________________
*
કરે છે.
*
303
અનુભવ સંજીવની
દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરે છે.
કરણાનુયોગના સિદ્ધાંતો વિભાવ, વિભાવના ફળ, અને તેના ભોગ્ય સ્થાનોનું પ્રતિપાદન
ચરણાનુયોગ મોક્ષમાર્ગના બાહ્યાત્યંતર (વ્યવહાર નિશ્ચય) આચરણને અને આચરણના ક્રમને નિરૂપે છે. આમ જિનાગમના સિદ્ધાંતો સંપૂર્ણ વિજ્ઞાનની અભિવ્યક્તિ દ્વારા, જે તે પ્રકારના બુદ્ધિપૂર્વકના વિપર્યાસને દૂર કરે છે. વિપર્યાસનો અભાવ થવાથી જીવ સ્વસન્મુખ થવાને યોગ્ય થાય છે.
-
V* અધ્યાત્મના સિદ્ધાંતો દ્વારા અધ્યાત્મ તત્વમાં – નિજસ્વરૂપમાં – અભેદ આશ્રય કરાવવાનો હેતુ છે. ત્યાં સર્વત્ર યથાસ્થાને કારણ - કાર્યના નિયમો જીવના હિતાર્થે નિરૂપણ કરવામાં આવ્યા છે, જેની સંકલના અદ્ભુત અને સુવ્યવસ્થિત છે. એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે. (૧૦૯૭)
*
જો પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષના સમાગમ અને આશ્રયની ભાવના જીવને વર્તતી ન હોય તો, શુદ્ધ અંતઃકરણથી આત્મહિત કરવાની જીવની ઈચ્છા જ નથી, તેમ સિદ્ધ થાય છે. અથવા પ્રત્યક્ષપણે તે જીવ સંસાર પરિભ્રમણથી ભય પામ્યો નથી. સ્વચ્છંદે વર્તવાનો ત્યાં અભિપ્રાય છે. (૧૦૯૮)
અસારભૂત એવા ઉદય પ્રસંગમાં સારભૂત પ્રયોજનની માફક વર્તવા છતાં, જે મહાપુરુષો નિજ સ્વભાવમાં અચળ રહ્યા, તેમના ભીષ્મ પુરુષાર્થનું સ્મરણ પણ આત્માર્થીને આત્માર્થ ઉપજાવે છે, વા પુરુષાર્થમાં પ્રેરે છે.
બાહ્યદૃષ્ટિમાં આવો મહાન પુરુષાર્થ સમજાતો નથી. મહાપુરુષોના ચરિત્ર ગુઢ પારમાર્થિક રહસ્યને સમજવાના જીવંત દૃષ્ટાંત છે. આ મુખ્ય હેતુ કથાનુયોગની રચના પાછળનો છે.
(૧૦૯૯)
*
યથાર્થ ઉપકારી અમૃતપાન દાતાર પુરુષ પ્રત્યક્ષ પ્રત્યે અનન્ય ભક્તિરૂપ એકત્વભાવના મુમુક્ષુજીવને ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિનું કારણ છે. તેથી તેમના સમાગમની નિરંતર કામના રહ્યા કરે
છે.
(૧૧૦૦)
અલ્પ વ્રત પણ ન હોવા છતાં અને ચારિત્રમોહના અટળ ઉદયમાં સંદેહ ઉપજે તેવી દશાએ વર્તતા છતાં, સમ્યક્દર્શનનું સામર્થ્ય દર્શાવવાના હેતુથી કથાનુયોગમાં મહાપુરુષના પ્રસંગો વર્ણવ્યા છે, ત્યાં વિષય કષાયનું પોષણ કે અનુમોદન ન થાય, તેવી જાગૃતિ રાખવી યોગ્ય છે. વિપરીત રુચિથી કોઈ એક દૃષ્ટાંત ગ્રહણ કરી લેવાથી, અભિપ્રાયપૂર્વકનો દોષ થઈ, શુદ્ધ પરિણામની હાનિ