________________
૪૦૨
અનુભવ સંજીવની
આગળ વધાશે.
(૧૫૮૧)
છે જેને પોતાના ગુરુ પ્રત્યે પ્રેમ હોય છે, તેને ગુરુને જેના પ્રત્યે પ્રેમ હોય, તેના પ્રત્યે સહજ પ્રેમ ઉત્પન્ન થાય છે. – યથાર્થતામાં આવું સહજ હોય છે. જો તેમ ન થતું હોય તો પરમાર્થમાર્ગમાં આગળ વધવા માટેની યોગ્યતા રોકાઈ જાય છે.
(૧૫૮૨)
- નિજદોષનું અવલોકન અપક્ષપાતપણે દોષ મટાડવાના ઉદ્દેશ્યથી થવું ઘટે છે. જો તેમ ન થાય તો તે વિષયમાં સત્સંગ કાળે, દોષની મુખ્યતા – દોષદૃષ્ટિ કેળવાઈ જાય, તેવો અભ્યાસ, અરસપરસના દોષોની ચર્ચા દ્વારા થવા સંભવ છે. તેથી ગુણની મુખ્યતા રાખી તેવી અવલોકનની પ્રેકટીસ થવી ઘટે અને પ્રથમથી જ સર્વ પર્યાયની ગૌણતા અને પરમ સ્વભાવની મુખ્યતા કરવાનું લક્ષ હોવું ઘટે છે.
(૧૫૮૩)
જિજ્ઞાસા : જ્ઞાની પુરુષની પરીક્ષા, યોગ્યતાવાન જીવ, કરે છે, ત્યારે ક્યા ક્યા ખાસ મુદ્દાઓથી તે જીવને પ્રતીતિ આવે છે ?
સમાધાન ઃ ૧. જ્ઞાનીની વાણીનો આશય, પરમાર્થરૂપ આત્મકલ્યાણ, કેન્દ્ર સ્થાનમાં હોય છે, તેના ઉપર તેનું લક્ષ જાય છે. તેમજ
૨. સત્સંગમાં આવનાર પાત્ર જીવને પોતાના આત્મા ઉપર જે અસર પહોંચે છે, તેથી પ્રતીત આવે છે, ભક્તિ આવે છે.
૩. જ્ઞાનીની વાણીમાં જ અંતર્મુખ થવાની વિધિ આવે છે, તેમાં તેમનો અનુભવ વ્યક્ત થાય છે, વિધિ પ્રયોગાત્મક હોવાથી, પ્રયોગનો વિષય અન્યત્ર વ્યક્ત થતો નથી; થઈ શકતો નથી. તેમ સમજાય છે.
૪. જ્ઞાની સંપ્રદાયથી ભિન્ન પડતા દેખાય છે, કેમકે સંપ્રદાયમાં સર્વત્ર ત્યાગી લોક ચારિત્રમોહ મંદ થાય તેવો ઉપદેશ આપે છે, દર્શનમોહનો નાશ કરવાના વિષયથી તેઓ અજાણ હોવાથી, માત્ર કષાયની મંદતા દ્વારા ધર્મ પ્રાપ્તિ માને છે – આ ગૃહીત મિથ્યાત્વ છે. જ્ઞાની દર્શનમોહનો અભાવ થાય તેવો ઉપદેશ આપે છે. અર્થાત્ નિશ્ચયની મુખ્યતાપૂર્વક વ્યવહારને ગૌણ કરે છે.
(૧૫૮૪)
- જિજ્ઞાસા : પરલક્ષ છોડવું જરૂરી છે, તેમ છતાં થઈ જાય છે, તો તેનું શું કારણ ? તે મટાડવાનો ઉપાય શું ?
સમાધાન : પરરુચિના કારણથી પરલક્ષ રહ્યા કરે છે. તેથી પહેલાં આત્મરુચિ વડે પરરુચિ