________________
અનુભવ સંજીવની
૩૨૭ પ્રધાન હોવાથી, સર્વત્ર અનુભવની પ્રધાનતા થવી ઘટે, જેથી ક્યાંય અયથાર્થતા નહિ થાય.
(૧૧૯૨)
V પર્યાયબુદ્ધિ માત્ર ત્રિકાળી પરમાત્માના અવલંબને જ છૂટે છે. વેદ-વેદકભાવે ત્રિકાલી અસ્તિત્વમાં પ્રસરી જવું. પરિણામ પ્રત્યેનો રસ છૂટી જવો જોઈએ. તે (પરિણામમાં અહંપણું જ સ્વરૂપ અવલંબનમાં વિઘ્ન છે. – આ વાત લક્ષમાં તીરની જેમ ચોંટવી જોઈએ. (૧૧૯૩)
જીવ તત્ત્વ વિચાર કરી સ્વરૂપ મહિમા થયો સમજે છે. પરંતુ વાસ્તવમાં સ્વરૂપ મહિમા વેદવાનો વિષય છે. તેમ સમજણ જ્ઞાનમાં ન હોય તો ગૃહિત મિથ્યાત્વ થવાની સંભાવના છે. અભિપ્રાયમાં કૃત્રિમ પ્રયાસનો નિષેધ હોવો જ જોઈએ. સ્વરૂપ નિર્ણયના ગર્ભમાં સ્વરૂપનો મહિમા અને સહજ પુરુષાર્થ ભર્યો છે. નિર્ણય થતાં જ તેનો જન્મ થાય છે અને ક્રમશઃ તે વૃદ્ધિગત થવા લાગે છે.
(૧૧૯૪)
સહજ સ્વરૂપ સદશ સહજતા સુખદાયક છે, કૃત્રિમતાના પરિણામ દુઃખરૂપ છે. સમ્યફ પુરુષાર્થ સહજ ઉદ્યમરૂપ હોય છે. કર્તુત્વના વિકલ્પો તે ખોટો પુરુષાર્થ છે. તેનાથી સાધ્યની સિદ્ધિ નથી.
(૧૧૮૫)
પૂર્ણતાના લક્ષે જેને વાસ્તવિક શરૂઆત (મુમુક્ષતાની) થાય છે, તે જીવન દર્શનમોહનો રસ ઉત્તરોઉત્તર કપાતો જાય છે. અને તે ઉપશમને યોગ્ય થાય છે. અન્ય પ્રકારે પ્રવર્તતા માત્ર ચારિત્રમોહ મંદ થાય છે. જેનું સ્થાયીત્વ હોતું નથી, તેથી તે તીવ્ર થઈ જાય છે. જેથી સફળતા પ્રાપ્ત થતી નથી અને મુમુક્ષુની ભૂમિકા અનુસાર કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે.
(૧૧૯૬)
મુમુક્ષુની ભૂમિકાના ચડતીશ્રેણીના પરિણામો સહજ થવા અર્થે, પૂર્ણતાનું ધ્યેય હોવું અનિવાર્ય છે. અન્યથા કૃત્રિમતા થયા વિના રહેશે નહિ. – આ ધ્યેય પૂર્ણતા પર્યંતની સર્વ સફળતાનો પાયો
(૧૧૯૭)
છે.
પર્યાયદૃષ્ટિમાં દીનતા આવે છે, જેથી એકાંતે દુઃખ થાય છે. રાગ-દ્વેષ, હર્ષ-શોકાદિ વંદ્ર પર્યાયદૃષ્ટિમાં છે. પર્યાય સ્વયં વિનશ્વર હોવાથી, તેમાં અસ્તિત્વ ગ્રહણ થવાથી, ભાવ મરણનો પ્રતિક્ષણ ભોગવટો થાય છે.
દ્રવ્યદૃષ્ટિમાં તો બંધ –મોક્ષના ધંધનો પણ અભાવ છે. કારણકે દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે,