________________
૪૦૬
અનુભવ સંજીવની કેમ ઉત્પન્ન થતો નથી ? સંવેગ કેમ ઉત્પન્ન થાય ?
સમાધાન: સંવેગ ઉત્પન્ન ન થવાનું કારણ મોક્ષનું ધ્યેય / લક્ષ બંધાયું નથી. જેને પરિભ્રમણની ચિંતાપૂર્વક વેદના-નૂરણા થઈ પૂર્ણતાનું લક્ષ થાય છે, તેને સંવેગ ઉત્પન્ન થયા વિના રહે નહિ, કેમકે તેને એમ ભાસે છે કે મારે ઘણું કામ બાકી છે, અને મારી પાસે થોડો સમય છે. તેથી સ્વકાર્ય શીધ્ર કરી લેવા સહજ વૃત્તિમાં વેગ આવે છે. તેથી સંવેગ ઉત્પન્ન થવા અર્થે પૂર્ણતાનું લક્ષ થવું આવશ્યક છે.
(૧૫૯૯)
/ જિજ્ઞાસા ઃ જીવને ભવભ્રમણની વેદના જાગી ન હોય, પૂર્ણતાનું લક્ષ બંધાયું ન હોય અને જ્ઞાનીપુરુષ પ્રત્યે ભક્તિ હોય તો તે યથાર્થ હોઈ શકે કે કેમ ?
સમાધાન : યથાર્થ ભક્તિ તો પૂર્ણતાના લક્ષ પછી ઓળખાણ થવાથી આવે છે, તે પહેલાં ઓથે ભક્તિ હોય છે. તેવી ભક્તિ બે પ્રકારે હોય છે, એક સકામ અને બીજી નિષ્કામ. સકામ ભક્તિમાં દૃષ્ટિ મલિન હોવાથી તે મિથ્યાતને ગાળતી નથી. નિષ્કામ ભક્તિથી નિર્મળતા આવે છે, તેથી તેનો નિષેધ કર્તવ્ય નથી.
(૧૬૦૦)
/ જિજ્ઞાસા : જ્ઞાની પુરુષની અંતર પરિણતિ ઓળખીને ભક્તિ આવે તો તે જીવ અન્ય જ્ઞાનીને પરિચયથી ઓળખી શકે કે કેમ ? અન્ય મુમુક્ષુની યોગ્યતાને માપી શકે કે કેમ ? 'જ્ઞાની પ્રત્યે તેનો વ્યવહાર કેવો હોય ? અન્ય મુમુક્ષુ પ્રત્યે તેનો વ્યવહાર કેવો હોય ?
સમાધાન : જ્ઞાની પુરુષની અંતર પરિણતિના દર્શનથી | ઓળખીને ભક્તિ આવી હોય તો તે જીવ અન્ય જ્ઞાનીને પરિચયથી ઓળખી શકે, જેમ એક હીરાને પરખનાર સર્વ હીરાને પારખી શકે તેમ. અને તે અન્ય મુમુક્ષુની યોગ્યતાને પણ માપી શકે. જ્ઞાની પ્રત્યે તેનો વ્યવહાર સર્વાર્પણ બુદ્ધિએ અત્યંત ભક્તિએ હોય છે. અન્ય મુમુક્ષુ મુમુક્ષુ પ્રત્યે તેનો વ્યવહાર સાધર્મી વાત્સલ્યયુક્ત હોય છે. ઈર્ષા કે દ્વેષ જેવા પરિણામ તેને હોય નહિ. તેમજ બીજાને સત્સમાગમમાં અંતરાય પડે તેવો અભિપ્રાય કે પરિણામ હોય નહિ.
(૧૬૦૧)
જિજ્ઞાસા : જ્ઞાનીના જ્ઞાનની અંતર પરિણતિ એટલે શું ?
સમાધાન : જ્ઞાનીની અંતર પરિણતિમાં, મુખ્યપણે અંતર્મુખી શ્રદ્ધા, જ્ઞાન (સ્વસંવેદન), સ્વરૂપાચરણ / વીતરાગતા, આત્મશાંતિ અને પુરુષાર્થના સમ્યક ભાવોનું પરિણમન હોય છે. ગણપણે અનંત સર્વ ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન હોય છે.
(૧૬૦૨)
' જિજ્ઞાસા : સમ્યક જ્ઞાનના બે પડખાં (૧) અભિપ્રાય (૨) ઉપયોગ, બન્ને નિશ્ચયરૂપ અને