________________
૨૪૬
અનુભવ સંજીવની છે, તે સૌથી મોટા એવા દોષથી . સ્વચ્છેદથી બચી જાય છે, અને અનુક્રમે સર્વદોષથી મુક્ત થાય છે.
(૮૭૮).
આગમ . વચનમાં વિવિક્ષા અર્થાતુ પરમાર્થે કહેવા ધારેલી વાતનું મહત્વ છે. પતિદોષથી તે અન્યથા ગ્રહણ થાય, ત્યાં મિથ્યાત્વ થાય છે. જેમકે “જ્ઞાન પરને જાણતું નથી તે વચનમાં સ્વપર પ્રકાશક સ્વભાવનો નિષેધ કરવાનો હેતુ નથી . પરંતુ જ્ઞયજ્ઞાયક સંકરદોષનો નિષેધ છે. સ.કટીકા ૨૭૧ કળશમાં, ટીકાકાર એમ કહે છે કે “આત્મા જ્ઞાતા છે, અને છ દ્રવ્ય જ્ઞય છે' તેવી ભ્રાંતિ અનાદિથી ચાલી આવે છે; ત્યાં પર શેયનું અવલંબન છોડાવી સ્વજોયનું અવલંબન લેવાની વિવિક્ષા છે. પરંતુ સ્વપરપ્રકાશકપણાનો નિષેધ નથી - તેવો નિષેધ કરનારને સ્વરૂપજ્ઞાન નથી . પરંતુ કલ્પના થઈ છે, જે ગૃહિત મિથ્યાત્વ છે. - આમ અન્યત્ર પણ લક્ષમાં રાખી વિપર્યાસ ન થાય, તેની જાગૃતિ, આત્મહિતના લક્ષપૂર્વક હોવી આવશ્યક છે.
(૮૭૯).
આ મુમુક્ષુની ભૂમિકામાં સરળપણું ઉત્પન્ન થવું અત્યંત જરૂરી છે. સરળતાને લીધે અનેક પ્રકારના દોષ ઉત્પન્ન જ નથી થતા. આત્મહિત સાધવામાં પણ અસરળતા એક મોટો પ્રતિબંધ છે. તેથી પરમાર્થે સરળતા રાખવામાં આવે તો તેનું ફળ મહતુ છે. આત્મબોધ પરિણમવામાં . અસરળતા, આત્મગુણ રોધક છે. સરળતાથી જ મધ્યસ્થતા, વિશાળતા આદિ પ્રાપ્ત થાય છે, જેને લીધે વિપર્યાસ અનેક પ્રકારે મટે છે, યથા :
* સરળ પરિણામી જીવ મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે. * સરળ પરિણામી જીવ નિષ્પક્ષ થઈ નિજદોષનું અવલોકન કરી શકે છે.
* સરળતાવાન મુમુક્ષુ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની ક્ષમતા / યોગ્યતા ધરાવે છે. આજ્ઞાપાલન માટે તત્પર હોય છે.
* આત્મહિતનું જ એકમાત્ર લક્ષ, એ પરમાર્થે સરળતા છે. * સત્પુરુષના ગમે તેવા વચનોમાં વિશ્વાસ રહે, તે સરળતાનું લક્ષણ છે. * સરળ પરિણામી જીવ, સત્પુરુષના આશયને ગ્રહણ કરવાને પાત્ર છે.
* સરળતાપૂર્વક નિદોષનું મધ્યસ્થપણે જોવું - તે દોષના (ગુપ્ત) અનુમોદનનો અભાવ કરે છે. તેથી દોષભાવ નિરાધાર થઈ, શક્તિ રસ હીન થઈ, નાશ પામે છે.
* મુમુક્ષુની ભૂમિકાના પ્રાયઃ સર્વ પ્રકારના દોષ-નાશનું સરળતા સૌથી મોટું શસ્ત્ર છે. • * સરળતાથી વિરૂદ્ધ એવાં વક્રતા, કૃત્રિમતા, દંભ, કુટિલતા, માયા, છળ, કપટ, હઠ, જીદના પરિણામો મુમુક્ષજીવે અહિતકારી જાણવા યોગ્ય છે અને ત્યાગ કરવા યોગ્ય છે.
* રાગનો કર્તા જીવ છે” અને “રાગનો કર્તા પુદ્ગલ છે, જીવના પરિણામ નથી.” બંન્ને
*
*
*