________________
૪૨૪
અનુભવ સંજીવની
નથી.
(૧૬૮૦)
માર્ચ - ૧૯૯૭ ૧. સંકલ્પ-વિકલ્પ પ્રતિબંધ એટલે પરમાર્થ હેતુ શૂન્ય તત્ત્વજ્ઞાનના વિકલ્પો. અથવા ૨. વિપરીત અભિપ્રાયથી ઉત્પન્ન વિકલ્પોમાં આત્માનું અટકવું, તેમજ ૩. અજ્ઞાનના કારણથી અસમાધાનને લીધે ચાલતી વિકલ્પની જાળ.આવી જાળમાં જીવ ગુંચવાય
(૧૬૮૧)
/ જિજ્ઞાસા - સત્સંગનો ખરેખર ઈચ્છક જીવ હોય તો તેનો અભિપ્રાય કેવો હોય ?
સમાધાન :- સત્સંગની ઉપાસના, તે આત્માની ઉપાસના છે, તેવા અભિપ્રાયપૂર્વક, તે જીવ સંસારની ઉપાસનાનો સર્વથા ત્યાગ (અભિપ્રાયમાં કરે છે. જો અભિપ્રાયમાં સંસારની ઉપાસનાનો સર્વથા ત્યાગ ન થાય તો તે જીવને સત્સંગ નિષ્ફળ થાય છે. તે રીતે અનંતવાર સત્સંગ નિષ્ફળ થવાનું પૂર્વે થયું છે. પરિભ્રમણની વેદનામાં સર્વથા સંસારને ન જ ઉપાસવો તેવું દઢત્વ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જીવ સ્વલક્ષે સત્સંગને ઉપાસે છે, અને જે યથાર્થ લક્ષે સત્સંગને ઉપાસે છે, તે આત્માને ઉપાસે છે.
(૧૬૮૨),
ક
સંપૂર્ણ વીતરાગ એવા તીર્થંકરદેવનું સમવસરણ પણ અનેક ક્ષેત્રમાં રચાય છે, જ્યાં જ્યાં અનિચ્છાએ તેમનો વિહાર થવા યોગ્ય પરમયોગ' હોય, ત્યાં ત્યાં ક્ષેત્રાંતર થાય છે. તેવી કુદરતી વ્યવસ્થા ધર્મની પ્રભાવનાના સ્વાભાવિક સંકેતરૂપ છે. અકૃત્રિમ જિનબિંબની જેમ ધર્મ ઉત્પન્ન થવાનો યોગ અને કર્મના ભોગ્ય સ્થાનો, આ જગતમાં દ્રવ્ય સ્વભાવ છે તેમ જ ધર્મયોગ પણ વ્યવસ્થિત છે, તેમ સમજાય છે.
(૧૬૮૩)
.2
| સંસાર અને મોક્ષ પ્રતિપક્ષમાં છે. તેથી સત્સંગમાં સંસાર વિરૂદ્ધ વિષય વિચારાય છે, અને તેના અમલીકરણની પ્રેરણા મળે છે. વાસ્તવમાં સત્સંગ એ સંસાર સમાપ્ત કરવા માટેનો પ્રસંગ છે. સંસાર સમાપ્ત થવાથી સંસાર-દુઃખો પણ સમાપ્ત થાય છે. સંસારની રુચિવાળા તેમાં ટકતા નથી. ટકી શકતા નથી.
(૧૬૮૪)
/ જ્ઞાનવેદન આબાળ ગોપાળ સૌને છે, કારણકે આત્મા સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે. પરંતુ લક્ષ પર ઉપર હોવાથી તિરોભૂત રહે છે. તેથી માલૂમ પડતું નથી. સ્વરૂપ ભાસવાથી સ્વરૂપ લક્ષ થતાં - પુરુષાર્થ વડે તેનો આવિર્ભાવ થાય છે, ત્યારે પ્રગટ અનુભવગોચર થાય છે. સ્વાનુભૂતિ થવામાં