________________
અનુભવ સંજીવની
૩૦૫
તે હિનપુણ્ય જીવ સંસારના ભયંકર દુઃખોથી મુક્ત ન થઈ શકે, તે સહજ છે, પરંતુ જે જીવને પરમ સત્ય લક્ષ ઉપર આવ્યું છે, તે ક્ષુદ્ર ઉદય પ્રસંગો અને સાધારણ વિકલ્પોમાં સ્વયંના મહાન સ્વરૂપને રોકી રાખે છે, તે પ્રમાદમાં રતિ છે. પ્રમાદમાં રતિ કરવાં યોગ્ય કાંઈ જ નથી. તેથી હે જીવ ! ત્વરાથી સ્વયંના મહાન પદને સંભાળી અંતર્મુખ થા ! અંતર્મુખ થા !
ક્ષુદ્ર વિકલ્પોને સિદ્ધ કરવામાં રોકાવું તે આત્માને આવરણ કરનાર છે, અવિવેક છે. સંસાર પ્રત્યેની તીવ્ર ઉદાસીનતાથી, અને સત્યમાગથી પ્રાપ્ત વિશુદ્ધ (નિર્મળ) મતિથી કોઈક જીવને કેવળ અંતર્મુખ થવાનો તે માર્ગ સમજાય છે, જે સર્વ દુઃખક્ષયનો ઉપાય છે. જેને સમજાય છે, તે નિષ્પ્રમાદપણે તેનું અહર્નિશ આરાધન કરે છે.
(૧૧૦૫)
દોષ કરવો, કરાવવો અને અનુમોદન કરવું – તેનું સામાન્યપણે ફળ સરખું ગણવામાં આવે છે. પરંતુ વિશેષપણે વિચારતાં અથવા અભિપ્રાયના દષ્ટિબિંદુથી વિચારતાં, દોષનું અનુમોદન અભિપ્રાયપૂર્વક થાય છે. તેમાં દોષનું પ્રમાણ વધારે છે. દોષ કરનારને કોઈવાર દોષ કરવાનો અભિપ્રાય નથી પણ હોતો અને દોષ થઈ જતો હોય છે, પરંતુ કરાવવામાં પ્રાયઃ અને અનુમોદનમાં નિયમથી અભિપ્રાયપૂર્વક દોષનું પરિણમન થાય છે, તેથી તેનો વિચાર ઊંડાણથી કરવા યોગ્ય
છે.
(૧૧૦૬)
**
આત્મસ્વરૂપમાં શાંત સુધારસ ભરેલો છે. તે પ્રગટ થાય તેવી શૈલીથી શ્રી સમ્રુતની રચના છે. આત્મશાંતિમાં નિમગ્ન પુરુષોનાં શાંતરસ પ્રધાન વચનો તે સમ્રુત છે. તેવા સમ્રુતનો પરિચય સ્વભાવની નિર્મળતા અર્થે કર્તવ્ય છે.
(૧૧૦૭)
આત્માને ગુણ પ્રગટવા અર્થે સશ્રુતથી પણ વિશેષ બળવાન નિમિત્ત પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ છે. અલ્પકાળમાં આત્મલાભ થવા માટે પ્રત્યક્ષ ગુણાતિશયવાન પવિત્ર પુરુષ વિશેષનાં આત્મવૃત્તિથી અને આત્માકારે થતી ચેષ્ટાથી પ્રભાવિત વચનો પરમ ઉપકારી થાય છે. પ્રત્યક્ષ પ્રગટ આત્મવૃત્તિનો બોધ આત્માર્થીને, શીઘ્ર રુચિ થઈને, અસર કરે છે અને સત્પુરુષનો આત્માકારે વર્તતો પુરુષાર્થ, આત્માર્થીના આત્મવીર્યને જાગૃત કરે છે, વા આત્મજાગૃતિને ઉત્પન્ન કરે છે, અનુભવ–ઉત્સાહમાં પ્રેરે છે. – એવા પરમ સત્સંગને અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર. જયવંત વર્તો પ્રત્યક્ષ યોગ !!
(૧૧૦૮)
// આત્મદર્શન માટે, આખા જગતથી ઉદાસ થઈ, અંતરલક્ષ કરવાની જેની અત્યંત તત્પરતા વર્તતી હોય, તેવા ઉત્કૃષ્ટ પાત્ર જીવને, પ્રત્યક્ષ મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ, ગુણાતિશય જેને પ્રગટ થયો