________________
અનુભવ સંજીવની
૨૪૧
હું તો કૃતકૃત્ય જ છું.' - એમ વર્તે ત્યારે તેવા જ ભાવમાં જ્ઞાનાદિ સર્વ ગુણો વર્તવા લાગે, તે પરિણામ અપેક્ષાએ ઉત્કૃષ્ટ કર્તવ્ય હોવાથી, અને તે સહજ સ્વયં પરિણામ વડે કરાતું હોવાથી, બીજું કાંઈ કરવાનો જ્ઞાનીને વિકલ્પ હોતો નથી. પરિણામ તો સહજ સ્વયં થયા કરે છે. મને (સ્વરૂપને) અનુસરે તો તેના (પરિણામના) લાભની વાત છે. તાત્પર્ય એ છે કે જેને દ્રવ્યમાં પોતાપણાની સ્થાપના થઈ, તેને કાંઈ અસમાધાન નથી. સર્વાંગ સમાધાન છે. મને દેખનાર પરિણામ સ્વયં પુરુષાર્થાદિરૂપ થાય છે.
(૮૫૫)
*
Vવીતરાગી શાંતરસ અને વીરરસમાં એક પ્રકારનું સામ્ય છે. શુરવીર પુરુષ જેમ ડરતા નથી, આત્મ-સમર્પણ પણ કરી દે છે. તેમ શાંતરસમાં એવી તાકાત છે કે આખું જગત પ્રતિકૂળ થઈ જાય, અથવા શરીર છૂટવાનો પ્રસંગ આવી પડે તોપણ, ધર્માત્માને ભય થતો નથી, તેમજ માર્ગથી કે સિદ્ધાંતથી વિચલીત થતા નથી. અંદરમાં શાશ્વત, અવ્યાબાધ સ્વરૂપનું અવલંબન હોવાને લીધે, જ્ઞાની અભેદ્ય આત્મગઢમાં નિર્ભય છે. પૂર્ણ ઐશ્વર્ય અને આત્મ સંપદાવાનપણાને લીધે, તેમને દીનપણું કયાંય થતું નથી.
(૮૫૬)
ઉપદેશ અનુસાર અમુક કાર્ય કરવું જોઈએ અથવા અમુક ન કરવું જોઈએ – આ સઘળો જાણવાનો વિષય છે. પણ તેમાં હેય-ઉપાદેયની વિવિક્ષા હોવાથી, તેના ઉપર જોર/ વજન દેવાય ન જાય, તે સ્વરૂપના જોરવાળા સાધકના લક્ષમાં રહે છે. પરંતુ જેનું લક્ષ / જોર પર્યાય ઉપર હોય છે, તેવા જીવને, તે ઉપદેશ પદ્ધતિથી ઉલટાંની કર્તવ્યની દૃઢતા થઈ જાય છે. આમ અજાણપણાને લીધે પણ યથાર્થ વિધિથી વંચિત રહી જવાય છે. અને કર્તવ્ય-અકર્તવ્યની સમજ અનુસાર જીવ કૃત્રિમ પ્રયત્ન અથવા કર્તબુદ્ધિએ પરિણામ સુધારવા પ્રયાસ કરે છે, જે યથાર્થ નથી.
વળી ઉપદેશ / આદેશની ભાષાનો પ્રકાર પણ એવો હોય છે કે, તથારૂપ કર્તવ્ય ઉપર વજન રહેવાનો સંભવ થાય, તોપણ વ્યવહાર તે કાળે જાણેલો (અવલંબેલો નહિ) પ્રયોજનવાન છે.' એવું જે શાસ્ત્ર વચન, તેનું લક્ષ રાખીને ઉપદેશ અવધારવા યોગ્ય છે. અન્યથા પર્યાયબુદ્ધિ દઢ થઈ જશે. (૮૫૭)
—
નિશ્ચય આત્મસ્વરૂપ અવલંબન લેવા યોગ્ય છે. તે અવલંબન સ્વરૂપ પ્રત્યયી જોર / પુરુષાર્થ વડે લેવાય છે. પ્રયોજનની સિદ્ધિ આવા પુરુષાર્થ આધારિત છે.
આત્મસ્વરૂપ અનંત સામર્થ્યવંત છે. તેના સ્વ-રૂપ જ્ઞાનમાં તથારૂપ આત્મબળ ઉત્પન્ન થવું સહજ અને સ્વાભાવિક છે.
આવા પુરુષાર્થના જોરમાં નીકળેલા જ્ઞાની ધર્માત્માનાં વચનો નિશ્ચય પ્રધાન હોય છે, તેમાં