________________
૨૪૮
અનુભવ સંજીવની પરિણામી ન થવાય, તે લક્ષમાં લેવા પુરુષની આજ્ઞા છે.
(૮૮૨)
પરમાર્થનું કથન આત્મભાવના તથારૂપ આવિર્ભાવપૂર્વક થવું ઘટે છે અથવા આત્મભાવનો અવિર્ભાવ થવા અર્થે, પરમાર્થ વિષયક વચન- વ્યવહારમાં પ્રવર્તવાનો ઉદ્દેશ્ય હોય, તો તે યથાર્થ
જો તે પ્રકારે વચન - પ્રયોગ ન થાય, તો તેમાં કૃત્રિમતા થાય છે, અથવા ઉદેશ્યના અન્યથાપણાને લીધે, પ્રાયઃ કલ્પના થાય છે. તેથી વિચારવાન મુમુક્ષુજીવ અને જ્ઞાની તેવી પ્રવૃત્તિ કરતાં નથી.
(૮૮૩)
આગમ અને અધ્યાત્મનો વિષય યોગ્યતા હોય તો સમજવામાં આવે છે, તો પણ તેમાં યથાર્થતા, સમજણ અનુસાર પ્રયોગરૂપ પ્રયત્ન કરતાં, આવે છે; નહિ તો સમજણ હોવા છતાં ઘસંજ્ઞા ચાલુ રહી જાય છે.
પ્રયોગ ચડેલા મુમુક્ષુને જ લોકસંજ્ઞા આદિ અનેક દોષની નિવૃત્તિ થઈ, સ્વરૂપ નિર્ણય થવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે, એટલે કે આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં કલ્પના થતી નથી, પણ જ્ઞાન અનુભવ-પદ્ધતિએ કેળવાય છે, તેથી અનુમાન, તર્ક, યુક્તિ આદિની આવશ્યકતા રહેતી નથી. આગમ વચનની મેળવણી અનુભવ સાથે થતી જાય છે, જે પ્રતીતિનું કારણ થાય છે. (૮૮૪)
પરમ પદાર્થ શુદ્ધ આત્મસ્વરૂપ સિવાઈ, અન્ય કોઈ દ્રવ્ય / ભાવ અવલંબન યોગ્ય નથી.. એમ જાણી તેના ઉપર વજન જોર દેવામાં આવે છે, તેમાં બે પ્રકાર છે.
એક ભાવભાસનપૂર્વક, બીજું જાણપણું તે પ્રકારનું હોવાથી ઓઘસંજ્ઞાએ. ઓઘસંજ્ઞાએ ભાવભાસન વગર ગમે તેટલું જોર દેવાય, તોપણ તેમાં રાગનું બળ / પ્રધાનતા હોવાથી કૃત્રિમતા થાય છે. જેથી પરસમુખતા ચાલુ રહી, રાગવૃદ્ધિ થશે. પરંતુ સમ્યકત્વ અને વીતરાગતા પ્રગટ નહિ થાય. ભાવભાસનથી જ્ઞાનબળ વૃદ્ધિગત સહેજે થઈ, સ્વસમ્મુખના પુરુષાર્થ વડે, સ્વાનુભવ પ્રગટ થાય છે. જે યથાર્થ વિધિ છે. પ્રથમ પ્રકારમાં જાણપણું યથાર્થ હોવા છતાં વિધિ યથાર્થ નથી. પરંતુ જેનું વજન પર્યાય કે ભેદ ઉપર જાય છે . તે તો યથાર્થતામાં જ નથી. ત્યાં સ્વરૂપ પ્રગટ થવાનું તો બને જ ક્યાંથી ?
(૮૮૫)
સતુપુરુષોના અંતર આચરણારૂપ ચારિત્ર-પરિણતિનું અવલોકન કરવું - તે દર્શનમોહ તૂટવાનું અને આત્મભાવના - વૃદ્ધિનું કારણ છે. જ્ઞાની પુરુષ પણ તેમ કરે છે . તેથી મુમુક્ષુજીવને બોધ લેવા જેવું છે.
(૮૮૬)