________________
૩૦૪
અનુભવ સંજીવની
થઈ જાય છે. અર્થાત્ દોષદષ્ટિ (મિથ્યાદષ્ટિ) બળવાન થઈ જાય છે.
(૧૧૦૧)
પ્રશ્ન : પ્રયત્નદશાની શરૂઆત કેવી રીતે કરવી ?
ઉત્તર : ચાલતા ઉદય પ્રસંગમાં ઈષ્ટ – અનિષ્ટબુદ્ધિપૂર્વક ઈષ્ટ – અનિષ્ટપણું અનુભવાઈ રહ્યું છે, ત્યાં સમજણને લાગુ કરી, ઉદયને માત્ર જ્ઞેય' રૂપે અવલોકવું; અને પ્રથમ, પર પદાર્થ સંબંધી ઈષ્ટ - અનિષ્ટપણાનો, અભિપ્રાય મટાડવો. અભિપ્રાય પલટાયા વિના ‘હું જ્ઞાનમાત્ર છું’– તેવી અસ્તિનો પુરુષાર્થ ચાલશે નહિ અને રાગ-દ્વેષ થવા કાળે જાગૃતિ આવી સહજ ભાવે નિષેધ આવશે નહિ. અભિપ્રાય બદલાયા પછી સર્વ ઉદય પ્રસંગમાં જ્ઞાતા દૃષ્ટા અર્થાત્ સાક્ષીભાવે
રહેવા પુરુષાર્થ કરવો.
ઈષ્ટ - અનિષ્ટ લાગવું તે માત્ર કાલ્પનિક છે—તેમ પ્રયોગકાળે લાગે તે વિપરીત અભિપ્રાય મટે. જ્યાં સુધી કલ્પના, કલ્પના ન લાગે ત્યાં સુધી તેની તપાસ ચાલુ રાખવી, કાર્યે કાર્યો અને પ્રસંગે પ્રસંગે.
(૧૧૦૨)
પરમાર્થ પામવામાં જીવને અપાર અંતરાય છે. કોઈપણ ભૂમિકામાં નિર્વિઘ્નપણે આગળ વધવામાં સત્સંગ જેવું બીજું કોઈ સાધન નથી. સત્પુરુષના સંગને, તેથી અપૂર્વ જાણી આરાધવો અને સત્પુરુષના વિયોગમાં, શુદ્ધ અંતઃકરણથી પરમાર્થને કેવળ ઈચ્છતાં એવાં સાચા મુમુક્ષુઓના સમાગમમાં રહેવું, જેથી અસત્સંગથી બચી શકાય. આ કાળમાં સત્પુરુષનો સંગ તો અત્યંત દુર્લભ છે, પરંતુ મોક્ષાર્થીનો સંગ પણ દુર્લભ જાણી, તેનું ઉપકારી પણું જાણી, દાસત્વ ભાવે રહેવું. આવું દાસત્વ સ્વીકારવું તે પરમાર્થ પ્રાપ્તિની પરમ યોગ્યતાનું ઘોતક છે. જ્ઞાનીપુરુષ પણ એવો અભિપ્રાય સેવે છે, જે મોક્ષાર્થીને બોધનું નિમિત્ત છે. પરસંગના યોગે જીવ ભૂલ્યો છે તે વિસ્મરણ કરવા યોગ્ય નથી.
(૧૧૦૩)
*
બંધબુદ્ધિએ વર્તતા જીવે પોતાને અબંધ (જ્ઞાયક શુદ્ધ) સ્વરૂપે કલ્પવો, તે નિશ્ચયાભાસ છે. તેથી પ્રથમ વિપરીત અભિપ્રાયને – સુખાભાસને ટાળવા પ્રયાસ કરવો; તે વિના અસ્તિનો જ્ઞાયકનો – પુરુષાર્થ (સહજ સંવેગ) ઉપડશે નહિ. છતાં કૃત્રિમ શાયકનું જોર – વિકલ્પમાં કરવાથી, તેમાં સફળતા થતી નથી. મુક્ત થવાના અભિપ્રાય વિના બંધબુદ્ધિ ટળતી નથી. પરમાં સુખબુદ્ધિ ભાવબંધનું મૂળ છે. તે જીવને બહિર્મુખ રહેવામાં અને અંતર્મુખ નહિ થવા દેવામાં મુખ્ય કારણરૂપ છે, અને ઉદાસીનતાની રોધક છે.
(૧૧૦૪)
જેને પરમ ઉત્કૃષ્ટ એવો જિનદેવનો કેવળ અંતર્મુખનો માર્ગ શ્રવણ-પ્રાપ્ત પણ થયો નથી,
-