________________
૨૪૦
અનુભવ સંજીવની “સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. (વ.૩૧૫.).
જીવ પોતે વિપર્યાસ છોડે તો સહજાત્મ-સ્વરૂપની પ્રાપ્તિ પણ સહજમાં જ છે. પરંતુ જ્ઞાનીના ચરણ . સેવનથી સર્વ વિપર્યાસ ટળવા યોગ્ય છે. સિવાય, ટળવાને બદલે, માનાદિક વધવાની પ્રાયે સંભાવના રહે છે. અથવા પોતાને જ લક્ષમાં ન એવા, તેવા પ્રકારના દોષ અને અજ્ઞાનની સ્થિતિમાં સદ્ગુરુ આજ્ઞાએ સહજ માત્રમાં જ દોષ ટાળવા યોગ્ય જાણી, સર્વ પ્રકારે પરિમાર્જન કરનાર, શ્રીગુરુનું મૂલ્ય થવા અર્થે, આ જગતમાં કોઈ પદાર્થ નથી.
(૮૫૨)
જ્ઞાન સામાન્ય, આબાળ ગોપાળને સદાય, લક્ષણપણે મોજૂદ છે. તેથી અજ્ઞાની છું તેવી મૂંઝવણ મટી જાય છે. અજ્ઞાનીને લક્ષણથી સ્વભાવ ઓળખાવી, સ્વભાવ-દર્શન શ્રીગુરુએ કરાવ્યું છે, બીજજ્ઞાન આપ્યું છે.
અહીં કદાપિ પ્રશ્ન થાય છે કે, જ્ઞાનમાત્ર એવું જ્ઞાન સામાન્ય સમ્યક છે કે મિથ્યા ? અજ્ઞાની ને તો મિથ્યાજ્ઞાન હોય ? તેમાં સ્વભાવ ભૂત લક્ષણ કેમ સંભવે ?
સમાધાન એમ છે કે, જ્યાં સમ્યક–મિથ્યાત્વરૂપ વિશેષપણું નથી, તે સામાન્યનું સ્વરૂપ છે, તેથી તે વિકલ્પ અહીં ઘટતો નથી. કોઈ પણ જીવ પાત્ર થઈને, જ્ઞાનમાત્રપણે પોતાને અવલોકે તો અવશ્ય, સ્વ સંવેદનરૂપે, લક્ષણથી લક્ષની સિદ્ધિ થાય છે. પાત્રતા અહીં અપેક્ષિત છે. તે સિવાઈ પરસમ્મુખ ભાવોનો રસ છૂટવા યોગ્ય થતો નહિ હોવાથી સ્વસમ્મુખમાં ઓળખાણ / લક્ષ થતું નથી. તેમજ પરલક્ષી ઉઘાડ પણ સામાન્યમાં રહેલ પ્રગટ વેદનને અવલોકવા સક્ષમ નથી. – આમ પાત્રતા વગર બીજજ્ઞાન નથી. પાત્રતાનું મૂલ્ય ઘણું છે.
(૮૫૩)
1 ડિસેમ્બર - ૧૯૯૧ સ્વરૂપની શ્રદ્ધા, વિવેક, અને પુરુષાર્થ અવિનાભાવીપણે સાથે જ રહે છે. તેથી ભાવ સંતુલન જળવાઈને ક્યાંય પણ એકાંતીક પરિણામ થતાં નથી. ત્રિકાળી અપરિણામ હું છું – એવી શ્રદ્ધા કાળે, તેવા સ્વરૂપ જ્ઞાન ઉપરાંત, જ્ઞાનમાં શુદ્ધિ, અશુદ્ધિ, અને અશુદ્ધિના નિમિત્તો અંગેનો વિવેક રહે છે. તેથી નિયાભાસ થતો નથી. વળી અંતર્મુખી પુરુષાર્થનું જોર, સ્વરૂપ સ્થિરતા અને આનંદ ઉત્પન્ન થવામાં કારણ થાય છે; તેથી અનુભવદશાવાનને અસમાધાન પણ થતું નથી. દૃષ્ટિ અને લક્ષ સ્વરૂપનાં રહે, તેથી સ્વરૂપ લક્ષ, સ્વરૂપની મુખ્યતા રહી સહજ પરિણમન વતે, તે સમ્ય હોય છે.
(૮૫૪)
આત્મ સ્વરૂપ પરિપૂર્ણ અને કૃતકૃત્ય છે. સમ્યક્ શ્રદ્ધા ભાવમાં . મારામાં કાંઈ કર્તવ્ય નથી,