________________
અનુભવ સંજીવની
૨૪૫ છે. આસન્ન ભવ્ય જીવને વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું . તેમ શ્રવણ થતાં જ અંતર . ઉલ્લાસ આવે છે. જેમ આજન્મ દરિદ્રીને નિધાન દેખાડનાર મળતાં હોંશ આવે તેમ. (૮૭૪)
સ્વસમ્મુખતાના પ્રયાસ વિના, તથારૂપ સાધનના અજ્ઞાનમાં, જીવ બાહ્ય - સાધનની માન્યતામાં આવી જઈ, વાંચન-શ્રવણાદિમાં અટકી જાય છે, પ્રાયઃ બુદ્ધિપૂર્વકની ભૂલ, વિધિના વિષયમાં કરે છે. તેથી બહિર્મુખતાથી છૂટી, અંતર્મુખ થઈ શકાતું નથી. મુમુક્ષની ભૂમિકાની આ એક મોટી વિટંબણા છે. તેથી બાહ્ય સાધનમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ, બાહ્ય ભાવોનો નિષેધ સહજ થવા યોગ્ય છે. નહિ તો બાહ્ય ભાવોનો રસ અને મહિમા થઈ જશે, અથવા અભિપ્રાયની ભૂલ સહિત બાહ્ય પ્રવૃત્તિ ચાલશે. યથાર્થ ક્રમથી શરૂઆત કરનારને આવી વિટંબના થતી નથી. તેથી ક્રમ' નું મહત્વ ઘણું - છે . અને “ક્રમ વિપર્યાસ' થી વિટંબના પણ ઘણી છે.
(૮૭૫)
જેમ ઉપરના ગુણસ્થાને - દેશવિરત અને સર્વવિરત - પ્રતિજ્ઞાબદ્ધ થયા વિના, સ્વરૂપ સ્થિરતા પ્રાપ્ત થતી નથી, સવિકલ્પ પ્રતિબંધ મટતો નથી, અર્થાત્ સવિકલ્પ નિર્બળતા ચાલુ રહે છે. તેમ પૂર્ણતાનું ધ્યેય બાંધ્યા વિના, યથાર્થપણે અવલોકન-પ્રયોગાદિ થઈ શકતા નથી, ચાલુ રહી શકતા નથી. તેમ જ ખરી મુમુક્ષુતા' પ્રગટતી જ નથી. તેથી આત્મકલ્યાણ સાધવામાં અનેક પ્રકારે સંભવિત ભૂલો થઈ જાય છે.
(૮૭૬)
પૂર્ણતાના ધ્યેયપૂર્વક શરૂઆત કર્યા વિના, તત્ત્વજ્ઞાનનો (પ્રાય ) અભ્યાસ કરવામાં, જીવ ભેદબુદ્ધિમાં ઊભેલો હોવાથી, ભેદોનું જાણપણું કરી, પરલક્ષી જ્ઞાનમાં, જે કાંઈ ધારણા કરી લ્ય છે, તેમાં અભેદનો પ્રતિભાસ / લક્ષ થઈ શકતું નથી . અભેદ વસ્તુની કદાપિ ધારણા થાય છે, તે કલ્પનારૂપ હોય છે, એટલે કે ખરેખર પોતાનું અભેદ સ્વરૂપ જાણવામાં આવતું જ નથી. તેનું કારણ ક્રમ વિપર્યાસ છે. અથવા વાસ્તવિકપણે શરૂઆત થઈ ન હોવાથી, ભૂમિકામાં યથાર્થતાનો અભાવ છે, ઓળખાણ થઈ નથી, થઈ શકતી નથી.
(૮૭૭)
દર્શનમોહનું યથાર્થ પ્રકારે ગળવું થાય, તેમાં સપુરુષ પ્રત્યેની ભક્તિ સૌથી સુગમ કારણ છે, ધન્ય છે તે, અને પરમ ઉપકારક છે તે પુરુષનો કે જે મુમુક્ષજીવને નિષ્કારણ કરુણા વડે સન્માર્ગે ચડાવે છે.
દર્શનમોહની મંદતા પણ જીવને અનેકવાર થઈ છે, પરંતુ યથાર્થ પ્રકારે થઈ નથી . “જ્ઞાનીની આજ્ઞાએ થઈ નથી' . તેથી અભાવપણાને પામ્યા પહેલાં વૃદ્ધિગત થઈ જીવ સંસાર પરિણામી થયો છે. આત્મહિતની સાવધાનીમાં આ મહત્વપૂર્ણ વાત છે. જેને “જ્ઞાનીની આજ્ઞા એ ચાલવું