________________
અનુભવ સંજીવની
૨૫૧ પૂર્ણ ભક્તિથી ઉપાસે છે. જરાપણ સ્વછંદ કે નિજમતનો આગ્રહ સેવે નહિ, તો તે આજ્ઞા રુચિરૂ૫ સમકિત જાણવા યોગ્ય છે. તે પ્રકાર સપુરુષની ઓળખાણ પૂર્વકના બહુમાન વડે ઉત્પન્ન હોવાથી, ત્યાંથી આત્માર્થ સમજાય છે, અને સ્વરૂપની ઓળખાણ - સ્પષ્ટ અનુભવાશે થઈ, પરમાર્થ સમ્યકત્વની સમીપતા થાય છે. માર્ગ પ્રાપ્તિનો આ ક્રમ અનંત જ્ઞાનીઓ દ્વારા અનુભવપૂર્ણતા પૂર્વક વિહિત છે. તેથી મુમુક્ષુવે નિઃસંદેહ થઈ સેવવા યોગ્ય છે.
(૮૯૫)
જ્ઞાન સ્વયંનું અવલોકન કરે અર્થાત્ સ્વયંના અનુભવ ઉપર ઉપયોગ લાગે, કે જેથી પરપ્રવેશભાવ મિથ્યા લાગે . પર / રાગના વેદનરૂપ અધ્યાસ / ભૂલ ભાસે, તો ભૂલ ભાંગે, અનુભવ સંબંધી ભૂલ મટે. સાચી સમજણ આ પ્રકારે થવી ઘટે છે. સ્વરૂપ–નિશ્ચય અર્થે સ્વભાવને શોધવાના ઉદ્દેશ્યપૂર્વક અવલોકનનો પ્રયોગ . અભ્યાસ હોવો . થવો આવશ્યક છે.
સૂક્ષ્મ અનુભવદૃષ્ટિપૂર્વક જ્ઞાન સામાન્યનાં અવલોકનમાં પ્રસિદ્ધ / પ્રગટ સ્વસંવેદન વડે જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે, સ્વભાવની નિર્વિકલ્પતા, પ્રત્યક્ષતા, નિર્વિકારતા આદિ ભાસે છે. અનંત સુખાદિ અનંત સામર્થ્યના અસ્તિત્વ ગ્રહણથી સ્વરૂપ મહિમા ઉમટી પડે છે, અત્યંત આત્મરસને અહીં સુધારસની સંજ્ઞા મળે છે. તદુપરાંત સ્વસમ્મુખી પુરુષાર્થ શરૂ થાય છે. - આ સ્વરૂપ નિશ્ચયની વિધિ અને યથાર્થ પરિણમન છે. સ્વરૂપ નિશ્ચય થયા પછી . સર્વ પરિણામ સ્વરૂપ લક્ષે જ થાય છે. પરિણામોમાં શુભાશુભ ભાવોનું મહત્વ નથી, પણ લક્ષ કોના ઉપર છે ? તન્નુસાર આરાધના - વિરાધનાનો આધાર છે. સ્વાનુભવ, સ્વરૂપના ઉક્ત નિશ્ચય સાથે પ્રતિબદ્ધ છે. (૮૯૬)
ફેબ્રુઆરી - ૧૯૯૨ સજીવનમૂર્તિ - એવા દેવ, ગુરુ, અને પુરુષમાં મુમુક્ષુજીવને સંસાર છેદ - પરિભ્રમણનો નાશ . ધર્મ પ્રાપ્તિ . નું નિમિતત્ત્વ એકસરખું છે. તેથી મુમુક્ષુ જ્ઞાની / ગુરુની ભક્તિ પરમાત્માવતું કરે છે. જેને સંસાર . સમુદ્રથી ડુબતા બચવું હોય છે, તેને તે સરખાપણું સમજાય છે. બીજાઓ તેમના ઉપાદાનનું અંતર મુખ્ય કરે છે, તેમને ઉપરોક્ત નિમિતત્વ સમજાયું નથી. તેથી તેઓ ભક્તિ . શુન્ય થઈ, સ્વચ્છંદમાં આવી જાય છે. પરંતુ જેને નિમિતત્વ સમજાતું નથી અને વિવેક ઉત્પન્ન થતો નથી, (સ્થળ વિષયમાં પણ), તો પછી તેથી સૂક્ષ્મ ઉપાદાનની સમજણ અને વિવેક તો હોય જ કેમ ?
(૮૯૭)
વિકલ્પમાં - ભાવમાં દોષ થાય, ત્યારે મુમુક્ષજીવને તેનો વિચાર આવે છે, અને વૈચારિક ભૂમિકામાં તેનો નિષેધ પણ થાય છે, પરંતુ ફરી ફરી તે દોષનું પુનરાવર્તન થાય છે, અથવા તેવા નિષેધભાવનું વિચારબળ નહિવત્ હોવાથી, તે ભાવ લંબાઈ શકતો નથી, ઈચ્છવા છતાં, કારણકે