________________
અનુભવ સંજીવની
૨૪૯ ધારણા અને વિચારમાં નિજ સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. જેવી રીતે પરદ્રવ્ય અને પરભાવને, તે ભિન્ન હોવા છતાં, જીવ ગ્રહણ કરી ઉપાધિ વેદે છે. તેવી રીતે સ્વદ્રવ્યને લક્ષણ વડે-વેદન વડે જ્ઞાનમાં સ્વપણે ગ્રહણ કરવાથી, અનુભવ આવી શકે છે. તેથી નિમિત્ત, રાગ, પરલક્ષી ઉઘાડ, ધારણા-વગેરેની અપેક્ષા છોડીને નિજાવલોકનમાં આવવું રુચિ વડે પદાર્થનું ગ્રહણ થાય
(૮૮૭)
દોમ દોમ સાહ્યબી-વૈભવ જેને હોય, તેને દીનતાપૂર્વક ભીખ માગવાની જરૂરત હોતી નથી, તેમ જેના પ્રદેશ પ્રદેશમાં અનંત, અનંત, અપાર સુખ ભર્યું છે, તેને બીજેથી સુખની અપેક્ષા કેમ થાય ?
સર્વજ્ઞ . વીતરાગના આ વચન પર વિશ્વાસ નથી ? !
અંતર સુખ ગમે તેટલું ભોગવાય, તોપણ અક્ષય પાત્ર આત્મા છે. ઓછું પણ નહિ થાય. તેથી હે જીવ ! પ્રમુદિત થા !! પ્રમુદિત થા !!
(૮૮૮)
સ્વરૂપ પ્રાપ્તિની જેને ભાવના - રુચિ હોય, તેણે સ્વાનુભવઅર્થે નિજ અવલોકન વડે, ભેદજ્ઞાન (પ્રયોગાત્મક) કરવું.
ભેદજ્ઞાન એ સ્વરૂપનો અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થવાની પ્રક્રિયા (process) છે. વિચાર ધારણા તે અનુભવ થવાની પ્રક્રિયા નથી. તેથી સાધનાની ભૂલ ન થવી જોઇએ. કલ્પના ન થવી જોઈએ.. આ અનુભવી મહાત્માઓનું વચન છે.
(૮૮૯)
પ્રશ્ન :- સ્વરૂપ મહિમા શાથી થાય ?
ઉત્તર :- આત્મામાં અનંત સુખ અને સુધામય શાંતિ અનંત - અનંત ભરેલી છે. તેથી આત્માનો મહિમા છે. મહિમા થવાનું આ મુખ્ય કારણ છે. તેથી જ સ્વરૂપના અનુભવથી જે મહિમા ગમ્ય થાય છે, તે અન્યથા થતો નથી. મહિમા વિચારનો વિષય નથી, પણ વેદનનો વિષય છે. તેથી જ શ્રીમદ્ અમૃતચંદ્ર આચાર્યદેવે કહ્યું છે કે માત્માનુમત્ર “રાય છે મહિમા (સ.ક.૧૨) અર્થાત્ સ્વરૂપના સુખાનુભવથી જે મહિમા આવે છે, તે અદ્વિતિય હોય છે. આ સુખરસ. આત્મરસ પરિણતિને ઉત્પન્ન કરે છે. ત્યાં જગત તૃણવત્ થઈ જાય છે.
(૮૯૦)
રાગથી ભિન્ન જ્ઞાન છે, તેમ સમજણમાં આવે, અને તેવો વિકલ્પ / વિચાર થાય, તેથી કાર્ય સિદ્ધિ / અનુભવ ન થાય. પરંતુ રાગ અને જ્ઞાનના ભિન્ન ભિન્ન અનુભવને અવલોકનમાં લઈ, પોતાનું અસ્તિત્વ જે જ્ઞાનમાં છે, તેને ગ્રહણ . હું પણ કરવાનો પ્રયાસ થવો જોઈએ. મધ્યસ્થ