________________
અનુભવ સંજીવની
૩૨૫
–
નિજ અવલોકનમાં રાગનું અને પર્યાયનું લક્ષ છોડાવવાનો હેતુ છે. તેમજ એકાંત પર તરફના વલણનો પ્રવાહ બદલાઈ સ્વત૨ફ વલણ થાય તેવો હેતુ છે. પરલક્ષી જ્ઞાન વડે માત્ર તર્ક–યુક્તિથી અનુભવમાં આવતા ભાવોનું – ભાવભાસન થઈ શકે નહિ, તેથી તેવી અભ્યાસની અયોગ્ય પદ્ધતિ બદલીને, ભાવભાસન થાય, તેવો ખાસ હેતુ છે. સ્વભાવના ભાવભાસનથી સ્વભાવનું લક્ષ થતાં, રાગ અને પર્યાયનું પરલક્ષ સહજ છૂટે છે. યથાર્થપણે અવલોકન થવાનું ફળ પર્યાય બુદ્ધિ છૂટવામાં આવે છે. કારણકે આ અનુભવ પતિ છે. પર્યાયબુદ્ધિમાં દીનતા આવે છે.
(૧૧૮૪)
જ્ઞાન (સામાન્ય) તે જીવનું સ્વરૂપ છે. જ્ઞાન વિશેષમાં વિપર્યાસ થાય તે જ્ઞાનનું અજ્ઞાનત્વ છે, અને અવિપરીત એવું જે જ્ઞાનનું પરિણમન છે, તે જ જ્ઞાનનું જ્ઞાનત્વ છે. આવી નિગ્રંથ પ્રવચનમાં પરિભાષા છે.
(૧૧૮૫)
‘યથાર્થ લક્ષ’ થવાથી જીવના પરિણામો સહજ અનુક્રમ પ્રમાણે થવા લાગે છે. પ્રારંભથી વર્તમાન પરિણામ, માત્ર જાણવાનો વિષય થઈ જાય છે, જોર તેને ‘કરવા' ઉપર રહેતું નથી. લક્ષ હોય ત્યાં જોર જાય (છે.) આ પરિણામનો નિયમ છે. તેથી પરિણામોનું મૂલ્ય લક્ષ આધારિત થવું ઘટે છે, માત્ર પરિણામ આધારીત નહિ. વર્તમાન પરિણામ કર્તૃત્વ ભાવે કરાય ત્યાં સુધી યથાર્થ લક્ષ' થયું નથી, અને કર્તૃત્વને લીધે દર્શનમોહ વૃદ્ધિગત થાય છે. આત્માર્થી જીવે પ્રગતિ માટે, આ ખાસ વિચારવા યોગ્ય છે.
(૧૧૮૬)
-
શાશ્વત આનંદનું મંદિર એવું આત્મસ્વરૂપ, તેની સમીપ લઈ જનારા, તેના દ્યોતક જિન-પ્રવચનોથી ઉપેક્ષિત થઈ, જે, અપ્રયોજનભૂત બાહ્ય ક્ષયોપશમના વિષયમાં આકર્ષિત થઈને રસ લ્યે છે, તે બાહ્ય દૃષ્ટિવંત, વીતરાગ પ્રવચનને પામીને પણ પરમ તત્ત્વથી દૂર થાય છે. અમૃત સરોવરના કાંઠે તૃષાવંત મૃત્યુ પામે, તેથી વધારે કમનસીબ કોણ હોય ? પ્રયોજનને ચુકવું તે જીવના સ્વભાવ વિરુદ્ધ છે.
(૧૧૮૭)
જિજ્ઞાસા :– શાસ્ત્ર સ્વાધ્યાય કરતા, આત્મસ્વરૂપને દર્શાવતા અનેક શબ્દો જેવા કે આનંદ સ્વરૂપ, ધ્રુવસ્વરૂપ, સત્સ્વરૂપ વિગેરે' વાંચવામાં આવે છે, ત્યારે તેનો ભાવ ભાસતો નથી. તો કઈ રીતે સ્વાધ્યાય કરવો જોઈએ ? જેથી ભાવભાસન થાય ?
સમાધાન ઃ– શાસ્ત્ર સ્વાધ્યાયમાં, શબ્દાર્થ, ભાવાર્થ, કે અન્ય વિશેષાર્થ ન્યાય, યુક્તિથી સમજાય, માત્ર તેવી પદ્ધતિથી સ્વાધ્યાય થાય, અને બાહ્ય (પરલક્ષી) ક્ષયોપશમ વધે, તે પદ્ધતિ યથાર્થ નથી, કારણ કે તેથી અભિનિવેષ ઉત્પન્ન થવાની પ્રાયઃ સંભાવના છે. તેથી જે તે ભાવોનું ભાવભાસન