________________
૪૨૬
અનુભવ સંજીવની અને શોધકવૃત્તિ યથાર્થતાની નિયામક છે.
(૧૬૯૦)
અંતરની ઊંડી ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી યથાર્થ ભાવના તે અનઉદયભાવરૂપ મુમુક્ષતા છે. આવી ભાવનાવાળો મુમુક્ષુજીવ ઉદયને અવગણીને સન્માર્ગ પ્રતિ-આત્મહિત પ્રતિ – આગળ વધે છે. મોક્ષમાર્ગ પણ અનઉદય ભાવ છે, જે પરિણામો ઉદયમાં ન જોડાઈને આત્મામાં જોડાય છે. - આમ સદશતા / સામ્યપણું ભાવનામાં ઉત્પન્ન થાય છે. જે વર્ધમાન થઈ, મોક્ષમાર્ગમાં પરિવર્તિત થાય છે.
(૧૬૯૧)
સંસાર ઉપાસવાનો અભિપ્રાય જીવને અનાદિથી છે. જ્યાં સુધી તે અભિપ્રાયનો સર્વથા ત્યાગ ન થાય, ત્યાં સુધી કોઈપણ સાધન મોક્ષાર્થે સફળ ન થાય. ઉત્કૃષ્ટ સાધન જે સત્સંગ, તેને પણ આ વિપરીત અભિપ્રાય ખાઈ જાય છે. તેથી જ દીર્ધકાળ સત્સંગમાં રહેનાર પણ આત્મહિતથી વંચીત રહી જાય છે. આવો વિપરીત અભિપ્રાય, જીવને જ્યારે પરિભ્રમણની વેદના વેદાય છે. ત્યારે નાશ પામે છે અને ત્યારબાદ શું કરવું તે સમજાય છે.
(૧૬૯૨).
મુમુક્ષુને માર્ગ બતાવનાર જ્ઞાની મળે, તોપણ માર્ગ અંદરમાં પોતાને જ શોધવાનો છે, એવો અભિપ્રાય હોવો જોઈએ. આવો અભિપ્રાય હોવા છતાં પણ ગુરુ પ્રત્યે વિનય, (ઉપકાર બુદ્ધિ પૂર્વક) પૂરેપૂરો પાત્ર જીવને હોય છે. પુછી પુછીને માર્ગ પકડી લઉં તેવો અભિપ્રાય બાહ્ય દૃષ્ટિમાં જાય છે. તેથી માર્ગની અંતર શોધ થતી નથી, તે પ્રકારમાં જીવ આવતો નથી. તેથી તેવો અભિપ્રાય ન હોવો જોઈએ. પોતાની વસ્તુ બહારથી મળવાની નથી.
(૧૬૯૩)
બે જ્ઞાની અથવા બે આચાર્યની વાત એકબીજાથી જુદી હોય–જુદી દેખાતી હોય, તો પારમાર્થિક દષ્ટિએ તેનો મેળ કરવો જોઈએ. કારણકે તેમની સર્વ વાતમાં પરમાર્થ – સામાન્ય હોય છે. તે ઉપરાંત કઈ વાત ઉપર કેટલું વજન દેવું જોઈએ, - તે ગુરુ ગમે સમજવું જોઈએ. તે વિષય વધારે સૂક્ષ્મ છે, અને સાપેક્ષ છે. પરંતુ કોઈ વાત કાઢી નાખવાની હોતી નથી. જો કોઈ એકપણ વાતનો સ્વીકાર ન થાય તો, તે વાતનો પરમાર્થ પોતાને સમજાયો નથી.-એમ સમજવું. (૧૯૯૪)
Wજીવે પ્રયોજનભૂત સમજણ માત્ર એટલી જ કરવી ઘટે કે –(૧) આત્મકલ્યાણ માટે, અપૂર્વ અંતરાત્મામાંથી ઉત્પન્ન થયેલી ભાવના થવી. (૨) શ્રીગુરુની નિષ્કામ ભક્તિ અને ચરણ સાનિધ્યના ભાવ. જેનું હૃદય ભાવના અને ભક્તિથી ભીંજાયેલું હોય, તે જીવને તત્ત્વ વિચાર યથાર્થ ચાલે, નહિ તો તત્ત્વ વિચારની અયથાર્થતા જીવને શુષ્કતા / સ્વચ્છંદમાં લઈ જાય ! તેથી એમ ફલીત