએ. સિદ્ધાંત અને વસ્તુ ધર્મની મર્યાદા સમજાવવા માટે અપેક્ષા હોય છે અને પારમાર્થિક હેતુ દર્શાવવાની પણ ખાસ અપેક્ષા હોય છે. બન્નેનું ગ્રહણ થઈ, વા મુખ્ય-ગૌણ થઈ તેનો સુમેળ થવો ઘટે. અર્થાત્ પરિણામે આત્મહિત સધાય તો અપેક્ષા જ્ઞાનની યથાર્થતા છે. (૧૬૫૨) ૪૧૮ બાહ્યદષ્ટિ અને બાહ્ય ચિહ્ન / લક્ષણથી સજીવનમૂર્તિની ઓળખાણ થઈ શકતી નથી. શ્રી સર્વજ્ઞ . વીતરાગ દેવ બાહ્ય સ્થિતિમાં નિર્દોષ ધ્યાનસ્થ અવસ્થાએ નિરંતર બિરાજમાન રહેવા છતાં તેમની ઓળખાણ થઈ નથી; થતી નથી, તો શુભયોગ અને શુભોપયોગ દ્વારા જ્ઞાની કે વીતરાગને કેમ ઓળખી શકાય ? તાત્પર્ય એ છે કે માત્ર અંતર્પરિણતિ દ્વારા જ જ્ઞાની કે વીતરાગને તથારૂપ યોગ્યતા પ્રાપ્ત થયે ઓળખી શકાય છે. એવો નિશ્ચય કરવો જોઈએ. (૧૬૫૩) - - પરિભ્રમણની વેદનાપૂર્વક યથાર્થ વૈરાગ્ય અને સંસારથી છૂટવાના પરિણામ થાય છે. પરંતુ બહુભાગ ધર્મપ્રેમી જીવોને તે વેદના દર્શનમોહના પ્રાબલ્યને લીધે આવતી નથી - અને નથી આવતી’ તે એક સમસ્યા થઈ પડે છે. ત્યારે કેમ આગળ વધવું ? તેની મૂંઝવણ થાય છે. - વ્યક્તિગત રીતે, ઉપરોક્ત ક્રમપ્રવેશ થયાં પહેલા, એટલે પરિભ્રમણની ચિંતના આવ્યા પહેલાં ‘આમ જ કરવું’– એવો કોઈ નિયમ નથી, પરંતુ જેમ દર્શનમોહ (મિથ્યાત્વ) મોળો પડે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. તે પ્રવૃત્તિમાં સત્સંગ, સ્વાધ્યાય, સુવિચારણા, આત્મભાવના, પ્રતિકૂળ ઉદયમાં ભિન્નપણાનો પ્રયોગ, અવલોકનનો વારંવાર પ્રયોગ, જ્ઞાનીપુરુષની ભક્તિ, આદિ દર્શનમોહ પાતળો પડે, પરમાં પોતાપણું મોળું પડે, તેવા પરિણામો થવા ઘટે—અને તે દરમ્યાન ક્રમથી આગળ વધવાનો અભિપ્રાય રાખવો જોઈએ. ઉપરોક્ત પ્રવૃત્તિ અને પરિણામોમાં જેને જે પ્રકારથી આત્મ કલ્યાણની ભાવના વૃદ્ધિગત થાય, તે પસંદ કરવું જોઈએ. (૧૬૫૪) જિજ્ઞાસા : પાયાની મહત્વપૂર્ણ સમજણ શું હોવી જોઈએ ? તો કાર્યસિદ્ધિ થાય અને ભૂલ થવાનો અવકાશ ઓછો રહે ? સમાધાન ઃ પાયાની સમજણની મૂળવાત એ છે કે, મુમુક્ષુની ભૂમિકા વિપરીત અભિપ્રાયને બદલવાની છે નહિ કે તપ-ત્યાગ કરવાની. વળી અભિપ્રાય બદલ્યા વિના પરિણામની અયોગ્યતાને બદલવા ઈચ્છે છે તે જીવ પણ પરિણામના વિજ્ઞાનથી અજાણ હોઈ, વારંવાર અનિચ્છક પરિણામો થવાથી મૂંઝાય છે, તેથી જ અભિપ્રાય બદલાય તેવી અનુભવ પદ્ધતિના ક્રમથી આગળ વધવાનો પુરુષાર્થ થવો ઘટે. અર્થાત્ પરિભ્રમણનો ભય, સંસારીક ઉદય પ્રત્યે ઉદાસીનતા, બળવાન વૈરાગ્ય, Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ અનુભવ સંજીવની મોક્ષનું લક્ષ, નિજદોષને અપક્ષપાતપણે જોવા, વગેરેનો પુરુષાર્થ થવો જોઈએ. (૧૬૫૫) | સ્વરૂપની સમજણ પ્રયોજનભૂત છે, તેમ જાણી જીવ તેની સમજણ કરે છે. પણ પોતે પરથી એકત્વ કરી રહ્યો છે, તેમાં ભિન્નપણું કેમ થતું નથી ? તેવું પ્રયોજનભૂત ભિન્નત્વ લક્ષમાં લેતો નથી ત્યાં સુધી પરમાં પોતાપણું ચાલુ રાખે છે, તેથી સ્વરૂપ સમજાયા છતાં ભિન્ન જ્ઞાનમય નિજસ્વરૂપનો અનુભવ આવતો નથી–અહીં નાસ્તિનાં પડખે સાવધાની પ્રયોજનભૂત છે. (૧૯૫૬) સ્વરૂપદૃષ્ટિમાં સ્વરૂપની ઉપાદેયતા અને સ્વરૂપની અભિન્નતા સમાય છે– પર્યાયદૃષ્ટિમાં રાગની ઉપાદેયતા અને રાગથી અભિન્નતા / એકત્વ થાય છે. તેથી રાગની ભિન્નતા અને હેયતા દ્વારા પર્યાયદષ્ટિ છોડાવી, શ્રીગુરુ દ્રવ્યદૃષ્ટિ કરાવે છે. દ્રવ્યદૃષ્ટિ દ્રવ્યની રુચિ– ગુણ સ્વભાવની રુચિથી થાય છે. રુચિ થવા અર્થે યથાર્થ સમજણપૂર્વક સ્વરૂપ મહિમા અને વિરક્તિ / ઉદયમાં ઉદાસીનતા થવા ઘટે છે. (૧૬૫૭) Vજિજ્ઞાસા : સત્સંગમાં સતુશ્રવણ અને દેવ, શાસ્ત્ર, ગુરુ પ્રત્યે સમર્પણ તથા બાહ્ય વ્યવસાય આદિથી નિવૃત્તિ વગેરે કરવા છતાં કેમ પ્રાપ્ત થતું નથી ? શું રહી જાય છે ? સમાધાન : બુદ્ધિપૂર્વક તે બધું કરવા છતાં, દઢ થવા છતાં અંતર ભેદાય તેવી પરિણતિ થવી જોઈએ, જે તે ભૂમિકાની પરિણતિ વિરુદ્ધ પરિણતિ પલટાઈને) ન થાય ત્યાં સુધી કચાશ છે. ખરી આત્મરુચિ પ્રગટે તો પરિણતિ પલટો ખાધા વગર રહે જ નહિ. આમ પરિણતિ થવાની રહી ગઈ છે, તેથી પ્રાપ્ત થતું નથી–થયું નથી. (૧૬૫૮) સનું શ્રવણ પ્રાપ્ત થાય ત્યારે જિજ્ઞાસુએ જ્ઞાનીનો આશય ગ્રહણ કરવા લક્ષ રાખવું જોઈએ, જેથી શ્રવણની સાથે ઊંડાણથી ગ્રહણ થાય. જ્ઞાનીનો આશય તેમના ભાવોના ઊંડાણમાં રહેલો છે. (૧૬૫૯) જિજ્ઞાસા : પંચાધ્યાયી (ઉ) ગા - ૪૦૦માં સમ્યકત્વને અતિ સૂક્ષ્મ કહેલ છે, તેથી તે કહી શકાતું નથી – તેમ કહેલ છે, તો તેનો પરમાર્થ શું છે ? સમાધાન : વસ્તુતાએ સમ્યકત્વ અતિ સૂક્ષ્મ છે જ અને તેથી સુગમપણે મુમુક્ષુને સમજાતુ નથી. સમ્યકત્વ જ્ઞાનની નિર્મળતાએ સમજાય છે અને અતિ સૂક્ષ્મતાને લીધે વચન અગોચર છે, તેમ વસ્તુસ્થિતિએ છે. આથી પરમાર્થ એવો લક્ષિત થાય છે કે સમ્યકત્વ, કે સમ્યકત્વી તે કહેવા સાંભળવાનો વિષય નથી– પરંતુ જ્ઞાનગોચર કરવાનો વિષય છે. તેથી તે પ્રકારે જ ઓળખવા) Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ અનુભવ સંજીવની પ્રયત્ન કરવો યોગ્ય છે અન્યથા પ્રકારે પ્રયત્ન કરવા યોગ્ય નથી. (૧૬૬૦) જાન્યુઆરી - ૧૯૯૭ /પરિભ્રમણની ચિંતનાપૂર્વક માર્ગ માટે જે જીવ દૃઢપણે ઝૂર્યો છે, તેને આત્મામાંથી પરિભ્રમણનો નિષેધ આવ્યો છે, તેથી તેનો આત્મા અવશ્ય પરિભ્રમણથી મુક્ત થશે. (૧૬૬૧) અધ્યાત્મ તત્ત્વ અને તદાશ્રીત અધ્યાત્મ દશાની સુંદરતા અલૌકિક અને અચિંત્ય છે. ગ્રંથ ગ્રંથોમાં તેની સ્તુતિ / પ્રશંસા અનુભવી મહાત્માઓએ કરી છે, પરંતુ તે સંકેતમાત્ર છે, વાસ્તવમાં તેનો મહિમા વચન અગોચર છે. તેથી અનુભવ દ્વારા તેને માણવાની ભાવના જ યોગ્ય છે. જેમ હીરાની શોભા તેના તેજ અને તેના પાસાથી છે. તેમ ચૈતન્યની શોભા તેના તેજ અને દિવ્ય ગુણોથી છે, જે અનંત છે. (૧૬૬૨) * પ્રયોગનો વિષય પ્રયોગથી સિદ્ધ થાય તો તેનો પારમાર્થિક લાભ થાય. પરંતુ બૌદ્ધિક સ્તર પર તે સંમત થાય, તો તેના વિકલ્પે ચડવાનું બને છે, તો પારમાર્થિક લાભ થતો નથી. તેથી બુદ્ધિગમ્ય કરનારે આ વિષયમાં સાવધાની રાખવી ઘટે. પ્રયોગથી પરિણતિ થાય છે, વિકલ્પથી થતી નથી. તેવી મેળવણી થઈ ચોકસાઈ થવી જોઈએ. અનુભવનો પ્રકાશ કોઈ જુદો જ છે, તેની આગળ વિકલ્પ અંધકાર છે. (૧૬૬૩) ૮૮ જિનેશ્વરના માર્ગની સુંદરતા કોઈ ઔર જ છે. તે માર્ગે સંચરનાર પૂર્ણરુપેણ નિર્દોષ થવા ચાહે છે, ત્યારે પોતાના દોષ દેખાડનારને અતિ ઉપકારી ગણે છે, એટલું જ નહિ, ઉપસર્ગ કરનાર નિંદા અને અવર્ણવાદ કરનારને પણ ઉપકારી સમજે છે, કેમકે તે પ્રકારના ઉદયમાં પોતાનો પુરુષાર્થ ઉપાડે છે અને પૂર્વનો અપરાધ ધોવામાં તે નિમિત્ત (મદદરૂપ) થાય છે. તેથી તેના પ્રત્યે દ્વેષભાવ થતો નથી. દ્વેષબુદ્ધિ અને રાગબુદ્ધિ તો તે પહેલા જ મટાડી હોય છે. તેથી રાગ-દ્વેષનું બળ તો હોતું જ નથી. આવા જીવને તારણહાર શ્રીગુરુ પ્રત્યે અસીમ ઉપકાર ભાવ વર્તે તેમાં શું આશ્ચર્ય છે ?! (૧૬૬૪) જ્ઞાન જ્ઞાનને વેદી રહ્યું છે, સ્વભાવ પૂર્ણ અંતર્મુખતાનો છે. તેથી પરવેદનના અધ્યાસથી મુક્ત થઈ જીવે નિજજ્ઞાન વેદન દ્વારા સ્વભાવને અવલોકવાનો છે, ‘માત્ર નિજાવલોકન’ આટલું જ કરવાનું છે. (૧૬૬૫) Page #476 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૨૧ Vજિજ્ઞાસા ઃ સશ્રવણનો રાગ છે કે આત્મકલ્યાણની ભાવના છે ? તેનો નિશ્ચય કઈ રીતે થાય ? સમાધાન : શ્રવણ કરનાર આત્મકલ્યાણનો આશય ગ્રહણ કરે તો તેની ખરી ભાવના છે. તે શ્રવણથી સંતુષ્ટ થતો નથી. રાગવાળો જીવ શ્રવણની બાહ્ય ક્રિયામાં સંતોષાય જાય છે. ત્યાં સતુનું મૂલ્યાંકન થયું નથી; અને શ્રવણયોગનો ખરો મહિમા પણ ભાસ્યો નથી. (૧૬૬૬) Vપરલક્ષી મોટો અપરાધ છે, કોઈપણ ભૂમિકાના મુમુક્ષુને નુકસાનકર્તા છે. સર્વ પ્રકારના દોષ અને કષાય તેમાંથી ઉત્પન્ન થાય છે અને દર્શનમોહને પણ બળવાન કરે છે, તેથી શ્રીગુરુના / શાસ્ત્રના ઉપદેશની અસર જીવને થતી નથી; અને સત્સંગ નિષ્ફળ જાય છે. (૧૬૬૭) સ્વભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. અને અંત તત્ત્વ સ્વરૂપ છે. તેને ગ્રહણ કરવા માટે ઉપયોગ પણ સૂક્ષ્મ અને અંતર્મુખ થવો ઘટે. તેથી જ અંતર અવલોકનના ઘણા અભ્યાસની આવશ્યકતા છે. તે સિવાઈ સ્થળ અને બહિર્મુખ ઉપયોગ વડે કોઈપણ અને કેટલું પણ ધર્મ સાધન કરવા છતાં સ્વભાવ ગ્રહણ થાય તેવી ક્ષમતા પ્રાપ્ત થતી નથી. (૧૬૬૮) */ જિજ્ઞાસા : યથાર્થ સત્સંગ કેવો હોય ? - સમાધાન : પોતાનું હિત સધાતું હોય, એવા નિમિત્તપણાનો અનુભવ જ્યાં થતો હોય, તે યથાર્થ સત્સંગ છે. * જ્યાં, પોતાની ભૂમિકાને યોગ્ય મુખ્યપણે ચર્ચા થતી હોય, અને તનુસાર અમલીકરણનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય, તે યથાર્થ સત્સંગ છે. * જ્યાં, આત્મરસ અને આત્મરુચિને પોષણ થઈ તે વૃદ્ધિગત થતા હોય. * જ્યાં, અધ્યાત્મ તત્ત્વ અને સિદ્ધાંતોની ચર્ચા થતી હોય, * જ્યાં, જ્ઞાની પુરુષોનાં જ્ઞાન, ધ્યાન અને પુરુષાર્થની પ્રશંસા / બહુમાન થતાં હોય, ત્યાં યથાર્થ સતસંગ જાણવો. (૧૬૬૯) * * * | Vઉપદેશબોધ જૈનદર્શનમાં છે અને અન્ય દર્શનમાં પણ ઘણો છે. પરંતુ જેનદર્શનમાં ઉપદેશબોધ છે, તે સિદ્ધાંતબોધને કારણભૂત થાય તેવો છે, કારણકે તે વસ્તુ સ્વરૂપ અનુસાર છે. અન્ય દર્શનમાં ઉપદેશ ન્યાય અનુસાર છે, પરંતુ વસ્તુ-વિજ્ઞાન ત્યાં નહિ હોવાથી, તેમાં આધાર ભેદ છે. તેથી જ તેવા ઉપદેશમાં સ્થિત રહેવું સંભવિત નથી. જ્યારે જૈનના મહાત્માઓ સદાને માટે સ્વરૂપ – ધ્યાનમાં સ્થિર રહી પરમેશ્વરપદે બિરાજે છે, કારણકે તેમને વસ્તુસ્વરૂપનો આધાર છે. (૧૯૭૦) Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ અનુભવ સંજીવની ફેબ્રુઆરી - ૧૯૯૭ ઉપદેશબોધ વ્યવહાર નયાત્મક છે. જ્યારે સિદ્ધાંતબોધ પ્રધાનપણે નિશ્ચયનયાત્મક છે. યથાર્થ શૈલીમાં કારણ - કાર્યની સંધિ રહેલી છે. વિધિ અને નિષેધ બંન્ને કથનોમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે, જે યથાર્થતાની દ્યોતક છે. જો માત્ર ઉપદેશબોધ ઉપર વજન રહે, તો `પર્યાય આશ્રય' દૃઢ થઈ જાય, તેથી સિદ્ધાંતબોધના તાત્પર્યભૂત એવો જે નિશ્ચય સ્વરૂપનો આશ્રય, તે થવામાં વિટંબણા થાય. અને કારણ-કાર્યની શૃંખલા તૂટે. તેમ ઉપદેશ બોધ પરિણામ પામ્યા વિના સિદ્ધાંતનું પરિણમવું અશક્ય છે. તેથી ક્રમ તૂટવો ન જોઈએ. અને વજન પણ યથાયોગ્ય જવું જોઈએ. “નિશ્ચય રાખી લક્ષમાં (વ્યવહાર) સાધન કરવા સોય.'' (૧૬૭૧) દૃઢ મુમુક્ષુતા પ્રગટ થયે, નિજ પરિણામોનું અવલોકન શરૂ થાય છે અને પ્રારંભમાં જ સ્વરૂપની ખોજ-રૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે- તેથી અહીં ઉપદેશબોધ સિદ્ધાંતબોધના કારણભૂત પણાને પામે છે, અર્થાત્ પરિણામોનું અવલોકન થવામાં પરિણામ ઉપર વધુ વજન રહે નહિ, તેમ સહજ બને છે. તે પ્રકારે જો અવલોકન ન થાય તો પર્યાયબુદ્ધિ દૃઢ થાય છે, અને અવલોકનનું યથાર્થ પરિણામ આવતું નથી. (૧૬૭૨) આત્મરુચિપૂર્વક નિજાવલોકન સૂક્ષ્મ થઈ રાગની ભિન્નતા સ્પષ્ટપણે કરે છે. વારંવાર પ્રસંગે પ્રસંગે ભિન્નતાનો પ્રયોગ ચાલુ રહે તે પુરુષાર્થનું લક્ષણ છે. અન્યથા વિકલ્પ છે, ભેદજ્ઞાન નથી; ભેદજ્ઞાનના પરિણમનમાં રાગ / વિકલ્પની સ્પષ્ટ ભિન્નતા થાય છે. જડ ચૈતન્યની જેમ ભિન્નતા માલૂમ પડવી જોઈએ. (૧૬૭૩) સ્પષ્ટ માર્ગદર્શન પ્રાયઃ ભૂલ ન થાય તેનું કારણ બને છે, તેથી ઈચ્છનીય છે. તથાપિ માત્ર ધારણા થવાથી અને યથાર્થ પ્રયોગના અભાવમાં, જીવ વિકલ્પમાં ચડી જાય છે, તો વિધિની ભૂલ થાય છે. તેથી સ્પષ્ટતા વિકલ્પે ચડવાનું કારણ ન બને, તેની સાવધાની રહેવી ઘટે છે. વાસ્તવમાં પરિપકવ યોગ્યતા થયા વિના, જીવ કલ્પનાએ આગળ વધવા ઈચ્છે, તેથી માર્ગ મળતો નથી. (૧૬૭૪) પરલક્ષીજ્ઞાનમાં સમજણ બરાબર હોય તોપણ, ઓઘસંજ્ઞા હોય છે, તેથી તે બાહ્યજ્ઞાનનો ઉઘાડ માત્ર છે. સ્વલક્ષીજ્ઞાન અમલીકરણના પ્રેરકબળ વાળું હોવાથી, જ્ઞાન અનુસાર પરિણમન આવે છે. * (૧૬૭૫) Page #478 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૨૩ Vવિચિત્રતા પર્યાય સ્વભાવ છે. ધર્માત્માનો ઉપદેશ રાગાંશના નિમિત્તે વાણી દ્વારા પ્રવર્તે છે. જે વાણીના નિમિત્તે શ્રોતાને ધર્મ પ્રગટે છે. યદ્યપિ રાગ કાંઈ જાણતો નથી, ઉપદેશમાં પ્રવર્તનમાં તો શ્રદ્ધા-જ્ઞાનની પ્રધાનતા છે, તેથી શુદ્ધ શ્રદ્ધા-જ્ઞાનના નિમિત્તે શુદ્ધ શ્રદ્ધા-જ્ઞાન પ્રગટે છે, તેવો મેળ છે. (૧૬૭૬) આ વિશેષ ઊંડા વિચારથી એમ સમજાય છે કે જીવને જ્યારે સ્વલક્ષ'નું દઢત્વ આત્મામાં પ્રકાશે છે, ત્યારે તેના લક્ષણરૂપે પરિભ્રમણની વેદના આવે છે, તે વેદના નહિ આવવાના કારણોમાં, મુખ્ય કારણ પરલક્ષ છે. તેથી જ ઉક્ત વેદનામાં આવેલ જીવ પ્રાયઃ વિપરીતતામાં આગળ વધી શકતો નથી, અથવા વિપરીતતામાં ચાલી જવાયુ હોય તો પાછો વળી જાય છે. ધર્મના ક્ષેત્રમાં આવેલ જીવો પણ, અનાદિ પરલક્ષથી મુક્ત પ્રાયઃ થતા નથી. તેથી પરમાર્થમાર્ગ પ્રતિ ગતિ થતી નથી. - આ એક સમસ્યાની ગંભીરતા બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. (૧૬૭૭) જેવો શુભાશુભ ભાવનો રસ એકત્વબુદ્ધિ સહિત હોય, તેવો રસ ભેદજ્ઞાનીને હોવો સંભવ નથી. કારણ ભેદજ્ઞાનમાં રાગનો નિષેધ વર્તે છે, અને ભિન્નપણું અનુભવાય છે. જ્ઞાની અને અજ્ઞાનીના અંતર પરિણમનમાં આ પ્રકારે તફાવત છે. આવો તફાવત બાહ્ય દૃષ્ટિવાને જીવને સમજાતો નથી. બાહ્યદૃષ્ટિ છોડવાની જિજ્ઞાસાવાળા જીવને તે સમજમાં આવવા યોગ્ય છે. આ કારણે જ્ઞાનીની ઓળખાણ દુર્લભ છે. (૧૬૭૮) V અપૂર્વ સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થયે, મોક્ષાર્થી જીવને સ્વરૂપની અંતરશોધના પરિણામ વર્તે છે, તે એવા કે જીવ સર્વથી ઉદાસ થઈ, પોતે તે શોધમાં ખોવાઈ જાય છે. એવી દશા આવે ત્યારે સ્વરૂપનો પત્તો લાગે છે, એવી દશા આવ્યા વિના, જ્ઞાનમાં તેવો અવકાશ થયો નહિ હોવાથી સ્વરૂપની ઓળખાણ થઈ નથી. આવી જિજ્ઞાસામાં યથાર્થ સ્વરૂપ મહિમા ગર્ભીત છે, અને પાત્રતા, વૈરાગ્ય આદિ પ્રગટ છે. (૧૬૭૯) સ્વરૂપદષ્ટિમાં પર્યાય વર્તતી હોવા છતાં, સ્વરૂપ જ દેખાય છે. પર્યાય જાણે દેખાતી જ નથી. જે અધ્યાત્મ પર્યાયોનો મહિમા ગ્રંથ-ગ્રંથોમાં ગાયો છે; તેવી દશા પ્રગટ થવા છતાં, સ્વરૂપ મહિનામાં પોતે ખોવાઈ જાય છે. અને તેમ હોવું તે સમ્યક છે. દૃષ્ટિ અપેક્ષાએ સ્વરૂપ માત્ર સ્વ' છે, અને ગમે તેવી ગુણ સમૃદ્ધ-પૂર્ણ પર્યાય પણ પર’ છે. અપેક્ષાએ પોતામાં થવા છતાં, અંગભૂત હોવા છતાં અને અપેક્ષાએ પ્રયોજનભૂત હોવા છતાં, તેને પરના સ્થાને લેખવાવાળી સમ્યક દૃષ્ટિ, આ જગતનું પરમ રહસ્ય છે. જે અનુભવનીય છે. સ્વરૂપદષ્ટિવાનને તે સમજાય છે, બીજાને સમજાતું Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ અનુભવ સંજીવની નથી. (૧૬૮૦) માર્ચ - ૧૯૯૭ ૧. સંકલ્પ-વિકલ્પ પ્રતિબંધ એટલે પરમાર્થ હેતુ શૂન્ય તત્ત્વજ્ઞાનના વિકલ્પો. અથવા ૨. વિપરીત અભિપ્રાયથી ઉત્પન્ન વિકલ્પોમાં આત્માનું અટકવું, તેમજ ૩. અજ્ઞાનના કારણથી અસમાધાનને લીધે ચાલતી વિકલ્પની જાળ.આવી જાળમાં જીવ ગુંચવાય (૧૬૮૧) / જિજ્ઞાસા - સત્સંગનો ખરેખર ઈચ્છક જીવ હોય તો તેનો અભિપ્રાય કેવો હોય ? સમાધાન :- સત્સંગની ઉપાસના, તે આત્માની ઉપાસના છે, તેવા અભિપ્રાયપૂર્વક, તે જીવ સંસારની ઉપાસનાનો સર્વથા ત્યાગ (અભિપ્રાયમાં કરે છે. જો અભિપ્રાયમાં સંસારની ઉપાસનાનો સર્વથા ત્યાગ ન થાય તો તે જીવને સત્સંગ નિષ્ફળ થાય છે. તે રીતે અનંતવાર સત્સંગ નિષ્ફળ થવાનું પૂર્વે થયું છે. પરિભ્રમણની વેદનામાં સર્વથા સંસારને ન જ ઉપાસવો તેવું દઢત્વ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જીવ સ્વલક્ષે સત્સંગને ઉપાસે છે, અને જે યથાર્થ લક્ષે સત્સંગને ઉપાસે છે, તે આત્માને ઉપાસે છે. (૧૬૮૨), ક સંપૂર્ણ વીતરાગ એવા તીર્થંકરદેવનું સમવસરણ પણ અનેક ક્ષેત્રમાં રચાય છે, જ્યાં જ્યાં અનિચ્છાએ તેમનો વિહાર થવા યોગ્ય પરમયોગ' હોય, ત્યાં ત્યાં ક્ષેત્રાંતર થાય છે. તેવી કુદરતી વ્યવસ્થા ધર્મની પ્રભાવનાના સ્વાભાવિક સંકેતરૂપ છે. અકૃત્રિમ જિનબિંબની જેમ ધર્મ ઉત્પન્ન થવાનો યોગ અને કર્મના ભોગ્ય સ્થાનો, આ જગતમાં દ્રવ્ય સ્વભાવ છે તેમ જ ધર્મયોગ પણ વ્યવસ્થિત છે, તેમ સમજાય છે. (૧૬૮૩) .2 | સંસાર અને મોક્ષ પ્રતિપક્ષમાં છે. તેથી સત્સંગમાં સંસાર વિરૂદ્ધ વિષય વિચારાય છે, અને તેના અમલીકરણની પ્રેરણા મળે છે. વાસ્તવમાં સત્સંગ એ સંસાર સમાપ્ત કરવા માટેનો પ્રસંગ છે. સંસાર સમાપ્ત થવાથી સંસાર-દુઃખો પણ સમાપ્ત થાય છે. સંસારની રુચિવાળા તેમાં ટકતા નથી. ટકી શકતા નથી. (૧૬૮૪) / જ્ઞાનવેદન આબાળ ગોપાળ સૌને છે, કારણકે આત્મા સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે. પરંતુ લક્ષ પર ઉપર હોવાથી તિરોભૂત રહે છે. તેથી માલૂમ પડતું નથી. સ્વરૂપ ભાસવાથી સ્વરૂપ લક્ષ થતાં - પુરુષાર્થ વડે તેનો આવિર્ભાવ થાય છે, ત્યારે પ્રગટ અનુભવગોચર થાય છે. સ્વાનુભૂતિ થવામાં Page #480 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની સ્વરૂપ-લક્ષનું મહત્વ ઘણું છે. જે દર્શનમોહનો નાશ કરે છે, તે સાધકનો ચારિત્રમોહ અવશ્ય નાશ પામે છે કારણકે તેના પરિણમનમાં ચારિત્રમોહ નિર્બળ થઈ ગયો છે અને આત્માની શક્તિ બળવાનપણે કાર્ય કરી રહી છે. વળી વિભાવભાવોનો નિષેધ વર્તતો હોવાથી, તેને પોષણ મળતું બંધ થયું છે, મૂળ કાપેલા વૃક્ષની જેમ, તે ભાવો સુકાઈ જશે. (૧૬૮૬) ૪૨૫ - (૧૬૮૫) જ્ઞાનીપુરુષોએ જીવોનો ઘણી હૈયાધારણ આપી છે: જેમ સ્વભાવના સંસ્કાર બીજા ભવમાં સાથે આવે છે, તેમ અંતરના ઊંડાણથી ઉત્પન્ન થયેલી ભાવના પણ સાથે આવે છે.’ આવી ભાવના કોઈપણ નવા પ્રવેશ કરનાર જીવને થઈ શકે છે. નવો પ્રવેશ કરનાર જીવ, નિકટભવી હોય તો આવી વાતનું અંતરથી ‘સ્વાગત’ કરી, વીર્યોલ્લાસપૂર્વક તત્કાળ ભાવના પ્રગટ કરે. (૧૬૮૭) - મારે બીજાની હુંફ જોઈતી નથી. હું પોતે જ મને હુંફ આપું છે. થરથરતી ઠંડીમાં હું જ મારું તાપણું છું. હું કોઈનો ઓશીયાળો નથી કે નથી કોઈનો મોહતાજ. જેને કાંઈ જોઈતું ન હોય, તેને તણાવ / આર્ટપણું નથી. લાલસા માણસને મારી નાખે છે અથવા ગુણ-સંપત્તિને લૂંટી લે છે. પછી તે ધનની હોય કે માનની. તેનો અંત નથી. બધુ જ હોવા છતાં ઓછું પડતું હોય છે. જીવનમાં અસંતોષનું દુઃખ મોટું છે. તેથી જ નિસ્પૃહી સુખી છે, નિષ્પરિગ્રહી સૌથી સુખી છે. તે આશા અપેક્ષાના મૃગજળમાં ડુબતો નથી. નિઃફીકર અને નિર્ભય જીવન મુક્તિનું સોપાન છે. પરમાર્થનો માર્ગ નિરાલંબ છે. કેમકે આત્મસ્વરૂપ નિરપેક્ષ અને નિરાલંબ છે. (૧૬૮૮) Vદરેક સફળ કાર્યની પૂર્વ તૈયારી કારણરૂપે હોય છે. સત્સંગ અને સ્વાધ્યાય સફળ થાય તો જીવ જ્ઞાનદશા પામે. પરંતુ તે સફળ થવા પૂર્વ તૈયારી હોવી અતિ આવશ્યક છે. તેથી સત્સંગ સ્વાધ્યાય પૂર્વે મુમુક્ષુએ કાળજીપૂર્વક લક્ષ રાખવું ઘટે કે મારે યોગ્ય વા મને લાગુ પડે તેવું શું આવે છે ? તેવું જે કાંઈ આવે તે ગ્રહણ કરી, તેને પ્રયોગમાં ઉતારી, પરિણતિ થાય ત્યાં સુધી મારો પ્રયાસ ચાલવો જોઈએ.' આવું લક્ષ પહેલેથી જ હોવું જોઈએ. જો તેવું લક્ષ ન હોય તો જીવને પોતાના પ્રયોજનની દૃષ્ટિનો જ અભાવ હોવાથી કદી સફળતા મળતી નથી. (૧૯૮૯) / જે જીવને સ્વરૂપ લક્ષ થયું હોય તેને સ્વરૂપની શોધકવૃત્તિપૂર્વક અને આત્મકલ્યાણની ભાવનાપૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાય થવો ઘટે. નહિ તો યથાર્થતા રહેવી સંભવિત નથી. આત્મ-ભાવના Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ અનુભવ સંજીવની અને શોધકવૃત્તિ યથાર્થતાની નિયામક છે. (૧૬૯૦) અંતરની ઊંડી ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી યથાર્થ ભાવના તે અનઉદયભાવરૂપ મુમુક્ષતા છે. આવી ભાવનાવાળો મુમુક્ષુજીવ ઉદયને અવગણીને સન્માર્ગ પ્રતિ-આત્મહિત પ્રતિ – આગળ વધે છે. મોક્ષમાર્ગ પણ અનઉદય ભાવ છે, જે પરિણામો ઉદયમાં ન જોડાઈને આત્મામાં જોડાય છે. - આમ સદશતા / સામ્યપણું ભાવનામાં ઉત્પન્ન થાય છે. જે વર્ધમાન થઈ, મોક્ષમાર્ગમાં પરિવર્તિત થાય છે. (૧૬૯૧) સંસાર ઉપાસવાનો અભિપ્રાય જીવને અનાદિથી છે. જ્યાં સુધી તે અભિપ્રાયનો સર્વથા ત્યાગ ન થાય, ત્યાં સુધી કોઈપણ સાધન મોક્ષાર્થે સફળ ન થાય. ઉત્કૃષ્ટ સાધન જે સત્સંગ, તેને પણ આ વિપરીત અભિપ્રાય ખાઈ જાય છે. તેથી જ દીર્ધકાળ સત્સંગમાં રહેનાર પણ આત્મહિતથી વંચીત રહી જાય છે. આવો વિપરીત અભિપ્રાય, જીવને જ્યારે પરિભ્રમણની વેદના વેદાય છે. ત્યારે નાશ પામે છે અને ત્યારબાદ શું કરવું તે સમજાય છે. (૧૬૯૨). મુમુક્ષુને માર્ગ બતાવનાર જ્ઞાની મળે, તોપણ માર્ગ અંદરમાં પોતાને જ શોધવાનો છે, એવો અભિપ્રાય હોવો જોઈએ. આવો અભિપ્રાય હોવા છતાં પણ ગુરુ પ્રત્યે વિનય, (ઉપકાર બુદ્ધિ પૂર્વક) પૂરેપૂરો પાત્ર જીવને હોય છે. પુછી પુછીને માર્ગ પકડી લઉં તેવો અભિપ્રાય બાહ્ય દૃષ્ટિમાં જાય છે. તેથી માર્ગની અંતર શોધ થતી નથી, તે પ્રકારમાં જીવ આવતો નથી. તેથી તેવો અભિપ્રાય ન હોવો જોઈએ. પોતાની વસ્તુ બહારથી મળવાની નથી. (૧૬૯૩) બે જ્ઞાની અથવા બે આચાર્યની વાત એકબીજાથી જુદી હોય–જુદી દેખાતી હોય, તો પારમાર્થિક દષ્ટિએ તેનો મેળ કરવો જોઈએ. કારણકે તેમની સર્વ વાતમાં પરમાર્થ – સામાન્ય હોય છે. તે ઉપરાંત કઈ વાત ઉપર કેટલું વજન દેવું જોઈએ, - તે ગુરુ ગમે સમજવું જોઈએ. તે વિષય વધારે સૂક્ષ્મ છે, અને સાપેક્ષ છે. પરંતુ કોઈ વાત કાઢી નાખવાની હોતી નથી. જો કોઈ એકપણ વાતનો સ્વીકાર ન થાય તો, તે વાતનો પરમાર્થ પોતાને સમજાયો નથી.-એમ સમજવું. (૧૯૯૪) Wજીવે પ્રયોજનભૂત સમજણ માત્ર એટલી જ કરવી ઘટે કે –(૧) આત્મકલ્યાણ માટે, અપૂર્વ અંતરાત્મામાંથી ઉત્પન્ન થયેલી ભાવના થવી. (૨) શ્રીગુરુની નિષ્કામ ભક્તિ અને ચરણ સાનિધ્યના ભાવ. જેનું હૃદય ભાવના અને ભક્તિથી ભીંજાયેલું હોય, તે જીવને તત્ત્વ વિચાર યથાર્થ ચાલે, નહિ તો તત્ત્વ વિચારની અયથાર્થતા જીવને શુષ્કતા / સ્વચ્છંદમાં લઈ જાય ! તેથી એમ ફલીત Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ અનુભવ સંજીવની થાય છે કે, યથાર્થ ભક્તિ અને ભાવના તત્ત્વવિચારની નિયામક (Controlling power) પરિબળ છે. મુખ્યપણે તત્ત્વવિચારમાં પ્રવર્તનારે આ વાતનું મહત્વ સમજી, લક્ષમાં રાખવા યોગ્ય છે. (૧૬૫) વિયોગનું દુઃખ વસમું છે. કારણકે જીવે સંયોગનો રસ-મીઠાશ બહુ વેદેલ છે. તોપણ જીવ આત્મકલ્યાણ અથે સત્પુરુષ અને સસ્વરૂપના વિયોગની વેદનાને વેદે તો તે આત્મકલ્યાણકારી છે. જે વેદનાના ગર્ભમાં (ફળ સ્વરૂપે) સાદિ અનંત સ્વરૂપના સંયોગ (!) સુખનો અનુભવ પડ્યો છે. (રહેશે અને કદી કોઈના વિયોગનું દુઃખ અનુભવવાનો અવસર જ નહિ આવે. (૧૬૯૬) જિજ્ઞાસા : પરમાં રસ રોકાવાનું કારણ છે, તો શેમાં રસ છે, તેની ખબર પડે ? સમાધાન : ખરી ભાવના હોય તેને ખબર પડે, કેમકે તે વખતે ભાવનાને ઠેસ પહોંચે છે. ભાવનાવાળાનો ઉપયોગ એ રીતે સૂમ થઈને પ્રયોજનમાં કાર્ય કરે છે. ભાવનાના અભાવમાં ઉપયોગ સ્થૂલ હોય છે. ભાવના ઉગ્ર થવાથી આત્મ કાર્યની લગની અને તાલાવેલી લાગે છે. જેથી પરમાં રોકાવાનું થાય તેવો રસ પડતો જ નથી. (૧૬૯૭) આત્મકાર્યની લગની અને તાલાવેલી લાગે તો પરિણતિ થઈ જાય. અંતરની પરિણતિ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી અનાદિની સંસાર પરિણતિ મટતી નથી. જ્યાં સુધી સંસાર પરિણતિ હોય ત્યાં સુધી બોધની અસર આત્માને થતી નથી અને બાહ્ય ધર્મ પ્રવૃત્તિ / સાધન નિષ્ફળ જાય છે. (૧૬૯૮) જિજ્ઞાસા : જ્ઞાન, આનંદ વગેરે મહાનગુણોનો વિચાર થતાં સ્વરૂપનો મહિમા આવે છે તો તે પ્રકારે મહિમા કરવો યોગ્ય છે ? તેમાં ગુણ ભેદની મુખ્યતા ન થાય ? સમાધાન: વિચાર ગુણભેદથી થાય, પરંતુ મહિમા અભેદ આત્માનો આવે તેવો પ્રકાર, તે યોગ્ય પ્રકાર છે. તેમાં ભેદ-વિચાર ઉપર દૃષ્ટિ - વજન હોતું નથી. જેને ભેદ–પ્રભેદ ઉપર વજન જાય છે, તેને અભેદ સ્વરૂપ-લક્ષમાં આવતું નથી. તે ભેદરુચિવાળો જીવ ભેદમાં – ક્ષયોપશમમાં – રાગમાં રસ લઈને અટકી જાય છે. અભેદ લક્ષમાં નહિ આવવાથી ભેદની મુખ્યતામાં, ભેદ કલ્પના થાય છે અને તેથી કલ્પિત ભાવમાં સમાધાન થાય છે. ત્યાં દર્શનમોહ વૃદ્ધિગત થઈ, સૂક્ષ્મ ગૃહિત મિથ્યાત્વમાં જીવ આવી જાય છે. આમ સ્વરૂપ વિચારમાં પણ અત્યંત સાવધાની રહેવી ઘટે છે. (૧૬૯૯) Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ અનુભવ સંજીવની જિજ્ઞાસા : જો જ્ઞાનના સાતત્યથી ત્રિકાળી દ્રવ્ય લક્ષમાં આવે છે (નિતિત દ. કેડીએ-પ્ર-૩) તો તે સાતત્યનો અનુભવ (પ્રયોગ પદ્ધતિથી) કેવી રીતે થાય ? સમાધાન : મોક્ષાર્થીને નિજાવલોકનના અભ્યાસ દ્વારા જ્ઞાનનું સાતત્ય અનુભવગોચર થાય છે. સાથે થતું અસ્તિત્વનું પ્રત્યભિજ્ઞાન ત્રિકાળી દ્રવ્યને પ્રદર્શિત કરે છે. ‘હું’ પણાનો અનુભવ જ્ઞાનવેદન દ્વારા આવે તે અસ્તિત્વ ગ્રહણ છે. અસ્તિત્વ સતત વેદાતા અખંડ તત્ત્વની પ્રતીતિ સ્પષ્ટપણે થાય છે. (૧૭૦૦) જુલાઈ ૧૯૯૮ જિજ્ઞાસા : પૂર્વે સત્પુરુષનો સમાગમ કર્યો હોય તે વર્તમાને કેમ ખબર પડે ? સમાધાન : જો પૂર્વે આજ્ઞાંકિતપણે પ્રત્યક્ષયોગે સત્સંગ આરાધ્યો હોય, તો સત્પુરુષના વચનમાં રહેલો પરમાર્થ, તેનું ગ્રહણ થાય, અથવા તેમનું હૃદય અંતર પરિણમન પકડાય, અને તેથી પૂર્વેના થયેલ સમાગમની પ્રતીતિ પણ આવે. (૧૭૦૧) - માત્ર આત્માનો વિચાર થવો, સફળ નથી, પરંતુ આત્માને ભાવતાં ભાવતાં આત્મવિચારણા ચાલે તો ધ્યાન થાય. ભાવે તે ધ્યાવે. – એ ન્યાયે મુમુક્ષુએ આત્મભાવના દ્વારા આત્માને ભાવવો. જેટલો આત્મરસ ભાવનામાં ઉત્પન્ન થાય, તેટલો માત્ર વિચાર / વિકલ્પે ન થાય. (૧૭૦૨) - જીવને સશ્રવણનો પુણ્યયોગ હોય, પણ જો બીજી બાજુ અસત્સંગની રુચિ હોય તો અનાદિ ભ્રાંતિ જાય નહિ. પરંતુ ભ્રાંતિથી સ્વચ્છંદ વધે અર્થાત્ અસત્સંગથી આ બંન્ને (ભ્રાંતિ અને સ્વચ્છંદ) મોટા દોષ વર્ધમાન થાય અને સત્ શ્રવણનો યોગ આત્મયોગ – નિષ્ફળ જાય. આવુ પૂર્વે ઘણીવાર બન્યું છે, તેથી હવે જાગૃત રહેવા યોગ્ય છે. (૧૭૦૩) - માયાની પરિભાષા પરમાગમમાં નીચે પ્રમાણે કરી છે. ગુપ્ત પાપતઃ માયા અંતર મેળવણી કરતા તેનું યથાર્થપણું સમજાય છે. પરંતુ જીવને અનેક પ્રકારે ગુપ્ત રહેવાના ભાવ આવે છે. માનથી બચવા; નિજ ગુણોને ગુપ્ત રાખવા-દબાવવા, ગુપ્ત પુણ્ય કરવું – દાનાદિ પ્રસિદ્ધ ન કરવા, વગેરે. તેમાં માયા નથી, કારણકે તેમાં માયાનો હેતુ નથી; અથવા ગુપ્ત પ્રપંચ કરવાનો ભાવ નથી. (૧૭૦૪) / શુદ્ધોપયોગરૂપ ધર્મધ્યાન ચાર ભાવનાથી વિભૂષિત છે. ૧. મૈત્રી = જગતના સર્વપ્રાણી પ્રત્યે નિર્વેર બુદ્ધિ, અર્થાત્ સર્વ પ્રત્યે નિષ્કામ પ્રેમબુદ્ધિ. Page #484 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૨૯ ૨. પ્રમોદ કોઈનો અલ્પ પણ ગુણ જોઈને ઉલ્લાસ થવો, રુચવું, રોમાંચિત ઉલ્લસવા. ૩. અનુકંપા = જગતજીવોને દુઃખી જોઈને કરુણા થઈ, તેઓ સન્માર્ગે આત્મિક સુખ પામે તેવી ભાવના. ૪. માધ્યસ્થ = સમદ્રષ્ટિના પુરુષાર્થપૂર્વક વિપરીત યોગ્યતાવાળા જીવ પ્રત્યે ઉદાસીનતા / ઉપેક્ષા. = ઉપરોક્ત પ્રકારના પરિણામો અનુક્રમે નિઃશલ્યપણું, ગુણપ્રત્યેનો પ્રેમ, નિષ્કારણ કરુણાયુક્ત કોમળતા અને પરદોષની ગૌણતા આદિ સદ્ગુણોને સેવન કરે છે. જેથી પરિણામમાં અનાદિ અસભ્યતા દૂર થવાની યોગ્યતાની સંપ્રાપ્તિ હોય છે અને પર પ્રત્યેના ઉપયોગને વ્યાવૃત થવાનું કારણ બને છે. . (૧૯૦૫) પ્રથમ આત્માનો વિચાર હોય, તેથી આગળ વધી જ્ઞાન-વેદનથી પોતાને જોતાં, સ્વયંનું અંતર્મુખપણું, સુખ સ્વભાવપણું, પ્રત્યક્ષતા અને જ્ઞાનના સાતત્યથી અનંત સામર્થ્ય શાશ્વતપણું આદિ ભાસે છે જેથી આત્મભાવના વર્ધમાન થાય છે. આ ભાવના-વૃદ્ધિનો પ્રયોગ છે. (૧૭૦૬) - શ્રીગુરુના અનુગ્રહ (કૃપા)ના દર્શન બે પ્રકારે થાય છે. એક તો ચિત્ત પ્રસન્નતા દ્વારા અને બીજું ભૂલ / દોષ દેખાય ત્યારે ઠપકો આપે, ત્યારે પણ તેમની કૃપા જ દેખાવી જોઈએ, કેમકે હિતબુદ્ધિએ તેઓ ઠપકો દે છે. (૧૭૦૭) Vજ્ઞાનીપુરુષની ઉપદેશ પ્રવૃત્તિ બે કારણથી હોય છે. સ્વહિતાર્થે અને પરહિતાર્થે. બંન્નેમાં એક સરખી નિષ્કામતા હોય છે. તેથી અહંભાવ રહિત અને આડંબર રહિત તે પ્રવૃત્તિ હોય છે. નિજહિતની મુખ્યતાથી સાધના કરતા કરતા, પરહિતમાં ભાગ્યવંત જીવોને તેમનું નિમિત્તત્વ પ્રાપ્ત થઈ જાય છે. (૧૯૦૮) સુખ-દુઃખ એ સર્વ પ્રાણીનો પ્રયોજનભૂત વિષય છે. દુઃખ જરાપણ કદી ન હો, અને પૂરું સુખ સદાય હો, તેવી જીવમાત્રની અભિલાષા હોય છે, અભિપ્રાય હોય છે, તેમ છતાં સંસારમાં જીવો દુઃખી જોવામાં આવે છે. તે દુઃખ બે પ્રકારનું છે. એક શારીરિક પીડા અને બીજું માનસિક મૂંઝવણ (Tention) તણાવ, અથવા અસમાધાનથી ઉત્પન્ન આકુળતા-તેના પેટાભેદ અનેક છે. તે સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાની મહાત્માઓએ ગવેષ્યો છે. તે એ કે દુઃખના નિમિત્ત સંબંધી પૂર્વગ્રહ (Prejudicial misconcept)થી મુક્ત થઈ, સુખસ્વરૂપ એવા આત્મ સ્વભાવમાં ઉપયોગને જોડવો. જેથી કોઈપણ પરિસ્થિતિમાં દુઃખ નહિ થાય. એવા પૂર્વગ્રહથી મુક્ત Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ અનુભવ સંજીવની થવા અને આત્મામાં અંતર્મુખ થવા જીવે સત્સંગનો આશ્રય કરવો – ઉપાસવો અને અસત્સંગથી અને કુસંગથી દૂર થવું. યદ્યપિ સૌને પૂર્વ પ્રારબ્ધ અનુસાર સંયોગ વિયોગ થાય છે, પરંતુ ખરેખર તેનાથી સુખ કે દુઃખ નથી. પરંતુ અજ્ઞાનભાવે કરેલા પૂર્વગ્રહથી સુખ – દુઃખની કલ્પના, સ્વરૂપ સાવધાનીના અભાવમાં ઉત્પન્ન થાય છે. (૧૭૦૯) મોક્ષમાર્ગ સુધી પહોંચવા માટે મુમુક્ષુદશાના દરેક સ્તરે સતત કાર્યશીલ રહેવું આવશ્યક છે. તો જ પ્રયત્ન સફળ થાય અને આગળ વધાય. અર્થાત્ એક લયે પ્રયત્ન હોવો ઘટે. ત્રુટક ત્રુટક જો કાર્ય કરાય છે, તેમાં સફળતા મળતી નથી અને સમય તથાશક્તિનો વ્યય થાય છે, જે નિરર્થક જાય છે. તેથી ‘પ્રયત્નમાં સાતત્ય'નું મહત્વ ઘણું છે. તે લક્ષમાં લેવું ઘટે છે. જો તે સતતપણાનું મહત્વ સમજાતુ નથી-તો પ્રયાસ સતત ચાલે નહિ. અને પ્રાયઃ આ ખૂટતો મુદ્દો (Lacking point) પકડાતો નથી. બાકી યથાર્થતામાં તો, સર્વોત્કૃષ્ટ મહાન ધ્યેય'ની પ્રાપ્તિની યથાર્થ સમજ હોવાથી, સતતપણું પુરુષાર્થનું સહજ રહે છે. (૧૭૧૦) જિજ્ઞાસા : સત્પુરુષના સમાગમની એક ક્ષણ પણ સંસાર સમુદ્ર તરવા માટે નૌકા સમાન થાય છે'. આ વાક્ય યથાર્થ લાગે છે, તો એ એક ક્ષણ કેવી હોય છે ? સમજાવવા વિનંતી છે. સમાધાન : જેનું ભવિતવ્ય સમીપ હોય છે, તેને તેવી એક ધન્યપળે સત્પુરુષનો સમાગમ થાય છે કે જ્યારથી તેનું જીવન આત્મકલ્યાણની દિશામાં વળી જાય છે. તે ક્ષણથી સત્પુરુષ પ્રત્યે ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે’–એવી દશા શરૂ થાય છે, જેનો અંજામ છેવટે નિર્વાણપદમાં આવે છે. તે જીવને પ્રથમથી જ સત્સંગનો અપૂર્વ મહિમા, પ્રત્યક્ષ લાભ થવાથી ઉત્પન્ન હોય છે. (૧૭૧૧) આત્મકલ્યાણની તીવ્ર ભાવનાપૂર્વક ઉદયમાં પ્રયોગ થવો ઘટે. નહિતો ઉદય અનુસાર ભાવો થઈ નવું કર્મબંધન થાય. મોક્ષાર્થી જીવતો ઉદયને પ્રયોગનું નિમિત બનાવે છે. તેથી તે ઉદયભાવોમાં તણાતો નથી. તે એવા પ્રકારે કે ઉદયમાં જ્યાં જ્યાં પોતાપણું થાય ત્યાં મટાડવા પ્રયાસ કરે છે, સચેત અચેત બંન્ને પદાર્થોમાં તેમજ તે તે પદાર્થોની સ્વતંત્રતાનો સ્વીકાર કરી, તેમાં થતી કર્તાબુદ્ધિ તોડવાનો પ્રયાસ કરે છે. જેથી દર્શનમોહ મંદ થતાં વિભાવનો રસ ન ચડે. (૧૭૧૨) જિજ્ઞાસા : અનંતકાળથી આ જીવનું પરિભ્રમણ થઈ રહ્યું છે છતાં તેની નિવૃત્તી થઈ નથી; અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં “અનંત અર્થ સમાયેલા છે,' તે કૃ. દેવ કેવી રીતે કહેવા માગે છે ? Page #486 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૩૧ સમાધાન : જે ઉકત પરિભ્રમણ અંગેની ચિંતના થઈને, જીવ પરિભ્રમણથી છૂટવાની, તેથી થતાં દુઃખોથી છૂટવાની વેદનામાં આવે અને છૂટવાના ઉપાય માટે ઝૂરે તો, મતિ નિર્મળ થાય અને વર્તમાન ભૂમિકાથી લઈને પૂર્ણ પદ પ્રગટ થાય તેવી ભાવના જાગૃત થઈ, આગળ વધવાનો યથાર્થ ક્રમ પ્રાપ્ત થાય. તે ઉપરાંત “અનંત પ્રકારના અસમાધાનથી ઉત્પન્ન થતી મૂંઝવણ મટે. આમ જે જે પ્રકારે જીવ મુંઝાય છે, બંધાય છે તેનાથી છૂટવાની સૂઝ આ ચિંતનાથી આવે છે. સંસાર પરિભ્રમણના અનંત પ્રકારનાં સર્વ ભાવોથી છૂટવાનો અભિપ્રાય આ વેદનાથી ઘડાય છે. જે મુક્ત થવા ઈચ્છનાર માટે અતિ મહત્વનો પ્રસંગ છે. કારણકે પૂર્વે સર્વ કાળમાં જીવે સંસારને ઉપાસવાનો અભિપ્રાય છોડ્યા વિના એટલે કે તે અભિપ્રાય રાખીને જ, ધર્મસાધન કર્યા છે અને તેથી સંસાર ફળવાન થયો છે. આ પ્રકારે ઉક્ત વચનમાં અનંત અર્થ સમાયેલો છે.