________________
४०८
અનુભવ સંજીવની
યોગ્ય છે. આ પ્રકારે મેળ છે.
(૧૬૦૬)
, જિજ્ઞાસા : જ્ઞાનીની અંતર પરિણતિ ઓળખનાર જીવને જ્ઞાનીનાં નેત્રમાં કેવા ભાવો દેખાય?
સમાધાનઃ તેવી ઓળખવા માટેની યોગ્યતાવાન જીવને જ્ઞાનીના નેત્રોમાં વીતરાગતા, અંતર્મુખતા, શાંતરસ, નિર્મળતા, નિસ્પૃહતા અને સ્વરૂપ પ્રત્યક્ષતાથી ઉત્પન્ન આત્મિક પુરુષાર્થના દર્શન થાય
(૧૬૦૭)
છે,
સપ્ટેમ્બર - ૧૯૯૬ જિજ્ઞાસા : જ્ઞાની પુરુષ પ્રત્યેની પરમ ભક્તિ મુમુક્ષજીવનાં પુરુષાર્થને ઉપાડવામાં શું ભાગ ભજવે છે ? અને તે કેવી રીતે ?
સમાધાન : જ્ઞાની પુરુષની પરમ ભક્તિથી દર્શનમોહનો અનુભાગ ઘટે છે; તેથી પુરુષાર્થ સહજ ઉગ્ર થાય છે, કેમકે જ્ઞાન, નિર્મળ થઈ પ્રયોજન / નિજ હિતને યથાર્થપણે સમજવાને યોગ્ય થાય
(૧૬૦૮)
/ જિજ્ઞાસા : જીવને પરિભ્રમણની ચિંતા ઉપર ઉપરની છે કે યથાર્થ છે – તે કેમ જણાય ? બંન્ને પ્રકારમાં કેવો ફરક છે ?
સમાધાન : યથાર્થતામાં પરિણામો એક લયે કાર્ય કરે છે અને યથાર્થ વૈરાગ્ય / ઉદાસીનતા પૂર્વક પૂર્ણતાનું લક્ષ બંધાય છે. ઉપર ઉપરની ચિંતના ચાલુ રહેતી નથી. જીવ અન્ય ઉદયમાં રસ લઈને જોડાઈ જાય છે – વેદનાદિ સહજ થતું નથી – એટલે કૃત્રિમતા થાય છે અને તે સમસ્યા થઈ પડે છે.
(૧૬૦૯)
જિજ્ઞાસા : સત્પુરુષની ઓળખાણવાળા જીવની ભક્તિ અને સમ્યક દૃષ્ટિ જીવની ભક્તિ વચ્ચે શો તફાવત હોય છે ? બંન્નેના ભેદજ્ઞાનમાં પ્રયાસમાં શો ફેર હોય છે ?
સમાધાન : સત્પુરુષની ઓળખાણ થયે જીવને પરમેશ્વરબુદ્ધિએ પરમ ભક્તિ આવે છે, જ્યારે પરમાર્થ સમકિત થતાં તે પોતે જ સત્પુરુષ થાય છે. તેમ છતાં, પોતાના ઉપકારી ગુરુ પ્રત્યે, ભૂતકાળના તીર્થકરથી પણ અધિક ભક્તિ આવે છે, મહિમા આવે છે. પોતાની પર્યાયે પર્યાયે સદ્ગુરુનો ઉપકાર / મહિમા વેદાય છે.
(૧૬૧૦)
જે જિજ્ઞાસા : પ્રયોજનની દૃષ્ટિ ન હોય અને જ્ઞાની પુરુષની ભક્તિ હોય, એવું બને ખરું?
સમાધાન : સકામ ભક્તિ હોય તો પ્રયોજનની દૃષ્ટિ હોતી નથી, પરંતુ જો નિષ્કામપણે