________________
૩૨૬
અનુભવ સંજીવની થાય, તેવા પ્રકારે સ્વાધ્યાય થવો ઘટે; અર્થાત્ જે જે ભાવો પોતાને પ્રવર્તમાન હોય, ત્યારે તે તે ભાવોના અનુભવને તપાસી તેનું અનુભવજ્ઞાન કરવું – તે ભાવભાસનની રીત છે. ભાસવું એટલે લાગવું. જે તે ભાવોના અનુભવને સમજવો અથવા અનુભવમાં આવતા ભાવોને માત્ર તર્ક, ન્યાય, યુક્તિથી ન સમજતાં, અનુભવથી સમજવા તે સ્વાધ્યાયની યથાર્થ પદ્ધતિ છે. – આ પદ્ધતિમાં કલ્પના થવાનો અવકાશ નથી. ભાવભાસન વિના થયેલી સમજણમાં ક્યાંક જીવ કલ્પના કરે છે. જે ઉચિત નથી.
(૧૧૮૮)
આ કાળે ઉત્કૃષ્ટ પાત્ર હોય, જેની એકાદ ભવમાં મુક્તિ થવાની હોય, તેને દેહાંત કાળે નિર્વિકલ્પ સમાધિ દશામાં આવી જાય એવો પુરુષાર્થ ઉગ્ર થઈ જાય છે. સાધક દશા સહજ છે, જેમાં પરમ તત્ત્વની મુખ્ય પરિણતિ સર્વદા વર્તે છે. તેમાં આ કાળના ચતૂર્થ ગુણસ્થાનના ઉત્કૃષ્ટ પાત્રનું આ લક્ષણ દર્શાવ્યું.
(૧૧૮૯)
તત્ત્વ અભ્યાસ તત્ત્વરુચિ પૂર્વક થવો ઘટે, કારણકે માત્ર વિચારથી વસ્તુનું ગ્રહણ થતું નથી. રુચિ જરૂરતમાંથી ઉત્પન્ન થઈ હોવાથી, તે વસ્તુનું ગ્રહણ કરવા સમર્થ છે. વળી રુચિ અનુસાર જાગૃતિ અને રુચિનો વિષય જ્ઞાનમાં – પરિણમનમાં મુખ્ય રહેતો હોવાથી રુચિ વડે પ્રયોજન સધાય છે. પાત્રતા જ્ઞાનના ક્ષયોપશમ આધારીત નથી પરંતુ રૂચિ - તત્ત્વરુચિ આધારીત છે. રુચિરંતને પ્રતિકૂળતા – અનુકૂળતા રોકી શકતી નથી. વિદન કરી શકે નહિ.
(૧૧૯0)
પર્યાયમાત્રમાં અહંબુદ્ધિનો અભાવ થઈ . દ્રવ્યદૃષ્ટિ થતાં આખી સૃષ્ટિ બદલાય જાય છે. વિજ્ઞાનઘન પરમ તત્ત્વના રસીલા જીવ, ભવ – મોક્ષના ભેદને ગૌણ કરીને પરમ સમભાવને પ્રાપ્ત થાય છે. – તેઓ એવો અનુભવ કરે છે કે પર્યાયના કોઈ ફેરફારોથી મારામાં કાંઈ જ ફેરફાર થતો નથી, પર્યાય મને સ્પર્શતી જ નથી. જ્યાં આવો સમ્યક અનુભવ વર્તતો હોય, ત્યાં દેહાદિ સંયોગની શું ગણના ? શું ચિંતા ? ત્યાં એવી દશા છે કે :
‘એક દેખીએ, એક જાનીએ, રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીયે, યહી સિદ્ધિ નહિં ઓર' -કવિવર પૂ. બનારસીદાસ). (૧૧૯૧)
/ પરિણામમાં વિકલ્પને ન જુઓ, પરંતુ અનુભવને જુઓ, મુખ્યતા કોની થઈ રહી છે તે જુઓ ? શુભાશુભની રુચિ કેટલી છે ? તે તપાસો ? વિકલ્પમાં આકુળતા છે, પર તરફના વલણમાં આકુળતા છે, તેની અરુચિ કેમ નથી ? તે શોધો ! સત્પુરુષના વચનમાં પણ માત્ર ન્યાયને જ ન વિચારો, પરંતુ તેમના અનુભવને અને અનુભવના ઊંડાણને જોવા પ્રયાસ કરો. માર્ગ અનુભવ