________________
૩૨૮
અનુભવ સંજીવની તેમાં ત્રિકાળ બંધ નથી, તો મોક્ષ થવાપણું કયાંથી હોય ?
(૧૧૯૮)
જોયાકાર જ્ઞાન (દુર્લક્ષ્ય) ગૌણ કરવા યોગ્ય છે, કારણકે જોયાકારો વિનશ્વર છે અને હું અવિનશ્વર છું. તથા પ્રકારે શાશ્વત સ્વરૂપની મુખ્યતામાં સર્વ ક્ષણિક ભાવો ગૌણ કરવા યોગ્ય છે. મારું તાદાભ્ય સ્વભાવ સાથે છે, જેમાં પરિણામ માત્રનો અભાવ છે. યદ્યપિ વેદના પરિણામમાં હોય છે, તથાપિ તે અવલંબનને યોગ્ય નથી. પર્યાયની સાવધાની રહેવાથી સ્વભાવનું ગ્રહણ થઈ શકતું નથી. સ્વભાવ સદાય સ્વયં પ્રસિદ્ધ છે, પરંતુ પ્રગટ પર્યાયત્વ ઉપર દૃષ્ટિ (અહબુદ્ધિ) હોવાથી સ્વભાવ ઉપર લક્ષ જતું નથી. પ્રગટ અપ્રગટ અવસ્થા ભેદથી ભિન્ન, અનઉભય સ્વરૂપ જેવું છે તેવું ગ્રહણ – જ્ઞાનમાત્રપણે કરવું.
(૧૧૯૯)
એકાંત આત્મકલ્યાણનું લક્ષ રહે તો મુખ્ય–ગૌણ થવામાં વિપરીતતા થતી નથી. અને અનેકાંતિક જ્ઞાન થવા છતાં આત્મ સંતુલન જળવાઈ રહે છે. વ્યવહારના, ન્યાયના અનેક ભંગ ભેદ છે. જો ઉપરોક્ત લક્ષ ન રહ્યું તો વિપરીતતા થઈ જાય છે – અહિત થઈ જાય છે. સર્વ સિદ્ધાંત અને સર્વ ઉપદેશનું કેન્દ્રસ્થાન આત્મકલ્યાણ છે, તે જ સમ્યફ એકાંતરૂપ નિજપદની પ્રાપ્તિ છે. જ્ઞાતા – દૃષ્ટારૂપ સામ્યભાવમાં જ આત્મ – શાંતિ છે. જે સમ્યક અનેકાંતનું ફળ છે. (૧૨૦૦)
સપ્ટેમ્બર – ૧૯૯૩ સમાજમાં બાહ્ય પ્રસિદ્ધિથી આત્મામાં કાંઈ લાભ નથી. ઘણા સાથે પરિચય વધવો તે અંતર સાધનાને અનુકૂળ નથી, એક વિકલ્પવૃદ્ધિનું તે નિમિત્ત છે. અભિપ્રાયમાં પ્રસિદ્ધિ ભોગવવાના ભાવથી પરિણતિ દુષિત રહે છે, વ્યગ્ર રહે છે. હું કેવળ નિર્વિકલ્પ સ્વરૂપ છું. વિકલ્પ સાથે મારે કાંઈ સંબંધ નથી. વિકલ્પ કાળે પણ હું જેવો નિર્વિકલ્પ) છું તેવો જ છું.
(૧૨૦૧)
છઘસ્થના જ્ઞાનમાં મુખ્ય-ગૌણ થવાની પરિસ્થિતિ રહેલી છે. દરેક સ્તરે, દરેક પ્રસંગે મુખ્યતા કોઈ એક વિષયની અને અન્ય સર્વ ગૌણ રહે છે, તેમાં વિવેક ન રહેવાથી, ગૌણ થવા યોગ્ય મુખ્ય થઈ જાય છે, અને મુખ્ય થવા યોગ્ય ગૌણ થઈ જાય છે, ત્યાં પૂરો વિપર્યાસ થઈ જાય છે. જેને પૂર્ણતાના ધ્યેયપૂર્વક નિશ્ચય અર્થાત્ પરમ તત્ત્વ સહાત્મસ્વરૂપ મુખ્યપણે વર્તે છે, તે જીવને ક્યાંય પણ વિપર્યાસ થતો નથી, તે તરી જાય છે.
(૧૨૦૨)
નિર્વિકલ્પ સ્વરૂપના સ્પષ્ટ અનુભવાશથી ઉત્પન્ન પ્રતીતિ / રુચિ બળ, જ્ઞાનને સ્વરૂપાકાર ભાવે સ્થિર કરે છે. રુચિ અનન્યભાવે સ્વભાવનું ગ્રહણ કરે છે. અનુભવાંશ – વેદન પ્રત્યક્ષતા વડે