________________
૨૪૪
અનુભવ સંજીવની
*
સ્વ-સન્મુખતાનાં પુરુષાર્થ સહિત ભેદજ્ઞાન, અભેદ વેઘ-વેદકપણે.
* ભેદજ્ઞાનનાં ફળ સ્વરૂપ સ્વાનુભૂતિ.
(માર્ગ પ્રાપ્તિ માટેની સપ્તપદી).
//
* વિચાર દશામાં વસ્તુ-વિષય પરોક્ષ છે. અવલોકન / પ્રયોગમાં વસ્તુ પ્રત્યક્ષ છે.
(૮૬૮)
(૮૬૯)
પર જ્ઞેયોને જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે તે જૂઠ નથી, પણ સ્વનું કથન પરથી કરાય છે, તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુ-શક્તિ ઉપચાર નથી. તેવું નિશ્ચય સ્વરૂપ છે.
(૮૭૦)
ડિસેમ્બર - ૧૯૯૧
આત્મા પોતે પરમ સ્વભાવે-પ્રત્યક્ષ છે. પરમ પવિત્ર હોવાથી નમન કરવા યોગ્ય છે. પોતે જ પોતાને નમસ્કાર કરવા યોગ્ય છે. સ્વાનુભૂતિથી નિરંતર પ્રકાશીને પોતાની વિધમાનતાને પ્રસિદ્ધ કરી રહ્યો છે.
સર્વત્ર પોતાની જ ઉર્ધ્વતા છે, અધિકતા છે.
(૮૭૧)
લક્ષ / ઓળખાણ, વિના ભક્તિ આદિ શુભ વ્યવહારના પરિણામોમાં કૃત્રિમતા થાય છે. સહજતા થતી નથી કારણકે સમજણમાં ‘આમ કરવું જોઈએ' એમ ઉપદેશ ધારી રાખ્યો છે. તેથી કર્તાપણું અને રાગની ભાવના થાય છે. તત્ત્વદ્રષ્ટિએ તે આશ્રવની ભાવના હોવાથી મિથ્યાત્વનું કારણ છે. તેથી ‘સૌ પ્રથમ’ લક્ષ / નિર્ણય કર્તવ્ય છે. તેનું ઘણું મહત્વ છે.
(૮૭૨)
✓
‘સુખ આત્મામાં છે’—તેમ સમજવું, એક વાત છે, અને પોતામાં સુખનું ભાસવુ' એ બીજી વાત છે. ભાવભાસનમાં ‘સુખ લાગે છે’ - ‘અસ્તિત્વ-ગ્રહણ' થાય છે. જ્યાં સુખ લાગે, ત્યાં જીવની વૃત્તિ દોડી જાય, તેવો જીવનો સ્વભાવ છે. તેથી સ્વરૂપનું ભાવભાસન થાય તો જ પુગલિક વિષયો પ્રત્યેનું વલણ-વૃત્તિનું-યથાર્થપણે બદલાય, માત્ર ઉપર ઉપરની સમજણથી આત્મવૃત્તિમાં ફેર પડતો નથી, અર્થાત્ વિષયસુખનું આકર્ષણ મટતું નથી - ઉદયકાળે રસ લેવાઈ જાય છે.
(૮૭૩)
સ્વરૂપ-નિશ્ચય થવાથી, પોતા વિષેનો મિથ્યાઅભિપ્રાય (Misconception) આખોય બદલાય જાય છે. તેથી જ સ્વરૂપ નિશ્ચયનું ઘણું મહત્વ છે. અભિપ્રાયમાંથી સંસારીપણું’ નાશ પામે છે, અભિપ્રાયમાં પરમેશ્વર' પદ સ્થપાય છે. પછી જ તેવી દશા થવાનો યથાર્થ પ્રયાસ સહજ ચાલે