—એમ આ ભૂમિકાના સ્તરે અનુભવથી સમજાય છે. (૧૭૧૩) Wજિજ્ઞાસા ? સુખ આત્મામાં છે એવો સપુરુષ અને શ્રી તીર્થંકરદેવનો ઉપદેશ પરમ સત્ય હોવા છતાં તેની અસર અમને થતી નથી. ઉપદેશ યથાર્થ જ છે એમ લાગે છે – એવું સમજાય છે, સંમત પણ ન્યાય-યુક્તિ આદિથી થાય છે, તોપણ અસર થતી નથી, તેનું શું કારણ ? તથારૂપ અસર કેમ ક્યારે થાય ? સમાધાન : જ્યાં સુધી આત્મિક સુખની અનુભવાશે સ્પષ્ટ પ્રતીતિ ન આવે ત્યાં સુધી માત્ર શ્રવણાદિથી અંતરસુખ પ્રત્યે પરિણામોનું ખેંચાણ . આકર્ષણ થતું નથી. તે પહેલાં, બીજી બાજુ બહારમાં–પરપદાર્થમાં સુખાભાસથી સુખનો નિશ્ચય અનાદિથી અતિ-દઢ થયેલો છે, ગાઢ થયેલો છે અને વર્તમાનમાં પણ જે અનેક ઈચ્છાઓ થાય છે ત્યારે જે આકુળતા ઉત્પન્ન હોય છે, તે ઈચ્છિત પદાર્થ મળવાથી મંદ થાય છે, ત્યારે તે મંદ થયેલી આકુળતારૂપ સુખાભાસમાં જીવ સુખનો અનુભવ કરે છે, કલ્પિતપણે સુખ માને છે. તેથી પૂર્વે થયેલો મિથ્યા નિશ્ચય વધુ ગાઢ થાય છે. આમ બંન્ને તરફ – અંતર બાહ્ય પરિસ્થિતિ હોવાથી “સુખ આત્મામાં – અંતરમાં છે, તેવી વાતની જીવને અસર થતી નથી. વળી અંતરનું સુખ શક્તિરૂપે છે, હાલ વ્યક્ત નથી, તેથી તેનો અનુભવ પ્રગટ નથી – આ કારણોથી સંસારમાં જીવોને બાહ્યસુખનું આકર્ષણ–મોહ છૂટવો અત્યંત દુર્લભ છે-કઠણ છે. પરંતુ જ્ઞાની પુરુષના સમાગમે જીવને જ્યારે સુખ-દુઃખનો વિષય સ્વલક્ષે સમજાય છે; ત્યારે ભૌતિક સુખની પ્રાપ્તિ છતાં, અતૃપ્તપણાનો અનુભવ જીવને સમજવામાં આવે છે અને જ્ઞાનીના વચનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે. પછી તે વચનોનું આરાધન કરતાં કરતાં જ્ઞાનથી જ્ઞાનને સ્વયં જોવાનો અભ્યાસ (Practice) અને પરમાં નીરસપણું થવાથી, જ્ઞાન જ સુખરૂપ ભાસે છે. ત્યારે અંતરસુખનું આકર્ષણ થાય છે. આવું નિજ સુખનું ભાસન, જ્યાં સુધી જગતના પદાર્થો પ્રત્યેની મીઠાશ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ અનુભવ સંજીવની હોય અથવા રહે ત્યાં સુધી થતું નથી. સુખ એ શ્રવણથી વિચારવાનો માત્ર વિષય નથી, પરંતુ અનુભવનો વિષય છે. તેથી સાંભળવા માત્રથી અંતરસુખનું આકર્ષણ થવું સંભવિત નથી. અતઃ આત્મસુખની ગમે તેટલી વાત જીવ સાંભળે છે, તો પણ તેની આત્મા ઉપર અસર થતી નથી. પણ ભાવભાસન થાય તો સહજ ખેંચાણ થાય. (૧૭૧૪) જો સકામપણામાં મલિનતા રહી છે, તો નિષ્કામપણામાં પવિત્રતા રહી છે. આમ પવિત્રતાનો અંશ નિષ્કામબુદ્ધિ જેનું મૂળ છે, તેમાંથી પાંગરે છે, તેથી જ્ઞાનીઓએ તેવી નિષ્કામબુદ્ધિને અનુમોદી છે. કેવળ આત્મકલ્યાણની ભાવનાયુક્ત નિષ્કામપણું, અને ગુરુચરણ, પ્રભુભક્તિ પર્યાયબુદ્ધિને નિર્બળ કરે છે, જેથી અહંકારનું દુષણ પ્રવેશ પામતુ નથી, અન્યથા એ દુષણને રોકવું સુલભ નથી. નિષ્કામતાએ વર્તતા રાગના સિક્કાને એક જ બાજુ છે. નહિતો રાગના સિક્કાની બીજી બાજુએ દ્વેષ છુપાયેલો હોય જ છે. તેથી નિષ્કામ કરુણાઆદિ (ભક્તિ વિ.)માં રાગ હોવા છતાં (વીતરાગતા ન હોવા છતાં પણ વીતશ્લેષતા હોય છે, તે આ સદ્ગુણનું વિલક્ષણપણું છે. (૧૭૧૫) - જિજ્ઞાસા : સ્વાધ્યાય, શ્રવણ વખતે ઘણી દઢતા આવે છે, પણ પાછળથી પ્રયત્ન ચાલતો નથી તેનું શું કારણ ? સમાધાનઃ સ્વલક્ષે સ્વાધ્યાય – શ્રવણ આદિ થાય તો પ્રયાસ થયા વિના રહે જ નહિ. પરલક્ષી જ્ઞાનમાં અતિ પરિણામીપણું (Over Estimate) થઈ જાય છે. આ દોષ અહંભાવરૂપ છે. યથાર્થ સમજણ તો નિયમથી પુરુષાર્થની ઉત્પાદક છે. તેમાં સંશયને અવકાશ નથી . પરલક્ષી દઢતાથી પુરુષાર્થ ચાલે નહિ. (૧૭૧૬) / જુઓ ! ભાવનાની સુંદરતા ! કોઈપણ જીવ ગમે ત્યારે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અથવા નિજકલ્યાણની ભાવના કરી શકે છે. સ્વરૂપ સુખની ખરી ચાહના થાય તેને ક્યાંય બાહ્ય પોલીક સુખમાં સંતોષ નથી થતો અને આત્મસુખની પિપાસા વધતી જાય છે. જોકે ભૌતિક સુખથી ક્યારેય કોઈને તૃપ્તિ થઈ નથી. પરંતુ સ્વરૂપની ભાવનાવાળાને તો ક્યાંય ચેન પડતુ જ નથી અને ભાવના વધતી જાય છે. (૧૭૧૭) / સપુરુષની અત્યંત ભક્તિ આજ્ઞાકારિતાને ઉત્પન્ન કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક દોષ તો મટાડવા અતિ દુષ્કર હોય છે, અથવા જે કોઈ દોષોનું દમન કરવું પડે છે. તેવા દોષ સહજ માત્રમાં, અત્યંત ભક્તિ અને આજ્ઞાકારિતાને લીધે ઉત્પન્ન જ થતા નથી. – આ કેવો સરળ ઉપાય Page #488 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૩૩ છે ! તેથી સદ્ગુરુની આજ્ઞા સર્વ ધર્મ સંમત છે. વિચારવાન અને પ્રયોજનની પક્કડવાળો જીવ આ ઉત્કૃષ્ટ ઉપાયને ગ્રહણ કરી સિદ્ધપદ પામે છે. Zmp. (૧૭૧૮) ભાવનામાં પોતાપણું કરવાની પ્રગટ શક્તિ છે. તેથી તેનું ફળ પણ મહાન છે. સ્વરૂપમાં એકત્વ / પોતાપણું કરવાથી તેનું ફળ કેવળજ્ઞાનાદિ પૂર્ણદશા પ્રાપ્ત થાય છે, પરંતુ અનાદિથી જીવ પરને ભાવી–ભાવીને ભવભ્રમણ કરી રહ્યો છે. તેથી આ સ્પષ્ટ છે કે જીવને પરિભ્રમણનું કારણ પરની ભાવના છે. જો જીવ ભાવનાથી નિજ સ્વરૂપને ભાવે તો અવશ્ય તરી જાય. “આતમ ભાવના ભાવતાં જીવ લહે, કેવળજ્ઞાન રે.’ (પ.કૃ.દેવ) પરની ભાવનાથી ભવભ્રમણ અને સ્વરૂપની ભાવનાથી ભવભ્રમણનો નાશ; કારણકે આત્મસ્વરૂપ સ્વયં ભવ રહિત છે આમ મોક્ષમાર્ગને વિષે સ્વરૂપની ભાવનાનો અનુપમ અને અગણિત લાભ છે અને આ અફર સિદ્ધાંત હોવાથી ભાવનાનું અત્યંત મહત્વ છે. (૧૭૧૯) જો જીવને પરિભ્રમણની ચિંતના અને વેદના ન આવતી હોય તો તેનો ખેદ થવો / રહેવો ઘટે. જો ખેદ યથાર્થ હોય તો ઉદયમાં જાગૃતિ રહે છે. કારણકે ઉદયમાં પરિભ્રમણના કારણરૂપ પરિણામ થાય છે. જો તેવી જાગૃતિ નથી તો ખેદ થયો તેથી શું ? અજાગૃતિને લીધે ચિંતનામાં પ્રવેશ થતો નથી. અને જે પરિભ્રમણ થવાનું છે, તેનું જોખમ / (ખતરો) દેખાતું નથી. અને તેથી ચિંતા પણ થતી નથી–એમ સમજવા યોગ્ય છે. સંક્ષેપમાં વાત એમ છે કે પોતે અજાગૃત દશામાં (મોહનિંદ્રા) પરિભ્રમણના કારણરૂપ પરિણામોનું સેવન કરી રહ્યો છે, તે વાત લક્ષ ઉપર આવી નથી, અર્થાત્ સ્વલક્ષે તેવું સમજાયુ નથી. આ અત્યંત કરુણાજનક સ્થિતિ છે. (૧૭૨૦) આત્મકલ્યાણની ભાવનાપૂર્વક ઉદયમાં પ્રયોગ થવો ઘટે. ભાવના હોય તો જ પ્રયોગ ચાલે નહિતો વિકલ્પ થાય. જો પ્રયોગ ન ચાલે તો ઉદયમાં જોડાઈને નવું કર્મ જીવ બાંધે છે. મોક્ષાર્થી જીવ ઉદયને પ્રયોગનું સાધન બનાવે છે. તેથી તે ઉદયમાં તણાતો નથી પરંતુ ઉદયમાં પોતાપણું અને કર્તાપણું આદિ મટાડવાનો પ્રયાસ કરે છે. અને સચેત તથા અચેત બંન્ને દ્રવ્યોમાં તે તે દ્રવ્યોની સ્વતંત્રા સ્વીકારી અધિકારબુદ્ધિ તોડવાનો પ્રયાસ કરે છે. જો પોતાપણું પાતળુ પડે તો વિભાવરસ તીવ્ર ન થાય. આ પ્રકારે ભેદજ્ઞાનના પ્રયોગથી અનઉદય પરિણામરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. (૧૭૨૧) યથાર્થ સમજણમાં પારમાર્થિક લાભનું તુલનાત્મકપણે સર્વોત્કૃષ્ટ મૂલ્યાંકન આવે છે. જેથી અન્ય વ્યવહારીક / ઉદય પ્રસંગો ગૌણ થઈ જાય છે. અથવા જેનાથી ઉપકાર થયો છે, વા પારમાર્થિક Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ અનુભવ સંજીવની લાભ જેના નિમિત્તે થયો હોય તેનો દોષ ગૌણ થઈ જાય છે. એવું ગૌણ કરવું તે પોતાના લાભની વાત છે; લાભનું કારણ છે. આ પ્રકારે હિત અહિતની સૂઝ અંદરથી આવવી ઘટે, યથાર્થતાનું લક્ષણ છે. તે - ――― (૧૭૨૨) જિજ્ઞાસા : પોતાના અહમ્ને ચોંટ લાગે ત્યારે પરિણામ કેવા થાય ? અને પોતાની ભાવનાને ચોંટ લાગે ત્યારે પરિણામ કેવા થાય ? બંન્નેમાં શું ફરક છે ? સમાધાન ઃ અહંકાર એ અવગુણ છે, જ્યારે ભાવના છે તે સદ્ગુણ છે. અહંકારને ચોંટ લાગે ત્યારે જીવને દ્વેષના પરિણામ થાય છે. જ્યારે ભાવનાને ઠેસ પહોંચે ત્યારે જીવ જાગૃત થઈ જાય છે. જેથી દ્વેષ ભાવ થતો નથી. અહંકારની ચોંટ લાગે ત્યારે નિમિત્તની મુખ્યતા થઈ, નિમિત્ત પ્રત્યે દ્વેષ થાય છે. ભાવનાને ચોંટ ભાવના વિરુદ્ધ પરિણામોથી લાગે છે. અહંકાર છે તે અનાત્મ દ્રવ્યમાં પોતાપણાના ભાવથી ઉત્પન્ન થાય છે. જ્યારે ભાવના આત્મામાં આત્માપણું કરાવે છે. ભાવના બે પ્રકારે છે – આત્મસ્વરૂપની મહિમારૂપ અને આત્મકલ્યાણની અભિલાષા રૂપ. (૧૭૨૩) જિજ્ઞાસા : સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને પ્રયોજનની દૃષ્ટિને શું સંબંધ છે ? સમાધાન ઃ ભાવના અને પ્રયોજનને કારણ - કાર્ય સંબંધ છે. જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય છે, તેને જ સર્વ ઉદય પ્રસંગોમાં પ્રયોજન સધાય તેવી મુખ્યતાવાળો દૃષ્ટિકોણ સહજ રહે છે. – આમ ભાવના કારણ છે અને પ્રયોજનનો દૃષ્ટિકોણ સાધ્ય થવો તે કાર્ય છે. જો પ્રયોજનની દૃષ્ટિ જીવને ન હોય તો એમ સમજવા યોગ્ય છે કે જીવને ખરી ભાવના જ થઈ નથી. (૧૭૨૪) //પ્રશ્ન : સ્વરૂપનો નિર્ણય થાય છે અને સ્વરૂપ-લક્ષ થાય છે, તો તે બંન્ને વચ્ચે શું સંબંધ છે ? આંગસ્ટ સમાધાન : નિર્ણય એટલે સ્વરૂપની ઓળખાણ અથવા સ્વરૂપનો નિશ્ચય અને લક્ષ એટલે ઓળખાયેલું પરમ પ્રયોજનભૂત એવું નિજ સ્વરૂપ જ્ઞાનમાંથી ન ખસવું તે એવું લક્ષ સ્વરૂપના નિર્ણયથી થાય છે. તેથી નિર્ણય કારણ છે અને લક્ષ થવું તે કાર્ય છે. બંન્ને એક જ કાળે સમકાળે થાય છે. (૧૭૨૫) ૧૯૯૮ // જિજ્ઞાસા : નિજાવલંબન અને સ્વસંવેદન અવિનાભાવી હોય છે ? સમાધાન : નિર્વિકલ્પ આત્મસ્વરૂપનું અંતર અવલંબન એકાગ્રતાએ હોય છે. ત્યારે બુદ્ધિપૂર્વકનો Page #490 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૩૫ રાગ જે જ્ઞાનવેદનને આચ્છાદિત કરતો હતો તેનો અભાવ થવાથી સ્વસંવેદન પ્રગટપણે અનુભવાય છે. પરાવલંબનકાળે રાગ ઉત્પન્ન થતો હોવાથી જ્ઞાન વેદન આચ્છાદિત રહે છે, ઢંકાયેલુ રહે છે, તિરોભૂત રહે છે. પરંતુ પોતાના સ્વરૂપને ઓળખીને જ્યાં અવલંબવામાં આવે છે, ત્યાં એકાગ્રતા સ્વરૂપમાં થાય છે. અંતરમાં સુખ છે, તે કારણથી એકાગ્રતા થાય છે અને તે વખતે બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો નથી. ત્યારે આત્માને સુખ, શાંતિ અને આનંદ સહિત સ્વસંવેદન પ્રદેશ પ્રદેશ અનુભવાય છે. આવી સ્વાનુભૂતિ ભવ નાશક છે. (૧૭૨૬) | mP "Vજિજ્ઞાસા - મને મોક્ષમાર્ગ પ્રત્યે આગળ વધવાના ભાવ બહુ આવે છે, ઉદયમાં પરિણામ બહુ ખેંચાઈને તીવ્ર થતા નથી અને તત્વની સમજણથી સમાધાન પણ આવે છે. ઉદય સમયે થોડું અવલોકન પણ ચાલે છે. છતાં પણ આગળ વધાતુ નથી. – એ નક્કી છે, તો કેવા પ્રકારે અવરોધ થતો હશે, તે પકડાતુ નથી, તો શું કરવું ? સમાધાન :- પરમાર્થમાં અવરોધ કરનારા કારણરૂપ અનેક પ્રકારના પરિણામો છે. તે અવરોધરૂપ પરિણામો તપાસવા ઘટે છે. તેમાંથી કેટલાક અવરોધરૂપ ભાવો તેના ઉપાય સાથે અત્રે વિચાર્યા છે. તેમાં – ૧ સ્વચ્છેદ, પૂર્વગ્રહે, પરલક્ષ, વિભાવ પરિણતિ, પ્રતિબંધ, પ્રકૃતિ દોષ, અને સંયોગોમાં પોતાપણું, આધારબુદ્ધિ, સુખબુદ્ધિ, કિર્તાબુદ્ધિ, વિ. પરિણામો મુખ્ય છે. સંક્ષેપમાં, તે ભાવોને નીચે વર્ણવ્યા છે, જેથી અનુભવ સાથે મેળવી શકાય. સ્વચ્છંદ : જ્ઞાનીની આજ્ઞામાં ન રહેવાથી અનેક પ્રકારે જીવને સ્વચ્છંદ થઈ જાય છે. આ બહુ મોટો દોષ પરિભ્રમણનું કારણ છે. (૧) ધર્મસાધન પોતાની રુચિ / કલ્પના પ્રમાણે કરવું, (૨) તેમજ તીવ્રરસવાળા શુભાશુભ ભાવો થવા. (૩) અંતર આત્માના અવાજની અવગણના થવી – વગેરે સ્વચ્છંદના પ્રકારો છે. પૂર્વગ્રહ : જીવે અનેક પ્રકારે મિથ્યા / વિપરીત અભિપ્રાયો બાંધી રાખ્યા છે, જેનો આગ્રહ રહેવો તેમજ કોઈપણ વ્યક્તિની અયોગ્યતાનો નિશ્ચય તે રૂ૫ શલ્ય, જે પુરુષાર્થ . સંવેગને રોકે વિભાવપરિણતિ ઃ પૂર્વે વિભાવભાવો, ઉદય કાર્યોમાં, અતિરસપૂર્વક કરેલા હોવાથી તેની પરિણતિ થઈ ગઈ હોય છે. જે સ્વભાવ રસથી, ભાવનાથી વિરૂદ્ધ પરિણતિ થવાથી મટે છે. આ પ્રકારનો અવરોધ જીવની જાણમાં પ્રાયઃ આવતો નથી. તેથી તેનો ઉપાય (જે ઉપર કહ્યો તેપણ સૂઝ તો નથી અને મૂંઝવણ રહે છે. તોપણ ખંતથી ધીરજપૂર્વક પ્રયાસ કર્તવ્ય છે. પ્રતિબંધ : કુટુંબ, સમાજ, અને શરીરની મુખ્યતામાં આત્મસાધન સત્સંગાદિ ગૌણ થવા, તેને પરિભ્રમણનું કારણ જાણી, ઉદયમાં પ્રયોગ કરી નબળા પાડવા ઘટે, તો જ માર્ગ પ્રત્યે આગળ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ અનુભવ સંજીવની પ્રકૃતિદોષ : અંદરમાં સંચિત કર્મનો ઉદય આવતાં સ્વરૂપની અથવા આત્મકલ્યાણની સાવધાનીના અભાવમાં જીવને કષાયરસ તીવ્ર થઈ જાય છે. જે અકષાય સ્વભાવથી વિરૂદ્ધ છે. તે મટાડવાનું મુખ્ય સાધન આત્મજાગૃતિરૂપ અવલોકન છે. અવલોકનથી કષાયરસ ગળે છે. પરલક્ષ : આ જ્ઞાનનો (અનાદિ) મોટો દોષ છે, જે સ્વાધ્યાય અને સત્સંગને નિષ્ફળ કરે છે અને પરરુચિને ઉગ્ર કરે છે અને તેને લીધે બીજાં અનેક દોષો ઉત્પન્ન થાય છે. આ દોષને કારણે જીવ ‘હું સમજું છું' તેવી ભ્રાંતિમાં રહે છે. અને સ્વલક્ષે વિચાર / પ્રયોગ કરી શકતો નથી. સ્વલક્ષ અને આત્માર્થીતા દ્વારા તે મટાડવા યોગ્ય છે વધાય. : પોતાપણું (પરમાં) ઃ પ્રારબ્ધયોગે પ્રાપ્ત સામગ્રી – સચેત, અચેત પદાર્થો-માં જીવ નિજબુદ્ધિ કરી પરિભ્રમણના કારણને સેવે છે. જીવને સંસારમાં આવા પરિણામો તદ્દન સહજ થઈ ગયા છે. જેથી ‘આત્મકલ્યાણ થવામાં તેનો ઘણો મોટો અવરોધ છે, તેનો ખ્યાલ શુદ્ધાં આવતો નથી. તેથી તેને દૂર કરવાનો ઉપાય પણ સમજાતો નથી. તો પછી તે અંગેનો પુરુષાર્થ કેમ કરે ? આ દોષથી મિથ્યાત્વ–દર્શનમોહ ગાઢ થતો જાય છે અને જીવને મુમુક્ષુતાના ક્રમમાં પ્રવેશ પામવો દુર્લભ / કઠિન થઈ પડે છે. આવું પોતાપણું આત્મહિતનો કાળ હોવાથી, કાળોનાગ અને ભયંકર અજગર જેવો ભયાનક ભાસે અને આત્મકલ્યાણની તીવ્ર ભાવના અંતરથી જાગે તો પોતાપણું મટવાનો પ્રયાસ થાય અને પરમાર્થમાર્ગમાં આગળ વધાય. આ પ્રકારે પોતાપણું પાતળું થવા યોગ્ય છે. આધારબુદ્ધિ : જીવે અનાદિથી નિજ શાશ્વત - ધ્રુવ તત્ત્વનો આધાર નહિ લીધો હોવાથી, સહજ પરની આધારબુદ્ધિ ચાલુ છે. શરીર, કુટુંબ સંપત્તિ, આહાર, પાણી વગેરેમાં આધાર ગ્રહણ કરે છે અને તે અતિ પ્રગાઢ થઈ છે. તેને તોડવામાં પ્રથમ જ જીવની હિંમત ચાલતી નથી જીવ પાછો પડી જાય છે, આગળ વધી શકતો નથી પરંતુ સ્વરૂપને ઓળખી, તેને બદલી શકાય છે. તે પહેલાં, સત્પુરુષ શ્રીગુરુનો આધાર મળે તો તે સુગમ થાય છે, તે સિવાઈ અન્ય ઉપાય નથી. સુખબુદ્ધિ : જીવને અનાદિ ભ્રાંતિવશ પાંચ ઈન્દ્રિય-વિષયમાં અને અનુકુળતામાં સુખબુદ્ધિ છે અને પ્રાપ્ત સામગ્રીમાં સુખાભાસમાં સુખાનુભવ કરી કરી, તેમાં – સુખબુદ્ધિમાં, જીવ દઢતા કરી રહ્યો છે, અને અનંત, અચિંત્ય સુખધામ–એવા નિજ સ્વરૂપથી દૂર થઈ રહ્યો છે અને સુખથી વંચીત રહેવાથી અતૃપ્ત દશામાં અટકી જઈ, ફરી ફરી સુખ માટે ઝાંવા નાખે છે. પરંતુ ગુરુકૃપાથી સ્વરૂપ ઓળખે, સત્પરમાનંદ સ્વરૂપનો નિશ્ચય થાય, તો સ્વરૂપમાં સુખબુદ્ધિ થઈ આ મિથ્યા અભિપ્રાય મટે. કર્તબુદ્ધિ : અનાદિથી જીવને રાગ અને પરનુ કર્તાપણું છે. જેનાં મૂળ ઘણાં ઊંડા છે. આ પ્રકારનો માર્ગ-અવરોધ મટવો અતિ દુર્લભ છે. પરંતુ યથાક્રમે જીવ જો ભેદજ્ઞાનના પ્રયોગે ચડે તો સ્વાનુભૂતિ પ્રાપ્ત કરે ત્યારે જ કદંબુદ્ધિનો અભાવ થઈ માર્ગ પ્રાપ્તિ થાય છે. (૧૭૨૭) - Page #492 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૩૭ આત્મકલ્યાણના સર્વ સાધનોમાં સત્સંગ સર્વશ્રેષ્ઠ સાધન છે, તે નિ સંશય છે. તે સત્સંગની સાધનરૂપ પ્રતીતિ જીવને જેમ જેમ વિશેષરૂપે આવે છે, તેમ તેમ તેનું આરાધવુ વિશેષપણે થાય છે, જેનો ક્રમ નીચે પ્રમાણે સમજવા યોગ્ય છે. પ્રથમ ભૂમિકામાં પોતાની મૂંઝવણનું – મુંઝવતા પ્રશ્નોનું સમાધાન મળવાથી જે આકુળતા / તણાવ ઘટવાથી જે વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેના પ્રમાણમાં સત્સંગનો મહિમા આવે છે. ત્યારબાદ તે જીવ ભવ – પરિભ્રમણનાં દુઃખો સમજી વેદનાપૂર્વક આત્મકલ્યાણની ભાવનાથી નિર્મળતા પ્રાપ્તિના ક્રમમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પોતાના અનુભવથી સત્સંગનું મૂલ્યાંકન સમજાય છે અને ત્યારથી સત્સંગની સર્વાધિક મુખ્યતાનો (Top priority) અભિપ્રાય ઘડાય છે. પછી જેમ જેમ પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાનો પુરુષાર્થ વારંવાર કરવામાં, તે જીવ મુમુક્ષતામાં આગળ વધતો જાય છે, તેમાં અંદરમાં પુરુષાર્થ અને બહારમાં સત્સંગથી પ્રાપ્ત થતું બળ, સત્સંગના મૂલ્યને વૃદ્ધિગત કરે છે. ભાવભાસન તો પરમ સત્સંગ યોગ સિવાઈ અપ્રાપ્ય હોવાથી અને તે પહેલાં જ્ઞાની પુરુષની ઓળખાણ પણ પ્રત્યક્ષ યોગે જ થતી હોવાથી, બંન્ને સ્તરે સત્સંગનો મહિમા અત્યંત અત્યંત ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થઈને આવે છે. તેથી જ તે જીવ જ્ઞાનદશા પ્રાપ્ત કરી સત્સંગ કરવાનો બોધ સંપૂર્ણદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બોધે છે. કેમકે સ્વાનુભવથી તેમનો આત્મા તે સત્સંગનું સંગીત ગાય છે. જેમાં ખરો મહિમા હોય છે. (૧૭૨૮) Vઅનેક પ્રકારના વિપરીત ! મિથ્યા અભિપ્રાયથી જીવનું અજ્ઞાન ગાઢ થયેલું છે. જે બદલાઈને યથાર્થ થયા વિના જીવનું કલ્યાણ થાય નહિ. તેમજ તે પહેલાં કોઈ અન્ય ધર્મસાધન ત્યાગ આદિ) સફળ થાય નહિ. મુમુક્ષુની ભૂમિકા અભિપ્રાયની ભૂલ સુધારવાની છે. જે ભૂમિકા અનુસાર સુધાર થાય છે, તેનો વિચાર અત્રે કર્તવ્ય છે. પરિણમનમાં અભિપ્રાયની જ મુખ્યતા હોય છે. પ્રથમ પરિભ્રમણની વેદના આવ્યથી જીવનો સંસારને ઉપાસવાનો અભિપ્રાય મટી, પૂર્ણતાનું લક્ષ થયે, કોઈપણ ભોગે આત્મકલ્યાણ કરી લેવાનો અભિપ્રાય થાય છે, જે પુરુષાર્થ ઉત્પન્ન થવાનું કારણ છે. આ મૂળનો ફેરફાર છે. ત્યારબાદ અવલોકન થવાનો પરિણામોનો ક્રમ છે, તેમાં દોષના અવલોકન કાળે, દોષના અભિપ્રાય સુધી જ્ઞાન પહોંચે છે અને અનેક પ્રકારે વિપરીત અભિપ્રાયો - એકત્વબુદ્ધિ, આધારબુદ્ધિ, સુખબુદ્ધિ, કર્તા બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ, - વગેરે જ્ઞાનમાં યથાર્થ પ્રકારે પકડાય છે અને તે બધાં ઢીલા પડે છે અને ભેદજ્ઞાનના પ્રયોગ કાળે ક્રમે સ્વરૂપનું ભાવભાસન ઉત્પન્ન થાય છે, ત્યારે આ મોળા પડેલા અભિપ્રાયો બદલાઈ જાય છે. માત્ર દેહાત્મબુદ્ધિ અને રાગનું એકત્વ વિતરાગ નિર્વિકલ્પ દશા થતાં મટે છે અને વિપરીત અભિનિવેષ રહિત સમ્યકજ્ઞાનનો સૂર્ય પ્રકાશે (૧૭૨૯) Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ અનુભવ સંજીવની // જિજ્ઞાસા ઃ કોઈ શંકાથી પ્રશ્ન કરે, કોઈ આશંકાથી, બંન્નેમાં પ્રકારાંતર કેવા પ્રકારે છે ? સમાધાન ઃ શંકા કરનાર અવિશ્વાસપૂર્વક પુછે છે, તેમાં સમજવાનો અભિપ્રાય હોતો નથી, જ્યારે આશંકા કરનારને સમજવાની જિજ્ઞાસા હોય છે, તેથી તે વિશ્વાસપૂર્વક પુછે છે. આમ બંન્નેમાં મોટો ફરક છે. (૧૭૩૦) જીવને કેટલીક પાત્રતારૂપ યોગ્યતા આવ્યે, સત્પુરુષ અને મુમુક્ષુઓ તરફથી આદર મળે છે. તેને પચાવવુ એ વિશિષ્ટ યોગ્યતા માગે છે. ન પચે તો જીવ સહજમાત્રમાં સ્વચ્છંદમાં આવી જાય છે, અને પચાવી જાય તો પાત્રતા વૃદ્ધિગત થઈ જીવ સન્માર્ગ સમીપતાની આદર્શ આત્માર્થતાની ભૂમિકાને પ્રાપ્ત કરે છે. પ્રગાઢ દશા આવ્યા પહેલાં, આવો પ્રકાર સંભવિત છે, તેથી અવગાઢ આત્મકલ્યાણની ભાવના પાયામાં હોવા યોગ્ય છે. (૧૭૩૧) - * જીવને અનાદિકાળથી સાચી મુમુક્ષુતા આવી નથી, અર્થાત્ સંસારથી છૂટવાનો રાગ (શુભભાવ) અનંતવાર કર્યો છે, પરંતુ અંતરથી આત્મવૃત્તિ થઈ નથી. જો એકવાર પણ સાચી-ખરી મુમુક્ષુતા ઉત્પન્ન થાય, તો સત્પુરુષના પ્રત્યક્ષયોગનો અપૂર્વ, દુર્લભ અને પરમ હિતકારી એવો પ્રસંગ સુલભ થાય. અથવા મહાભાગ્યે જો સતપુરુષનો પ્રત્યક્ષયોગ પ્રાપ્ત હોય તો જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થવા સંભવ છે. (૧૭૩૨) તત્વ-અભ્યાસ કરનાર મુમુક્ષુ પણ જો પોતાને લાગુ પડે તેવી વાતને ધ્યાનમાં લઈને Coordianation પૂર્વક આગળ વધવાની રીત ગ્રહણ ન કરે તો, કલ્પનાએ વિધિનો નિશ્ચય કરી, પ્રવૃત્તિ કરે છે પણ - માર્ગ પામવામાં અસફળ રહે છે, એટલું જ નહિ, પ્રાયઃ તે કલ્પીત ઉપાયને દઢ કરી લ્યે છે, જેથી મૂળથી યથાર્થ પ્રકારમાં પ્રવેશ પામવામાં ઘણી વિટંબણાવાળી પરિસ્થિતિ થઈ જાય છે, જેમાંથી નીકળવા માટે ઘણો પરિશ્રમ અવશ્યનો થઈ પડે છે. (૧૭૩૩) - મુમુક્ષુની ભૂમિકામાં પ્રમાદ અર્થાત્ સ્વકાર્યમાં શિથિલતા એ અરુચિનું લક્ષણ છે. યદ્યપિ કોઈ જીવ રુચિ વગરનો નથી. જીવને પર રુચિ તો અનાદિથી છે જ. પરંતુ શિથિલતામાં જીવ જે કાંઈ બાહ્ય ધર્મસાધન કરે છે તેમાં આમ કરતાં કરતાં હું ધીમે ધીમે આગળ વધું છું અથવા આગળ વધીશ;’ એમ વંચનાબુદ્ધિમાં આવી જાય છે અને પ્રાપ્ત સત્સંગ નિષ્ફળ જાય છે. પ્રાયઃ આ પ્રકારે દુર્લભ એવું મનુષ્ય આયુનો ઘણો સમય વ્યતીત થઈ જાય છે. (૧૭૩૪) આ જગતને વિષે યથાર્થ સત્સંગ મળવો તે અતિ દુર્લભ છે. મહા પુણ્યોદયે / મહાભાગ્યે - - Page #494 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૩૯ તેની પ્રાપ્તિ હોય છે, પરંતુ જીવને ખરી મુમુક્ષતાના અભાવમાં તેની ઓળખાણ પડતી નથી. તેથી તેનુ પરમ હિતકારીપણું ભાસતુ નથી અને પરમ પ્રેમે તેનું ઉપાસવું થતું નથી. તેથી વિશિષ્ટ પુષ્પયોગ હારી જવાનું થાય છે. ઇષ્ટ મૂલ્યવાન વસ્તુના વિયોગનું નુકસાન થાય, એટલેકે નિર્ધનતા આદિ આવી પડે તો જીવ બહુ દુઃખી થાય છે, પણ અરેરે ! સત્સંગ જેવો મહાપુણ્યયોગ નિષ્ફળ જાય તોપણ જીવોને તેનો ખેદ પણ થતો નથી, તે ઓછું આશ્ચર્યજનક નથી. (૧૭૩૫) જગતમાં આત્મકલ્યાણની ખરી ભાવના જેવું કોઈ બળવાન પરિણમન નથી. આવી ભાવના જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે. ભાવનાવાળો જીવ કદી ભૂલો પડતો નથી. કદાપિ તીવ્ર ઉદય આવે અને તેમાં જોડાઈ જાય, તોપણ પોતાને સંભાળી લ્ય છે, કેમકે ભાવનાને ઠેસ પહોંચે છે; અલ્પ ક્ષયોપશમ હોય તોપણ ભૂલાવામાં પડતો નથી. આવી ભાવના અંતઃકરણને શુદ્ધ કરે છે(૧૭૩૬) Vજિજ્ઞાસા – સ્વાધ્યાય પદ્ધતિ કેવી હોવી જોઈએ ? સમાધાન - સ્વાધ્યાય સ્વલક્ષે થવો જોઈએ. એવો નિયમ છે, જેનું ઉલ્લંઘન થવું ન જોઈએ. સ્વલ સ્વાધ્યાય કરવાવાળાની દૃષ્ટિ પ્રયોજન પર રહે છે. જેથી સ્વાધ્યાયમાં પ્રાપ્ત ઉપદેશ તુરત ગ્રહણ થાય છે; ચૂકતો નથી. ક્યારેક ઉપરની ભૂમિકાની વાત ચાલે તો તેની ભાવના ભાવે છે. પરંતુ જાણપણું વધારવા સાંભળતો નથી. જાણપણું વધારવાના અભિપ્રાયથી સાંભળજે વાંચે તો પરલક્ષ વધે છે અને શાસ્ત્રીય અભિનિવેષ – અહંભાવ ઉત્પન્ન થાય છે. પ્રયોજન તો પોતાની વર્તમાન ભૂમિકાથી આગળ વધી પૂર્ણ થવાનું છે. તેથી ઉપરની ભૂમિકાનો વિષય ભાવનાનો બને છે. અનેક દૃષ્ટિકોણથી પોતાના આત્મહિતના એક પ્રયોજનને કેન્દ્રસ્થાનમાં રાખીને પ્રવર્તવું ઘટે છે. (૧૭૩૭) V યથાર્થ ભાવનાની સાથે મક્કમતાનું હોવુ અવિનાભાવી છે. એક સિક્કાની બે બાજુની જેમ. ભાવના સ્વયં કોમલ સ્વભાવી છે, પરંતુ શિથિલ નથી. ભાવનાવાળાની મક્કમતા અદ્ભુત અને આશ્ચર્યકારી હોય છે. જેનો પ્રભાવ કુદરત ઉપર પડે છે. વળી ભાવના પ્રયોજનની દૃષ્ટિને સાથે છે. જેથી મુમુક્ષતા વૃદ્ધિગત થાય છે. (૧૭૩૮) જિજ્ઞાસા : શ્રી સદ્ગુરુની આજ્ઞાકારિતા કેમ આવે ? સમાધાનઃ સદ્ગુરુની અત્યંત ભક્તિ આજ્ઞાકારિતા ઉત્પન્ન કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક દોષ તો મટાડવા અતિ દુષ્કર છે, અથવા જે જે દોષોનું દમન કરવું પડે, તેવા દોષો સહજ માત્રમાં Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ અનુભવ સંજીવની આજ્ઞાકારિતા / આજ્ઞારુચિના પરિણામોથી ઉત્પન્ન જ થતા નથી. – તેથી જ સદ્ગુરુની આજ્ઞા સર્વ ધર્મ સમ્મત છે. વિચારવાન જીવ કરીને અંતતઃ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. આ કેવો સરળ ઉપાય છે ! આ ઉત્કૃષ્ટ ઉપાયને ગ્રહણ (૧૭૩૯) મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક ગુણ હોવા આવશ્યક છે; જેમાં આત્મરુચિની પ્રધાનતા છે. જેના કારણે સરળતા, પ્રયોજનની પક્કડ, યથાર્થ ઉદાસીનતા, વગેરે ગુણ ઉત્પન્ન થાય છે. આત્મરુચિ વિના – ક્ષયોપશમજ્ઞાન કાર્યકારી થતું નથી, કેમકે પ્રયોજનભૂત વાત ઉપર લક્ષ જતુ નથી; પારમાર્થિક સરળતા ઉત્પન્ન થતી નથી. દેવ,ગુરુ પ્રત્યે અર્પણતા, આત્માર્થાતા આદિના મૂળમાં આત્મરુચિ હોવા યોગ્ય છે. આત્મરુચિ જ જીવને સંસારથી યથાર્થ ઉદાસીનતામાં રાખે છે. અને અંતર જિજ્ઞાસાપૂર્વક અંતરખોજને ઉત્પન્ન કરે છે. દર્શનમોહને મંદ કરવાવાળો આ મુખ્ય ગુણ છે. સ્વરૂપના ભાવભાસનપૂર્વક ઉત્પન્ન થયેલી અનન્ય રુચિ સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાવાળો મુખ્ય ગુણ છે. જેને મુમુક્ષુજીવે પોતાની અંદર દેખવો જરૂરી છે. (૧૭૪૦) આત્મકલ્યાણની તીવ્ર ભાવના સહિત ઉદયમાં પ્રયોગ થવો જોઈએ, નહિ તો જીવ ઉદયમાં જોડાઈને નવો કર્મબંધ કરી લ્યે છે, મોક્ષાભિલાષી જીવ તો ઉદયને પ્રયોગનું સાધન બનાવી લ્યે છે. જેથી ઉદયથી ડરતા નથી કે ચિંતીત થતા નથી; કે ઉદયમાં પરિણામ બગડવા દેતા નથી અને આ રીતે ઉદયમાં પોતાપણું મટાડવાનો પ્રયાસ કરે છે. સચેત – અચેત બંન્ને દ્રવ્યોની સ્વતંત્રતાનો સ્વીકાર કરીને પર્યાયમાં થયેલી કર્તાબુદ્ધિને તોડવાનો પ્રયાસ કરે છે. પોતાપણું ઓછું થતાં વિભાવોનો રસ તીવ્ર થતો નથી. આમ ભેદજ્ઞાનના પ્રયોગ દ્વારા અનઉદય પરિણામરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. (૧૭૪૧) યથાર્થ સમજણમાં પારમાર્થિક લાભનું તુલનાત્મક બુદ્ધિએ સર્વોત્કૃષ્ટ મૂલ્યાંકન આવે છે. જેથી અન્ય વ્યવહારીક પ્રસંગ અર્થાત્ ઉદય ગૌણ થઈ જાય છે. તેમાં પણ જેનાથી ઉપકાર (પારમાર્થિક વિષયમાં) થયો હોય, તેના દોષ અયોગ્યતા વગેરે ગૌણ થઈ જાય છે. આવું ગૌણ થવું તે સ્વયંના લાભનું કારણ છે. આ પ્રકારે જે લાભ જેને સમજાય છે તેને હિત – અહિતની સૂઝ અંદરથી આવે છે. એમ સમજવા યોગ્ય છે. (૧૭૪૨) - // જિજ્ઞાસા : આત્મકલ્યાણની યથાર્થ ભાવનાનું સ્વરૂપ કેવું હોય ? સમાધાન : યથાર્થ ભાવનાવાળાને પોતાનું આત્મકાર્ય શીઘ્ર-જલ્દીથી કરવાના ભાવ તે રૂપ લગની લાગે છે. અને નિજહિત / પ્રયોજનની દરકાર જાગે છે. જેથી ચાલતા પરિણામોમાં અવલોકન Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ અનુભવ સંજીવની અર્થાત જાગૃતિ રહ્યા કરે છે. જેથી પોતાના ભાવોનો પરિચય / અનુભવજ્ઞાન થઈને સ્વભાવ – વિભાવની પરખ આવે છે. અને જ્ઞાન અને રાગની મીંઢવણી થઈ ભેદજ્ઞાનનો પ્રયોગ થાય છે. આમ યથાર્થ ભાવનાવાળો જીવ ભેદજ્ઞાનના પ્રયોગ સુધી પહોંચી જાય છે. ભેદજ્ઞાન પૂર્વક સ્વરૂપ નિશ્વય થઈને સ્વાનુભવ પ્રગટ થાય છે. યથાર્થ ભાવનાથી અંતર ભેદાય છે. એટલે કે અનાદિ સંસાર પરિણતિ ભેદઈને અપૂર્વ આત્મજાગૃતિ આવે છે, અને અંતે સ્વભાવનું ગ્રહણ થાય છે. એવી ઊંડી ભાવના કોઈ જુદા જ પ્રકારની હોય છે. અર્થાત્ ઉપર ઉપરની ભાવનાથી કાંઈ કામ થતુ નથી. (૧૭૪૩) vપ્રશ્નઃ કોઈ મુમુક્ષુ સત્સંગ પ્રસંગે પોતાના દોષ દર્શાવવા વિનંતી કરે ત્યારે તેના દોષ દર્શાવવાનો યથાર્થ પ્રકાર કેવો હોઈ શકે ? સમાધાન મુમુક્ષુને કોઈના દોષ જોવાનો ઉપયોગ ન હોવો જોઈએ, પરંતુ હેજે ખ્યાલ આવ્યો હોય, તોપણ “મારુ પર લક્ષ છે' તેનો ડર – તેનું નુકસાનથી થતાં ભય સહિત નમ્ર ભાવે જણાવવું જોઈએ, જણાવતી વખતે પોતાની વિશેષતા (Superiority) ન થવી જોઈએ. અથવા હું જણાવું છું તે બરાબર જ છે.” તેવો આગ્રહ ન થવો જોઈએ. નમ્રતાપૂર્વક દર્શાવવાનો પ્રકાર હોવો જોઈએ, નહિતો દોષદૃષ્ટિ બળવાન થઈ જશે, તેની એકદમ જાગૃતિ રહેવી ઘટે, સાથે સાથે કહેનારે પોતાના દોષ જણાવવા માટે પણ વિનંતી | પ્રાર્થના કરવી ઘટે. (૧૭૪૪) Vજિજ્ઞાસા : પ્રયોગ કેવી રીતે થાય ? અને તેથી શું લાભ થાય ? સમાધાન : સ્વલક્ષી યથાર્થ સમજણ અનુસાર ચાલતા પરિણમનમાં જોવાથી પ્રયોગ થાય છે, માત્ર વિચાર વિકલ્પ ચાલતા રહે, તેથી પ્રયોગ કાર્ય થાય નહિ. પ્રયોગ થવાથી સમજણ અને પરિણમન વચ્ચે જે વિરૂદ્ધતા હોય છે તે મટે છે અને વિપરીત અભિપ્રાય પણ મટે છે. (૧૭૪૫) અનાદિથી જીવની શરીર અને રાગ સાથે ગાઢ થયેલી એકત્વબુદ્ધિ છે, જે માત્ર વારંવાર ભેદજ્ઞાનના પ્રયોગાભ્યાસથી જ તૂટે છે, તે સિવાઈ ત્યાગ આદિ કોઈ ઉપાય નથી, દેહરાગાદિથી ભિન્ન જ્ઞાનમય પોતે છે, તેમ વારંવાર ભાવવું, વારંવાર અવલોકવું માત્ર વિકલ્પ વિચારથી એકત્વબુદ્ધિ તૂટતી નથી, કે વાંચન-શ્રવણ કરવાથી એકત્વબુદ્ધિ તૂટતી નથી. ભેદજ્ઞાનપૂર્વક સ્વરૂપમાં એકત્વઅનુસંધાન થતાં જ રાગ સાથેનું એકત્વ તૂટે છે. (૧૭૪૬) Yઆત્મજ્ઞાનની પ્રાપ્તિ થવા અર્થે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાની મળતાં, તે જ્ઞાનની સફળતા અર્થે નીચેના ચાર પ્રકારે પ્રવર્તવામાં આવે તો અવશ્ય જ્ઞાન પ્રાપ્તિ થાય. