________________
અનુભવ સંજીવની
૪૨૯
૨. પ્રમોદ કોઈનો અલ્પ પણ ગુણ જોઈને ઉલ્લાસ થવો, રુચવું, રોમાંચિત ઉલ્લસવા. ૩. અનુકંપા = જગતજીવોને દુઃખી જોઈને કરુણા થઈ, તેઓ સન્માર્ગે આત્મિક સુખ પામે તેવી ભાવના.
૪. માધ્યસ્થ = સમદ્રષ્ટિના પુરુષાર્થપૂર્વક વિપરીત યોગ્યતાવાળા જીવ પ્રત્યે ઉદાસીનતા / ઉપેક્ષા.
=
ઉપરોક્ત પ્રકારના પરિણામો અનુક્રમે નિઃશલ્યપણું, ગુણપ્રત્યેનો પ્રેમ, નિષ્કારણ કરુણાયુક્ત કોમળતા અને પરદોષની ગૌણતા આદિ સદ્ગુણોને સેવન કરે છે. જેથી પરિણામમાં અનાદિ અસભ્યતા દૂર થવાની યોગ્યતાની સંપ્રાપ્તિ હોય છે અને પર પ્રત્યેના ઉપયોગને વ્યાવૃત થવાનું કારણ બને છે. . (૧૯૦૫)
પ્રથમ આત્માનો વિચાર હોય, તેથી આગળ વધી જ્ઞાન-વેદનથી પોતાને જોતાં, સ્વયંનું અંતર્મુખપણું, સુખ સ્વભાવપણું, પ્રત્યક્ષતા અને જ્ઞાનના સાતત્યથી અનંત સામર્થ્ય શાશ્વતપણું આદિ ભાસે છે જેથી આત્મભાવના વર્ધમાન થાય છે. આ ભાવના-વૃદ્ધિનો પ્રયોગ છે. (૧૭૦૬)
-
શ્રીગુરુના અનુગ્રહ (કૃપા)ના દર્શન બે પ્રકારે થાય છે. એક તો ચિત્ત પ્રસન્નતા દ્વારા અને બીજું ભૂલ / દોષ દેખાય ત્યારે ઠપકો આપે, ત્યારે પણ તેમની કૃપા જ દેખાવી જોઈએ, કેમકે હિતબુદ્ધિએ તેઓ ઠપકો દે છે. (૧૭૦૭)
Vજ્ઞાનીપુરુષની ઉપદેશ પ્રવૃત્તિ બે કારણથી હોય છે. સ્વહિતાર્થે અને પરહિતાર્થે. બંન્નેમાં એક સરખી નિષ્કામતા હોય છે. તેથી અહંભાવ રહિત અને આડંબર રહિત તે પ્રવૃત્તિ હોય છે. નિજહિતની મુખ્યતાથી સાધના કરતા કરતા, પરહિતમાં ભાગ્યવંત જીવોને તેમનું નિમિત્તત્વ પ્રાપ્ત થઈ જાય
છે.
(૧૯૦૮)
સુખ-દુઃખ એ સર્વ પ્રાણીનો પ્રયોજનભૂત વિષય છે. દુઃખ જરાપણ કદી ન હો, અને પૂરું સુખ સદાય હો, તેવી જીવમાત્રની અભિલાષા હોય છે, અભિપ્રાય હોય છે, તેમ છતાં સંસારમાં જીવો દુઃખી જોવામાં આવે છે. તે દુઃખ બે પ્રકારનું છે. એક શારીરિક પીડા અને બીજું માનસિક મૂંઝવણ (Tention) તણાવ, અથવા અસમાધાનથી ઉત્પન્ન આકુળતા-તેના પેટાભેદ અનેક છે.
તે સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાની મહાત્માઓએ ગવેષ્યો છે. તે એ કે દુઃખના નિમિત્ત સંબંધી પૂર્વગ્રહ (Prejudicial misconcept)થી મુક્ત થઈ, સુખસ્વરૂપ એવા આત્મ સ્વભાવમાં ઉપયોગને જોડવો. જેથી કોઈપણ પરિસ્થિતિમાં દુઃખ નહિ થાય. એવા પૂર્વગ્રહથી મુક્ત