________________
અનુભવ સંજીવની
૪૨૩ Vવિચિત્રતા પર્યાય સ્વભાવ છે. ધર્માત્માનો ઉપદેશ રાગાંશના નિમિત્તે વાણી દ્વારા પ્રવર્તે છે. જે વાણીના નિમિત્તે શ્રોતાને ધર્મ પ્રગટે છે. યદ્યપિ રાગ કાંઈ જાણતો નથી, ઉપદેશમાં પ્રવર્તનમાં તો શ્રદ્ધા-જ્ઞાનની પ્રધાનતા છે, તેથી શુદ્ધ શ્રદ્ધા-જ્ઞાનના નિમિત્તે શુદ્ધ શ્રદ્ધા-જ્ઞાન પ્રગટે છે, તેવો મેળ છે.
(૧૬૭૬)
આ વિશેષ ઊંડા વિચારથી એમ સમજાય છે કે જીવને જ્યારે સ્વલક્ષ'નું દઢત્વ આત્મામાં પ્રકાશે છે, ત્યારે તેના લક્ષણરૂપે પરિભ્રમણની વેદના આવે છે, તે વેદના નહિ આવવાના કારણોમાં, મુખ્ય કારણ પરલક્ષ છે. તેથી જ ઉક્ત વેદનામાં આવેલ જીવ પ્રાયઃ વિપરીતતામાં આગળ વધી શકતો નથી, અથવા વિપરીતતામાં ચાલી જવાયુ હોય તો પાછો વળી જાય છે. ધર્મના ક્ષેત્રમાં આવેલ જીવો પણ, અનાદિ પરલક્ષથી મુક્ત પ્રાયઃ થતા નથી. તેથી પરમાર્થમાર્ગ પ્રતિ ગતિ થતી નથી. - આ એક સમસ્યાની ગંભીરતા બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. (૧૬૭૭)
જેવો શુભાશુભ ભાવનો રસ એકત્વબુદ્ધિ સહિત હોય, તેવો રસ ભેદજ્ઞાનીને હોવો સંભવ નથી. કારણ ભેદજ્ઞાનમાં રાગનો નિષેધ વર્તે છે, અને ભિન્નપણું અનુભવાય છે. જ્ઞાની અને અજ્ઞાનીના અંતર પરિણમનમાં આ પ્રકારે તફાવત છે. આવો તફાવત બાહ્ય દૃષ્ટિવાને જીવને સમજાતો નથી. બાહ્યદૃષ્ટિ છોડવાની જિજ્ઞાસાવાળા જીવને તે સમજમાં આવવા યોગ્ય છે. આ કારણે જ્ઞાનીની ઓળખાણ દુર્લભ છે.
(૧૬૭૮)
V અપૂર્વ સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થયે, મોક્ષાર્થી જીવને સ્વરૂપની અંતરશોધના પરિણામ વર્તે છે, તે એવા કે જીવ સર્વથી ઉદાસ થઈ, પોતે તે શોધમાં ખોવાઈ જાય છે. એવી દશા આવે ત્યારે સ્વરૂપનો પત્તો લાગે છે, એવી દશા આવ્યા વિના, જ્ઞાનમાં તેવો અવકાશ થયો નહિ હોવાથી સ્વરૂપની ઓળખાણ થઈ નથી. આવી જિજ્ઞાસામાં યથાર્થ સ્વરૂપ મહિમા ગર્ભીત છે, અને પાત્રતા, વૈરાગ્ય આદિ પ્રગટ છે.
(૧૬૭૯)
સ્વરૂપદષ્ટિમાં પર્યાય વર્તતી હોવા છતાં, સ્વરૂપ જ દેખાય છે. પર્યાય જાણે દેખાતી જ નથી. જે અધ્યાત્મ પર્યાયોનો મહિમા ગ્રંથ-ગ્રંથોમાં ગાયો છે; તેવી દશા પ્રગટ થવા છતાં, સ્વરૂપ મહિનામાં પોતે ખોવાઈ જાય છે. અને તેમ હોવું તે સમ્યક છે. દૃષ્ટિ અપેક્ષાએ સ્વરૂપ માત્ર સ્વ' છે, અને ગમે તેવી ગુણ સમૃદ્ધ-પૂર્ણ પર્યાય પણ પર’ છે. અપેક્ષાએ પોતામાં થવા છતાં, અંગભૂત હોવા છતાં અને અપેક્ષાએ પ્રયોજનભૂત હોવા છતાં, તેને પરના સ્થાને લેખવાવાળી સમ્યક દૃષ્ટિ, આ જગતનું પરમ રહસ્ય છે. જે અનુભવનીય છે. સ્વરૂપદષ્ટિવાનને તે સમજાય છે, બીજાને સમજાતું