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ૧. આજ્ઞાંકિતપણે વર્તવું ૨. એક નિષ્ઠાએ વર્તવું અનુભવ સંજીવની ૩. તન, મન, ધનની આસક્તિનો ત્યાગ થવો. ૪. અત્યંત ભક્તિ થવી. ૧. આજ્ઞાકારિતા એટલે ઉપદેશમાં જે જે વાત પોતાને લાગુ પડતી હોય, તેનું અમલીકરણ શીઘ્ર કરવાનો પ્રયાસ રહે, ઉત્સાહથી પ્રયાસ કરે. ૨. એક નિષ્ઠા એટલે પૂર્ણ વિશ્વાસથી, નિઃશંકતાપૂર્વક, માર્ગ અને માર્ગદાતા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાથી પ્રવર્તવું તે. એવી એક નિષ્ઠા હોય તો જ ઉપદેશ પરિણમે. ૩. તનની આસક્તિ-શરીરમાં સુખબુદ્ધિ અને દેહાત્મબુદ્ધિએ હોય છે. જે આત્મામાં આત્મબુદ્ધિ થવામાં પ્રતિકૂળ છે. (૨) મન અર્થાત્ ઈચ્છાઓ પરપદાર્થમાં સુખની કલ્પનાથી જે તે પદાર્થ પ્રત્યે આકર્ષણ થવું તે. અને (૩) ધનમાં આધારબુદ્ધિ અને સુખબુદ્ધિપૂર્વક પ્રાપ્ત સંપત્તિમાં પોતાપણું – અધિકારબુદ્ધિથી તેની રક્ષાની ચિંતા, ભોક્તાપણાના પરિણામો, અનુકૂળતાઓની કલ્પના વગેરે પરિણામો જ્ઞાન પ્રાપ્તિમાં બાધક છે. - ૪. પોતાના આત્મા ઉપર અનુપમ ઉપકાર થવાથી સત્પુરુષ પ્રત્યે બહુમાન, સર્વાધિકપણે સર્વાર્પણબુદ્ધિએ ઉત્પન્ન તીવ્ર ઝૂકાવ; કે જેને લીધે તન, મન, ધન – પ્રત્યેનું આકર્ષણ સહજ ઘટી જાય. અને દર્શનમોહનો અનુભાગ ઘટે અને સુગમતાએ જ્ઞાન પ્રાપ્તિ થાય. (૧૭૪૭) * સ્વરૂપ મહિમા આવવામાં, સૌ પ્રથમ સ્વરૂપ અંગેનું જાણવું થાય છે, ત્યાં બહુભાગ જીવો જાણકારી વધારવામાં લાગી જાય છે. પરંતુ તેથી આત્મ હિતરૂપ પ્રયોજન સધાતુ નથી. સ્વરૂપ સમજાયા બાદ માત્ર વિકલ્પ નહિ કરતાં, ભાવભાસનની દિશામાં આગળ વધવા અર્થે પરમ સત્સંગ યોગે, દૃઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયે સત્પુરુષની ઓળખાણ થવાથી, તેમના વચનની પ્રતીતિ, આજ્ઞારુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ થાય છે, પછી અંતર અવલોકન દ્વારા સૂક્ષ્મ અને નિર્મળ જ્ઞાન, જ્ઞાનવેદનના આધારે, સ્વ સામર્થ્યના અસ્તિત્વને ગ્રહણ કરે છે ત્યારે યથાર્થ મહિમા આવે છે, જેના ફળ સ્વરૂપે સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે. આમ સ્વરૂપ મહિમાને જ્ઞાનના ક્ષયોપશમ સાથે કારણરૂપ સંબંધ નથી . અલ્પ ક્ષયોપશમ વાળો જીવ પણ પ્રયોજનને પકડી યથાર્થ પ્રકારે પ્રવર્તે તો અસ્તિત્વ ગ્રહણ પૂર્વક, ભેદજ્ઞાન સહિત સ્વરૂપ મહિમામાં આવી શકે છે. - (૧૭૪૮) / જિનવાણી અચેતન હોવા છતાં, આત્મકલ્યાણમાં ઉપકારી હોવાથી તેનું પૂજન, વંદન, નમસ્કાર, યોગ્ય અને પ્રમાણ છે. સજ્જન પણ કરેલા ઉપકારને ભૂલતા નથી, તો મોક્ષમાર્ગી ઉપકારીનું મૂલ્ય વિશેષ પ્રકારે ગાય તે ન્યાયસંપન્ન જ છે. અનંત લાભના કારણ પ્રત્યે અનંત ભક્તિ આવે જ, Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ અનુભવ સંજીવની તે બહુ સ્વાભાવિક છે જેના આત્મા ઉપર ઉપકાર થયો હોય વર્તતો હોય, તેને જ અનુભવથી તે લાગણી સમજાય છે, બીજાને તે સમજાતુ નથી. અને જ્યાં સુધી એવી ઉપકારબુદ્ધિ પૂર્વક સર્વાર્પણબુદ્ધિ થતી નથી, ત્યાં સુધી ઉપદેશ પણ પરિણમતો નથી. (૧૭૪૯) - જે જીવ સ્વરૂપનો મહિમા કરી સ્વરૂપનો અનુભવ કરવા માગે છે, પરંતુ સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ વિધિના વિષયમાં ઉદાસીન છે, તેને માત્ર વિકલ્પનો રાગ છે, ખરેખર સ્વરૂપની ચાહ– રુચિ નથી. ચાહ વાળો રાહમાં ઉદાસીન રહી શકે નહિ, બલ્કે યથાર્થ વિધિ માટે તે આતુર હોય. શાસ્ત્રમાં પણ જિન-વચનમાં પરસ્પર વિરોધાભાસી કથનોનો મેળ / સંધી, આસન્ન ભવ્ય જીવ જ કરે તેવું વિધાન છે. વિધિ પર્યાય નયનો વિષય છે, તેમ ગણીને તેની ઉપેક્ષા કરવી ઘટે નહિ, કેમકે અપેક્ષાએ તે પ્રયોજનભૂત વિષય છે. વળી સ્વરૂપ મહિમા પણ પર્યાય છે, સ્વાનુભૂતિ પણ પયાર્ય છે, તેથી તેની યથાર્થતા અને સભ્યતા હોવી ઘટે છે. (૧૭૫૦) સપ્ટેમ્બર ૧૯૯૮ જિજ્ઞાસા : કૃપાળુદેવે લખ્યું છે કે જીવને એકવાર પણ ખરી મુમુક્ષુતા આવી નથી,' તો તેવી ખરી મુમુક્ષુતાનું સ્વરૂપ કેવું છે ? - સમાધાન : અનંત જન્મ-મરણ કરી ચુકેલા એવા આ (પોતાના) આત્માની કરુણા તેવા અધિકારી જીવને ઉત્પન્ન થાય છે. અને તે જ કર્મ-મુક્ત થવાનો ખરો અભિલાષી કહેવાય છે.' અર્થાત્ જે જીવને પરિભ્રમણનાં દુઃખોથી છૂટવાની, (આત્માના અંતરમાંથી) ભાવના થઈ. વેદના ઈ-હોય તેને જ ખરી મુમુક્ષુતા કહી શકાય અને તે જ જીવ ગમે તેવા ઉદયમાં છૂટવાના યથાર્થ પ્રયાસમાં જોડાય છે, – તેવી સૂઝ તેને આવે છે. તેવી સૂઝમાં, સ્વચ્છંદ ન થવા અર્થે, આત્મજ્ઞાન જેને થયું છે, તેવા પુરુષના શરણે રહી જ્ઞાન પ્રાપ્તિ કરવા ઇચ્છે છે અને આજ્ઞાધીન વર્તી નિજ કલ્યાણ સાધી લ્યે છે. (૧૭૫૧) વસ્તુ ધર્મ બે પ્રકારે છે, વસ્તુ અપરિણામી પણ છે અને પરિણામી પણ છે. આખી વસ્તુનો ધર્મ સદાય પરિણમનશીલ રહેવાનો છે, જ્યારે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ જે અનંત ગુણોનું એકરૂપ છે, તે અપરિણામી છે, તે કુટસ્થ ધ્રુવ રહે છે. આમ પરસ્પર વિરૂદ્ધ સ્વભાવપણું વસ્તુ – સ્વરૂપમાં છે, નિશ્ચયનય ત્રિકાળી આત્મસ્વરૂપને અવલંબે છે, ત્યારે સ્વાનુભૂતિ પ્રગટે છે જેમાં દ્રવ્ય – પર્યાયનો યુગપદ અનુભવ થાય છે, તેને જ્ઞાનાનુભૂતિ પણ કહેવાય છે, કારણકે જ્ઞેયાકાર એવા જ્ઞાન વિશેષનો તિરોભાવ કરી જ્ઞાન સામાન્યના આવિર્ભાવ રૂપ આ અનુભૂતિ છે. (૧૭૫૨) Page #499 -------------------------------------------------------------------------- ________________ ४४४ અનુભવ સંજીવની સ્વાનુભૂતિ રૂ૫ જ્ઞાન મોક્ષમાર્ગ છે, દ્વાદશાંગનું જ્ઞાન વિકલ્પ છે, મોક્ષમાર્ગ નથી. દ્વાદશાંગમાં અનુભૂતિ કરવાનું વિધાન છે. પરંતુ અનુભૂતિ બાહ્ય શાસ્ત્રી જ્ઞાન કરવા પ્રેરતી નથી. અધ્યાત્મમાં અંતર્મુખ પરિણામોનો આદર છે અને બહિર્મુખ પરિણામોનો નિષેધ છે. અંતર્મુખતા સ્વભાવભૂત છે. જ્યારે બહિર્મુખભાવ વિભાવ છે, પ્રત્યેક ગુણના પરિણમન માટે આ નિયમ છે. (૧૭૫૩) કે અનંતકાળમાં આત્મહિત સધાયું નથી અને ભવરોગ ચાલુ રહ્યો છે.તેની ગંભીરતા - તે સમસ્યાની ગંભીરતા જ્યાં સુધી સમજાતી નથી, ત્યાં સુધી સત્સંગથી માંડીને સર્વ સાધન અગંભીરપણે – હળવાશથી જીવ લે છે આ ક્ષતિ બહુ મોટી હોવા છતાં અગંભીરતાને લીધે દેખાતી નથી અને આત્મહિત સધાવું સમુળગુ બાકી રહી જાય છે, જેથી આ ક્ષતિ અંગે બહુ વિચારવું ઘટે છે. (૧૭૫૪) પર્યાયનયે પર્યાયના દૃષ્ટિકોણથી પર્યાયના ગુણ – દોષનો વિવેક થઈ પર્યાયમાં સુધાર થાય તેવું પ્રયોજનભૂત જ્ઞાન કરવામાં આવે છે, ત્યારે તે જ્ઞાનમાં અનેક પડખાંથી તેની વિચારણા થાય છે–જે વિચારણાનું એક મહત્વનું પાસું એ છે કે – દોષનો અભાવ થઈ શુદ્ધતા પ્રગટ થાય પણ, તે સહજ થવું ઘટે છે, કર્તુત્વબુદ્ધિએ નહિ. તેથી તેમ થવા અર્થે અવલંબન સંબંધી વિવેક થાય છે; અને “અવલંબનને યોગ્ય તો એક સહજાત્મ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત ધ્રુવ સ્વભાવ જ છે. જેના અવલંબને સહજ સ્વભાવાકાર નિર્વિકાર દશા રહે છે. આવી યથાર્થ સમજણ પૂર્વક સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસાપૂર્વક અંતરશોધ શરૂ થાય છે, અને સ્વરૂપ નિશ્ચય થાય છે, જ્યારથી ભાવભાસનપૂર્વક અસ્તિત્વ ગ્રહણ થાય છે, ત્યારથી પર્યાયનયનો યથાર્થપણે) વિષય ગૌણ થઈ, નિજ કારણ પરમાત્માની અત્યંત મુખ્યતા વર્તે છે, જે ગુણ પ્રગટ થઈ, દોષનો અભાવ થવાનો સમ્યક ઉપાય છે. સારાંશ એ છે કે, મુમુક્ષતાના પ્રારંભમાં પર્યાયની મુખ્યતાવાળુ પરિણમન હોય છે, પરંતુ સ્વરૂપ નિશ્ચય થયા પછી દ્રવ્યની મુખ્યતા અત્યંત પણે થઈ જવાથી પર્યાય ગૌણ થઈ જાય છે અને પ્રયોજનની સિદ્ધિ થાય છે. પ્રારંભવાળાએ પર્યાયનું કર્તુત્વ દઢ ન થાય તે લક્ષગત કરવું ઘટે છે. (૧૭૫૫) સ્વરૂપની ઓળખાણ વિના, માત્ર જાણપણું કરી, ઓઘસંજ્ઞાએ સ્વરૂપનું ચિંતવન, રટણ કરતાં ભાવમાં શુષ્કતા આવે છે અને સ્વરૂપના મહિમાથી જે પ્રકારનો પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ, તેમ બનતું નથી. તેથી સ્વરૂપલક્ષ થવા જ્ઞાનીઓનો ઉપદેશ છે, તેમ સમજવા યોગ્ય છે. ઓઘસંજ્ઞા જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાન રાગના આધારવાળું અને કલ્પના યુક્ત હોય છે. જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ ભાસવાથી ચૈતન્ય વીર્યની ફુરણા થઈ સ્વભાવ સમીપ જવાય છે. (૧૭૫૬). Page #500 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૪૫ અધ્યાત્મનો વિષય અતિ સૂક્ષ્મ છે. શેયાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન બંન્ને એક જ પર્યાયના અંગ છે. જ્ઞાન સ્વભાવથી જ સ્વ-પર પ્રકાશક છે, તેથી બંન્ને પ્રકારનું પરિણમન સહજ છે. તોપણ છવસ્થ અવસ્થામાં જોયાકાર જ્ઞાનને ગૌણ કરવાનો ઉપદેશ છે. કેમકે તે જ્ઞાન અનેક આકારે છે, જ્યારે આત્મ સ્વભાવ એકાકાર છે, જેથી જોયાકાર ભાવ, સ્વભાવ સદશ નહિ હોવાથી સ્વરૂપ સાથે તેને સુસંગતતા નથી. વળી, બંન્ને અંગમાં, એકની મુખ્યતા રહે છે, અને બીજાની સહજ ગૌણતા થઈ જાય છે ત્યાં વિવેક કરવો–થવો આવશ્યક છે. શેયાકાર જ્ઞાનની મુખ્યતા થવાથી શેય લુબ્ધતા – આસક્તિ થઈ જાય છે, જેથી દુઃખ ઉપજે છે . મૂળમાં દુઃખ ઉત્પત્તિનું આવું કારણ છે. ઊંડા અધ્યાત્મ જ્ઞાનથી સમજાય, તે વિના ન સમજાય અને તે સિવાઈ વિધિની ભૂલ ટળે નહિં; માર્ગ મળે નહિ. (૧૭૫૭) જિજ્ઞાસા સ્વરૂપ-સાધના કેવળ અંતર્મુખ પરિણામે છે પરંતુ કેમ અંતર્મુખ થવું? તે સમસ્યા છે. તેનું સમાધાન શું છે ? સમાધાન : જ્ઞાનને જ્ઞાનનું – સ્વયંનું વેદન અર્થાત્ સ્વસંવેદન અંતર્મુખ ભાવે થાય છે. જ્યાં જોયાકાર જ્ઞાન શૈય પ્રતિ ઉત્સુક / અપેક્ષાવાળું હોય, ત્યાં સહજ બહિર્મુખતા થાય છે. અથવા પર પ્રવેશ રૂપ અધ્યાસીત જ્ઞાન પર-વેદનરૂપ મિથ્યા અનુભવરૂપ પરિણમે ત્યાં સ્વસંવેદનને રોધ થાય છે. તેથી સ્વસંવેદન પ્રગટ થવા અર્થે શેયાકાર જ્ઞાનમાં ઉદાસીનતા હોવી આવશ્યક છે. સામાન્ય જ્ઞાન – જ્ઞાનાકાર જ્ઞાન પોતે સ્વયં વેદનરૂપ છે – વેધ-વેદકરૂપ છે. તેના આધારે અખંડ ત્રિકાળી અંત તત્વ સામર્થ્ય સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. જેમાં જ્ઞાનવિશેષ અંતરમાં વળે છે – અહીંથી અંતર્મુખ થવાની કળા પ્રાપ્ત થાય છે. જે જ્ઞાનોપયોગ – જ્ઞાનવિશેષ, બહિર્મુખ થઈ શેય પ્રતિ વળેલો તે અંતરમાં જ્ઞાનવેદન ઉપર વળતાં વેદન કે જે નિર્વિકલ્પ છે, તેમાં એકાકારપણું પામ્યો – આ પ્રકારે સ્વરૂપ લક્ષે ઉપયોગનું અંતર પરિણમન થાય છે, તે જ જ્ઞાનકળા છે. સ્વરૂપ સાવધાનીપૂર્વક તે પ્રકારે વારંવાર અભ્યાસ થવા યોગ્ય છે. (૧૭૫૮) Vજિજ્ઞાસા યથાર્થ વૈરાગ્ય અને અયથાર્થ વૈરાગ્ય એટલે ઉદાસીનતા કેવા પ્રકારે ઉત્પન્ન થાય છે ? બંન્નેનું પરિણામ શું આવે ? સમાધાન : અયથાર્થ વૈરાગ્ય યથાર્થ જ્ઞાનના અભાવે ઉદયના આધારે ઉત્પન્ન હોય છે, કોઈવાર પ્રતિકૂળતાના કારણથી દુઃખ ગર્ભીત વૈરાગ્ય થાય છે. અથવા માન ગર્ભીત – માનની આકાંક્ષા અથવા લોભ ગર્ભીત વૈરાગ્ય પણ હોય છે, જેમાં બાહ્ય દૃષ્ટિએ બાહ્ય ત્યાગ, કૃત્રિમતા, કર્તબુદ્ધિ અને ક્રિયા જડત્વ અથવા બાહ્ય ક્રિયા ઉપર દૃષ્ટિ - વજન, આગ્રહ – રહે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ અનુભવ સંજીવની - યથાર્થ વૈરાગ્યનો ક્રમ પરિભ્રમણની વેદના આધ્યે આત્મકલ્યાણની ભાવનાથી શરૂ થઈ વૃદ્ધિગતુ થયા કરે છે. દઢ મુમુક્ષતા પ્રાપ્ત થયે, આત્મકાર્યના સંવેગ પૂર્વક સહજ નિર્વેદ – ઉદાસીનતા વધે છે. સ્વરૂપની અંતર શોધ, અપૂર્વ જિજ્ઞાસા પૂર્વક ચાલતાં, ઉદાસીનતા અધ્યાત્મને જન્મ આપે તેવી હોય છે અને સ્વરૂપના અવલંબને સ્વરૂપ જ્ઞાન ગર્ભત સહજ વૈરાગ્ય અકર્તાભાવે હોય છે. જે યથાર્થ વૈરાગ્યનું સ્વરૂપ છે-તે સફળ છે. અયથાર્થ વૈરાગ્ય ટકતો નથી, કાયમી નથી - તેથી કાળે કરીને તે જીવ સંસારી ભાવોમાં ખેંચાઈ જાય છે. અને પરિભ્રમણથી મુક્ત થતો નથી યથાર્થ વૈરાગ્ય અધ્યાત્મદશાનું કારણ થઈ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે. (૧૭૫૯) જે પ્રતિકૂળતાથી ઉત્પન્ન વૈરાગ્ય અનુકૂળતાના ઉદયમાં અસ્ત પામી જાય છે. અપમાનથી થયેલી ઉદાસીનતા માન મળવાથી નાશ પામે છે. તથાપિ જીવ તેવા વેરાગ્ય સમયે વસ્તુસ્વરૂપનો યથાર્થ વિચાર કરી (આસક્તિના અભાવમાં વસ્તુ-વિચાર થવાનો અવકાશ ઉત્પન્ન હોય છે. વિકલ્પ અનુસાર અન્ય પદાર્થ પરિણમતા નથી તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે તેથી) જ્ઞાન - યથાર્થ સમજણપૂર્વક ઉદાસીનતામાં આવે તો, તેવી પ્રતિકુળતા ઉપકારી સમજવા યોગ્ય છે. જો જીવ યથાર્થ સમજણથી સન્માર્ગ ગ્રહણ ન કરે તો વૈરાગ્ય ભક્તિ આદિ સાધન બંધન રૂપ થાય છે. (૧૭૬૦) V ધર્મક્ષેત્રમાં પ્રમાણિકપણે દોષ મટાડનાર, યથાર્થ કાર્ય પદ્ધતિને નહિ સમજવાથી પ્રાયઃ અન્યથા ઉપાય કરે છે, જેથી મૂળમાંથી દોષ મટતાં નથી, પરંતુ મંદ પડીને ફરી પાંગરી જાય છે. જીવને પાત્રતા આવે તે મુખ્ય થવું જોઈએ. યોગ્યતા આવ્યું જ્ઞાન પરિણમે છે અને તે માટે પ્રથમ અભિપ્રાય યોગ્ય થવો જોઈએ, અભિપ્રાયમાં સુધાર થયા વિના પરિણમનમાં સુધાર થતો નથી તેવો નિયમસિદ્ધાંત છે. તેથી મુમુક્ષુજીવે જ્ઞાનીના માર્ગે સૌ પ્રથમ અભિપ્રાયની વિપરીતતા મટાડવી જોઈએ. (૧૭૬૧) પ્રત્યેક મનુષ્ય ગુણ-દોષના મિશ્ર પર્યાયે હોય છે. પરંતુ જ્યારે કોઈ મોટો ગુણ પ્રગટે છે, ત્યારે બીજા દોષો ગૌણ કરવા લાયક છે. તે મોટો ગુણ એટલે જેનાથી દર્શનમોહ હાનિ પામે; અને ભાવિમાં અનંત મોટો લાભ થાય. એવો મોટો ગુણ-જ્ઞાનીના માર્ગે ચાલવાનો દઢ નિશ્ચય કે જે અચલ પ્રતીતિ અને પ્રેમરૂપ ભક્તિ સહિત હોય છે. આ જીવ અવશ્ય દુસ્તર એવા સંસારને તરી જાય છે. બીજી તરફ, અનેક લૌક્કિ ગુણો અને મંદ કષાયી જીવ હોય, પણ દર્શનમોહ તીવ્ર થાય તેવા વિરાધક પરિણામોવાળા જીવને મોટું નુકસાન થાય છે. તેથી તેવા ગુણ ગૌણ કરવા યોગ્ય છે. તેવો પ્રકાર અનુસરણ કરવા યોગ્ય નથી. ગુણદોષની તુલના આ પ્રકારે થવી ઘટે, Page #502 -------------------------------------------------------------------------- ________________ ४४७ અનુભવ સંજીવની તેમાં વિપરીતતા થાય તો નુકસાન થાય. (૧૭૬૨) શ્રીગુરુ પ્રત્યે અર્પણતા હોવી – તે સર્વ ધર્મ સમ્મત છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાનું તે બળવાન કારણ છે અને સુગમ ઉપાય પણ છે. સંસારી જીવ સંયોગમાં ઝુકેલો છે-, અર્ધાયેલો છે, તેને ગુરુ પ્રત્યે, પોતાના સર્વ અભિપ્રાયો મુકીને, સદ્ગુરુ આજ્ઞાએ વર્તવામાં પરમ હિત છે. – એવું જેને સમજાય છે, તેને ખરી અર્પણતા આવે છે. ખરી અર્પણતા એટલે સર્વાર્પણબુદ્ધિ,અભિન્નભાવ થવો તે ગુણનો પ્રેમ હોવાને લીધે, અચલ પ્રતીતિ થવાથી ગુરુ – આજ્ઞાનું અમલીકરણ થાય છે, જેથી નિશ્ચિત કલ્યાણ સધાય છે, ભવનો અભાવ થઈ જાય છે. જેને યથાર્થ પ્રતીતિ નથી, તેને અર્પણતાની સાથે અહંભાવ થાય છે, તે બુદ્ધિપૂર્વક ગણત્રી, કાયદા, વાયદા વગેરે ભાવોથી પ્રાયઃ દર્શનમોહ વધારે છે. તે જીવને હજી પોતાનો લાભ – અર્પણતાને લીધે થતો દેખાયો નથી. વાસ્તવમાં તો જેણે ગુરુને સ્વીકાર્યા તેણે પોતાનો સ્વીકાર કર્યો છે અને જે પોતાને સ્વીકારે છે તે ગુરુને સ્વીકારે છે. બધા આગ્રહો, આત્માર્થીને છૂટી જાય છે. ગુરુ વચન આગળ પોતાનું ડહાપણ કરવાનું ન હોય. (૧૭૬૩) લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.” – જિનપદ સમાન નિજપદનું લક્ષ – ઓળખાણ થાય તેવા આશયથી શાસ્ત્રો કહ્યાં છે. તેથી મુમુક્ષુએ શાસ્ત્ર સ્વાધ્યાય, નિજ પરમપદની ઓળખાણ થાય તેવા દૃષ્ટિકોણથી, કરવો યોગ્ય છે. જો તેવા દૃષ્ટિકોણ વિના શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે, તો શાસ્ત્રકારનો આશય જ ગ્રહણ ન થાય અને અન્યથા ગ્રહણ થવાથી સ્વાધ્યાય સફળ થતો નથી. શાસ્ત્રમાં જે જે ભાવો સંબંધી બોધ આપ્યો હોય તેને પોતાના અનુભવાતા ભાવો સાથે મેળવીને– અવલોકીને ભાવભાસન કરવું જોઈએ. એટલે કે જે તે ભાવોનું અનુભવજ્ઞાન કરવું જોઈએ. જેથી આકુળતાવાળા વિભાવભાવોથી નિરાકુળરૂપ જ્ઞાન ભાવ જુદો પરખમાં આવે પરખ – ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા હોવી જોઈએ. (૧૭૬૪) વિચાર તે પ્રયોગ નથી. પ્રયોગ કાળમાં વિચાર ભલે હોય. વિચાર શક્તિ બધા સંશી જીવોને હોય છે, તેથી વિચારો બરાબર ચાલે, પરંતુ પ્રયોગ તો સંવેગ હોય તો ચાલે. માત્ર વિચારો આત્મકલ્યાણ માટે પર્યાપ્ત નથી. વિચારબળ પણ જોઈએ. આત્મ-સાધના એ વિચાર નથી. પરંતુ પ્રયોગાત્મક પરિણમન છે. તથાપિ જેને સંવેગ ઉત્પન્ન થયો નથી, તે પ્રયોગની વાતને વિચાર કક્ષામાં લઈ લે છે, તેથી આગળ વધી શકતા નથી. મુમુક્ષુને આ પ્રકારે ભૂલ થાય છે. તે ન થવા અર્થે સત્સંગ પરમ ઉપકારી છે. સ્વલક્ષે યથાર્થ સમજણ થયા પછી, ઉદયમાં તે સમજણને લાગુ કરવી તે પ્રયોગ છે. જીવને પ્રયોગનો વિચાર ચાલે છે કે પ્રયોગ ચાલે છે, તે સ્પષ્ટ ખ્યાલમાં / સમજમાં Page #503 -------------------------------------------------------------------------- ________________ ४४८ અનુભવ સંજીવની હોવું જોઈએ. પ્રયોગમાં અનુભવની મુખ્યતા હોય છે, પ્રયોગ પદ્ધતિ તે અનુભવની ભાવોને સમજવાની અનુભવ પદ્ધતિ છે અને અનુભવ પદ્ધતિથી જ અનુભવ પ્રધાન (સ્વાનુભૂતિરૂ૫) મોક્ષમાર્ગમાં પહોંચાય છે, માત્ર વિચાર – રટણથી મોક્ષમાર્ગમાં પહોંચાતુ નથી, પોતાના ભાવોને અનુભવ વડે સમજવાના અભ્યાસથી (Practice) સ્વભાવ ભાસવાનો અવસર આવે છે. (૧૭૬૫) પ્રયોગની ભૂમિકા મુખ્યપણે અવલોકનના સ્તરે હોય છે. નિરંતર અવલોકન થવાથી, તેમાં સૂક્ષ્મતા કેળવાય છે. અંતર્મુખ થવાના પ્રયોગમાં, પ્રથમ અસ્તિત્વ ગ્રહણનો, અર્થાત્ જ્ઞાન વેદનના આધારે રહેલા જ્ઞાન સ્વભાવી આત્માને લક્ષગોચર કરવાનો, પ્રથમ પ્રયોગ છે. અહીં બીજજ્ઞાન જે થાય છે, તે મંત્રરૂપ ગુપ્ત ભેદ છે. કેમકે અંતર્મુખ થવાનું રહસ્ય – જે અધ્યાત્મનું રહસ્ય છે તેનું અહીં જ્ઞાન થાય છે. સર્વ અધ્યાત્મ દશાનો આધાર તો ત્રિકાળી ધ્રુવ તત્ત્વ - કારણ પરમાત્મા છે. પરંતુ તેની પ્રાપ્તિની વિધિમાં આધાર જ્ઞાન વેદન છે. – આવું અટપટુ આધારઆધેયપણું આધ્યાત્મનો મંત્ર છે, જે મંત્રથી સમ્યફદર્શન આદિ મહાન દશાઓ પ્રગટે છે. (૧૭૬૬) જિજ્ઞાસા : સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ થતાં જ્ઞાનમાં કેવી પ્રતીતિ આવે ? સમાધાન સ્વરૂપના અસ્તિત્વમાં અનંત સામર્થ્ય રહેલું છે, તે ‘સ્વપણે પ્રતિભાસે છે, અનંતજ્ઞાન અને અનંત સુખની પ્રાણ પ્રત્યક્ષ થાય છે, વળી એક જ સમયમાં ઉત્પાદ – વ્યય હોવાથી અને જ્ઞાનના સાતત્યથી સ્વયંની નિત્યતા–શાશ્વતપણું અવભાસે છે, જે પોતાના ધ્રુવ – કારણ પરમાત્માનું ગ્રહણ છે, અને તેથી (૧) મૃત્યુ આદિ સર્વ પ્રકારના ભય મટે છે, અને (૨) પરની - દેહાદિની આધારબુદ્ધિ અને સુખબુદ્ધિરૂપ મોટા વિપરીત અભિપ્રાયોનો નાશ થાય છે, (૩) કુતૂહલવૃત્તિનો – પરલક્ષનું પૂર્ણ જ્ઞાનની પ્રતીતિ નાશ કરે છે, (૪) પરિપૂર્ણ સ્વરૂપની આધારબુદ્ધિ અનાદિ દીનતાને મીટાવે છે, અને (૫) પરથી ઉપેક્ષારૂપે થઈ યથાર્થ ઉદાસીનતામાં લાવે છે, – આ ઉદાસીનતા અધ્યાત્મની જનની છે. – આમ અનેક પડખાથી પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ આવે (૧૭૬૭) અન્યભાવો – ઉદયભાવોમાં જેટલો તાદાભ્ય ભાવ તેટલો (ભાવ) બંધ. આત્મકલ્યાણની તીવ્ર ભાવના – અંતરમાંથી ઉઠેલી ભાવના આત્મ-જાગૃતિને ઉત્પન્ન કરે છે, જેથી ઉદય-પ્રસંગોમાં નીરસતા–ઉદાસીનતા સહજ ઉત્પન્ન હોય છે. પરમ સત્સંગ યોગે ઉત્પન્ન થયેલી અપૂર્વ આત્મજાગૃતિ મોક્ષની સમીપતાની સૂચક છે. જીવને આ ભૂમિકામાં મોક્ષના ભણકારા આત્મામાંથી આવતા સંભળાય છે, જે પોતાને આત્મ પ્રત્યથી વીર્ષોલ્લાસનું કારણ બને છે, આમ આત્મ–જાગૃતિ પૂર્વકના Page #504 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૪૯ પુરુષાર્થના મૂળમાં પ્રેરકપણે આત્મભાવના રહેલી છે. (૧૭૬૮) અવલોકનમાં આગળ વધેલા મુમુક્ષુજીવે અપૂર્વ અંતર જિજ્ઞાસામાં આવવું ઘટે છે. સ્વરૂપ સામર્થ્યનો યથાર્થ નિશ્ચય થવા અર્થે આવી જિજ્ઞાસા કારણભૂત છે; કે જે જિજ્ઞાસા વશ સહજ ઉદાસીનતા, ઉદયમાં, રહે અને દર્શનમોહનો અનુભાગ અત્યંત મંદ થઈ જાય, જેથી જ્ઞાન નિર્મળ થઈ નિજમાં નિજ સ્વભાવને નિજરૂપે ગ્રહણ કરે. જ્ઞાનમાં સ્વભાવ પ્રગટ છે, પરંતુ નિર્મળતા વિના નિર્મળ સ્વભાવ લક્ષમાં આવતો નથી. (૧૭૬૯) Vજિજ્ઞાસા ઃ કુ. દેવ એમ લખે છે કે એકવાર પણ જીવ સત્પુરુષને ઓળખે તો તે નિર્વાણ પદનો અધિકારી થાય છે. તો તેમાં શું રહસ્ય છે ? સમાધાન : દઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયે, જીવને અંતરાત્મવૃત્તિ ઉદ્ભવે છે. અંતરાત્મવૃત્તિ એટલે આત્મકલ્યાણની અંતરથી ઉત્પન્ન થયેલી ભાવના-ખરી આત્મભાવના. આવી ભાવનામાં આવેલો જીવ પ્રત્યક્ષ યોગમાં સત્ શ્રવણ કરતો હોય ત્યારે, આત્મરસ વિભોર થયેલ જ્ઞાનીના આત્મભાવ નિમિતે, તે જીવને અપૂર્વ આત્મરુચિ પ્રગટ થાય છે. અત્યંતપણે સ્વભાવ રુચવાથી, સ્વભાવરુચિના કારણથી જીવને સ્વભાવના સંસ્કાર પડી જાય છે, જે સંસ્કારના બળે સર્વત્ર સની પ્રાપ્તિ હોય છે. એકવાર સ્વભાવના સંસ્કાર પડે તેને નિયમથી સમ્યકદર્શનની પ્રાપ્તિ થાય જ છે. સંસ્કાર કદી નિષ્ફળ જતા નથી. અંતે તે જીવ નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. તેથી જ સત્પુરુષની ઓળખાણને પ્રથમ સમકિત (તે ભૂમિકાનું કહ્યું છે. સ્વભાવ આત્માનું શાશ્વત સ્વરૂપ છે. અને એવા નિત્ય આત્મસ્વભાવના સંસ્કર અનિત્ય હોતા નથી કેમકે તે પૂર્ણ સ્વભાવ પ્રગટવાનું બીજ છે, એ બીજમાંથી વૃક્ષ થશે (૧૭૭૦) ઑક્ટોબર - ૧૯૯૮ અનાદિ વિપરીત સંસ્કારથી જીવને શરીર સાથે અતિ ગાઢ એકત્વબુદ્ધિપૂર્વક એકત્વ પરિણમન થઈ રહ્યું છે, તેથી શાતા – અશાતામાં જીવને દેહની મુખ્યતા વર્તે છે. આત્માર્થી જીવ દેહાત્મબુદ્ધિને મટાડવા પ્રયત્નશીલ હોય. તેમાં પણ જ્યારે જ્યારે અશાતાનો ઉદય આવે ત્યારે તે ઉદયને પ્રયોગનું સાધન બનાવે. તેથી બીજી આત્માર્થી જીવોએ આત્મ સ્વાથ્યની – પરિણામની અને પ્રયોગની ચર્ચા કરવી / પુછવી. શરીર સ્વાથ્યની ચર્ચા ન કરવી, તેવો પરસ્પર વ્યવહાર હોવો ઘટે. (૧૭૭૧) આગમમાં વિશાળ વિષય પ્રતિપાદન થયેલ છે. તે સર્વ પ્રયોજનનો વિષય આત્માર્થી જીવને Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ અનુભવ સંજીવની હોતો નથી. તેમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતને જુદા પાડવા જોઈએ. અને માત્ર પ્રયોજનભૂત વિષયને જ મુખ્ય કરીને તેના અમલીકરણમાં–પ્રયોગમાં જવું જોઈએ. તેમ થવા અર્થેની એક ચાવી તે છે કે, જીવને પ્રયોજન તો (૧) દુઃખ ન થાય અને સુખ થાય તેટલું જ છે. તેથી શું મુખ્ય કરવાથી ઉક્ત પ્રયોજન સધાય તેની સૂઝ, જે જીવ ચાલતા પરિણમનમાં આકુળતાને પકડી શકતો હોય, તેને હોય છે, અને તે પોતાના અનુભવથી મેળવીને પ્રયોજનભૂત વર્તમાનમાં શું છે ? તેનો નિર્ણય કરી, હિત સાધી શકે છે. જેથી (૨) વિકલ્પ / અશાંતિ વધે તે ગૌણ થાય અથવા જે (૩) અવલંબન લેવા યોગ્ય હોય તે મુખ્ય થાય. તે પ્રકારે મુખ્ય ગૌણ થવું ઘટે. જેથી સ્વરૂપ શાંતિ પ્રગટે. (૧૭૭૨) • / પ્રશ્ન : પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતનું વિભાગીકરણ થવા અર્થે ક્યા કયા મુદ્દાઓ ધ્યાનમાં 'લેવા યોગ્ય છે ? અને તે કયા પ્રકારે ? સમાધાન : નીચેના મુદ્દાઓ લક્ષમાં લઈ યથાયોગ્ય પ્રવર્તન વા પ્રયોગ કર્તવ્ય છે. ૧. ધ્યેય પૂર્ણ શુદ્ધિનું હોવા છતાં વર્તમાનમાં પોતાની નિકટ દશા અનુસાર આગળ વધવાનું પ્રયોજન હોવું ઘટે. ૨. જાણવાનો વિષય, જાણવાની વિપરીતતા દૂર કરી, તે વિષયને ગૌણ કરી, આદરવાના વિષયની મુખ્યતાપૂર્વક અમલીકરણનો પુરુષાર્થ થવો ઘટે. ૩. વિકલ્પ વૃદ્ધિ ન થાય અને અંતે નિર્વિકલ્પ થવાય તે પ્રકારે જિનાગમોનો સ્વાધ્યાય થવો ઘટે. તેમાં ભેદ . પ્રભેદો ઉપર વજન ન રહે તેવું લક્ષ હોય. વજન અભેદતા ઉપર હોય. ૪. સુખ-દુઃખના સદ્ભાવ અને અભાવનું પ્રયોજન હોવાથી વર્તમાનમાં ચાલતા પરિણમનમાં જાગૃતિ હોવી ઘટે, અને વિકલ્પ / બહિર્મુખ ભાવ માત્ર દુઃખ રૂ૫ છે, વિભાવ (જ્ઞાનનો પણ) દુઃખનું કારણ છે, તેનું અવલોકનપૂર્વક અનુભવ-જ્ઞાન હોવું ઘટે; તો જ જીવ દુઃખથી ખસવાના અંતર્મુખના સહજ પ્રયાસમાં આવે; ૫. દોષ – અવગુણ દુઃખનો ઉત્પાદક છે, અને ગુણ એટલે નિર્દોષતા સુખ ઉત્પન્ન કરનાર છે, તેથી ગુણ-દોષની યથાર્થ તુલના થવી ઘટે. તેમાં દર્શનમોહ અને ચારિત્રમોહ સંબંધીનો વિવેક સ્પષ્ટ હોવો ઘટે. . અભેદ આત્મ-સ્વરૂપ જે ત્રિકાળ ધ્રુવ છે, તે અંતર અવલંબનનો વિષય છે, તેની અપેક્ષાપૂર્વક ગુણભેદ અને પર્યાયભેદ ગૌણ થવા જોઈએ. સ્વરૂપની ઓળખાણ થઈ આ પ્રકારે સ્વરૂપની મુખ્યતા થાય, માત્ર જાણપણાથી વિકલ્પ થાય, તેમ ન હોય. પ.ક. દેવે સત્ય જ કહ્યું છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય જે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં (મુખ્યતાથી) તે તે આચરે, આત્માર્થી જન એહ.” (આસિ.) (૧૭૭૩) Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ અનુભવ સંજીવની શાસ્ત્રમાં અધ્યાત્મના પ્રકરણમાં આત્મસ્વરૂપ સમજાવવા, આત્મામાં રહેલા અનેકગુણ–ધર્મોને દૃષ્ટાંતો, યુક્તિઓ અને ન્યાયોથી સમજાવેલ છે. જીવ ઉઘાડ જ્ઞાનમાં, અનાદિ રાગની પ્રધાનતામાં પણ, આ બધી વાતો સમજી શકે છે, પરંતુ અનુભવ તો જ્ઞાનની પ્રધાનતામાં પ્રયોગ થવાથી થાય છે. સમજવા માત્રથી નિવેડો નથી, પરંતુ અનુભવથી નિવેડો છે. તેથી વજન માત્ર સમજવા ઉપર ન રહેવું જોઈએ, પરંતુ પ્રયોગ ચડીને અનુભવ સુધી પહોંચવું જોઈએ. (૧૭૭૪) Vઆત્માનું સ્વરૂપ-જ્ઞાન જે પ્રકારે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં ઉપજે છે, તે પ્રકારે તેમની વાણીનું પણ પૂજ્યપણું છે. પ્રત્યક્ષયોગ વિના સજીવનમૂર્તિના આત્મભાવોનું દર્શન થતું નથી અને તે આત્મભાવોની અભિવ્યક્તિ તેમની વાણી દ્વારા થાય છે, તેથી સ્વરૂપ જ્ઞાન ઉપજવામાં જેમ જ્ઞાની ઉપકારી છે, તેમજ તેમની વાણી પણ ઉપકારી છે. ભલે વાણી અચેતન છે, તોપણ જેને પોતાના આત્મા ઉપર ઉપકાર થયો છે, તેને સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને–અનુસરીને આવેલી વાણીનો– જિનવાણીનો ઉપકાર સમજાય છે અને સહજ પૂજ્યપણું પણ આવે છે, બેહદ ભક્તિ આવે છે. બીજાને – જેને આ પ્રકારે ઉપકાર થયો નથી, તેને આવું પૂજ્યપણું સમજાતું નથી. અને યથાર્થ અર્પણતા પણ આવતી નથી. (૧૭૭૫) જિજ્ઞાસા : “ભાવના, પુરુષાર્થ આદિ કર્તવ્ય છે'—એવા ઉપદેશબોધથી પર્યાયનું કર્તાપણું થવાનો ભય રહે છે તો પર્યાયનું કર્તુત્વ ન થાય તેનો શું ઉપાય છે ? સમાધાન : આત્મામાંથી ઉત્પન્ન થયેલી ખરી ભાવના એટલે રાગ-દ્વેષપૂર્વક ઉત્પન્ન નહિ થયેલી – એવા ભાવનાવાળાને સહજતા એ બધા આનુષંગિક પરિણામો ઉત્પન્ન થાય છે, તેથી તેમાં કર્તાપણું તીવ્ર - દૃઢ થતું નથી. પરંતુ મોળું પડે છે. તેને કૃત્રિમતા થતી નથી. તે જીવ પૂર્ણ શુદ્ધિના લક્ષવાળો હોવા છતાં, અવલોકનમાં સ્વરૂપની ઓળખાણ ભણી અપૂર્વ જિજ્ઞાસાથી વળે છે, તેવી સૂઝ હોવાથી, કર્તૃત્વ દઢ કેમ થાય ? સ્વરૂપના અવલંબને સહજ શુદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ થઈ પૂર્ણતા થશે જ તેવી પ્રતીતિ ત્યાં થઈ આવે છે તેથી ઉન્માર્ગે જવાનું, ખરી ભાવનાથી, થતું નથી. (૧૭૭૬) જડ – ચેતનની ભિન્નતા – એ દ્રવ્યાનુયોગનો મુખ્ય સિદ્ધાંત છે. ભિન્ન પદાર્થનો અનુભવ – પ્રાપ્તિ સર્વથા અશક્ય છે.