________________
અનુભવ સંજીવની
૩૦૭
૩. લક્ષ એટલે ઉપયોગ. જેમકે શાસ્ત્ર સ્વાધ્યાયમાં લક્ષ એટલે ઉપયોગ રાખવો તે કાળે બીજી બાજુ ક્યાંય લક્ષ (ઉપયોગ) ન જવું જોઈએ.
(૧૧૧૩)
પારમાર્થિક શ્રુતનો વિષય પરમાર્થ તત્ત્વ પરમ પવિત્ર એવું નિજ સ્વરૂપ છે. જે અનંત સુખનું નિધાન છે. તેના અવલંબને મનોજય અને ઈન્દ્રિયજય થઈ શુદ્ધાત્મ સ્થિતિની ઉપપત્તિ હોય છે. આ ‘સહજ પ્રત્યક્ષ’ પરમ તત્ત્વ વીર્યોલ્લાસનો મુખ્ય આધાર છે.
વૃત્તિ શિથિલ થયે મહત્ પરાક્રમી પુરુષોનું અદ્ભુત આચરણ સ્મરણ કરવા યોગ્ય છે.
(૧૧૧૪)
અન્ય જીવને ઉપકાર થાય તેવી, ધર્મ-પ્રભાવના યોગ્ય, બાહ્ય પ્રવૃત્તિ પણ પ્રારબ્ધયોગ અનુસાર શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવી ઘટે છે. નિષ્કારણ કરુણાથી મહાપુરુષોએ પરમપદનો ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશનું કાર્ય મહાન હોવા છતાં પણ અંતર આરાધનામાં અપ્રમત્તભાવે વર્તતા, તે બાહ્ય કારુણ્યવૃત્તિ પણ જેને ઉપશાંત થઈ, તે મહત્ પુરુષની સાધનાને વંદન હો ! અંતર આરાધનામાં અપ્રમત્તભાવે રમણતા કરનારનાં બાહ્ય યોગનો સહજ સ્વભાવ સર્વ જીવ પ્રત્યે દયાનો હોય છે અને તેમનો આત્મ સ્વભાવ તો સર્વ જીવને પરમપદ પ્રત્યે આકર્ષણ કરનાર હોય તેમાં શું આશ્ચર્ય ! તે પ્રગટ આત્મસ્વભાવ વડે અન્ય તથારૂપ યોગ્યતાવાન જીવને આત્મસ્વભાવ પ્રગટે છે વા સ્વરૂપ સ્થિરતા પ્રાપ્ત થઈ, અંતે પરમપદની પ્રાપ્તિ થાય છે. તેનું મૂલ્યાંકન શેનાથી થાય ? (૧૧૧૫)
સરળતા, મધ્યસ્થતા, શાંતતા, વૈરાગ્ય, આત્મજાગૃતિ આદિ ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એવા સહર્તનથી જ્ઞાનીપુરુષની ભક્તિ પ્રાપ્ત થાય છે. તે પહેલાંની અવગુણ દશામાં જે ભક્તિનો શુભરાગ હોય તે યથાર્થ ભક્તિ નથી. અથવા તે જ્ઞાનીપુરુષની આશામાં ન હોવાથી, જ્ઞાનીની દૃષ્ટિમાં માન્ય એવી ભક્તિ નથી. ભ્રુણની ઉપાસના અને ભક્તિ અવિનાભાવી છે.' અથવા કારણ કાર્યરૂપે છે. સહર્તનરૂપ ગુણનું આચરણ તે જ્ઞાનીની મુખ્ય આશા છે. જો જીવ તેને ઉપાસે તો ઘણા શાસ્ત્રોના અભ્યાસથી થતું ફળ, સહજમાં ઉપરોક્ત ભક્તિથી પ્રાપ્ત થાય. ક્રમે કરીને તેથી આત્મનિષ્ઠતા પ્રાપ્ત થાય. પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષના ચરણ કમલની ઉપાસના જેનું મૂળ છે. એવા માર્ગનો ક્રમ આ પ્રમાણે જાણવા યોગ્ય છે.
* (૧૧૧૬)
//ગંભીર ઉપયોગથી અને અવિક્ષિપ્ત ચિત્તથી પરમશાંત શ્રુતનું અનુપ્રક્ષણ થવા યોગ્ય છે. અપૂર્વ સ્વભાવની અંતર સાવધાની પ્રેરક, સ્વરૂપ પ્રત્યક્ષતા દર્શક, મહત્પુરુષનાં વચનામૃતનું ઊંડુ અવગાહન