________________
અનુભવ સંજીવની
૪૦૩ મટાડવી ઘટે છે. જેમ જેમ આત્મરુચિ વધે તેમ તેમ પરની ઉપેક્ષા થઈ જાય છે. બાકી સત્સંગ અને સપુરુષની અત્યંત ભક્તિ એ સુગમ અને સર્વ શ્રેષ્ઠ ઉપાય છે, જેથી સ્વચ્છંદ, પૂર્વાગ્રહ આદિ અનેક પ્રકારના દોષ ઉત્પન્ન જ થતા નથી.
(૧૫૮૫)
* મતાગ્રહ એટલે પોતાના મતનો / અભિપ્રાયનો આગ્રહ. રૂઢિ અર્થ “સંપ્રદાયિક મતનો આગ્રહ છે. બન્ને સ્વચ્છેદ દોષ છે. જ્ઞાની પુરુષનો સત્સંગ પ્રાપ્ત થવાથી આવો દોષ સહેજે જાય છે, સંપ્રદાયીક મતનો આગ્રહ થવાથી જીવ મત મતાંતરમાં પડી જાય છે અને પોતાની–મુમુક્ષુની ભૂમિકાનું પ્રયોજન ચુકી જાય છે. તેથી જ્ઞાની પુરુષ તે વાતથી મુમુક્ષુને દૂર રાખે છે. અને “સતના અભિપ્રાય પ્રત્યે દોરે છે. પોતાનો મત સત્ હોવો તે યથાર્થ છે, તેમ છતાં તેનો આગ્રહ હોવો ઘટતો નથી; જો કે “સતુ પ્રત્યે મક્કમતા હોવા યોગ્ય છે. સંપ્રદાયિક મતાગ્રહ સંકુચિતપણું ઉત્પન્ન કરે છે, જેથી મધ્યસ્થતાનો અભાવ થાય છે અને રૂઢિગત થયેલી વિકૃતિઓનો સ્વીકાર હોય છે અને સત્યની પરખ રહેતી નથી. અને પોતાના મતનો આગ્રહ રહેવાથી જ્ઞાનીનો અભિપ્રાય ગ્રહણ થતો નથી. સતના સ્વીકારમાં વિશાળતા હોય છે.
(૧૫૮૬)
Vજિજ્ઞાસા : આગ્રહ અને મક્કમતામાં શું ફરક છે ?
સમાધાન : આગ્રહના પરિણામ પરલક્ષી અને કષાય યુક્ત હોય છે, તેથી દુર્ગુણ છે. જ્યારે મક્કમતા એ સ્વલક્ષી પરિણામ છે, જે પોતાને માટે સત્ય અથવા સિદ્ધાંતને વળગી રહેવાની દઢતા છે, તેથી તે સદ્ગુણ છે. આ પ્રકારે બંન્ને પરિણામોમાં ભેદ છે.
(૧૫૮૭)
સ્વકાર્યની અગંભીરતા . તે જીવનો અપરાધ છે. દર્શનમોહની પ્રબળતાને લીધે જીવ નિજ હિતની વાતને ગંભીરતાથી ઉઠાવતો નથી, અને સમજવા છતાં પ્રમાદને છોડતો નથી. ગંભીર ઉપયોગ થવા અર્થે તથારૂપ સત્સંગ ઉપકારી છે.
(૧૫૮૮)
ઓગસ્ટ – ૧૯૯૬ Vી પોતાની યોગ્યતા / અયોગ્યતા અનુસાર ઉપદેશને અંગીકાર કરવા ઉપર જીવનું વજન જવું જોઈએ. વિશાળ શ્રુત સમુદ્ર સંસાર સમુદ્ર તરવા માટે છે. અન્યથા કલ્પના ન થાય તે માટે સિદ્ધાંતો જાણવા માટે છે – વજન દેવાની જરૂર નથી. જો જાણવાના વિષય ઉપર વજન જાય તો સહજમાં શાસ્ત્રીય અભિનિવેષ થઈ જાય. વસ્તુ વ્યવસ્થા જાણવા સિદ્ધાંત જ્ઞાન ઉપકારી છે. તથાપિ વજન દેવા . ન દેવામાં પ્રયોજનની દૃષ્ટિ જોઈએ.
(૧૫૮૯).