—એવું જે સમ્યકજ્ઞાન જીવન પર પ્રત્યેથી ઉદાસીન કરી નિજ પરમ આનંદધામ પ્રત્યે વળવા સહજ પ્રેરે છે. જ્ઞાની સહજ વૈરાગી, ઉક્ત પ્રકારે વસ્તુ સ્વરૂપના, જ્ઞાનને લીધે છે, આસક્તિભાવ, સ્વરૂપ-જ્ઞાનના અભાવે, પરમાં સુખબુદ્ધિથી જીવને ઉત્પન્ન થાય છે તેથી પરમાં એકત્વ ગાઢ થઈ, સ્વ-સન્મુખ થવું દુર્લભ થાય છે, પરંતુ ભિન્ન જ્ઞાન વેદન દ્વારા આસક્તિમાં Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ અનુભવ સંજીવની તીવ્ર આકુળતા – દુઃખ અનુભવ થતાં સહજ વિરક્તિ થાય છે. (૧૭૭૭) // જિજ્ઞાસા : પરિણમનમાં સમ્યપણું આવે છે ત્યારે જીવના પરિણામ કેવા પ્રકારે પરિણમે છે ? સમાધાન : સભ્યપ્રકારના પરિણમનમાં, સ્વ સન્મુખતા, સ્વયંની અભિન્નતા, સ્વરૂપની અત્યંત મુખ્યતા, નિજ અનંત સુખધામની સુખબુદ્ધિ અને સ્વરૂપની સર્વસ્વપણે ઉપાદેયતા, સહિત સંવેગ / પુરુષાર્થ હોય છે. અને પરદ્રવ્ય પરભાવોથી ભિન્નતા, શરીર, કુટુંબ આદિ સંયોગોમાં પારકાપણું, તેથી ઉત્પન્ન ઉદાસીનતા – વિરક્તિ, તે સર્વની અત્યંત ગૌણતા, અને તેમનું હેયપણું વર્તે છે. ઉદયમાં અપ્રયત્નદશાએ સમભાવે વેદન કરવું – એમ ત્રણે કાળે હોય છે. અને અહીં દ્રવ્યાનુયોગ પરિણામ પામ્યો છે અને એ દર્શનમોહનો ઘાત થયો છે. (૧૭૭૮) - //જે મુમુક્ષુ પોતાના દોષને સ્વીકારે છે, તથાપિ દર્શન મોહના દૃષ્ટિકોણથી તેનું નુકસાન અને ગંભીરતા સમજતા નથી તેથી હળવાશથી તેની નોંધ લે છે, તેને રસપૂર્વકનું દોષિત પરિણમન હોય છે, તેથી તેમાં આકુળતા વેદાતી પકડાતી નથી. તેમજ વિપરીત અભિપ્રાય મટતો નથી. તેથી તેવો દોષ વારંવાર થયા કરે છે; અને દોષ મટાડવાની ઈચ્છા તેમજ સત્સંગ નિષ્ફળ જાય છે. આ પ્રકારમાં દોષદષ્ટિ પૂર્વક દોષનો સૂક્ષ્મ બચાવ પણ છે જે ગુણદષ્ટિના અભાવનો સુચક છે. (૧૭૭૯) - જિજ્ઞાસા : કોઈપણ બાબતમાં જે અભિપ્રાય હોય છે તે ક્યા કારણથી બદલાય છે ? સમાધાન : અભિપ્રાય બદલાવાનું ખાસ કારણ જે તે વિષય – બાબતમાં ‘અનુભવ’ થતાં બદલાઈ જાય છે. તેથી મુમુક્ષુની ભૂમિકામાં અનુભવ પદ્ધતિ દ્વારા વિપરીત અભિપ્રાયો બદલવાની જ્ઞાનીઓની શિક્ષા છે. (૧૭૮૦) જ્ઞાનીપુરુષની અનુભવવાણી છે, તે મુમુક્ષુજીવને, જેમ જેમ અનુભવ પદ્ધતિએ–પ્રયોગ પદ્ધતિએ પરિણમન થતુ જાય છે, તેમ તેમ તે વાણી પરિણમે છે. અર્થાત્ તે વાણી આત્મા ઉપર અસર કરે છે. પ્રત્યક્ષ યોગે તે વાણીનું અતિ ચમત્કારી ફળ હોય છે, જીવની યોગ્યતા જ બદલાઈ જાય છે. આત્માર્થી જીવની આત્મરુચિને પુષ્ટિ મળવાનું આ વાણીમાં અનુપમ કારણ હોય છે. ‘તું રુચતાં જગતની રુચિ આળસે સૌ’ (૧૭૮૧) / જ્ઞાન એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે. સ્વયંનું આવું શુદ્ધત્વ અનુભવનીય છે, તેથી જીવ Page #508 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૫૩ જ્યારે પોતાના શુદ્ધત્વને અનુભવે છે ત્યારે શુદ્ધ થાય છે. શુદ્ધ થાય છે એટલે શ્રદ્ધાનો વિપર્યાસ મટે છે અને ચારિત્રમાં મલિનતા મટે છે. - આમ શુદ્ધને અનુભવતા શુદ્ધ થવાય છે, બીજો તો કોઈ ઉપાય નથી. આત્માનું શુદ્ધિકરણ થવા અર્થે જ્ઞાનીના માર્ગે ચાલવું. (૧૭૮૨) / / નિષ્પક્ષ થઈને સત્સંગ કર્તવ્ય છે એટલે કે પૂર્વેગ્રહેલાં મિથ્યા આગ્રહોથી જ હું દોષિત છું – દુઃખી છું . એમ નિશ્ચય કરીને મધ્યસ્થ ભાવે સત્સંગ કરવામાં આવે તો સત્ સમજાય. સત્ સમજાય એટલે પરમાર્થ સમજાય. એટલે પોતાના વિપરીત અભિપ્રાયો કે જે પરિભ્રમણ કરાવનારા છે તેનાથી છૂટવાનું સમજાય. પછી કોઈ મુક્તિનો માર્ગ બતાવનાર સત્પુરુષ મળે તો ઓળખે કે ખરેખર આ પુરુષ મને ભવથી ભવનાં કારણો–ભવરોગથી છોડાવે છે – તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે, ત્યારે બાહ્ય દષ્ટિ ટળે છે – એટલે પુરુષનું બાહ્યાચરણ જોવાતું નથી, ફકત તેમનું સ્વરૂપ જ જોઈને પરમેશ્વરબુદ્ધિ ઉપજે છે અને તે જ ભવસાગર તરવાનો ઉપાય છે. (૧૭૮૩) જિજ્ઞાસા : હેય અને ઉપાદેય – બંન્ને ભાવમાં વિકલ્પ– શુભરાગ પણ છે અને વિવેકરૂપ જ્ઞાન પણ છે, તો ત્યાં રાગ છે કે જ્ઞાન છે ? તેનો નિશ્ચય કેમ થાય ? વિવેકનો સમ્યક્ પ્રકાર શું ? સમાધાન : હેય – ઉપાદેય ભાવો અનેક વિધ સ્તરે અનેક પ્રકારે હોય છે, તેથી તેના વિકલ્પો અનેક છે. જે રાગથી તેમાં રોકાઈ જાય છે, તેમાં રાગ પ્રધાનતા હોવાથી જ્ઞાન ગૌણ છે, તેથી ત્યાં રાગ છે તેવો નિશ્ચય કરવો. જે જ્ઞાન પ્રધાન પરિણમન છે, તેમાં પરદ્રવ્ય અને પરભાવોની એકતાની ગાઢતા તોડી, સ્વ દ્રવ્યની પ્રગાઢતા થવાની પ્રક્રિયા થતી હોય, તેવા પ્રકારમાં અંતે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થતી હોવાથી તે સમ્યક્ પ્રકારનો વિવેક છે. (૧૭૮૪). Vજિજ્ઞાસા : મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા કેમ ઉત્પન્ન થાય ? અને તે નિઃશંક યથાર્થતા જ છે, તેમ કેવી રીતે જણાય છે ? સમાધાન : જેને એકમાત્ર આત્મા જ જોઈએ છીએ અને આ જગતમાંથી બીજું કાંઈ જોઈતું નથી – એવી ખરી અંતરની આત્મભાવનાથી – ૧ યથાર્થતાની શરૂઆત થાય છે. ત્યારબાદ તે જીવ પોતાના સર્વ પ્રકારના વિપસ મટાડવા અંતર – બાહ્ય પ્રયોગ કરે છે, ત્યાં તેને પોતાના પરિણમનમાં જે જે અનુભવ થાય છે, તે અનુભવમાં આવતા ભાવોમાં આકુળતા, મલિનતા, વિપરીતતા, કષાયરસ, અભિપ્રાયની ભૂલ, વગેરેના અનુભવ જ્ઞાનથી (૨) યથાર્થતા આવે છે, તેમજ (૩) સપુરુષ પ્રત્યે નિષ્કામ પ્રેમ–ભક્તિથી દર્શનમોહનો અનુભાગ ઘટવાથી યથાર્થતા ઉત્પન્ન હોય છે. – આ ત્રણે કારણોથી દર્શનમોહ નિર્બળ થાય છે, તે જ યથાર્થતા આવવાનું સામાન્ય કારણ છે. ત્યાં Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ અનુભવ સંજીવની જ્ઞાનની નિર્મળતા અને અનુભવથી નિઃશંકપણે યથાર્થ આમ જ હોય તેમ સહજ જણાય છે. ગૌણપણે દર્શનમોહ ઘટવાના અનેક કારણરૂપ પરિણામો હોય છે. (૧૭૮૫) / પરિણામમાં રસ વૃદ્ધિ થવાનો ઉપાય, જે તે વિષયમાં વારંવાર અનુભવ કરવાથી થાય છે. પંચેન્દ્રિયના વિષયમાં જેને જે વિષયની આસક્તિ અથવા સુખબુદ્ધિ હોય છે, તે વારંવાર તે વિષયનો અનુભવ કરી રસ વધારે છે. તે સૌને અનુભવ ગોચર છે. તે સિદ્ધાંત અનુસાર જ્ઞાનાનુભવથી જ્ઞાનરસ – આત્મરસની જ્ઞાની વૃદ્ધિ કરે છે. આત્માર્થીએ વિભાવરસ તોડવા માટે જે તે વિષયમાં પૂર્વગ્રહ વિરુદ્ધના પરિણામો દ્વારા ઉલ્ટા પ્રયોગથી અંતર – બાહ્ય પ્રયાસ કરવા યોગ્ય છે. અશાતા વેદનીના ઉદય પ્રસંગે પણ દેહાત્મબુદ્ધિ મંદ થવા અર્થે ઉપચારના પરિણામો અલ્પ થવા ઘટે. (૧૭૮૬) પરપદાર્થમાં પોતાપણાના પરિણામો અને પોતાપણાનો અભિપ્રાય પરિભ્રમણની વેદના આવ્યું મંદ પડે, દેહાત્મબુદ્ધિ મંદ થવા અર્થે દેહમાં અશાતાનો ઉદય આવ્યે, યથાર્થ પ્રકારે અવલોકન આદિ પ્રયોગ કરવાથી આકુળતા પકડાય તો આકુળતાથી ખસવાના પ્રયાસમાં અંશે સફળતા મળે, રાગથી એકત્વ મટવાનું અતિ સૂક્ષ્મ અને કઠણ છે, તે એકત્વ જ્ઞાન અને રાગની સંધિ—આકુળતા, મલિનતા અને વિપરીતતાના અનુભવ જ્ઞાનથી પકડાય, તેમજ માર્ગની અપ્રાપ્તિની અટક વા વેદનાથી ઉત્પન્ન ભેદજ્ઞાનથી મંદ પડે છે. મુમુક્ષુની ભૂમિકામાં ઉપરોક્ત પ્રકારે પરદ્રવ્ય અને પરભાવનું એકત્વ મંદ થાય તો જ્ઞાનદશાની સહજ પ્રાપ્તિ થાય છે, જે કાંઈ દુર્લભ છે તે તો મુમુક્ષતામાં યથાર્થતા પ્રાપ્ત થવી તે, તે કારણની દુર્લભતા હોવાથી અનંતકાળનું પરિભ્રમણ રહ્યું છે. કારણ મળે કાર્ય સહજ અને સુલભ છે. (૧૭૮૭) | મુમુક્ષજીવે દર્શનમોહ મંદ થવા અર્થે ઉદયભાવોમાં પોતાને નીરસપણે સહજ રહે તે જરૂરી છે. તે માટે શાતા-અશાતા, ખાવા-પીવા, પહેરવા-ઓઢવામાં પ્રયોગથી યોગ્ય ફેરફાર કરવો યોગ્ય છે. વિભાવરસ દર્શનમોહ વધવાનું કારણ છે તેવી સમજણપૂર્વક ઉદયભાવોમાં થતી આકુળતાના અનુભવથી ખસવાના પ્રયાસમાં વિભાવરસ સહજ મંદ પડી જાય તો જીવની મુમુક્ષતા નિર્મળ થાય છે. મુક્ત થવાના અભિલાષીને ઉક્ત પ્રયોગમાં ઉમંગ વર્તે. (૧૭૮૮) ઈચ્છાની પૂર્તિ કરનાર પ્રત્યે રાગ થઈ જવો સહજ છે. વીતરાગ થવાવાળા મુનિરાજ, તેથી જ આહાર, નિવાસ આદિની બીજાઓ દ્વારા પૂર્વ યોજીત અનુકૂળ વ્યવસ્થાનો સ્વીકાર કરતા નથી અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રતિબંધ વિણ વિચરે છે. વળી તેમને અનુકૂળ-પ્રતિકૂળ જેવું કાંઈ Page #510 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૫૫ જ હોતું નથી, તેવો સમભાવ હોઈ છે. તેથી રાગ થાય તેવા કારણ પ્રકારથી સહજ જ દૂર રહે છે. ધન્ય મુનિદશા ! (૧૭૮૯) V જિજ્ઞાસા : અભિપ્રાય અને દૃષ્ટિકોણ એક જ પર્યાય છે કે જુદા જુદા પ્રકારનું જ્ઞાન છે ? સમાધાન : બંન્ને જ્ઞાનની જુદા જુદા પ્રકારની પર્યાય છે. અભિપ્રાયપૂર્વક દૃષ્ટિકોણ પ્રવર્તે તેટલો–તેવો સંબંધ છે. અભિપ્રાય પ્રમાણે જ્ઞાન કાયમ રહે છે અર્થાત્ તે પ્રકારનો પૂર્વગ્રહ ઉત્પન્ન થાય છે, જે વિપરીત અનુભવથી પલટવા યોગ્ય છે. દૃષ્ટિકોણ જે તે સમયે હેતુ / ઉદ્દેશ્ય અનુસાર પ્રવર્તતો જ્ઞાનનો પર્યાય છે. - આ પ્રકારે બે વચ્ચે તફાવત છે. (૧૭૯૦) નવેમ્બર - ૧૯૯૮ જિજ્ઞાસા ? સમકિતની સ્પર્શના થઈ હોય અને તેથી કેવી દશા હોય ? –તે મુમુક્ષુ પોતાના ક્યા અનુભવથી કહી શકે ? સમાધાન : યથાર્થ મુમુક્ષુતા હોય, ત્યાં હિત – અહિતરૂપ પરિણામો ચાલતા અનુભવમાં સમજાઈને તેનો વિવેક આવે છે, તે જ્ઞાનની નિર્મળતા, મોહ અને કષાયના ઉપશમથી હોય છે. – એવો પ્રકાર સમક્તિમાં પણ હોય છે. - આમ સમાન પ્રકારના અનુભવથી સમક્તિનું સ્ફરવું અને દશાને મુમુક્ષુ કહી શકવા યોગ્ય છે. – ૧. બીજુ, સપુરુષની ઓળખાણ થવાથી તેમના પ્રત્યે પરમભાવે ભક્તિ – પ્રેમરૂપ થવાથી પોતાની સંસાર પરિણતિ શાંત થઈ હોવાથી ઉદય—પ્રસંગો અને ઉદય ભાવોમાં, યથાર્થ ઉદાસીનતાનો અનુભવ જ્ઞાનીના સમ્યક્ વૈરાગ્યને પીછાણે છે. -૨ પોતે સમ્યક પ્રાપ્તિ અર્થે પ્રયત્ન – પ્રયોગ કરે છે તે પ્રકારના અનુભવ ઉપરથી જ્ઞાનીપુરુષના અલોકિક પુરુષાર્થથી ઉત્પન્ન સમકિતને કહી શકવા યોગ્ય છે – ૩. ચાલતા વિકલ્પોમાં આકુળતા, મલિનતા અને વિપરીતતાના અનુભવથી, પ્રતિપક્ષે જ્ઞાની પુરુષની શાંત, પવિત્ર અને અવિપરીત (સમ્યક) દશા સમજાય છે અને આત્મશાંતિની પરખ હોય છે. કારણ અમુક અંશે (દર્શનમોહની મંદતાના પ્રમાણમાં શાંતિનો અનુભવ, યથાર્થ સમાધાનપૂર્વક થવાથી, સમકિતની સ્પર્શના અને દશા કહી શકે છે. (૧૭૯૧) Vઅનુભવ શક્તિ દરેક જીવને હોય છે. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવને વિચાર સાથે અનુભવ શક્તિ હોવાથી પારમાર્થિક વિવેકપૂર્વક સ્વાનુભવ કરી શકે. જ્ઞાનગુણ શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાનો છે. તદર્થે પરિણમન, નિજમાં નિજનો અનુભવ કરે – તેમ, કેળવવું જરૂરી છે. જેથી પરિભ્રમણ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ અનુભવ સંજીવની મટે. અનાદિથી પરમાં નિજનો અનુભવ કરી સંસાર પરિભ્રમણ થઈ રહ્યું છે, નિજાવલોકન દ્વારા અનુભવશક્તિ કેળવીને જ્ઞાનગુણ' પ્રગટ કરવા યોગ્ય છે, તે સિવાઈ અન્ય પ્રકારે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી. (૧૭૯૨) જ્ઞાન શબ્દ વાચક છે, જ્ઞાનભાવ તેનું વાચ્ય છે. જ્યાં શબ્દ સાધન છે, ત્યાં તે જ્ઞાન પદનો અર્થ જ્ઞાનના અનુભવથી સાધ્ય થવો તે જ્ઞાન – પદાર્થનું ભાવભાસન છે. જ્ઞાનનું પોતારૂપે ભાવભાસન થતાં જ સહજ જ્ઞાનરસ – આત્મરસ ઉત્પન્ન થાય છે. આમ જિનવાણીનો ઉપકાર થાય છે. (૧૭૯૩) સ્વરૂપની ઉપાદેયતા વાસ્તવિકપણે સ્વરૂપ-સન્મુખ થવામાં છે. હેય – ઉપાદેયના વિકલ્પની દિશા સ્વરૂપથી વિમુખ છે, ઉપયોગ સ્વરૂપ સન્મુખ થતાં જે સ્વરૂપ જાણવામાં આવે છે તે સર્વસ્વપણે ઉપાદેય છે'—એમ જાણવામાં આવે છે. - એવા ખેંચાણમાં અન્ય સર્વ દ્રવ્ય-ભાવોથી ઉદાસીન થવું સહજ છે. ઉપાયભૂત એવું નિર્વિકલ્પ અભેદ અનંત મહિમાવંત સ્વરૂપ પ્રત્યેનો મહિમા વૃદ્ધિગત થઈ, નિર્વિકલ્પ સ્વરૂપાકાર સ્વસંવેદનભાવે અમૃતરસનું પાન કરાવે છે. હેય-ઉપાદેયનું આ સમ્યક સ્વરૂપ છે. (૧૭૯૪) શ્રુતજ્ઞાનમાં સ્વરૂપનો અનુભવ કરવો તેને ભાવશ્રુત કહે છે. દ્રવ્યશ્રુતના વાગ્યનો અનુભવ કરવો એટલે કે પરમાત્મા ઉપાદેય છે,' – એવા દ્રવ્યશ્રત દ્વારા નિજ પરમાત્માની ઉપાદેયતાસાક્ષાત્ ઉપાદેયતા ભાવમાં થવી – તે ભાવકૃત છે. નિજ પરમેશ્વરપદનો સાક્ષાત્કાર તે જ સમ્યક ઉપાદેયતા છે. અથવા અનુભવકાળે જ પરમપદ ઉપાદેય થાય છે, જ્યાં સુધી હેય ઉપાદેયનો વિકલ્પ છે તેમાં, ત્યાં સુધી ખરેખર સ્વરૂપ ઉપાદેય થયું નથી. પરંતુ શ્રુતજ્ઞાનમાં અભેદ સ્વરૂપનો અભેદ અનુભવ થવો તે ભાવકૃત છે. તે અમૃતરસ છે. તે અનન્યરુચિથી પરમપ્રેમથી આસ્વાદન કરવા યોગ્ય છે. (૧૭૯૫) સમાધાન બે પ્રકારે છે. (૧) યુક્તિથી, મનોબળથી અને નિયયબળથી જે સમાધાન થાય છે, તે કૃત્રિમ હોવાથી સ્થાયી – કાયમી ટકતું નથી. છેવટે અસમાધાન અને અશાંતિ–કલેશ ઉત્પન્ન થયા વિના રહેતો નથી, કારણકે તેનો આધાર પર સંયોગ અને રાગ છે, અને તે બંન્ને અસ્થિર અને અસ્થાયી છે. ઉપરોક્ત સમાધાનથી પ્રતિકૂળતા ઉપરથી ઉપયોગ પલટાવી શકાય છે, પરંતુ રાગથી એકત્વ તોડી શકાતું નથી. ૨. સર્વાગ સમાધાન સ્વરૂપ આત્માના આધારે જે સમાધાન થાય છે, તે સહજ સમ્યક સમાધાન Page #512 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૫૭ છે. સર્વ પરદ્રવ્યથી અને પરભાવથી ભિન્ન જ્ઞાનમય આત્માના અવલંબને સહજ સમાધિ રહે અને રાગનું એકત્વ તોડવા ભેદજ્ઞાનનો પ્રયોગ એક માત્ર સાધન છે. તેનાથી શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, કારણકે તેની સિદ્ધિ આત્મબળથી છે. (૧૭૯૬) જિજ્ઞાસા : મુમુક્ષુ તત્વજ્ઞાનનો અભ્યાસ, પૂજા-ભક્તિ, દાન આદિ કરવા છતાં માર્ગ મળતો નથી, તેનું શું કારણ ? કરવા જેવું શું રહી જાય છે ? સમાધાન ઃ ઉપરોક્ત બાહ્ય સાધન કરવા છતાં, પરલક્ષ હોવાથી માર્ગ અવરોધક એવા પ્રતિબંધક ભાવો પ્રત્યે ધ્યાન જતું નથી. અને એક લયે અંતરની ભાવનાપૂર્વક જે તીખો-કરડો પુરુષાર્થ ઉપડવો જોઈએ તે ઉપડતો નથી, અને તેની ખટક આવવી જોઈએ, તે ન આવે તો માર્ગ ક્યાંથી મળે ? ઉપદેશ પરિણમવા અર્થે પ્રાપ્ત ઉપદેશને પ્રયોગાન્વિત કરવો જોઈએ. અને તે માટે સતત પુરુષાર્થ ચાલવો જોઈએ તો કાર્ય થાય જ, માર્ગ મળે જ. એવી જ્ઞાની–અનુભવી પુરુષોએ ખાત્રી (ગેરંટી) આપી છે. (૧૯૯૭) જિજ્ઞાસા : પ્રત્યક્ષ જ્ઞાનીના યોગે પરમ સત્સંગ પ્રાપ્ત થયા પછી સ્વરૂપની ઓળખાણ થવા અર્થે કેવો પ્રયાસ અપેક્ષિત છે ? સમાધાન : સ્વરૂપની ઓળખાણ એ બીજજ્ઞાન છે અને સમ્યક્ત્વનું અંગ છે. કેમકે સ્વભાવના સંસ્કારનું કારણ હોવાથી તેનું મહત્વ ઘણું છે. તે ઓળખાણ જ્ઞાનલક્ષણ કે જે સ્વસંવેદનરૂપ છે, તે દ્વારા થાય છે. લક્ષણથી લક્ષિત થયેલું નિજ પરમાત્મ પદનું લક્ષ મટતું નથી અને સ્વરૂપ લક્ષે થયેલ સામાન્ય જ્ઞાનના આવિર્ભાવથી (વિશેષ જ્ઞાનના તિરોભાવપૂર્વક) પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક્દર્શન અને સ્વાનુભવની પ્રાપ્તિ છે. વેદનભૂત એવું જે જ્ઞાનલક્ષણ, તે સર્વકાળ જીવોને પ્રગટ છે, છતાં જ્ઞાનની નિર્મળતા અને સૂક્ષ્મતાના અભાવને લીધે માલૂમ પડતું નથીઃ અર્થાત્ ભ્રાંતિને લીધે આવરણ પ્રાપ્ત હોવાથી માલૂમ પડતુ નથી - તે દૂર થવા અર્થે યથાર્થ પ્રકારે વિભાવરસ મંદ પડવો ઘટે છે. તેમજ ગ્મે તેવા ઉદયકાળે રસ તીવ્ર ન થાય તેની જાગૃતિ રહેવી ઘટે છે. વિભાવ ૨સ મંદ થવા માટે જ્ઞાનીપુરુષની અચલ પ્રતીતિ સમેત સ્વચ્છંદ નિરોધ ભક્તિ કે જે ભક્તિના સદ્ભાવમાં સંસાર ભક્તિ – સંસાર પરિણતિ ભેદાય અને વિરક્તિ સહજ (ઉદયમાં) રહે. બીજો પ્રયોગ નિજ પરિણામોનું સતત અવલોકન રહેવું તે છે, કે જે અવલોકનના અભ્યાસે જ્ઞાન સૂક્ષ્મ અને નિર્મળ થઈ જ્ઞાનવેદન સુધી પહોંચે, જેના આધારે સ્વરૂપ ઓળખાય. અવલોકનનો અભ્યાસ વિભાવરસને તત્કાળ તોડે છે, જેથી દર્શનમોહ યથાર્થ પ્રકારે હાનિ પામે છે, અહીં જ્ઞાનબળ સહજ વધવાથી મનોવિકાર રૂપ મન માંદુ પડે છે અને ભેદજ્ઞાનના સ્તરે મનોજય યથાર્થ પ્રકારે થાય છે. (૧૭૯૮) Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ અનુભવ સંજીવની જિજ્ઞાસા : જે સમયે સ્વરૂપની ઓળખાણરૂપ બીજજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે પરિણામો કેવા હોય છે ? અને બીજજ્ઞાન પ્રાપ્ત થયું, તે ક્યા લક્ષણોથી સમજાય ? સમાધાન : પ્રત્યક્ષ જ્ઞાનીના યોગે દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષનો નિશ્ચય થયો છે જેને, અને સ્વરૂપની અંતર ખોજ- તે રૂપે અપૂર્વ જિજ્ઞાસાથી કષાયરસ અત્યંત મંદ થયાં છે, તે જીવ જ્ઞાનીના નિર્મલ વચન અને ચેષ્ટા દ્વારા વેદનભૂત જ્ઞાન લક્ષણના આધારે, અંશે રાગનું અવલંબનનો અભાવ કરીને જ્ઞાન વેદનની પ્રત્યક્ષતાના અનુભવાંશે પૂર્ણ સ્વભાવનો નિર્ણય કરે છે. ત્યારે જ્ઞાનમાં સ્પષ્ટ પ્રતીતિ ઉપજે છે કેમકે આ નિર્ણય સવિકલ્પદશામાં થયો હોવા છતાં રાગમાં રાગથી થયો નથી, પરંતુ આત્માથી આત્માનો આત્મામાં થયો છે. સ્વરૂપ નિશ્ચયથી નિશ્ચયબળ-જ્ઞાનબળ પ્રગટે છે, તે ચૈતન્ય વીર્યની ફુરણા છે. પુરુષાર્થ, નિજ નિધાનને જોવાથી, સ્વરૂપ સન્મુખ થઈ ઉછળે છે. સ્વરૂપની અનન્ય રુચિ અને ફાટફાટ સ્વરૂપ મહિમા ઘૂંટાયા કરે. ઉપયોગ વારંવાર ઉદયમાંથી છટકીને સ્વરૂપને લક્ષ સ્વરૂપ સન્મુખ થયા કરે– આવી સમ્યક સન્મુખ દશા થાય, તેને “વહ કેવળકો બીજ જ્ઞાની કહે.” (૧૭૯૯) આત્મકલ્યાણની અવગાઢ ભાવના વિના તત્વજ્ઞાનનો અભ્યાસ શુષ્કજ્ઞાન, સ્વચ્છેદ અને અતિ પરીણામીપણું વગેરે દોષને ઉત્પન્ન કરે છે. તેવી સ્થિતિમાં જીવ પોતાના સ્વરૂપનો જ્ઞાયક સ્વભાવનો વિકલ્પ કરે છે, તો પણ તેમાં ટકી શકતો નથી. કોઈ જીવ હઠ વડે જ્ઞાયકના વિકલ્પો કરી, વિકલ્પ ચડી, ટેવાઈ જાય છે, તો બહુ ફસાઈ જાય છે, કેમકે તેને તે હઠથી પડેલી ટેવ, સહજ દશા લાગે છે. ત્યાં ભેદજ્ઞાનના પ્રયોગનો તથારૂપ પુરુષાર્થનો, અભાવ હોવાથી સ્વાનુભવની પ્રાપ્તિ થતી નથી. મૂળમાં પ્રયોજનની દૃષ્ટિનો અભાવ હોવાથી તે પણ અવગાઢ ભાવનાના અભાવે જીવ ભૂલમાં / મિથ્યાત્વમાં રહી જાય છે. (૧૮૦૦) ઉદયભાવોમાં વજન ન જવું જોઈએ. વજન જવાથી મુખ્યતા થઈ તેનો આગ્રહ થાય છે, તે તે ભાવોમાં રસ વૃદ્ધિ થઈ આખો આત્મા ત્યાં રોકાઈ જાય છે. જ્યાં છેવટ પ્રમત્ત - અપ્રમત્ત સમસ્ત પર્યાય ઉપરથી જ પોતાપણું ઉઠાવી એકમાત્ર સંપૂર્ણ વજન દેવા યોગ્ય એવા નિજ પરમપદનું જે વજન રહેવું જોઈએ, ત્યાં સામાન્ય ઉદયમાં વજન રહે તો સ્વભાવ ઉપર વજન દેવાનો અવકાશ રહેતો નથી. - આમ વજન દેવાની ભૂલથી પરિણામનો પ્રવાહ ઊંધી દિશામાં બદલાય જાય છે. સાચી વાતનો આગ્રહ –એ ભૂલ નથી એવા અભિપ્રાયથી બહુભાગ (પ્રાય આવી ભૂલ થવાનું મૂળમાં બને છે, સૂક્ષ્મ વિચારવાનો જીવ હોય તો તેને તે સમજાય છે, બીજાને સમજાતું નથી. માર્ગ અવરોધનો આ એક પ્રકાર છે. (૧૮૦૧) Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ vim અનુભવ સંજીવની - જિજ્ઞાસા : તિર્યંચને સમ્યક્દર્શન – સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, ત્યાં તત્વજ્ઞાનનો અભ્યાસ કે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર્યની સ્પષ્ટતા ઉઘાડ જ્ઞાનમાં નથી, છતાં તે જીવને કઈ રીતે કાર્ય સધાય સમાધાન : તત્વ સંબંધી વિચાર જ્ઞાન તે બાહ્યજ્ઞાન છે અને અનુભવમાં આવતા ભાવોનું ભાસન થવું તે અંતર જ્ઞાન છે. બાહ્યજ્ઞાન બે પ્રકારનું છે. સ્વલક્ષી અને પરલક્ષી. પરલક્ષી અંગપૂર્વનું જ્ઞાન નિષ્ફળ જાય છે. સ્વલક્ષી અલ્પજ્ઞાન પણ અંતરજ્ઞાન હોવાથી પ્રયોજન સાધતુ થકુ સફળ થાય છે. તિર્યંચ પણ શાંતિ – અશાંતિને અનુભવીને ઓળખીને અશાંત એવા વિભાવ ભાવોથી ખસી, શાંત સ્વભાવી જ્ઞાનભાવ પ્રતિ વળે છે. તે સાચી શાંતિને ઓળખે છે અને ભેદજ્ઞાન કરીને સ્વાનુભૂતિ પ્રગટ કરે છે. સંશી પંચેન્દ્રિય જીવ સુખ-દુઃખના પ્રયોજનને સમજી, પ્રયોજનને મુખ્ય કરી પ્રયોજનને સાધવા સક્ષમ છે. જેથી સંશી તિર્યંચ સ્વાનુભવ કરે છે. (૧૮૦૨) મુમુક્ષુજીવ પ્રતિકૂળતાને અવગણી, પરિભ્રમણથી મુક્ત થવા પ્રયાસ / પ્રયોગ કરે, તેમાં હારતો નથી કારણકે પ્રતિકૂળતાનું દુઃખ, પરિભ્રમણના દુઃખ સમુદ્ર પાસે એક બિંદુથી પણ ઓછું છે. અને પુરુષાર્થના ફળમાં અનંતસુખની પ્રાપ્તિ અર્થે અલ્પ દુઃખ સહન કરવું પડે અથવા પ્રતિબંધ (કુટુંબ, શરીરનો મૂકવો પડે તો તેમાં શું ? – તેવી સમજણ હોય છે. જેથી પ્રયોગ અને પુરુષાર્થમાં ઉમંગ અને ઉલ્લાસ વર્તે. જે હારી જાય છે તેને પ્રાયઃ તેવી સમજણ હોતી નથી. ત્યાં કૃત્રિમ પ્રયાસ હોય છે. (૧૮૦૩) “હું જ્ઞાનમાત્ર છું” – એવા સ્વરૂપ સાવધાનીના પરિણમનમાં ભેદજ્ઞાનની સિદ્ધિ છે. અને સ્વાવલંબનથી આત્માને એકત્વનો અનુભવ થાય છે. સવિકલ્પ દશામાં ભેદજ્ઞાનરૂપ પરિણમન ઉદયને નિષ્ફળ કરે છે. અર્થાત્ ઉદય પ્રત્યે ઉદાસીન કરે છે, જેથી ઉદયની અસર આત્માને થતી નથી. આ સંસાર કરવાનો અમોઘ અનુભવ સિદ્ધ ઉપાય છે. (૧૮૦૪) /કુટુંબ પ્રતિબંધ મિથ્યાત્વને દઢ કરે છે. જેથી પ્રાપ્ત પરમ સત્સંગ નિષ્ફળ જાય છે. સત્સંગના ચાહક જીવે કુટુંબની ચાહના મૂકવી ઘટે છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાવાળા જીવનું, પ્રાયઃ પરિભ્રમણ – દુર્ગતિના કારણરૂપ આ મહાદોષ પ્રતિ ધ્યાન નહિ જતુ હોવાથી, તે અભ્યાસ નિષ્ફળ જાય છે. બહારમાં વ્યવસાયઆદિથી નિવૃત્તિ લઈ, મોક્ષમાર્ગ પામવા, કોઈ જીવ ધર્મ પ્રવૃતિ કરે છે, આવી એક બાજુ સુંદર હોવા છતાં, બીજી બાજુ કુટુંબ પ્રતિબંધક પરિણામોનો પાડે ધર્મ પ્રવૃત્તિના ઘાસના પુળાને ચાવી જાય છે, અને અંધજનની માફક જીવને તેની કાંઈ ખબર પણ પડતી નથી !! કુટુંબીઓ પ્રત્યે પોતાપણાથી સ્નેહ તે કુટુંબ પ્રતિબંધ છે. સંસારમાં તે સાવ સાધારણ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ અનુભવ સંજીવની (Normal) થઈ ગયેલ છે, જેથી તેની ભયંકરતાનો જરાપણ ખ્યાલ, તત્વના અભ્યાસી જીવોને પણ, આવતો નથી ! સ્વલક્ષના અભાવમાં, જીવ વંચનાબુદ્ધિએ ઉકત્ પ્રકારે, દુર્લભ મનુષ્યભવ મિથ્યાત્વને ટાળ્યા વિના જ ગુમાવે છે !!! (૧૮૦૫) ડિસેમ્બર ૧૯૯૮ ? આત્મકલ્યાણની અલ્પભાવના અર્થાત્ ઈચ્છાથી જીવ પરમ સત્સંગ અને સત્શાસ્ત્રનો પરિચય કરે છે, પરંતુ અંતરની ખરી ભાવના નહિ હોવાથી, પારમાર્થિક લાભ થતો નથી. તે હાથમાં આવેલા અમૂલ્ય રત્નને પરિભ્રમણના સમુદ્રમાં મૂકી દેવા જેવું છે. કેમકે આવી અમૂલ્ય તકનું જો જીવને મૂલ્યાંકન થઈ, ખરી ભાવના પ્રગટ થાય, તો જરૂર આત્મકલ્યાણ થાય જ. – સર્વ અનુભવી પુરુષોનો આ અનુભવ છે, સાક્ષાત્કાર છે. ખરી ભાવના પ્રગટ થતાં જીવને આત્મકલ્યાણની લગની લાગે છે, જેથી એક લયે તેનું આરાધન થાય છે. (૧૮૦૬) — પાત્રતાવાન જીવને આત્મહિતકારી એવાં ગુરુ વચન દિવ્ય અમૃતની શીતળતાનો અનુભવ કરાવે છે. જે પરમોત્કૃષ્ટ શાંત શીતળતા (સ્વરૂપમાંથી) પ્રગટ થવાનું લક્ષણ છે. (૧૮૦૭) * સમ્યક્ નિર્દોષતા એ જિનેશ્વરના માર્ગની સુંદરતા છે અને એ માર્ગ શાંત અમૃતરસની સુગંધથી મઘમઘે છે. ચા જીવને તે પ્રિય ન હોય !! પ્રિય ન થાય ! (૧૮૦૮) અંતરંગમાં જ્ઞાન સ્વયં’ ઉત્પન્ન થાય છે, એમ પોતે અપૂર્વ જિજ્ઞાસાથી - પરથી અને રાગથી ઉદાસ થઈ, – જુએ તો જ્ઞાનની નિરાલંબ નિરપેક્ષતા અનુભવાય છે, એટલે કે પોતાની સહજ સંપૂર્ણ સ્વતંત્રતા, ભિન્નતા, અસંગતા, (નિર્લેપતા), નિર્વિકારતા (શુદ્ધતા), નિરૂપાધિતા, સહજ કાર્યશીલતા, જોવામાં આવે છે. આ રીતે જ્ઞાનથી સ્વયંનું અવલોકન થતાં જ્ઞાનની વ્યાપકતા, વેદકતા અને પ્રત્યક્ષતા માલૂમ પડે છે. જ્ઞાનસ્વરૂપી આત્માને આ રીતે' જોતાં મોહ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. પરમાં એકત્વ અને કર્તૃત્વ મટે છે; આસક્તિનો સહજ અભાવ, સ્વરૂપ સુખ પ્રત્યે ખેંચાણ થવાથી થાય છે. (૧૮૦૯) - પ્રયોજનની દૃષ્ટિવાળા જીવનો ઉપયોગ પોતાને લાગુ પડતા ઉપદેશ ઉપર જાય છે, ત્યારે તે પોતાથી, પોતાના લાભ-નુકસાનને સમજીને પોતાનો સુધાર કરવાના અભિપ્રાયવાળો હોવાથી તેને યથાર્થ સુધાર / અમલીકરણ શીઘ્ર જ થાય છે. ઉક્ત અભિપ્રાયની ભૂમિકા બોધ પ્રાપ્તિની યોગ્ય ભૂમિકા છે. આમ હોવાથી, આત્માર્થીએ ઉપદેશ પ્રાપ્ત થવાના પ્રસંગે, પોતાના પરિણમનને Page #516 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૬૧ લગતી – સ્પર્શતી જે કોઈ વાત આવે ત્યારે સ્વલક્ષે તેનો અંગીકાર કરવો, સત્કાર કરવો. (૧૮૧૦) પરલક્ષનો અપરાધ બહુ મોટો છે કે જે નિજ પરમાત્માનું લક્ષ છોડીને થાય છે. ખરેખર લક્ષ કરવા યોગ્ય તો અંતરમાં આનંદ સાગર છે, જેની ઉપેક્ષા અને અનાદર કરીને જીવ પરલક્ષ કરે છે. આ અપરાધનો જીવને ખ્યાલ આવતો નથી; તેથી આ અપરાધને જીવ હળવાશથી લે છે. તેથી આ દોષ ચાલુ રહે છે અને આ કારણથી જીવને ઉપદેશ ચડતો નથી. જીવે બીજા પ્રત્યેની ભાવનાના બહાને પણ પરલક્ષ કરવું યોગ્ય નથી. તે વંચનાબુદ્ધિ છે. તેથી તેવા તેવા પ્રકારમાં જાગૃતિ રાખવી યોગ્ય છે. (૧૮૧૧) આત્મસ્વભાવ સમજવો તે એક વાત છે અને તે ગ્રહણ થવો તે બીજી વાત છે. સ્વભાવને માત્ર વિચાર કક્ષામાં / શ્રેણીમાં રાખવો – તે યોગ્ય નથી. કેમકે તે અનુભવને યોગ્ય છે અર્થાત્ અનુભવનીય છે. તેથી તેને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ અગ્નિના એક તણખામાં તેની બાળવાની અસીમ શક્તિ જોવામાં આવે છે, તેમ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનંત સામર્થ્ય દેખવામાં અને દેખીને ભાવવામાં આવતાં, તેમાં તદાકાર થવાથી સ્વભાવ પ્રગટ થાય છે. (૧૮૧૨) /જિજ્ઞાસાઃ જ્ઞાની પુરુષ પ્રતિ પ્રીતિ – ભક્તિ થયા વિના ઉપદેશ પરિણમતો નથી.’- કૃપાળુદેવના આ વચનામૃતમાં પ્રીતિ અને ભક્તિનું સ્વરૂપ / લક્ષણ કેવું હોય ? સમાધાન: બીજા સર્વકાર્ય એક્કોર કરે તે પ્રીતિ છે અને ઉપકારબુદ્ધિથી સર્વાધિક મુખ્યતા થાય તેને ભક્તિ કહે છે. ઉપદેશ પરિણમીત થવાની આ ખાસ યોગ્યતા છે. (૧૮૧૩) પોતાની ભૂમિકા સમજયા વિના, માત્ર ધારણા જ્ઞાનથી કોઈ જીવ, સમાધાન કરે, ત્યારે વર્તમાનમાં તેને કષાય મંદ થાય છે. પરંતુ આત્મદશામાં તેનું પરિણમન આવતું નથી. પરંતુ તેથી મોટું અસમાધાન ઊભુ થાય છે. જેનું નિરાકરણ પોતાની મેળે થવું ઘણું કઠણ થઈ જાય છે. તથાપિ જીવ ખોજી હોય તો માર્ગ મળવો સંભવ છે. ધારણાથી પ્રાપ્ત સમાધાન મિથ્યા સમાધાન છે જે મિથ્યાત્વને દઢ-બળવાન કરે છે. જેથી ત્યાંથી છૂટવું વધારે મુશ્કેલ થાય છે. ' (૧૮૧૪) જિજ્ઞાસાઃ ભેદજ્ઞાનના પ્રથમ તબક્ક, પરદ્રવ્ય અને પરભાવથી ભિન્નતા કઈ રીતે આવે છે ? સમાધાન : ભેદજ્ઞાન ભલે સવિકલ્પ દશામાં હોય છે, તથાપિ તે વિકલ્પાત્મક નથી, પ્રયોગાત્મક છે, તેની શરૂઆતમાં, માત્ર ભિન્નતાના વિકલ્પોમાં વિચારોમાં નહિ રોકાતા, જ્ઞાનની સ્વતઃ સ્વતંત્ર Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ અનુભવ સંજીવની ઉત્પન્ન થવાની ક્રિયાના અનુભવ દ્વારા ભિન્નતા ભાસવી જોઈએ. નિજાવલોકન વડે, પોતાનું જ્ઞાન આપો આપ ઉત્પન્ન થતું અનુભવાય ત્યારે તે જ્ઞાનાકારે (સામાન્ય જ્ઞાનરૂપે) અનુભવાય છે, અહીંથી સ્વાનુભવની શ્રેણીનો પ્રારંભ થાય છે. શેયાકાર જ્ઞાન અને શેયોનો આપો આપ વ્યવચ્છેદ થતાં જ્ઞાનની સ્વયંમાં વ્યાપકતા અવલોકવાનું આગળ સુગમ થાય છે. જેથી ભેદવિજ્ઞાનનો વિકાસ થાય (૧૮૧૫) એ જો જીવને અંતરમાં પોતે જ અનંતસુખધામ' ભાસે તો અહોરાત્ર તેનું જ લક્ષ રહ્યાં કરે – તે યથાર્થ ભાવભાસનનું સ્વરૂપ છે, અથવા વાસ્તવિકતા છે. નહિતો કલ્પના છે. આ ગુણનિધાનનો પ્રેમ છે. જેમ તીવ્ર દુઃખજનક ચિંતા વિસ્મરણને યોગ્ય નથી, – વિસ્મરણ થઈ શકતું નથી, કરવા ઈચ્છે તોપણ તો અનંત સુખ ધામનું વિસ્મરણ કેમ થાય ? (૧૮૧૬) R જ્ઞાનક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવનું ગ્રહણ થતાં પરદ્રવ્ય અને પરભાવથી ભેદજ્ઞાન થાય છે, અને એ પ્રકારે ભેદજ્ઞાનપૂર્વક પર સાથેની આધાર બુદ્ધિનો નાશ થાય છે. આધારબુદ્ધિનો અભાવ થવાથી એકત્વબુદ્ધિ, કર્તબુદ્ધિ, ભોક્તા બુદ્ધિ અને સુખબુદ્ધિનો પણ સાથોસાથ નાશ થાય છે. અને આત્મશુદ્ધિ - સ્વરૂપ નિર્મળતા પ્રગટ થાય છે. જ્ઞાનક્રિયા સ્વતઃ જ નિરંતર થયા કરે છે, તેવો અંતરંગમાં ભિન્નતાનો અનુભવ કર્તવ્ય છે. (૧૮૧૭) ઉત્તમ મુમુક્ષુને અંદરમાં ભેદજ્ઞાન અને બહાર સ્વચ્છંદ નિરોધ ભક્તિ, દર્શનમોહનો અનુભાગ ઘટવાનું અને નિર્મળતા ઉત્પન્ન થવાનું કારણ છે. ગુણ અને ગુણવાન પ્રત્યેનો પ્રેમ નિજ આત્મગુણોનો પ્રેમ છે. તેથી ભક્તિ પ્રેમરૂપ હોય છે. રાગરૂપ હોતી નથી. (૧૮૧૮) - યથાર્થતામાં ગુણદોષની તુલનાત્મક મતિ હોય; જેમાં નાનો દોષ મોટો ન દેખાય અને મોટો દોષ નાનો ન દેખાય. આત્માર્થીને સહજ એમ હોય. છઘસ્થને ગુણો સંપૂર્ણ પ્રગટ થયા હતા નથી; પરંતુ ધર્મને અને ધર્મ પામવા યોગ્ય જીવને મોટા દોષ પહેલા જાય છે અથવા મોટો ગુણ પહેલા પ્રગટ થાય છે, તેની તુલના કરવામાં અર્થાત્ તે વિષયમાં વજન દેવામાં જો ભૂલ થાય છે, તો તે વિપર્યાસને સૂચવે છે. જે વિપર્યાલ આત્માર્થને પ્રતિકૂળ છે; વા માર્ગ પામવા માટે અવરોધક (૧૮૧૯) V_ઉપદેશબોધ પ્રાયઃ પર્યાય સુધારના હેતુવાદરૂપ છે. આત્મહિત–અહિતના વિવેકનું તે પ્રકરણ હોવાથી ત્યાં જ્ઞાન–પ્રધાનતા છે. અહીં એટલું વજન ન જવું જોઈએ કે જે સમ્યક્દર્શનથી પ્રતિકૂળ Page #518 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૬૩ જાય. સમ્યફદૃષ્ટિ પર્યાયમાં અહમભાવાનો નાશ કરીને પ્રગટ થઈ છે. તેથી સમકિતી જીવનો પર્યાય સંબંધી વિવેક પણ પર્યાયમાં અહંભાવનો ઉત્પાદક હોતો નથી. દ્રવ્ય સ્વભાવમાં અહબુદ્ધિ અચલિત રહીને પર્યાયમાં સૂક્ષ્મ અવિવેક પણ ન થાય તેવા અભિપ્રાયપૂર્વક ભૂમિકા અનુસાર જ્ઞાનની આચરણ/ પ્રવર્તના હોય છે. સમ્યકત્વનું આ એક લક્ષણ છે. જેની વિશાળતા વિશાળ એવા ઉપદેશબોધમાં સર્વત્ર હોય છે. જે અદ્ભુત છે. (૧૮૨૦) સતુ-શ્રવણ આત્મકલ્યાણની અત્યંત ભાવના સહિત સ્વલક્ષે થવું ઘટે છે, જેથી પ્રયોજનનો દૃષ્ટિકોણ સાધ્ય થાય. નહિતો શ્રવણ . અશ્રવણ બંન્ને સરખું છે. ઉપરોક્ત ભાવે શ્રવણ-ક્રમે કરીને ભાવશ્રુત પ્રગટવાનું કારણ બને છે. અન્ય પ્રકારનું શ્રવણ નિષ્ફળ થાય છે. (૧૮૨૧) vપ્રયોગનો વિષય પ્રયોગની ભૂમિકા પ્રાપ્ત કરીને પ્રયોગાત્મકપણે સમજાય તો તેનો પારમાર્થિક લાભ થાય છે. તે પહેલાં કેવળ બુદ્ધિગોચર કરવાથી તેની કલ્પના થાય છે. કલ્પના વિપર્યાસમાં પરિણમે છે અને વિપર્યાસ દુઃખનું કારણ છે. તેથી અપરિપકવ અવસ્થાએ પ્રયોગ સમજાયાનો સંતોષ થવો ન ઘટે. તેથી ગૃહિત મિથ્યાત્વ થવાનું જોખમ છે, જે અતિ ગંભીર છે. કલ્પિત ભાવ દઢ થવાથી, તેનાથી મુક્ત થવામાં અતિ પરિશ્રમ લાગે છે. (૧૮૨૨) તત્વજ્ઞાનનો અભ્યાસ પ્રાયઃ બુદ્ધિજીવી જીવો કરે છે. દ્રવ્યદ્ભુત વસ્તુ સ્વરૂપની વ્યાખ્યા છે. તેથી વ્યાખ્યાત્મિક જ્ઞાન (Theoretical Knowledge) પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મજ્ઞાન તો અનુભવ જ્ઞાન છે, તેથી પાત્ર જીવ અનુભવ પદ્ધતિએ તત્વ અભ્યાસ કરે છે. અને સ્વાનુભવ પ્રાપ્તિ કરે છે. દ્રવ્ય શ્રુતમાં પ્રયોગની પ્રેરણા હોય છે. તે ઉપરથી પાત્ર જીવ પ્રયોગ પદ્ધતિને પકડે છે. માત્ર વિચાર પદ્ધતિમાં પ્રયોગનો વિષય વિચારથી – બુદ્ધિથી બુદ્ધિગોચરપણે સમજતાં કલ્પના થાય છે . અને તેથી વિપર્યાસ ઉત્પન્ન થાય છે. વિપરીત જ્ઞાનથી આત્મશાંતિની પ્રાપ્તિ નથી, અનાદિ આકુળતા મટતી નથી, પરંતુ દુઃખ-આકુળતા ફળે છે. યથાર્થ સ્વાધ્યાય પદ્ધતિના અભિલાષી જીવે આ વિચારવા યોગ્ય છે. (૧૮૨૩) જ્યાં સુધી પ્રયોજનભૂત વિષયમાં વિપર્યા હોય ત્યાં સુધી પુરુષાર્થની દિશાસ્વરૂપ સન્મુખ થતી નથી. તેવું વસ્તુસ્વરૂપ છે. એવા પ્રયોજનભૂત વિષય દેવ, ગુરુ, શાસ્ત્ર, પુરુષ અને સ્વરૂપ પ્રાપ્તિની વિધિ - કાર્યપદ્ધતિ છે. નવતત્વમાં એકપણ તત્વનો વિપર્યા હોય તો જ્ઞાન સમ્યક ન જ થાય (૧૮૨૪) Page #519 -------------------------------------------------------------------------- ________________ ४६४ અનુભવ સંજીવની / સંસારમાં જીવને પૂર્વકર્મનો સદાય ઉદય રહે છે. પ્રાયઃ જીવ, સ્વરૂપ સાવધાનીના અભાવમાં, દુઃખી થઈ નવા કર્મ બાંધવાનું નુકસાન કરે છે. જો જીવ મુક્ત થવાનો અભિલાષી હોય તો પ્રાપ્ત ઉદયના નિમિત્તે આત્મ પ્રત્યયી પુરુષાર્થ કરી સંસાર તરી શકે છે. તેથી ઉદયથી અકળાવાની જરૂર નથી પરંતુ ઉદયનો લાભ લેવા યોગ્ય છે. – આ ખરી જીવનકળા છે. (૧૮૨૫) જાન્યુઆરી - ૧૯૯૯ - કોઈપણ શેયનું માત્ર બાહ્યજ્ઞાન (જ્ઞાન વિશેષ)માં પ્રતિબિંબ પડે છે, જે માત્ર જ્ઞાનની સપાટીની ઉપર ઉપર જ શીધ્ર વિલય પામવા યોગ્ય હોય છે. તે જ વખતે પોતે તો અખંડ જ્ઞાન પિંડ – નિવિડ જ્ઞાનનું દળ, જ્ઞાનના સંવેદન સહિત ભિન્ન જ રહે છે. - આમ ભિન્નતાની મુખ્યતામાં વર્તવું તે નિરૂપાધિક થવાનો સમ્યક ઉપાય છે. તે જ ધર્મ ધ્યાનરૂપ દ્રવ્યાનુયોગનું પરિણમન કે જે શુકલ ધ્યાનનું કારણ છે. ' (૧૮૨૬) / જિજ્ઞાસા : અંતર્મુખ કેમ થવાય ? કેવી પરિસ્થિતિમાં સહજ થવાય ? સમાધાન : બહિર્મુખ ભાવોમાં જે જીવને આકુળતા વેદાય, વિકલ્પમાત્રમાં દુઃખ લાગે, થાક લાગે અને જ્ઞાન સુખરૂપ ભાસે, “જ્ઞાનમાત્ર ભાવ કષાય રહિત હોવાથી સુખરૂપ ભાસે, ત્યારે જીવની સુખ માટેની અપેક્ષાવૃત્તિ સુખ પ્રત્યે સહજ વળે એટલે બાહ્ય પદાર્થો પ્રતિ આકર્ષિત હતો તે ઉપયોગ, ઉદાસ થઈ – ઉપેક્ષિત થઈ જ્ઞાન સામાન્ય કે જે સ્વયં વેદ્ય વેદકભાવે