________________
અનુભવ સંજીવની
૪૦૫
ભાવોમાં રસ, રુચિ રહેતા નથી, ઘણો નિષેધ આવે છે; ત્યારે ભક્તિભાવ ઉલટાનો વધી જાય છે. અંતરાયને લીધે ભક્તિભાવમાં જરાપણ ફરક પડતો નથી. પરંતુ નિર્મળતા વધતી જાય છે. તેવું રહસ્ય છે. (૧૫૯૫)
૨૮ જિજ્ઞાસા : જ્ઞાનીની અંતર પરિણતિની, મુમુક્ષુજીવને, ઓળખાણ અંતર્મુખતાના પ્રયાસ વખતે થાય કે બહિર્મુખ પરિણામ વખતે ?
સમાધાન : જ્ઞાનીની ખરેખરી ઓળખાણ તો તથારૂપ સત્સંગ પ્રાપ્ત થયે, દઢ મુમુક્ષુતા આવ્યેથી, સત્સંગ યોગે પ્રાપ્ત ઉપદેશ અવધારણ કર્યેથી, તેમજ અંતરાત્મવૃત્તિ ઉદભવ્યેથી થાય છે. પોતાને લાગુ પડતો પ્રયોજનભૂત ઉપદેશનું અમલીકરણ કરવા માટે સંવેગ પ્રાપ્ત જીવ, અંતર્મુખના માર્ગને પરમ ઉત્સાહથી ચાહે છે, ત્યારે, તેને વિદ્યમાન જ્ઞાનીપુરુષની અંતર પરિણતિના દર્શન થાય છે. ત્યારે ઓળખાણ થાય છે. (૧૫૯૬)
*
જિજ્ઞાસા : જ્ઞાની ચારિત્રમોહને ટાળવા માટે કેવા પ્રકારે પુરુષાર્થ કરે છે ? સમાધાન : જ્ઞાની ચારિત્રમોહને ટાળવા માટે વારંવાર ભેદજ્ઞાનપૂર્વક સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરે છે, જેથી વીતરાગતા અને આત્મસ્થિરતા વધવાથી ચારિત્રમોહ પ્રક્ષીણ થતો જાય છે.
(૧૫૯૭)
/ જિજ્ઞાસા : ભવભ્રમણની વેદનાપૂર્વક પૂર્ણતાનું લક્ષ બંધાઈને ઉત્તરોત્તર ઉપરની ભૂમિકાના ક્રમથી આગળ વધીને સ્વાનુભૂતિ પ્રાપ્ત કરનાર જીવે પહેલેથીજ ‘ક્રમથી ચાલવું છે' એવો અભિપ્રાય કરેલો કે કેમ ? સૌ પ્રથમ વેદના આવે એવો અભિપ્રાય રાખવામાં ભૂલ છે કે કેમ ? યથાર્થ અભિપ્રાય શરૂઆતથી કેવો હોય ?
સમાધાન : ક્રમનું જાણપણું હોય તો જ ક્રમ પ્રવેશ થઈ જીવ સ્વાનુભૂતિ સુધી પહોંચે તેવો નિયમ નથી. તથાપિ સહજ ક્રમપૂર્વક જીવ આગળ વધે છે, અને મોક્ષમાર્ગ સમીપ થતો જાય છે. બૌધિક સ્તરે ક્રમ જણાય તો ક્રમ શરૂ થઈ જાય તેમ પણ સર્વ જીવ માટે બનતું નથી. સર્વ પ્રથમ વેદના આવે એવો અભિપ્રાય હોવો તેમાં ભૂલ નથી.
શરૂઆતથી યથાર્થ અભિપ્રાય એવો હોય છે કે કોઈપણ કિંમતે હવે મારે સંસારથી મુક્ત થવું છે અને શ્રીગુરુની આજ્ઞાધીનપણે આત્મકલ્યાણ સાધી લેવું છે.” અને તદ્નુસાર તે જીવનો પ્રયાસ ચાલુ થઈ જાય છે.
(૧૫૯૮)
જિજ્ઞાસા : ઘણાં મુમુક્ષુઓમાં શમ, નિર્વેદ (વૈરાગ્ય) આસ્થા, અનુકંપા હોવા છતાં, સંવેગ