________________
૪૧૨
અનુભવ સંજીવની
ઉદયમાં જોડાઈ જાય છે. તેથી એક લયથી પ્રયત્ન ચાલતો નથી. પ્રમાદી જીવ શિથિલ હોય છે.
(૧૬૨૫)
V જિજ્ઞાસાઃ કૃપાળુદેવના વચનામૃતમાં એમ આવે છે કે સર્વજ્ઞને પણ સમ્યક્દષ્ટિપણે ઓળખવાનું ફળ મહતું બહુ મોટું છે. તો ત્યાં તેઓનો કહેવાનો આશય શું છે ?
સમાધાન : પ્રથમ તો, સજીવનમૂર્તિના પ્રત્યક્ષ યોગ વિના અંતર પરિણતિના દર્શન થતા નથી અને અંતર પરિણતિના) તેમ થયા વિના ઓળખાણ થતી નથી. ત્રણ પ્રકારે સ્થિતિએ) તે સજીવનમૂર્તિ બિરાજે છે, સર્વજ્ઞ, નિગ્રંથ મુનિરાજ, અને સમદષ્ટિ શ્રાવક. પ્રથમના બે પદવાળાની બાહ્યદશા
અત્યંત ત્યાગની હોવાથી બાહ્ય દૃષ્ટિવાનને પણ શંકાનો અવકાશ નહિવત્ છે. પરંતુ તેમની અંતર વિતરાગ પરિણતિ અતિ સૂક્ષ્મ છે, જે મુમુક્ષુની ભૂમિકામાં ઓળખાય / પકડાઈ તેવી ક્ષમતા પ્રાયઃ
ત્યાં હોતી નથી; સમ્યદષ્ટિની પરિણતિ ઉત્કૃષ્ટ - ઉત્તમ મુમુક્ષુ ઓળખી શકે તેવી છે, પરંતુ બાહ્યદશામાં શંકા ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ ઘણી છે. તેથી જ ત્રણેય સજીવનમૂર્તિનો યોગ અનંતકાળમાં અનંતવાર થવા છતાં આજ સુધી ઓળખાણ (પહેલું સમકિત) થયું નથી.
ત્રણેયમાં સમ્યકત્વ સામાન્ય છે, તેથી જો તે એક સમ્યકત્વપણે ઓળખાય તો ત્રણેની શ્રદ્ધા થાય (અને વીતરાગતાથી ઓળખાય તેવો સિદ્ધાંત ગ્રહણ કરતાં, સમ્યક દૃષ્ટિમાં (તે પ્રગટ નહિ દેખાવાથી) અવ્યાપ્તિ દોષ આવે છે જ્યારે સમ્યકત્વમાં તેવો દોષ આવતો નથી. તેથી સર્વજ્ઞને પણ સમ્યકત્વપણે ઓળખતાં તેનું ફળ મહત્વ છે એટલે કે નિર્વાણપદ છે. કેમકે તેમાં સ્વભાવ દર્શન છે. તે સ્વભાવ દર્શન થયા વિના સર્વજ્ઞને સર્વજ્ઞપણે માનવાનું આત્મ પ્રત્યયી કાંઈ ફળ નથી. એમ તેમનો કહેવાનો આશય છે.
(૧૬૨૬)
/ જિજ્ઞાસા : સજીવનમૂર્તિને સમ્યકત્વપણે ઓળખવા એટલે શું? અને તે કેવી રીતે ઓળખવા?
સમાધાનઃ બાહ્ય દૃષ્ટિવાન જીવને સમકિત સમજાતું નથી. કારણ) સમ્યકત્વ એ અંતર્ દૃષ્ટિનો વિષય છે. કેમકે તે જીવનું અંતર્મુખી પરિણમન છે. અંતરાત્મવૃત્તિવાળા જીવને સજીવનમૂર્તિના પ્રત્યક્ષ સમાગમે તથારૂપ સત્સંગ પ્રાપ્ત થયે, ઓળખવાની પરમ જિજ્ઞાસા થયે તે ઓળખાય છે. પરિણામની “સ્વાભિમુખ દિશા સૂચવતો આ વાચક શબ્દ છે, તેનું વાચ્ય ભાવભાસનરૂપે થવાથી, તેની ઓળખાણ થાય છે. આત્મા સ્વભાવે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે. જે પૂર્ણદશામાં પ્રગટ થાય છે અને વચનઅગોચર છે. તેથી કોઈ તેને કહેવા સમર્થ નથી. પરંતુ તે જ્ઞાનગોચર છે. સમ્યકત્વ જ્યારે સમજાય છે ત્યારે જ્ઞાનીના વચનો અને શાસ્ત્ર વચનોમાં રહેલો સમ્યક્ આશય ગ્રહણ થાય છે. અર્થાત્ પ્રતિપાદનની સમ્યકતા નજરે ચડે છે. તેથી કહેનારની ઓળખાણ થાય છે. (૧૬૨૭)