________________
૪૨૮
અનુભવ સંજીવની
જિજ્ઞાસા : જો જ્ઞાનના સાતત્યથી ત્રિકાળી દ્રવ્ય લક્ષમાં આવે છે (નિતિત દ. કેડીએ-પ્ર-૩) તો તે સાતત્યનો અનુભવ (પ્રયોગ પદ્ધતિથી) કેવી રીતે થાય ?
સમાધાન : મોક્ષાર્થીને નિજાવલોકનના અભ્યાસ દ્વારા જ્ઞાનનું સાતત્ય અનુભવગોચર થાય છે. સાથે થતું અસ્તિત્વનું પ્રત્યભિજ્ઞાન ત્રિકાળી દ્રવ્યને પ્રદર્શિત કરે છે. ‘હું’ પણાનો અનુભવ જ્ઞાનવેદન દ્વારા આવે તે અસ્તિત્વ ગ્રહણ છે. અસ્તિત્વ સતત વેદાતા અખંડ તત્ત્વની પ્રતીતિ સ્પષ્ટપણે થાય છે. (૧૭૦૦)
જુલાઈ ૧૯૯૮
જિજ્ઞાસા : પૂર્વે સત્પુરુષનો સમાગમ કર્યો હોય તે વર્તમાને કેમ ખબર પડે ? સમાધાન : જો પૂર્વે આજ્ઞાંકિતપણે પ્રત્યક્ષયોગે સત્સંગ આરાધ્યો હોય, તો સત્પુરુષના વચનમાં રહેલો પરમાર્થ, તેનું ગ્રહણ થાય, અથવા તેમનું હૃદય અંતર પરિણમન પકડાય, અને તેથી પૂર્વેના થયેલ સમાગમની પ્રતીતિ પણ આવે.
(૧૭૦૧)
-
માત્ર આત્માનો વિચાર થવો, સફળ નથી, પરંતુ આત્માને ભાવતાં ભાવતાં આત્મવિચારણા ચાલે તો ધ્યાન થાય. ભાવે તે ધ્યાવે. – એ ન્યાયે મુમુક્ષુએ આત્મભાવના દ્વારા આત્માને ભાવવો. જેટલો આત્મરસ ભાવનામાં ઉત્પન્ન થાય, તેટલો માત્ર વિચાર / વિકલ્પે ન થાય. (૧૭૦૨)
-
જીવને સશ્રવણનો પુણ્યયોગ હોય, પણ જો બીજી બાજુ અસત્સંગની રુચિ હોય તો અનાદિ ભ્રાંતિ જાય નહિ. પરંતુ ભ્રાંતિથી સ્વચ્છંદ વધે અર્થાત્ અસત્સંગથી આ બંન્ને (ભ્રાંતિ અને સ્વચ્છંદ) મોટા દોષ વર્ધમાન થાય અને સત્ શ્રવણનો યોગ આત્મયોગ – નિષ્ફળ જાય. આવુ પૂર્વે ઘણીવાર બન્યું છે, તેથી હવે જાગૃત રહેવા યોગ્ય છે.
(૧૭૦૩)
-
માયાની પરિભાષા પરમાગમમાં નીચે પ્રમાણે કરી છે. ગુપ્ત પાપતઃ માયા અંતર મેળવણી કરતા તેનું યથાર્થપણું સમજાય છે. પરંતુ જીવને અનેક પ્રકારે ગુપ્ત રહેવાના ભાવ આવે છે. માનથી બચવા; નિજ ગુણોને ગુપ્ત રાખવા-દબાવવા, ગુપ્ત પુણ્ય કરવું – દાનાદિ પ્રસિદ્ધ ન કરવા, વગેરે. તેમાં માયા નથી, કારણકે તેમાં માયાનો હેતુ નથી; અથવા ગુપ્ત પ્રપંચ કરવાનો ભાવ નથી.
(૧૭૦૪)
/ શુદ્ધોપયોગરૂપ ધર્મધ્યાન ચાર ભાવનાથી વિભૂષિત છે.
૧. મૈત્રી
= જગતના સર્વપ્રાણી પ્રત્યે નિર્વેર બુદ્ધિ, અર્થાત્ સર્વ પ્રત્યે નિષ્કામ પ્રેમબુદ્ધિ.