________________
૪૨૭
અનુભવ સંજીવની થાય છે કે, યથાર્થ ભક્તિ અને ભાવના તત્ત્વવિચારની નિયામક (Controlling power) પરિબળ છે. મુખ્યપણે તત્ત્વવિચારમાં પ્રવર્તનારે આ વાતનું મહત્વ સમજી, લક્ષમાં રાખવા યોગ્ય છે.
(૧૬૫)
વિયોગનું દુઃખ વસમું છે. કારણકે જીવે સંયોગનો રસ-મીઠાશ બહુ વેદેલ છે. તોપણ જીવ આત્મકલ્યાણ અથે સત્પુરુષ અને સસ્વરૂપના વિયોગની વેદનાને વેદે તો તે આત્મકલ્યાણકારી છે. જે વેદનાના ગર્ભમાં (ફળ સ્વરૂપે) સાદિ અનંત સ્વરૂપના સંયોગ (!) સુખનો અનુભવ પડ્યો છે. (રહેશે અને કદી કોઈના વિયોગનું દુઃખ અનુભવવાનો અવસર જ નહિ આવે. (૧૬૯૬)
જિજ્ઞાસા : પરમાં રસ રોકાવાનું કારણ છે, તો શેમાં રસ છે, તેની ખબર પડે ?
સમાધાન : ખરી ભાવના હોય તેને ખબર પડે, કેમકે તે વખતે ભાવનાને ઠેસ પહોંચે છે. ભાવનાવાળાનો ઉપયોગ એ રીતે સૂમ થઈને પ્રયોજનમાં કાર્ય કરે છે. ભાવનાના અભાવમાં ઉપયોગ સ્થૂલ હોય છે. ભાવના ઉગ્ર થવાથી આત્મ કાર્યની લગની અને તાલાવેલી લાગે છે. જેથી પરમાં રોકાવાનું થાય તેવો રસ પડતો જ નથી.
(૧૬૯૭)
આત્મકાર્યની લગની અને તાલાવેલી લાગે તો પરિણતિ થઈ જાય. અંતરની પરિણતિ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી અનાદિની સંસાર પરિણતિ મટતી નથી. જ્યાં સુધી સંસાર પરિણતિ હોય ત્યાં સુધી બોધની અસર આત્માને થતી નથી અને બાહ્ય ધર્મ પ્રવૃત્તિ / સાધન નિષ્ફળ જાય છે.
(૧૬૯૮)
જિજ્ઞાસા : જ્ઞાન, આનંદ વગેરે મહાનગુણોનો વિચાર થતાં સ્વરૂપનો મહિમા આવે છે તો તે પ્રકારે મહિમા કરવો યોગ્ય છે ? તેમાં ગુણ ભેદની મુખ્યતા ન થાય ?
સમાધાન: વિચાર ગુણભેદથી થાય, પરંતુ મહિમા અભેદ આત્માનો આવે તેવો પ્રકાર, તે યોગ્ય પ્રકાર છે. તેમાં ભેદ-વિચાર ઉપર દૃષ્ટિ - વજન હોતું નથી. જેને ભેદ–પ્રભેદ ઉપર વજન જાય છે, તેને અભેદ સ્વરૂપ-લક્ષમાં આવતું નથી. તે ભેદરુચિવાળો જીવ ભેદમાં – ક્ષયોપશમમાં – રાગમાં રસ લઈને અટકી જાય છે. અભેદ લક્ષમાં નહિ આવવાથી ભેદની મુખ્યતામાં, ભેદ કલ્પના થાય છે અને તેથી કલ્પિત ભાવમાં સમાધાન થાય છે. ત્યાં દર્શનમોહ વૃદ્ધિગત થઈ, સૂક્ષ્મ ગૃહિત મિથ્યાત્વમાં જીવ આવી જાય છે. આમ સ્વરૂપ વિચારમાં પણ અત્યંત સાવધાની રહેવી ઘટે છે.
(૧૬૯૯)