છે, તેમાં વળે છે. તે જ જ્ઞાન વેદના છે. જે આત્મ–વેદનરૂપ છે. આ રીતે આત્મા જ્ઞાન–વેદનામાં વેદ્યો જાય તેવો છે. (૧૮૨૭) કે વ્યવહારને વ્યવહારના સ્થાને શ્રી વીતરાગે સ્થાપીત કરેલ છે. જે આત્મહિતાર્થે યોગ્ય લાગે છે, સંમત થાય છે. નિશ્વયે તેનો નિષેધ સમ્યક છે. - આવી જ જિન નીતિ છે. વ્યવહારના અનેક ભંગ–ભેદ છે, જે હેય – ઉપાદેયના દૃષ્ટિકોણથી વિચારવા યોગ્ય છે. ક્યાંય એકાંત કર્તવ્ય નથી. તથાપિ ધર્માત્માનું સમ્યફ એકાંત કે જે નિજ પરમપદની પ્રાપ્તિનું હેતુભૂત છે, તે ત્રણેકાળે વંદનીય છે. તેમની આરાધના જયવંત વર્તે છે (૧૮૨૮) છે અહો ! જ્ઞાનીનો વિવેક ! જેને પોતાના ઉપકારી મુમુક્ષુ પ્રત્યે પણ વિનય – નમ્રતા સહજ ઉદ્ભવે છે; જે નમ્રતા જ સ્વયં તેમની મહાનતા છે. જરાપણ પોતાના ગુણોની મુખ્યતા થતી નથી. અહીં એટલો વિનય ભાવ છે કે નિમિત્તની મુખ્યતામાં ઉપાદાન ગૌણ થાય છે તો પણ અવગુણ ઉપજતો નથી ! કેવી અગમ-નિગમની ઘટના છે ! મુમુક્ષુજીવને પણ આત્માની નિર્મળતા અર્થે Page #520 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૬૫ ઉપકારી શ્રીગુરુ પ્રત્યે પરમ ભક્તિ ભાવ ઉપજે ત્યારે નિમિત્તની મુખ્યતા થાય છે, જે ખરેખર આત્માની મુખ્યતા છે. એમ સમજવા યોગ્ય છે. (૧૮૨૯) ઉદાસીનતા, વૈરાગ્ય, નીરસતા ભૂમિકા અનુસાર હોય છે. જેની યથાર્થ પ્રકારે શરૂઆત પરિભ્રમણની ચિંતનાથી થાય છે અને જેમ જેમ મુમુક્ષતા વર્ધમાન થાય છે તેમ તેમ ઉદાસીનતાનીરસતા પણ વધતી જાય છે. તેનું લક્ષણ એ છે કે અનુકુળતામાં પણ ગમવા પણું ન હોય, અને સંસાર પ્રત્યયી પરિણામો થતાં જીવને કાયરપણું આવી જાય. યથાર્થ વિરક્તિથી અનંતાનુબંધી કષાય અને દર્શનમોહની શક્તિ ઘટતા અભાવ થવાનો અવસર આવે અને મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય. ઓઘસંજ્ઞાએ બાહ્યદૃષ્ટિએ અયથાર્થ વૈરાગ્યથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ નથી. તેમજ અવેરાગ્ય દશાએ – વૈરાગ્ય વિના પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ નથી. મોક્ષમાર્ગમાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ જ વૈરાગ્યનો અને સર્વ ઉદય પ્રસંગમાં સમભાવનો ઉત્પાદક છે. શુદ્ધ જ્ઞાન છૂટું જ અનુભવાય ત્યાં સહજ નીરસતા રહે. (૧૮૩૦) કાળલબ્ધિ પાકે ત્યારે જીવ પરમાર્થમાર્ગ પ્રત્યે વળે છે. તેમ થવામાં જીવ પોતે જ કારણ કાર્યરૂપે છે. તેની યથાર્થ સમજ કાળલબ્ધિ જેની પાકી નથી તેને હોતી નથી. જેને કાળલબ્ધિ પાકી છે, તેને તેની યથાર્થ સમજ હોય છે. અને તે કાળે સહજ પુરુષાર્થ અને નિમિત્તાદિ હોય છે, તેનું બધા પડખેથી સમાધાન પણ આવે છે. જે જીવ કાળલબ્ધિ પ્રાપ્ત થયા પહેલા આગમથી તે વિષયની ધારણાપૂર્વક પોતાના માટે કાળલબ્ધિનો આધાર લ્ય છે. તે ભૂલે છે, માર્ગ / ઉપાયની ભૂલ કરે છે. જ્ઞાની પણ કાળલબ્ધિનો આધાર લેતા નથી, પણ તેનું જ્ઞાન તેમને હોય છે. (૧૮૭૧) - પરમ સત્સંગમાં અનુપમ અને અલભ્ય એવો અપૂર્વ આત્મકલ્યાણકારી ઉપદેશ સ્પષ્ટપણે પ્રાપ્ત થાય છે, તોપણ જે જીવ આજ્ઞાંકિત ભાવે તે સત્સંગને ઉપાસે નહિ, તો તેનો પારમાર્થિક લાભ જીવને પ્રાપ્ત ન થાય–તેથી એમ સિદ્ધ થાય છે કે આજ્ઞાંકિતપણું – એ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. સંપૂર્ણઆજ્ઞાંકિતપણું જેને આવે છે, તેને પરમ સત્સંગયોગનું સાચું મૂલ્યાંકન થયું છે અથવા નિજ હિતની સાચી સૂઝ આવી છે. જેના ફળસ્વરૂપે જીવને અવશ્ય જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને સંસાર તરી જાય છે. સંપૂર્ણ આજ્ઞાંકિતપણાથી સર્વાર્પણબુદ્ધિ થાય છે. જેથી મોહને રહેવાનું કોઈ ઠેકાણું – આધાર રહેતું નથી, તે જીવ આજ્ઞામાં જ એકતાન હોય છે. (૧૮૩૨) Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ અનુભવ સંજીવની કોઈ કોઈ ધર્માત્માને શ્રુતજ્ઞાનની લબ્ધિ હોય છે. પૂર્વે દ્રવ્યશ્રુતની ઉપાસનાથી પ્રાપ્ત વિશુદ્ધિના ફળસ્વરૂપે અનેક વિધ પ્રકારે લબ્ધિ ઉત્પન્ન થાય છે, જે પ્રાયઃ જિનશાસન વૃદ્ધિકર હોય છે. લબ્ધિ એ જ્ઞાનની ઋદ્ધિ છે, જેનું કારણ આચરણ – સંયમ આદિ હોવા યોગ્ય છે. જ્ઞાનની સ્વરૂપ ગ્રહણ શક્તિ તે જ્ઞાનની સિદ્ધિ છે. (૧૮૩૩) દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મની ગમે તેવી સ્પષ્ટ સમજણ હોય, પરંતુ અંતરંગમાં તે ભાવોના અનુભવપૂર્વક ભાવભાસન હોય, તો જ તેની યથાર્થતા છે, નહિ તો ઓઘસંજ્ઞા અથવા પરલક્ષી જ્ઞાનની સ્પષ્ટતાનું સાર્થકપણું નથી. તેવી સમજણમાં અન્યથા પરિણમન થવાની સંભાવના છે. અનુભવયુક્ત સમજણ પરમાર્થને સાધે છે. (૧૮૩૪) ૪ આત્મસ્વરૂપના અભેદ અનુભવમાં, ભેદભેદનું જ્ઞાન સમ્યફ પ્રકારે થઈ જાય છે, અર્થાત્ અભેદનું અવલંબન લેવાય છે અને ભેદોનું જ્ઞાન સહજ થાય છે. તે પહેલાં શાસ્ત્રસિદ્ધાંતથી ભેદભેદસ્વરૂપ વસ્તુને બરાબર સમજવા છતાં, તે સમજણ કાળે વિકલ્પ અને વિકલ્પનું એકત્વ ઉત્પન્ન થતું હોવાથી, વિકલ્પરૂપે પોતાનું અનુભવન અને ભેદનું અવલંબન લેવાય છે. અહીં અવલંબનની અને અનુભવનીબંન્ને ભૂલ છે, તેથી તે જ્ઞાન મિથ્યા છે; અપરિપકવ પણ છે. તેથી જ જ્ઞાનીઓએ અનુભવ . પદ્ધતિની મુખ્યતાથી બોધ આપ્યો છે. સ્વરૂપનું ભાવભાસન થતાં ભેદ અને વિકલ્પ ગૌણ થઈ જાય છે અને અભેદ સ્વરૂપના લક્ષે પુરુષાર્થની ગતિ અને ભેદજ્ઞાનની પ્રક્રિયા સહજ ભાવે વર્તે છે. જેથી વિકલ્પનું એકત્વ અને અધ્યાસ નિવૃત થઈ અભેદસ્વરૂપના અનુભવને સધાય છે. (૧૮૩૫) તીર્થ પ્રવૃતિની શરૂઆત ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી દ્વારા વ્રતાદિ વિધિ વડે થઈ અને મુક્તિગામી એવા શ્રી શ્રેયાંસકુમાર દ્વારા દાન-વિધિ વડે થઈ. જેની પરંપરા વર્તમાનમાં ચાલુ છે. વ્રત–સંયમ ઉપાસતા ઉદાસીનતાની પ્રાપ્તિ થઈ, આત્મમાર્ગ – અધ્યાત્મમાર્ગ સુગમ થાય છે અર્થાતુ આસક્તિનો અવરોધ દૂર થાય છેઃ દાન – પ્રાપ્ત સંયોગોનું સ્વામિત્વ છૂટવાથી ઉદ્ભવતો સ્વ સ્વરૂપમાં સ્વામિત્વ ભાવ – આમ બંન્નેનો સુમેળ ધર્મ અને ધર્મપ્રભાવનામાં પરિણમે છે. (૧૮૩૬) V જેને જીવનું સ્વરૂપ સમજાય છે, તેને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષબુદ્ધિ થઈ ષ આવતો નથી, સંસારીને દુઃખી જોઈ કરુણા આવે છે, મોક્ષમાર્ગી કે માર્ગેચ્છાવાન જોઈ પ્રેમ–વાત્સલ્ય આવે છે, પરમેષ્ટિપદ પ્રાપ્ત જીવ પ્રત્યે પૂજ્ય ભાવ આવે છે. યથાર્થતામાં આવું સહજ હોય છે. (૧૮૩૭) Page #522 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૬૭ // સત્–શ્રવણનો ભાવ રહે તે સારું છે, સત્-શ્રવણમાં ઉલ્લાસ આવે તે વધુ સારું છે, તથાપિ તે પૂરતુ નથી. અર્થાત્ તેટલેથી અટકવું ન જોઈએ. સત્ન પિરણમન થવા અર્થે પુરુષાર્થથી તેનો પ્રયોગ થવો ઘટે નહિતો બધું (શ્રવણ અને ઉલ્લાસ) નિષ્ફળ જાય. અથવા એટલી હદે ઉલ્લાસ આવવો જોઈએ કે તે આગળ વધી પ્રયોગમાં પરિણમે, તેમ થયા વિના રહે નહિ. જેને સપ્રાપ્તિનો લાભ સમજાય, તે પુરુષાર્થ કરવા માટે પાછળ પડી જાય. એવી સ્વકાર્યની લગની લાગે. (૧૮૩૮) – બુદ્ધિની – જ્ઞાનની વિશાળતા જીવને અનેક પ્રકારના દોષ નહિ ઉત્પન્ન થવાનું કારણ બને છે અને જે કોઈ જીવમાં ગુણ હોય તે સમજી ને સ્વીકારવાનું કારણ બને છે. તેમજ જ્ઞાનીના વચનો અને શાસ્ત્ર વચનોની અપેક્ષાઓ આત્મકલ્યાણના પારમાર્થિક દૃષ્ટિકોણથી સમજીને સાધનાનું કારણ બને છે. ક્ષમા, વાત્સલ્ય અને પ્રભાવના વિશાળતામાંથી પાંગરે છે, વા જન્મે છે. (૧૮૩૯) કર્ણાનુયોગમાં જીવના વિભાવ પરિણામોના નિમિત્તે અનંત પ્રકારે પ્રકૃતિ, સ્થિતિ આદિ કર્મ બંધાય છે, તેનો વિસ્તાર છે. જ્ઞાનીપુરુષ તેમાંથી પરમાર્થ દર્શાવે છે કે કોઈપણ કર્મ બંધ અનાદિ અનંત નથી, તેથી જીવને મોક્ષનો અવકાશ છે. જીવ કોઈપણ સમયે મોક્ષ અર્થે પ્રયાસ કરી શકે છે. આથી પાત્રજીવને પુરુષાર્થની પ્રેરણા મળે છે. (૧૮૪૦) (જ્ઞાનના પરપ્રકાશપણાનો નિષેધ કર્તવ્ય નથી. પરંતુ પરલક્ષ અને પરસન્મુખતા કે જે સ્વને ચુકીને થાય છે અને જે જ્ઞાનનો વિભાવ છે, તેનો નિષેધ યોગ્ય છે. વાસ્તવમાં તો ‘સ્વ’ના જ્ઞાનપૂર્વક પરનું જ્ઞાન સહજ હોય છે. ‘સ્વ’ ‘પર’ અપેક્ષિત હોય છે. પરની અપેક્ષા વિના ‘સ્વ’કહી શકાતુ નથી. તેથી પર જણાતુ નથી' તેવુ એકાંતે ન હોય. (૧૮૪૧) * - જિજ્ઞાસા : આત્મા અનુભૂતિ સંપન્ન એવા મહાત્માઓની વાણી-દ્રવ્યશ્રુત આજે પણ વિદ્યમાન છે, ઉપલબ્ધ છે, તેનો પરમાર્થ શું ? સમાધાન : જે દ્રવ્યશ્રુતમાં અપૂર્વ એવું પરમાત્મપદ અને તેની પ્રાપ્તિનો ઉપાય સ્પષ્ટ દર્શાવ્યો છે, અને તેને લીધે એકાવતારી આજે પણ થઈ શકાય છે, તેવી સંભાવના જાણી સુપાત્ર જીવને તથા પ્રકારની પ્રેરણા અને વીર્યોલ્લાસનું કારણ છે. આવું બળવાન નિમિત્તત્વ જે વચનયોગને વિષે રહ્યું છે, તે નિશ્ચિતપણે પૂજનીય છે, અભિવંદનીય છે. (૧૮૪૨) * બાહ્યદૃષ્ટિવાન જીવ અનુભવને સમજતો નથી, તેને અનુભવની મહિમા-અધિકતા આવતી નથી, Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ અનુભવ સંજીવની તેથી તે વેશ (ત્યાગ) ને, ક્રિયાને, ભાષાને, ક્ષયોપશમ જ્ઞાનને, તર્કને, વ્યક્તિત્વને, એવા એવા બાહ્ય દ્રવ્ય-ભાવોને નમે છે, તેની મહિમા અને અધિકતા કરે છે, જેથી જ્ઞાનીપુરુષની ઓળખાણ થતી નથી. પૂર્વે આ જીવે અનંતવાર આવી ભૂલો કરી છે. બાહ્યદૃષ્ટિ જીવને અંતરદૃષ્ટિથી દૂર લઈ જાય છે, તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. (૧૮૪૩) »!? V અજ્ઞાનદશામાં જીવો ઉપવાસ કરે છે, મોહકંદને મજબૂત કરે છે, પરંતુ ત્યાં જીવ કાયરસ પીએ છે. જ્યારે જ્ઞાની ઉપવાસ કે આહારમાં આત્મરસ – જ્ઞાનરસ કે જે અકષાયરસ છે તેને પીએ છે. (૧૮૪૪) - ની જિજ્ઞાસા : સમ્યક્ત્વ પામવા, ત્યાગ કરવો આવશ્યક છે ? મુમુક્ષુની ભૂમિકામાં ત્યાગનું મહત્ત્વ કેટલું સમજવું ? સમાધાન ઃ માત્ર ત્યાગ કરવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. વાસ્તવિક અંશતઃ ત્યાગ તો મોક્ષમાર્ગીને પાંચમા ગુણસ્થાનથી રાગનો અંશે અભાવ થાય, તદનુસાર શરૂ થાય છે. મુમુક્ષુની ભૂમિકા ત્યાગની ભૂમિકા નથી, પરંતુ ઉદય પ્રસંગમાં નીરસતા–ઉદાસીનતા કેળવવાની છે, જેમાં કોઈ મુમુક્ષુ સારી યોગ્યતાને લીધે પ્રાપ્ત સંયોગોની મધ્યે પણ ઉદાસ રહે છે. પરંતુ જેની હીન યોગ્યતા હોય, તેણે જ્યાં જ્યાં જે જે ઉદયમાં રસ વધતો હોય, તે તે પ્રકારમાં રસ વિરુદ્ધ પ્રયોગ કરી, મોહને રસને સમજી મોળો પાડવો જોઈએ. અનુભવી જીવનું તેમાં માર્ગદર્શન સત્સંગ યોગે મળતાં, યથાર્થ પ્રયોગ થઈ શકે અથવા ભૂલ ન રહે તેની કાળજી રાખવા સત્સંગમાં ખૂલ્લા મનથી પરિણામની તે વિષયમાં ચર્ચા થવી ઘટે. જેથી નીરસતા કેળવાય. - પરંતુ ત્યાગની ભૂમિકા નથી, તેવું પકડી પરરુચિને અનુમોદન ન થવું જોઈએ. અને પ્રયોગનો નિષેધ ન થવો જોઈએ. આત્માર્થીને આત્મભાવનાની પરિણતિ થવી ઘટે, જેથી સહજ ઉદાસીનતા રહે. (૧૮૪૫) Ion ૧૯૯૯ ફેબ્રુઆરી યોગનો માર્ગ વિષમ છે. જો મન, વચન, કાય દ્વારા તે પરમાં જોડાય છે, તો આત્માને બંધન થાય છે. અને જો સ્વરૂપમાં યોગી યોગ સાધે છે, તો મોક્ષ પામે છે. તેથી ગુરુગમે યોગમાર્ગ આરાધવો જોઈએ. (૧૮૪૬) - આગમ સ્વરૂપમાં પ્રવેશવા માટે છે, તેના બદલે સ્વરૂપને છોડી આગમમાં જ પ્રવૃત્ત રહેવું — તે વિપરીત પ્રવૃત્તિ છે. અધ્યાત્મ દૃષ્ટિએ પણ આગમમાં પ્રવર્તવું તે બહિર ભાવ છે, તથાપિ આગમ Page #524 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૬૯ સ્વરૂપમાં પ્રવેશવાની વિધિ ઉપદેશતા–પ્રેરણા દેતા હોવાથી કોઈ એક ભૂમિકામાં ઉપકારી (સ્વરૂપમાં પ્રવેશવાના પુરુષાર્થીને ગણ્યા છે. બાકી મહામુનિઓએ તો આગમમાં વિચરતી બુદ્ધિને વ્યભિચારિણી કહીને – સ્વરૂપ રમણતાની ઉપાદેયતાને વિશિષ્ટપણે પ્રકાશી છે, (૧૮૪૭) સ્વભાવનો પ્રતિબંધ દુઃખ ઉત્પન્ન કરે છે, જ્ઞાન રોકાઈ–બીડાઈ જવાથી મૂંઝવણ થાય છે, આકુળતા અનુભવ જ્ઞાનને રોકે છે અને વિકલ્પનો અભાવ થઈ નિર્વિકલ્પ થતાં જ અપૂર્વ આનંદનો ફુઆરો છૂટે છે, તાત્પર્ય એ છે કે જીવે અન્ય દ્રવ્ય – ભાવના પ્રતિબંધથી મુક્ત થવા પુરુષાર્થ કર્તવ્ય છે. (૧૮૪૮) P [ /મોક્ષનું કારણ જીવ દ્રવ્યનું શુદ્ધત્વ પરિણમન છે, અને તેનું કારણ જ્ઞાનમાં અનુભવ શક્તિ છે, જેથી જ્ઞાન વેદન છે, તેનો, અન્ય દ્રવ્ય-ભાવના પ્રતિબંધથી મુક્ત થઈ.) આવિર્ભાવ કરવો તે છે. તેને જ્ઞાનગુણ – જ્ઞાનસ્વભાવ જાણવા યોગ્ય છે. સ્વરૂપની પ્રાપ્તિ જ્ઞાનગુણથી જ છે, અન્ય પ્રકારે નથી. (૧૮૪૯). આ પ્રયોગ એ અનુભવ પ્રધાન પરિણમન હોવાથી પ્રતીતિનું કારણ છે. યથાર્થ વિચારણાથી ત્યાગાદિ પ્રયોગ–પરનું પરપણું જાણીને થતો પ્રયોગ, મુક્તિસુખની પ્રતીતિ ઉપજાવે છે. જેમ જેમ પ્રયોગની સહજતા થાય છે, તેમ તેમ શ્રદ્ધા-શાનનું પ્રગાઢપણું થતું જાય છે. ભેદજ્ઞાનનો પ્રયોગ સ્વસંવેદનમાં પરિણમે છે અને તે સર્વ સિદ્ધિ–શુદ્ધિનું કારણ છે. (૧૮૫૦) | જિજ્ઞાસા : પૂર્વે થઈ ગયેલા મહાત્માઓ-તીર્થકરાદિ સર્વજ્ઞ વધુ ઉપકારી કે વર્તમાનમાં પ્રત્યક્ષ આત્મજ્ઞ પુરુષ, મુમુક્ષુને વધુ ઉપકારી ? બંન્નેની ભક્તિનો ભાવ હોય છે, તો તેમાં વધુ લાભદાયી ક્યો ભાવ ? સમાધાન : મુમુક્ષુજીવને તરવા માટેનું નિમિત્તત્વ બંન્નેના વચનોમાં સરખુ છે. તથાપિ પરોક્ષ વચનની અસર કરતા પ્રત્યક્ષ વચન સ્વરૂપ પ્રત્યેની ચેષ્ટા સહિત હોવાથી વધુ અસર કરે છે. તેથી જેને પોતાના આત્મામાં અસર થાય છે, તેને ખરી ઉપકારબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને પ્રત્યક્ષ યોગનું મહત્વ સમજાય છે. આ પ્રકારે અસરના અનુભવથી પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ સમજાવો ઘટે છે. વળી પરોક્ષ મહાપુરુષની ભક્તિ કરતા પ્રત્યક્ષ સદ્ગુરુના સાનિધ્યથી ઉપરોક્ત અસરને લીધે ભક્તિ-બહુમાનનું તારતમ્ય વધવાથી દર્શનમોહ વિશેષ પ્રમાણમાં ગળે છે. તે પણ અનુભવથી જ સમજવું ઘટે છે. (૧૮૫૧) Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ અનુભવ સંજીવની કાળલબ્ધિની યથાર્થ સમજણ, જેને કાળલબ્ધિ પાકીને પરમાર્થ સાધવામાં વીર્ષોલ્લાસ વર્તતો હોય, તેવા જીવને હોય છે. તે પહેલાં તેની સમજથી પ્રાયઃ વિપરિણામ આવે છે. અર્થાત્ જીવનો પુરુષાર્થ ઉપડતો ન હોય તેવો જીવ કાળલબ્ધિનું અવલંબન લઈ, અટકી જાય છે. આમ કાળલબ્ધિનાં અયથાર્થજ્ઞાનથી નુકસાન થાય છે. (૧૮૫૨) - કુદરતની અકળ કળા અતિ ગંભીર છે, તેમ વિચારવા યોગ્ય છે. જેની અનેક ઘટના ઉદાહરણપણે જોવા મળે છે. જેવા કે અનેક મહાત્માઓ અન્યમતમાં જન્મ પામવા છતાં મૂળ માર્ગને છેવટ પામે છે, તો કોઈ મહાન સાધક જીવ; સાધનાને ગૌણ કરે તેના નિમિત્તે – તેમના બાહ્ય પરિણમનના નિમિત્તે– શાસનને—જગતને અનુપમ ઉપકાર થઈ જાય છે. તેનું ઉદાહરણ શ્રીમદ્ વિષ્ણુકુમાર મુનિરાજ પ્રસિદ્ધ છે. જેમના વિકલ્પના નિમિત્તે સાતસો ભાવ લિંગી મુનિઓનો ઉપસર્ગ દૂર થઈ ગયો છે. બીજુ ઉદાહરણ શ્રીમદ્ ભગવત કુંદકુંદાચાર્યદેવનું છે. તેમને ધ્યાનમાં નિર્વિકલ્પતા છૂટી વિકલ્પ (?) / ભાવના થઈ, સાક્ષાત્ તીર્થંકરદેવના દર્શન અને દિવ્યધ્વનિ–શ્રવણની'; ઉત્કૃષ્ટ પુણ્યભાવનું ફળ પણ સુરતમાં જ આવ્યું. મહાવિદેહની યાત્રા થઈ, દર્શન–શ્રવણ પ્રાપ્ત થયા અને મુમુક્ષુ જગતને સમયસાર આદિ ચોરાશી પાહુડ (ભેટ)ની પ્રાપ્તિ થઈ, જેના નિમિત્તે અનેક ધર્માત્માઓની ઉત્પત્તિની પરંપરા સર્જાણી. પરોપકારી પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામી અને ૫. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવ બંન્ને યુગપુરુષો શ્રી સમયસારથી ઉપકૃત થયા છે. મહાત્માઓના વિકલ્પો હંમેશા જગતને કલ્યાણકારી થયા છે; એવા મહાન આત્માઓની સાધનાનું મહાત્મા ગાવાની શક્તિ વાણીમાં નથી. તેમની નિષ્કારણ કરુણાની સ્તુતિ પણ મોહને ગાળી નાખીને આત્મસ્વભાવને પ્રગટ કરે છે. અહો ! અહો ! (૧૮૫૩) જ્ઞાની પુરુષની ઓળખાણ થયે, જીવને યથાર્થ પ્રકારે ઉદાસીનતા અવશ્ય વર્ધમાન થાય છે. તેનાં બે કારણો છે. એક તો જ્ઞાની પુરુષનું વિરક્તપણું, જેના પ્રત્યક્ષ દર્શનની અસરથી ઉદાસીનતા વધે છે, બીજું ગુણનો પ્રેમ. ગુણવંતા જ્ઞાની પ્રત્યેના પરમ પ્રેમથી ભીંજાયેલા જીવને બીજે ક્યાંય પ્રેમ - સંસાર પ્રેમ-આવતો નથી. તેથી ઉદય પ્રત્યે સહજ ઉપેક્ષા વર્તે છે. (૧૮૫૪) / સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થામાં જીવને સ્વાનુભવ કરી શકે તેવી શક્તિ પ્રગટ છે, પરંતુ તે શક્તિને, મોહવશ પરનો અનુભવ કરવામાં ખર્ચે છે, તેથી સ્વાનુભવ કરવાની અયોગ્યતા હોય છે. મોહથી જીવ પરમાં અને રાગમાં એકત્વબુદ્ધિપૂર્વક અતિ એકપણું કરે છે, તીવ્ર રસે કરી એકાકાર ભાવે મિથ્યા અનુભવ કરે છે, પ્રગાઢતા અતિ થઈ જવાથી ભેદજ્ઞાન કરવાની શક્તિ-યોગ્યતા બીડાઈ જાય છે. તથાપિ મુક્ત થવાની અંતરની ભાવના થાય તો ભેદજ્ઞાન કરવાની યોગ્યતા કેળવી શકે Page #526 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની છે અને સ્વાનુભવ કરી શકે છે. ૮ મહામુનિઓને જિનદર્શનથી ઉપજતા સુખથી એવો સંતોષ થાય છે કે જગતના કોઈ પદાર્થની, અરે ! ઈન્દ્રના વૈભવની પણ વાંછા થતી નથી. તો અભેદ આત્મ દર્શનથી કેવું અચિંત્ય સુખામૃત પ્રાપ્ત થાય !! તે ગવેષણીય છે. તો જે જીવો જિન-દર્શન કરી માત્ર પુણ્યફળની અપેક્ષા ભાવે, તે મૂળમાર્ગથી કેટલા દૂર છે !! અને દુર્ભાગી પણ છે ! તે શોચનીય છે. (૧૮૫૬) ૪૭૧ યથાર્થ પ્રકાર–આત્મકલ્યાણના લક્ષે પ્રયોગ કરનારને તત્કાળ લાભ થાય છે. પ્રયોગ કાળે જ દર્શનમોહ મંદ થઈ કષાય રસ અંશે ગળે છે. તેથી મુમુક્ષુએ દરેક સ્તરે પ્રયોગ કર્તવ્ય છે. ભેદજ્ઞાનનો પ્રયોગ તો સ્વાનુભૂતિને પ્રગટ કરે છે. તેથી આત્મશુદ્ધિ અર્થે પ્રયોગરૂપ ઉપાય સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. અથવા એક માત્ર ઉપાય છે. જો એક લયથી પ્રયોગ થાય તો જીવને તદનુસાર પરિણતી થાય છે, જેથી ઉદયકાળે સહજ ઉદયભાવમાં મંદરસે પ્રવર્તવું થાય છે. અને તેથી પ્રયોગમાં અધિક સુગમતા રહે છે. પૂર્વની જેમ પ્રયોગ અઘરો લાગતો નથી. તેમજ આત્મ રસ રુચિ પણ વધે છે. (૧૮૫૭) - (૧૮૫૫) - – V જિજ્ઞાસા : મુમુક્ષુની ભૂમિકામાં પાત્રતાવાન જીવને જ્ઞાનની નિર્મળતા થાય છે એટલે શું? આવી નિર્મળતાનું સ્વરૂપ શું ? સમાધાન : આત્મકલ્યાણની ભાવનાથી, સ્વલક્ષે પોતે વર્તમાન યોગ્યતામાં લાગુ પડે તેવો ઉપદેશ અવધારણ કર્યો હોય તદ્અનુસાર અમલીકરણ અને પ્રયોગ થવાથી જ્ઞાનમાં નિર્મળતા આવે છે. જેથી જ્ઞાન નિજહિતરૂપ પ્રયોજન સાધવામાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય છે અને વિશેષ સૂક્ષ્મપણે પ્રયોજન સધાય છે, જ્ઞાનમાં નિજહિત સંબંધી વિવેક / સૂઝ વર્ધમાન થાય છે, જ્ઞાનની નિર્મળતા વડે પ્રયોજન સધાય તેવો દૃષ્ટિકોણ સાધ્ય થાય છે. અત્યંત / પરિપૂર્ણ નિર્મળ એવું પ્રયોજનભૂત આત્મસ્વરૂપ જે નિર્મળ જ્ઞાનમાં ભાસ્યમાન થાય, તેવી નિર્મળતાની શરૂઆત ઉપરોક્ત પ્રકારે થઈ, વૃદ્ધિગત થાય છે. આમ જ્ઞાનની નિર્મળતાથી પરમ પ્રયોજનભૂત નિજ પરમેશ્વર પદની પ્રાપ્તિ થાય છે. (૧૮૫૮) ઉપયોગ સ્વરૂપ લક્ષે સ્વસંવેદન પ્રતિ નહિ જતાં, બહાર જ્ઞેય પ્રતિ ખેંચાય છે, તેમાં લાભ– નુકસાનની બુદ્ધિ, સુખબુદ્ધિ અથવા પરમાં પોતાપણાની બુદ્ધિરૂપ વિપરીત અભિપ્રાય હોય છે. જેથી જીવને અંતર્મુખ થવામાં અવરોધ રહે છે. અંતર્મુખ થવા ઈચ્છતા મુમુક્ષુને તેથી સ્વરૂપ મહિમાપૂર્વક ઉદાસીનતા અપેક્ષિત છે. જ્ઞાનદશામાં તો પૂર્વ સંસ્કારીત અસ્થિરતાથી ઉપયોગ બહાર Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ અનુભવ સંજીવની જાય છે. તેટલો મોક્ષમાર્ગ રોધક ભાવ જ્ઞાનીઓએ સંમત કર્યો છે. પરસત્તાનું અંશે અવલંબન મોક્ષમાર્ગ નથી. તેથી નિષિદ્ધ છે. (૧૮૫૯) V જિજ્ઞાસાઃ પરિણામમાં રસ ઉત્પન્ન થાય છે, તેનું વિજ્ઞાન શું છે ? પરમાર્થે રસ કેવો હોય ? સમાધાન : રસ વિભાવ પરિણામમાં પણ હોય છે અને સ્વભાવ પરિણામમાં પણ હોય છે. વિભાવ પરિણામમાં શુભાશુભ ભાવો સાથે તીવ્ર અને મંદ એમ બે પ્રકારે પરિણમે છે, જે કર્મના અનુભાગ બંધનું નિમિત્ત છે. – આ અનાત્મરસ છે, જે તત્વદૃષ્ટિએ બંધતત્વ છે. રસનું વિજ્ઞાન સમજવા યોગ્ય છે. જ્ઞાન જે કોઈ જોયમાં લીન– એકાગ્ર થાય, તે એવું કે અન્ય ઈચ્છા ઉત્પન્ન ન થાય, - તેને રસભાવ સમજવા યોગ્ય છે. તે જ્ઞાનપૂર્વકની લીનતા છે. જીવને જેમાં રસ હોય, તેની મુખ્યતા હોય, તેની રૂચિ હોય, તેનું વજન હોય છે. પરિણામનું જેને અવલોકન હોય તેને રસ પકડાય છે. પ્રાયઃ અભિપ્રાયપૂર્વક થતા ભાવોમાં રસ ઉપજે છે અને તે જે તે પરિણામની શક્તિ છે. આત્મરસમાં આત્મ શક્તિ પ્રગટે છે. તેથી આત્મરસે કરી, આત્મામાં એકાગ્રતા થઈ, જીવ મુક્ત થાય છે. ' (૧૮૬૦) વર્તમાન વિષમકાળમાં હીન યોગ્યતાવાળા જીવોની સંખ્યા વધારે પ્રમાણમાં છે, તેથી આત્માર્થી જીવે અસત્સંગ અને અસત્પ્રસંગથી દૂર રહેવા લોક પરિચયથી દૂર રહેવું ઘટે છે. તેવા વિવેક પૂર્વકનો વૈરાગ્ય હોય તો જ નિજ હિત સાધી શકાય. તેમાં પણ જે પ્રભાવના કાર્ય જેવા ઉદયમાં પ્રવૃત્તિયોગમાં હોય, તેમણે બળવાનપણે ઉદાસીનતા સેવવી, એવું મહાપુરુષોએ સ્વ–આચરણથી બોધ્યું છે. કેમકે લોકત્યાગ વિના વૈરાગ્યનો સદ્ભાવ હોય નહિ. પ્રભાવક પુરુષની શોભા નિષ્કામતા અને વૈરાગ્યમાં છે, તે તેમના આભૂષણ છે. (૧૮૬૧) આત્માર્થીએ આ ધર્મ પામવાના ક્ષેત્રમાં પ્રવેશ ક્યા હેતુ–કારણથી ર્યો ? તે તપાસવું જરૂરી છે. કેવળ આત્મશાંતિના હેતુથી જ પ્રવેશ થયો હોય તો તે યથાર્થ છે. બીજા કોઈ કારણથી પ્રવેશ થયો હોય તો, આત્મશાંતિની પ્રાપ્તિ થવી સંભવતી નથી. આત્મશાંતિ અકષાય સ્વરૂપ છે. તેથી તેની પ્રાપ્તિની ભાવનામાં અકષાય સ્વભાવ પ્રાપ્ત થવાનો આશય ગર્ભીત છે. નહિતો સકષાયહેતુ ભાવે થયેલો પ્રવેશ અકષાય સ્વરૂપ ધર્મ પામવા સફળ થતો નથી, જેમકે પ્રતિકૂળતાના દુઃખ નિમિત્તે પ્રવેશ થયેલો, અનુકૂળતા થતાં અટકવાનું કારણ થાય છે, અહીં આશય ફેર હોવાથી પારમાર્થિક આશયનું ગ્રહણ થવું બનતું નથી. તેવી રીતે કોઈ પ્રકારના રાગ-દ્વેષથી પ્રવેશ થયો હોય તો તે સફળ થાય નહિ. (૧૮૬૨) Page #528 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૭૩ સ્વરૂપમાં આસ્તિક્ય ભાવ કેળવવા અર્થે પ્રયોગકાળે નિજસ્વરૂપની અસંગતા, શુદ્ધતા, વારંવાર જોવી, તેમાં પણ ઉદયભાવો સમયે જે તે ઉદયભાવો વિરૂદ્ધ સ્વભાવભાવોનું લક્ષ થવું ઘટે. જેમકે તન્મયતા પોતાપણું થતાં અસંગતાને લક્ષમાં લેવી, ઉપાધિ કાળે નિરૂપાધિકપણું, વિકાર સામે નિર્વિકારપણું, પર અવલંબન-આધાર સામે નિરાવલંબનપણું, અપેક્ષાભાવ સામે નિરપેક્ષતા, અશાંતિ સામે પરમશાંત સ્વભાવ, વિકલ્પ સામે નિર્વિકલ્પ સ્વભાવ આદિ પ્રકારે અભેદ એકરૂપ દ્રવ્યમાં અહંભાવ થતાં સ્વરૂપમાં આસ્તિકય દઢ થાય. (૧૮૬૩) Vનિજ વિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય એવા સત્સંગયોગે જીવનો પુરુષાર્થ ઉપડતો નથી, તે શિથિલતાનો પ્રકાર છે. તેને માત્ર શિથિલતા સમજી, હળવો દોષ સમજી નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું – થોડા સમય માટે પણ નિર્ભય કે ઉપેક્ષિત થવું તે જીવની અતિશય નિર્બળતા છે, અવિવેકતા છે, ટાળવામાં ઘણો પુરુષાર્થ માગે એવો બળવાન મોહ છે, અને વર્તમાન સ્થિતિ બહુ હાનિકારક નથી – એવી ભ્રાંતિ છે. બહુભાગ મુમુક્ષુની આ પ્રકારની દશા છે, તેવા જીવોને માટે કૃપાળુદેવનું આ મહત્વનું માર્ગદર્શન છે; જે જરાપણ ગૌણ કરવા યોગ્ય નથી. (૧૮૬૪) - શાશ્વત નિજ સ્વરૂપની પ્રતીતિ જેને રહે, તેને જીવન અને મરણ સમાન હોય છે, દેહના સંયોગ – વિયોગનો હર્ષ–શોક થતો નથી, બંન્ને જ્ઞાનનું જ્ઞેય થાય છે. જેને જીવન-મરણમાં સામ્યપણું છે, તેને બીજા સર્વ પ્રકારના સંયોગ–વિયોગરૂપ ઉદય-પ્રસંગમાં વિષમભાવ થતા નથી. તેમજ શાશ્વત સ્વરૂપનાં અવલંબનથી અન્ય દ્રવ્યની આધારબુદ્ધિનો નાશ થાય છે. અને ચિંતા, શંકા, ભયના કારણે આકુળતા થાય, તેની ઉત્પત્તિ થતી નથી. સર્વ પ્રકારના ભયનો અભાવ થાય છે, ધ્રુવ તત્વની હૂંફે દીનતા થતી નથી. જીવને પર્યાયબુદ્ધિરૂપ મિથ્યાત્વનો નાશ, નિજ શાશ્વત પદના અવલંબન સિવાઈ અન્ય પ્રકારે થતો નથી. સ્વરૂપના અનંત સામર્થ્યનો સ્વીકાર ધ્રુવત્વને સ્વીકારવાથી આવે છે. આ એક ગંભીર વિષય સમજવા યોગ્ય છે. (૧૮૬૫) માર્ચ - ૧૯૯૯ જ્ઞાનીપુરુષનો માર્ગ મોહનો નાશ કરવાનો છે, તે વિષયના તે અનુભવી છે. મોહથી જ સંસાર છે. જે જીવ મોહ ભાવને સમજી શકતો નથી. તે અન્યથા ઉપાયમાં લાગે છે. પ્રાયઃ સંપ્રદાયો તેમ અન્યથા ચાલે છે. મોહને લીધે પદાર્થનું સ્વરૂપ ઈષ્ટ-અનિષ્ટ ભાસે છે અથવા પોતાના નહિ એવા અન્ય પદાર્થમાં પોતાપણું થાય છે અને તેમાંથી અસંખ્ય પ્રકારના દોષ પાંગરે છે. દોષના ફળમાં દુઃખની ઉત્પત્તિ છે. (૧૮૬૬) Page #529 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની /જિજ્ઞાસા : પ્રમાદ અને અધીરજ કર્તવ્ય નથી. ધીરજથી સ્વકાર્ય કરવું તો મુમુક્ષુની ભૂમિકામાં પ્રમાદનું લક્ષણ અને ધીરજનું સ્વરૂપ શું ? સમાધાન : સ્વકાર્યની રુચિની મંદતાને લીધે શિથિલતા આવે છે. જેથી મંદકષાયની પ્રવૃત્તિશાસ્ત્રોનું વાંચન, પૂજા-ભક્તિમાં સમય વ્યતીત થાય છે, વર્તમાન સ્થિતિનો ઊંડે ઊંડે સંતોષ પણ લેવાતો હોય છે. તેથી વિકલ્પમાં દુઃખ લાગતુ નથી.આ જીવનો પ્રમાદ છે. કોઈ જીવ ભાવુકતામાં આવી બહારમાં ત્યાગ વગેરે કરે છે, તો કોઈ હઠથી કરે છે. પોતાની દશા—શક્તિનું માપ સમજયા વિના ઉતાવળે પ્રાપ્ત કરવાની રીતને અધીરજ કહે છે. તેમાં પરિપકવતાનો અભાવ હોય છે. જે જીવ પોતાની શક્તિ અનુસાર, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિવેક કરી, પૂરી દરકારથી યથાર્થ વિધિ ક્રમથી પુરુષાર્થને યોજે છે, તે પરિપકવતાપૂર્વક યથાર્થ અને દઢ નિર્ણયપૂર્વક આગળ વધી નિશ્ચિતપણે સફળતાને પ્રાપ્ત કરે છે. ધીરજના પર્યાયમાં ખંત હોય છે, છતાં ધૈર્ય, વિવેકને કારણે હોય છે. (૧૮૬૭) ૪૭૪ - તેવો ઉપદેશ છે. મનોજય યથાર્થપણે ભેદજ્ઞાન વડે થાય છે. ભેદજ્ઞાનના અભ્યાસ વિના ઈચ્છાઓ–ભાવેન્દ્રિયનું જીતવું થતું નથી. ભેદજ્ઞાનથી નિરીક્ષિક એવી ચૈતન્ય શક્તિની પ્રતીતિ આવે છે. જેના અવલંબને સમ્યક્ પ્રકારે ઈચ્છાઓનો સહજ અભાવ થાય છે. આ સિવાઈ ઈચ્છાઓની અગ્નિ શાંત કરવાનો વિશ્વમાં કોઈ ઉપાય જ નથી. (૧૮૬૮) જો જીવ પાત્ર થઈને, સ્વયમેવ અનુભવમાં આવતા' પોતાના ચૈતન્ય સ્વરૂપના અસંગપણાને દેખે તો ઈન્દ્રિયના વિષયભૂત પદાર્થથી ભિન્ન નિજસત્તાનું અવલંબન આવે છે. આ પ્રકારે ભેદજ્ઞાનપૂર્વક આસક્તિ સમ્યક્ પ્રકારે મટે છે અને જિતેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. (૧૮૬૯) - જિજ્ઞાસા : આત્મસ્વભાવ શક્તિરૂપે છે, તેની ભાવના અથવા સ્મરણ કેવી રીતે કરવું ? જેથી સ્વભાવ આવિર્ભૂત થાય ? સમાધાન શક્તિને—શક્તિવાનને વ્યક્તરૂપે ભાવતાં પર્યાયમાં તે વ્યક્ત-પ્રગટ થાય છે. અંતરંગમાં નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી આત્મા પ્રત્યક્ષ પ્રકાશમાન છે. આવરણ પર્યાયમાં પર્યાયને હોય છે. સ્વરૂપને આવરણ–નિરાવરણની અપેક્ષા નથી, સ્વરૂપ તો જેવું છે તેવું સદાય છે, સ્વરૂપ પ્રત્યક્ષતા જ્ઞાનમાં પ્રતિભાસવાથી પુરુષાર્થમાં ઉગ્રતા થઈ સ્વભાવ ભાવનો આવિભાર્વ થાય છે. (૧૮૭૦) દેહાદિ પરદ્રવ્ય અને રાગાદિ પરભાવોની ભિન્નતા તત્વજ્ઞાનના અભ્યાસથી જીવને જાણવા Page #530 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૭૫ મળે છે. યથાર્થ પારમાર્થિક દૃષ્ટિકોણના અભાવમાં જીવને પર પ્રત્યેનો રસ જો ચાલુ રહે છે, તો પરમાં ઉદાસીનતા આવતી નથી અને પરનું એકત્વ મટતુ નથી. જો ‘નિજરસ'થી ભિન્નતા જાણે તો સહજ ઉદાસીનતાને પ્રાપ્ત થઈ, આત્મરસ વૃદ્ધિગત થઈ સ્વરૂપમાં એકત્વ થાય તેથી હિત સધાવાનો કે નહિ સધાવાનો આધાર જ્ઞાન ઉપરાંત રસ ઉપર આધારીત છે. તત્વના અભ્યાસી જીવને આ સમજવું પ્રયોજનભૂત છે. (૧૮૭૧) જ્ઞાનીને રાગરસ રહિત, ઉદાસીનપણે સંસાર પ્રવૃત્તિ હોય છે, પ્રવૃત્તિથી નિવૃત થઈ સર્વસંગ પરિત્યાગની ભાવના હોવાથી, સંસારી જીવોના સંગમાં વ્યવહાર નિભાવતાં, સંગવાસીઓને જ્ઞાનીનું નીરસ વર્તન ગમતું નથી. પ્રારબ્ધયોગ અને સંપૂર્ણ વીતરાગતાનો અભાવ, અન્ય જીવો પ્રત્યે અનુકંપા છતાં અંતર્મુખનો પુરુષાર્થ બધુ સાથે હોય છે. પ્રારબ્ધયોગે સાથે રહેનાર જ્ઞાનીને પોતા સમાન જાણી અનેક અપેક્ષાઓ રાખે છે. જે નહિ પોસાવાથી ક્લેશ ઉત્પન્ન થવાનાં અનેક પ્રસંગો બને છે, તેવા પ્રસંગમાં ઉદયથી ભિન્ન રહી આત્મિક પુરુષાર્થમાં વૃદ્ધિ કરવી, તે જ્ઞાનીની ગુપ્ત આચરણા છે. જે(જ્ઞાનીનું) અંતર ચારિત્ર્ય વંદનીય છે. અહો ! જ્ઞાનીનું પારમાર્થિક ગાંભીર્ય !! અહો ! અહો ! (૧૮૭૨) જ્ઞાન સર્વ અન્ય દ્રવ્ય—ભાવથી સર્વથા ભિન્ન છે, એવી જે ભિન્નતા છે, તે સ્વયંની પૂર્ણ અને બેહદ શુદ્ધતાને પ્રસિદ્ધ કરે છે. આ પ્રકારે પ્રથમ ન્યાય, આગમ અને યુક્તિથી સમજાય છે, પરંતુ તે સમજણ અનુભવથી સ્પર્શીને પરિપકવ થવી ઘટે છે. તેની વિધિ પારમાર્થિક છે. તે આ પ્રમાણે જ્ઞાનની ઉત્પત્તિ, જ્ઞેય નિરપેક્ષ, સ્વયમેવ થઈ રહી છે, તેને અંતરંગમાં જોતાં તે સમજાય છે. જ્ઞાન પોતાને પોતામાં જુએ તો સ્પષ્ટ અનુભવાય છે કે કોઈની પણ સહાય વિના જ્ઞાન થઈ રહ્યું છે. એવું જ્ઞાનનું સ્વતંત્ર પણે સદાય થવું એવો જે અનુભવ, તે સ્વયંની સંપૂર્ણ ભિન્નતા અને શુદ્ધતાના અનંત સામર્થ્યની પ્રતીતિ ઉપજાવે છે. આમ પ્રતીતિ સહિતનું જ્ઞાન તે જ યથાર્થ જ્ઞાન છે કે જે સુખનું કારણ છે અથવા પ્રયોજનનું સાધક છે. (૧૮૭૩) - - * પરિણામની ભૂમિકા જેટલી નબળી હોય છે, તેટલુ કાર્ય સધાવું અસુગમ વિટંબણારૂપ હોય છે. તે દૃષ્ટિકોણથી પરિણામોની ઉત્તરો ઉત્તર શ્રેણી વિચારવા યોગ્ય છે. જેમકે જે જીવને ઘણો સંસાર – રસ હોય અથવા વિપરીત બળવાન અભિનિવેશ (અભિપ્રાય) હોય, તેને ઘણો ક્ષયોપશમ હોવા છતાં, તત્વજ્ઞાન સમજવામાં ઘણો પરિશ્રમ અને સમય લાગે છે. પરંતુ જે જીવને ભલે ક્ષયોપશમ ઓછો હોય, પરંતુ સરળમતિ હોય તો તત્વ સમજવું સુગમ પડે છે. તેમાં પણ ઉલ્લાસિત વીર્યવાનને તત્વ પામવું સુગમ છે, જે હીનવીર્ય જીવ છે તેને કાર્ય અઘરું લાગે છે, અથવા આત્મરુચીએ સહેલું - Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ અનુભવ સંજીવની અને અરુચિવાળાને અઘરું લાગે છે. તે જ પ્રમાણે જેને પુરુષાર્થ ધર્મ ઉગ્ર હોય તે માર્ગને સુગમપણે સહજ સાધે છે, મંદ પુરુષાર્થ હોય તો આગળ વધવામાં પ્રસ્વેદ ઉત્પન્ન થાય છે દરેક ભૂમિકા (ગુણસ્થાન) ના સાધકને લાગુ પડે છે. આ નિયમ (૧૮૭૪) આત્મા જ્ઞાન જ્યોત છે. જ્ઞાન વેદન સ્વરૂપે સદાય પ્રગટ છે. પરંતુ વિભાવ રસથી આચ્છાદિત થયેલ છે. ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય તેમ, તથાપિ અગ્નિ વિના ધુમાડો નથી. તેમ વિચારવાન આત્માની હયાતીને સમજે છે. જ્ઞાનીપુરુષ સૌ પ્રથમ વિભાવરસને યથાર્થ પ્રકારે ગાળવાનો ઉપાય દર્શાવે છે. તેવી પારમાર્થિક યોજના જે યોજે તે પરમાર્થ જ્ઞાની છે – વિભાવરસ / રાગરસ યથાર્થ પ્રકારે મંદ પડવાથી મોહ મંદ પડે છે જેથી મોહનો અભાવ થવાનો અવકાશ થાય છે. મોહમંદ પડવાથી જ્ઞાનજ્યોતિ અવભાસે છે અને અભાવ થવાથી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. કેમકે પોતે અનુભૂતિ સ્વરૂપ છે. (૧૮૭૫) પરમાર્થ પ્રયોજન વિરુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ અથવા સમજ તે એકાંત છે. તેમ (એકાંત) થવાથી વિપર્યાસ થાય છે. વજન અને મુખ્યતા એવા પ્રકારે રહે છે કે જેથી સાધના-સ્વાનુભવ માટે જીવ અસમર્થ હોય છે. જેમકે `જ્ઞાન પરને જાણતુ નથી' તેવો એકાંત ગ્રહણ કરતાં જ્ઞાનના જાણવાના સામર્થ્યનો અભાવ માનવાનો પ્રસંગ છે, શ્રદ્ધામાં જ્ઞાનની નિર્મળતાનો અસ્વીકાર થાય છે, કે જે નિર્મળતા સ્વચ્છતા પૂર્ણ થતાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે. તથાપિ પરજ્ઞેયને ગૌણ કરી, જ્ઞાનવેદનને આવિર્ભૂત થવા અર્થે તે જ વચનનું સાર્થકપણું પણ છે, સમ્યક્પણું પણ છે. આમ એક જ કથનના અનેક(સમ્યક્ કે મિથ્યા) અર્થો ભાવો થાય છે. જો જીવનું લક્ષ એકમાત્ર આત્મકલ્યાણનું હોય તો ‘અનર્થ’ થતો નથી. નહિ તો અનર્થ થાય છે. (૧૮૭૬) જ્ઞાનદશામાં ઉદયની ગૌણતા વર્તે છે. કારણકે ઉદય સ્વપ્નવત્ લાગે છે, વળી જે તે ઉદયનો સ્વરૂપમાં અભાવ લાગે છે, તેથી પણ તેની ગૌણતા થવી સ્વભાવિક છે. અને જ્યાં ઉદય ગૌણ થયો ત્યાં પ્રતિબદ્ધતા કોની સાથે ? જીવ ઉદયમાં અજ્ઞાનભાવે સર્વસ્વ માનતા બંધાય છે. જ્ઞાની – અજ્ઞાનીને આવું સહજ છે. તેમ જાણી મુમુક્ષુજીવે યથાર્થ પ્રકારે ઉદયને ગૌણ કરવાનો પ્રયાસ કર્તવ્ય છે, જેથી અનેક પ્રકારના દોષથી સહજ બચી શકાશે. (૧૮૭૭) * / આત્મકલ્યાણનો ઉપાય કોને કઠણ લાગે છે કે જેને સંસારમાં મોહ વધુ હોય છે તેને. પણ જેને આત્મકલ્યાણ અને તેથી પૂર્ણ સર્વ અનંતકાળ પર્યંતનું સુખ પ્રાપ્ત થવાનું મૂલ્યાંકન થાય છે તેને અંતરમાંથી સ્વકાર્યનો ઉત્સાહ આવે છે. જેથી કઠણ લાગતું નથી. (૧૮૭૮) Page #532 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૭૭ હવે પછીના બોલ પૂ. ભાઈશ્રીની પાછળથી જૂની નોટબુક મળેલ તેને સળંગ નંબર આપી આગળ પ્રકાશિત કરેલ છે. જેમાંના કોઈ-કોઈ બોલનું પાછળથી લખાયેલી ડાયરીઓમાં પુનરાવર્તન થયેલ છે.) સંવત - ૨૦૧૨ " બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય તો ચિંતા સહજ કરવી” “શ્રીમજી (૧૮૭૯) ઈ શાસ્ત્ર શ્રવણ અને વીતરાગ વચનામૃતનું પરિણમન થાય તો ભાવશ્રુત નહિ તો દ્રવ્યશ્રુતજેનો કોઈ અર્થ નથી (નિરર્થક). મુમુક્ષુ જીવે પોતાનું યોગ્યપણું થાય તેની વિચારણા કરવી જેનું મુખ્ય સાધન આત્મલક્ષ (સ્વ-લક્ષી પૂર્વક સત્સંગ. (૧૮૮૦) Vજીવે મહાપુરુષની વાણી–સશાસ્ત્રો–ઘણીવાર ઘણાં વાંચ્યા છે. તે શાસ્ત્રોથી બતાવાયેલ માર્ગ સત્ય છે. પણ તેની સમજણ અત્યાર સુધીની અસત્ (મિથ્યા) છે. અને તેથી પરિભ્રમણ અટક્યું નથી. ગુરુગમે તે સમજાય તો જરૂર ભવભ્રમણ અટકે એ નિઃસંશય છે. પ્રથમની મિથ્યા સમજણ (કલ્પના) ભૂલી, “સત્ એવા ગુરુ પાસેથી ‘સનું શ્રવણ થાય, તો જ ભવ-અંત છે. નહિ તો નહીં. (૧૮૮૧) “'સમાધિમરણ સમાધિ જીવનને લઈને જ હોય છે. જે સમાધિ જીવન જીવે તે સમાધિ મરણ પામે, અન્ય નહિ અને સમાધિ મરણ જેનું થાય, તેને ફરી સમાધિ જીવન પ્રાપ્ત થાય છે. તે નિઃશંક છે. બાકી તો ક્ષણે ક્ષણે અત્યંત ભયંકર ભાવ મરણ જ છે. ' (૧૮૮૨) - પુણ્ય અને પાપ સંબંધી વિચાર :- આત્મજ્ઞાન વિના પુણ્ય પણ પાપનો હેતુ બને છે, જેમકે પુણ્ય ભાવના ફળમાં લૌકિક સુખ-સાધનનો યોગ થતાં તેની પ્રીતિ થઈ પાપ જ બંધાય છે જ્ઞાની કદી લૌકિક સુખની આશા કરતો નથી – પૂર્વ પુણ્યના યોગે – ઉદય પ્રત્યે ઉદાસીન છે, પૂર્વ પાપના ઉદયમાં ખેદ નહિ કરતાં, પુરુષાર્થ વધારે છે. (૧૮૮૩) માયા ભાવની પ્રબળતાનો વિચાર પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે, આત્માને પ્રતિબંધક થવામાં આ પ્રબળ કારણ છે, તેમ જાણી સરળતા - મન, વચન, કાયા દ્વારા સર્વ વ્યવહારમાં કર્તવ્ય છે, મિથ્યાત્વ માયાનું સ્વરૂપ પ્રકૃતિ) છે, તે જવામાં સરળપણું પ્રધાન સાધન છે. (૧૮૮૪). Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ અનુભવ સંજીવની આ જ્યોતિષ આદિ કલ્પિત વિષયો ત્યાગવા યોગ્ય છે. તેમાં રસ લેવાથી દેહાત્મબુદ્ધિ વધે છે, આત્માર્થીને દેહની ચિંતા હોય નહિ. (૧૮૮૫) V શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે, બને ત્યાં સુધી મત મતાંતરનું લક્ષ છોડવું – શ્રીમજી. (૧૮૮૬) ? “ઉદયને અબંધ પરિણામે વેદાય તો જ ઉત્તમ છે.” – શ્રીમદ્જી (૧૮૮૭ “અનંતકાળથી સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ સાધારણ થઈ ગયો છે, દીર્ઘકાળ સુધી ' સત્સંગમાં રહી બોધ ભૂમિકાસેવન થવાથી અન્યભાવની સાધારણતા અને સ્વરૂપનું વિસ્મરણ ટળે છે તે નિસંદેહ છે." - શ્રીમદ્જી. (૧૮૮૮) / “કોઈપણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો, એમ કરવું અથવા થવું એ જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે.” – શ્રીમદ્જી. (૧૮૮૯) પાત્રજીવને સ્વ-સ્વરૂપ નહિ હોવા છતાં, સ્વપણું જેમાં (જે સંયોગોમાં રહે છે, તેમાં ગભરાટ • ઉત્પન્ન થાય છે. (૧૮૯૦) ઈ જીવ કદી જડનું કાર્ય કરી શકે નહિ, તેમ જડ જીવનું કરી શકે નહિ, તેમ બને મળીને એક કાર્ય કરી શકે નહિ, તેમજ બન્ને પ્રકારના પરિણામ તે પૈકી એક દ્રવ્યથી હોઈ શકે નહિ, જડ જડમાં અને ચેતન ચેતનમાં જ પરિણમે, આ વાત “યથાર્થપણે સમજવા યોગ્ય છે, અને અનુભવરૂપ કરવા યોગ્ય છે. જેથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય, જેનું ફળ સિદ્ધદશા છે. (૧૮૯૧) આ લોકની રચના એવી છે કે, તેમાં સત્યનું ભાન થવું પરમ વિકટ છે, બધી રચના • અસત્યનો આગ્રહ કરાવે તેવી છે. - શ્રીમજી. (૧૮૯૨) / ભેદજ્ઞાનનો પ્રયોગ :- જીવને પૂર્વકર્મના ઉદય અનુસાર ક્ષણે ક્ષણે શુભ કે અશુભ પ્રસંગ હોય છે, તે શુભાશુભ કર્મોદયથી હું – આત્મા – જુદો છું. જડ ઉદયની ક્રિયા ચૈતન્યને સ્પર્શતી નથી, તેમ સમભાવથી “સ્વને વેદવું –ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અભ્યાસવા. (આ અભ્યાસમાં અંતર્મુખનો પ્રયત્ન છે). યોગ્ય છે, જેથી જ્ઞાન કેળવાય. આજ એક સન્માર્ગ છે. જે “સત્સંગથી Page #534 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની - સુગમ થાય છે. (૧૮૯૩) ? (સ્વમાં) અનઅવકાશપણે આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના, અન્ય સર્વ ક્લેશરૂપ છે શ્રીમદ્ભુ. (૧૮૯૪) આત્માપણે આત્માવર્તે તે જ લક્ષ છે શ્રીમદ્ભુ. V જાગૃતિ :– જ્ઞાનીઓ સ્વરૂપમાં સતત જાગૃત છે, આત્માર્થી જીવને પણ પ્રથમ જાગૃતિ આવે છે, પછી જ્ઞાન દશા થાય છે, “હું જ્ઞાનમાત્ર છું” તેવા ભાવની સાવધાની તે જાગૃતિ છે, જેથી અન્યભાવ સહજ રોકાય અને ગુણ પ્રગટવાનો અવકાશ થાય. જીવને ઉપરોક્ત જાગૃતિ ન રહી તો, સન્માર્ગને અનુકૂળ જે કાંઈ યોગ બન્યો તે વૃથા છે, બધુ પ્રમાદમય છે, કાળ ગુમાય જાય છે. (૧૮૯૬) ૪૭૯ - (૧૮૯૫) જે કુળને વિષે જન્મ થયો છે. અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ મમત્વ કરે છે અને તેમાં નિમગ્ન (ઓતપ્રોત) રહ્યા કરે છે. (જે પરિભ્રમણનું કારણ છે)– શ્રીમદ્જી. (૧૮૯૭) * જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વ ઉપાર્જિત કર્મના કારણથી છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. માટે (બીજાથી) જ્ઞાનીનું પ્રારબ્ધ જુદુ પડે છે. (વર્તમાનમાં) જ્ઞાનીને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ (ઉદય હોવા) છતાં જ્ઞાનદશા હોય છે, જે ઘણું કરીને જીવોને અંદેશાનો હેતુ થાય છે. તથાપિ યોગ્યતા વશાત્ તે દશા કોઈ સ્પષ્ટ જાણવામાં આવે તો તે પ્રવૃત્તિરૂપ ઉદય તેને અંદેશાનો હેતુ થતો નથી (ઉપકારનું નિમિત્ત થાય છે.) શ્રીમદ્ભુ. (૧૮૯૮) * મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે અનંતકાળથી અભ્યાસેલો એવો સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે. – શ્રીમદ્ભુ. (૧૮૯૯) - * મુમુક્ષુજીવ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો સર્વ વ્યવહારમાં અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહિતો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. શ્રીમદ્ભુ. (૧૯૦૦) Page #535 -------------------------------------------------------------------------- ________________ ४८० અનુભવ સંજીવની આરંભ અને પરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમમાં કાળરૂપ છે. આરંભ-પરિગ્રહના કારણે વૈરાગ્ય ઉપશમ થઈ શકતા-હોઈ શકતા નથી. અને હોય તો ક્રમે કરીને નાશ પામે છે. વૈરાગ્ય અને ઉપશમ એ જ્ઞાનના બીજભૂત હોઈ, તેમાં સ્થિત થયેલો જીવ આગળ વધી શકે છે. સિદ્ધાંત જ્ઞાન તે જીવમાં પરિણમે છે. તેથી વૈરાગ્ય અને ઉપશમ જ્ઞાની પુરુષે ઠામ ઠામ ઉપદેશ્યા છે તે યથાર્થ છે. (આખા સંસારને નિર્મુલ્ય જાણી તે અંગેનો રસ, ઘટી જવો તે વેરાગ્ય ઉપશમ છે.) (૧૯૦૧) જ્ઞાની પુરુષની ઉદયમાં આવેલી ભોગપ્રવૃત્તિ પણ પૂર્વ-પશ્ચાત પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. - શ્રીમજી. (૧૯૦૨) - જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું હોય, સ્થિરતા હોય, તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચાર યથાયોગ્ય . થઈ શકે છે. – શ્રીમદ્જી . (૧૯૦૩) જે સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, – શ્રીમદ્જી. (૧૯૦૪). શુદ્ધ-આત્મસ્થિતિનાં – પારમાર્થિક શ્રત અને ઈન્દ્રિય જય – (વૃત્તિજય) – બે મુખ્ય અવલંબન છે, સુદઢપણે ઉપાસતાં તે સિદ્ધ થાય છે. નિરાશા વખતે મહાત્માપુરુષોનું અદ્ભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન, પરમતત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે. – શ્રીમજી (૧૯૦૫) પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં ન્યૂનતા રાખી નથી. તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી, એજ અતિશય ખેદકારક છે. તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી સુશીલ સહિત સુશ્રુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. – શ્રીમદ્જી. (૧૯૦૬) - આત્માના સહજસુખનો અનુભવ – સ્વસંવેદન – આસ્વાદ જ જીવની વિષયસુખની તૃષ્ણાના રોગને શાંત કરે છે. (૧૯૦૭) ચળપદાર્થોની પ્રતીતિ ઉપયોગને નિરંતર ચળરૂપ કરે છે. પણ એક રૂપ રહેવા દેતી નથી. અચળપદાર્થની સપ્રિતીતિ ઉપયોગને અચળ કરી વાસ્તવિક શાંતતાનો અનુભવ પમાડે છે. પ્રતીતિ અન્યથા હોવાથી જ્ઞાન (દશા) પણ નિરંતર ચિત્ર વિચિત્ર પ્રકારે ભમ્યા કરે છે. અર્થાત્ સ્વ ઉપયોગને Page #536 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૮૧ અશાંતિ અને દુઃખનો જ અનુભવ કરાવે છે. પ્રતીતિ તેવું જ્ઞાન અને જ્ઞાન તેવું ચરણ (પ્રવૃતિ) એ પ્રતીતિને સમ્યફ થવાનો ઉપાય પણ જ્ઞાન આરાધનાનું સમ્યક પ્રકારે આરાધન છે. અવિનાશી પરમ નિઃશ્રેયસ પદના અભિલાષી જીવોને યોગ્ય છે કે – તેઓ સતત જ્ઞાન આરાધનાને રૂડા પ્રકારે આરાધે, કારણ જ્ઞાન એ જ જીવનો વાસ્તવિક મૂળ સ્વભાવ છે.-“આત્માનુશાસન" (૧૯૦૮). 'આત્માનો વાસ્તવ્ય વિશ્વાસ અને અનુભવ આત્માના પરિચયી થયે જ થાય છે.– “આત્માનુશાસન" (૧૯૦૯) સંવત-૨૦૧૩ V સત્સંગ અફળવાન થવાનાં કારણોમાં મિથ્યાઆગ્રહ સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયાદિની ઉપેક્ષા ન કરી હોય તો સત્સંગ ફળવાન થાય નહિ, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વભક્તિ નો જેટલે અંશે અભાવ તેટલું સત્સંગનું અફળપણું થાય છે. (ભાવાર્થ ૧૩૬) – શ્રીમદ્જી. (૧૯૧૦) ? મન શંકાશીલ થાય ત્યારે દ્રવ્યાનુયોગ વિચારવો. મન પ્રમાદી થાય ત્યારે ચરણાનુયોગ વિચારવો. મન કષાયી થાય ત્યારે ધર્મકથાનુયોગ વિચારવો. મન જડ થાય ત્યારે કરણાનુયોગ વિચારવો. (૧૯૧૧) - જેને વસ્તુનું સ્વભાવ જ્ઞાન છે, તેને મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રિડા વિલાસને નિરીક્ષણ કરતાં, અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વૈરાગ્ય છૂટે છે; ધન્ય છે તેને–નમસ્કાર છે તેને !! (૧૯૧૨) પરમાત્માને આત્માના પરમસ્વરૂપને ધાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન સપુરુષોના ચરણકમળની વિનયોપાસના વિના થઈ શકતું નથી . એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. – શ્રીમદ્જી. ભાવાર્થ પરમાત્મપદરૂપી ધ્યેયની સફળતાના ઉપાય માટે તે પદનું અપૂર્વમહિમા પૂર્વક ધ્યાવન થવું તે છે, અને તે માટે સત્પરુષોનાં વચનો (ચરણકમળ)ને યથાર્થ પણે ગ્રહણ કરવાં એટલે હૃદયમાં ધારણ કરવાં તે વિનય અને ઉપાસના છે, તે સંબંધીનું આવું ક્રમબદ્ધ (પદ્ધતિસર– Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ અનુભવ સંજીવની સુવ્યવસ્થિત) માર્ગદર્શન નિગ્રંથ પ્રવચનમાં રહેલું છે. (૧૯૧૩) આત્મા જે પદાર્થને શ્રી તીર્થકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે જીવને પરમાર્થ (નિશ્ચય) સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે, એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિ સમ્યકત્વ છે, તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય, એમ શ્રી જિન કહે છે. - શ્રીમદ્જી. સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહિ, ચિંતામાં સમતા રહે તો તે આત્મ ચિંતન જેવી છે. – શ્રીમદ્જી. ભાવાર્થ :– “ચિંતામાં સમતા” લૌકિક પ્રકારે નહિ, પરંતુ સ્વરૂપ લક્ષ, ચિંતાનો વિષય છે જે, તેની સાથે સ્વરૂપનો અત્યંત અભાવ જાણી તેથી વિરક્તતા અનુભવવી- તે પ્રકારે સમતા આત્મ ચિંતન જેવી છે. (૧૯૧૫) અનેકાંત, વસ્તુને પરથી અસંગ બતાવે છે. સ્વ-રૂપના અસગપણાની સ્વતંત્ર શ્રદ્ધા, તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે. અનેકાન્ત વસ્તુને સ્વપણે સ’ બતાવે છે. સતુને અન્ય સામગ્રીની જરૂર નથી, પોતાનો નિર્ણય સત્ પ્રકાશવા માટે પર્યાપ્ત છે. (૧૯૧૬) જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે, તે ઈશ્વરપણું છે, જેમાં જ્ઞાનાદિ ઐશ્વર્ય છે, તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે, જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્માભણી દષ્ટિ થાય છે ત્યારે જ સર્વજ્ઞતા આદિ એશ્વર્ય આત્મામાં જણાય છે. ત્યારે આત્માનો ખરેખર મહિમા ધ્યેયરૂપ પરમાત્મ સ્વરૂપની દૃષ્ટિ. જ્ઞાન થાય અને સહજ સ્વરૂપ જ્ઞાનાનંદ ચૈતન્ય મૂર્તિને વારંવાર અવલંબી સ્થિર થઈ શુદ્ધતાને પામે. (૧૯૧૭). ક અહો ! મહાન સંત મુનિશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવના અમૃત વહેતા મુક્યા છે. આચાર્ય દેવો ધર્મના સ્થંભ છે. જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે. સાધક દશામાં સ્વરૂપની શાંતિ વેદતાં પરિષહોને જીતીને પરમ સત્યને જીવંત રાખ્યું છે. આચાર્યદેવનાં કથનમાં કેવળજ્ઞાનનાં ભણકાર વાગી રહ્યાં છે. આવી મહાન શાસ્ત્રોની રચના કરીને આચાર્યોએ ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. રચના તો જુઓ ! પદે પદે કેટલું ગંભીર રહસ્ય Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ અનુભવ સંજીવની છે ! આ તો સત્યની જાહેરાત છે, આના સંસ્કાર અપૂર્વ ચીજ છે. અને આ સમજણ તો મુક્તિને વરવાના શ્રીફળ છે. સમજે તેનો મોક્ષ જ છે.–પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી (૧૯૧૮) - આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાત નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. – શ્રીમજી (૧૯૧૯) સ્વભાવ સન્મુખતા, તથા તેની દઢ ઈચ્છા પણ તે દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદને ટાળે છે. – શ્રીમદ્જી . (૧૯૨૦), Vપ્રથમ શ્રદ્ધા કરે કે નયપક્ષના વિકલ્પ રહિત મારું સહજ સ્વરૂપ એકાકાર છે, એમ નિશંક થાય પછી વિકલ્પ હોય, તો પણ તે આગળ જવાનો છે, વિકલ્પ તોડશે અને સ્વભાવમાં જશે. – પૂ. ગુરુદેવશ્રી. '(૧૯૨૧) ઉક્ત (સર્વ જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ પરમાત્મ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. તેમજ સહજજ્ઞાન, પારિણામિકભાવરૂપ સ્વભાવને લીધે, ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, સહજ જ્ઞાન સિવાઈ બીજું કાંઈ ઉપાદેય નથી. –નિયમસાર ગાથા-૧૨. (૧૯૨૨) Vસંસારનાં કારણોથી આત્માનું ગોપન કરવું તે ગુપ્તિ છે. (૧૯૨૩) Vગુપ્તપાપથી માયા હોય છે, યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ તે લોભ છે. - નિયમસાર. (૧૯૨૪) V એક સમયમાં હું ચિદાનંદ પરિપૂર્ણ છું એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. આવી પ્રતીતિ થયા પછી અલ્પરાગ રહે તે પરનાં પડખે જાય છે. -પૂ. ગુરુદેવશ્રી. (૧૯૨૫) હે જીવ ! લૌકિક સંગ્રામની રુચી છોડી, ભાવ સંગ્રામને સંભાળ !! (૧૯૨૬) જ્ઞાન સિવાઈ અન્યભાવમાં હું પણું સ્વીકારવું તે અજ્ઞાન ચેતના છે કે જે અનંત સંસારનું બીજ છે, તેથી બધો જ અસભૂત વ્યવહાર મોક્ષમાર્ગથી બાહ્ય (વિમુખ) ગણવામાં આવ્યો છે – તેથી મોક્ષાર્થી પુરુષે તે અજ્ઞાન ભાવના ત્યાગની ભાવનાને દઢ થવા અર્થે સ્વભાવભૂત એવી જ્ઞાન Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ અનુભવ સંજીવની ( ચેતનાને જ સદાય ભાવવી. ( જ્ઞાનમાત્રને અનુભવવું – ચેતવું તે જ્ઞાન ચેતના છે.) સમયસાર ગા. ૩૮૮-૮૯ ઉપરથી (૧૯૨૭) શુભ પરિણામનું મમત્વ શ્રદ્ધાનની વિપરીતતાનું સુચક છે. કારણકે શુભ પરિણામ પરાશ્રિત પરિણામ છે. આત્મા જેણે જાણ્યો છે, તેને આત્મસ્વરૂપનો જ મહિમા હોય, પરાશ્રિત એવા શુભ પરિણામનો નહિ, તેથી શુભ પરિણામના મહિમા વાળાએ આત્માને જાણ્યો નથી તેમ આપો આપ સિદ્ધ થાય છે. (૧૯૨૮) સ્વભાવ તરફના ‘સર્વ ઉદ્યમ વિના સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. ચાલુ પરિણતિમાં તેવો પુરુષાર્થ થતાં જ અનુભવ હોય અન્યથા નહિ. (૧૯૨૯) Imp V પર્યાયમાં વિકાર હોવા છતાં, તેનો અભાવ કહેવો - એ અપૂર્વ અંતર દૃષ્ટિની વાત છે. શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દષ્ટિ હોય તેને જ તે સમજાય તેવી છે. પૂ. ગુરુદેવશ્રી. (૧૯૩૦) - ૨૮ જ્ઞાનમાં પરદ્રવ્યનું પ્રતિભાસન હોવા છતાં, આત્માને સ્વદ્રવ્યરૂપે અવલોકવામાં જ્ઞાની નિપુણ (પ્રવિણ) છે, તેથી જ્ઞાની વિશુદ્ધ જ્ઞાને પૂર્ણ થઈ જીવે છે, અર્થાત્ જ્ઞાન (પોતે) નાશ ન અનુભવતા પૂર્ણતા થવા અર્થે વધે છે. ‘સમયસાર’કળશ-૨૫૨ ઉપરથી (૧૯૩૧) * જ્ઞાન સ્વભાવના વારંવાર અભ્યાસ વડે વિકારી ભાવનું એકત્વ છૂટી શકે છે. જ્ઞાનીને તો વિકાર – પરસ્વરૂપે– જ્ઞાનમાં ભાસતો હોવાથી, એટલે કે વિકારનું જ્ઞાન ભુતાર્થ સ્વભાવ આશ્રિત થતું હોવાથી, જ્ઞાન પોતે વિકારરૂપ થતું નથી. જ્ઞાનનો સ્વભાવ સહજપણે પરથી ઉદાસીન રહેવાનો છે. (૧૯૩૨) — સ્વરૂપની તીવ્ર સાવધાની આવ્યા વગર પરથી ભિન્ન પડવાનું સંભવતુ નથી – તેથી આત્માર્થીએ તે પ્રકારનો સર્વ ઉદ્યમ ‘ખાસ' કર્તવ્ય છે. (૧૯૩૩) જીજ્ઞાસુ જીવે સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં સત્યને સમજવાનો અવકાશ અવશ્ય રાખવો જોઈએ. - પૂ. ગુરુદેવશ્રી. (૧૯૩૪) Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ સંવત-૨૦૧૬ જેવું સ્વરૂપ જ્ઞાનમાં ભાસ્યું છે. “તેવો જ હું છું” આવો સ્વરૂપનો અંતરંગઅંતર્મુખી— નિર્ણય થયા બાદ, તે તરફનું વલણ મહિમાને લઈને પરિણતિમાં ચાલુ ઘુંટાય - તે સ્વરૂપની લય લાગી છે ! તેમાં સમ્યક્ સન્મુખતા છે. તથા પ્રકારનો અંતર અભ્યાસ ચાલુ રહેતાં, તેમાં લયલીનપણું રહેતાં, તે નિર્વિકલ્પ થવાનું કારણ બને છે. આ નિર્ણયમાં સ્વરૂપનું મૂલ્યાંકન એટલે કે મહિમા – એવો છે કે જગત ઇષ્ટ નહિ આત્મથી” એવું આત્માનું ઇષ્ટ પણું ભાસ્યું છે કે જેની સામે સર્વ જગત (જગતનો કોઈ પણ વિષય પ્રત્યેનું વલણ) અનિષ્ટ છે દુઃખમય લાગે. સર્વ ઉદ્યમથી પોતાના ઈષ્ટની સહજ સાવધાની તે સત્ય પુરુષાર્થ છે. (૧૯૩૫) અનુભવ સંજીવની - સાધકને પરદ્રવ્ય પ્રત્યેની પ્રવૃત્તિ અને વિકલ્પ હોવા છતાં તેમાં અત્યંત નીરસપણું હોય છે, તેનું કારણ બાહ્ય સંયોગોથી ભિન્નપણું વેદનમાં છે, અને સ્વરૂપના ધ્યેયમાં પરિણતિ સ્વરૂપ રસે અભેદભાવે લાગેલી છે. (૧૯૩૬) સ્વરૂપની તીવ્ર રુચિ જાગે ત્યારે જ સ્વરૂપનો સહજ પુરુષાર્થ સફળ થાય. સ્વરૂપ સિવાઈ બીજા વિષયમાં જેને ચેન નથી, તેવી સહજ સ્થિતિમાં જ પુરુષાર્થની વૃદ્ધિ થઈ અપૂર્વ દશા પ્રગટે. જેને હજી કૃત્રિમ વિકલ્પ દ્વારા સ્વરૂપની ભાવના કરવી પડે છે તેના પરિણમનમાં પરસન્મુખતાનો વેગ ઘણો છે. રુચીની `ઘણી ઓછપ' છે. અહો ! સહજ સ્વરૂપના કૃત્રિમતા શી ! સહજમાં કૃત્રિમતા વિરૂદ્ધ ભાવે છે. સહજ સ્વભાવમાં પ્રવૃત્તિ તો સહજ ભાવે થવી ઘટે. ધન્ય છે તેવા વીરલ જીવોને !! (૧૯૩૭) * “વિચાર દશા વિના જ્ઞાન દશા હોય નહિ.’’ શ્રીમદ્ભુ. જે જીવ પોતાના સ્વરૂપ- ૨સ પ્રત્યે વિચારદશામાં પણ બેખ્યાલ છે, એટલે કે વિચારની ભૂમિકામાં પણ જેનું વીર્ય પર પ્રત્યેના ઉત્સાહમાં રસની તીવ્રતામાં– ક્ષોભ પામતું નથી- તે વીર્ય દિશા બદલીને સ્વરૂપમાં અભેદ કેમ થઈ શકે ? એટલે જ્ઞાન દશા ક્યાંથી હોય !! (૧૯૩૮) ભેદજ્ઞાન થવામાં, પ્રથમ સ્વરૂપની સાવધાનીરૂપ વલણ થવું . તે લક્ષણ છે, તે વડે જ ભેદ જ્ઞાન થાય છે. સ્વરૂપ અવલોકનની અંતર્મુખી વિચારણા એ પર તરફનો રસ તૂટવાનું મુખ્ય સાધન છે. સ્વરૂપલક્ષે અસ્તિ/સ્વભાવનો સમ્યક પ્રકારે શ્રદ્ધા જ્ઞાનમાં લેવો. (૧૯૩૯) Page #541 -------------------------------------------------------------------------- ________________ ४८६ અનુભવ સંજીવની V પરિપૂર્ણ સામર્થ્યવાન વસ્તુ-આત્મા–વર્તમાન પર્યાયમાં અપ્રગટ હોવા છતાં, સ્વરૂપે પ્રગટ છે, (વર્તમાનમાં જ.) તેમ શ્રદ્ધા જ્ઞાનનું બળ વધતાં નિર્મળતા થાય છે. (૧૯૪૦). ટંકોન્કિર્ણ જ્ઞાયક સ્વભાવ ન ભૂંસાય તેવો, તેનાથી છૂટું ન પડી શકાય, તેવા સ્વભાવે હોવા છતાં, અજ્ઞાનમાં – પરની, એકત્વ બુદ્ધિમાં તેને સર્વથા ચુકી જવાનું બને છે, તે જ મૂળ મિથ્યાત્વ છે. – ખરેખર આ ચૈતન્ય દ્રવ્ય પોતે જગત્નું એક સ્વતંત્ર મહાન સત્ છે સિવાઈ કાંઈ નથી – તેમાં જામવું – અત્યંત તીવ્રતાથી– તેજ સર્વ ઉદ્યમથી સર્વદા સર્વથા કર્તવ્ય છે. (૧૯૪૧) – જ્ઞાની સ્વભાવમય હોવાથી આદરણીય છે. (૧૯૪૨) અંતર સ્વરૂપ અનાદિથી ગુપ્ત છે. અંતરશોધન દ્વારા તે શ્રદ્ધાના જ્ઞાનમાં લેવાય છે. સ્વરૂપની જ જેને તીવ્ર જિજ્ઞાસા છે, જે સર્વ પ્રયત્નથી તેને જ ખોળે છે તેને જરૂર તે મળે છે. સત્પુરુષોના વચનોની અંતર મેળવણી કરી સત્યનો–સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. તે પણ અપૂર્વ છે. (૧૯૪૩) V સ્વભાવ તરફના જોર વગરનું જાણપણું – યથાર્થ જાણપણું નહિ હોવાથી – તેનાં ફળમાં સમ્યક્ પ્રતીતિ ઉત્પન્ન થતી નથી (૧૯૪૪) - સ્વ-તત્વનો નિર્ણય, સ્વસમ્મુખ જ્ઞાન થયા વગર વાસ્તવિક રૂપે થઈ શકતો નથી. (૧૯૪૫) સ્વાનુભવના પ્રયત્નીએ વિકલ્પના અસ્તિત્વનું લક્ષ છોડી, સ્વભાવ તરફના લક્ષમાં ઉગ્રતા આણવી યોગ્ય છે. (૧૯૪૬) અંતર અભ્યાસ – આત્મા પોતે પોતાને ઓળખી અંતર્મુખ (વલણ કરે, એકાગ્ર થવાનો પ્રયત્ન થાય, તે અંતરનો અભ્યાસ છે. (૧૯૪૭) - અહો ! વીતરાગ પરમદેવ ! આપ અમારા હૃદયમાં બીરાજો છો. (૧૯૪૮) એ આત્મભાવના – આ આત્મા પ્રગટ પરમશુદ્ધ નિરાવરણ ચૈતન્ય સામાન્ય જ્ઞાનનો નિવડ પીંડ, સદા વિજ્ઞાનઘન સ્વભાવી છે, સર્વથી સર્વ પ્રકારે, સદાય અસંગ, નિરપેક્ષ, નિરાલંબ સ્વભાવી, Page #542 -------------------------------------------------------------------------- ________________ ४८७ અનુભવ સંજીવની પરમાત્મપદ પરમ ઉપાદેય સ્વરૂપ છે. નિરંતર પરમાત્મ ભાવના કર્તવ્ય છે, અર્થાત્ આત્મત્વ દઢભાવથી એકાગ્ર ચિત્તે ઘોલન થવા યોગ્ય છે. આ જિનેશ્વરનો બોધ છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” (૧૯૪૯) “અરે આત્મા ! અંતરમાં નજર કરીને જો તો ખરો ! કે તું કોણ છે ? તું સર્વથી ભિન્ન એક આત્મા છો. સિવાઈ કાંઈ નથી. તો પછી વિચાર કે આ રમત થી માંડી છે ? અને શા માટે માંડી છે ? ક્યાં સુધી આમ કર્યા કરવું છે ? શું હજી તને આ વ્યર્થ મિથ્યાભાવો નો થાક લાગતો નથી ? આ અગ્નિઝાળ (વિકલ્પોની પરંપરામાં શાંતિ અનુભવાય છે ? બળતરામાં શાંતિ કે ટાઢક વળે ખરી ? તારા નિજકાર્યની જવાબદારીને કેમ વિસરે છે ? અને ભાનભૂલી પ્રવર્તે છે ? બે જવાબદારની કિંમત કેટલી ? બેજવાબદારપણે વર્તતા તેનું ફળ પણ ભોગવવું જ પડશે. (૧૯૫૦) આ આત્મતત્વ એવું છે કે જેનું લક્ષ થતાં અન્ય કઈ રુચિ નહિ અહો ! સ્વભાવ તરફના (અત્યંત મંદ કષાય યુક્ત ઉચ્ચ શુભરૂ૫) વિકલ્પમાત્રથી પણ ખસી જવાની જેની તૈયારી રૂપ યોગ્યતા છે, તેને સંસારનાં સંયોગ - પ્રસંગ રુચે, તે અસંભવિત છે; જ્ઞાનીનું હૃદય (અંતર પરિણમન) અગમ્ય છે. આત્મા વેદાય તેને જ જ્ઞાનીની ઓળખાણ પડે છે. (૧૯૫૧) ઉચ્ચ પ્રકારના વ્યવહારીક પ્રવર્તનમાં રહેલા જીવે પણ તેવા વ્યવહારની મીઠાશ વેદવા યોગ્ય નથી–ઉદાસીનતા જ કર્તવ્ય છે. તેમ જ્ઞાનીનો બોધ છે, આત્મા અનુપમ, અનંત ગુણોનું ધામ છે. તે જ મહિમા કરવા યોગ્ય છે. એમ સ્વરૂપની સાવધાનીમાં, ક્ષણિક અપૂર્ણભાવરૂપ વ્યવહાર ગૌણ થતાં, તેની મીઠાશ થતી નથી.આ વ્યવહારી મીઠાશ તો આત્માના અમૃતમય જીવન સામેનું ઝેર (૧૯૫૨) સ્વરૂપના ધ્યાતાના લક્ષણો – યથાર્થ વસુજ્ઞાન વૈરાગ્ય સહિતપણું, ઈન્દ્રિયમન વશ, સ્થિર ચિત્ત, મુક્તિનો ઈચ્છુક, આળસ રહિત, ઉદ્યમી ધૈર્યવાન. (૧૯૫૩) Vદષ્ટિ સમ્યક થતાં, અભિપ્રાય એમ રહે કે, હું તો વીતરાગ સ્વરૂપ હોવાથી, પૂર્ણ વિતરાગ પણે જ રહું છું – આ સ્વરૂપથી વિરુદ્ધ જાતિના પ્રગટ ભાવો થવામાં, મારું કાંઈપણ નથી. અર્થાત્ હું આ વિજાતીય ભાવોને કરતો નથી, કરાવતો નથી, થાય તેમાં મારું અનુમોદન પણ નથી. (૧૯૫૪) Page #543 -------------------------------------------------------------------------- ________________ ४८८ અનુભવ સંજીવની સંવત-૨૦૧૮ ” “આત્મા પરમાનંદમય જ છે.” એવું દઢ ન રહે તો મુમુક્ષુજીવને લૌકિક સુખ તરફનો ઝુકાવ રહે છે, તે બાધક કારણ છે. સ્વરૂપની અસાવધાની અને જગત પ્રત્યેની સાવધાની તે જ અજ્ઞાન છે, અને પરિભ્રમણનું કારણ છે. (૧૯૫૫) સપુરુષથી વિમુખ વર્તવાનું જે જીવને અને તે અનંતાનુબંધીનો પ્રગટ પ્રકાર છે. (૧૯૫૬) સ્ત્રીનો સમાગમ એ અનુકૂળ જોગ છે, કે જે આત્મદષ્ટિને મહાપ્રતિકૂળ છે, વિશેષ (સ્ત્રી) સંગના યોગથી અસંગ એવું આત્મસ્વરૂપ ભાસ્યમાન થતું નથી, તેથી જ્ઞાન નિવૃત્તિને ઇચ્છે છે. - શ્રીમદ્જી. (૧૯૫૭) - જે અનિત્ય છે, અસાર છે, અને અશરણરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે ? તે વાત રાત્રી દિવસ વિચારવા યોગ્ય છે. – શ્રીમદ્જી. (૧૯૫૮) Wજીવ સર્વત્ર એકલો જ છે, એકલો જન્મે છે, એકલો જ નિજ પરિણામમાં સુખ-દુ:ભોગવે છે, એકલો મરે છે, સ્વભાવને પામી સિદ્ધિમાં પણ એકલો જ જાય છે. (૧૯૫૯) અંતર્મુખ-કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે, જ્યાં ચૈતન્યરત્ન ચમકે છે. અહો ! જગત જેણે સ્વથી (પોતાથી) ખાલી જોયું તેવા જગતને વિષે પોતે કેમ સ્થિતિ કરે ? આત્મામાં જ કરવાનું રહ્યું. (૧૯૬૦) - દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો છે, તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું નથી, નિરાશ થવા જેવું નથી. – શ્રીમદ્જી. (૧૯૬૧). vહું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છઉં, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમ ઉત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર, એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમશાંત ચૈતન્ય, હું માત્ર નિર્વિકલ્પ છઉં. – શ્રીમદ્જી. (૧૯૬૨) જ્ઞાન લક્ષણે લક્ષિત થતું પૂર્ણ ભગવાન નીપદ, તેની જ મુખ્યતા રહેવી, તે અન્ય સર્વથી ઉપેક્ષિભૂત થવાનું મૂળ સાધન–ઉપાય છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ અનુભવ સંજીવની - આત્મસ્વરૂપથી વિપરીત–શુભાશુભ–ભાવોમાં અટકવું તે પ્રમાદ છે. જ્ઞાન સ્વરૂપમાં અત્યંતરુચી ભાવે અટકવું સ્થિર થવું) તે અપ્રમાદ, તે જ પુરુષાર્થ છે (૧૯૬૩) * આત્મસ્વરૂપ મહામહિમાવાન, અચિંત્ય દિવ્ય રત્ન છે, તેની સંભાળ ન લેવી અને અપ્રયોજનભૂત– નિરર્થક-અન્ય પદાર્થોમાં એકત્વપણે રમવું તે મહામૂર્ખતા છે, અનંત કલેષોધિનું કારણ છે. (૧૯૬૪) સંવત-૨૦૧૭ હું જ્ઞાન-માત્ર છું તેવા સ્વાકાર પરિણમનમાં, અન્ય-સર્વ જ્ઞેય-માત્ર જણાય, દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે લક્ષ જતાં, તેઓ પણ આ જ વિતરાગી જ્ઞાનને બોધી રહ્યા છે – અનુમોદી રહ્યા છે એમ સ્વરૂપ રુચીના બળથી જણાય છે. (૧૯૬૫) મિથ્યાજ્ઞાનમાં પુણ્યાદિ સંયોગ-સામગ્રીનું નિત્યપણું ભાસે છે, તે એ રીતે કે, હું સદાય આવા ભોગોપભોગ સહિત જ રહેવાનો છું જ્યારે...તેથી ઉલ્ટું સમ્યક્ત્તાનમાં પુણ્યાદિ યોગે જ્ઞાનીને, બાહ્ય વૈભવ હોવા છતાં તેમાં, (આત્માની નિત્યતાપૂર્વક) અનિત્યતા જણાય છે, તે એ રીતે કે, આ ગમે તે પ્રકારના કહેવાતા અનુકૂળ સંયોગો તો ક્ષણવર્તિ માત્ર છે, અને હું તો નિત્યાનંદમય છું. મારો આનંદ મારામાંથી જ આવી રહ્યો છે, પુદ્ગલમાં જરાપણ નથી, તે પ્રત્યક્ષ છે, જેટલું સંયોગપ્રતિ લક્ષ જાય છે, તે ઉપાધિરૂપ છે. (૧૯૬૬) V/ પરિગ્રહ પ્રત્યેની મમતાનો અભિપ્રાય અવિવેકની ખાણ છે. (૧૯૬૭) જેમ ધૂમાડાથી આચ્છાદિત થયેલ અગ્નિ દેખાતો નથી, તેમ પુણ્ય-પાપની લાગણીઓમાં જ આત્માપણું મનાય ત્યારે સમ્યક્ પુરુષાર્થનો અભાવ વર્તે છે, અને પરસન્મુખ પરિણમનમાં વેગ એવો વહે છે કે તેમાંથી પાછો વળી જીવ નિજ અવલોકનમાં પ્રવર્તી શકતો નથી. આત્માનો વિકલ્પ સુદ્ધાં, વીર્યના ઊંધા વેગમાં બેકાર જાય છે. પોતે ઊંધા જોરમાં – ઉપર ઉપર તરતી એવી પુણ્યપાપની વૃત્તિઓથી ઘેરાતો, આત્મસ્વરૂપની બેસાવધાનીરૂપ પ્રવાહમાં, અત્યંત ક્લેશને પામે છે. એ જ દુઃખનું સ્વરૂપ છે. (૧૯૬૮) ચૈતન્ય સામાન્ય અભંગ અંગ છે.