________________
અનુભવ સંજીવની
૪૦૧ / સંપૂર્ણ આજ્ઞાકારિતામાં આવ્યા વિના સંસારથી તરવું અસુલભ છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિથી જીવ રખડયો છે. આવો વિવેક નિકટ ભવી જીવને ઉત્પન્ન હોય છે. (૧૫૭૭)
જિજ્ઞાસા : કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી, તેમ બરાબર સમજાય છે, છતાં ઉદય વખતે સારું / ખરાબ લાગે છે, તો તેમ ન લાગે તે માટે શું કરવું ?
સમાધાનઃ ઉદય વખતે જો સારાપણાની કે ખરાબપણાની કલ્પના થતી હોય તો વાસ્તવિક્તાનો અનુભવ કરવાનો પ્રયાસ કરવો અને તે જ પદાર્થને ઉદય ન હોય ત્યારે પણ પ્રયોગમાં લઈ પરિણમનને તપાસવું. આવો અભ્યાસ કરતાં પહેલા જે તે પદાર્થ વિષેના કલ્પિત અભિપ્રાયને છોડી દેવો. અથવા કલ્પિત અભિપ્રાય બદલવા માટે વારંવાર ઉપરનો પ્રયોગ કરવો. (૧૫૭૮)
મુમુક્ષજીવને સત્સંગ કરવામાં વિવેક હોવો અતિ આવશ્યક છે. તે માટે ઘણી જ દરકાર હોવી ઘટે. સમાનગુણી અથવા વિશેષગુણીનો સંગ કરવા યોગ્ય છે, તે પણ ઉપલબ્ધ ન હોય તો હનગુણીના સંગમાં પોતાના આત્મભાવો વિશેષપણે આવિર્ભાવ થતા હોય અથવા આત્મરુચિ વધતી હોય તો તેમાં બાધ નથી. કોઈનો પણ સંગ થતાં આ વાતને તપાસી લેવી જોઈએ. જો તેવી દરકાર ન કરવામાં આવે તો નુકસાન (મિથ્યાત્વ પુષ્ટ) થાય – તેવો સંભવ છે. (૧૫૭૯).
! ! ! !
5 જિજ્ઞાસાઃ આત્મકલ્યાણને મુખ્યતા આપવાથી અને સંસાર / ઉદયને ગૌણ કરવાથી, સંસારનું કાર્ય બગડવાનો ભય રહે છે ? તો શું કરવું ?
સમાધાન : સંસારમાં સર્વ પ્રસંગ પૂર્વ પ્રારબ્ધ અનુસાર ભજે છે, તેમાં બગાડ . સુધાર કરી શકાતો નથી, તેથી તેવો ભય અજ્ઞાનથી થાય છે. સંસારનાં કાર્યોમાં ઉદાસીનતા હોવી, તે મુમુક્ષુનું લક્ષણ છે. (જ્ઞાનદશામાં સહજ છે, કારણકે જ્ઞાનીને તેમાં પોતાપણું નથી.) આમ બંન્ને પડખાંથી સમાધાન વર્તવાથી નિઃશંકતા અને નિર્ભયતા થઈ જાય છે. ભય તો પોતાપણું હોવાને લીધે થાય છે. જો ઉદયમાં પોતાપણું ન લાગે તેની ચિંતા કે ભય કેમ થાય ? તેથી પોતાપણું મૂકવા પ્રયત્ન
(૧૫૮૦)
કરવો.
Vજિજ્ઞાસા : સમજણ બરાબર હોય છે, છતાં મોહ બળવાન હોવાથી, કામ થતું નથી. તો શું કરવું ?
સમાધાનઃ જ્ઞાન અને મોહ બંન્ને પરસ્પર પ્રતિપક્ષી છે. જે બળવાન હોય તે જીતે છે. સ્વલક્ષી જ્ઞાન બળવાન થઈ મોહને મારે છે અને મોહ બળવાન હોય તો સમજણને ખાઈ જાય. તેથી, આત્માર્થીએ સમજણને સ્વલક્ષ દ્વારા બળવાન - દૃઢ કરવાથી મોહ નિર્બળ થશે અને આત્મહિતમાં