________________
અનુભવ સંજીવની
૪૦૭
વ્યવહારરૂપ વ્યવસ્થિત કેવી રીતે પરિણમે છે ?
સમાધાન : સમ્યક્શાનમાં અભિપ્રાયરૂપે સર્વથા એક પોતાનું સ્વરૂપ જ ઉપાદેયપણે વર્તે છે - આ નિશ્ચય છે. વ્યવહારમાં દેવ, શાસ્ત્ર, ગુરુનો આદર, પ્રસંગે હોય છે. જે ઉપયોગ નિજ સ્વરૂપનું અવલંબન જે સમયે લે છે, તે નિશ્ચયરૂપ છે અને ઉદય પ્રસંગે દેવ, શાસ્ત્ર, ગુરુ પ્રત્યે ઉપયોગ જાય છે, તે વ્યવહારરૂપ પરિણમન છે. આમ બંન્ને પ્રકારના પરિણામની વ્યવસ્થા મોક્ષમાર્ગમાં
છે.
(૧૬૦૩)
જિજ્ઞાસા : કૃપાળુદેવે પત્રાંક ૨૧૩માં આત્મા અને જિનેન્દ્ર પરમાત્માથી પણ પ્રત્યક્ષ સત્પુરુષનો વધારે મહિમા કર્યો છે, તેમાં શું રહસ્ય છે ?
સમાધાન : અનાદિથી પરિભ્રમણ કરતો આ જીવ પોતાના સ્વરૂપથી અજાણ છે, તેથી તે દુઃખી છે અને સત્પુરુષની ઓળખાણ વિના, કોઈ આત્મસ્વરૂપને ઓળખી શકે નહિ, કારણકે તે શક્તિરૂપે છે. જ્યારે સત્પુરુષમાં આત્મા પ્રગટ છે. અને તે આત્માને બતાવનાર છે. તેથી; તેમજ જિનેન્દ્રનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવનાર પણ સત્પુરુષ જ છે. વળી, વર્તમાનમાં જિનેન્દ્રનો પ્રત્યક્ષ યોગ સંભવિત પણ નથી. તેઓ પૂર્ણ વીતરાગ છે પ્રત્યક્ષ હોય તોપણ, જિજ્ઞાસા થાય તે વખતે પ્રશ્નોત્તરીનો તેમની સાથે સીધો પ્રસંગ નથી. સત્પુરુષ સાથે તેવો પ્રસંગ જિજ્ઞાસુને સુગમતાથી ઉપલબ્ધ છે, આમ સત્પુરુષનું વધુ ઉપકારીપણું હોવાથી તેમનો વધારે મહિમા કર્યો છે તે યથાર્થ જ છે.
યથા—
“પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર.”
જિજ્ઞાસા : જ્ઞાનીનો અભિપ્રાય શ્રદ્ધાને અનુસાર (સ્વરૂપમાં લીન રહેવું) હોય છે છતાં પ્રભાવના આદિકાર્યમાં કેમ જોડાય છે ? અભિપ્રાય વિરુદ્ધ પ્રવૃત્તિ કેમ કરે છે ?
સમાધાન : પુરુષાર્થની ઓછપને લીધે ઉપયોગ બહાર જાય છે, ત્યારે જ્ઞાનીનો વિવેક પૂર્વક દેવ, ગુરુ, શાસ્ત્ર સંબંધિત પ્રવૃત્તિમાં ઉપયોગ લાગે છે. તે અશુભથી બચવા માટે છે. તેનો પરમાર્થે નિષેધ હોવાથી, તે ઘટાડી અંતે સંપૂર્ણ સ્વરૂપ લીનતાને તેઓ પ્રાપ્ત કરશે. તે માટે તેમનો પુરુષાર્થ હોય છે. (૧૬૦૫)
(૧૬૦૪)
જિજ્ઞાસા : મુમુક્ષુજીવની યોગ્યતા અને પુરુષાર્થ, તે બેમાં શું ફેર છે ? શો મેળ છે ? સમાધાન : પુરુષાર્થ તે જીવની વીર્ય ગુણની પર્યાય છે. યોગ્યતામાં, તે અને તે ઉપરાંત બીજા શ્રદ્ધા, (મંદ મિથ્યાત્વ), જ્ઞાનની નિર્મળતા / યથાર્થતા આદિ અનેક ગુણોના અનુરૂપ પરિણમનની ગણત્રી હોય છે. પુરુષાર્થ જેટલો સાચી દિશામાં કાર્ય કરે તેટલી યોગ્યતા વિશેષ— તેમ સમજવા