—“અનુભવ પ્રકાશ'. (૧૯૬૯) Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ અનુભવ સંજીવની / ખરેખર તો, સ્વરૂપનો પત્તો લાગતા – અનુભવનો પ્રકાશ થતાં, – પર્યાયને શુદ્ધ કરવાનો વિકલ્પનું પણ કર્તુત્વ રહેતુ નથી – વિરામ પામે છે, ત્યાં પરમાં – સંયોગમાં તો કર્તૃત્વ હોય જ કેમ ? (૧૯૭૦) એ ભાઈ રે ! જો તો ખરો તારું અખંડ શુદ્ધ સ્વરૂપ કદી અશુદ્ધ થયું જ નથી ! પૂર્ણાનંદથી ભરેલ ચૈતન્યને નિહાળતો ખરો ! તેમાં તું વિકાર કરી શકે, તેવો અવકાશ જ ક્યાં છે ? કે જેથી તું વિકાર કરી શકે ! અહો ! નિર્વિકલ્પ ચૈતન્ય સિવાઈ કાંઈ પોતાપણે દેખાતું નથી. (૧૯૭૧) _| અધ્યાત્મીક વિષયમાં રસ પડ્યા પછી પણ જે તે અંગેની બાહ્ય પ્રતિષ્ઠા ચાહે છે તેવી રુચી થઈ છે જેને તેને આત્માની રુચી નથી. (ખરો યથાર્થ અધ્યાત્મ રસ પણ નથી) પણ સંયોગની જ રુચિ છે, પૈસાના લાલસુની જેમ. (૧૯૭૨) એક સ્વરૂપરસમાં સર્વ પ્રકારનાં વિભાવ રસ ફીક્કા જ પડી જાય છે, તેવું પરમ નિજ રસનું સર્વોપરીપણું છે. (૧૯૭૩) અહો ! જે આત્મસ્વરૂપના શાસનમાત્રમાં, વિકારનો વિલય (બાષ્પિભવન માફક) થવા માંડે છે– વિભાવની જડ કપાવા માંડે છે, તો સાક્ષાત્ પ્રત્યક્ષ અભેદ અનુભવના પ્રકાશમાં તો મુક્તિ અનન્ય ભાવે જ હોય છે તેમાં શું આશ્ચર્ય છે ? (૧૯૭૪) છે અહો ! હું તો ચૈતન્ય મૂર્તિ છઉં, એને ભૂલીને કેમ સુઈ શકું ? (આરામ લઈ શકું ?) આરામના ધામને ચુકીને આરામ મળી શકે ખરો ? એને ભૂલીને શું જમી શકાય ? (તૃપ્તિ-શાંતિ કેમ થાય?) એ તો આકુળતા જ વેદાય, એને ભૂલીને અન્ય મિત્રથી– સંગથી કેવી હૂંફ આવે ? (આકુળતામય રસની ભ્રાંતિમાં હૂંફ મનાય). (૧૯૭૫) / સમ્યકજ્ઞાનમાં બીજા જીવો – માત્ર ચૈતન્ય મૂર્તિ – (દવ્યદષ્ટિ હોવાથી) જણાતા હોઈ, પુદ્ગલો એટલા ગૌણ થાય છે કે જાણે દેખાતા જ નથી ! જેથી સંયોગની મિઠાશ ઉત્પન્ન થતી નથી. (૧૯૭૬) જ્ઞાનીની વિકારાશવાળી પર્યાય, સ્વરૂપમાનરૂપી લગામમાં છે. તેથી મર્યાદિતપણે પરિણમે છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ અનુભવ સંજીવની તે વિકારાંશ મર્યાદામાં જ રહીને, જેટલાં અંશમાં ઉત્પન્ન થાય છે, તેટલા અંશમાં નબળો પડતો પડતો ત્યાં ને ત્યાં લય પામે છે. અને જ્ઞાન-બળ વધતું જાય છે. મુક્ત ભાવની મસ્તી અલૌકિક (૧૯૭૭) Vમહા આનંદના રાશિ એવા નિજ સ્વરૂપથી શું અધિક છે ? કે એને છોડી તું પરને ધ્યાને છે ? (૧૯૭૮) Y તું વ્યર્થ જ બીજાની વસ્તુને પોતાની માની માનીને જૂઠી હોંશ માને છે. જૂઠી ભ્રમરૂપ કલ્પના માની ખુશી થાય છે. કોઈપણ સાવધાનીનો અંશ નથી. ત્રણ લોકનો નાથ હોવા છતાં નીચપદમાં સ્વપણું માની વ્યાકુળ થાય છે. – “અનુભવપ્રકાશ” (૧૯૭૯) / વ્યાવસાયિક પ્રવૃત્તિ કાળે, ઉત્સાહ રૂ૫) ભ્રાંતિનો રસ ન વધે તે અર્થે પ્રથમથી જ સાવધાની કર્તવ્ય છે. જાગૃત રહેવું. (૧૯૮૦) ./જે કાંઈપણ કરવું છે, તે આત્મશ્રેયાર્થે કરવું છે, સિવાઈ કોઈપણ પ્રકારની બુદ્ધિ-વાસનાજેના અભિપ્રાયમાં નથી – દઢપણે નથી. તેવું અંતર્લક્ષ છે જેનું, એવો મુમુક્ષુ આત્મા આત્મશ્રેય પ્રત્યે જાગૃત થયો હોઈને, પરભાવ પ્રત્યે ભિનપણામાં સાવધાન થતો હોઈ, સંશોધકભાવે અંતરમાં સ્વરૂપનો નિર્ણય અવશ્ય કરી શકે છે. કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનામાં તેને અનુકૂળ– પ્રતિકૂળપણાનો અભિપ્રાય નથી અર્થાત્ તે ઇષ્ટ-અનિષ્ટના અભિપ્રાયથી નિવર્તતો છે. (૧૯૮૧) પરપદાર્થમાં સુખા-ભાસ રૂ૫ ભાવને ભ્રાંતિ ગણવી, ભ્રાંતદશારૂપ અવસ્થાને રોગ ગણવો. ' (૧૯૮૨) V દુઃખ જૂઠ છે– કલ્પના માત્ર છે, કારણકે નિજ સ્વરૂપમાં દુઃખ નથી - તેમ છતાં જીવ આનંદમય એવા સ્વરૂપના વિસ્મરણથી બેસાવધાનીને લઈને દુઃખની કલ્પનામાં ઘેરાઈ જાય છે, એટલેકે ભ્રમથી પોતાને દુઃખમય પણે અનુભવે છે. (૧૯૮૩) હું પરમ નિર્દોષતામય દ્રવ્ય-સ્વભાવે છઉં” એવા અંતર્ અવલોકનમાં “વિકારાંશ રૂપ દોષ એક અંશમાત્ર મારામાં ઉત્પન્ન થવાનો અવકાશ જ દેખાતો નથી–ત્યાં તે વિકારાંશ પર્યાયમાં હોવા છતાં અંતર્મુખના ધ્યેયમાં – અસ્તિત્વમાં વિકારના કરવાપણાનો કે ટાળવા પણાનો અભિપ્રાય Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ અનુભવ સંજીવની રહેતો નથી. ટળતો વિકાર જ્ઞાનમાં પર શેયપણે પ્રતિભાસે છે. (૧૯૮૪) જગતના જીવોને અજ્ઞાનભાવે પર જીવ પુદ્ગલોની ચિત્ર વિચિત્ર અવસ્થા જણાતાં – રાગદ્વેષનાં કારણ પણે જણાય છે, જ્યારે સમ્યકજ્ઞાનમાં, અંતર્મુખનું ધ્યેય વર્તતું હોવાથી, તે તે પરદ્રવ્યની પર્યાયો માત્ર શેયરૂપે પ્રતિભાસે છે, જ્ઞાન તટસ્થ ભાવે છે, તેમજ ધ્યેયની મુખ્યતામાં તે તે જોયો અત્યંત ગૌણપણે જણાય છે એવી જે વીતરાગી જ્ઞાન કળા- તેવી અબંધભાવે જ્ઞાનની ચાલ થવી, એવો જ જેનો મૂળ સ્વભાવ છે, તે અનંતગુણ મૂર્તિ પૂર્ણ પવિત્ર ધામ નિજ સિદ્ધપદને અભેદભાવે નમસ્કાર ! (૧૯૮૫) ૪ સાધકજીવને પર્યાયની અત્યંત ગૌણતા હોવાથી પર્યાયમાં થતાં વિકારાંશ તે ટાળવાની આકુળતા મુખ્યપણે નથી કેમકે સ્વરૂપનું અત્યંત ઉપાદેયપણું વર્તે છે, તેમાં જે અંતર્મુખનો વેગ છે, તેને લઈ વિકાર આપોઆપ ટળતો જણાય છે. - આમ કાર્ય સિદ્ધિ છે. ' (૧૯૮૬) / અંતર્મુખ થઈ, સ્વપદનું પરમેશ્વરરૂપ અવલોકતાં, વર્તમાનમાં જ પોતે પરમેશ્વરરૂપ છે !! અહો! અવલોકનમાત્રથી પરમેશ્વર થાય ! એવી અવલોકના ન કરે તો, પોતાનું નિધાન પોતે લૂંટાવી દરિદ્રી થઈ ભટકે છે ! અને ભવ વિપત્તિને હોરે છે !—-અનુભવ પ્રકાશ' (૧૯૮૭) પરપદાર્થ પ્રત્યે સાવધાની ભાવ બહિર્મુખપણાનું લક્ષણ છે. આત્મસ્વરૂપની સાવધાની રૂપભાવ અંતર્મુખપણાનું લક્ષણ છે. પરની સાવધાની રૂપભાવ, સ્વમાં એકત્ર થવા ધ્યે નહિ. સ્વની સાવધાની પરમાં એકત્વ થવા ધ્યે નહિ. સત્ નું શ્રવણ થવા છતાં, પરની સાવધાનીમાં ફેર પડે નહિ, તો શ્રવણ થયું જ નથી. અને તેવા ભાવશ્રવણ વિના આત્મભાવનું ઘોલન સ્વરૂપ - લક્ષવાળું હોય નહિ, જેથી જીવને આત્મપ્રાપ્તિની ઈચ્છા હોવા છતાં તે બેકાર જાય છે. – અર્થાત્ નિરર્થક નિવડે છે. મુમુક્ષુ જીવે આ વારંવાર વિચારવા યોગ્ય છે, જેથી આત્માર્થાતા ઉત્પન થાય. (૧૯૮૮) / ૧. જાગૃતિ :- જે કોઈ ખરેખર આત્માર્થી છે, અર્થાત્ જેની સર્વ પ્રવૃત્તિ “આત્મલક્ષમાં પૂર્વક જ છે, તેને ચાલતા પરિણમનમાં શુભા-શુભભાવમાં કે ઇષ્ટ–અનિષ્ટ પણામાં, જેટલો કાંઈ પોતાનો ‘રસ છે, તેનું અવલોકન – સૂક્ષ્મ અવલોકન રહે છે, જેથી અધિક હર્ષ શોક નહિ થતાં કષાયરસ ઘટે છે – મોળો પડે છે, જેથી સ્વીકાર્યમાં સુગમતા થાય છે, જ્ઞાનમાં નિર્મળતા થવાની અહીં શરૂઆત થવા ઉપરાંત જ્ઞાન ધીરૂં અને ગંભીર થવા લાગે છે. તત્વને યથાર્થ ગ્રહવાની યોગ્યતા જ્ઞાનમાં આ તબક્કે જ્ઞાન સ્વભાવની જાગૃતિ (જાગૃતિ = “હું જ્ઞાન માત્ર છું” –તેવી સાવધાની) આવતાં Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ અનુભવ સંજીવની થાય છે. આવું જ્ઞાન આત્મભાવના સંશોધનમાં લાગતાં પૂર્વ ભૂમિકાની તૈયારી થાય છે, તેમાં અધ્યાત્મના સમ્યક ન્યાયોમાં રુચી વૃદ્ધિગત થતી જાય છે, ત્યાં અનંત ન્યાયના અધિષ્ઠાતા સ્વદ્રવ્યનું ગ્રહણ સુલભ છે. વિપરીતતાના વેગમાં જે પોતાના કષાય રસને પણ સ્વરૂપ લક્ષે અવલોકવા જેટલી જાગૃત નથી તે બાહ્ય ક્ષયોપશમપૂર્વક શાસ્ત્રાદિનું ઘણું પઠન કરવા છતાં સ્થળ બુદ્ધિવાન છે, તેવા પ્રયત્નથી તે સૂક્ષ્મ એવા સ્વરૂપભાવને ગ્રહણ કરી શકતો નથી. ખરેખર તો તે આત્માર્થી નથી. સ્વરૂપના અંતર શોધનના પ્રયત્નમાં વિપરીત રસનું જાણવું થવું સહજ છે. (૧૯૮૯) વર્તમાન પરિણમનમાં, સ્વરૂપનાં અંતસંશોધન કાળે જ્ઞાનના પર્યાયમાં, જ્ઞાન સ્વભાવનું ગુણના ગુણનું અવલોકન થતાં, તેમાં અકષાય સ્વભાવનું અભેદનિરાકુળ સુખનું ભાન થાય છે, એટલે કે “હું નિરાકુળ જ્ઞાનાનંદ" સ્વરૂપ છું એવા પોતાના ત્રિકાળી સ્વરૂપનું અનંત સામર્થ્યનું ભાવભાસન થાય છે. આ પ્રયોગમાં પૂર્ણ નિર્દોષતાનો અભિલાષી જીવ અંતર્ પ્રયત્ન પૂર્વક (જાગૃતિ પૂર્વક પોતાના પરિપૂર્ણ ત્રિકાળ પવિત્ર સ્વરૂપને નિહાળતાં અનંત અતીન્દ્રિય સુખનો પત્તો મેળવે છે જેથી અતીન્દ્રિય સુખની અપેક્ષિત પર્યાયથી નિજાનંદનું અવલંબન સહેજે લેવાય છે. અતીન્દ્રિય સુખની અપેક્ષાની તીવ્રતામાં, સૂક્ષ્મ વિકલ્પ, જે અત્યંત મંદ કષાયયુક્ત હોય છે, તેની પણ સહજ ઉપેક્ષાવૃત્તિ થઈ જાય છે, ત્યાં સંયોગોની અપેક્ષા તો રહે જ ક્યાંથી ? અર્થાત્ બાહ્ય સંયોગો જે ઉદયમાં હોય છે, તે પ્રત્યે અત્યંત દુર્લક્ષ થઈ જાય છે, કેમકે અંતર્મુખના ધ્યેયની ઘણી લગની (૧૯૯૦) * આત્મા ઉપયોગ લક્ષણ વંત છે. * લક્ષણ લક્ષ્યથી અભેદ છે. લક્ષ્ય સ્વભાવ લક્ષ્યની મુખ્યતામાં આખી વસ્તુ ટકીને પરિણમતી જણાય છે. આત્મ સન્મુખતામાં આત્મસ્વરૂપ પ્રગટપણે દેખાય છે—જણાય છે. “આ હું પ્રત્યક્ષ આવો સિદ્ધ સમાન) છું” એમ જ્ઞાનમાં પ્રગટપણે જણાવું – તે આત્મવીર્યની ફુરણાનું અનન્ય કારણ છે. જેમ જેમ સુસ્પષ્ટપણે જ્ઞાન (ભાવમાસન) સ્વરૂપને ગ્રહે છે તેમ તેમ આત્માનાં ગુણો ખીલતાં જાય છે. અને આત્મ આશ્રયનું બળ વધતું જાય છે. જેટલું બળ વધું તેટલી નિર્દોષતા શુદ્ધિ) વધુ– આ નિયમ છે. અહી સ્વરૂપ અદ્ભુત, અનુપમ અને અવર્ણનીય છે. (૧૯૯૧) કેવળજ્ઞાનમાં વિસ્મયનો અભાવ છે, કેમકે સર્વજ્ઞ ભગવાન એક સમયમાં સર્વને ત્રણકાળ સહિત જાણે છે. તેથી આ સ્થિતિ (પર્યાય) આમ કેમ ? તેવો ભાવ ઉત્પન્ન થતો નથી– તેવી Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ અનુભવ સંજીવની રીતે સમદષ્ટિ, કે જેણે કેવળજ્ઞાન–સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં વર્તમાનમાં જીલ્યો છે. તેના મૃત જ્ઞાનમાં ત્રણકાળ-ત્રણ લોકને વ્યવસ્થિતપણે – પરોક્ષપણે જાણવાની શક્તિ હોવાથી તેના અભિપ્રાયમાં વિસ્મય અથવા આમ કેમ ? તેવો ભાવ હોતો નથી – તેથી જ્ઞાનીને સહજ સ્થિરતા – અચંચળતા રહે છે. (૧૯૯૨) જેણે આત્મા જાણ્યો છે, તેને બીજા “આત્મા પ્રત્યે વૈર બુદ્ધિ હોય નહિ – આ નિયમબદ્ધ છે, સમ્યકજ્ઞાનમાં બીજો અજ્ઞાની જીવ (ઉપસર્ગકર્તા પણ) સામાન્ય સ્વરૂપની મુખ્યતાપૂર્વક જણાતો હોવાથી, તેની દોષિત પર્યાય પણ ગૌણ થઈ જાય છે. (૧૯૯૩) છે જેઓ સંયોગી પ્રતિકૂળતાથી ડરે છે, ભયભીત છે તેઓ સંયોગની અનુકૂળતાના ઈચ્છુક છે. જેમકે માનહાનિનો ભય છે, તે જરૂર બાહ્ય પ્રતિષ્ઠાનો કામી છે, તેવી જ રીતે સર્વ પ્રકારે બાહ્ય સંયોગોમાં માન્યતા હોવાથી જીવો સંયોગોમાં ફેરફાર કરવાની વૃત્તિમાં સદાય પ્રવૃત્ત રહે છે. પરંતુ એ બાહ્ય સુખ દુઃખનું કારણ પૂર્વના શુભાશુભ પરિણામ છે, જે પરમાર્થે દુઃખરૂપ છે. જેના નાશનો ઉપાય વિચારવાન કરે છે, જે વાસ્તવિક દીર્ઘ દૃષ્ટિ છે, અથવા સાચી દૃષ્ટિ છે, સંયોગની દૃષ્ટિવાળો જીવ, બાહ્ય વૃત્તિ છોડી શકતો નથી. (૧૯૯૪) વર્તમાન પર્યાયમાં વિકારાંશ હોવાં છતાં પણ વર્તમાનમાં જ મૂળ સ્વરૂપને અર્થાત્ નિશ્ચય સ્વરૂપને લક્ષમાં લેવું તે સમ્યફ છે. સ્વરૂપદષ્ટિના બળ વિનો તેમ થઈ શકે નહિ. “વર્તમાનમાં જ પરિપૂર્ણ છું" નિર્વિકલ્પ થવું છે તેથી ઇચ્છામાત્રથી કાર્ય થતું નથી, પરંતુ હું સ્વભાવથી જ નિર્વિકલ્પ છઉં, અને સ્વસવેદનપણે જ થવાનો – પરિણમવાનો મારો સ્વભાવ છે, બીજુ કાંઈ થવું, સ્વભાવથી અશક્ય છે, તેમ સ્વ-આશ્રય થતાં કાર્ય થાય, તેવી વસ્તુસ્થિતિ છે. (૧૯૯૫) જ્યારથી આત્મસ્વરૂપનું ભાવભાસન થાય છે, ત્યારથી તેનું વિસ્તૃત થવું અશક્ય છે, તેવું સ્વરૂપ અસાધારણ મહિમા વંત છે, અને ત્યારથી કોઈબીજો પદાર્થ મહિમા યોગ્ય રહ્યો નથી, રહેતો નથી નિજ અભેદ સિદ્ધપદથી અધિક બીજાં શું હોઈ શકે ? અહો ! સ્વરૂપ નિધાનનો પત્તો લાગતાં અપૂર્વ...અપૂર્વ ભાવો જ વહે છે...! (૧૯૯૬) આત્મસ્વરૂપ રાગનો બિલકુલ વિષય નથી, વિકલ્પ ગમ્ય નથી, પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાનની કલ્પનામાં પણ તે સમાવેશ પામે તેવો નથી. માત્ર અંતર્મુખ જ્ઞાનમાં ગ્રહણ થાય તેવો છે. તેથી Page #550 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૯૫ કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે. વિકલ્પ કાળે પણ વિકલ્પની આડ વગર જ્ઞાન સીધું સ્વરૂપને ગ્રહે તે અંતર્મુખપણું છે. તેમાં આત્મા જ્ઞાન ગોચર છે. (૧૯૯૭) વંસUT મૂનો થપ્પો ભગવાન કુંદકુંદ આચાર્યદેવના આ સૂત્રમાં “દર્શન-સ્વભાવ” (શ્રદ્ધા સ્વભાવ)નું ઘણું ઊંડાણ રહેલું છે, જેનો વાસ્તવિક ખ્યાલ અનુભવીને જ હોય છે. જે મૂળ ધર્મ થી ધર્મની શરૂઆત થઈ, સર્વગુણાંશ સ્વયં સમ્યક થઈ જાય છે, જેના બળવડે મોક્ષમાર્ગની વૃદ્ધિ થઈ, મોક્ષ પ્રાપ્તિ થઈ જ જાય છે, જેને લઈને સિદ્ધભગવંતો સિદ્ધદશામાં અનંત કાળ ટકેલાં છે, તે ‘સંસUT' મૂળ ધર્મને હે ભવ્ય ! તું સમ્યક પ્રકારે સેવ ! શ્રદ્ધાના પુરથી આખું પરિણમન શુદ્ધ થતું જાય છે. અનંતગુણોની નિર્મળતામાં શ્રદ્ધાગુણનું (સ્વભાવ) નિમિત્ત પડતું હોવાથી તે મૂળધર્મ છે. (૧૯૯૮) સત્ શાસ્ત્રો આત્માનુભવી પુરુષો દ્વારા લખાયેલ હોવાથી તેમના લખાણમાં અનુભવનું ઊંડાણ ભરેલું છે, તેને અનુભવના દૃષ્ટિકોણ પૂર્વક અવલોકન કરવાં ઘટે, નહિતો તેમના ભાવોનું વાચ્ય જ્ઞાન ગોચર થઈ શકે નહિ, માત્ર અનુભવ દૃષ્ટિએ જ યથાર્થપણે વાચ્યભૂત ભાવો જ્ઞાન ગમ્ય થાય, એવો શાસ્ત્ર વાંચનનો મર્મ છે, ફક્ત પંડિતાઈથી એટલેકે પરલક્ષી જ્ઞાનના ઉઘાડથી પમાશે નહિ, તેથી શાસ્ત્ર વાંચન અનુભવપ્રધાન શૈલીથી કર્તવ્ય છે. શબ્દાર્થથી – ભાવાર્થથી સંતોષાઈ ન જવું. (૧૯૯૯) બોધકળા – નિજ શુદ્ધજીવાસ્તિકાયમાં અહમ્ બુદ્ધિ થવી, તેવો નિરંતર અભ્યાસ રહેવો – જેના બળથી નિજ સ્વરૂપનો ઉપયોગ થાય. (૨૦૦૦) સંવત-૨૦૨૩ “જ્ઞાનીને જ્ઞાની જ ઓળખે છે... તેમજ, મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લ્ય છે તેમ બે પ્રકારે સત્પુરુષની પ્રસિદ્ધિ થાય છે, દર્દી અને વૈદ્યના દૃષ્ટાંતે - જેમ રોગના નિદાનથી દર્દી વેદ્યના જ્ઞાનની સત્યતાને ઓળખે છે, તેમ મુમુક્ષુ, જ્ઞાની ગુરુના ભવરોગના નિદાનથી, તેમને તે વિષયક જ્ઞાન સત્ય છે, તેમ ઓળખી શકે છે, જેમ વૈદ્ય થઈને પોતે બીજા વૈદ્યને તે વિષયક જ્ઞાનના આધારે મેળવણી કરીને ઓળખે છે, તેમ જ્ઞાની સ્વસંવેદનના બળે, અનુભવવાણીને ઓળખે છે. (૨૦૦૧) Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ અનુભવ સંજીવની આત્મભાવના સર્વોત્કૃષ્ટ, પરમશાંતરસમય, સમરસ સ્વભાવી, અનંતસુખધામ, કેવળ અંતર્મુખ, સ્વયં અભેદ અનુભવરૂપ છું." (તેથી સઘળાય પરમાં ઉપેક્ષા સહજ છે.) (૨૦૦૨) સંવત-૨૦૨૪ સઘળાય પરપદાર્થમાંથી આકર્ષણ છૂટી જાય, અને સ્વરૂપમાં જ ખેંચાણ થાય, તેવું જ અનંત મહિમાવંત આત્મસ્વરૂપ છે. અરે ! પૂર્ણ કેવળજ્ઞાનાદિ પર્યાયની પણ જેને અપેક્ષા નથી, તેવું પરમ નિરપેક્ષ આત્મસ્વરૂપ છે. આવા સ્વરૂપની દૃષ્ટિ વિના જ, અન્ય દ્રવ્ય-ભાવમાં મુખ્યતા થાય, સ્વરૂપદૃષ્ટિમાં તો “સ્વરૂપ” સિવાઈ “અન્ય કાંઈ છે જ નહિ.” (૨૦૦૩) આત્મસ્વરૂપ પ્રગટ–પ્રત્યક્ષ છે, તેમ જાણનાર પર્યાયભાવમાં પરોક્ષપણાનો સહજ અભાવ હોય છે.થાય છે. અર્થાત્ અતીન્દ્રિય પ્રત્યક્ષપણું પર્યાયમાં વર્તે છે, તે જ આત્મભાવનું પ્રગટપણું છે. આત્મરસ–નિજરસથી તે ઉત્પન્ન હોય છે. અહો ! અનંત શાંત સુધાસાગરનો પરમ આદરભાવ એ જ મહાવિવેક છે. તેમાં ઉલ્લાસિત વીર્યથી દર્શન છે. (૨૦૦૪) કારણશુદ્ધ પર્યાયનું સ્વરૂપ – પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી,_ ૧. જીવના ત્રિકાળી સ્વરૂપમાં, કેવળજ્ઞાનાદિ પૂર્ણશુદ્ધ પર્યાયના કારણરૂપ રહેલી પર્યાય પરિણમન શક્તિ, જે દ્રવ્યમાં ત્રિકાળ છે તે. ૨. આ એકભેદ છે, જે સમુદ્રના દૃષ્ટાંતે પાણીના અંદરના સ્થિર દળની ઉપલી સપાટીની જેમ. જેના કારણે એટલે આધારે અર્થાત્ જેને લઈને અનંત કેવળજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો પ્રગટે છે, તો બાકી દ્રવ્યના સામર્થ્યની અનંતતા કેટલી ! (આમ દ્રવ્યનું જ્ઞાન થવા યોગ્ય છે) ૩. અનંતગુણોના અભેદભાવોનું સ્વાકારભાવે ધૃવત્વ સ્વરૂપ તે કારણ શુદ્ધ પર્યાય, જે પ્રત્યેક વર્તમાનમાં મોજૂદ છે. પ્રત્યેક વર્તમાનમાં, કાર્યશુદ્ધ પર્યાયના કારણપણે તૈયાર છે. (૨૦૦૫) વિકલ્પના કાળમાં પણ નિજ અભેદ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપનો પ્રથમ “યથાર્થ નિર્ણયમાં થનારને નિર્વિકલ્પતાનો જ કાળ પાક્યો છે, તે હવે વિકલ્પમાં અટકશે નહિ. શીવ્ર વિકલ્પ “વમી જશે. “આવા" આત્માનો ભાવનામાં યથાર્થ નિર્ણય કર્યો તેને નિર્વિકલ્પતાનો જ અવસર આવી ગયો છે. તેથી તે “શીઘ્ર વિકલ્પને “વમે” છે. તેમ કહ્યું. – સમયસાર ગા. ૭૩. પૂ. ગુરુદેવશ્રી. (૨૦૦૬) Page #552 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૪૯૭ જીવને જ્ઞાનનો જ અનુભવ છે, એમ અંતરમાં સ્વીકારતાં ફક્ત જ્ઞાનની પર્યાય પણે માત્ર અનુભવમાં આવે છે, તેમ નથી કારણ કે એકલા જ્ઞાનમાં `સ્વભાવનો આશ્રય' થઈ જાય છે, માત્ર પર્યાયબુદ્ધિ ત્યાં હોતી નથી, તેમજ વિકલ્પથી આ દ્રવ્ય અને આ પર્યાય – તેવા ભેદ પાડવા, તેમ પણ ત્યાં- તે કાળે સહજ નથી. અનુભવજ્ઞાનમાં દ્રવ્યનું સ્વરૂપ અભેદપણે આવી ગયું છે. (૨૦૦૭) સંવત–૨૦૨૮ ભેદજ્ઞાન :- ભેદજ્ઞાન થવામાં પ્રથમ જ્ઞાનથી રાગની ભિન્નતાનો પ્રયોગ થાય છે, તેમાં જ્ઞાનથી જ્ઞાનનું એકત્વ થાય છે, જે પોતાનું સહજ સ્વરૂપ છે. તે સિવાઈ “એક સમયની શુદ્ધ પર્યાયથી પણ હું ત્રિકાળી ભિન્ન છું” તેવો વિકલ્પ ત્યાં હોતો નથી. (જો કે ત્રિકાળી આશ્રયભૂત સ્વરૂપનું જ્ઞાન હોય છે) આ સહજ વિધિ છે. તેમાં અન્યથા કૃત્રિમ ઉપાય કર્તવ્ય નથી, કૃત્રિમતાથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. (૨૦૦૮) પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાન પ્રાયે બાધક છે, તેમાં થયેલા વિકાસમાં લાભબુદ્ધિ તે પરમાં સ્વપણાના અધ્યાસરૂપ ભ્રમ છે. તેથી ‘સ્વ-લક્ષે’ ઉપડેલો જીવ ‘યથાર્થતા’ માં આવે છે, જે સત્યના અંગભૂત છે. (૨૦૦૯) લૌકિક સમાજની નહિ, પણ ધાર્મિક સમાજની પ્રતિષ્ઠા મળે તો ઠીક- એવો આત્મા નથી,’ અરે ! જેને પોતાની વિકસતી અવસ્થા ઉપર પણ જ્યાં દૃષ્ટિ નથી (ઠીકપણું નથી), તેને બીજાની અપેક્ષા કેમ હોઈ શકે !! (૨૦૧૦) ભવ ઉદાસીપણું એ જ્ઞાનીનું એક લક્ષણ છે, આખો ભવ તે ઔદયીક ભાવોનો સમૂહ છે, તેથી વર્તમાન ભવના તમામ પ્રસંગો પ્રત્યે પોતે ઉદાસ છે નિરપેક્ષ છે તેથી વર્તમાન ઉદયમાં પણ સહજ ઉપેક્ષા છે. હર્ષ-શોકમાં તન્મય નથી, મનુષ્યગતિ અને મનુષ્યગતિને લાયક સર્વ કાંઈ દ્રવ્ય-ભાવો તે સર્વ (મારું સ્વરૂપ નથી) પર વસ્તુરૂપ છે. તેથી હેય છે, આમ પરની-ઉદયની ઉપાધિ રહિત હોવાથી સુખી છે. પોતાનું સુખ પોતામાં અનુભવરૂપ હોવાથી બહારનું ખેંચાણરૂપ આકુળતા નથી. (૨૦૧૧) પોતાના સ્વરૂપ અવલોકનમાં અખંડ રસધારા વર્ષે છે, તે શાંત ચૈતન્ય રસધારા અથવા અમતરસધારા છે. એકદેશ અવલોકન એવું છે તેનાં આંશિક આનંદ પાસે ઇન્દ્રાદિ સંપદા Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ અનુભવ સંજીવની વિકારરૂપ ભાસે છે. - અનુભવ પ્રકાશ'. (૨૦૧૨) / જ્ઞાન સ્વભાવ નિશ્ચિત થયા વિના (ઓળખાયા વિના) વિભાવનું સ્વરૂપ નિશ્ચિત થાય નહિ અને તેથી જ મિથ્યાદૃષ્ટિ જીવો કોઈને કોઈ વિભાવ (કષાયની મંદતા અથવા પરલક્ષી જ્ઞાનનો ક્ષયોપશમ) માં સ્વભાવનો ભ્રમ સેવી રહ્યાં હોય છે. (૨૦૧૩) . પરિણમનમાં સહજ સ્વરૂપની સહજ અંતર સાવધાની ન રહી તો સન્માર્ગને અનુકૂળ એવું જીવનું વલણ નથી જ. અને અન્ય ભાવમાં પરની સાવધાની હોવાથી, તે જ પ્રમાદનું ખરું સ્વરૂપ (૨૦૧૪) / સત્સંગ અફળ થવાના કારણો - ૧. મિથ્યા આગ્રહ:- “હું જ્ઞાનસ્વરૂપ છું” તેવી અંતર સાવધાનીના અભાવમાં, વિપરીતભાવો (પરની સાવધાની રૂ૫) ઉપર વજન જવું–તે શુભપરિણામનો આગ્રહ પણ મિથ્યાઆગ્રહ છે. ૨. સ્વચ્છંદપણું – હું જ્ઞાનમાત્ર છું”—તેવી સ્વરૂપ સાવધાનીના અભાવમાં, અન્ય સર્વભાવ દોષરૂપ હોવા છતાં તેને ગૌણ કરવાં અથવા ન જોવાં તે, અથવા પરની સાવધાનીમાં ઉત્સાહ. ૩. પ્રમાદ – “હું જ્ઞાન માત્ર છું” તેવી સતત જાગૃતિનો અભાવ અને વિપરીતભાવનો રસ રહેવો . તે. ૪. ઈન્દ્રિયવિષયની અપેક્ષા – આ ભવ – જડમાં – તીવ્ર સુખબુદ્ધિ થતાં ઉત્પન્ન થાય છે, જેને આત્મજાગૃતિ પૂર્વક ઉપેક્ષિત કર્યા સિવાઈ સત્સંગ, સન્માર્ગને અનુકૂળ એવો યોગ, બનતો નથી, સ્વરૂપની સાવધાની એટલે “હું જ્ઞાન માત્ર છું” એવા (આત્મરસ) જ્ઞાન-રસમાં ઈન્દ્રિય વિષયનો રસ અભાવપણાને પામે છે. જે સત્સંગનું પ્રત્યક્ષ ફળ છે. ૫. અપૂર્વ ભક્તિનો અભાવ – સત્સંગદાતા એવા જ્ઞાની–પરમાત્મામાં “અપૂર્વ-ભક્તિના અભાવમાં ઉપરના ચારેય દોષ સહજ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીનો યોગ પરમ હિતકારી જાણી, પરમ સ્નેહથી, સર્વાર્પણપણે, સર્વ સંયોગને ગૌણ કરી, પૂર્ણ અર્પણતાથી ઉપાસવા યોગ્ય છે. જો કે જ્ઞાનીને કાંઈ અપેક્ષા નથી, પરંતુ મુમુક્ષુની ઉપરોક્ત સ્થિતિ થયા વિના બોધ પરિણામ પામતો નથી તેવી વસ્તુસ્થિતિ છે.). (૨૦૧૫) છે પરવિષયમાં થતી સુખની કલ્પના જે જૂઠો આનંદ છે, એટલે કે તેમાં આનંદ ખરેખર ના થતો હોવા છતાં આનંદનો આભાસ થાય છે, તે જૂઠ છે, - આ નિયમ, કોઈપણ કક્ષાના મંદ કષાયમાં લાગુ પડે છે. પ્રયોજનની દૃષ્ટિવાળા જીવને જૂઠા આનંદમાં પોતે છેતરાય ન જાય તેની Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ અનુભવ સંજીવની સતત સાવધાની પ્રસંગે પ્રસંગે થવા યોગ્ય છે. (૨૦૧૬) જ્ઞાનીના જ્ઞાનનો વિવેક :– સ્વપર પ્રકાશક જ્ઞાનમાં... સ્વ અને પર / રાગ જણાતાં સ્વપરમાં, અનંતમહિમાવંત, સ્વરૂપની સાવધાનીમાં સ્વ : નિર્મુલ્ય, ઉપેક્ષા ભાવે, ભિન્ન, અરસ પણે આશ્રયભાવે, ચૈતન્ય રસમય પણે સહજ પરિણમે છે. (૨૦૧૭) / આ કાળમાં આત્મસ્વરૂપ પામવા અર્થે સત્પુરુષો દ્વારા (જાણે કે અભૂતપૂર્વ સ્પષ્ટતા થઈ, પરંતુ જીવની યોગ્યતા ઘટે છે, યથાયોગ્ય સ્વલક્ષ હોય તો લક્ષણ માત્રમાં હિત થાય તેવું છે. - (૨૦૧૮) પૂર્ણ નિર્દોષતાનો અભિલાષી – ખરેખર ઈચ્છુક – જ આત્માર્થી છે. તેવા આત્માર્થીને માત્ર નિર્દોષતાનું જ પ્રયોજન હોવાથી, ક્યાંય અયથાર્થપણું થતું નથી. સર્વ ન્યાયો– આદિ પ્રયોજનના લક્ષે જ સમજવાની પદ્ધતિ હોવાથી તે સમ્યકજ્ઞાનમાં (અંતે) પરિણમે છે. (૨૦૧૯) સંવત - ૨૦૩૮ અંતર અભ્યાસ – પ્રગટ જ્ઞાનવેદન દ્વારા પ્રત્યક્ષપણાનું પ્રતીતિના બળથી વારંવાર ઉગ્ર થવું, જોર થવું તે સ્વસંવેદનનો અંતર અભ્યાસ છે, જે સહજરૂપે થવા યોગ્ય છે. (૨૦૨૦) Vદ્રવ્યદૃષ્ટિપૂર્વક બીજા જીવો સિદ્ધ સ્વરૂપે જણાતા હોવાથી જ્ઞાનીને, માથાના વાઢનાર (તીવ્ર વિરોધી પ્રત્યે પણ વ્યક્તિગત ષ થતો નથી, માત્ર અસતું એવી દોષિતવૃત્તિનો નિષેધ આવે છે, પરંતુ દ્રવ્યની મુખ્યતા સહિત, (૨૦૧૧) દેવલાલી. શૈ. વ. ૧૧ પોતે જેવા સ્વભાવ સ્વરૂપે છે, તે સ્વરૂપનું ભાન થવું–રહેવું તે પ્રગટ સમ્યક્ દશા છે, જે અપૂર્વ સ્વ ચૈતન્ય રસના નિર્વિકલ્પ વેદન સ્વરૂપ છે, અને શુદ્ધોપયોગ પૂર્વક ઉત્પન હોય છે. (૨૦૧૨) Page #555 -------------------------------------------------------------------------- ________________ પ00 અનુભવ સંજીવની પોતાના અસ્તિત્વનું વેદના જ્ઞાનમયપણે સહજ રહેવું તે સહજ ભેદજ્ઞાન છે અથવા નિજજ્ઞાન (૨૦૧૩) સંવત - ૨૦૪૦ વે. સુ. ૧૦ પૂર્ણતાને લક્ષે શરૂઆતમાં આ સુત્ર ધ્યેય . અર્થાત્ સાધ્યના દઢ નિશ્ચયનો એકમાત્ર સાધ્યનો નિર્દેશ કરે છે – તેથી, કોઈપણ શરૂઆત કરનાર જીવે – આ પ્રકારના સાધ્ય માટે પોતામાં તપાસ કરવી આવશ્યક છે – નહીં તો શરૂઆત જ થશે નહિ – અને શરૂઆત ન થવા છતાં – ગમે તેમ શરૂઆત થયાનો ભ્રમ સેવાઈ જશે – તેથી અન્યથા પ્રકારે આગળ વધવાનું જરાપણ સંભવીત નથી. (૨૦૨૪ વિચારપૂર્વક, જે જે વિષયમાં – (દ્રવ્ય,ગુણ-પર્યાયના વસ્તુસ્વરૂપના વિષયમાં વિપરીત વિચાર્યું કે સ્વીકાર્યું હોય – તે તે વિચારપૂર્વક સવળું થયા વિના પ્રયત્ન યોગ્ય દિશામાં શરૂ થઈ શકતો નથી (૨૦૨૫). અષાઢ સુદ – ૭ “શ્રી સમયસારજી શાસ્ત્રમાં આચાર્ય ભગવંતોએ અસ્તિ – નાસ્તિ બને પડખેથી વિષય સ્પષ્ટ કરેલ છે. અસ્તિથી–દષ્ટિનો વિષયભૂત સ્વભાવ અને સ્વભાવદષ્ટિનું અનુભવપૂર્ણ નિરૂપણ છે – સ્વભાવ દૃષ્ટિવંતના દૃષ્ટિના પરિણમનની મુખ્યતાવાળા પડખાને અદ્ભત રીતે પ્રદર્શિત કરેલ છે. આ જ સમયસારનું હાર્દ છે. નાસ્તિથી – મિથ્યાત્વ અને અજ્ઞાન ટાળવાની વાત મુખ્ય છે. અનેકવિધ શૈલીથી છે. (૨૦૧૬) (નાઈરોબી) ભાદરવા સુદ-૧૨ V રાગરસ–પુલ પ્રત્યેનો રસ જેટલી માત્રામાં પ્રવર્તે છે. તે દશાને બહિર્મુખ વળવાનું–રહેવાનું પ્રબળ કારણ છે. અંતર્મુખનો પુરુષાર્થ થવામાં બાધક છે. તેથી અંતર્મુખ થવા અર્થે ચૈતન્યનાં રસની માત્રા તેર્થી અધિક થયા વિના પરિણામ અંતરમાં વળતું નથી. (૨૦૦૭) / વાચક શબ્દથી વાચ્ય સધાય છે. પરંતુ વાચ્ય સધાતાં, જ્ઞાનરસ ઉત્પન થવો ઘટે. તો જ શબ્દના અર્થનું યથાર્થ પણું છે. અન્યથા “માત્ર ઉઘાડ’ કાર્યકારી નથી. ખરેખર તો જ્ઞાનરસ છે, Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ અનુભવ સંજીવની તે આત્મરસ છે. (૧) “દ્રવ્યશ્રુતનું સમ્યક્ અવગાહન, ભાવશ્રુતને સાધે છે –“અનુભવ પ્રકાશ” '! (૨) “દ્રવ્યશ્રુતના સમ્યક્ અવગાહનથી શ્રદ્ધાળુણજ્ઞતા પ્રાપ્ત થાય છે; તેથી પરમાર્થ સધાય છે.” પૃ. ૪૬ “અનુભવ પ્રકાશ” આ પ્રકારે નિમિત્ત ઉપાદાનની સંધી છે. (૨૦૦૮) V જ્ઞાન પર્યાયમાં વેદન ચાલ્યા કરે છે, જ્ઞાનનું જ, પરંતુ પરપ્રવેશનો અભાવભાવ . અર્થાત્ પરપ્રવેશરૂપ અનુભવ (અધ્યાસ) ભાવ નો અભાવ થાય – ત્યારે સ્વસંવેદન – જ્ઞાનનું જ્ઞાનને વેદન – તે રૂપ નિજ જ્ઞાન થાય – અથવા ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે, અનંત મહિમા સહિત. (૨૦૦૯) V સદા ઉપયોગધારી, આનંદસ્વરૂપ પોતે સ્વયમેવ યત્નવિના જ છે, છે અને છે; પોતાનું કામ પોતાને નિહાળવા પૂરતું જ છે. આટલું જ કર્તવ્ય છે. છે તેને નિહાળવું છે– કાંઈ બનાવવાનું કે (નવું કરવાનું નથી. (૨૦૩૦) મારા દર્શનજ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઊઠે છે.” – “અનુભવ પ્રકાશ” આમ અવલોકનથી જાણે; પરંતુ ઉપરોક્ત વચનને માત્ર વિકલ્પ–વિચારની મર્યાદામાં ન રાખે. આવા અવલોકનના પ્રયોગથી સ્વભાવની સત્તા જણાય છે. વારંવાર સ્વપદને અવલોકવાના ભાવ (પરથી વિમુખ થઈને) કર્તવ્ય છે. (૨૦૦૧) Wજેમ ઝેર ખાવાથી મરણ થાય છે. તેમ રુચિપૂર્વક પરને સેવવાથી સંસાર દુઃખ થાય, થાય ને થાય જ. (૨૦૩૨) V સ્વાનુભવમાં સર્વ (પૂર્ણ) જ્ઞાનના પ્રતીતિભાવને વેદવામાં આવતાં જ્ઞાન શુદ્ધ–નિર્મળ થાયઆમ જ્ઞાનની નિર્મળતાને ઉપરોક્ત પ્રતીતિભાવ કારણ છે. અહીં જ્ઞાને સર્વજ્ઞ શક્તિનો પોતારૂપ અનુભવ કર્યો, તેથી તે સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે. (૨૦૦૩) સંવત-૨૦૪૧, પોષ સુદ – ૧૦ પોતાના પરમેશ્વર પદનું સમીપતાથી અવલોકન કરવા યોગ્ય છે. સમીપતાથી એટલે સ્વરૂપમાં જે સહજ પ્રત્યક્ષતા છે, તેથી મુખ્યતા થતાં, પરોક્ષપણાનો વિલય સધાય છે, અને આત્મવીર્યની Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ સ્ફુરણા—સતેજ થાય છે. તેથી જ હ્યું છે કે : પોતાના પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કર, પોતાને જ પ્રભુ થાપ” “અનુભવ પ્રકાશ’ પા-૨૮ અનુભવ સંજીવની અર્થાત્ સ્વરૂપમાં રહેલી ગુપ્ત ચૈતન્ય શક્તિને વ્યક્તપણે ભાવવાથી તે વ્યક્ત થાય. પા.૪૨ “જ્ઞાનનો પ્રત્યક્ષરસ ભાવમાં વેદવો તે અનુભવ છે'. પા.-૩૯ પોષ સુદ–૧૧ //પોતાના) જ્ઞાનમાં પર પ્રતિબિંબિત થઈ જણાય છે. ત્યાં તેમાં સ્વમાં પર તરફ જોતાં `૫૨-માત્ર' જણાય છે. ત્યાં સ્વને ચુકવાનું થતાં દુઃખ ઉત્પન્ન થાય છે- તે જ સ્વમાં પર જણાતું હોવા છતાં- નિજમાં નિજને જોવાની દૃષ્ટિ સુખને ઉત્પન્ન કરનારી છે.– અરીસામાં મોરને (મોરના પ્રતિબિંબને) જોતાં મોર જ દેખાય અરીસાને જોતા તે અરીસો જ છે– તેમ દેખાય છે– તે દૃષ્ટાંતે નિજનાં નિજ તરફ જોતાં નિજ જ છે. પરનો તો સંપૂર્ણ અભાવ છે. (૨૦૩૫) પોષ સુદ ૧૨ સમ્યપ્રકારે હેય ઉપાદેયનો વિવેક થતાં આખરે નિર્વિકલ્પ નિજરસ પીવામાં પરિણમે છે. પ્રયોજનની આવા પ્રકારે સિદ્ધિનું કારણ પ્રયોજનના દૃષ્ટિકોણપૂર્વક હેય ઉપાદેયની વહેંચણી છે. (૨૦૩૬) - - (૨૦૩૪) પોષ સુદ – ૧૩ = સ્વરૂપ ભાવના – આત્મભાવના એ જ સત્ કાર્યનું મૂળ છે. અંતરની ખરી ભાવના નિજ પરિણતિને ઉત્પન્ન કરે છે અથવા વધારે છે, તે ભાવના જ સ્વરૂપ ઓળખાવામાં જ્ઞાનને સહાયક છે. તેનાથી જ ભેદજ્ઞાનનો પ્રયોગ સુલભ થાય છે.—પરિણતિ વિહીન જીવ, ઉપયોગને સ્વરૂપમાં જોડવા ચાહે તો પણ શુદ્ધ- ઉપયોગ થઈ શકતો નથી. તેથી પરિણતિ વગરના જીવનો પુરુષાર્થ સફળ થતો નથી જો કે પરિણતિ વગર તે યથાર્થ પણ નથી-તે ઉપર ઉપરની ભાવના છે. કે જ્યાં સુધી પરિણતી ઉત્પન્ન થઈ નથી. (૨૦૩૭) પોષ વદ–૨ મતિ-શ્રુતનો ક્ષયોપશમ મિથ્યાત્વના સદ્ભાવમાં પરવેદન રસ વધવામાં નિમિત્ત થાય છે, જ્યારે તે જ ક્ષયોપશમ કષાય ઘટવાથી અને સ્થિરતા વધવાથી સમ્યક્ત્વના સદ્ભાવમાં સ્વસંવેદન રસ Page #558 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની વધવામાં કારણ થાય છે. આવો સ્વસંવેદન રસ તે અનંતસુખનું મૂળ છે. - ૫૦૩ પોષ વદ – ૪ સ્વરૂપનિવાસ પરિણામ (ઉપયોગ) કરે છે. પરિણામ વસ્તુને વેદીને સ્વરૂપ લાભ લે છે. અર્થાત્ સ્વરૂપ અસ્તિત્વને નિજ જ્ઞાયકપણાને ગ્રહણ કરે છે. તેથી નિજ જ્ઞાયકતાને ઉપયોગ દ્વારા ગ્રહીને તેમાં આચરણ વિશ્રામ કર્તવ્ય છે. પરિણામ શુદ્ધ કરવામાં આટલું જ કામ છે. “उवओगमओ जीव" ईति वचनात् (૨૦૩૮) - (૨૦૩૯) જ્ઞાન બધાય ગુણોમાં મોટો ગુણ છે.