________________
૪00
અનુભવ સંજીવની યથાર્થતા હોવી આવશ્યક છે, અન્યથા તેનું કાંઈ ઉપયોગીત્વ પરમાર્થ નથી; કારણકે પછી કપાયરસ તીવ્ર થઈ જાય છે.
પર્યાયદષ્ટિના નિષેધમાં સર્વ પર્યાયો ઉપરનું વજન ઊઠી જાય છે, તેમાં શુદ્ધ પર્યાયોનો પણ સમાવેશ છે, તો પછી શુભ (સકષાય) ભાવની શું ગણના ? આ પ્રકારની યોગ્યતામાં આવ્યા વિના અપૂર્વ એવી દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થતી નથી. તેથી જ દ્રવ્ય સ્વભાવનું ભાવભાસન થતાં, મુમુક્ષુના પ્રયાસના પ્રકારમાં એકદમ મોટો ફેરફાર આવે છે. તેનું પર્યાયનું લક્ષ ગુલાંટ ખાઈ, દ્રવ્યની ધૂનમાં ફેરવાઈ જાય છે. – આમ વ્યવહારના નિષેધમાં અતિ મહત્વપૂર્ણ પારમાર્થિક હેતુ રહેલો છે, જેને વ્યવહાર ઉપર વજન છે. તેને તે રહસ્ય સમજાતું નથી.
(૧૫૭૩)
જિજ્ઞાસા : પક્ષાંતિક્રાંત થયા પહેલાં, નિશ્ચયનયનો પક્ષ રહે છે, પરંતુ સ્વરૂપ લક્ષમાં છે, તો પછી ત્યાં આત્માર્થી જીવને પક્ષકાર કેમ કહ્યો ? સ્વરૂપ લક્ષ થવાથી સ્વરૂપનું ખેંચાણ તો સહજ રહે, તેમાં અનુચિત શું છે ?
સમાધાન રાગ સાથે જીવનું અનાદિથી એકત્વ ચાલ્યું આવે છે, તેવી સ્થિતિમાં સ્વરૂપ નિશ્ચય થયો; તે પહેલાં પર્યાય ઉપર વજન હતું તે બદલાઈને સ્વભાવની મુખ્યતા થઈ તે ફેરફાર તો ઉચિત જ થયો છે, પરંતુ હજી દર્શનમોહ ગયો નથી, તેથી સ્વરૂપ સંબંધિત વિકલ્પમાં પોતાપણાનો અનુભવ વર્તે છે, જે સ્વરૂપના અભેદ અનુભવમાં બાધક છે. તેને તોડવા નિર્વિકલ્પ સ્વરૂપ પ્રત્યેના જોરવાળો પુરુષાર્થ આવશ્યક છે; સ્વરૂપ પ્રત્યક્ષતાને લીધે તે પુરુષાર્થ ઉગ્ર થતાં સ્વરૂપમાં એકાકાર થવાથી . લીનતા થવાથી ચારિત્રની પર્યાયમાં વીતરાગતા પ્રગટે છે, તેથી રાગમાં હું પણાનો અનુભવ છૂટી જાય છે, તે છૂટી જતાં સૂક્ષ્મ દર્શનમોહ હતો, તેનો અભાવ થઈ જાય છે અને અપૂર્વ એવું સમ્યકત્વ પ્રગટે છે. સ્વરૂપ લક્ષ થતાં સ્વરૂપનું ખેંચાણ રહે તે તો ઉચિત છે, પરંતુ, રાગનું એકત્ર થતું હોવાથી “નયપક્ષ' કહ્યો છે. સમ્યકત્વ થયા પછી સ્વરૂપ લક્ષ અને સ્વરૂપની મુખ્યતા રહે છે, પરંતુ રાગથી ભિન્ન ચૈિતન્ય રહે છે. ત્યાં જ્ઞાનીને પક્ષકાર કહ્યો નથી. (૧૫૭૪)
શ્રીગુરુના ચરણ સાનિધ્યની આવશ્યકતાનું રહસ્ય મુક્ત થવાના પ્રયત્નમાં લાગેલા જીવને સમજાય છે. અબોધ દશામાં થયેલ મૂંઝવણ (અનાદિનું મૂંઝન) શ્રીગુરુના બોધથી મટયાનો તેનો અનુભવ, શ્રીગુરુના ગુણાનુવાદમાં બોલે છે. તેવો પાત્ર જીવ સમ્યક્દર્શનનો અધિકારી છે.
(૧૫૭૫)
જુલાઈ . ૧૯૯૬, મુમુક્ષુ જીવનું દાસત્વ ભાવનાર જ્ઞાનીના જ્ઞાનને પુનઃ પુનઃ વંદન હો ! (૧૫૭૬).