________________
અનુભવ સંજીવની
૨૪૩
જ્ઞાનમાં સ્પષ્ટતા થાય, તે વિકલ્પનું કે સંતોષનું કારણ ન થવું જોઈએ, પરંતુ તે સ્પષ્ટતા સ્વરૂપની મહિમા અને મુખ્યતા થવામાં કારણભૂત થવી જોઈએ. નહિ તો સ્પષ્ટતાના બહાને પણ નુકસાન થશે. (૮૬૩)
પર શેયોના આકારે જ્ઞાનનું અનેક આકારે - જ્ઞાનાકારે પરિણમન થવું તે વિભાવ-દોષ નથી. ગુણસ્વભાવ છે. પરંતુ શેયોના ભેદોથી અભેદ જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો – અનુભવાવો તે દોષભ્રાંતિ છે. જે વિકલ્પને ઉત્પન્ન કરે છે. અભેદ જ્ઞાનમાં ભેદની કલ્પના થઈ ત્યાંથી સૂક્ષ્મ ભૂલ થઈ (મિથ્યાત્વની) આ જાણવાની ભૂલ નથી. પણ અનુભવની ભૂલ છે. પછી એક ભૂલમાંથી અનેક ભૂલ સર્જાય છે. ભ્રાંતિ વડે પહેલું પગથીયું જીવ ચુકે છે, તેમાં પોતાના મૂળ સ્વરૂપને અન્યથા અવધારે છે. તે સ્થિતિમાં અમાપ ભૂલો થવાનો અવકાશ રહ્યો છે.
(૮૬૪)
શેયોના આકારોથી ત્યારે જ રાગાદિ વિકાર ન થાય જ્યારે જ્ઞાનાનુભૂતિમાં રહેવું થાય.
(૮૬૫)
પરિણામ અંતર્મુખ કેમ થાય ?
જ્ઞાન (સ્વલક્ષે) જ્ઞાનને (સ્વયંને) વેદે તેમાં પરિણામ (જ્ઞાનની બહિર્મુખતા છૂટી) અંતર્મુખ થાય
છે.
(૮૬૬)
/ ક્રોધ
-
માયા
લોભ
માન વિનયનો નાશ કરે,
પ્રીતિ તથા પ્રિય વસ્તુનો નાશ કરે,
-
મિત્રતાનો / વિશ્વાસનો નાશ કરે,
-
સર્વ ગુણનો નાશ કરે,
(પ્ર.રતિ.પ્ર.-૨૫ દશ વે ૮/૩૭.)
\/મુમુક્ષુનો સાધના ક્રમ :
*
પૂર્ણતાના લક્ષે, તથા પ્રમાણ ભાવના અને લગની.
* ભાવના અને લગનીપૂર્વક સુવિચારણા અને અવલોકન.
*
અપૂર્વ જિજ્ઞાસા, અવલોકનનાં અભ્યાસથી સ્વભાવનું ભાવભાસન.
* ભાવભાસનનાં કારણે સ્વરૂપ મહિમા.
*
અપૂર્વ સ્વરૂપ મહિમા વડે, સ્વ-સન્મુખ રહીને પુરુષાર્થ.
(૮૬૭)