- જ્ઞાન વિના વસ્તુ-સ્વરૂપનો નિશ્ચય ન થાય; માટે જ્ઞાન પ્રધાન છે. વસ્તુના પ્રસિદ્ધ લક્ષણના કારણે પણ જ્ઞાનની પ્રધાનતા ઘટે છે. તેમજ આ જ્ઞાન સ્વસંવેદનમાં રહીને જાણે છે. તેમાં સ્વ-પર પરસ્પર અપેક્ષિત છે અર્થાત્ વિવિક્ષાથી વસ્તુસિદ્ધિ છે અને જ્ઞાનથી સ્વરૂપાનુભવ છે. (૨૦૪૦) પોષ વદ ૧૧ - પ્રયોગાભ્યાસમાં નિજ અસ્તિત્વને જ્ઞાન દ્વારા ગ્રહણ કરવાનું છે, ત્યાં જ્ઞાનમાત્ર હું તેવો વિકલ્પ નહિ, પરંતુ જ્ઞાનની પ્રત્યક્ષતા-વેદકતા—થી સત્તાનો અનુભવ અવલોકનથી સિદ્ધ થાય છે. ત્યાં કાંઈપણ ‘કરવું' – એ વિકલ્પ બાધક થાય છે. અવલોકન એ પ્રયાસ–પ્રયોગરૂપ ભાવ છે. જે વિકલ્પથી નિરપેક્ષ છે. (૨૦૪૧) - પોષ વદ ૧૨ જે જીવ ધર્મધ્યાન− નિર્વિકલ્પ સમાધિ આવે છે, તેણે પ્રથમ ઇષ્ટ-અનિષ્ટ પણું મટાડવું આવશ્યક છે; જે સ્વપર પદાર્થને માત્ર જ્ઞાન-શેયના સ્થાનમાં રાખતાં સહજ પ્રાપ્ત થાય છે. ઇષ્ટ-અનિષ્ટપણું નહિ થતાં રાગ- દ્વેષ મટે છે. રાગદ્વેષ મટતાં – અન્ય વિકલ્પ (જાળ) મટે છે. વિકલ્પ-જાળરૂપ ચિંતા મટતાં, પ્રથમ ધર્મ ધ્યાન થાય છે. જેમાં નિજાનંદ ઉત્પન્ન હોય છે. વીતરાગી જ્ઞાન ભાવ થાય ત્યારે સ્વરૂપમાં સમાધિ ઉપજે- સ્વરૂપમાં મન લીન થાય ત્યારે ઈન્દ્રાદિ સંપદા રોગવત્ ભાસે, કારણ ઉદયમાન સંયોગોના અવલંબને રસ વધતાં પ્રત્યક્ષ નુકસાન છે. દુઃખનો અનુભવ થાય છે. (૨૦૪૨) - પોષ વદ ૧૩ આકુળતાનું મૂળ અનાદિ અજ્ઞાનરૂપ ભ્રમભાવ છે. અનાત્મા (દેહ અને રાગ)નો પોતારૂપે - Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ અનુભવ સંજીવની અનુભવનો અભ્યાસ–ભ્રમભાવથી થઈ રહ્યો છે. તે વિપરીત અભ્યાસનો અભાવ થતાં, પોતાનું ગુણનિધાન પરમપદરૂપ સ્થાન દેખાય-અને ભવ વાસના વિલય પામે. ત્યારે જગતનું નવનિધાન સંબંધિત સુખ જૂઠું ભાસે. નિજ પરમપદરૂપ સહજપદનો ભાવ ભાવતાં આત્મભાવ પ્રકાશે ત્યાં આત્મશક્તિ વધે. (૨૦૪૩) પોષ વદ ૧૪ ✓ વાચક શબ્દ તેના અર્થ (વાચ્ય)ને ભાવવો શ્રુત (જ્ઞાન)માં સ્વરૂપના અનુભવકરણ' ને ભાવશ્રુત કહ્યું છે. દા.ત. પરમાત્માને ઉપાદેય કહ્યો છે. તેનું વાચ્ય અર્થાત્ તે રૂપ ભાવ તે ભાવશ્રુતરસ, તેને પી ને સમાધિથી અમરપદ સધાય છે. (૨૦૪૪) - મહા સુદ ૧૪ //જગતમાં જીવો પરમાં (પ્રાપ્ત સંયોગમાં) નિજપણું માની, પોતામાં સુખ કલ્પે છે– આ સર્વથા જૂઠ છે, સૌથી મોટું જૂઠ છે, તેનો દંડ પરિભ્રમણ થવું તે છે. સુખ તો ચૈતન્યના વિલાસમાં ઉત્પન્ન થાય છે. (૨૦૪૫) મહા સુદ ૧૫ / મનોરંજન થાય તેવા ભાવોને મોહથી કરે છે, તે જૂઠા વિનોદ વડે પોતાને ઠગે છે, જો જીવ સ્વરસ અર્થાત્ આત્મરસનું સેવન કરે તો પરભાવની પ્રીતિ જરાપણ ન કરે. અનંતમહિમા ભંડાર સ્વરૂપને જ્ઞાનચેતનામાં પોતારૂપે અનુભવે, તો અવશ્ય તરી જાય. (૨૦૪૬) આત્માર્થીની ભૂમિકાની અસ્તિ-નાસ્તિ :– અસ્તિ : ૧. સન્માર્ગ પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ. G ૨. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના– અપૂર્વ ભાવના. C ૩. અનંત જન્મ-મરણ (પરિભ્રમણ)થી મુક્ત થવાની વેદનાપૂર્વક ઉત્પન્ન થયેલી અપૂર્વ જિજ્ઞાસા. G ૪. પરિપૂર્ણ શુદ્ધ (નિષ્કલંક) દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય તે. C ૫. ધ્યેય પાછળ પૂરી લગનીથી જનાર. C ૬. ધ્યેય માટે પૂરી ધગશથી આગળ વધનાર. C ૭. ઉપરોક્ત કારણથી નિજ પ્રયોજનમાં સહજ તીક્ષ્ણ અને સૂક્ષ્મદ્રષ્ટિ પૂર્વક પ્રવર્તનાર. G Page #560 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૫૦૫ ૮. ઉચ્ચ કોટિના સ્વભાવ સંબંધિત શુભ વિકલ્પ થવા છતાં, અનુભૂતિનો અભાવ હોવાથી અંદરમાં ખટક રહ્યા કરે. C લેશ્યા) ૯. પરિણતિમાં રાગ રસથી રંજીતપણું ઘટતાં, મુમુક્ષુને યોગ્ય જ્ઞાનની ભૂમિકામાં, સપુરુષોનાં વચનો—શાસ્ત્રાદિની સમજણમાં યથાર્થતા, રુચવાપણું.આદિ. BCG ૧૦. સ્વકાર્ય માટેની તાલાવેલી. C ૧૧. ઉદય–સંસારના કાર્યો બોજારૂપ લાગે, પ્રવૃત્તિમાં થાક ત્રાસ થાય, અરુચિ થવાથી ઉદયજનિત પરિણામ બળ ઘટવા લાગે. BC ૧૨. પ્રયોજનભૂત વિષયમાં રસ વધે. C ૧૩. તત્વજ્ઞાનના અભ્યાસની પ્રવૃત્તિ, અંતર સંશોધન પૂર્વક થાય. C ૧૪. એક આત્મા સિવાય, જગતમાં બીજી કોઈ અપેક્ષા નહિ તેવી દઢવૃત્તિવાળો. C ૧૫. યથાર્થ સમજણને શીધ્ર પ્રયોગાત્મક અભ્યાસમાં ઉતારનાર. C ફા. સુ. – ૯ ૧૬. ઉદયઅંગેની પ્રવૃત્તિમાં સમય દેવો પડે તે વ્યર્થ સમય ગુમાવવો પોસાતો નથી. તેવું વલણ પરિણતિમાં થઈ જાય. GC ૧૭. પૂર્ણતાનું લક્ષ હોવાને લીધે ચાલતા પરિણમનમાં-વિકાસમાં સંતોષાઈ જતો નથી. C ૧૮. ગુણનો મહિમા–મુખ્યતાના દૃષ્ટિકોણવાળો. GC ૧૯. સની ઊંડી જિજ્ઞાસા વશ ઉદય-પ્રસંગોમાં નીરસપણું થઈ જાય. GC ૨૦. ઊંડી રુચિપૂર્વક પ્રયોજનભૂત વિષયને સૂક્ષ્મ ઉપયોગથી પકડનાર. BG ૨૧. આત્મિક રુચિને પોષણ મળે તેવા પ્રકારે ઊંડું મંથન કરીને મૂળ વસ્તુ સ્વરૂપને સમજનાર. BG ૨૨. પારમાર્થિક રહસ્યથી ભરપૂર પુરુષોના વચનોનું ગહન ચિંતન કરીને મૂળ માર્ગને– અંતર્મુખ થવાની રીતને–શોધનાર. 6 ૨૩. સમગ્ર પ્રકારે ઊંડાણથી–જોર અને ઉલ્લાસથી પ્રયત્ન કરનાર પુરુષાર્થ વંત. C ૨૪. વિકલ્પમાત્રમાં અંદરથી દુઃખ લાગે ભેદજ્ઞાનનો પ્રયાસ કાળ હોવાથી આત્મસ્વરૂપના વિકલ્પમાં પણ આકુળતા ભાસે–લાગે. G (તેથી કરીને. ૨૫. સ્વભાવનો સૂક્ષ્મ વિકલ્પથી પણ ખસવાની તૈયારી (વલણ) વાળો. C ૨૬. ઉદયભાવો બોજારૂપ લાગે. (તેથી કરીને). C ૨૭. ઉદય પસંગોમાં ક્યાંય ગમતું ન હોય) ગમે નહિ. c ૨૮. સ્વકાર્ય–પછી કરીશું તેવું કદી ન થાય. (નાસ્તિ) C ૨૯. સત્પુરુષ (પ્રત્યક્ષ જ્ઞાની)ની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાથી કરવામાં તત્પરવૃત્તિવાળો. C Page #561 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ અનુભવ સંજીવની ૩૦. જ્ઞાની પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિવાળો. G ૩૧. ગુણ અભિલાષા પૂર્વક ગુણ પ્રત્યે પ્રમોદભાવવાળો. C ૩૨. અંતર નિવૃત્તિથી સ્વકાર્ય કરવાની ધગશવાળો. C ૩૩. વિકલ્પોની જાળ વૃદ્ધિને અટકાવનાર–બ્રહ્મચર્યની ચાહનાવાળો. c ફાગણ સુ. ૧૦ ૩૪. સ્વદોષને અપક્ષપાતપણે દેખનાર, તપાસનાર નિજહીતની બુદ્ધિથી) જેથી સ્વચ્છેદથી બચે. ૩૫. એકાંત પ્રિયતાવાળો (અનેકનો પરિચય આત્મ સાધનાને અનુકૂળ નથી). C ૩૬. આહાર, વિહાર અને નિહારનો નિયમી, જેથી બાહ્યવૃત્તિ રોકાય. તીવ્ર રાગરસવાળા જીવને મર્યાદા બહાર પ્રવર્તવું સહજ થાય. તેવા પ્રકારનો અભાવ. C ૩૭. પોતાની ગુરુતાને દબાવનાર; આડંબરથી દુર રહેનાર માન-પ્રસિદ્ધિથી દુર રહેનાર. C ૩૮. મોક્ષ/મોક્ષમાર્ગનું મૂલ્યાંકન કરનાર–અનંતદુઃખનો અભાવ.અનંત સુખની પ્રાપ્તિની વાસ્તવિકતા સમજનાર. G ૩૯. નિજ પરિણામો સબંધી જાગૃત્તિ પૂર્વકનું સૂક્ષ્મ અવલોકન દ્વારા પરરસને તોડનાર – આત્મ જાગૃતિવાળો. G ૪૦. સર્વ ન્યાયો–પ્રયોજનના લક્ષપૂર્વક સમજવાની પદ્ધતિવાળો, અર્થાત્ મિથ્યાત્વ અને રાગાદિનો અભાવ થાય તે પ્રકારે લક્ષ રાખનાર. G ૪૧. સ્વકાર્ય માટે તાલાવેલીથી બધેથી રસ ઊડી જાય. C ૪૨. પોતાની મુક્તિની યોગ્યતા માટે નિશંક આગામી ભવમાં નીચગતિની પણ શંકા ન પડે. BG ૪૩. અહીંથી નીચેના પ્રતિબંધકનો અભાવ હોય છે. નાસ્તિ : A. જગતના કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જવી. C B. શાતાના પરિણમન કાળે, અથવા શુભ પરિણામમાં આશ્રયબુદ્ધિ રહેવી. C C. ઈન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન થવી–અપેક્ષા પરિણતિમાં રહ્યા કરવી. C ૪૪. સ્વચ્છેદ A. હું સમજું છું - તેવા પરલક્ષી શાસ્ત્રજ્ઞાનમાં અહંભાવ. 6 B. સ્વ-પરના દોષનો પક્ષપાત થવો. C C. જ્ઞાનીના વચનમાં શંકા. B D. જ્ઞાનીના વચનમાં ભૂલ શોધવાની વૃત્તિ. C E. માન વૃદ્ધિ - સ્થાન ટકાવવા (સામાજીક) અનેતિક સાધનનું ગ્રહણ. C Page #562 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની C B GC F. સત્પુરુષના ઉપકારને ઓળવવો. G. જ્ઞાનીના વચનો પ્રત્યે અચળ પ્રેમનો અભાવ. H. સત્પુરુષ પ્રત્યે, પરમ વિનયનો અભાવ. C I. સત્પુરુષ પ્રત્યે પોતા સમાન કલ્પના રહેવી. J. શાસ્ત્રજ્ઞાનનો ક્ષયોપશમ હોવા છતાં માર્ગની અંતરમાં સૂઝ ન પડવી. K. સત્પુરુષના આચરણમાં ચારિત્રમોહના દોષને મુખ્ય કરવા. ૪૫. હઠાગ્રહ અસરળતા જીદ વગેરે પ્રકારના પરિણામોની તીવ્રતા. ૪૬. A. લોકભય સમાજભય– અપકીર્તિભયને લીધે સત્પુરુષથી વિમુખ થવું. B. જ્ઞાનીના વચનનું કલ્પિત અર્થ ઘટન કરવું (સ્વચ્છંદ). C. ક્ષયોપશમની વિશેષતા દર્શાવીને મોટાઈની ઇચ્છા રહેવી. D. પરંપરા અને ક્રિયાકાંડનો આગ્રહ રહ્યા કરવો. C ૪૭. પ્રમાદ = સ્વકાર્યમાં ઉલ્લાસિત વીર્યનો અભાવ. C C G - C - G – ૫૦૭ C ૪૮. અપરિપકવ વિચાર દશા, અધૂરો નિશ્ચય, તેથી વિકલ્પ વૃદ્ધિ, શંકા-વિભ્રમ આદિ દોષોનો સાવ. G ૪૯. અભિનિવેશ ઃ- (૧) લૌકિક (૨) શાસ્ત્રીય C GC (૧) લોકમાં જ જ વસ્તુ અને વાતોનું મહત્વ ગણાય છે. તેની મહાત્મ્યબુદ્ધિ (૨) A. આત્માર્થ સિવાઈની શાસ્ત્રની માન્યતા, શાસ્ત્રભણતર માત્રથી સંતોષ– અપ્રયોજનભૂત વિષયના જાણપણાની મહત્તા, આત્માર્થની ગૌણતા– વગેરે પ્રકારના દોષ. G B. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ :– પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમને ગૌણ કરી, શાસ્ત્ર ઉપર ભાર મૂક્યો. G C ૫૦. સંદિગ્ધ અવસ્થા ઃ- જ્ઞાન પ્રાપ્તિ માટે અનેક ગ્રંથોનું અધ્યયન કરતાં અનેક પ્રકારે સંદેહનું ઉપજવું. તેથી કરીને પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ ન જવું – સત્પુરુષનો સંયોગ થવા છતાં ઓળખાણ ન થવી. GB ફા. સુ. ૧૩ G ૫૧ શાસ્ત્ર-જ્ઞાનના ભેદ પ્રભેદમાં રુચિ થવાથી રોકાણ – તેથી પરમાર્થનું ચુકી જવું. ૫૨. પરલક્ષી ધારણાજ્ઞાનમાં જ્ઞાન-પ્રાપ્તિનો ભ્રમ થતાં અતિપરિણામીપણું થવું. ૫૩. શુષ્કજ્ઞાનપણું તેથી જિજ્ઞાસાનો અભાવ. G G ૫૪. માનાર્થે શાસ્ત્રજ્ઞાનની પ્રવૃત્તિ. G ૫૫. માનાર્થે બાહ્ય ક્રિયા “અસત્ અભિમાન’–ક્રિયા સંબંધી મિથ્યા આગ્રહ. ૫૬. સિદ્ધિ મોહ બાહ્ય અનુકૂળતાની અભિલાષા. C CB Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ અનુભવ સંજીવની B ૫૭. દૈહિક ક્રિયામાં આત્મ નિષ્ઠા—દેહાત્મબુદ્ધિની દઢતાનું કારણ.. ૫૮. અયથાર્થ પ્રકારે તત્વજ્ઞાનનું ગ્રહણ– અભ્યાસને લીધે એકલું અધ્યાત્મ ચિંતવન અધ્યાત્મી પણું– થવું – સ્વેચ્છાચારી થવું - તે અધ્યાત્મનો વ્યામોહ. G ૨૩ POINT ૫ જ્ઞાનની મુખ્યતાવાળા રુચિની મુખ્યતાવાળા આચરણની મુખ્યતાવાળા - તો. ૩૦ " '' G B C = = = જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર - — વૈશાખ સુદ મુમુક્ષુજીવને આત્માનો મહિમા આવવો તે સ્વાભાવિક છે. અને તેથી આત્માની મુખ્યતા કરે છે, તેમ છતાં પણ તેમાં રાગ વધે અથવા રહે ત્યાં નયપક્ષનો વિકલ્પ છે. અનાદિની એકત્વબુદ્ધિ જ્યાં મટી નથી ત્યાં નયપક્ષનો રાગ (શુદ્ઘનય સુદ્ધાનો) સમ્યક્ત્વ થવામાં બાધક થાય છે. આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં મુમુક્ષુજીવને સ્વરૂપનો અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે ને શુદ્ધ નયનો અપૂર્વ પક્ષપણ ઉત્પન્ન થાય છે. પરંતુ માત્ર શુદ્ધાત્માનું લક્ષ હોવાથી, જ્ઞાનબળે તે આગળ વધીને રાગના એકત્વને તોડી નાખે છે. અર્થાત્ રાગ ઉપર લક્ષ ન હોવાથી-જ્ઞાનબળે જ્ઞાનમયપણે વ્યાપ્ય વ્યાપકભાવે પોતાને અનુભવતાં રાગની ઉત્પત્તિ ત્યાં બંધ થઈ જાય છે. રાગ ઉપર લક્ષ હોવાથી સ્વરૂપના મહિમાનો રાગ પણ વધતો નથી તેથી મુમુક્ષુને આત્મસ્વરૂપની ઓળખાણ વિના આત્માનો ઓથે ઓઘે મહિમા આવે તે કાર્યકારી નથી. તેમાં માત્ર પ્રશસ્ત રાગ–વૃદ્ધિ થાય છે પરંતુ રાગ– વિકલ્પમાં આગળ વધીને નિર્વિકલ્પ/ વીતરાગ થવાતું નથી. (૨૦૪૮) શુષ્ક (૨૦૪૭) અષાઢ સુદ ૮ નવતત્વનું શ્રદ્ધાન યથાર્થ ક્યારે ? કે વિપરીત અભિનિવેષ રહિત હોય તો— શાસ્ત્રજ્ઞાન યથાર્થ ક્યારે ? કે આત્માના લક્ષે શાસ્ત્ર અધ્યયન કરવામાં આવે તો સત્પુરુષ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા વિનય ક્યારે ? કે અસત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા વિનય ન હોય (૨૦૪૯) - ૧ ૧૪ શ્રાવણ વદ-૭ પાત્ર મુમુક્ષુજીવનાં લક્ષણ : (૧) જેને માત્ર પોતાનું સ્વરૂપ જ પ્રાપ્ત કરવું છે. અને તે સિવાઈ આ જગતમાંથી તેને કાંઈ જોઈતું નથી. તે ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ છે, અને તેથી જે સ્વાનુભૂતિ વિભૂષિત મહાપુરુષના Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ અનુભવ સંજીવની ચરણનો ઇચ્છુક છે, એક નિષ્ઠાથી તેમની આજ્ઞા શીરોધાર્ય જેને છે. તે અવશ્ય વર્તમાન પાત્ર (૨) સ્વરૂપ ચિંતવન – સ્વરૂપ વિચારણા થવા છતાં અનુભવના અભાવમાં ખટક / અસંતોષ રહ્યા કરે. (૩) અનેક પ્રકારના મોહયુક્ત પરિણામથી મુંઝવણ અનુભવતા. (૪) ગુણથી ઉત્પન્ન થતાં સુખની રુચિવાળો. (૫) ઉદયભાવોમાં જોર ઘટી ગયું હોય – ક્યાંય ગમે નહિ. (૬) સમજણમાં આવે તેનો શીધ્ર પ્રયોગ કરનારા (૭) દર્શનમોહની મંદતાવાળો. શ્રા. વ. ૧૨ (૮) શાસ્ત્રનો ક્ષયોપશમ, સહિત ઉચ્ચ વહેવારના પરિણામ થવા છતાં તેના પ્રત્યે ઉપેક્ષાભાવ – અરસ પરિણામે પરિણમનાર - તેમાં સંતુષ્ટ ન થાય. (૯) ઇન્દ્રિયજ્ઞાન અને જગતની મોટાઈ વાળા પ્રસંગો અને વસ્તુનો મહિમા-રુચિ ન આવે. (૧૦) સ્વભાવ સાંભળતાં રુચિમાં પોષણ થાય-વૃદ્ધિ થાય. (૧૧) સૂક્ષ્મ અંતર વિચારણા પૂર્વક ભેદજ્ઞાનનો પ્રયત્નવાન. (૧૨) પદાર્થનો યથાર્થ નિર્ણય કરવાની ભૂમિકાવાળો. (૧૩) ઉપકારી પુરુષ પ્રતિ વિનય–ભક્તિની ઓછપના ભાવ ન હોય તેવો. બી. શ્રા. સુદ – ૯ (૧) આત્માને અહિતરૂપ પરિણામો થતાં ગભરાટ થઈ જવો. (૧૫) સમજણમાં અયથાર્થતા ઉત્પન્ન ન થાય તેવા વલણવાળો. (૧૬) પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી કરનાર અને તેના પરિણામે અપ્રયોજનભૂત પ્રત્યે ઉદાસ થનાર • તેમજ પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા – વળગવાની તત્પરતાવાળો. (૧૭) પ્રતિકૂળતા સમયે જીવના પરિણામ બગાડવાને બદલે પુરુષાર્થ પ્રત્યે વળનાર / આત્મહિતમાં સાવધાન થનાર. (૧૮) પાત્રતાનો આંક - જીવને નિજહિતની ગરજ કેટલી છે . તેના ઉપર આધારીત છે. (૧૯) ભવભયથી ડરનારો. (૨૦) આત્મલક્ષી – આત્મામય જીવન–પરિણમનવાળો. (૨૦૫O) Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ અનુભવ સંજીવની બી. શ્રા. સુદ – ૧૩ આત્માનો અધ્યાત્મમાર્ગ લોકથી નિરપેક્ષપણે સ્વયંના પરાક્રમથી – પુરુષાર્થથી અંદર વિચરવાનો છે. જગતમાં પરાક્રમી પુરુષ નેતાપદે સ્થપાય છે; ત્યારે જગત તે પુરુષના પરાક્રમને બિરદાવે છે – અને નેતા તે પદવીનું ગૌરવ અનુભવ કરે છે. તેમાં લોકોની અને પુણ્યની અપેક્ષા છે, જ્યારે મોક્ષમાર્ગમાં અલોકિક પરાક્રમ છે, કે જેમાં લોકથી અને પુણ્યથી નિરપેક્ષ પુરુષાર્થમય સિદ્ધિ છે. – આ મોક્ષમાર્ગનું અલૌકિક ગૌરવ છે. મોક્ષમાર્ગી જીવને પણ પુણ્યોદયથી લોકો માને, બહુમાન આપે, પ્રશંસા કરે, પરંતુ પોતે તે લોકોનો પ્રેમથી . રાગથી પરિચય કરતો નથી - તે પ્રશંસા આદિથી નિરપેક્ષ રહી અંતરમાં વિચરે છે. જો પોતે રાગથી પરિચય કરે – થયેલ પરિચયમાં વૃદ્ધિ કરવા જાય / અપેક્ષા થાય તો પોતાનું પતન થાય. (૨૦૧૧) બી. શ્રા. વદ -૧ / મનોવિજ્ઞાન (General Psycology) નો સામાન્ય પ્રકાર એવો છે કે જેમાં પૂર્વગ્રહ મહત્વનો ભાગ ભજવે છે. દષ્ટાંતરૂપે – કોઈપણ તત્વજ્ઞાનીનો સમાગમ ‘તે આત્મજ્ઞાની છે' એમ જાણીને કરવામાં આવે તો અને તેવા અભિપ્રાયને બદલે માત્ર વિદ્વતા સમજીને પરિચય કરવામાં આવે, તે બન્ને પ્રકારમાં બહુ ફરક પડે છે. તેથી જ આત્મજ્ઞાની કોઈ અન્ય આત્મજ્ઞાનીથી ઓળખ મળી હોય . તેવી ઓઘસંજ્ઞારૂપ ઓળખ પણ સમાગમ કાળે “પરમહિતરૂપ” સમજી જીવ લક્ષગત કરી શકે, નહિ તો તે પ્રકારે વજન જાય નહિ અને તેવો થયેલ સમાગમ' પ્રાયઃ અયોગરૂપ થઈ પડે છે. તેથી જ્ઞાનીને ઓળખવાની ક્ષમતા ન ઘરાવનાર એવા બહુભાગ જન સમુદાયમાં પ્રસિદ્ધ મહાપુરુષ દ્વારા નિર્દેશ થતાં – ધર્મબુદ્ધિવાન – આત્માર્થીજીવોને તે પરમ ઉપકારભૂત થઈ રહે છે.આવા મહાપુરુષનો બોધ તો અનંત ઉપકારી છે. પણ આ તેથી વધારાનો ઉપકાર છે. આવો પ્રકાર વર્તમાનમાં પૂ. ગુરુદેવે પૂ. બહેનશ્રી પ્રત્યે કરેલો નિર્દેશ છે. (૨૦૧૨) બી. શ્રા. વદ - ૩ / આત્મિક ગુણો પરસ્પર નિમિત્તરૂપે અથવા કોઈ સ્તરે અવિનાભાવી પણે સુમેળપણે પરિણમે છે. પરંતુ પોતાની સ્વતંત્રતા દરેક ગુણની અબાધિત છે. એવું વસ્તુ– સ્વરૂપ છે. દૃષ્ટાંતરૂપે પ્રત્યેક સાધકજીવને ધર્મનું મૂળ' એવું સમ્યકદર્શન અને તેના આશ્રયભૂત સ્વતત્વ એક સરખુ હોવા છતાં – દરેકનો પુરુષાર્થ એક સરખો હોતો થતો નથી. જીવે ખાસ કરીને પુરુષાર્થની સ્વતંત્રતાનો ઊંડાણથી ગહન અભ્યાસ કર્તવ્ય છે. (૨૦૧૩) Page #566 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની બી. શ્રા. વદ -૪ મુમુક્ષુજીવને શુદ્ધતાનું ધ્યેય છે તેને પહોંચી વળવા જતાં પહોંચ્યા પહેલાં વચ્ચે શુભ થઈ જાય છે. તેથી તેને શુભનો આગ્રહ નથી. તેમજ શુભમાં રોકાવું પણ નથી – અંતર સંશોધન કરતાં ઉત્પન્ન થયેલું શુભ ભાવનાપ્રધાન હોવાથી હૃદયને ભીંજાયેલું રાખે છે. પાપથી તો ભયભીત થઈ જાય છે. (૨૦૫૪) - બી. શ્રા. વદ -૬ V જ્ઞાનીના વચનો અફર હોય છે. એટલે કે લક્ષ્યનો બોધ થવામાં ‘અચૂકપણે’ નિમિત્ત થાય છે. જીવની તૈયારી હોવી જોઈએ, અહો વીતરાગ સ્વભાવ ઉપરની ભીંસમાંથી પ્રગટેલી વાણી !! અમોઘ જ હોય ને ! (૨૦૫૫) - ૫૧૧ ભાદરવા વદ ૪ અનુકૂળ સંયોગોમાં જીવ હરખાય છે, કે જે પાપભાવ છે. આવા હરખને જીવ ઇષ્ટ માની દુર્ગતિને પ્રાપ્ત થાય છે. (૨૦૧૬) - ભાદરવા વદ ૭ • અનાદિથી જીવ રાગનો આધાર લઈ પરિણમી રહ્યો છે. તેથી રાગથી ભિન્ન પડવા માટે જ્ઞાનનો આધાર લેવામાં આવે તો જ રાગથી ભિન્નતા થાય—જેનાથી ભિન્ન થવું છે એવો જે રાગ તેનાં આધારે તેનાથી ભિન્નતા કેમ થાય ? (૨૦૫૭) - - આસો સુદ - ૪ V/ભેદજ્ઞાન પરમભાવ ઉપરની રુચિ સહિત વર્તે છે. બન્નેનો (જ્ઞાન અને રુચિનો) મેળ ઘનિષ્ટ છે. તેથી અનુભૂતિ સંપન્ન થાય છે. જ્ઞાન આગળ વધીને સ્વરૂપ ગ્રહણ કરીને સ્વસંવેદનભાવે પરિણમે છે અને રુચિ આગળ વધી સ્વરૂપ શ્રદ્ધાન ભાવે પરિણમે છે સાથે જ જ્ઞાન રાગથી ભિન્ન પડે છે અને રુચિ અપેક્ષાએ રાગની અરુચિ થાય છે. સ્વકાર્ય નિષ્પન્ન થવામાં આ નિયત પ્રકાર છે. એકલું જ્ઞાન કે એકલી દૃષ્ટિ દ્વારા કામ કરવા ધારે તો તે કલ્પના માત્ર છે. – તે જીવ વાસ્તવિક વિધિથી અજાણ છે. (૨૦૫૮) v સંસારી જીવની વિષય-તૃષ્ણા અનંત છે. અફીણના બંધાણની જેમ તલપ—લાગેલી જ રહે છે. એવી સ્થિતિમાં પૂર્વકર્મ અનુસાર સંયોગો પ્રાપ્ત થતાં જીવને તેનો રસ વધી જાય છે. આત્મા Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ અનુભવ સંજીવની ઝેરની માત્રા વધતી જતી હોવાથી જીવ સહજ અધોગતિમાં જાય છે. ત્યાં સત્પુરુષનું શરણ જ માત્ર તેને બચાવે છે. (૨૦૫૯) સં-૨૦૪૨ કારતક વદ-૨ અનાદિકાળના પરિભ્રમણમાં જ્ઞાની પુરુષનો યોગ થવા છતાં જીવને ઓળખાણ થઈ નથી. ઓ9 ઓઘે આ જ્ઞાની છે તેવું માન્યું છે ઓથે ઓથે બહુમાન કર્યું છે પરંતુ ઓળખીને મહિમા આવ્યો નથી. ઓળખીને મહિમા આવે તો જરૂર તરી જાય. તે ન ઓળખવાનું કારણ તથારૂપ પાત્રતાનો અભાવ છે– અર્થાત્ જ્ઞાની માર્ગને દેખાડનારા છે, પરંતુ જે માર્ગની શોધમાં હોય, તેને જ દેખાડનાર (જે માર્ગને પોતે શોધે છે તે માર્ગને દેખાડે છે,)નું કથન ઓળખાણપૂર્વક સમજાય છે. માર્ગની વિધિ જ્ઞાનીના વચનોમાં આવે છે, છતાં પોતે વિધિને પકડી શકતો નથી, કારણકે પોતાની શોધ ત્યાં નથી તેથી ઓળખાણ પણ થતી નથી. (૨૦૬૦) કારતક વદ-૧૨ આત્માનું જ્ઞાન આગમ દ્વારા – દ્રવ્ય, ગુણ, પર્યાયથી, પ્રમાણ નય દ્વારા કરાવવામાં આવે છે. ત્યાં જાણપણું વસ્તુ-વ્યવસ્થાનું થાય છે. પરંતુ અનાદિ ભેદ વાસિત બુદ્ધિને પ્રાય ઉક્ત ભેદોમાં ફસાવાનું થાય છે, નવેય તત્વમાં છૂપાયેલી ચૈતન્ય જ્યોતિને જુદી પાડવી. તે પરમાર્થ છે; અને તે પરમાર્થની પ્રાપ્તિ થવામાં – ગુપ્ત અને પ્રગટ અર્થાત્ વ્યક્ત અને અવ્યક્ત પણું– અવસ્થાભેદરૂપ હોઈ વિકલ્પનું કારણ થાય છે, બન્ને પ્રકારના ભેદને ગૌણ કરીને, “એકરૂપ–એકરસ ચેતનાસ્વરૂપ હું છું તેમ ચેતના સામાન્યમાં અસ્તિત્વનું ગ્રહણ થવું– તે વિધિનું સ્વરૂપ છે. ચેતના સામાન્યમાં દ્રવ્ય-પર્યાયની અપેક્ષા નથી – તે નિશ્ચય નિરપેક્ષતા છે. (૨૦૬૧) માગ. સુદ – ૫ ૪ સ્વરૂપ મહિમા ઉત્પન્ન થતાં પુરુષાર્થ સહજ છે, – સ્વરૂપનો મહિમા, સ્વરૂપ – સામાન્ય તત્વ – પરમભાવ – જ્ઞાનમાં નિજરૂપે આવે તો ઉત્પન્ન થાય . મહિમાવંત તત્વનો મહિમા થવો સહજ છે. આમ જ્ઞાન જ મૂળમાં રુચિ અને પુરુષાર્થનું કારણ છે, તેથી “જ્ઞાનગુણ” વિના પ્રાપ્તિ નથી. એ સિદ્ધાંત છે. (૨૦૬૨) ર પોષ વદ - ૧૦ દર્શનમોહની વૃદ્ધિનહાનિના કારણો - (A) દર્શનમોહની વૃદ્ધિના કારણો – Page #568 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૧. વીતરાગ સર્વજ્ઞ સિવાઈ, અન્ય દેવનો સ્વીકાર થવો, ૨. નિગ્રંથ ભાવલિંગી સંત સિવાઈ, અન્યગુરુનો ગુરુતરીખે સ્વીકાર થવો, ૩. વીતરાગી – દેવ, ગુરુ અને સમ્યક્દષ્ટિ સત્પુરુષોનાં બોધેલાં સિદ્ધાંત અથવા બોધનો અસ્વીકાર થવો, અથવા કુદેવ, કુગુરુના બોધેલાં શાસ્ત્રનો સ્વીકાર થવો, ૪.સત્પુરુષથી વિમુખ વર્તવું અથવા ઉપેક્ષા કરવી, ૫. શુભભાવ અને શુભક્રિયાની રુચિ વધવી, ૬. પુણ્યના ફળની વાંછા થવી- રહેવી, તેમજ અનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં અથવા મેળવવા માટે રસ– ઉત્સાહ થવો વધવો, ૭. અસરળતા, જીદ્દીપણું થવું અથવા વધવું, ૮. અન્યથા અથવા વિપરીત તત્વના ગ્રહણ–નો આગ્રહ થવો, ૫૧૩ ૯. પ્રમાદ સેવવો—અર્થાત્ નિજહિતમાં ઉત્સાહથી ન પ્રવર્તવું, ૧૦. બાહ્યસાધન–ક્રિયા, ભક્તિ, સંયમ, સ્વાધ્યાય, એકાંતવાસ, ત્યાગ, વૈરાગ્ય, દયા, માનસિક શાંતિ, શાસ્ત્ર-જ્ઞાન, તપ, આદિમાં સંતુષ્ટ થવું, અથવા શુદ્ધતાનો ઉપરોક્ત ભાવોમાં ભ્રમ રહેવો, ૧૧. પોતાના દોષોનો પક્ષપાત / બચાવ થવો, તેમજ પોતાને મમત્વ હોય–રાગ હોય તેના દોષનો પક્ષપાત થવો, ૧૨. પ્રત્યક્ષ ઉપકારી જ્ઞાનીના ઉપકારને ઓળવવો, ૧૩. ગુણ અને ગુણવાન પ્રત્યે આદર ન થવો, ૧૪, ઉચ્ચકોટિના સૂક્ષ્મ બોધ પ્રત્યે ઉપેક્ષા થવી, અથવા અનુભૂતિની આવી ઊંચીવાત આ કાળમાં અથવા અમારા જેવાને યોગ્ય નથી, તેવો અભિપ્રાય રહેવો—થવો, ૧૫. જ્ઞાનીના વચનમાં શંકા થવી, ૧૬. અનેકનો પરિચય વધારવાની વૃત્તિ, અથવા લોકદષ્ટિની મુખ્યતા રહેવી, (જેથી પરમાર્થની ગૌણતા થાય) ૧૭. લૌકિકમાનની તીવ્રતા થવી. ૧૮. પર વિષયની સુખબુદ્ધિ દૃઢ થવી, – તીવ્ર થવી, જગતના કોઈપણ પદાર્થ અથવા પ્રસંગમાં સુખની કલ્પના થવી. (૨૦૬૩) Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ૧. ર. ૩. ૪. ૫. ૬. ૨૬. ૨૭. ગ્રંથનું નામ તેમજ વિવરણ અનુભવ સંજીવની શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી) શ્રી ગુરુગુણ સંભારણા પૂ બહેનશ્રી ચંપાબહેનના શ્રીમુખેથી સ્મ્રુતિ ગુરુભક્તિ શ્રી જિણસાસણ સર્વાં જ્ઞાનીપુરુષ વિષયક વચનામૃતોનું સંકલન શ્રી દ્વાદશ અનુપ્રેક્ષા – શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ વિરચિત) શ્રી વ્યષ્ટિપ્રકાશ (ભાગ-૩) પૂ શ્રી નિહાલચંદ્રજી સૌગાનીજીની તત્ત્વચર્ચા શ્રી દશલક્ષણ ધર્મ ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મો પર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચન શ્રી ધન્ય આરાધના ૫ ફ્. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દેશા ઉપર પૂ. ભાઈશ્રી શશીભાઈ કારા વિવેચન શ્રી નિર્માંત દર્શનની કેડીએ - લે પૂ. ભાઈશ્રી શશીભાઈ શ્રીમદ યોગીન્દ્રદેવ વિરચિત શ્રી પરમાત્મપ્રકાશ શ્રી પરમાગમસાર પૂ ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮ વચનામૃત શ્રી પ્રવચન નવનીત ભાગ-૧) પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ખાસ પ્રવચન શ્રી પ્રવચન નવનીત ભાગ-૨) પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ખાસ પ્રવચન શ્રી પ્રવચન નવનીત (ભાગ-૩) પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ખાસ પ્રવચન શ્રી પ્રવચન પ્રસાદ (ભાગ-૧૨) શ્રી પંચાસ્તિકાય સંગ્રહ પર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો શ્રી પથપ્રકાશ (માર્ગદર્શન વિષયક વચનામૃતોનું સંકલન) શ્રી પ્રયોજન સિદ્ધિ – લે. પૂ. ભાઈશ્રી શશીભાઈ ૭. સ્વાધ્યાય ૧૫.૦૦ ૮. ૯. ૧૧.૨૫ ૧૦. ૨૫.૦૦ ૧૧. ૨૫.૦૦ ૧૨. ૩૫.૦૦ ૧૩. ૩૫૦૦ ૧૪. ૬.૦૦ ૧૫. ૩.૦૦ ૧૬. શ્રી વિધિ વિજ્ઞાન ૭.૦૦ ૧૭. ૭.૦૦ શ્રી ભગવાન આત્મા ૧૮. શ્રી સભ્યજ્ઞાન દીપિકા ૧૫.૦૦ ૧૯. ૨૦,૦૦ ૨૦. ૨.૦૦ ૨૧. ૫.૫૦ ૨૨. $.00 ૨૩. બીજું કાંઈ શોધ મા - પ્રત્યક્ષ સત્પુરુષ વિષયક વચનામૃતોનું સંકલન ૬.૦૦ ૨૪. મુમુક્ષુતા આરોહણ ક્રમ શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪ પર પૂ. ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો સ્વાય સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત છે પદનો અમૃત પત્ર ૨૫. 20.00 શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૪૯૩ ૫૨ પૂ. ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો આત્મયોગ – શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૫૬૯, ૪૯૧, ૬૦૯ પર પૂ. ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો ૨૦.૦૦ પરિભ્રમણના પ્રત્યાખ્યાન શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૯૫ ૧૨૮ તથા ૨૬૪ પર પૂ. ભાઈશ્રી શકભાઈના પ્રવચનો - - વિધિ વિષયક વચનામૃતોનું સંકલન દ્રવ્યદૃષ્ટિ વિષયક વચનામૃતોનું સંકલન લે. શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક શ્રી તત્ત્વાનુશીલન (ભાગ ૧ થી ૩) લે. પૂ. ભાઈશ્રી શશીભાઈ શ્રી આધ્યાત્મિક પુત્ર પૂ. શ્રી નિહાલચંદ્ર ચોગાનીના પત્રો શ્રી અધ્યાત્મ સંદેશ – પૂ. ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો શ્રી જ્ઞાનામૃત શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃત છુ ? 88 8 88 ૨૦,૦૦ Page #570 -------------------------------------------------------------------------- ________________ અનુભવ સંજીવની ૫૧૫ श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट उपलब्ध प्रकाशन (हिन्दी) ग्रंथका नाम एवं विवरण मूल्य ८.०० १७.०० ६.०० ६.०० स्वाध्याय १५.०० ४.०० ८.०० श्री जिणसासणं सव्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन) २. श्री द्रव्यदृष्टि प्रकाश (तीनों भाग) पू. श्री निहालचंद्रजी सोगानीजीके पत्र व तत्त्वचर्चा ३. श्री दूसरा कुछ न खोज - प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन ४. श्री दंसणमूलो धम्मो - सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार ५. श्री निभ्राँत दर्शनकी पगडंडी - ले. पू. भाईश्री शशीभाई ६. श्री परमागमसार - (पू. गुरुदेवश्री कानजीस्वामीके १००८ वचनामृत) ७. श्री प्रयोजन सिद्धि - ले. पू. भाईश्री शशीभाई श्री मूलमें भूल - पू. गुरुदेवश्री कानजीस्वामीके विविध प्रवचन ९. श्री विधि विज्ञान - विधि विषयक वचनामृतोंका संकलन १०. श्री सम्यक्ज्ञान दीपिका - ले. श्री धर्मदासजी क्षुल्लक ११. श्री तत्त्वानुशीलन (भाग १-२-३) ले. पू. भाईश्री शशीभाई १२. श्री अनुभव प्रकाश - ले. दीपचंदजी कासलीवाल श्री ज्ञानामृत - श्रीमद् राजचंद्र ग्रंथमेंसे चयन किये गये वचनामृत १४. श्री मुमुक्षुता आरोहण क्रम - श्रीमद् राजचंद्र पत्रांक - २५४ पर प. भाईश्री शशीभाई के प्रवचन १५. सम्यग्दर्शनके सर्वोत्कृष्ट निवासभूत छ: पदका अमृत पत्र श्रीमद् राजचंद्र पत्रांक - ४९३ पर पू. भाईश्री शशीभाईके प्रवचन १६. आत्मयोग - श्रीमद् राजचंद्र पत्रांक - ५६९, ४९१, ६०९ पर पू. भाईश्री शशीभाईके प्रवचन १७. परिभ्रमणके प्रत्याख्यान - श्रीमद् राजचंद्र पत्रांक - १९५, १२८, २६४ पर पू. भाईश्री शशीभाईके प्रवचन ३.०० १५.०० २०.०० ५.०० ६.०० १८.०० २०.०० २०.०० Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ અનુભવ સંજીવની ‘અનુભવ સંજીવની’ગુજરાતી / હિન્દીના પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિ શ્રીમતી વિમલાદેવી હીરાલાલ જૈન, પરિવારના સૌજન્યથી શ્રીમતી ગીતા જૈન, હૈદ્રાબાદ ૬૬,૬૬૬/- શ્રીમતી નીનુ જૈન, હૈદ્રાબાદ શ્રીમતી સવિતા જૈન, હૈદ્રાબાદ શ્રી ધર્મેન્દ્રભાઈ ન્યાલચંદભાઈ વોરા, પરિવારના સૌજન્યથી એક મુમુક્ષુ, હ. નિલેષભાઈ, ભાવનગર શ્રી કનુભાઈ લક્ષ્મીચંદ શાહ, અમદાવાદ શ્રી પરિચંદ ઘોષાલ, ભાવનગર શ્રીમતી વંદના રણધીર ઘોષાલ, ભાવનગર શ્રી ઝવેરીભાઈ સાવલા, દાદર-મુંબઈ શ્રી મહેન્દ્રકુમારજી જેન, આગ્રા ૫૧,૦૦૦/- શ્રીમતી રેણુ જૈન, હૈદ્રાબાદ શ્રીમતી નંદિનીબહેન પ્રશાંતભાઈ, ભાવનગર ૨૫,૦૦૦/- શ્રીમતી કુસુમ જૈન, હેદ્રાબાદ ૨૫,૦૦૦/- શ્રીમતી કવિતા જેન, હૈદ્રાબાદ ૧૧,૦૦૦/- શ્રીમતી બદામીબહેન કોઠારી, હૈદ્રાબાદ ૧૧,૦૦૦/- શ્રી અભિષેક ગંગવાલ, ભાવનગર ૧૧,૦૦૦/- શ્રીમતી સકુન કોઠારી, હેદ્રાબાદ ૧૧,૦૦૦/- શ્રીમતી શોભા કોઠારી, હૈદ્રાબાદ ૧૦,૦૦૦/- શ્રીમતી કંચનબાઈ, હૈદ્રાબાદ ૫,૦૦૦/- શ્રીમતી કવિતા જૈન, હૈદ્રાબાદ ૫,૦૦૦/- શ્રીમતી કુસુમબહેન જૈન, હેદ્રાબાદ ૫,૦૦૦/- શ્રીમતી રેણુ જૈન, હૈદ્રાબાદ ૫,૦૦૦/- શ્રીમતી સવિતા જૈન, હૈદ્રાબાદ ૪,૦૦૦/- શ્રીમતી મીનુ જૈન, હૈદ્રાબાદ ૪,૦૦૦/- શ્રીમતી ગીતા જૈન, હૈદ્રાબાદ ૪,૦૦૦/- શ્રીમતી મીતા જૈન, હૈદ્રાબાદ ૪,૦૦૦/- શ્રીમતી રીતા જૈન, હૈદ્રાબાદ ૪,૦૦૦/- શ્રીમતી કંચનબાઈ, હૈદ્રાબાદ ૩,૦૦૦/- શ્રી વિપુલ જૈન, આગ્રા ૩,૦૦૦/- શ્રીમતી નીરુ નિતીન જૈન, આગ્રા ૩,૦૦૦/- શ્રીમતી અનિતા જૈન, હૈદ્રાબાદ શ્રી ખીમજીભાઈ ગંગર, મુંબઈ શ્રી મહેન્દ્રભાઈ શેઠ, કલકત્તા સ્વ. શ્રી ઘીસાલાલજી કોઠારી, હૈદ્રાબાદ શ્રીમતી પ્રેમલતાબહેન ગંગવાલ, ભાવનગર શ્રી ન્યાલચંદભાઈ વોરા, ભાવનગર શ્રી કિશોરભાઈ વોરા, ભાવનગર શ્રીમતી નલિનીબહેન વોરા, ભાવનગર શ્રી નિરવભાઈ વોરા, ભાવનગર શ્રીમતી કેતકીબહેન વોરા, ભાવનગર પલ્લવી ગંગવાલ, ભાવનગર શ્રીમતી કનકબાઈ, હૈદ્રાબાદ શ્રીમતી રીતા જૈન, હૈદ્રાબાદ શ્રીમતી મીતા જૈન, હૈદ્રાબાદ ૩,૦૦૦/ ૩,૦૦૦/ ૩,૦૦૦/ ૩,૦૦૦/ ૩,૦૦૦/ ૩,૦૦૦/ ૩,૦૦૦/ ૩,૦૦૦/ ૨,૦૦૦/ ૧,૫૦૦/. ૧,૫૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૬,૦૦/ ૬,૦૦/ Page #572 -------------------------------------------------------------------------- ________________ विधि HTTTTTTTTTTTT llllllllllll ज्ञानामृत विज्ञान પરિભ્રમણ oll પ્રત્યાખ્યાન श्री श्रीनरागसत् साहित्य प्रसारक स्ट દયા પરામ પ્રયોજન સિદ્ધિ = जिणसासणं सव्व IT111111111111111111111111111 કમર કામ ના કર ધન્ય અવતાર YRAIDERIK S «જાને ના તો llik MATH" ચાણdu) છ પદનો laskeab kes બીજું કાંઈ leep. કા૨ક ટૂ આરાધના વન્ય ભાવનગર भगवान યાતાયા નિર્ભત દર્શનની કેડીએ આરોહણ હિમ પથ-પ્રકાશ ઉselgશીલgી શ્રી વીતરાગા સલા સાહિત્ય પ્રસારક સ્ટ