________________
૩૨૪
કારણ બને છે.
અનુભવ સંજીવની
(૧૧૭૮)
૫/કલ્યાણયાત્રા કરનાર કદી પ્રતિકૂળતાઓ સામે જોતો નથી, કે લોકોની ટીકા-ટીપ્પણીનો વિચાર કરતો નથી. પ્રતિકૂળતામાં આત્મ - વીર્યનું ફોરવું તે સહજ સ્વભાવ છે. વાદળા જોઈને સૂર્ય પાછો ફરતો નથી. દૃઢ નિશ્ચયવાળાને નિષ્ફળતાનો વિકલ્પ આવતો નથી. નદીનું જળ, વચ્ચે પડેલા પત્થરને ભેદીને આગળ વધે છે, પાછું જતું નથી.
(૧૧૭૯)
જાણરૂપ જ્ઞાન મતિ આદિ ભેદે ક્ષયોપશમપણે પ્રવર્તે છે. તેનું સ્વરૂપ આગમ પ્રસિદ્ધ છે. તે જ્ઞાનનાં વિશેષો છે. વેદનરૂપ જ્ઞાન અધ્યાત્મ પદ્ધતિ દ્વારા ગમ્ય છે, તેને પરમાણુની અપેક્ષા નથી. તે જ વ્યાપ્ય વ્યાપક ભાવે સેવવા યોગ્ય છે. જાણરૂપ જ્ઞાનને કર્મ પરમાણુ સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. તેથી તે આગમ પદ્ધતિએ સમજાવાય છે. અધ્યાત્મમાં બાહ્ય ભાવો નિષિદ્ધ છે. અંતર સ્વરૂપ લક્ષે ઉત્પન્ન સામાન્ય જ્ઞાનનું મુખ બહાર નથી. આગમથી અધ્યાત્મનો વિષય પર છે. તેથી પરસ્પર તેની સરખામણી કરવા યોગ્ય નથી. ?
(૧૧૮૦)
*
હે જીવ ! અનંત પરમ અમૃતમય શાંતિ સ્વરૂપ સ્વયમેવ પોતે જ છું. પોતા સિવાય ક્યાંય શાંતિ નથી. બહિર્ભાવમાં સર્વત્ર અશાંતિ જ છે, તે ભાવો કેમ રુચે ? તો પરમ શાંતિ - ધામથી વિમુખતા શા માટે ? ધર્માત્મા સ્વ–સન્મુખતા છોડતા નથી અને પરિપૂર્ણ અંતર્મુખના ઉદ્યમમાં રત છે, - રત રહે છે.
(૧૧૮૧)
-
આંગસ્ટ
૧૯૯૩
જીવને પરમાર્થ માર્ગનું વાસ્તવિક મૂલ્યાંકન થયે જ, તેની પ્રાપ્તિ અર્થે જોઈતા પ્રમાણમાં, ગંભીરતા અને પ્રયત્નનો ઉપાડ આવે છે, ત્યારે જ જીવ તે માટે પૂરી કાળજીપૂર્વક પ્રવર્તે છે, ત્યારે જ જીવ ઓઘસંજ્ઞાથી નિવૃત્ત થઈ શકે છે, ત્યારે જ જીવ લોકસંજ્ઞા છોડી, અસત્સંગથી દૂર થઈ, યથાર્થપણે આત્માર્થ સાધવાની યોગ્યતામાં આવે છે. ત્યારે જ સમસ્ત જગતની ઉપેક્ષા થાય છે, તેને પ્રતિબંધ શો ?
(૧૧૮૨)
/ આચાર્યભગવાને આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહીને વર્તમાનમાં જ સ્વરૂપને પ્રત્યક્ષ દર્શાવી, પ્રત્યક્ષ કરાવી, આત્માને આત્મામાં થંભાવી દીધો છે. અને અંતરમાંથી આનંદ અમૃતના ઔઘ ઉછાળ્યા છે. ધન્ય વીતરાગ !
(૧૧૮૩)