________________
૨૫૨
અનુભવ સંજીવની
દોષ ભાવ સાથે વિપરીત પ્રયોગનું બળ પ્રવર્તે છે, તેમાં વિપર્યાસનું બળ ઘણું - વિશેષ છે, જેની પાસે વિચારબળનું કાંઈ સફળપણું થઈ શકે નહિ. તેથી વિપરીત પ્રયોગબળની સામે અવિપરીત પ્રયોગ જ કાર્યકારી થાય છે, જે કષાયરસને તોડવા સમર્થ છે. તાત્પર્ય એ છે કે ચાલતા પરિણમનનું અવલોકનરૂપ પ્રયોગ થવાથી દર્શનમોહ અને કષાયનો અનુભાગ તૂટે છે. ચાલતા ઉલટા પ્રયોગનું મારણ સુલટો પ્રયોગ જ છે, વિચાર નહિ. સુલટા પ્રયોગનું બળ અવશ્ય સફળ થાય છે.
(૮૯૮)
*
વિરાધના પરિણામ માઠી ગતિનું કારણ છે. તે (વિરાધક) જીવ અનંત દુઃખ ભોગવે છે. તે કરુણાના પાત્ર છે, પરંતુ દ્વેષને પાત્ર નથી. સ્વભાવે કરીને તે પણ ભગવાન છે, તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. - આ મહાપુરુષોનું હૃદય છે. અથવા મહાનતા અને વિશાળતા છે. મુમુક્ષુજીવે તે અનુસરણ કરવા યોગ્ય છે. દ્વેષભાવે અનુકંપાનો ત્યાગ થાય છે, કષાય તીવ્ર થવાથી નુકસાન થાય છે.
(૮૯૯)
સ્વાનુભવ મતિ - શ્રુતજ્ઞાનમાં મન દ્વારા થાય છે, તે કથન આગમ પદ્ધતિનું છે. અધ્યાત્મમાં તો જ્ઞાનને મતિ - શ્રુતની ઉપાધિરૂપ ભેદનો નિષેધ છે. કારણકે અનુભવમાં જ્ઞાન ભેદાતું જ નથી - એવો અભેદનો અનુભવ હોય છે. તેથી જ મતિશ્રુતનું પરોક્ષપણું અનુભવને લાગુ થતું નથી. જ્ઞાન તો સ્વરૂપે જ પ્રત્યક્ષ છે; તેમ જાણી સર્વ પ્રકારના ભેદનો પૂર્વગ્રહ ત્યાગવા યોગ્ય છે. વળી અંતર્મુખ પરિણમનમાં અનંત સર્વ ગુણો સ્વરૂપને વિષે એકાગ્રપણે વ્યાપ્ય વ્યાપક થઈ પ્રવર્તે છે. તેને અન્ય કોઈ અવલંબન નથી.
(૯૦૦)
સહજતા બે પ્રકારે છે. સ્વાભાવિક અને અસ્વાભાવિક અનેકવાર જે પ્રકારના શુભાશુભ પરિણામો થાય, તેનાથી જીવ ટેવાઈ જાય, ત્યારે તે જીવને, તે પરિણામ સહજ થતા લાગે છે. પણ દોષ જીવનો સ્વભાવ નહિ હોવાથી, તે ખરેખર સહજતા નથી, પણ કૃત્રિમતા છે. પરંતુ નિર્દોષતા જીવનો સહજ સ્વભાવ હોવાથી, પૂર્ણતાના લક્ષે સહજતાની શરૂઆત થાય છે. અને સ્વરૂપ લક્ષ થતાં સહજ પરિણતિ અને સહજ ઉપયોગ થવાનું બને છે. સહજતા હોય ત્યાં થાક ન લાગે, કૃત્રિમતા હોય ત્યાં થાક લાગે છે. જ્ઞાનીનું જીવન - પરિણમન સહજ હોય છે. જ્ઞાની કૃત્રિમતાના નિષેધક હોય છે. કૃત્રિમતા વડે લોકસંજ્ઞાનો આવિર્ભાવ થાય છે, વા પોષણ થાય છે. કાંઈ ગુણ થતો
નથી.
(૯૦૧)
સત્ના સાચા જિજ્ઞાસુને પૂર્વગ્રહ છૂટી જાય છે. મિથ્યા આગ્રહરૂપ પૂર્વગ્રહ પાત્રતાનો દુશ્મન