________________
૩૦૬
અનુભવ સંજીવની છે, પવિત્રતા જેની શોભા છે, જે દિવ્યગુણોથી દિવ્યમૂર્તિરૂપે દશ્યમાન થાય છે, તેવા પુરુષરૂપ ભગવાનના, આત્મસ્વરૂપને પ્રત્યક્ષ કરતાં વચનો—અમૃતધારા– અંતરમાં પ્રદેશ પ્રદેશ વ્યાપી જાય છે, કારણ કે તે સુપાત્ર જીવ દિવ્યામૃતને પ્રદેશ પ્રદેશથી ઝંખતો ઊભો છે. તે પુરુષ પ્રત્યક્ષની આત્મવૃત્તિ અને આત્મજાગૃતિ આત્માર્થી જીવ માટે વગર કહ્યું પણ બોધનું નિમિત્ત થાય છે, ત્યાં વાણી દિવ્યધ્વનિ જ ભાસે તેમાં શું આશ્ચર્ય ?
(૧૧૦),
એ અધ્યાત્મમાર્ગમાં જ્ઞાનની સાધન અપેક્ષાએ પ્રધાનતા છે. જ્ઞાનવેદનનો આવિર્ભાવ થતાં સ્વાનુભૂતિ સમુત્પન્ન થાય છે, સ્વાનુભૂતિ સમ્યકત્વ ઉપજવાનું કારણ છે અને સમ્યકત્વ થતાં આત્માના અનંત - સર્વગુણો સમ્યક થઈ આત્માભિમુખ થઈ, જાત્યાંતર થઈ, પરિણમવા લાગે છે, જે ભવ નિવૃત્તિનું પરમ કલ્યાણનું એકમાત્ર કારણ છે. તેથી સમ્યકત્વનો અનંત મહિમા શ્રી જિને ગાયો છે. સર્વ ધર્માત્માઓએ સખ્યભાવને અભિવંદ્યો છે, અભિનંદ્યો છે.
(૧૧૧૦)
એપ્રિલ-૧૯૯૩ | સ્વરૂપ અનુભવ ન થવામાં અંતરાય દર્શનમોહનો છે. દર્શનમોહનો અનુભાગ સારી પેઠે ઘટવાથી
સ્વરૂપદૃષ્ટિ સહજમાં પરિણમે છે. દર્શનમોહનો અનુભાગ ઘટવા અર્થે આત્મહિતના લક્ષે સત્સંગ, વિતરાગધ્રુત ચિંતવના, ગુણજિજ્ઞાસાપૂર્વક અંતર અવલોકન અને સ્વરૂપ લક્ષે ભેદજ્ઞાન અર્થાત્ સ્વસમ્મુખનો પુરુષાર્થ થવા યોગ્ય છે.
" (૧૧૧૧)
જે મહત્પષ નિર્મલ સમ્યક દર્શનથી અને પરમાર્થ સંયમથી પરમ પવિત્ર આત્મસ્વરૂપમાં સ્થિત છે, તેમના ચરણની ઉપાસના વડે નિગ્રંથ પ્રવચનનું રહસ્ય ગ્રહણ થવાની યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. | સર્વભાવથી વિરામ પામી સ્વરૂપ સમાધિમાં રહેવું – તે દ્રવ્યાનુયોગનું તાત્પર્ય છે. જિનશાસન જયવંત વર્તે !!
(૧૧૧૨).
Wપ્રશ્ન :- લક્ષ કોને કહે છે ? તે ક્યા ગુણની પર્યાય છે ?
ઉત્તર :- લક્ષ જ્ઞાનની પર્યાય છે. તેના ત્રણ પ્રકાર છે.
૧. પ્રાપ્તિનું અંતિમ સ્થાન – ધ્યેય જ જેમકે પૂર્ણતા'. સૂત્ર :- પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.
- ૨. આશ્રયભૂત સ્થાન. જેમકે “સ્વરૂપ લક્ષ' ધર્માત્માનું સઘળું પરિણમન - વચન સ્વરૂપ લક્ષે હોય છે.