________________
અનુભવ સંજીવની
૨૪૭ આગમ વચન છે. તેમાં પ્રયોજનવશ મુખ્ય ગૌણતા થવી ઘટે છે. અવિરોઘપણે તેમાં આત્મહિત સરળતા થી જ સધાય છે. વિરોધ જાણનારને સરળતાનો અભાવ છે.
* આગમ - અધ્યાત્મમાં વિરોધ, અસરળ પરિણામોથી લાગે છે. આ પારમાર્થિક અસરળતા છે, જે છોડવા યોગ્ય છે.
* સરળતાપૂર્વક સત્સંગ હોય, તો જ્ઞાનીને ઓળખી શકાય, તેવી યોગ્યતા પ્રાપ્ત થાય. સત્ય ગુણ | તત્ત્વનું ગ્રહણ થવું સુલભ થાય.
* સરળતા સ્વ-પર કલ્યાણક છે, અસરળતા સ્વ-પર કલ્યાણમાં બાધક થાય છે.
* એ ઉપયોગની સરળતા છે કે અંતરમાં, રાગને નહિ સ્પર્શતા, તિર્યક / તિરછી ગતિ નહિ કરતાં . સરળ થઈ, અંતર્મુખ થઈ પોતાને ગ્રહે છે. અસરળતા અંતર્મુખ થવામાં બાધક છે.
* સરળતા વગરનું મુમુક્ષુપણું શૂન્ય છે. * પર્યાયબુદ્ધિ - અસરળતાનું મૂળ છે.
* ત્રિકાળી ભગવાન આત્માની અધિકતા ચૂકી, એક સમયની પર્યાયને કે શુભાશુભ ઉદયને મહત્વ દેવું - તે પરમાર્થે અસરળતા છે. * સત્ય . શ્રવણ થયા પછી પણ, જિનદેવની આજ્ઞા અવગણે છે, ત્યાં સરળતા ક્યાં રહી?
(૮૮૦)
જાન્યુઆરી - ૧૯૯૨ Vજો પર્યાયમાં ષ કારક સ્વીકારવામાં ન આવે તો સ્વસંવેદનમાં વેદ્યવેદકભાવનો અભાવ થાય. પરંતુ સ્વસંવેદન તો વેદ્યવેદકભાવરૂપે પ્રત્યક્ષ છે. અને તેમાં વેદકરૂપ - કર્તારૂપ કારક જે પર્યાય છે . તે જ પર્યાય વેદ્યરૂપ - કર્મરૂપ કારકપણે છે. તેમાં વેદનાર જ્ઞાન પોતે જ વેચાય છે. તેથી પર્યાયના કારકોના અસ્વીકારની શ્રદ્ધામાં, સ્વસંવેદનનો અસ્વીકાર થાય છે, અને સ્વસંવેદનરૂપ સ્વાનુભવના અસ્વીકારમાં આત્માનો જ અસ્વીકાર છે, અથવા ઘાત થાય છે. સ્વસમ્મુખતા વેદવેદકભાવથી શરૂ થાય છે.
(૮૮૧) .
જ્ઞાની અને મુમુક્ષુ અંતર પરિણામની નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિને ચાહે છે. પરંતુ તે પૂર્વકર્મને આધીન છે, તોપણ પ્રવૃત્તિની પ્રતિકૂળતા પ્રતિ પુરુષાર્થવંત રહી જ્ઞાની / મુમુક્ષુ સ્વકાર્યને સાધતા રહે છે.
કેટલાંક તીવ્ર પુરુષાર્થી ધર્માત્માઓ તો તેવા પ્રસંગમાં. નિવૃત્તિકાળમાં થાય તેથી પણ વિશેષ નિર્જરા કરે છે. તેથી તેમને તો, પારમાર્થિક દૃષ્ટિએ, પ્રતિકૂળતા એ જ વિશેષ અનુકૂળતા થઈ જાય છે. યથાર્થ જ કહ્યું છે કે જે છૂટવા માગે છે, તેને કોઈ બાંધનાર નથી. તેથી અનઉપયોગ