________________
૨૪૨
અનુભવ સંજીવની પુરુષાર્થની તીખાશ હોય છે. તે પરમ પ્રેમે આદર કરવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે. તે વડે આત્મરુચિ અને આત્મબળને વેગ મળે છે.
તેવા વચનોના પ્રતિપક્ષરૂપ વ્યવહારના વિષયની અપેક્ષા લઈ, સ્વરૂપ પ્રત્યયી જોર તૂટે, તેમ ન થવું જોઈએ. સમજણના વિપર્યાસને લીધે, તેવું અપેક્ષાજ્ઞાન, પુરુષાર્થને રોકે છે તેમ સમજવા યોગ્ય છે. ભલે તેવું અપેક્ષા જ્ઞાન સિદ્ધાંત વિરુદ્ધ ન હોય તો પણ તેમાં પુરુષાર્થની વિરુદ્ધતા થાય— તેવો વિપર્યા છે. સાચું જ્ઞાન તો તે છે કે જે પુરૂષાર્થ ઉત્પન્ન કરે વા વૃદ્ધિ કરે. જ્ઞાનનો વિપર્યાસ તો સમ્યકત્વને રોકે છે.
(૮૫૮)
બહિર્લક્ષી ઉઘાડ જ્ઞાનથી કાંઈ આત્મલાભ થતો નથી; તેવું જ્ઞાન આત્મશાંતિ ઉત્પન્ન થવામાં કારણ થતું નથી. અથવા અશાંતિ થાય ત્યારે તેને મટાડવામાં ઉપયોગી થતું નથી. વિકાર-રાગ, દ્વેષને તે રોકી શકતું નથી. અજ્ઞાનપણે જ તેમાં રસ આવે છે, વા તેની વિશેષતા કે મહત્તા લાગે છે, તે સ્વભાવ રસ ઉત્પન્ન થવામાં આ મોટો અવરોધ છે, તેવા જીવને સ્વભાવની મહત્તા ભાસતી નથી, ભાસી શકતી નથી. કારણકે જ્ઞાનમાં મળ ત્યાં વધે છે, જે નિર્મળતામાં બાધક છે. અહીં દર્શનમોહ પણ તીવ્ર થાય છે. જ્ઞાનીને તો સ્વલક્ષી નિર્મળ જ્ઞાનનો ઉઘાડ વધે તોપણ સ્વભાવ અપેક્ષાએ, તે અનંતમાં ભાગે સમજાય છે. તેથી ઉઘાડરૂપ જ્ઞાનનો મદ થતો જ નથી. (૮૫૯)
તત્ત્વરસિક જીવને જ્ઞાનના ઉઘાડમાં રસ આવતો નથી, અને જેને બાહ્ય જ્ઞાનમાં રસ આવે છે, તેને ઊંડા અંતર તત્ત્વમાં રસ આવતો નથી. ઉઘાડવાળાની વાણી શુષ્ક હોય છે. જ્યારે તત્ત્વરસની રસિકતા કોઈ જુદી જ છે. તેથી આત્મરસથી આવતી વાણી જુદી જ પડી જાય છે. તત્ત્વ રસિક શ્રોતાને પોતાના રસ સાથે તેનું અનુસંધાન થતાં રસ વૃદ્ધિનું નિમિત્ત થાય છે. (૮૬૦)
વિકારી ભાવ દુઃખભાવ છે, છતાં તેમાં દુઃખ ન લાગે, તે દુઃખથી છૂટી શકે નહિ–આ નિયમ
ભેદજ્ઞાનનાં પ્રયોગ ચડતાં વાસ્તવિકપણે તે દુઃખ સમજાય.
(૮૬૧)
સ્વરૂપના અભેદ અનુભવમાં, સર્વ ભેદ-પ્રભેદનું જ્ઞાન ગર્ભિત છે. તેમ છતાં જ્ઞાનીને ભેદની અપેક્ષા નથી . ઉપેક્ષા છે અને અભેદની અપેક્ષા છે.
અનંત ભેદમાંથી સ્વકાળે કોઈ ભેદનું પ્રકાશવું થાય છે, તેનો મહિમા ખરેખર નથી. અભેદના મહિમાથી લીનતા પ્રગટે છે.
(૮૬૨)