________________
૨૫૦
અનુભવ સંજીવની
થઈ, રાગમાં ‘હું પણા” ના અધ્યાસને જોતાં જ તે ભૂલ મટે છે. ભૂલ દેખાય ત્યાં ભૂલ રહે નહિ’- એ વાસ્તવિક્તા જ્ઞાનની છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું' - એવા અંતર અભ્યાસ વડે, જ્ઞાનની સ્વપણાથી મુખ્યતા થાય છે. અને જ્ઞાનાનુભવ / જ્ઞાનવેદનથી આત્મલક્ષ થાય છે. આત્મલક્ષી જ્ઞાન યથાર્થપણે - વાસ્તવિકપણે રાગને જુદો કરે છે, અનુભવીને. પરલક્ષી જ્ઞાનમાં રાગને જુદા અનુભવવાની તાકાત નથી.
(૮૯૧)
શુદ્ધ દ્રવ્યાર્થિકનય નો વિષય એક નિજ પરમ ધ્રુવ સ્વભાવ છે, અને પર્યાયાર્થિકનયનો વિષય અનેક ભેદ તથા શુદ્ધાશુદ્ધ પર્યાયો છે. આમ બંન્ને નયનો વિષય (ભિન્ન ભિન્ન અને કથંચિત્ વિરોધ હોવા છતાં, ઉદેશ્યની અપેક્ષાએ, એક સ્વરૂપ લક્ષે પ્રવર્તતા હોવાથી, તેઓને અવિરોધપણું છે. અને તે નયજ્ઞાનની વાસ્તવિકતા છે. પરમાર્થ પ્રાપ્તિમાં, યથાસ્થાને બંન્ને ઉપકારી છે.
(૮૯૨)
શાસ્ત્રના શબ્દનો અર્થ કરવામાં માત્ર ક્ષયોપશમની આવશ્યકતા છે. જે લૌકિક જનને પણ હોય છે. પરંતુ તેના ભાવ સમજી તેની ખતવણી કરવી તે જુદો વિષય છે. જે પાત્રતા આધારીત
છે.
શાસ્ત્ર-અનુભવી, સ્વરૂપદૃષ્ટિવાન મહત્ પુરુષો દ્વારા રચાયેલાં છે. તેથી તેના અર્થની યથાર્થ ખતવણી, સ્વરૂપદૅષ્ટિ પ્રાપ્ત ધર્માત્મા જ કરી જાણે છે, અન્ય નહિ. શબ્દાર્થનું મહત્વ નથી, ખતવણીનું મહત્વ છે. સર્વસ્વપણે ઉપાદેય શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક પ્રવર્તતું જ્ઞાન, યથાર્થપણે ખતવણી કરે છે, કરી શકે છે. રાગની ઉપાદેયતાવાળો જીવની ખતવણીમાં ભૂલ થાય છે.
(૮૯૩)
સ્પષ્ટ અનુભવાંશે, અભેદપણું, નિર્વિકલ્પપણું, પ્રત્યક્ષપણું, સ્વસન્મુખતામાં આવ્યા (ભાસ્યમાન થયા) વિના, સ્વભાવનું અભેદપણું પણ એક ભેદરૂપે કલ્પાય છે. ભેદબુદ્ધિમાં ઊભેલા જીવને તેમ સહજ થાય છે. તેથી તે પ્રકારે, સ્વરૂપ નિશ્ચય કરવો યોગ્ય નથી. તેથી પરલક્ષી જ્ઞાનની તત્ત્વઅભ્યાસની પ્રવૃત્તિમાં નિર્વિકલ્પપણું અને પ્રત્યક્ષપણું તો ખરેખર જ્ઞાનમાં આવતું જ નથી, કારણકે તે વેદનનો વિષય છે. (વિચારનો વિષય નથી.) તેથી તે વિષયમાં તો - જીવ પ્રવેશ થયા વિના - સાવ અંધારામાં જ ઊભો હોય છે, છતાં અભેદની કલ્પનામાં જો યથાર્થતા લાગે તો ગૃહિત મિથ્યાત્વ થઈ, મિથ્યાત્વ દઢ કરે છે. તેથી જ સત્પુરુષની આજ્ઞાએ ચાલવાની શિખામણ છે. તેમાં ઘણી ગંભીરતા અને જ્ઞાનીઓની કરુણા - અનુગ્રહ સમાયેલાં છે.
(૮૯૪)
દેહનો ગંભીર રોગ થાય તો, માણસ શીઘ્ર તજજ્ઞ ડોક્ટર પાસે જઈ, ડોક્ટરની સંપૂર્ણ તાબેદારી સ્વીકારીને વર્તે છે. તેમ જે આત્માર્થી જીવને ભવરોગની ગંભીરતા ભાસે, તે સત્પુરુષની આજ્ઞારુચિ