________________
૨૫૪
અનુભવ સંજીવની
જ્ઞાન સામાન્યના આવિર્ભાવપૂર્વક જ્ઞાનવેદનમાં સ્વપણે - સ્વસંવેદન ભાવે રહેવું ઇષ્ટ છે. અન્યથા સંસ્કાર નયે, શેય પદાર્થના સંસ્કાર ઝીલાવા અનિવાર્ય હોવાથી દુઃખ - આપત્તિ ભોગવવી જ પડે, તેમ સમજાવા છતાં, અને તેમ ઇચ્છવા છતાં, જ્યાં સુધી ઉદય પ્રત્યે ભિન્નપણું વેદીને ઉદાસીનતા થાય નહિ કે આવે નહિ, ત્યાં સુધી ઉક્ત સમજણ અને ભાવના સાર્થક થાય નહિ, એટલે કે તે સમજણ અને ભાવના માત્ર ઉપર છલ્લી જ હોય છે. તેથી, સમજવા છતાં, અને ભાવના હોવા છતાં, કેમ સ્વકાર્ય થતું નથી ? તેવું અસમાધાન વર્તે છે. તેને લક્ષમાં, ઉદયની અપેક્ષાવૃત્તિ પ્રત્યે જાગૃતિ નથી અને તેવો ખ્યાલ પણ નથી.
(૯૦૬)
દેહાદિમાં અને રાગાદિમાં સુખબુદ્ધિ, મમત્વ અને કર્તૃત્વ એ મિથ્યાત્વ અને અજ્ઞાનનાં મુખ્ય લક્ષણ છે. જે આત્મભાન થતાં જ ટળે છે.
(૯૦૭)
/વિકલ્પની સત્તામાં આત્માની સત્તા નથી - તેવો અનુભવ (ભિન્ન સત્તાનો) જેને વર્તે છે, તેવા
જ્ઞાનીપુરુષને વિકલ્પ મટાડવાની મિથ્યા ચિંતા નથી. વિકલ્પથી ભિન્નપણું સહજ રહેવાથી - તે સહજ વિકલ્પના નાશનો ઉપાય જાણવામાં હોવાથી, અસમાધાન પણ થતું નથી. વિકલ્પ મટતો નથી, તેનું અસમાધાન વિકલ્પના એકત્વને લીધે રહે છે; (અજ્ઞાનપણામાં).
(૯૦૮)
*
/ સર્વ ધર્માત્મા એક જ પરમ તત્ત્વનો મહિમા કરે છે, અને તે પરમપદને એક જ વિધિથી પ્રાપ્ત કરે છે, જેથી સર્વની એક જ વાત હોય છે. તોપણ કોઈને કોઈ કથનની રીત - શૈલીરસ ઉપજવામાં નિમિત્ત થાય છે. તેથી તેની પ્રશંસા કરે છે. પરંતુ કોઈ ધર્માત્માની શૈલી બરાબર નથી, તેવું ન લાગવું જોઈએ. તેમ છતાં ક્યાંય તેમ લાગે, તો તે યથાર્થ નથી. તેમાં ભાષાનો મોહ છે. ભાવની સમજણ હોય તો ભાવના આકર્ષણમાં ભાષાની મુખ્યતા ન થાય. ભાષાનો રાગ તે પુદ્ગલનો રાગ છે, તે દ્વેષ સહિત હોય છે. એટલે કે કોઈ ધર્માત્માની શૈલી પ્રત્યે અણગમો થાય છે, તે મહા અપરાધ છે. તેને કોઈ શૈલી સારી લાગતી હોય તો પણ તેમાં યથાર્થતા નથી.
(૯૦૯)
ૐ પરથી શૂન્યપણું હોવાને લીધે પરમાંથી સુખ કે કાંઈ પોતાને લેવાનું નથી. તેથી પરની ચિંતવના પણ વૃથા જ છે. પોતે અનંત સુખથી ભરપૂર હોવાથી, સુખધામ પોતે જ છે. દુઃખ - આકુળતાથી રહિત થવા અર્થે આ સંક્ષેપમાં પરમાર્થ સેવવા યોગ્ય છે.
(૯૧૦)
*
સાધના માત્ર બુદ્ધિ / વિચાર દ્વારા સાધ્ય નથી. તેનું મૂળ જો કે અંતરની ભાવના'માં રહેલું