________________
૩૦૮
અનુભવ સંજીવની આત્માને સમ્યક પુરુષાર્થમાં યોજી પરમશ્રેયનું મૂળ દઢીભૂત કરે છે, અને ક્રમે કરીને તેથી પરમપદની સંપ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાય પદ્ધતિ અને સ્વાધ્યાયનો વિષય – આ પ્રકારે ઈચ્છનીય છે. તદ્ અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વાંછનીય છે.
(૧૧૧૭)
વર્તમાન જીવન-વ્યવહારની સ્થિતિ એવી છે કે પ્રાયઃ તેમાં ચિત્ત વિક્ષેપ રહ્યા કરે. અવિક્ષિપ્ત ચિત્ત રહેવું દુર્ઘટ છે. તેમાં સામાન્ય મુમુક્ષુ વૃત્તિના જીવો શાંત રહી શકે – એમ અમુક અંશે થવાને અર્થે, કલ્યાણરૂપ અવલંબન – સત્સંગનું મહત્વ – તેની આવશ્યકતા સમજાવી પણ તેમને કઠણ છે. શુદ્ધ અંતઃકરણથી જીવને આત્મકલ્યાણની ભાવના થાય તો સત્સંગ અર્થે ગરજવાન થાય. જે સત્સંગનું મહત્વ સમજતા નથી, તેને ખરેખર આત્મકલ્યાણ કરવું છે – એમ કહેવું કઠણ છે.
(૧૧૧૮)
" જ્યાં સુધી બાહ્ય પદાર્થમાં સુખ – અભિપ્રાયપૂર્વક અનુભવાય છે, ત્યાં સુધી પરિણામની દિશા – વૃત્તિનો પ્રવાહ બહિર્મુખ વળે છે અને અંતર્મુખ થઈ શકાતું નથી. ભેદજ્ઞાનના પ્રયોગપૂર્વક જડ ચેતનની ભિન્નતાનો અભિપ્રાય કેળવવાથી ચૈતન્યતત્ત્વની પ્રતીતિ વડે જીવની વૃત્તિનો પ્રવાહ વિષયથી ઉદાસીન થઈ, શુદ્ધ ચૈતન્ય પ્રત્યે સહજ વળે છે. કારણકે સ્વયં અનંત અચિંત્ય અવ્યાબાધ સુખથી ભરિતાવસ્થ છે. સહજ પ્રત્યક્ષ સ્વરૂપને પ્રગટ દર્શાવનારા અનુભવી પુરુષના વચનના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ દર્શનમોહના રસને તોડી નિજ સ્વરૂપની યથાર્થપણે પ્રતીત કરે છે. તત્ત્વશ્રવણની ઉલ્લાસિતતા, તત્ત્વ પ્રતીતિની પૂર્વભૂમિકા છે. અને પ્રતીતિ અનુસાર જીવની વૃત્તિનો પ્રવાહ સહજ પ્રવહે છે. તેથી જ ઉલ્લાસિત વીર્યવાન જીવને ૫. કૃપાળુદેવે તત્ત્વ પામવાનો મુખ્ય અધિકારી / પાત્ર કહ્યો છે. મુક્તિનો ઉલ્લાસ ન આવે તે અત્યંત અસ્વભાવિક છે, અપાત્રતાનું લક્ષણ છે.
| (૧૧૧૯)
- ગુણ જિજ્ઞાસા – ગુણ પ્રાપ્તિની અભિલાષા આત્માર્થીને હોય છે. તેથી અધિકગુણીજન, - સપુરુષ કે જેમણે અલૌકિક ગુણો પ્રગટ કર્યા છે, સદ્ગુરુ કે જે ગુણાતિશયથી શોભાયમાન છે અને પરિપૂર્ણ દિવ્યગુણોથી અલંકૃત વીતરાગદેવ પ્રત્યે આત્માર્થીને બહુમાન અને ભક્તિ સહજ ઉત્પન્ન થાય છે. તેમાં ગુણ પ્રાપ્તિનો અભિપ્રાય યથાયોગ્ય છે અને તે ભૂમિકામાં ભક્તિરાગ સાથે સાથે સહજ થાય છે, પરંતુ રાગ કરવાનો અભિપ્રાય ઘટારત નથી. રાગ કરવાના અભિપ્રાયથી જો રાગ કરાય તો રાગરસ ચડી જાય અને રાગ કરવાથી લાભ મનાય તેમજ તેવો વિપરીત અભિપ્રાય દઢ થાય, ત્યાં રાગ મટવાનો અવસર જ ન આવે, પરંતુ જો અભિપ્રાય વિરુદ્ધ રાગ થાય તો તેનો ખેદ થાય-નિષેધ વર્તે. જો અભિપ્રાયમાં પરની મહત્તા રહે તો તેમાં સ્વયંના અનંત સામર્થ્યનો