________________
અનુભવ સંજીવની
૨૫૩ છે. તેથી જ આત્માર્થી કદી મતાગ્રહી હોતા નથી. જેને આત્મા જ જોઈએ છીએ, તેને અનાત્માનો - દોષનો આગ્રહ - પક્ષ કેમ હોય ?
જે જીવ પૂર્વગ્રહ / મિથ્યાઆગ્રહ છોડતા નથી, તે ખરેખર જિજ્ઞાસુ નથી તેથી પ્રથમ તે જિજ્ઞાસામાં આવે તેમ કર્તવ્ય છે. તેવા જીવને સીધો વિધિ-નિષેધથી ઉપદેશ કે આદેશ દેવો યોગ્ય નથી. તેમ કરવામાં વિપરીત પરિણામ ઘણું કરીને આવે છે.
(૯૦૨).
સનાતન સન્માર્ગના પ્રવર્તક અને પ્રભાવક મહાત્માઓ હંમેશા નિસ્પૃહી અને નિરપેક્ષા વૃત્તિએ પ્રવર્યા છે. તેમાં કદાપિ કસર રહી, તેટલું શાસનને નુકસાન થયું છે. જેને કાંઈ જ અનુકૂળ કે પ્રતિકૂળ નથી, તેવા જ્ઞાની ધર્માત્માને સ્પૃહા કે અપેક્ષા કેમ હોય ? માત્ર નિષ્કારણ કારુણ્ય - સહજ વૃત્તિએ તેમનો પ્રભાવના ઉદય હોય છે. અંતર આરાધનાની મુખ્યતાપૂર્વક તે પણ ગૌણ છે, એ તેમની વિશેષતા છે.
(૯૦૩)
વિધિનો વિષય ધારણાજ્ઞાનમાં આવી શકતો નથી. કારણકે તે અનુભવજ્ઞાનનો વિષય છે. તેથી પરલક્ષી જ્ઞાનવાળા જીવો તે કહી શકવા યોગ્ય નથી, કે સાંભળીને ગ્રહણ કરી શકવા યોગ્ય નથી.
અનુભવી જ્ઞાની ધર્માત્માની વાણીમાં સ્વરૂપ પ્રાપ્તિની વિધિનો વિષય કથંચિત વચનગોચર થાય છે, તે ઉત્કૃષ્ટ પાત્ર મુમુક્ષુને લક્ષમાં આવે છે. તેથી તે માત્ર ધારણાનો વિષય ન બનાવતાં, પ્રયોગ કરીને સાધ્ય કરે છે. પરલક્ષી ધારણામાં તેનું ગ્રહણ અશક્ય હોવાથી, પ્રયોગ ચડવાની અર્થાત્ અનુભવથી પ્રમાણ કરવાની શ્રીગુરુની શિક્ષા-આજ્ઞા છે. જે જીવ પ્રયોગ પદ્ધતિમાં આવતો જ નથી, તેને વિધિનો વિષય કદી સમજાતો નથી, ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ આ પરમ પ્રયોજનભૂત રહસ્યથી અજાણ રહે છે.
(૯૦૪)
- દેહની . પીડા વગેરેનું દુઃખનું વેદન - અનુભવનો વિષય છે, માત્ર વિચારનો વિષય નથી, તો તેના નિવારણ માટે, માત્ર સુખ કે આત્માનો વિચાર કરવાથી તે દુઃખ મટવાનું કેમ બને ? તે માટે તો સુખ સ્વભાવનું પરિણમન થવું ઘટે છે. કોઈ એક વિચારને વિરૂદ્ધ વિચારથી બંધ કરી શકાય, પરંતુ વેદનનું બળવાનપણું હોવાથી, તે માત્ર વિચારથી રોકી શકાય કે બંધ કરી શકાય નહિ. દુઃખનું વેદન સુખના વેદનથી જ ટાળી શકાય, સુખ સ્વભાવનું ગ્રહણ થવાથી, કલ્પના માત્રથી ઉત્પન્ન થયેલું દુઃખ, કલ્પના છૂટી જવાથી મટે છે. તેથી જ્ઞાયકનો વિકલ્પ, કે ચિંતન, દુઃખનો નાશ કરવા સમર્થ નથી. સુખ વેદન જ દુઃખનો ઉપાય છે.
(૯૦૫)