________________
૪૦૪
અનુભવ સંજીવની
ભાવોને વ્યક્ત કરવા માટે ભાષામાં શબ્દો છે. તે શબ્દો દ્વારા ભાવોને સમજવા સમજાવવાની રીત છે. બહુભાગ માણસ શબ્દાર્થ-ભાવાર્થથી સમજવાનું રાખે છે, પરંતુ યથાર્થ સમજણ માટે જે તે ભાવોના અનુભવપૂર્વક-તેની મીંઢવણીથી સમજવાની પદ્ધતિ હોવી જોઈએ, તો તે સમજમાં ભાવભાસન થાય અને સર્વ પડખાથી સમજાય, તેથી નિઃશંકતા આવે; શબ્દના અર્થને સ્મરણમાં રાખવાનો બોજો ઉપાડવો ન પડે. આ સમજવા માટેની યથાર્થ અનુભવ-પદ્ધતિ છે. (૧૫૯૦)
—
-
પાત્રતાનું આ લક્ષણ છે કે જીવને પોતાના અજ્ઞાનનો ભય લાગવો અને સંસાર કારાગૃહ
લાગવો.
(૧૫૯૧)
સર્વને આત્માપણે દેખવા.
રાગ પુદ્ગલ આશ્રિત છે. આત્મીયતા—પ્રેમ આત્મભાવે ઉત્પન્ન હોય છે.
(૧૫૯૨)
જિજ્ઞાસા : વ્યાખ્યા (Theory) અને પ્રયોગ (Practical)ને શું સંબંધ છે ? સમાધાન : વ્યાખ્યાથી વસ્તુ વ્યવસ્થા સમજાય છે. સમજમાં આવેલી વાતને ચાલતા પરિણમનમાં લાગુ કરવી, અમલ કરવાનો પ્રયાસ કરવો, તે પ્રયોગ છે. આવા પ્રકારે સંબંધ છે. (૧૫૯૩)
*
જિજ્ઞાસા : જ્ઞાની પ્રત્યે રાગ છે કે ભક્તિ તેનો ફરક કેમ સમજાય ? બંન્ને પરિણામોના અંતરંગ અને બાહ્ય લક્ષણો દર્શાવો.
સમાધાન : ભક્તિમાં સમર્પણ આવે છે, વિવેક રહે છે. નિષ્કામ બુદ્ધિ હોવાથી બાહ્ય પ્રસંગની અપેક્ષા રહેતી નથી. સ્વચ્છંદ નિરોધ અને આજ્ઞાકારિતા, તેમજ વચનની અચલ પ્રતીતિ હોય છે. જેથી નિર્મળતા અને પ્રેમનો આવિર્ભાવ થાય છે. ભક્તિ ગુણ આધારિત છે. જ્યારે રાગમાં બાહ્ય દૃષ્ટિ અને અપેક્ષાવૃત્તિ, સકામતા, સ્વચ્છંદ વગેરે થાય છે. રાગી જીવ ધનાદિનું સમર્પણ કરે, તોપણ તેમાં અહંભાવ થઈ આવે છે, તેમજ કદી ઉદયમાં અવિવેક પણ થઈ જાય છે. રાગ બાહ્ય વ્યક્તિત્વ આદિ પરના આધારે થાય છે.
(૧૫૯૪)
*
જિજ્ઞાસા : પોતાના ઉપકારી શ્રી જ્ઞાનીગુરુની અનન્ય ભક્તિ હોવા છતાં, ક્ષેત્રથી દૂર રહેવું પડે, તો અનન્ય ભક્તિ અને બાહ્ય પરિણામોનો મેળ કેવી રીતે સમજવો ? આમાં રહસ્ય હોય તે સમજાવશો.
સમાધાન : ક્ષેત્રથી દૂર રહેવાનો ભક્તિમાનને અભિપ્રાય હોતો નથી. છતાંપણ ઉદયનું બંધન જ્ઞાનીને પણ હોય છે. પરમ સત્સંગની ભાવના તીવ્ર હોય છે, તેમાં અંતરાય કરનારા ઉદય પ્રત્યેના