________________
અનુભવ સંજીવની
૪૧૧ એ જીવ જે જે ઉદય પ્રસંગમાં રસ લે છે, તેની અસર તેના ઉપર થાય છે. દીર્ધકાળ પર્વત ઉપાસેલા સત્સંગની અસર એક ઘડીના કુસંગથી ધોવાઈ જાય છે. જ્યારે અનંતકાળથી આરાધેલ સંસારમાર્ગ, આત્મભાવે કરેલા સત્સંગ થી બદલાઈ જઈ મોક્ષમાર્ગની વાટ ગ્રહણ કરે છે. મુમુક્ષુ જીવે આ વાત બહુ બહુ પ્રકારે વિચારવા જેવી છે.
(૧૬૨૦)
તીવ્રરસે થયેલા જીવના પરિણામ અલ્પ સમયમાં ઘણું કાર્ય કરી જાય છે. તેમાં પણ જો કુસંગ થઈ જાય તો જીવના પરિણામમાં શીઘ પડવાઈ થઈ જાય છે. તેવી જ રીતે તીવ્રરસે થયેલી આત્મકલ્યાણની ભાવના કાળે તથારૂપ સત્સંગ યોગે, અલ્પ સમયમાં, આત્મોન્નતિની પ્રગતિ પણ ઘણી થાય છે.
(૧૬૨૧)
Vઉદય જોઈને ઉદાસપણું ભજશો નહિ” – (કુ. દેવ. વ. ૪૦૨).
પ્રતિકૂળ ઉદય જોઈને અણગમો - ચિંતા કરવી નહિ. એવો અહિ ઉપદેશ છે. બહુભાગ જીવોને પ્રતિકૂળતાનો ઉદય આવતાં પરિણામ બગડે છે. જેથી માઠા કર્મ બંધાય છે. જ્ઞાની સમભાવે ઉદયને વેદે છે – અને આત્માર્થી તેવા પ્રયાસમાં રહે છે–પ્રયત્નદશામાં રહે છે. - આ સંસાર તરવાની કળા છે.
(૧૬૨૨)
પરિભ્રમણની વેદના વગર, પરિભ્રમણનો અભિપ્રાય જીવને ચાલુ રહે છે, પરિભ્રમણના કારણભૂત મિથ્યાત્વ અને અજ્ઞાનનો યથાર્થ નિષેધ આવતો નથી અને તેથી સંસારની રૂચિ, વહાલપ ચાલુ રહે છે. પરિભ્રમણની વેદનાથી સંસારની રુચિ યથાર્થપણે મંદ થાય છે. જેથી ઉદયમાં ઉત્સાહ રહેતો નથી. પરિભ્રમણની વેદનાથી પરિભ્રમણ ન કરવાનો અભિપ્રાય થાય છે. (૧૬૨૩)
Vશાસ્ત્રોમાં અને જ્ઞાનીઓના વચનોમાં પરસ્પર વિરુદ્ધતા હોય તેવાં અનેક વિધાનો છે. તેનો મેળ (Co ordination) કરતાં ન આવડે તો ગુંચવાડો અને મૂંઝવણ ઉત્પન્ન થાય છે. તેથી કોઈપણ વકતાની ફરજ છે કે વિરુદ્ધ મુદ્દાઓનું Co-ordination કરે. નહિતો મોટા ભાગના શ્રોતા યથાર્થ સમજણથી વંચીત રહી જાય છે–આથી આવી સ્પષ્ટતા અતિ આવશ્યક છે. (૧૬૨)
V જિજ્ઞાસા : જ્ઞાનીની શિખામણ છે કે ધીરજથી પ્રયત્ન કરવો, છતાં પ્રમાદ ન થવો જોઈએ, તો ધીરજ અને પ્રમાદમાં ફેર શું ?
સમાધાનઃ ધીરજવાનને ખોટી ઉતાવળ થતી નથી અને પ્રયત્ન અંદરમાં ચાલુ રહે છે. ધીરજથી ચાલતા પ્રયત્નમાં સાવધાની હોય છે. પ્રમાદવાળા જીવને એક લયથી પ્રયાસ ચાલતો નથી. તે જીવ