________________
અનુભવ સંજીવની
સ્વરૂપ-લક્ષનું મહત્વ ઘણું છે.
જે દર્શનમોહનો નાશ કરે છે, તે સાધકનો ચારિત્રમોહ અવશ્ય નાશ પામે છે કારણકે તેના પરિણમનમાં ચારિત્રમોહ નિર્બળ થઈ ગયો છે અને આત્માની શક્તિ બળવાનપણે કાર્ય કરી રહી છે. વળી વિભાવભાવોનો નિષેધ વર્તતો હોવાથી, તેને પોષણ મળતું બંધ થયું છે, મૂળ કાપેલા વૃક્ષની જેમ, તે ભાવો સુકાઈ જશે.
(૧૬૮૬)
૪૨૫
-
(૧૬૮૫)
જ્ઞાનીપુરુષોએ જીવોનો ઘણી હૈયાધારણ આપી છે: જેમ સ્વભાવના સંસ્કાર બીજા ભવમાં સાથે આવે છે, તેમ અંતરના ઊંડાણથી ઉત્પન્ન થયેલી ભાવના પણ સાથે આવે છે.’ આવી ભાવના કોઈપણ નવા પ્રવેશ કરનાર જીવને થઈ શકે છે. નવો પ્રવેશ કરનાર જીવ, નિકટભવી હોય તો આવી વાતનું અંતરથી ‘સ્વાગત’ કરી, વીર્યોલ્લાસપૂર્વક તત્કાળ ભાવના પ્રગટ કરે.
(૧૬૮૭)
-
મારે બીજાની હુંફ જોઈતી નથી. હું પોતે જ મને હુંફ આપું છે. થરથરતી ઠંડીમાં હું જ મારું તાપણું છું. હું કોઈનો ઓશીયાળો નથી કે નથી કોઈનો મોહતાજ. જેને કાંઈ જોઈતું ન હોય, તેને તણાવ / આર્ટપણું નથી. લાલસા માણસને મારી નાખે છે અથવા ગુણ-સંપત્તિને લૂંટી લે છે. પછી તે ધનની હોય કે માનની. તેનો અંત નથી. બધુ જ હોવા છતાં ઓછું પડતું હોય છે. જીવનમાં અસંતોષનું દુઃખ મોટું છે. તેથી જ નિસ્પૃહી સુખી છે, નિષ્પરિગ્રહી સૌથી સુખી છે. તે આશા અપેક્ષાના મૃગજળમાં ડુબતો નથી. નિઃફીકર અને નિર્ભય જીવન મુક્તિનું સોપાન છે. પરમાર્થનો માર્ગ નિરાલંબ છે. કેમકે આત્મસ્વરૂપ નિરપેક્ષ અને નિરાલંબ છે. (૧૬૮૮)
Vદરેક સફળ કાર્યની પૂર્વ તૈયારી કારણરૂપે હોય છે. સત્સંગ અને સ્વાધ્યાય સફળ થાય તો જીવ જ્ઞાનદશા પામે. પરંતુ તે સફળ થવા પૂર્વ તૈયારી હોવી અતિ આવશ્યક છે. તેથી સત્સંગ સ્વાધ્યાય પૂર્વે મુમુક્ષુએ કાળજીપૂર્વક લક્ષ રાખવું ઘટે કે મારે યોગ્ય વા મને લાગુ પડે તેવું શું આવે છે ? તેવું જે કાંઈ આવે તે ગ્રહણ કરી, તેને પ્રયોગમાં ઉતારી, પરિણતિ થાય ત્યાં સુધી મારો પ્રયાસ ચાલવો જોઈએ.' આવું લક્ષ પહેલેથી જ હોવું જોઈએ. જો તેવું લક્ષ ન હોય તો જીવને પોતાના પ્રયોજનની દૃષ્ટિનો જ અભાવ હોવાથી કદી સફળતા મળતી નથી. (૧૯૮૯)
/ જે જીવને સ્વરૂપ લક્ષ થયું હોય તેને સ્વરૂપની શોધકવૃત્તિપૂર્વક અને આત્મકલ્યાણની
ભાવનાપૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાય થવો ઘટે. નહિ તો યથાર્થતા રહેવી સંભવિત નથી. આત્મ-ભાવના