________________
અનુભવ સંજીવની
૪૦૯
ભક્તિ હોય તો નિજહિતનું પ્રયોજન પકડાવાની યોગ્યતા આવે છે. કેમકે નિષ્કામ ભક્તિથી જ્ઞાનમાં નિર્મળતા થાય છે.
(૧૬૧૧)
// જિજ્ઞાસા : શ્રીમદ્જી લખે છે કે તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ’--આ વચનામૃતમાં તેઓનો શું આશય છે ?
સમાધાન ઃ તેઓનો આશય એવો છે કે બીજા જીવને, પોતાની કોઈ પ્રવૃત્તિથી દોષ થતો હોય, તેમ જણાય, તો તેને દોષ ન થાય, તેવું કર.’ જેમકે કોઈ કોઈ અજ્ઞાનથી દ્વેષભાવે જ્ઞાનીપુરુષની વિરાધના કરે, તો તેના પ્રત્યે દ્વેષ ન કરતા, તેથી સાથે સરળતા અને સજ્જનતા ભર્યો વ્યવહાર રાખવાથી, તે તેવો દ્વેષ કરવાનું ભૂલી જાય અથવા પોતાને જાણ થાય કે મારી અમુક પ્રવૃત્તિથી સામા જીવના પરિણામ બગડે છે, તો તેવું ન થાય, તેવો પ્રયાસ કરવો. પરંતુ આત્મહિતની પ્રવૃત્તિથી રોકાવું નહિ.
(૧૬૧૨)
v જિજ્ઞાસા : રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષમાં જીવને વધુ નુકસાન ચા દોષથી થાય ? સૌથી પહેલા ક્યો દોષ ટાળવા યોગ્ય છે ? અને તેનો ઉપાય શો ?
સમાધાન : રાગ, દ્વેષ અને મોહ એ ત્રણેમાં મોહથી જીવને વધુ નુકસાન થાય છે. કેમકે તે સૌથી મોટો દોષ છે. અને તે પહેલા ટાળવા યોગ્ય છે. તેવી જિન નીતિ છે. મોહને ટાળવા માટે સત્સંગાદિ સાધન છે. અંતરંગ સાધન તો મુક્ત થવાની જિજ્ઞાસા છે. આત્મજ્ઞાનથી મોહ ટળે છે અને ક્રમે રાગ દ્વેષ ટળે છે.
(૧૬૧૩)
જિજ્ઞાસા : વિદ્યમાન સત્પુરુષ પ્રત્યે બાહ્યમાં ભક્તિના પરિણામ હોવા છતાં, તે મુમુક્ષુ બીજા જીવને સત્પુરુષની વિરાધનામાં નિમિત્તરૂપ થતો હોય એવું બને ખરું ? આમાં મુમુક્ષુની ભૂલ કેવી રીતે થાય છે ? બીજા મુમુક્ષુએ તે મુમુક્ષુની ઉપેક્ષા કરવી કે કેમ ?
સમાધાન : ઓઘસંજ્ઞા સહિત ભક્તિ હોય, ત્યારે તેવા મુમુક્ષુને પ્રકૃતિ દોષથી તેવું બને છે. તેવા જીવને પ્રકૃતિ દોષને મુખ્ય કરવાની યોગ્યતા હોય, ત્યારે તેવું બને છે. પરલક્ષની ભૂલથી બીજાના દોષને મુખ્ય કરવાનું બને છે. તેથી ભૂલ પોતાની છે. પ્રકૃતિદોષવાળા તે જીવે પણ પોતાના નિમિત્તે બીજાને નુકસાન ન થાય, તેવી સાવધાની રાખવી યોગ્ય છે. બીજા મુમુક્ષુએ પણ પોતાના હિતને મુખ્ય રાખીને તે મુમુક્ષુના પ્રકૃતિ દોષને ગૌણ કરવા યોગ્ય છે.
(૧૬૧૪)
V જિજ્ઞાસા : ચાલતા પરિણામોનું અવલોકન કરવાથી વેદના - ઝૂરણા આવે કે વેદના કેમ
નથી આવતી ?' એવી ચિંતનાથી વેદના આવે ? યથાર્થ પદ્ધતિ કઈ છે ?