________________
૪૧૦
અનુભવ સંજીવની સમાધાન : વેદના કેમ નથી આવતી ? એવી ચિંતનાથી વેદના આવતી નથી. પરંતુ અનંત પરિભ્રમણની (વાસ્તવિક) ભયંકરતા ભાસે અને તેના કારણરૂપ પોતાની વર્તમાન દશા હજી પણ ચાલુ છે, તે મટાડવાની ઈચ્છા હોવા છતાં, તેમ થતું નથી, તેની મૂંઝવણ થવાથી, અને તે પરિણામો એક લયે ચાલવાથી વેદના આવે છે. અહીં પ્રારંભમાં ચાલતા પરિણામોનું અવલોકન થાય તેવી ભૂમિકા નથી, તેથી તે વેદના આવવાનું કારણ નથી.
(૧૬૧૫).
/ જિજ્ઞાસા: પોતાના દોષ દેખાય તો દોષને મટાડવાનો પ્રયત્ન પોતાની રીતે કરવો કે જ્ઞાની પુરુષના માર્ગદર્શન અને આજ્ઞાનુસાર પ્રયત્ન કરવો ? યથાર્થતા શેમાં છે ?
સમાધાન : પોતાના દોષનો ખ્યાલ આવે તો જ્ઞાનીના માર્ગદર્શન અને આજ્ઞાનુસાર તે નિવૃત્ત થાય તેવો પ્રયત્ન કરવો યોગ્ય છે. પોતાની રીતે દોષ મટાડવા અનંતવાર જીવે પ્રયત્ન કર્યો છે, પરંતુ વિધિથી અજાણ હોવાથી તે પ્રયત્ન નિષ્ફળ ગયો છે. તેથી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું યોગ્ય
(૧૬૧૬)
જીવને, બંધન ઉદયમાં જોડાવાથી થાય છે. તેથી (બંધનથી મુક્ત થવા ઈચ્છનારે ઉદયકાળે યથાર્થ પ્રકારે ન જોડાણ થાય તેમ પ્રવર્તવું ઘટે. તદર્થે યથાર્થપણે પરિણામને દર્શનમોહ નિર્બળ થાય તેમ યોજવા ઘટે. જેથી અન્યથા ઉપાય ન થાય. તેથી ઉદયમાં પણ ન જોડાવું અને દર્શનમોહની શક્તિ પણ તૂટે તેવી યોજનાપૂર્વક મુમુક્ષુએ વ્યવસ્થિત ઉપાય કરવો યોગ્ય છે. અનુદયભાવરૂપ મોક્ષમાર્ગ પામવાની આ શ્રેણી છે વા પ્રારંભ છે.
(૧૬૧૭)
ઓક્ટોબર - ૧૯૯૬ પ્રથમ, જ્ઞાનીના પ્રત્યક્ષયોગે જીવને ઓઘભક્તિ હોય છે. સત્સંગ દરમ્યાન જો જીવને બોધની અસર થઈ હોય તો પરમ સત્સંગે આત્મહિત સાધવા પ્રત્યે તે આગળ વધે છે અને ઉપકાર બુદ્ધિપૂર્વક ભક્તિ-સ્નેહ વર્ધમાન થાય છે. તેવો જીવ ભક્તિથી વિચલીત થતો નથી. પરંતુ તેમ ન થયું હોય એટલે કે બોધની અસર ન થઈ હોય તો, જ્ઞાનીના બાહ્યાચરણથી જીવ પ્રાયઃ વિચલીત થાય છે અને અભક્તિના પરિણામ થાય છે. જેથી યોગ નિષ્ફળ થાય છે.
(૧૬૧૮)
એ સંતોનો માર્ગ અદ્ભુત છે, ગંભીર છે, અલૌકિક છે, સામાન્ય જીવો તેને સમજી શકતા નથી, તો પચાવી શકે નહિ, તે સહજ છે. તેથી તેનું આશ્ચર્ય શું? જ્ઞાનીની ગંભીરતાને નમસ્કાર હો !
(૧૬૧૯)